Book Title: Vardhaman Deshna
Author(s): Rajkirti Gani, Vishalvijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 411
________________ ૩૮૮ છે. સુશ્રાવકના આત્માએ સ્થાન બદલ્યું. તે સૌધર્મ દેવલેકના અણુભ વિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળે દેવ થયો. તે સાંભળી ગૌતમ સ્વામીએ પૂછ્યું, હે ભગવન! ત્યાંથી ઍવી તે ક્યાં જન્મશે ? ભદત બોલ્યા, હે ગૌતમ! તે ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પ્રાપ્ત કરી કર્મની ગાંડીને છેદી અજરામર મેક્ષ પદને પામશે. આ આણંદ આદિ દશ શ્રાવકે શ્રી વીર જિદ્રના શાસનમાં કહ્યા છે. તેઓ સુરાસુર નર તિય“ચેના અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોથી પણ ક્ષેભ પામ્યા નથી. તેમજ સમ્યફત્વમાં દઢ રહ્યા છે. વીસ વર્ષ સુધી જિનધર્મ પાળી સર્વે પ્રથમ દેવલેકમાં દેવ થયા છે. ત્યાંથી ચાવી મનુષ્યપણે જન્મી કર્મ બંધનો છેદ કરી અજરામર પદ મોક્ષને પામશે. સુધર્માસ્વામીના મુખથી દસે શ્રાવકોના ચરિત્રને સાંભળી સમભાવભાવી આત્મા ચરમ કેવળી શ્રી જબૂસ્વામી ધર્મ પરાયણ થયા. ઈતિ શ્રી બૃહત્ ખરતર ગ૭ના આચાર્ય શ્રીમદ્ જિનભદ્રસૂરિના અંતેવાસી વાચનાચાર્ય શ્રી પામેરુ ગણીતેમના શિષ્ય શ્રીમતિવદ્ધન ગણું તેમના શિષ્ય શ્રી મેરુ તિલક ગણી તેમના શિષ્ય શ્રી દયાકુશળ ગણી તેમના શિષ્ય શ્રી અમરમાણિક્ય ગણી, તેમના શિષ્ય શ્રી ક્ષમારંગ - ગણી, તેમના શિષ્ય શ્રી રત્નલાભ ગણું તેમના શિષ્ય શ્રી રાજકીર્તિ ગણીએ રચેલી ગદ્યબંધ વર્ધમાન દેશનાનો તેતલી પુત્ર શ્રાવક પ્રતિબંધ નામક દસમે ઉલ્લાસ સમાપ્ત. શ્રી વર્ધમાન દેશના ભાષાંતર સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 409 410 411 412