________________
૫૬૬-ભાવશલ્યના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ઇલાપુત્રનું દૃષ્ટાંત આ તરફ લોકપરંપરાથી હસ્તિપ્રતિબોધ વગેરે સર્વ અતિશયને સાંભળીને શ્રેણિકરાજા અને અભયકુમાર ત્યાં જ આશ્રમપદમાં આવ્યા. ભક્તિથી રોમાંચિત અંગવાળા અને ઉત્સુક તે બંને સદ્ભૂતગુણસમૂહથી મુનિની સ્તુતિ કરે છે. પછી ભક્તિથી પ્રણામ કરીને શુદ્ધભૂમિપ્રદેશમાં બંને બેઠા. ફરી પણ ઉત્કૃષ્ટ સ્તુતિ વચનોથી રાજા સ્તુતિ કરે છે. પછી શ્રેણિકે મુનિને કહ્યું: હે ભગવન્! આપે સ્વપ્રભાવથી તિર્યંચ પણ હાથીને દઢ લોઢાના બંધનથી મુક્ત કરાવ્યો એ અતિદુષ્કર છે. તેથી મહામુનિએ કહ્યું: ઉન્મત્ત હાથીઓના વનમાં હાથીનું બંધનમાંથી છૂટવું એ દુષ્કર નથી, પણ સૂતરની આંટીથી વિટેલા તાંતણાથી છૂટવું એ દુષ્કર છે. એમ મને જણાય છે. (૧૫૦) પછી રાજાએ કૌતુકથી પૂછ્યું: હે મુનિનાથ! આ વળી શું? પછી મુનિએ તેમને પોતાનો વૃત્તાંત વિસ્તારથી કહીને કહ્યું: હે નરનાથ! અવ્યક્ત બોલતા બાળક વડે જે સૂતરના તાંતણાઓથી હું ચરણોમાં બંધાયો તે સ્નેહતંતુઓ જ મારાથી પણ કોઈપણ રીતે દુઃખપૂર્વક છોડાયા. તેની અપેક્ષાએ હાથીનું બંધનથી છૂટવું એ કેટલું છે? બીજી પણ ધર્મદેશનાને સાંભળીને રાજા હર્ષ પામ્યો. અભયકુમાર પણ સ્વમૈત્રીની આ પ્રમાણે સફલતાને જોઇને સંતોષ પામ્યો. ભક્તિથી વંદન કરીને બંને ગયા. મુનિવર પણ શ્રીવીરજિનની પાસે જવા માટે ચાલ્યા. તેમણે રાજપુત્ર વગેરે જે કોઈને પ્રતિબોધ પમાડ્યો તે બધાને શ્રીવીરજિનની પાસે દીક્ષા લેવડાવી. પછી આદ્રક મુનિરાજ શ્રીવીરજિનની ભક્તિથી વંદન કરીને આલોચનાપ્રતિક્રમણ કરીને નિઃસંગપણે પૃથ્વી ઉપર વિહાર કરે છે. પછી ઉત્તમ આÁકમુનિ ઉગ્રતા કરીને અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરીને જેમાં કેવલ સુખ છે તેવા મોક્ષને પામ્યા.
આ પ્રમાણે આર્દકકુમારનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે વણિકપુત્રનું દષ્ટાંત કહેવાય છે
ઇલાપુત્રનું દૃષ્ટાંત વસંતપુર નગરમાં અગ્નિશર્મા નામનો બ્રાહ્મણ હતો. સ્વભાવથી સજીંદે હોવા છતાં સદા વડિલજનને આધીન હતો. હવે તે ક્યારેક સ્થવિરોની પાસે ધર્મને સાંભળીને દીક્ષા સ્વીકારે છે. પત્ની પણ તેના અનુરાગથી દીક્ષા લે છે. પછી સાધ્વીઓની પાસે સૂત્રો ભણે છે. અગ્નિશર્મા મુનિ પણ સ્થવિરોની પાસે સૂત્રો ભણે છે. પણ પૂર્વના અભ્યાસથી જ પત્ની ઉપર અનુરાગ મૂકતો નથી. પત્ની પણ બ્રાહ્મણ જાતિનો મદ જરાપણ મૂકતી નથી. પછી આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના અનશન કરીને બંને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા. ૧. અહીં સુચ્છેદ શબ્દ ચર્થક છે. એક અર્થમાં સત્ છંદ=સારા અભિપ્રાયવાળો. બીજા સ્વચ્છંદ=સ્વચ્છંદી.