________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૧૮૭) પદ્દર્શન સમુચ્ચય
આ અપૂર્વ કૃતિ શ્રી હરિભદ્રાચાર્યની છે. એમાં ષટ્કર્શનનું વર્ણન છે. તેમાં પણ મુખ્યપણે જૈનદર્શનનું વર્ણન છે. આ ગ્રંથ પર શ્રી ગુણસુંદરસૂરિની સુંદર સંસ્કૃત ટીકા છે. તેનું ગુજરાતી ભાષાંતર થયું હતું અને શ્રીમદે એનું ફરી ભાષાંતર કરવાની સૂચના કરી હતી. આચાર્યશ્રી છ દર્શનોનાં નામ આ પ્રમાણે આપે છે બૌદ્ધ નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય. બધા દર્શનોમાં દેવ સંબંધી, જગત સંબંઘી, પ્રમાણ બંધ તથા મોક્ષ સંબંધી જુદા જુદા અભિપ્રાયો છે, બધા દર્શનોના દેવો ભિન્ન છે; પ્રમાણ સંખ્યામાં પણ ભેદ છે; કોઈ ઈશ્વરને જગતનો કર્તા માને છે, ત્યારે અન્ય દર્શનવાળા સ્વતઃ સિદ્ઘ માને છે. તેથી આ ગ્રંથમાં બધા દર્શનોની સામાન્ય માન્યતાઓ દર્શાવીને, તેમ માનતાં જે દોષો આવે છે તેનું સવિસ્તર કથન કરેલું છે. જેમકે વસ્તુને એકાંત ક્ષણિક માનતાં લોકવ્યવહાર તથા પરમાર્થની હાનિ થાય છે, તે જ પ્રમાણે પદાર્થને એકાંત નિત્ય માનતાં પણ અનેક વિરોધો આવે છે. જો વસ્તુ એકાંતે એકરૂપે જ રહે, કોઈ પ્રકારે પણ તેમાં પરિવર્તન ન થઈ શકે તો બંધ તથા મોક્ષ આદિ વ્યવસ્થા પણ ન થઈ શકે. આવી રીતે આચાર્યે મધ્યસ્થતાથી દોષોનું નિવારણ કરીને સ્યાદ્વાદ રીતે વસ્તુસ્વરૂપ માનવાની ભલામણ કરી છે. શ્રીમદ્ભુએ ગાંધીજીને ધર્મમંથનકાળમાં આ શાસ્ત્ર વાંચવાની ભલામણ કરી હતી. છ દર્શનની માન્યતા
સાંખ્ય યોગ નૈયાયિક બૌદ્ધ
હા
હા
હા
હા
હા
ના
ના
ના
હા
હા
હા
ના
ના
હા
ના
ના
હા
હા
હા
(૧૮૮) સનત્કુમાર ચક્રવર્તી
જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૭૦-૭૧ અને ભાવનાબોધ પંચમ ચિત્ર ઃ અશુચિ ભાવના. આમાં વિશેષ એટલું જાણવું જરૂરી છે કે એ ચક્રવર્તી છ ખંડનું રાજ છોડી જતા રહ્યા, પણ એમનું ભોગાવલી કર્મ બાકી હોવાથી છ મહિના સુધી એમનું અંતઃપુર એમની પાછળ ફર્યું તોપણ એમણે એની સામું પણ જોયું નહીં.
Scanned by CamScanner
૧૧૨
આત્મા વેદાંત જૈન
નિત્ય
અનિત્ય
પરિણામી ના
અપરિણામી હા
સાક્ષી
હા
સાક્ષી-કર્તા
ના
હા
|
ના
|૫|
હા
ના
ના
હા
૬૭
હા
ના
||ર