Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 447
________________ सूत्रकृतांग निर्जरा, तथा कर्मानुभवलक्षणवेदना च न विद्यते, पल्योपमसागरोपमशतानुभवनीयस्य कर्मणोऽन्तर्मुहूर्त्तेन क्षयाभ्युपगमात्, क्षपकश्रेण्याञ्च झटित्येव कर्मणो भस्मीकरणात्, यथाक्रमबद्धस्य चानुभवनाभावे वेदनाया अभावस्तदभावाच्च निर्जराया अपीति नो संज्ञां निवेशयेत्, यतः कस्यचिदेव कर्मण उक्तनीत्या क्षपणात् तपसा प्रदेशानुभवेन चापरस्य तूदयोदीरणाभ्यामनुभवनमित्यतोऽस्ति वेदना, तत्सिद्धौ निर्जरापि सिद्धैवेत्यतोऽस्ति वेदना निर्जरा चेत्येवं संज्ञां निवेशयेत् । एवं क्रोधमानमायालोभादयोऽपि सन्तीत्येवं विज्ञेयम्, तदेवं भगवदुपदिष्टेष्वेषु स्थानेष्वात्मानं वर्तयन् सत्संयमी मोक्षं यावत्संयमानुष्ठाने व्रजेत् ॥७४॥ ४४१ વધારે કહેવાથી શું ? સર્વ-બધી જગ્યાએ સ્યાદ્વાદ આચાર છે. સ્યાદ્વાદ સિવાયનું બીજું અનાચાર છે. એ પ્રમાણે કહે છે. સૂત્રાર્થ :- લોક જીવ ધર્મ, અધર્મ, બંધ, મોક્ષ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા વગેરે અનેકાંત આચાર છે. ટીકાર્થ :- ચૌદરમય લોક છે. અથવા ધર્મ-અધર્મ આકાશ વગેરે પંચાસ્તિકાયાત્મકલોક નથી. અવયવદ્વાર વડે અથવા અવયવિરૂપ વસ્તુઓ પ્રતિભાસિત થાય છે. જણાય છે. અપ્રતિભાસિત નહીં જણાતી વસ્તુનો સ્વીકાર થવો અશક્ય થાય છે. અતિસૂક્ષ્મ પરમાણુરૂપ અવયવ છદ્મસ્થ જ્ઞાન વડે જોવો શક્ય નથી. અને અવયવિને વિચારતા સદ્ભાવને અલંકૃત કરતું નથી. આથી કંઇપણ વસ્તુ આત્મલાભને પ્રાપ્ત કરી શકતી નથી. તેનો વિશેષ લોક અને અલોક કેવી રીતે થાય ? એમ ન કહેવું. જો બધું ન હોય તો કોઇપણ નિષેધ કરનારો રહેશે નહીં તો પછી સર્વભાવ શી રીતે સિદ્ધ થશે ? આથી કથંચિત્ લોક છે. તેના સિવાય અલોક છે. સંબંધી શબ્દ હોવાથી નહિ તો લોકવ્યવસ્થાની અનુપપત્તિ થશે. એટલે પ્રાપ્તિ નહિ થાય. એકાંતે આ અવયવો જ છે. આ અવયવિઓ જ છે. એ પ્રમાણે સ્વીકાર નહિં થવા વડે તેના આશ્રવ દોષો અહીં સંભવતા નથી. એ પ્રમાણે પ્રત્યક્ષથી પ્રાપ્ત ન થતો જીવ ધર્માસ્તિકાય વગેરે અજીવો નથી જ એમ સંજ્ઞા ન સ્થાપવી. એટલે નથી જ એમ ન કહેવું. કેમ કે સકલ પ્રમાણ નિષ્ઠ વડે પ્રત્યક્ષથી તેના ગુણોનો અનુભવ કર્યો છે. પરંતુ જીવ છે. તે પણ જીવ છે. અજીવ પણ છે, અજીવ પણ અજીવ છે, જીવ પણ છે એ પ્રમાણે સ્યાદ્વાદ આદ૨વો જોઇએ. તથા શ્રુત અને ચારિત્ર નામના જીવના પોતાના પરિણામ છે. તે કર્મક્ષય કરવા માટેના કારણરૂપ ધર્મ છે. મિથ્યાત્ત્વ વગેરે કર્મબંધના કારણરૂપ, આત્માના પરિણામ જ અધર્મ છે. આ બંને (ધર્મા-ધર્મ) કાળ, ઇશ્વર, સ્વભાવ, નિયતિ આદિ મત વડે એકાંત કારણ છે એમ એવી બુદ્ધિ કરવી નહિ. ધર્માધર્મ વગર ફક્ત કાળ વગેરે વડે જ સંસારની વિચિત્રતાની પ્રાપ્તિ થશે નહીં. તેથી સમ્યગ્દર્શન વગેરે રૂપ ધર્મ છે, તથા મિથ્યાત્ત્વ વગેરે રૂપ અધર્મ પણ છે. આ પ્રમાણે સંજ્ઞા સ્થાપવી. પ્રકૃતિ-સ્થિતિ-અનુભાવ એટલે રસ-પ્રદેશ રૂપ કર્મ પુદ્ગલોને જીવ વડે પોતાના વ્યાપારરૂપે સ્વીકાર કરવો તે બંધ કહેવાય. તે બંધ અરૂપી

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470