Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૩૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩૭ (૪)સંસ્થાનવિચય– સંસ્થાનવિય નામનું ચોથું ધ્યાન કહેવાય છે. સંસ્થાન એટલે લોકનો અને દ્રવ્યોનો આકારવિશેષ.
તેમાં અધોલોકને અધોમુખ રહેલા કોડિયાના આકાર જેવો કહે છે. તિર્યગૂ લોક થાળીના આકાર જેવો અને ઊદ્ગલોકને ઊર્ધ્વમુખ(=સીધા) મુકેલા શકોરાની ઉપર અધોમુખ (ઊંધું) શકોરું મુકવામાં જેવો આકાર થાય તેવા આકારે છે એમ જ્ઞાનીઓ કહે છે.” (પ્રશમરતિ ગા.૨૧૧)
તિર્યશ્લોકમાં રહેલાં દ્રવ્યો તેમાં પણ તિર્યલોક જ્યોતિષ અને વ્યંતરોથી ભરપૂર છે. તેમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો વલયાકારે રહેલા છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને આત્મા એ પાંચ દ્રવ્યો અસ્તિકાય સ્વરૂપ છે અને અનાદિ અનંત છે. આકાશમાં(આકાશના આધારે)' રહેલા છે તથા પૃથ્વીવલયો, દ્વિીપો, સમુદ્રો, નરકો, વિમાનો અને ભવનો વગેરે દ્રવ્યો રહેલાં છે.
ઉપયોગલક્ષણવાળો આત્મા અનાદિ અનંત શરીરથી ભિન્ન, શરીરાદિ સ્વરૂપવાળો, કર્તા, ઉપભોગ કર્તા, સ્વકૃતકર્મથી શરીરના આકારવાળો, મુક્તિમાં ત્રીજા ભાગથી જૂન આકારવાળો(=અવગાહનાવાળો) છે એમ જ્ઞાનીઓ કહે છે.
ઊર્ધ્વલોકમાં બાર વૈમાનિક દેવલોક, સંપૂર્ણ અર્ધચંદ્ર મંડલાકારવાળા નવ રૈવેયકો, પાંચ (અનુત્તર) મહાવિમાનો અને (લોકાંતે) મુક્ત જીવોનો વાસ છે. અધોલોકમાં ભવનપતિ અને નારકોનો વાસ છે. ગતિનો હેતુ ધર્માસ્તિકાય અને સ્થિતિનો હેતુ અધર્માસ્તિકાય લોકના આકારે રહેલા છે. (જીવાદિ દ્રવ્યોને) અવગાહ આપવો એ આકાશનું લક્ષણ છે.(આકાશના જેટલા વિભાગમાં જીવાદિ દ્રવ્યો છે તેટલા આકાશને લોકાકાશ કહેવામાં આવે છે.) શરીરાદિ કાર્ય પુદ્ગલદ્રવ્ય છે, અર્થાત્ શરીર વગેરે પુગલદ્રવ્યનું કાર્ય છે. ૧. સંનિવેશ એટલે સ્થિતિ કરવી, રહેવું. અનાદિથી રહેલા છે અને અનાદિકાળ સુધી રહેશે.