________________
પ્રકાશવાળી હોય છે. મિથ્યાત્વ રૂપ અંધકાર યુક્ત હોવા છતાં પણ પૂર્વના ભાંગાથી અધિક વિષય વૈરાગ્યાદિ પ્રકાશ હોવાથી અધિકતર પ્રકાશવાળી બુધ્ધિ હોય છે. જેવી રીતે ભર્તુહરી વિ. ની જેમ I૪ll
(૫) હીન ચંદ્રવાળી રાત્રિની જેમ કેટલાકની બુધ્ધિ અધિકતર પ્રકાશવાળી હોય છે. પૂર્વે કરેલા ભાંગાથી અધિક ભવ નિર્વેદ અભિનિવેષાદિ (કદાગ્રહ વિ.) નો અભાવ અને પરોપકારના શુભ પરિણામરૂપ પ્રકાશવાળી હોવાથી અને અત્યંત નહિ એવા મિથ્યાત્વ રૂપ અંધકારવાળી હોવાથી અધિકતર પ્રકાશવાળી બુધ્ધિ હોય છે. પૂરણ તામલિ ઋષિની જેમ //પા.
(૬) પૂર્ણચંદ્રવાળી રાત્રિની જેમ કેટલાકની બુધ્ધિ ઘણા પ્રકાશવાળી બધી રીતે મિથ્યાત્વાદિ અંધકારનો નાશ કરવા થકી સમ્યક્ જિનધર્મ રૂપ શુધ્ધમાર્ગનો પ્રકાશ કરનારી અને પ્રવર્તનાદિના કારણે બુધ્ધિ તેજ હોય છે. જેમ કે અનાર્યદેશમાં પણ જૈનધર્મના પ્રવર્તક ૩૬ હજાર નવામંદિર બંધાવનાર, ઘણા જીર્ણોધ્ધાર, તીર્થયાત્રા, રથયાત્રા વિ. કાર્યમાં રત સંપ્રતિરાજાની બુધ્ધિ, અઢાર વિ. દેશોમાં સર્વજીવની અહીંસા પ્રવર્તના વિ. અસમાન્ય પુણ્યકાર્યમાં રત શ્રીકુમારપાલ રાજા અને વસ્તુપાલ મંત્રિ વિ. ની બુધ્ધિ અત્યંત પ્રકાશવાળી હતી પરંતુ દિવસના પ્રકાશથી ઓછી હોય છે પૂર્ણ ચંદ્રવાળી રાત્રીના પ્રકાશથી મંદ હોય છે. આ ભંગ મનુષ્યોને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોવાથી બુધ્ધિનો પ્રકાશ અતિ નિર્મલ નથી હોતો II૬ll
(૭) વાદળથી વ્યાપ્ત આકાશવાળા દિવસની જેમ કેટલાકની બુધ્ધિ પૂર્ણચંદ્રવાળી રાત્રિથી નિર્મળ પ્રકાશવાળી હોય છે. ક્ષાયિક સમ્યગુદ્રષ્ટિના કારણે સંપૂર્ણરીતે મિથ્યાત્વ વિ. અંધકારનો નાશ કરનાર હોવાથી બુધ્ધિ નિર્મલ હોય છે. પરંતુ પૂર્વે બંધાયેલા આયુષ્ય વિ. ના કારણે વિષય કષાયાદિ પ્રમાદરૂપ વાદળથી ઘેરાયેલી હોય છે. જેમકે શ્રેણિકાદિની જેમ છો.
(૮) નિર્મળ દિવસની જેમ કેટલાકની બુધ્ધિ વળી નિર્મળતમ પ્રકાશવાળી, મિથ્યાત્વ આદિ અંધકાર દૂર કરવાપણું પ્રમાદરૂપ વાદળના પટલનું નિર્મુક્તપણું, શુધ્ધ પુણ્યમાર્ગનું પ્રકાશપણું, તેની પ્રવૃત્તિમાં તત્પરતા વિ. થી જેમકે અભયકુમાર મંત્રીની બુધ્ધિ, શ્રી વીરપ્રભુ પાસે દિક્ષિત થયેલા ૬ વર્ષના અતિમુક્ત અથવા
૧.
..
- -
-
- * *
*
* * * *
*
*
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અં.૨,તરંગ-૬
1
.
• •
= = • •