________________
3
નાંખી તે ફરીવાર પણ તે જ મત્સ્ય આવ્યું. ફરી મુક્ત કર્યો આ પ્રમાણે સાંજ સુધી તેને તે જ મત્સ્ય આવ્યા કર્યો. તેને હરિબલ ખેદરહિત મુક્ત કરતે રહ્યો. આમ સંકટમાં સપડાયા છતાં તેણે વ્રત ભંગ ન કર્યું. “ ધીર પુરુષે ગમે તેવી સ્થિતિમાં મૂકાયા હોવા છતાં સત્ય છોડતા નથી.” સંધ્યા સમયે તે વિચારવા લાગ્યું, “મારા વડે વ્રતનું સારી રીતે પાલન થયું તે નિશ્ચય ઘણું સારું થયું.” આમ વિચારે છે ત્યાં કોઈ દેવતા પ્રગટ થઈ કહેવા લાગ્યું. હે હરિબલ ! હું જળ અધિષ્ઠાયક દેવ છું. મેં અવધિજ્ઞાનથી તારું વ્રત જાણી માછલાનું રૂપ લઈ સાંજ સુધી તારી પરીક્ષા કરી. પણ તું નિયમથી ચલાયમાન ન થયું. તેથી હે હરિબલ! તું ધન્ય છે, તું કૃતાર્થ છે. અને તારું જીવન પણ સફળ થયું કે આવા સંકટમાં મૂકાયા છતાં તે તારા વતની વિરાધના ન કરી. આ સંસારમાં કેટલાક તો વ્રત ગ્રહણ કરતા નથી, જેને ગ્રહણ કરે છે તે ઉત્તમ પ્રકારે નિજ નિયમન નિર્વાહ નથી કરી શકતા. પરંતુ જે પુરુષ વ્રત લે છે અને તેને સારી રીતે પાળે છે તે તારા જેવા સત્ પુરુષે જાણવા માટે હે ધીવર ! તું મારી પાસે વરદાન માગ કારણકે દેવના દર્શન નિષ્ફળ ન થાય. તે સોભળી હર્ષિત થયેલા હરિબલે કહ્યું છે. દેવ! જો તમે પ્રસન્ન થયા છે તો વિપત્તિમાં મારું રક્ષણ કરજે, “તથાસ્તુ” એમ કહી દેવ અંતર્ધાન થયે. હવે મત્સ્ય ન મળવાને લીધે સ્ત્રીની બીકથી તે હરિબલ ઘરે ન આવ્યું.. અને ગામ બહારના દેવળમાં રાત્રિ રહ્યો. મનમાં વિચાર કરે છે. કે મેં એક જીવની રક્ષાથી આવું ફળ પ્રાપ્ત કર્યું ત્યારે જે સર્વ ની રક્ષા કરે તે સર્વ સુખને પામે એમાં શું