Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 448
________________ ४४२ सूत्रार्थमुक्तावलिः આત્માને આકાશની જેમ નથી તેથી તેના અભાવથી મોક્ષનો પણ અભાવ થાય. આવા પ્રકારની બુદ્ધિ ન કરવી - (આવા પ્રકારનો વિચાર ન કરવો) આકાશ સર્વવ્યાપી હોવાથી પુદ્ગલ સાથેનો સંબંધ દુર્નિવારણીય હોય છે. નહિતો આકાશનું સર્વવ્યાપીપણું જ ધરી ન શકે. તથા ધતૂરા મદિરા વિગેરે વડે વિજ્ઞાનમાં જે વિકાર દેખાય છે. તે તેના સંબંધ વગર હોઈ શકતો નથી. વળી સંસારી જીવો હંમેશા તૈજસ કાર્પણ શરીરવાળા હોય છે. આથી આત્યંતિક અમૂર્તપણું એટલે અરૂપીપણું તેઓને હોતું નથી. તેથી બંધ છે. અને તેનો વિરોધી મોક્ષ છે. આ પ્રમાણે સંજ્ઞા સ્થાપવી શુભ પ્રકૃતિ રૂપ પુણ્ય નથી. તેનાથી વિપરિત રૂપ પાપ પણ નથી. આવી સંજ્ઞા ન કરવી. તેમાં આ પ્રમાણે કારણ કહેવું પાપ જ છે. પુણ્ય નથી. ઉત્કર્ષ અવસ્થા ઉન્નત અવસ્થા) પાપની જ છે. સુખનું કારણ હોવાથી પુણ્ય જ છે. પાપ નથી, પુણ્યની જધન્યતા જ દુઃખનું કારણ છે. અથવા પુણ્યપાપ બંને પણ નથી, સંસારની વિચિત્રતાથી નિયત સ્વભાવ વગેરે વડે કરાયેલ હોવાથી એ વાત બરાબર નથી. એકના સદ્ભાવમાં બીજાનો સદૂભાવ આંતરીયકપણે નથી. એટલે વિઘ્નરૂપ થતો નથી. સંબંધી શબ્દ પણ હોય તે બે પુણ્ય પાપ શબ્દનો અભાવ નથી. કેમ કે જગતની વિચિત્રતાની પ્રાપ્તિ ન થતી હોવાથી નિયતિ વગેરેની પણ અવિચિત્રતા વડે તેનાથી પણ તેની વિચિત્રતાનો અસંભવ હોવાથી આ પ્રમાણે કર્મ ઉપાદાન એટલે કર્યગ્રહણરૂપ આશ્રવ છે. તે આશ્રવનો નિરોધ એટલે અટકાવરૂપ સંવર છે. એ બંને પણ ન હોય તો કાયા, વચન, મનના કાર્ય તે યોગ છે. તે આશ્રવ છે. એ પ્રમાણે કહેવું નહીં કાયા વગેરેના વ્યાપાર વડે કર્મબંધનો અભાવ થાય છે. જો આશ્રવ જીવ વગેરેથી જુદો હોય તો ઘટ વગેરે ભેદમાં પણ આશ્રવ નથી. સિદ્ધાત્માઓને પણ તેનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે તેનો અભાવ હોવાથી તેના નિરોધરૂપ સંવરનો પણ અભાવ થશે. એ પ્રમાણે બુદ્ધિ ન કરવી વિચાર ન કરવો. ફક્ત કાય વ્યાપારવાળાને કર્મબંધપણાનો સ્વીકાર નહીં કરવાથી. પરંતુ ઉપયોગ વગરના હોય છે. તથા એકાંત ભેદભેદ પક્ષનો આશ્રયનો દોષ થાય છે. પણ અનેકાંતમાં દોષ નથી થતો. માટે આશ્રવ છે. અને સંવર પણ છે. એમ જાણવું. કર્મ પુદ્ગલ ખરવારૂપ નિર્જરા છે. તથા કર્મનું ભવરૂપ વેદના - ભોગવટો છે. તે ન હોય તો સેંકડો પલ્યોપમ, સાગરોપમમાં અનુભવ યોગ્ય કર્મને અંતર્મુહૂર્તમાં ક્ષય કરી નાખે છે. ક્ષપકશ્રેણીમાં એકદમ ઝડપથી કર્મને ભસ્મીભૂત કરી નાખે છે. જે પ્રમાણે ક્રમબદ્ધ કર્મનો અનુભવનો અભાવ હોય છે. તે વેદનાનો - ભોગવટાનો અભાવ હોય છે. તેનો અભાવ હોવાથી નિર્જરાનો પણ અભાવ હોય છે. એ પ્રમાણે સંજ્ઞા સ્થાપવી નહીં. જેથી કોઇક કર્મનો ઉપર કહેલી પદ્ધતિ પ્રમાણે ખપાવવાથી તપ વડે પ્રદેશાનુભવવડે બીજાનો ઉદય ઉદીરણાવડે અનુભવવાથી વેદના (ભોગવટો) છે. તેની સિદ્ધિથી નિર્જરાની પણ સિદ્ધિ થાય છે. આથી વેદના છે. નિર્જરા છે. એ પ્રમાણે સંજ્ઞા સ્થાપવી આ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ વગેરેની પણ છે. એ પ્રમાણે જાણવું. માટે આ પ્રમાણે ભગવાને ઉપદેશેલ આસ્થાઓમાં આત્માને વર્તાવતા, પ્રવર્તાવતા સસંયમી મોક્ષને યાવત્ સંયમાનુષ્ઠાનમાં પહોંચે. II૭૪

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470