Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 62
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો - સમય હતો. ખુલ્લા પગે ચાલી ન શકાય એવી અંગારા જેવી ધગધગતી રેતીના પટમાં ગણપતભાઈને ખુલ્લા શરીરે સુવાડીને ફરીથી પૂછ્યું કે બોલ શું વિચારે છે? એમનો એક જ જવાબ હતો, ‘જીવતો રહીશ તો સાધુ થઈશ.’ આમાં પણ નિષ્ફળતા મળતા ઘરે જઈને એક ઓરડામાં પૂરી દીધા. ત્યાં પણ ત્રણ દિવસ સુધી આહાર-પાણી વગર પૂરાયેલા રહ્યા છતાં અરેકારો નહિ. ચોથે દિવસે બારણું ખોલીને પૂછ્યું તો એક જ જવાબ ‘જીવતો રહીશ તો સાધુ થઈશ.’ આમ, દરેક પ્રયાસોમાં નિષ્ફળતા મળતા જ્ઞાતિના આગેવાનો અને કુટુંબીજનોએ એમના ભાઈઓને જણાવ્યું કે હવે એમની વધારે પરીક્ષા ન કરો. દીક્ષા લેવાની ઇચ્છા છે તો હવે રાજીખુશીથી દીક્ષા અપાવો. તેમાં તમારું અને એમનું બન્નેનું હિત છે. એની નરપાળભાઈ અને પેથાભાઈ પર સારી એવી અસર થઈ. આમ નરપાળભાઈ દીક્ષા આપવાનો વિચાર કરતા હતા એ દરમિયાન શ્રી ગણપતભાઈ ગુંદાલા પહોંચી ગયા અને જેમની સાથે સગપણ થયું હતું એમને ચુંદડી ઓઢાડીને કહ્યું કે “આજથી જ તું મારી બહેન છે; મને દીક્ષા લેવામાં અંતરાય ન પાડતા.’ આમ, એમની પણ દીક્ષા માટે પરવાનગી લઈ આવ્યા. આમ બધી કસોટી બાદ ગણપતભાઈ અને વીરજીભાઈની લીંબડી સંપ્રદાયમાં દીક્ષા થઈ. સાધુજીવનમાં પણ સોનાની જેમ ઝળકી ઉઠ્યા. આપણા કથાનાયક ગુલાબચંદ્રજીએ સંયમના આચારની મર્યાદાઓનું પાલન કરતા કરતા જે પરિષદો સહન કર્યા એમાંના બે પરિષહો ઉલ્લેખનીય છે, જેનું અહીં આલેખન કરું છું. Rઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) (૧) આક્રોશ વચનનો પરિષહ: વિ.સ. ૧૯૪૭ ની આ વાત છે. પંડિતરાજ શ્રી ઉત્તમચંદ્રજી સ્વામી સાથે પૂ. શ્રી ગુલાબચંદ્રજી સ્વામી ગુજરાતમાં વિહાર કરતા કરતા મહી નદી પાસે આવેલ ‘વાસદ' નામના ગામમાં પધાર્યા. એ ગામમાં શ્રાવકોના ઘર નહોતા. તપાસ કરતા જાણવા મળ્યું કે ગામ બહાર ખાખી બાવાની જગ્યા છે. ત્યાં જઈને ઉતારો કરો. એમણે ખાખી બાવાની જગ્યાએ જઈને એક રાતવાસો કરવાની અનુમતિ માગી. ખાખી બાવાજીએ ખુશીથી રજા આપી. તેથી ત્યાં ઉતારો કર્યો અને પાટીદાર ભાઈઓના ઘર હતા ત્યાંથી ગોચરી વહોરીને વાપરી. ખાખી બાવાજી પણ ભક્તિવાળા હતા, પણ જૈનમુનિના આચારવિચારની એમને ખબર નહોતી. તેથી તેણે ભક્તિભાવપૂર્વક પોતાના રસોઈયા સાથે રોટલી અને કેરીઓ મોકલાવી. પણ તે સાધુ ભગવંતોને કહ્યું નહીં. એક તો ખાખી બાવાજીની આજ્ઞા લઈને રહ્યા હતા એટલે એ શધ્યાંતર થયા. એટલે નિયમ પ્રમાણે શઠાંતરનો આહાર કહ્યું નહીં તેમજ સામે લાવેલો આહાર પણ કલ્પ નહીં. તેથી ગુરુભગવંતોએ એને સ્વીકારવાની ના પાડી. તેથી તે રસોઈયો એ લઈને પાછો જતો રહ્યો. સૂર્યાસ્ત થતાં ગુરુ ભગવંતો પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાયમાં લીન હતા. ત્યારે રાત્રિના સમયે ખાખી બાવાજીને ત્યાં ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી. પછી દરેક ભક્તોને ઠાકોરજીનું ચરણામૃત – પ્રસાદી આપવામાં આવી. તે સમયે ખાખી બાવાજીને સાધુઓનું સ્મરણ થતાં પૂજારીને કહ્યું, “જૈન સાધુઓ કી તીન મૂર્તિ આઈ હૈ ઉન્હીં કો ભી ચરણામૃત દેના ચાહીએ.” તેથી પૂજારીજી ચરણામૃત લઈને જયાં ગુરુ ભગવંતો સ્વાધ્યાય કરતા હતા ત્યાં આવ્યો અને ચરણામૃત આપવા લાગ્યો ત્યારે સૂર્યાસ્ત પછી અમારા માટે આ બધું વજર્ય છે. એમ કહીને ચરણામૃત લીધું નહીં. (૧૨૨). (૧૨૧)

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109