________________
૧૦૪
સુરસુંદરી ચરિત્ર
માત્ર સુપ્રતિષ્ઠને ભેગા થઈ જલદી હું અહીં આવી જઈશ.
એમ વિચાર કરી કેટલાક પુરૂષે પિતાની સાથે લઈ અશ્વ ઉપર બેસીને ધનદેવ ચાલતે થયો.
ક્ષણમાત્રમાં ત્યાં પહોંચી ગયો અને ત્યાં જોયું તે સર્વત્ર બનેલી સિંહગુહા તેના જેવામાં આવી.
અગ્નિની જવાળાઓ વડે બળી ગયેલાં ગે, મહિખ્યાદિક પ્રાણીઓનાં હાડકાના ઢગલાઓથી જેનાં નજીકના ભાગે પુરાઈ ગયેલા છે.
જેના પર્યત પ્રદેશમાં શસ્ત્રોથી હણાયેલા અનેક ઘોડાઓના રૂધિરના પ્રવાહ વડે દુર્ગધ પ્રસરી રહ્યો છે. | દુર્ગધથી વ્યાપ્ત એવી પૃથ્વી ઉપર પડેલા સુભટેનાં માંસ તથા ચરબીમાં લુબ્ધ થયા છે કુતરાએ જેને વિષે, તેમજ કુતરાઓના ભયથી ત્યજ્યાં છે મનુષ્યોનાં હાડપીંજર જેમણે એવાં અનેક શિયાળીઆં જ્યાં આગળ રૂદન કરી રહ્યાં છે.
ફેસ્કારના સાંભળવાથી ત્રાસ પામતા એવા બીકણ ગૃધપક્ષીઓના બાળકને સમૂહ જેમાં ઉડી રહ્યો છે.
જેમના હાથમાં અનેક બાળકો રહેલાં છે એવી બળી ગયેલી ભીલોની યુવતીઓ વડે દેખાવમાં બહુ ભયંકર.
દુઝેય એવા અગ્નિની જવાલાઓ વડે બળી ગયેલાં સેંકડો ભીલોનાં ભવને વડે ભયંકર અને ભયજનક એવા અગ્નિમાં બળી ગયેલા સેંકડે મનુષ્યનાં મુડદા