________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૯૮ ]
[ સ્વાનુભૂતિદર્શન વાંચવું, વિચારવું, મહિમા કરવી ને વારંવાર તેનો અભ્યાસ કરવો કે હું ચૈતન્ય જુદો છું.
જેમ ભગવાનના મંદિરનાં બારણાં ન ખૂલે ત્યાં સુધી ભગવાનના મંદિરે ટહેલ મારે ને ટહેલ મારવી ન છોડે. તો ભગવાનના મંદિરનાં બારણાં ખૂલતાં દર્શન થાય છે તેમ હું ચૈતન્ય છું, બીજું કાંઈ હું નથી, એમ વારંવાર અભ્યાસ કરે તો જરૂર આત્માનાં દર્શન થાય. જ્યાં સુધી આત્માનાં દર્શન ન થાય ત્યાં સુધી ઉતાવળ કે આકુળતા ન કરે પણ તેની મહિમા કરે. ૩૫૬.
પ્રશ્ન:- કેટલાક ત્રણ દિવસમાં આત્મા આપવાની વાત કરે છે, તો તે શું હશે ?
સમાધાનઃ- કોઈથી આત્મા દેવાતો નથી, પોતે જ પુરુષાર્થ કરે તો પ્રાપ્ત થાય, પોતાને પોતાથી જ આત્મા ગ્રહણ થાય. કોઈની ભૂલ ન રહે એ રીતે ગુરુદેવે માર્ગ ઘણો સ્પષ્ટ કર્યો છે. આવી ભેદજ્ઞાનની વાત કરનારા કોઈ નથી. શરીરથી ને શુભાશુભ વિકલ્પથી આત્મા જુદો છે એવી વાત ગુરુદેવે સ્પષ્ટ કરી. ગુરુદેવે કહ્યું છે કે કયાંય ભૂલ ખાતો નહિ, એક ચૈતન્યને ગ્રહણ કરી લેજે. કાર્ય થોડું થાય તેમાં નુકસાન નથી, પણ ખોટે માર્ગે જઈશ નહિ. “ કરી જો શકે પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો ” અને ન થાય તો ઉતાવળ કરીશ નહિ, થોડા શુભભાવમાં માની લઈશ નહિ કે મને આત્મા પ્રાપ્ત થયો છે. આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા બરાબર કરજે કે માર્ગ તો આ જ છે. બીજો માર્ગ ગ્રહણ કરીશ નહિ. શ્રીમદે કહ્યું છે ને કે
યમ-નિયમ-સંયમ આપ કીયો; પુનિ-ત્યાગ-વિરાગ અથાગ લહ્યો. વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો; દૃઢ આસન પદ્મ, લગાય દીયો.
તેં બધું કર્યું, યમ, નિયમ, ધ્યાન, ઉપવાસ, મૌન, હઠયોગ વગેરે કર્યાં પણ કરવાનું કાંઈક જુદું જ બાકી રહી ગયું છે. માટે સદ્ગુરુ બતાવે છે તે માર્ગે તું ચાલજે. તે માર્ગ કોઈક જુદો જ છે.
આત્મા પ્રાપ્ત ન થાય તો ભાવના કરવી. હું જુદો છું જુદો છું, ચૈતન્ય છું, આ કોઈ રાગાદિ મારા નથી, હું તો શાશ્વત છું એવી ભાવના રાખજે, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com