________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જ્યાં સુધી સ્વાર્થ પુરાય છે, ત્યાં સુધી ચાટુ કર્મોને કરે છે. જે પ્રમાણે નિર્માક્ષ લક્તકને મૂકે છે તે પ્રમાણે શ્રુતસાર મનુષ્યને મૂકે છેતે પ્રમાણે વેશ્યાઓ ધન રહિત પુરુષને મૂકે છે. પુરની અપઘસરમાય ગણિકાઓ કહેવાય છે=ગામની ગંદકી જેવી ગણિકાઓ કહેવાય છે. જે જીવો તેઓમાં પણ વૃદ્ધિ કરે છે તે કૂતરા છે, મનુષ્યો નથી. II૧૦-૧૧ શ્લોક :
तस्मादेवंविधं नूनमन्येषामपि देहिनाम् ।
चरितं यैः कृतं पापैर्गणिकाव्यसने मनः ।।१२।। શ્લોકાર્ચ -
તે કારણથી અન્ય પણ દેહીઓનું ખરેખર આવા પ્રકારનું ચરિત્ર છે જે પાપીઓ વડે ગણિકાના વ્યસનમાં મન કરાયું છે. ll૧૨ા ભાવાર્થ :
વિમર્શ અને પ્રકર્ષ ધનના ગર્વ વિષયકની વિચારણા કરી રહ્યા છે ત્યાં સુધીમાં બીજો વૃત્તાંત બને છે. રમણ નામનો શ્રેષ્ઠીપુત્ર ક્ષીણ થયેલા શરીરવાળો, મલિન ગાત્રવાળો ત્યાં આવે છે. કોઈક સ્થાને સ્નાન કરે છે, સુંદર ભોજન કરે છે અને શરીરને સુંદર વસ્ત્રો પહેરીને શણગારે છે અને વેશ્યાના ઘર તરફ જવા તત્પર થાય છે. ભવચક્રને જોવા માટે તત્પર થયેલા વિમર્શ અને પ્રકર્ષ તેને જોઈને વિચારે છે કે આ પુરુષ આ પ્રમાણે કેમ કરે છે ? ત્યારે વિચક્ષણ પુરુષની વિમર્શશક્તિ ભવચક્રના યથાર્થ સ્વરૂપને જોનારી હોવાથી તે રમણ કોણ છે ? પૂર્વમાં વેશ્યાને પરવશ થઈને પિતાનો ઘણો વૈભવ હતો તે કઈ રીતે તેણે વિનાશ કર્યો અને દરિદ્ર અવસ્થાને પામ્યો. છતાં તે કુંદકલિકા નામની વેશ્યા પ્રત્યે રાગવાળો છે. તેથી ઘણી મહેનતથી કંઈક ધન મળે છે તે લઈને વેશ્યાના ઘરે જાય છે, તે વખતે તેના ચિત્તમાં વર્તતો કામવિકારરૂપ મકરધ્વજ તેને તીર મારવા માટે તેની પાછળ જાય છે તેથી કામના બાણના ભયથી તે રમણ વેશ્યાને ઘરે પહોંચે છે. અને જ્યારે વેશ્યાને જુએ છે અને વેશ્યા તેની પાસે ધન જોઈને રાગ બતાવે છે ત્યારે કામનું તીર તેના હૈયામાં પ્રવેશેલું હોવાથી પરવશ થઈને વેશ્યાને આશ્લેષ કરવા જાય છે અને મુશ્કેલીથી પ્રાપ્ત થયેલું સર્વ ધન તેને સમર્પિત કરે છે. કામાંધ થયેલા જીવો કષ્ટથી પ્રાપ્ત થયેલા ધનને પણ વ્યય કરીને કઈ રીતે સર્વ અનર્થો પ્રાપ્ત કરે છે અને કામને વશ થયેલો તે વેશ્યાને કંઠમાં વળગે છે, ત્યારે વેશ્યાની માતા આવીને તેનું સર્વ ધન લઈ લે છે. ત્યારપછી વેશ્યાની માતા મદનમંજરી કહે છે તું આવ્યો છે બહુ સુંદર થયું. કુંદકલિકા પણ તને ઇચ્છે છે. પરંતુ રાજપુત્ર ચંડ આવવાની તૈયારીમાં છે માટે તું ક્યાંક છુપાઈ જા. ભવિતવ્યતાને યોગે ચંડ આવે છે. અને ક્રોધથી તે રમણનો જે રીતે વિનાશ કરે છે તે સર્વ વેશ્યાને પરવશ થયેલા પરિણામનું જ સાક્ષાત્ ફલ છે. તેથી વિવેકીએ ભવચક્રનું સ્વરૂપ વિચારીને તેવા પ્રકારના પાપના નિવર્તન માટે યત્ન કરવો જોઈએ.