Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 336
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૨૫ इत्थं चिन्तयतो वैराग्यं भवत्यनुभवसिद्धमेवैतत् । तथा कर्मक्षयः तत्त्वचिन्तनेन प्रतिपक्षत्वात् । विशुद्धज्ञानं च निबन्धनहानेः । चरणपरिणामः प्रशस्ताध्यवसायत्वात् । स्थिरता धर्मे प्रतिपक्षासारदर्शनात् । आयुरिति कदाचित्परभवायुष्कबन्धस्ततस्तच्छुभत्वात्सर्वं कल्याणं बोधिरित्थं तत्त्वभावनाभ्यासादेवं चिन्तायां क्रियमाणायां गुणा भवन्त्येवं चिन्तया वेति ॥ ३६३ ॥ આ પ્રમાણે ચિંતન કરવાથી થતા ફળને કહે છેગાથાર્થ– આ પ્રમાણે ચિંતન કરવામાં વૈરાગ્ય, કર્મક્ષય, વિશુદ્ધજ્ઞાન, ચારિત્રપરિણામ, સ્થિરતા, આયુષ્ય અને બોધિ આ ગુણો થાય છે. ટીકાર્થ– વૈરાગ્ય- આ પ્રમાણે વિચારનારને વૈરાગ્ય થાય. આ અનુભવસિદ્ધ જ છે. કર્મક્ષય- તત્ત્વચિંતનથી કર્મક્ષય થાય. કારણ કે તત્ત્વચિંતન કર્મબંધનું વિરોધી છે. વિશુદ્ધજ્ઞાન- તત્ત્વચિંતનથી વિશુદ્ધજ્ઞાન થાય છે. કારણ કે અશુદ્ધજ્ઞાનના કારણની હાનિ=ક્ષય થાય છે. ચારિત્ર પરિણામeતત્ત્વચિંતનથી ચારિત્રનો પરિણામ પ્રગટે.કારણ કે તત્ત્વચિંતન પ્રશસ્ત અધ્યવસાયરૂપ છે. સ્થિરતા- તત્ત્વચિંતનથી ધર્મમાં સ્થિરતા થાય. કારણ કે તત્ત્વચિંતનથી અધર્મની=પાપની અસારતા દેખાય છે. આયુષ્ય- તત્ત્વચિંતન કરતાં જો પરભવનું આયુષ્ય બંધાય તો શુભ આયુષ્ય બંધાય, અને એથી સઘળું સારું થાય. બોધિ- આ પ્રમાણે તત્ત્વભાવનાના અભ્યાસથી બોધિની (=સમ્યગ્દર્શનની) પ્રાપ્તિ થાય. (૩૬૩) गोसम्मि पुव्वभणिओ, नवकारेणं विबोहमाईओ । इत्थ विही गमणम्मिय, समासओ संपवक्खामि ॥ ३६४ ॥ [गोसे (प्रत्युषसि) पूर्वभणितो नमस्कारेण विबोधादिः । ત્ર વિધિ: (તિ) મને ૨ સમાનતઃ સંપ્રવક્ષ્યામિ | રૂ૬૪ //] ગાથાર્થ– અહીં (આ ગ્રંથમાં પૂર્વે) પ્રાતઃકાળે જાગેલો શ્રાવક નમસ્કાર મહામંત્ર ગણે વગેરે (જાગે ત્યારથી આરંભી સુવે ત્યાં સુધીનો) વિધિ કહ્યો. (એક સ્થળેથી બીજા સ્થળે) જવાના વિધિને સંક્ષેપથી કહીશ. (૩૬૪)

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370