Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
અને શરીરાદિકને વિષે પ્રીતિ રહિત એવો અંતરાત્મા પિતાનાં સ્વરૂપને વિષે પ્રસન્ન થાય છે. ૬૦
न जानंति शरीराणि, सुखदुःखान्यबुद्धयः ॥ निग्रहानुग्रहधियं, तथाप्यत्रैव कुर्वते ॥६१॥
શરીરે સુખ દુખને જાણતા નથી, તે પણ બહિરાત્મા એજ શરીરાદિકને વિષે ઉપવાસાદિ કરવાથી નિગ્રહ કરવાની અને કુંડલ કડા વિગેરેથી શણગારવા વડે અનુગ્રહ કરવાની બુદ્ધિથી કરે છે. ૬૧ છે
स्वबुद्धया यावद्गृहणीयात् , कायवाक्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां, भेदाभ्यासे तु निवृत्तिः ॥६२॥
જ્યાં સુધી શરીર, વાણી અને ચિત્ત એ ત્રણેને આત્મ બુદ્ધિથી ગ્રહણ કરે ત્યાંસુધી સંસાર થાય છે અને તે ત્રણને ભેદ અભ્યાસ થયે એટલે મુક્તિ થાય છે. પે ૬૨
घने वस्त्रे यथात्मानं, न घनं मन्यते तथा ॥ घने स्वदेहेप्यात्मानं न घनं मन्यते बुधः ॥६३॥
જ્ઞાની પુરુષ જેમ મજબુત વસ્ત્ર પહેરવાથી પિતાને મજબુત માનતો નથી તેમ શરીર પણ મજબુત હોય તોપણ આત્માને મજબુત માનતો નથી. ૬૩
जीर्णे वस्त्रे यथात्मानं, न जीर्ण मन्यते तथा ॥ जीर्णे स्वदेहेप्यात्मानं, न जीर्ण मन्यते बुधः ॥६॥
જ્ઞાની પુરુષ જેમ જીણું વસ્ત્ર પહેરવાથી પિતાને જીર્ણ માનતું નથી તેમ જીણું શરીર છતાં આત્માને જીર્ણ માનતો નથી.