________________
૧પ૦
તત્વાર્થસૂત્ર એકી સાથે એક જીવને તૈજસ અને કાર્મણથી લઈને ચાર સુધી શરીર, વિકલ૫થી હેાય છે.
અંતિમ-કામણશરીર જ ઉપભેગ-સુખદુઃખાદિના અનુભવ – રહિત છે.
- પહેલું અથત દારિક શરીર સંમૂછિમજન્મથી અને ગર્ભજન્મથી જ પેદા થાય છે.
વકિયશરીર ઉપપાત જન્મથી પિદા થાય છે. તથા તે લબ્ધિથી પણ પેદા થાય છે.
આહારકશરીર શુભ – પ્રશસ્ત પુદ્ગલદ્રવ્યજન્ય, વિશુદ્ધ – નિષ્પાપકાર્યકારી અને વ્યાઘાત – બાધા રહિત હોય છે તથા તે ચૌદપૂર્વ ધારી મુનિને જ પ્રાપ્ત થાય છે.
જન્મ એ જ શરીરને આરંભ છે. એથી જન્મની પછી શરીરનું વર્ણન કર્યું છે, જેમાં એની સાથે સબંધ રાખતા અનેક પ્રશ્ન વિષે નીચે લખ્યા પ્રમાણે ક્રમથી વિચાર કર્યો છે?
શરીરના ઘર અને તેમની ચાહ્યિાઃ દેહધારી છે અનંત છે; એમનાં શરીર પણ ભિન્નભિન્ન હોવાથી વ્યક્તિશ. અનંત છે. પરંતુ કાર્યકારણ આદિના સદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી એમના પાંચ પ્રકાર બતાવ્યા છે. જેમ કેઃ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્માણ
જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર. ૧. જે શરીર બાળી શકાય અને જેનું છેદનભેદન થઈ શકે, તે શકિ .