Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 324
________________ ઉપદેશમાલા (પુષ્પમાલા) અંતસમયે સમાધિમરણ દુર્લભ છે એમ જણાવે છે– काले सुपत्तदाणं, चरणं सुगुरूण बोहिलाभं च । अंते समाहिमरणं, अभव्वजीवा न पावंति ॥ ४७५ ॥ અવસરે સુપાત્રદાન, સુગુરુઓનું ચારિત્ર, બોધિલાભ અને અંતે સમાધિમરણ અભવ્યજીવો પામતા નથી. પરિજ્ઞાન દ્વાર] [સમાધિમરણની દુર્લભતા-૬૯૭ વિશેષાર્થ– અભવ્યના ઉપલક્ષણથી દૂરભવ્યો પણ સમાધિમરણને પામતા નથી. [૪૭૫] હવે પ્રસ્તુત મરણના જ સ્વરૂપને કહે છે– सपरक्कमेयरं पुण, मरणं दुविहं जिणेहिं निद्दिट्ठे । પિ ય સુવિદ્, નિાયાયં સવાયાયં ॥ ૪૭૬ ॥ જિનોએ સપરાક્રમ અને અપરાક્રમ એમ બે પ્રકારનું મરણ કહ્યું છે. તે બેમાં પણ પ્રત્યેક મરણ નિર્વ્યાઘાત અને સવ્યાઘાત એમ બે પ્રકારનું કહ્યું છે. વિશેષાર્થ- સપરાક્રમ– અપરાક્રમ– પરાક્રમ એટલે વીર્ય. ભિક્ષાચર્યા માટે જવું, અન્યગણમાં સંક્રમણ કરવું ઇત્યાદિ જે વીર્ય તે વીર્યથી યુક્ત મરણ તે સપરાક્રમ મરણ. સપરાક્રમથી વિપરીત અપરાક્રમ મરણ છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– જે સાધુ વગેરે અન્યગણમાં સંક્રમણ કરવા માટે (=જવા માટે) સમર્થ છે અને ભિક્ષાચર્યા માટે જવું વગેરે શક્તિથી યુક્ત છે તે સાધુ વગે૨ે જે મરણને સ્વીકારે તે સપરાક્રમ મરણ છે. યથોક્ત બલથી રહિતનું અપરાક્રમ મરણ છે. સવ્યાઘાત– નિર્વ્યાઘાત–રોગપીડા, સર્પદંશ, દાવાનલ, વ્યાઘ્રભક્ષણ, વિદ્યુત્પાત અને શસ્ત્રઘાત વગેરે વ્યાઘાત (=વિઘ્ન) ઉપસ્થિત થતાં જે મરણ સ્વીકારવામાં આવે તે સવ્યાધાત કહેવાય છે. આવું મરણ જો સપરાક્રમવાળાનું હોય તો સપરાક્રમસવ્યાઘાત કહેવાય છે અને અપરાક્રમવાળાનું હોય તો અપરાક્રમસવ્યાઘાત કહેવાય છે. જે સાધુ વગેરે પૂર્વોક્ત રોગપીડા વગેરે વ્યાઘાતના અભાવમાં પણ એટલે કે સ્વસ્થ અવસ્થામાં પણ જે મરણ સ્વીકારે તે સપરાક્રમવાળા અને અપરાક્રમવાળા એ બંનેય પ્રકારના સાધુ વગેરેનું નિર્માઘાત મરણ કહેવાય છે. [૪૭૬] તેમાં સપરાક્રમ મરણના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે— सपरक्कमं तु तहियं, निव्वाघायं तहेव वाघायं । जीयकप्पम्मि य भणियं, इमेहिं दारेहिं नायव्वं ॥ ४७७॥

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354