Book Title: Sursundari Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 434
________________ સુરસુંદરી ચરિન્ન ૪૧૩ વળી તે સૂરિ દુર્વાર એવા વાદીરૂપ હસ્તીઓને ગર્વ ઉતારવામાં પ્રચંડ કેસરી સમાન અને શ્રીનિંદ્ર ભગવાને પ્રરુપેલા પવિત્ર સિદ્ધાંતની પ્રરુપણ કરવામાં પ્રવીણ હતા. તેમજ અત્યંત રમણીય છે પદ સંચાર જેના, સુંદર છે વાણી જેની, શ્લેષ, (શબ્દાલંકાર=વિશેષ આલિંગન), માં અતિ સુકમલ, વિવિધ અલંકારે વડે વિભૂષિત, સારા. વની રચનાઓ વડે મનહર છે સમસ્ત અંગ જેનાં અને લોકોના મનને આનંદ આપનાર લીલાવતી નામે જેમની રચેલી કથા, સુવર્ણ અને રવડે વિભૂષિત છે, સમગ્ર, અવયવ જેના એવી વારાંગનાની માફક જયવંત વછે, એવા તે આચાર્યના બે શિષ્યો પૈકી એક તો શ્રીજિનેશ્વરસૂરિ સૂર્યસમાન ઉત્કટપ્રતાપી હતા. અને બીજા તેમના સહેદર શ્રીબુદ્ધિસાગરસૂરિ હતા. શરદઋતુના પૂર્ણ ચંદ્રસમાન મનહર એવા પિતાના યશરાશિ વડે પૂર્ણ કર્યું છે ભુવનતલ જેમણે, અને. શ્રીજિનેદ્રભાષિત સિદ્ધાંતના તત્વરાશિમાં આસકત છે હૃદય જેમનું એવા જે બુદ્ધિસાગરસૂરિના મુખરૂપી. ગુફામાંથી નિકળેલી, અર્થરૂપી જલવડે સુશોભિત, પંડિતરૂપી. ચક્રવાકે વડે સંયુક્ત, દુર્ગાઢ એવા અર્થરૂપી તરંગે જેમાં. ઉછળી રહ્યા છે; તટસ્થાનમાં રહેલાં અપશબ્દરૂપી વૃક્ષોને. નિમૅલ કરવામાં સમર્થ અને અધ્યાયરૂપી ઉત્તમ સોપાન. (પગથીયાં) નીરચના જેમાં રહેલી છે એવી નદી સમાન ઉત્તમ પ્રકારની પંચગ્રંથી (પાંચગ્રંથ) વિદ્યમાન છે.

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436