________________
૩૦૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રમાર્જના કરી હતી, એટલીવારમાં શું આમાં સર્પ ઘૂસી ગયો.” તેની ક્રિયા પ્રત્યેની અરુચિ અને . વચનની અયોગ્યતાથી છેડાયેલા શાસનદેવે તેના પાત્રમાં નાનકડો સર્પ વિકર્યો. પાત્ર પલેવવા જતાં તેમાં સર્પ જોઈ સોમિલ ભયભીત થઈ દૂર ભાગ્યો ને ગુરુજીની ક્ષમા માંગી કે “આપનો સર્પ પાછો લઈ લો, આવું હવે નહીં બોલું,” ત્યારે ગુરુશ્રીએ કહ્યું “આ મેં નથી કર્યું.” ત્યાં અધિષ્ઠાયકે પ્રગટ થઈ કહ્યું. આ સાધુ મહારાજને બોધ થાય ને બીજા પણ સમજે તે માટે આ સર્પ મેં જ વિકર્યો છે. મેં અહીં અનેક આચાર્યોના મુખે સાંભળ્યું છે કે મુનિએ દરેક કાર્ય પ્રમાર્જનાપૂર્વક કરવાનાં છે.
જ્યાં યતના નથી ત્યાં ધર્મ પણ નથી, ઈત્યાદિ આ સાંભળી સોમિલ સમજયા અને સમિતિમાં આદર બુદ્ધિવાળા થયા. અંતે કેવળજ્ઞાન પામ્યા અને મુક્તિએ ગયા.
હવે પારિષ્ઠાપનિકા નામની સમિતિરૂપ પાંચમો ચારિત્રાચાર કહેવાય છે. निर्जीवेऽशुषिरे देशे, प्रत्युपेक्ष्य प्रमाय॑ च । यत् त्यागो मलमूत्रादेः, सोत्सर्गसमितिः स्मृता ॥१॥
અર્થ - જીવ-જંતુ વિનાના છિદ્રાદિ રહિત ભૂમિ પ્રદેશમાં જોઈ, પંજીને મળ-મૂત્રાદિકનો ત્યાગ કરવો તેનું નામ ઉત્સર્ગ સમિતિ કે પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે.
મુનિરાજે મળ, મૂત્ર, શ્લેષ્મ, (બળખો) થંક-કાન-આંખ-નાકનો મેલ આદિ, આહાર, પાણી, વસ્ત્ર-પાત્ર આદિ જે કાંઈ પણ વોસિરાવવા જેવી હોય તે બધી વસ્તુ લીલી વનસ્પતિ,બી, અંકુર, સૂક્ષ્મ કુંથવા, કીડી, મકોડી આદિ જ્યાં ન હોય તેવી નિર્જીવ ભૂમિમાં યતના-જયણાપૂર્વક પરઠવવી તે પાણી આદિના રેલા ન ચાલે તે રીતે પૃથ્વી પર થોડી-થોડી અલગ-અલગ જગ્યાએ છાંટીને પરઠવવી જેથી તરત સુકાઈ જાય. અશનાદિ રાખ આદિમાં ચોળીને પરઠવવું. જેથી કીડી આદિ ન આવે. વસ્ત્ર-પાત્રાદિના ઝીણા કકડા કરવા જેથી ગૃહસ્થીએ વાપરવારૂપ દોષ ન લાગે.
અંડિલ ઠલ્લે જવાની) ભૂમિના ગુણો ઉત્તરાધ્યયન સૂત્રમાં “ગણાવાયમસંતોય' આદિ પાઠમાં આ પ્રમાણે બતાવેલ છે, ‘મનાપતિ' એટલે સ્વ અથવા પરને જ્યાં વારે વારે જવું આવવું પડતું નથી તે સ્થાન અનાપાત અંડિલ કહેવાય. ‘અસંતો' એટલે પોતે દૂર છતાં પણ વૃક્ષાદિકના વ્યવધાનને લઈ જયાં પોતાના સમુદાયના સાધુ પણ જોઈ ન શકે તેવું સ્થાન, અહીં અનાપાત અને અસંલોક એ બેના ચાર ભાંગા કરવા (અનાપાત અસંલોક, અનાપાતસંલોક, આપાતઅસંલોક અને આપાતસંલોક) તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. જેમાં બેમાંથી એકે દોષ લાગતો નથી. તેવા સ્થાનમાં પરઠવવું. (૧) “અનુપઘાતિક” એટલે જ્યાં કોઈ ઘાતાદિક કરે તો સાધુનું લાઘવ અને શાસનની હિલના
થાય, તેવું ઉપઘાતિક સ્થાન ન હોય તે અનુપઘાતિક કહેવાય. ઉપઘાત-સંયમનો-શાસનનો અને સ્વયંનો એમ ત્રણ પ્રકારનો હોય છે.