________________
૧૦૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા સફલ બનાવ્યા. આ ચોરોની સાથે તમારો સંગ જોઈને મને તેવું દુઃખ થયું કે જેથી આ પ્રમાણે શરીરથી પણ હું ક્ષીણ થઈ. તેથી આ મહાત્માના વચનને કરતા મારા પુત્રોએ મારી હૃષ્ટિ, પુષ્ટિ, ધૃતિ અને બુદ્ધિને સાધી, અર્થાત્ મને હર્ષ પમાડ્યો, મારા શરીરને પુષ્ટ કર્યું, મારી ધીરજ વધારી, મારી બુદ્ધિ પ્રમાણે=ભાવના પ્રમાણે કર્યું. વળી બીજું, પરાધીન બનેલી બિચારી માતાઓ મરેલા, નાસી ગયેલા, રોગી બનેલા અને વ્યસનોથી હેરાન થયેલા પુત્રને સહન કરે છે. એકાંતે હિતમાં તત્પર અને કૃપા એ જ જેમનું ધન છે તેવા મહાત્મા મારા પુત્રોને દુષ્ટ ચોરોના દુઃખોથી મુક્ત કરીને સ્વસ્થ દેશોમાં લઇ જઇને ગુણસંપત્તિ પમાડે છે, તો પુણ્યવતી હું તેના પુત્રોને કેમ સહન ન કરું? તેથી હે પુત્રો! તમે સ્વકાર્યને કરો. દુષ્ટ ચોરોનો નાશ કરો. સ્વકુલના અને પોતાના યશ-કીર્તિને વધારો. તે વચનને સાંભળીને આનંદિત મનવાળા વિમલબોધે બધા બંધુઓની સાથે પિતાનું મોટું જોયું. તેથી પિતાએ કહ્યું હે વત્સ! અવસર પામીને આ તારી માતાએ જે કાર્ય કર્યું હોય તે માટે સદા પ્રમાણ હોય છે. સસ્વભાવ વગેરે મંત્રીઓ પણ આ કાર્ય યોગ્ય છે એમ ઈચ્છે છે= માને છે. પરંતુ તમે સ્વપત્નીને પૂછો. દેવોથી પણ ઘણા પ્રયત્નથી શરૂ કરાયેલા કાર્યોને પ્રતિકૂળ બનેલી આ( ભવિતવ્યતા) ક્ષણમાં ખંડખંડ કરી નાખે છે. તેથી ભય પામેલા તે બધાએ ભવિતવ્યતાના મુખકમલને જોયું એટલે ભવિતવ્યતાએ ગદ્ગદ્વાણીથી કહ્યું: સાસુએ જે વચન કહ્યું હોય તેને હું પણ ઉલ્લંઘતી નથી= માનું છું. હે પિતાજી! જો આ કાર્ય તેમને (=સાસુને) સંમત છે તો મને તો સુતરાં સંમત છે. કારણ કે આટલી બધી સામગ્રી મેં ભેગી કરી છે. જો કે હું ભેગી કરેલી સામગ્રીને હણી નાખું છું. પણ સાસુના પ્રભાવથી અને મારી અનુજ્ઞાથી તમારા પુત્રો કાર્યને સાધવા માટે પ્રયત્ન કરે. આ પ્રમાણે સઘળા કુટુંબથી રજા અપાયેલા અને અતિશય હર્ષ-આનંદના કારણે જેમના વિમલ નેત્રોમાં જલબિંદુઓ છે એવા વિમલબોધ વગેરેએ બે હાથ જોડીને સમયરાજને કહ્યું: હે સ્વામી! હવે કૃપા કરો. ચારિત્રરાજાના નગરમાં લઇ જાઓ. દુષ્ટ ચોરોથી થતી વિડંબનાઓથી મુક્ત કરો. આ પ્રમાણે વિનયપૂર્વક કહેવાયેલા, તેમના સમગ્ર કુટુંબથી પ્રાર્થના કરીને ઉત્સાહિત કરાયેલા અને વિશેષથી ઉત્પન્ન થયેલા કૃપાના પરિણામવાળા સમયરાજ વિશિષ્ટ વિધિથી બધાયને ચારિત્રધર્મરાજાના નગરમાં લઈ ગયા. તેથી શુભ પરિણતિ હર્ષ પામી. અદૃષ્ટસંચય ઉદાસીન રહ્યો. પતિના સ્નેહથી ચંચલ મનવાળી ભવિતવ્યતા ગુપ્ત બીજું રૂપ કરીને ત્યાં જ ગઈ. વળી બીજું, તે પ્રદેશમાં “બધાના સમાન એક પિતા હોવા છતાં કેટલાકો સ્વસ્થ કરાયા અને બીજાઓ સ્વસ્થ ન કરાયા'' ઇત્યાદિ લોકાપવાદના ભયથી ભવિતવ્યતા
૧. Hહન = પુષ્પકળી. છરી વ
#નૌ= , નિતિતૌ રમતૌ : તે નિતિતરમતા: I