Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ પણ, હું તને પૂછું છું, જેનો ફોટો સારો હોવા છતાં ઍક્સ-રે બગડેલો હોય એને સારો ફોટો હોવા બદલ જે ઈનામ મળે એનો આનંદ વધુ હોય કે ઍક્સ-રે બગડેલો હોવા બદલ વ્યથા વધુ હોય? યાદ રાખજે, મનને ભલે સફળતાનું આકર્ષણ છે; પરંતુ અંતઃકરણને તો સરસતા જ ગમે છે. સરસતાનાં બલિદાન પર મળી જતી સફળતા પાછળ મન ભલે પાગલ પાગલ બની જતું હશે; પરંતુ મનનાં એ પાગલપન વખતે પણ, અંતઃકરણ તો રડતું જ હશે. મારી તને એક જ સલાહ છે. જીવનનાં લક્ષ્યસ્થાને તું સફળતાને નહીં પરંતુ સરસતાને ગોઠવી દેજે. સમજુ ખેડૂત લક્ષ્યસ્થાને પાકને ગોઠવે છે, ઘાસને નહીં એ તારા ખ્યાલમાં હશે જ. સરસતાનો પાકમળ્યા પછી સફળતાનું ઘાસ મળે તો ઠીક છે, નહિતર સરસતાના પાકથી જીવનને સમૃદ્ધ બનાવતો રહેજે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102