Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 378
________________ જિનશાસનની મલિનતા] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુનર્ભવનું કારણ છે-૩૬૩ જો કોઈ એમ કહે કે એ પ્રમાણે થાઓ, એમાં શો દોષ છે? તો તેનો ઉત્તર કહે છેतम्मइलणा उ सत्थे, भणिया मूलं पुणब्भवलयाणं । તો નિરંથો લ્થ, સવ્વાલ્થિ વિવાનગા છે ૨૬૦ || શાસ્ત્રમાં જિનશાસનની મલિનતાને પુનર્ભવરૂપ લતાનું કારણ કહી છે. તેથી નિગ્રંથ (સાધુ) જેનાથી સર્વ અનર્થો થાય છે તેવા અર્થનો=ધનનો ત્યાગ કરે. વિશેષાર્થ પુનર્ભવ એટલે ફરી ફરી સંસારમાં જન્મ. આ વિષે કહ્યું છે કેજિનશાસનની પ્રભાવના કરતો જીવ તીર્થંકરપદને પામે છે, અને જિનશાસનની જ મલિનતા કરતો જીવ ભયંકર દુઃખવાળા સંસારમાં ભમે છે.” ધનથી કર્મબંધ અને નરકગમન વગેરે સર્વ અનર્થો થાય છે. [૧૬] ધનના સંગ્રહની વાત દૂર રહી, ધનનો ઉપાર્જન આદિના આગ્રહરૂપ પ્રતિબંધ પણ ન કરવો જોઇએ એમ સૂત્રકાર કહે છે जइ चक्कवट्टिरिद्धिं, लद्धपि चयंति केइ सप्पुरिसा । को तुज्झ असंतेसुऽवि, धणेसु तुच्छेसु पडिबंधो? ॥ १६१॥ જો કેટલાક સપુરુષો મળેલ પણ ચક્રવર્તીની ઋદ્ધિનો ત્યાગ કરે છે તો તારો અવિદ્યમાન પણ તુચ્છ ધનમાં પ્રતિબંધ શો? વિશેષાર્થ– કેટલાક સપુરુષો ભરત વગેરેની જેમ મળેલી પણ ચક્રવર્તી સંબંધી ઘણી ઋદ્ધિનો તૃણની જેમ ત્યાગ કરે છે તો તે સાધુ! અવિદ્યમાન પણ તુચ્છ ધનમાં તારો પ્રતિબંધ શો? પ્રતિબંધ એટલે ઉપાર્જન કરવા આદિનો આગ્રહ. તુચ્છ એટલે અસાર. આ ધન અનંતભવોના દુઃખનું કારણ છે એવો નિશ્ચય કરીને જો સ્વાધીન પણ ધનનો ત્યાગ કરે છે તો અનંતસુખ આપનારી લક્ષ્મીનું કારણ એવા વ્રતમાં રહીને પણ) અવિદ્યમાન અને સઘળા દોષોને આપનારી લક્ષ્મીની તારી આકાંક્ષા શી? એવો અહીં ભાવ છે. [૧૬૧] દ્રવ્ય વગેરે દૂર રહો, જેમનું પરમલ્યાણ નજીકમાં છે એવા કેટલાક પુરુષો શરીરમાં પણ મમતા કરતા નથી એમ સૂત્રકાર કહે છે बहुवेरकलहमूलं, नाऊण परिग्गहं पुरिसेसीहा । ससरीरेऽवि ममत्तं, चयंति चंपाउरिपहुव्व ॥ १६२॥ ઉ. ૨૫ ભા.૧

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394