Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૫૯
છેદોપસ્થાપ્યનું આરોપણ કરવામાં આવે છે. છેદોપસ્થાપ્યનું આરોપણ વિશિષ્ટ વિરતિ હોવાથી સામાયિક એવા વ્યવહારનો ત્યાગ કરે છે, અર્થાત્ પછી એ સંયમ સામાયિક નથી કહેવાતું. આથી એ સંયમ ઇત્વરકાળ(થોડા સમય સુધી રહેવાસી છે. મધ્યમ તીર્થકરોના અને મહાવિદેહક્ષેત્રમાં રહેલા સાધુઓનું સામાયિક યાવજજીવિક છે=પ્રવ્રજ્યાના સ્વીકારથી પ્રારંભી પ્રાણ જવાના કાળ સુધી રહે છે.
છેદોપસ્થાપ્ય- પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં સામાન્ય સામાયિકપર્યાયોનો છેદ કરવો અને અધિક વિશુદ્ધ સર્વસાવદ્યયોગ વિરતિમાં પ્રતિષ્ઠિત કરવા રૂપ અધિક વિશુદ્ધ પાંચ મહાવ્રતોનું આરોપણ કરવું એ છેદોપસ્થાપ્ય સંયમ છે. છેદોપસ્થાપન એ જ છેદોપસ્થાપ્ય. પૂર્વપર્યાયનો છેદ થયે છતે ઉત્તરપર્યાયમાં સ્થાપિત કરવો તે ઉપસ્થાપ્ય. ભાવમાં વત્ (4) પ્રત્યયનું વિધાન કર્યું હોવાથી ઉપસ્થાપ્ય બને.
ઉપસ્થાપ્ય ચારિત્ર પણ નિરતિચાર અને સાતિચાર એવા ભેદથી બે પ્રકારે છે. તેમાં ભણેલા વિશિષ્ટ અધ્યાયને જાણનાર શૈક્ષને નિરતિચાર છેદોપસ્થાપ્ય હોય. અથવા મધ્યમ તીર્થંકરનો શિષ્ય જ્યારે અંતિમ તીર્થકરના શિષ્યોની પાસે ઉપસંપદા સ્વીકારે ત્યારે નિરતિચાર ઉપસ્થાપ્ય હોય. મૂલગુણ સ્થાનવાળા (મૂલગુણોનો ભંગ કરનારા)ને ફરી વ્રતનું આરોપણ કરવાથી સાતિચાર છેદોપસ્થાપ્ય હોય. સાતિચાર અને નિરતિચાર એ બંને છેદોપસ્થાપ્ય સ્થિતકલ્પમાં જ હોય, અર્થાત્ પહેલાછેલ્લા તીર્થકરોના તીર્થમાં જ હોય.
પરિહારવિશુદ્ધિ- પરિહાર તપવિશેષ છે. તેનાથી વિશુદ્ધ તે પરિહારવિશુદ્ધિક. તે પણ નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક એમ બે પ્રકારનું છે. તેમાં વર્તમાનમાં સેવાઈ રહેલું પરિહારવિશુદ્ધિચારિત્ર નિર્વિશ્યમાનક છે. સેવેલું પરિહારવિશુદ્ધિચારિત્ર નિર્વિષ્ટકાયિક છે. ૧. જેવી રીતે ૩૫સ્થાત્ ધાતુને ભાવમાં મન પ્રત્યય લાગવાથી ૩પસ્થાપન શબ્દ બન્યો, તેવી રીતે ૩પથાર્ ધાતુને ભાવમાં ય પ્રત્યય લાગવાથી ૩પ સ્થાપ્ય શબ્દ બન્યો છે. આથી ઉપસ્થાપન અને ઉપસ્થાપ્ય એ બંનેનો એક જ અર્થ છે.