SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ७३४ तत्त्वन्यायविभाकरे કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યાઓ “અવિશુદ્ધ વેશ્યાઓ' કહેવાય છે. ૦ તેજોલેશ્યા આદિનું વિશુદ્ધલેશ્યાપણું એકાન્ત વિશુદ્ધની અપેક્ષાએ કહેલ છે, તેથી તેજ-પદ્મશુકલલેશ્યાઓનું ક્ષાયોપથમિકપણું છતાં ક્ષતિ નથી. આ વેશ્યાઓનાં લક્ષણો, તે તે દ્રવ્યોના સહકારથી પેદા થનારા અધ્યવસાયો જ છે. મૂળમાં તો સંકલેશ (કષાય) અને વિશોધિના પરિણામોના પ્રદર્શન દ્વારા તેના સ્વરૂપો દર્શાવેલા છે. લક્ષણો =હિંસા આદિ પાંચ આશ્રવોમાં પ્રમત્ત, મનોગુપ્તિ આદિથી રહિત, પૃથ્વીકાય આદિના ઉપમર્દન આદિથી નહીં અટકેલો, તીવ્ર સાવદ્ય વ્યાપારમાં ઓતપ્રોત, ગુણ-દોષોના વિચાર-વિવેક વગરનો, અત્યંત આલોક કે પરલોકના અપાય-દુઃખની શંકા વગરનો, નિર્દય-કૂર, ઇન્દ્રિયોને આધીન એવો જીવ, ભાવરૂપ કૃષ્ણલેશ્યામાં પરિણમે છે. [કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ અધમુહૂર્ત અને સાતમી નારકીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત અધિક એવી તેત્રીશ (૩૩) સાગરોપમની છે.] नीललेश्यां स्वरूपयति - अल्पप्रयोजनाय तदंशच्छेदनाध्यवसायो नीललेश्या । यथा फलाय शाखाच्छेदाध्यवसायः ।१७। अल्पेति । कृष्णलेश्यापेक्षयात्र विशुद्धिमुत्तरलेश्यापेक्षया च संक्लेशं सूचयति तदंशच्छेदनाध्यवसाय इति । ईर्ष्यामर्षातपोऽविद्यामायानिर्लज्जताविषयाभिकाङ्क्षाप्रद्वेषयुतः प्रमत्तो रसलोलुपः सुखगवेषकः प्राण्युपमर्दनेनाविरतः साहसिको जीवो नीललेश्यायामेव परिणर्मतीति भावः । तत्रानुरूपं दृष्टान्तमाह यथेति ॥ નીલલેશ્યાનું સ્વરૂપ| ભાવાર્થ - અલ્પ ફળ માટે તે વૃક્ષના અમુક ભાગને છેદવાનો અધ્યવસાય, એ “નીલલેશ્યા' કહેવાય છે. જેમ કે-ફળને ખાતર શાખા-ડાળીનો છેદનો આશય. વિવેચન - અહીં કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ વિશુદ્ધિને અને ઉત્તરલેશ્યાની અપેક્ષાએ સંકલેશને સૂચવે છે. ૦ ઈષ્ય-અસહિષ્ણુતા-તપનો અભાવ-અજ્ઞાનતા-માયા-નિર્લજ્જતા-વિષયાકાંક્ષા-પ્રઢષથી યુક્ત, પ્રમત્ત, રસમાં આસક્ત, સુખની ગવેષણાવાળો, પ્રાણીઓના ઉપમર્દન-હિંસાથી નહીં અટકેલો અને દુઃસાહસિક જીવ ભાવરૂપ નીલલેશ્યામાં જ પરિણમે છે. [આ નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત છે અને ધૂમપ્રભા નારકીના ઉપરના પાથડાની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.] १. स्थितिश्चास्या जघन्या मुहूर्तार्धम् उत्कर्षेण पल्योपमासंख्येयभागाधिकानि दशसागरोपमाणि धूम्रप्रभोपरितनप्रस्तरापेक्षयेयम् ॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy