Book Title: Uttaradhyayan Sutra Part 01 Author(s): Bhadrankarsuri Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra View full book textPage 9
________________ માનીને તેનો સ્વાધ્યાયમાં ઉપયોગ કરી રહ્યા છે. મૂલ ગ્રંથને જ સ્વાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તેવો રસ નથી જન્માવતી. એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ-મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાનો શુભાશય થયો અને એ સ્વપ્ન, આ ગ્રંથના પ્રથમ ભાગ તરીકે પ્રગટ થતાં આકાર લઈ રહ્યું છે એમ કેમ ન મનાય? આસ્વાધ્યાય-ઉચિત સાર્થ-મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે-સ્વાધ્યાયરસિક પુણ્યાત્માઓ એનો સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપયોગ કરશે અને પ્રસ્તુત પ્રયાસને સાર્થક બનાવશે જ. શાસનરક્ષક, સૂરિસાર્વભૌમ, કવિકુલકિરીટ, ડું આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, -વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ-પ્રશમ-શાન્તરસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને સ્વ-સ્વાધ્યયનું એક મુખ્ય અંગ બનાવ્યું હતું, એટલું જ નહિ પણ મૂલ સૂત્રને કંઠસ્થ કર્યું હતું અને દિવસે કે રાત્રિના વેદનાના અવસરે તેઓશ્રીએ પોતાના આત્માને આ જ સૂત્રના રટણથી સ્થિર પ્રશાન્ત રાખ્યો હતો,-એમ અનુભવસિદ્ધો જણાવી રહ્યા છે. એટલે આ ગ્રંથનું શુભાભિધાન જ્યારે મુખથી નીકળે છે. ત્યારે એ પૂજ્ય પુરુષનું સ્મરણ સહજ જ થઈ આવે છે. આ ગ્રંથનો અનુવાદ ગુર્જરગિરામાં પૂ. સ્વ. આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ. સા. એ કર્યો છે. તેઓશ્રી આ ગ્રંથની શુદ્ધિ અને સરલતા માટે ખૂબ જ લક્ષ્ય રાખવા ઉપરાન્ત વાચકોને તે સમજવામાં કિલતાની નજરે તેની ખાસ કાળજી રાખેલ છે. આ ગ્રંથની પ્રસ્તાવના જો કે અહીં સંપૂર્ણ થાય છે, પરંતુ ગ્રંથ જ એવો છે કે-એની પ્રસ્તાવના માટે સોના ઉપર ઢોળ ચઢાવવા જેવું છે, છતાં પણ શિષ્ટાચાર સચવાય તે હેતુથી ટૂંકું ગ્રંથબોધન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ મુદ્રણમાં જે મહાશયોએ જ્ઞાનભક્તિ અર્થે સ્વદ્રવ્યવ્યય કરીને પોતાની ઉદારતા દાખવી છે, તે અનુમોદનાને પાત્ર છે. -અતિથિ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 306