________________
२२१
| [ શ્રી વીર-વચનામૃત
असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणिज्ज सुणिज्जा वा, दाणट्ठा पगडं इमं ॥ ३५ ।। तारिसं भत्तपाणं तु, संजयाणं अकप्पियं । दितियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ॥ ३६ ॥
[ દશ અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૪૭-૪૮ ] • જે સાધુ એમ જાણે અથવા સાંભળે કે આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વસ્તુ સાધુઓને દાન આપવા માટે જ તૈયાર કરાવવામાં આવી છે, તે તેને માટે એ આહાર-પાણ અકલ્પનીય બને છે, તેથી એ દાતાને સાધુ એમ કહે કે “આ પ્રકારના આહાર-પાણી અને કપતા નથી.”
વિડ આહારના ચાર પ્રકારે છેઃ (1) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ. તેમાં સુધાનું શમન કરે તેવા પદાર્થો જેવા કે ભાત, કઠોળ, રોટલે, જેટલી, પુરી, વડા, માંડો, સાથે વગેરે અશન કહેવાય છે; પીઈ શકાય એવા પદાર્થો જેવા કે ઓસામણ, છાશ, જવનું પાણી, કેરાનું પાણી વગેરે પાન કહેવાય છે; સુલભક્ષ્ય પદાર્થો જેવા કે ભુજેલા ધાન્ય, પૌંઆ, બદામ, દ્રાક્ષ, સૂકો મેવો વગેરે ખાદિમ કહેવાય છે, અને સ્વાદ લેવાને રોગ્ય પદાર્થો જેવા કે ચૂર્ણની ગોળી, હરડે વગેરે સ્વાદિમ કહેવાય છે.
न य भोयणम्मि गिद्धो, चरे उंछं अयंपिरो । अफासुयं न अँजिज्जा, कीयमुद्देसियाहडं ॥३७॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૨૩]