________________
આ અધ્યયનમાં, મનુષ્યલોકના
વૈષયિક સુખોની નિઃસારતા અને હરીય દુઃખદાયિતા સમજાવવા માટે બકરાનું
દૃષ્ટાંત આપવામાં આવ્યું છે.
માંસાહારી ગૃહસ્થના ઘરમાં રહેલા બકરાને રોજ (મગ, અડદ વગેરેનો) પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એથી બકરો હષ્ટપુષ્ટ થાય છે. પરંતુ એ પુષ્ટિનું પરિણામ શું આવશે એની એને ખબર નથી.
જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે એ જ બકરાનો શિરચ્છેદ કરી એનું માંસ રાંધવામાં આવે છે.
એવી રીતે જીવ જાણતો નથી કે ભોગ-સુખોનું ફળ નરક આદિ દુર્ગતિ છે. તીવ્ર વિષયાસક્ત જીવ નરક આદિ દુર્ગતિને પામે છે. - એવી રીતે જે બુદ્ધિમાન હોય છે તે મનુષ્યજીવનમાં એવો પુરુષાર્થ કરે છે કે એના ફળસ્વરૂપે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે... જે મનુષ્ય મધ્યમ બુદ્ધિવાળો છે એ એવો પુરુષાર્થ કરે છે કે એના ફળસ્વરૂપે એને ફરી મનુષ્યજન્મ મળે છે અને જે મનુષ્ય મૂર્ણ હોય છે તે પોતાનું જીવન હારી જાય છે અને નરક અથવા તિર્યંચ ગતિમાં ચાલ્યો જાય છે.
આ આધ્યયનમાં દેવગતિના, મનુષ્યગતિના, તિર્યંચગતિના અને નરકગતિના કારણો બતાવવામાં આવ્યા છે.
બીશ ગાથાઓના આ અધ્યયનમાં ભગવંતે કામભોગોથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો છે.