Book Title: Shraddhvidhi Prakaran
Author(s): Vajrasenvijay Gani
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 366
________________ ૩૪૨ પરિશિષ્ટ नन्दन्तु सर्व-भूतानि, स्निह्यन्तु विजनेष्वपि । स्वस्त्यस्तु, सर्वभूतेषु, निरातंकानि सन्तु च ॥१३॥ પ્રાણીમાત્ર આનંદિત બનો ! દુશ્મનો ઉપર પણ સ્નેહ ભાવવાળા બનો ! સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! સહુ કોઈ નીરોગી બનો. ૧૩ मा व्याधिरस्तु भूताना-माधयो न भवन्तु च । मैत्रीमशेष-भूतानि, पुष्यन्तु सकले जने ॥१४॥ પ્રાણીઓને વ્યાધિ ન થાઓ ! ચિંતાઓ ન ઉપજો, સકલ જીવો પ્રાણીમાત્રની સાથે મૈત્રીભાવને પુષ્ટ કરો ! ૧૪ यो मेऽद्य स्निह्यते तस्य, शिवमस्तु सदा भुवि । 4 यश्च मां द्वेष्टि लोकेऽस्मिन्, सोऽपि भद्राणि पश्यन्तु ॥१५॥ “જે આજે મારા ઉપર સ્નેહ રાખે છે તેનું સદા કલ્યાણ થાઓ ! પરંતુ જે મારા ઉપર દ્વેષ ધારણ કરે છે તે પણ કલ્યાણમાળાને પામો ! ૧૫. एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पंचेन्द्रियत्वाद्यधिगत्य सम्यक् । बोधि समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥१६॥ એકેન્દ્રિયપણું આદિ ધારણ કરનારા જીવો પણ પંચેન્દ્રિયપણું આદિ સામગ્રી પ્રાપ્ત કરીને બોધિબીજને-પ્રભુશાસનને બરાબર આરાધીને ક્યારે ભવભ્રમણના કષ્ટથી છૂટશે? ૧૬ या रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः । सर्वेप्युदासीन-रसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥१७॥ જગતનાં પ્રાણીઓની રાગદ્વેષાદિથી ઉપજેલી મન, વચન અને કાયાની પીડાઓ શાન્ત થાઓ ! બધા માધ્યસ્થના અપૂર્વ આનંદને પામો ! સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ ! ૧૭ तत्वं धर्मस्य सुस्पष्टं, मैत्रीभावविकासनम् । परोपकारनिर्माणं, शमवृत्तेरुपासनम् ॥१८॥ મૈત્રીભાવનો વિકાસ કરવો, પરોપકારનું નિર્માણ કરવું અને ઉપશમભાવની ઉપાસના કરવી એ સંક્ષેપમાં ધર્મનું અતિ સ્પષ્ટ રહસ્ય છે. ૧૮ मैत्र्यादिभावयोगेन, शुभध्यानप्रभावतः । सुख-सुखेनप्राप्नोति, जीवो मोक्षं न संशयः ॥१९॥ " મૈત્રી આદિ ભાવનાઓ વડે તથા શુભધ્યાનના પ્રભાવથી જીવ અત્યંત સુખપૂર્વક મોક્ષને પ્રાપ્ત કરે છે એમાં સંદેહ નથી. ૧૯ धर्मस्य विजयो भूयाद्, अधर्मस्य पराभवः । सद्भावना प्राणभृतां, भूयाद् विश्वस्य मंगलम् ॥२०॥

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394