Book Title: Swapnadravya Devdravya J Che Author(s): Kanakchandrasuri Publisher: Vishvamangal Prakashan Mandir View full book textPage 4
________________ * [ 8 ]. પૂ. આચાર્યદેવશ્રીએ ખૂબ જ મહેનત લઈને, સંપાદન સંકલન કર્યું હોવાથી, આ પુસ્તક દેવદ્રવ્ય વિષયક માહિતી મેળવવા માટે એક ઐતિહાસિક-દસ્તાવેજી પુરાવા અમું બન્યું છે. આવું સુંદર સાહિત્ય અમારી સંસ્થાને પ્રસિદ્ધિ માટે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજે આપવાની કૃપા કરી, એને અમે અમારું સદભાગ્ય લેખીએ છીએ, તે, પુસ્તકનો સુયોગ્યપરિચય કરાવતી સુંદર અને ખૂબ જ ઉપયોગી પ્રસ્તાવના લખી આપવાની, સિદ્ધહસ્ત લેખક વિદ્વયે પૂ. મુનિરાજ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મહારાજે વિનંતિ સ્વીકારી, એને અમે અમારું સૌભાગ્ય ગણીએ છીએ. આ પૂજ્ય ઉપકારીમહાપુરૂષની કૃપાદષ્ટિ બદલ આનંદ વ્યક્ત કરીને અમે સંઘ સમક્ષ એક જ પ્રાર્થના સેવીએ છીએ કે - - આ પુસ્તિકાના વાચન-મનન દ્વારા સહુ કોઈ દેવદ્રવ્ય વિષયક સનાતન–સત્યને સમજે, સ્વીકારે અને સત્કાર! આવી શુભ ભાવનાથી પુસ્તકનું પ્રકાશન કર્યું હોવાથી અમારા પ્રયાસ તે સફળ થઈ જ ગયો ગણાય! સહુ સંઘે આ સત્યને સ્વીકારશે તે અમારો પ્રયાસ વધુ સફળ થય ગણાશે. વીર સં. ૨૫૦૫ : મંત્રીઓ : માગશર શુદિ ૫ શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર, વિ. સં. ૨૦૩૫ પાટણ (ગુજરાત) તા. ૪-૧૨-૭૮ સેમવાર,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 164