________________
બકલ
ai
શક્તિઓ તથા ગ્રંથોનો પરિચય વ્યાવહારિક, આર્થિક મુશ્કેલીઓ વચ્ચે થીરજ સહનશીલતા ટકાવી રાખવા
૪૧ લાલભાઈ પરમકૃપાળુદેવના બોથામૃતનું પ્રબળ અવલંબન લઈ આત્મશક્તિ સાવવા પુરુષાર્થ કરતા. પરમકૃપાળુદેવ સાયલા પધારતા ત્યારે એમની સેવાનો પર્વ લાભ લેવાનું ત્રંબકલાલ ચૂકતા નહીં.
- બકલાલના નાના ભાઈ મણિલાલને પણ પરમકૃપાળદેવનો ઘણો સમાગમ થયેલો. પરમકૃપાળુદેવ સાથે મણિલાલ મુંબઈમાં બે મહિના રહેલા. મણિલાલને એક અત નાટક જોવાની ઇચ્છા થઈ. પરમકૃપાળુદેવે કહ્યું -મણિલાલ, કૃત્રિમ નાટક કરતા કરતાં આ જગતનું નાટક તો જુઓ, આ જીવ અનંતકાળથી સંસારમાં નાટક અજવતો આવેલ છે. મણિલાલને નાટકમાં જવાની ઇચ્છા વિરમી ગઈ, પણ પરમ બળદેવે કહ્યું -મણિલાલ, નાટકમાં જઈને તારી ઇચ્છા પૂરી કર. મણિલાલ નાટક સવા ગયા, પણ કંઈ મજા ન આવી અને ભવિષ્યમાં ફરી કોઈ વખત નાટક જોવાની ઇચ્છા ન થઈ.
સૌભાગ્યભાઈના એક પુત્રી છબલબેન મનસુખલાલ કપાસીના માતુશ્રી થાય. પરમકૃપાળુદેવ સાયલા પઘારેલ ત્યારે તે રસોઈ કરતા અને પરમકૃપાળુદેવને ખૂબ જ ભકિતભાવથી જમાડતા. ખૂબ જ શ્રદ્ધાવંત હતા. પરમકૃપાળુદેવે કહ્યું બેન, ઘનની ઇચ્છા છે કે ઘર્મની? બેને કહ્યું, ઘર્મ આપો. મારે ઘનનું શું કામ છે? પરમકૃપાળુદેવે અનંત કરુણા કરીને એ બાઈને આત્મઘર્મની પ્રાપ્તિ કરાવી હતી.
ભાઈ કેશવલાલ કાળુભાઈ શ્રી સૌભાગ્યભાઈના ભત્રીજા હતા. તેમના વિષે પણ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં સૂચનાઓ આવે છે.
(૭૩) થિયોસોફીકલ સોસાયટી તા.૧૭-૧૧-૧૮૭૫ ના રોજ અમેરિકામાં મેડમ બ્લેટસ્કી અને કર્નલ ઓલ્લોટના પ્રયત્નથી આ મંડળની સ્થાપના થઈ. આ બન્નેને આ સંસ્થા સ્થાપવાની પ્રેરણા હિમાલયવાસી બે જીવન્મુક્ત પુરુષો તરફથી મળી હતી. તેનું મૂળ મથક મદ્રાસ ઇલાકાના અડિયાર ગામમાં કેટલાંક વર્ષથી રાખવામાં આવ્યું છે. આ સંસ્થાનો મુદ્રાલેખ “સત્યા નાતિ પર ઘર્મ એટલે સત્ય એ જ સૌથી પરમ ઘર્મ છે. તેના ત્રણ ઉદ્દેશ મુખ્ય છેઃ (૧) જાતિ, ઘર્મ, વર્ણ કે રંગ આદિનો ભેદ રાખ્યા વિના માનવ જાતિના બંધુત્વનું એક કેન્દ્ર સ્થાપવું. (૨) તુલનાત્મક દૃષ્ટિએ જુદા જુદા મિનિા અભ્યાસને. તત્ત્વવિદ્યાના અભ્યાસને અને વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસને ઉત્તેજન આપવું. (૩) કદરતના નહીં સમજાયેલા નિયમોનું સંશોધન કરવું અને નુષ્યદેહમાં રહેલી ગુપ્ત શક્તિઓને ખીલવવી. આ મંડળ બધા ઘર્મ અને સંપ્રદાયના પુસ્તકોનો અભ્યાસ કરે છે, બઘા ધર્મ પ્રત્યે તે માનની દ્રષ્ટિથી જુએ છે, કારણ કે
Scanned by CamScanner