Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 58
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વાવાર્થી વિરચદં નરપતે, શાર્દૂત વિવ્રીહિત” ” રાજા! હું વાદ માટે સિંહની જેમ વિચરણ કરી રહ્યો છું. તેમના પછી થઈ ગયેલા અન્ય આચાર્યોએ પણ તેમનું સ્મરણ ખૂબ સન્માનપૂર્વક કરેલું છે. આચાર્ય જિનસેને આદિપુરાણમાં તેમનાં વચનોને કુવાદીરૂપી પર્વતોને છિન્ન-ભિન્ન કરવા માટે વજ સમાન બતાવ્યાં છે તથા તેમને કવિ, વાદી, ગમક અને વાગ્મિયોના ચૂડામણિ કહ્યા છે नमः समन्तभद्राय, महते कविवेधसे । यद्वचो वज्रपातेन, निर्भिन्नाः कुमताद्रयः।। कवीनां गमकानां च , वादीनां वाग्मिनामपि। यश: सामन्तभद्रीयं, मूर्ध्नि चूड़ामणीयते।। ગધ ચિન્તામણિકાર વાદીભસિંહ સૂરિ લખે છે – सरस्वतीस्वैरविहारभूमयः, समन्तभद्रप्रमुखा मुनीश्वराः । जयन्ति वाग्वजनिपातपाटि प्रतीपराद्धान्तमहीध्रकोटयः ।। ચંદ્રપ્રભચરિત્રકાર વીરનંદિ આચાર્ય “સમન્તમદ્રાવિમવી ર ભારતી” વડે કંઠ વિભૂષિત નરોત્તમોની પ્રશંસા કરે છે તો આચાર્ય શુભચન્દ્ર જ્ઞાનાર્ણવમાં એમનાં વચનોને અજ્ઞાનરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન સ્વીકાર કરતાં એમની તુલનામાં અન્યનાં (વચનોને) ખદ્યોતવત્ દર્શાવે છે समन्तभद्रादिकवीन्द्रभास्वतां, स्फुरंति यत्रामलसूक्तिरश्मयः । व्रजन्ति खद्योतवदेव हास्यतां, न तत्र किं ज्ञानलवोद्धता जनाः।। તેઓ આધસ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમણે સ્તોત્ર-સાહિત્યને પ્રૌઢતા અર્પ છે. તેમની સ્તુતિઓમાં મહાન ગંભીર ન્યાયો ભરેલા હોય છે. તેમના વડે લખાયેલો “આતમીમાંસા” ગ્રન્થ એક સ્તોત્ર જ છે જેને “દેવાગમ સ્તોત્ર” પણ કહે છે. ૫૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83