________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪૭૫ કે, “હિંદુસ્તાન લડે છે” “ચીન લડે છે' ઇત્યાદિ, અને એ કથનને ભાવ સાંભળનાર સમજી લે છે. આ પ્રમાણે વિવિધ
કઢિામાંથી પડેલા સંસ્કારને પરિણામે જે વિચારે જન્મે છે, તે બધા નિગમનને નામે પહેલી શ્રેણીમાં મૂકવામાં આવે છે.
જડ, ચેતન રૂપ અનેક વ્યક્તિઓમા જે સરૂપ સામાન્યતત્વ રહેલું છે તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષને લક્ષ્યમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ વિચારવામાં આવે કે વિશ્વ બધુ સરૂપ છે, કારણ કે સત્તા વિનાની કઈ વસ્તુ જ નથી, ત્યારે તે સંગ્રહનય થયો કહેવાય. એ જ પ્રમાણે કપડાંની વિવિધ જાતે અને વ્યક્તિઓને લક્ષમાં ન લઈ માત્ર કપડાપણાનું સામાન્ય તત્ત્વ નજર સામે રાખી વિચારવામાં આવે કે આ સ્થળે એક કાપડ જ છે, ત્યારે તે સંગ્રહનય થયો કહેવાય. સંગ્રહનયના સામાન્ય તત્ત્વ પ્રમાણે ચડતા ઊતરતા અનત દાખલાઓ કલ્પી શકાય. સામાન્ય જેટલું વિશાળ તેટલે તે સંગ્રહનય વિશાળ, અને સામાન્ય જેટલું નાનું એટલે તે સગ્રહનય ટ્રકો પણ જે જે વિચારે સામાન્ય તત્વને લઈ વિવિધ વસ્તુઓનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય, તે બધા જ સંગ્રહનયની શ્રેણિમાં મૂકી શકાય.
વિવિધ વસ્તુઓને એકરૂપે સાંકળી લીધા પછી પણ જ્યારે તેમની વિશેષ સમજ આપવાની હોય છે કે તેમને વ્યવહારુ ઉપયોગ કરવાનો પ્રસંગ આવે છે, ત્યારે તેમને વિશેષરૂપે ભેદ કરી પૃથક્કરણ કરવું પડે છે. કપડું કહેવાથી જુદી જુદી જાતનાં કપડાઓની સમજ નથી પડતી અને માત્ર ખાદી લેવા