________________
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી તે બંધનથી મારા શરીરે બહુ ભારે વેદનાઓ થઈ. તેમજ સર્પોના ભાર વડે આકાશમાંથી હું પૃથ્વી ઉપર પડી ગયે.
મારાં દરેક અંગ તીવ્ર વેદનાને લીધે અત્યંત વ્યાકુલ થઈ ગયાં હતાં,
આ શાલ્મલીવૃક્ષની નીચે બેભાન થઈ હું પડી રહ્યો,
ઉંચી ફણાઓ કરી દુષ્ટ વિષધરો મારા શરીરને બહુ મર્દન કરવા લાગ્યા, જેથી મારું શરીર તુટવા લાગ્યું અને એકદમ હું અચેતન થઈ ગયે. | મારી પ્રાણ પ્રિયા પણ દુસહ એવી મારી પીડાને જોઈ બહુ દુઃખી થઈ તે બીચારી ગદગદ કંઠે રૂદન કરવા લાગી,
હા ! આર્યપુત્ર! હા ! વલ્લભ! આ અનર્થનું કારણ હું બની છું.
હા ! પાપિબ્દ એવી હું તે સમયે કામદેવના મંદિરની અંદર તેની સમક્ષ કેમ ન મરી ગઈ?
હાપ્રિયતમ ! મારા માટે આપ આવી દુરંત વેદનાઓના ભોગ થઈ પડ્યા છે.
હા! આર્યપુત્ર! હાલમાં આપના વિરહથી મારૂં જીવિત રહેવાનું નથી.
હે ધનદેવ! તે ચિત્રગ વિદ્યાધરનું એવું ભાષણ સાંભળીને તે સમયે મને સંકલ્પ ઉત્પન્ન થયે.