Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ ‘મોટા’ બની જવું એ જ જીવનની સફળતા છે જ્યારે અંતઃકરણ કહે છે, ‘મહાન’ બન્યા રહેવું એ જ જીવનની સાર્થકતા છે. તું જે દિશામાં દોડી રહ્યો છે એ દિશાની દોટ તને આજે ગમે તેટલી સફળ બનાવી રહી હોય અને એના કારણે તું પ્રસન્નતામાં ઝૂમી રહ્યો હોય તો ય મારે તને કહેવું છે કે કાં તો એ દિશાની દોટને તું સ્થગિત કરી દે અને કાં તો એ દિશાની દોટને તું ધીમી કરી દે. કારણ? આ દિશાની દોટ ઈનામ [?] માં બે ખતરનાક પરિબળોની ભેટ લમણે ઝીંકીને જ રહે છે, કલેશની અને સંકલેશની. કલેશો અપ્રિય બનાવતા રહે છે અને સંકલેશો અપાત્ર બનાવતા રહે છે. તું આ અપાયોથી તારી જાતને જો ઉગારી લેવા માગે છે તો નક્કી કરી દે, ‘મોટા’ નહીં, ‘મહાન’ જ બનવું છે. ૪૨

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102