________________
૫
પ્રમાદીનું અકામ મરણ થાય અકામ છે. અપ્રમાદીનું સકામ-મૃત્યુ થાય મરણીય:। છે. વિવેકહીન બાળ જીવ એટલે
કે અજ્ઞાની જીવ ફરી ફરી અકામ મૃત્યુનો શિકાર થતો રહે છે. જ્યારે
પંડિત-ચાસ્ત્રિવાન્ પુરુષોનું સકામ-મૃત્યુ વધારેમાં વધારે આઠ વાર થાય છે.
બાળજીવની પરિભાષા કરતા ભગવંતે કહ્યું છેઃ જે જીવ કામાસક્ત છે, ક્રૂર કર્મ કરવાવાળો છે, કામ ભોગોમાં આસક્ત છે, અસત્ય ભાષી છે, હિસા કરે છે, માયા કરે છે, માંસ ભક્ષણ કરે છે, શરાબ પીએ છે, એ બાળ જીવ છે. આવો જીવ વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં દુઃખી થાય છે, નરકગતિ અને તિર્યંચ ગતિનું દુઃખ પામે છે.
પંડિતજીવોની પરિભાષા કરતા ભગવંતે કહ્યું છે : જે પુણ્યશાળી છે, ચારિત્રધારી છે, અને ઈન્દ્રિયવિજેતા છે, તેઓ પંડિત છે. સાધુઓ પણ આવા પંડિત હોઈ શકે છે અને ગૃહસ્થો પણ હોઇ શકે છે. આ જીવો ત્રણ પ્રકારના અનશનમાંથી કોઇ પણ એક અનશનનો સ્વીકાર કરી મૃત્યુ પામે છે.
બત્રીશ ગાથાઓનું આ મનોમંથન કરવાની પ્રેરણા આપે છે.
અધ્યયન ગહન