________________
વ ૫ મુ
૧૯૯
તે વૃત્તાંત સાંભળી મેઘધ્વનિથી મયૂરની જેમ અમિતતેજ અને શ્રીવિજય રાજા ઘણા ખુશી થયા. પછી એ નગરીમાંથી સુતારાને શીઘ્ર લઇ આવવાની મિરરને આજ્ઞા કરી અને ઉત્કંઠાથી પૂરાયેલા હૃદયવાળા અમિતતેજ અને શ્રીવિજય સૈન્ય સહિત પવનવેગી વિમાનવડે સીમાદ્રિપર સત્વર આવી પહાચ્યા. ત્યાં પ્રથમ ઋષભનાથ પ્રભુના ખિઅને વાંઢીને પછી બલદેવ મુનિને વંદના કરી તેમની આગળ તેએ બેઠા,
અહી' મિરિચ ચમરચચા નગરીમાં પ્રવેશ કરી અશનિદ્યાને ઘેર તેની માતાની પાસે આવ્યા; ત્યાં હિમપીડિત નલિનીના જેવી, પ'કમગ્ન કમલિનીના જેવી, દાવાનલે દગ્ધ થયેલી લતા જેવી, પાશમાં બંધાયેલી મૃગલી જેવી, ઝાંખી પડેલી ચંદ્રલેખા જેવી, કિનારાપર પડેલી માછલી જેવી, ખંધને પડેલી હાથિણી જેવી અને મરૂ દેશમાં રહેલી હ`સલી જેવી અત્યંત દુઃખી, ઉપવાસ કરતી અને મ`ત્રની પેઠે પતિના નામનું સ્મરણ કરતી સુતારા તેના જોવામાં આવી. મિરિચએ અભિનઘાષની માતાને કહ્યું કે · અમિતતેજે સુતારાને લાવવાને માટે મને આજ્ઞા કરી છે.’ એટલે અશિનઘોષની માતા સુતારાને લઈને જ્યાં તેના પતિ હતા ત્યાં અચળ ખળભદ્રે કેવળીની સભામાં આવી અને જાણે થાપણ રાખેલી હાય તેમ તે નિર્દોષ સુતારા, શ્રીવિજ્ય અને અમિતતેજને અર્પણ કરી. પછી તે પ્રસન્ન થઇ ભગવાન બળદેવ કેવળજ્ઞાનીને વાંદી ચાગ્ય સ્થાને બેઠી. તે વખતે અનેિધેાષે નર અને વિદ્યાધરના ઇંદ્ર એવા શ્રીવિજય અને અમિતતેજને મીઠાં વચનથી ખમાવ્યા.
તે સભામાં એ પ્રમાણે સર્વે શાંત કૌરવાળા થઈ ગયા, પછી અચલ સ્વામીએ તેમની શુદ્ધિ કરનારી દેશના આપી. દેશનાને અંતે અનિદ્યાષે લલાટે અંજલિ જોડીને બલભદ્નમુનિને વિજ્ઞપ્તિ કરી–“ હે મુનિવય ! પેાતાના સ્થાનમાં રહેલી આ સુતારાને હાથી જેમ કમલિનીને હરે, તેમ મેં કાંઇ દુષ્ટ મનથી હરી નહેાતી. પર`તુ પૂર્વે એકવાર હુ· ચમરચાંચા નગરીથી ભગવાન જયત મુનિના સ્થાનમાં ગયેા હતા અને ત્યાં નિવાસ કરીને મે' ભ્રમરની પેઠે કાંઇક ગણગણતાં સાત ઉપવાસ કરીને ભ્રામરી વિદ્યા સાધી હતી. ત્યાંથી પાછા ક્રૂરતા જ્યાતિનમાં શ્રીવિજયની પાસે રહેલી આ સુતારા જોવામાં આવી. તેને જોવા માત્રથીજ તેની ઉપર કોઇ હેતુડે મને અકથ્ય સ્નેહ ઉત્પન્ન થયા. પછી મે ચિ ંતવ્યુ· કે આ રમણી વિના હું અહી થી જઇ શકીશ નહીં, કેમકે મારૂ મન જાણે બધાઈ ગયું હાય તેમ તેને લઈ જવાને ઉત્કંઠિત થાય છે. પણ શેષનાગના મસ્તકપર રહેલા મણિની જેમ આ ખલવાન્ શ્રીવિજયની પાસેથી આ સ્ત્રી હરી શકાય તેમ નથી. પછી પ્રતારણી વિદ્યાથી શ્રીવિજયને માહિત કરી સમળી જેમ હારલતાને હરે તેમ મેં તેનું હરણ કર્યું.
અનિહિત સુતારાને મે મારી માતાની પાસે રાખી. ચંદ્રને પણ કલંક છે, પરંતુ આ સુતારામાં જરા પણ નથી. મેં કિ પણ તેની પાસે કાંઈ કુવચન કહ્યું નથી. તેા હે ભગવન્ ! તેની ઉપર મને આટલા બધા સ્નેહ થવાનુ શુ કારણ છે ? તે આપ કહો.” પછી ભગવંતે સત્યભામા અને કપિલની તથા શ્રીષેણ અને શિખિન દિતા તથા અભિન'દિતાની કથા કહી બતાવી. પછી એ મુનિવરે કહ્યું કે “ શ્રીષેણુ, અભિન દિતા, શિખિન‘ક્રિતા અને સત્યભામા મૃત્યુ પામીને યુગલીઓ થયા હતા. ત્યાંથી મૃત્યુ પામી તે ચારે સૌધ દેવલેકમાં દેવતા થયા હતા. ત્યાંથી ચવીને શ્રીષણના જીવ આ અમિતતેજ થયા. શિખિન દિતાના જીવ તેની પત્ની જ્યેાતિઃપ્રભા થયા. અભિનંદિતાના જીવ આ શ્રીવિજય થયેલ છે અને સત્યભામાના જીવ આ સુતારા થયા છે. કપિલ આર્ત્તધ્યાને મૃત્યુ પામી અનેક ચેનિઆમાં ભમ્યા; અને આર્ત્ત ધ્યાનથી બાંધેલું કર્મ અકામ નિજ રાવડે તિયાઁચ ચાનિ