Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 49
________________ મૂર્ખ માણસોમાં ડાહ્યા હોવું એ ગુનો છે U_25 કહો, સતીત્વ કહો કે સંતત્વ કહો, એ સદ્ગુણો જ તો આપણને માણસના ખોળિયે શેતાન બની જતા અટકાવે છે ને ! એ સદ્ગુણો જ તો પ્રાપ્ત દુર્લભ એવા માનવ જનમને સફળ કરી આપે છે ને ! એ સગુણો જ તો આત્માની પરલોકમાં સદ્ગતિ નક્કી કરી આપે છે ને! પણ, કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ: હું તો જોતો જ રહી ગયો. સ્વાર્થની વાત આવી તો એ ૧૮૦° ફરી ગયો. મેં કીધું : ભલા માણસ... તો કે : કયો માણસ ? એ તો મરી ગયો. મને મારા કાન પરથી વિશ્વાસ ઊઠી ગયો. થયું આ. . . પણ...મારું કરી ગયો ! ને ૪૫° તાપમાન ભર ઉનાળે હું બરફની જેમ ઠરી ગયો. ગાંડાઓની હૉસ્પિટલમાં સૌથી વધુ દુઃખી માણસ કોણ ? એ પ્રશ્નનો જવાબ વિના વિલંબે આપવો હોય તો કહી શકાય કે “ડૉક્ટર !' એ પોતે ડાહ્યો છે અને એને સતત ગાંડાઓની વચ્ચે રહેવાનું છે. ગાંડાઓનું ગાંડપણ એ જોઈ નથી શકતો અને એ પોતે ગાંડાઓ જેવું ગાંડપણ દાખવી નથી શકતો. કમાલની કરુણતા તો એ સર્જાય છે કે ગાંડાઓનો સમૂહ એ ડૉક્ટરને જ ‘ગાંડા’માં ખતવતો હોય છે. પોતે બધા જ ડાહ્યા અને પોતાને ડાહ્યા બનાવવાનો પ્રયાસ કરનાર ડૉક્ટર ગાંડો જ ! સંદેશ સ્પષ્ટ છે. ગાંડાઓ વચ્ચે ડાહ્યો દુઃખી છે. દુર્જનો વચ્ચે સજ્જન દુઃખી છે. નાગાઓ વચ્ચે શાણો દુઃખી છે. વેશ્યાઓ વચ્ચે સતી દુઃખી છે. પાપીઓ વચ્ચે ધર્મી દુઃખી છે. કાંટાઓ વચ્ચે ફૂલ દુઃખી છે. ગટર વચ્ચે ગંગાજળની હાલત ખરાબ છે. શેતાનો વચ્ચે સંત દુઃખી છે. અલબત્ત, આવા દુ:ખીઓમાં આપણો નંબર લાગી જાય એ આપણું પરમ સદ્ભાગ્ય જ હોઈ શકે. કારણ કે ડહાપણ કહો કે શાણપણ કહો, સજ્જનતા કહો કે ધાર્મિકતા વ્યથા સાથે કહેવું પડે એમ છે કે આપણે પીડા વેઠ્યા વિના જ ધર્મજન્ય પુરસ્કારના સ્વામી બન્યા રહેવા માગીએ છીએ. કષ્ટોની ગરમીમાં તપ્યા વિના જ આત્મસુવર્ણને શુદ્ધ કરી દેવાના મનોરથો સેવી રહ્યા છીએ. તકલીફોને અપનાવ્યા વિના જ જગતના ચોગાન વચ્ચે ‘સારા’નું સર્ટિફિકેટ પામી જવાના અભરખા કરતા રહીએ છીએ. દુ:ખ આવે છે અને ધર્મનો રસ્તો છોડી દેવાના વિચારનું મન શિકાર બની જાય છે. કષ્ટો આવે છે અને મન સદ્રના રસ્તેથી પીછેહઠ કરી દેવા તૈયાર થઈ જાય છે. પાપીઓ જલસા કરતા દેખાય છે અને મનની ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં કડાકો બોલાવા લાગે છે. નાલાયકોને માન-સન્માન મળતા દેખાય છે અને મનનું લાયકાત પ્રત્યેનું આકર્ષણ તૂટવા લાગે છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જે ધર્મીને પાપીનું સુખ ગમવા લાગે છે એ ધર્મીનો ધર્મ જોખમમાં મુકાઈ જાય છે. તપસ્વીને ખાનારાનું સુખ ગમવા લાગે પછી એનો તપ ક્યાં સુધી ટકવાનો? બ્રહ્મચારીને સંસારીનું સુખ ગમવા લાગે પછી એનું બ્રહ્મચર્ય ક્યાં સુધી ટકવાનું ? સંતોષીને શ્રીમંત સુખી લાગે પછી એનો સંતોષ ક્યાં સુધી ટકવાનો? સતીને વેશ્યાનું સુખ આકર્ષવા લાગે પછી એના સતીત્વની સ્મશાનયાત્રા નીકળી જતા કેટલી વાર લાગવાની ? સાવધાન ! ધર્મજન્ય, સગુણજન્ય, સમાધિજન્ય પ્રસન્નતા સતત અનુભવતા રહો. પાપીનું એક પણ સુખ તમને આકર્ષી શકશે નહીં, ૯

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51