Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૬૭ વિશેષ સમજૂતી વંદિત્તા-સૂત્રના અર્થમાંથી અને ગુરુગમથી મેળવવા યોગ્ય છે. ત્યાધ્ય દ્રવ્યોપાર્જિત કલ્પનીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદિ શુદ્ધ ભક્તિ ભાવથી સાધુને સુપાત્ર ગણી આપવા તે અતિથિસંવિભાગવ્રત છે. આ વ્રતથી દાન આપનાર અને લેનારનું હિત થાય છે. આપનારનો ત્યાગ કેળવાય છે અને લેનાર તે દ્વારા ધર્મ પ્રવૃત્તિ સારી રીતે કરી શકે છે. આ ચાર શિક્ષા વ્રત છે.
કષાયનો અંત કરવા કષાયને પોષનારા કારણો પાતળા પાડવા શરીરના અંત વખતે જે વ્રત લેવામાં આવે છે તે મરણાંતિકી સંલેખના વ્રત કહેવાય છે. જ્યારે જીવનનો અંત નિશ્ચિત જાણવામાં આવે અને આવશ્યક કર્તવ્યનો નાશ થતો હોય ત્યારે કોઈ પણ પ્રકારનું દુર્બાન ન થાય તે રીતે આ વ્રત આરાધવાનું હોય છે. - સ્વીકારેલ વ્રતને મલિન કરનાર સ્કૂલના તે અતિચાર છે; તેનું વારંવાર સેવન વ્રતનો નાશ કરાવે છે, તેથી અતિચાર જાણવા યોગ્ય છે; પરંતુ આચરવા યોગ્ય નથી. અનાચારમાં વ્રતનો પૂર્ણ ભંગ હોય છે. આમ અતિચાર અને અનાચારનો ભેદ છે. દરેક વ્રતના પાંચ અતિચારનું વર્ણન છે, તેનો વિસ્તાર પણ કરી શકાય. પાંચ અતિચારનું વર્ણન મધ્યમ દૃષ્ટિએ છે. રાગ દ્વેષ આદિ વિકારો દૂર કરવા સમભાવનું પરિશીલન કરવું એ ચારિત્ર છે; આ હેતુ સિદ્ધ કરવા અહિંસા આવ્રિત શીલ આદિ જીવનમાં ઉતારવામાં આવે છે, તેથી તે પણ ચરિત્ર છે. વ્રતના કારણે સંસ્કાર શુદ્ધ થઈ પરિવર્તન પામતાં જીવન વ્યવહાર પણ બદલાય છે; આ કારણથી વ્રત અને શીલના અતિચારનું વર્ણન કરવામાં આવ્યું છે. જૈન દર્શનના સ્વીકાર પછી સૂક્ષ્મ અને અતીન્દ્રિય