Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 44
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સાધ્વી રત્ના પૂ. હીરબાઈ મ.સ. તથા પ્રદેશી રાજાની કથા - સાધકશિશુ સાધ્વી ઊર્મિલા (ગોંડલ સંપ્રદાય સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારના ધ્યાનયોગી પૂ. શ્રી હસમુખ મુનિજીના આજ્ઞાનુવર્તી પૂ. શ્રી ઊર્મિલાબાઈ મહાસતીજી ગુરુ પ્રાણ આગમ બત્રીસીના સહસંપાદિકા છે. તેમના ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે. અનકાઈ (મહારાષ્ટ્ર) મુકામે પૂ. ઊર્મિબાઈ સ્વામીના સાન્નિધ્ય ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.) સંસારની સમગ્ર જીવસૃષ્ટિએ સ્વયં કર્મસત્તાનું અનુશાસન સ્વીકાર્યું છે. કરોડો - અબજો જીવોમાંથી કોઈ એકાદ વિરલ આત્મા કર્મસત્તાના સિદ્ધાંતને સમજી ધર્મસત્તાના અનુશાસનને અપનાવે છે. ધર્મસત્તા સદાકાળ કર્મસત્તા સામે બળવાન પુરવાર થઈ છે. કર્મસત્તા દરિદ્રતા આપે પણ એ દરિદ્રતામાં પણ દિલની અમીરી તો ધર્મસત્તા જ આપે, કર્મસત્તા અનેક રોગો ઉત્પન્ન કરી શકે પરંતુ એ રોગગ્રસ્ત અવસ્થામાં પણ આંતરિક સમાધિ તો ધર્મસત્તા જ આપે, કર્મસત્તાના કારણે જીવનમાં પરિષહો, ઉપસર્ગો, કઠિનાઈઓ, મુશ્કેલીઓ આવે પણ સહનશીલતાની મહામૂલી ભેટ તો ધર્મસત્તા જ આપે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, આનંદ, કામદેવ જેવા શ્રાવકો... એવા સંખ્યાબંધ આત્માઓએ ઉપસર્ગોને હસતા મુખે સહ્યા. ગજસુકુમાર મુનિ, મેતાર્યમુનિએ તો મારણાંતિક ઉપસર્ગના કપરાકાળમાં ય ધર્મસત્તાના પ્રાબલ્યથી મોતને મંગળમય બનાવવા સમાધિ જાળવી રાખી અને સફળતાને વર્યા. તીર્થંકર પ્રરૂપિત જિનધર્મમાં મુખ્યતયા જીવ અને અજીવ બે તત્ત્વોનું પ્રાધાન્ય રહ્યું છે. સમગ્ર સૃષ્ટિ સત્ય (અસ્તિત્વરૂપ) છે. અનાદિકાળથી સતું (૮૫) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) ના બે સ્વરૂપ છે. (૧) જીવ અને (૨) અજીવ, જીવ સ્વ-સ્વરૂપમાં રહે તો ધર્મ, અને અજીવમય બને તે કર્મ. જીવ સ્વ-સ્વરૂપમાં રહે તો સુખ, અન્યથા દુ:ખ. જેહ સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત...” (શ્રીમદ્ રાજચંદ્રજી) હા, દુ:ખ આવવું અને દુ:ખી થવું એ બન્ને સ્થિતિ અલગ છે. કર્મસત્તાના અનુશાસન યુક્ત કર્માધીન આત્માઓને પૂર્વજન્મોમાં જેમની સાથે સંયોગ થયા હોય તે વખતે પોતાની અજતના અને અવિવેકથી જે કર્મો ઉપાર્જન થયા હોય, તેના ઉદયકાળે તે તે આત્માઓ દ્વારા અનુકૂળતા યા પ્રતિકૂળતા મળતી રહે છે. अजयं चरमाणो य पाणभूयाई हिंसइ । बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलम् ॥ (શ્રી દશવૈકાલિક સૂત્ર) અનુકૂળતા પણ પરિષહ કે ઉપસર્ગ છે, જયારે પ્રતિકૂળતા પણ પરિષદ કે ઉપસર્ગ છે. આવા ઉપસર્ગ કે પરિષદના સમયે ધર્મસત્તાના અનુશાસનયુક્ત જીવો સ્વસ્થપણે, અડીખમ રહી, સમતાભાવને કેળવી દુઃખી થતા નથી, બલ્ક મોજમાં રહે છે. પૂર્વકૃત કર્મો જે જીવો સાથે થયા હોય તે વર્તમાને દેવ, મનુષ્ય કે તિર્યંચ કોઈપણ સ્વરૂપે મળે, પૂર્વ વેરભાવના કારણે કષ્ટો આપે. કર્મસત્તા માર્ગ વચ્ચે પથ્થર મૂકી અવરોધ કરે પણ ધર્મસત્તાવાળો જીવ એ પથ્થરને પગથિયું બનાવી લે ! શૂળ વેરે તો ફૂલમાં ફેરવી લે. વિશ્વમાં પ્રચલિત ધર્મોમાં જિનધર્મનું પ્રાધાન્ય રહ્યું છે. જિનધર્મ કહે છે કે, “સહન કરવું તે સાધનાનો પ્રાણ છે”, “સહે તે ભારે” અર્થાત્ સહન કરનાર ગુરુતાને પામે. પૂજયપાદ ધ્યાનસાધક ગુરુદેવ શ્રી હસમુખમુનિજી મ.સા. વાંચણીમાં વારંવાર કહેતા હોય છે કે, “પ્રાપ્ત સ્થિતિમાં આનંદમાં રહેવું.”

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109