________________
૧૭૮
સગ ૭ મે જોઈ અસિતાક્ષ યક્ષે આવી ત્યાંથી ક્ષણવારમાં ઉપાડીને બીજા સ્થાને ફેંકી દીધા. બળવાનેથી પણ છળ ઘણું બળવાન છે. જાગ્રત થયા પછી કંકણ સહિત પોતાના શરીરને અરણ્યમાં એકાકી ભૂમિપર પડેલું જોયું એટલે “આ શું થયું !” એમ તમારા મિત્ર આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યા. પછી એકાકીપણે અટવીમાં પૂર્વવત્ અટન કરતાં સાત માલને અને આકાશ સુધી ઊંચો એક પ્રાસાદ તેમના જેવામાં આવ્યું. “શું આ કોઈ માયાવીને માયાવિલાસ હશે?” એમ વિચાર કરતાં આર્યપુત્ર તે પ્રસાદની નજીક આવ્યા. ત્યાં ટીટેડીની જેમ કરૂણ સ્વરે વનને પણ રૂદન કરાવતું કેઈ સ્ત્રીનું રૂદન તેમના સાંભળવામાં
• તે સાંભળીને દયા વીર આ પત્ર નક્ષત્રના વિમાનની ભ્રાંતિ આપતી એ પ્રાસાદની સાતમી ભૂમિકા સુધી ચડયા. ત્યાં “હે કુરુવંશી સનકુમાર! જન્માંતરમાં પણ તમે જ મારા ભર્તા થજે.” આ પ્રમાણે વારંવાર કહેતી અને નેત્રમાં અશ્રુ લાવી નીચું મુખ કરી રહેલી એક લાવણ્યવતી કન્યા તમારા મિત્રને જોવામાં આવી. પિતાનું નામ સાંભળી “મારી સાથે સંબંધ ધરાવનાર આ કોણ હશે?” એમ શંકા કરતા તે આર્યપુત્ર પ્રત્યક્ષ ઈષ્ટદેવતા હોય તેમ તે સ્ત્રીની આગળ આવીને બોલ્યા- હે ભ! તું કેણ છે? તે સનકુમાર કોણ છે? તું અહી કેમ આવી છે? અને તારે શું દુ:ખ આવી પડયું છે કે જેથી તું તેનું સ્મરણ કરતી રૂદન કરે છે?” આવાં તેમનાં વચનથી તે બાલિકા તકાળ હર્ષ પામી અને જાણે અમૃત વર્ષાવતી હોય તેવી મધુર વાણીએ બોલી-બસાકેતપુર નગરના અધિપતિ સુરારાજા અને દેવી ચંદ્રયશાની સુનંદા નામે હું પુત્રી છું; અને કુરુવંશ રૂપી આકાશમાં સૂર્ય સમાન તેમજ રૂપથી કામદેવને તિરસ્કાર કરનાર સનકુમાર નામે અશ્વસેન રાજાના પુત્ર છે. એ મહાભુજ મને રથમાત્રવડેજ મારા ભર્તાર થયા છે અને મારા માતાપિતાએ પણ જલ મૂકીને મને તેમને જ આપી છે. મારો વિવાહ થયા પછી કોઈ એક વિદ્યાધર પરદ્રવ્યનું ચે૨ હરણ કરે તેમ મને મારા સ્થાનમાંથી ઉપાડીને અહીં લઈ આવ્યો છે, અહીં આવી, આ પ્રાસાદ વિફવી, મને અહીં મૂકીને તે વિદ્યાધર કોઈ ઠેકાણે ચાલ્યો ગયો છે. હવે આગળ શું થશે તે હું જાણતી નથી.” આર્યપુત્રે કહ્યું -“અરે ભીરૂલેચના ! હવે તું બીડીશ નહીં; જેનું તું મરણ કરે છે તેજ હું કુરુવંશી સનસ્કુમાર છું.” તે બોલી-“હે દેવ ! તમે ચિરકાળે મારા દષ્ટિમાર્ગે આવ્યા છે. દેવે મને આજે સુસ્વમની જેમ તમારું દર્શન કરાવ્યું છે.”
આ પ્રમાણે તે બંને વાર્તાલાપ કરતા હતા તેવામાં કોધથી રાતા નેત્રવાળે વાવેગ નામે વિદ્યાધર વાની જેવા વેગથી ત્યાં આવી પહોંચ્યા. તત્કાળ તે વિદ્યાધરે આર્યપુત્રને ઉપાડી ઉછળતા બેચરના ભ્રમને આપે તેવી રીતે આકાશમાં ઉછાળ્યા. તે વખતે “હા નાથ ! દેવે મને મારી નાખી” એમ બેલતી તે બાળા સડી ગયેલા પાંદડા પેઠે પૃથ્વી પર પડી ગઈ; તેવામાં તો તત્કાળ આર્યપુત્રે કેધ કરી વાજેવા પરાક્રમથી મસ્તકની ઉપર મુષ્ટિ મારે તેમ મુષ્ટિપ્રહારવડે તે દુરાશય વજેગને મારી નાખે; અને ચંદ્રની જેમ નેત્રરૂપ કુમુદને આનંદ આપતા આર્યપુત્ર કિંચિત્ પણ અંગભંગ વગર તે બાલાની પાસે આવ્યા. પછી તેને આશ્વાસન આપી એ બુદ્ધિમાન વીરે તરતજ તેની સાથે પાણિગ્રહણ કર્યું; તે વખતે નિમિત્તીઆએએ “આ સ્ત્રીરત્ન થશે એવી સૂચના કરી.
તેવામાં વાવેગની લંબાવળી નામે એક સહોદર બેન પિતાના ભાઈના વધથી કેપ કરીને ત્યાં આવી, પણ જે તારા ભાઈને વધ કરશે તે તારો ભર્તા થશે એવું જ્ઞાનીઓનું વચન સ્મરણ કરીને તે ક્ષણવારમાં શાંત થઈ ગઈ. “પિતાને લેભ ક્યા કાર્યથી ન વધે? બધાથી વધી પડે.” પછી જાણે બીજી જયલક્ષ્મી હોય તેમ સ્વયંવરમાં પરાયણ એવી તે