________________
૨૪૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ છું.” મામાએ કહ્યું “તું ઘરે જઈ જમી લે, લણવાનું કામ ચાલતું હોઈ મારે ઘણું મોડું થશે ને ત્યાં સુધી તું બાળક છે માટે ભૂખ્યો નહીં રહી શકે.” ભાણાએ કહ્યું “આપણે સાથે જ જમશું. લાવો દાતરડું, હું પણ લણવા લાગું.”
" એમ કહી દૈવી શક્તિથી તેણે થોડીવારમાં આખું ખેતર લણી લીધું. દેવમાયાથી પારકાં ગાડાં સહાયક થયાં ને ચોળા લઈ તેઓ ઘરે આવ્યા. પેલી બાઈ ને જાર તો ગભરાઈ ગયા કે આ અચાનક ક્યાંથી આવ્યા? તેણે તરત ગાયની ગમાણમાં પોતાના જારને સંતાડી દીધો. મીઠાઈફરસાણ આદિ પણ કોઠીમાં મૂકી દીધાં. ભાણેજે અંદર આવી મામીને પ્રણામ કરતાં કહ્યું “મામા ઘણું કામ કરીને આવ્યા છે, તેમનું સ્વાગત કરો.”
એમ કહી ચોળાનો ભારો ગમાણમાં સંતાયેલા જાર ઉપર નાંખ્યો ને ચોળાના દાણા કાઢવા મોટું લાકડું તેના ઉપર ઝીંકવા લાગ્યો. લાકડાથી કુટાતો જાર ભૂંડી રીતે માર ખાઈ જાણે મરવા લાગ્યો. ભોગવતી આ જોઈ અકળાઈ ગઈ. તરત તે ભાણાભાઈને પ્રેમથી પકડી કહેવા લાગી “પહેલાં તમે બન્ને જમી લ્યો. થાકી ગયા હશો?” એટલે મામા-ભાણેજ જમવા બેઠા-ચોળા આદિ પીરસેલું જોઈ ભાણાએ કહ્યું “આવું ખાણું હું નહીં ખાઉં.” મામી બોલી “જે છે તે પીરસ્યું. સારું ખાવાનું ક્યાંથી લાવું? તેણે કહ્યું “આ કોઠીમાં લાપસી જણાય છે તે કાઢો ને પતિથી અધિક શું છે તે પાછો ભાણો ક્યાં વારે વારે આવવાનો છે?
આ સાંભળી બાઈ તો હેબતાઈ જ ગઈ, ઝંખવાણી થઈ. તેણે લાપસી કાઢી પીરસી ને વિચારવા લાગી કે “મારી ગુપ્ત વાત આણે શાથી જાણી?” અવશ્ય આના શરીરમાં કોઈ ભૂતપ્રેત આદિનો પ્રવેશ હોવો જોઈએ. જમી પરિવારી મામા-ભાણેજ સૂતા ને લાગ જોઈ પેલો જાર નાઠો. જો કે આ બધું દેવતા જાણતો હતો છતાં તેણે ગંભીરતા રાખી. બીજા દિવસે મામીની સામે જ ભાણાએ આમને પૂછયું – “હે મામા, આ તમારા દીકરા) શામળાના તમે લગ્ન કેમ કરતા નથી ?”
મામાએ કહ્યું “ભાઈ ! એ બધું જ કરવાનું છે પણ ધન વિના શું થાય?” ભાણા બનેલા દેવે કહ્યું “મામા ! તમેય જેબરા લોભી છો, આ તમારા ફળિયામાં જ દાટેલું ધન દેખાય છે ને તમે પૂછો છો કે “ધન વિના શું થાય?” ચાલો ઊઠો હું ખોદી આપું. એમ કહી તેણે મામીના દેખતાં જ મામીએ ખાનગીમાં દાટેલું ધન કાઢી આપ્યું. મામી તો ધ્રૂજતી ને આંખો ફાડી જોતી જ રહી ગઈ.
તેણે વિચાર્યું મેં ચોરી-સંતાડીને આજ સુધી જેટલું દ્રવ્ય ભેગું કર્યું હતું તે આણે એક ક્ષણમાં પ્રગટ કરી દીધું. નક્કી આ નણંદના દીકરામાં કોઈ ભૂત પ્રવેશ્ય છે. જે હોય તે હવે મારે આને સારી રીતે સાચવવો પડશે, નહિ તો મારી સઘળી જ વાત આ પ્રગટ કરી દેશે.” મનમાં તો ઘણો ગુસ્સો ને બળતરા હતી છતાં મીઠાશથી બોલી “અહો ભાણાભાઈ! તમારી બુદ્ધિ કમાલ છે, અમારું દારિય તો તમે જ નષ્ટ કર્યું, પછી શુભ દિવસે શેઠે પોતાના પુત્રનો લગ્નોત્સવ માંડ્યો.