Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 25
________________ ચારનું, પૌષધ દ્વારા ચારિત્રાચારનું, તપ દ્વારા તપાચારનું અને ખમાસમણ, વાંદણા દ્વારા વિર્યાચારનું એમ પાંચે આચારોનું પાલન. ૧૭. ગુરુ ભગવંતનું સતત સાન્નિધ્ય. યાદ રહે, તમે વિરતિધર છો, તમારું જીવન સાધુ જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું? * એ સમજી લો... કે તમામ ક્રિયાઓ અપ્રમત્તભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચારપૂર્વક ઉપયોગપૂર્વક કરવી. ઉહિ બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ આડી રાખીને બોલવું. ચાલતા નીચે જોઈને ચાલવું, કોઈ જીવ પગ નીચે કચડાઈ ના જાય તેની તકેદારી રાખવી. 9 કાચા પાણીમાં પગ ન આવે, લાઈટની ઉજેણી ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘટ્ટો ન થવો જોઈએ. ® બેસતી વખતે કટાસણા વગર ન બેસાય. & સંસાર ૪૭ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય નહિં. છૂટ મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી. ક્ર સૂર્યાસ્ત બાદ માત્રુ કરવું વિ. અનિવાર્ય કારણ સિવાય હલનચલન કરાય નહિ. એક સ્થાને બેસવું. કાર્ય પડતાં દંડાસનથી ભૂમિ પુજતા પુંજતા જવું. છે બે ટાઈમ વપરાશમાં આવતા તમામ ઉપકરણોના બોલ બોલવા પૂર્વક મૌનપણે પ્રતિલેખન કરવું. '$ દિવસ દરમ્યાન જે કોઈ ક્ષતિઓ થઈ હોય તેની આલોચના બુકમાં નોંધ રોજે સાંજે યાદ કરીને કરી લેવી. ઘરેણા પહેરાય નહિં, તેલ નંખાય નહિં, વાળ ઓળાય નહિં, શરીરની ટાપટીપ થાય નહિં, હજામત થાય નહિં, તેલ માલિસ થાય નહિં. ઉ જમતા એંઠા મોઢે બોલાય નહિં, જરૂર પડે પાણી વાપરીને બોલવું. Q પ્રતિલેખન વિ. ક્રિયાઓ કરતા એક અક્ષર બોલવો નહિ. મૌન પણે ક્રિયા કરવી (બોલ મનમાં ઉપયોગપૂર્વક બોલવા.) જ માત્રુ જમીન જોઈને જીવરહિત ભૂમિ ઉપર પરઠવવું. પરઠવતાં પહેલા “અણુ જાણહ જસુગ્રહો” (૧ વાર) અને પરઠવ્યા પછી “વોસિરે” (ત્રણ વાર) મનમાં બોલવું. માત્રાનો પ્યાલો હાથમાં હોય ત્યારે બોલાય નહિં. ૧ ૭.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64