Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૭૮
તત્વાર્થાધિગમસૂત્ર અને (૨) સ્વેચ્છ. આર્ય ધર્મનું અને પ્લેચ્છ અધર્મનું સેવન કરે છે. ભરત, ઐરાવત, અને દિવકુ અને ઉત્તરકુરુ સિવાયના) મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિ છે. મનુષ્ય અને તિર્યયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને જધન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. આમ ત્રીજા અધ્યાયના ભાવો હરિગીત છંદમાં કહ્યા.
ભાવાર્થ: માનુષોત્તર પર્વતની અંદર મનુષ્ય વસે છે. (૧) આર્ય અને (ર) મલેચ્છ, એ બે જાતિ મનુષ્યની છે. નિમિત્ત ભેદથી આર્યો છ પ્રકારના છે. (૧) આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર તે ક્ષેત્રઆર્ય છે. (૨) ઈક્વાકુ, હરિ, જ્ઞાતિ, કુરૂ, વિદેહ, ઉગ્ર આદિ વંશમાં પેદા થનાર તે જાતિઆર્ય છે. (૩) કુલકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, અને અન્ય-વિશુદ્ધ કુલોત્પન્ન તે કુલઆર્ય છે. (૪) યજન, યાજન, પઠન, પાઠન, કૃષિ લિપિ, વાણિજય આદિથી જીવન વ્યવહાર કરનાર તે કર્મઆર્ય છે. (૫) કુંભકાર, વણકર, હજામ આદિ અલ્પ આરંભ અને અનિંદ્ય શિલ્પથી જીવન વ્યવહાર કરનાર તે શિલ્પ આર્ય છે. (૬) સંસ્કૃત, માગધી આદિ શિષ્ટ પુરુષ માન્ય ભાષામાં વ્યવહાર કરનાર તે ભાષાઆર્ય છે, આથી વિપરિત તે પ્લેચ્છ છે. કર્મભૂમિના અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા અનાર્ય છે; છપ્પન અંતર્ધ્વપ વાસી, ઉત્તરકુરુ અને દેવકુરુ વાસી તથા હૈમવત આદિ ત્રીશ ભોગ ભૂમિના વાસી આર્ય નથી, પરંતુ તે સરલ પરિણામી યુગલિક જીવો છે, અને તેમને વિરતિ ભાવ ન હોવાથી તે આર્ય ગણાતા નથી. જ્યાં આસિ, મષિ, અને કૃષિ એ ત્રણ જીવન વ્યવહારની કળા પ્રવર્તે છે અને જ્યાં મોક્ષનો ઉપદેશ કરનાર તીર્થકર આદિ ઉત્પન્ન થાય છે તે કર્મભૂમિ છે. મનુષ્યનાં ઉત્પત્તિ સ્થાન પાંત્રીશ ક્ષેત્ર અને છપ્પન અંતર્દીપમાં મર્યાદિત છે; તેમાંના પાંચ ભરત,