Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
તો સાધુ ભગવંતો મોટેથી બોલીને સ્વાધ્યાય કરવાના બદલે કામળી ઓઢીને, બેસીને મનમાં શાસ્ત્રચિંતન કરે તેવી વાત નિશીથસૂત્રની ચૂર્ણિમાં જણાવેલ છે. શબ્દો આ પ્રમાણે છે કે
___'सुत्तत्थपोरिसीओ सति ठाणे बाहिं करेंति । असति बहिट्ठागस्स अंतो चिलिमिलिं काऊणं झरंति । वा विकल्पे । चिलिमिलिमादीणं असति gવેદારી કરતીત્યર્થ' (નિશીથભાષ્ય-૨૨૪ ચૂર્ણિ).
ઉજેણીવાળા ઉપાશ્રયમાં પ્રતિક્રમણ બાદ સૂત્રપારસી ન ભાંગે તે માટે સાધુ-સાધ્વીજી ભગવંતો જો બોલીને સ્વાધ્યાય કરે તો ઉજેણીની વિરાધના થાય તેવું નિશીથચૂર્ણિમાં સ્પષ્ટપણે જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો “અમો પુ નોતી વિરહિન્નતિ' (ગા.ર૦૯)
નિશીથસૂત્રચૂર્ણિ આદિના ઉપરોક્ત ઉલ્લેખો દ્વારા સિદ્ધ થાય છે કે બલ્બમાંથી કે દીવામાંથી આપણા શરીર ઉપર જે સીધો પ્રકાશ આવે છે તે પણ વીજળીની જેમ, દીવાની જેમ સચિત્ત જ છે. તેની વિરાધના ન થાય તે માટે ઉપરોક્ત વિશેષ પ્રકારની સાવધાની-જયણા-વિધિ શાસ્ત્રકાર ભગવતોએ બતાવેલી છે.
આ છે ઈલેક્ટ્રૉન અને ફોટોનનો પ્રગાઢ સંબંધ છે
સાયન્સના સિદ્ધાન્ત મુજબ ફોટોન શક્તિના પડીકારૂપ (Packet of energy) છે. ફોટોન (તેજાણુ) વડે પ્રકાશ બને છે. ફોટોન સ્વયં પ્રકાશરૂપે પરિણમે છે. તથા ઈલેક્ટ્રોન (વીજાણુ) અને ફોટોન (તેજાણુ) વચ્ચે પ્રગાઢ સંબંધ છે. તેજાણુ(Photon)ના સંપર્કમાં આવવાથી વીજાણુ (Electron) અત્યંત ઝડપથી આવેશિત (charged) થઈ જાય છે, આવેશિત વીજાણુનો ગતિશીલ પ્રવાહ (Flow of charged electrons) ugl 4104 aldia291 Hudi પ્રકાશ-ઉષ્મા વગેરે સ્વરૂપે તેજાણ (Photon)નું ઉત્સર્જન કરે છે. તથા પ્રકાશથી ચાલતા સાધનો (Photo-electric instruments)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org