________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[ ૩૦પ ઘોલન કરજે. હું જ્ઞાયક છું, હું આ નથી, આ વિભાવ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ જુદો છે તેમ વારંવાર તેને દઢ કરજે. તે દઢતા હશે તો ભવિષ્ય સ્લરી આવશે અને પુરુષાર્થ થવાનું કારણ થશે. પ૩૩. પ્રશ્ન- પ્રવચનસારમાં ક્યાં પાછળ નયોનું વર્ણન કર્યું છે ત્યાં આવે છે કે “ સ્વભાવ સંસ્કારને નિરર્થક કરનારું છે” તો ત્યાં શું કહેવું છે? સમાધાનઃ- તે અપેક્ષા પાછી જુદી છે. દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ સંસ્કારને નિરર્થક કરનારો છે ને પર્યાય અપેક્ષાએ સંસ્કાર સાર્થક છે. સંસ્કાર કંઈ જ નથી તેમ નથી.
નિગોદમાંથી નીકળીને તરત મમોલા થાય છે અને મનુષ્ય થઈને તરત કેવળજ્ઞાન પામે છે. એમાં સંસ્કાર કયાં હતા? તારો જ્ઞાયક સ્વભાવ જ તારા સંસ્કારનું કારણ છે. તારો સ્વભાવ જ જ્ઞાયકરૂપે રહેવાનો છે, તું જ્ઞાનસ્વભાવી છો. તે તારો જ્ઞાનસ્વભાવ જ તારી પરિણતિને જ્ઞાયક તરફ લઈ જશે. તારો સ્વભાવ જ સંસ્કારરૂપ છે. તું ચેતનાથી ભરેલો છો, જડ તારો સ્વભાવ નથી. ચૈતન્ય પરિણતિને ચેતનદ્રવ્ય છે તેની તરફ ખેંચજે, તે તારો સ્વભાવ જ છે. દ્રવ્ય જ પર્યાયને પ્રગટ થવાનું કારણ છે. દ્રવ્ય ઉપર યથાર્થ દષ્ટિ ગઈ તો તે પર્યાય યથાર્થ સમ્યકરૂપે પરિણમી જશે. તારો સ્વભાવ જ સમ્યકરૂપ છે. યથાર્થ જ્ઞાનનું કારણ સ્વભાવ જ છે. સીધી રીતે દ્રવ્ય જ તેનું કારણ થાય છે. સંસ્કાર એક પરિણતિ છે, પરિણતિ કારણ થાય તે વ્યવહાર છે, યથાર્થ તો દ્રવ્ય જ જ્ઞાનનું કારણ છે. નિશ્ચયથી તારો મૂળ સ્વભાવ જ્ઞાયક જ છે. તે સ્વભાવ જ તેનું કારણ થાય છે. નિગોદમાંથી નીકળીને ઠેઠ કેવળજ્ઞાન પામે છે તે સ્વભાવના આશ્રયથી જ પામે છે. સ્વભાવથી હું ચૈતન્ય છું, આ વિભાવ હું નથી તેમ સ્વભાવ ઉપર દષ્ટિ ગઈ ત્યાં પરિણતિ પલટાઈ જાય છે. ત્યાં તેને સંસ્કાર પહેલેથી દઢ કરવા પડ્યા નહિ કે હું જ્ઞાયક છું, તેવો અભ્યાસ કરવો પડ્યો નહિ. બધો અભ્યાસ એકસાથે જ થઈ ગયો. હું જ્ઞાયક જ છું એવી દઢતા એકદમ જલદી આવી ગઈ અને અંતર્મુહૂર્તમાં બધું થઈ ગયું. મંદ પુરુષાર્થને લઈને વાર લાગી જાય એટલે વારંવાર અભ્યાસ કરવો પડે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું. પરિણતિ સહજરૂપે દઢ થાય નહિ અને ઝાઝો કાળ અભ્યાસ વારંવાર કરવો પડે તેને સંસ્કાર કહેવાય. નિગોદના જીવે તરત જ એકદમ પુરુષાર્થ કર્યો તો એકદમ થયું, તેને વચ્ચે સંસ્કાર લાવવાની જરૂર ન પડી. અભ્યાસ કરવાનું રહ્યું નહિ. જેનો પુરુષાર્થ તીવ્ર ઊપડ્યો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com