Book Title: Ubbudo Ma Puno Nibuddijja Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ ગતિના અવતારમાં ન ઊતરી પડત. રેજ વહેલી પ્રભાતે ઊઠીને આ વિચારવા જેવું છે કે હું કેવી સુંદર સદૃગતિમાં આવી ચ છું ! તે હવે પાછો નીચે કેઈ નીચી ગતિમાં ન ચાલે જાઉં, એ સાવધાની રાખું! આ સાવધાનીમાં શું આવે એ વાત અહીં જ્ઞાની બતાવે છે. જ્ઞાની કહે છે એકલા જ્ઞાનના ભરોસે રહેતા નહિ, જીવનમાં ચરણ-કરણ અર્થાત્ ધર્મના આચરણને અમલમાં ઉતારજો. નદીમાં પડી ગયેલાને તરવાના જ્ઞાનમાત્રથી ડુબતાં ન બચાય. એ તે તરવાનું જ્ઞાન અમલમાં મૂકવું પડે. તરવાના જ્ઞાન પ્રમાણે હાથ પગ આત્મહિતના જ્ઞાનમાત્રથી ભવસાગર નથી તરાતે, આત્મહિતની પ્રવૃત્તિ કરીને કરાય. રસોઈ કેમ બને એના જ્ઞાનમાત્રથી ભેજન તૈયાર ન થાય, પરંતુ રઈશાસ્ત્રના જ્ઞાન પ્રમાણે રસેઈની ક્રિયા કરાય તે જ ભજન તૈયાર થાય છે. આ માનવ જનમ આ માટે જ કિંમતી છે કે ભવસમુદ્રમાં ડુબી જવાનું ન થાય એટલા માટે સજ્ઞાન પ્રવૃત્તિથી આત્મહિત સાધી લેવાય.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 284