Page #1
--------------------------------------------------------------------------
________________
शिवमस्तु सर्वजगतः
નમ:
શ્રી આદિનાથાય નમઃ આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી રચિત
શ્રાદ્ધવિધિ-કૌમુદી ટીકા સહિત
( શ્રાવિધિ પ્રકરણ
ભાષાંતર
• ગ્રંથ તથા ટીકા કર્તા • પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા
મૂળ ભાષાંતર કર્તા શા. રવચંદ જયચંદ સ્થાપિત જૈન વિદ્યાશાળાવતી.
પંડિત શ્રી દામોદર ગોવિંદાચાર્ય
સંપાદક :
પંન્યાસ શ્રી વજૂસેનવિજયજી ગણિ
-
.: પ્રકાશક :
ભદ્રંકર પ્રકાશન ૪૯/૧ મહાલક્ષ્મી સોસાયટી સુજાતા ફલેટ પાસે, શાહીબાગ,
અમદાવાદ-૪.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રુત ભક્તિમાં સહાયક ૧. નગીનદાસ પૌષધશાળા-પાટણ.
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી ૨. જુનાગઢ જૈન સંઘ - જુનાગઢ. ૩. શ્રી જૈન ઉપાસક સંઘ, ગુલાબબાગ, પેલેસ રોડ, જામનગર.
પ.પૂ. સાધ્વીજીશ્રી જયભદ્રાશ્રીજી મહારાજના ઉપદેશથી ૪. શ્રી રામચંદ્રસૂરિ આરાધના ભવન, સુરત.. ૫. મોરબી પ્લોટ જૈન સંઘ, મોરબી,
પરમપૂજ્ય, તપસ્વીરના ૬. દફતરી જૈન ઉપાશ્રય
સાધ્વીજી પુષ્પગુલાશ્રીજી શ્રાવિકાસંઘ તરફથી, ધ્રાંગધ્રા. ) મહારાજના સદુપદેશથી
પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૫૧ બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૫૪
વી. સં. રપર૧ વી. સં. ૨૫૨૪
સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના,
અમદાવાદ-૧.
-: પ્રાપ્તિસ્થાન :સોમચંદ ડી. શાહ [ પાર્શ્વનાથ પુસ્તક ભંડાર જીવન નિવાસ સામે
તળેટી રોડ, પાલીતાણા (સૌરાષ્ટ્ર) પાલીતાણા (સૌરાષ્ટ્ર)
હાલારતીર્થ સ્ટોર્સ હાલારતીર્થ - આરાધના ધામ, મુ વડાલીયા સિંહણ વાયા જામખંભાલીયા જી. જામનગર (સૌરાષ્ટ્ર)
સેવંતિલાલ વી. જૈન ૨૦, મહાજનગલી, ઝવેરી બજાર, મુંબઈ-૨.
(કિંમતઃ રૂા. ૧૦૦=૦૦)
મુદ્રકઃ ભરત પ્રિન્ટરી, કાંતીલાલ ડી. શાહ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૩૮૭૯૬૪
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય...
અગાધ કહેવાતા સાગરનો તાગ હજુ પામી શકાય છે પણ... આગમમાં રહેલા પદાર્થોનો તાગ પામવો કઠીન છે પણ.... જેવી રીતે મરજીવાઓ સમુદ્રના તળીયે રહેલા રત્નોને લઈ આવે છે તેમ ગીતાર્થ મહાપુરુષો પણ યત્કિંચિત્ એ આગમના સારને પામી અનેકોને પમાડનારા બને છે.
આગામોમાંથી શ્રાવકોચિત વિધિનો ઉદ્ધાર કરીને પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરત્નશેખરસૂરીશ્વરજી ભગવંતે “શ્રાદ્ધવિધિ” ગ્રન્થની રચના કરી.
જેની વિવિધ આવૃત્તિઓ છપાતાં આ આવૃત્તિ માટે પૂજ્યપાદુ શાસન પ્રભાવક, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય શ્રીના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય સરલ સ્વભાવી, પ્રશાંતમૂર્તિ પંન્યાસપ્રવર શ્રી વજનવિજયજી ગણિવર્યશ્રીને વિનંતિ કરતાં તેઓશ્રીએ આ નવી આવૃત્તિનું સુંદર સંકલન-સંપાદન કરી આપેલ છે.
પાછળ પરિશિષ્ટમાં નમસ્કાર મહામંત્ર અને ધ્યાન અંગેનું પ્રેક્ટીકલ માર્ગદર્શન પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદ સુરીશ્વરજી મહારાજા આલેખિત-સંકલિત જપ સાધના નામના પુસ્તકમાંથી સંકલિત કરીને આપેલ છે.
તે ઉપરાંત “શ્રાદ્ધવિધિ' ગ્રન્થની જેમ શ્રાવકોનાં આચાર અંગેના અન્ય ક્યા ક્યા ગ્રન્યો છે તેની વિગત પણ આપેલી છે. - પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતિ કે તેઓ આ ગ્રન્થનો ઉપયોગ વ્યાખ્યાનાદિમાં કરીને શ્રાવકને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા આપે તથા શ્રાવક-શ્રાવિકાઓને પણ વિનંતિ...કે, તેઓ આ ગ્રન્થના અધ્યયન દ્વારા દયા-દાન-પરોપકાર તથા ધર્મમય સુંદર જીવન જીવી જીવનને અંતે સમાધિ તથા પરલોકમાં સદ્ગતિ પામી પરંપરાએ મુક્તિને પામનારા બને.
આ ગ્રંથનું મુદ્રણકાર્ય ભરત પ્રિન્ટરીના માલિક શ્રી કાંતિલાલ ડી. શાહે જ જ ટૂંક સમયમાં પ્રકાશિત કરી આપેલ છે આ ગ્રંથને પ્રકાશિત કરવામાં સહાયક મહાનુભાવો તથા સંઘોનો અમે આ તકે આભાર માનીએ છીએ.
- ભદ્રંકર પ્રકાશન
Page #4
--------------------------------------------------------------------------
________________
- ૪ -
વંદનાવલી |
પરમકૃપાળુ તરણતારણહાર, શત્રુંજયાધિપતિ,
દાદા આદિનાથ ભગવાન
પરમ શાંતિના દાતાર, કરુણાસાગર
શાંતિનાથ ભગવાન
પરબ્રહ્મના મહા ઉપાસક, દયાનિધિ,
નેમનાથ ભગવાન
પરમ તારક પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
પરમ ધીર-વીર-ગંભીર, ચરમ તીર્થપતિ, મહાવીરસ્વામી ભગવાન
* * * - આ કૃપાળુઓની અત્યંત નિર્મલ અમીદૃષ્ટિ અને અમીવૃષ્ટિથી
અનંતલબ્ધિઓના નિધાન, વિનયના ભંડાર,
ગૌતમસ્વામિ ભગવાન
સર્વ ગણોના ધારક, પ્રથમ પટ્ટધર,
સુધર્માસ્વામિ ભગવાન શ્રી જૈન સંઘને-શાસનને અણમોલ શ્રાદ્ધવિધિ ગ્રંથરત્નની ભેટ ધરનાર આચાર્યદેવ શ્રીમદ્ વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજા
તે મહાપુરૂષોને દોડો... ક્રોડો.. વંદના... વંદના...!! વંદના...
-વજસેનવિજય...
Page #5
--------------------------------------------------------------------------
________________
૫
ઉપકાર સ્મૃતિ
જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
સમ્યગ્દર્શન પ્રદાનૈકનિષ્ઠ, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
*
સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય
*
ગચ્છાગ્રણી, વાત્સલ્ય વારિધિ પરમપૂજ્ય, આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા
*
ગચ્છ સ્થવિર, તપસ્વી સમ્રાટ્, ૧૦૦+૧૦૦+૮૯મી ઓળીના આરાધક પરમ કૃપાળુ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા
*
ગચ્છનાયક, પ્રશાંતમૂર્તિ, આજીવનગુરુચરણસેવી ગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા
*
દશ-દશ વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી, અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં લોકપ્રકાશ જેવા અર્થસભર મહાન ગ્રન્થનું વાંચન કરાવનાર, તપસ્વી રત્ન, દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજા
*
ગુરુવત્ સર્વ પ્રકારે યોગ-ક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ, સરળ સ્વભાવી, સદા પ્રસન્ન, પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજા
*
જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તત્ત્વચિંતક, પ્રતિભાસંપન્ન, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાને
કોટી... કોટી... વંદના... વંદના...
- વજ્રસેનવિજય
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધ......વિધિ...! શ્રાદ્ધ એટલે શ્રાવક...
વિધિ એટલે આચાર...
શ્રાવક શબ્દનો અર્થ
૬
પ્રસ્તુત....!! યત્કિંચિત્ (પ્રથમ આવૃત્તિમાંથી...!)
શ્રદ્ધા-વિવેક પૂર્વક ક્રિયા કરે તે શ્રાવક.
આવા શ્રાવકને ક્યારે શું કરવું ? તેનું સાંગોપાંગ શ્રેષ્ઠ માર્ગદર્શન આપતો ગ્રંથ તે જ શ્રાદ્ધવિધિ...!
જન્મ-જીવન-મરણનો ક્રમ ચાલુ છે. પશુ-પક્ષી-માનવ-નારક-દેવ બધા જન્મે છે. જીવે છે અને આયુષ્ય પૂર્ણ થતાં અન્યભવમાં ચાલ્યા જાયછે. આ ક્રમ અનાદિ કાળથી ચાલુછે. અનંતકાળ સુધી ચાલ્યા કરશે પણ... એ જન્મ-જીવન-મરણના પ્રવાહમાંથી અનેક આત્માઓ દેવ-ગુરુ અને ધર્મના શરણે રહીને આત્મસાધના કરીને પરમ પદને પામવા બડભાગી બને છે.
શ્રાવક કુળમાં મળેલ જન્મ, જયણામય જીવન જીવવા માટે સહાયક બને છે અને તેના કારણે સમાધિમય મૃત્યુ પામીને સદ્ગતિ અને પરંપરાએ પરમપદને પમાય છે.
શ્રાવકકુળમાં એવી વિશેષતા છે કે જેના દ્વારા આવી શ્રેષ્ઠ સિદ્ધિ થઈ શકે છે. કારણ કે શ્રાવકનાં જીવનનો વ્યવહાર જ સ્વ-પરોપકારમય હોય છે.
જીવન કેવી રીતે... જીવવું તે માટે અનેક મહાપુરુષો વિવિધ ગ્રંથોમાં ઉપદેશ આપી ગયા છે. તેમ આચાર્યશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ આ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં ખૂબજ કરુણાપૂર્વક બાળકને જેમ માં પા-પા પગલી મંડાવે તેમ શ્રાવકના આત્મ વિકાસની પા-પા પગલી મંડાવી છે. જે વિવેકી શ્રાવક માટે ખૂબજ ઉપકારક છે.
ઘણા ભાવિકોને શ્રાવકના આચાર અંગે જાણવાની જિજ્ઞાસા થાય. ત્યારે આ ગ્રંથ માટે સૂચન કરવાનું બને તેમાં ગુજરાતી ભાષાંતરની એક નકલ મારા લઘુ ગુરુ ભ્રાતા મુનિ હેમપ્રભવિજયજીના હાથમાં આવી. વાંચતા થયું કે આ વર્ષે વ્યાખ્યાનમાં આ શ્રાદ્ધવિધિ ગ્રંથ જ વાંચવો. જ્યારે મારો આગ્રહ હતો કે, “તો એ ગ્રંથ પૂર્ણ કરવો” જેથી શ્રાવકોને ગ્રન્થકારની ભાવના મુજબ જાણકારી મળે અને શક્યનું પાલન કરવા સદ્ભાગી બને.
તેમાં આ ગ્રંથની માંગ સાધુ-સાધ્વીજીની સાથો સાથ શ્રાવક વર્ગમાં પણ સારી થઈ રહીછે. એક નકલ ભાષાંતરની મંગાવી અને મૂળ સાથે વાંચન કરવાનું શરૂ કર્યું. યોગ્ય સુધારા-વધારા કરવાના શરૂ કર્યા. આ પ્રકરણની ઉપર ગ્રંથકારે પોતે જ શ્રાદ્ધવિધિ કૌમુદિ નામક છ હજાર સાતસો એકસઠ શ્લોક પ્રમાણ અતિ વિસ્તૃત વૃત્તિ રચી છે. જેમાં દરેક પ્રસંગો ઉપર ખૂબજ વિસ્તૃત રીતે વિવેચન કર્યું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
૭
૧. દિનકૃત્ય, ૨. રાત્રિકૃત્ય, ૩. પર્વકૃત્ય, ૪. ચાતુર્માસિકકૃત્ય, ૫. વાર્ષિકકૃત્ય, અને ૬. જન્મકૃત્ય એમ છ વિભાગ પાડી શ્રાવકને કરવા યોગ્ય ધર્મ આરાધનાઓ અને તેને લગતા વિધિ-વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અનેક રીતે ઉપયોગી આ ગ્રંથનું ભાષાંતર સૌ પ્રથમ સં. ૧૯૫૫, સન. ૧૮૯૯માં પંડિત શ્રી દામોદર ગોવિંદાચાર્ય પાસે શ્રી જૈન વિદ્યાશાળા તરફથી કરાવવામાં આવેલ.
૨.ચીમનલાલ સાકળચંદ મારફતીયા.
૩. ભગુભાઈ ફતેચંદ કારભારી (જૈન પત્રની કચેરી)
૪. સં. ૨૦૦૫માં ચંદુલાલ જમનાદાસ શાહે પૂજ્ય મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજ દ્વારા યોગ્ય સુધારા-વધારા કરાવીને બહાર પાડી તથા...
૫. સં. ૨૦૦૫માં પંડિતશ્રી મફતલાલ ઝવેરચંદે સ્વતંત્ર ભાષાંતર કરીને તેમાં કથાનકો તથા વિશેષ ટિપ્પણો ઉમેરીને બહાર પાડેલી જેનો અમે આ ગ્રંથમાં પણ ઉપયોગ કર્યો છે.
૬. શ્રી શાંતિચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર-પૂજ્ય આચાર્યદેવ શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ બે આવૃત્તિ પ્રગટ કરી, જેની છેલ્લી આવૃત્તિ ૨૦૪૯માં પ્રગટ થઈ.
આ રીતે આ ગ્રંથ કેટલો ઉપયોગીછે તે આવી આવૃત્તિઓ ઉપરથી જાણી શકાયછે. આ ગ્રંથનું વાંચન જો એકદમ ઉપયોગપૂર્વક કરવામાં આવે તો શ્રાવકનું જીવન નવું બની જાય.
સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર આ ગ્રંથના સંપાદન-સંકલન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુગુરુ ભ્રાતા મુનિ શ્રી હેમપ્રભવિજય મહારાજના સહકારથી આ કાર્ય સરલ બન્યું છે.
પંન્યાસ વજસેનવિજય સં. ૨૦૫૦. આસોવદ-૧૦-દશેરા શાંતિભુવન. જામનગર
નવી આવૃત્તિ પ્રસંગે... ટુંક સમયમાં આવૃત્તિ પુરી થઈ જતાં તરત નવી આવૃતિ પ્રકાશિત કરીને શ્રુતભક્તિ કરવાનો અવસર મળ્યો છે.
પ્રાંતે આ ગ્રંથના વાંચન-ચિંતન-મનન દ્વારા સૌ પરમતત્ત્વને પામીને પરમપદને પામનારા
બનીએ.
હાલારતીર્થ - આરાધના ધામ મુ વડાલીયાસિંહણ
સં. ૨૦૫૪ ફાગણ સુદ-૪
Page #8
--------------------------------------------------------------------------
________________
અન્યગ્રંથોમાં શ્રાવકધર્મ અધિકાર...!!
શ્રાવકપ્રાપ્તિ :-આ ગ્રંથ પૂજ્યશ્રી ઉમાસ્વાતિવાચકજીનો બનાવેલ છે. તેમણે તત્વાર્થ, પ્રશમરતિપ્રકરણ વિગેરે અનેક ગ્રંથો બનાવેલ છે. તેઓ પૂર્વધર પુરુષોની ગણતરીમાં ગણાય છે. તેઓ શ્રમણ ભગવાન મહાવીર પછી ૩૫૦ વર્ષે થયેલા છે.
આ ગ્રંથ કુલ ૪૦૫ શ્લોક પ્રમાણ છે.
શરૂઆતના ૧૦૫ શ્લોકમાં સમ્યક્ત્વનું સ્વરૂપ અને તેને અનુસરી નવતત્ત્વનું સ્વરૂપ અને કર્મના ભેદ બતાવ્યાછે. ૧૦૬ થી ૨૫૯ શ્લોક સુધી અનેક દલીલો પૂર્વક પ્રથમ વ્રતનું સ્વરુપ બતાવ્યું છે. ૨૬૦ થી ૩૪૦ સુધીમાં બીજા વ્રતથી માંડીને બારે વ્રતનું સ્વરુપ બતાવ્યું છે. આ પછી ૩૪૧ મા શ્લોકથી ૪૦૩ શ્લોક સુધી શ્રાવકની સમાચારી બતાવેલ છે.
આ ગ્રંથ શ્રાવક ધર્મને પ્રતિપાદન કરનારા ગ્રંથો પૈકી અતિ પ્રાચીન ગ્રંથ છે.
પંચાશક ઃ આ ગ્રન્થના રચયિતા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ છે. તે વિ. સં. ૧૦૫૫ માં થયેલા છે. આ ગ્રન્થ ઉપર ટીકા આચાર્ય શ્રી અભયદેવસૂરિએ રચેલ છે. આ પંચાશકના પ્રથમ પંચાશકમાં શ્રાવકધર્મનો અધિકાર આપવામાં આવ્યો છે. આમાં તેમણે સમ્યક્ત્વ, બારવ્રત અને શ્રાવકકરણી એમ ત્રણ વસ્તુ પ્રતિપાદન કરેલછે. આ ગ્રંથની ટીકામાં એકેક વસ્તુ ખુબ યુક્તિપુરઃસ્સર સ્થાપવામાં આવી છે.
આ ગ્રન્થનો ભાવાનુવાદ પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિ મહારાજે કરેલ છે, જે ખૂબ જ ઉપયોગી છે.
ધર્મબિન્દુ ઃ- આ ગ્રંથના રચયિતા પણ શ્રી હરિભદ્રસૂરિજી છે. આના ઉપર મુનિચંદ્રસૂરિએ વિસ્તૃત ટીકા રચેલી છે.
આ ગ્રંથ સૂત્રાત્મક છે અને તેના આઠ અધ્યાય પાડવામાં આવ્યા છે.
પહેલા અધ્યાયમાં શ્રાવકના સામાન્ય ધર્મ-ન્યાયોપાર્જિત ધન મેળવવું વિગેરે માર્ગાનુસારીના ગુણોનું વર્ણન આપેલ છે. બીજા અધ્યાયમાં દેશનાની વિધિ અને પાંચ આચારનું સ્વરૂપ બતાવેલું છે. ત્રીજો અધ્યાય શ્રાવકના વિશેષ ધર્મ, સમ્યક્ત્વ મૂળબારવ્રતના સ્વરૂપમય છે. આમાં સમ્યક્ત્વનું તથા બારવ્રતનું સ્વરૂપ અને શ્રાવકની કરણી બતાવેલ છે. આ પછીના બીજા અધ્યાયો સાધુ ધર્મને પ્રતિપાદન કરનાર છે.
આ ગ્રંથનું ભાષાંતર-ભાવાર્થ સહિત મણીલાલ નથુભાઈએ કરેલું તેનું સંપાદન થોડા સમય પહેલાજ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજીએ કર્યું છે.
શ્રાવકધર્મવિધિ । :- આ ગ્રંથના મૂળકર્તા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ છે. અને ટીકાકાર પૂજ્ય માનવદેવસૂરિ છે.
આ ગ્રંથ ૧૨૦ ગાથા પ્રમાણ છે. આમાં શ્રાવકની યોગ્યતા અને સમ્યક્ત્વ મૂળબારવ્રત અને તેના અતિચારોનું વર્ણન આપેલ છે. અને તેને અનુલક્ષી બીજું પણ વિવેચન કરેલ છે.
ગાથા ૧૧૧ થી ૧૨૦માં શ્રાવકનું દિનનૃત્ય અને રાત્રિકૃત્ય આપેલ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
ઉપદેશપદ -આ ગ્રંથના કર્તા પૂજ્ય હરિભદ્રસૂરિ છે. અને ટીકાકાર પૂજ્ય મુનિચંદ્રસૂરિજી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથો બનાવ્યાનું સંભળાય છે. અત્યારે પણ તેમના ૨૭ ગ્રંથો લગભગ ઉપલબ્ધ છે.
આ ઉપદેશપદમાં પણ બીજા ઉપદેશની સાથે માર્ગાનુસારીના બોલ સમ્યકત્વનું સ્વરૂપ, બારવ્રતનું સ્વરૂપ વિગેરે બતાવ્યું છે. ગાથા-પ૪૯ છે.
ધર્મરત્ન પ્રકરણ - આ ગ્રંથના રચયિતા પૂજ્ય શાંતિસૂરિમહારાજ છે. આ ગ્રંથ ઉપર ૯૭૦૦ શ્લોક પ્રમાણ ટીકા છે. અને તેના રચયિતા શ્રી વિજયદેવેન્દ્રરિ મહારાજ છે. આચાર્યદેવેન્દ્રસૂરિનો સમય વિ. સં. ૧૨૭૦ શ્રી ૧૩૨૭ સુધીનો છે.
આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરિએ પાંચ કર્મગ્રંથ સટીક, શ્રાદ્ધદિન કૃત્ય સટીક, ત્રણ ભાષ્ય, પાક્ષિક પ્રતિક્રમણ સૂત્રવૃતિ વિગેરે અનેક ગ્રંથો બનાવ્યા છે.
આ ધર્મરનપ્રકરણના પ્રથમ ભાગ અને દ્વિતીય ભાગમાં શ્રાવકધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ત્રીજા ભાગમાં ભાવસાધુનો અધિકાર હોવાથી તેમાં સાધુ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રથમ ભાગમાં ધર્મની વ્યાખ્યા બાદ ધર્મને યોગ્ય કોણ તે જણાવતાં સૌ પ્રથમ ધર્મરત્નને યોગ્ય ૨૧ ગુણોનું વર્ણન જણાવ્યું છે. આ ૨૧ ગુણોનું વિસ્તૃત વિવેચન કથા સહિત પ્રથમ ભાગમાં આપવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં એકેક ગુણ ઉપર એકેક કથા અને ગુણોનું સ્પષ્ટીકરણ બતાવેલ છે.
આ ધર્મરત્ન પ્રકરણના બીજા ભાગમાં ભાવશ્રાવકના કૃતવ્રતકર્મા, શીલવાન, ગુણવાન, ઋાવ્યવહારી, ગુરુસેવાકારી અને પ્રવચન કુશળરૂપ છ લિંગોને તેના પેટા ભેદો સહિત સમજાવવામાં આવેલ છે, અને એકેક ભેદ ઉપર વિશિષ્ટ વિવેચનો સાથે કથાઓ આપવામાં આવી છે. ભાવશ્રાવકના છ લિંગ બાદ ભાવશ્રાવકના ગુણોમાં (૧) સ્ત્રીને વશ ન થવું, (૨) ઇન્દ્રિયોને રોકવી વિગેરે સત્તર લક્ષણોનું વિવેચન કરેલ છે.
શ્રાદ્ધદિન કૃત્ય - આ ગ્રંથ આચાર્ય દેવેન્દ્રસૂરિ મહારાજે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ વિશાલકાય બનાવ્યા પછી કેવળ શ્રાવકને જ ઊપયોગી આ ગ્રંથ વૃત્તિક બનાવ્યો છે.
આ ગ્રંથનું નામ શ્રાદ્ધદિનકૃત્ય રાખી અઠ્ઠાવીશ દ્વારોનું વર્ણન કરેલ છે. આ અઠ્ઠાવીશ દ્વારોમાં પર્વકૃત્ય, ચાતુર્માસિકકૃત્ય, વર્ષકૃત્ય અને જન્મકૃત્ય શ્રાદ્ધવિધિમાં જણાવ્યાં છે તે સર્વ સમાતાં હોવા છતાં દિનકૃત્ય મૂખ્ય હોવાથી શ્રાદ્ધદિનકૃત્ય રાખેલ છે. .
યોગશાસ્ત્ર -આ યોગશાસ્ત્રના કર્તા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ છે. તેમણે તેમના • જીવન દરમ્યાન સિદ્ધહેમ વિગેરે અનેક ગ્રંથો લખ્યા છે તે પૈકી આ ગ્રન્થ છે. આ ગ્રંથમાં બાર પ્રકાશ
છે. તેમાં શરૂઆતના ત્રણ પ્રકાશમાં શ્રાવકનો સામાન્ય ધર્મ ન્યાય સંપન્ન વિભવ વગેરે અને વિશેષ ધર્મ બારવ્રત વગેરે આપ્યા છે. ત્રીજા પ્રકાશના શ્લોક ૧૨૧-૧૫૪.
बाह्म मुहूर्ते उत्तिष्ठेत् परमेष्ठिस्तुतिं पठन् ।
किं धर्मा किं कुलश्चाऽस्मि किंव्रतोऽस्मिति च स्मरन् ॥१२१ थी १५४॥ આ શ્લોકો શ્રાદ્ધવિધિના શ્લોકો સાથે લગભગ મળતા આવે છે. આ યોગશાસ્ત્રનું પરમાર્હત્ કુમારપાળ રાજા રોજ સ્મરણ કરતા હતા. રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર - આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ૩૬000 શ્લોક પ્રમાણ
Page #10
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે રચ્યું છે આમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવના જીવન ચરિત્રો પૂર્વભવોના વર્ણન સાથે આપવામાં આવ્યાં છે.
ચોવીશ તીર્થકરોના જીવન ચરિત્રમાં જ્યારે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય ત્યારે દેવો સમવસરણ રચે છે. પર્ષદા બેસે છે અને ભગવાન નમો તિત્ય કહી સિંહાસન ઉપર બીરાજે છે. ત્યારે સૌ પ્રથમ ઈન્દ્ર મહારાજા ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરે છે અને દેશના આપવાની વિજ્ઞપ્તિ કરે છે અને ત્યારબાદ તીર્થકર ભગવાન દેશના આરંભે છે. '
દેશનામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ છે તો કોઈમાં બાર ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. પર્વ છઠ્ઠાના સર્ગ સાતમા માં મુનિસુવ્રતસ્વામિની દેશનામાં મ્યકત્વ મૂળ બાર વ્રત અને ન્યાય સંપન્ન વૈભવ વિગેરેનું વર્ણન આપેલ છે.
ધર્મવિધિ પ્રકરણ -આ ધર્મવિધિ પ્રકરણ ગ્રંથ શ્રી પ્રભસૂરિજીનો રચેલ છે. આ. શ્રીપ્રભસૂરિજી અપભ્રંશ ભાષામાં લખાયેલ કુમારપાળ પ્રતિબોધ કાવ્યના રચનાર પૂજ્ય સોમપ્રભસૂરિજીના શિષ્ય છે. આના ટીકાકાર આચાર્ય ઉદયસિંહસૂરિ છે. તેમણે આ ગ્રન્થ વિ. સં. ૧૨૬૮ ચંદ્રાવતીમાં લખ્યો છે.
આ ગ્રન્થમાં શરૂઆતમાં દાન-શિયળ-તપ અને ભાવનું સ્વરૂપ ભેદ અને દષ્ટાંત સમજાવ્યા બાદ ધર્મને યોગ્ય કોણ તે જણાવી ધર્મના સાધુ અને શ્રાવક બે ભેદ છે તે બતાવ્યા છે, ત્યારપછી ગાથા ૪૨ થી ૫૦ સમક્તિમૂળ બારવ્રતનું સ્વરૂપ બતાવ્યું છે.
ઉપદેશ સપ્તતિકા - આ ગ્રન્થ વિ. સં. ૧૫૪૭ પૂજ્ય સુધર્મગરિએ રચ્યો છે. તેમાં સો ઉપરાંત કથાઓ છે. આ ગ્રન્થમાં ગાથા ૪૨ થી બારવ્રતની શરુઆત કરી છે. જો કે આ ગ્રન્થમાં બધીજ વસ્તુ શ્રાવકધર્મને યોગ્ય હોય તેજ પ્રતિપાદન કરવામાં આવી છે. ધર્મના મનોરથો કરવા, નિયાણું ન કરવું. આઠ મદનો ત્યાગ કરવો વગેરે વગેરે જણાવ્યું છે.
શ્રાદ્ધગુણવિવરણ:- આ શ્રાદ્ધગુણવિવરણના કર્તા શ્રી જિનમંડન ગણિછે. આ જિનમંડનગણિ આચાર્ય શ્રી રત્નશેખરસૂરિ જે સંપ્રદાયમાં થયા છે. તે સંપ્રદાયના આગેવાન શ્રી દેવસુંદરસૂરિજી ના શિષ્ય સોમસુંદરસૂરિના શિષ્ય છે. શ્રી જિનમંડન ગણિએ આ ગ્રંથ વિ.સં. ૧૪૯૮માં અણહિલપુર પાટણમાં બનાવ્યો હતો. આ ગ્રંથમાં તેમણે યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં
न्यायसंपन्नविभव: शिष्टाचारप्रशंसकः ।
कुलशीलसमैः सार्धं कृतोद्धाहोऽन्यगोत्रजैः ॥ ૪૭ થી પ૬ સુધીના શ્લોકોમાં દર્શાવેલ શ્રાવકના સામાન્ય ધર્મરૂપ ન્યાયસંપન્ન વિભવ વિગેરે ૩૫ ગુણોનું સવિસ્તર વર્ણન કરેલ છે. અને એકેક ગુણ ઉપર કથા આપી સર્વ ગુણોની સુંદર સમજ આપેલી છે.
આચાર્યશ્રી જિનમંડનગરિએ યોગશાસ્ત્ર, પડાવશ્યક, ઉપદેશમાળા અને નવતત્ત્વ વગેરે ઉપર ટબા વિગેરેની રચના કરેલી છે.
શ્રાદ્ધ પ્રતિકમણ સૂત્ર વૃત્તિ - આ ગ્રંથ શ્રાદ્ધવિધિકાર પૂ. રત્નશેખરસૂરિ મહારાજે વિ. સં. ૧૪૯૬માં રચેલ છે. અને આનું સંશોધન મુનિશ્રી લક્ષ્મીભદ્ર કર્યું છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૧
પૂ. આ. રત્નશેખરસૂરિએ રચેલા શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, શ્રાદ્ધવિધિ અને આચારપ્રદીપમાં આ ગ્રંથ સૌ પ્રથમ લખાયેલ છે. કારણ કે, શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર, વિ. સં. ૧૪૯૬માં, શ્રાદ્ધવિધિ વિ.સં. ૧૫૦૬માં અને આચારપ્રદીપ વિ.સં. ૧૫૧૬માં રચ્યો છે.
આ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં વંદિત્તાની પચાસ ગાથાઓની ટીકા છે ગ્રંથકારે વૃત્તિમાં શ્રાવકોના વિશેષ ધર્મરૂપ સમ્યક્ત્વ મૂલબાર વ્રતોનું અતિવિશદ્ સ્પષ્ટીકરણ અને તેની સાથે શ્રાવકને ઉપયોગી અનેક વિષયોને પ્રતિપાદન કરેલ છે. તેમજ દરેક વિષય સૌ કોઈ સહેલાઈથી સમજી શકે તે માટે દરેક વ્રત ઉપર એકેક કથા આપી તેનું સ્પષ્ટીકરણ કરેલ છે.
આચારોપદેશ :- આ ગ્રંથના કર્તા આચાર્યશ્રી રત્નસિંહસૂરિજીના શિષ્ય શ્રી ચારિત્રગણિ છે. આ ચારિત્રગણિ, વિક્રમ સંવત ૧૫૧૦માં થયેલા છે. તે વાત પૂજ્ય રત્નસિંહસૂરિની પ્રશસ્તિથી સમજાય છે.
ચારિત્રગણિએ આ ગ્રંથનેછ વર્ગમાં બનાવ્યોછે, પહેલા વર્ગમાં ૬૨ શ્લોક આપ્યાછે, આ ૬૨ શ્લોકોમાં પ્રથમ પ્રહરની શ્રાવકકરણી આપવામાં આવી છે. બીજા વર્ગમાં ૬૪ શ્લોક આપવામાં આવ્યા છે, એમાં બીજા પ્રહરની શ્રાવકનીક૨ણી આપવામાં આવી છે. ત્રીજા વર્ગમાં ૫૪ શ્લોકો આપેલા છે. આમાં બાકીના બે પ્રહરની કરણી તથા શ્રાવકના ૨૧ ગુણ અને ન્યાયસંપન્નવિભવ વિગેરેનું વર્ણન આપેલ છે ચોથા વર્ગમાં ૨૮ શ્લોકોમાં રાત્રિનૃત્યનું વર્ણન આપેલ છે અને પાંચમાં વર્ગના ૩૪ શ્લોકોમાં પર્વકૃત્ય જણાવેલ છે. છઠ્ઠા વર્ગના ૨૩ શ્લોકમાં શ્રાવકનું સદાકાળનું કર્તવ્ય જણાવી ગ્રંથ પૂર્ણ કરેલ છે.
આ આચારોપદેશ ગ્રંથના શ્રાદ્ધવિધિની જેમ છએ દ્વાર સંક્ષેપમાં આપવામાં આવ્યા છે. ધર્મસંગ્રહ :- આ ૧૪૬૦૦ શ્લોક પ્રમાણ ધર્મસંગ્રહ ગ્રંથ વિ. સં. ૧૭૩૧ વૈ. શુ. ૩ના દિવસે રાજનગરીમાં ઉ. માનવિજયજી ગણિવરે લખ્યો છે અને તે ગ્રંથનું સંશોધન મહામહોપાધ્યાય ન્યાય વિશારદ યશોવિજય ઉપાધ્યાય ગણિવરે કરેલ છે.
આ ધર્મસંગ્રહ બે ભાગમાં અને ત્રણ અધિકારમાં વહેંચાયેલ છે. પહેલા ભાગમાં ગ્રન્થકારે શ્રાવકધર્મને વિસ્તૃત વ્યાખ્યા આપી શ્રાવકધર્મના સામાન્ય ધર્મ અને વિશેષધર્મ એમ બે ભેદ પાડ્યા છે. પ્રથમ અધિકારમાં સૌ પ્રથમ ધર્મની વ્યાખ્યા બાદ સામાન્ય-ધર્મમાં (૧) ન્યાયસંપન્ન વૈભવ મેળવવો (૨) સરખા કુલાચારવાળા પરંતુ અન્યગોત્રીય સાથે વિવાહ કરવો વિગેરે સામાન્ય ગૃહધર્મ બતાવ્યો છે અને ત્યારબાદ નિશ્ચય અને વ્યવહારથી ધર્મનું સ્વરુપ તથા આદિધાર્મિક, યોગદૃષ્ટિઓ, દેશનાની વિધિ અને શ્રાવકધર્મની યોગ્યતા અયોગ્યતાનો વિચાર દર્શાવી પ્રથમ અધિકાર પૂર્ણ કર્યો છે.
બીજો અધિકાર સમ્યક્ત્વ, બારવ્રતનું વિસ્તૃત સ્વરુપ, તેના અતિચારો, ૩૬૩ પાખંડિના ભેદો, કર્માદાન, સાતક્ષેત્ર, શ્રાવકદિનચર્યા, આશાતના, વ્યવહારશુદ્ધિ, દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, ચાતુર્માસિકકૃત્ય, વાર્ષિકકૃત્ય અને જન્મકૃત્ય જણાવી પૂર્ણ કર્યો છે.
આ બે અધિકારમાં શ્રાવકને યોગ્ય સર્વ વિચાર અનેક શાસ્ત્રપાઠો વિવિધ દલીલો, રહસ્યો અને સુંદર નિચોડપૂર્વક દર્શાવ્યો છે, શ્રાવક અને સાધુધર્મને પ્રતિપાદન કરનારા અધાધિ પૂર્વાચાર્યોને હાથે તૈયાર થયેલ સકલ ગ્રંથોમાં આ ગ્રંથ શિરોમણિછે. કેમકે તેમાં પૂર્વાચાર્યોના સર્વગ્રંથોનું અવગાહન, સ્વાનુભવ અને ચિંતનનો ઉપયોગ કરવામાં આવ્યોછે. આ ગ્રંથમાં ૧૦૩ ગ્રંથની સાક્ષિઓ અને ૨૬ ગ્રંથકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
આ ગ્રંથનું સંશોધન ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉ યશોવિજયજી ગણિવરે કરેલ છે. એટલું જ નહિં પણ તેમને જ્યાં જ્યાં વિશેષ ઉમેરવા જેવું લાગ્યું ત્યાં ત્યાં તેમણે ઉમેરો કર્યો છે અને આ ઉમેરાને મુદ્રિત પ્રતિમાં ( ) આ કૌસથી દર્શાવેલ છે - આ ગ્રંથની પ્રસ્તાવના લખતાં પ. પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી કહે છે કે, રાહુતાવધ મુદ્રિતા જે પ્રચા તમEIRાર્યવાહચમચ સંસ્થામાં પરં તેવું સર્વેy પ્રોડયમેવ મૂર્ધામિવિર ‘આજ સુધી આ સંસ્થાના કાર્યવાહકોએ અને બીજી સંસ્થાઓએ સાધુ અને શ્રાવકધર્મને પ્રતિપાદન કરનારા ગ્રંથ બહાર પડ્યા છે તેમાં આ ગ્રંથ શિરોમણિરૂપ છે.
આ ગ્રંથનું ભાષાંતર અનેક ગ્રંથોના સાક્ષી પાઠાપૂર્વક પૂજ્યપાદુ, શ્રી સિદ્ધિસૂરિ મહારાજા (બાપજી મ) ના શિષ્ય પૂજ્યપા આચાર્ય ભગવંત શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે કરીને સંઘ ઉપર જબ્બર ઉપકાર કરેલ છે.
ઉપદેશપ્રાસાદ -આ ઉપદેશપ્રાસાદ ગ્રંથના કર્તા આચાર્યવિજયેલથબીસૂરિજી છે, તે તપાગચ્છની દેવસુર અને અણસુર શાખા પૈકી અણસુર શાખામાં થયેલા છે. વિજયાનંદસૂરિ, વિજયરાજસૂરિ, વિજયમાનસૂરિ, વિજયઋદ્ધિસૂરિ, વિજયસૌભાગ્યસૂરિ અને તેના વિજયલક્ષ્મીસૂરિ થયા છે.
આ આચાર્ય વિજયલક્ષ્મી સૂરિએ અતિસુગમ અને સર્વને ઉપયોગી થાય તેવો ઉપદેશપ્રાસાદ ગ્રંથ બનાવ્યો છે. આ ગ્રન્થમાં તેમણે ૩૬૦ દિવસના ત્રણસો સાંઈઠ વ્યાખ્યાનો આપ્યાં છે. આ ગ્રંથને ૨૪ સ્થંભ અને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વ્યાખ્યાન ૧ થી ૬૧ સુધી સમ્યકત્વનું સ્વરૂપ અને તેના ૬૭ ભેદોનું સ્વરૂપ વિવિધ દષ્ટાંત અને યુક્તિઓ દ્વારા બતાવ્યું છે.
વ્યાખ્યાન ૬૨ થી ૧૬૫ સુધી બારવ્રતનું સ્વરુપ અતિચાર અને તેને અંગેના વિવિધ વિષયોનું સ્પષ્ટીકરણ તથા તે તે વ્રત ઉપર ભિન્ન ભિન્ન કથાઓ આપી રોચક બનાવેલ છે.
આ પછી વ્યાખ્યાન ૧૬૫ થી ૧૯૫ સુધી, ભોજનવિધિ, સ્નાનવિધિ, પૂજાવિધિ, દાનની વિધિ, યાત્રાવિધિ અને દેવદ્રવ્ય સંબંધી વિચાર દર્શાવ્યો છે. આ પછી બાકીના વ્યાખ્યાનોમાં પણ જ્ઞાન, દર્શન, તપ અને વીર્યાચાર સંબંધીનું વિસ્તૃત વિવેચન કથાઓ સાથે આપવામાં આવેલ છે.
ટુંકમાં ઉપદેશપ્રાસાદ સમગ્ર શ્રાવક ધર્મના પ્રતિપાદન રૂપ જ છે, આ ગ્રંથને વિવિધ દષ્ટાંતો આપી ખુબ રોચક બનાવેલ હોવાથી આજે પણ મુનિપુંગવો સવિશેષે વ્યાખ્યાનાદિમાં વાંચે છે.
આ ઉપરાંત પણ તત્ત્વાર્થ, ઉપદેશ રત્નાકર, સમ્યકત્વ સપ્તતિ, ધનપાળ કવિકૃત શ્રાવક આચાર સ્તોત્રવિગેરે ઘણા ગ્રંથોમાં શ્રાવકધર્મનો અધિકાર આવે છે તેમજ વાસુપૂજ્ય ચરિત્ર, શાંતિનાથચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર વિગેરે લગભગ બધાં સ્વતંત્ર તીર્થકરના ચરિત્રમાં પૂર્વભવના અધિકારમાં સમ્યકત્વ તથા બારવ્રતોનું સ્વરૂપ કથાસહિત બતાવવામાં આવે છે.
તેમજ આગમ ગ્રંથોમાં ઉપાસકદશાંગ, આવશ્યકસૂત્ર, સમવાયાંગ, જ્ઞાતાધર્મ, સૂયગડાંગ અને ભગવતીસૂત્રમાં શ્રાવકધર્મનો અધિકાર આવે છે. આ સિવાય પણ છૂટક છૂટક અનેક ઠેકાણે આગમોમાં શ્રાવકધર્મનો અધિકાર આવે છે. તે વાત શ્રાદ્ધવિધિકારે ટીકામાં આપેલ ગ્રંથની સાક્ષી ઉપરથી સ્પષ્ટ થાય છે. આ વિગત સુશ્રાવક પંડિત મફતભાઈ એ પ્રકાશિત કરેલ શ્રાદ્ધવિધિ ભાષાંતરમાંથી સાભાર લીધેલ છે.
*
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષય ટીકાકારનું મંગલાચરણ ટીકા કરવાનું પ્રયોજન
પ્રથમ પ્રકાશ
ગ્રંથનું મંગલાચરણ
આ ગ્રંથમાં જે જે દ્વારોનું -
વર્ણન કરવાનું છે તેનાં નામો ભુવનભાનુ કેવળીના
જીવ વિશ્વસેનનું દૃષ્ટાન્ત
વિશ્વસેનનો મવ
વરાહમિહિરની કથા
ગ્રામીણ કુલપુત્રની કથા શ્રી આર્દ્રકુમાર
શ્રાવકના એકવીશ ગુણ
શુકરાજની કથા શુકરાજનો પૂર્વભવ
શ્રાવકનું સ્વરૂપ
વેશ્યા દ્વારા દ્રવ્યક્રિયા
ભાવશ્રાવકના ત્રણ ભેદ
સુરસુંદરકુમાર શેઠની સ્ત્રીઓનાં દૃષ્ટાંત
શ્રાવકના પ્રકાર
શ્રાવક શબ્દનો અર્થ ચંદ્ર-સૂર્ય નાડી
પાંચ તત્ત્વ
તત્ત્વોનો અનુક્રમ તત્ત્વોનો કાળ
તત્ત્વોમાં કરવાનાં કાર્યો
તત્ત્વોનું ફળ
ચંદ્રનાડી વહેતી હોય ત્યારે
કરવા યોગ્ય કાર્યો
અનુક્રમણિકા
પેજ નં.
વિષય
... ૧ | સૂર્યનાડી વહે તે સમયે કરવા યોગ્ય કાર્યો
... ૧ નમસ્કાર મહામંત્રનું સ્મરણ નવકાર ગણવાની રીત
૨ | કમળબંધ ગણવાની રીત નવકાર મંત્રનો પ્રભાવ
ૐ |પાંચ અક્ષરનો મંત્ર ગણવાનો વિધિ જાપનો પ્રભાવ
આ લોકના લાભ ઉપર
૪
૪
૫
૬
૮
... ૯
... ૧૧
૧૩
૧૮
... ૧૮
... ૧૯
...
...
૧૩
...
...
શિવકુમારનું દૃષ્ટાંત
પરલોકના ફળ ઉપર સમળીનું દૃષ્ટાંત
ધર્મજાગરિકા
કાયોત્સર્ગ
સ્વત્ર વિચાર
પ્રાતઃકાળનો વિધિ
નિયમ લેવાનો વિધિ
સચિત્ત, અચિત્ત અને
મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ
૨૦ |સર્વ વસ્તુને સામાન્યથી
૨૨
પરિણમવાનાં કારણ ૨૫ | આટો મિશ્ર અને સચિત્ત ક્યાં સુધી ?
૨૭ પાત્ર આશ્રયી કાળ નિયમ
૨૮ દૂધ, દહીં, છાશનો કાળ
૨૯ |દ્વિદળ કોને કહેવાય
૨૯ |અભક્ષ્ય પદાર્થો
૨૯
૨૯ | કયું પાણી અચિત્ત કે મિશ્ર કહેવાય ? ૨૯ અચિત્ત જળનું કાળમાન
સચિત્તના ત્યાગ ઉપર અંબડપરિવ્રાજકનાં શિષ્યોનું દૃષ્ટાંત
પેજ નં.
... ૩૦
* ૩૧
૩૨
. ૩૨
: : : : :
૩૭
૩૭
... ૩૭
૩૮
૩૯
૪૦
૪૨
...
...
૩૩
૩૫
૩૫
... 83
... ૪૫
... ૪૭
૪૭
૪૮
૪૮
... ૪૮
૪૮
૪૯
...
... ૫૧
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૪
IN,..
પેજ નો
વિષય
પેજ ને.
વિષય ચૌદ નિયમ ધારવાની વિગત .. પર કુમારપાળ રાજાના પૂજાનાપચ્ચકખાણ કરવાની રીત
૫૩ વસ્ત્રો અને સાળવીઓ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ . પપ | પૂજામાં દ્રવ્યશુદ્ધિ, અણાહારી ચીજોનાં નામ
પદ પૂજા માટે ભાવશુદ્ધિ પચ્ચકખાણના પાંચ સ્થાન
દેરાસરમાં પ્રવેશવિધિ - જિનપૂજા અંગે દ્રવ્ય શુદ્ધિ
Jરાજા આદિ મહદ્ધિકોનેલઘુનીતિ-વડીનીતિ કરવાની દિશા
જિનમંદિર જવાનો વિધિ ... પ્રભાતની સંધ્યાનું લક્ષણ
દશાર્ણભદ્ર રાજાનું દૃષ્ટાંત સાયંકાળની સંધ્યાનું લક્ષણ
સામાન્ય પુરૂષોને જિનમંદિર જવાનો વિધિ... મળમૂત્ર કરવાનાં સ્થાન
શ્રાવકના પંચાભિગમ સાધુ મહારાજ માટે મળ-મૂત્ર
રાજાના પંચાભિગમ ત્યાગ કરવાનાં સ્થાન
નિસીહિ અંગે સંમૂર્છાિમની ઉત્પત્તિ
પ્રદક્ષિણા દેવાની રીત દાતણ માટે માર્ગદર્શન
અભિષેક અંગે દાતણ કરતાં શુભસૂચકઅગમચેતી
નવ અંગની ચંદનાદિથી પૂજા
પહેલાંની કરેલી પૂજા કેદાતણનું પ્રમાણ અને કરવાની રીત દાતણ ન કરવા વિષે
આંગી પછી પૂજામાં વિવેક
નિર્માલ્યનું લક્ષણ વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીત
પૂજાના ત્રણ પ્રકાર દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી... ૬૧
પૂજા વખતે સંજ્ઞા કરવાદાતણ કરવાના નિષેધ
અંગે જીણહાકનું દૃષ્ટાંત વાળ સમારવા અંગે
દ્વારબિંબ અને સમવસરણબિંબ પૂજા દર્પણ જોવાથી અગમચેતી
મૂળનાયકની પ્રથમ પૂજા શા માટે? સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ
પ્રતિમાજીની સાચવણી સ્નાન કરવાનો જરૂરી સમય
સ્નાત્રજળ અંગે હજામત ન કરાવવા અંગે
અગ્રપૂજા અધિકાર દ્રવ્યસ્નાન
નૈવેદ્યપૂજા પાપ પ્રક્ષાલન કેવી રીતે
નૈવેદ્ય પૂજાના ફળનું દૃષ્ટાંત ભાવસ્નાનનું સ્વરૂપ
નિવેદ્ય ચઢાવવા સંબંધી શાસ્ત્ર પ્રમાણ અશુદ્ધિ પૂર્વક પૂજા કરવાનું ફળ
ભાવપૂજાનો અધિકાર પૂજા સમયે વસ્ત્રશુદ્ધિ
ચૈત્યવંદનના ભેદ
Page #15
--------------------------------------------------------------------------
________________
• ૧૦૦
: : : :
૧૦૩
: : : : : : :
૧૧૩
:
વિષય પેજ ને. વિષય
પેજ નં. સાત વખત કરાતાં ચૈત્યવંદન .. ૮૧ પૂજાના મનોરથથી થતું પુણ્ય ત્રણ અવસ્થા ભાવન
૮૧ |ત્રિકાળ પૂજના સામગ્રીના ભેદે પૂજાના પ્રકારો
પૂજામાં બહુમાન વિધિની ચતુઃભંગી પંચોપચારિકી પૂજા
અનુષ્ઠાન અોપચારિકી પૂજા
|વિધિ અને બહુમાન ઉપરસર્વોપચારિકી પૂજા
ધર્મદત્ત નૃપની કથા ... પૂજાના સત્તર ભેદ
ધર્મદત્તનો પૂર્વભવ પૂજા અંગે ઉપયોગી માર્ગદર્શન
દેરાસરની ઉચિત સાર સંભાળ એકવીસ પ્રકારી પૂજાનાં નામ
આશાતનાના પ્રકાર
૧૧૩ અશુભ વસ્તુવર્જન
જ્ઞાનની આશાતના સ્નાત્રપૂજા વિધિ દિવની આશાતના
૧૧૩ શાંતિ જળ અંગે
જિનમંદિરની જઘન્ય ૧૦ આશાતના લૂણ ઉતારવા અંગે
જિનમંદિરની મધ્યમ ૪૦આશાતના આરતી અંગે
જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના . ૧૧૪ મંગળદીવા અંગે
બૃહત્ ભાષ્યમાં જણાવેલી પાંચ આશાતના..૧૧૬ કેવી પ્રતિમા પૂજવી
ગુરુની તેત્રીશ આશાતના ચૈત્ય સંભાળ
ગુરુની ત્રિવિધ આશાતના દ્રવ્ય અને ભાવ પૂજા
સ્થાપનાચાર્યની આશાતના પૂજામાં ધારવા યોગ્યબે હજાર ચુમ્મોતેર બાબતો
દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના” ચિત્રકારનું દૃષ્ટાંત
ઉસૂત્રભાષણ આશાતના અવિધિ કરતાં ન કરવું સારૂં એ વિધાન અંગે.. ૫
દેવદ્રવ્યાદિ નાશ કરવાનું ફળ અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દૃષ્ટાંત ... ૯૬
| સાધારણ દ્રવ્યનું લક્ષણ ત્રણ પ્રકારની પૂજાનું ફળ
દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી? .. ૧૨૧ દ્રવ્યસ્તવ અંગે
દિવદ્રવ્યના ભક્ષણ-રક્ષણ ઉપરધર્મકૃત્ય ઉપર દ્વેષનું પરિણામ
સાગરશ્રેષ્ઠિનું દૃષ્ટાંત ... ૧૨૧ ઉપર કુંતલા રાણીનું દૃષ્ટાંત .. ૯૭)
જ્ઞાન અને સાધારણ દ્રવ્ય અંગેભાવસ્તવ અંગે --- ... ૯૮ | કર્મસાર અને પુણ્યસારનું દૃષ્ટાંત • ૧૨૪ દ્રવ્ય અને ભાવસ્તવનું ફળ .... ૯૯ દેરાસરનું દેવું રાખવાથી લાગતાદ્રવ્યસ્તવમાં થતો આશ્રવ
દોષ અંગે ઋષભદત્તનું દૃષ્ટાંત . ૧૨૭ ગણવા લાયક નથી . ૯૯ દેવદ્રવ્ય આદિ તરત જ આપવા અંગે . ૧૨૮
૧૮
૧૧૯
.
. ૯૬
. ૯૭
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૬
૧૪૭
ન
જ
૧૪૮
૧૪૯
૨૧
વિષય પેજ ને. | વિષય
પેજ ને દેવદ્રવ્ય સંભાળનારને લાગતા દોષ અંગે.... ૧૨૮ દાનની નિમંત્રણા ઉપર જીર્ણશેઠનું દૃષ્ટાંત.... ૧૪૬ દેવદ્રવ્ય વ્યવસ્થિત-શુદ્ધ આપવા અંગે .. ૧૨૯|શાલિભદ્ર
... ૧૪૭ મંદિરનો દિવો વાપરવા
રેવતી શ્રાવિકા અંગે ઊંટડીનું દષ્ટાંત . ૧૨૯ ગ્લાન સાધુની વૈયાવચ્ચ વિષે દેરાસરની સામગ્રીનો શુભ ઉપયોગ .... ૧૨૯|જીવાનંદ વૈદ્ય
.. ૧૪૭ થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ વંકચૂલની કથા
મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાંત • ૧૩૧ કોશાવેશ્યા ઘરદેરાસરમાં મૂકેલ અક્ષતાદિની વ્યવસ્થા...૧૩૨ અવંતી સુકુમાર પારકું દ્રવ્ય ન વાપરવું
. ૧૩૨ જૈનના વેષી અને સાધુનિંદકનેપુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું? . ૧૩૩
આપવાની શિક્ષા સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક માતા
અભયકુમાર પિતાદિ અંગે તો પુષ્ય જીવતાં જ કરવું... ૧૩૪
સાધ્વીને સુખશાતા પૂછવી તીર્થયાત્રા અંગે કાઢેલું દ્રવ્ય • ૧૩૪
ગુરૂ પાસે અભ્યાસ કરવો પચ્ચખાણની વિધિ
માસતુષમુનિની કથા ગુરુવંદનનું ફળ
દ્રવ્ય ઉપાર્જન વિધિ ગુરુવંદનના પ્રકાર અને વિધિ
ન્યાય ઉપર દષ્ટાંત પચ્ચખાણનું ફળ
વ્યાપાર-વિધિ ધમ્મિલ્લકુમારની કથા
ધન ઉપાર્જન કરવા કરતાં પણદઢપ્રહારીની કથા
પહેલા ધર્મ ઉપાર્જન કરવાની જરૂર.... ૧૫૪ ગુરુ પાસે કેમ બેસવું?
આજીવિકાના સાત ઉપાય
... ૧૫૪ દેશના સાંભળવાની રીત
વ્યાપાર દેશના-શ્રવણના લાભો
વિદ્યા પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દષ્ટાંત
ખેતી
– બપ્પભટ્ટસૂરિના સદુપદેશથીબોધ પામનાર આમરાજા
૧૫૫ પશુ રક્ષા
. ૧૪૦ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા બોધ -
કળા-કૌશલ્ય ન પામનાર કુમારપાળ રાજાની કથા ... ૧૪૧
બુદ્ધિથી કમાનારનું દૃષ્ટાંત થાવચ્ચા પુત્રની કથા
.. ૧૪૧
સેવા ક્રિયા અને જ્ઞાન વિષે
સેવા કોની કરવી
૧૫૭ સાધુને સુખશાતા પૂછવી
સેવક પ્રીતિવાળો અને બુદ્ધિશાળી હોય .. તથા વહોરવા વિગેરે વિષે ... ૧૪૫ રાજાને વશ કરવાની રીત ... ૧૫૮
[૧૫ર • ૧૫૩
૧૫૫
૧૫૫
૧૫૫
૧૫૬ ૧૫૬ ૧૫૭
. ૧૪૩
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૭
. ૧૮૦
વિષય
પેજ ને. | વિષય સ્વામી આદિને વિનંતિ ક્યારે કરવી ... ૧૫૮ કર્મચાંડાળ ગર્વ વિનાશનું મૂળ છે
.. ૧૫૯ વિશ્વાસઘાત ઉપર વિસેમીરાનું દૃષ્ટાંત રાજ સેવાની શ્રેષ્ઠતા
.... ૧૫૯ પાપના પ્રકાર કયા રાજકાર્ય છોડવા
.. ૧૬૦|ન્યાય માર્ગને જ અનુસરો , ભિક્ષા
.. ૧૬૦ સત્યવચન ઉપર મહણસિંહનું દષ્ટાંત ભિક્ષાનું ખાવાથી થતો અનર્થ .... ૧૬૧ ભીમ સોનીનું દષ્ટાંત ભિક્ષાના ત્રણ ભેદ
. ૧૬૧ મિત્ર કેવો કરવો વ્યાપારમાં વ્યવહાર શુદ્ધિ અને તેના ભેદ.. ૧૬૨ દુર્જનો સાથે કેવી રીતે વર્તવું! દ્રવ્યશુદ્ધિ
. ૧૬૨ પ્રીતિ હોય ત્યાં લેણ-દેણ ન કરવી કેવા માલનો વ્યાપાર ન કરવો? ... ૧૬૩ | ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત ક્ષેત્રશુદ્ધિ
. ૧૬૩ ધન આપતાં સાક્ષી રાખવાથી થતો લાભ ... ૧૮૦ કાલશુદ્ધિ
થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી?. ૧૮૧ ભાવશુદ્ધિ
ધર્માદિના સોગન નખાવા મુગ્ધશેઠનું દૃષ્ટાંત
પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે ... ૧૮૨ ઉત્તમ લેણદાર કોણ?
અન્યના ભાગ્યથી ઉપદ્રવભાવડ શેઠનું દષ્ટાંત
૧૬૫ દૂર થવા અંગે દષ્ટાંત ઋણ આપતા ખૂબ વિવેક કરવો
પરદેશ આદિમાં ધ્યાનખોવાયેલી વસ્તુનો વિવેક
રાખવા લાયક નીતિવચનો આભડ શેઠનું દેણંત
સત્કાર્યોના મનોરથો કરવાં જોઈએ સંતોષવૃત્તિ
પાપઋદ્ધિ અંગે દષ્ટાંત ભાગીદારના ભાગ્યથી થતા લાભનું દાંત...૧૬૮દ્રવ્યોપાર્જનનો યત્ન નિરંતર કરવો અહંકાર ન કરવો ૧૬૯| અતિ લોભ પણ ન કરવો
૧૮૬ ઉઘરાણી કેમ કરવી?
૧૭૦ધર્મ, અર્થ અને કામનું સેવન ઢંઢણકુમાર
કૃપણે કરેલો દ્રવ્યનો સંગ્રહ સંપથી શાંતિ
આવકમુજબ ખર્ચનું પ્રમાણ શેઠની પુત્રીનું દૃષ્ટાંત
૧૭૧ નવી વહુનું દૃષ્ટાંત કોઈની ઈર્ષ્યા ન કરવી
વિદ્યાપતિનું દૃષ્ટાંત ઘી-ચામડાના વેપારીનું દૃષ્ટાંત
... ૧૭૨
ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ .. ખોટાં માપતોલ ન રાખવા ૧૭૨ દેવ અને યશ શ્રેષ્ઠિનું દૃષ્ટાંત વ્યવહાર શુદ્ધિ અંગે હલાક શેઠનું દષ્ટાંત ... ૧૭૩ સોમરાજાનું દષ્ટાંત
VVV you
૧૮૬
૧૮૮
૧૮૯
૧૯૦
Page #18
--------------------------------------------------------------------------
________________
૩
છે છે
( ૧૮ વિષય
પેજ ને. | વિષય દાન આપતાં થતી ચૌભંગી • ૧૯૧ ગુરુનું ઉચિત અન્યાયથી મેળવેલ ધનથી -
સ્વ-નગર-નિવાસીઓનું ઉચિત દુઃખી થનાર જંકશેઠનું દૃષ્ટાંત •. ૧૯૨ અન્ય ધર્મીઓનું ઉચિત - વ્યવહાર-શુદ્ધિનું સ્વરૂપ
.. ૧૯૪આચાર દેશવિરૂદ્ધ
૧૯૪ અવસરોચિત વચનથી થતો લાભ કાળવિરૂદ્ધ
મૂર્ખનાં સો લક્ષણ રાજવિરૂદ્ધ
અન્ય હિતવચનો પરનિંદા અને સ્વસ્તુતિ ન કરવી .... ૧૯૫ પશુ અને પંખીથી લેવાના ગુણો પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દૃષ્ટાંત . ૧૯૬ વ્યવહાર શુદ્ધિ ઉપર ધનમિત્રની કથા સાચા દોષો પણ ન બોલવા
શ્રાવકનું મધ્યાહ્ન કૃત્ય અંગે ત્રણ પુતળીનું દૃષ્ટાંત ... ૧૯૬ સુપાત્રમાં દાન આદિ કરવાની રીત લોક વિરૂદ્ધ આચરવું નહીં
રત્નસાર કુમારની કથા ધર્મવિરૂદ્ધ
રત્નસારનો પૂર્વભવ ઉચિત આચારો અને તેના નવ ભેદ
ભોજનાવસરે સુપાત્રદાન પિતાનું ઉચિત
પ્રકૃતિને યોગ્ય પરિમિત ભોજન માતા-પિતાદિના ઉપકારનો બદલો - ૧૯૯ ભોજનની વિધિ સ્વામીના ઉપકારનો બદલો
કેવું ભોજન કરવું ધર્માચાર્યના ઉપકારનો બદલો
પાણી કેમ અને ક્યારે પીવું? માતાના ઉચિતની વિશેષતા
ભોજન પછીના કૃત્યાકૃત્ય ભાઈઓનું ઉચિત
સિદ્ધાન્તમાં કહેલ ભોજનવિધિ ભાઈને શિખામણ
ક્યારે ભોજન ન કરવું સ્ત્રીનું ઉચિત
સ્વાધ્યાય સ્ત્રીઓનાં ગૃહકાર્યો
શ્રાવકનું સંધ્યાકૃત્ય : સ્ત્રીની સાચવણી
એડકાક્ષનું દૃષ્ટાંત સ્ત્રી સાથે વર્તન
. ૨૦૩
દ્વિતીય પ્રકાશ મંથર કોળીનું દૃષ્ટાંત
રાત્રિકૃત્ય પુત્રનું ઉચિત
પ્રતિક્રમણ કજોડાનું દૃષ્ટાંત
સામાયિક અને પ્રતિક્રમણમાં ભિન્નતા . ૨૩૯ સગાસંબંધીઓનું ઉચિત .. ૨૦૭ પ્રતિક્રમણ કરવા માટે દઢ| સંપ ઉપર પાંચ આંગળીઓનું દૃષ્ટાંત . ૨૦૮ અભિગ્રહ ઉપર દૃષ્ટાંત . ૨૪૦
૩
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય
પેજ નં.
વિષય
પ્રતિક્રમણના ભેદ અને તેને કરવાનો સમય...૨૪૧ અશાશ્વતી અઠ્ઠાઈઓ વિષે
દેવસિય પ્રતિક્રમણનો વિધિ રાઈય પ્રતિક્રમણનો વિધિ
પòિ પ્રતિક્રમણનો વિધિ | ચઉમાસી અને સંવચ્છરી
પ્રતિક્રમણનો વિધિ
ગુરુની વિશ્રામણા
સ્વાધ્યાય કરવો
અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ નવકાર આદિની અનાનુપૂર્વી
અને તેનું ફળ
ધર્મદાસનું દૃષ્ટાંત
સ્વજનો આદિને ધર્મોપદેશ
ધન્યશેઠનું દૃષ્ટાંત
બ્રહ્મચર્યની શુદ્ધિ નિદ્રાની વિધિ દેશાવકાશિક ઉપર વાનરનું દૃષ્ટાંત કામરાગનો વિજય કેવી રીતે કરવો ?
જંબૂસ્વામીની કથા સ્થૂલિભદ્રની કથા
સુદર્શન શેઠની કથા કષાયાદિને જીતવાની પદ્ધતિ
નારકી આદિની વેદનાઓ
ધર્મના મનોરથો
તૃતીય પ્રકાશ
પર્વકૃત્ય પર્વ દિવસો અને તેનું ફળ
આરંભ અને સચિત્તાહારનો ત્યાગ અઠ્ઠાઈઓની વિચારણા શાશ્વતી અઢાઈ સંબંધી વિચાર
... ૨૪૨ | ઉગતી કે આથમતી તિથિ માનવી ૨૪૩ | જિન કલ્યાણકાદિ પર્વોની આરાધના ૨૪૩ પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ પૌષધવ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત ચતુર્થ પ્રકાશ
૧૯
૨૪૪
... ૨૪૪ ચાતુર્માસિક કૃત્ય ૨૪૪ | બે પ્રકારના નિયમ ૨૪૫ | અછતી વસ્તુના ત્યાગમાં
...
...
... ૨૪૮ ચાતુર્માસિક અભિગ્રહો
૨૪૮ | રાજકુમારનું કથાનક ૨૪૯ ચાતુર્માસિક કૃત્યો અંગે -
૨૫૦
...
દ્રમકમુનિનું દૃષ્ટાંત
૨૪૫ વર્ષાકાળના નિયમ ૨૪૭ વર્ષાકાળમાં જયણા
૨૪૭ |વિશેષ તપ આચરણ
લૌકિક શાસ્ત્રોનું સમર્થન પંચમ પ્રકાશ
૨૫૩
૨૫૪ વર્ષનૃત્ય ૨૫૬ સાધર્મિક વાત્સલ્ય
૨૫૮ શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય
૨૫૯
૨૬૦ દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત
૨૬૦ સંભવનાથ ભગવાન આદિના દૃષ્ટાંતો યાત્રાઓ
૨૬૧ સંપ્રતિ રાજાની રથયાત્રા ૨૬૧ | કુમારપાળે કરેલી રથયાત્રા ૨૬૨ | તીર્થયાત્રા અને તેની વિધિ ૨૬૨ |વિક્રમરાજા આદિના સંઘનું વૃત્તાંત
૨૬૨ |સ્નાત્ર મહોત્સવ
...
...
પેજ નં.
૨૬૩
૨૬૩
૨૬૪
૨૬૫
૨૬૮
...
૨૭૪
૨૭૫
૨૭૫
. ૨૭૫
૨૭૫
૨૭૭
...
...
...
૨૭૩
૨૭૩
...
૨૭૮
અને સ્ત્રીઓની ઉંચ-નીચતા ... ૨૮૧
૨૮૨
૨૭૯
૨૮૦
૨૮૨
... ૨૮૩
... ૨૮૩
૨૮૪
૨૮૪
૨૮૬
૨૮૭
Page #20
--------------------------------------------------------------------------
________________
(૨૦)
૨૦
•. ૩૦૨
૩૦૩
છે.
. ૨૮૮
%
જિનબિંબ
વિષય
પેજ ને. | વિષય દેવદ્રવ્યની વૃદ્ધિ
. ૨૮૭ વર કન્યાના ગુણદોષ શ્રુતજ્ઞાનની આરાધના
વિવાહના આઠ ભેદ ઉદ્યાપન મહોત્સવ
સ્ત્રીનું રક્ષણ શાસનની પ્રભાવના
ચતુર્થહાર આલોયણા
યોગ્ય મિત્રો આલોયણા આપનાર ગુરુનું લક્ષણ .. ૨૯૦ પાંચમું તાર આલોચના સમયની શુદ્ધિ
જિનમંદિર આલોયણ લેનારનાદશ દોષ
જીર્ણોદ્ધાર આલોયણા લેવાના ફાયદા
ઉદાયન રાજા તથા જીવિતલક્ષ્મણા આર્યાનું દષ્ટાંત
સ્વામીની પ્રતિમાનું વૃત્તાંત .... છઠ્ઠો પ્રકાશ
છલાર જન્મકૃત્ય પ્રથમકાર
સાતમું તાર નિવાસસ્થાન કેવું અને ક્યાં રાખવું? ... ૨૯૫ પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા સારા-નરસા પાડોશની લાભ હાનિ .. ૨૯૬ આઠમું તાર ભૂમિની પરીક્ષા . ૨૯૭/પુત્રાદિનો દીક્ષા મહોત્સવ
૩૧૫| ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો ... ૨૯૮નવમું તાર જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી- પદ સ્થાપના
થતી હાનિ અને તે અંગે દષ્ટાંત.... ૨૯૮ દિશમું દ્વાર ઘરનું માપ વિગેરે • ૨૯૯ શ્રુતજ્ઞાનની ભક્તિ
૩૧૫ શુભ અને અશુભ ચિત્રો - ર૯૯ અગ્યારમું તાર વૃક્ષોથી થતી લાભ-હાનિ
પૌષધશાલા ઘરની બાંધણી
... ૨૯૯ બારમું તાર લક્ષ્મી વાસ
- ૩૦૦ સમ્યકત્વ અને અણુવ્રતો વિધિપૂર્વક બંધાયેલા ઘરના
તેરમું તાર લાભ અંગે દષ્ટાંતો ... દીક્ષાનો સ્વીકાર
૩૧૭) દ્વિતીયાર ૩૦૧ ચૌદમું તાર
૩૧૭ ઉચિત વિદ્યાનું ગ્રહણ » ૩૦૧ભાવશ્રાવકો કેવા હોય?
૩૧૭) તૃતીયતાર • ૩૦૨ પંદરમું તાર
૩૧લો પાણિગ્રહણ ૩૦૨ |આરંભનો ત્યાગ
૩૧૯
૩૧૫
૩૧૫
می
می
. ર૯૯
می
می
૩
૩૧૭
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૧
,
: : : : : : : |
به
૩૫૪
به
به
૩૫૫
به
૩૫૭
૩
૭
વિષય પેજ ને. | વિષય
પેજની સોળમું તાર • ૩૧૯ઉત્તમ ફળ
•. ઉપર બ્રહ્મચર્યવ્રત પાલન
|ઉત્તમોત્તમ ફળ
૩૫૨ સત્તરમુંડાર
શ્રી પરમેષ્ઠિનમસ્કૃતિ
૩૫૪ શ્રાવકની ૧૧ પ્રતિમાઓ
નમસ્કારનો પરિચય
૩૫૪ અઢારસંહાર
શ્રી અરિહંતોનો ઉપકાર
૩૫૪ અંતિમ આરાધના
શ્રી સિદ્ધોનું અવિનાશીપણું ગ્રંથકારની પ્રશસ્તિ
શ્રી આચાર્યોનો સદાચાર આ પરિશિષ્ટ -
શ્રી ઉપાધ્યાયનો વિનય જપ સાધના શ્રી નમસ્કાર મહામંત્ર
શ્રી સાધુઓનું સહાયપણું
કાર્યકારણની સનાતન વ્યવસ્થા ૩પ૬ જાપ અંગે ઉપયોગી માર્ગદર્શન .. ૩૨૬ જાપ માટેની પૂર્વભૂમિકા
નમસ્કાર એક મહાન શક્તિ
જીવનો ખરો શત્રુ મોહ શ્રી નમસ્કાર મહામંત્ર
મોહનાશનો ઉપાય મહિમા ગર્ભિત શ્લોકો
• ૩૫૭
નમસ્કારનો અચિંત્ય પ્રભાવ . ૩૫૭ મૈત્રી આદિ ભાવના ગર્ભિત શ્લોકો
ક્રોધને જીતવાનો ઉપાય (સાધુ પદ) . ૩૫૮ જાપના ત્રણ પ્રકાર
. ૩૪૮ માનને જીતવાનો ઉપાય (ઉપાધ્યાય પદ). ૩૫૮ ભાષ્ય જાપનું લક્ષણ
માયાને જીતવાનો ઉપાય (આચાર્ય પદ). ૩૫૯ ઉપાંશુ જાપનું લક્ષણ
લોભને જીતવાનો ઉપાય (સિદ્ધ પદ) . ૩૫૯ માનસજાપનું લક્ષણ
નમસ્કાર એ પુણ્યરૂપી શરીરને - અજપાજાપ
ઉત્પન્ન કરનાર માતાછે . ૩૬૦ નવકારનો પ્રત્યેક અક્ષર મંત્ર સ્વરૂપ છે . ૩૪૯
પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા .. ૩૬૧ નવકારનો જાપ સર્વ રીતે હિતકારી છે ... ૩૪૯ પુણ્યરૂપી અંગનું પાલનજપના પાંચ પ્રકાર
• ૩૫૦
કરનાર નમસ્કાર છે .. ૩૬૩ શાબ્દજાપ અને મૌનજાપ . ૩૫૦ પુણ્યરૂપી અંગને પવિત્રસાર્થજાપ
. ૩૫૦ " રાખનાર નમસ્કાર છે ... ૩૬૪ ચિત્તસ્થાપ
. ૩૫૧ જીવરૂપી હંસને વિશ્રાન્તિનું ધ્યેયેક જાપ
.. ૩૫૧
સ્થાન નમસ્કાર છે જાપમાં પ્રગતિ માટેના જરૂરી નિયમો ... ૩૫૧ શ્રાવકનાં કર્તવ્ય મહામંત્રની સાધનાથી થતા લાભો . ૩૫ર વિશિષ્ટ સાધકના ૩ર ગુણો સામાન્ય ફળ
મહજિણાણંના ૩૧ ધર્મકૃત્યો
૩૬૮ મધ્યમ ફળ ૩૫ર સુશ્રાવકના બીજા ૨૧ ગુણો
૩૬૮
કે
له
છે
૩૬૮
. ઉપર
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨
દિષ્ટાંત અનુક્રમણિકા
વિષય
પેજ ને. | વિષય દષ્ટિરાગ ઉપર ભુવનભાનુ
મંદિરનો દીવો વાપરવા અંગે કેવળીના જીવ વિશ્વસેનનું દષ્ટાંત . ૪ |
ઊંટડીનું દૃષ્ટાંત ... ૧૨૯ ધર્મને અયોગ્ય અંગે ધર્મઢષી
થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓવરાહમિહિરની કથા . ૫ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાંત .. ૧૩૧ ધર્મને અયોગ્ય અંગે મૂર્ખ
પચ્ચક્ખાણના ફળ અંગેગ્રામીણ કુલપુત્રની કથા ૬
ધમ્મિલકુમારની કથા. ૧૩૬ ધર્મને યોગ્ય-મધ્યસ્થ વૃત્તિ અંગે
તપ દ્વારા કર્મ કાપવા ઉપર - શ્રી આદ્રકુમારનું દષ્ટાંત . ૮)
દેઢ પ્રહારીની કથા ... ૧૩૭] શ્રાવક ધર્મ અંગે શુકરાજની કથા
.. ૧૧ જિનવાણી શ્રવણ અંગે પ્રદેશી. વ્રત શ્રાવક વિષે સુરસુંદરકુમાર -
રાજાનું સંક્ષિપ્ત દૃષ્ટાંત.... ૧૩
| શેઠની સ્ત્રીઓના દેણંત ... ૨૦ બપ્પભટ્ટસૂરિના સદુપદેશથી બોધ - આ લોકના લાભ ઉપર શિવકુમારનું દૃષ્ટાંત...૩૭
પામનાર આમરાજાનું દૃષ્ટાંત . ૧૪૦ પરલોકના ફળ ઉપર.સમળીનું દૃષ્ટાંત • ૩૭
શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા બોધ પામનાર - |
કુમારપાલ રાજાની કથા .. ૧૪૧ કુમારપાળ રાજાનાં પૂજાનાં વસ્ત્રો . ૬૬
દેિશના શ્રવણ દ્વારા પ્રતિબોધ - જિનમંદિર જવાનો વિધિ
પામનાર થાવગ્યા પુત્રની કથા . ૧૪૧ - દશાર્ણભદ્રનું દૃષ્ટાંત . ૬૮|
|દાનની નિમંત્રણા ઉપર જીર્ણશેઠનું દષ્ટાંત...૧૪૬ પૂજા વખતે સંશા કરવા અંગે
આહાર દાનને વિષે શાલીભદ્રનું દૃષ્ટાંત ... ૧૪૭ જીણહાકનું દષ્ટાંત • ૭૩]ઔષધ દાનને વિષેવિધિપૂર્વકની ક્રિયા અંગે ચિત્રકારનું દષ્ટાંત. ૯૩
રેવતી શ્રાવિકાનું દૃષ્ટાંત . ૧૪૭ ધર્મકૃત્ય ઉપર દ્વેષનું પરિણામ ઉપર
ગ્લાન સાધુની વૈયાવચ્ચ અંગે - કુંતલારાણીનું દૃષ્ટાંત ... ૯૭|
જીવાનંદ વૈદ્યની કથા . ૧૪૭ વિધિ અને બહુમાન ઉપર
વસતી દાન અંગે વંકચૂલની કથા . ૧૪૮ - ધર્મદત્ત નૃપની કથા. ૧૦૩ વસતી દાન અંગે કોશા વેશ્યાની કથા .. ૧૪૯ દેવદ્રવ્યના ભક્ષણ-રક્ષણ ઉપર
વસતીદાન અંગે અવંતીસુકુમારનું દૃષ્ટાંત. ૧૪૯ સાગર શ્રેષ્ઠિનું દૃષ્ટાંત ” ૧૨૧ સાધુનિંદકને શિક્ષા અંગેજ્ઞાન અને સાધારણ દ્રવ્ય અંગે -
અભયકુમારનું દષ્ટાંત . ૧૫૦ કર્મસાર અને પુણ્યસારનું દૃષ્ટાંત ૧૨૪ નવા અભ્યાસ અંગે નિરંતર પ્રવૃત્તિ. | દેરાસરનું દેવું રાખવાથી લાગતા -
અંગે માસતુષ મુનિની કથા .... ૧૫૧| | દોષ અંગે ઋષભદતનું દૃષ્ટાંત . ૧૨૭ ચાય ઉપર યશોવર્મરાજાનું દૃષ્ટાંત - ૧૫૨
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૩
NO
વિષય
વિષય
પેજ નં. બુદ્ધિથી કમાનાર અંગે શ્રેષ્ઠિપુત્ર -
સાચા દોષો પણ ન બોલવા અંગે - મદનની કથા ... ૧૫૬) ત્રણ પુતળીનું દષ્ટાંત ... ૧૯૬ ભાવશુદ્ધિ ઉપર મુગ્ધશેઠનું દષ્ટાંત ... ૧૬૪ | સ્ત્રીના ચલણ અંગે મંથર કોળીની કથા ૨૦૪ ઋણમુક્તિ અંગે ભાવડશેઠનું દૃષ્ટાંત .. ૧૬૫
ગ્રહવાસ અંગે કજોડાની કથા ... ૨૦૬ પરિગ્રહ પરિમાણ વિષે
સંપ ઉપર પાંચ આંગળીઓની કથા .. ૨૦૮ ' આભડશેઠની કથા .. ૧૬૭
વ્યવહાર શુદ્ધિ ઉપર ધન મિત્રની કથા ... ૨૧૯ ભાગીદારના ભાગ્યથી થતા
સુપાત્રદાન અને પરિગ્રહ પરિમાણ - લાભ અંગે કથા .. ૧૬૮
વ્રત ઉપર રત્નસારકુમારની કથા .... અંતરાયકર્મ ઉપર ઢંઢણકુમારની કથા . ૧૭૦
દિવસચરિમ પચ્ચકખાણ અંગે -
એડકાક્ષની કથા ... ન્યાય કરવા અંગે શેઠની પુત્રીની કથા ... ૧૭૧
પ્રતિક્રમણ કરવા માટે દઢ - મનના ભાવ અંગે ઘી
| અભિગ્રહ ઉપર કથા ચામડાના વેપારીનું દૃષ્ટાંત ... ૧૭૨
સ્વાધ્યાય કરવા અંગે ધર્મદાસની કથા . ૨૪૭ વ્યવહાર શુદ્ધિ અંગે હલાક શેઠનું દૃષ્ટાંત. ૧૭૩
પરિવારને ધર્મોપદેશ કરવાવિશ્વાસ ઘાત ઉપર વિસેમીરાનું દાંત ... ૧૭૪
અંગે ધન્યશેઠની કથા ..
૨૪૮ સત્યવચન ઉપર મહણસિંહનું દૃષ્ટાંત . ૧૭૮ દિશાવગાસિક ઉપર વાનરની કથા .. ૨૫૦ સત્યવચન ઉપર ભીમ સોનીનું દૃષ્ટાંત ... ૧૭૮ કામ વિજય અંગે જંબૂસ્વામીની કથા .. ૨૫૪ સાક્ષી વિનાની થાપણ રાખવા
કામ વિજય અંગે સ્થલિભદ્રની કથા . ૨૫૬ અંગે ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત . ૧૮૦ કામ વિજય ઉપર સુદર્શન શેઠની કથા ... સાક્ષી રાખીને થાપણ રાખવાથી થતા
પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠની કથા .. લાભ અંગે એક વણિકનું દાંત .. ૧૮૦ અછતી વસ્તુના ત્યાગ અંગે - અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર
દ્રમકમુનિની કથા .. ૨૭૪ થવા અંગે દષ્ટાંત . ૧૮૨
ચોમાસા સંબંધી નિયમ અંગે - પાપઋદ્ધિ અંગે ચાર મિત્રોનું દૃષ્ટાંત
રાજકુમારનું કથાનક .. ૨૭૭
. ૧૮૫ કરકસર અંગે શેઠ અને
સાધર્મિક ભક્તિ અંગે દંડવીર્ય -
રાજાની કથા .. ૨૮૨ નવી વહુનું દૃષ્ટાંત છે. ૧૮૮
સાધર્મિક ભક્તિ અંગે સંભવનાથદાનથી સંપદા વૃદ્ધિ અંગે -
ભગવાન આદિની કથા .. ૨૮૨ વિદ્યાપતિનું દૃષ્ટાંત .... ૧૮૮ |આલોચનામાં માયા કરવા અંગે ન્યાય-અન્યાયથી ધન કમાવવા - .
લક્ષ્મણા આર્યાની કથા .. ૨૯૩ અંગે દેવ અને યશ શ્રેષ્ઠિનું દૃષ્ટાંત. ૧૮૯ [જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી - ન્યાયોપાર્જિત ધન ઉપર
થતી હાનિ અંગે કથા . ૨૯૮ - સોમરાજાનું દૃષ્ટાંત . ૧૯૦ |વિધિ પૂર્વક બંધાયેલા - અન્યાયથી મેળવેલ ધનથી -
ઘરના લાભ અંગે કથા .. ૩૦૦ દુઃખી થનાર રંક શેઠની કથા.... ૧૯૨ |ઉદાયન રાજા તથા જીવિત પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દૃષ્ટાંત .... ૧૯૬| સ્વામીની પ્રતિમાનું વ્રત - ૩૦૬
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
ગ્રિંથમાં આવતા સાક્ષીપાઠો)
• ૩૯
3
વિષય
પેિજ ને | વિષય ઠાણાંગ (સ્થાનાંગ) સૂત્ર • ૨૨, ૧૯૯ વસુદેવ હિંડી ઓઘનિર્યુક્તિ ... ૨૭, ૨૮, ૧૬૧ લલિત વિસ્તરભગવતી સૂત્ર
પૂજા પ્રકરણ
. ૮૩ વ્યવહાર ભાષ્ય – ૩૯, ૨૮૯, ૨૯૦, ૨૪૧ પૂજા વિધિ
• ૮૮, ૭૧ દશવૈકાલિક
કલ્યભાષ્ય
• ૮૯, ૨૪૨ પંચાશક
. . ૩૯ |આવશ્યક ચૂર્ણ . ૧૧૮, ૨૩૯, ૨૪૦, ૨૪૧ બૃહત્કલ્પસૂત્ર ... ૪૪, ૭૯ દર્શન શુદ્ધિપ્રકરણ
• ૧૧૯ આચારાંગ સૂત્ર
... ૫૧ |શ્રાવક પ્રજ્ઞપ્તિ પ્રવચન સારોદ્ધાર .... ૫૫, ૨૭૯, ૨૭૯, ૨૪૪ | દશાશ્રુતસ્કંધ ચૂર્ણિ કલ્પવ્યવહાર
• ૫૫ |હિતોપદેશમાલા કલ્પસૂત્ર વૃત્તિ
..૫૬ પ્રશમરતિ નિશીથચૂર્ણ
. ૫૭, ૭૯, ૮૧ |મહાભારત પચ્ચકખાણ ભાષ્ય
. ૫૭નીતિશાસ્ત્ર • ૨૪૯, ૨૫૦, ૨૧૯ પન્નવણા સૂત્ર
... પ૯ અધ્યાત્મકલ્પદ્રુમ વ્યવહાર શાસ્ત્ર
.. ૬૦, ૨૩૪ | પરિશિષ્ટ પર્વ શ્રાદ્ધ દિનકૃત્ય - ૬૫, ૯૦, ૧૧૯, વીરચરિત્ર
૨૫૦, ૨૭૯, ૨૪૭ |
સમરાદિત્ય ચરિત્ર અષ્ટક પ્રકરણ
ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પૂજા ષોડશક
શ્રાદ્ધજીતકલ્પ
. ર૯૦, ૨૯૪ જંબૂઢીપપન્નત્તિ
» ૭૨, ૭૭ હિનરાય ઉત્તરાધ્યયન સૂત્ર
... ૨૯૪ બૃહતુભાષ્ય
. ૭૧, ૭૩, ૧૦૧, વિવેક વિલાસ -
૧૧૬, ૨૮૨, ૩૧૪ |આચાર પ્રદીપ વિચારસાર પ્રકરણ
.. ૭૨ યોગશાસ્ત્ર જીવાભિગમ સૂત્ર ૭૭, ૨૬૩ |આવશ્યક લઘુવૃત્તિ
.. ૨૩૮ રાયપરોણી સુત્ર . ૭૬, ૭૭ વ્યવહાર સૂત્ર
.. ૨૪૧, ૨૪૧ આવશ્યક નિર્યુક્તિ .૭૯, ૯૯, ૨૯૦ |વિચારામૃતસંગ્રહ નિશીથ સૂત્ર
. ૭૯, ૮૦ આવશ્યક વૃત્તિ પ્રતિષ્ઠા પાહુડ
• ૭૯ પરમેષ્ઠિ સ્તવ મહાનિશીથ સૂત્ર . . ૭૯, ૧૧૯, ૨૪૧ |શ્રાદ્ધ સામાચારી વૃત્તિ
: : : : : 8? :
... ૭, ૪
• ૬૫
)
• ૨૩૭, ૨૪૧
૨૪૨
S૧૪
Page #25
--------------------------------------------------------------------------
________________
शिवमस्तु सर्वजगतः ॐ ह्रीँ अर्हं नमः
तपोगच्छ्गगननभोमणि - श्रीरत्नशेखरसूरिविरचित
શ્રાદ્ધવિધિ પ્રકરણ
(સ્વોપજ્ઞ વિધિકૌમુદી ટીકાના)
ભાષાન્તર સહિત
ટીકાકારનું મંગલાચરણ (शार्दूलविक्रीडितवृत्तम् )
अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पंद, पञ्च श्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्चैर्गरिष्ठात्मनाम् । द्वैधा पञ्च सुपर्वर्णां शिखरिण: प्रोद्दाममाहात्म्यतश्चेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥१॥
જેઓ અપૂર્વ-માહાત્મ્યથી અને મનોવાંચ્છિતના દાનથી; એમ બન્ને પ્રકારે વિદ્વાનોને હંમેશા પાંચ જાતના કલ્પવૃક્ષોની યાદ દેવરાવે છે, તે શ્રી અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ઠિઓ ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ)ને આપો.
( આર્યાવૃત્તમ્)
श्रीवीरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च ।
विवृणोमि स्वोपज्ञ --‘શ્રાદ્ધવિધિપ્રળ' વિશ્ચિત્ ॥૨॥
શ્રી ગૌતમાદિ ગણધરો સહિત શ્રી વીર પ્રભુને, જિનવચનને અને સદ્ગુરુઓને પ્રણમીને સ્વ-રચિત “શ્રાદ્ધવિધિ” પ્રકરણનું સ્વલ્પ વિવેચન કરું છું.
ટીકા કરવાનું પ્રયોજન
युगवरतपागणाधिपपूज्यश्रीसोमसुन्दरगुरूणाम् ।
वचनादधिगततत्त्वः सत्त्वहितार्थं प्रवर्त्तेऽहम् ॥ ३ ॥
યુગપ્રધાન એવા તપાગચ્છના નાયક પૂજ્ય શ્રી સોમસુંદર ગુરુના વચનથી જાણ્યા છે તત્ત્વને એવો હું (તત્ત્વને જાણીને) ભવ્ય પ્રાણીના હિતને માટે (આ ગ્રંથની રચના માટે)નો પ્રયત્ન કરું છું.
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રકાશ ગ્રંથનું મંગલાચરણ ( આર્યાવૃત્તમ્)
सिरिवीरजिणं पणमिअ, सुआओ साहेमि किमवि सङ्घविहिं । रायगिहे जगगुरुणा, जहभणियं अभयपुट्टेणं ॥१॥
श्रीविरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् ।
राजगृहे जगद्गुरूणा, यथा भणितं अभयपृष्टेन ॥१॥
રાજગૃહનગરીમાં શ્રી અભયકુમારના પૂછવાથી શ્રી વીર પ્રભુએ સ્વમુખે પ્રકાશેલા શ્રાવકોના આચારને (શ્રાદ્ધવિધિને) કેવલજ્ઞાન, અશોકાદિ આઠ પ્રાતિહાર્ય, વચનના પાંત્રીશ ગુણ, અતિશય વગેરે ઐશ્વર્યથી યુક્ત ચરમ તીર્થંકર શ્રી વીર જિનરાજને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણયોગ (મન, વચન અને કાયા)થી નમીને શ્રુતાનુસાર તથા ગુરુ-પરંપરાએ સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું ટુંકમાં કહું છું.
અહીંયાં જે “વીર” પદનું ગ્રહણ કર્યું છે, તેનાથી કર્મરૂપ શત્રુનો નાશ કરનાર અર્થ ઘટે છે. કહ્યું છે કે
(અનુષ્ટુપવૃત્તમ્)
विदारयति यत्कर्म, तपसा च विराजते ।
तपोवीर्येण युक्तश्च तस्माद्वीर इति स्मृतः ॥१॥
(તપવડે) કર્મને દૂર કરે છે, તપવડે શોભે છે, અને તપરૂપી વીર્ય (પરાક્રમ)થી યુક્ત છે, તેટલા માટે “વીર' કહેવાય છે.
રાગાદિ શત્રુઓના જિતવાથી ‘જિન’ પદ પણ સાર્થક જ છે; વળી ૧ દાનવીર, ૨ યુદ્ધવીર, ૩ ધર્મવીર, એમ ત્રણે પ્રકારનું ‘વીરપણું’ તો તીર્થંકરમાં છે જ કહ્યું છે કે -
( शार्दूलविक्रीडितवृत्तम्)
कृत्वा हाटककोटिभिर्जगदसद्दारिद्र्यमुद्राकषं,
हत्वा गर्भशयानपि स्फुरदरीन् मोहादिवंशोद्भवान् ।
तप्त्वा दुस्तपमस्पृहेण मनसा कैवल्यहेतु तपस्त्रेधा वीरयशोदधद्विजयतां वीरस्त्रिलोकीगुरुः ॥१॥
આ અસાર સંસારના દારિત્ર્યને (વરસીદાન વખતે) કરોડો સોનૈયાના દાન વડે દૂર કરીને, (દાનવીર) તેમજ મોહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા ગર્ભમાં સત્તામાં રહેલા પણ કર્મરૂપ બલવાન શત્રુઓને (મૂળમાંથી જ) હણીને, (યુદ્ધવીર) તથા મોક્ષહેતુક દુસ્તપતપને નિઃસ્પૃહ મનવડે તપીને (ધર્મવીર) ત્રણ પ્રકારના “વીરયશ” ને ધારણ કરનાર ત્રણ લોકના ગુરુ શ્રી મહાવીરસ્વામી જય પામો.
Page #27
--------------------------------------------------------------------------
________________
દ્વારોના નામ
“વીરજિન” પદથી એઓ ચાર મૂલાતિશય-૧. અપાયાપગમાતિશય (જેનાથી ઇતિ આદિ રૂપ કષ્ટ દૂર રહે), ૨. જ્ઞાનાતિશય-ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા, ૩. પૂજાતિશય-દેવેન્દ્રોને પણ પૂજવા યોગ્ય અને ૪. વચનાતિશય-જીવો સ્વ-ભાષામાં સમજી શકે ઈત્યાદિ ગુણવાળી ઉત્તમ એવી વાણીયુક્ત છે, એમ જણાવ્યું છે. આ ગ્રન્થમાં જે જે દ્વારોનું વર્ણન કરવાનું છે, તેના નામો.
दिर्णरेत्तिपव्वचउमासिगवेच्छरजम्मकिच्चिदाराइं । .. सड्डाणणुग्गहट्ठा, 'सड्ढविहिए' भणिज्जंति ॥२॥ दिनरात्रिपर्वचातुर्मासिकवत्सरजन्मकृत्यद्वाराणि ।
श्राद्धानुग्रहार्थं श्राद्धविधौ भण्यन्ते ॥२॥ ૧ દિન-કૃત્ય, ૨ રાત્રિ-કૃત્ય, ૩ પર્વ-કૃત્ય, ૪ ચાતુર્માસિક-કૃત્ય, ૫ વાર્ષિક-કૃત્ય, ૬ જન્મકૃત્ય એ છ દ્વારોનું શ્રાવકજનોના ઉપકારને માટે આ “શ્રાવકવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે.
(ઉપરની) પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને ૧ વિદ્યા, 'ર રાજ્ય, ૩ ધર્મ, એ ત્રણે, યોગ્ય (મનુષ્ય) ને જ અપાય, એ ન્યાયે શ્રાવકધર્મ યોગ્ય કોણ . હોઈ શકે તે જણાવે છે.
सड्डत्तणस्स जुग्गो भद्दगपगई 'विसेसनिउणमई । नेयमग्गरई तह दढनिअवयणठिई विणिहिट्ठो ॥३॥ श्राद्धत्वस्य योग्यो भद्रकप्रकृतिः विशेषनिपुणमतिः । ..
न्यायमार्गरतिस्तथा दृढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ॥३॥ સર્વજ્ઞોએ, ૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪ દઢ નિપ્રતિજ્ઞ સ્થિતિ-આવા ચારે ગુણયુક્ત શ્રાવકધર્મને યોગ્ય જણાવ્યો છે.
ભદ્રક પ્રકૃતિ એટલે પક્ષપાત કે કદાગ્રહ રાખ્યા વગર માધ્યસ્થભાવ ધારણ કરવાનો ગુણ, કહ્યું છે કે,
(માર્યાવૃત્ત) रत्तो दुट्ठो मूढो पुव्ववुग्गाहिओ अ चत्तारि।
एए धम्माणरिहा अरिहो पुण होइ मज्झत्थो ॥१॥ ૧. રક્ત એટલે (દષ્ટિરાગી) એ ધર્મને અયોગ્ય છે.
જેમ ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં (વિશ્વસેન) રાજાનો પુત્ર ત્રિદંડીમત ભક્ત હતો, તેને જૈન ગુરુએ અત્યંત કષ્ટથી પ્રતિબોધી દઢધર્મી (અંગીકાર કરેલા સમકિત ધર્મમાં દઢ) કર્યો;
Page #28
--------------------------------------------------------------------------
________________
૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
છતાં પણ પૂર્વ-પરિચિત ત્રિદંડીના વચનદ્વારા દૃષ્ટિરાગ પ્રગટ થવાથી તે સમ્યક્ત્વ વમીને અનંત ભવમાં ભમ્યો.
૧. દૃષ્ટિરાગી ધર્મ પાળી શકતો નથી તેના ઉપર
ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દૃષ્ટાન્ત :
વિજયપુર નામના નગરમાં ચંદ્રમૌલિ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખત ઉઘાનપાલકે આવી જણાવ્યું કે ‘ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે.' રાજા ઉદ્યાનમાં ગયો કેવળી ભગવંતને વંદન કરી બેઠો અને પૂછ્યું કે ‘હે ભગવન્ ! મને કોણ શરણભૂત થશે અને મારો નિસ્તાર કોણ કરશે' ભગવાને જવાબ આપ્યો કે, મને શરણભૂત થઈ મારો નિસ્તાર કર્યો તે તમને પણ શરણભૂત થઈ તમારો નિસ્તાર કરશે.' પછી કેવળી ભગવંત, ઉપમિતિની શૈલિએ પોતાનું વૃત્તાન્ત જણાવે છે.
આજથી અનંતકાળ પહેલા ચારિત્રધર્મ રાજાના સૈન્યનો સહાયક થઇને મોહશત્રુના સૈન્યનો ક્ષય કરી શકશે તેમ માની કર્મ પરિણામ મહારાજાએ અસંવ્યવહારનિગોદમાંથી સંવ્યવહાર નિગોદમાં મને મૂક્યો. આ સમાચાર સાંભળી મોહરાજાએ કુપિત થઇને ત્યાંને ત્યાં અનંતકાળ સુધી મને ગોંધી રાખ્યો. પછી કર્મ પરિણામ રાજા પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, નરક અને અનાર્ય મનુષ્યોમાં મને લઇ ગયો. વચમાં વારંવાર મોહરાજા કુપિત થઇને ઘણીવાર નિગોદમાં લઇ જતો હતો. આમ અનંત પુદ્ગલ પરાવર્ત્ત ગયા પછી આર્યક્ષેત્રમાં અનંતીવાર મનુષ્યપણું પામ્યો છતાં ત્યાં પણ મોહરાજાએ કુલદોષથી, જાતિદોષથી, જાત્યંધત્વથી અને બીજા અનેક દોષથી ધર્મના નામ માત્રને જણાવ્યા વિના પૂર્વની જેમ ફરી એકેન્દ્રિયાદિમાં લઇ જઇ મને અનેક પુદ્ગલ પરાવર્ત્ત ભમાવ્યો.
એમ કરતાં એક વખત શ્રીનિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠિનો વૈશ્રમણ નામે હું પુત્ર થયો. ત્યાં ‘સ્વજન, ધન, ભવન, યૌવન વનિતાદિ બધું અનિત્ય સમજીને હે પ્રાણીઓ આપત્તિથી રક્ષણ કરનાર એવા ધર્મનું રક્ષણ કરો' આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી ધર્મ કરવાની બુદ્ધિ થઇ અને સ્વયંભુ ત્રિદંડીનો શિષ્ય થયો. ત્યાં પણ મનુષ્ય જન્મ હારીને અનંતકાળ રખડચા પછી વિજયવર્ધનપુરમાં સુબળ શ્રેષ્ઠિનો નંદન નામે પુત્ર થયો ત્યાં આગળ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થિપ્રદેશ સુધી પહોંચ્યોં પણ છેદી ન શક્યો ત્યાંથી પાછો ફરી અનંતીવાર એકેન્દ્રિયાદિમાં રખડ્યો આમ રખડતાં રખડતાં હું વિશ્વસેન કુમાર થયો.
વિશ્વસેનનો ભવ
મલયાપુર નગરમાં ઇન્દ્ર નામના રાજા અને વિજયા નામની રાણીને પુત્ર થયો. તેનું નામ વિશ્વસેન રાખ્યું. સમય જતાં ઇન્દ્ર રાજા મૃત્યુ પામ્યા અને વિશ્વસેન રાજા બન્યો. અને તે વિશ્વભૂતિ નામના ત્રિદંડીનો પરમ ઉપાસક થયો. પ્રસંગ મળતાં વૈરાગ્ય અને ગુરુ ઉપદેશથી યથાપ્રવૃત્તાદિકરણ કરીને વિશ્વસેન સમ્યક્ત્વ પામ્યો. નિરંતર ગુરુના ભાવનાવાહી ઉપદેશથી દેઢ બની એ સમ્યક્ત્વને મહાચિંતામણિ રત્નની જેમ સાચવવા લાગ્યો અને મિથ્યાત્વી ગુરુ તેમજ મિથ્યાત્વી ધર્મથી દૂર
Page #29
--------------------------------------------------------------------------
________________
વિશ્વસેનનો ભવ
રહી તેમાં દૂષણ ન લાગે તે માટે પૂરતી કાળજી રાખવા લાગ્યો. આ વાત વિશ્વભૂતિ ત્રિદંડીએ સાંભળી અને તેથી તે પોતાના ઉપાસકને ફરી પોતાનો કરવા મલયાપુર નગરમાં આવ્યો. ત્યાં આવી તેણે ઘોર તપશ્ચર્યા અને મંત્ર તંત્રથી નગરના લોકોને ખેંચવા માંડ્યા.
૫
નગરનાં ઘણાં લોકો તેના દર્શને ગયા. સમ્યક્ત્વની મલિનતાના ભયે રાજા ન ગયો. છેવટે થાકી વિશ્વભૂતિએ રાજાને કહેવરાવ્યું કે ‘પૂર્વ પરિચયનો આમ જલદી અંત આવી ગયો ? મળવામાં કે વાતચિતમાં શું નુકશાન થશે ?' રાજા દાક્ષિણ્યતાથી ગયો એટલે ત્રિદંડીએ અનેક ચમત્કાર અને મંત્રો શિખવ્યા, રાજા લોભાયો અને તેને પૂર્વનો કુદૃષ્ટિરાગ સ્ફૂર્યો. સમકિત વમી નાંખ્યું અને પહેલાં કરતાં પણ વધુ વિશ્વભૂતિનો ભક્ત બન્યો એટલું જ નહિ પણ જૈનધર્મ અને ગુરુની નિંદામાં તત્પર થયો અને ધર્મ હારી ગયો. આ રીતે દૃષ્ટિરાગી ધર્મ પાળી શકતો નથી.
વિશ્વસેનના ભવ પછી બીજા ભવે ધન શ્રેષ્ઠિનો પુત્ર સુભગ થયો ત્યાં વિષયરાગથી ધર્મને હારી જઇ ત્રીજા ભવે ગૃહપતિનો પુત્ર સિંહ, ચોથા ભવે જિનદત્તસૂતા જિનશ્રી, પાંચમાં ભવે ધનંજય પુત્ર કુબેર, છટ્ઠા ભવે ધનાઢ્યનો પુત્ર કુબેર, અને સાતમા ભવે શ્રેષ્ઠિપુત્ર સોમદત્ત થઇ ક્રોધ, માન, માયા, લોભથી સમ્યક્ત્વરત્ન હારી ગયો. ત્યારપછી ધનશ્રેષ્ઠિના સુત સુંદરના ભવમાં હિંસાથી, મણિભદ્રના ભવમાં મૃષાવાદથી, રોહિણી શ્રાવિકાના ભવમાં વિકથાથી હારતાં હારતાં પુંડરિકના ભવમાં સર્વવિરતિધર થઇ ચૌદપૂર્વ ભણ્યો. ત્યારપછી સિંહવિક્રમ, ભાનુકુમાર, ઈન્દ્રદત્ત થઇ સર્વાર્થ સિદ્ધમાં જઇ બલિનરેન્દ્ર થયો. અને બલિનરેન્દ્ર થયા પછી કુવલયચંદ્ર કેવળી પાસેથી પોતાનો વૃતાન્ત સાંભળી ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામ્યો અને આજે ગુણ નિષ્પન્ન નામથી મને ભુવન ભાનુકેવળી કહે છે, ‘હે રાજા ! જિનશાસનને હું શરણે થયો તેથી મારો નિસ્તાર થયો તેમ તારો પણ તેથી નિસ્તાર થશે.' છેવટે ચંદ્રમૌલિ રાજાએ કેવળી ભગવંત પાસે દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યો.
૨. ધર્મદ્વેષી પણ ભદ્રબાહુ સ્વામિના ગુરુભાઇ વરાહમિહિરની જેમ ધર્મને અયોગ્ય છે. તે પ્રસંગ આ પ્રમાણે છે.
વરાહમિહિરની કથા ઃ
ભદ્રબાહુ અને વરાહમિહિર બન્ને જ્ઞાતિએ બ્રાહ્મણ અને સગા ભાઇ હતા. વૈરાગ્ય પામી બન્ને જણાએ શ્રી યશોભદ્રસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ગુણી અને યોગ્ય માની યશોભદ્રસૂરિ મહારાજે ભદ્રબાહુ સ્વામીને પોતાના પટ્ટધર સ્થાપ્યા. આ કારણથી અને ચારિત્રના ભગ્ન પરિણામથી વરાહમિહિર ચારિત્રનો ત્યાગ કરી જૈનધર્મનો દ્વેષી થયો. દીક્ષા છોડ્યા બાદ જ્યોતિષશાસ્ત્રથી પોતાનો નિર્વાહ કરવા લાગ્યો તેમાં તેણે સારી પ્રસિદ્ધિ મેળવી અને વરાહમિહિરસંહિતા જેવા જ્યોતિષ ગ્રંથો પણ રચ્યા.
એકદા રાજાને ત્યાં પુત્ર જન્મ્યો, બધા આશીર્વાદ આપવા ગયા, વરાહમિહિર પણ ગયો. ભદ્રબાહુસ્વામીએ સાધુ આચારને ઉચિત ન હોવાથી તેમ ન કર્યું. વરાહમિહિરને જૈનધર્મનો દ્વેષ હોવાથી તેણે રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે “જૈન સાધુઓ વ્યવહારશૂન્ય છે, કે જેથી આવા
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ શુભ પ્રસંગે પણ આવ્યા નહિ.” એટલે રાજાએ માણસ મોકલીને કહેવડાવ્યું કે તમે કેમ આવ્યા નહિ? ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું કે કોઇનું મરણ કહેવું વ્યાજબી નથી પણ જ્યારે ખોટી રીતે જૈનધર્મની નિંદા થાય છે તો કહું છું કે “રાજકુમારનું આયુષ્ય અલ્પ છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે તેમ તેનું ગ્રહબળ હોવાથી ખોટા આશીર્વાદ આપી જુઠા બનવું તે વ્યાજબી નથી માટે આવ્યો નથી.
બન્યું પણ એમજ કે રાજાએ ઘણા પ્રયત્નથી બિલાડી દ્વારા રક્ષા કર્યા છતાં દરવાજાના આગડીયારૂપ લોહમય બીલાડીથી આચાર્યે કહેલ સમયે રાજકુમારનું મૃત્યુ થયું. આ ઉપરાંત બીજી પણ વરાહમિહિરના જ્યોતિષના જ્ઞાનમાં સ્કૂલના બતાવી. આથી તે વધુ જૈનધર્મ દ્રષી થયો અને અંતે મરી વ્યંતર થઈ સંઘમાં તેણે મરકીનો ઉપદ્રવ કર્યો અને તે ઉપદ્રવને શ્રી ભદ્રબાહુસ્વામીએ “ઉવસગ્ગહરં સ્તોત્ર બનાવી શાંત કર્યો. આ રીતે વરાહમિહિરની જેમ ધર્મઢષી ધર્મ પામી શકતો નથી.
૩. મૂર્ખ તે (સિદ્ધાંતના અને ગુરુના) વચનના ભાવાર્થનો અજાણ. ગામડાના કુલપુત્ર જેવો, ધર્મને અયોગ્ય છે. ગ્રામીણ કુલપુત્ર :
કોઈ એક કણબીનો પુત્ર સ્વગૃહેથી રાજાની ચાકરી કરવા નીકળ્યો. ત્યારે તેની માતાએ તેને શિખામણ આપી કે, “રાજ-સેવાર્થે વિનય કરવો.” ત્યારે તેણે પૂછ્યું કે- “વિનય એટલે શું?” માતાએ શીખવ્યું કે, “નીચું જોઈને ચાલવું અને રાજાની મરજીને અનુસરવું, જુહાર કરવા.” આ વચન અંગીકાર કરીને તે કણબીનો પુત્ર ગ્રામાંતરે નોકરી માટે ચાલ્યો.
માર્ગમાં મૃગલાં પકડવા છૂપાઈને ઊભા રહેલા શિકારીઓને દૂરથી જોઈ તેણે મોટે સ્વરે પ્રણામ કર્યા. તેના અવાજથી મૃગલા નાસી ગયાં. તેથી તેઓએ તેને માર્યો, ત્યારે કહેવા લાગ્યો કે, “મારી માતાએ મને શીખવ્યું હતું, તેથી મેં એમ કર્યું.” ત્યારે શિકારીઓ બોલ્યા કે, “તું મૂર્ખ છે, આવા પ્રસંગે છાનામાના આવવું.” તે શિકારીઓના વચનને યાદ રાખીને ત્યાંથી આગળ જતાં માર્ગમાં ધોબી લોકોને જોઇને નીચો વળી છુપાતો છુપાતો ચાલવા લાગ્યો, જેથી ધોબીઓએ તેને ચોર સમજીને માર્યો. ત્યારે તેણે પ્રથમ બનેલી સાચી હકીકત કહી સંભળાવી, તેથી તેમણે તેને શીખવ્યું કે, “આવા પ્રસંગે તો ધોવાઈને સાફ થાઓ' એમ બોલાતા જવું.” ત્યાંથી આગળ ચાલતાં કેટલાક બી વાવનાર ખેડૂતો વાદળ સામે જોતા હતા, તેઓને જોઇને તે “ધોવાઈને સાફ થાઓ” એમ બોલ્યો; ત્યારે તેઓએ તેને અપશુકનની ભ્રાંતિથી માર્યો, ત્યાં પણ ખરી હકીકત કહેવાથી ખેડૂતોએ શીખવ્યું કે, “મૂર્ખ આવા પ્રસંગે તો બહુ થાઓ બહુ થાઓ' એમ બોલવું.”, આ વચનને મનમાં ધારી (ગ્રહણ કરી) તે આગળ ચાલ્યો, આગળ જતાં જતાં એક ગામમાં કોઇક મરણ પામેલાના શબને ઉપાડી રોતા જતા લોકોને જોઈને તે બોલ્યો કે, “બહુ થાઓ-બહુ થાઓ' તે વખતે તે લોકોએ પણ અપશુકનિયાળ સમજી તેને માર્યો, તેમની પાસે પણ સર્વ બનેલી બીના તેણે કહી, જેથી તેઓએ શિખામણ આપી કે, “આવા પ્રસંગે તો “આવું ન થાઓ' એમ બોલવું.”
Page #31
--------------------------------------------------------------------------
________________
ગ્રામીણ કુલપુત્ર
તેઓનું વચન સ્વીકારી આગળ જતાં એક ઠેકાણે વિવાહમાં હસ્તમેળાપ થતો જોઇને વિવાહના મંડપમાં જઇ તે બોલ્યો કે, ‘આવું ન થાઓ-આવું ન થાઓ,' આ શબ્દો સાંભળી ત્યાં ભેગા મળેલા લોકોમાંના કેટલાકે તેને ખૂબ માર્યો, જેથી તેણે અગાઉ બનેલી અને શીખેલી સર્વ સાચી વાત જણાવી, ત્યારે તેઓએ સમજાવ્યું કે, મૂર્ખ ! એવા સમય પર તો ‘નિરંતર થાઓ-નિરંતર થાઓ' એમ બોલવું.”
તે સાંભળી, તે શબ્દો યાદ રાખી ત્યાંથી વિદાય થયો. આગળ જતાં એક માણસના પગમાં બેડી નંખાતી જોઇને તે બોલ્યો કે, “નિરંતર થાઓ-નિરંતર થાઓ' આ વચનો સાંભળતાં જ તે પુરુષના સંબંધીઓએ તેને માર માર્યો, ત્યાં પણ સાચું બોલવાથી તેઓએ કહ્યું કે, ‘અરે મૂર્ખ ! આવા પ્રસંગ પર તો-જલ્દી છૂટા થાઓ-જલ્દી છૂટા થાઓ' એમ બોલવું. તે મનમાં યાદ રાખીને આગળ વધ્યો, રસ્તામાં બે જણા મૈત્રી બાંધતા હતા, તેમને દેખી નજીક જઇ તે બોલ્યો કે, જલ્દી છૂટા થાઓ-જલ્દી છૂટા થાઓ' જેથી તેમણે પણ માર માર્યો તેમની પાસે પણ સત્ય બોલવાથી છૂટ્યો અને કોઈ એક ગામમાં આવી પહોંચ્યો, ત્યાં કોટવાળના ઘરમાં તે નોકરી કરવા રહ્યો, એકદા દુષ્કાળ સમયે તે કોટવાળના ઘરમાં ખાવા માટે રાખ તૈયાર કરેલી, તે વખતે કોટવાળ ચોરામાં ગયેલ હોવાથી પેલો મૂર્ખ તેને બોલાવવા ગયો. ત્યાં ઘણા માણસોની મંડળી બેઠી હતી, તેઓની સમક્ષ મોટા શબ્દે (ઘાંટો પાડી) બોલવા લાગ્યો કે, “ચાલો ચાલો રાબ ઠંડી થઇ જશે” તે સાંભળી કોટવાળ ઘણો જ શરમાઇ ગયો અને ઘેર આવી તેને ખૂબ માર્યો અને શીખવ્યું કે, “મૂર્ખ ! આવી શરમભરી વાત તો ખાનગીમાં જ કહેવી, કદાપિ ચાર જણના સાંભળતા બોલવી નહીં.
ત્યારબાદ થોડા દિવસ પછી ઘરમાં આગ લાગી, તે વખતે કોટવાળને બોલાવવા માટે તે ચોરા ઉપર આવ્યો, આ વખતે પણ અગાઉની માફક મંડળી બેઠેલી હતી જેથી તે કાંઇ પણ બોલ્યા વિના મૂંગો જ ઊભો રહ્યો; અને ઘણીવારે લોકોના સમુદાય વીખરાઇ ગયા પછી તેણે કહ્યું કે, “સ્વામિ ! આજે આપણા ઘરમાં આગ લાગી છે.” તે સાંભળી કોટવાળ ગુસ્સે થઇ બોલ્યો કે, “તારા જેવો મૂર્ખનો સરદાર કોઇ પણ નહીં હોય, એમાં કહેવા શું આવ્યો અને ક્યારનો મૂંગો મૂંગો શું ઉભો રહ્યો ? એવા પ્રસંગે તો જલ્દી જલ્દી ધૂળ, રાખ, માટી કે પાણી નાંખવું જેથી તરત જ આગ ઓલવાઇ જાય.'
એક સમયે કોટવાળ હજામત કરાવી મસ્તકના વાળ (ચોટલી) સુગંધી ધૂપથી ધૂપતો હતો, તે સમયે વાળમાંથી ધૂમાડો નીકળતો દેખી મૂર્ખ માન્યું કે, અરે ! આગ લાગી, તેથી તરત જ તેના ઉપર ધૂળ અને પાણી નાખવા લાગ્યો.
આવી રીતે ખરો ભાવાર્થ (હેતુ) તથા સમયને નહીં જાણી શકનારા પણ ધર્મને અયોગ્ય જાણવા.
૪. પહેલાંથી કોઇએ વ્યુગ્રાહિત કરેલ (ભરમાવેલ) હોય તે પણ ગોશાલાથી ભરમાઇ ગયેલા નિયતિવાદી વિગેરેની જેમ ધર્મને અયોગ્ય સમજવા. એ રીતે ચારે દોષવાળા મનુષ્યો ધર્મને અયોગ્ય જાણવા.
૧. મધ્યસ્થવૃત્તિ-સમર્દષ્ટિ; તે આર્દ્ર કુમારાદિ જેવા ધર્મને યોગ્ય મધ્યસ્થવૃત્તિવાળા જાણવા.
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
શ્રી આદ્રકુમાર :
સમુદ્રના મધ્યમાં આદ્રક નામે દેશ છે, તેનું આદ્રક મુખ્ય નગર છે. ત્યાં આદ્રક નામે રાજા હતો, તેની આદ્રક રાણીથી આદ્રકુમાર નામે પુત્ર થયો, તે યૌવન વયને પામતા યથારુચિ સંસારીક ભોગ ભોગવવા લાગ્યો.
આદ્રક રાજા અને શ્રેણિક રાજાને પરંપરાથી પ્રીતિ બંધાયેલી હતી, એક વખત શ્રેણિક રાજાએ પોતાના મંત્રીને આદ્રક રાજાની પાસે ઘણી ભેટો લઈને મોકલ્યો, તે ભેટો સ્વીકારી આર્દિક રાજાએ બંધુ શ્રેણિકની કુશળતા પૂછી આ જોઈ આદ્રકુમારે પૂછ્યું, હે પિતાજી ! આ મગધેશ્વર કોણ છે કે જેની સાથે તમારે આટલી બધી પ્રીતિ છે? ત્યારે રાજાએ કહ્યું કે, શ્રેણિક નામે મગધના રાજા છે અને તેમને અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે, આ સાંભળી આદ્રકુમારે આવેલ મંત્રીશ્વરને પૂછ્યું કે, આ મગધેશ્વરને કોઈ ગુણવાન પુત્ર છે ? હોય તો તેને હું મારો મિત્ર કરવા ઇચ્છું , ત્યારે મંત્રીશ્વરે જવાબ આપ્યો કે, હા, બુદ્ધિનું ધામ એવા અભયકુમાર તેમના પુત્ર છે.
આ સાંભળી વિદાય થતા મંત્રીશ્વરને આદ્રકુમારે પરવાળા અને મુક્તાફળ વગેરે અભયકુમાર માટે મૈત્રીના પ્રતીક તરીકે આપ્યાં.
આ આદ્રકુમારના મૈત્રીભર્યા વર્તાવથી ખુશ થઈ અભયકુમારે વિચાર્યું કે કોઈ શ્રમણપણાની વિરાધના કરવાથી આ આદ્રક અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. તેને મિત્ર તરીકે મારે ધર્મી બનાવવો જોઇએ એમ ચિંતવી પ્રભુ આદિનાથની એક અહંત પ્રતિમા એક પેટીમાં મુકી એક દત દ્વારા આદ્રકુમારને મોકલી આપી અને સંદેશો મોકલ્યો કે, આ પેટી આદ્રકુમારે એકાંતમાં ખોલવી. - પેટી ખોલતાં આદ્રકુમારને અપ્રતિમ શ્રી આદિનાથની મનોહર પ્રતિમા નજરે પડી, થોડો વખત તો, આ શું છે? તે તેમને સમજાયું નહીં. પણ વિચાર કરતાં કરતાં આવું મેં પૂર્વે ક્યાંક જોયું છે, એમ ચિંતન કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં પોતે જોયું કે આ ભવથી ત્રીજે ભવે તે મગધદેશના વસંતપુરનગરમાં એક સામાપિક નામે કણબી હતો અને હવે કર્માધીન હું અહીં ધર્મવર્જિત એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું, મને પ્રતિબોધ પમાડનાર અભયકુમાર ખરેખર મારો બંધુ અને ગુરુ છે, તેથી હવે પિતાની આજ્ઞા લઇ હું આર્ય દેશમાં જઇશ કે જયાં મારા આ મિત્ર અને ગુરુ છે, પણ પિતાજીએ આદ્રકુમારને મગધ જવાની રજા ન આપી અને તેના સામંતોને આદ્રકુમાર કોઇ સંજોગોમાં નાસી ન જાય તે માટે સર્ણ બંધોબસ્ત રાખવા હુકમ કર્યો.
આદ્રકુમારે પોતાના માણસો પાસે એક વહાણ તૈયાર કરાવ્યું, અને તેમાં રત્નો ભર્યા, અને એક દિવસ ભગવાન આદિનાથની મૂર્તિવાળી પેટી લઈને બધાને થાપ આપી વહાણ ઉપર ચડી આર્યદેશમાં આવી પહોંચ્યો.
અહીં આવી પ્રભુની પ્રતિમા અભયકુમારને પાછી મોકલી આપી અને સાથે રહેલ ધન સાત ક્ષેત્રમાં વાપરી, પોતાની મેળે જ યતિલિંગ ગ્રહણ કર્યું. એ રીતે આદ્રકુમાર મધ્યસ્થ હોવાથી ભગવાનની પ્રતિમા જોતાં બોધ પામ્યો, તેમ મધ્યસ્થ ધર્મ પામી શકે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્દ્રકુમાર
૨. વિશેષ-નિપુણમતિ - તે વિશેષજ્ઞ, જેમ કે, હેય (છોડવા યોગ્ય,) જ્ઞેય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા યોગ્ય)નો વિવેક કરી જાણે એવી જેની બુદ્ધિ છે પૂર્વોક્ત બતાવેલા કુલપુત્રના જેવી, વસ્તુતત્ત્વના ભાવાર્થ ન સમજી શકે એવી જેની બુદ્ધિ નથી - એવો ગુણી તે ધર્મને યોગ્ય જાણવો.
૩. ન્યાયમાર્ગરતિ :- ન્યાય (આગળ વ્યવહાર - શુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરાપણ રતિ ન હોય તે પણ ધર્મને યોગ્ય જાણવો.
૪. દૃઢનિજવચન સ્થિતિ દૃઢ (આકરી) પણ શિથિલ નહીં, એવી નિજ (પોતાની) વચનસ્થિતિ (પ્રતિજ્ઞા) જેની છે એ પણ ધર્મને યોગ્ય સમજવો. એ રીતે ચાર ગુણ યુકત હોય તે જ ધર્મને યોગ્ય જાણવા.
વળી કેટલાક પ્રકરણોમાં શ્રાવકને યોગ્ય એકવીશ ગુણ પણ કહ્યા છે, તે નીચે મુજબ :શ્રાવકના એકવીસ ગુણ
धम्मरयणस्स जुग्गो, १ अक्खुद्दो, २ रूववं, ३ पगइसोमो ।
૪ તોળીઓ, ૧ અરો, ૬ મીરૂ, ૭ અસો, ૮ વિશ્વનો "શા ९ लज्जालुओ, १० दयालू, ११ मज्झत्थो - सामदिट्ठी, १२ गुणरागी । શ્રૂ સહ, ૨૪ સુવાનુત્તો, ૧ મુદ્રી વંસી, ૬ વિસેસન્દૂ ારા १७ वुड्डाणुगो १८ विणीओ, १९ कयण्णुओ २० परहिअत्थकारी अ । તદ્દ ચેવ, ૨૧ નદ્ધવિવો, રૂાવીસમુળહિં સંગુત્તો "રૂા (ધર્મરત્ન પ્રકરણ) - ઉદાર આશયનો, (ગંભીર ચિત્તવાળો હોય છતાં તુચ્છ સ્વભાવ ન હોય
૧.
૨.
..
અનુક એવો.)
૩. પ્રકૃતિસૌમ્ય- સ્વભાવથી જ શાંત (અને પાપકર્મથી દૂર રહેનારો તથા સેવકવર્ગને સુખે સેવવા યોગ્ય) હોય (પણ ક્રુર સ્વભાવ ન હોય.)
રૂપવાન - (દેખાવડો) પાંચે ઇન્દ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, ફૂલો, પાંગળો ન હોય એવો).
..
૭.
..
લોકપ્રિય- દાન, શીયલ, ન્યાય, વિનય અને વિવેકાદિથી યુક્ત હોવાને કારણે લોકમાં પ્રિય.
૫.અક્રૂર-અક્લિષ્ટચિત્ત, અદેખાઈ આદિથી રહિત હોય એવો. અર્થાત્ કોઈની નિંદા
નહિં કરનારો.
ભીરુ
-
પાપથી, લોકનિંદાથી, તેમજ અપયશથી ડરતો રહે એવો.
2
અશઠ- કપટી ન હોય તેવો. (પારકાને ઠગે નહીં તે).
સદાક્ષિણ્ય પ્રાર્થનાભંગથી ભીરુ, શરણે આવ્યાને હિત વત્સલ.
-
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ૯. લજ્જાળુ - અકાર્યવર્જક, (અકાર્ય ન કરવા જેવું કાર્ય કરતાં પહેલાં જ ડરે). ૧૦. દયાળુ - સર્વ પર કૃપાવંત. ૧૧. મધ્યસ્થ- રાગ-દ્વેષ રહિત તથા સૌમ્યદૃષ્ટિ. પોતાનાં કે પારકાંનો વિચાર કર્યા
વગર ન્યાગમાર્ગમાં સર્વનું સરખું હિત કરનાર, યથાર્થ તત્ત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહીં. માટે મધ્યસ્થ ગણાય છે; મધ્યસ્થ *
અને સૌમ્યદૃષ્ટિ એ બન્ને એક ગુણ છે. ૧૨. ગુણરાગી - ગુણવંતનો જ પક્ષ કરે અને અવગુણીની ઉપેક્ષા કરે. ૧૩. સત્કથ-સત્યવાદી અથવા ધર્મ-સંબંધી (ઉચિત) જ કથા (વાત) નો પ્રિય. ૧૪. સુપાયુક્ત-ન્યાયનો જ પક્ષપાતી અથવા સુશીલ, અનુકૂળ અને સભ્ય
સમુદાયવંત (સુપરિવારયુક્ત). ૧૫. સુદીર્ધદર્શિ- સર્વ કાર્યોમાં લાંબો વિચાર કરી, લાભાલાભ સમજી શકે (બહુ
લાભ અને અલ્પ કલેશવાળા કાર્યનો કતા). ૧૮. વિશેષશ-તત્ત્વના અભિપ્રાયનો જાણ (પક્ષપાત રહિત હોવાથી ગુણ-દોષનું અંતર
સમજી શકે એવો). ૧૭. વૃદ્ધાનુગત્વ-વૃદ્ધોને અનુસરનાર (આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની
શિલી (પરંપરા) પ્રમાણે પ્રવર્તનાર). ૧૮. વિનીત-ગુણીનું બહુમાન કરનાર. ૧૯. કૂતા-કર્યા ગુણને (ઉપકારને) નહીં ભૂલનાર. ૨૦. પરહિતાર્થકારી-નિઃસ્પૃહપણે પારકાના હિતનો કર્તા. ૨૧. લબ્ધલય-ધર્માદિ કૃત્યોમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરુષોના પરિચયવાળો સર્વ
ધર્મ કાર્યમાં સાવધાન હોય. (પોતાનું લક્ષ્ય (ધ્યેય) નક્કી કરનાર). આ પ્રમાણે એકવીસ ગુણો અન્ય શાસ્ત્રો (બીજાં પ્રકરણોમાં) વર્ણવેલા છે, પરંતુ આ ગ્રંથના કર્તાએ જે મુખ્ય ચાર ગુણો ગ્રહણ કર્યા છે, તેમાં ઘણું કરીને સર્વગુણોનો સમાવેશ થઈ શકે છે તે આ રીતે :
ભદ્રપ્રકૃતિગુણમાં - ૧. અતુચ્છ (અશુદ્રોપણ, ૨ પ્રકૃતિસૌમ્ય, ૩ અક્રૂરત્વ, ૪ સદાક્ષિણત્વ૬, ૫ દયાળુત્વ૦, ૬ મધ્યસ્થસૌમ્યદૃષ્ટિ–૧૧, ૭ વૃદ્ધાનુગ–૧૭, ૮ વિનીતત્ત્વ, એમ આઠ.
વિશેષ નિપુણમતિ ગુણમાં ૯ રૂપવંતપણું, ૧૦ સુદીર્ધદર્શિત્વ ૧૫, ૧૧ વિશેષજ્ઞત્વ૬, ૧૨ કૃતજ્ઞત્વ ૧૯, ૧૩ પરહિતાર્થકૃતત્વ૨૧, ૧૪ લબ્ધલક્ષ–૨૧, એમ છે.
ન્યાયમાર્ગરતિ ગુણમાં- ૧૫ ભીરુત્વ, ૧૬ અશઠત્વ, ૧૭ લજ્જાળુત્વ૬, ૧૮ગુણરાગી–૧૨, ૧૮ સત્કથ7૧૩ એમ પાંચ.
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના એકવીશગુણ.
દેટ-નિરવચનસ્થિતિગુણમાં - ૨૦ લોકપ્રિયત્વ, ૨૧ સુપક્ષયુક્તત્વ૧૪, એમ બે.
એ રીતે એકવીશ ગુણોનો ચાર ગુણોમાં પ્રાયે સમાવેશ થઈ શકે છે. માટે આ શાસ્ત્રકર્તાએ ચાર જ ગુણ મુખ્ય લીધા છે.
આ ચાર ગુણોમાં પણ અનુક્રમથી પહેલાના ત્રણ* ગુણ વિનાનો પુરુષ હઠીલો, મૂર્ખ અને અન્યાયી હોય છે, તેથી તે (શ્રાવક) ધર્મને યોગ્ય જ નથી; અને + ચોથા ગુણ વિનાનો માણસ તો ધર્મ અંગીકાર કરે ખરો, પણ તે ધૂર્તની મૈત્રી, ગાંડા બનેલા માણસનો સુવેષ, અને વાનરના ગળામાં મોતીની માળા જેમ વધારે વખત ટકી ન શકે; તેમ થોડા જ વખતમાં પાછો ધર્મભ્રષ્ટ થઈ જાય છે. - જેમ લીસી ભીંત ઉપર ચિત્ર, મજબૂત પાયા ઉપર બાંધેલું ઘર અને સારી રીતે ઘડાયેલ સોના વચ્ચે જડેલું માણેક ઘણો સમય ટકી શકે છે. તેમ દઢગુણયુક્ત પુરુષમાં જ સમ્યગ્દર્શનાદિ ધર્મ યાવજીવ ટકી શકે છે. એમ જણાવાથી એ વાત સિદ્ધ જ થાય છે કે, પૂર્વોક્ત ચાર ગુણ યુક્ત પુરુષ શ્રાવક ધર્મ (સમ્યકત્વાદિ)ના અધિકારી છે.
સમ્યગ્દર્શનાદિ શ્રાવકધર્મ ચુલ્લકાદિ દશ દષ્ટાંતે દુર્લભ છતાં પણ ગુરુ વગેરેના યોગથી પામી શકાય છે, પણ તેનો જીવન પર્યંત નિર્વાહ તો શુકરાજાએ જેમ પૂર્વભવમાં કર્યો હતો, તેમ કરવો તે અત્યંત આવશ્યક છે. શુકરાજાની કથા
ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું, ત્યાં ઋતુધ્વજ રાજાનો પુત્ર મૃગધ્વજ નામનો રાજા રાજ્ય કરતો હતો. વસંતઋતુમાં રાજા અંતઃપુરના પરિવાર સાથે એક વખત ઉદ્યાનમાં ફરવા ગયો, ત્યાં આંબાના વૃક્ષ નીચે બેઠેલ અપ્સરા જેવી પોતાની રાણીઓને જોઈ રાજા મલકાયો અને વિચારવા લાગ્યો કે “જગતમાં આવી સુંદર પઘિણી રાણીઓ ભાગ્યે જ કોઈને ત્યાં હશે... આ સમયે આંબાના વૃક્ષ ઉપર બેઠેલા પોપટે કહ્યું કે, “કૂવામાં રહેલા દેડકાને બીજું કોઈ જળાશય મોટું લાગતું નથી તેમ હે રાજા ! જગતની સ્ત્રીઓને નહિ જોયેલ હોવાથી મનઃકલ્પિત અહંકારથી ફુલાય છે પણ જો ગાંગલિ ઋષિની પુત્રી કમલમાલાને તું જુવે તો તારા અંતઃપુરના રૂપ પ્રત્યે તારું અભિમાન ઉતરી જશે.' જો તારે જોવાની ઇચ્છા હોય તો મારી પાછળ ચાલ.
પોપટ આગળ અને રાજા ઘોડા ઉપર પાછળ એમ જોતજોતામાં વનમાં પાંચસો જોજન ગયા પછી એક ઋષભદેવ ભગવાનનું મંદિર આવ્યું. ત્યાં રાજાએ ભગવાનનાં ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા પછી ગાંગલિઋષિ અચાનક રાજાને જોઈ ગયો અને પોતાના આશ્રમમાં લઈ ગયો. ત્યાં તેનો ઉચિત સત્કાર કરી ઋષિએ કમળમાલાને રાજા સાથે પરણાવી. અને રાજાને દાયજામાં પુત્રની સંતતિ આપનાર એક મંત્ર આપ્યો. અને છેવટે રાજા અને કમળમાલાને ઋષિએ વિદાય આપી.
' રાજાએ ઋષિને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો માર્ગ પૂછયો. ઋષિ કહે મને બિલકુલ માહિતી નથી. પોપટ આગળ થયો અને રાજા તથા કમળમાલા પાછળ પાછળ ચાલ્યાં. દૂરથી ક્ષિતિપ્રતિષ્ઠિત
જે ત્રણ ગુણ-૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્ગમાં રતિ. + દઢપ્રતિજ્ઞ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ નગર દેખાતાં પોપટ અટક્યો, અને જણાવ્યું કે “હે રાજા ! તારી ચંદ્રાવતી રાણી તેના ભાઈ ચંદ્રશેખરને તમારી ગેરહાજરીનો લાભ લઈ સૈન્ય સાથે રાજ્યનો કબજો આપવા લઈ આવી છે આથી નગરમાં શત્રુ સૈન્ય સાથે હાલ યુદ્ધ થાય છે.” રાજા ચમક્યો પોપટે કહ્યું “ફકર ન કરો સૌ સારૂં થશે.” તેટલામાં તો પોતાનું સૈન્ય તેને સામે મળ્યું અને ચંદ્રશેખર ભેટયું લઈ રાજાને પગે પડી કહેવા લાગ્યો કે “મહારાજ! આપની ગેરહાજરીમાં શત્રુઓ ગેરલાભ ન લે તેથી નગરરક્ષા માટે હું આવેલો. તેનો આપના સૈન્ય ઉલટો અર્થ કર્યો અને આ અથડામણ ઉભી થઈ. શંકા છતાં સરલ સ્વભાવી રાજાએ તે વાતની ઉપેક્ષા કરી અને પોપટ તરફ જોયું તો પોપટ જણાયો નહિ. રાજાએ માન્યું કે ઉપકારનો બદલો ન લેવો પડે માટે આ ઉપકારી ચાલ્યો ગયો લાગે છે. તપાસ કરી પણ તે ન જડ્યો તે ન જ જડ્યો.
સમય જતાં એક દિવસે મૃગધ્વજ રાજાએ ગાંગલિઋષિએ આપેલ મંત્રનો જાપ કર્યો અને તેના પ્રતાપે ચંદ્રાવતી સિવાય સર્વે રાણીઓને એકેક પુત્ર થયો. આ પ્રસંગે કમળમાલાને એક સ્વમું આવ્યું તેમાં તેને ભગવાને કહ્યું કે, “આ શુક લે (પોપટ) પછી તને હંસ આપીશ.” રાજાએ સ્વપ્રાનો અર્થ એ કહ્યો કે, “તારે બે પુત્ર થશે અને તે બન્ને તેજસ્વી થશે.” કમળમાળાએ ગર્ભ ધારણ કર્યો પૂરે મહિને પુત્ર જન્મ્યો અને તેનું નામ શુકરાજ રાખ્યું.
શુકરાજ રાજકુટુંબને ઉચિત વૈભવથી ઉછરતાં ઉછરતાં પાંચ વર્ષનો થયો ત્યારે રાજા અને કમળમાળા વસંતઋતુ આવતાં, ઉદ્યાનમાં ફરવા નીકળ્યાં અને તેજ આંબાના ઝાડ નીચે બેઠા. આનંદ અને હર્ષના અતિરેકમાં રાજાએ કનકમાળાને કહ્યું, “હે પ્રિયે ! આ તેજ આમ્રવૃક્ષ છે કે
જ્યાં આગળ અને પોપટે તારી ભાળ આપી હતી અને મને આશ્રમમાં લઈ જઈ તને મેળવી આપી કૃતાર્થ કર્યો.” પિતાના ખોળામાં રહેલ પુત્ર શુકરાજ આ વચન સાંભળી એકદમ મૂછિત થયો.
રાજા-રાણી વ્યથિત બનીને અનેક ઉપચાર કર્યા ત્યારે આંખ ખોલી ભૂતાવેષ્ટની માફક આમતેમ કુમારે જોયા કર્યું. તેને ઘણું બોલાવ્યા છતાં તેણે અક્ષરનો ઉચ્ચાર ન કર્યો, તે ન જ કર્યો. આ પછી ઘણા ઘણા ઉપચારો કર્યા છતાં રાજકમારની વાચા બંધ થયાનું કોઈ નિદાન ન કરી શક્યું. અને કુમારની વાચા સદંતર બંધ થઈ.
સમય જતાં દુઃખ ઓછું થયું અને ફરી કૌમુદી મહોત્સવ પ્રસંગે કમળમાળા અને શુકરાજ સાથે રાજા ઉદ્યાનમાં ફરવા નીકળ્યો. તે આમ્રવૃક્ષને દૂરથી જોતાં શુકરાજની જિહા બંધ થયાનું દુઃખ તાજું થયું અને તેથી ત્યાં નહિ જવાનો રાજા નિર્ણય કરે છે, તેવામાં ત્યાંથી દેવદુંદુભિનો અવાજ સંભળાયો. રાજાએ તપાસ કરી તો ત્યાં શ્રીદત્ત મુનિ મહારાજને કેવળજ્ઞાન થયું છે, તે પ્રસંગને અનુલક્ષી દેવો મહોત્સવ કરવા આવ્યા છે તે જાણ્યું. રાજા રાણી બન્નેએ પુત્ર સાથે પર્ષદામાં બેસી ધર્મોપદેશ સાંભળ્યો, દેશનાને અંતે મૃગધ્વજ રાજાએ શ્રીદત્ત કેવળી ભગવંતને શુકરાજની જિહ્વા બંધ થવાનું કારણ પૂછયું,
શ્રીદત્ત કેવળી ભગવાને તેમને શકરાજનો પૂર્વભવ જણાવ્યો.
Page #37
--------------------------------------------------------------------------
________________
શુકરાજની કથા. શુકરાજનો પૂર્વભવ
“ભક્િલપુર નગરમાં જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે હંસી અને સારસી નામે વિજયદેવ રાજાની રંભાસની પુત્રીઓને પરણ્યો હતો. એકદા શંખેશ્વરની યાત્રા કરી સિદ્ધાચલ તરફ જતાં સંઘમાં બીરાજતા શ્રુતસાગર આચાર્યની ધર્મદેશનામાં સિદ્ધાચલ તીર્થના એકવીસ નામનો મહિમા અને શત્રુંજયના નામની પ્રસિદ્ધિ પોતાના નામથી થશે તે સાંભળી તેનાં દર્શન ન થાય ત્યાં સુધી આહાર પાણી ન લેવાનો તેણે અભિગ્રહ કર્યો, રાજાના પ્રાણ બચાવવા તીર્થરક્ષક યક્ષે દેવમાયાથી માર્ગમાં સિદ્ધાચલ વિકર્યો. રાજાએ સત્ય તીર્થ માની પોતાનો અભિગ્રહ યક્ષ વિકર્વિત તીર્થદ્વારા પૂર્ણ કર્યો અને રાજા વિમળપુર નગર વસાવી વિકર્વિત તીર્થાધિરાજની સાનિધ્યતામાં રહેવા લાગ્યો.
કર્મની ગતિ વિચિત્ર છે તે મુજબ અંત સમયે અણસણપૂર્વક પ્રભુનું ધ્યાનસ્મરણ કરવા છતાં દેવમંદિરના શિખર ઉપર રહેલ પોપટ ઉપર તેનો જીવ ભરાયો અને રાજા મરી પોપટ જાતિમાં જન્મ પામ્યો. તેની બે રાણીઓ કાળક્રમે ધર્મ આરાધી દેવલોકમાં ઉત્પન્ન થઈ અને તેમણે પોપટને પ્રતિબોધ પમાડ્યો. પોપટ તીર્થભક્તિ કરી, અંતે અણસણ કરી દેવલોકમાં દેવ થયો. હંસીનો જીવ દેવલોકમાંથી ચ્યવી હે રાજા ! તું મગધ્વજ રૂપે થયો અને સારસી મરી કમળમાળા થઈ અને આ તમારા બન્નેનો મેળાપ કરાવનાર પોપટ તે બીજો કોઈ નહિ પણ જિતારી રાજાનો જીવ દેવ હતો તે મરી તમારા પુત્રરૂપે શુકરાજ થયો છે.
આંબાના વૃક્ષ નીચેની તમારી વાતથી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તમને બન્નેને પોતાની પૂર્વભવની સ્ત્રીઓ જાણી વિમાસણમાં પડ્યો કે, હું તેમને પિતા અને માતા કેમ કહું ? આથી તેણે પોતાની વાણી બંધ કરી છે પણ “હે શુકરાજ કુમાર ! આ સંસાર વિચિત્ર છે, માતા, પિતા, પુત્ર, સ્ત્રી, ભાઈ, બહેન અને પુત્રી વિગેરે મરીને બીજા ભવમાં અનેકવિધ સંબંધે ઉત્પન્ન થાય છે, પણ વ્યવહારિક સત્યને અનુસરીને વ્યવહાર કરવામાં વાંધો નથી, મારા વૈરાગ્યનું કારણ પણ આવા સંયોગ જ છે. માટે તું તારી જિહા ખુલ્લી કર.” મુનિના વચન સાંભળી શુકરાજે ભગવંતને “રૂછામિ મસમો' બોલવાપૂર્વક વંદન કર્યું અને કેવળી ભગવંતે કહેલ વાત સાક્ષાત્ દેખતો હોય તે રીતે ફરીથી માતાપિતાને કહી સંભળાવી પોતાની જિહા ખુલ્લી કરી.
મૃગધ્વજ રાજાએ કેવલી ભગવંતને સાથે સાથે પૂછી લીધું કે, “મને વૈરાગ્ય ક્યારે થશે? જવાબમાં ભગવાને ઉત્તર આપ્યો કે, “ચંદ્રાવતીના પુત્રને જોશો ત્યારે તમને દઢ વૈરાગ્ય થશે.' ત્યારબાદ કેવળી ભગવાને અન્યત્ર વિહાર કર્યો.
સમય જતાં કમળમાળાને બીજો પુત્ર જન્મ્યો તેનું નામ હંસરાજ પાડ્યું. રામ-લક્ષ્મણની જોડી જેવા શુકરાજ-હંસરાજ અરસ-પરસ પ્રત્યેની પ્રીતિ સહ મોટા થવા લાગ્યા. તેવામાં ગાંગલિઋષિ મૃગધ્વજ રાજાના દરબારમાં આવી, ગોમેધયક્ષ વિગેરે વિમલાચલ તીર્થે જવાના છે, અને તીર્થની રક્ષા માટે એક પુત્ર લઈ આવવાની તેણે મને સ્વપ્રામાં આજ્ઞા કરી છે, “તો હે મૃગધ્વજ રાજા ! તીર્થરક્ષા માટે એક પુત્રને આપો.” રાજા રાણીએ પુત્ર વિયોગના દુઃખને સમાવી તીર્થરક્ષા માટે શુકરાજને મોકલ્યો. શુકરાજ તીર્થની રક્ષા અનન્ય ભક્તિપૂર્વક કરવા લાગ્યો, અને તે દરમિયાન
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૪ '
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ વાયુવેગ વિદ્યાધર પાસેથી આકાશગામિની વિદ્યા મેળવી અને તેની બેન વાયુવેગા તથા શત્રુમર્દનરાજાની પુત્રી પદ્માવતીને પરણ્યો, આકાશગામિની વિદ્યાને બળે શુકરાજ અને વાયુવેગ તીર્થયાત્રા કરતાં કરતાં પોતાનો સમય ભક્તિભાવમાં વિતાવે છે, એ અરસામાં એક વખત વૈતાઢચતીર્થની યાત્રા કરવા જતા હતા ત્યારે કોઈ તેજસ્વી સ્ત્રી “હે શુકરાજ ! હે શુકરાજ !” એમ બૂમો પાડી બોલાવતી હતી, તેથી શુકરાજ અને વાયુવેગ થોભ્યા અને તેને પૂછયું કે, ‘તમે કોણ છો ?' સ્ત્રીએ જવાબ આપ્યો કે, “હું ચક્રેશ્વરી દેવી છું અને ગોમેધ યક્ષની આજ્ઞાથી કાશ્મીર દેશની અંદર આવેલ વિમલાચલ તીર્થની રક્ષા કરવા માટે જતી હતી, ત્યારે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર ઉપર થઈ પસાર થતાં રસ્તામાં એક સ્ત્રીનો રોવાનો અવાજ સાંભળી હું નીચે ઉતરી. મેં તેને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, “મારા પ્રાણથી પ્યારા પુત્ર શુકરાજને ગાંગલિઋષિ તીર્થરક્ષા માટે લઈ ગયા છે, તેની કશી મને ખબર અંતર ન હોવાથી હું રડી રહી છું. મેં તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે, “તમે બીલકુલ ફીકર-ચિંતા કરશો નહિ, તમારો પુત્ર તેજસ્વી અને પુણ્યશાળી છે, તે સુખી જ હશે આમ છતાં હું ત્યાં જ જાઉં છું અને તેને તુર્ત તમારી પાસે મોકલું છું.”
હે શુકરાજ ! માતા-પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી, માટે તમે તુર્ત માતા પાસે જઈ તેમના આત્માને શાંતિ પમાડો.' શકરાજે કહ્યું, “હે દેવી ! માતા ઉપકારિણી છે. તે સત્ય છે પણ નજીક આવેલ તીર્થના દર્શન કરી, હું તુર્ત જાઉં છું.” ભગવંતનાં ભક્તિ અને ઉલ્લાસથી દર્શન પૂજન કરી, પાછા વળતાં વિદ્યાધર સસરા અને ગાંગલિઋષિની અનુમતિ લઈ પિતાએ કરેલ ઉત્સવપૂર્વક શુકરાજ નગરમાં આવ્યો, અને માતા પિતાને વંદન કરી, તેમના આત્માને સાંત્વન આપી સુખપૂર્વક રહેવા લાગ્યો.
કેટલાક સમય બાદ મૃગધ્વજ રાજા અને કમળામાળા રાણી બન્ને શુકરાજ અને હંસરાજકુમાર વિગેરેના પરિવાર સાથે ઉદ્યાનમાં ફરે છે. તેવામાં વીરાંગ સરદારના પુત્ર શુરકુમારે હંસરાજ ઉપર હુમલો કર્યો, અને બન્ને પરસ્પર એક બીજાને હંફાવે તેવી રીતે લડવા લાગ્યા. છેવટે શુકરાજના મંત્રબળની સહાયથી હંસરાજે શુરને ઉપાડીને દૂર ફેંક્યો. ગાત્ર તુટવાથી તેની શાન ઠેકાણે આવી, અને તેણે ગદ્ગદ્ અવાજે મૃગધ્વજરાજા શુકરાજા અને હંસરાજની ક્ષમા યાચી. મૃગધ્વજરાજાએ શુરને પૂછયું, તારો પિતા વિરાંગ મારો સેવક છે, આપણે પરસ્પર મૈત્રી હોવાથી કાંઈ લડવાનું કારણ નથી, છતાં તે એકાએક કેમ આ પ્રમાણે કર્યું?” શુરે કહ્યું, ‘પૂર્વભવનું વૈર યાદ આવવાથી મેં હંસકુમાર ઉપર હુમલો કર્યો,' રાજાએ પૂછ્યું તે તે શી રીતે જાણ્યું?” શુરે કહ્યું કે, “અમારા નગરમાં શ્રીદત્ત કેવલી મહારાજ પધાર્યા હતા, તેમને મેં મારો પૂર્વભવ પૂછ્યો, પૂર્વભવમાં જિતારિરાજાનો સિંહ નામનો પ્રધાન આ હંસકુમાર હતો. હું તે વખતે જિતારિરાજાનો દુત હતો. વિમળપુરનગરમાં જિતારિરાજાના મૃત્યુ પછી સિંહપ્રધાને ભક્િલપુર તરફ પ્રયાણ કર્યું. થોડે ગયા, પછી તેણે વિસરી ગયેલી કિંમતી વસ્તુ લેવા મને પાછો મોકલ્યો. હું ત્યાં ગયો પણ તે વસ્તુ મને ન મળી મેં પ્રધાનને વસ્તુ પ્રાપ્ત નથી થઈ, તેમ જણાવ્યું પણ તેણે મારી વાત સાચી ન માની અને મને ખુબ માર્યો હું થોડા વખત પછી મૃત્યુ પામી ભદિલપુરના જંગલમાં સર્પ થયો તે જંગલમાં એક વખત સિંહપ્રધાન આવ્યો, તેને દેખતાં મારૂં વૈર તાજ થયું, અને મેં તેને હંસ
Page #39
--------------------------------------------------------------------------
________________
શુકરાજનો પૂર્વભવ. દઈ મારી નાંખ્યો, સિંહપ્રધાન મૃત્યુ પામી વિમળાચળની વાવડીમાં હંસ તરીકે ઉત્પન્ન થયો, ત્યાં વાવડી અને તીર્થ દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને તેથી પશ્ચાતાપ થવાથી ચાંચમાં ફુલ લઈ ભગવાનને ચડાવવાની અપૂર્વભક્તિપૂર્વક મૃત્યુ પામી તે સૌધર્મદેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી અહિં આપના પુત્ર હંસકુમાર તરીકે ઉત્પન્ન થયો.
આ હંસકુમાર તે સિંહપ્રધાન છે, તેની જાણ થતાં વૈર વાળવા માટે મેં હંસકુમાર ઉપર હુમલો કર્યો, પણ જય પરાજય પૂર્વના પૂર્યા વિના મળતો નથી. હવે હું શ્રીદત્ત કેવલી પાસે દીક્ષા લઈ શેષ જીવન સારી રીતે પસાર કરીશ.” મૃગધ્વજ રાજા તથા બન્ને કુમારોએ પણ શુરની ક્ષમા માગી. મૃગધ્વજરાજા વિચારવા લાગ્યો કે, કેવલી ભગવાને મને ચંદ્રાવતીના પુત્રને જોઈશ, ત્યારે વૈરાગ્ય થશે. તેમ કહ્યું છે, તેને તો હજુ સુધી પુત્રનો સંભવ નથી. અને મારે ક્યાં સુધી આવા સંસારના કડવા અનુભવો સહન કરવાના અને સાંભળવાના રહેશે.” આ વિચાર કરે છે, તેટલામાં એક યુવાને આવી રાજાને નમસ્કાર કર્યો, રાજાએ પૂછ્યું “તું કોણ છે? તેટલામાં આકાશવાણી ઉત્પન્ન થઈ કે, “હે રાજન્ ! આ કુમાર ચંદ્રાવતીનો પુત્ર છે. તે નિઃશંક છે, છતાં તને શંકા ઉપજતી હોય, તો ઇશાન ખૂણામાં પાંચ યોજન ઉપર જે કદળીવન છે, ત્યાં યશોમતીયોગિની રહે છે, તેને પૂછી સર્વ વાત નિઃશંક કર,' રાજા આશ્ચર્ય પામી ઇશાનખૂણામાં ગયો, અને ત્યાં એક યોગિનીને જોઈ રાજાને જોઈ તુર્ત યોગિની બોલી કે, “હે રાજનું! જે આકાશવાણી તેં સાંભળી તે તદ્દન સત્ય છે. છતાં નિઃશંકતા માટે આ યુવાન ચંદ્રાવતીનો પુત્ર કેમ અને કઈ રીતે છે, તે માટે હું કહું તે સાંભળો.
ચંદ્રપુરનગરમાં સોમચંદ્રરાજા હતો, તેને ભાનુમતી રાણી હતી. હેમવંતક્ષેત્રમાંથી એક યુગલ ચ્યવી ભાનુમતીના ગર્ભમાં ઉત્પન્ન થયું. જન્મબાદ તેના માતા-પિતાએ તેનું નામ ચંદ્રશેખર અને ચંદ્રાવતી પાડ્યું. ઉંમર લાયક થતાં ચંદ્રાવતીનું લગ્ન હે રાજા! તારી સાથે થયું, અને ચંદ્રશેખરનું યશોમતી રાજકન્યા સાથે થયું. પૂર્વભવના સ્નેહથી ચંદ્રશેખર-ચંદ્રાવતીને પરસ્પર કામવાસના જાગૃત થઈ, ચંદ્રશેખરે કામદેવયક્ષને પ્રસન્ન કરી, “ચંદ્રાવતીનો પુત્ર રાજાને ન મળે, ત્યાં સુધી અદશ્ય રહી, યથેચ્છ રીતે વર્તતાં તને કોઈ દેખશે નહિ.' તેવું તેણે વરદાન મેળવ્યું, અનુક્રમે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ વિલસતાં તેને પુત્ર થયો, તેનું નામ ચંદ્રાંક પાડ્યું, અને તે પુત્રને પોતાની પરિણીત સ્ત્રી યશોમતીને સોંપ્યો. યશોમતિ, પતિ અને પુત્ર સુખથી રહિત હોવાથી પોતાના બાળકની જેમ તે છોકરાને તેણે ઉછેર્યો. આમ છતાં આ બધું દેવપ્રભાવથી અજ્ઞાત રહ્યું. જોતજોતામાં ચંદ્રાંકકુમાર યુવાન થયો, યશોમતીનું ચિત્ત યુવાન ચંદ્રાંકકુમારને દેખી વિહળ બન્યું અને તેણે વિચાર્યું કે, “જે પતિ મને છેતરી-ભગિનીને ભોગવે છે, તેને છેતરી મારા નહિ એવા કુમાર સાથે મને ભોગ ભોગવતાં શો વાંધો છે ?' એમ વિચારી કામવિહળ બનેલ યશોમતીએ ચંદ્રાંક આગળ પોતાનો દુષ્ટ વિચાર રજુ કર્યો.
ચંદ્રાંક ચમક્યો અને બોલી ઉઠ્યો કે, “તું માતા થઈ આવો નીચ વિચાર કરતાં કેમ શરમાતી નથી ?” યશોમતીએ જવાબમાં કહ્યું કે, હું તારી માતા નથી, તારી માતા તો ચંદ્રાવતી છે.' આ પછી ચંદ્રાંકકુમાર મને તિરસ્કારી તમારી શોધ માટે નીકળ્યો. હું પણ પતિ-પુત્ર અને
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ સંસારસુખથી વિયોગી થવાથી વિહળ બની યોગિની થઈ. “હે રાજા ! યશોમતી તે જ હું યોગિની છું જે યક્ષે આકાશવાણીથી તમને કહ્યું, તેણે જ મને સર્વ વાત કહી છે, અને તે મેં તમને સંભળાવી” રાજા ક્રોધે ભરાયો, અને ખેદ પામ્યો, પણ યોગિનીએ સાંત્વન આપતાં કહ્યું કે, “હે રાજા ! સંસાર વિચિત્ર છે, તેમાં પુત્ર પિતા વિગેરે કોઈ કોઈનું નથી, માટે હવે તમે તમારું કલ્યાણ સાધો.”
આ સાંભળીને મૃગધ્વજ રાજા દઢ વૈરાગી થયો. રાણી અને શુકરાજ પુત્રને બોલાવી ત્યાંને ત્યાં પોતાને દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. મંત્રી વિગેરેએ આગ્રહપૂર્વક નગરમાં દીક્ષા લેવાનું જણાવી રાજાને નગરમાં લઈ ગયા. રાજાએ તુર્ત શુકરાજનો રાજા તરીકે અભિષેક કર્યો અને સવારે દીક્ષા માટેની તૈયારી કરી. રાત્રિએ રાજાની ધ્યાનપરંપરા વૃદ્ધિગત થઈ અને ધર્મધ્યાનશુકલધ્યાનમાં ચડતાં ચડતાં ગૃહસ્થપણામાં જ મૃગધ્વજને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવદુંદુભિ ગર્જી અને રાજાને દેવતાએ વેષ આપ્યો. ત્યારબાદ મૃગધ્વજ કેવળીભગવાને દેશના આપી અને તે દેશનાના અંતે કમલમાલારાણી, હંસરાજ અને ચંદ્રાંકકુમારે દીક્ષા લીધી. શુકરાજે સમ્યકત્વપૂર્વક બારવ્રત અંગીકાર કર્યા અને કેવળી ભગવાન મૃગધ્વજ રાજર્ષિ જગતને પવિત્ર કરતા વિચરવા લાગ્યા. કોઈના પણ કાને ચંદ્રશેખર કે ચંદ્રાવતીનું વૃત્તાન્ત તેમણે જણાવ્યું નહિ.
મૃગધ્વજ રાજર્ષિની પાસે ચંદ્રાંકકુમારે દીક્ષા લીધેલી જાણી ચંદ્રશેખર સમજી ગયો કે હવે હું અદેશ રહી શકીશ નહિ તેણે ફરીથી દેવીની આરાધના કરી શકરાજનું રાજ્ય મેળવવાનું વરદાન માંગ્યું. દેવીએ કહ્યું કે “શુકરાજ દઢ સમ્યકત્વી છે તેનું રાજ્ય અપાવવાની મારામાં શક્તિ નથી બાકી છળથી તને ઠીક લાગે તે કર.”
એક પ્રસંગે શુકરાજ તેની બે સ્ત્રીઓ સહિત સિદ્ધાચલ તીર્થની યાત્રાએ જવા છૂપી રીતે નીકળ્યો. પણ ચંદ્રાવતીને આની ખબર પડી અને તેણે ચંદ્રશેખરને તે વાત જણાવી. ચંદ્રશેખર શુકરાજનું રૂપ કરી રાજ્ય ચલાવવા લાગ્યો, લોકો તેને શુકરાજ સમજવા લાગ્યા. એક રાત્રે કૃત્રિમ શુકરાજ બુમાબુમ કરી કહેવા લાગ્યો કે “અરે આ વિદ્યાધર મારી સ્ત્રીઓ અને વિદ્યાઓ લઈ જાય છે માટે પકડો પકડો' મંત્રી વિગેરે દોડી આવ્યા રાજાને શાંત પાડ્યા અને કહ્યું કે “વિદ્યા અને સ્ત્રીઓ ભલે ગઈ પણ આપ તો કુશળ છો ને ?” રાજા કહે “હા કુશળ છું પણ વિદ્યાઓ અને સ્ત્રીઓ વિના શું કરું?” મંત્રીએ કહ્યું “આપ કુશળ તો સર્વ કુશળ.” આમ કપટથી રાજકુળને ઠગી ચંદ્રાવતી સાથે રહેવા લાગ્યો.
શુકરાજ વિમલાચલ તીર્થની યાત્રા કરી સસરાને ઘેર ગયો ત્યાં કેટલાક દિવસ રહી પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યો ત્યારે ગોખે બેઠેલા બનાવટી શુકરાજે બુમો પાડી “અરે મંત્રી જે વિદ્યાધર મારી બે સ્ત્રીઓ અને વિદ્યાઓ લઈ ગયો હતો તે ફરી મને ઉપદ્રવ કરવા આવ્યો છે. માટે તેને સમજાવી પાછો વાળ', મંત્રી ખરા શુકરાજ પાસે ગયો અને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે વિદ્યા અને સ્ત્રીથી આપ સંતોષ પામો, હવે અમને વધુ હેરાન ન કરો.” સાચા શુકરાજે કહ્યું “અરે ! મંત્રી તું કેમ મૂઢ બન્યો છે મને અને આ રાણીઓને તું સાવ ભૂલી જાય છે, આ તો બનાવટી રાજા બન્યો છે' આમ ઘણું ઘણું કહ્યા છતાં શુકરાજના વચન ઉપર મંત્રીને વિશ્વાસ ન બેઠો. શુકરાજે વિચાર્યું કે “બળથી જો હું રાજ્ય લઈશ અગર તેને મારી નાખીશ તો પ્રજા અને
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૭
શુકરાજનો પૂર્વભવ. રાજયમંડળમાં એવું થશે કે, સાચો સ્વામી તો ગયો, આતો બનાવટી છે, માટે મારે હવે થોડો વખત રાહ જોવી જોઈએ.'
આ રીતે મન વાળી સત્ય શુકરાજ પાછો વળ્યો. પરંતુ રાજ્યભ્રષ્ટ થયાનું અને સુનું રાજ્ય મુકી ચાલ્યા આવ્યાના સહસાત્કારનું ખૂબ દુઃખ થયું, આ અવસરમાં તેને પોતાના પિતા શ્રી મૃગધ્વજ કેવલી મળ્યા. તેમને વંદન કરી તેણે પોતાનો વૃત્તાન્ત કહ્યો કેવળી ભગવંત ચંદ્રશેખરની બધી હકીકત જાણતાં હોવા છતાં તે તેને ન કહી અને કહ્યું કે -
જીતારિ રાજાથી આગળના ભવમાં તું શ્રીગ્રામ ગામનો ભદ્રક ઠાકુર હતો. તારે એક ઓરમાન ભાઈ હતો. બન્ને ભાઈઓને તમારા પિતાએ ભાગ વહેંચી આપ્યા હતા. એક વખતે તે ઓરમાન ભાઈ શ્રીગ્રામ આગળથી પસાર થયો ત્યારે તે તેને મશ્કરીમાં રોકી રાખ્યો અને કહ્યું કે “હું મોટો ભાઈ બેઠો છતાં તારે રાજ્યની ચિંતા શા માટે કરવી પડે ?' તે અકળાઈ ગયો અને તેણે માની લીધું કે જરૂર આ મારું રાજ્ય પચાવી પાડશે, હું શું કામ અહિં આવ્યો ? હવે શું કરું? ક્યાં જાઉં? તેમ વિલાપ કરવા લાગ્યો. તે છેવટે બે ઘડી બાદ તેને છોડી મૂક્યો. આ મશ્કરીથી કર્મના ઉદયે તને રાજ્યનો વિરહ થયો છે પણ ધર્મથી અંતરાય તુટે માટે ધર્મ કર.”
કેવલી ભગવંતને પૂછ્યું કે, હું શું ધર્મ કરૂં?” તેમણે કહ્યું કે, “વિમલાચલતીર્થ અહિંથી નજીક છે, ત્યાં જઈ ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરી અને ત્યારપછી છ માસ સુધી તે ગિરિરાજમાં રહી પરમેષ્ઠી મંત્રનો જાપ કર છ માસને અંતે ગુફામાં પ્રકાશ દેખાશે અને શત્રુ ચાલ્યો જશે.' શુકરાજાએ શ્રદ્ધાથી છમાસ સુધી તે પ્રમાણે કર્યું, અંતે પ્રકાશ દેખાયો, આ તરફ દેવીએ ચંદ્રશેખરને કહ્યું કે, “તું અહિથી ચાલ્યો જા હવે તારૂં શુકરાજનું રૂપ ટકશે નહિ', હડધૂત થયેલ ચંદ્રશેખર ચાલી નીકળ્યો અને સાચો શુકરાજ આવી પહોંચ્યો. પ્રજાએ માત્ર એટલું જાણ્યું કે “કોઈક સત્ય શુકરાજની ગેરહાજરીમાં રાજ્યભવનમાં ઘુસી ગયું હતું તે નીકળી ગયું', શુકરાજને રાજ્ય મળ્યા પછી તેની તીર્થ પ્રત્યેની ભક્તિ ખુબ દઢ થઈ, અને તે પોતાના પરિવાર પ્રજાજન અને મિત્રરાજાઓ સહિત સિદ્ધાચલની યાત્રા કરવા નીકળ્યો. પોતાના કુકર્મથી દુઃખી થતો ચંદ્રશેખર પણ યાત્રાએ સાથે નીકળ્યો. તીર્થરાજના દર્શન પૂજન કરી સૌ પાવન થયા અને શુકરાજે “જે પરમપાવન ગિરિરાજના ધ્યાનથી શત્રુ ઉપર જય થયો માટે આનું નામ શત્રુંજય હો' તેમ ઘોષણાપૂર્વક પ્રસિદ્ધ કર્યું. આદીશ્વર ભગવાનના દર્શન અને પૂજન કરવાથી શુદ્ધભાવની વૃદ્ધિ થતાં ચંદ્રશેખરને પોતાના પાપનો અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યો. તે અવસરે મહોદય નામના મુનિરાજના મુખે અહિં તીવ્ર તપસ્યાથી ગમે તેવાં પાપ નાશ પામે છે.' તે વચન સાંભળી વૈરાગ્યરંગિત થઈ તેણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા કરી. અંતે તીર્થમાં કરેલ શુદ્ધ તપના પ્રભાવે ભગિની ભોક્તા ચંદ્રશેખર છેવટે કેવળજ્ઞાન પામી મુક્તિ સુખને પામ્યો.
શુકરાજે વિમલાચલમાં રથયાત્રા અને સાધર્મિક વાત્સલ્ય વિગેરે વિવિધ રીતે શાસનની ઉન્નતિ કરવા પૂર્વક તીર્થયાત્રા કરી અને છેવટે પદ્માવતીથી પાકર અને વાયુવેગાથી વાયુસાર પુત્ર થયો. વાયુસારને યુવરાજ પદ આપી બે સ્ત્રીઓ સાથે વૈરાગ્યરંગિત થઈ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાબાદ
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
શત્રુંજય તીર્થે યાત્રાર્થે ગયા અને ત્યાં શત્રુંજય તીર્થ ઉપર જેમ જેમ ચઢતા ગયા તેમ તેમ શુક્લધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ચિરકાળ વિચરી શુકરાજ અને તેની બે સ્ત્રીઓ મોક્ષ સુખને પામી. શત્રુંજય નામની પ્રસિદ્ધિ કરનાર શુકરાજે ભદ્રપ્રકૃતિને લઈ સમકિત સાધી મુક્તિને મેળવી.
શ્રાવકનું સ્વરૂપ
नामाई चउभेओ सड्डो भावेण इत्थ अहिगारो । तिविहो अ भावसड्डो दंसण-वय उत्तरगुणेहिं ॥४॥
नामादिश्चतुर्भेदः श्राद्धो भावेनात्राधिकारः ।
त्रिविधश्च भावश्राद्धो दर्शन-व्रत उत्तरगुणैश्च ॥४॥
શ્રાવક ચાર પ્રકારના છે. ૧ નામશ્રાવક, ૨ સ્થાપનાશ્રાવક, ૩ દ્રવ્યશ્રાવક અને ૪ ભાવશ્રાવક, (આ ચાર ૧નિક્ષેપા ગણાય છે.)
નામશ્રાવક ઃ- શ્રાવક શબ્દના અર્થથી રહિત, જે કેવલ ‘શ્રાવક’ એવા નામને ધારણ કરનારો હોય તે, જેમ કોઈનું ઈશ્વર નામ હોય, પણ તે દરિદ્ર હોય, તો તે નામનિક્ષેપ ગણાય છે.
સ્થાપનાશ્રાવક ઃ- કોઈક ગુણવંત શ્રાવકની કાષ્ઠ કે, પાષાણાદિકની પ્રતિમા કે, છબી બનાવી હોય તે સમજવી. અર્થાત્ તેવી પ્રતિમા કે, છબીને સ્થાપનાશ્રાવક સમજવા. એ સ્થાપનાનિક્ષેપ ગણાય છે.
દ્રવ્યશ્રાવક :- ભાવ ન હોવા છતાં શ્રાવકની ક્રિયા કરનારો દ્રવ્યશ્રાવક કહેવાય છે. જેમ ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞાથી અભયકુમારને બાંધવા માટે વેશ્યાઓએ શ્રાવિકાધર્મની ક્રિયા કરી હતી. આ દ્રવ્યનિક્ષેપ ગણાય છે.
વેશ્યા દ્વારા દ્રવ્યક્રિયા :
ચંડપ્રદ્યોત રાજાએ મગધ ઉપર ચઢાઈ કરી, પણ અભયકુમારની બુદ્ધિ વડે ભેદનીતિથી લડાઈ કર્યા વગર ચંડપ્રદ્યોત આક્રમણ કરવાનું છોડી પોતાની નગરીએ ચાલ્યો ગયો પાછળથી ચંડપ્રદ્યોતને ખબર પડી કે અભયકુમારે તેને ઠગ્યો છે માટે તેને બાંધી પકડી લાવવા ઉદ્ઘોષણા કરી.
એક વેશ્યાએ રાજાની આ ઉદ્ઘોષણાનો સ્વીકાર કર્યો. અભયકુમાર બુદ્ધિચતુર અને કુશળ હોવાથી વેશ્યાએ વિચાર્યું કે ધર્મબુદ્ધિ સિવાય બીજી રીતે તેને ઠગી નહિ શકાય માટે તેણે ધર્મક્રિયાનાં ઉપયોગી સૂત્રોનો અભ્યાસ ટુંક સમયમાં જ કર્યો. અને શ્રાવિકાનો સ્વાંગ સજી રાજગૃહી તરફ ચાલી.
૧. નિક્ષેપ-અતિશયે કરીને વસ્તુનું સ્થાપન કરવું, એટલે ઉપચાર ઘટના; અર્થાત્ ઉપચારથી વસ્તુને ઘટાવવી.
Page #43
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યક્રિયા ઉપર વેશ્યાની કથા.
૧૯
રાજગૃહી આવીને ત્યાં ધર્મશાળામાં ઉતરી અને શ્રેણિક રાજાના કરાવેલા જિનમંદિરમાં પૂજાચૈત્યવંદન કરવા ગઈ ખુબ ભક્તિપૂર્વક સ્તવનોથી જિનભક્તિમાં તન્મય બનેલી તેને દર્શન માટે આવેલા અભયકુમારે જોઈ. દર્શન કરી નીકળ્યા બાદ તે કપટ શ્રાવિકાને અભયકુમારે ભોજનનું નિમંત્રણ આપ્યું અને તેનું નામઠામ પૂછ્યું. કપટનધાન ગણિકાએ કહ્યું કે, “હું પૃથ્વીભૂષણ નગરના શેઠની પુત્રી સુભદ્રા છું. પિતાએ વસુદત્ત વ્યવહારિના પુત્ર સાથે પરણાવી પણ નસીબયોગે થોડા જ વખતમાં તે મૃત્યુ પામ્યો, હું શોક અને દુઃખથી મારા દિવસો પસાર કરતી હતી તેવામાં એક ધર્મધુરંધર સાધ્વીજીએ મને ઉપદેશ આપ્યો કે ‘આમ ખેદથી માનવભવ શા માટે એળે કાઢે છે ? ધર્મમાં ચિત્ત પરોવ અને આત્માનું કલ્યાણ સાધ.' આ પછી હું, મારા દિવસો ધર્મક્રિયામાં પસાર કરૂં છું. જુદા જુદા તીર્થોની યાત્રા કરતાં શ્રેણિક મહારાજા અને તમારા ધર્મધુરંધરપણાની ખ્યાતિ સાંભળી હું અહિં આવી અને ધર્મિ એવા તમારા દર્શનથી મારો જન્મ ખરેખર કૃતાર્થ થયો છે.”
અભયકુમારે શ્રાવિકાની આ ભક્તિ જોઈને ખુશ થયેલો સાધર્મિક બેનની ભક્તિ રૂપે સપરિવાર તેને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું. મહાઅમાત્ય અભયકુમાર જમવા વખતે જાતે હાજર રહ્યો. કપટી શ્રાવિકા દરેક રસવતીમાં કેટલા દિવસનો આટો છે, સચિત છે કે અચિત્ત છે, વિગેરે પૂછી તપાસી પછી જ લેતી. આ પ્રમાણેની તેવી ચોક્કસાઈ અને ધર્મ લાગણીથી મહાઅમાત્યને તેના ઉપર વધુ ભક્તિ ઉત્પન્ન થઈ.
કેટલાક વખત પછી કપટ નિધાન તેણીએ આગ્રહપૂર્વક મહાઅમાત્ય અભયકુમારને પોતાને ત્યાં ભોજનનું નિમંત્રણ આપ્યું. ધર્મભગિની માની મહાઅમાત્ય અભયકુમારે તેનો સ્વીકાર કર્યો. ભોજનને અંતે અભયકુમારને તેણે ચંદ્રહાસ મદિરા પાયો. અને તેથી અભયકુમાર નિદ્રાધીન થઈ ભાન ભૂલ્યો કે તુર્ત તેણે બીજાદ્વારથી રથદ્વારા જલદીથી ચંડપ્રઘોતનાં નગરે પહોંચાડ્યો અને ચંડપ્રદ્યોતને સોંપ્યો. મદિરાનું ઘેન ઉતરતાં અભયકુમારને ખ્યાલ આવ્યો કે તે શ્રાવિકા સાચી શ્રાવિકા નહોતી પણ મને પકડવા શ્રાવિકારૂપે વેશ્યા હતી. અહિં ભાવશૂન્ય અને બહારથી શ્રાવિકાની કરણી કરતી હોવાથી ગણિકા તે દ્રવ્યશ્રાવિકા ગણાય.
ભાવશ્રાવક :- ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય તે ભાવશ્રાવક કહેવાય છે. આ ભાવનિક્ષેપ ગણાય છે.
જેમ નામગાય, સ્થાપનાગાય અને દ્રવ્યગાયથી દૂધની પ્રાપ્તિ થતી નથી. તેમ નામશ્રાવક, સ્થાપનાશ્રાવક અને દ્રવ્યશ્રાવકપણું મુક્તિનું સાધક થતું નથી. આ ગ્રંથમાં ભાવશ્રાવક અધિકાર કહેવામાં આવશે. (ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવાના ઉપાયરૂપ આ ગ્રંથ છે.)
ભાવશ્રાવકના ત્રણ ભેદ
ભાવશ્રાવકના ત્રણ ભેદ છે. ૧ દર્શનશ્રાવક, ૨ વ્રતશ્રાવક અને ૩ ઉત્તરગુણશ્રાવક. ૧. દર્શનશ્રાવક :- કેવળ સમ્યક્ત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવર્તી; શ્રેણિક તથા કૃષ્ણાદિ જેવા પુરુષો સમજવા.
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ૨. વતશ્રાવક- સમ્યત્વમૂળ સ્થૂળ અણુવ્રતધારી. (પાંચ અણુવ્રત ધરનારા: ૧ પ્રાણાતિપાતત્યાગ, ૨ અસત્ય-ત્યાગ, ૩ ચોરી-ત્યાગ, ૪ મૈથુન-ત્યાગ, ૫ પરિગ્રહ-ત્યાગ, એ પાંચે સ્થૂળથી તજાય છે માટે એને અણુવ્રત કહેવાય, તેના ત્યાગી, તે વ્રત શ્રાવક.)
આ વ્રતશ્રાવક સંબંધમાં સુરસુંદરકુમારની પાંચ સ્ત્રીઓનું વૃત્તાંત જાણવા યોગ્ય હોવાથી તે દેષ્ટાંતરૂપ બતાવે છે સુરસુંદરકુમાર શેઠની સ્ત્રીઓનાં દષ્ટાંત
સુરસુંદરકુમાર એક વખત પોતાની પાંચ સ્ત્રીઓની પરીક્ષા માટે ગુપ્ત રહીને છિદ્રમાંથી તેઓનાં ચરિત્ર જોતો હતો. તેવામાં ત્યાં ગૌચરી ફરતા એક મુનિ આવ્યા. તેમણે ઉપદેશ કરતાં તેણીઓને કહ્યું કે, “તમે અમારાં પાંચ વચન અંગીકાર કરો, તો તમારા સર્વ દુઃખ દૂર થશે.” આ વખતે ગુપ્તપણે રહેલા સુરસુંદરકુમારે આ હકીકત સાંભળી પોતાના મનમાં વિચાર કર્યો કે, “આ કોઈક ઉલ્લેઠ મુનિ જણાય છે; કેમકે, જ્યારે મારી સ્ત્રીઓએ તેને પોતાનું દુઃખ મટાડવાનો ઉપાય પૂછયો ત્યારે તે તેણીઓને વચનમાં બાંધી લેવા ધારે છે, માટે એ ઉલ્લેઠને હું પાંચે અંગે પાંચ પાંચ દંડના પ્રહાર કરીશ.”
સ્ત્રીઓએ પૂછ્યું કે, “તમે ક્યા પાંચ વચન અંગીકાર કરાવવા માંગો છો ?” મુનિએ કહ્યું, “પહેલું, તમારે કોઈ પણ ત્રસ (હાલી ચાલી શકે એવા) જીવને માવજીવ સુધી મારવો નહીં” એવું દૃષ્ટાંતપૂર્વક કહેવાથી તે પાંચે સ્ત્રીઓએ આ પહેલું વ્રત અંગીકાર કર્યું.
પર વિચારવા લાગ્યો કે, ખરેખર આ કાંઈ ઉલ્લંઠ દેખાતો નથી. આ તો મારી સ્ત્રીઓને કાંઈક શિખામણ આપે છે. આથી તો મને પણ ફાયદો મળશે, કેમ કે તેઓ રિસાવાથી કોઈપણ વખતે મને મારી શકશે નહીં માટે એણે મને ઉપકાર કર્યો. તેના બદલામાં મેં જે તેને પાંચ દંડના પ્રહાર કરવા ધારેલા છે તેમાંથી એક ઓછો એટલે ચાર મારીશ.
પછી મુનિ બોલ્યા કે, “તમારે કોઈપણ વખતે જાઠું બોલવું નહીં એવું પચ્ચકખાણ લો. તેણીઓએ તે કબૂલ કીધું (આ વખતે શેઠે પણ પહેલાંની યુક્તિપૂર્વક એક એક દંડપ્રહાર ઓછો કરી ત્રણ મારવા ધાર્યું.)
પછી મુનિએ કહ્યું કે તમારે ચોરી-અદત્ત લેવું નહીં. આનું પણ પચ્ચકખાણ તે સ્ત્રીઓએ કર્યું. (ત્યારે વળી સુરસુંદરકુમારે એક પ્રહાર ઓછો મારવાનું ધારી બે બે બાકી રાખ્યા.)
પછી શીયળ પાળવા વિષે મુનિએ કીધું; તે પણ તેણીઓએ સ્વીકાર્યું. (આ સાંભળી શેઠ એક એક પ્રહાર ઓછો કરી ફક્ત એક પ્રહાર કરવા નક્કી કર્યું.)
પાંચમું પરિગ્રહનું (દ્રવ્યાદિક વિગેરે દરેક વસ્તુ પ્રમાણથી વધારે ન રાખવાનું) પચ્ચકખાણ કરવાનું મુનિએ જણાવ્યું, તે પણ તેણીઓએ અંગીકાર કર્યું. (એક એક કરવા ધારેલો બાકી રહેલો પ્રહાર પણ સુરસુંદર શેઠે આ વખતે માંડી વાળ્યો.) - એમ પાંચે સ્ત્રીઓને મુનિએ પાંચે વ્રત ઉચ્ચરાવ્યાં, જેથી તેઓના પાંચે દંડ પ્રહાર બંધ કર્યા અને વળી વિચારવા લાગ્યો કે, હા ! હા ! હું મહાપાપી થયો; કેમકે જે મારા ઉપકારી તેના
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૧
વ્રતશ્રાવક ઉપર સુરસુંદરકુમારનું દ્રષ્ટાંત. જ ઉપર મેં આવી વાત ચિંતવી. એમ પશ્ચાત્તાપ કરતો તત્કાળ તે તે મુનિ પાસે આવી નમસ્કાર કરીને પોતાનો અપરાધ ખમાવી પાંચે સ્ત્રીઓ સહિત સંયમ લઈ સ્વર્ગે ગયો.
આ દષ્ટાંતમાં સમજવાનું એ છે કે, પાંચે સ્ત્રીઓએ પાંચે વ્રત અંગીકાર કર્યા તેથી ભરે પણ વ્રત લીધાં. એ પ્રમાણે જે વ્રત અંગીકાર કરે તે “વ્રતશ્રાવક” સમજવા.
૩. ઉત્તરગુણ શ્રાવક :- વ્રતશ્રાવક અધિકારમાં બતાવ્યા મુજબનાં પાંચ અણુવ્રત, છઠ્ઠ દિપરિમાણવ્રત, સાતમું ભોગોપભોગવ્રત, આઠમું અનર્થદંડ પરિહારદ્રત; (એ ત્રણ ગુણવ્રત કહેવાય છે.) નવમું સામાયિકવ્રત, દશમું દેશાવગાસિકવ્રત, અગીયારમું પૌષધોપવાસવ્રત, બારમું અતિથિસંવિભાગવ્રત, (એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે) એમ બારે વ્રત એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સમ્યકત્વ સહિત ધારણ કરે તે સુદર્શન શેઠની જેમ “ઉત્તરગુણશ્રાવક” કહેવાય છે.
અથવા ઉપર કહેલાં બાર વ્રત મધ્યનાં સમ્યકત્વ સહિત એક, બે, અગર તેથી વધારે લેવાં હોય તેટલાં કે તમામ બારે વ્રત ધારણ કરે તેને “વ્રતશ્રાવક” સમજવા અને “ઉત્તરગુણશ્રાવક” તો નીચે લખ્યા મુજબ સમજવા.
સમ્યકત્વ સહિત બાર વ્રતધારી, સર્વથા સચિત્ત પરિહારી, એકાહારી, (એક જ વાર ભોજન કરે) તિવિહાર, ચઉવિહાર પચ્ચકખાણ કરનાર, બ્રહ્મચારી, ભૂમિશયનકારી, શ્રાવકની અગિયાર પડિમાક (પ્રતિમા) વહનાર તેમજ બીજા પણ કેટલાક અભિગ્રહને ધારણ કરનાર; આનંદ, કામદેવ અને કાર્તિક શેઠાદિ જેવાને “ઉત્તરગુણશ્રાવક” સમજવા.
“વ્રતશ્રાવક”માં વિશેષ બતાવે છે કે, દ્વિવિધ એટલે કરું નહીં, કરાવું નહીં, ત્રિવિધ એટલે મનથી, વચનથી અને કાયાથી; એમ ભંગની યોજના કરતાં, તેમજ ઉત્તરગુણ અવિરતિના ભાંગાથી યોજના કરતાં, એક સંયોગી, દિકસંયોગી, ત્રિકસંયોગી અને ચતુષ્કસંયોગી, એમ શ્રાવકના બારે વ્રતના મળી નીચે મુજબ ભાંગા થાય છે.
तेरस कोडी सयाई, चुलसीई जुयाइं बारस य लक्खा ।
सत्तासीइ सहस्सा, दुन्नि सया तह दुग्गा य ॥ તેરસો ચોરાસી કરોડ, બાર લાખ, સત્યાસી હજાર, બસો ને બે ભાંગા જાણવા.
પ્રશ્ન :- મનથી, વચનથી, કાયાથી કરૂં નહી, કરાવું નહીં, કરતાં પ્રત્યે અનુમોદું નહીં, એવો નવ કોટીનો ભાંગો ઉપરના કોઈપણ ભાંગામાં કેમ કહ્યો નહીં ?
ઉત્તર :- શ્રાવકને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચકખાણ હોય છે, પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે
૯ શ્રાવકની પડિમા (પ્રતિમા) એટલે શ્રાવકપણામાં અડગપણે અભિગ્રહ વિશેષનું પાલન કરવું તેના અગ્યાર પ્રકાર છે. ૧ સમકિતપ્રતિમા, ૨ વ્રતપ્રતિમા, ૩ સામાયિકપ્રતિમા, ૪ પૌષધપ્રતિમા, ૫ કાયોત્સર્ગપ્રતિમા, ૬ અબ્રહ્મવર્જક પ્રતિમા, (બ્રહ્મવ્રત પાળે), ૭ સચિત્તવર્જકપ્રતિમા (સચિત્ત આહાર ન કરે), ૮ આરંભવર્જક પ્રતિમા, ૯ પ્રેગ્યવર્જકપ્રતિમા, ૧૦ ઉધિષ્ટવર્જકપ્રતિમા, ૧૧ શ્રમણભૂતપ્રતિમા.
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ પચ્ચકખાણ હોય નહીં, કેમ કે વ્રત લીધા પહેલાં જે જે કાર્ય જોડી રાખેલાં હોય, તથા દીકરા વગેરેએ વ્યાપારમાં ઘણો લાભ મેળવ્યો હોય, તેમજ કોઈએ એવો મોટો અલભ્ય લાભ મેળવ્યો હોય તો શ્રાવકથી અંતર્જલ્પરૂપ અનુમોદન થયા વિના રહેતું નથી. માટે ત્રિવિધ ત્રિવિધ ભાગો નિષેધ્યો છે, છતાં પણ “પ્રજ્ઞપ્તિ' ગ્રંથમાં ત્રિવિધ ત્રિવિધ શ્રાવક માટે પચ્ચકખાણ કહેલાં છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રયિને વિશેષ પચ્ચખાણ ગણાવેલાં છે. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે :
केइ भणंति गिहिणो, तिविहं तिविहेण नत्थि संवरणं ।
तं न जओ निद्दिढ़, पन्नत्तीए विसेसेउ ॥१॥ કેટલાક આચાર્યો એમ કહે છે કે, ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ નથી, પણ “પત્તી”માં નીચે લખેલા કારણે શ્રાવકને ત્રિવિધ પચ્ચકખાણ કરવાની જરૂર હોય તો કરવાં કહ્યાં છે.
पुत्ताइसंततिनिमित्तममेक्कारसिं पवण्णस्स ।
जंपंति केइ गिहिणो, दिक्खाभिमुहस्स तिविहंपि ॥२॥ કેટલાક આચાર્યો એમ કહે છે કે, ગૃહસ્થને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હોય, પણ કોઈક કારણથી કે કોઈના આગ્રહથી પુત્રાદિ સંતતિ પાળવા માટે જો કાળ વિલંબ કરવો પડે એમ હોય, તો શ્રાવકની અગ્યારમી પ્રતિમા વહે ત્યારે વચલા કાળમાં જો કાંઈપણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ લેવાં હોય તો લેવાય છે. '
जइ किंचिदप्पओअण-मप्पप्पं वा विसेसवत्थु ।
पच्चक्खेज्ज न दोसो, सयंभूरमणादिमच्छव्व ॥३॥ જે કાંઈ અપ્રયોજનીય વસ્તુ એટલે કાગડા પ્રમુખના માંસનું પચ્ચકખાણ, તેમજ અપ્રાપ્ય વસ્તુ, જેમકે મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા હાથીઓના દાંત કે ત્યાંના ચિત્તા પ્રમુખની ચર્મ વાપરવાનું કે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા મત્સ્યોના માંસનું ભક્ષણ કરવાનું પચ્ચકખાણ જો ત્રિવિધે ત્રિવિધ કરે તો તે કરવાની છૂટ છે. કેમકે, એ વિશેષ પચ્ચકખાણ ગણાય છે, માટે તે કરવાં કલ્પ (કરી શકાય.)
આગમમાં બીજા પણ કેટલાક પ્રકારના શ્રાવકો કહ્યા છે. શ્રાવકના પ્રકાર
ઠાણાંગ (સ્થાનાંગ) સૂત્રમાં કહ્યું છે કે :
चउव्विहा समणोवासगा पन्नत्ता तं जहा१ अम्मापिइसमाणे २ भायसमाणे ३ मित्तसमाणे ४ सव्वत्तिसमाणे ॥
Page #47
--------------------------------------------------------------------------
________________
વ્રતશ્રાવક ઉપર સુરસુંદરકુમારનું દ્રષ્ટાંત.
૨૩
૧ માતા-પિતા સમાન, એટલે માતા-પિતા જેમ પુત્ર ઉપર હિતકારી હોય, તેમ સાધુ ઉપર હિતકર્તા; ૨ ભાઈ સમાન, એટલે સાધુને ભાઈની જેમ સર્વકાર્યમાં સહાયક હોય; ૩ મિત્ર સમાન, એટલે મિત્ર જેમ. મિત્રથી કંઈપણ અંતર ન રાખે તેમ સાધુથી કંઈપણ અંતર ન રાખે; અને ૪ શોક્ય સમાન, એટલે શોક્ય જેમ શોક્યની સાથે સર્વ વાતે ઈર્ષા જ કર્યા કરે, તેમ એવા પણ શ્રાવક હોય છે કે, સાધુનાં સર્વ પ્રકારે છળ-છિદ્ર શોધ્યા કરે.
પ્રકારાંતરે શ્રાવક ચાર પ્રકારના કહ્યા છે ઃ
चव्विहा समणोवासगा पन्नत्ता तं जहा
१ आयंससमाणे २ पडागासमाणे ३ थाणुसमाणे ४ खरंटयसमाणे ॥
૧ દર્પણ સમાન શ્રાવક “તે, જેમ દર્પણમાં સર્વ વસ્તુ દેખાય’” તેમ સાધુનો ઉપદેશ સાંભળી પોતાના ચિત્તમાં ઉતારી લે; ૨ પતાકા સમાન શ્રાવક તે જેમ પતાકા પવનથી હાલતી હોય તેમ દેશના સાંભળતાં પણ જેનું ચિત્ત સ્થિર ન હોય; ૩ સ્થાણુ સમાન શ્રાવક - તે ખીલા જેવા, જેમ ખીલો કાઢી ન શકીયે તેમ સાધુને કોઈક એવા કદાગ્રહમાં નાંખી દે કે તેમાંથી પાછું નીકળવું મુશ્કેલ થાય; અને ૪ ખરંટક સમાન એટલે અશુચિ સરખો શ્રાવક-તે પોતાના કદાગ્રહ રૂપ અશુચિને છોડે નહીં અને ગુરુને દુ-ર્વચનરૂપ અશુચિથી ખરડે.
પ્રશ્ન :- ચાર પ્રકારના શ્રાવકો કયા નયમાં ગણી શકાય ?
ઉત્તર ઃ- વ્યવહારનયમતે તો તેવા પ્રકારનો વ્યવહાર હોવાથી એ ચારે ભાવશ્રાવકપણે ગણાય છે, અને નિશ્ચયનયને મતે તો શોક્ય સમાન તથા ખરંટક સમાન એ બે પ્રકારના શ્રાવકો મિથ્યાત્વી પ્રાયઃ ગણાવ્યા હોવાથી દ્રવ્યશ્રાવક જાણવા અને બીજા બે પ્રકારના શ્રાવકોને ભાવશ્રાવક સમજવા. કહ્યું છે કે :
-
चिंतइ जइकज्जाइं, न दिट्ठखलिओ न होई निन्नेहो । एगंतवच्छलो जइजणस्स जणणिसमो सड्डो ॥ १ ॥
સાધુનાં કામ (સેવા-ભક્તિ) કરે, સાધુનું પ્રમાદાચરણ દેખી સ્નેહ રહિત થાય નહીં, તેમજ સાધુ લોકો ઉપર સદાય હિત-વત્સલ રહે તે “માતા સમાન શ્રાવક'' જાણવા.
हिए ससिणेहो च्चि, मुणिजणमणायरो विणयकम्मे ।
भायसमो साहूणं, पराभवे होई सुसहाओ ॥२॥
સાધુનો વિનય-વેયાવચ્ચ કરવામાં અનાદરવાળો હોય પણ હૃદયમાં સ્નેહવંત હોય અને કષ્ટ વખતે ખરેખર સહાયકારી થાય એવા શ્રાવકને “ભાઈ સમાન શ્રાવક” જાણવા.
मित्तसमाणो माणा, इसिं रूसई अपुच्छिओ कज्जे ।
मन्तो अप्पाण मुणीण सयणाओ अब्भहिअं ||३||
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
સાધુ ઉપર ભાવ (પ્રીતિ) રાખે, સાધુ અપમાન કરે તથા વગર પૂછયે કામ કરે તો તેનાથી રીસાય ખરો, પણ પોતાનાં સગાંવહાલાં કરતાં પણ તેમને (સાધુને) અધિક ગણે તેને “મિત્ર સમાન શ્રાવક” સમજવા.
૨૪
थड्डो छिद्दप्पेही पमायखलियाई निच्चमुच्चरइ ।
सड्ढो सव्वत्तिकप्पो, साहूजणं तणसमं गणइ ॥४॥
પોતે અભિમાની હોય, સાધુનાં છિદ્ર જોતો રહે અને જરામાત્ર પણ છિદ્ર જોયું હોય તો સર્વ સાંભળે તેમ બોલતો રહે, સાધુને તૃણ સમાન ગણે તે “શોક્ય સમાન શ્રાવક' સમજવા. બીજા ચતુષ્કમાં કહેલા આદર્શ શ્રાવકનું વર્ણન
गुरुणि सुत्तो, बिंबिज्जइ अवितहे मणे जस्स ।
सो आयंससमाणो सुसावओ वन्निओ समए ॥१॥
ગુરુએ દેશનામાં સૂત્ર અથવા અર્થ જે કહેલો હોય, તે હૃદયમાં ખરેખરો ધારે. ગુરુ ઉપર સ્વચ્છ હૃદય રાખે; એવા જે શ્રાવક હોય તેને જૈનશાસનમાં “દર્પણ સમાન સુશ્રાવક” કહ્યા છે. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण । अविणिच्छिअ- गुरुवयणो, सो होइ पडाइआ तुल्लो ॥२॥
પવનવડે જેમ ધ્વજા હાલ્યા કરે તેમ જે મૂઢ માણસોથી ભરમાઈ જાય અને ગુરુએ કહેલાં વચનનો વિશ્વાસ રાખે નહીં તે “પતાકા સમાંન શ્રાવક' જાણવો.
पडिवन्नमसग्गाहं, न मुअंइ गीयत्थसमणुसिद्धो वि ।
थाणुसमाण एसो, अपओसि मुणिजणे नवरं ॥३॥
આમાં એટલું વિશેષ છે કે, ગીતાર્થે ઘણો સમજાવ્યો હોય છતાં પણ પોતે લીધેલો કદાગ્રહ (હઠ) કદી છોડે જ નહીં. તે ખીલા સરખો શ્રાવક” સમજવો. વિશેષ એ છે કે મુનિજન ઉપર દ્વેષ ન કરે.
उम्मग्गदेसओ निह्नवोसि, मढोसि मंदधम्मोसि । इय सम्मंपि कहतं, खरंटए सो खरंटसमो ॥४॥
ગુરુ જો કે ખરો અર્થ કહેતા હોય પણ તે ન માનતાં છેવટ તેમને (ગુરુને) એમ પણ બોલવા માંડે કે “તું ઉન્માર્ગદર્શક છે, નિર્ભવ છે, મૂર્ખ છે, ધર્મથી શિથિલપરિણામી છે.” એમ દુ-ર્વચનરૂપ મળથી ગુરુને ખરડે તે “ખરંટક શ્રાવક” સમજવો.
जह सिढिलमसूई दव्वं, छुप्पं तं पिहु नरं खरंटेई । एवमणुसासपि हु, दुसंतो भन्नई खरंटो ॥ ५ ॥
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રાવકનો પ્રકાર.
૨૫ જેમ પ્રવાહી (નરમ) અશુચિ પદાર્થને અડકતાં ખરેખર માણસ પણ ખરડાય છે. તેમ શિખામણ આપનારને જ જે દુર્વચન બોલે તે “ખરંટક શ્રાવક” સમજવો.
निच्छयओ मिच्छत्ती, खरंटतुल्लो सवित्ति तुल्लोवि ।
ववहारओ य सड्ढा, वयंति जिणवरा ईमु ॥६॥ ખરંટક અને સપત્ની (શોક્ય સમા) શ્રાવક એ બન્નેને શાસ્ત્રકારે તો નિશ્ચયનયમતથી મિથ્યાત્વી જ કહ્યા છે; પરંતુ જિનેશ્વર ભગવંતના દહેરાસર વગેરેની સારસંભાળ રાખે છે તેથી તેને વ્યવહાર શ્રાવક કહેવા. શ્રાવક શબ્દનો અર્થ
દાન, શીલ, તપ અને ભાવનાદિ શુભ યોગોથી અષ્ટ પ્રકારનાં કર્મ સમયે સમયે નિર્જરાવે (પાતળાં કરે, કે ઓછાં કરે, કે નિર્બળ કરે) તેને અને યતિ (સાધુ) પાસેથી સમ્યક સામાચારી સાંભળે તેને “શ્રાવક” કહેવાય. અહીં “શ્રાવક” શબ્દનો અભિપ્રાય (અર્થ) પણ “ભાવશ્રાવક”માં જ ઘટે છે. કહેલું છે કે :
श्रवन्ति यस्य पापानि, पूर्वबद्धान्यनेकशः ।
आवृतश्च व्रतैर्नित्यं, श्रावकः सोऽभिधीयते ॥१॥ પૂર્વનાં બાંધેલાં ઘણાં પાપને શ્રવે (ઓછાં કરે), અને વ્રત પચ્ચકખાણથી નિરંતર યુક્ત જ (વીંટાએલો જ) રહે તે શ્રાવક કહેવાય છે.
सम्मत्तदंसणाइ, पइदीअहं जइज्जणा सुणेइ अ।
सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥२॥ સમ્યક્ત્વાદિવાળી અને પ્રતિદિન સાધુજનોની સામાચારી સાંભળનારો ભાવશ્રાવક કહેવાય છે.
श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् ।
कृन्तत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरूत्तमाः ॥३॥ નવે તત્ત્વના ચિંતવનથી શ્રદ્ધાને પાકી કરે, આત્મ-સ્વરૂપનું ચિંતવન કરે, પાત્રમાં નિરંતર ધન વાપરે, સુ-સાધુની સેવા કરીને પાપને નષ્ટ કરે, (એટલાં આચરણ કરે) તેને પણ શ્રાવક કહેવાય છે.
श्रद्धालुतो श्राति श्रुणोति शासनं, दानं वपत्याशु वृणोति दर्शनम् ।
कृन्तत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥४॥ શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમને કરે તેને વિચક્ષણો શ્રાવક કહે છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ધર્મમાં સારી રીતે શ્રદ્ધા એ શ્રાદ્ધ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે. અને તે પણ ભાવશ્રાવકની અપેક્ષાએ છે તેથી જ અહીં ભાવશ્રાવકનો અધિકાર છે તેમ કહ્યું છે.
એવી રીતે ‘શ્રાવક”નું સ્વરૂપ જણાવ્યા પછી દિન-કૃત્યાદિ છ કૃત્યમાંથી પ્રથમ દિન-કૃત્ય હે છે.
૨૬
નવારેળ વિબુદ્ધો, સરેરૂં સો સત્ત-ધર્મ-નિગમારૂં । पडिकमिअ सुई पूईअ, गिहे जिणं कुणइ संवरणं ॥५॥ नवकारेण विबुद्धः स्मरति स स्वकुलधर्म-नियमादीन् ।
प्रतिक्रम्य शुचिः पूजयित्वा गृहे जिनं करोति संवरणम् ॥५॥
‘નમો અરિહંતાણં’ ઇત્યાદિ પદોથી જાગ્રત થયેલો શ્રાવક, પોતાના કુળને યોગ્ય ધર્મકૃત્ય નિયમાદિ યાદ કરે. અહીંયાં એમ સમજવું કે - પ્રથમથી જ શ્રાવકે સ્વલ્પ નિદ્રાવંત થઈને રહેવું જોઈએ. પાછલી એક પહોર રાત્રિ રહે ત્યારે અથવા સવાર થતાં પહેલાં ઉઠવું. એમ કરવાથી આ લોકમાં યશ, કીર્તિ, બુદ્ધિ, શરીર, ધન, વ્યાપારાદિનો અને પારલૌકિક ધર્મનૃત્ય, વ્રત, પચ્ચક્ખાણ, નિયમ પ્રમુખનો દેખીતો જ લાભ થાય છે. જો તેમ ન કરે તો ઉપરોક્ત લાભની હાનિ થાય છે.
લૌકિકશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે :
कम्मीणां धन संपs, धम्मीणां परलोअ ।
',
जिहिं सूत्तां रवि उव्वमई, तिहिं नर आओ न होय ॥
“કામકાજ કરનારા લોકો જો વહેલા ઊઠે તો તેઓને ધનની પ્રાપ્તિ થાય અને ધર્મી પુરુષ જો વહેલા ઉઠે તો તેઓને પોતાના પારલૌકિક કૃત્યો શાંતિથી બની શકે છે. જે પ્રાણીને ઉંઘતા જ સૂર્ય ઉદય થાય છે તેમને બુદ્ધિ, ઋદ્ધિ અને આયુષ્યની હાનિ થાય છે.”
કોઈકની નિદ્રા ઘણી હોવાને લીધે કે બીજા કંઈ કારણથી જો પાછલી પહોર રાત્રિ રહેતાં ઊઠી ન શકાય, તો પણ તેણે છેવટ ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે નવકારનું ઉચ્ચારણ કરતાં ઊઠીને પ્રથમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ કરવો.
દ્રવ્યથી વિચારવું કે, “હું કોણ છું, શ્રાવક છું કે કેમ ?” ક્ષેત્રથી વિચાર કરે કે, “શું હું પોતાને ઘેર છું કે પર-ઘેર છું, દેશમાં છું કે પરદેશમાં છું ? માળ ઉપર સૂતો છું કે નીચે સૂતો છું ?” કાળથી વિચાર કરે કે, “અવશેષ રાત્રિ કેટલી છે, સૂર્ય ઊગ્યો છે કે નહીં ?' ભાવથી વિચાર કરે કે, “લઘુનીતિ-વડીનીતિની પીડાયુક્ત થયો છું કે કેમ ?' એમ વિચાર કરવાપૂર્વક નિદ્રા રહિત થાય. આ પ્રમાણે વિચારવા છતાં જો નિદ્રા ન રોકાય તો નાકના શ્વાસને રોકીને
નિદ્રા-મુક્ત બને ત્યારપછી દરવાજો કઈ દિશાએ છે, લઘુનીતિ કરવાનું ક્યાં છે ? એવો વિચાર કર્યા પછી વડીનીતિ-લઘુનીતિ (ઝાડો-પેશાબ) કરે.
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રાવક શબ્દનો અર્થ.
૨૭ સાધુ આશ્રયી ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે :
दव्वाइ उवओगं, उस्सासनिरंभणालोयं ॥ લઘુનીતિ પાછલી રાત્રે કરવી હોય ત્યારે જાગૃત થઈને દ્રવ્યાદિક (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)નો ઉપયોગ કર્યા પછી નાસિકા બંધ કરીને શ્વાસોચ્છવાસ દબાવે જેથી નિદ્રા વિચ્છિન્ન થયા પછી લઘુનીતિ કરે. રાત્રે જો કાંઈપણ કાર્ય કોઈકને જણાવવા વિગેરેનું પ્રયોજન પડે તો મંદ-સ્વરે (હળવેથી) બોલે. વળી રાત્રે ખાંસી ખાવી કે ખુંખારો ખાવો કે હુંકારો કરવો પડે તો પણ ધીમેથી જ કરવું, મોટા અવાજથી કરવું નહીં.
કેમકે એમ કરવાથી જાગેલાં ગરોળી પ્રમુખ હિંસક જીવો માખી વગેરે હણવાનો ઉદ્યમ કરે; પાડોશી જાગે તો પોતાનો આરંભ આચરે; પાણીવાળી, રાંધનારી, વ્યાપાર કરનાર, મુસાફરો, ખેતી ખેડનારા, વનમાં જઈ પાન-ફૂલ-ફળ છેદનારા, રહેંટના વહેનારા, કોસના વહેનારા, ઘાણી પીલનારા, શીલાવટ, રેંટિયા ફેરવનારા, ધોબી, કુંભાર, સુથાર, જુગારી, શસ્ત્રકાર, દારૂની ભટ્ટી કરનારા, માછી, ખાટકી, વાઘરી-મૃગજાળ નાંખનારા, પારધી, વાટપાડા, લૂંટારા, પારદારિક, તસ્કર, ધાડ પાડનાર વગેરે એક-એકની પરંપરાથી જાગૃત થઈ પોતાના હિંસાના કામમાં પ્રવર્તે; તેથી પરંપરાએ આ બધા દોષોના ભાગી બનાય છે અને એ રીતે અનર્થદંડની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કહેવું છે કે :
जागरिआ धम्मीणं अधम्मीणं तु सुत्तया सेया ।
वच्छाहिव भयणीए, अकहिंसु जिणो जयंतीए ॥१॥ વચ્છ દેશના અધિપતિની બહેન જયંતી શ્રાવિકાને શ્રી વર્ધ્વમાનસ્વામીએ કહ્યું કે, “ધર્મવંત પ્રાણીઓનું જાગવું અને પાપી પ્રાણીઓનું ઊંઘવું કલ્યાણકારી હોય છે.”
નિદ્રામાંથી જાગતાં જ તપાસવું કે, કયા તત્ત્વના ચાલતાં નિદ્રાવિચ્છેદ થાય છે ? કહ્યું
अम्भोभूतत्त्वयोनिद्रा-विच्छेदः शुभहेतवे ।
व्योमवाय्वग्नितत्त्वेषु स पुनर्दुःखदायकः ॥१॥ જળ અને પૃથ્વીતત્ત્વમાં નિદ્રા-વિચ્છેદ થાય તો સારું, અને આકાશ, વાયુ ને અગ્નિતત્ત્વમાં નિદ્રાવિચ્છેદ થાય તો દુઃખદાયી જાણવું. ચંદ્ર-સૂર્યનાડી
वामा शस्तोदये सिते पक्षे कृष्णे तु दक्षिणा । त्रीणि त्रीणि दिनानीदुसूर्ययोरूदयः शुभः ॥२॥
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ શુક્લપક્ષમાં પડવેથી ત્રણ દિન પ્રાતઃકાળે સૂર્યોદય વખતે ચંદ્રનાડી સારી અને કૃષ્ણપક્ષમાં પડવેથી ત્રણ દિન સૂર્યોદય વખતે સૂર્યનાડી સારી જાણવી.
शुक्लप्रतिपदो वायुश्चन्द्रेऽथार्के त्र्यहं त्र्यहम् ॥
वहन् शस्तोऽनया वृत्त्या विपर्यासे तु दुःखदः ॥३॥ પડવેથી ત્રણ ત્રણ દિવસ શુક્લ પક્ષે સૂર્યોદયે ચંદ્રનાડી વહે અને કૃષ્ણ પક્ષે સૂર્યનાડી વહે, તે વખતે જો વાયુતત્ત્વ હોય તો તે દિવસ શુભકારી જાણવા અને તેથી વિપરીત હોય તો દુઃખદાયી સમજવા. •
शशाङ्केनोदयो वाय्वोः सूर्येणास्तं शुभावहम् ।।
उदये रविणा त्वस्य, शशिनास्तं शुभावहम् ॥४॥ વાયુ-તત્ત્વમાં ચંદ્રનાડી વહે ને સૂર્યોદય થાય અને સૂર્યનાડી વહે ને સૂર્યાસ્ત થાય; તેમજ સૂર્યનાડી વહે ને સૂર્યોદય થાય અને ચંદ્રનાડી વહે ને સૂર્યાસ્ત થાય તો સુખકારી સમજવું.
કેટલાક શાસ્ત્રકારોએ તો વારનો પણ અનુક્રમ બાંધેલો છે. તે આવી રીતે - રવિ, મંગળ, ગુરુ અને શનિ એ ચાર સૂર્યનાડીના વાર અને સોમ, બુધ અને શુક્ર એ ત્રણ ચંદ્રનાડીના વાર સમજવા.
કેટલાક શાસ્ત્રકારોએ સંક્રાંતિનો પણ અનુક્રમ બાંધેલો છે. મેષ સંક્રાંતિ સૂર્યનાડીની અને વૃષભ સંક્રાંતિ ચંદ્રનાડીની, એમ અનુક્રમથી બાર સંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્રનાડીની ગણના કરવી.
सार्द्धघटीद्वयं नाडिरेकैकार्कोदयाद् वहेत् ।
अरघट्टींघटीभ्रान्तिन्यायो नाड्योः पुनः पुनः ॥५॥ સૂર્યોદય વખતે જે નાડી વહેતી હોય, તે અઢી ઘડી પછી બદલાઈ જાય છે. ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્ર, એમ કૂવાના રેંટની જેમ આખો દિવસ નાડી ફર્યા કરે છે.
षट् त्रिंशद्गुरुवर्णानां या वेला भणने भवेत् ।
सा वेला मरुतो नाड्या नाड्यां सञ्चरतो लगेत् ॥६॥ છત્રીસ ગુરુ અક્ષર ઉચ્ચાર કરતાં જેટલો વખત લાગે છે, તેટલો વખત એક નાડીથી બીજી નાડીમાં વાયુને જતાં લાગે છે. પાંચ તત્ત્વ
उर्ध्वं वह्निरधस्तोयं तिरश्चीनः समीरणः ।
भूमिर्मध्यपुटे व्योम, सर्वगं वहते पुनः ॥७॥ ઊંચો પવન ચડે ત્યારે અગ્નિતત્ત્વ, નીચો પવન ઊતરે ત્યારે જળતત્ત્વ, તિર્થો પવન વહે ત્યારે વાયુતત્ત્વ, નાસિકાનાં બે પડમાં પવન વહે ત્યારે પૃથ્વીતત્ત્વ અને સર્વ દિશાએ જ્યારે પવન ફેલાઈ જાય ત્યારે આકાશતત્ત્વ સમજવું.
Page #53
--------------------------------------------------------------------------
________________
પાંચ તત્ત્વો.
તત્ત્વોનો અનુક્રમ
वायोर्वह्नेरपां पृथ्व्या, व्योम्नस्तत्त्वं वहेत् क्रमात् ।
वहन्त्योरुभयोर्नाड्यो-र्ज्ञातव्योऽयं क्रमः सदा ॥ ८ ॥
સૂર્યનાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ તત્ત્વો અનુક્રમથી નિરંતર રહે છે.
તત્ત્વોનો કાળ
पृथ्व्याः पलानि पञ्चाशच्चत्वारिंशत्तथाऽम्भसः ।
૨૯
अग्नेस्त्रिंशत्पुनर्वायोविंशतिर्नभसो दश ॥९॥
પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વીશ પળ, આકાશતત્ત્વ દશ પળ. એમ તત્ત્વો બદલાયા કરે છે.
તત્ત્વોમાં કરવાનાં કાર્યો
तत्त्वाभ्यां भूजलाभ्यां स्याच्छान्ते कार्ये फलोन्नतिः ।
दीप्तास्थिरादिके कृत्ये तेजोवाय्वम्बरैः शुभम् ॥१०॥
પૃથ્વી અને જળતત્ત્વમાં શાંતિકાર્યો કરતાં ફળની પ્રાપ્તિ થાય છે અને અગ્નિ, વાયુ અને આકાશતત્ત્વમાં તીવ્ર-તેજસ્વી, અસ્થિર આદિ કાર્ય કરવાં સારાં છે.
તત્ત્વોનું ફળ
जीवितव्ये जये लाभे सस्योत्पतौ च वर्षणे । पुत्रार्थे युद्धप्रश्ने च गमनागमने तथा ॥ ११ ॥
पृथ्व्यतत्त्वे शुभे स्यातां वह्निवातौ च नो शुभौ ।
अर्थसिद्धस्थिरोर्व्यां तु शिघ्रमम्मसि निर्दिशेत् ॥१२॥
જીવિતવ્ય, જય, લાભ, વર્ષા, ધાન્યની ઉત્પત્તિ, પુત્ર-પ્રાપ્તિ, યુદ્ધ, ગમન, આગમન વિગેરેના પ્રશ્ન વખતે જો પૃથ્વી કે જળતત્ત્વ હોય, તો શ્રેયઃકારી અને જો વાયુ, અગ્નિ કે, આકાશતત્ત્વ હોય તો અશુભ સમજવાં અર્થસિદ્ધિ કે, સ્થિર કાર્યમાં પૃથ્વીતત્ત્વ અને શીઘ્ર કાર્યમાં જળતત્ત્વ, શ્રેય:કારી સમજવા.
ચંદ્રનાડી વહેતી હોય ત્યારે કરવા યોગ્ય કાર્યો
पूजाद्रव्यार्जनद्वाहे दुर्गादिसरिदागमे ।
गमागमे जीविते च गृहे क्षेत्रादिसंग्रहे ॥ १३ ॥
Page #54
--------------------------------------------------------------------------
________________
30
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
क्रयविक्रयणे वृष्टौ सेवाकृषीद्विषज्जये । विद्यापट्टाभिषेकादौ शुभेऽर्थे च शुभः शशीः ॥ १४ ॥
દેવપૂજન, દ્રવ્યોપાર્જન-વ્યાપાર, લગ્ન, રાજ્ય-કિલ્લા લેવા, નદી ઉતરવી, જવા-આવવામાં જીવિતના પ્રશ્ન, ઘર, ક્ષેત્ર લેવાં, બાંધવા, કોઈ વસ્તુ લેવા-વેચવામાં, વર્ષા આવવાના પ્રશ્ન. નોકરી, ખેતીવાડી, શત્રુનો જય કરવો, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક-પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યો વખતે ચંદ્રનાડી વહેતી હોય તો લાભકારી સમજવી.
प्रश्ने प्रारम्भणे चापि कार्याणां वामनासिका ।
पूर्णा: प्रवेशश्चेत्तदा सिद्धिरसंशयम् ॥१५॥
કોઈપણ કાર્યનો પ્રારંભ કરતાં કે, પ્રશ્ન કરતાં જો પોતાની ચંદ્રનાડી વહેતી હોય કે નાસિકામાં પવન પ્રવેશ કરતો હોય તો તે કાર્યની તત્કાળ નિ:સંશય સિદ્ધિ જ સમજવી. સૂર્યનાડી વહે તે સમયે કરવા યોગ્ય કાર્યો
बद्धानां रोगितामां च प्रभ्रष्टानां निजात्पदात् । प्रश्ने युद्धविधौ वैरिसङ्गनामे सहसा भये ॥ १६ ॥ स्नाने पानेऽशने नष्टान्वेषपुत्रार्थमैथुने ।
विवादे दारुणेऽर्थे च सूर्यनाडी प्रशस्यते ॥१७॥
કેદમાં પડેલાને, રોગીને, પોતાના પદથી ભ્રષ્ટ-થયેલાને, પ્રશ્નમાં, યુદ્ધ કરવામાં, શત્રુને મળવામાં, અકસ્માત ભયમાં, સ્નાન કરવામાં, પાણી પીવામાં, ભોજન કરવામાં, ગઈ વસ્તુ શોધવામાં, પુત્રને માટે મૈથુન સેવવામાં, વિવાદ કરવામાં, કષ્ટ કાર્યમાં એટલા સ્થળે સૂર્યનાડી સારી સમજવી.
કેટલાક આચાર્યો એમ પણ કહે છે કે :
विद्यारम्भे च दीक्षायां शस्त्राभ्यासविवादयोः ।
राजदर्शनगीतादौ मन्त्रयन्त्रादिसाधने || १८ || (सूर्यनाडी शुभा ) વિદ્યારંભ, દીક્ષા, શસ્ત્રાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનારંભ, મંત્ર, યંત્રાદિ સાધનમાં સૂર્યનાડી શુભ છે.
दक्षिणे यदि वा वामे, यत्र वायुर्निरन्तरम् ।
તું પામવ્રત: ત્વા, નિ:સરેન્નિત્નમન્દ્રિયાત્ ॥શા
ડાબી નાસિકાનો પવન ચાલતો હોય, તો ડાબો પગ અને જમણી નાસિકાનો પવન ચાલતો હોય તો જમણો પગ પ્રથમ ઉપાડી પોતાના ઘરથી નીકળે.
अधमर्णारिचौराद्या विग्रहोत्पातिनोऽपि च ! ।
शून्याङ्गे स्वस्य कर्त्तव्याः सुखलाभजयार्थिभिः ॥२०॥
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૧
સૂર્ય નાડીમાં કરવા યોગ્ય કાર્યો.
દેવાદાર, શત્રુ-ચોર વિગેરે અને લડાઈ કરનારને શૂન્યાંગ (ડાબા) કરવાથી પોતાને સુખ, લાભ જયની પ્રાપ્તિ થાય છે.
स्वजनस्वामिगुर्वाद्या ये चान्ये हितचिन्तकाः ।
जीवाने ते ध्रुवं कार्या, कार्यसिद्धिमभीप्सुभिः ॥२१॥ સ્વજન, સ્વામી, ગુરુ, માતા પિતા વગેરે જે આપણા હિતચિંતક હોય તેમને કાર્યસિદ્ધિના ઇચ્છુકે જમણી તરફ રાખવા જોઈએ.
प्रविशत्पवनापूर्णनासिकापक्षमाश्रितम् ।
पादं शय्योत्थितो दद्यात्प्रथमं पृथिवीतले ॥२२॥ શુકલપક્ષ હોય કે કૃષ્ણપક્ષ હોય પણ દક્ષિણ કે વામ (જમણી કે ડાબી) જે નાસિકા પવનથી ભરાઈ પૂર્ણ થતી હોય, તે પગ ધરતી ઉપર પહેલાં મૂકીને શય્યાથી ઉઠવું.
ઉપર બતાવેલી રીતિ પ્રમાણે નિદ્રા તજીને શ્રાવક અત્યંત બહુમાનથી પરમ મંગળકારી નવકારમંત્રનું મનમાં સ્મરણ કરે. કહ્યું છે કે :નમસ્કાર મહામંત્રનું સ્મરણ :
परमिट्ठिचिंतणं माणसंभि, सिज्जागएण कायव्वं ।
सुत्ताविणयपवित्ती, निवारिया होइ एव तु । શધ્યામાં રહ્યા નવકાર મંત્ર ગણવો હોય તો, સૂત્રનો અવિનય નિવારવાને માટે મનમાં જ ચિંતવનરૂપે ગણવો.
કેટલાક આચાર્ય તો એમ કહે છે કે, કોઈ પણ એવી અવસ્થા નથી કે જેમાં નવકાર મંત્ર ગણવાનો અધિકાર ન હોય, માટે (એમ માનીને) જ્યારે ત્યારે વગર અચકાયે નવકારનો પાઠ કરવો શ્રેયકારી છે. (આવા બે મત પ્રથમ પંચાશક વૃત્તિમાં લખેલા છે.) શ્રાદ્ધ-દિનકૃત્યમાં તો એમ કહ્યું છે કે :
सिज्जाट्ठाणं पमुत्तुणं चिट्ठिज्जा धरणियले ।
भावबंधुजगन्नाह णमुक्कारं तओ पढे ॥ શધ્યાસ્થાનકને મૂકી દઈ ભૂમિ પર બેસીને, પછી ભાવ-ધર્મબંધુ જગન્નાથ એવાં નવકાર મંત્રને ભણવો. યતિદિનચર્યામાં વળી એમ લખેલું છે કે :
जामिणिपच्छिमजामे, सव्वे जग्गंति बालवुड्डाई । परमिठ्ठिपरममंतं, भणंति सत्तट्ठ वाराओ ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ રાત્રિના પાછલા પહોરે બાળ વૃદ્ધ વિગેરે સર્વ લોકો જાગે છે ત્યારે પરમેષ્ઠી પરમ મંત્રને સાત-આઠવાર ભણે (ગણે). નવકાર ગણવાની રીત
મનમાં નવકારમંત્રને યાદ કરતો ઊઠીને પલંગ વિગેરેથી નીચે ઉતરી, પવિત્ર ભૂમિ ઉપર ઊભો રહીને કે પદ્માસન વિગેરે આસને અથવા જેમ સુખે બેસી શકાય એવાં સુખાસને બેસીને પૂર્વ અગર ઉત્તર દિશાએ જિન પ્રતિમા કે સ્થાપનાચાર્યની સન્મુખ મનની એકાગ્રતા નિમિત્તે કમળબંધ કે કરજાપ આદિથી નવકાર ગણવો. કમળબંધ ગણવાની રીત
આઠ પાંખડીવાળા કમળની કલ્પના હૃદય ઉપર કરે, તેમાં વચલી કર્ણિકા ઉપર “નમો અરિહંતાણં” પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં “નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં” એ પંદ સ્થાપે અને ચાર ચૂલિકાનાં પદો (એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ) ચાર કોણ (વિદિશા)માં સ્થાપીને ગણે, એવી રીતે ગણવાથી કમળબંધ જાપ કર્યો કહેવાય છે.
पदस हवड्संगल
अमोलोएसव्वसाहए। नमो अरिहंताएं नमो प्राय
ક કocs मवाय च सव्वेर्सि ... खेवपावप्पणासपा
પાવUણાસણ
IsUાણ
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું જ વિશેષ કહેલું છે કે -
त्रिशुद्ध्या चिन्तयन्नस्य शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ।
Page #57
--------------------------------------------------------------------------
________________
કમળબંધ ગણવાની રીત.
૩૩
મન, વચન, કાયાની, એકાગ્રતાથી જે મુનિ, નવકારનો એક સો આઠ વાર જાપ કરે, તે ભોજન કરવા છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે. નવકારમંત્રનો પ્રભાવ
નંદાવર્ત” “શંખાવર્ત” આદિથી વાંછિત સિદ્ધિ વિગેરે ઘણા લાભ આપનારો છે, કહ્યું
करआवत्ते जो पंचमंगलं, साहूपडिमसंखाए ।
नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥ કર આવ (અંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે, તેને પિશાચાદિ હેરાન કરે નહીં.
શંખાવર્ત નંદાવર્ત, વિપરીતાક્ષર, વિપરીત પદ અને વિપરીત નવકાર લક્ષ વાર ગણે તો બંધન, શત્રુભય, કષ્ટ આદિ સત્વર જાય છે.
શંખાવર્ત નંદાવર્ત
શંખાવર્ત નંદાવર્ત (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ નંદાવર્તથી એક-એક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ શંખાવર્તથી ગણત્રી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.)
et » 17
Ge/
શંખાવર્ત
શંખાવર્તન (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ એકએક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ ગણત્રી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.)
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
જેનાથી કરજાપ ન થઈ શકે તેણે સૂતર, રત્ન, રૂદ્રાક્ષ, વિગેરેની જપમાળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી શરીરને કે પહેલાં વસ્ત્રને સ્પર્શે નહિ તે રીતે તેમજ મેરુનું ઉલ્લંઘન કર્યા વગર જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે :
अङ्गुल्यग्रेण यज्जप्तं, यज्जप्तं मेरुलङ्घने ॥ -
व्यग्रचित्तन यज्जप्तं तत्प्रायोऽल्पफल भवेत् ॥१॥ આંગળીના અગ્રભાગથી, મેરુ ઉલ્લંઘન કરવાથી અને વ્યગ્રચિત્તથી કરાયેલો જાપ પ્રાયે અલ્પ ફળ આપનાર હોય છે.
सङ्कलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः ।
મીનળાખ્યાન: શ્રેષ્ઠ, નાપ: પન્નાથ્થર પર: આરા ઘણા માસણ વચ્ચે બેસી જાપ કરવા કરતાં એકાંતે કરવો શ્રેયસ્કારી છે. બોલતા જાપ કરવા કરતાં મૌન જાપ કરવો શ્રેયસ્કર છે. મૌન જાપ કરતાં માનસિક જાપ શ્રેયસ્કર છે. એમ એક એકથી અધિક ફળદાયી છે.
जापश्रान्तो विशेद्धयानं, ध्यानश्रान्तो विशेज्जपम् ।
द्वाभ्यां श्रान्तः पठेत्स्तोत्र-मित्येवं गुरुभिः स्मृतम् ॥३॥ જાપ કરતાં થાકે તો ધ્યાન કરે, ધ્યાન કરતાં થાકે તો જાપ કરે, અને બન્નેથી થાકે તો સ્તોત્ર ગણે-એમ ગુરુએ કહેલું છે.
શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે કરેલી પ્રતિષ્ઠા-પદ્ધતિમાં કહ્યું છે કે :જાપ ત્રણ પ્રકારના છે. ૧ માનસજાપ, ૨ ઉપાંશુજાપ, ૩ ભાષ્યજાપ. માનસજાપ એટલે મૌનપણે પોતાના મનમાં જ વિચારણારૂપ જાપ.
ઉપાંશુજાપ એટલે બીજો કોઈ સાંભળી ન શકે પણ અંતર્જલ્પરૂપ (અંદરથી પોતે બોલતો હોય એવો) જાપ.
ભાષ્યાપ એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ.
આ ત્રણ પ્રકારનાં જાપમાં ભાષ્યથી ઉપાંશુ અધિક અને ઉપાંશુથી માનસજાપ અધિક છે. એવી જ રીતે તે શાંતિક, પૌષ્ટિક, આકર્ષણાદિ કાર્યોની સિદ્ધિ કરાવે છે. માનસજાપ ઘણા પ્રયાસથી સાધી શકાય એવો છે. અને ભાષ્યજાપ સંપૂર્ણ ફળ આપી શકતો નથી માટે ઉપાંશુ જાપ સહેલાઈથી બની શકે એવો હોવાને લીધે તે કરવામાં ઉદ્યમ કરવો શ્રેયઃકારી છે. | નવકારની પાંચ પદની કે નવપદની આનુપૂર્વી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે. યોગપ્રકાશના આઠમા પ્રકાશમાં કહેલું છે કે :
गुरुपञ्चकनामोत्था, विद्या स्यात् षोडशाक्षरा। . जपेत्शतद्वयं तस्या-श्चतुर्थस्याप्नुयात्फलम् ॥
Page #59
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્રનો પ્રભાવ.
૩૫ “અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવજઝાય, સાહ” એ સોળ અક્ષરની વિદ્યા બસોવાર જપે તો એક ઉપવાસનું ફળ પામે છે.
शतानी त्रीणि षड्वर्णं, चत्वारि चतुरक्षरम् ।
पञ्चाऽवर्णं जपन् योगी, चतुर्थफलमश्नुते ॥२॥ અરિહંત સિદ્ધ” એ છ અક્ષરનો મંત્ર ત્રણસોવાર અને “અરિહંત” એ ચાર અક્ષરનો મંત્ર ચારસો વાર અને “અવર્ણ' એટલે કેવલ (અરિહંતમાં રહેલો પ્રથમવર્ણ) “અ” ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે.
प्रवृत्तिहेतुरेवैत-दमीषां कथित फलम् ॥
फलं स्वर्गापवर्गौ तु, वदन्ति परमार्थतः ॥३॥ આ બધા જાપનું આ ફલ પ્રવૃત્તિ થાય તે હેતુએ જ કહેવાયું છે. ખરી રીતે તો તેનું ફળ સ્વર્ગ અને મોક્ષપ્રાપ્તિ છે. પાંચ અક્ષરનો મંત્ર ગણવાનો વિધિ
नाभिपद्मस्थितं ध्यायेदकारं विश्वतोमुखम् ॥ सिवर्णं मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपञ्जरे ॥
सर्वकल्याणकारीणि, बीजान्यन्यान्यपि स्मरेत् ॥५॥ નાભિકમલમાં સ્થાપેલા “અ કારને ધ્યાવવો, મસ્તકરૂપ કમળમાં વિશ્વમાં મુખ્ય એવા “સિ' અક્ષરને ધ્યાવવો. અને મુખરૂપ કમળમાં ‘આ’ કારને ધ્યાવવો. હૃદયરૂપ કમળમાં “ઉ'કાર ચિંતવવો અને કંઠ પિંજરમાં “સાકાર ચિંતવવો. સર્વ કલ્યાણકારી “અસિઆઉસાઆવા બીજાક્ષર મંત્ર તથા બીજા “સર્વસિદ્ધભ્ય એવા પણ મંત્રાક્ષર સ્મરણ કરવા.
मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः ।
ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकाङ्क्षिभिः ॥६॥ આલોકના ફળની વાંછા રાખનાર સાધક પુરુષે નર્વકાર મંત્રની આદિમાં 35 અક્ષર ઉચ્ચાર કરવો અને મોક્ષપદની આકાંક્ષા રાખનારે કાર રહિત જાપ કરવો.
एवं च मन्त्रविद्यानां, वर्णेषु च पदेषु च।
विश्लेषः क्रमशः कुर्याल्लक्ष्यभावोपपत्तये ॥७॥ એવી રીતે મંત્રવિદ્યાના વર્ણમાં અને પદમાં ક્રમથી વિશ્લેષ અરિહંતાદિના ધ્યાનમાં લીન થવા માટે કરવો. જાપનો પ્રભાવ
જાપાદિ કરવાથી મહાલાભની પ્રાપ્તિ થાય છે. કહેલું જ છે કે :
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः ।
जपकोटिसमं ध्यानं ध्यानकोटिसमो लयः ॥१॥ પૂજા કરતાં ક્રોડગણો લાભ સ્તોત્ર ગણવામાં, સ્તોત્રથી ક્રોડગણો લાભ જાપ કરવામાં, જાપથી ક્રિોડગણો લાભ ધ્યાનમાં અને ધ્યાનથી ક્રોડગણો વધારે લાભ લય (લીન થવા)માં છે.
ધ્યાનની સિદ્ધિ માટે જ્યાં જિનેશ્વર ભગવાનનાં જન્માદિ-કલ્યાણક થયાં હોય તે રૂપ તીર્થસ્થાન તથા હરકોઈ સ્થાનકે જ્યાં ધ્યાન સ્થિર થાય એવા એકાંત સ્થાનકે જઈ ધ્યાન કરવું.
ધ્યાનશતકમાં કહેલું છે કે - “ધ્યાનના સમયે સાધુપુરુષે નિશ્ચયથી ખરેખર સ્ત્રી, પશુ નપુંસક, કુશલ (વેશ્યા, રંડા, નટ વિટ, લંપટ) વર્જિત એકાંત સ્થાનનો આશ્રય લેવો.
જેણે યોગ સ્થિર કર્યો છે એવા નિશ્ચળ મનવાળા મુનિએ જનાકીર્ણ ન હોય એવાં ગામ, અટવી, (રણ) વન અને શૂન્ય સ્થાનક જે ધ્યાન કરવા યોગ્ય હોય તેનો આશ્રય લેવો, જ્યાં પોતાના મનની સ્થિરતા થતી હોય, યોગ સ્થિર રહેતા હોય, વળી જ્યાં ઘણા જીવોનો ઘાત થતો ન હોય એવા સ્થાને રહીને ધ્યાન કરવું.
ધ્યાન કરવાનો વખત પણ એ જ છે કે, જે વખતે પોતાનો યોગ સ્થિર રહે, બાકી ધ્યાન કરનારને મનની સ્થિરતા રાખવા માટે રાત્રિ-દિવસનો કોઈ કાળ બંધન નથી. શરીરની જે અવસ્થાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરી શકાય એમ હોય, તે અવસ્થામાં ધ્યાન કરવું. સૂતાં, બેઠાં કે ઊભાનો કાંઈ ખરેખરો નિયમ નથી; દેશ-કાળની ચેષ્ટાથી સર્વ અવસ્થાએ મુનિઓ ઉત્તમ કેવળજ્ઞાનાદિનો લાભ કરી પાપ રહિત થયા છે. માટે ધ્યાન કરવામાં દેશ કાળનો કાંઈ ખરેખર નિયમ નથી. જ્યાં જે સમયે ત્રિકરણ યોગ સ્થિર હોય, ત્યાં તે વખતે ધ્યાનમાં વર્તવું શ્રેયસ્કર છે.” - નવકારમંત્ર આલોક અને પરલોક એમ બન્ને લોકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથસૂત્રમાં કહેલું છે કે :
ના રો-સાવથ વિહરગન્ન-નન-વંથr-મારૂં
चिंतिज्जतो रक्खस रण-राजभयाई भावेण ॥१॥ ભાવથી નવકાર ગણતાં ચોર, સિંહ, સર્પ, પાણી, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ, રાજભય વિગેરે ભયો જતા રહે છે.
બીજા ગ્રંથોમાં પણ કહેવું છે કે - “પુત્રાદિના જન્મવખતે પણ નવકાર ગણવો. કે જેથી તે નવકારના ફળથી ઋદ્ધિવંત થાય, અને મરણ વખતે પણ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્ગતિએ જોય. આપદા વખતે પણ નવકાર ગણવો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની ઋદ્ધિ વિસ્તાર પામે.
૧. યોગ-મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
જાપનો પ્રભાવ.
૩૭
નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે, નવકારના એક પદથી પચાસ સાગરોપમમાં કરેલાં પાપનો ક્ષય થાય છે અને આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે. વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જો ભવ્ય જીવ એક લાખ નવકાર ગણે, તો તે પ્રાણી વગર શંકાએ તીર્થંકર નામગોત્ર બાંધે છે, આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ (૮, ૦૮, ૦૮, ૮૦૮) નવકાર ગણે તે પ્રાણી ખરેખર ત્રીજે ભવે મોક્ષપદને પામે છે.”
આલોકના લાભ ઉપર શિવકુમારનું દૃષ્ટાંત
જુગાર આદિ વ્યસનમાં આસક્ત થયેલા શિવકુમારને તેના પિતાએ પોતાના મૃત્યુ સમયે શિખામણ દીધી કે - “કષ્ટ પડે ત્યારે નવકાર ગણજે' પછી પિતાના મરણ પામ્યા બાદ તે પોતાના દુર્વ્યસનથી નિર્ધન થયેલો ધનાર્થી કોઈક દુષ્ટ પરિણામવાળા યોગીના કહેવાથી તેનો ઉત્તરસાધક બનીને કાળી ચઉદશની રાત્રે તેની સાથે સ્મશાનમાં આવી, હાથમાં ખડ્ગ લઈ ત્યાં તે યોગીએ તૈયાર રાખેલા મડદાના પગને મસળતો હતો; તે વખતે પોતાના મનમાં ભય લાગતાં તે નવકારનું સ્મરણ કરવા લાગ્યો. બે-ત્રણ વાર તે શબ ઊભું થઈને શિવકુમારને મારવા આવ્યું પણ નવકાર મંત્રના પ્રભાવથી તેને મારી શક્યું નહીં છેવટે ત્રીજી વારે તે શબે પેલા યોગીનો જ વધ કર્યો કે જેથી તે યોગી જ સુવર્ણ પુરુષ બની ગયો, તેથી તેણે ઘણી રિદ્ધિ મેળવી. તેનાથી તેણે જિન-ચૈત્યાદિ ઘણાં ધર્મકૃત્ય કર્યાં.
પરલોકના ફળ ઉપર સમળીનું દૃષ્ટાંત
ભરૂચની પાસે આવેલા વનમાં વડના ઝાડ ઉપર બેઠેલી કોઈક સમળીને પારધીએ બાણથી વીંધી નાખી. તેને પાસે રહેલા કોઈક સાધુએ નવકાર સંભળાવ્યો, તેથી તે મરણ પામ્યા પછી સિંહલ દેશના રાજાની માનવંતી પુત્રીપણે ઉત્પન્ન થઈ તે તરુણ અવસ્થા પામી તે વખતે એકદા પાસે રહેલા કોઈકને છીંક આવતાં તેણે “નમો અરિહંતાણં” એવો ઉચ્ચાર કર્યો, જેથી તે સાંભળતાં રાજકુમારીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણીએ પોતાના પિતાને કહી પાંચસો વહાણ માલના ભરી ભરૂચ નગરીની પાસે આવેલા વનમાં, તે જ વડના ઝાડ આગળ (જ્યાં પોતે મરણ પામી હતી ત્યાં જ ) આવી અને “સમળીવિહાર' નામનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મોટું જિનાલય કરાવ્યું. એમ જે પ્રાણી મરણ પામતી વખતે પણ નવકારનું સ્મરણ કરે છે તેને પરલોકમાં પણ સુખની ને ધર્મની પ્રાપ્તિ થાય છે.
ધર્મજાગરિકા :
તે માટે સૂતાં અને ઊઠતાં તત્કાળ નવકાર મંત્રનું ધ્યાન કરવું શ્રેયસ્કર છે. વળી ધર્મજાગરિકા કરવી (પાછલી સત્રે વિચાર કરવો) તે પણ મહા-લાભકારક છે કહેલું છે કે :
:
कोहं का मम जाई, किं च कुलं देवया च के गुरूणो । को मह धम्मो के वा, अभिग्गहा का अवस्था
||
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ किं मे कडं किच्चं मे किच्चं च किं सेसं, किं सक्कणिज्जं न समायरामि ।
किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलिअं न विवज्जयामि ॥२॥ હું કોણ છું, મારી કઈ જાત છે? મારું ક્ય કુળ છે? મારા દેવ કોણ છે ? ગુરુ કોણ છે ? મારો ધર્મ કયો છે ? મારો અભિગ્રહ ક્યો? મારી અવસ્થા શું છે ? શું મેં મારું કર્તવ્ય કર્યું કે નહીં ? કાંઈ ન કરવા યોગ્ય કર્યું કે શું ? મારે કાંઈ કર્તવ્ય કરવાનું બાકી રહ્યું છે કે શું ? કરવાની શક્તિ છતાં પ્રમાદથી હું કરતો નથી શું ? અન્ય જન મારું સારું કે ખરાબ શું જુવે છે ? અને હું પોતાનું સારું-ખરાબ શું જોઉં છું? મારામાં રહેલો હું ક્યો દોષ છોડતો નથી ?
એમ જ આજે કઈ તિથિ છે અથવા અરિહંત ભગવંતના કલ્યાણકોમાં ક્યું કલ્યાણક છે? અથવા આજે મારે શું શું કરવું જોઈએ ? ઇત્યાદિ વિચાર કરે.
આ ધર્મજાગરિકામાં ભાવથી પોતાનું કુલ, ધર્મ, વ્રત ઇત્યાદિનું ચિતવન, દ્રવ્યથી સદગુરુ આદિનું ચિંતવન, ક્ષેત્રથી હું કયા દેશમાં ? પુરમાં ? ગામમાં ? અથવા સ્થાનમાં છું? કાળથી હમણાં પ્રભાત કે રાત્રિ બાકી છે ? ઇત્યાદિ વિચાર કરવો. પ્રસ્તુત ગાથાના “સ નથL નિયમરૂ' એ પદમાં આદિ શબ્દ છે તેથી ઉપર કહેલ વિચારનો અહીં સંગ્રહ કર્યો છે.
એવી ધર્મ-જાગરિકા કરવાથી પોતાનો જીવ સાવધાન થાય છે. પોતાનાં કરેલાં પાપ, દોષ યાદ આવવાથી તેને તજવાની તથા પોતે ગ્રહણ કરેલા નિયમનું પાલન કરવાની અને નવા ગુણ તથા ધર્મને ઉપાર્જન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ કરતાં મહાલાભની પ્રાપ્તિ થાય છે. સંભળાય છે કે -
આનંદ, કામદેવાદિ શ્રાવકો પણ પાછલી રાત્રે ધર્મ-જાગરિકા કરતાં પ્રતિબોધ પામીને શ્રાવકની પડિમા વહેવાની વિચારણા કરવાથી તેના લાભને પણ પામ્યા, માટે “ધર્મ-જાગરિકા” જરૂર કરવી.
ધર્મ-જાગરિકા કર્યા પછી જો પડિક્કમણું કરતો હોય તો તે કરે; પડિકમ્પણું ન કરતો હોય, તેણે પણ “રાગ” એટલે મોહ, માયા અને લોભથી ઉત્પન્ન થયેલા તે “કુસ્વપ્ર” અને “ષ” એટલે ક્રોધ, માન, ઇર્ષ્યા અને વિષાદથી ઉત્પન્ન થયેલ તે “દુઃસ્વપ્ર” તથા ખરાબ ફળનું સૂચક સ્વપ્ર એ ત્રણમાં પહેલાના પરિહાર માટે એકસો આઠ શ્વાસોચ્છવાસનો અને બાકીના બેના પરિહાર માટે સો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો.
વ્યવહાર-ભાષ્યમાં કહ્યું છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ; અદત્તાદાન, અને પરિગ્રહ આ સંબંધી સ્વપ્ર આવ્યું હોય, તો સંપૂર્ણ સો શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તેમજ જો સ્વપ્રમાં મૈથુન સેવ્યું હોય, તો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. કાયોત્સર્ગ :
“ચંદેસુ નિમ્મલયરા” સુધી એક લોગસ્સના પચ્ચીસ શ્વાસોચ્છવાસ ગણાય છે. એવો ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવાથી એકસો શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કર્યો ગણાય છે. એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરવો હોય તો ચાર લોગસ્સ. “સાગરવરગંભીરા' સુધી ગણવા જોઈએ.”
Page #63
--------------------------------------------------------------------------
________________
કાયોત્સર્ગ.
૩૯ અથવા દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પાંચ મહાવ્રત ચિંતવવાં, અથવા કોઈ પણ સઝાય કરવા યોગ્ય પચ્ચીસ શ્લોકનું ધ્યાન કરવું - એ પ્રમાણે વ્યવહાર ભાષ્યની વૃત્તિમાં લખેલું છે. પહેલાં પંચાશકની વૃત્તિમાં તો એમ લખેલું છે કે - કદાચિત્ મોહના ઉદયથી સ્ત્રી સેવવારૂપ કુસ્વપ્ર આવ્યું હોય, તો તત્કાળ ઊઠીને ઈરિયાવહિ પડિકકમીને એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વગેરે પ્રમાદ થાય તો ફરીવાર કાઉસ્સગ્ન કરવો. કદાપિ દિવસે સૂતાં જો કુસ્વપ્ર થયું હોય, તો પણ કાયોત્સર્ગ કરવો. પણ તે જ વખતે કરવો કે સંધ્યાના પ્રતિક્રમણ વખતે કરવો, તેનો નિર્ણય કોઈ ગ્રંથમાં ન દેખવાથી (લખ્યો નથી, તેથી તે બહુશ્રુતો પાસે જાણવા યોગ્ય છે. સ્વપ્ર વિચાર :વિવેકવિલાસમાં તો વળી સ્વપ્રવિચાર વિષે એમ લખેલું છે કે -
સારું સ્વપ્ર દેખવામાં આવ્યા પછી સૂવું નહીં અને દિવસ ઊગ્યા પછી ઉત્તમ ગુરુની પાસે જઈને સ્વપ્ર કહેવું; અને ખરાબ સ્વપ્ર દેખીને પાછું તરત સૂઈ જવું, ને તે કોઈને પણ કહેવું નહીં. સમધાતુ (વાયુ, પિત્ત, કફ એ ત્રણ જેને બરોબર) હોય, પ્રશાંત (શીતળ પરિણામી) હોય, ધર્મપ્રિય હોય, નીરોગી હોય, જિતેન્દ્રિય હોય, એવા પુરુષને સારા કે ખરાબ સ્વપ્રો ફળ આપે છે.
૧ અનુભવેલું, ૨ સાંભળેલું, ૩ જોયેલું, ૪ પ્રકૃતિના બદલાવાથી, ૫ સ્વભાવથી, ૬ ઘણી ચિંતાથી, ૭ દેવના પ્રભાવથી, ૮ ધર્મના મહિમાથી, ૯ પાપની અધિકતાથી એમ નવ પ્રકારનાં સ્વપ્ર આવે છે. આ નવ પ્રકારનાં સ્વપ્રોમાંથી પહેલાંનાં છ પ્રકારનાં સ્વપ્રો શુભ હોય કે અશુભ હોય, પણ તે બધાં નિરર્થક સમજવાં અને પાછળનાં ત્રણ પ્રકારનાં સ્વપ્રો ફળ આપે છે.
રાત્રિના પહેલા પ્રહરે સ્વપ્ન જોયું હોય, તો બાર માસે ફળ આપે, બીજે પ્રહરે જોયું હોય તો છ માસે ફળ આપે; ત્રીજે પ્રહરે જોયું હોય, તો ત્રણ માસે ફળ આપે અને ચોથે પ્રહરે જોયું હોય, તો એક માસે ફળ આપે છે. પાછલી બે ઘડી રાતે સ્વપ્ન જોયું હોય, તો ખરેખર દશ દિવસમાં ફળ આપે અને સૂર્યોદય વખતે આવ્યું હોય, તો તત્કાળ ફળ આપે.
એકી સાથે ઘણાં સ્વપ્ન જોયાં હોય, દિવસે સ્વપ્ન જોયું હોય; ચિતા અથવા વ્યાધિથી જોયું હોય અને મળમૂત્રાદિની પીડાથી ઉત્પન્ન થયું હોય તો તે સર્વ (સ્વપ્ન) નિરર્થક જાણવાં.
પહેલાં અશુભ દેખીને પછી શુભ અથવા પહેલાં શુભ અને પાછળથી અશુભ સ્વપ્ન દેખે તો તેમાં પાછળનું જ સ્વપ્ન ફળ આપે છે. અશુભ સ્વપ્ન દીઠું હોય, તો શાંતિક કૃત્ય કરવાં. સ્વપ્નચિંતામણિ શાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે :- ખરાબ સ્વપ્ન દેખીને થોડી રાત્રિ હોય, તો પણ પાછું સૂઈ જવું અને તે કોઈની પાસે કોઈપણ વખતે કહેવું નહીં, તેથી તે ફળતું નથી. સ્વપ્ન દીઠા પછી તરત જ ઉઠીને જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરે અથવા નવકાર ગણે તો તે સારું ફળ આપે. ભગવાનની પૂજા રચાવે, ગુરુભક્તિ કરે, શક્તિ પ્રમાણે નિરંતર ધર્મમાં તત્પર થઈને તપ કરે તો ખરાબ સ્વપ્ન હોય, તો પણ સારું સ્વપ્ન થાય છે (અર્થાત્ તેનું શુભ સ્વપ્ન જેવું ફળ થાય છે.)
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
દેવ, ગુરુ, તીર્થ અને આચાર્યનું નામ સ્મરણ કરી જે નિરંતર સૂવે, તે કોઈ દિવસે પણ ખરાબ સ્વપ્ન દેખે નહીં.
४०
પ્રાતઃકાળની વિધિ
પોતાને દાદર (Ringwom) વિગેરે થયું હોય, તો થૂંક ઘસવું અને શરીરના અવયવો દૃઢ થાય તે માટે બે હાથથી અંગમર્દન કરવું. પ્રાતઃકાળે પુરુષ પોતાનો જમણો હાથ અને સ્ત્રી પોતાનો ડાબો હાથ પુણ્ય પ્રકાશક હોવાથી જુએ.
માતા, પિતા અને વૃદ્ધ ભાઈ વગેરેને જે નમસ્કાર કરે, તેને તીર્થયાત્રાનું ફળ થાય છે, માટે દરરોજ વૃદ્ધવંદન કરવું. જેઓ વૃદ્ધ પુરુષોની સેવા કરતા નથી, તેનાથી ધર્મ, જેણે રાજાની સેવા કરી નથી, તેનાથી સંપદા, અને ઘણા માણસોએ સત્કારેલી વેશ્યાની મિત્રતા રાખે છે તેમનાથી, આનંદ દૂર રહે છે.
પ્રતિક્રમણ કરનારને પચ્ચક્ખાણ કર્યા પહેલાં ચૌદ નિયમ ધારવાના હોય છે, તે ધારે, તેમજ પ્રતિક્રમણ ન કરતો હોય, તેણે પણ સૂર્યોદયથી પહેલા ચૌદ નિયમ ગ્રહણ કરવાં. શક્તિ પ્રમાણે નમુક્કારસહિ ગંઠિસહિ, એકાસણ, બીયાસણ આદિ પચ્ચક્ખાણ કરવાં ચૌદ નિયમ ધારેલા હોય, તેણે દેશાવગાસિકનું પચ્ચક્ખાણ કરવું.
વિવેકી પુરુષે સદ્ગુરુની પાસે-સમ્યક્ત્વ-મૂળ શ્રાવકનાં યથાશક્તિ બારવ્રત અંગીકાર કરવાં. એ બારવ્રતને અંગીકાર કરવાથી સર્વ પ્રકારથી વિરતિપણું મળવાનો સંભવ રહે છે. વિરતિવંતને મહાફળની પ્રાપ્તિ થાય છે. અવિરતિને તો નિગોદીયા જીવોની જેમ મન, વચન, કાયાના વ્યાપાર ન હોવા છતાં પણ બહુ કર્મબંધાદિ મહાદોષનો સંભવ થાય છે. કહ્યું છે કે
-
“જે ભાવવાળા ભવ્ય પ્રાણીએ થોડી પણ વિરતિ કરી છે, તેને દેવતા પણ ચાહે છે, કેમ કે, તે વિરતિ (પચ્ચક્ખાણ) દેવતા પોતે કરી શકતા નથી. એકેન્દ્રિય જીવો કવળાહાર નથી કરતા, પણ વિરતિપરિણામના અભાવથી તેઓને ઉપવાસનું ફળ મળતું નથી. મન, વચન, કાયાથી પાપ કરતા નથી, તો પણ અનંતકાળ સુધી એકેન્દ્રિય જીવો એકેન્દ્રિયપણે જે રહે છે, તે પણ અવરતનું જ ફળ છે. તિર્યંચો (અસ્થાદિક) કોરડા, આર, ભારવહન, વધ, બંધન વિગેરે સેંકડો દુઃખ પામે છે, તે જો પૂર્વભવમાં વિરતિ કરી હોત, તો પામત નહીં.''
અવિરતિના ઉદયથી દેવતાઓની જેમ ગુરુ-ઉપદેશાદિનો યોગ થવા છતાં પણ નવકારશી માત્રનું પચ્ચક્ખાણ ન કર્યું એવા શ્રેણિકરાજાએ ક્ષાયિક સમકિત હોવા છતાં અને વળી ભગવંત મહાવીરસ્વામીની વારંવાર વાણી સાંભળવા છતાં પણ કાગડા પ્રમુખના માંસ માત્રનું પચ્ચક્ખાણ ન કર્યું.
પચ્ચક્ખાણ કરવાથી જ અવિરતિને જીતાય છે. પચ્ચક્ખાણ વળી અભ્યાસથી થાય છે. અભ્યાસથી જ સર્વ ક્રિયામાં કુશળપણું આવે છે. અનુભવસિદ્ધ છે કે, લેખનકળા, પઠનકળા, ગણિતકળા, ગીતકળા, નૃત્યકળા વિગેરે સર્વકળાઓ અભ્યાસ વિના સિદ્ધ થતી નથી; માટે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. કહેલું છે કે -
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રાતઃકાળની વિધિ.
अभ्यासेन क्रिया सर्वा अभ्यासात्सकलाः कलाः अभ्यासाद्धयानमौनादिः, किमभ्यासाय दुष्करम् ? ॥१॥
૪૧
અભ્યાસથી સર્વક્રિયા સર્વકળા અને ધ્યાન-મૌનાદિ સિદ્ધ થાય છે. અભ્યાસને શું દુષ્કર છે ? નિરંતર વિરતિ પરિણામનો અભ્યાસ રાખ્યો હોય તો પરલોકમાં પણ તે પાછળ આવે છે, કરેલ છે કે -
जं अब्भसेड़ जीवो, गुणं च दोसं च एत्थ जम्मंमि ।
तं पावइ परलोए, तेणय अब्भासजोएण ॥ १ ॥
ગુણ અથવા દોષનો જેવો અભ્યાસ જીવ આ ભવમાં કરે, તે ગુણ અને દોષ અભ્યાસના લીધે પરભવમાં પણ આવે છે. આ સ્થળને વિષે શ્રાવકે અને શ્રાવિકાએ પોતાની ઇચ્છાથી પરિમાણ કેટલું રાખવું ? તેની સવિસ્તર વ્યાખ્યા કરવી જોઈએ. જેથી સારી રીતે જાણી, ઇચ્છા માફક પરિમાણ રાખી, નિયમનો સ્વીકાર કરે, તો તેનો ભંગ ન થાય. નિયમ તો વિચાર કરીને એવી રીતે જ લેવો કે, જે રીતે આપણે પાળી શકીએ, સર્વ નિયમોમાં ૧સહસાનાભોગાદિ ચાર આગાર છે, એ ધ્યાનમાં રાખવા, માટે અનુપયોગથી અથવા સહસાગારાદિથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તો પણ નિયમનો ભંગ થતો નથી, પણ અતિચાર માત્ર થાય છે. જાણી જોઈને નિયત કરતાં વધારે લેશમાત્ર પણ ગ્રહણ કરે તો નિયમનો ભંગ થાય છે. કોઈ સમયે પાપકર્મનાં વશથી જાણતાં નિયમનો ભંગ થાય, તો પણ ધર્માર્થી જીવે આગળ નિયમ અવશ્ય પાળવો.
પાંચમ અને ચૌદશ ઇત્યાદિ પર્વતિથિએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધો હોય. તેને કોઈ સમયે તપસ્યાની તિથિએ બીજી તિથિની ભ્રાન્તિ વિગેરે થવાથી, જો સચિત્ત જલપાન, તાંબૂલભક્ષણ, કાંઈક ભોજન વગેરે થાય અને પછી તપસ્યાનો દિવસ જણાય, તો મુખમાં કોળીયો હોય, તે ગળી જવો નહિ પણ તે કાઢી નાંખીને, પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી, અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવું. જો કદાચિત્ ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરેપૂરું ભોજન થયું હોય, તો બીજે દિવસે દંડનિમિત્તે તપસ્યા કરવી અને સમાપ્તિના અવસરે તે તપ વર્ધમાન (જેટલા દિવસ પડ્યા હોય તેટલા વધારે કરીને) કરવું. એમ કરે તો અતિચાર માત્ર લાગે પણ નિયમનો ભંગ થાય નહીં.
આજે તપસ્યાનો દિવસ છે, એમ જાણવા છતાં જો એક પણ દાણો ગળી લેવામાં આવે, તો નિયમભંગ થવાથી નરકગતિનું કારણ થાય છે. આજે તપસ્યાનો દિવસ છે કે નહીં ? અથવા એ વસ્તુ લેવાય કે નહીં ? એવો મનમાં સંશય આવે અને એ વસ્તુ લે તો નિયમભંગાદિ દોષ લાગે.'
લાંબી માંદગી, ભૂત-પિશાચાદિના ઉપદ્રવ થવાથી થયેલું પરવશપણું અને સર્પદંશાદિથી અસમાધિપણું થવાને કારણે તપ ન થાય, તો પણ ચોથા આગારનો ઉચ્ચાર કર્યો છે, તેથી નિયમનો ભંગ થાય નહિ. એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું. જો નિયમનો ભંગ થાય, તો મોટો દોષ લાગે છે, માટે થોડો નિયમ લઈને તે બરાબર પાળવામાં જ ઘણો ગુણ છે. ધર્મના સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ, માટે જ પચ્ચક્ખાણમાં આગાર રાખેલા છે.
૧. અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં,
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જો કે, કમલશ્રેષ્ઠીએ સમીપમાં રહેલા કુંભારના માથાની ટાલ જોયા વિના ભોજન ન કરવું એવો નિયમ, માત્ર કૌતુકથી જ લીધો હતો, તો પણ તેથી તેને અર્થ નિધાનની પ્રાપ્તિ થઈ અને તેથી નિયમ સફળ થયો. જો પુણ્યને અર્થે નિયમ લે, તો તેનું કેટલું ફળ કહેવું ? કહ્યું છે કે પુણ્યની ઇચ્છા કરનાર પુરુષે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કરવો. તે ગમે તેટલો નાનો હોય, તો પણ કમલશ્રેષ્ઠીની માફક ઘણાં લાભને માટે થાય છે. પરિગ્રહપરિમાણ વ્રતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત આગળ કહીશું. નિયમ લેવાનો વિધિ
પ્રથમથી મિથ્યાત્વનો ત્યાગ કરવો, જૈન ધર્મને સત્ય માનવો, દરરોજ યથાશક્તિ ત્રણ વાર, બે વાર કે એક વાર જિનપૂજા કે ભગવંતનાં દર્શન કરવા અને આઠ થીયે કે ચાર થયે ચૈત્યવંદન કરવા વિગેરેનો નિયમ લેવો. એવી રીતે કરીને, જો ગુરુનો સંયોગ હોય, તો તેમને વૃદ્ધવંદન
લઘુવંદનથી વાંદરા અને ગુરુનો સંયોગ ન હોય, તો પણ પોતાના ધર્માચાર્ય (જેનાથી ધર્મનો બોધ થયેલો હોય તેને) તેમનું નામ દઈ દરરોજ વંદન કરવાનો નિયમ રાખવો.
ચોમાસામાં, પાંચ પર્વમાં અષ્ટપ્રકારી પૂજા અથવા સ્નાત્ર પૂજા કરવાનો; વાવજીવ દર વર્ષે નવું અન્ન આવે તેનું નૈવેદ્ય કરી, પ્રભુ આગળ ધરી પછીથી ખાવાનો તેમજ દર વર્ષે જે નવાં ફળ-ફૂલ આવે, તે પ્રભુને ચડાવ્યા પછી વાપરવાનો નિયમ રાખવો.
દરરોજ સોપારી બદામ વિગેરે ફળ (ચડાવવાનો); અષાઢી, કાર્તિકી અને ફાગણની પુનમ તથા દીવાળી, પર્યુષણ વિગેરે મોટી પર્વણીમાં પ્રભુ આગળ અષ્ટમંગલિક (અક્ષતની ઢગલીઓ) કાઢવાનો, નિરંતર પર્વણીમાં કે વર્ષમાં કેટલીકવાર દરેક મહિને ખાદિમ, સ્વાદિમાદિ ઉત્તમ વસ્તુઓ જિનરાજની પાસે ચડાવીને કે ગુરુને વહોરાવીને પછી જ ભોજન કરવાનો; દરમાસે કે, દરવર્ષે કે દેરાસરની વર્ષગાંઠ કે, પ્રભુના જન્મકલ્યાણકાદિ દિવસે દેરાસરના મોટા આડંબર મહોત્સવ પૂર્વક ધ્વજા ચડાવવાનો પ્રતિવર્ષે સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી તથા મોટી પૂજા (અષ્ટોત્તરી પ્રમુખ) ભણાવવાનો; તેમજ રાત્રિજાગરણ કરવાનો નિરંતર કે, ચોમાસામાં કેટલીકવાર દેરાસરમાં પ્રમાર્જન કરાવવાનો, ચૂનો ધોળાવવાનો, તથા ચિત્રામણ કરાવવાનો પ્રતિવર્ષે કે, પ્રતિમાસે દેરાસરમાં અંગલુછણાં, દીવા માટે સુતરની કે રૂની પૂણી, દેરાસરના ગભારાની બહારના કામ માટે તેલ, ગભારાના અંદરના કામ માટે ઘી અને દીવા-ઢાંકણાં, પુંજણી, ધોતીયાં, અંતરાસણ, વાળાકુંચી, ચંદન, કેસર, અગર, અગરબત્તી વિગેરે કેટલીક વસ્તુઓ સર્વજનના સાધારણ ઉપયોગ માટે મૂકવાનો નિયમ કરવો.
પૌષધશાળા-ઉપાશ્રયમાં કેટલાંક ધોતીયાં, ખેશ, કટાસણાં(મુહપત્તિ), નવકારવાળી, ચરવળા, સુતર, કંદોરા, ૩ કાંબળી પ્રમુખ મૂકવાનો; વરસાદના વખતે શ્રાવક વિગેરેને બેસવા માટે કેટલાક પાટ, પાટલા, બાજોઠ કરી શાળામાં મૂકવાનો પ્રતિવર્ષે વસ્ત્ર-આભૂષણાદિથી કે વધારે ન બની શકે તો છેવટે સુતરની નવકારવાળીથી પણ સંઘપૂજા કરવાનો પ્રતિવર્ષે પ્રભાવના કરીને કે પોસાતી
* ગુરુને વંદનવિધિ આ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે.
Page #67
--------------------------------------------------------------------------
________________
સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ.
૪૩
જમાડીને કે કેટલાક શ્રાવકને જમાડીને યથાશક્તિ સાધર્મિકવાત્સલ્ય કરવાનો કે પ્રતિવર્ષે દીન હીન દુ:ખીયા શ્રાવકને યથાશક્તિ ઉદ્ધરવાનો. -
દરરોજ કેટલાક લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો, નવા જ્ઞાનનો અભ્યાસ કરવાનો કે તેમ ન બની શકે તો ત્રણસો આદિ ગાથાનો સ્વાધ્યાય કરવાનો; નિરંતર દિવસે નવકારસી આદિ અને રાત્રે દિવસચરિમ (ચોવિહાર) વિગેરે પચ્ચક્ખાણ કરવાનો; બે ટાઈમના પ્રતિક્રમણ કરવાનો; એ વિગેરે નિયમો શરૂમાં લેવા જોઈએ.
ત્યારપછી યથાશક્તિ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવાં, તેમાં સાતમા ભોગોપભોગ વ્રતમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર વસ્તુનું યથાર્થ જાણપણું રાખવું. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ.
પ્રાયઃ સર્વ ધાન્ય, ધાણા, જીરૂં, અજમો, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ આદિ સર્વ જાતિના દાણા, સર્વ જાતિનાં ફળ, પત્ર, લૂણ, ખારી(ધુળીઓ ખારો), પાપડખાર, રાતો સિંધવ, સંચળ (ખાણમાં પાકેલો પણ બનાવટનો નહીં), માટી, ખડી રમચી`, લીલાં દાતણ એ બધાં વ્યવહારથી સચિત્ત જાણવાં.
પાણીમાં પલાળેલા ચણા, ઘઉં વિગેરે કણ તથા મગ, અડદ, ચણા આદિની દાળ પણ જો પાણીમાં પલાળી હોય તો મિશ્ર જાણવાં; કેમકે, કેટલીકવાર પલાળેલી દાળ વિગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે. તેમજ પહેલાં લૂણ દીધા વિના કે બાફ પ્રમુખ દીધા વિના કે રેતી વગર સેકેલા ચણા, ઘઉં, જુવાર વગેરે ધાન્ય; ખાર વિગેરે દીધા વિનાના ફકત શેકેલા તલ, ઓળા (પોપટા -લીલા ચણા), પોંક, સેકેલી ફળી, પાપડી તેમજ મરી, રાઈ, હીંગ પ્રમુખ તથા વઘારવા માટે રાંખેલાં ચીભડાં, કાકડી તથા સચિત્ત બીજ જેમાં હોય, એવાં સર્વજાતિનાં પાકેલાં ફળ; એ બધાં મિશ્ર જાણવાં.
જે દિવસે તલપાપડી કરી હોય, તે દિવસે મિશ્ર જાણવી. પણ રોટલી, રોટલા, પુરી વગેરેમાં જો તલપાપડી નાંખી હોય, તો તે રોટલી પ્રમુખ બે ઘડી પછી અચિત્ત સમજવા. વળી દક્ષિણ દેશ માળવા વિગેરે દેશોમાં ઘણો ગોળ નાંખીને તલપાપડી બનાવે છે તેથી તેને અચિત્ત ગણવાનો વ્યવાર છે.
વૃક્ષથી તત્કાલ લીધેલા ગુંદ, લાખ, છાલ, તથા નાળિયેર, લીંબુ, જાંબુ, આંબા, નારંગી, દાડમ, સેલડી વગેરેનો તત્કાળનો કાઢેલો રસ કે પાણી; તત્કાળ કાઢેલું તલ વિગેરેનું તેલ; તત્કાળ ભાંગેલ નાળિયેર, સીંગોડાં, સોપારી પ્રમુખ ફળ; બીજ તત્કાળ કાઢી નાંખેલાં પાકેલાં ફળ, ઘણા દબાવીને કણીયા રહિત કરેલ જીરૂં, અજમો વિગેરે, બે ઘડી વાર સુધી મિશ્ર જાણવાં, ત્યાર પછી અચિત્ત થાય એવો વ્યવહાર છે. બીજા પણ કેટલાક પદાર્થ પ્રબળ અગ્નિના યોગ વિના જે અચિત્ત કીધેલા હોય, તે પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યારપછી અચિત્ત જાણવા એવો વ્યવહાર છે.
૧. કેટલાક સ્થળોએ, ગામડાંઓમાં પશુઓને શણગારવા જે લાલ માટીનો ઉપયોગ થાય છે તે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જેમકે, કાચું પાણી, કાચાં ફળ, કાચાં ધાન્ય, એઓને ઘણું ઝીણું વાટેલું મીણ દઈ ખૂબ મર્દન કીધેલ હોય, તો પણ પાયે અગ્નિ વિગેરે પ્રબ શસ્ત્ર વિના અચિત્ત નથી થતાં, જે માટે ભગવતી સૂત્રના એકવીશમાં તકે ત્રીજા ઉદ્દેશમાં કહેલ છે કે,
વજય શિલા ઉપર મય વાટવાના પથ્થરથી પૃથ્વીકાયનો ખંડ (કાચી માટી વિગેરેનો કટકો) બળવંત પુરુષ એકવીસ વાર જોરથી વાટે તો પણ કેટલાક જીવ ચંપાણા ને કેટલાક જીવને ખબર પણ પડી નથી.” (એવું સૂક્ષ્મપણું હોય છે, માટે પ્રબળ અગ્નિના શસ્ત્ર વિના અચિત્ત થતાં નથી.)
વળી સો યોજનથી આવેલ હરડે, ખારેક, લાલ દ્રાક્ષ, કીસમીસ (ઝીણી દ્રાક્ષ), ખાર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખરોટ, તીમજાં, જળદાળું, પીસ્તાં, ચણકબાબા (કબાબચીની), સ્ફટિક જેવો ઉજ્જવળ સિંધવ પ્રમુખ ખાર, સાજીખાર, બીડવણ (ભઠ્ઠીમાં પાકેલું લૂણ) બનાવટથી બનાવેલ હરકોઈ જાતિનો ખાર, કુંભારે મર્દન કરેલી માટી, એલચી, લવંગ, જાવંત્રી, સુકેલી મોથ, કોંકણ દેશનાં પાકેલાં કેળાં, ઉકાળેલ સીંગોડા અને સોપારી પ્રમુખ સર્વ અચિત્ત સમજવા એવો વ્યવહાર છે. બૃહત્કલ્પસૂત્રમાં પણ કહેલ છે કે :
जोयणसयं तु गतुं, अणहारेणं तु भंडसंकंती ॥
वायागणिधूमेण य, विद्धत्थं होइ लोणाई ॥१॥ “લૂણ વિગેરે સચિત્ત વસ્તુઓ જ્યાં ઉત્પન્ન થઈ હોય, ત્યાંથી એકસો યોજન ઉપરાંત જમીન ઉલ્લંઘન કરી જાય ત્યારે પોતાની મેળે અચિત્ત બની જાય છે.”
પ્રશ્ન :- કોઈ પ્રબળ અગ્નિ આદિના શસ્ત્ર વિના માત્ર સો યોજન ઉપરાંત ગમન કરવાથી જ સચિત્ત વસ્તુઓ અચિત્ત કેમ થઈ શકે ?
ઉત્તર :- જે સ્થાનકે જે જે જીવો ઉપજેલા છે, તે તે, તે દેશમાં જ જીવે છે, ત્યાંના હવાપાણી બદલાવાથી તેઓ વિનાશ પામે છે. વળી માર્ગમાં આવતાં આહારનો અભાવ થવાથી અચિત્ત થાય છે. તેના ઉત્પત્તિસ્થાનકે તેને જે પુષ્ટિ મળે છે તેવી તેને માર્ગમાં મળતી નથી તેથી અચિત્ત થાય છે, વળી એક સ્થાનકેથી બીજે સ્થાનકે નાંખતાં, પછાડતાં, અથડાવા-પછડાવાથી ખરેખર અચિત્ત થાય છે; અથવા એક વખારથી બીજી વખારમાં નાખતાં, ઉથલપાથલ થવાથી અચિત્ત થાય છે. વળી સો યોજન ઉપરથી આવતાં વચમાં ઘણા ઘણા પવનથી, તાપથી તથા ધૂમાડા વિગેરેથી અચિત્ત થાય છે.
લવણાદિ' એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી હરતાલ, મણસીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પણ સો યોજન ઉપરાંતથી આવી હોય, તો અચિત્ત થાય છે એમ જાણવું, પણ તેમાં કેટલાંક અનાચીર્ણ છે. પીપર, હરડે વિગેરે આશીર્ણ અને ખજુર, દ્રાક્ષ વિગેરે અનાચીર્ણ છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૫
સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (બદલાવા)નાં કારણ. સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (બદલાવા)નાં કારણ.
आरुहणे ओरूहणे, निसिअण गोणाइणं च गाउन्हा।
भूमाहारच्छेए, उवक्कमेणं च परिणामो ॥१॥ ગાડાં ઉપર કે પોઠીયાની પીઠ ઉપર વારંવાર ચડાવવાથી, ઉતારવાથી અથવા તે કરીયાણાં ઉપર બીજા ભાર થવાથી કે તેના ઉપર બીજા માણસોના ચડવા-બેસવાથી તેમ જ તે પોઠીયાના શરીરના બાફથી અથવા તેઓના આહારનો વિચ્છેદ થવાથી તે કરીયાણાં રૂપ વસ્તુઓનું પરિણામ (બદલાવું) થાય છે:
જ્યારે જેને કાંઈપણ ઉપક્રમ (શસ્ત્ર) લાગે ત્યારે પરિણામાંતર થાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારનાં હોય છે. ૧ સ્વકાયશસ્ત્ર, ૨ પરકાયશસ્ત્ર, ૩ ઉભયકાયશસ્ત્ર:
સ્વકાશસ - જેમકે-ખારું પાણી મીઠા પાણીનું શસ્ત્ર, કાળી માટી તે પીળી માટીનું શસ્ત્ર. પરકાયશસ :- જેમકે-પાણીનું શસ્ત્ર અગ્નિ અને અગ્નિનું શસ્ત્ર પાણી.
ઉભયકાયશસ :- જેમકે-માટીમાં મળેલ પાણી નિર્મળ જળનું શસ્ત્ર. એવી રીતે સચિત્તને અચિત્ત થવાનાં કારણ જાણવાં. વળી પણ કહે છે કે :
उप्पल पउमाई पुण, उन्हें दिनाइं जाम न धरंति; मोग्गारग जुहिआओ, उन्हेंच्छूढा चिरं हुति ॥१॥ मगदंति अ पुप्फाइं उदयेच्छूढाइं जाम न धरंति;
उप्पल पउमाइ पुण, उदयेच्छूढा चिरं हुंति ॥२॥ ઉત્પલ કમળ ઉદફયોનિજ હોવાથી એક પ્રહર માત્ર પણ આતપ (તડકા)ને સહન કરી શકતાં નથી કિન્તુ એક પ્રહરની અંદર જ. અચિત થઈ જાય છે. (કરમાય છે).
મોગરો, મચકુંદ, જૂઈનાં ફૂલ ઉષ્ણુયોનિય હોવાથી આતપમાં ઘણી વાર રહી શકે છે (સચિત્ત રહે છે.) મોગરાનાં ફૂલ પાણીમાં નાખ્યાં હોય, તો પ્રહર માત્ર પણ રહેતાં નથી, કરમાઈ જાય છે. ઉત્પલકમલ (નીલકમલ), પદ્મકમળ (ચંદ્રવિકાસી) પાણીમાં નાખ્યાં હોય, તો ઘણા વખત સુધી રહે છે (સચિત્ત રહે છે પણ કરમાતાં નથી). લખેલ છે કે :
पत्ताणं पुप्फाणसरडूफलाणं तहेव हरिआणं ॥
बिहँमि मिलाणमि नायव्वं जीव विप्पजढं ॥ પત્રનાં, પુષ્પનાં, સરડુફળ (જેની કાતલી, ગોટલી, છાલ, કઠણ બંધાણી ન હોય એવાં ફળ)નાં તેમજ વત્થલા પ્રમુખ સર્વ ભાજીઓનાં અને સામાન્યથી સર્વ વનસ્પતિઓનાં બીટ (ડાળમાંથી ઊગતો ફણસલો, મૂળ, નાળ (વચલી થડની દાંડી) કરમાઈ એટલે જાણવું કે હવે આ વનસ્પતિ અચિત્ત થઈ.
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
વળી શાલી પ્રમુખ ધાન્ય માટે તો ભગવતીસૂત્રના છઠ્ઠા શતકે પાંચમા ઉદ્દેશમાં સચિત્તઅચિત્તના વિભાગ બતાવતાં એમ કહેલ છે કે -
૪૬
(ભગવંતને શ્રી ગૌતમે પૂછ્યું કે) “હે ભગવાન્ ! શાલિ, કમોદના ચોખા, કલમશાળી ચોખા, વ્રીહિ એટલે સામાન્યથી સર્વ જાતિના ચોખા, ઘઉં, જવ એટલે નાના જવ, જવજવ એટલે મોટા જવ, એ ધાન્યને કોઠામાં ભરી રાખ્યાં હોય, કોઠીમાં ભરી રાખ્યાં હોય, માંચા ઉપર બાંધી રાખ્યાં હોય, માળા બાંધીને તેમાં ભરી રાખ્યા હોય, કોઠીમાં નાંખીને કોઠીનાં મુખ લીંપી દીધાં હોય, ચોતરફથી લીંપી લીધેલ હોય, ઢાંકણાંથી મજબૂત કીધેલાં હોય, મોહોર કરી મૂક્યાં હોય, કે ઉપર નિશાન કીધાં હોય, એવાં સંચય કરી રાખેલાં ધાન્યની યોનિ (ઉગવાની શક્તિ) કેટલા વખત સુધી રહે છે ?
(ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે) “હે ગૌતમ ! જઘન્યથી (ઓછામાં ઓછી) અંતર્મુહૂર્ત (કાચી બે ઘડી વાર) યોનિ રહે, અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી કોઈકમાં યોનિ રહે છે. ત્યારપછી યોનિ કરમાઈ જાય છે, નાશ પામે છે, બીજ અબીજરૂપ બની જાય છે.’'
વળી પૂછે છે કે -
અન્ન મંતે લાય-મજૂર-તિલ-મુળ-માસ-નિાવ વુન્ત્ય-અભિમંતા-સફળ पलिमंथग- माइण एएसिणंधन्नाणं- अहा सालीणं तहा एयाणवि णवरं पंच संवच्छाराई મેમં તું એવ ॥
પ્રશ્ન ઃ- “હે ભગવન્ ! વટાણા, મસુર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, ચણા, એટલાં ધાન્યને પૂર્વોક્ત રીતે રાખી મૂક્યાં હોય, તો કેટલો કાળ તેઓની યોનિ રહે છે ?' ઉત્તર ઃ- જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી રહે છે. ત્યાર પછી પૂર્વોક્તવત્ અચિત્ત થઈ જાય છે.
પ્રશ્ન :- હે ભગવન્ ! અળસી, કસુંબો, કોદરા, કાગ, બંટી, રાલો, કોઠુસગ, શણ, સરસવ, મૂળાનાં બીજ એ વિગેરે ધાન્યની યોનિ કેટલાં વર્ષ રહે છે ?
ઉત્તર :- હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે રહે તો સાત વર્ષ સુધી યોનિ સચિત્ત રહે છે. ત્યારપછી બીજ અબીજરૂપ થાય છે. (આ વિષયમાં પૂર્વાચાર્યોએ પણ ઉપર પ્રમાણેના જ અર્થની ત્રણ ગાથાઓ બનાવેલી છે.)
કપાસના બીજ (કપાસીયા) ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. એ માટે બૃહત્કલ્પના ભાષ્યમાં લખેલ છે કે, સેવું તિવાસિાયં શિન્નતિ સેવું ત્રિવર્ષાતીત વિઘ્નસ્તોનિમેવ ग्रहीतु कल्पते । सेडुकः कर्ष्णास इति तद्वृत्तौ ॥
કપાસીયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યારપછી ગ્રહણ કરાય.
૧. પ્રાકૃત કલાય શબ્દનો પર્યાય લખનાર શ્રાદ્ધવિધિના ટીકાકાર ત્રિપુટ એવો પર્યાય લખ્યો છે. એનો અર્થ મક્કાઈ' થાય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૭
ખાદ્ય વસ્તુનો કાળ. આટો મિશ્ર અને સચિત્ત કયાં સુધી.
નહિં ચાળેલો આટો શ્રાવણ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસો અને કાર્તિકમાં ચાર દિવસ સુધી, માગસર અને પોષમાં ત્રણ દિવસ સુધી, મહા અને ફાગણમાં પાંચ પહોર સુધી, ચૈત્ર અને વૈશાખમાં ચાર પ્રહર સુધી, જેઠને આષાઢમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે. ત્યારપછી અચિત્ત ગણાય છે અને ચાળેલો આટો તો બે ઘડી વાર પછી અચિત્ત થઈ જાય છે.”
પ્રશ્ન :- અચિત્ત થયેલ આટો અચિત્ત ભોજન કરનારને કેટલા દિવસ સુધી કહ્યું ?
ઉત્તર - એમાં દિવસનો કાંઈ નિયમ નથી, પણ સિદ્ધાંતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આશ્રયી નીચે મુજબ વ્યવહાર બતાવેલ છે. “દ્રવ્યથી નવાં-જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં-નરસાં ક્ષેત્રમાં ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષા, શીત, ઉષ્ણકાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુના તે તે પરિણામથી પક્ષ-માસાદિની અવધિ જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, આદિમાં ફેરફાર થાય નહીં અને ઈયળ વિગેરે જીવો પડે નહીં ત્યાં સુધી છે. આ અવધિના પહેલાં પણ જો વર્ણાદિનો ફેરફાર થાય તો ન કલ્પ અને અવધિ પૂરી થયા છતાં વર્ણાદિ ન ફર્યા હોય તો પણ કલ્પે નહીં.
સાધુને આશ્રયીને સાથવાની (શેકેલા ધાન્યના લોટની) યતના કલ્પવૃત્તિના ચોથા ખંડમાં આ પ્રમાણે કહી છે. જે દેશ, નગર ઇત્યાદિમાં સાથવામાં જીવોત્પત્તિ થતી હોય, ત્યાં તે લેવો નહીં. લીધા વિના નિર્વાહ ન થતો હોય, તો તે દિવસનો કરેલો લેવો. તેમ છતાં પણ નિર્વાહ ન થાય, તો બે-ત્રણ દિવસનો કરેલો ને ચાર-પાંચ દિવસનો કરેલો હોય, તો તે સર્વ ભેગો લેવો.
તે લેવાની વિધિ આ પ્રમાણે છે - ઝીણું કપડું નીચે પાથરીને તે ઉપર માત્ર કંબલ રાખી તેના ઉપર સાથવાને વિખેરવો પછી ઊંચા મુખે પાત્ર બંધન કરીને, એક બાજુ જઈને જે જીવવિશેષ
જ્યાં વળગ્યું હોય, તે ઉપાડીને ઠીકરામાં મૂકવું એમ નવ વાર પ્રતિલેખન કરતાં જો જીવ ન દેખાય, તો તે સાથવો વાપરવો અને જો જીવ દેખાય. તો ફરી નવ વાર પ્રતિલેખન કરવું. તો પણ જીવ દેખાય તો ફરી નવ વખત પ્રતિલેખન કરવું એ રીતે શુદ્ધ થાય તો વાપરવો અને ન થાય તો પરઠવવો.
તેમ છતાં નિર્વાહ ન થતો હોય તો, જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રતિલેખન કરવું અને શુદ્ધ થતાં વાપરવો. કાઢી નાંખેલી ઈયળ વિગેરે જીવ ઘરટ્ટ વિગેરેની પાસે ફોતરાનો હોટો ઢગલો હોય ત્યાં મૂકવા, તેવો ઢગલો ન હોય તો, ઠીકરામાં થોડોક સાથવો નાખી બાધા ન થાય તેમ મૂકવા. પકવાન્ન આશ્રયી કાળ નિયમ. -
સર્વ જાતિનાં પફવાન્ન વર્ષાઋતુ (ચોમાસા)માં બનાવ્યાથી પંદર દિવસ સુધી, શીતતુ (શિયાળા)માં એક મહિનો અને ઉષ્ણકાળ (ઉનાળા)માં વીસ દિવસ સુધી કલ્પે એવો વ્યયવહાર છે.”
આ ગાથા કયા ગ્રંથની છે એનો નિશ્ચય ન થવાથી કેટલાક આચાર્ય તો એમ કહે છે કે - જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી કલ્પનીય છે. બાકી દિવસનો કાંઈ પણ નિયમ નથી.
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ દૂધ, દહિં, છાશનો કાળ.
જો કાચા (ઉકાળ્યા વગરના) ગોરસ (દૂધ, દહિ, છાશ)માં મગ, અડદ, ચોળા, વટાણા, વાલ, વિગેરે દ્વિદલ પડે તો તત્કાળ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને દહિં તો બે દિવસ ઉપરાંતનું થયું કે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે.
આ ગાથામાં “વિવરિ (બે દિવસ ઉપરાંત) ને બદલે “ત્તિવિવર (ત્રણ દિવસ ઉપરાંત) એવો પાઠ ક્વચિત છે. પણ તે ઠીક નથી તેમ જણાય છે; કારણ કે ‘રધ્યકિંથાતીતિ એવું શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યનું વચન છે. દ્વિદળ કોને કહેવાય.
જે ધાન્યને પીલવાથી તેલ ન નીકળે અને સરખા બે ફાડચાં થઈ જાય તેને દ્વિદળ કહે છે. બે ફાડચાં થતાં હોય પણ જેમાંથી ચીકણો રસ (તેલ) નીકળે તે દ્વિદળ ન કહેવાય. અભક્ષ્ય પદાર્થો.
દ્વિદળ, નરમ પુરી વિગેરે, એકલા પાણીથી રાંધેલો ભાત વિગેરે, વાસી અન્ન, બીજાં સર્વ જાતિનાં કોહેલાં અન્ન, જેમાં ફુગ વળી ગઈ હોય તેવાં ઓદન, પકવાન્નાદિ, બાવીસ અભક્ષ્ય, , બત્રીસ અનંતકાય એ સર્વનું સ્વરૂપ અમારી કરેલી વંદિતા સૂત્રની વૃત્તિથી જાણવું.
વિવેકવંત પ્રાણીએ જેમ અભક્ષ્ય વર્જવા તેમજ ઘણા જીવથી વ્યાપેલાં બહુબીજવાળાં વેંગણ, કાય, માટી, ટીંબરૂં, જાંબુ, લીલાં પીલું, પાકા કરમદા, બિલીફલ, ગુંદા, પીચ મહુડાં, આંબા વિગેરેના મહોર, શેકેલા ઓળા, મોટાં બોર, કાચા કોઠીંબડાં, ખસખસ, તલ, સચિત્ત લુણ પણ વર્જન કરવાં.
તેમજ લાલ વિગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી એવા પાકાં ગોલા, પાકાં કંકોડાં, ફણસ ફળ, વળી જે દેશમાં જે જે વિરુદ્ધ કહેવાતાં હોય, કડવાં તુંબડાં, કોહલાં, વિગેરે પણ તે દેશમાં વર્જવા. તે દેશમાં ન વર્ષે તો ફોગટ જૈનધર્મની નિંદા થાય અને અનંતકાય તો પારકે ઘેર રંધાઈ અચિત્ત થયા હોય તો પણ નિઃશૂકતાના પ્રસંગની અથવા ખાનારા લોકોની વૃદ્ધિ થવાના ભયથી ન જ ગ્રહણ કરવાં.
જૈનધર્મની નિંદા ન થવા દેવા માટે રાંધેલું સુરણ, આદુ, વેંગણ વિગેરે જો કે અચિત્ત થયાં હોય અને પોતાને પચ્ચખાણ ન હોય, તો પણ વર્જન જ કરવાં અને વળી મૂળો તો પંચાંગથી તજવા યોગ્ય છે, સુંઠ, હળદર તો નામ સ્વાદના બદલવાથી સુકાયા પછી કલ્પે છે. કયું પાણી અચિત્ત કે મિશ્ર કહેવાય ?
ઊનું પાણી ત્રણ વાર ઊકાળા ન આવે ત્યાં સુધી તો મિશ્ર ગણાય છે એટલા માટે પિંડનિર્યુક્તિમાં કહેલ છે કે -
જ્યાં સુધી ત્રણ વાર ઊકાળા આવ્યા ન હોય, ત્યાં સુધીનું ઊનું પાણી પણ મિશ્ર ગણાય છે (ત્યાર પછી અચિત્ત ગણાય). જ્યાં ઘણા માણસોની આવ-જાવ થયા કરતી હોય, એવી ભૂમિ
Page #73
--------------------------------------------------------------------------
________________
અચિત્ત પાણી અંગે.
૪૯ ઉપર પડેલું વરસાદનું પાણી જ્યાં સુધી ત્યાંની જમીનની સાથે ન પરિણમે ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય. ત્યારપછી અચિત્ત થઈ જાય છે અને અરણ્ય ભૂમિ (વગડાની જમીન) ઉપર વરસાદનું જળ પડતાં માત્ર મિશ્ર છે, પછી પડતું વર્ષાનું પાણી સચિત્ત બની જાય છે.
ચોખાના ધોવાણમાં આદેશ-ત્રિકને મૂકીને તંદુલાદક જ્યાં સુધી ડહોળું હોય ત્યાં સુધી મિશ્ર ગણાય છે, પણ જ્યારે નિર્મળ થાય ત્યારથી અચિત્ત ગણાય છે. | (આદેશ-ત્રિક બતાવે છે) કોઈ આચાર્ય એમ કહે છે કે, ચોખાનું ધોવણ એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખતાં જે છાંટા ઊડે છે, તે બીજા વાસણને લાગે તે છાંટા જ્યાં સુધી ન સુકાયા ત્યાં સુધી ચોખાનું ધોવણ મિશ્ર ગણવું. બીજા કોઈક આચાર્ય એમ કહે છે કે તે ધોવણ એક વાસણમાંથી બીજા વાસણમાં ઊંચેથી નાંખતાં પરપોટા વળે છે, તે જ્યાં સુધી ન ફુટી જાય, ત્યાં સુધી મિશ્ર ગણવું. ત્રીજા કોઈ આચાર્ય કહે છે કે, જ્યાં સુધી તે ચોખા ચડે નહીં ત્યાં સુધી ચોખાનું ધોવણ મિશ્ર ગણાય છે.
એ ત્રણે આદેશ પ્રમાણ ગણાય એમ નથી જણાતા કેમ કે કોઈ વાસણ કોરું હોય તો તેને સકાતાં વધારે વાર ન લાગે. તેમજ કોઈક વાસણ પવનમાં કે અગ્નિ પાસે રાખેલું હોય તો તત્કાળ સુકાઈ જાય અને બીજાં વાસણ પણ તેમ ન હોય તો ઘણીવારે સુકાઈ શકે માટે એ પ્રમાણે અસિદ્ધ ગણાય છે. ઘણા ઊંચેથી ધોવણ વાસણમાં નાંખે તો પરપોટા ઘણા થાય, નીચેથી નાંખે તો થોડા વખતમાં ફુટી જાય કે ઘણા વખતે ફુટે તેથી એ હેતુ પણ સિદ્ધ થઈ શકતો નથી. તેમજ ચૂલામાં અગ્નિ પ્રબળ હોય તો થોડીવારમાં ચોખા ચડે ને મંદ હોય તો ઘણીવારે ચોખા ચડે તેથી એ હેતુ પણ અસિદ્ધ છે. કેમકે એ ત્રણ હેતુમાં કાળનો નિયમ નથી રહી શકતો માટે એ ત્રણે અસિદ્ધ સમજવા. ખરો હેતુ તો એ જ છે કે જ્યાં સુધી ચોખાનું ધોવણ અતિ નિર્મળ ન થાય, ત્યાં સુધી મિશ્ર ગણવું ને ત્યારબાદ તેને અચિત્ત ગણવું. ઘણા આચાર્યોનો એ જ મત હોવાથી એ જ વ્યવહારશુદ્ધ છે.
ધૂમાડાથી ધૂમ્ર વર્ણ થયેલાં અને સૂર્યના કિરણોથી ગરમ થયેલાં નેવાંના સંપર્કથી અચિત્ત થયેલા નેવાંનાં પાણીને ગ્રહણ કરવામાં કંઈ વિરાધના થતી નથી. કેટલાક આચાર્ય એમ કહે છે કે, ઉપર લખેલું પાણી પોતાના પાત્રમાં ગ્રહણ કરવું. આ વિષયમાં ઘણા વિચાર હોવાથી આચાર્ય ઉત્તર આપે છે કે તે પાણીમાં અશુચિપણું છે માટે પોતાના પાત્રમાં લેવાનો નિષેધ છે. એટલા માટે ગૃહસ્થની કુંડી વિગેરે ભાજનમાં લેવું. વળી વરસાદ વરસતો હોય તે વખતે મિશ્ર ગણવાથી તે પાણી લેવું નહીં પરંતુ વરસાદ રહી ગયા પછી પણ અંતર્મુહૂર્તકાળ વીત્યા પછી ગ્રહણ કરવા યોગ્ય છે. જે પાણી કેવળ પ્રાસુક થયેલું છે, (અચિત્ત થયેલું છે), પણ ચોમાસામાં ત્રણ પ્રહર ઉપરાંત કાળે ફરીને સચિત્ત થઈ જાય છે. એટલા માટે ત્રણ પ્રહરની અંદર તે અચિત્ત જળમાં ક્ષાર વિગેરે નાખવાં કે જેથી પાણી પણ નિર્મળ થઈ જાય.
ચોખાનું ધોવાણ પહેલું, બીજ, ત્રીજ, તત્કાળનું હોય તો અચિત્ત થાય છે, પરંતુ ચોથું, પાંચમું વિગરે ધોવણ ઘણા કાળનું હોવા છતાંય સચિત્ત રહે છે. અચિત્તજળનું કાળમાન.
“ત્રણ ઉકાળે ઉકાળેલું પાણી અને પ્રાસુકજળ સાધુજનને કહ્યું છે, પણ ઊષ્ણકાળ ઘણો લૂખો હોવાથી ઉનાળાના દિવસોમાં પાંચ પ્રહર ઉપરાંત કાળ થતાં તે જળ પાછું સચિત્ત થઈ જાય
૭.
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
છે. પણ કદાપિ રોગાદિના કારણથી પાંચ પ્રહર ઉપરાંત પણ સાધુને રાખવું પડે તો રખાય અને શીતકાળ સ્નિગ્ધ હોવાથી શિયાળામાં ચાર પ્રહર અને ચોમાસામાં તે ત્રણ પ્રહર ઉપરાંત કાળ થતાં સચિત્ત થાય છે. માટે ઉપર લખેલા કાળ ઉપરાંત કોઈને અચિત્તજળ રાખવાની ઇચ્છા હોય તો તેમાં ખારપદાર્થ નાખી રાખવું કે જેથી તે સચિત્ત થઈ શકે નહીં.''
કોઈપણ બાહ્યશસ્ત્ર લાગ્યા વિના સ્વભાવથી જ અચિત્તજળ છે એમ જો કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની કે શ્રુતજ્ઞાની પોતાના જ્ઞાનથી જાણતા હોય તો પણ તે અવ્યવસ્થા પ્રસંગના (મર્યાદા ટૂટવાના) ભયથી વાપરતા નથી. તેમ બીજા કોઈને પણ વાપરવાની આજ્ઞા આપતા નથી.
વળી સંભળાય છે કે ભગવાન વર્ધમાનસ્વામીએ, “આ દ્રહ સ્વભાવથી અચિત્ત જળથી ભરેલ છે અને વળી સેવાળ કે મત્સ્ય, કચ્છપાદિ ત્રસજીવથી પણ રહિત છે.' એમ કેવળજ્ઞાનથી જાણવા છતાં પણ પોતાને કેટલાક તૃષાતુર શિષ્યોનાં પ્રાણસંશયમાં હતા તો પણ તે વાપરવાની આજ્ઞા ન આપી. એમ જ કોઈક વખતે શિષ્યો ભૂખની પીડાથી પીડિત થયા હતા તે વખતે અચિત્ત (તલનાં ગાડાં) નજીક છતાં પણ અનવસ્થાદોષરક્ષા માટે તેમજ શ્રુતજ્ઞાનનું પ્રામાણિકપણું બતાવવા માટે તે તલ વાપરવાની આજ્ઞા ન આપી.
જેમકે પૂર્વધર વિના સામાન્ય શ્રુતજ્ઞાની બાહ્યશસ્ત્રના સ્પર્શ થયા વિના પાણી પ્રમુખ અચિત્ત થયું છે એમ જાણી શકતા નથી. એટલા જ માટે બાહ્યશસ્ત્રના પ્રયોગથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણામાંતર પામ્યા પછી પાણી પ્રમુખ અચિત્ત થયા પછી જ વાપરવાં.
વળી કોરડુ મગ, હરડેના ઠળિયા વગેરે જો કે નિર્જીવ છે તો પણ તેની યોનિ નષ્ટ થઈ નથી. તેને રાખવા માટે કે નિઃશુકતા પરિણામ નિવારવા માટે તેઓને દાંત વિગેરેથી ભાંગવાં નહીં. જે માટે ઓનિર્યુક્તિની પંચોતેરમી ગાથાની વૃત્તિમાં કોઈકે પ્રશ્ન કરેલ છે કે મહારાજ ! અચિત્ત વનસ્પતિની યતના કરવાનું શા માટે કહો છો ? ત્યારે આચાર્યે ઉત્તર આપ્યો કે એ અચિત્ત વનસ્પતિ છે તો પણ કેટલીક વનસ્પતિઓની યોનિ અવિનષ્ટ હોય છે. કેમ કે ગળો, કોરડું મગ આદિને અવિનષ્ટ યોનિ કહ્યા માટે (ગળો સુકેલી હોય, તો પણ તે ઉપર પાણી સિંચીએ તો પાછી લીલી થઈ શકે છે) યોનિ રક્ષા નિમિત્તે અચિત્ત વનસ્પતિની યતના પાળવી પણ સફળ છે.
એમ સચિત્ત-અચિત્તનું સ્વરૂપ સમજીને પછી સપ્તમ વ્રત ગ્રહણ કરવાના વખતે બધાનાં જુદાં જુદાં નામ દઈ સચિત્તાદિ જે જે વસ્તુ ભોગવવા યોગ્ય હોય, તેનો નિશ્ચય કરીને પછી જેમ આનંદ-કામદેવાદિ શ્રાવકોએ ગ્રહણ કર્યું, તેમ સપ્તમ વ્રત અંગીકાર કરવું. કદાચ તેમ કરવાનું બની શકે નહીં તો પણ સામાન્યથી દરરોજ એક બે ચાર ચિત્ત, દશ બાર પ્રમુખ દ્રવ્ય, એક બે ચાર વિગય પ્રમુખનો નિયમ કરવો. એમ દરરોજ સચિત્તાદિનો અભિગ્રહ રાખતાં જુદાં જુદાં દિવસે દરરોજ ફે૨વવાથી સર્વ સચિત્તના ત્યાગનું પણ ફળ મળી શકે છે. એકદમ સર્વ સચિત્તનો ત્યાગ થઈ શકતો નથી, પણ થોડા થોડા અદલબદલ ત્યાગ કરવાથી યાવજ્જીવ સચિત્તના ત્યાગનું ફળ પામી શકાય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
સચિત્ત-અચિત્ત અંગે વ્યવહાર શુદ્ધિ.
પ
ફૂલ-ફળના રસને માંસ-મદિરાદિના સ્વાદને તથા સ્ત્રીસેવનની ક્રિયાને જાણતાં છતાં જે રાગી થયા એવા દુષ્કરકારકને વંદન કરું છું.
સચિત્ત વસ્તુઓમાં પણ નાગરવેલનાં પાન દુન્ત્યાજ્ય છે બીજા બધાં સચિત્તને અચિત્ત કર્યાં હોય તો પણ તેનો સ્વાદ પામી શકીએ છીએ. વળી કેરીનો સ્વાદ પણ સુકાયા પછી યે પામી શકીએ છીએ, પરંતુ નાગરવેલનાં પાન તો નિરંતર પાણીમાં લાગેલાં જ રહેવાથી નીલ-ફૂગ, કંથુવાદિની વિરાધના ઘણી જ થાય છે, માટે પાપથી ભય રાખનારા પ્રાણીઓએ રાત્રિએ પાન સર્વથા ખાવાં નહીં. કદાપિ કોઈને વાપરવાની જરૂર હોય તો તેણે આગળથી દિવસે શુદ્ધ કર્યા સિવાય વાપરવાં નહીં. વળી પાન તો કામદેવને ઉત્પન્ન થવા માટે એક અંગરૂપ હોવાથી અને તેઓનાં પ્રત્યેક પત્રમાં અસંખ્ય જીવની વિરાધના હોવાથી બ્રહ્મચારીઓને તો ખરેખર ત્યજવા યોગ્ય છે. જે માટે આગમમાં પણ એમ લખેલું છે કે :
“પર્યાપ્તાની નિશ્રાયે (સાથે જ) અપર્યાપ્તા ઉપજે છે. તે પણ જ્યાં એક પર્યાપ્તો ઉપજે ત્યાં અસંખ્યાતા અપર્યાપ્તા થાય છે.” આ બાદર એકેન્દ્રિય માટે કહેલું છે તેમજ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ્યાં તેની નિશ્રાએ એક અપર્યાપ્તો હોય ત્યાં તે નિશ્રામાં સંખ્યાતપર્યાપ્ત હોય છે, એમ આચારાંગસૂત્રની વૃત્તિમાં કહેલું છે.
એમ એક પત્રાદિથી અસંખ્ય જીવની વિરાધના થાય છે એટલું જ નહીં પણ તે પાનને આશ્રયે રહેલા જળમાં નીલ-ફૂલનો સંભવ હોવાથી અનંત જીવોનો વિઘાત પણ થઈ શકે છે. કેમકે, જળ, લવણાદિક અસંખ્ય જીવાત્મક જ છે; તેમાં જો સેવાળ પ્રમુખ હોય તો અનંત જીવાત્મક પણ સમજવાં. જે માટે સિદ્ધાંતોમાં કહેલું છે કે ઃ
એક પાણીના બિન્દુમાં તીર્થંકરે જેટલા જીવ કહ્યા છે તે જીવો જે સરસવ પ્રમાણ શરીર ધારણ કરે, તો આખા જંબુદ્રીપમાં સમાઈ શકે નહીં.
લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયના ખંડમાં જેટલા જીવ હોય છે, તે જો પારેવા જેવડાં શરીર કરે, તો આખા જંબુદ્રીપમાં સમાઈ શકે નહીં.
પૃથ્વીકાય અને અપ્લાયમાં એવા સૂક્ષ્મ જીવ રહેલા છે માટે પાન ખાવાથી અસંખ્યાતા જીવોની વિરાધના થાય છે માટે વિવેકી પુરુષે પાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. સચિત્તના ત્યાગ ઉપર અંબડ પરિવ્રાજકનાં શિષ્યોનું દૃષ્ટાંત
અંબડ પરિવ્રાજકને સાતસો શિષ્યો હતા. તેમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરતાં એવો નિયમ લીધો હતો કે અચિત્ત અને કોઈએ આપેલ હોય એવાં અન્નપાણી વાપરવાં પણ સચિત્ત અને કોઈએ આપ્યું ન હોય એવું અન્ન-જળ લેવું નહીં. તેઓ એક વખત ગંગાનદીના કિનારે થઈ ઉનાળાના દિવસમાં ચાલતાં કોઈક ગામ જતા હતા. તે વખતે દરેકની પાસે પાણી ખૂટી ગયું તેથી પાણીની ઘણી આકરી તૃષાથી પીડાયા. પણ નદી કિનારે તડકાથી તપેલાં પાણી અચિત્ત થયેલાં હતાં છતાં કોઈના આપ્યા સિવાય ન વાપરવાનો નિયમ હોવાથી તે તમામ સાતસો
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
પરિવ્રાજકોએ ત્યાં જ અણસણ કર્યાં. એ પ્રમાણે અદત્ત કે સચિત્ત કોઈએ વાપર્યું નહીં. છેવટે ત્યાં જ તે બધા કાળ કરી બ્રહ્મનામના પાંચમા દેવલોકે ઇન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા. એમ જે પ્રાણી સર્વ સચિત્તનો ત્યાગ કરે છે તે મહાત્મા મહાસુખને પામે છે.
ચૌદ નિયમ ધારવાની વિગત
પર
જેણે ચૌદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય તેણે દરરોજ સંક્ષેપ કરવા જોઈએ અને જેણે ચૌદ નિયમ લીધેલા ન હોય તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા. તેની રીતિ નીચે મુજબ છે.
૧. સચિત્ત - મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ ન બની શકે તો સામાન્યથી એક-બે-ત્રણ પ્રકારે સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના સર્વ સચિત્તનો દરરોજ ત્યાગ કરે. કેમકે શાસ્ત્રમાં લખેલું જ છે કે “પ્રમાણવંત, નિર્જીવ, પાપ રહિત આહાર કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રાવકો હોય છે.’
૨. દ્રવ્ય - સચિત્ત (માંસ) ખાવાની ઇચ્છાથી માછલાં (તંદુલીઓ આદિ) સાતમી નરકમાં જાય છે એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઇચ્છનીય નથી. સચિત્ત વિગય (માંસ) છોડીને જે કાંઈ મુખમાં નખાય તે સર્વ દ્રવ્યમાં ગણાય છે. જેમ કે
ખીચડી, રોટલી, રોટલો, નીવિયાતાનો લાડુ, લાપસી, પાપડી, ચુરમુ, કરંબો, પુરી, ક્ષીર, દૂધપાક એમાં ઘણા પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય તે એક દ્રવ્ય ગણાય છે. વળી એક ધાન્યના ઘણા પદાર્થ બનેલા હોય તો પણ તે જુદા જુદા દ્રવ્ય ગણાય છે. જેમ કે
રોટલો, રોટલી, પોળી, માંડા, ખાખરો, ઘુઘરી, ઢોકળાં, થુલી, બાંટ, કણક, આટો, એક જાતિના ધાન્યનાં હોય છતાં પણ જુદા જુદા સ્વાદ અને નામ હોવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે.
વળી ફલા, ફલીકા, એવા નામ એક છે પણ સ્વાદની ભિન્નતાથી કે પરિણામાંતર થવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. એમ દ્રવ્ય ગણવાની રીતિ નિયમ લેનારના અભિપ્રાય તથા સંપ્રદાયના પ્રસંગથી ભિન્ન ભિન્ન હોય છે, તે ગુરુ-પરંપરાથી જાણી લેવી. ધાતુની સળી તથા હાથની આંગલી દ્રવ્યમાં ગણાતાં નથી. (એ દ્રવ્યમાંથી એક બે ચાર જે વાપરવાં હોય તેની છૂટ રાખી બીજા બધાનો ત્યાગ કરવો.)
૩. વિગય ( વિકૃતિ ) - વિગઈઓ ખાવા યોગ્ય છ પ્રકારની છે. ૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ, ૬ કઢા વિગય. (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય, તે છૂટી રાખી બીજીનો દરરોજ ત્યાગ કરવો.)
૪. ઉવાગ્રહ (ઉપાનહ) પગમાં પહેરવાના જોડા તથા કપડાનાં મોજાની સંખ્યા રાખવી કાષ્ઠની પાવડી તો ઘણા જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ યોગ્ય નથી. ૫. તંબોલ (તાંબૂલ) - પાન, સોપારી, ખેરસાર કે કાથો વિગેરે સ્વાદિય વસ્તુઓનો નિયમ
કરવો.
Page #77
--------------------------------------------------------------------------
________________
ચૌદ નિયમ.
૬. વલ્થ (વસ) - પાંચે અંગે પહેરવાના વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતનો ત્યાગ કરવો. એમાં રાત્રે પોતીઊં કે ધોતીઊં અને રાત્રિના પહેરવાનાં વસ્ત્રાદિ ગણાતાં નથી.
૭. કુસુમ અનેક જાતિનાં ફૂલ સુંઘવાનો, માળા પહેરવાનો, કે મસ્તક ઉપર રાખવાનો, કે શય્યામાં રાખવાનો નિયમ કરવો. ફૂલનો પોતાના સુખ-ભોગને માટે નિયમ થાય છે, પણ દેવા-પૂજામાં વાપરવાનો નિયમ કરાતો નથી.
૮. વાહણ- રથ, અશ્વ, પોઠીયો, પાલખી વિગેરે ઉપર બેસીને જવા-આવવાનો નિયમ
૯. સયસ (શવ્યા) - ખાટલા, પલંગ, ખુરશી, કોચ, બાંકડા વિગેરે ઉપર બેસવાનો નિયમ રાખવો.
૧૦. વિલવણ (વિલેપન)- પોતાના શરીરને શોભાવવા માટે ચંદન, જવા, ચુઓ, કસ્તૂરી વિગેરેનો નિયમ કરવો. નિયમ કીધા ઉપરાંત પણ દેવપૂજામાં તિલક, હસ્ત-કંકણ, ધૂપ વિગેરે કહ્યું છે.
૧૧. બંભ ( બ્રહ્મચય) - દિવસે કે રાત્રે સ્ત્રી-સેવનનો ત્યાગ.
૧૨. દિસિ (દિશાપરિમાણ) - અમુક અમુક દિશાએ આટલા કોશ અથવા યોજનથી આગળ ન જવાનો નિયમ કરવો.
૧૩. રહાણ (સ્નાન) - તેલ ચોળીને સ્નાન કરવું તે કેટલી વાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી.
૧૪. ભાત - રાંધેલ ધાન્ય અને સુખડી વિગેરે ત્રણ અથવા ચાર શેર આદિનું પરિમાણ કરવું. અહીંયાં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઇ છૂટ રાખીને જેમ બની શંકે એમ યથાશક્તિ નિયમ રાખવો. ઉપલક્ષણથી બીજાં પણ ફળ, શાક વિગેરેનો યથાશક્તિ નિયમ કરવો. પચ્ચકખાણ કરવાની રીત.
એવી રીતે નિયમ ધાર્યા પછી પચ્ચકખાણ કરવાં. તે નવકારશી, વિગેરે કાલપચ્ચકખાણ જો સૂર્યોદય પહેલા ઉચ્ચર્યું હોય તો શુદ્ધ થાય; નહીં તો નહીં. બાકીના પચ્ચકખાણ સૂર્યોદય પછી પણ કરાય છે.
નવકારસહી જો સૂર્યના ઉદય પહેલા ઉચ્ચારેલી હોય, તો તે પૂરી થયા પછી પણ પોરસી, સાતૃપોરસી વિગેરે કાળ-પચ્ચકખાણ પણ જે જે પચ્ચકખાણનો જેટલો જેટલો કાળ છે તેની અંદર કરાય છે. નમુક્કારસી ઉચ્ચાર કર્યા વગર સૂર્યના ઉદય પછી કાળ પચ્ચખાણ શુદ્ધ થતું નથી. જો સૂર્યના ઉદય પહેલાં નમુક્કારસહી વિના પોરસી આદિ પચ્ચકખાણ કર્યા હોય, તો તે પચ્ચકખાણની પૂર્તિ ઉપર બીજું કાળ પચ્ચકખાણ શુદ્ધ થતું નથી અને તેની અંદર તો શુદ્ધ થાય છે. એવી રીતે વૃદ્ધ-વ્યવહાર છે. ૧. રેલ્વે, મોટર, વિમાન, ટ્રામ, બસ, સાયકલ, વિગેરે આધુનિક વાહનો પણ આ નિયમમાં આવી જાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ નવકારસહી પચ્ચકખાણનું પ્રમાણ તેના આગાર થોડા હોવાથી મુહૂર્તમાત્ર (બે ઘડી)નું છે અને બે ઘડી કાળ વિત્યા પછી પણ જો નવકાર ગણ્યા વિના ભોજન કરે છે, તો તેના પચ્ચકખાણનો ભંગ થાય છે કેમકે “31| સૂરે નમુરિદ” એમ પાઠમાં નવકાર ગણવાનું અંગીકાર કરેલું છે.
પ્રમાદનો ત્યાગ કરવાની ઇચ્છાવાળાએ ક્ષણમાત્ર પણ પચ્ચકખાણ વિના ન જ રહેવું. નવકારશી આદિ કાળ પચ્ચકખાણ પૂરું થાય, તે વખતે જ ગ્રંથિસહિત ગંઠશી આદિ પચ્ચકખાણ કરવાં. ગ્રંથિસહિત પચ્ચખાણ બહુ વાર ઔષધ ખાનારા તથા બાળ-ગ્લાનાદિ (માંદા વિગેરે)થી પણ સુખે થઈ શકે એવું છે. વળી નિરંતર અપ્રમાદપણાનું નિમિત્ત હોવાથી મહાલાભકારક છે. જેમકે, નિત્ય માંસાદિમાં આસક્ત એવા વણકરે માત્ર એક વાર ગ્રંથિસહિત પચ્ચખાણ કર્યું હતું તેથી તે કપર્દિક નામનો યક્ષ થયો. કહેલું છે કે :
જે અપ્રમાદી પ્રાણી નિત્ય ગ્રંથિસહિત પચ્ચકખાણ પારવા માટે ગ્રંથિ બાંધે છે, તે પ્રાણીએ સ્વર્ગ અને મોક્ષનું સુખ પોતાની ગાંઠે બાંધ્યું છે. જે પ્રાણીઓ અચૂક નવકાર ગણી ગંઠિસહિત પચ્ચકખાણ પાળે છે (પારે છે) તેઓને ધન્ય છે; કેમકે તેઓ ગંઠિસહિત પચ્ચકખાણને પાળતા પોતાના કર્મની ગાંઠને પણ છોડે છે. જો મુક્તિનગર જવાના ઉદ્યમને વાંછતા હો, તો ગ્રંથિસહિત પચ્ચકખાણ કરો, કેમ કે, જેનસિદ્ધાંતના જાણ પુરુષો ગ્રંથિસહિત પચ્ચકખાણનું પુણ્ય અણસણના જેટલું બતાવે છે.”
રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરનાર એક આસને બેસી ભોજન સાથે જ તાંબુલ કે મુખવાસ વાપરી વિધિપૂર્વક મુખશુદ્ધિ કીધા પછી જે ગ્રંથિસહિત પચ્ચખાણ પાળવા ગ્રંથિ બાંધે છે, તેમાં દરરોજ એક વાર ભોજન કરનારને દર માસે ઓગણત્રીસ અને બે વાર ભોજન કરનારને અઠ્યાવીસ ચૌવિહારા ઉપવાસનું ફળ મળે એવો વૃદ્ધવાદ છે.
(ભોજન સાથે તાંબૂલ, પાણી વિગેરે વાપરતાં દરરોજ ખરેખર બે ઘડી જેટલી વાર લાગે છે. તેથી એક વાર ભોજન કરનારને દરેક માસે ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, અને બેવારે ભોજન કરનારને દરરોજ ચાર ઘડી જેટલો સમય જમતાં લાગવાથી દરેક માસે અઠ્યાવીશ ઉપવાસનો લાભ થાય, એમ વૃદ્ધ પુરુષો ગણાવે છે.) જે માટે “પઉમચરિયુમાં કહેલ છે કે :
જે પ્રાણી સ્વભાવથી નિરંતર બે વાર જ ભોજન કરે છે તેને દર માસે અઠ્યાવીસ ઉપવાસનું ફળ મળે છે. જે પ્રાણી દરરોજ એક મુહૂર્ત (બે ઘડીવાર) માત્ર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે તેને દર માસે એક ઉપવાસનું ફળ મળે છે. અન્ય દેવોનો ભક્ત જે તપ દ્વારા દસ હજાર વર્ષની આયુ સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેટલાજ તપથી જિનવરનો ભક્ત; પલ્યોપમ કોટી પ્રમાણ આયુરસ્થિતિને દેવલોકમાં પ્રાપ્ત કરે છે. એમ દરરોજ એક, બે કે ત્રણ મુહૂર્તની વૃદ્ધિ કરવાથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસનું ફળ બતાવ્યું છે.”
એવી રીતે યથાશક્તિ જે તપ કરે તેને તેવું ફળ બતાવ્યું છે એ યુક્તિપૂર્વક ગ્રંથિસહિત પચ્ચખાણનું ફળ ઉપર પ્રમાણે સમજવું.
Page #79
--------------------------------------------------------------------------
________________
અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ.
૫૫ જે જે પચ્ચકખાણ કરેલાં હોય તે તે વારંવાર યાદ કરવાં. તેમજ જે જે પચ્ચકખાણ હોય, તેનો વખત પૂરો થવાથી આ અમુક પચ્ચખાણ પૂરું થયું એમ વિચારવું. વળી ભોજન વખતે પણ યાદ કરવું. જો ભોજન વખતે પચ્ચકખાણને યાદ ન કરે તો ક્યારેક પચ્ચકખાણનો ભંગ થઈ જાય છે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ.
૧. અશન- અન્ન, પકવાન્ન માંડા, સાથુઓ વિગેરે જે ખાવાથી સુધા (ભૂખ) શમે તે અશન કહેવાય.
૨. પાન - છાશ, મદિરા, પાણી - તે પાણી કે પાન કહેવાય.
૩. ખાદિમ (ખાદ્ય) - સર્વ જાતિનાં ફળ, મેવા, સુખડી, સેલડી, પોંક વગેરે ખાદિમ ગણાય છે.
૪. સ્વાદિમ (સ્વાદ્ય) - સુંઠ, હરડે, પીપર, મરી, જીરુ, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલો કાથો, ખરસાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવીંગ, કુઠ, વાવડીંગ, બીડલવણ, અજમોદ, કુલિંજન (પાનની જડ), પીપળીમૂળ, ચણકબાબ, કચરો, મોથ, કાંટાસેળીઓ, કપૂર, સંચળ, હરડાં, બેહડાં, કુંભઠ (કુમઠીયા), બાવળ, ધવ (ધાવડિ), ખેર, ખીજડો, પુષ્કરમૂળ, જવાસો, બાવચી, તુળસી, કપૂર, સોપારી વિગેરે વૃક્ષોની છાલ અને પત્ર એ ભાષ્ય તથા પ્રવચનસારોદ્ધારાદિના અભિપ્રાયથી સ્વાદિમ ગણાય છે અને કલ્પવ્યવહારની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ ગણાય છે. કેટલાક આચાર્ય એમ જ કહે છે કે - અજમો એ ખાદિમ જ છે.
સર્વ જાતિના સ્વાદિમ, એલચી કે કપૂરથી વાસિત કરેલ પાણી દુવિહારના પચ્ચકખાણમાં કલ્પ (વાપરી શકાય). વેસણ, વરીયાળી, શોવા(સુ), આમલગંઠી, આંબાગોટી, કોઠાપત્ર, લીંબુપત્ર, વગેરે ખાદિમ હોવાથી દુવિહારમાં કલ્પ નહીં. - તિવિહારમાં તો ફકત પાણી જ કહ્યું છે પણ ફુકારેલ પાણી, ઝામેલ પાણી તથા કપુર, એલચી, કાથો, ખરસાર, સેલ્લક, વાળો, પાડળ વગેરેથી વાસેલ પાણી નીતરેલ (સ્વચ્છ થયેલ) ગાળેલું હોય તો કલ્પ, પણ ગાળેલ ન હોય તો ન કલ્પ.
યદ્યપિ શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ, પતાસાં, સ્વાદિમપણે ગણાવેલાં છે અને દ્રાક્ષનું પાણી, સાકરનું પાણી અને છાશ પાન (પાણી)માં ગણાવેલ છે; પણ દુવિહાર આદિમાં ન કલ્પ એવો વ્યવહાર છે નાગપુરીયગચ્છના ભાષ્યમાં કહેલ છે કે –
દ્રાક્ષનું પાણી તે પાણી (પાન) અને ગોળ વિગેરેની સ્વાદિમ-એમ સિદ્ધાંતમાં કહેલ છે તો પણ તૃપ્તિ કરનાર હોવાથી વાપરવાની આજ્ઞા આપી નથી. - સ્ત્રી-સંભોગ કરવાથી ચોવિહાર ભાંગતો નથી, પણ બાળક પ્રમુખના હોઠના ચર્વણથી "ચોવિહાર ભાંગે છે. દુવિહારવાળાને કલ્પે છે કેમકે પચ્ચકખાણ જે છે તે લોમઆહાર (શરીરની ૧. તિવિહાર પણ ઓષ્ટ ચર્વણથી ભાંગે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
પદ
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ત્વચાથી શરીરમાં આહારનું પ્રવેશ થવું)થી નથી, પણ ફકત કવળ આહાર (કોળીયા કરી મુખમાં આહાર પ્રવેશ કરાવાય છે તે)નું જ પચ્ચક્ખાણ કરાય છે. જો એમ ન હોય, તો ઉપવાસ, આયંબિલ અને એકાસણામાં પણ શરીર ઉપર તેલમર્દન કરવાથી કે ગાંઠ-ગુમડાં ઉપર આટાની પોટીસ પ્રમુખ બાંધવાથી પણ પચ્ચક્ખાણ ભંગ થવાનો પ્રસંગ આવશે, પણ તેવો તો વ્યવહાર નથી. વળી લોમઆહારનો તો નિરંતર સંભવ થયા જ કરે છે, તેથી પચ્ચક્ખાણ કરવાના અભાવનો પ્રસંગ આવશે.
અણાહારી ચીજોનાં નામ.
લીંબડાનાં પાંચ અંગ (મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાલ) પેશાબ, ગળો, કડુ કરિયાતું, અતિવિષ, કુડો, ચીડ, ચંદન, રાખ, હળદર, રોહિણી (એક જાતની વનસ્પતિ છે), ઊપલોટ, ઘોડાવજ, ત્રિફળા, બાવળીઆની છાલ (કોઈક આચાર્ય કહે છે),
ધમાસો, નાવ્ય (કોઈક દવા છે), આસંઘ, રીંગણી (ઉભી બેઠી), એળીયો, ગુગળ, હરડેદળ, વણ (કપાસનું ઝાડ), બોરડી, કંથેરી, કેરડામૂળ, પુંઆડ, બોડથોડી, આછી, મજીઠ, બોળ, બીઓ(કાષ્ઠ), કુંઆર, ચિત્રો, કંદરૂક, વિગેરે કે જેનો સ્વાદ મુખને ગમે નહીં એવો હોય તે અણાહારી જાણવાં, તે ચઉવિહારમાં પણ રોગાદિના કારણે વાપરવા કલ્પે છે. કલ્પસૂત્રની વૃત્તિના ચોથા ખંડમાં કહેલ છે કે -
સર્વથા એકલો જે ભૂખને શમાવે તેને આહાર કહેવાય છે, તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનો છે. તથા તે આહારમાં લૂણ વિગેરે જે નંખાય તે પણ આહાર કહેવાય છે.
ક્રૂર (ભાત) સર્વ પ્રકારે ક્ષુધા શમાવે છે, છાશ, મદિરાદિ તે પાન (પાણી), ખાદિમ તે માંસાદિ, સ્વાદિમ તે મધ, એ ચાર પ્રકારનો આહાર સમજવો.
વળી ક્ષુધા શમાવવા અસમર્થ આહારમાં મળેલ કે નહીં મળેલ હોય, એવાં જે લૂણ, હીંગ, જીરૂં વિગેરે સર્વ હોય તે આહાર સમજવાં.
પાણીમાં કપૂરાદિ, કેરી વિગેરે ફળમાં, સુત્ત આદિ અને સુઠમાં `ગોળ નાંખેલ હોય, તે કાંઈ ક્ષુધા શમાવી શકતાં નથી પણ આહારને ઉપકાર કરનાર હોવાથી આહારમાં ગણાવેલ છે.
અથવા ભૂખથી પીડાયેલો જીવ જે કાંઈ કાદવ સરખી ચીજ પેટમાં નાંખે તે સર્વ આહાર જાણવો. ઔષધ વિગેરેની ભજના છે. ઔષધાદિ કોઈ આહારરૂપ છે, કોઈક અણાહારરૂપ છે.
કેટલાક ઔષધાદિમાં સાકર પ્રમુખ હોય છે તે આહાર ગણાય છે અને સર્પ કરડેલાને માટી આદિ ઔષધ અપાય છે તે અણાહાર છે.
અથવા જે પદાર્થ ક્ષુધાવંતને પોતાની મરજીથી ખાતાં સ્વાદ આપે છે તે સર્વે આહાર ગણાય છે અને ક્ષુધાવંતને જે ખાતાં પોતાના મનને અપ્રિય લાગે છે તે અણાહાર કહેવાય છે. ૧. ગોળનો વિકાર ઢીલો ગોળ, ઉકાળેલો શેરડીનો રસ.
Page #81
--------------------------------------------------------------------------
________________
અણહારી ચીજોના નામ.
he
મૂત્ર, લીંબડાની છાલ અને મૂળ તે પંચમૂળનો કાઢો (ઘણો કડવો હોય છે તે) ફળ તે આમળાં, હરડે, બહેડાદિ એ સર્વ અણાહાર ગણવાં, એમ ચૂર્ણીમાં કહેલ છે. નિશીયચૂર્ણીમાં એવી રીતે લખેલ છે કે, “મૂળ, છાલ, ફળ અને પત્ર એ સર્વ લીંબડાના અણાહાર સમજવાં.’' પચ્ચક્ખાણના પાંચ સ્થાન(ભેદ).
પચ્ચક્ખાણમાં પાંચ સ્થાન (ભેદ) કહેલા છે. તેમાં પહેલા સ્થાનમાં નવકારશી, પોરિસી વિગેરે કાળ પચ્ચક્ખાણ પ્રાયઃ ચોવિહાર કરવાં.
બીજા સ્થાનમાં વિગઈનું, આયંબિલ નિવિનું પચ્ચક્ખાણ કરવું, તેમાં જેને વિગઈનો ત્યાગ ન કરવો હોય, તેણે પણ વિગઈનું પચ્ચક્ખાણ લેવું; કેમકે પચ્ચક્ખાણ કરનારને પ્રાયે મહાવિગઈ (દારૂ, માંસ, માખણ, મધ)નો ત્યાગ જ હોય છે, તેથી વિગઈનું પચ્ચક્ખાણ સર્વને લેવા યોગ્ય જ છે.
ત્રીજા સ્થાનમાં એકાસણું, બીયાસણું, (બેસણું) દુવિહાર તિવિહાર, ચોવિહારનું પચ્ચક્ખાણ
કરવું.
ચોથા સ્થાનમાં પાણસ્સ (પાણીના આગારો (પાઠ) લેવા)નું પચ્ચક્ખાણ કરવું.
પાંચમા સ્થાનમાં પહેલાં ગ્રહણ કરેલા સચિત્તાદિ ચૌદ નિયમ સાંજ-સવા૨ે સંક્ષેપ કરવારૂપ દેશાવગાસિકનું પચ્ચક્ખાણ લેવું. ઉપવાસ, આંબિલ, નીવિ પ્રાયે તિવિહારચોવિહાર થાય છે, પણ અપવાદથી તે નિવિ આદિ પોરસી વિગેરે પચ્ચક્ખાણ દુવિહારાં પણ થાય છે. કહેલું છે કે :
સાધુને રાત્રિએ ચોવિહાર હોય, અને નવકારશી ચોવિહાર હોય. ભવચિરમ, ઉપવાસ અને આયંબિલ, તિવિહાર અને ચોવિહાર બન્ને હોય છે. બાકીનાં પચ્ચક્ખાણો દુવિહાર, તિવિહાર અને ચોવિહાર હોય છે.
નિવિ અને આયંબિલ આદિનો કલ્પ્યાકલ્પ્ય વિભાગ, સિદ્ધાંતના અનુસારે પોતપોતાની સામાચારી વડે જાણવો. તેમજ પચ્ચક્ખાણભાષ્યથી અન્નામોન (અજાણતાં મુખમાં પડેલ), સહસાગારેણં (અકસ્માત્ મુખમાં પડેલ) એવા પાઠનો આશય સમજવો. એમ જો ન કરે, તો પચ્ચક્ખાણની નિર્મળતા ન થાય. એમ મૂળશ્લોકના પરિમિય એ પદનું પ્રાસંગિક વ્યાખ્યાન કર્યું. હવે ત્યારપછીનાં “સુજ્ઞ પુછ્ય” એ પદનું વ્યાખ્યાન બતાવે છે.
જિનપૂજા અંગે દ્રવ્યશુદ્ધિ.
સૂચિ એટલે મળોત્સર્ગ-(લઘુનીતિ-વડીનીતિ) કરવાં, દાતણ કરવું, જીભની ઉલ ઉતારવી, કોગળા કરવા, સર્વસ્નાન-દેશસ્નાનાદિ કરી પવિત્ર થવું, આ અનુવાદવાક્ય છે. કારણ કે, મલમૂત્ર ત્યાગ વિગેરે પ્રકાર લોકપ્રસિદ્ધ હોવાથી શાસ્ત્ર તે કરવા માટે ઉપદેશ કરતું નથી, જે વસ્તુ લોકસંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તે જ વસ્તુનો ઉપદેશ કરવો એમાં જ શાસ્ત્રનું સાફલ્ય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
મલિન પુરુષે ન્હાવું, ભૂખ્યાએ ખાવું એમાં શાસ્ત્ર ઉપદેશની આવશ્યકતા નથી લોકસંજ્ઞાથી અપ્રાપ્ત એવા ઇહ-પરલોક હિતકારી ધર્મમાર્ગને ઉપદેશવાથી જ તેની સફળતા છે. એ મુજબ અન્ય સ્થળોએ પણ જાણવું. શાસ્ત્રકારને સાવધ આરંભમાં વાચિક અનુમોદના કરવી યોગ્ય નથી. કહેલું છે કે :
પાપવર્જિત વચનનું અધિકું ઓછું અંતર સમજી શકે નહીં, એટલે આ બોલવાથી મને પાપ લાગશે કે નહીં લાગે એવું સમજી શકે નહીં તેને બોલવું પણ યોગ્ય નથી. તો પછી ઉપદેશ આપવો
કેમ યોગ્ય હોય ?
મલોત્સર્ગ મૌનધારી થઈને નિર્ષણ યોગ્ય સ્થાનકે વિધિપૂર્વક કરવો ઉચિત છે. કહેલું છે
કે :
લઘુનીતિ, વડીનીતિ, મૈથુન, સ્નાન, ભોજન, સંધ્યાદિ ક્રિયા, પૂજા અને જાપ, એટલાં મૌન થઈને કરવાં.
વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે :લઘુનીતિ-વડીનીતિ કરવાની દિશા.
વસ્ત્ર પહેરી મૌનપણે દિવસે અને બન્ને સંધ્યા વખતે (સવારે-સાંજે) જો મળ મૂત્ર કરવા હોય, તો ઉત્તર દિશા સન્મુખ કરવાં અને રાત્રે કરવાં હોય, તો દક્ષિણ દિશા સામે કરવાં. પ્રભાતની સંધ્યાનું લક્ષણ.
સર્વ નક્ષત્ર તેજ રહિત બની જાય અને જ્યાં સુધી સૂર્યનો અર્ધ ઉદય ન થાય ત્યાં સુધી પ્રભાતની સંધ્યાનો કાળ ગણાય છે.
સાયંકાળની સંધ્યાનું લક્ષણ.
જે વખતે અર્ધ સૂર્ય અસ્ત થયો હોય અને આકાશતળમાં જ્યાં સુધી બે ત્રણ નક્ષત્રો દેખાતાં ન હોય, ત્યાં સુધી સાયંકાળ (સંધ્યા) ગણાય છે.
મળમૂત્ર કરવાનાં સ્થાન.
રાખનો કે છાણનો ઢગલો પડ્યો હોય તેમાં, ગાયને બેસવા-બાંધવાના ઠેકાણામાં, રાફડા ઉપર, ઘણાં માણસોએ જ્યાં મળમૂત્ર કર્યા હોય તેમાં, આંબા, ગુલાબ આદિના થડમાં, અગ્નિમાં, સૂર્ય સામે, માર્ગ વચ્ચે, પાણીના સ્થાનમાં, સ્મશાન આદિ ભયંકર સ્થાનમાં, નદીને કાંઠે, નદીમાં, સ્ત્રી તથા પોતાના પૂજ્યના દેખતાં. એટલાં ઠેકાણાં મૂકીને મળમૂત્ર કરવાં; પરંતુ આકરી પીડા થઈ હોય તો એટલા ઠેકાણે પણ મળમૂત્ર કરવાં.
ઓધનિયુક્તિ વગેરે આગમમાં પણ સાધુ આશ્રયીને એમ કહેલું છે કે :સાધુ મહારાજ માટે.
જ્યાં બીજા કોઈ આવી ન ચડે, તેમ બીજો કોઈ દેખી ન શકે એવા સ્થાનકે; જ્યાં બેસતાં નિંદા ન થાય કે કોઈ સાથે લડાઈ ન થાય એવા સ્થાનકે; સરખી ભૂમિમાં એટલે પડી ન જવાય
Page #83
--------------------------------------------------------------------------
________________
લઘુનીતિ-વડીનીતિ કરવાની દિશા.
૫૯ એવા સ્થાનકે; ઘાસ વિગેરેથી ઢાંકેલી ભૂમિથી રહિત સ્થાને મળ-મૂત્ર કરે કેમકે એવી ભૂમિમાં બેસતાં ઘાસ વિગેરેમાં જો કદાપિ વીંછી, સર્પ, કીડા આદિ હોય, તો વ્યાઘાતનો સંભવ થાય અને કીડી વિગેરે હોય તો મરી જાય.
થોડા કાળની કરેલી ભૂમિકામાં, વિતીર્ણ ભૂમિમાં, જઘન્યથી પણ એક હાથની જમીનમાં; જઘન્યથી પણ ચાર અંગુલ જમીન અગ્નિ તાપાદિથી અચિત્ત થઈ હોય એવા સ્થાનમાં; અતિશય આસન્ન (પાસ) નહીં (દ્રવ્યથી ધવળ, ઘર, બગીચા આદિને નજીક નહી અને ભાવથી આકરી પીડા થઈ હોય તો તેવા સ્થાન પાસે પણ વોસિરાવે); બિલ વર્જિત સ્થાનકે; બીજ, લીલોતરી, ત્રસ જીવ રહિત સ્થાનકે, એવાં સ્થાનકે મળમૂત્ર વોસિરાવે (ત્યાગ કરે).
દિશી, પવન, ગ્રામ, સૂર્ય, છાયા પ્રમુખના સન્મુખ વર્જીને તેમ જ ત્રણ વાર પ્રમાર્જીને ત્રણ વાર મUગુનાદિ વસુદો એવો પાઠ કહીને શરીરની શુદ્ધિ થવા માટે વોસિરાવે અને શુદ્ધિ કરે.
ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે માટે તેના સન્મુખ મળમૂત્રનો ત્યાગ ન કરવો. દક્ષિણ દિશા સામે બેસતાં ભૂત-પિશાચાદિનો ભય થાય છે. પવન સન્મુખ બેસતાં નાસિકામાં પવન આવવાથી અર્થ થાય છે. સૂર્ય તથા ગામના સન્મુખ બેસવાથી તેની નિંદા થાય છે.
જેને કૃમિ નિકળતા હોય તે છાયામાં મળ ત્યાગ કરે પણ જો તડકામાં બેસવું જ પડે તો બે ઘડી પર્યત છાયા કરી ત્યાં ઊભો રહે.
મૂત્ર રોકવાથી ચક્ષુ જાય, મલ રોકવાથી જીવિતવ્યથી રહિત થાય, ઉલટી આદિને રોકવાથી કોઢ થાય અને એ ત્રણેને રોકવાથી ગ્લાનત્વ (મંદવાડ) થાય છે.
મળ, મૂત્ર, ઘૂંક, બળખો, સળેખમાદિ જ્યાં નાખવાં હોય ત્યાં પહેલાંથી ૩/નાણા નસુદિ એમ કહીને વોસિરાવવો, અને વોસિરાવ્યા પછી તત્કાળ વોસિરે વોસિરે એમ ત્રણવાર ચિંતવવું. વળી સળેખમાદિને તો તત્કાળ ધૂળ, રાખ, વિગેરેથી યતનાપૂર્વક ઢાંકવાં. સંમૂચ્છિમની ઉત્પત્તિ.
જો એમ ધૂળ વિગેરેથી ઢાંકે નહીં ને ખુલ્લાં પડ્યાં રહે તો તેમાં અસંખ્ય સંમૂચ્છિમ (માતાપિતાના સંયોગ વિના ઉપજનારા નવ પ્રાણવાળા મનુષ્યો જીવ ઉત્પન્ન થાય અને તેનો નાશ થવાનો દોષ લાગે છે. માટે પન્નવણાસ્ત્રના પ્રથમ પદમાં કહેલું છે કે :
“હે ભગવન્! સંમૂચ્છિમ મનુષ્ય ક્યાં ઉપજે? (ઉત્તર) હે ગૌતમ ! મનુષ્યક્ષેત્રમાં પિસ્તાળીસ લાખ યોજનમાં, અઢી દ્વીપમાં જે દ્વીપ-સમુદ્રો છે તેમાં આવેલા પંદર કર્મભૂમિ (જ્યાં અસિ, મસિ, કૃષિ કર્મ કરી લોકો આજીવિકા કરે છે)માં, છપ્પન અંતરદ્વીપજ મનુષ્ય (યુગલીયા), ગર્ભજ મનુષ્યના મળમાં, પેશાબમાં, મેલમાં બળખામાં, નાસિકામાં, વમન (ઓકેલા)માં, પિત્તમાં, વીર્યમાં વીર્ય અને રુધિર ભેગાં મળેલાં હોય તેમાં, બહાર કાઢી નાખેલ વીર્યના પુલમાં, નિર્જીવ કલેવરમાં, સ્ત્રી-પુરુષના સંયોગમાં, નગરની ખાળમાં, સર્વ અપવિત્ર સ્થાનમાં, સંમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ એક અંગુલના અસંખ્ય ભાગ માત્ર શરીરની અવગાહના (દેખાવ)વાળા, અસંશી (મનવગરના), મિથ્યાત્વી, અજ્ઞાની, સર્વ પર્યાપ્તિથી અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી કાળ કરનારા એવા સંમૂચ્છિમ જીવ ઉપજે છે, માટે બળખા, સળેખમ ઉપર ધૂળ કે, રાખ નાંખીને તેને જરૂર ઢાંકવા.” દાતણ માટે માર્ગદર્શન.
દાતણ વિગેરે કરવું હોય, તો નિર્દોષસ્થાનમાં જાણીતા વૃક્ષના પ્રાસુક અને કોમલ દંતકાષ્ઠથી અથવા દાંતની દઢતા કરનાર તર્જની આંગળીથી કરવું. દાંત આદિના મલ ઉપર ધૂળ નાંખવી.
વ્યવહારશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે :
“દાંત દેઢ કરવા માટે દાંતની પીઠિકા (પેઢીયા-પેઢાં) પ્રથમ તર્જની અંગુલીથી ઘસવી પછી આદરપૂર્વક (જરૂર) દાતણ કરવું.” દાતણ કરતાં શુભસૂચક અગમચેતી.
દાતણ કરતી વખતે જે પાણીના કોગળા કરવામાં આવે છે, તેમાં પહેલો કોગળો કરતાં તેમાંથી જો એક બિંદુ ગળામાં ઊતરી જાય, તો તે દિવસે તુરત ઉત્તમ ભોજન મળે. દાતણનું પ્રમાણ અને કરવાની રીત.
વાંકું નહીં, વચ્ચે ગાંઠ વિનાનું જેનો કૂચો સારો થઈ શકે એવું, જેની અણી પાતળી હોય, દશ આંગળ લાંબું, પોતાની ટચલી આંગળીના અગ્રભાગ જેટલું જાડું, જાણીતા ઝાડનું, સારી જમીનમાં ઉત્પન્ન થયેલા દાતણથી ટચલી અને દેવપૂજણી અંગુલીની વચ્ચે રાખીને પહેલાં ઉપલી જમણી દાઢ અને પછીથી ઉપલી ડાબી દાઢને ઘસીને પછી બન્ને નીચેની દાઢને ઘસવી. ઉત્તર કે, પૂર્વદિશા સામે સ્થિર આસને દાતણ કરવામાં જ ચિત્ત સ્થાપીને દાંતને કાંઈ પીડા ન થાય, તેમ મૌન રહી, દાતણ કરવું. દુર્ગધવાળું, પોલું, સુકું, મીઠું, ખાટું અને ખારું દાતણ ઉપયોગમાં લેવું નહીં. દાતણ ન કરવા વિષે.
વ્યતિપાતમાં, રવિવારે, સંક્રાંતિને દિને, ગ્રહણ દિને અને પડવો, પાંચમ, આઠમ, નવમી, પુનમ, અમાવાસ્યા એ છે તિથિઓએ દાતણ ન કરવું. વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીત.
દાતણ ન હોય, તો મુખશુદ્ધિ કરવાનો વિધિ એવો છે કે, બાર કોગળા પાણીના કરવા અને જીભની ઊલ તો જરૂર દરરોજ ઉતારવી, જીભ ઉપરથી ઊલ ઉતારવાની દાતણની ચીર, જીભને ધીરે ધીરે ઘસીને, તે ચીર, પોતાની સન્મુખ પવિત્ર જગ્યાએ ફેંકવી.
Page #85
--------------------------------------------------------------------------
________________
દાતણ માટે માર્ગદર્શન. દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી.
જો દાતણની ચીર પોતાની સામે પડે તો સર્વ દિશાઓમાં સુખ-શાંતિ પામે. વળી દાતણની ચીર ઊભી રહે તો સુખ માટે થાય, એથી વિરુદ્ધ હોય તો દુઃખદાયી સમજવું. ક્ષણવાર ઉભી રહીને પછી જો દાતણની ચીર પડી જાય તો શાસ્ત્ર જાણનારે એમ કહેવું કે આજે જરૂર મિષ્ટઆહાર મળશે. દાતણ કરવાના નિષેધ.
ખાંસી, શ્વાસ, અજીર્ણ, શોક, તૃષા, મોટું આવવું, મસ્તક, નેત્ર, હૃદય, કર્ણ એટલા રોગવાળાઓએ દાતણ કરવું નહીં. વાળ સમારવા અંગે.
માથાના વાળ નિત્ય સ્થિર થઈને કોઈની પાસે સાફ કરાવવા, પણ પોતે એક સાથે બે હાથવડે વાળ સમારવા નહીં. દર્પણ જોવાથી અગમચેતી.
તિલક કરવા કે મંગળ માટે દરરોજ દર્પણ જોવું, પણ દર્પણમાં જે દિવસે પોતાના મસ્તક વિનાનું પોતાનું ધડ દેખાય તે દિવસથી પંદર દિવસે પોતાનું મૃત્યુ જાણવું.
જે દિવસે ઉપવાસ, આયંબિલ અને એકાસણાદિનું પચ્ચકખાણ કરેલ હોય તે દિવસે મોટું, દાતણ કે મુખશુદ્ધિ કીધા વિના પણ શુદ્ધ જ સમજવું; કેમકે, તપ એ જ મહાફળકારી છે લૌકિકમાં પણ એ જ વ્યવહાર છે કે, “ઉપવાસાદિ તપમાં દાતણ કીધા વિના પણ દેવપૂજા કરવી.” ઉપવાસાદિમાં દાતણનો નિષેધ લૌકિકશાસ્ત્રોમાં પણ કહેલ છે. વિષ્ણુભક્તિચંદ્રોદયમાં કહેવું છે કે :
પડવે, અમાવાસ્યા, છઠ્ઠ, મધ્યાહ, નવમી અને સંક્રાંતિને દિવસે દાતણ કરવું નહીં. ઉપવાસમાં કે શ્રાદ્ધમાં દાતણ ન કરવું, કેમકે દાંતને દાતણનો સંયોગ સાત કુળને હણે છે. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, માંસત્યાગ એ ચાર વાનાં કોઈપણ વ્રતમાં જરૂર પાળવાં. વારંવાર પાણી પીવાથી, તાંબૂલ ખાવાથી, દિવસે સુવાથી અને મૈથુન સેવવાથી ઉપવાસનું ફળ હણાય છે.
સ્નાન કરવું હોય તો પણ જ્યાં કીડીનું દર, નીલફૂલ, સેવાલ, કુંથુઆ જીવ વિગેરે ઘણા
ન હોય, જ્યાં વિષમભૂમિ ન હોય, જ્યાં જમીનમાં પોલાણ ન હોય એવી જમીન ઉપર, ઉપરથી ઊડીને આવી પડતા જીવોની યાતનાથી, ગળણાથી ગાળેલા પરિમિત પાણીથી સ્નાન કરવું. શ્રાવકદિનકૃત્યમાં કહેલ છે કે :
ત્રસાદિ જીવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત કે સચિત્ત અને ગાળેલા પ્રમાણવંત પાણીથી વિધિપૂર્વક સ્નાન કરે. -
વ્યવહારમાં કહેવું છે કે :
નગ્ન થઈને, રોગી હોય ત્યારે, પરદેશથી આવીને, બધાં વસ્ત્ર સહિત, ભોજન કીધા પછી, આભૂષણ પહેરીને અને ભાઈ વગેરે સગાં-વહાલાંને મંગળ માટે વળાવી આવીને તરત સ્નાન
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૨
- શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ન કરવું, અજાણ્યા પાણીથી જેમાં પ્રવેશ કરવો મુશ્કેલ હોય એવા પાણીમાં પેસીને, મલિન લોકોએ મલિન કરેલા પાણીમાં અને સેવાળ કે ઝાડના ગુચ્છથી ઢંકાયેલા પાણીમાં પેસીને સ્નાન કરવું . એ યોગ્ય નથી. શીતળ જળથી સ્નાન કરીને તરત ઉષ્ણ ભોજન, તેમજ ઉષ્ણ જળથી સ્નાન કરીને તરત શીતળ અન્ન ખાવું નહીં અને સ્નાન કરીને તેલ માલીશ કરવું નહીં. સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ.
સ્નાન કરીને ઊડ્યા પછી તરત જ પોતાના શરીરની કાંતિ બદલાઈ જાય, માંહોમાંહે દાંત ઘસાવા લાગે અને શરીરમાં મૃતકના જેવી ગંધ છૂટે તો તે પુરુષ ત્રીજે દિવસે મરણ પામે. સ્નાન કરી રહ્યા કે તરત જ જો હૃદય અને બે પગ એકદમ સુકાઈ જાય તો છટ્ટે દિવસે મરણ પામે એમાં સંદેહ નથી. સ્નાન કરવાની જરૂરી સમય.
મૈથુન સેવ્યા પછી, ઉલટી કર્યા પછી, સ્મશાનના ધૂમ્રનો સ્પર્શ થયા પછી, નઠારું સ્વપ્ર દીઠા પછી અને ક્ષૌરકર્મ (હજામત કરાવ્યા) પછી શુદ્ધ નિર્મળ પવિત્ર જળથી જરૂર સ્નાન કરવું. હજામત ન કરાવવા અંગે.
તલાદિ મર્દન કીધા પછી, સ્નાન કીધા પછી, ભોજન કીધા પછી, વસ્ત્રાભૂષણ પહેર્યા પછી, પ્રયાણ કરવાને દિવસે, રણમાં જવા વખતે, વિદ્યા-યંત્ર-મંત્રાદિકનો પ્રારંભ કરવા વખતે, રાત્રે, સંધ્યાકાળે, પર્વને દિવસે અને નવમે દિવસે (જે દિવસે હજામત કરાવી હોય તે દિવસથી નવમે દિવસે) હજામત કરાવવી નહીં.
ઉત્તમ પુરુષે દાઢી અને મુંછના વાળ તથા નખ એક પક્ષમાં એક જ વાર લેવરાવવા (ઉતરાવવા); અને પોતાના દાંતવડે કે હાથવડે પોતાના નખ ચાવવા કે ઉચ્છેદ કરવા નહીં. દ્રવ્ય સ્નાન.
સ્નાન એ શરીરને પવિત્રાનું અને સુખનું, તેમજ પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ છે, બીજા અષ્ટક પ્રકરણમાં કહેલું છે કે :
પાણીથી કેવલ શરીરની ચામડીની જ થોડા સમય પૂરતી શુદ્ધિ થાય છે અને તેના સ્નાનથી એકાંતે શુદ્ધિ જ થાય છે એવું પણ નથી; કારણ કે - તેવા પ્રકારના રોગીઓને જરાપણ શુદ્ધિ હોતી નથી. શરીરમાં રહેલા અન્ય કાન, નાક આદિમાં રહેલા મેલને દૂર ન કરતું હોવાથી, અથવા તો પાણીમાં રહેલા અપ્લાય સિવાયના બીજા જીવોને ઉપદ્રવ કરનાર ન હોવાથી જલસ્નાન દ્રવ્યસ્નાન (બાહ્યસ્નાન) કહેવાય છે.
જે ગૃહસ્થ ઉપર લખેલી વિધિવડે દેવ-ગુરુની પૂજા કરવા માટે જે દ્રવ્યસ્નાન કરે છે તેને તે પણ શોભનીય છે. દ્રવ્યસ્નાન શોભનીય છે તેનો હેતુ બતાવે છે :
દ્રવ્યસ્નાન એ ભાવશુદ્ધિનું નિમિત્ત છે, એ અનુભવ સિદ્ધ છે. અપ્લાયની વિરાધનાનો દોષ હોવા છતાં, સમ્યકત્વ શુદ્ધિ આદિ ગુણો પ્રાપ્ત થતા હોવાથી શુભ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ.
૬૩
પ્રશ્ન :- પૂજા કરવામાં અપ્લાયાદિનો વધ થાય છે એટલા જ માટે પૂજા ન કરવી જોઇએ ? ઉત્તર ઃ- “પૂજા એ સમકિતની શુદ્ધિ કરનારી છે, માટે ‘પૂજા’ એ ભાવનયથી દોષ રહિત જ સમજવી.”
ઉપર લખ્યા પ્રમાણે દેવપૂજા માટે ગૃહસ્થને દ્રવ્યસ્નાન કરવાની આજ્ઞા છે, તેથી “દ્રવ્યસ્નાન પાપને માટે છે.” એવું બોલવાવાળા લોકોનો મત અસત્ય છે.
તીર્થ ઉપર સ્નાન કર્યું હોય તો ફક્ત દેહની કાંઇક શુદ્ધિ થાય છે, પરંતુ આત્માની તો એક અંશમાત્ર પણ સ્નાન કરવાથી શુદ્ધિ થતી નથી. જે માટે સ્કંદપુરાણના કાશીખંડમાં છટ્ઠા અધ્યાયમાં કહેલું છે કે ઃ
હજારો ભાર માટીથી, પાણીના ભરેલા સેંકડો ઘડાથી, કે સેંકડો તીર્થના સ્નાન કરવાથી પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી. જળજંતુઓ (મચ્છાદિ) જળમાં જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછા મરણ પામે છે, પણ તેઓનો મનનો મેલ દૂર થયો ન હોવાથી સ્વર્ગમાં જતાં નથી. ગંગાના સ્નાન વિના પણ શમ, દમ, સંતોષાદિકથી મન નિર્મળ થાય છે, સત્ય બોલવાથી મુખ શુદ્ધ થાય છે, બ્રહ્મચર્યાદિથી શરીર શુદ્ધ થાય છે, રાગાદિથી મન મલિન થાય છે, અસત્ય બોલવાથી મુખ મલિન થાય છે અને જીવહિંસાદિથી કાયા મલિન થાય છે તો તેથી ગંગા પણ દૂર જ રહે છે, ગંગા પણ એમ જ કહે છે કે પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પરદ્રોહથી દૂર રહેનારા પુરુષો મારી પાસે આવીને મને પાવન કરશે.
પાપ પ્રક્ષાલન કેવી રીતે.
કોઈક કુળપુત્ર ગંગા આદિ તીર્થ કરવા જવા લાગ્યો, ત્યારે તેની માતાએ તેને કહ્યું કે, ‘હે પુત્ર ! આ મારું તુંબ (તુંબડું) તું સાથે લઇ જા અને જ્યાં જ્યાં તું સ્નાન કરે ત્યાં ત્યાં તેને પણ નવરાવજે' કુળપુત્રે માતાનું કહેવું માન્ય કરી જે જે તીર્થે ગયો તે તે તીર્થે તુંબડાને નવરાવ્યું. છેવટે ગંગા આદિ તીર્થની યાત્રા કરી, પોતાના ઘેર આવ્યો અને માતાનું તુંબ તેને પાછું સમર્પણ કર્યું. ત્યારે તેણીએ તે જ તુંબડાનું શાક કરીને પુત્રને જ પીરસ્યું. મુખમાં નાંખતાં તે તરત જ બોલ્યો, અરે ! આટલું બધું કડવું શાક ક્યાંથી કાઢ્યું ? માતાએ કહ્યું કે, શું હજી એની કડવાશ ગઇ નહીં ? તેં આ તુંબડાને ખરેખર સ્નાન કરાવ્યું જ નહીં હોય; પુત્ર બોલ્યો કે નહીં, નહીં, મેં તો એને બધા તીર્થ ઉપર મારી જેમ જ નવરાવ્યું હતું. માતા બોલી કે, જો એટલા બધા તીર્થ ઉપર એને સ્નાન કરાવવા છતાં એની કડવાશ ગઇ નહીં, ત્યારે તો ખરેખર તારૂં પાપ પણ કેવી રીતે ગયું ? પાપ તો ખરેખર ધર્મક્રિયા અને જપ-તપવડે જ જાય છે. જો એમ ન હોય તો આ તુંબડાનું કડવાપણું કેમ ગયું નહી ? ત્યારે તે પણ પ્રતિબોધ પામ્યો અને જપ-તપ કરવા શ્રદ્ધાવંત થયો.
સ્નાન કરવામાં અસંખ્ય જીવમય જળની અને શેવાળ આદિ જો હોય તો અનંત જંતુની વિરાધના અને અણગળ જળમાં રહેલા પોરા વિગેરે ત્રસ-જીવની વિરાધનાનો સંભવ હોવાથી સ્નાન કરવામાં દોષ પ્રખ્યાત જ છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૪
જળ એ જીવમય જ છે એ વિષે ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે :
કરોળીઆના મુખમાં જે તંતુ છે, તે તંતુમાં પડેલા પાણી મધ્યેના એક બિંદુમાં જેટલા જીવો છે, તે જીવોની સૂક્ષ્મ ભ્રમરના પ્રમાણે કલ્પના કરી હોય તો ત્રણે જગતમાં પણ સમાઇ શકે નહીં.
ભાવસ્નાનનું સ્વરૂપ.
ધ્યાનરૂપ જળથી જીવને સદાય જે શુદ્ધિનું કારણ થાય અને જેનો આશ્રય લઇને કર્મરૂપ મેલ ધોવાય તેને ભાવસ્નાન કહે છે.
જો
જે કોઇને સ્નાન કરવાથી પણ ગુમડું, ચાઠું, ઘાવ વિગેરેમાંથી પરૂ કે રસી ઝરતાં બંધ ન થવાને લીધે દ્રવ્યશુદ્ધિ ન થાય તે પુરુષે અંગપૂજા માટેનાં પોતાના ફૂલ-ચંદનાદિ બીજા કોઇને આપીને તેની પાસે ભગવાનની પૂજા કરાવવી, અને પોતે દૂરથી અગ્રપૂજા (ધૂપ, અક્ષત, ફળ ચડાવીને) તથા ભાવપૂજા કરવી. કેમકે, શરીર અપવિત્ર હોય ત્યારે પૂજા કરે તો લાભને બદલે આશાતનાનો સંભવ થાય છે, માટે અંગપૂજા કરવાનો નિષેધ છે. કહ્યું છે કે :
આશાતના થવાનો ભય ન રાખતાં અપવિત્ર અંગે (શરીરના કોઈપણ ભાગમાંથી પરૂ કે ૨સી વિગેરે વહેતું હોય તો) દેવપૂજા કરે, અથવા જમીન ઉપર પડી ગયેલાં ફૂલથી પૂજા કરે, તો તે ભવાંતરમાં ચંડાળની ગતિને પામે.
અશુદ્ધિપૂર્વક પૂજા કરવાનું ફળ.
કામરૂપ નગરમાં કોઈક ચંડાળને ઘેર એક પુત્ર ઉત્પન્ન થયો, તેનો જન્મ થતાં, તેના પૂર્વભવના વૈરી વ્યંતર દેવતાએ ત્યાંથી હરણ કરીને તેને વનમાં મૂક્યો. એ વખતે કામરૂપ પટ્ટણનો રાજા, વનમાં ફરવા નીકળેલો હતો. તેણે તે બાળકને વનમાં પડેલો દેખી પોતે અપુત્રીઓ હોવાથી, તેને પોતાના દરબારમાં લાવીને, પુણ્યસાર એવું નામ આપી, પાળી પોષીને યૌવનાવસ્થા સુધી પહોંચાડ્યો. છેવટે તેને રાજ્ય આપી, રાજાએ દીક્ષા લીધી અને સંયમ પાળતાં વિચરીને, કેટલેક કાળે તે કેવળજ્ઞાન પામી, પાછા કામરૂપ પટ્ટણે આવ્યા. ત્યારે પુણ્યસાર રાજા તેમજ નગરલોકો તેમને વંદન કરવા આવ્યાં. આ અવસરે પુણ્યસારને જન્મ આપનારી, જે તેની ચંડાળણી માતા હતી, તે પણ ત્યાં આવી. સર્વ સભા સમક્ષ રાજાને જોયો કે, તરત જ તેણીના સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને ધરતી પર પડવા લાગી આ જોઇ રાજાના મનમાં ઘણું આશ્ચર્ય લાગવાથી, કેવળી મહારાજને પૂછવા લાગ્યો કે
-
હે મહારાજ ! મને દેખીને આ ચંડાળણીના સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટી ? કેવળીએ કહ્યું કે, હે રાજન ! એ તારી માતા છે, તું તો મને વનમાંથી મળ્યો હતો. રાજા પૂછવા લાગ્યો કે, સ્વામિન્ ! શા કર્મથી હું ચંડાળના કુળમાં ઉત્પન્ન થયો ?
ઉત્તર આપતાં કેવળીએ જણાવ્યું કે, પૂર્વભવમાં તું વ્યાપારી હતો. તે એકદા જિનેશ્વરની પૂજા કરતાં પુષ્પ જમીન ઉપર પડેલું હતું તે ચડાવવા લાયક નથી એમ જાણવા છતાં પણ એમાં શું થયું ? એમ અવજ્ઞા કરીને પ્રભુને તેં ચડાવ્યું હતું તેથી તું ચંડાલ થયો છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
પૂજા સમયે વસ્ત્રશુદ્ધિ.
૬૫ કહેલું છે કે, અયોગ્ય ફળ, ફૂલ કે નૈવેદ્ય ભગવાનને ચડાવે તો તે પ્રાયઃ પરલોકમાં નીચ કુળમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધે છે.
તારા પૂર્વભવની જે માતા હતી તેણીએ એક દિવસ સ્ત્રીધર્મ (રજસ્વળા) માં આવેલી છતાં પણ દેવપૂજા કરી; તે કર્મથી મરણ પામ્યા પછી ચંડાળણી થઈ છે.
આવા વચન સાંભળીને રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. તેઓએ અપવિત્રતામાં અને જમીન પર પડેલા પુષ્પથી પૂજા કરવાને લીધે નીચગોત્ર બાંધ્યું હતું.
ઉપરના દષ્ટાંતમાં બતાવ્યા મુજબ નીચગોત્ર બંધાય છે, માટે પડી ગયેલા પુષ્પ સુગંધીયુક્ત હોય તો પણ પ્રભુને ચડાવવું નહીં. જરા માત્ર પણ અપવિત્રતા હોય, તો પ્રભુપૂજા કરવી નહીં. ખાસ કરીને સ્ત્રીધર્મમાં આવેલી સ્ત્રીએ મોટી આશાતનાઓનો દોષ હોવાથી પૂજા કરવી નહીં. પૂજા સમયે વસ્ત્રશુદ્ધિ.
પૂર્વોક્ત રીતે સ્નાન કર્યા પછી, પવિત્ર, સુકોમળ, સુગંધી, રેશમી કે સુતરાઉ વસ્ત્ર રૂમાલથી અંગતુંહણ કરી, બીજું શુદ્ધ વસ્ત્ર પહેરતાં ભીનું વસ્ત્ર યુક્તિપૂર્વક ઉતારી ભીના પગથી મલિન જમીનને નહીં ફરસતા પવિત્ર સ્થાનકે આવીને ઉત્તર દિશા સામે ઉભા રહીને મનોહર, નવાં, ફાટેલાં નહીં, સાંધેલાં નહીં, તેમજ પહોળાં અને સફેદ બે વસ્ત્ર પહેરવાં. - શાસ્ત્રમાં કહેલું છે કે, યથાયોગ્ય નિર્મળ જળથી શરીરને શુદ્ધ કરીને પછી નિર્મળ ધૂપથી “પેલા અને ધોએલાં બે વસ્ત્ર પહેરે. લૌકિકમાં પણ કહેવું છે કે, હે રાજનું! દેવપૂજાના કાર્યમાં સાંધેલું, બળેલું, ફાટેલું કે પારકું વસ્ત્ર પહેરવું નહીં. એકવાર પણ પહેરેલું, જે પહેરીને વડીનીતિ, લઘુનીતિ કે મૈથુન કીધું હોય તેવું વસ્ત્ર ન પહેરવું. એજ વસ્ત્ર પહેરીને ભોજન કરવું નહીં, તેવા નિર્માલ્ય વસ્ત્રથી દેવની પૂજા પણ કરવી નહીં. સ્ત્રીઓએ પણ કંચુકી (કાંચળી) પહેર્યા વિના પૂજા ન કરવી.
એવી રીતે પુરુષને બે અને સ્ત્રીને ત્રણ વસ્ત્ર પહેર્યા વિના પૂજા કરવી કલ્પ નહીં :
દેવપૂજામાં ધોએલા વસ્ત્ર મુખ્ય વૃત્તિએ અતિવિશિષ્ટ (સારાં) ક્ષીરોદકાદિ જેવાં ધોળાં જ વાપરવાં. ઉદયન રાજાની રાણી પ્રભાવતી આદિનાં સફેદ અને ધોળાં જ વસ્ત્ર નિશીથ આદિમાં કહેલાં છે. “વચ્છનિયંસો ” સફેદ વસ્ત્ર પહેરીને પૂજા કરવી) એમ શ્રાવકદિનકૃત્યમાં પણ કહેલું છે.
ક્ષરોદક વસ્ત્ર પહેરવાની શક્તિ ન હોય તો સુંદર રેશમી ધોતીયાં વાપરવાં.
પૂજાષોડશકમાં પણ “સિતકુમવà” સફેદ શુભ વસ્ત્રો” એમ લખ્યું છે. તેની (પૂજાષોડશકની વૃત્તિમાં કહ્યું છે કે, સિતવસ્ત્ર | ગુમવત્રે ર પિદ સિતારા પટ્ટયમરિપતાવિ પરિઘ સફેદ અને શુભ વસ્ત્રો વાપરવાં, શુભ એટલે સફેદ કરતાં જુદાં પણ પટોળાં વિગેરે કલ્પે રાતાં પીળાં વિગેરે વર્ણવાળાં પણ ગ્રહણ કરાય છે.
સિમિ ઉત્તરસંગ રે એવા આગમના પ્રમાણથી ઉત્તરાયણ અખંડ એકજ કરવું પણ બે ખંડ જોડીને કરેલું ન જોઇએ. રેશમી વસ્ત્ર ભોજનાદિ કરવાં છતાં પણ હંમેશા પવિત્ર જ
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
હૃદ
છે એ લોકોક્તિ જિનપૂજામાં અપ્રમાણિક છે. રેશમી વસ્ત્રો પણ બીજાં વસ્ત્રોની માફક, ભોજન, મલમૂત્ર, અશુચિસ્પર્શ-વર્જન આદિથી સાચવવાં, દેવપૂજામાં વાપરવાનાં વસ્ત્ર વારંવાર ધોવાં, પવાં વિગેરેથી સાફ રાખવાં, થોડી વાર જ વાપરવાં.
પરસેવો, સળેખમ, થુંક, બળખો એ વસ્ત્રથી ન લુંછવાં, તેમજ વળી હાથ, પગ, નાક, મસ્તક પણ નહીં લુંછવાં, તેમજ પોતાના સાંસારિક કામનાં વસ્ત્રની સાથે કે પારકાં બાળ, વૃદ્ધ, સ્ત્રીનાં વસ્ત્રની સાથે ન મૂકવાં, તથા પ્રાયે પારકાં વસ્ત્ર પહેરવાં જ નહીં. જો વારંવાર એમ યુક્તિથી ન સાચવે તો અપવિત્ર થવાના દોષનો સંભવ થાય છે.
કુમારપાળ રાજાના પૂજાના વસ્ત્રો અને સાળવીઓ.
કુમારપાળ રાજાનાં પૂજા માટેનાં વસ્ત્રો બાહડ મંત્રીના નાના ભાઈ ચાહડે વાપર્યાં ત્યારે રાજાએ કહ્યું કે, નવું વસ્ત્ર મને આપ. ત્યારે તેણે કહ્યું કે, મહારાજ, એવું સાફ નવું રેશમી વસ્ર તો અહીંયાં મળતું જ નથી. પણ સવા લાખ દ્રવ્યના મૂલથી નવાં વસ્ત્ર બંબેરા નગરીમાં બને છે, પરંતુ ત્યાંનો રાજા તે એક દિવસ પહેરીને પછી જ અહીંયાં મોકલાવે છે. આવાં વચન સાંભળીને કુમારપાળ રાજાએ બંબેરા નગરીના અધિપતિને સવાલાખ દ્રવ્ય આપવાનું જણાવી તદ્દન નવું પહેર્યા વગરનું વસ્ત્ર મોકલવાને કહેવરાવ્યું. તેણે તે આપવાની ના પાડી. તેથી કુમારપાળ રાજા તેના પર કોપાયમાન થયો.
જેથી તેણે ચાહડને બોલાવી કહ્યું કે, આપણું મોટું સૈન્ય લઈને તું બંબેરા નગરે જઈ જય કરીને ત્યાંનાં પટોળા અને પટોળાંના કારીગરોને અહીંયાં લઈ આવ. તું દાન આપવામાં ઉદાર છે તે ખરૂં, પણ વિશેષ ખરચ ન કરતો. તે વચન અંગીકાર કરીને ત્યાંથી મોટું સૈન્ય લઈ ત્રીજે પ્રયાણે ચાહડ બંબેરા જઈ પહોંચ્યો. બંબેરાના સ્વામીએ તેની પાસે લાખ દ્રવ્ય માંગ્યું. પરંતુ કુમારપાળે ના પાડેલ હોવાથી તેણે આપ્યું નહીં.
છેવટે રાજાના ભંડારના દ્રવ્યનો વ્યય કરીને (જેણે જેમ માંગ્યું તેને તેમ આપીને) ચૌદસે ઉંટડીઓ ઉપર ચડેલા બે બે શસ્ત્રધારી સુભટોને સાથે લઈ અકસ્માત રાત્રિને સમયે બંબેરા નગરને વીંટીને સંગ્રામ કરવા ધાર્યું. પણ તે રાત્રે ત્યાંના લોકોમાં સાતસો કન્યાઓનાં લગ્ન હતાં તે સાંભળીને તેઓને વિદન થાય નહીં માટે રાત્રે વિલંબ કરી સવારના પહોરમાં પોતાના સૈનિક બળથી તેણે ત્યાંના કિલ્લાના ચુરેચુરા કરી નાંખીને અંદર પેસી ત્યાંના અધિપતિનો-દરબારનો ગઢ તાબે કર્યો. પછી પોતાના રાજા કુમારપાળની આણ મનાવીને ત્યાંના ખજાનામાંથી સાત કરોડ સોનામહોર અને અગીયારસો ઘોડા તથા ત્યાંના સાતસો સાળવીઓને સાથે લઈ તે મોટા મહોત્સવ સહિત પાટણ નગરે આવી કુમારપાળ રાજાને નમ્યો.
કુમારપાળ બોલ્યો કે, તારી નજર મોટી તે મોટી જ રહી, કેમકે તેં તો મારા કરતાં પણ ઘણો ખરચ કર્યો, એટલો ખરચ તો હું પોતે ગયો હોત પણ થાત નહીં.’
આવાં વચન સાંભળીને ચાહડ બોલ્યો કે, મહારાજ જે ખરચ થયું તે તમારી જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું છે, તે તમારા જ બળથી કર્યું છે, કેમકે, મોટા સ્વામીના કામ પણ મોટા
Page #91
--------------------------------------------------------------------------
________________
પૂજામાં દ્રવ્યશુદ્ધિ.
૬૭
ખર્ચથી જ થાય છે. જે ખર્ચ થાય તે મોટાની જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું તે મારા માથે મોટા સ્વામી છે ત્યારે જ થયું ને ?
આવાં વચન સાંભળીને રાજા ઘણો જ ખુશી થયો અને ‘રાજ્યઘરટ્ટ' એવું બિરુદ આપી મોટો માનસાળી કર્યો.
પૂજામાં દ્રવ્યશુદ્ધિ.
પોતે જ સારા સ્થાનથી, જેના ગુણ જાણતો હોય એવા સારા માણસ પાસેથી પાત્ર, ઢાંકણું, લાવનાર માણસ અને માર્ગ એ બધાની પવિત્રતાની યતના રાખી વિધિપૂર્વક પાણી, ફૂલ આદિ વસ્તુ લાવવી. ફુલો વિગેરે આપનારને સારું મૂલ્ય આપી ખુશ કરવો. સારો મુખકોશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ, જીવાદિરહિત સારું કેશર-કપૂર વિગેરે વસ્તુથી મિશ્ર કરેલું ચંદન ઘસવું, વીણેલા અને ઉંચા આખા ચોખા, શોધેલો ધૂપ અને દીપ, સરસ નૈવેદ્ય તથા મનોહરલો ઇત્યાદિ સામગ્રી એકઠી કરવી. એ રીતિએ દ્રવ્યશુદ્ધિ કહી છે.
પૂજા માટે ભાવશુદ્ધિ.
કોઈ ઉપર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, આલોક-પરલોકની સુખની ઇચ્છા, યશ અને કીર્તિની વાંછા, કૌતુક વ્યાકુલતા, વિગેરે ટાળીને ચિત્તની એકાગ્રતા રાખીને જે પૂજા કરવી તે ભાવશુદ્ધિ કહેવાય છે. કહ્યું છે કે
મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ, કાયાની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, ભૂમિની શુદ્ધિ, પૂજાના ઉપકરણની શુદ્ધિ, સ્થિતિ શુદ્ધિ - એમ ભગવંતની પૂજાના અવસરે સાત પ્રકારની શુદ્ધિ કરવી.
એમ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ કરીને પવિત્રપણે દેરાસરમાં પ્રવેશ કરે. આ વિધિ ગૃહચૈત્ય માટે પણ સમજવી.
દેરાસરમાં પ્રવેશવિવિધ.
દેરાસરની જમણી દિશાની શાખાને આશ્રયીને (જમણા પડખાથી) પુરુષે દેરાસરમાં પ્રવેશ ક૨વો, અને ડાબી બાજુની શાખાને આશ્રયીને સ્ત્રીએ દેરાસરમાં પ્રવેશ કરવો. પણ દેરાસરના દરવાજા આગળના પહેલા પગથીયા ઉપર સ્ત્રી અથવા પુરુષે જમણો જ પગ મુકીને દેરાસરમાં પ્રવેશ કરવો.
પૂર્વદિશા કે ઉત્તરદિશા સામે બેસીને ચંદ્રનાડી વહેતાં સુગંધવાળા મીઠા પદાર્થોથી દેવની પૂજા કરે. કેવી યુક્તિપૂર્વક દેવની પૂજા કરવી તે વિધિ બતાવે છે
-
ત્રણ નિસીહિ ચિંતવવી, ત્રણ પ્રદક્ષિણા ફરવી, ત્રિકરણ (મન, વચન, કાયા) શુદ્ધિ કરવી એ વિધિથી શુદ્ધ પવિત્ર પાટલા ઉપર પદ્માસનાદિ સુખે બેસી શકાય એવા આસને બેસીને, ચંદનના વાસણમાંથી બીજા વાસણ (વાટકી) વિગેરેમાં કે હાથની હથેળીમાં ચંદન લઈને કપાળમાં તિલક કરી હાથમાં કંકણ કે નાડાછડી બાંધીને હાથની હથેળી વળી ચંદનના રસથી વિલેપનવાળી
Page #92
--------------------------------------------------------------------------
________________
૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
કરી ધૂપથી ધૂપી પછી ભગવંતની (આ પુસ્તકમાં આગળ કહેવાશે) તે વિધિપૂર્વક પૂજાત્રિક (અંગપૂજા, અંગ્રપૂજા, ભાવપૂજા) કરીને પહેલાં કર્યું હોય કે ન કર્યું હોય પણ પ્રભુસાક્ષીએ પચ્ચક્ખાણ કરે.
રાજા આદિ મહદ્ધિકોને જિનમંદિર જવાનો વિધિ.
विहिणा जिणं जिणगेहे गंतुं अच्चेइ उचियचितओ । उच्चरइ पच्चक्खाणं दृढपंचाचारगुरूपासे ॥६॥
विधिना जिनं जिनगृहे गत्वाऽर्चति उचितचिन्तारतः ।
उच्चरति प्रत्याख्यानं दृढपंचाचारः गुरूपार्श्वे ॥६॥
વિધિપૂર્વક જિનેશ્વર ભગવતના મંદિરે જઈ વિધિપૂર્વક ઉચિત ચિંતવના કરીને (દેરાસરની દેખરેખ કરી) વિધિપૂર્વક જિનની પૂજા કરે. એમ સામાન્ય અર્થ બતાવી વિશેષ અર્થ બતાવે છે.
મંદિર જનાર જો રાજા કે મહર્ષિક હોય તો સર્વ ઋદ્ધિથી, સર્વ ઐશ્વર્યથી, સર્વ યુક્તિથી, સર્વ બળથી, સર્વ પરાક્રમથી, જૈનશાસનનો મહિમા વધારવા માટે મોટી ઋદ્ધિપૂર્વક મંદિરે જાય, જેમ દશાર્ણભદ્ર રાજા શ્રી વીતરાગને વંદન કરવા ગયો હતો તેવી રીતે જાય.
દશાર્ણભદ્ર રાજાનું દૃષ્ટાંત.
દશાર્ણભદ્ર રાજાએ અભિમાનથી એવો વિચાર કર્યો કે, જેવી રીતે કોઈએ પણ પ્રભુ મહાવીરને વાંઘા ન હોય એવા ઠાઠમાઠથી હું વાંદવા જાઉં, એમ ધારી તે પોતાની સર્વઋદ્ધિ સહિત, પોતાના સર્વ પુરુષોને યથાયોગ્ય શૃંગાર પહેરાવીને તથા દરેક હાથીના દંતશૂળ ઉપર સોના-રૂપાના શૃંગાર પહેરાવીને ચતુરંગિણી સેના સહિત પોતાની અંતેઉરીઓને સોના-રૂપાની પાલખીઓ કે અંબાડીઓમાં બેસાડી સર્વને સાથે લઈ ઘણા જ ઠાઠથી ભગવંતને વાંદવા આવ્યો.
તે વખતે તેને ઘણું જ અભીમાન થયેલ જાણી તેનો મદ ઉતારવા માટે સૌધર્મેન્દ્રે શ્રી વીરને વાંદવા આવતાં દિવ્ય ઋદ્ધિની રચના કરી. તે વૃદ્ધ ઋષિ મંડળ સ્તોત્રવૃત્તિથી અહીંયાં બતાવે છે. પાંચસો ને બાર મસ્તકવાળા, એવા ચોસઠ હજાર હાથી બનાવ્યા. તેને એકેક મસ્તકે (કુંભસ્થળે) આઠ-આઠ દંતશૂળ, એકેક દંતશૂળે આઠ આઠ વાવડીઓ, એકેકી વાવમાં લાખ પાંખડીવાળાં આઠ-આઠ કમળ, અને દરેક પાંખડીમાં બત્રીસ દિવ્ય નાટક, દરેક કર્ણિકામાં એકેક દિવ્ય પ્રાસાદ અને દરેક પ્રાસાદમાં અગ્રમહિષીની સાથે ઇન્દ્ર ભગવાનના ગુણ ગાય છે, એવી ઋદ્ધિથી ઐરાવત હાથી ઉપર બેસી આવતા ઇન્દ્રને જોઈ, દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા ગ્રહણ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
શક્રેન્દ્રે બનાવેલા હાથીઓના મુખની, કમળની, તેમજ કમળની પાંખડીની સંખ્યા પૂર્વાચાર્યોએ ઘણી રીતે બતાવી છે. તે અન્યત્રથી જાણી લેવી.
Page #93
--------------------------------------------------------------------------
________________
સામાન્ય પુરુષોને જિનમંદિર જવાનો વિધિ.
ઋદ્ધિવંત હોય તે ઉપર બતાવેલી રીત પ્રમાણે પોતાના આડંબર સહિત દેરાસરે દર્શન કરવા જાય. સામાન્ય પુરુષોને જિનમંદિર જવાનો વિધિ.
સામાન્ય સંપદાવાળા પુરુષો ઉદ્ધતાઈને ત્યજી લોકો હાંસી ન કરે એવા પોતાના કુળાચારને કે પોતાની સંપદાને અનુસરતા વેષ (વસ્ત્ર-આભૂષણ)નો આડંબર કરીને પોતાના ભાઈ, મિત્ર, પુત્ર, સ્વજન સમુદાયને સાથે લઈ દેરાસર દર્શન કરવા જાય. શ્રાવકના પંચાભિગમ.
(૧) પુષ્પ, તાંબુળ, સરસવ, દૂર્વા, છરી વિગેરે સર્વ જાતિનાં શસ્ત્ર, મુકુટ, પાદુકા, પગમાં પહેરવાના બુટ, હાથી, ગાડી વિગેરે સચિત્ત અચિત્ત વસ્તુઓ છોડીને. (૨) મુકુટ મૂકીને બાકીના બીજા સર્વ આભૂષણો એટલે અચિત્ત દ્રવ્યને સાથે રાખીને, (૩) એક પનાના વસ્ત્રનું ઉત્તરાસણ કરીને, (૪) ભગવંતને દેખતાં તત્કાળ બે હાથ જોડી કાંઈક મસ્તક નમાવતાં નો નિપIST એમ બોલતો, (૫) મનની એકાગ્રતા કરતો ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારના અભિગમ સાચવતો “નિસાહિ” એ પદને ઉચ્ચારતો દેરાસરમાં પેસે. મહર્ષિઓએ પણ એમ જ કહેલું છે. રાજાના પંચાભિગમ.
રાજા જ્યારે દેરાસરમાં જાય ત્યારે રાજ્યનાં પાંચ ચિહ્ન - (૧) ખાદિ સર્વ શસ્ત્ર, (૨) છત્ર, (૩) ઉપાનહ (પગની મોજડી), (૪) મુકુટ, (૫) બે ચામર બહાર મૂકે. નિસહિ.
અહીંયાં એમ સમજવાનું છે કે દેરાસરને દરવાજે શ્રાવક આવ્યો ત્યારે મન, વચન, કાયાથી પોતાના ઘરના વ્યાપાર (ચિંતવન) છોડી દે છે એમ જણાવવા (સમજવા) દેરાસરના દરવાજા આગળ ચઢતાં જ પ્રથમ નિશીહિ ત્રણ વાર કહેવી એવો વિધિ છે, પણ તેને એક જ (નિસાહિ) ગણાય છે, કેમકે, આ પ્રથમ નિસાહિથી ગૃહસ્થનો ફકત ઘરનો જ વ્યાપાર ત્યજાય છે, માટે બોલાય ત્રણવાર, પણ આ નિસીહિ એક જ ગણાય. પ્રદક્ષિણા દેવાની રીત.
ત્યારપછી મૂળનાયકને પ્રણામ કરીને જેમ વિચક્ષણ પુરુષો હરકોઈ પણ શુભ કાર્ય કરવું હોય તે ઘણું કરીને તેને (જેથી લાભ મેળવવો હોય તેને) જમણે હાથે રાખીને કરે છે, તેમ પોતાને જમણે અંગે પ્રભુને રાખીને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે. શાસ્ત્રોમાં પણ કહેવું છે કે :
ત્યારપછી નો નિVIIM બોલીને અર્ધા અવનત (જરા નીચો વળી) પ્રણામ કરીને અગર પંચાંગ નમસ્કાર કરીને ભક્તિના સમુદાયથી અત્યંત ઉલ્લસિત મનવાળો બની પંચાંગ પ્રણામ કરીને
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ પૂજાના ઉપકરણ જે કેસર, ચંદનાદિ તે સર્વ સાથે લઈને ઘણીવાર ગંભીર મધુર ધ્વનિથી જિનેશ્વર ભગવંતના ગુણના સમુદાયથી બંધાયેલા એવા મંગળ સ્તુતિ-સ્તોત્ર બોલતો બે હાથ જોડીને પગલે પગલે જીવરક્ષાનો ઉપયોગ રાખતો જિનેશ્વર ભગવંતના ગુણમાં એકાગ્ર મનવાળો થઈને ત્રણ પ્રદક્ષિણા દે. જો કે પ્રદક્ષિણા પોતાના ઘર દેરાસરમાં ભમતી ન હોવાને લીધે ન બની શકે અથવા બીજા દેરાસરમાં પણ કોઈ કાર્યની ઉતાવળથી પ્રદક્ષિણા કરી ન શકે તો બુદ્ધિમાન પુરુષ સદાય તેવા વિધિ કરવાના પરિણામને તો છોડે જ નહીં.
પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં રહેલા ચાર રૂપે શ્રી વીતરાગને ધ્યાવતો. ગભારામાં રહેલા પાછળ તેમજ જમણા-ડાબા પાસામાં ત્રણ દિશાએ રહેલ ત્રણ બિંબને વંદન કરે. એટલા જ માટે સમવસરણના સ્થાનભૂત સર્વ દેરાસરના મૂળ ગભારાના બહારના ભાગમાં ત્રણ દિશાએ મૂળનાયકના નામનાં બિંબ ઘણું કરીને સ્થાપન કરેલા હોય છે, વર્નહૃત: પૃષ્ઠ ભગવાની પીઠ વર્જવી જોઈએ એવું જે શાસ્ત્રવાક્ય છે તે “પણ જો ભમતીમાં ત્રણે દિશાએ બિંબ સ્થાપન કહેલા હોય તો તે દોષ ચારે દિશામાંથી ટળે છે.
ત્યાર પછી દેરાસરનું પ્રમાર્જન, પોતીયા વિગેરેનું નામું લખવું, તે વિગેરે આગળ કહેવાશે, તે પ્રમાણે યથાયોગ્ય ચિંતાપૂર્વક પૂજા વિગેરે સામગ્રી તૈયાર કરી, દેરાસરના કામકાજ ત્યજવારૂપ બીજી “નિસાહિ” દેરાસરના મુખ્ય મંડપ આદિમાં કહે. ત્યારપછી મૂળનાયકને ત્રણ વાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં કહેલું છે કે :
ત્યાર પછી નિસાહિ કહીને દેરાસરમાં પ્રવેશ કરીને મૂળ મંડપમાં આવી પ્રભુ આગળ પંચાંગ નમાવીને વિધિપૂર્વક ત્રણ વાર પ્રણામ કરે. ત્યાર પછી હર્ષના વશથી ઉલ્લાસ પામતો મુખકોશ બાંધીને જિનરાજની પ્રતિમાના આગલા દિવસના ચડેલા નિર્માલ્ય ઉતારે ત્યારપછી મોરપીંછીથી પ્રભુને પ્રાર્થના કરે. ત્યારપછી જિનેશ્વર ભગવંતના દેરાસરની પ્રાર્થના પોતે કરે તથા બીજા પાસે કરાવીને વિધિપૂર્વક યથાયોગ્ય અષ્ટપટ મુખકોશ બાંધીને જિનબિંબની પૂજા કરે.”
મુખનો શ્વાસ-નિશ્વાસ, દુર્ગધ તથા નાસિકાના શ્વાસ-નિશ્વાસ, દુર્ગધ રોકવા નિમિત્તે અષ્ટપટ મુખકોશ બાંધવાની આવશ્યકતા છે. આગલા દિવસના નિર્માલ્ય જે ઉતાર્યા હોય તે પવિત્ર નિર્જીવ સ્થાનકે નખાવવા. વર્ષા ઋતુમાં કુંથુવા આદિની ઘણી ઉત્પત્તિ થાય છે, તેથી નિર્માલ્ય તથા સ્નાત્રજળ જુદા જુદા ઠેકાણે એકાંત અને પવિત્ર જગ્યાએ નખાવવાનો ઉપયોગ કરવો કે જેથી આશાતનાનો સંભવ ન થાય. અભિષેક.
ઘર દેરાસરે પૂજા કરવી હોય તો પ્રતિમાને પવિત્ર ઉચ્ચ સ્થાનકે સ્થાપીને ભોજન પ્રમુખમાં ન વપરાતાં હોય એવા પવિત્ર વાસણ-રકેબી પ્રમુખમાં પ્રભુને સ્થાપીને સન્મુખ ઊભો રહી હાથમાં કળશ ધારીને શુભ પરિણામથી નીચે લખેલી ગાથા પ્રમાણે ચિંતવના કરતો અભિષેક કરે.
बालतणमि सामिअ सुमेरुसिहरंमि कणयकलसेहिं । तिअसासुरेहिं ण्हवीओ ते धन्ना जेहिं दिछोसि ॥
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૧
નવ અંગની ચંદનાદિથી પૂજા.
“હે સ્વામી ! બાલ્યાવસ્થામાં મેરુશિખર ઉપર સોનાના કળશોથી અસુર-સુરોએ તમને અભિષેક કર્યો તે વખતે જેણે તમારાં દર્શન કર્યા છે તેને ધન્ય છે.” આ અભિપ્રાય ચિંતવી મૌનપણે ભગવંતને અભિષેક કરવો.
અભિષેક કરતાં પોતાના મનમાં જન્માભિષેક સંબંધી સર્વ ચિતાર ચિંતવવો, ત્યારપછી ઘણા યત્નથી વાળાકુંચીથી ચંદન, કેસર આગલા દિવસના હોય તે સર્વ ઉતારવાં. વળી બીજી વાર . પણ જળથી પખાળીને બે સુંવાળા અંગલુછણાથી પ્રભુનું અંગ નિર્જળ કરવું સર્વાગ નિર્જળ કરીને એક અંગ પછી બીજે અંગે એમ નીચે મુજબ અનુક્રમે પૂજા કરવી. નવ અંગની ચંદનાદિથી પૂજા.
પગના બે અંગુઠા, બે ઢીંચણ, બે હાથ, બે ખભા એક મસ્તક એમ નવ અંગે, જમણી બાજુથી ભગવંતની કેસર, ચંદન, બરાસ, કસ્તુરીથી પૂજા કરે. કેટલાક આચાર્ય એમ કહે છે કે, પ્રથમ ભાસ્થળે તિલક કરી પછી બીજે અંગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તો નીચે લખેલ પ્રમાણે અભિપ્રાય છે.
સરસ સુગંધીવંત ચંદનાદિકે કરી દેવાધિદેવને પ્રથમ જમણા ઢીંચણે પૂજા કરવી, ત્યારપછી જમણે ખભે ત્યારપછી ભાલસ્થળે, પછી ડાબે ખભે, પછી ડાબે ઢીંચણે, એ પાંચે અંગે તથા હૃદયે તિલક કરે તો છ અંગે એમ સર્વાગે પૂજા કરીને તાજાં વિકસ્વર સુવાસિત પુષ્પથી પ્રભુની પૂજા કરે.” પહેલાંની કરેલી પૂજા કે આંગી પછી પૂજામાં વિવેક.
જો કોઈ કે પહેલાં પૂજા કરેલી હોય કે આંગીની રચના કરેલી હોય અને તેની પૂજા કે આંગી બની શકે એવી પૂજાની સામગ્રી પોતાની પાસે ન હોય તો તે આંગીના દર્શનનો લાભ લેવાથી ઉત્પન્ન થતા પુણ્યાનુબંધી પુણ્યમાં અંતરાય થવાના કારણે તે પૂર્વની આંગી ઉતારે નહીં. પણ તે આંગી પૂજાની વિશેષ શોભા બની શકે એમ હોય તો પૂર્વપૂજા ઉપર વિશેષ રચના કરે પણ પૂર્વપૂજા વિચ્છિન્ન કરે નહીં. જે માટે બૃહદ્ભાષ્યમાં કહેવું છે કે :
“હવે કોઈ ભવ્યજીવે ઘણો દ્રવ્ય વ્યય કરી દેવાધિદેવની પૂજા કરેલી હોય તો તે જ પૂજાને વિશેષ શોભા થાય તેમ જો હોય તો તેમ કરે.”
પ્રશ્ન:- પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તો પૂર્વની આંગી નિર્માલ્ય થઈ ન કહેવાય ?
ઉત્તર :- “નિર્માલ્યના લક્ષણનો અહીંયાં અભાવ હોવાથી પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તો તે પૂર્વની આંગી નિર્માલ્ય ન ગણાય. નિર્માલ્ય તો તે કહેવાય કે જે દ્રવ્ય પૂજા કર્યા પછી વિનાશ પામ્યું, પૂજા કરવા યોગ્ય ન રહ્યું તે નિર્માલ્ય ગણાય છે, એમ સૂત્રના અર્થને જાણનારા ગીતાર્થો કહે છે.” -------
- “જેમ એક દિવસે ચડાવેલાં વસ્ત્રો, આભૂષણાદિ-કુંડળ જોડી તેમજ કડાં વિગેરે બીજે દિવસે પણ ફરીથી આરોપણ કરાય છે, તેમજ આંગીની રચના કે પુષ્પાદિ પણ એકવાર ચડાવેલ હોય તે ઉપર ફરીથી બીજા ચડાવવાં હોય તો પણ ચડાવાય છે. અને તે ચડાવતાં છતાં પણ પૂર્વનાં
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ચડાવેલાં પુષ્પાદિ નિર્માલ્ય ગણાતાં નથી. જો એમ ન હોય તો એક જ રેશમી વસ્ત્રથી એકસો આઠ જિનેશ્વર ભગવંતની પ્રતિમાને અંગલુછન કરનારા વિજયાદિ દેવતા જંબૂઢીપપન્નત્તિમાં કેમ વર્ણન કરેલા હોય ? નિર્માલ્યનું લક્ષણ.
જે કોઈ વસ્તુ એક વાર ચડાવેલી શોભા રહિત થઈ જાય. અથવા ગંધરહિત અને કાન્તિ રહિત થયેલી હોય, દેખનારા ભવ્ય જીવોને આનંદદાયક ન થઈ શકતી હોય તેને નિર્માલ્ય ગણવી એમ બહુશ્રુત પૂર્વાચાર્યોએ સંઘાચારની વૃત્તિમાં કહેલું છે. વળી શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કરેલા વિચારસાર પ્રકરણમાં તો એમ કહેલ છે કે :
“દેવદ્રવ્યના બે ભેદ હોય છે. ૧ પૂજા માટે કલ્પેલું, ૨ નિર્માલ્ય થયેલું.
૧. જિનપૂજા કરવા માટે ચંદન, કેસર, પુષ્પ, પ્રમુખ દ્રવ્યપૂજા માટે તૈયાર કરેલું કલ્પેલું કહેવાય છે, એટલે પૂજા માટે કણ્યા પછી બીજા ઉપયોગમાં વપરાય નહીં, પણ દેવની પૂજામાં ઉપયોગી છે, ૨ અક્ષત, ફળ (બદામ), નૈવેદ્ય, વસ્ત્રાદિ જે એક વાર પૂજાના ઉપયોગમાં આવી ગયું એવો દ્રવ્યનો સમુદાય તે પૂજા કર્યા પછી નિર્માલ્ય ગણાય છે. અને તે દ્રવ્યનો દેરાસરમાં ઉપયોગ થાય છે.
અહીંયાં પ્રભુ આગળ ચડાવેલા ચોખા, બદામ પણ નિર્માલ્ય થાય એમ કહ્યું, પણ બીજા કોઈપણ આગમમાં કે પ્રકરણમાં કે ચરિત્રોમાં ક્યાંય પણ એવો આશય બતાવેલ નથી, તેમજ વૃદ્ધ પુરુષોનો સંપ્રદાય પણ તેવો કોઈપણ ગચ્છમાં દેખાતો નથી. જે કોઈ ગામમાં આવકનો ઉપાય ન હોય. ત્યાં અક્ષત, બદામ, ફળાદિથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પ્રતિમાની પૂજા કરાવવાનો પણ વિધિ છે. જો અક્ષતાદિ પણ નિર્માલ્ય સિદ્ધ થતા હોય તો તેનાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનપૂજા પણ કેમ થાય ? માટે અમો આગળ લખી ગયા છીએ કે, જે વાપરવા યોગ્ય ન રહ્યું તે જ નિર્માલ્ય છે, એ જ ઉક્તિ ખરી ઠરે છે.
કેમ કે શાસ્ત્રોમાં લખેલ જ છે કે મોરાવિ વ્યં નિર્મષ્ઠ દ્વિતિ જયસ્થા,' એ પાઠ ઉપરથી દેખાય છે કે, જે વાપરવા યોગ્ય ન રહ્યું તે નિર્માલ્ય. એ ઉપરાંત વિશેષ તત્ત્વ તો સર્વજ્ઞ જાણે.
કેસર, ચંદન, પુષ્પાદિ પૂજા પણ એવી રીતે જ કરવી કે જેથી ચક્ષુ, મુખ, વગેરે આચ્છાદન ન થાય અને શોભાની વૃદ્ધિ થાય. વળી દર્શન કરનારને અત્યંત આહાદ થવાથી પુણ્યવૃદ્ધિનું કારણ બની શકે. પૂજાના ત્રણ પ્રકાર.
અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા-એમ ત્રણ પ્રકારની પૂજા કરવી. તેમાં પ્રથમથી નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાર્જના કરવી, પ્રભુના અંગ પખાળવાં, વાળાકુંચી કરવી, ત્યારપછી પૂજન કરવું, સ્નાત્ર કરતાં કુસુમાંજલી મૂકવી, પંચામૃત સ્નાત્ર કરવું, નિર્મળ જળધારા દેવી, ધૂપિત સ્વચ્છ મૃદુ ગંધ કાષાયિકાદિ વસ્ત્રોથી અંગલુછણાં કરવાં. કેસર, ચંદન, કપૂર આદિથી મિશ્ર ગોશીષચંદનનું વિલેપન
Page #97
--------------------------------------------------------------------------
________________
પૂજાના ત્રણ પ્રકાર.
૭૩
અને પ્રભુને આંગી કરવી. ગૌચંદન, કસ્તુરી આદિથી તિલક કરવાં. પત્રરચના કરવી, વચમાં વિવિધ પ્રકારની સુંદર રચના કરવી, બહુ મૂલ્યવાળા રત્ન, સુવર્ણ, મોતીનાં આભૂષણ અને સોનારૂપાનાં ફૂલથી આંગીની શોભનિક રચના કરવી; જેમ કે,
-
વસ્તુપાળ મંત્રીએ પોતાના ભરાવેલા સવા લાખ જિનબિંબને તેમજ શત્રુંજય તીર્થ ઉપર રહેલાં સર્વ જિનબિંબોને રત્ન તથા સોનાનાં આભૂષણ કરાવ્યાં હતાં. વળી દમયંતીએ પૂર્વભવમાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલા ચોવીસે તીર્થંકરો માટે રત્નનાં તિલક કરાવ્યાં હતાં. એવી રીતે જેમ ભાવવૃદ્ધિ થાય તેમ કરવું એ શ્રેયસ્કારી છે. કહેલું છે કે
ઉત્તમ કારણથી પ્રાયે કરી ઉત્તમ ભાવ થાય છે, તેમ દ્રવ્યપૂજાની રચના અત્યુત્તમ હોય તો ઘણા ભવ્ય પ્રાણીઓને ભાવની અધિકતા થાય છે. એના સિવાય બીજો કાંઈ શ્રેષ્ઠતર ઉપયોગ નથી, માટે એવા કારણનો સદાય ખપ કરવો, જેથી પુષ્ટતર પુણ્ય બંધાય છે.
વળી દેરાસરમાં પૂજા વખતે (વિવિધ પ્રકારના) ચંદરવા બાંધવા. ગ્રંથિમ (ફૂલની સાથે ગુંથેલા), વેષ્ટિમ (સુતરથી વીંટીને હાર વગેરે બનાવેલાં), પુરિમ (પરોવેલાં), સંઘાતિમ (ઢગલા કરવા) રૂપ ચાર પ્રકારનાં વિકસ્વર, કરમાયેલાં નહીં એવાં, વિધિપૂર્વક યુક્તિથી મંગાવેલાં સેવતરા (સેવતી), કમળ, જાઈ, જુઈ, કેતકી, ચંપા વગેરેનાં ફૂલથી માળા, મુકુટ, શેખરા, પુષ્પપગર (ફૂલનાં ઘર) વિગેરેની રચના કરવી.
જિનેશ્વર ભગવંતના હાથમાં સોનાનાં બીજોરાં, નારિયેળ, સોપારી, નાગરવેલનાં પાન, સોનામહોર, રૂપામહોર, વીંટી, મોદક વગેરે મૂકવાં, ધૂપ ઉવેખવો, સુગંધવાસ પ્રક્ષેપ કરવો, એવા સર્વ કારણ છે, તે બધા અંગપૂજામાં ગણાય છે.
બૃહદ્ભાષ્યમાં પણ કહેલું છે કે :
“સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, બરાસ, ગંધ, ધૂપ, પુષ્પ આદિથી પૂજા કરવી તે અંગપૂજામાં ગણાય છે, ત્યાં આ વિધિ છે. વસ્ત્રથી નાસિકાને બાંધી જેમ ચિત્ત સ્થિર રહે તેમ વર્તવું. વળી દેરાસરમાં પૂજા વખતે પોતાના અંગને ખરજ પણ ખણવી નહીં.'' બીજા ઠેકાણે પણ કહેલું છે કે :
“જગદ્ગુરુની પૂજા કરતાં કે સ્તુતિ-સ્તોત્ર ભણતાં, પોતાના શરીરે ખરજ ખણવી કે મુખથી થંક, બળખો નાખવાની આશાતનાનાં કારણ વર્ષે.”
દેવ-પૂજાની વખતે મુખ્ય વૃત્તિએ તો મૌન જ રહેવું, જો તેમ બની શકે નહીં તો પણ પાપહેતુક વચન તો સર્વથા ત્યજવું કેમકે નિસીહિ કહી ત્યાંથી ઘર વ્યાપાર પણ ત્યાગ કરેલા છે તેથી દોષ લાગે માટે પાપ હેતુક (પાપ લાગે એવી) કાયિક સંજ્ઞા (હાથનો લહેકો કે આંખનું મચકાવવું આદિ ક્રિયા) પણ વર્જવી કેમકે તેથી અનુચિતતાનો પ્રસંગ આવવાનો સંભવ રહે છે. પૂજા વખતે સંજ્ઞા કરવા અંગે જીણહાકનું દૃષ્ટાંત.
ધોળકાનો રહેવાસી જીણહાક નામનો શ્રાવક દરિદ્રપણાથી ઘીનાં કુડલાં (કુંડા) અને સાદિના ભાર ઉપાડવાની મજુરી દ્વારા ગુજરાન ચલાવતો હતો. તે ભક્તામર સ્તોત્ર પાઠ એકાગ્ર ચિત્તે
૧૦
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કરતો હતો. તેની લયલીનતા દેખીને ચક્રેશ્વરી દેવીએ પ્રસન્ન થઈ તેને એક વશીકરણ કરનારું રત્ન આપ્યું, તેથી તે સુખી થયો. તેને એક દિવસ પાટણ જતાં માર્ગમાં ત્રણ પ્રસિદ્ધ ચોર મળ્યા. તેઓને રત્નના પ્રભાવથી વશ કરી હણીને તે પાટણ આવ્યો.
ત્યાંના ભીમદેવ રાજાએ તે આશ્ચર્યકારી વાત સાંભળીને તેને બોલાવી પ્રસન્ન થઈ બહુમાની દેહની રક્ષા નિમિત્તે તેને એક ખગ્ર આપ્યું. અને આખા દેશની કોટવાળની પદવી આપી. તેણે પણ એવું પરાક્રમ કરી બતાવ્યું કે આખા ગુજરાત દેશમાં “ચોર' એવું નામ પણ ન રહ્યું.
એક વખતે સોરઠ દેશનો ચારણ જીણહાકની પરીક્ષા કરવા પાટણ આવ્યો, તેણે તે જ ગામમાંથી ઊંટની ચોરી કરી. તેને પોતાના ઘાસના ઝુંપડા આગળ બાંધ્યું. છેવટે કોટવાળનો સુભટ તેને પકડી જીણહાકની પાસે લાવ્યો, તે વખતે જીણહાક દેવપૂજા કરતો હોવાથી મુખથી બોલ્યો નહીં પણ પોતાના હાથમાં ફૂલ લઇ તેને મસળી નાખી સુભટોને જણાવ્યું કે એને મારી નાંખો. સુભટો તેને લઈ જવા લાગ્યા ત્યારે ચારણ બોલવા લાગ્યો કે -
જીણહાનઈ, જીણવરહ, ન મિલઈ તારોતાર;
જિણી કરી જિનવર પૂજિઇ, તે કિમ મારણહાર. ૧. જીણહાકને જિનેશ્વરનો સંબંધ થયો નથી કારણ કે, જે હાથ જિનવરને પૂજે તે હાથે મારે નહિ.
ચારણનું આવું બોલવું સાંભળીને જીણહાક લજવાઈ ગયો અને તેનો ગુનો માફ કરી છોડી દઇને તેને કહ્યું કે, હવે પછી આવી ચોરી કરીશ નહીં.
ત્યાર પછી જીણહાકે તીર્થયાત્રા, ચૈત્ય, પુસ્તકભંડાર વગેરે ઘણાં શુભ કૃત્યો કર્યા. એ વિગેરે વાત હજી સુધી લોકમાં ચાલે છે.
મૂળ બિંબની વિસ્તારપૂર્વક પૂજા પછી અનુક્રમે જેને જેમ ઘટે તેમ યથાશક્તિ સર્વ બિંબની પૂજા કરવી. દ્વારબિંબ અને સમવસરણબિંબ પૂજા.
દ્વારબિંબ અને સમવસરણબિંબ (દરવાજા ઉપરની અને ચોમુખ પ્રતિમા)ની પૂજા મૂળનાયકની અને બીજા બિંબોની પૂજા કર્યા પછી જ કરવી સંભવે છે, પણ ગભારામાં પ્રવેશ કરતાં સંભવતી નથી. કદાપિ ગભારામાં પ્રવેશ કરતાં જ દ્વારબિંબની પૂજા કરે અને ત્યારપછી જેમ જેમ પ્રતિમાઓ અનુક્રમે હોય તેમ તેમ તેમની પૂજા કરતો જાય તો મોટા દેરાસરમાં ઘણો પરિવાર હોય તેથી ઘણા બિંબની પૂજા કરતાં પુષ્પ, ચંદન, ધૂપાદિ સર્વ પૂજન સામગ્રી સમાપ્ત થઈ જાય, ત્યારે મૂળનાયકની પ્રતિમાની પૂજા તો પૂજનની દ્રવ્ય સામગ્રી (બી) હોય તો થાય અને થઈ રહી હોય તો રહી પણ જાય. તેમ જો શત્રુંજય, ગિરનાર આદિ તીર્થે એમ કરવામાં આવે એટલે જે જે દેરાસર આવે ત્યાં ત્યાં પૂજા કરતો આગળ જાય, તો છેવટે તીર્થનાયકના દેરાસરે પહોંચતાં સર્વ સામગ્રી ખલાસ થઇ જાય ત્યારે તીર્થનાયકની પૂજા રહી જાય. તેથી એ યુક્ત નથી.
Page #99
--------------------------------------------------------------------------
________________
મૂળનાયકની પ્રથમ પૂજા શા માટે... ?
૭૫
માટે મૂળનાયકની પૂજા કરીને યથાયોગ્ય પૂજા કરતાં જવું યોગ્ય છે. જે પહેલાં આવે તેની પૂજા પ્રથમ કરવી એમ માનીએ તો ઉપાશ્રયમાં પ્રવેશતાં ગુરુને વંદના કરતાં પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદન કરવું પડે, માટે નજીકમાં આવતી પ્રતિમાઓને પ્રણામ કરી મૂલનાયકની પૂજા પ્રથમ કરી પછી અન્ય પ્રતિમાઓનું પૂજન યોગ્ય છે. કેમકે, જીવાભિગમ સૂત્રમાં કહેલી રીત પ્રમાણે જ સંઘાચારમાં કહેલી વિજયદેવની હકીકતમાં પણ દ્વારબિંબની અને સમવસરણબિંબનીપૂજા સર્વથી છેલ્લી જ બતાવેલી છે. તે બતાવે છે કે -
(ત્યાર પછી)સુધર્મા સભામાં જઇ ત્યાં જિનેશ્વર ભગવંતની દાઢાઓને દેખી પ્રણામ કરીને પછી ડાભડા ઉઘાડી મોરપીંછીથી પ્રમાર્જન કરે. ત્યારપછી સુગંધી જળથી એકવીશ વાર પખાળીને ગોશીર્ષચંદનનો લેપ કરી ફૂલથી પૂજા કરે. એમ પાંચે સભામાં પૂજા કરીને પછી ત્યાંની દ્વારપ્રતિમાની પૂજા કરે એમ જીવાભિગમસૂત્રમાં સ્પષ્ટાક્ષરથી કહેલું છે માટે દ્વારપ્રતિમાનીપૂજા જેમ સર્વથી છેલ્લી કરવી તેમ મૂળનાયકની પૂજા સર્વથી પહેલાં અને સર્વથી વિશેષ કરવી. કહેલું છે કે -
પૂજા કરતાં વિશેષ પૂજા તો મૂળનાયક બિંબની ઘટે છે કેમકે, દેરાસરમાં પેસતાં પ્રથમથી જ મૂળનાયક પર સર્વ લોકની દૃષ્ટિ અને મનની એકાગ્રતા થાય છે. મૂળનાયકની પ્રથમ પૂજા શા માટે....?
પ્રશ્ન - જો મૂળનાયકની પૂજા પ્રથમ કરવી અને બીજા પરિવારની પૂજા પછી કરવી એમ છે તો, બધા તીર્થંકર તો સરખા જ છે, ત્યારે પ્રતિમામાં સ્વામી-સેવકભાવ કેમ હોવો જોઈએ ? જેમકે, એક બિંબની આદર, ભક્તિ, બહુમાનથી પૂજા કરવી અને બીજા બિંબની થોડી પૂજા કરવી. જો એમ જ હોય તો આ મોટી આશાતના છે; એમ નિપુણ બુદ્ધિવાળાના મનમાં આવ્યા વિના રહે જ નહીં.
ઉત્તર ઃ સર્વ જિનપ્રતિમાઓના પ્રાતિહાર્ય વિગેરે પરિવાર સરખા જ છે. બુદ્ધિવંત પ્રાણીને સ્વામી-સેવકભાવની બુદ્ધિ થતી જ નથી. નાયકભાવે તો સર્વ તીર્થંકરો સમાન છતાં પણ સ્થાપના સમયે એવી કલ્પના કરી છે કે, આ તીર્થંકરને મૂળનાયક ગણવા, ત્યારે એ જ વ્યવહારથી મૂળનાયક પ્રથમ પૂજાય છે, પરંતુ બીજા તીર્થંકરોની અવજ્ઞા કરવાની બુદ્ધિ બીલકુલ છે જ નહીં. એક તીર્થંકરની વંદના, પૂજા કરવાથી કે નૈવેદ્ય ચઢાવવાથી પણ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુરુષોની આશાતના કાંઇ જ્ઞાનીએ કહી નથી.
જેમ માટીની પ્રતિમાની પૂજા ખરેખર અક્ષત, પુષ્પાદિથી જ કરવી ઉચિત સમજાય છે, પણ જળ, ચંદનાદિથી કરવી ઉચિત સમજાતી નથી અને સોના-રૂપાદિ ધાતુની કે રત્ન-પાષણની પ્રતિમાની પૂજા જળ, ચંદન, પુષ્પાદિથી કરવી સમુચિત સમજાય છે, તેવા જ પ્રકારે મૂળનાયકની પ્રતિમાની પૂજા પ્રથમ કરવી પણ સમુચિત સમજાય છે.
જેમ ધર્મવંત પ્રાણીની પૂજા કરતાં બીજા લોકોનું અપમાન કર્યું ગણાતું નથી તેમ જે ભગવંતનું જે દિવસે કલ્યાણક હોય તે દિવસે તે ભગવંતની વિશેષ પૂજા કરતાં કાંઈ બીજા ભગવંતની પ્રતિમાઓનું અપમાન થતું નથી; કેમકે બીજાની આશાતના કરવાનો પરિણામ નથી. ઉચિત પ્રવૃત્તિ
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કરતાં બીજા લોકોનું અપમાન ગણાતું નથી તેમ મૂળનાયકની વિશેષ પૂજા કરતાં બીજા જિનબિંબની અવજ્ઞા થતી નથી.
ભગવંતના દેરાસર તથા બિંબની પૂજા જે કરે છે તે તેઓને માટે નથી પણ શુભ ભાવનાના નિમિત્ત માટે જ કરે છે. જિનભવનાદિ નિમિત્તથી આત્માનું ઉપાદાન યાદ આવે છે. વળી અબોધ જીવને બોધની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક પ્રાણી દેરાસરની સુંદર રચના દેખી બોધ પામે છે. કેટલાક જિનેશ્વર ભગવંતની પ્રશાંત મુદ્રા દેખી બોધ પામે છે. કેટલાએક પૂજા-આંગીનો મહિમા દેખીને અને સ્તવનાદિ સ્તવવાથી અને કેટલાએક ઉપદેશની પ્રેરણાથી પ્રતિબોધ પામે છે.
સર્વ પ્રતિમાઓ એક સરખી પ્રશાંત મુદ્રાવાળી હોતી નથી, પણ મૂળનાયકની પ્રતિમા તો વિશેષ કરી પ્રશાંત મુદ્રાવાળી જ હોય છે. તેથી ઝટ બોધ પામી શકાય છે. માટે પ્રથમ મૂળનાયકની જ પૂજા કરવી એ જ યોગ્ય છે.” એટલા જ માટે ચૈત્ય (દેરાસર) કે ઘર દેરાસરની પ્રતિમા દેશકાળની અપેક્ષાએ જેમ બને તેમ યથાશક્તિએ અતિશય વિશિષ્ટ સુંદરકારવાળી જ ભરાવવી. ઘર દેરાસરમાં તો પિત્તળ, તાંબા, રૂપા વિગેરેનાં જિનઘર (સિંહાસન હમણાં પણ કરાવી શકાય છે, પણ તેમ ન બની શકે તો હાથીદાંતનાં કે આરસનાં ઘણા જ શોભાયમાન લાગે એવી કોરણી ચિત્રામણવાળા કરાવવાં. તેમ ન બને તો પણ પિત્તળની જાળી પટ્ટીવાળી, હીંગળોક પ્રમુખ વિચિત્ર રંગ-ચિત્રામણથી અત્યંત શોભાયમાન અત્યુત્તમ કાષ્ઠનાં પણ કરાવવાં.
દેરાસર તથા ઘર દેરાસરે વારંવાર પ્રમાર્જના કરાવવી, ચુનો ધોળાવવો, રંગ-રોગાન કરાવવા, જિનેશ્વર ભગવંતના ચરિત્રો વિગેરેનાં વિચિત્ર ચિત્રામણ કરાવવાં. પૂજાનાં ઉપકરણો ઘણી ઘણી જાતિનાં સમારેલાં સ્વચ્છ રાખવાં. તેમજ પડદા, ચંદરવા, પુંઠીયા વગેરે એવા બાંધવા કે જેથી વિશિષ્ટ શોભાની અધિકતા થાય. ઘર દેરાસર ઉપર પોતાના પહેરવાનાં ધોતીયાં કે વાપરવાનાં વસ્ત્ર વગેરે મૂકવા નહીં. મોટા દેરાસરની જેમ ઘર દેરાસરની પણ ચોરાશી આશાતના ટાળવી જોઇએ. પ્રતિમાજીની સાચવણી. - પિત્તળ, પાષાણની પ્રતિમાના અભિષેક કર્યા પછી એક બંગલુંછણાથી લુહ્યા પછી (નિર્જળ કિીધા પછી) પણ બીજી વાર કોમલ સ્વચ્છ અંગલુંછણાથી સર્વ પ્રતિમાને લુંછવાં, એમ કરતાં સર્વ પ્રતિમાઓ ઉજ્જવળ રહે. જે જગ્યાએ જરા માત્ર પણ પાણી રહી જાય ત્યાં પ્રતિમાને શ્યામતા લાગે છે, માટે સર્વથા નિર્જળ કરીને પછી જ કેસર ઘણું અને ચંદન થોડું એવા ચંદનથી વારંવાર પૂજા કરતાં પણ પ્રતિમાની અધિક ઉજ્જવળતા થાય છે. સ્નાત્રજળ અંગે.
વળી એમ ધારવું જ નહીં કે ચોવીશવટો અને પંચતીર્થી પ્રતિમાનાં સ્નાત્ર કરતાં સ્નાત્રજળનો અરસપરસ સ્પર્શ થવાથી કાંઈ દોષ લાગે છે કેમકે જો એમ દોષ લાગતો હોય તો ચોવીશવટામાં કે પંચતીર્થીમાં ઉપર-નીચેની પ્રતિમાઓને અભિષેક કરતાં એક બીજાના જળનો જરૂર સ્પર્શ થાય જ છે. રાયપાસણી સૂત્રમાં કહ્યું છે કે :
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૭
સ્નાત્રજળ અંગે. राइप्पसेणाइज्जे, सोहम्मे सुरियाभदेवस; जीवाभिगमे विजयापूरीइ विजयाइ देवाणं १ भिंगार लोमहत्थय लूहया धूव दहण माइअं; पडिमाणं सकहाणय पूआए इक्कयं भणियं २ निव्वुअ जिणंद सकहा सग्ग समुग्गेसु तिसु वि लोएसु; अन्नोन्नं सलग्गा, नवणं जलाइट्टि संपुठ्ठा ३ पुव्वधर कालविहिआ, पडिमाइ संति केसुवि पुरेसु; बत्तक्खा, खेत्तक्खा, महक्खाया गंथ दिट्ठाय, ४ मालधराइआणवि; धुवण जलाइ फुसेइ जिणबिंबेः पुत्थय पत्ताइणवि, उवरुवरि फरिसणाइअ ५ ताणिज्जइ नो दोसो, करणेचउव्विस वठ्ठयाइणं; आयरणाजुत्तिओ, गथेसु अदिस्समाणत्ता ६
રાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે અને જીવાભિગમસૂત્ર તથા જંબૂઢીપપન્નત્તિ સૂત્રમાં વિજયાપુરી રાજધાની પોળીયાદેવનો અને વિજ્યાદિ દેવતાનો અધિકાર છે. (ત્યાં નાના કળશ, મોરપીંછી, અંગલુંછણા, ધૂપદાણા વિગેરે ઉપકરણ સર્વ જિન પ્રતિમા અને સર્વ જિનની દાઢાઓની પૂજા કરવા માટે એકેક જ કહ્યા છે. મોક્ષ પામ્યા જે જિનવર, તેઓની દાઢા ઇદ્ર લઇને દેવલોકમાં રહેલા સીકામાં ડાભડાઓ અને વળી ત્રણ લોકમાં જ્યાં જ્યાં જિનની દાઢાઓ છે તે સર્વ ઉપરાઉપર મુકાય છે, એક-બીજા માંહોમાંહે સંલગ્ન છે તેઓને એક-બીજાઓને જળાદિનો સ્પર્શ, બંગલુહણાનો સ્પર્શ, એક-બીજાને થયા પછી થાય છે (ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે.) પૂર્વધર પૂર્વાચાર્યોએ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતીમાં કેટલાએક ગામ, નગર, તીર્થાદિક ઉપર છે તેમાં કેટલીક વ્યક્તિખ્યા (એક જ અરિહંતની) નામે. અને બીજી ક્ષેત્રા (એક પાષાણ કે ધાતુમય પટ્ટક ઉપર ચોવીસ પ્રતિમા ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્રની પ્રતિમાઓ કરી હોય તે) નામે, વળી મહાખ્યા ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૧૭૦ પ્રતિમાઓ એક જ પટ્ટક ઉપર કરી હોય તે નામે, એમ ત્રણે પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ જ છે. વળી પંચતીર્થી પ્રતિમાઓમાં ફુલની વૃષ્ટિ કરનારા માળાધર દેવતાના રૂપ કરેલાં હોય છે, તે પ્રતિમાઓનો અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શેલું પાણી જિનબિંબ ઉપર પડે છે; વળી પુસ્તકના પાના ઉપરાઉપરી રહે છે, પરસ્પર સંલગ્ન હોય છે, તેનો પણ દોષ લાગવો જોઇએ, પણ તેમાં કંઈ દોષ લાગતો નથી. તે માટે માળાધર દેવનું સ્પર્શેલું પાણી જિન ઉપર પડે તો પણ દોષ નથી લાગતો એમ ચોવીસ વટ્ટામાં પણ ઉપરના જિનબિંબને સ્પર્શેલું પાણી નીચેના જિનબિંબને સ્પર્શ છે, તેમાં કાંઈ પૂજા કરનારને કે પ્રતિમા ભરાવનારને નિર્માલ્યતા વગેરેનો દોષ લાગતો નથી. એમ આચરણા અને યુક્તિઓ શાસ્ત્રોમાં દેખાય છે. બૃહતુભાષ્યમાં પણ કહેવું છે કે :
કોઈક ભક્તિવંત શ્રાવક જિનેશ્વર ભગવંતની ઋદ્ધિ દેખાડવા અને દેવતાઓના આવાગમનનો પણ દેખાવ દેખાડવા માટે અષ્ટ મહાપ્રાતિહાર્યના ચિત્ર સહિત પ્રતિમા ભરાવે છે. વળી કોઈક દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન નિમિત્તે એક પટ્ટકમાં ત્રણ પ્રતિમા ભરાવે છે. કોઈક પંચપરમેષ્ઠિના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર પાંચ જિનની પ્રતિમા ભરાવે છે. કોઈક વળી ચોવીસ તીર્થંકરના કલ્યાણક તપના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર ચોવીસ તીર્થકરની ચોવીસી ભરાવે છે. કોઈક વળી ધનવાન, અત્યંત ભક્તિની તીવ્રતાથી અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે વર્તતા એકસો સીત્તેર તીર્થકરની પ્રતિમા એક જ પટ્ટક ઉપર ભરાવે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ તે માટે ત્રણ તીર્થી. પંચતીર્થી, ચોવીસી વગેરેમાં ઘણા તીર્થકરોની પ્રતિમા હોય તે ન્યાયયુક્ત છે. અંગપૂજાનો અધિકાર સમાપ્ત થયો. અગ્રપૂજા અધિકાર.
સોના-રૂપાના અક્ષત કરાવીને કે ઉજ્જવળ શાલિ વગેરેના અખંડ ચોખાથી અથવા સફેદ સરસવથી પ્રભુ આગળ અષ્ટ મંગલિક કરવાં. જેમ શ્રેણિક રાજા દરરોજ સોનાના યવથી શ્રી વીર પ્રભુના સન્મુખ જઇ સ્વસ્તિક કરતા હતા. અથવા રત્નત્રયી (જ્ઞાન દર્શન, ચારિત્ર) ના આરાધન નિમિત્તે પ્રભુ આગળ ત્રણ ઢગલી કરીને ઉત્તમ પાટલા ઉપર ઉત્તમ અક્ષત ચઢાવતા.
તેમજ વિવિધ પ્રકારનાં ભાત વગેરે રાંધેલાં અશન, સાકરનું પાણી, ગોળનું પાણી વિગેરે પાણી, પકવાન્ન, ફળાદિક ખાદિમ, તંબોળ પાનના બીડાં વગેરે સ્વાદિમ, એમ ચાર પ્રકારના આહાર પવિત્ર હોય તે દરરોજ પ્રભુ આગળ ધરવા. તેમજ ગોશીષચંદનના રસ કરી પંચાંગુળીના મંડળ તથા ફૂલના પગર ભરવા આરતી ઉતારવી, મંગળદીપક કરવો, એ સર્વે અગ્રપૂજામાં ગણાય છે. ભાષ્યમાં કહેલ છે કે : ગાયન કરવું, નાટક કરવું, વાજિત્ર વગાડવાં, લુણ ઉતારવું, પાણી ઉતારવું, આરતી ઉતારવી, દીવા કરવા, એવી જે કરણીઓ છે તે સર્વ અગ્રપૂજામાં અવતરે (ગણાય) છે. નૈવેદ્ય પૂજા.
નિવેદ્ય પૂજા દરરોજ કરવી. કેમકે એ સુખથી પણ થઈ શકે છે અને મહાફળદાયક છે રાંધેલું અન્ન આખા જગતનું જીવન હોવાથી સર્વથી ઉત્કૃષ્ટ રત્ન ગણાય છે એટલા જ માટે વનવાસથી આવીને શ્રી રામચંદ્રજીએ પોતાના મહાજનને અન્નનું કુશળપણું પૂછ્યું. વળી કલહની નિવૃત્તિ અને પ્રીતિની પરસ્પર વૃદ્ધિ પણ રાંધેલા અન્નના ભોજનથી થાય છે. રાંધેલા અન્નના નૈવેધથી દેવતા પણ પ્રાયઃ પ્રસન્ન થાય છે. સંભળાય છે કે આગીયો વૈતાળ દરરોજના સો મુડા નૈવેદ્યના આપવાથી રાજા વિક્રમાદિત્યને વશ થયો હતો. ભૂત-પ્રેતાદિક પણ રાંધેલા ખીર, ખીચડા, વડા વગેરેનાં ભોજન કરવા માટે જ ઉત્તારાદિમાં યાચનાં કરે છે. તેમજ દિકપાળાદિને જે બળી દેવાય છે તે તથા તીર્થકરની દેશના થઈ રહ્યા પછી બળી દેવાય છે તે પણ અન્નથી જ થાય છે. નિવેદ્ય પૂજાના ફળનું દૃષ્ટાંત.
એક સાધુના ઉપદેશથી એક નિધન ખેડૂતે એવો નિયમ લીધો હતો કે, આ ખેતરની નજીક આવેલા દેરાસરમાં દરરોજ નૈવેદ્ય ચઢાવ્યા પછી જ ભોજન કરીશ. કેટલોક કાળ પોતાના દેઢ નિયમથી વિત્યા પછી એક દિવસ નૈવેદ્ય ચઢાવવાને મોડું થઈ ગયાથી અને ભોજનનો સમય થઇ જવાથી તેને ઉતાવળથી નૈવેદ્ય ચઢાવવા આવતાં માર્ગમાં સિંહરૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી અધિષ્ઠાયકે પરીક્ષા કરી, પણ તે ખેડૂત પોતાના દેઢ નિયમથી ચળ્યો નહીં, તે દેખીને તે અધિષ્ઠાયક તેના પર તુષ્ટમાન થઈ બોલવા લાગ્યો કે, “જા, તને આજથી સાતમે દિવસે રાજ્યની પ્રાપ્તિ થશે.”
સાતમે દિવસે તે ગામના રાજાની કન્યાનો સ્વયંવર મંડપ હતો, તેથી તે ખેડૂત ત્યાં ગયો. એટલે દૈવિક પ્રભાવથી સ્વયંવરા તેને જ વરી. તેથી ઘણા રાજાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
Page #103
--------------------------------------------------------------------------
________________
ભાવપૂજાનો અધિકાર.
૭૯
છેવટે તેણે દૈવી પ્રભાવથી સર્વને જીતી તે ગામના અપુત્રિયા રાજાનું રાજ્ય મેળવ્યું. લોકોમાં પણ કહેવાય છે કે, ધૂપ પૂજાથી પાપ બળી જાય છે, દીપ પૂજાથી અમર થાય છે, નૈવેદ્યથી રાજ્ય પામે છે અને પ્રદક્ષિણાથી સિદ્ધિ પમાય છે.’'
અન્નાદિ સર્વ વસ્તુની ઉત્પત્તિના કારણરૂપ અને પાન્નાદિ ભોજનથી પણ અધિક અતિશયવાળું પાણી પણ જરૂર દરરોજ પ્રભુ આગળ બની શકે તો વાસણમાં ભરીને ચઢાવવું. નૈવેદ્ય અને આરતી આદિ માટે આગમમાં પણ કહેલું છે કે,
નૈવેદ્ય ચઢાવવા સંબંધી શાસ્ત્ર પ્રમાણ.
આવશ્યકનિર્યુક્તિમાં કહેલ છે કે, “જીરૂ વની” બળી (નૈવેદ્ય) કરાય છે, શ્રી નિશીથમાં પણ કહેલું છે કે “(ત્યારપછી) પ્રભાવતી રાણીએ સર્વે બળી આદિ નૈવેદ્ય વિગેરે આદિ શબ્દના ગ્રહણથી ધૂપ, દીપ, જળ, ચંદન તૈયાર કરાવીને (તે કાષ્ઠની પેટી સન્મખ મૂકીને) દેવાધિદેવ શ્રી વર્ક્સમાનસ્વામીની પ્રતિમા પ્રગટ થાઓ.” એમ કહીને ત્રણ વાર (પેટી પર) કુહાડો માર્યો. ત્યાર પછી તે પેટીના બે ભાગ થવાથી સર્વાલંકાર વિભૂષિત ભગવંતની પ્રતિમા જુવે છે.'
નિશીથસૂત્રની પીઠિકામાં પણ કહેલ છે કે, તે બળી કહેવાય છે, જે અશિવની ઉપશાંતિ નિમિત્તે રાંધેલા ચોખા કરાય છે.
નિશીથની ચૂર્ણિમાં પણ કહેલ છે કે :- संपइराया रहग्गओ विविहफले खज्जगभूज्जगे ઞવડા વત્થમાફ કરિને રૂ સંપ્રતિ રાજા તે રથયાત્રા આગળ વિવિધ પ્રકારના ફળ, ખાદ્ય, શેકેલાં ધાન્ય, કવડક (કોડાં), વસ્ત્ર આદિનું ભેટણું કરે છે.
બૃહત્કલ્પમાં પણ કહેલ છે કે, તીર્થંકરો સાધુના સાધર્મિક નથી તે કારણથી તીર્થંકરને અર્થે કરેલા આહાર સાધુને જ્યારે કલ્પે, ત્યારે પ્રતિમાને માટે કરેલા બળી નૈવેધની તો શી વાત ?
પ્રતિષ્ઠાપાહુડમાંથી શ્રી પાદલિપ્તસૂરિએ ઉદ્ધરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં કહેલ છે કે, “આરતી ઉતારીને મંગળદીવો કર્યા પછી ચાર ઉત્તમ સ્ત્રીઓએ મળી નિત્ય વિધિથી નૈવેધ કરવો.''
મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં પણ કહેલ છે કે, “અરિહંત ભગવંતને બરાસ, ફૂલમાળા, દીવો, મોરપીંછીથી પ્રમાર્જન, ચંદનાદિ કે વિલેપન, વિવિધ પ્રકારના બલિ (નૈવેદ્ય), વસ્ત્ર, ધૂપાદિ પૂજા સત્કારે કરીને, પ્રતિદિન પૂજા કરતાં પણ તીર્થની ઉન્નતિ કરીએ.” આ મુજબ અગ્રપૂજાનો અધિકાર સમાપ્ત થયો.
ભાવપૂજાનો અધિકાર.
ભાવપૂજા તો જિનેશ્વર ભગવંતની દ્રવ્યપૂજાના વ્યાપાર નિષેધરૂપ ત્રીજી ‘નિસીહિ’ કરવાપૂર્વક કરવી. જિનેશ્વર ભગવંતની જમણી તરફ પુરુષોએ અને ડાબી તરફ સ્ત્રીઓએ આશાતના દૂર કરવા માટે ઓછામાં ઓછું ઘર દેરાસરમાં એક હાથ કે અર્ધ હાથ અને મોટા દેરાસરમાં નવ હાથ અને વિશેષ તો સાંઈઠ હાથ તેમજ મધ્યમ ભેદ તો દશ હાથથી માંડી ઓગણસાંઇઠ હાથનો અવગ્રહ રાખીને (દૂર રહીને) ચૈત્યવંદન કરવા બેસવું. શાસ્ત્રમાં કહેલું છે કે, :
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ત્રીજી ભાવપૂજામાં ચૈત્યવંદન કરવાના ઉચિત પ્રદેશે (અવગ્રહ રાખી) બેસીને યથાશક્તિ સ્તુતિ, સ્તોત્ર, સ્તવન દ્વારા ચૈત્યવંદન કરે.
નિશીથસૂત્રમાં કહેલ છે કે, :-“ગંધાર શ્રાવક સ્તવન-સ્તુતિઓને ભણતો તે ગિરિ-ગુફામાં રાત-દિવસ રહ્યો.”
८०
વસુદેવહિંડીમાં પણ કહેલું છે કે :-‘સમ્યક્ત્વને ધારણ કરનાર વસુદેવ પ્રાતઃકાળે શ્રાવકના સામાયિકાદિ પચ્ચક્ખાણ લઇને કર્યાં છે કાઉસ્સગ્ગ સહિત થઈ વંદન (દેવવંદન) જેણે એવો’ એમ અનેક ઠેકાણે શ્રાવકાદિકે કાયોત્સર્ગ સ્તુતિ કરીને ચૈત્યવંદન કર્યાં છે એમ કહ્યું છે. ચૈત્યવંદનના ભેદ.
ભાષ્યમાં કહેલું છે કે :
જઘન્ય ચૈત્યવંદન બે હાથ જોડી શિરનમન આદિ સ્વરૂપ નમસ્કાર માત્રથી નમો નિબાળ એમ કહી પ્રભુને નમસ્કાર કરવો તે; અથવા નમો અરિહંતામાં એમ આખો નવકાર કહીને અથવા એક શ્લોક, સ્તવન વિગેરે કહેવાથી, નાની જાતિના શ્લોક કહેવાથી ઘણા નમસ્કારો પણ થાય; અથવા પ્રણિપાત એવું નામ મુન્થુળ નું હોવાથી એકવાર મુન્થુળ જેમાં આવે એવું ચૈત્યવંદન (સર્વ સામાન્ય શ્રાવકો જેમ કરે છે તેમ) એ જઘન્ય ચૈત્યવંદન કહેવાય છે.
મધ્યમ ચૈત્યવંદન પ્રથમથી અરિહંત ચેયામાં થી માંડી કાઉસ્સગ્ગ કરી એક થોઈ પહેલી પ્રગટપણે કહેવી. ફરીને ચૈત્યવંદન કરીને એક થોઇ છેલ્લી કહેવી તે મધ્યમ ચૈત્યવંદન કહેવાય છે.
ઉત્કૃષ્ટ ચૈત્યવંદન પંચદંડક તે, ૧ શક્રસ્તવ (નમુત્યુર્ણ), ૨ ચૈત્યસ્તવ (અરિહંત ચેઇયાણું), ૩ નામસ્તવ (લોગસ્સ), ૪ શ્રુતસ્તવ (પુક્ષ્મરવરદીવž), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં), એ પાંચ દંડક જેમાં આવે એવું જય વીયરાય સહિત જે પ્રણિધાન (સિદ્ધાંતોમાં બતાવેલી રીત પ્રમાણે બનેલું અનુષ્ઠાન) તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કહેવાય છે.
કેટલાક આચાર્યો એમ કહે છે કે, એક શક્રસ્તવથી જઘન્ય ચૈત્યવંદના કહેવાય છે. અને બે-ત્રણ વાર શક્રસ્તવ જેમાં આવે ત્યારે તે મધ્યમ ચૈત્યવંદના કહેવાય; તેમજ ચાર વાર કે પાંચ વાર શક્રસ્તવ આવે ત્યારે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહેવાય છે.
ઇરિયાવહી પહેલી પડિક્કમીને ચૈત્યવંદન કરે અને છેડે જય વીયરાય તે પ્રણિધાનસૂત્ર તથા નમુન્થુણં કહી બમણું ચૈત્યવંદન કરે, ફરી ચૈત્યવંદન કહી નમુન્થુણં કહે. વળી અરિહંત ચેઇયાણું કહી ચાર થુઇયે દેવ વાંદે, એટલે ફરી નમ્રુત્યુર્ણ કહે. તેમાં ત્રણ વાર નમ્રુત્યુણ આવે એ મધ્યમ ચૈત્યવંદના કહેવાય છે.
એક વાર દેવ વાંદે તેમાં શક્રસ્તવ બે વાર આવે, એક પહેલું અને એક છેલ્લું, એમ સર્વ મળી ચાર શક્રસ્તવ થયાં. એમ બે વાર કરવાથી તો આઠ શક્રસ્તવ આવે છે, પણ ચાર જ ગણાય છે. એ પ્રમાણે ચૈત્યવંદન કરવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કરી કહેવાય છે.
શક્રસ્તવું કહેવું, વળી ઇરિયાવહી પડિક્કમીને એક શક્રસ્તવ, એ બે વાર ચૈત્યવંદના કરે ત્યાં ત્રણ શક્રસ્તવ થાય, ફરી ચૈત્યવંદન કહી, નમ્રુત્યણં કહી, અરિહંત ચેઇઆણં કહી, ચાર
Page #105
--------------------------------------------------------------------------
________________
સાત વખત કરાતાં ચૈત્યવંદન.
૮૧ થોઈ કહે. ફરી ચૈત્યવંદન નમુત્થણું કહી, ચાર થોઈ કહી, બેસી નમુત્થણે કહી સ્તવન કહીને જય વીયરાય કહે, એમ પાંચ શક્રસ્તવ થવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહેવાય છે. સાત વખત કરાતાં ચૈત્યવંદન.
(૧) રાઇપડિક્કમણામાં, (૨) મંદિરમાં, (૩) ભોજન પહેલાં (પચ્ચખાણ પારવાનું), (૪) દિવસચરિમનું (ગૌચરી કર્યા પછી), (૫) દેવસીપડિક્કમણમાં, (૬) શયન સમયે (સંથારા પોરસી ભણાવતાં), (૭) જાગીને, એમ દરરોજ સાધુને સાતવાર ચૈત્યવંદન કરવા કહ્યું છે. તેમજ શ્રાવકને પણ સાત વાર સમજવાં તે નીચે મુજબ
જે શ્રાવક બે વાર પ્રતિક્રમણ કરનાર હોય તેને ઉપર લખેલી રીત પ્રમાણે અથવા બે વખતના આવશ્યકનાં બે, સુવા-જાગવાના તથા ત્રણ ત્રિકાળ દેવવંદના થાય.
સૂવાને વખતે ન કરે તેને પાંચ વાર થાય અને જાગવાની વખતે પણ ન કરે તેને ચાર વાર થાય, ઘણા દેરાસરના જાહાર કરનારને તો વળી ઘણી વાર ચૈત્યવંદના થાય છે. જેનાથી બીજા ન બને તથા જિનપૂજા પણ કરવાની જે દિવસે અડચણ હોય તો પણ ત્રિકાળ દેવ તો જરૂર વાંદવા. શ્રાવકને માટે આગમમાં કહેલું છે કે -
હે દેવાનુપ્રિયે ! આજથી માંડીને જાવજીવ સુધી ત્રિકાળ અચૂક, નિશ્ચલ અને એકાગ્ર ચિત્તે કરી દેવ વાંદવા. હે પ્રાણીઓ ! અપવિત્ર, અશાશ્વત, ક્ષણભંગૂર, એવા આ મનુષ્ય શરીરથી આ જ સાર છે. તેમાં પહેલા પહોરે જ્યાં સુધી દેવને અને સાધુને વંદાય નહીં ત્યાં સુધી પાણી પીવું નહીં તેમજ મધ્યાહ્ન જ્યાં સુધી દેવ ન વાંધા હોય ત્યાં સુધી ભોજન પણ ન કરવું. તેમજ પાછલે પહોરે જ્યાં સુધી દેવ ન વાંધા હોય ત્યાં સુધી રાત્રિએ શય્યા ઉપર સુવું પણ નહીં.”
બીજે સ્થળે પણ કહ્યું છે કે, “ સવારે ચૈત્ય તથા સાધુઓને વિધિપૂર્વક વંદન કર્યા વગર પાણી પીવું, મધ્યાહૂં ફરીવાર વંદન કર્યા વગર બપોરનું ભોજન અને સાંજના વંદન કર્યા વગર શયન કલ્પતું નથી.”
ગીત, નૃત્ય, વાજિંત્ર, સ્તુતિ, સ્તોત્ર, એ અગ્રપૂજામાં ગણાવેલાં ભાવપૂજામાં પણ અવતરે છે, વળી એ મહાફળદાયી હોવાથી ઉદયન રાજા અને પ્રભાવતી રાણીની જેમ બને ત્યાં સુધી પોતે જ કરવાં.
નિશીથચૂર્ણિમાં કહેવું છે કે :- “સ્નાન કરીને કર્યા છે કૌતુકમંગળ જેણે એવી પ્રભાવતી રાણી સફેદ વસ્ત્ર પહેરીને, યાવતું આઠમ-ચૌદશના દિવસે ભક્તિરાગે કરી પોતે જ નાટક કરતી હતી અને રાજા પણ તેની મરજી પ્રમાણે મૃદંગ વગાડતો.” ત્રણ અવસ્થા ભાવન.
જિનપૂજા કરવાના અવસરે અરિહંતની છઘસ્થ, કેવળી અને સિદ્ધ, એવી ત્રણ અવસ્થા ભાવવી. જે માટે ભાષ્યમાં કહેલું છે કે :
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ભગવંતને સ્નાન કરાવનારે, ભગવંતના પાસે રહેલા પરિકરમાં ઘડેલા હાથી ઉપર ચડેલા દેવના હાથમાં રહેલા કળશનાં દેખાવથી, તથા વળી પરિકરમાં રહેલા માળાધારી દેવની રૂપે કરી, ભગવંતની છદ્મસ્થાવસ્થા ભાવવી. (છદ્મસ્થાવસ્થા એટલે કેવળજ્ઞાન પામ્યા પહેલાંની અવસ્થા).
૮૨
છદ્મસ્થાવસ્થા ત્રણ પ્રકારે છે. (૧) જન્મની અવસ્થા, (૨) રાજ્યની અવસ્થા, (૩) સાધુપણાની અવસ્થા. તેમાં ન્હવણ કરતી વખતે જન્માવસ્થા ભાવવી, માળાધારક દેવતાનાં રૂપ દેખી ફૂલમાળા પહેરવાના રૂપ દેખાવથી રાજ્યાવસ્થા ભાવવી, કેશ રહિત મસ્તક અને મુખ દેખાવથી સાધુપણાની અવસ્થા ભાવવી.
પ્રાતિહાર્યમાં પરિકરના ઉપરના ભાગે કળશના બે તરફ રહેલા પત્રના આકારને દેખી અશોકવૃક્ષની ભાવના ભાવવી, માળાધારી દેવના દેખવાથી પુષ્પવૃષ્ટિ ભાવવી, પ્રતિમાની બે પાસે રહેલા દેવતાના હાથમાં રહેલી બંસી વીણાના આકાર દેખી દિવ્યધ્વનિની ભાવના કરવી. એમ બીજી પણ યથાયોગ્ય સર્વ ભાવના પ્રગટપણે જ થઇ શકે એમ છે માટે તેની ભાવના કરવી. ભાવપૂજાનો વિચાર સંપૂર્ણ થયો.
સામગ્રીના ભેદે પૂજાના પ્રકારો.
(૧) પંચ ઉપચારિકી પૂજા, (૨) અષ્ટ ઉપચારિકી પૂજા, (૩) ઋદ્ધિવંતને કરવા યોગ્ય સર્વોપચારિકી પજા એમ ત્રણ પ્રકારની પૂજા શાસ્ત્રોમાં ગણાવી છે.
પંચોપચારિક
પૂજા.
પુષ્પપૂજા, અક્ષતપૂજા, ગંધપૂજા, ધૂપપૂજા, દીપપૂજા એમ પંચોપચારિકી પૂજા સમજવી.’ અષ્ટોપચારિકી પૂજા.
“જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા, દીપપૂજા, ધૂપપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, અક્ષતપૂજા, એ અષ્ટ પ્રકારના કર્મને હણનારી હોવાથી અષ્ટોપચારિકી પૂજા ગણાય છે.'
સર્વોપચારિકી પૂજા.
“જળપૂજા, ચંદનપૂજા, વસ્ત્રપૂજા, આભૂષણપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, દીપપૂજા, નાટકપૂજા, ગીતપૂજા, આરતી ઉતારવી, તે સર્વોપચારિકી પૂજા સમજવી. એમ બૃહતભાષ્યમાં ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા કહેલી છે.' કહેલું છે કે :
પોતે પોતાના હાથે પૂજાના ઉપકરણો લાવે તે પ્રથમ પૂજા, બીજા પાસે પૂજાના ઉપકરણો મંગાવે તે બીજી પૂજા અને મનથી પૂજા માટે પોતે ફળ-ફુલ વગેરે મંગાવવાનો વિચાર કરે તે ત્રીજી પૂજા સમજવી. અથવા એ મન, વચન અને કાયાના યોગથી કરવી, કરાવવી અને અનુમોદવી; એમ પણ ત્રણ પ્રકાર થાય છે. તથા પુષ્પથી, નૈવેદ્યથી, સ્તુતિથી અને આજ્ઞાપાલનએમ ચાર પ્રકારની પૂજા યથાશક્તિ કરવી.
લલિતવિસ્તરામાં કહેલું છે કે :- પૂજામાં પુષ્પપૂજા, આમિષ (નૈવેદ્ય) પૂજા, સ્તુતિ (ગાયન)પ્રતિપત્તિ (આરાધન અથવા વિધિ-પ્રતિપાલના), એ ચાર વસ્તુઓ યથોત્તર અનુક્રમથી
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૩
પૂજાના સત્તર ભેદ. પ્રધાન છે. એમાં આમિષ શબ્દથી પ્રધાન અશનાદિ ભોગ્ય વસ્તુ સમજવી જે માટે ગૌડ કોશમાં લખેલ છે કે, “આમિષ શબ્દથી ભોગવવા યોગ્ય અશનાદિ વસ્તુ સમજવી.
પ્રતિપત્તિઃ પુનરવિનાતોપવેશપરિપત્નિના પ્રતિપત્તિ એટલે “સર્વજ્ઞના વચનનું યથાર્થ પાલન કરવું તે” એમ આગમોક્ત પૂજાના ચાર ભેદ સંપૂર્ણ થયા.
જિનેશ્વર ભગવંતની પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. તેમાં દ્રવ્યપૂજા તે શુભ દ્રવ્યથી પૂજા કરવી અને ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવી, અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, એમ પૂજાના ત્રણ ભેદમાં સર્વ પૂજાના ભેદ અંતભૂત થાય છે. પૂજાના સત્તર ભેદ.
(૧) સ્નાત્રપૂજા, વિલેપનપૂજા, (૨) વાસપૂજા, ચક્ષુયુગલપૂજા, (ચક્ષુયુગલ ચઢાવવાં), (૩) ફૂલપૂજા, (૪) પુષ્પમાળપૂજા, (૫) પંચરંગી છૂટા ફૂલ ચઢાવવાની પૂજા, (૬) ચૂર્ણપૂજા, (બરાસનું ચૂર્ણ ચઢાવવું) ધ્વજપૂજા, (૭) આભરણ (મુગટ) પૂજા, (૮) પુષ્પગૃહપૂજા, (ફૂલનું ઘર ચઢાવવું), (૯) પુષ્પ-ફૂલપ્રગરપૂજા (છૂટા ફૂલોનો ઢગલો કરવો), (૧૦) આરતી ઊતારવી, મંગળદીવો કરવો, અષ્ટ મંગલિક સ્થાપવા, (૧૧) દીપકપૂજા, (૧૨) ધૂપપૂજા, (૧૩) નૈવેદ્યપૂજા, (૧૪) ફળપૂજા, (૧૫) ગીતપૂજા, (૧૬) નાટપૂજા, (૧૭) વાજિંત્રપૂજા.
પૂજ્ય ઉમાસ્વાતિ વાચકે પૂજા પ્રકરણમાં પૂજા સંબંધી કેટલાક ઉપયોગી સૂચનો તથા એકવીશ પ્રકારી પૂજાનો વિધિ નીચે મુજબ લખેલ છે. ઉપયોગી માર્ગદર્શન.
પૂર્વ દિશા સન્મુખ સ્નાન કરવું, પશ્ચિમ દિશા સન્મુખ દાતણ કરવું ઉત્તરદિશા સન્મુખ શ્વેત વસ્ત્ર પહેરવાં, પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી ભગવંતની પૂજા કરવી. ઘરમાં પેસતાં ડાબે ભાગે શલ્ય રહિત પોતાના ઘરના ઓટલાથી દોઢ હાથ ઊંચી જમીન ઉપર ઘર-દેરાસર કરવું, પોતાના ઘરથી નીચી જમીન ઉપર ઘર-દેરાસર કે દેરાસર કરે તો દિન-પ્રતિદિન તેના વંશની અને સંતતિ-પુત્રપૌત્રાદિની પરંપરા પણ સદાય નીચી પદ્ધતિને પામે છે, પૂજા કરનાર પુરુષ પૂર્વ કે ઉત્તર સન્મુખ ઉભા રહી પૂજા કરે, દક્ષિણ દિશા વર્જન કરવી અને વિદિશા તો સર્વથા વર્જન જ કરવા યોગ્ય છે.
જો પશ્ચિમ દિશા સન્મુખ ઊભા રહી ભગવંતની મૂર્તિની પૂજા કરે તો ચોથી સંતતિથી (ચોથી પેઢીથી) વંશનો ઉચ્છેદ થાય અને દક્ષિણ દિશા સન્મુખ ઉભા રહી પૂજા કરે તો તેને સંતતિ જ ન થાય (નિર્વશ થાય.) અગ્નિ કોણમાં ઊભા રહી પૂજા કરે તો દિનદિન ધનની હાનિ થાય, વાયવ્ય કોણમાં ઊભા રહી પૂજા કરે તો તેને પુત્ર જ ન હોય (થાય), નૈઋત્ય કોણમાં ઊભા રહી પૂજા કરવાથી કુળનો ક્ષય થાય અને ઇશાન કોણમાં ઊભા રહી પૂજા કરે તો તે એક સ્થાનકે સુખે કરીને બેસી શકે નહીં.
બે પગે, બે ઢીંચણે, બે હાથે, બે ખંભે, એક મસ્તકે, એમ નવે અંગે પૂજા કરવી. ચંદન વિના કોઇપણ વખતે પૂજા કરવી નહીં. કપાળે, કંઠે, હૃદય કમળ, ઉદરે એ ચાર સ્થાનકે તિલક
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કરવાં. નવસ્થાનકે (૧. બે અંગુઠા, ૨. બે ઢીંચણ, ૩. બે હાથ, ૪. બે ખભે, ૫. મસ્તકે, ૬. કપાળે, ૭. કંઠે, ૮. હૃદયકમળ ૯. ઉદરે) તિલક કરીને દરરોજ પૂજા કરવી. વિચક્ષણ પુરુષે પ્રભાતે વાસપૂજા મધ્યાહ્નકાળે ફૂલપૂજા અને સંધ્યાકાળે ધૂપ-દીપ પૂજા કરવી. ભગવંતની ડાબી તરફ ધૂપ કરવો અને જલપાત્ર સન્મુખ મૂકવું તથા જમણી તરફ દીવો મૂકવો. અને ચૈત્યવંદન કે ધ્યાન પણ ભગવંતની જમણી તરફ બેસીને કરવાં.
હાથથી લેતાં અથડાઇને પડી ગયેલું, જમીન ઉપર પડેલું, પગ વગેરે કોઇપણ અશુચિ અંગે લાગી ગયેલું, માથા ઉપર ઉપાડેલું, મલિન વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે રાખેલું, દુષ્ટ લોક કે હિંસા કરનાર કોઇપણ જીવે સ્પર્શેલું, ઘણા ઠેકાણે હણાયેલું (ચુંથાયેલું), કીડા વગેરેએ કરડેલું, એવું ફૂલ, ફળ કે પત્ર ભક્તિવંત પ્રાણીએ ભગવંતને ચઢાવવું નહીં. એક ફૂલના બે ભાગ કરવાં નહીં; કળીને પણ છેદવી નહિ, ચંપાના કે કમળના ફૂલના બે ભાગ કરે તો તેથી પણ મોટો દોષ લાગે છે. ગંધ, ધૂપ, અક્ષત, ફૂલ, માળા, દીપ, નૈવેદ્ય, જળ અને ઉત્તમ ફળથી ભગવંતની પૂજા કરવી.
“શાંતિક કાર્યમાં શ્વેત, લાભકારી કાર્યમાં પીળાં, શત્રુના જયમાં શ્યામ, મંગળ કાર્યમાં રક્ત અને કાર્યસિદ્ધિ માટે પાંચ વર્ણના ફૂલો વાપરવાં; પંચામૃતનો અભિષેક કરવો, ઘી તથા ગોળનો દીવો કરવો, અગ્નિમાં લૂણ નિક્ષેપ કરવું એ પૌષ્ટિક કાર્યમાં ઉત્તમ જાણવા, સાંધેલા, છેદેલાં, રાતા રંગવાળા, દેખીતા ભયંકર વસ્ત્ર પહેરવાથી દાન, પૂજા, તપ, હોમ, સામાયિક પ્રતિક્રમણ વગેરે સાંધ્ય કૃત્ય નિષ્ફળ થાય છે. પદ્માસને સુખે બેસી શકાય એવા સુખાસને બેસી નાસિકાના અગ્રભાગે નયન સ્થાપી વસ્ત્રથી (મુખકોશથી) મુખ ઢાંકીને મૌનપણે ભગવંતની પૂજા કરવી. એકવીસ પ્રકારી પૂજાનાં નામ.
“૧ સ્નાત્ર પૂજા, ૨ વિલેપન પૂજા, ૩ આભૂષણ પૂજા, ૪ પુષ્પ પૂજા, ૫ વાસક્ષેપ પૂજા, ૬ ધૂપ પૂજા, ૭ દીપ પૂજા, ૮ ફળ પૂજા, ૯ તંદુલ (અક્ષત) પૂજા, ૧૦ નાગરવેલના પાનની પૂજા, ૧૧ સોપારી પૂજા, ૧૨ નૈવેદ્ય પૂજા, ૧૩ જળ પૂજા, ૧૪ વસ્ત્ર પૂજા, ૧૫ ચામર પૂજા, ૧૬ છત્ર પૂજા. ૧૭ વાજિંત્ર પૂજા, ૧૮ ગીત પૂજા, ૧૯ નાટક પૂજા, ૨૦ સ્તુતિ પૂજા, ૨૧ ભંડારવર્ધન પૂજા.”
એમ એકવીશ પ્રકારની જિનરાજની પૂજા સુરાસુરનાં સમુદાયે કરેલી સદાય પ્રસિદ્ધ છે, તેને કલિકાલના યોગથી કુમતિ લોકે ખંડન કરી છે, પણ જે જે વસ્તુ જેને પ્રિય હોય તેને ભાવથી વૃદ્ધિ માટે પૂજામાં યોજવી.”
તેમજ ઇશાન દિશાએ દેવગૃહ હોય એમ વિવેક વિલાસમાં કહેલું છે. વળી વિવેક વિલાસમાં કહ્યું છે કે :અશુભ વસ્તુ વર્જન.
“વિષમ આસને બેસી, પગ ઉપર બેસી, ઉત્કટ આસને બેસી, ડાબો પગ ઊંચો રાખી ડાબા હાથથી પૂજા કરવી નહીં. સુકાયેલાં, જમીન પર પડેલાં, પાંખડીઓ જેની વિખરાઈ ગઈ હોય,
Page #109
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર પૂજા વિધિ.
૮૫ જેને નીચ લોકોએ સ્પર્શ કર્યા હોય, વિકસ્વર થયેલાં ન હોય, એવાં પુષ્પથી પૂજા કરવી નહીં. કીડા પડેલ, કીડે ખાધેલ, ડોડાથી છૂટું પડેલ, એક બીજાનાં લાગવાથી વિંધાયેલ, સડેલ, વાસી, કરોળીઓ લાગેલ, નાભિને સ્પર્શેલું, હીન જાતિનું, દુર્ગધવાળું, સુગંધ વિનાનું, ખાટી ગંધવાળું, મળમૂત્રવાળી જમીનમાં ઉત્પન્ન થયેલ, બીજા કોઈ પદાર્થથી અપવિત્ર થયેલ હોય એવાં ફૂલ વર્જવાં.”
વિસ્તારથી પૂજા અવસરે અથવા દરરોજ અને વિશેષથી પર્વ દિવસે ત્રણ, પાંચ, સાત કુસુમાંજલી ચઢાવવાપૂર્વક ભગવંતની સ્નાત્રપૂજા ભણાવવી. સ્નાત્ર પૂજા વિધિ.
સવારમાં પહેલાં નિર્માલ્ય ઉતારવાં, પખાલ કરવો, આરતી, મંગળદીવો કરવો. એ સંક્ષેપથી પૂજા થાય છે. ત્યારપછી સ્નાત્રાદિ સવિસ્તર બીજી પૂજાના પ્રારંભમાં દેવની આગળ કેસરવાસિત જળ ભરેલો કળશ સન્મુખ સ્થાપન કરવો. ત્યારપછી હાથ જોડીને નીચે પ્રમાણે કહેવું. -
અલંકારના સંબંધ વિના અને ક્રોધાદિ વિના સારભૂત સૌમ્ય કાન્તિથી મનોહર અને પોતાના સ્વાભાવિક રૂપવડે ત્રણ જગતને જીતનારું જિનબિંબ રક્ષણ કરો.”
ઉતાર્યા છે કુસુમ અને આભૂષણ જેનાં એવું અને વળી સહજ સ્વભાવથી પ્રગટ થયેલ ભવ્ય જીવના મનને હરનારી મનોહર છે શોભા જેની એવું અને સ્નાત્ર કરવાના બાજોઠ ઉપર રહેલું વિતરાગનું રૂપ તમને મોક્ષ આપો, એમ કહીને નિર્માલ્ય ઉતારવું. ત્યારપછી પ્રથમથી તૈયાર રાખેલો કળશ કરવો. જંગલુંછણ કરી સંક્ષિપ્તથી પૂજા કરવી.
ત્યારપછી નિર્મળ જળથી ધોયેલા અને ધૂપથી ધૂપલા કળશમાં સ્નાત્ર કરવા યોગ્ય સુગંધી જળ ભરી તે કળશોને શ્રેણીબંધ પ્રભુની સન્મુખ શુદ્ધ નિર્મળ વસ્ત્ર ઢાંકીને પાટલા ઉપર સ્થાપન કરવા, ત્યારપછી પોતાનું ચંદન હાથમાં લઇને તિલક કરી, હાથ ધોઈ પોતાના ચંદનથી હાથ લેપીને હાથે કંકણ બાંધી, હાથ ધૂપીને શ્રેણીબદ્ધ સ્નાત્ર કરનાર શ્રાવક કુસુમાંજલિ (કેશરથી વાસિત છુટા ફૂલ) ભરેલી કેબી હાથમાં લઈ કુસુમાંજલિનો પાઠ ઉચ્ચાર કરે.
સેવંત્રા, મચકુંદ, માલતી વિગેરે પંચવર્ણા ઘણા પ્રકારનાં ફૂલની કુસુમાંજલિ સ્નાત્રના અવસરે દેવાધિદેવને હર્ષિત થયેલા દેવતા સમર્પણ કરે છે” એમ કહીને પરમેશ્વરને મસ્તકે ફૂલ ચઢાવવાં.
“સુગંધના લોભથી ખેંચાઈ આવેલા ભમરાઓના ઝંકાર શબ્દથી ગાયન થતી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ તમારા પાપને દૂર કરો.” એમ દરેક ગાથા ભણીને પ્રભુના ચરણકમળે શ્રાવક કુસુમાંજલિ પ્રક્ષેપ કરે, એવી રીતે કુસુમાંજલિથી તિલક, ધૂપ, પાન વગેરેનો આડંબર કરવો. ત્યારપછી મધુર અને ઉચ્ચ સ્વરે જે જિનેશ્વર પધરાવ્યા હોય તેમના નામનો જન્માભિષેકના કળશનો પાઠ બોલવો.
ત્યારપછી ઘી, શેલડીનો રસ, દૂધ, દહીં, સુગંધી જળ, એ પંચામૃતથી અભિષેક કરવો. સ્નાત્ર કરતાં વચમાં ધૂપ દેવો અને સ્નાત્ર કરતાં ભગવાનનું મસ્તક ફૂલથી ઢાંકેલું રાખવું, પણ ઊઘાડું રાખવું નહીં.
Page #110
--------------------------------------------------------------------------
________________
૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જે માટે વાદીર્વતાળ શ્રી શાંતિસૂરિએ કહેલ છે કે સ્નાત્રજળથી ધારા જ્યાં સુધી પડે ત્યાં સુધી મસ્તક શૂન્ય ન રખાય માટે મસ્તક ઉપર પુખ ઢાંકી રાખવું. સ્નાત્ર કરતાં (પ્રક્ષાલ કરતાં) ચામર વીંઝવા, ગીત-વાજિંત્રનો આડંબર સર્વ શક્તિથી કરવો. સ્નાત્ર કીધા પછી જો ફરીને સ્નાત્ર ન કરવું હોય તો શુદ્ધ જળથી ધારા દેવી અને આ પાઠ બોલવો.
ધ્યાનરૂપ મંડળના અગ્ર ભાગની ધારા જ હોય એવી ભગવંતના અભિષેકના જળની ધારા છે તે સંસારરૂપ ઘરની ભીંતોના ભાગને ફરીને પણ ભેદ કરો.” એમ કહીને ધારા દેવી. ત્યારપછી અંગલુછણાં કરી વિલેપન, આભૂષણ વગેરેથી આંગીની રચના કરી પહેલાં પૂજા કરી હતી તેથી પણ અધિક કરવી. “સર્વ પ્રકારનાં ધાન્ય, પકવાન્ન, શાક, વિનય, ઘી, ગોળ, સાકર, ફળાદિ બલિ ચઢાવવું. જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધના નિમિત્તે અક્ષતની ત્રણ ઢગલી કરવી. સ્નાત્ર કરવામાં લઘુ-વૃદ્ધ વ્યવહાર ઉલ્લંઘવો નહીં.
વૃદ્ધ પુરુષ પ્રથમ સ્નાત્ર કરે, ત્યારપછી બીજા સર્વ કરે અને સ્ત્રીઓ શ્રાવક પછી કરે. કેમકે, જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે પણ પ્રથમ અય્યતેન્દ્ર ત્યારપછી યથાનુક્રમથી છેલ્લો સૌધર્મેન્દ્ર અભિષેક કરે છે. સ્નાત્ર થયા પછી અભિષેક જળ શેષની જેમ મસ્તકે લગાડે તો તેમાં કાંઈપણ દોષ લાગવાનો સંભવ થતો નથી. જે માટે શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી વીરચરિત્રમાં કહેલું છે કે દેવ, મનુષ્ય, અસુર અને નાગકુમાર દેવતાઓ પણ અભિષેક જળને વંદના કરીને વારંવાર પોતાના સર્વ અંગે હર્ષ સહિત સ્પર્શ કરાવતા હતા. શાંતિજળ અંગે.
રામના ચરિત્રના ઓગણત્રીસમાં ઉદ્દેશામાં અષાઢ સુદ ૮થી આરંભીને દશરથ રાજાએ કરાવેલા અષ્ટાહ્નિકા (અઠ્ઠાઈ) મહોત્સવના અધિકારમાં કહેલ છે કે તે હવણ શાંતિ જળ, રાજાએ પોતાના મસ્તકે લગાડીને પછી તે તરૂણ સ્ત્રીઓ સાથે પોતાની રાણીઓને મોકલાવ્યું અને તે રાણીઓએ પોતાના મસ્તકે ચઢાવ્યું. પણ પટરાણીને વૃદ્ધ કંચુકી સાથે મોકલાવ્યાથી તેને જતાં વાર લાગવાને લીધે પટરાણી શોક અને ક્રોધ પામવા લાગી. એટલામાં ઘણીવારે પણ વૃદ્ધ કંચુકીએ હવણ જળ લાવીને પટરાણીને આપ્યું અને કહેવા લાગ્યો કે હું વૃદ્ધ છું તેથી વાર લાગી તો માફ કરો. ત્યારપછી તે પટરાણીએ તે શાંતિ જળ પોતાને મસ્તકે લગાવ્યું તેથી તેનો માનરૂપી અગ્નિ શમી ગયો અને ત્યારપછી હૃદયમાં પ્રસન્નભાવને પામી.
વળી મોટી શાંતિમાં પણ કહે છે કે, શાંતિપાનીયં મત સાતવ્ય શાંતિજળ મસ્તકે લગાડવું. વળી પણ સંભળાય છે કે પ્રતિવાસુદેવ જરાસંઘે મૂકેલી જરાના ઉપદ્રવથી પોતાના સૈન્યને મૂકાવવા શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ મહારાજે અઠ્ઠમનો તપ કરી આરાધન કરેલા ધરણેન્દ્ર પાસે પાતાળલોકમાંથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા શંખેશ્વર ગામમાં મંગાવી અને તે પાર્શ્વનાથના હવણ જળથી ઉપદ્રવ શાંત થયો.
વળી જિનેશ્વર ભગવંતની દેશના થઈ રહ્યા પછી તે ભૂમિના અધિપતિ વગેરેએ ત્યાં ઉછાળેલી કૂરરૂપ બલિ અરધી ધરતી ઉપર નહીં પડતાં જ પ્રથમથી દેવતા લઈ જાય છે અને તેમાંથી અર્ધ
Page #111
--------------------------------------------------------------------------
________________
લૂણ ઉતારવા અંગે. રાજા લે છે બાકીના સર્વ જન લે છે. બલિ મસ્તક ઉપર નાંખવાના પ્રભાવથી પણ રોગોપદ્રવની શાંતિ થાય છે એટલું જ નહિ પણ આવતા છ માસ સુધી તેને નવો રોગ ઉત્પન્ન થતો નથી એમ આગમમાં પણ પ્રસિદ્ધ છે. તે માટે સગુરુપ્રતિષ્ઠિત મોટા મહોત્સવ કરી લાવેલા રેશમી ધ્વજપતાકાને દેરાસરને ત્રણ પ્રદક્ષિણા દેવરાવી દિકપાલદિને બલિદાન આપી ચતુર્વિધ શ્રીસંઘ સહિત વાજતેગાજતે ધ્વજ ચઢાવવો. પછી યથાશક્તિ પહેરામણી કરવી. લૂણ ઉતારવા અંગે.
હવે આરતી ઉતારવા પ્રથમથી મંગળદીવો પ્રભુની સન્મુખ પ્રગટાવવો. મંગળદીવાની પાસે એક અગ્નિનું પાત્ર ભરીને મૂકવું. તેમાં લવણ જળ નાંખવું. ફૂલ લઈ ત્રણ વાર પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
તીર્થ પ્રવર્તનના અવસરે જિનેશ્વર ભગવંતના સન્મુખ ઝંકાર શબ્દ કરતી ભ્રમરની પંક્તિ જેમાં છે એવી દેવતાની મૂકેલી (આકાશથી પડતી) કુસુમવૃષ્ટિ (ફૂલની વૃષ્ટિ) શ્રી સંઘને મંગળ પમાડો.”
એમ કહીને પ્રભુના સન્મુખ પ્રથમ પુષ્પ વૃષ્ટિ કરવી. ત્યારપછી લવણ, જળ, ફૂલ, હાથમાં લઈ પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
“સર્વ પ્રકારે માંગ્યો છે સંસારનો પ્રસાર જેથી એવી પ્રદક્ષિણા કરી શ્રી જિનરાજ ભગવંતના શરીરની અનુપમ લાવણ્યતા દેખીને લજવાયું જ હોય નહીં ! એવું લૂણ અગ્નિમાં પડી બળી મરે છે તે જુવો.”
ઉપર પ્રમાણે કહીને જિનેશ્વર ભગવંતને ત્રણ વાર પુષ્પ સહિત લવણ જળ ઉતારવું. ત્યારપછી આરતી અને તે વખતે ધૂપ કરવો. બે બાજુએ ઊંચી અને અખંડ જલધારા કરવી. તે પછી શ્રાવકોએ ફૂલનાં પગર વિખેરવાં. પછી શ્રેષ્ઠ પાત્રમાં રાખેલી આરતી આ પાઠ બોલવા પૂર્વક ઉત્સવ સહિત ત્રણ વાર ઊતારવી. આરતી અંગે.
“મરકત રત્નના ઘડેલા વિશાળ થાળમાં માણેકથી મંડિત મંગળદીવાને સ્નાત્ર કરનારના હાથથી જેમ ભમાડાય છે તેમ ભવ્ય પ્રાણી-જીવોની ભવની આરતી (ચિંતા) ભમો (દૂર થાઓ).”
ત્રિષષ્ટિશલાકાપુરુષના ચરિત્રમાં પણ કહેવું છે કે :- “કરવા યોગ્ય કરણી કરીને કૃતકૃત્ય થઈને ઇન્દ્ર હવે કાંઈક પાછા ખસીને વળી ત્રણ જગતના નાથની આરતી ઉતારવા માટે હાથમાં આરતી ગ્રહણ કરી. જ્યોતિવંત ઔષધીના સમુદાયવાળા શિખરથી જેમ મેરુપર્વત શોભે તેમ તે આરતીના દીપકની કાંતિથી ઇન્દ્ર પણ પોતે દીપવા લાગ્યો. શ્રદ્ધાળુ એવા જે બીજા ઇન્દ્રોએ જે વખતે છૂટાં ફૂલોનો સમુદાય વિખેર્યો છે તે વખતે સૌધર્મેન્દ્ર પોતે ત્રણ જગતના નાયકની ત્રણ વાર આરતી ઉતારી.”
ત્યારપછી મંગળદીવો પણ આરતીની જેમ પૂજવો અને નીચે લખેલી ગાથાઓ બોલવી.
Page #112
--------------------------------------------------------------------------
________________
८८
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
મંગળદીવા અંગે
“ચંદ્ર સમાન સૌમ્ય છે દર્શન જેનું એવા હે નાથ ! તમે જ્યારે કૌસાંબી નગરીએ વિચરતા હતા ત્યારે સંકોચાઈ ગયો છે પ્રતાપ જેનો એવો સૂર્ય પોતાનાં શાશ્વતા વિમાનથી આપનાં દર્શન કરવા આવ્યો ત્યારે તમને જેમ પ્રદક્ષિણા કરતો હતો તેમ આ મંગળદીવો પણ તમારી પ્રદક્ષિણા કરે છે. મેરુપર્વતને પ્રદક્ષિણા કરતાં જેમ સૂર્ય શોભે છે ! તેમ હે નાથ ! સુરસુંદરીએ સંચરિત (પ્રદક્ષિણા કરતાં ભમાડેલો) આ મંગળદીપક પણ પ્રદક્ષિણા કરતો શોભે છે.'
એમ પાઠ ઉચ્ચાર કરતાં ત્રણ વાર મંગળદીવો ઉતારી પ્રભુના ચરણકમળ આગળ દેદીપ્યમાન લાગે એમ સન્મુખ મૂકવો. મંગળદીવો ઉતારતાં આરતી જો ઓલવાઈ જાય તો કાંઈ દોષ લાગતો નથી. આરતી મંગળદીવામાં મુખ્ય વૃત્તિએ (ઘણું કરી) ઘી, ગોળ, કપૂર, મૂકવો જેથી મહાલાભ
પમાય.
લૌકિક શાસ્ત્રમાં કહેલ છે કે :
પરમેશ્વરની પાસે કપૂરથી દીવો કરે તો અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે અને તેના કુળનો પણ ઉદ્ધાર થાય છે.'
“શ્રી હરિભદ્રસૂરિએ કરેલા સમરાદિત્ય કેવળીના ચરિત્રની આદિમાં ‘નવોડ મંશાં વા’ એવો પાઠ દેખાય છે તેથી આ સ્નાત્રવિધાનમાં દર્શાવેલી ‘મુત્ત્તાŕાર એ ગાથા તેમની (શ્રી હરિભદ્રસૂરિની) કરેલી સંભવે છે.” આ સ્નાત્રવિધાનમાં જે જે ગાથા આવેલી છે તે બધી તપાગચ્છમાં પ્રસિદ્ધ છે તે માટે લખી નથી પણ સ્નાત્રપૂજાના પાઠથી જોઈ લેવી.
વળી સ્નાત્રાદિમાં સમાચારીના ભેદથી વિવિધ પ્રકારનો વિધિમાં પણ ભેદ દેખાય છે, તો પણ તેમાં કાંઈ મુંઝાઈ જવું નહીં. કેમકે અરિહંતની ભક્તિથી સર્વને સામાન્ય મોક્ષફળનું સાધ્ય એક જ છે. વળી ગણધરાદિકની સમાચારીમાં પણ ઘણા ભેદ હોય છે તે માટે જે જે કાર્ય ધર્મથી અવિરુદ્ધ હોય અને અત્યંત ભગવંતની ભક્તિનું પોષક હોય તે કોઈ આચાર્યને અસમંત નથી, એમ સર્વ ધર્મકૃત્યમાં સમજી લેવું.
અહીંયાં જિનપૂજાના અધિકારમાં આરતી ઉતારવી, મંગળદીવો ઉતારવો, લુણ ઉતારવું એ વિગેરે કેટલીક કરણીઓ કેટલાક સંપ્રદાયથી સર્વ ગચ્છોમાં અને પરદર્શનમાં પણ જમણી બાજુથી કરાય છે.
શ્રી જિનપ્રભસૂરિષ્કૃત પૂજાવિધિમાં તો એ રીતે સ્પષ્ટાક્ષરથી લખેલું છે કે :- નવળારૂં તારાં पायत्ति सूरियाई पुवपुरिसेहिं, संहारेण अणुन्नयंपि संपयं सिट्ठिए कारिज्जई ।
છે પણ
લવણ આરતીનું ઉતારવું. પાદલિપ્તસૂરિ આદિ પૂર્વપુરુષોથી સંહારથી કરવું અનુજ્ઞાત હમણાં તો જમણી બાજુથી કરાય છે.
સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારે વિસ્તારથી પૂજા-પ્રભાવનાદિકના સંભવથી પરલોકના ઉત્તમ ફળની પ્રાપ્તિ સ્પષ્ટપણે દેખાય છે. વળી જિનજન્માદિ-સ્નાત્ર ચોસઠ ઇન્દ્રો પણ કરતા હતા. તેમની જેમ
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૯
કેવી પ્રતિમા પૂજવી. આપણે પણ કરીએ તો તેમને અનુસારે કર્યું કહેવાય. તેથી આલોકના ફળની પ્રાપ્તિ જરૂર થાય જ છે એમ સમજવું. કેવી પ્રતિમા પૂજવી.
પ્રતિમાઓ વિવિધ પ્રકારની હોય છે તેના ભેદ પૂજાવિધિ સમ્યકત્વ પ્રકરણમાં કહેલ છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે “ગુરુકારિતા' ગુરુ જે માતા-પિતા, દાદા, પરદાદા વિગેરે તેણે ભરાવેલી (કરાવેલી) પ્રતિમા પૂજવી.” કોઈક આચાર્ય એમ કહે છે કે “પોતે વિધિપૂર્વક પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવીને પૂજવી,” વળી કેટલાક આચાર્ય એમ કહે છે કે “વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ હોય એવી પ્રતિમાની પૂજા કરવી.” એવી પ્રતિમાની પૂજા કરવાની રીતિમાં બતાવેલી વિધિપૂર્વક પૂજા કરવી.
માતા-પિતા આદિએ કરાવેલી પ્રતિમા જ પૂજવી એવો વિચાર ચિત્તમાં ધરવો નહીં. મમકાર કે આગ્રહ રાખીને અમુક જ પ્રતિમા પૂજવી એવો આશય રાખવો નહીં. જ્યાં જ્યાં પ્રભુમુદ્રા. સમ આકારવાળી દેખાય ત્યાં ત્યાં તે પ્રતિમા પૂજવી. કેમકે સર્વ પ્રતિમામાં તીર્થંકરનો આકાર દેખવાથી પરમેશ્વરની બુદ્ધિ ઉત્પન્ન થાય છે માટે અને જો એમ ન હોય તો ખરેખર પોતાનો હઠવાદ કરવાથી, અર્હત્ બિંબની અવગણના કરવાથી અનંત સંસાર પરિભ્રમણ કરવાનો પ્રસંગ બળાત્કારથી તેના ઉપર આવી પડે.
વળી કોઈના મનમાં એવો વિચાર આવે કે અવિધિકૃત પ્રતિમાપૂજનથી ઉલટો દોષ લાગે છે પણ એમ ધારવું નહીં. અવિધિની અનુમોદનાના પ્રકારથી આજ્ઞાભંગનો દોષ લાગે છે. અવિધિકૃત પ્રતિમાપૂજનથી પણ કાંઈ દોષ લાગતો નથી એમ આગમમાં લખેલ છે. જે માટે કલ્પભાષ્યમાં કહેલ છે કે :
નિશ્રાકૃત તે કોઈક ગચ્છનું ચૈત્ય, અનિશ્રાકૃત તે ગચ્છ વગરનું (સર્વને સાધારણ) ચૈત્ય, એવા બન્ને પ્રકારના ચૈત્યે ત્રણ સ્તુતિ કહેવી. એમ કરતાં જો ઘણી વાર લાગે અને તેટલીવાર ટકી શકાય એમ ન હોય તો એકેક થોય (સ્તુતિ) કહેવી. પણ જે જે દેરાસરે ગયા ત્યાં સ્તુતિ કહ્યા વિના પાછું ન ફરવું માટે વિધિકૃત હોય કે ન હોય પણ જરૂર પૂજવા. ચેત્ય સંભાળ.
જે દેરાસરની સારસંભાળ કરનારા શ્રાવક વગેરે ન હોય એવા દેરાસરને અસંવિજ્ઞ દેવકુલિકા કહેવાય. તેમાં (અસંવિજ્ઞ દેવકુલિકા દેરાસરમાં) જો કરોળીયાએ જાળ બાંધેલ હોય, ધૂળ જામી ગઈ હોય, તો તે દેરાસરના સેવકોને સાધુ પ્રેરણા કરે કે મંખ ચિત્રામણના પાટીયા પેટીમાં રાખીને તે ચિત્રામણનાં પાટીયાં બાળકોને દેખાડીને પૈસા લેનાર લોકોની જેમ તેનાં પાટીયાં રંગબેરંગી વિચિત્ર દેખાતાં હોવાથી તેની આજીવિકા સુખે ચાલે છે, તેમ તમે પણ જો દેરાસરની સારસંભાળ સારી રાખીને વર્તશો તો તમારા માન-સત્કાર થશે. વળી તે સેવકો એટલે દેરાસરના ચાકરો જો દેરાસરનો પગાર ખાતા હોય તો તથા તે દેરાસરની પાછળ ગામની લાગત (લાગી-લાગો) ખાતા
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ હોય કે ગામ ગરાસ જમીન ભોગવતા હોય તો તેને નિર્ભર્સના પણ કરે (ઠપકો આપે) કે તમે દેરાસરની લાગત ખાઓ છો છતાં પણ તેની (દેરાસરની) સારસંભાળ સારી રાખતા નથી. એમ ઠપકો આપવાથી પણ તેની પતના ન કરે તો તેમાં દેખીતા જ્યારે જીવ ન હોય ત્યારે તે કરોળીયાના પડને સાધુ પોતાને હાથે ઉખેડી નાંખે તો તેમાં તેને દોષ નથી. એમ વિનાશ પામતાં ચૈત્ય જો સાધુએ પણ ઉવેખવાં નહીં તો શ્રાવકની શી વાત?
અર્થાત્ શ્રાવકોએ દેરાસરોની પૂરતી સારસંભાળ રાખવી જ જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની આશાતના થવા દેવી જોઈએ નહીં. કેમકે ઉપર બતાવ્યા મુજબ સાધુને પણ શ્રાવક વગેરેના અભાવે છૂટ આપવામાં આવેલી છે તો તે કૃત્ય શ્રાવકોનું હોવાથી શ્રાવકે કદીપણ વિસારવું નહીં. જરૂર યથાશક્તિ દેરાસરની સારસંભાળ કરવી જોઈએ. આ બધો પૂજાનો અધિકાર હોવાથી પ્રસંગથી આવેલો અધિકાર બતાવ્યો છે. દ્રવ્ય અને ભાવ પૂજા.
ઉપર લખેલી સ્નાત્રાદિની વિધિનો વિસ્તાર તો ધનવાન શ્રાવકથી જ બની શકે એવો છે પણ ધનરહિત શ્રાવક તો સામાયિક લઈને જો કોઈની પણ સાથે તકરાર વગેરે કે પોતાને માથે ઋણ (કરજો ન હોય તો ઈર્યાસમિતિ વગેરેના ઉપયોગ સહિત સાધુની જેમ ત્રણ નિસહિ આપવાપૂર્વક ભાવપૂજાની રીતિ પ્રમાણે દેરાસર આવે. ત્યાં જો કદાચિત્ કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હોય તો સામાયિક પારીને તે ફૂલ ગુંથવા વગેરે કાર્યમાં પ્રવર્તે. કેમકે એવી દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે નથી અને એટલો ખર્ચ પોતાના નિર્ધનપણાને લીધે થઈ શકે એમ નથી તો પારકી સામગ્રીથી તેનો લાભ લઈ લે.
પ્રશ્ન :- સામાયિક ત્યાગીને દ્રવ્યસ્તવ કરવું કેમ ઘટમાન હોય ?
ઉત્તર :- સામાયિક તો પોતાને સ્વાધીન છે. તે તો જ્યારે ધારે ત્યારે બની શકે એમ છે, પરંતુ દેરાસરમાં આ ફૂલ વગેરે કૃત્ય તો પરાધીન છે, સામુદાયિક કામ છે પોતાને સ્વાધીન નથી, અને કોઈક વખતે બીજો કોઈક દ્રવ્ય ખરચ કરનાર હોય ત્યારે જ બની શકે એમ છે. માટે સામાયિક કરતાં પણ એના આશયથી મહાલાભની પ્રાપ્તિ થતી હોવાથી સામાયિક પારીને પણ દ્રવ્યસ્તવમાં પ્રવર્તવાથી કાંઈ દોષ લાગતો નથી. તે માટે શાસ્ત્રમાં કહેલ છે કે :
સમ્યગ્દષ્ટિ જીવને બોધિબીજની પ્રાપ્તિ થાય, સમ્યકત્વને હિતકારી થાય, આજ્ઞાનું પાલન થાય, ભગવંતની ભક્તિ થાય, જૈનશાસનની ઉન્નતિ થાય, એમ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે, માટે નિધન શ્રાવકે સામાયિક પારીને પણ દ્રવ્યસ્તવ કરવું.
દિનકૃત્યસૂત્રમાં પણ કહેવું છે કે - આ રીતે સર્વ વિધિ ઋદ્ધિવંતને માટે કહી અને ધન રહિત શ્રાવક પોતાના ઘરમાં સામાયિક લઈ જો કોઈ માર્ગમાં લેણદાર કે કોઈની સાથે તકરાર ન હોય તો સુસાધુની જેમ ઉપયોગવંત થઈને જિનમંદિરે જાય. ત્યાં જિનમંદિરમાં કાંઈક કાયાથી જ બની શકે એવું દ્રવ્યસ્તવીરૂપ કામ હોય તો સામાયિક પારીને તે દ્રવ્યસ્તવરૂપ કરણી કરે.”
Page #115
--------------------------------------------------------------------------
________________
પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમ્મોત્તેર બાબતો.
૯૧
આ શ્રાદ્ધવિધિની મૂળ ગાથામાંવિત્તિ” (વિધિપૂર્વક) એ પદથી દશ ત્રિક, પાંચ અભિગમ આદિ ચોવીસ મૂળદ્વારથી અને બે હજાર ચુમ્મોત્તેર બાબતો જે ભાષ્યમાં ગણાવી છે તે સર્વ બાબતો ધારવી.જેમ કે
પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમ્મોત્તેર બાબતો:
(૧) ત્રણ ઠેકાણે ત્રણ વાર નિસીહિનું કહેવું, (૨) ત્રણ વાર પ્રદક્ષિણા દેવી, (૩) ત્રણ વાર પ્રણામ કરવા, (૪) ત્રણ વાર પૂજા કરવી, (૫) બિંબની ત્રણ પ્રકારની અવસ્થા વિચારવી, (૬) ત્રણ દિશામાં જોવાનો ત્યાગ કરવો, (૭) પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુંજવી, (૮) વર્ણાદિ ત્રણ આલંબન, (૯) ત્રણ પ્રકારની મુદ્રાઓ કરવી, (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન, એ દશત્રિક ગણાય છે. ઇત્યાદિ સમજવું.
૧. ત્રણ નિસીહિ :- દેરાસરના મૂળ બારણે પેસતાં પોતાના ઘર સંબંધી વ્યાપારનો ત્યાગ કરવા રૂપ પ્રથમ નિસીહિ જાણવી. ૧. ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી નિસિહિ જાણવી. ૨. ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાનો ત્યાગ કરવા રૂપ ત્રીજી નિસિહિ જાણવી. ૩.
૨. ત્રણ પ્રદક્ષિણા :- જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી.
૩. ત્રણ પ્રકારના પ્રણામ :- (૧) જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલો અંજલિબદ્ધ પ્રણામ. (૨) કેડ ઉપરનો ભાગ લગારેક નમાવીને પ્રણામ કરીએ તે બીજો અર્બાવનત પ્રણામ (૩) બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ખમાસમણ દઈએ તો ત્રીજો પંચાંગ પ્રણામ.
૪. ત્રણ પ્રકારની પૂજા ઃ- (૧) ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગપૂજા. (૨) ધૂપ, દીપ, અને નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકવા રૂપ બીજી અગ્રપૂજા. (૩) ભગવાનની આગળ સ્તુતિ, સ્તોત્ર, ગીત, ગાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા.
૫. ત્રણ અવસ્થા ઃ- પિંડસ્થ એટલે છદ્મસ્થાવસ્થા ૧. પદસ્થ એટલે કેવળીઅવસ્થા. (૨) રૂપસ્થ એટલે સિદ્ધાવસ્થા ૩.
૬. જે દિશાએ જિનપ્રતિમા હોય તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જોવું.
૭. ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુંજવી.
૮. નમ્રુત્યુર્ણ વગેરે ભણતાં સૂત્ર શુદ્ધ બોલવું ૧. તેના અર્થ વિચારવા ૨. જિનપ્રતિમાના સ્વરૂપનું આલંબન ધારવું ૩.
૯. ત્રણ મુદ્રા :- બે હાથની દશે આંગળીઓ માંહો માંહે મેળવી કમળના ડોડાને આકારે હાથ જોડી પેટ ઉપર કોણી રાખવી તે પહેલી યોગમુદ્રા ૧. બે પગના આંગળાની વચમાં આગળથી ચાર આંગળનો અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખી કાઉસ્સગ્ગ કરવો તે બીજી જિનમુદ્રા ૨. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તામુક્તિમુદ્રા ૩.
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૦. ત્રણ પ્રણિધાન :- જાવંતિ ચેઇયાઇ એ ગાથાએ કરી ચૈત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન ૧. જાવંત કેવિ સાહૂ એ ગાથાએ કરી ગુરુને વાંદવા રૂપ બીજું પ્રણિધાન ૨. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણવું અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધાન જાણવાં. ૩. આ દશત્રિક છે.
૯૨
૨. પ્રભુ આગળ જવાનો એટલે દેરાસરમાં પ્રવેશ કરવાનો વિધિ તે અભિગમ પાંચ પ્રકારનો છે. (અભિ =સન્મુખ, ગમ=જવું એ અર્થથી).
૩. સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરુષોએ જમણા પડખે રહેવું તે બે દિશિ. ૪. પ્રભુથી દૂર રહેવું તે અવગ્રહ ૩ પ્રકારનો છે.
૫. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય છે, તે વંદનાના ત્રણ ભેદ. ૬. પંચાંગીમુદ્રાએ (પ અંગ વડે) પ્રણિપાત=નમસ્કાર કરવો અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ. ૭. પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ શ્લોક બોલવા તે નમસ્કાર નો ૧ ભેદ.
૮. ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બોલતાં સૂત્રો બીજીવાર ન ગણીએ એવાં) ૧૬૪૭ અક્ષર છે, તે ૧૬૪૭ વર્ણ ગણાય.
૯. ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બોલાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પદ
એટલે અર્થ સમાપ્તિ દર્શક વાક્યો છે.
૧૦. એક શ્વાસોચ્છ્વાસ જેટલા કાળમાં બોલવા યોગ્ય શબ્દોનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ તે સંપદા (અથવા મહાપદ અથવા વિરતિ અથવા વિસામા) કહેવાય, તેવી સંપદાઓ ૯૭ છે. ૧૧. નમ્રુત્યુણં -અરિહંતચેઇયાણ-લોગસ્સ-પુક્ષરવરદી અને સિદ્ધાણં બુદ્ધાણં એ પાંચ સૂત્રો તે ૫ દંડકસૂત્ર કહેવાય છે.
૧૨. પાંચ દંડકસૂત્રોમાં અધિકાર (એટલે મુખ્ય વિષય) ૧૨ છે.
૧૩. અરિહંત-સિદ્ધ-મુનિ અને સિદ્ધાન્ત એ ચાર વંદનીય (વંદના કરવા યોગ્ય) છે.
૧૪. જે વંદનયોગ્ય નહિ પરંતુ સ્મરણીય=માત્ર સ્મરણ કરવા યોગ્ય તે ૧ શાસનદેવ છે. ૧૫. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના જિન=અરિહંત.
૧૬. થોય એટલે સ્તુતિ તે એક જ થોય જોડામાં ૪ પ્રકારની કહેવામાં આવે છે.
૧૭. ચૈત્યવંદન કરવાથી જે આઠ પ્રકારનાં ફળ મેળવવાની ઇચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત.
૧૮. તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન (કારણરૂપ) તે ૧૨ હેતુ
૧૯. કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગનો ભંગ ન ગણાય તે ૧૬ આગાર (એટલે અપવાદ).
૨૦. કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા યોગ્ય છે તે ૧૯ દોષ.
૨૧. ક્યાં સુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેનો કાળનિયમ દર્શાવવો તે ૧ ભેદ.
Page #117
--------------------------------------------------------------------------
________________
પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમ્મોત્તેર બાબતો. ૨૨. પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાનો ૧ ભેદ. ૨૩. એક દિવસમાં ૭ વાર ચૈત્યવંદન કયે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના ૭ ભેદ. ૨૪. દેરાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારું પ્રતિકૂળ વર્તન તે આશાતના ૧૦
પ્રકારની (મોટી આશાતના) કહેવાય છે, કે જે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
એ પ્રમાણે ૩૦+૫+૨+૩+૩+૧+૧+૧૬૪૦+૧૮૧+૯ +૫+૧ ૨+૪+૧+૪+૪+ ૮+૧૨+૧૬+૧૯+૧+૧+૭+૧૦=૨૦૭૪ ઉત્તરભેદ થયા.
વિધિપૂર્વક કરાતું ધર્માનુષ્ઠાન મહાફળને આપનાર છે અને જો કોઈ વખત અવિધિથી કરાય તો અલ્પફળ આપનાર બને છે. કષ્ટની પ્રાપ્તિનો હેતુ પણ થાય છે. જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે :
જેમ ઔષધ અપથ્યથી ખાવામાં આવે તો તેથી મરણાદિ મહાકષ્ટની દેખીતી પ્રાપ્તિ થાય છે, તેમ ધર્માનુષ્ઠાન પણ જો વિપરીત કરવામાં આવે તો તેથી ભયંકર મહાકષ્ટ થાય છે.
ચૈત્યવંદનાદિ જો અવિધિથી થાય તો તેનું ઉલટું પ્રાયશ્ચિત આવે છે. જે માટે મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું પણ છે કે :
અવિધિથી ચેત્યોને વાંદતા બીજા ભવ્ય જીવોને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. એ જ કારણ માટે અવિધિથી ચૈત્યને વાંદે તેને પ્રાયશ્ચિત્ત આપવું”.
દેવતા, વિદ્યા અને મંત્રાદિ પણ વિધિપૂર્વક આરાધે તો જ તેનું ફળ સિદ્ધ થાય. અન્યથા તેને તત્કાળ અનર્થની પ્રાપ્તિનો હેતુ થાય છે. ચિત્રકારનું દૃષ્ટાંત.
ય નામે યક્ષ હતો. તેની દર વર્ષે વર્ષગાંઠની યાત્રા ભરાતી હતી. તેમાં એટલું આશ્ચર્ય હતું કે જે દિવસે તેની યાત્રા ભરાવવાની હોય તે દિવસે જે ચિતારો તેનાં મંદિરમાં જઈ તેની મૂર્તિ આલેખે કે તત્કાળ તે ચિતારો મરણ પામે.
જો કોઈ વરસે યાત્રાના દિવસે કોઈપણ ચિતારો ચિતરવા ન જાય તો તે વર્ષે ગામના ઘણા લોકોને મરણ પમાડે કેટલાક ચિતારા તે ગામ મૂકી નાસવા લાગ્યા. તેથી રાજાએ બધા ચિતારાઓને પકડી અનુક્રમથી તેમનાં નામ ઉતારી લઈ તે દરેકના નામની ચિઠ્ઠી કરી એક ગોળામાં ભરી રાખી અને એવો ઠરાવ કર્યો કે દર વર્ષે એક ચીઠ્ઠી કાઢવી. તેમાં જે નામની ચીઠ્ઠી આવે તે ચિતારો તે વર્ષે ચિતરવા જાય.
એમ કરતાં કેટલાંક વર્ષ વીતી ગયા બાદ એક વરસે એક વૃદ્ધા સ્ત્રીને એક જ પુત્ર હતો તેમના નામની ચીટ્ટી નીકળવાથી તેને જવાનો વારો આવ્યો. ત્યારે તે વૃદ્ધા કકળવા લાગી, જેથી તે વૃદ્ધા સ્ત્રીને ઘેર એક ચિત્રકાર છે જે તેના ધણીની જ પાસે ચિત્રકારની કળા શીખેલો હોવાથી તે વૃદ્ધાના પુત્રને ભાઈ સમાન ગણીને તેને ફકત મળવા માટે જ આવેલો હતો.
તેણે તે કારણ જાણીને વિચાર કર્યો કે ખરેખર આ બધા ચિત્રકાર અવિધિથી યક્ષની મૂર્તિ ચિતરે છે કે જેથી તેના પર કોપાયમાન થઈને યક્ષ તેનો પ્રાણ લે છે, માટે આ વર્ષને વારે હું જ ત્યાં જવું અને તે યક્ષની મૂર્તિ યથાવિધિ કરૂં, જેથી મારા આ ગુરુભાઈને બચાવી શકીશ અને
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જો મારી કલ્પના ખરી ઠરશે તો હું પણ બચીશ, વળી આ ગામના બધા ચિતારાઓનું ચિરકાળનું કષ્ટ કાપી નાંખીશ.
એમ ધારીને વૃદ્ધ સ્ત્રીને કહેવા લાગ્યો કે હે માતા ! જો તને તારા પુત્ર માટે આટલું બધું દુઃખ થાય છે તો આ વર્ષે તારા પુત્રને બદલે હું જ પોતે યક્ષની મૂર્તિ ચિતરવા જઈશ તેણીએ તેને ઘણું સમજાવ્યો, પરંતુ તેણે માન્યું નહીં. છેવટે જ્યારે ચિતરવાનો દિવસ આવ્યો ત્યારે તે ચિતારાએ પ્રથમથી છઠ્ઠ તપ કર્યો અને શરીર સ્નાન કરી શુદ્ધ કર્યું અને શુદ્ધ વસ્ત્ર પહેરી ધૂપ, નૈવેદ્ય, બલિદાન, રંગ, રોગાન, પીંછી બધાં શુદ્ધ લઈ ત્યાં ગયો અષ્ટપટનો મુખકોશ બાંધી પ્રથમથી દેરાસરની જમીનને નિર્મળ જળથી ધોવરાવી. પવિત્ર મૃત્તિકા (માટી) અને ગૌના છાણથી લીંપાવીને તેને ઉત્તમ ધૂપથી ધૂપીને મન, વચન, કાયા સ્થિર કરી શુભ નિમિત્ત કરીને પછી યક્ષને નમસ્કાર કરી સન્મુખ બેસીને યક્ષની મૂર્તિ આલેખી. - ત્યાર પછી ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ આદિથી પૂજા કરી નમસ્કાર કરતા ખમાવવા લાગ્યો કે, “હે યક્ષરાજ ! આ તમારી મૂર્તિ આલેખતાં જો કાંઈ મારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો.” તે વખતે યક્ષે આશ્ચર્ય પામીને પ્રસન્ન થઈ તેને કહ્યું કે, “માગ, માગ, હું તારા પર તુષ્ટમાન છું.” ત્યારે તે હાથ જોડીને બોલ્યો કે “યક્ષરાજ ! જો તમે મારા ઉપર તુષ્ટમાન છો તો આજ પછી કોઈપણ ચિતારાને મારવો નહીં.' તેણે તે કબૂલ કરી કહ્યું કે “એ તો તે પરોપકાર માટે માંગ્યું, પણ હવે તું તારા માટે કાંઈક માંગ.' તેણે ફરીથી કાંઈ માંગ્યું નહીં. ત્યારે પ્રસન્ન થઈને યક્ષે કહ્યું કે જેનું તે એક અંશ જેટલું અંગ દીઠું હશે તેનું આખું અંગ તું ચીતરી શકીશ એવી કળાની શક્તિ તને આપું છું. ત્યારપછી ચિતારો તેને પ્રણામ કરીને પોતાને સ્થાનકે ગયો.
એક વખતે તે કૌશાંબીના રાજાની સભામાં ગયેલો તે વખતે રાજાની રાણીનો એક અંગુઠો જાળી વિગેરેમાંથી જોયેલ હતો તેથી તેણે તે મૃગાવતી રાણીનું આખું રૂપ ચીતર્યું. રાજા તે જોઈ ખુશી થયો, પણ ચિત્ર તપાસતાં રાણીની જંઘા ઉપર તિલક હતું તે પણ તેમાં દેખીને તત્કાળ શંકા ઉત્પન્ન થવાથી તેને મારી નાખવાની આજ્ઞા આપી. ત્યારે તે ગામના સર્વ ચિતારા ભેગા થઈ રાજા પાસે આવી કહેવા લાગ્યા કે સ્વામી ! એને યક્ષે વરદાન આપ્યું છે તેથી જેનું એક અંશ અંગ તેણે જોયું હોય તેનું આખું અંગ ચીતરી આપે છે. પછી રાજાએ તેની પરીક્ષા કરવા સારુ એક કુબડી દાસીનો પડદામાંથી પગનો અંગુઠો દેખાડી તેનું ચિત્ર કરી લાવવા કહ્યું. તેણે તે ચીતરી આપ્યું તો પણ રાજાએ તેનો જમણો હાથ કાપી નાખવાની આજ્ઞા આપી જેથી તે જમણા હાથ રહિત થયો. પછી તેણે તે જ યક્ષની પાસે જઈ ડાબા હાથથી ચીતરવાની કળા માંગી. યક્ષ તેને તે પણ આપી.
ત્યારપછી તેણે પોતાનો હાથ કાપવાનું વેર વાળવા માટે ડાબા હાથથી મૃગાવતી રાણીનું ચિત્ર ચીતરીને ચંડપ્રદ્યોત રાજાને દેખાડ્યું. તે જોઈ તેને વશ થઈને તેણે કૌશાંબીના શતાનીક રાજાને દૂત મોકલી કહેવરાવ્યું કે - - તારી મૃગાવતી રાણી મને આપ, નહીં તો જબરજસ્તીથી લઈશ. તેણે તે ન માન્યું. છેવટે ચંડપ્રદ્યોત રાજા લશ્કર લઈ આવી કૌશાંબી નગરીને ઘેરી વળ્યો. પછી શતાનીક રાજા
Page #119
--------------------------------------------------------------------------
________________
અવિધિ કરતાં ન કરવું સારું એ વિધાન અંગે. મરણ પામ્યો ત્યારે ચંડપ્રદ્યોતે મૃગાવતી રાણીને કહેવરાવ્યું કે, હવે તું મારી સાથે પ્રીતિ કર, તેણીએ કહેવરાવ્યું કે હું તારે વશ છું પણ તારા સૈનિકોએ મારી નગરીનો કિલ્લો તોડી નાંખ્યો છે તે ઉજ્જયિની નગરીથી ઈટો મંગાવીને પાછો તૈયાર કરી આપે અને મારી નગરીમાં અન્નપાણીની સગવડ કરી આપે તો હું તારી પાસે આવું. ત્યારે તેણે બહાર રહી તેમ કરી આપ્યું.
એવામાં ભગવાન શ્રી મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા. તે જાણી મૃગાવતી રાણી, ચંડપ્રદ્યોત રાજા વગેરે વાંદવા આવ્યાં. આ વખતે એક ભીલે આવી ભગવગંતને પૂછ્યું કે, “યા સાં' ભગવંતે ઉત્તર વાળ્યો કે, “સ ' ત્યાર પછી આશ્ચર્ય પામી તેણે સંબંધ પૂછયો. ભગવંતે યથાવસ્થિત સંબંધ કહ્યો. તે સાંભળી વૈરાગ્ય પામી મૃગાવતી, અંગારવતી, તથા ચંડપ્રદ્યોતની આઠ રાણીઓએ ભગવંત પાસે દીક્ષા લીધી. અવિધિ કરતાં ન કરવું સારું એ વિધાન અંગે.
અવિધિથી કરવાથી આવો અનર્થ થાય છે તો તેના કરતાં ન કરવું એ જ સારું છે એમ ધારવું નહી. કેમકે શાસ્ત્રમાં કહેલું છે કે :- અવિધિથી કરવું તેના કરતાં ન કરવું એ સારું છે એમ જે બોલે છે તેણે જૈન શાસ્ત્રનો અભિપ્રાય જાણ્યો નથી તેથી જ એમ બોલે છે. કેમકે પ્રાયશ્ચિત્ત વિધાનમાં તો એમ છે કે જેણે બીલકુલ નથી કર્યું તેને ભારે પ્રાયશ્ચિત્ત આવે છે અને જેણે કર્યું પણ અવિધિથી કર્યું છે તો તેને હલકું પ્રાયશ્ચિત્ત આવે છે માટે સર્વથા ન કરવું તેના કરતાં અવિધિથી પણ કરવું સારું છે. માટે ધર્માનુષ્ઠાન દરરોજ કરતાં જ રહેવું અને કરતાં કરતાં જેમ બને તેમ વિધિયુક્ત થાય તેવો ઉદ્યમ કરવો એ શ્રેયસ્કર છે. એ જ શ્રદ્ધાવંત શ્રાવકનું લક્ષણ છે જે માટે શાસ્ત્રમાં કહેલ
શ્રદ્ધાવંત શ્રાવક યથાશક્તિ વિધિ માર્ગને સેવવાના ઉદ્યમથી અનુષ્ઠાન કરતો રહે. નહિ તો કોઈક દ્રવ્યાદિ દષથી હણાયો હોય તે ધર્મક્રિયામાં શત્રુભાવ પામે છે.”
જેની ક્રિયા વિધિ સંયુક્ત હોય તેમને ધન્ય છે, વિધિ સંયુક્ત કરવા ધારતાં હોય તેમને ધન્ય છે, વિધિ માર્ગના ઉપર આદર-બહુમાન રાખનારને ધન્ય છે, વિધિ માર્ગને નિંદે નહીં એવા પુરુષોને પણ ધન્ય છે.
* થોડા ભવમાં મોક્ષપદ પામનારને વિધિ સંયુક્ત કરવાનો પરિણામ સદાકાળ હોય છે અને અભવ્ય તથા દુર્ભવ્ય (ઘણા ભવે મોક્ષપદ પામનાર) ને વિધિ માર્ગનો ત્યાગ અને અવિધિમાર્ગનું આસેવન ઘણું જ પ્રિય હોય છે.
ખેતીવાડી, વ્યાપાર, નોકરી, ભોજન, શયન, ઉપવેશન, ગમન, આગમન, વચન વિગેરે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ વગેરેથી વિચારીને વિધિપૂર્વક (રીત મુજબ) સેવન કરે તો સંપૂર્ણ ફળદાયક છે અને જો વિધિ ઉલ્લંઘન કરીને સેવન કરે તો કેટલીક વખત અલ્પ લાભકારી થાય છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દૃષ્ટાંત.
સંભળાય છે કે દ્રવ્યાર્થી કોઈ બે પુરુષ દેશાંતરે જઈ કોઈક સિદ્ધપુરુષની સેવા કરતા હતા. ઘણી સેવાથી તેના ઉપર તુષ્ટમાન થઈને સિદ્ધપુરુષે તેઓને દેવાધિષ્ઠિત મહિમાવંત તુંબ ફળના બીજ આપી તેનો આમ્નાય બતાવ્યો કે સો વાર ખેડેલા ખેતરમાં મંડપની છાયા કરી અમુક નક્ષત્ર, વાર, યોગે એને વાવવાં. જ્યારે તેનો વેલો ઉત્પન્ન થાય ત્યારે પ્રથમથી ફળનાં બીજ લઈ સંગ્રહ કરી રાખવો અને પછી પત્ર, પુષ્પ, ફળ, ડાંખળી સહિત તે વેલાને ખેતરમાં જ એમને એમ રાખી નીચે એવો કાંઈક સંસ્કાર કરવો કે જેથી એના ઉપર પડેલી રાખ વ્યર્થ ન જાય. પછી તે સૂકાયેલા વેલાને બાળી નાંખવો. તેની જે રાખ થાય તે સિદ્ધ ભસ્મ ગણાય છે. ચોસઠ તોલા તાપ્ર ગાળી તેમાં એક રતી સિદ્ધ ભસ્મ નાંખવી કે જેથી તે તત્કાળ સુવર્ણ બની જશે. - એમ બંને જણાને સરખી રીતે શિખવી રજા આપી. તે બંને જણ પોતપોતાને ઘેર ગયા. તે બેમાંથી એક જણે યથાવિધિ કરવાથી તેને તેના કહ્યા પ્રમાણે સવર્ણ થયું અને બીજાએ તેની વિધિમાં કાંઈક ચૂક કરી તેથી તેને સુવર્ણને બદલે ચાંદી થઈ પણ સુવર્ણ ન થયું. માટે યથાવિધિ થાય તો જ સંપૂર્ણ ફળદાયક નીવડે છે.
દરેક ધર્માનુષ્ઠાન પોતાની શક્તિ પ્રમાણે યથાવિધિ કરીને છેવટે અજાણતાં બનેલી અવિધિઆશાતનાનો દોષ દૂર કરવા માટે “અવિધિ-આશાતના મિચ્છા મિ દુક્કડ' એમ બોલવું કે જેથી તેનો વધારે દોષ લાગતો નથી. ત્રણ પ્રકારની પૂજાનું ફળ.
પહેલી અંગપૂજા વિનોપશમની (વિનોનો નાશ કરનારી); બીજી અગ્રપૂજા અભ્યદય પ્રસાધની (મોટો લાભ આપનારી); અને ત્રીજી ભાવપૂજા નિવૃત્તિકારિણી (મોક્ષપદ આપનારી); એમ ત્રણેના અનુક્રમે નામથી ગુણ યથાર્થ જાણવા.
અહીં આગળ કહી ગયા છીએ કે અંગપૂજા, અગ્રપૂજા, દેરાસર કરાવવાં, બિમ્બ ભરાવવાં, સંઘયાત્રા વગેરેનું કરવું એ બધાં દ્રવ્યસ્તવ છે. એ વિષે શાસ્ત્રમાં લખેલ છે કે :
સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, પ્રતિષ્ઠા-સ્થાપના કરાવવી, તીર્થયાત્રા કરવી, પૂજા કરવી, એ દ્રવ્યસ્તવ છે એમ જાણવું કેમકે એ સર્વ ભાવસ્તવનાં કારણ છે માટે દ્રવ્યસ્તવ ગણાય છે.
જો દરરોજ સંપૂર્ણ પૂજા ન કરી શકાય તો પણ તે દિવસે અક્ષતપૂજા કરીને પણ તે પૂજાનું આચરણ કરવું.
જો મહાસમુદ્રમાં પાણીનું એક બિન્દુ નાંખ્યું હોય તો તે અક્ષયપણે રહે છે તેમ વીતરાગની પૂજા પણ જો ભાવથી થોડી પણ કરી હોય તો પણ લાભકારી થાય છે.
એ જિનપૂજાના કારણથી સંસારરૂપ અટવીમાં દુઃખાદિ ભોગવ્યા વિના ઉદાર ભોગોને ભોગવીને સર્વ જીવ સિદ્ધિને પામે છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
ધર્મ કૃત્ય ઉપર દ્વેષનું પરિણામ, કુંતલારાણી.
પૂજા કરવાથી મન શાંત થાય છે. મન શાંત થવાથી ઉત્તમ ધ્યાન થાય છે. ઉત્તમ ધ્યાનથી મોક્ષ મળે છે અને મોક્ષમાં નિરાબાધિત સુખ છે.
पुष्पाद्यर्चा तदाज्ञा च, तद्रव्यपरिरक्षणम् ॥
उत्सवास्तीर्थयात्रा च, भक्ति:पंचविधा जिने ॥६॥ પુષ્પાદિથી પૂજા કરવી, તીર્થંકરની આજ્ઞા પાળવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવ કરવા, તીર્થયાત્રા કરવી, એમ પાંચ પ્રકારે તીર્થકરની ભક્તિ થાય છે. દ્રવ્યસ્તવ અંગે.
દ્રવ્યસ્તવ બે પ્રકારે છે. આભોગદ્રવ્યસ્તવ અને અનાભોગદ્રવ્યસ્તવ. કહ્યું છે કે :
વીતરાગના ગુણને જાણીને તે ગુણને યોગ્ય ઉત્તમ વિધિથી જે વીતરાગની પૂજા આચરવામાં આવે તે “આભોગદ્રવ્યસ્તવ” ગણાય છે એ આભોગદ્રવ્યસ્તવથી ચારિત્રનો લાભ થાય છે અને સકલ કર્મનું નિર્દેશન જલ્દી થાય છે માટે “આભોગદ્રવ્યસ્તવ' કરવામાં સમ્યગ્દષ્ટિ પુરુષોએ સારી રીતે ઉદ્યમ કરવો.
પૂજાની વિધિ જાણતા નથી તેમજ જિનેશ્વર ભગવંતમાં રહેલા ગુણના સમુદાયને પણ જાણતા નથી એવા જે શુભ પરિણામથી જિનપૂજા કરે છે તે “અનાભોગદ્રવ્યસ્તવ' કહેવાય છે. એ રીતે કરેલી અનાભોગદ્રવ્યસ્તવ પૂજા પણ ગુણનું સ્થાનક હોવાથી ગુણકારી જ છે; કારણ કે એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે અને સમ્યકત્વનો લાભ થાય છે. અશુભ કર્મનો ક્ષય થવાથી આવતા ભવમાં કલ્યાણ (મોક્ષ) પામનાર કેટલાક ભવ્ય જીવોને વીતરાગના ગુણ જાણેલા નથી તો પણ પોપટના જોડલાને જિનબિંબ ઉપર પ્રીતિ ઉત્પન્ન થઈ તેમ ગુણ ઉપર પ્રીતિ ઉત્પન્ન થાય છે...
જેનું મરણ ખરેખર પાસે જ આવેલું હોય એવા રોગી પુરુષને પથ્ય ભોજન ઉપર જેમ કેષ ઉપજે છે તેમ ભારેકર્મી કે ભવાભિનંદી (જેનો સંસાર વધારે હોય એવા) જીવોને ધર્મ ઉપર પણ આકરો દ્વેષ હોય છે. એટલા જ માટે ખરેખર તત્ત્વના જાણ પુરુષો જિનબિંબ ઉપર કે જિનપ્રણીત ધર્મ ઉપર અનાદિકાળના અશુભ અભ્યાસના ભયથી શ્રેષને સંપૂર્ણ પણે વર્જે છે. ધર્મ કૃત્ય ઉપર દ્વેષનું પરિણામ, કુંતલારાણી.
પૃથ્વીપુર નામે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને કુંતલા રાણી નામે પટ્ટરાણી હતી. તે જિનધર્મમાં દઢ હતી અને વળી બીજી રાણીઓને પણ વારંવાર ધર્મના કામમાં યોજનારી હતી. તેના ઉપદેશથી તેની સર્વ શોક્ય પણ ધર્મષ્ઠ થઈને તેનું બહુમાન કરતી હતી. - એક વખતે રાણીઓએ પોતપોતાના નામનાં દેરાં, દેરીઓ, પ્રતિમાઓ ભરાવીને તેની પ્રતિષ્ઠાના મહોત્સવ કરવા શરૂ કર્યા. તેમાં દરરોજ ગીત, ગાયન, પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય ઘણી ઘણી અધિકતાથી થવા લાગ્યાં. તે જોઈને પટ્ટરાણી શોક્યસ્વભાવથી પોતાના મનમાં ઘણી અદેખાઈ કરવા લાગી. પોતે પણ નવીન દેરાસર સર્વથી અધિક રચનાવંત કરાવેલ હોવાથી તેનો
૧૩
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ સર્વથી અધિક ઠાઠમાઠ કરાવે છે, પણ જ્યારે કોઈ પણ શોક્યનાં દેરાં, દેરીઓનાં બહુમાન કે પ્રશંસા કરે ત્યારે તે ઘણી અદેખાઈ કરે છે.
પોતાનાં દેરાંની પ્રશંસા કરે તે સાંભળી પ્રમોદ (હર્ષ) પામે. શોક્યનાં દેરાંની કે મહોત્સવની કોઈપણ પ્રશંસા કરે તો તેથી તે બળી મરે, અહોહો ! મસૂરની દુરંતતા! ધર્મ ઉપર પણ આટલો બધો દ્વેષ ! આવા દ્વેષનો પાર પણ પામવો અતિદુઃસહ છે. એટલા જ માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં કહ્યું છે કે :
ઇર્ષારૂપ સમુદ્રમાં વહાણ પણ ડૂબી જાય છે ત્યારે તેમાં બીજા પાષણ જેવાં ડૂબે તેમાં શું નવાઈ ? વિદ્યામાં, વ્યાપારમાં, વિશેષજ્ઞાનની વૃદ્ધિમાં, સંપદામાં, રૂપાદિ ગુણોમાં, જાતિમાં, પ્રખ્યાતિમાં, ઉન્નતિમાં, મોટાઈ આદિમાં લોકોને મત્સર હોય છે. પણ ધિક્કાર છે કે ધર્મના કાર્યમાં પણ મત્સર છે !
બીજી રાણીઓ તો બીચારી સરળ સ્વભાવની હોવાથી પટ્ટરાણીનાં કૃત્યની અનુમોદના વારંવાર કરે છે પણ તેણીના (પટ્ટરાણીના) મનમાંથી ઈષ્યનો સ્વભાવ જતો નથી. ઈષ્યમાં ને ઈષ્યમાં રહેતાં તેને એવો કોઈક દુર્નિવાર રોગ ઉત્પન્ન થયો કે જેથી તે સર્વથા જીવવાની આશાથી નિરાશ થઈ. છેવટે રાજાએ પણ તેનાં સર્વ આભૂષણ લઈ લીધાં. તેથી શોક્યો ઉપરના વેષભાવથી અત્યંત દુર્ગાનમાં મરણ પામીને શોક્યોનાં દેરાં, પ્રતિમા, મહોત્સવ, ગીતાદિની ઈર્ષ્યા કરવાથી પોતાના બનાવેલા દેરાસરના બારણા આગળ કૂતરી તરીકે ઉત્પન્ન થઈ. તે પૂર્વના અભ્યાસથી દેરાના દરવાજા આગળ જ બેસી રહે. તેને દેરાના નોકરો મારે, કૂટે તો પણ દેરાસર મૂકે નહીં. પાછી ફરી ફરીને ત્યાં ને ત્યાં જ આવીને બેસે. આમ કેટલોક કાળ વીત્યા પછી ત્યાં કોઈક કેવળજ્ઞાની આવ્યા. ત્યારે તેમને તે રાણીઓએ મળી પૂછયું કે કુંતલા મહારાણી મરણ પામી ક્યાં ઉત્પન્ન થયાં?
ત્યારે કેવળી મહારાજે યથાસ્થિત સ્વરૂપ કહ્યું. તે સાંભળી સર્વ રાણીઓ પરમ વૈરાગ્ય પામીને તે કૂતરીને દરરોજ ખાવાનું નાંખી પરમ સ્નેહથી કહેવા લાગી કે હે મહાભાગ્યા ! તું પૂર્વભવે અમારી ધર્મદાત્રી, મહાધર્માત્મા હતી. હા ! હા ! તે ફોકટ અમારી કરણી ઉપર દ્વેષ કર્યો તેથી તું અહીં કૂતરી તરીકે ઉત્પન્ન થઈ છે. તે સાંભળીને ચેત્યાદિ દેખવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે કૂતરી વૈરાગ્ય પામી. સિદ્ધાદિની સમક્ષ પોતે પોતાના કેષભાવના કર્મને ખપાવી, આલોવીને, અણસણ આદરી, છેવટે શુભ ધ્યાનથી મરણ પામી વૈમાનિક દેવી થઈ માટે આમ ધર્મ ઉપર દ્વેષ ને કરવો. ભાવસ્તવ અંગે.
અહીંયાં પૂજાના અધિકારમાં ભાવપૂજા-જિનાજ્ઞા પાળવી એ ભાવસ્તવમાં ગણાય છે. જિનાજ્ઞા બે પ્રકારની છે (૧) સ્વીકારરૂપ, (૨) પરિહારરૂપ.
સ્વીકારરૂપ એટલે શુભકરણીનું આસેવન કરવું (આચરવું) અને પરિહારરૂપ એટલે નિષિદ્ધનો ત્યાગ કરવો. સ્વીકારપક્ષ કરતાં નિષિદ્ધપક્ષ ઘણો લાભકારી છે. કેમકે જે જે તીર્થકરે નિષેધ કરેલાં કારણો છે તેને સેવન કરતાં ઘણા સુકૃતનું આચરણ કરે તો પણ વિશેષ લાભકારી થતું નથી.
Page #123
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય અને ભાવસ્તવનું ફળ.
જેમકે, વ્યાધિ દૂર કરવાના ઉપાય સ્વીકાર અને પરિહાર એમ બે પ્રકારના છે. એટલે કેટલાક ઔષધાદિના સ્વીકારથી અને કેર્ટલાક કુપથ્થોને દૂર કરવાથી રોગ જાય છે. તેમાં ઔષધ કરતાં પણ કુપથ્યનો ત્યાગ ન કરે તો કાંઈ રોગ જઈ શકતો નથી, તેમ શુભકરણી ચાહે ગમે તેટલી કરે પણ જ્યાં સુધી ત્યજવા યોગ્ય કરણીઓ ત્યાગે નહીં ત્યાં સુધી જેવું જોઈએ તેવું લાભકારક ફળ મળી શકતું નથી.
ઔષધ વગર પણ વ્યાધિ ફકત કુપથ્યનો ત્યાગ કરવાથી જઈ શકે છે પણ કુપથ્યનો ત્યાગ કર્યા વગર સેંકડો ઔષધો કરે તો પણ તે રોગની શાંતિ થતી નથી.
એવી રીતે ભક્તિ ચાહે તેટલી કરે તો પણ નિષેધ કરાયેલાં આચરણને આચરનારને વિશેષ લાભ પ્રાપ્ત થતો નથી. એટલે પથ્ય અને ઔષધ જેમ બન્ને ભેગા થઈને રોગને નાબૂદ કરે છે તેમ સ્વીકાર અને પરિવાર એ બન્ને આજ્ઞાઓનું પાલન થાય તો જ સંપૂર્ણ સિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહેલું છે કે :- "
હે વીતરાગ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞા પાળવી મહાન લાભકારી છે. કેમકે તારી આજ્ઞા પાળવી અને વિરાધવી એ અનુક્રમે મોક્ષ અને સંસાર માટે થાય છે.
પ્રભુ ! હંમેશાં તમારી આજ્ઞા હેય અને ઉપાદેયને જણાવનારી હોય છે. આશ્રવ સર્વથા ત્યજવા યોગ્ય છે અને સંવર ગ્રહણ કરવા લાયક છે. દ્રવ્ય અને ભાવસ્તવનું ફળ.
ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધના કરનારો વધારેમાં વધારે બારમા દેવલોક જાય અને ભાવસ્તવથી તો પ્રાણી અંતર્મુહૂર્તમાં પણ નિર્વાણપદને પામે છે. દ્રવ્યસ્તવમાં થતો આશ્રવ ગણવા લાયક નથી.
દ્રવ્યસ્તવમાં જો ષકાયના ઉપમદનરૂપ કોઈક વિરાધનાનો સંભવ છે. પણ કૂવાના દૃષ્ટાંતથી તે દ્રવ્યસ્તવ કરવો ઉચિત જ છે. કેમકે તેમાં કરનાર, જોનાર અને સાંભળનારને અગણિત પુણ્ય થાય છે. જેમ કોઈકે નવા વસેલા ગામમાં સ્નાન-પાનને માટે લોકોને કૂવો ખોદતાં તરસ, થાક, અંગ મલિન થવું ઇત્યાદિ થાય પણ કૂવામાંથી પાણી નીકળ્યા પછી તેમને કે બીજા લોકોને તે કૂવો સ્નાન, પાન, અંગશુચિ, તરસ, થાક, અંગની મલીનતા વિગેરે ઉપશમાવી સર્વકાળ સર્વ પ્રકારનાં સુખનો આપનાર થાય છે. તેમ દ્રવ્યસ્તવથી પણ સમજવું. . આવશ્યકનિર્યુક્તિમાં પણ કહે છે કે - “સંપૂર્ણ માર્ગ સેવન નહીં કરી શકનારા વિરતાવિરતદેશવિરતિ શ્રાવક તેઓના કૂવાના દૃષ્ટાંતથી સંસારને પાતળો કરનાર એ દ્રવ્યસ્તવ કરવો યુકત છે.' બીજે ઠેકાણે પણ કહે છે કે આરંભમાં પ્રસક્ત (આરંભને વળગી રહેલા) છ કાયના જીવના વધનો ત્યાગ નહીં કરી શકેલા એવા, સંસારરૂપ અટવીમાં પડેલા ગૃહસ્થોને દ્રવ્યસ્તવ જ આલંબન (આધાર) છે.
વાયુના જેવા ચપળ, મોક્ષપદનો અંતરાય કરનાર, ઘણાં છે સ્વામી જેના એવા સાર વગરના થોડા ધનથી સ્થિર ફલને આપનારી, નિર્વાણને સાધનારી, પોતાને આધીન એવી જિનેશ્વર
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ભગવંતની પૂજા કરીને જે શ્રાવક સારામાં સાર નિર્મળ પુષ્ય ગ્રહણ કરે છે તે જ શ્રાવક વ્યાપારના કામમાં નિપુણ ગણાય છે. પૂજાના મનોરથથી થતું પુણ્ય.
દેરાસરે પૂજા કરવા જઉં એવું ચિંતવન કરતાં ચોથભક્ત (એક ઉપવાસ)નું ફળ, અને જવાને ઉઠે તો છઠ્ઠનું ફળ, ત્યાંથી ઉઠી પગલું ભરતાં અટ્ટમનું ફળ, માર્ગમાં ચાલતાં શ્રદ્ધાળુને દશમ (ચાર ઉપવાસ)નું ફળ, દેરાસરને દરવાજે આવે ત્યારે પાંચ ઉપવાસનું ફળ, દેરાસરમાં આવે ત્યારે પાક્ષિક (પંદર ઉપવાસ)નું ફળ અને જિનેશ્વર ભગવંતને પોતાની દૃષ્ટિથી દેખતાં (દર્શન કરતાં) એક મહિનાના ઉપવાસનું ફળ પ્રાણી પામે છે.
પદ્મચરિત્રમાં પણ ઉપર પ્રમાણે કહેલું છે અને વિશેષ એટલું જ છે કે જિનેશ્વર ભગવંતના દેરાસરમાં જવાથી છ માસના ઉપવાસનું ફળ, ગભારાના દરવાજા આગળ ઉભા રહેતાં એક વર્ષના ઉપવાસનું ફળ, પ્રદક્ષિણા કરતાં સો વર્ષના ઉપવાસનું ફળ, અને ત્યારપછી ભગવંતની પૂજા કરતાં એક હજાર વર્ષના ઉપવાસનું ફળ અને સ્તવન કહેવાથી અનંત પુણ્ય પુરુષને મળે છે એમ જણાવેલ છે.
પ્રભુને નિર્માલ્ય ઉતારી પ્રમાર્જના કરતાં સો ઉપવાસનું, ચંદનાદિ વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળાનું આરોપણ કરવાથી લાખ ઉપવાસનું ફળ પમાય છે. ગીત-વાજિંત્ર કરતાં અનંત ઉપવાસનું ફળ થાય છે. ત્રિકાળ પૂજના.
જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરવી કહી છે. કહ્યું છે કે :
પ્રાતઃકાળે જિનેશ્વર ભગવંતની વાસક્ષેપથી કરેલી પૂજા રાત્રિમાં કરેલા પાપને હણે છે. મધ્યાહ્નકાળે ચંદનાદિથી કરેલી પૂજા જન્મથી કરેલાં પાપો હણી નાંખે છે, રાત્રિના સમયમાં ધૂપદીપાદિ વડે કરેલી પૂજા સાત જન્મનાં પાપ દૂર કરે છે. જળપાન, આહારશયન, વિદ્યા, મળમૂત્રનો ત્યાગ, ખેતીવાડી, એ સર્વ કાળ પ્રમાણે સેવન કરેલાં હોય તે જ સલ્ફળના આપનાર હોય છે. તેમ જિનેશ્વર ભગવંતની પૂજા પણ કાળે કરી હોય તો જ ફળ આપે છે.
જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરતાં પ્રાણી સમ્યકત્વને શોભાવે છે તેમજ તીર્થકર નામકર્મ શ્રેણિક રાજાની જેમ બાંધે છે. દોષ રહિત એવા જિનેશ્વર ભગવંતની સદા ત્રિકાળ જે પૂજા કરે છે તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધિપદને પામે છે. સર્વ આદરથી પૂજા કરવા કદાપિ દેવેન્દ્ર પ્રવર્તે તો પણ પૂજી ન શકે, કેમકે તીર્થકરના અનંતગુણ છે. એક એક ગુણને જુદા જુદા ગણીને પૂજા કરે તો આયુષ સમાપ્તિ પર્યત પણ પૂજાનો કે ગુણનો અંત આવે નહીં. માટે સર્વ પ્રકારથી પૂજા કરવા કોઈ સમર્થ નથી પણ યથાશક્તિ સર્વજન પૂજા કરે એમ બની શકે છે.
હે પ્રભુ ! તમે અદેશ્ય છો એટલે આંખથી દેખાતા નથી, સર્વ પ્રકારે તમારી પૂજા કરવા ચાહિયે તો બની શકતી નથી, ત્યારે તો અત્યંત બહુમાનથી તમારા વચનનું પરિપાલન કરવું એ જ શ્રેયસ્કર છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
પૂજામાં બહુમાન વિધિની ચતુઃભંગી.
૧૦૧
જિનેશ્વર ભગવંતની પૂજામાં યથાયોગ્ય બહુમાન અને સમ્યક્ વિધિ એ બન્ને હોય તો જ તે પૂજા મહા લાભકારી થાય છે. તે ઉપર ચોભંગી બતાવે છે.
પૂજામાં બહુમાન વિધિની ચતુઃભંગી.
૧ સાચું રૂપું અને સાચી મોહોર છાપ, ૨ સાચું રૂપું અને ખોટી મોહોર છાપ, ૩ સાચી મોહોર છાપ, પણ ખોટું રૂપું, ૪ ખોટી મોહોર છાપ અને રૂપું પણ ખોટું.
૧ દેવપૂજામાં પણ (૧) સાચું બહુમાન અને સાચી વિધિ એ પહેલો ભાંગો સમજવો.
૨
સાચું બહુમાન છે, પણ વિધિ સાચી નથી એ બીજો ભાંગો સમજવો.
૩
૪
સાચી વિધિ છે, પણ સમ્યગ્ બહુમાન નથી, આદર નથી, એ ત્રીજો ભાંગો સમજવો. સાચી વિધિ પણ નથી અને સમ્યગ્ બહુમાન પણ નથી એ ચોથો ભાંગો સમજવો. ઉપર લખેલા ભાંગામાંથી પ્રથમ અને દ્વિતીય યથાનુક્રમે લાભકારી અને ત્રીજો તથા ચોથો ભાંગો બીલકુલ સેવન કરવા લાયક નથી.
એટલા જ માટે બૃહદ્ભાષ્યમાં કહેલ છે કે :- વાંદણાના અધિકારમાં (ભાવપૂજામાં) રૂપા સમાન મનથી બહુમાન સમજવું અને મોહોર છાપ સમાન સર્વ બહારની ક્રિયાઓ સમજવી. બહુમાન અને ક્રિયા એ બંનેનો સંયોગ મળવાથી વંદના સત્ય જાણવી; જેમ રૂપું અને મોહોર સત્ય હોય તે રૂપિયો બરાબર ચાલે તેમ વંદના પણ બહુમાન અને ક્રિયા એ બંને હોવાથી સત્ય સમજવી. બીજા ભાંગા સમાન વંદના પ્રમાદિની ક્રિયા તેમાં બહુમાન અત્યંત હોય પણ ક્રિયા શુદ્ધ નથી તે પણ માનવા યોગ્ય છે. બહુમાન છે, ક્રિયા અખંડ કરે, પણ અંતરંગ પ્રેમ નથી તેથી ત્રીજા ભાંગાની વંદના કશા કામની નથી. કેમકે ભાવ વિનાની કેવળ ક્રિયા શા કામની છે ? એ તો કેવળ લોકોને દેખાડવારૂપ જ ગણાય છે એ નામની જ ક્રિયા છે તેથી આત્માને કાંઈ ફળીભૂત થતી નથી. ચોથો ભાંગો પણ કશા કામનો નથી કેમકે અંતરંગ બહુમાન પણ નથી અને ક્રિયા પણ શુદ્ધ નથી. એ ચોથા ભાંગાને તત્ત્વથી વિચારીએ તો વંદના જ ન ગણાય. દેશ-કાળને આશ્રયિને થોડો અથવા ઘણો વિધિ અને બહુમાન સંયુક્ત એવો ભાવસ્તવ કરવો.
અનુષ્ઠાન.
શ્રી જિનશાસનમાં ૧ પ્રીતિઅનુષ્ઠાન, ૨ ભક્તિઅનુષ્ઠાન, ૩ વચનઅનુષ્ઠાન, ૪ અસંગઅનુષ્ઠાન, એમ ચાર પ્રકારના અનુષ્ઠાન કહેલાં છે.
ભદ્રપ્રકૃતિ સ્વભાવવાળા જીવને જે કંઈ કામ કરતાં પ્રીતિનો સ્વાદ ઉત્પન્ન થાય છે, બાળકાદિને જેમ રત્ન ઉપર પ્રીતિ ઉપજે છે તેમ પ્રીતિઅનુષ્ઠાન સમજવું.
શુદ્ધ વિવેકવંત ભવ્ય જીવને જે ક્રિયા ઉપર અધિક બહુમાન થવાથી ભક્તિ સહિત પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેને પૂર્વાચાર્યો ભક્તિ અનુષ્ઠાન કહે છે.
બંનેમાં (પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં) પરિપાલણા (લેવા-દેવાની ક્રિયા) સરખી છે પણ જેમ સ્ત્રીમાં પ્રીતિરાગ અને માતામાં ભક્તિરાગ એમ બંનેમાં રાગ ભિન્ન-ભિન્ન જાતિનો હોય છે તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ એટલો તફાવત છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ ' પ્રથમ પ્રકાશ સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે જ જિનેશ્વર ભગવંતના ગુણ જાણે તથા વખાણે, ચૈત્યવંદન, દેવવંદન વિગેરે સર્વ સૂત્રમાં કહેલી રીત મુજબ કરે તેને વચનાનુષ્ઠાન કહેવાય. આ વચનાનુષ્ઠાન ચારિત્રવંતને નિયમથી હોય છે પણ પાર્થસ્થાદિને નહીં.
ફળની આશા ન રાખનારો ભવ્યજીવ શ્રુતના આલંબન વગર કેવલ પૂર્વના અભ્યાસના રસથી જ જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરુષોએ અસંગ અનુષ્ઠાન જાણવું તે જિનકલ્પી વગેરેને હોય છે.
જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડથી થાય છે તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ પ્રયોગથી ચક્ર ભમ્યા કરે તેમ અભ્યાસના રસથી આગમની અપેક્ષા વગર અસંગઅનુષ્ઠાન થાય છે એમ આ બે (વચન અને અસંગ) અનુષ્ઠાન આ દૃષ્ટાંતથી ભિન્ન ભિન્ન સમજી લેવાં. - બાળકની જેમ પ્રથમથી પ્રતિભાવ આવવાથી પ્રથમ પ્રીતિઅનુષ્ઠાન થાય છે, પછી ભક્તિઅનુષ્ઠાન, પછી વચનાનુષ્ઠાન, ત્યારપછી અસંગાનુષ્ઠાન થાય. એમ એક એકથી અધિક ગુણની પ્રાપ્તિ થવાથી અનુષ્ઠાન પણ થાય છે. એટલા માટે ચાર પ્રકારનું અનુષ્ઠાન પણ પ્રથમ રૂપિયાના સરખું સમજવું. વિધિ અને બહુમાન એ બંનેના સંયોગથી અનુષ્ઠાન પણ સમજવાં, જે માટે મુનિ મહારાજે એ અનુષ્ઠાન પરમ પદ પામવા કારણ પણે બતાવેલ છે.
બીજા ભાંગાના રૂપિયા સમાન (સાચું રૂપું પણ ખોટી મોહોર) અનુષ્ઠાન પણ સત્ય છે તેટલા માટે પૂર્વાચાર્યોએ તેને એકાંતે દુષ્ટ ગણાવ્યું નથી. જ્ઞાનવંત પુરુષોની ક્રિયા જો કે અતિચારથી મલિન હોય તો પણ શુદ્ધતાનું કારણ છે જેમકે રત્ન ઉપર મેલ લાગેલો હોય પણ જો અંદરથી શુદ્ધ છે તો બહારનો મેલ સુખે દૂર કરી શકાય છે.
ત્રીજા ભાંગા સરખી ક્રિયા (મોહોર છાપ સાચી પણ રૂપું ખોટું) માયામૃષાદિ દોષથી બનેલી છે. જેમકે ભોળા લોકોને ઠગવા માટે કોઈ ધૂર્તે શાહુકારનો વેશ લઈ વંચના જાળ માંડી હોય, તેની ક્રિયા બહારથી દેખાવમાં ઘણી જ આશ્ચર્યકારક હોય પણ મનમાં અધ્યવસાય અશુદ્ધ હોય તેથી ઈહલોકમાં માન, યશ, કીર્તિ, ધન વિગેરેના તેને (ધૂર્તને) લાભ થાય પણ તે પરલોકમાં દુર્ગતિને જ પામે છે માટે એ ક્રિયા બહારના દેખાવરૂપ જ હોવાથી ગ્રહણ કરવી યોગ્ય જ નથી ચોથા ભાંગા જેવી ક્રિયા (બંને ખોટા) પ્રાયે અજ્ઞાનપણાથી, અશ્રદ્ધાનપણાથી, કર્મના ભારેપણાથી, ભવાભિનંદી જીવોને હોય છે. શુદ્ધ અને અશુદ્ધ એ બંનેથી રહિત એવી ક્રિયા ખરેખર આરાધનાવિરાધના એ બન્નેથી શૂન્ય છે પણ ધર્મના અભ્યાસ કરવાના ગુણથી કોઈક વખત શુભ નિમિત્તપણે થાય છે. જેમ કોઈ શ્રાવકનો પુત્ર ઘણીવાર જિનબિંબના દર્શન કરવાના ગુણથી જો કે તે ભવમાં કોઈ સુકન્ય કર્યા નહોતાં તો પણ મરણ પામીને મત્સ્યના ભવમાં સમકિત પામ્યો.
ઉપર બતાવેલી રીત પ્રમાણે એકાગ્ર ચિત્તથી બહુમાનપૂર્વક જો દેવપૂજા થાય તો યથોકત ફળની પ્રાપ્તિ થાય છે માટે ઉપર જણાવેલા કારણમાં જરૂર ઉદ્યમ કરવો. આ નિયમ ઉપર ધર્મદત્ત નૃપની કથા છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૩
વિધિ અને બહુમાન ઉપર કથા.
વિધિ અને બહુમાન ઉપર ધર્મદત્ત નૃપની કથા
રૂપાના જિનમંદિરથી શોભતા એવા રાજપુરનગરમાં ચંદ્રમાની જેમ શીતકર અને ૧કુવલયવિકાસી એવો રાજધર નામે રાજા હતો. તેને પ્રીતિમતી આદિ પાંચસો રાણીઓ હતી એક પ્રીતિમતી રાણી સિવાયની બાકી સર્વે રાણીઓને જગતને આનંદકારી પુત્રો હતા. જ્યારે પ્રીતિમતી રાણીને પુત્ર ન હોવાથી મનમાં ઘણો જ ખેદ પામતી.
દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતાઓ પણ જ્યારે નિષ્ફળ નીવડી ત્યારે તો પ્રીતિમતીનું દુ:ખ ઘણું વૃદ્ધિ પામ્યું. ઉપાયો નિષ્ફળ જાય ત્યારે આશા સફળ ન થાય.
એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની જેમ રમતું હતું તે તેણે હાથ ઉપર લીધું. તો પણ મનમાં ભય ન રાખતાં હંસે મનુષ્ય વાણીથી તે રાણીને કહ્યું કે “હે ભદ્રે ! હું અહીં યથેચ્છ છૂટથી રમતો હતો તો મને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે ? યથેચ્છ વિહાર કરનારા જીવોને બંધનમાં રહેવું નિરંતર મરણ સમાન છે. તું પોતે વંધ્યાપણું ભોગવવા છતાં પાછું એવું અશુભ કર્મ કેમ કરે છે ? શુભકર્મથી ધર્મ થાય છે અને ધર્મથી પોતાનું વાંછિત સફળ થાય છે.''
પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, “હે ચતુર શિરોમણે ! તું મને એમ કહે છે ? તને હું થોડીવારમાં મૂકી દઉં પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણાં શુભ કર્મ હું હંમેશાં કરું છું તો પણ શાપ પામેલી સ્ત્રીની જેમ મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થતો ? પુત્ર વિના હું દુ:ખી છું તે તું શી રીતે જાણે છે ? અને મનુષ્યની વાણી શી રીતે બોલે છે ?
હંસ બોલ્યો, “મારી વાતચીત પૂછવાનું તને શું કારણ છે ? હું તને લાભકારી વચન કહું છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વે વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કર્મની આધીનતામાં છે. આ લોકમાં કરેલું શુભકર્મ તો વચ્ચે આવતાં અંતરાયોને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્યો જે તે દેવતાની પૂજા કરે છે તે મિથ્યા છે અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણીત ધર્મ જ જીવોને આલોકમાં તથા પરલોકમાં વાંછિત વસ્તુનો દાતાર છે. જો જિનધર્મથી વિઘ્નની શાંતિ વગેરે ન થાય તો બીજા ઉપાયથી ક્યાંથી થવાની ? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહીં તે કાંઈ બીજા ગ્રહથી દૂર થાય ? માટે તું કુપથ્ય સરખા મિથ્યાત્વને છોડી દે અને રૂડા પથ્ય સમાન અર્હન્ધર્મની આરાધના કર. તેથી આ લોકમાં તથા પરલોકમાં પણ તારા મનોરથ ફળીભૂત થશે.”
હંસ આટલું કહી પારાની જેમ ઝટ ક્યાંય ઊડી ગયો. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણી પુત્રની આશા ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તો ધર્મ, ગુરુ આદિ વસ્તુ ઉપર સ્થિર આસ્થા રહે છે. જીવનો એવો સ્વભાવ હોવાથી પ્રીતિમતી રાણીએ સદ્ગુરુ પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. સમ્યક્ત્વ ધારણ કરનારી અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણી અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઈ.
૧. કમળને ખીલવનાર; પૃથ્વીને આનંદ પમાડનાર.
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે “હજી પટ્ટરાણીને એકે પુત્ર થયો નથી અને બીજી રાણીઓને તો સેંકડો પુત્ર છે. એમાં રાજ્યને યોગ્ય પુત્ર કોણ હશે ?” રાજા એવી ચિંતામાં છે એટલામાં રાત્રે સ્વપ્રમાં જાણે સાક્ષાત્ જ હોય નહિ ! એવા કોઈ દિવ્ય પુરુષે આવી રાજાને કહ્યું, “હે રાજન્ ! પોતાના રાજ્યને યોગ્ય પુત્રની તું ફોકટ ચિંતા ન કર. દુનિયામાં કલ્પવૃક્ષ સમાન ફળદાયક એવા એક જિનધર્મની જ વિધિપૂર્વક તું આરાધના કર તેથી આલોક, પરલોકમાં તારી ઇષ્ટસિદ્ધિ થશે.” એવું સ્વપ્ર જોવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાપૂર્વક જિનધર્મની આરાધના કરવા લાગ્યો. પછી કોઈ ઉત્તમ જીવ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વપ્રમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વેલોક આનંદ પામ્યા. ગર્ભના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણિ-રત્નમય જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઇત્યાદિ દોહલો ઉત્પન્ન થયો.
૧૦૪
દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવતાં જ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નીકળતાં થાય છે. ધનવંત લોકોની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે. અને બાકી રહેલા મનુષ્યોની કાર્યસિદ્ધિ તે પોતે અંગ-મહેનત કરે ત્યારે થાય છે. રાજાએ ઘણા હર્ષથી તેનો સંપૂર્ણ દોહલો તત્કાળ પૂર્ણ કર્યો, જેમ મેરુપર્વત ઉપરની ભૂમિ પારિજાત-કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રીતિમતી રાણીએ આગળથી જ શત્રુનો નાશ કરનારો પુત્ર પ્રસવ્યો. તે પુત્ર અનુક્રમે મહિમાવંત થયો.
રાજધર રાજાને પુત્ર જન્મ સાંભળી ઘણો જ હર્ષ થયો, તેથી તેણે પૂર્વે કોઈ સમયે નહિ કરેલો એવો તે પુત્રનો જન્મોત્સવ વગેરે કાર્યો કર્યાં અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભેટણા માફક મૂક્યો. ત્યારે ઘણી સંતુષ્ટ થયેલ પ્રીતિમતી રાણીએ પોતાની સખીને કહ્યું કે -
“હે સખી ! તે ચતુર હંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એવો ઘણો જ ઉપકાર મારા ઉપર કર્યો. તે હંસના વચન પ્રમાણે કરવાથી નિર્ધન પુરુષ જેમ દૈવયોગથી પોતાનાથી મેળવી ન શકાય એવો નિધિ પામે તેમ મારાથી મેળવી ન શકાય એવું જિનધર્મરૂપ એક રત્ન અને બીજું આ પુત્રરત્ન હું પામી. પ્રીતિમતી આમ બોલે છે એટલામાં માંદા માણસની જેમ તે બાળક એકાએક આવેલી મૂર્છાથી તત્કાળ બેભાન થઇ ગયું અને તેની પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂર્છા ખાઇ બેભાન થઇ જમીન પર ઢળી પડી.
તુરત પરિવારના તથા આસપાસના લોકોએ દૃષ્ટિદોષ અથવા કોઇ દેવતાની પીડા વગેરે હશે.’ એમ કલ્પના કરી ઘણા ખેદથી ઊંચે સ્વરે પોકાર કર્યો કે, “હાય હાય ! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું ?'' ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન વગેરે લોકોએ ત્યાં આવી બન્ને માતાપુત્રને શીતળ ઉપચાર કર્યા તેથી થોડી વારમાં જ બાળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઇ પૂર્વકર્મનો યોગ ઘણો આશ્ચર્યકારી છે. તે જ સમયે સર્વત્ર આ વાતની વધામણી ગઇ. રાજપુત્રને ઉત્સવ સહિત લઇ ગયા.
Page #129
--------------------------------------------------------------------------
________________
ધર્મદત્તનો પૂર્વભવ.
૧૦૫
તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારંવાર દૂધપાન વગેરે કર્યું પણ બીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દૂધ પીધું નહીં અને ચઉવિહાર પચ્ચક્ખાણ કરનારની જેમ ઔષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતા-પિતા, મંત્રી અને નગરના લોકો ઘણા દુ:ખી થયા, શું કરવું ? તે કોઇને સૂઝ પડતી નથી ત્યારે જાણે બાળકના પુણ્યથી ખેંચાયેલ જ હોય નહીં ! એવા એક મુનિરાજ મધ્યાહ્ન સમયે આકાશમાંથી ઉતર્યા. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લોકોએ મુનિરાજને વંદના કરી. બાળકે દૂધ વગેરેનો ત્યાગ કરવાનું રાજાએ કારણ પૂછ્યું.
ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે “હે રાજન્ ! આ બાળકને રોગાદિની અથવા બીજી કાંઇ પણ પીડા નથી. એને તમે જિન પ્રતિમાનાં દર્શન કરાવો. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે.'' મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિર લઇ જઈ દર્શન-નમસ્કાર આદિ કરાવ્યું ત્યારે પૂર્વની માફક દૂધ પીવા લાગ્યો. અને તેથી સર્વ લોકો આશ્ચર્ય અને સંતોષ પામ્યા ફરીથી રાજાએ મુનિરાજને પૂછ્યું કે “આ શું ચમત્કાર !” મુનિરાજે કહ્યું કે હે રાજન્ ! તને એ વાત એના પૂર્વભવથી માંડીને કહું છું તે સાંભળ.
ધર્મદત્તનો પૂર્વભવ.
જેમાં નિંઘ પુરુષ થોડા અને ઉત્તમ પુરુષ ઘણા એવી પુરિકા નામે નગરીમાં દીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર ક્રુરદૃષ્ટિ રાખનારો કૃપ નામે રાજા હતો. બુદ્ધિથી બૃહસ્પતિની બરાબરી કરી શકે એવો તે રાજાનો ચિત્રમતિ નામે મંત્રી હતો; અને દ્રવ્યથી કુબેરની બરાબરી કરનારો વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે મંત્રીનો મિત્ર હતો. એક સુમિત્ર નામે ધનાઢ્ય વણિકપુત્ર વસુમિત્રનો મિત્ર હતો.
સારા કુળમાં જન્મ્યાથી પુત્ર સરખો માન્ય એવો એક ધન્ય નામે સુમિત્રનો સેવક હતો. તે એક દિવસે ન્હાવા માટે સરોવર ગયો. તેને ઘણું સુગંધી હજાર પાંખડીવાળું દિવ્ય કમળ મળ્યું. તે સરોવરમાંથી બહાર નીકળી ઘણા હર્ષથી ચાલતો થયો. અનુક્રમે માર્ગે જતાં ફૂલ ઉતારીને જતી માળીની ચાર કન્યાઓ તેને મળી. પૂર્વનો ઘણો પરિચય હોવાથી તે કન્યાઓએ કમળના ગુણ જાણી ધન્યને કહ્યું કે, “હે ભદ્ર ! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું ફૂલ જેમ અહીં દુર્લભ છે તેમ આ કમળ પણ દુર્લભ છે.” આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરુષને માટે છે, માટે એનો ઉપયોગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહિ.' ધન્યે કહ્યું, “આ કમળનો ઉત્તમ પુરુષને વિષે જ મુકુટ સમાન
ઉપયોગ કરીશ.'
પછી ધન્ય વિચાર કર્યો કે; “સુમિત્ર જ સર્વે સજ્જનોમાં શ્રેષ્ઠ છે અને તેથી જ તે મારા પૂજ્ય છે.” જેની આજીવિકા જે માણસથી ચાલતી હોય તેને તે માણસ કરતાં બીજો કોણ વધુ સારો લાગે હવે ભોળા સ્વભાવના ધન્યે એમ વિચારી જેમ કોઇ દેવતાને ભેટલું આપવું હોય તેમ સુમિત્રની પાસે જઇ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત હતી તે કહી પેલું કમળ ભેટ ધર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે મારા શેઠ વસુમિત્ર સર્વે લોકમાં ઉત્તમ હોવાથી તેમને જ આ ઉત્તમ વસ્તુ વાપરવા યોગ્ય છે. તેમનો મારા ઉપર એટલો બધો ઉપકાર છે કે હું અહોનિશ તેમનું દાસપણું
૧૪
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
કરું તો પણ તેમના ઋણમાંથી મુક્ત ન થાઉં.” સુમિત્રે એમ કહ્યાથી ધન્ય તે કમળ વસુમિત્રને
ભેટ આપ્યું. - ત્યારે વસુમિત્રે પણ કહ્યું કે “આ લોકમાં મારા સર્વ કાર્ય સફળ કરનારો એક ચિત્રમતિ મંત્રી જ સર્વમાં ઉત્તમ છે.” વસુમિત્રનાં એવાં વચનથી બન્યું તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણા તરીકે આપ્યું. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે મારા કરતાં શ્રેષ્ઠ કૃપરાજા છે. કારણ કે તે પૃથ્વીના અને પ્રજાના અધિપતિ હોવાથી તેની દૃષ્ટિનો પ્રભાવ પણ દૈવની જેમ ઘણો અદ્ભુત છે. તેની કુરદૃષ્ટિ જેની ઉપર પડે તે ઘણો માતબર હોય તો પણ કંગાળ જેવો થઇ જાય અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હોય તો પણ માતબર થાય.'
ચિત્રમતિનાં એવાં વચનથી બન્યું તે કમળ કૃપ રાજાને આપ્યું. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને ગુરુની સેવા કરવામાં તત્પર હતો તેથી તેણે કહ્યું કે, જેના ચરણ કમળમાં મારા જેવા રાજાઓ ભ્રમરની જેમ તલ્લીન રહે છે તે જ સદ્ગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે.
કૃપરાજા એમ કહે છે એટલામાં સર્વ લોકોને આશ્ચર્ય પમાડનાર કોઈ ચારણ મુનિ દેવતાની જેમ ત્યાં આકાશમાંથી ઉતર્યા. કૃપ રાજા આદિ લોકો મુનિરાજને બહૂમાનપર્વક આસન દઈ વંદના આદિ કરી પોતપોતાને ઉચિત સ્થાને બેઠા. પછી ધન્ય વિનયથી તે કમળનું મુનિરાજ આગળ ભેટથું મૂક્યું. ત્યારે ચારણમુનિએ કહ્યું કે, “જો તારતમ્યતાથી કોઇપણ મનુષ્યમાં શ્રેષ્ઠપણું આવતું હોય તો તેનો છેડો અરિહંતને વિષે જ આવવો યોગ્ય છે. . કારણ કે અરિહંત ત્રણે લોકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતને જ આ કમળ ધારણ કરવું ઉચિત છે. આ લોકમાં પરલોકમાં વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થએલી કામધેનું સમાન છે.”
ભદ્રક સ્વભાવનો ધન્ય ચારણમુનિના વચનથી હર્ષ પામ્યો અને પવિત્ર થઇ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવંતને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું તે કમળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શોભે તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણો જ આનંદ ઉત્પન્ન થયો અને શુભ ભાવના ભાવવા લાગ્યો. " એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં ફૂલ વેચવા આવી ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જોવામાં આવ્યું. તે શુભ કર્મની અનુમોદના કરી તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજ હોય નહી એવું એક-એક ઉત્કૃષ્ટ ફૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું.
શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કોઈને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઇત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને થાય છે.
પછી પોતાના જીવને ધન્ય માનતો ધન્ય અને તે ચારે કન્યાઓ પોત પોતાને ઘેર ગયાં. તે દિવસથી ધન્ય ભગવાનને પ્રાયઃ દરરોજ વંદના કરવા આવે અને એવી ભાવના ભાવે કે “રાંક પશની જેમ અહોરાત્ર પરતંત્રમાં રહેવાથી દરરોજ ભગવાનને વાંદવાનો નિયમ પણ
Page #131
--------------------------------------------------------------------------
________________
ધર્મદત્તનો પૂર્વભવ.
૧૦૭ લેવાતો નથી એવા મને ધિક્કાર થાઓ.” કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેષ્ઠી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મ આદર્યો અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલોકે ગયા.
ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવલોકે મહદ્ધિક દેવતા થયો અને તે ચારે માળીની કન્યાઓ તેની (ધન્યની) મિત્રદેવતા થઇ. કૃપ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી જેમ સ્વર્ગમાં ઇદ્ર છે તેમ વૈતાઢય પર્વત ઉપર આવેલા ગગન-વલ્લભ નગરમાં ચિત્રગતિ નામે વિદ્યાધરનો રાજા થયો. મંત્રીનો જીવ દેવલોકથી ચ્યવીને ચિત્રગતિ વિદ્યાધરનો પુત્ર થયો તેની ઉપર માતાપિતા ઘણી જ પ્રીતિ કરવા લાગ્યાં. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ યૌવન અવસ્થામાં આવી એક વખતે રાજ્યના લોભથી પોતાના બાપને મારી નાંખવા માટે દઢ અને ગુપ્ત વિચાર કર્યો. લોભાંધ થઈ પિતાનું અનિષ્ઠ કરવા ધારનાર એવા કુપુત્રને ધિક્કાર થાઓ ! સારા દેવયોગથી ગોત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો.
એકાએક ઘણો ભય આવવાથી ચિત્રગતિ તે જ સમયે ઉજ્જવલ વૈરાગ્ય પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે, “હાય હાય ! હવે હું શું કરું ? કોના શરણે જાઉં ? કોને શું કહું ? પૂર્વ પુણ્ય ઉપામ્યું નહીં તેથી પોતાના પુત્રથી જ મારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાનો પ્રસંગ આવ્યો તો હજી પણ હું ચેતી જાઉં.”
એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તે જ વખતે પંચમુઠિ લોચ કર્યો, દેવતાઓએ આવી સાધુનો વેષ આપ્યો, ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યા. પછી પશ્ચાતાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની તે સર્વ કહી પવનની જેમ અપ્રતિબદ્ધ વિહાર કર્યો. સાધુના કલ્પને અનુસરી વિહાર કરતાં અને દુઃખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું.
ચિત્રગતિ મુનિ રાજાને કહે છે કે તે હું, જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારો મોહ દૂર કરવા માટે અહીં આવ્યો. હવે બાકીનો સમગ્ર સંબંધ કહું છું વસુમિત્રનો જીવ દેવલોકથી ચ્યવીને તું રાજા થયો અને સુમિત્રનો જીવ ચ્યવને તારી પ્રીતિમતી નામે રાણી થઇ એ રીતે તમારી બંનેની પ્રીતિ પૂર્વભવથી દઢ થયેલી છે. પોતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણે જણાવવા કોઇ કોઇ વખત સુમિત્રે કપટ કર્યું તેથી તે સ્ત્રીપણું પામ્યો. મારા કરતાં પહેલાં મારા નાના ભાઇને પુત્ર થયો.” એમ ચિંતવ્યું તેથી આ ઘણા વખત પછી પુત્ર થયો. એક વાર કોઇનું ખોટું ધાર્યું હોય તો પણ તે પોતાને ઘણું જ આકરૂં ફળ આપ્યા વગર રહે નહીં.
ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સવિધ જિનેશ્વરને પૂછ્યું કે હું અહીંથી ચ્યવીને ક્યાં ઉત્પન્ન થઇશ ? ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, “માતા-પિતા ધર્મ પામ્યા ન હોય તો પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે ? મૂળ કૂવામાં જો પાણી હોય તો જ પાસેના અવાડામાં સહજથી મળી આવે.?
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ એમ વિચારી પોતે બોધિબીજનો લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તેને સ્વપ્ન દેખાડીને બોધ કર્યો. એ રીતે ભવ્ય જીવો દેવતાના ભવમાં છતાં પણ પરભવે બોધિલાભ થવાને માટે ઉદ્યમ કરે છે. બીજા કેટલાએક લોકો મનુષ્યભવમાં હોવા છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બોધિરત્નને (સમ્યકત્વને) ખોઈ બેસે છે.
તે સમ્યકત્વધારી દેવતા (ધન્યનો જીવ) સ્વર્ગથી ચ્યવીને તમારો પુત્ર થયો. એની માતાને સારાં સ્વપ્ન આવ્યાં અને સારા દોહલા ઉત્પન્ન થયા તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યના પછવાડે તેનો પ્રકાશ અને મેઘની પછવાડે વીજળી જાય છે તેમ એની પછવાડે પૂર્વભવથી ભક્તિ આવેલી છે. તેથી દોહલા અને સ્વપ્નાં સારાં આવ્યાં.
ગઇ કાલે એને જિનમંદિરે લઈ ગયા ત્યારે ફરીફરીને જિનપ્રતિમાને જોવાથી અને હંસના આગમની વાત સાંભળવાથી એને મૂર્છા આવી તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવનું સર્વ કૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પોતાના મનથી જે એવો નિયમ લીધો કે, “જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યા વિના મારે થાવજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કલ્પ.
નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે. કહ્યું છે કે નિયમ સહિત અને નિયમ રહિત એવો બે પ્રકારનો ધર્મ છે. તેમાં પહેલો ધર્મ થોડો ઉપાર્યો હોય તો પણ નિશ્ચયથી બીજા કરતાં અનંતગણું ફળ આપે છે. અને બીજો ધર્મ ઘણો ઉપાર્જન કર્યો હોય તો પણ અલ્પ પ્રમાણવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જો કાંઇ પણ ઠરાવ કર્યા વગર કોઈને ઘણા કાળ સુધી અને ઘણું જ દ્રવ્ય ધર્યું હોય તો તેથી કિંચિત્માત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય અને જો ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તો ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એમ ધર્મના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી.
તત્ત્વોનો જાણ પુરુષ હોય તો પણ અવિરતિનો ઉદય હોય તો શ્રેણિક રાજાની જેમ તેનાથી નિયમ લેવાતો નથી અને અંવિરતિનો ઉદય ન હોય તો લેવાય છે. તો પણ કઠણ વખત આવતાં દઢતા રાખી નિયમનો ભંગ ન કરવો એ વાત તો આસનસિદ્ધિ જીવથી બની શકે છે. એ ધર્મદત્તે પૂર્વભવથી આવેલ ધર્મરુચિથી અને ભક્તિથી પોતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યો. ગઈ કાલે જિનદર્શન અને જિનવંદના કર્યા હતાં માટે એણે દૂધ વગેરે પીધું આજે ક્ષુધા-તૃષાથી પીડાયો તો પણ દર્શનનો-વંદનાનો યોગ ન મળવાથી એણે મન દઢ રાખી દૂધ ન પીધું અમારા વચનથી એનો અભિગ્રહ પૂર્ણ થયો ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું.
પૂર્વભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય અથવા કરવા ધાર્યું હોય. તે સર્વ પરભવે પૂર્વભવની જેમ મળી આવે છે. એ મહિમાવંત પુરુષને પૂર્વભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ ભક્તિથી પણ ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી ચ્યવને જુદા જુદા મ્હોટા રાજકુળમાં અવતરી એની રાણીઓ થશે સાથે સુકૃત કરનારાઓનો યોગ પણ સાથે જ રહે છે.”
Page #133
--------------------------------------------------------------------------
________________
ધર્મદત્તનો પૂર્વભવ.
૧૦૯
મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લોકો નિયમ સહિત ધર્મનો સ્વીકાર કરવામાં અગ્રેસર થયા. “પુત્રને પ્રતિબોધ કરવાને માટે વિહાર કરૂં છું.” એમ કહી તે મુનિરાજ ગરૂડની જેમ ઊડી વૈતાઢ્ય પર્વતે ગયા. જગતને આશ્ચર્યકારી પોતાની રૂપ-સંપત્તિથી કામદેવને પણ લજાવનાર એવો જાતિસ્મરણ પામેલો ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની જેમ પાળતો દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી હોવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખે લોકોત્તર સદ્ગુણ જાણે માંહોમાંહે સ્પર્ધાથી જ વધતા હોય તેમ પ્રતિદિન વધવા લાગ્યા.
તે ધર્મદત્તમાં સદ્ગુણોની ધર્મ કરવાથી વિશેષ શોભા આવી, કારણ કે, એણે ત્રણ વર્ષની ઉંમરે જ “જિનેશ્વર ભગવંતની પૂજા કર્યા વગર જમવું નહીં' એવો અભિગ્રહ લીધો. નિપુણ ધર્મદત્તને લખવું, ભણાવવું, આદિ બહોતેર કળાઓ જાણે પૂર્વે લખેલી ભણેલી જ હોય નહીં ! તેમ સહજમાત્ર લીલાથી જ શીઘ્ર આવડી ગઈ. પુણ્યનો મહિમા ઘણો ચમત્કારી છે ! પછી ધર્મદત્તે “પુણ્યાનું બંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે.” એમ વિચારી સદ્ગુરુ પાસેથી શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો.
“ધર્મકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.'' એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભકૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડ્યું. હંમેશા ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારો તે ધર્મદત્ત અનુક્રમે મધ્યમ વય પામ્યો ત્યારે જાડી શેલડીની જેમ તેનામાં લોકોત્તર મીઠાશ આવી. એક દિવસે કોઇ પરદેશી પુરુષે ધર્મદત્તને ઇંદ્રના અશ્વ જેવા લક્ષણવાળા એક અશ્વનું ભેટણું કર્યું.
જગતમાં તે અશ્વ પણ પોતાની માફક અસાધારણ છે એમ જાણી યોગ્ય વસ્તુનો યોગ કરવાની ઇચ્છાથી તે જ સમયે પિતાની આજ્ઞા લઇને મદત્ત તે અશ્વ ઉપર ચડ્યો. ધર્મદત્ત તે અશ્વના ઉપર ચડતાં જ પોતાનો અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડતો એકદમ આકાશમાં ઉડી તે અશ્વ ક્ષણમાત્રમાં અર્દશ્ય થયો અને હજારો યોજન ઉલ્લંઘી તે ધર્મદત્તને ઘણી વિકટ અટવીમાં મૂકી ક્યાંય ચાલ્યો ગયો. ભયંકર એવી તે લેશ માત્ર પણ ભય મનમાં રાખ્યો
૫માં પણ સ્વભાવથી જ ભય રહિત એવા ધર્મદત્તે અને ઉદ્યાનમાં રહેતો હોય તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો.
પરંતુ જિનપ્રતિમાનું પૂજન કરવાનો યોગ ન મળવાથી દુ:ખી થયો. પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં નિર્જલ ચઉવિહારો ઉપવાસ કર્યો. શીતળ અને જાત જાતના ફળ ઘણાં હોવાં છતાં પણ ક્ષુધા-તૃષાથી અતિશય પીડાયેલા ધર્મદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. ધર્મદત્તનું આખું શરીર કરમાઇ ગયું હતું તો પણ ધર્મની દૃઢતા હોવાથી તેનું મન ઘણું જ પ્રસન્ન જણાતું હતું.
આથી એક દેવ પ્રગટ થઇ તેને કહેવા લાગ્યો. અરે સત્યપુરુષ ! બહુ સારૂં ! કોઇથી સધાય નહીં એવું કાર્ય તેં સાધ્યું, આ તે કેવું ધૈર્ય ! પોતાના જીવિતની અપેક્ષા ન રાખતાં આદરેલા નિયમને વિષે જ તમારી દઢતા નિરૂપમ છે. શક્રેન્દ્રે તમારી પ્રકટ પ્રશંસા કરી તે યોગ્ય છે. તે વાત મારાથી ખમાઇ નહિ તેથી મેં અહીં અટવીમાં લાવીને તમારી ધર્મમર્યાદાની પરીક્ષા કરી
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ છે. હે સુજાણ ! તમારી દૃઢતાથી હું પ્રસન્ન થયો છું, માટે મુખમાંથી એક વચન કાઢીને તારે જે ઇષ્ટ માંગવું હોય તે માંગ.'
દેવતાનું એવું વચન સાંભળી ધર્મદત્તે વિચાર કરી કહ્યું કે, “હે દેવ ! જ્યારે તને યાદ કરૂં ત્યારે તું પાછો આવી જે હું કહું તે મારું કાર્ય કરજે.”
પછી તે દેવ “આ ધર્મદત્ત અદ્ભુત ભાગ્યનો નિધિ છે. કારણ કે એણે મને એ રીતે તદ્દન વશ કરી લીધો” એમ કહેતો ધર્મદત્તનું વચન સ્વીકારી તે જ વખતે ત્યાંથી તે જતો રહ્યો. પછી
મને હવે મારા રાજભવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે ?' એવા વિચારમાં છે એટલામાં તેણે પોતાને પોતાના મહેલમાં જોયો.
ધર્મદા રાજપુત્રે પોતાના મેળાપથી માબાપને, બીજા સગાંવહાલાંને તથા પોતાના ચાકરોને આનંદ પમાડ્યો અને પારણા માટે ઘણી ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજા તે દિવસે પણ વિધિસર કરી અને પછી પારણું કર્યું. ધર્મનિષ્ઠ પુરુષોનો આચાર ઘણો આશ્ચર્યકારી હોય છે.
હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાજાઓની સર્વેને માન્ય એવી ઘણા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઇ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, બીજીનું ધર્મમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને ચોથીનું ધર્મણી. આ નામ પ્રમાણે તેમનામાં ગણ પણ હતા. તે ચારે કન્યાઓ વખત જતાં તરુણ અવસ્થામાં આવી. એક દિવસે તે કન્યાઓ અનેક સુકૃતકારી ઉત્સવનું સ્થાનક એવા જિનમંદિરમાં આવી અને અરિહંતની પ્રતિમા જોઇને જાતિસ્મરણ જ્ઞાન પામી.
તેથી “જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભોજન કરવું ન કલ્પ” એવો નિયમ લઇ હંમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાઓએ એકદિલ થઇ એવો નિયમ કર્યો કે “આપણા પૂર્વભવનો મિલાપી ધનનો મિત્ર જ્યારે મળે ત્યારે તેને જ આપણે વરીશું અને બીજા કોઈ ને વરીશું નહીં. તે જાણી પૂર્વ દેશના રાજાએ પોતાની પુત્રી ધર્મરતિને માટે મોટો સ્વયંવર મંડપ કરાવ્યો. અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજધર રાજાને આમંત્રણ આપ્યું હતું તો પણ ધર્મદત્ત ત્યાં ગયો નહીં કારણ કે તેણે વિચાર્યું કે જ્યાં ફળપ્રાપ્તિ થાય કે નહીં ? તેનો નિશ્ચય નથી એવા કાર્યમાં ક્યો સમજા માણસ જાય !''
એટલામાં વિચિત્રગતિ નામે વિદ્યાધરોનો રાજા ચારિત્રવંત થએલા પોતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયો. તેને એક પુત્રી હતી, માટે તેણે પ્રજ્ઞપ્તિ વિદ્યાને પૂછયું કે “મારી પુત્રીને પરણી મારું રાજ્ય ચલાવવા યોગ્ય કોણ પુરુષ છે ?” પ્રજ્ઞપ્તિએ કહ્યું. “તું તારી પુત્રી અને રાજ્ય સુપાત્ર એવા ધર્મદત્ત કુમારને આપજે.” પ્રજ્ઞપ્તિવિદ્યાના એવા વચનથી વિચિત્રગતિ ઘણો હર્ષ પામ્યો અને ધર્મદત્તને બોલાવવા રાજપુર નગરે આવ્યો. ત્યાં ધર્મદત્તના મુખથી ધર્મરતિ કન્યાના સ્વયંવરના સમાચાર જાણી તે વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઇ દેવતાની જેમ અદેશ્ય થઇ કૌતુકથી ધર્મરતિના સ્વયંવર મંડપે આવ્યો. અદેશ્ય રહેલા બન્ને જણાએ આશ્ચર્યકારી તે સ્વયંવર મંડપમાં જોયું તો કન્યાએ અંગીકાર ન કરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂંટાઈ ગયા હોય નહીં ! એવા નિસ્તેજ થયેલા સર્વ રાજાઓ જોવામાં આવ્યા.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ધર્મદત્તનો પૂર્વભવ.
સર્વ લોકો “ હવે શું થશે ?” એમ મનમાં વ્યાકુળ થઇ ગયા. એટલામાં વિચિત્રગતિએ અરૂણ સહિત સૂર્ય જેમ પ્રાતઃકાળે પ્રગટ થાય તેમ પોતે અને ધર્મદત્ત ત્યાં શીધ્ર પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા ધર્મદત્તને જોતાંની સાથે જ સંતોષ પામી અને જેમ રોહિણી વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળા આરોપી. પૂર્વભવનો પ્રેમ અથવા ઠેષ એ બંને પોતપોતાને ઉચિત એવાં કૃત્યોને વિષે જીવને પ્રેરણા કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાઓ ત્યાં આવ્યા હતા તેમણે વિદ્યાધરની સહાયથી પોતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં બેસાડી ત્યાં તેડાવી અને ઘણા હર્ષથી તે જ સમયે ધર્મદત્તને આપી. પછી ધર્મદત્તે વિદ્યાધરે કરેલા દિવ્ય ઉત્સવમાં તે ચારે કન્યાઓનું પાણિ ગ્રહણ કર્યું. વિચિત્રગતિ વિદ્યાધર ધર્મદત્તને તથા સર્વ રાજાઓને વૈતાદ્ય પર્વતે લઈ ગયો. ત્યાં વિવિધ પ્રકારના ઉત્સવ કરી તેણે પોતાની પુત્રી અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું.
તે જ સમયે વિદ્યાધરે આપેલી એક હજાર વિદ્યાઓ ધર્મદત્તને સિદ્ધ થઇ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ વિદ્યાધરોની પાંચસો કન્યાઓનું વૈતાઢ્ય પર્વત ઉપર પાણિ ગ્રહણ કરી ધર્મદત્ત અનુક્રમે પોતાને નગરે આવ્યો અને ત્યાં પણ રાજાઓની પાંચસો કન્યાઓ પરણ્યો. તે પછી રાજધર રાજાએ આશ્ચર્યકારી ઘણા ઉત્સવ કરીને જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવવી તેમ પોતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સગુણી પુત્ર ધર્મદત્તને વૃદ્ધિ માટે સોંપી; અને ચિત્રગતિએ સદ્ગુની પાસે પોતાની પટ્ટરાણી પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્રગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણી એ ચારે મોક્ષે ગયા.
ધર્મદત્તે રાજ્યની લગામ હાથમાં લીધી પછી હજારો રાજાઓને સહજમાં જીતી લીધા અને
સ હજાર રથ, દસ હજાર હાથી, એક લાખ ઘોડા અને એક કોડ પાયદલ એટલા સૈન્યની સાહ્યબીવાળો થયો. ઘણા પ્રકારની વિદ્યાનો મદ ધરનાર હજારો વિદ્યાધરોના રાજાઓ ધર્મદત્તના તાબે થયા. એ રીતે ઘણા કાળ સુધી ઇન્દ્રની જેમ તેણે ઘણું રાજ્ય ભોગવ્યું. સ્મરણ કરતાં જ આવનારો જે પૂર્વે પ્રસન્ન થએલ દેવતા હતો તેની સહાયથી ધર્મદત્તે પોતાના દેશને દુવકુરુક્ષેત્રની જેમ મારી, દુર્મિક્ષ વગેરે જેમાં નામ પણ ન જણાય એવો કર્યો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી તેથી એટલી સંપદા પામ્યો.” પણ યથાવિધિ ત્રિકાળ પૂજા કરવામાં તે ઘણો તત્પર હતો. “પોતાના ઉપર ઉપકાર કરનારનું પોષણ અવશ્ય કરવું જોઇએ.” એમ વિચારી તે ધર્મદત્તે નવા ચૈત્યમાં પ્રતિમાં બેસાડી તથા તીર્થયાત્રા, સ્નાત્ર મહોત્સવ આદિ શુભ કૃત્ય કરીને પોતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ઘણું જ પોષણ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ “જેવો રાજા તેવી પ્રજા” એવી કહેવત પ્રમાણે ઘણાખરા જૈનધર્મી થયા.
જૈનધર્મથી જ આભવે તથા પરભવે ઉદય થાય છે. તે ધર્મદરે યથા અવસરે પુત્રને રાજ્ય આપી પોતે રાણીઓની સાથે દીક્ષા લીધી અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દઢ ભક્તિથી તીર્થકર નામકર્મ બાંધ્યું, અહીં બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને સહસ્ત્રાર દેવલોકે દેવતા થયો તથા તે ચારે રાણીઓ જિનભક્તિથી ગણધર કર્મ બાંધીને તે જ દેવલોકે ગઈ પછી ધર્મદત્તનો જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી ચ્યવ્યો.
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ધર્મદત્તનો જીવ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરદેવ થયો અને ચારે રાણીઓના જીવ તેના ગણધર થયા. ધર્મદત્તનો જીવ તીર્થંકરનામકર્મ વેદીને અનુક્રમે ગણધર સહિત મુક્તિએ ગયો. આ ધર્મદત્તનો અને ચારે રાણીઓનો સંયોગ કેવો આશ્ચર્યકારી છે ? સમજુ જીવોએ આ રીતે જિનભક્તિનું ઐશ્વર્ય જાણી ધર્મદત્ત રાજાની જેમ જિનભક્તિ તથા બીજાં શુભકૃત્ય કરવાને અર્થે હંમેશા તત્પર રહેવું. આ રીતે વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે ઉપર આ ધર્મદત્ત રાજાની કથા છે.
દેરાસરની ઉચિત સાર સંભાળ.
૧૧૨
હવે‘“ચિચિંતાઓ” (ઉચિત ચિંતામાં રક્ત રહે) એ પદનું વ્યાખ્યાન બતાવે છે. દેરાસરની ઉચિત ચિંતા એટલે દેરાસરની પ્રમાર્જના કરવી-કરાવવી; વિનાશ પામતા દેરાંના ખૂણા ખાંચરા તથા પૂજાના ઉપકરણ, થાળી, વાટકા, રકેબી, કુંડી, લોટા, કળશ વગેરેને સમારવા, મંજાવવા, શુદ્ધ કરાવવા; પ્રતિમા, પ્રતિમાના પરિકરને નિર્મળ કરવા, દીવા-દીવીઓ વિગેરે ચોખ્ખા (સાફ) કરવા આગળ કહેવાશે એવી આશાતના વર્જન કરવી; દેરાસરના બદામ, ચોખા, નૈવેદ્યને સંભાળવા, રાખવા, વેચવાની યોજના કરવી; ચંદન, કેસર, ધૂપ, ઘી, તેલ વગેરેનો સંગ્રહ કરવો; આગળ યુક્તિ કહેવાશે એવી ચૈત્યદ્રવ્યની સંભાળ કરવી, ત્રણ-ચાર અગર તેથી અધિક શ્રાવકને વચ્ચે સાક્ષી રાખીને દેરાસરનાં નામાં લેખા અને ઉઘરાણી કરવી-કરાવવી; તે દ્રવ્ય યતનાથી સર્વને સંમત થાય એવા ઉત્તમ સ્થાનકે સ્થાપન કરવું.
તે દેવદ્રવ્યની આવક અને ખર્ચ વિગેરેનું સાફ-ચોખ્ખી રીતે નામુ-લેખું કરવું-કરાવવું, પોતે જઇને કરવું. તથા દેવના કામ માટે રાખેલા ચાકરોને મોકલી દેવદ્રવ્ય વસુલ કરાવવા; તેમાં દેવદ્રવ્ય ખોટું ન થાય તેમ યતના કરવી; તે કામમાં યોગ્ય પુરુષોને રાખવા; ઉઘરાણીના યોગ્ય, દેવદ્રવ્ય સાચવવા યોગ્ય, દેવના કામ કરવા યોગ્ય પુરુષોને રાખી તેની તપાસ કરવી એ સર્વ દેરાસરની ઉચિત ચિંતા ગણાય છે. તેમાં નિરંતર યત્ન કરવો. એ ચિંતા (સાર-સંભાળ) અનેક પ્રકારની છે.
જે સંપદાવંત શ્રાવક હોય તે પોતે તથા પોતાના દ્રવ્યથી તેમજ પોતાના નોકરોથી સુખે કરી તપાસ રખાવે અને દ્રવ્ય રહિત જે શ્રાવક હોય તે પોતાના શરીરથી દેરાસરનાં જે કાંઇપણ કામ બની શકે તે કરે અથવા પોતાના કુટુંબમાંથી કોઇકની પાસે કરાવવા યોગ્ય હોય તો તેની પાસે કરાવી આપે જેવું સામર્થ્ય હોય તે પ્રમાણે કરીને કામ કરાવી આપે. પણ યથાશક્તિએ ઉલ્લંઘન ન કરે. થોડા વખતમાં બની શકે એવું કોઇ કામ દેરાસરનું હોય તો તે બીજી નિસીહિ પહેલાં કરી લે અને થોડા વખતમાં બની શકે એમ ન હોય તો બીજી નિસીહિની ક્રિયા કરી લીધા પછી યથાયોગ્ય યથાશક્તિ કરે.
એવી જ રીતે ધર્મશાળા, પૌષધશાળા, ગુરુ, જ્ઞાન વગેરેની સારસંભાળ પણ દરરોજ યથાશક્તિએ કરવામાં ઉદ્યમ કરવો. કેમકે દેવ-ગુરુ-ધર્મના કામની સારસંભાળ શ્રાવક વિના બીજો કોણ કરે ? માટે શ્રાવકે જ જરૂર કરવી. પણ ચાર બ્રાહ્મણ વચ્ચે મળેલી એક સારણગૌની જેમ આળસમાં ઉપેક્ષા ન કરવી. કેમકે દેવ, ગુરુ, ધર્મના કામને ઉવેખી નાંખે અને તેની બનતી મહેનતે
Page #137
--------------------------------------------------------------------------
________________
આશાતનાના પ્રકાર.
૧૧૩ સારસંભાળ ન કરે તો સમકિતમાં પણ દૂષણ લાગે. જ્યારે ધર્મના કામમાં પણ આશાતના ટાળવા તૈયાર ન થાય અથવા આશાતના થતી જોઇને તેનું મન દુઃખાય નહીં ત્યારે તેને અર્વત ઉપર ભક્તિ છે એમ કેમ કહેવાય ? લૌકિકમાં પણ એક દષ્ટાંત છે કે; “કોઇક મહાદેવની મૂર્તિ હતી તેમાંથી કોઈકે આંખ કાઢી નાંખેલી. તેના ભક્ત ભીલે તે દેખી મનમાં અત્યંત દુઃખ લાવી તત્કાળ પોતાની આંખ કાઢીને તેમાં ચોડી.” માટે તે પોતાના સગાં વહાલાંનાં કામ હોય તેના કરતાં પણ અત્યંત આદરપૂર્વક દેરાસર વગેરેનાં કામમાં નિત્ય પ્રવર્તમાન રહેવું યોગ્ય છે. કહેલ છે કે :
શરીર, દ્રવ્ય અને કુટુંબ ઉપર સર્વ પ્રાણીઓને સાધારણ રીતે પ્રીતિ રહે, પણ મોક્ષાભિલાષી પુરુષોને તો શ્રી તીર્થકર, જિનશાસન અને સંઘ ઉપર અત્યંત પ્રીતિ હોય છે. આશાતનાના પ્રકાર.
જ્ઞાનની, દેવની અને ગુરુની એ ત્રણેની આશાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે. જ્ઞાનની આશાતના.
પુસ્તક, પાટી, ટીપણ, જપમાળા વગેરેને મુખમાંથી નિકળેલું થુંક લગાડવાથી; અક્ષરોના હીનાધિક ઉચ્ચાર કરવાથી, જ્ઞાન ઉપકરણ પોતાની પાસે છતાં અધોવાયુ સરવાથી જે આશાતના થાય છે એ સર્વ પ્રકારે જ્ઞાનની જઘન્ય આશાતના સમજવી.
અકાળે પઠન, પાઠન, શ્રવણ, મનન કરવું; ઉપધાન, યોગ વહ્યા વિના સૂત્ર ભણવું, ભ્રાંતિથી અશુદ્ધ અર્થની કલ્પના કરવી; પુસ્તકાદિને પ્રમાદથી પગ વગેરે લગાડવું, જમીન ઉપર પાડવું; જ્ઞાનનાં ઉપકરણ પોતાની પાસે હોવા છતાં આહાર-ભોજન કરવું કે લઘુનીતિ કરવી; એ સર્વ પ્રકારની જ્ઞાનની મધ્યમ આશાતના જાણવી.
પાટી ઉપર લખેલા અક્ષરોને થુંક લગાડી ભૂંસી નાખવા, જ્ઞાનના ઉપકરણ ઉપર બેસવું, સૂવું; જ્ઞાન અથવા જ્ઞાનના ઉપકરણ પોતાની પાસે છતાં વડીનીતિ કરવી; જ્ઞાન કે જ્ઞાનીની નિંદા કરવી, તેના સામા થવું, જ્ઞાન કે જ્ઞાનીનો નાશ કરવો, ઉસૂત્ર ભાષણ કરવું, એ સર્વ જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના ગણાય છે. તે દેવની આશાતના.
વાસક્ષેપ, બરાસ કે કેસરની ડબી તથા કેબી, કળશ વગેરે ભગવંતને લગાડવા અથવા નાસિકા-મુખને ફરસેલાં વસ્ત્ર પ્રભુને અડાડવાં, તે દેવની જઘન્ય આશાતના.
ઉત્તમ-નિર્મળ ધોતીયાં પહેર્યા વિના પ્રભુની પૂજા કરવી, પ્રભુની પ્રતિમા જમીન ઉપર પાડવી, અશુદ્ધ પૂજન દ્રવ્ય પ્રભુને ચઢાવવાં, પૂજાની વિધિનો અનુક્રમ ઉલ્લંઘન કરવો તે મધ્યમ આશાતના.
તે પ્રભુની પ્રતિમાને પગ લગાડવો, સળેખમ, બળખો, થુંક વિગેરેનો છાંટો ઉડાડવો, નાસિકાના સળેખમથી મલિન થયેલા હાથ પ્રભુને લગાડવા, પ્રતિમા પોતાના હાથેથી ભાંગવી, ચોરવી, ચોરાવવી; વચનથી પ્રતિમાના અવર્ણવાદ બોલવા વગેરે દેવની ઉત્કૃષ્ટ આશાતના છે તે વર્જવી જોઇએ.
૧૫
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ બીજી રીતે દેરાસરની જઘન્યથી ૧૦ ભેદે, મધ્યમથી ૪૦ ભેદે, અને ઉત્કૃષ્ટથી ૮૪ ભેદ આશાતના વર્જવી તે બતાવે છે. જિનમંદિરની જઘન્ય ૧૦ આશાતના.
૧ દેરાસરમાં તંબોળ (પાન-સોપારી) ખાવું, ૨ પાણી પીવું, ૩ ભોજન કરવું, ૪ જોડાબુટ પહેરીને જવું, ૫ સ્ત્રી-સંભોગ કરવો, ૬ શયન કરવું, ૭ થુંકવું, ૮ પેશાબ કરવો, ૯ વડીનીતિ કરવી, ૧૦ જુગાર વિગેરે રમત કરવી એ દેરાસરની અંદરની દશ જઘન્યઆશાતના વર્જવી. જિનમંદિરની મધ્યમ ૪૦ આશાતના.
૧ દેરાસરમાં પેશાબ કરવો, ૨ વડીનીતિ કરવી, ૩ જોડા-બુટ પહેરવા, ૪ પાણી પીવું, ૫ ભોજન કરવું, ૬ શયન કરવું, ૭ સ્ત્રી-સંભોગ કરવો, ૮ તંબોળ ખાવું, ૯ થુંકવું, ૧૦ જુગાર રમવો, ૧૧ જુ-માંકડ જોવા-વિણવા, ૧૨ વિકથા કરવી, ૧૩ પલાંઠી વાળી બેસવું, ૧૪ જુદા જુદા પગ લાંબા કરીને બેસવું, ૧૫ પરસ્પર વિવાદ કરવો, બડાઇ કરવી, ૧૬ કોઇની હાંસી (મશ્કરી) કરવી, ૧૭ કોઇ પર ઇર્ષા કરવી, ૧૮ સિંહાસન પાટ, બાજોઠ વિગેરે ઊંચા આસન ઉપર બેસવું, ૧૯ કેશ શરીરની વિભૂષા (શોભા) કરવી.
૨૦ છત્ર ધારવું, ૨૧ તલવાર રાખવી, ૨૨ મુગટ રાખવો, ૨૩ ચામર ઢળાવવા, ૨૪ ઘરણું નાખવું (કોઇની પાસે માંગતા હોઇએ તેને દેરાસરમાં પકડવો), ૨૫ સ્ત્રીઓની સાથે (માત્ર વચનથી) કામવિકાર તથા હાસ્યવિનોદ કરવાં, ર૬ કોઈ પણ જાતની ક્રીડા કરવી (પાના ગંજીફો વિગેરે રમવા) ૨૭ મુખકોશ બાંધ્યા વિના પૂજા કરવી, ૨૮ મલિન વસ્ત્રથી કે શરીરથી પૂજા કરવી, ૨૯ ભગવંતની પૂજા વખતે પણ ચિત્તને ચપળ રાખવું, ૩૦ દેરાસરમાં પ્રવેશ વખતે સચિત વસ્તુને દૂર છોડે નહીં, ૩૧ અચિત્ત પદાર્થ શોભા કરી હોય તેને દૂર મૂકવા (નિરંતર ન પહેરવાના દાગીના ઉતારી નાંખવા).
૩૨ એકસાટિક (અખંડ વસ્ત્ર) નું ઉત્તરાયણ કર્યા વિના દેરાસરમાં જવું, ૩૩ પ્રભુની પ્રતિમા જોતાં જ બે હાથ ન જોડવા, ૩૪ છતી શક્તિએ પ્રભુની પૂજા ન કરે, ૩૫ પ્રભુને ચઢાવવા યોગ્ય ન હોય એવા પદાર્થ ચઢાવવા, ૩૬ પૂજા કરવા છતાં અનાદરપણું રાખવું, ભક્તિબહુમાન ન રાખવાં, ૩૭ ભગવંતની નિંદા કરનારને અટકાવે નહીં, ૩૮ દેવદ્રવ્યનો વિનાશ થતો જોવા છતાં ઉપેક્ષા કરે, ૩૯ છતી શક્તિએ દેરાસર જતાં વાહનમાં બેસે, ૪૦ દેરાસરમાં વડીલો પહેલાં ચૈત્યવંદન કે પૂજા કરે.
જિનભવનમાં રહેતાં ઉપરના એક પણ કારણને સેવે તો મધ્યમ આશાતના થાય છે. તે વર્જવી. જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના.
૧ ખેલ-નાસિકાનું લીંટ નાંખે, ૨ જાગાર, ગંજીફો, શેત્રુંજ, ચોપાટ વગેરેની રમત કરે, ૩ લડાઈ કરે, ૪ ધનુષ વિગેરેની (કળા) શીખે, ૫ કોગળા કરે, ૬ તંબોળ ખાય, ૭ તંબોળનો કૂચો નાંખે, ૮ કોઈને ગાળ આપે, ૯ લઘુનીતિ-વડી નીતિ કરે, ૧૦ હાથ, પગ, મુખ, શરીર ધુવે,
Page #139
--------------------------------------------------------------------------
________________
જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના.
૧૧૫
૧૧ કેશ સમારે, ૧૨ નખ ઉતારે, ૧૩ લોહી પાડે, ૧૪ સુખડી વિગેરે ખાય, ૧૫ ગુમડાં, ચાંઠા વિગેરેની છાલ-ચામડી ઉખેડીને નાખે, ૧૬ મુખમાંથી નીકળેલું પિત્ત નાંખે, ૧૭ ઉલટી કરે, ૧૮ દાંત પડી જાય તે પડવા દે, ૧૯ વિશ્રામ કરે (વિસામો લે) ૨૦ ગાય, ભેંસ, ઊંટ, ઘોડા, બકરા, ઘેટાં વગેરે ઉપર દમન કરે, ૨૧ દાંતનો મેલ પાડે, ૨૨ આંખનો મેલ પાડે, ૨૩ નખ પાડે, ૨૪ ગાલનો મેલ નાખે, ૨૫ નાસિકાનો મેલ નાખે, ૨૬ મસ્તકનો મેલ નાંખે, ૨૭ કાનનો મેલ નાંખે, ૨૮ શરીરનો મેલ નાંખે, ૨૯ ભૂતાદિના નિગ્રહની મંત્ર સાધના અથવા રાજ્યના કોઇ કાર્યનો વિચાર કરવા પંચ ભેળાં થઇ બેસે, ૩૦ વિવાહ વિગેરેનાં સાંસારિક કાર્ય માટે પંચ મળે.
૩૧ બેસીને પોતાના ઘરના કે વેપારનાં નામાં લેખાં લખે, ૩૨ રાજાના વિભાગનો કર અથવા પોતાના સગાંવહાલાઓને આપવા યોગ્ય વિભાગની વહેંચણી કરે, ૩૩ પોતાના ઘરનું દ્રવ્ય દેરાસરમાં અથવા દેરાસરનાં ભંડાર સાથે રાખે, ૩૪ પગ ઉપર પગ રાખી (ચડાવી) બેસે, ૩૫ દેરાસરની ભીંત, ઓટલા, જમીન ઉપર છાણાં થાપે, સુકાવે, ૩૬ પોતાના વસ્ત્ર સુકાવે, ૩૭ મગ, ચણા, મઠ, તુવેરની દાળ સુકાવે, ૩૮ પાપડ, ૩૯ વડી, ખેરો, શાક, અથાણા વિગેરે કરવા દરેક પદાર્થ સુકાવે, ૪૦ રાજા વિગેરેના ભયથી દેરાસરના ગભારા, ભોંયરા, ભંડાર વિગેરેમાં સંતાય, ૪૧ દેરાસરમાં બેઠા હોય ત્યારે પોતાના કોઇ પણ સંબંધીનું મરણ સાંભળી રૂદન કરે, ૪૨ સ્ત્રી કથા, રાજકથા, દેશકથા, ભોજનકથા, વિકથા કરે, ૪૩ પોતાના ઘરકામ સારૂં કોઇ પ્રકારનાં યંત્ર, ઘાણી વિગેરે શસ્ર, અસ્તરા વિગેરે ઘડાવવા, તૈયાર કરાવે, ૪૪ ગૌ, ભેંસ, બળદ, ઘોડા, ઊંટ વિગેરે રાખે, ૪૫ ટાઢ આદિનાં કારણેથી બેસી તાપણી વિગેરે કરે, ૪૬ પોતાના સાંસારિક કાર્ય માટે રુંધન કરે, ૪૭ રૂપિયા, મહોર, ચાંદી, સોનું રત્ન વિગેરેની પરીક્ષા કરે, ૪૮ દેરાસરમાં પેસતાં-નિકળતાં નિસીહિ અને આવસહિ કહેવું ભૂલી જાય, ૪૯ છત્ર, ૫૦ પગરખા, ૫૧ શસ્ત્ર, ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવે, ૫૨ મનને એકાગ્ર ન રાખે ૫૩ તેલ વિગેરે ચોળાવે, ૫૪ સચિત્ત ફૂલ વિગેરે જે કાંઇ હોય તે દેરાસરની બહાર ન કાઢી નાખે, ૫૫ દરરોજ પહેરવાના દાગીના દેરાસર જતાં ન પહેરવા, જેથી આશાતના થાય કેમકે લોકોમાં પણ નિંદા થાય કે જુઓ આ કેવો ધર્મ કે દરરોજ પહેરવાના દાગીના પણ દેરે જતાં પહેરવાની મનાઇ છે. ૫૬ જિનપ્રતિમા દેખીને બે હાથ ન જોડે, ૫૭ એક પનાવાળા ઉત્તમ વસ્ત્રનું ઉત્તરાસણ કર્યા વિના દેરામાં જાય, ૫૮ મુકુટ મસ્તકે બાંધી રાખે, ૫૯ માથા ઉપર પાઘડીમાં કપડું વીંટે, ૬૦ માથામાં પાઘડી વિગેરે ઉપર નાંખેલું ફૂલ કાઢી ન નાંખે,
૬૧ હોડ પાડે (શરત કરે) જેમકે મુઠીએ નાળીયેલ ભાંગી આપે તો અમુક આપું, ૬૨ દડાગેડીની રમત કરે, ૬૩ કોઇ પણ મોટા માણસને જુહાર (સલામ) કરે, ૬૪ જેમ લોકો હસી પડે એવી કોઇ પણ જાતની ભાંડચેષ્ટા કરવી, જેમકે કાંખ વગાડવી વિગેરે, ૬૫ કોઇને તિરસ્કાર વચન બોલવું જેમકે અરે ! અલ્યા, દુષ્ટ, ચોર, એમ બોલવું, ૬૬ કોઇની પાસે લહેણું હોય તેને દેરાસર વિગેરેમાં પકડવો અથવા લાંઘન કરી તેની પાસેથી દ્રવ્ય લેવું, ૬૭ રણસંગ્રામ કરવો, ૬૮ ચોટલી વાળ ઓળવા, ૬૯ પલાંઠી બાંધીને બેસવું, ૭૦ પગ સાફ રાખવા માટે કાષ્ઠની પાવડી પહેરવી, ૭૧ બીજા લોકોની અડચણની અવગણના કરીને પગ લાંબા કરી બેસવું, ૭૨ શરીરના સુખ માટે પગે પુડપુડી દેવરાવે (પગચંપી કરાવે), ૭૩ હાથ પગ ધોવા વિગેરે કારણથી ઘણું
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
પાણી ઢોળી દેરામાં જતાં જ્વા-આવવાના માર્ગમાં કીચડ કરે, ૭૪ ધૂળવાળા પગથી આવી પગ ઝાટકે, જેથી દેરામાં ધૂળ ધૂળ કરે - ધૂળ ઉડાડે, ૭૫ મૈથુન સેવે, કામકેલી કરે, ૭૬ માથા ઉપર પહેરેલી પાઘડીમાંથી કે લુગડાંમાંથી માંકડ, જૂ આદિ વીણીને નાખે અથવા વીણે, ૭૭ ભોજન કરે, ૭૮ ગુહ્યસ્થાન બરોબર ઢાંક્યા વિના જેમ તેમ બેસી લોકને (ગુહ્યસ્થાન) દેખાડે તથા દૃષ્ટિયુદ્ધ તથા બાહુયુદ્ધ કરે, ૭૯ વૈદું કરે (ઔષધ વિગેરે દેરામાં કોઇને બતાવે) ૮૦ વેચાણ અથવા સાટું કરે, ૮૧ શય્યા કરી સૂવે, ૮૨ પાણી પીવે અથવા દેરાસરની અગાસી યા પરનાળથી પડતાં પાણીને ઝીલે, ૮૩ સ્નાન કરે, ૮૪ દેરાસરમાં સ્થિતિ કરે. (રહે) .
દેરાસરમાં આવું વર્તન કરવાથી આ આશાતનાઓ થાય છે. તેથી તેનું વર્જન કરવું. બૃહદ્ભાષ્યમાં જણાવેલી પાંચ આશાતના.
૧ કોઇ પણ પ્રકારે દેરાસરમાં અવજ્ઞા કરવી, ૨ પૂજામાં આદર ન રાખવો, ૩ ભોગ, ૪ દુષ્ટ પ્રણિધાન કરવાં, પ અનુચિત પ્રવૃત્તિ કરવી, એમ પાંચે પ્રકારથી આશાતના થાય છે.
૧ અવજ્ઞા આશાતના તે પલાંઠી બાંધીને બેસવું, પ્રભુને પુંઠ કરવી, પુડપુડી દેવી (પગચંપી કરવી), પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવું.
૨ આદર ન રાખવો (અનાદર આશાતના) તે જેવા તેવા વેશથી પૂજા કરવી, જેવે તેવે વખતે પૂજા કરવી, શૂન્યચિત્તે પૂજા કરવી.
૩ ભોગ આશાતના તે દેરાસરમાં તંબોળ ખાવો. જેથી અવશ્ય પ્રભુની આશાતના કરી કહેવાય; કેમકે તંબોળ ખાતાં જ્ઞાનાદિના લાભનો નાશ થાય માટે આશાતના કહેવાય છે.
૪ દુષ્ટ પ્રણિધાન તે રાગદ્વેષ-મોહથી મનોવૃત્તિ મલીન થઈ હોય એવા વખતે જે ક્રિયા કરવામાં આવે તેવું કાર્ય પ્રભુપૂજામાં કરવું. આશાતના થાય છે.
૫ અનુચિત પ્રવૃત્તિ તે કોઇના ઉપર ઘરણું નાખવું, સંગ્રામ કરવો, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવાં, રાંધવું, ભોજન કરવું, ઘરની કાંઇ પણ ક્રિયા કરવી, ગાળ દેવી, વૈદું કરવું, વ્યાપાર કરવો. આ બધામાંથી હરકોઇ કામ કરવું તેને અનુચિત પ્રવૃત્તિ તે આશાતના કહેવાય છે, તે તજવા યોગ્ય છે.
ઉપર લખેલી સર્વ પ્રકારની આશાતના હંમેશા અવિરતિ દેવતા પણ સર્વથા વર્જે છે. જે માટે કહેલું છે કે :
“વિષયરૂપ વિષથી મોહિત થઈ ગયેલા દેવતા પણ દેવાલયમાં કોઈ પણ વખતે અપ્સરાઓની સાથે હાસ્ય-વિનોદ પણ આશાતના થવાના ભયથી કરતા નથી.”
ગુરુની તેત્રીશ આશાતના.
૧. ગુરુની આગળ ચાલે તો આશાતના થાય, કેમકે માર્ગ દેખાડવા વિગેરે કોઈ પણ કામ વિના ગુરુની આગળ ચાલવાથી અવિનયનો દોષ લાગે છે માટે તે યોગ્ય નથી.
Page #141
--------------------------------------------------------------------------
________________
આશાતના વિષે.
૧૧૭ ૨. ગુરુની બે પાસે જમણી કે ડાબી બાજુ નજીક ચાલે તો અવિનયી જ ગણાય માટે આશાતના
થાય છે. ૩. ગુરુની નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરે આવે તેમાંથી ઉછળેલા સળેખમ,
બળખાનો છાંટો ગુરુને લાગવાથી આશાતના થાય છે. ૪. ગુરુને પીઠ કરી બેસે તો અવિનય દોષ લાગવાથી આશાતના સમજવી. ૫. ગુરુને બે પડખે બરોબર નજીક બેસે તો પણ અવિનયનો દોષ લાગવાથી આશાતના સમજવી. ૬. ગુરુની પાછળ બેસવાથી થુંક બળખાના દોષનો સંભવ હોવાથી આશાતના થાય છે. ૭. ગુરુની આગળ ઊભા રહે તો દર્શન કરનારને અડચણ થવાથી આશાતના સમજવી. ૮. ગુરુની બે બાજુમાં ઊભા રહેવાથી સમઆસન થાય તે અવિનય છે માટે આશાતના સમજવી. ૯. ગુરુની પાછળ ઊભા રહેવાથી થુંક, બળખો લાગવાનો સંભવ હોવાથી આશાતના થાય છે. ૧૦. આહાર પાણી કરતાં ગુરુથી પહેલાં ચળુ કરી (હાથ મોઢું ધોઈ) ઊઠી જાય તો આશાતના
ગણાય. ૧૧. ગુરુથી પહેલાં ગમનાગમનની આલોયણા લે તો આશાતના સમજવી. ૧૨. રાતે સૂતા પછી ગુરુ બોલે કે કોઈ જાગે છે? એમ પૂછવા છતાં પોતે કાંઈક જાગતો હોય
એ પણ આળસથી ઉત્તર ન આપે તો આશાતના લાગે. ૧૩. ગુરુ કાંઈક કહેતા હોય તે પહેલાં પોતે બોલી ઊઠે તો આશાતના લાગે. ૧૪. આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરુને કહે તો આશાતના લાગે. ૧૫. આહાર-પાણી લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરુને દેખાડે તો આશાતના
સમજવી. ૧૬. આહારપાણીની નિમંત્રણા પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરુને કરે તો આશાતના લાગે. ૧૭. ગુરુને પૂછ્યા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ, મધુર આહાર બીજા સાધુને આપે તો આશાતના
લાગે. ૧૮. ગુરુને આપ્યા પછી સ્નિગ્ધાદિ આહાર વગર પૂછે ભોજન કરી લે તો આશાતના લાગે. ૧૯. ગુરુનું બોલ્યું, સાંભળ્યું, અણસાંભળ્યું કરી જવાબ ન આપે તો આશાતના સમજવી. ૨૦. ગુરુના સામે કઠણ કે ઉચ્ચ સ્વરથી બોલે-જવાબ આપે તો આશાતના લાગે. ૨૧. ગુરુએ બોલાવ્યા છતાં પણ પોતાને સ્થાને જ બેઠાં ઉત્તર આપે તો આશાતના લાગે. ૨૨. ગુરુએ કંઈ કામ માટે બોલાવ્યા છતાં શું કહો છો ? એમ પ્રશ્ન કરે તો આશાતના લાગે. ૨૩. ગુરુ કંઈ કહે તો તેવા જ વચનથી જવાબ કરે કે તમે જ કરોને ? તો આશાતના લાગે. ૨૪. ગુરુનું વ્યાખ્યાન સાંભળીને રાજી ન થતાં ઉલટો મનમાં દુઃખ પામે તો આશાતના લાગે.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૨૫. ગુરુ કંઈક કહેતા હોય તો વચ્ચે બોલવા લાગી જાય કે એમ નથી, હું કહું છું તેમ છે,
એમ કહી ગુરુ કરતાં અધિક વિસ્તારથી બોલવા મંડી જાય તો આશાતના લાગે. ર૬. ગુરુ કથા કહેતા હોય તેમાં ભંગાણ પાડીને પોતે વાત કહેવા મંડી જાય તો આશાતના લાગે. ૨૭. ગુરુની પર્ષદા ભાંગી નાંખે જેમકે હવે ગોચરીનો વખત થયો કે પડિલેહણ વેળા થઈ એમ
કહી સર્વને ઉઠાડી મૂકે તો ગુરુનું અપમાન કર્યું કહેવાય તેથી પણ આશાતના લાગે. ૨૮. ગુરુએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડહાપણ જણાવવા માટે
તે તે કથાનો વિસ્તાર કરીને પોતે બોલવા મંડી જાય તો પણ અપમાન કર્યું ગણવાથી આશાતના
સમજવી. ૨૯. ગુરુની શય્યા (આસન)ને પગ લગાડવાથી આશાતના થાય. ૩૦. ગુરુના સંથારા (સુવાના બીછાના)ને પગ લગાડવાથી આશાતના થાય. ૩૧. ગુરુના આસન ઉપર પોતે જ બેસી જાય તો પણ આશાતના ગણાય છે. ૩૨. ગુરુથી ઊંચા આસને બેસે તો આશાતના થાય. ૩૩. ગુરુથી સરખે આસને બેસે તો પણ આશાતના થાય.
આવશ્યકચૂર્ણમાં તો “ગુરુ કહેતા હોય તે સાંભળી વચમાં જ પોતે બોલે કે હા એમ છે.” એમ કહે તો પણ આશાતના થાય. એ એક આશાતના વધી પણ તેના બદલામાં તેમાં ઊચ્ચાસન અને સમાસન (બત્રીસ અને તેત્રીસમી) એ બે આશાતનાને એક ગણવી તેત્રીસ જ રાખી ગણાય છે. ગુરુની ત્રિવિધ આશાતના.
ગુરુની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના છે.
૧ ગુરુને પગ વગેરેથી સંઘટ્ટન કરવું તે જઘન્ય આશાતના; સળેખમ, બળખો અને થુંકનો છાંટો અડાડવો એ મધ્યમ આશાતના; અને ૩ ગુરુનો આદેશ માને નહીં, અથવા માન્ય કરે તો પણ વિપરીત કરે, કહેલું સાંભળે જ નહીં, અને સાંભળ્યું હોય તો પાછો ઉત્તર વાળે કે અપમાનપૂર્વક બોલે તે ઉત્કૃષ્ટ આશાતના. સ્થાપનાચાર્યની આશાતના.
૧ સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. જ્યાં સ્થાપેલ હોય ત્યાંથી આમ તેમ ફેરવતાં વસ્ત્ર-સ્પર્શ, અંગ-સ્પર્શ કે પગથી સ્પર્શ કરવો તે જઘન્ય આશાતના.
૨ ભૂમિ પર પાડવા, જેમ તેમ મૂકવા, અવગણના કરવી વિગેરેથી મધ્યમ આશાતના.
૩ સ્થાપનાચાર્ય ગુમાવે, ભાંગે તો ઉત્કૃષ્ટ આશાતના. દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના.
એવી રીતે જ્ઞાનના ઉપકરણની જેમ દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના પણ વર્જવી. કેમકે, રજોહરણ (ઓઘો), મુહપત્તિ, દાંડો, દાંડી વગેરે પણ દવા નાપતિ “અથવા જ્ઞાનાદિ
Page #143
--------------------------------------------------------------------------
________________
ઉસૂત્રભાષણ આશાતના.
૧૧૯ ત્રણના ઉપકરણો પણ સ્થાપનાચાર્યને સ્થાનકે સ્થપાય” જો વધારે રાખે તો આશાતના થાય માટે યથાયોગ્ય જ રાખવાં, વધારે નહીં, તેમજ જેમ તેમ રખડતાં મૂકવાં નહીં, કેમકે રખડતાં મૂકતાં આશાતના લાગે છે અને તેની પછી આલોયણ લેવી પડે છે. જે માટે મહાનિશીથસૂત્રમાં કહેલું
“અવિધિથી ઉપર ઓઢવાનો કપડો (કપડું), રજોહરણ, દાંડો, જો વાપરે તો ઉપવાસની આલોયણ આવે છે.” માટે શ્રાવકે ચરવલો, મુહપત્તિ વગેરે વિધિપૂર્વક જ વાપરવાં અને વાપરીને પાછાં યોગ્ય સ્થાનકે રાખવાં. જો અવિધિએ વધારે અથવા જ્યાં ત્યાં રખડતાં મૂકે તો ચારિત્રના ઉપકરણની અવગણના કરી કહેવાય અને આશાતના લાગે વિગેરે દોષની ઉત્પત્તિ થાય; માટે વિવેકપૂર્વક વિચાર કરી વાપરવાં. ઉસૂત્રભાષણ આશાતના.
આશાતના વિષયમાં ઉસૂત્ર (સૂત્રમાં કહેલા આશયથી વિરુદ્ધ) બોલવા દ્વારા અરિહંતની કે ગુરુની અવગણના કરવી એ મોટી આશાતનાઓ અનંત સંસારના હેતુ છે. જેમકે ઉસૂત્ર પ્રરૂપણાથી સાવઘાચાર્ય, મરિચી, જમાલિ, કુળવાલક સાધુ વિગેરે ઘણા જીવોએ સંસાર વધાર્યો છે. વળી કહ્યું છે કે :- ઉસૂત્રના ભાષકના બોધિબીજનો નાશ થાય છે અને અનંત સંસારની વૃદ્ધિ થાય છે, માટે પ્રાણ જાય પણ ધીર પુરુષો ઉસૂત્ર વચન બોલતા નથી. તીર્થકર, પ્રવચન (જૈનશાસન), જ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિક તેઓની આશાતના કરતાં પ્રાણી ઘણું કરીને અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યાદિ નાશ કરવાનું ફળ.
દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય તથા ગુરુદ્રવ્ય, વસ્ત્ર-પાત્રાદિનો નાશ કરવાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મોટી આશાતના થાય છે. કહેલું છે કે :
દેવદ્રવ્યનો વિનાશ કરે, સાધુનો ઘાત કરે, જૈનશાસનની નિંદા કરાવે, સાધ્વીનું ચોથું વ્રત મંગાવે તો તેના બોધિલાભ (ધર્મની પ્રાપ્તિ) રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. દેવદ્રવ્યાદિનો નાશ ભક્ષણ કરવાથી કે અવગણના કરવાથી સમજવો.
શ્રાવકદિનકૃત્ય અને દર્શનશુદ્ધિ પ્રકરણમાં તો એમ કહેવું છે કે :
દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યને મોહિત મતિવાલો દૂભવે છે તે કાં તો ધર્મને જાણતો નથી અને કાં તો તેણે નારકીનું આયુષ્ય બાંધેલું હોય છે. સાધારણદ્રવ્યનું લક્ષણ.
દેવદ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, પણ સાધારણદ્રવ્ય તે દેરાસર, પુસ્તક, અપગ્રસ્ત શ્રાવક વિગેરેને ઉદ્ધરવાને (સહાય કરવાને) યોગ્ય દ્રવ્ય ઋદ્ધિવંત શ્રાવકોએ મળી મેળવ્યું હોય, તેનો વિનાશ કરવો અથવા વ્યાજ કે વ્યાપાર આદિ વડે તેનો ઉપભોગ કરવો તે સાધારણ દ્રવ્યનો વિનાશ કર્યો કહેવાય છે. કહેવું છે કે -
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જેનાં બે પ્રકારના ભેદની કલ્પના કરાય છે એવા દેવદ્રવ્યનો નાશ થતો જોઈને સાધુ પણ જો ઉપેક્ષા કરે તો અનંતસંસારી થાય છે. અહીંયાં દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના કેમ કરવી તે બતાવે છે. દેવદ્રવ્ય અને કાષ્ઠ, પાષાણ, ઈટ, નળીયાં વિગેરે જે હોય (જે દેવદ્રવ્ય કહેવાય) તેનો વિનાશ, તેના પણ બે ભેદ છે, એક યોગ્ય અને બીજો અતીતભાવ. યોગ્ય તે નવાં લાવેલાં અને અતીતભાવ તે દેરાસરમાં લગાડેલાં તેના પણ મૂળ અને ઉત્તર નામના બે ભેદ છે. મૂળ તે થંભ, કુંભી વિગેરે, ઉત્તર તે છાજ, નળીયા વિગેરે, તેના પણ સ્વપક્ષ અને પરપક્ષ નામના બે ભેદ છે. સ્વપક્ષ અને શ્રાવકાદિએ તે કરેલો વિનાશ અને પરપક્ષ તે મિથ્યાત્વી વિગેરે લોકોએ કરેલો વિનાશ. એમ દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના અનેક પ્રકારની થાય છે. ઉપર લખેલી ગાથામાં “અપિ” ગ્રહણ કરેલ છે તેથી શ્રાવક પણ ગ્રહણ કરવા. એટલે શ્રાવક કે સાધુ જો દેવદ્રવ્યનો વિનાશ થતો ઉપેક્ષે તો અનંતસંસારી થાય છે.
પ્રશ્ન :- મન, વચન, કાયાથી સાવધ કરવા, કરાવવા અનુમોદવાનો પણ જેને ત્યાગ છે એવા સાધુઓએ દેવદ્રવ્યની રક્ષા શા માટે કરવી જોઈએ ?
ઉત્તર :- સાધુ જ કોઈક રાજા, દીવાન, શેઠ વગેરેની પાસેથી યાચના કરી ઘર, હાટ, ગામ ગરાસ લઈ તેના દ્રવ્યથી જો નવું દેરાસર બંધાવે તો તમે કહો તેમ દોષ લાગે. પણ કોઈક ભદ્રિક જીવોએ ધર્મના માટે પહેલાં આપેલું જિનદ્રવ્યનું અથવા બીજા કોઈ ચૈત્ય દ્રવ્યનું સાધુ રક્ષણ કરે તો તેમાં કાંઈ દોષ નથી પરંતુ ચારિત્રની પુષ્ટિ છે, કારણ કે જિનેશ્વરોની આજ્ઞાનું આરાધન થાય છે. જો દેરાસર નવીન બંધાવતા ન હોય પણ પૂર્વે કરાવેલાનો કે દેરાસરના દ્વેષીને કષ્ટ આપીને પણ બચાવ કરવો તેમાં કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેમાં કાંઈ પ્રતિજ્ઞા પણ ભંગ થતી નથી. આગમમાં પણ એમ જ કહેવું છે કે –
પ્રશ્ન :- દેરાસરના કામને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા ખેતર, સુવર્ણ, ચાંદી, ગામ, ગરાસ, ગાય, બળદ, વિગેરે દેરાસરના નિમિત્તે ઉપજાવનાર સાધુને ત્રિકરણ યોગ (મન, વચન, કાયા)ની શુદ્ધિ ક્યાંથી હોય ?
ઉત્તર :- ઉપર લખેલાં કારણ જો પોતે કરે એટલે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પોતે યાચના કરે તો તેને ચારિત્રની શુદ્ધિ ન કહેવાય; પણ તે દેવદ્રવ્યની (ક્ષેત્ર, ગામ, ગરાસ વિગેરેની) કોઈ ચોરી કરે, તે ખાઈ જાય, કે લઈ લેતો હોય તો તેને ઉવેખે (અવગણના કરે) તો ત્રિકરણ વિશુદ્ધિ ન કહેવાય. છતી શક્તિયે જો ન નિવારે તો અભક્તિ ગણાય છે માટે જો દેવદ્રવ્યનો કોઈ વિનાશ કરતો હોય તો તેને સાધુ અવશ્ય નિવારે-અટકાવે; ન નિવારે તો દોષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણ કરનાર પાસેથી દ્રવ્ય પાછું લેવાના કાર્યમાં કદાપી સર્વ સંઘનું કામ પડે તો સાધુ, શ્રાવકે પણ તે કાર્યમાં લાગીને (તે કાર્ય પાર પાડવું પણ ઉવેખવું નહીં. વળી બીજા ગ્રંથોમાં પણ કહેવું છે કે :- દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ભક્ષણ કરનારની ઉપેક્ષા કરે તથા પ્રજ્ઞા હીનપણાથી દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પણ પાપકર્મથી લેપાય છે. પ્રજ્ઞાહીનપણું એટલે દેવદ્રવ્યનું કોઈક અંગ ઉધાર આપે, થોડા મૂલ્યવાળા દાગીના રાખી વધારે દેવદ્રવ્ય આપે, આ પુરુષ પાસેથી આ કારણથી
Page #145
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ?
૧૨૧ દેવદ્રવ્યનો છેવટ વિનાશ થાય તે પ્રજ્ઞાહીનપણું ગણાય છે. પ્રજ્ઞાહીનપણું તે ખરેખરો વિચાર કર્યા વિના આપે છે. જેથી છેવટે દેવદ્રવ્યનો વિનાશ કરે તે પ્રજ્ઞાહીન કહેવાય છે.
જે શ્રાવક દેરાસરની આવકને ભાંગે, દેવદ્રવ્યમાં આપવું કબૂલ કરીને પછી આપે જ નહીં, દેવદ્રવ્યનો નાશ થતો દેખી અવગણના કરે તો તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે.
જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાન-દર્શન-ચારિત્ર વિગેરે ગુણોની વૃદ્ધિ કરાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી ભક્ષણ કરે તે અનંત સંસારી થાય છે. દેવદ્રવ્ય હોય તો મંદિરમાં સમાર્ચન-આંગી તથા મહાપૂજા, સત્કાર આદિ થવાનો સંભવ છે. ત્યાં મુનિરાજનો પણ યોગ મળી આવે છે. વ્યાખ્યાન સાંભળવા આદિ જિનપ્રવચનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના થાય છે. - જિનપ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં જ્ઞાન-દર્શન ગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી રક્ષણ કરે છે તે અલ્પભવમાં મોક્ષપદ પામનાર થાય છે. - જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાન-દર્શન ગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેની જે પ્રાણી વૃદ્ધિ કરે છે તે તીર્થકરપદને પામે છે. વૃદ્ધિ કરવી એટલે જૂનાનું રક્ષણ અને નવું પ્રાપ્ત કરવું. દર્શનશુદ્ધિ પ્રકરણમાં એ પદની વૃત્તિમાં લખેલ છે કે દેવદ્રવ્યના વધારનારને અહંત ઉપર ઘણી જ ભક્તિ હોય છે તેથી તેને તીર્થકર ગોત્ર બંધાય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ? - પંદર કર્માદાન કુવ્યાપાર છે તેમાં દેવદ્રવ્યની ધીરધાર કરવી નહીં. પણ ખરા માલની લેવડદેવડ કરનારા સદ્વ્યાપારીઓના દાગીના રાખી તે ઉપર દેવદ્રવ્ય વ્યાજે આપીને વૃદ્ધિ વિધિપૂર્વક કરવી. જેમ તેમ અથવા વગર દાગીના રાખે કે પંદર કર્માદાનના વ્યાપારના કરનારને આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં. જે માટે શાસ્ત્રકારે લખેલ છે કે -
જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ખંડન જેમાં થાય એવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મૂર્ખ મોહમાં મુંઝાયેલા અજ્ઞાની જીવો ભવસમુદ્રમાં ડૂબે છે.
કેટલાક આચાર્ય તો એમ કહે છે કે શ્રાવક વગર બીજા કોઇને દેવદ્રવ્ય ધીરવું હોય તો સમાન અથવા અધિક મૂલ્યવાળા દાગીના રાખીને જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. વળી સમ્યકત્વ પચીસીની વૃત્તિમાં આવેલી શંકાસ શેઠની કથામાં પણ દાગીના ઉપર દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનું લખે છે.
' દેવદ્રવ્યના ભક્ષણ-રક્ષણ ઉપર સાગરશ્રેષ્ઠીનું દૃષ્ટાંત.
સાકેતપુર નામના નગરમાં અરિહંતનો ભક્ત એવો સાગરશ્રેષ્ઠી નામનો એક સુશ્રાવક રહેતો હતો. ત્યાંના બીજા સર્વ શ્રાવકોએ સાગરશ્રેષ્ઠીને સુશ્રાવક જાણી સર્વ દેવદ્રવ્ય સોંપ્યું અને કહ્યું કે “મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય આપતા રહેજો' પછી સાગરશ્રેષ્ઠીએ લોભથી દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણી ચીજો વેચાતી લઇ મૂકી અને તે સૂતાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, ગોળ, ઘી આદિ વસ્તુ મોઘે ભાવે
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૨૨
આપે અને લાભ મળે તે પોતે રાખે. એમ કરતાં તેણે રૂપિયાના એંશીમાં ભાગરૂપ એક હજાર કાંકણીનો લાભ લીધો અને તેથી મહાઘોર પાપ ઉપાર્જ્યું. તેની આલોચના ન કરતાં મરણ પામી સમુદ્રમાં જળમાનવ થયો.
ત્યાં જાત્ય રત્નના ગ્રાહકોએ જળના અને જલચર જીવોના ઉપદ્રવને ટાળનાર અંડગોલિકાને ગ્રહણ કરવા માટે તેને વજઘરટ્ટમાં પીડડ્યો. તે મહાવ્યથાથી મરણ પામી ત્રીજી નરકે ગયો. વેદાંતમાં પણ કહ્યું છે કે દેવદ્રવ્યથી તથા ગુરુદ્રવ્યથી થયેલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી, કેમકે તેથી ઇહલોકે કુલનાશ અને મરણ પછી નરકત થાય છે.
નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ્ય લાંબો મહામત્સ્ય થયો. તે ભવે કોઇ મ્લેચ્છે તેનો સર્વાંગે છેદ કરી મહા કદર્થના કરી તેથી મરણ પામી ચોથી નરકે નારકી થયો. પછી તે સાગરશ્રેષ્ઠીના જીવે એક હજાર કાંકણી જેટલા દેવદ્રવ્યનો ઉપભોગ કર્યો હતો. તેથી લાગટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બોકડો, ઘેટો, હરણ, સસલો, સાબર, શિયાળિયો, બિલાડી, ઉંદર, નોળિયો, કોલ, ગિરોલી, સર્પ, વીંછી, વિષ્ટાના કૃમિ, પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય, શંખ, છીપ, જળો, કીડી કીડા, પતંગ, માખી, ભમરો, મચ્છર, કાચબો, ગર્દભ, પાડો, બળદ, ઊંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે જીવયોનિમાં પ્રત્યેક જીવયોનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઇ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા.
પ્રાયે સર્વ ભવે શસ્ત્રઘાત આદિ મહાવ્યથા સહન કરીને તે મરણ પામ્યો. પછી ઘણું ખરૂં પાપ ક્ષીણ થયું ત્યારે વસંતપુરનગરમાં ક્રોડપતિ વસુદત્ત શ્રેષ્ઠીથી તેની સ્ત્રી વસુમતિની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં છતાં જ વસુદત્તશ્રેષ્ઠીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર અવતર્યો તે જ દિવસે વસુદત્તશ્રેષ્ઠી મરણ પામ્યો અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગત થઇ તેથી લોકોએ તેનું ‘નિપુણ્યક' એવું નામ પાડ્યું. કોઇ રાંકની જેમ જેમતેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામ્યો.
એક દિવસ તેનો મામો તેને સ્નેહથી પોતાને ઘેર લઈ ગયો. દૈવયોગે તે જ રાત્રીએ મામાનું ઘર પણ ચોરોએ લૂંટ્યું એમ જેને જેને ઘેર તે એક દિવસ પણ રહ્યો, તે સર્વને ત્યાં ચોર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયા. કોઈ ઠેકાણે ઘરધણી જ મરણ પામ્યો. ‘આ પારેવાનું બચ્ચું છે ? કે બળતી ગાડરી છે ? અથવા મૂર્તિમાન ઉત્પાત છે ? એવી રીતે લોકો તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉદ્વેગ પામી તે નિપુણ્યક નામે સાગર શ્રેષ્ઠિનો જીવ બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિનગરીએ ગયો. ત્યાં વિનયધર શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યો. તે જ દિવસે વિનયધર શ્રેષ્ઠીનું ઘર સળગ્યું. તેથી તેણે પોતાના ઘરમાંથી હડકાયા શ્વાનની જેમ તેને કાઢી મૂક્યો. પછી શું કરવું ? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાર્જેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો.
કહ્યું છે કે સર્વ જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભોગવવાનો અવસર આવે ત્યારે પરવશ થઈને ભોગવે છે. જેમ માણસ પોતાની સ્વતંત્રતાથી વૃક્ષ ઉપર ચઢી જાય છે, પણ પડવાનો સમય આવે ત્યારે પરવશ થઈને નીચે પડે છે. નિપુણ્યક યોગ્ય સ્થાનનો લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરકત આવે છે.' એમ વિચારી સમુદ્રતીરે ગયો.
Page #147
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્યના ભક્ષણ-રક્ષણનું દૃષ્ટાંત.
૧૨૩
ત્યાં ધનાવહ શ્રેષ્ઠીની ચાકરી કરવી કબૂલ કરી તે દિવસે વહાણ ઉપર ચઢ્યો. શ્રેષ્ઠીની સાથે ક્ષેમ-કુશળથી પરદ્વીપે ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે મારૂં ભાગ્ય ઉઘડ્યું. કારણ કે હું અંદર બેઠા પછી પણ વહાણ ભાંગ્યું નહીં અથવા મારૂં દુદૈવ આ વખતે પોતાનું કામ ભૂલી ગયું. રખેને પાછા વળતાં તેને તે યાદ આવે !'' નિપુણ્યકના મનમાં આવેલી કલ્પના ખરી કરવાને અર્થે જ કે શું ? તેનાં દુદૈવે લાકડીનો પ્રહાર કરીને જેમ ઘડાના સેંકડો કકડા કરે તેમ પાછા વળતાં તે વહાણના કકડા કર્યા. દૈવયોગથી નિપુણ્યકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્રકાંઠાના એક ગામે આવ્યો અને ત્યાંના ઠાકોરના આશ્રય નીચે રહ્યો.
એક દિવસે ચોરોએ ઠાકોરના ઘર ઉપર ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકોરનો પુત્ર જાણી પકડી બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તેજ દિવસે બીજા કોઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીનો મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનસીબ જાણીને કાઢી મૂક્યો.
કહ્યું છે કે - એક માથે ટાલવાળો પુરુષ માથે તડકો લાગવાથી ઘણો જ તપી ગયો અને શીતળ છાયાની ઇચ્છાથી દૈવયોગે બિલીના ઝાડ નીચે જઈ પહોંચ્યો. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક મોટા બિલીના ફળથી તેનું માથું ‘કડાક’ શબ્દ કરી ભાંગ્યું. મતલબ એ છે કે કમનશીબ પુરુષ જ્યાં જાય ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જુદા જુદા નવસો નવાણું સ્થળોના વિષે ચોર, જળ, અગ્નિ સ્વચક્ર, પરચક્ર મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લોકોએ કાઢી મૂક્યો.
ત્યારે તે મહા દુ:ખી થઈ એક મોટી અટવીમાં આરાધકજનોને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામા યક્ષને મંદિરે આવ્યો. પોતાનું સર્વ દુઃખ યક્ષ આગળ કહી એકચિત્તથી તેની આરાધના કરવા લાગ્યો. એકવીસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલા યક્ષે તેને કહ્યું કે, દરરોજ સંધ્યા સમયે મારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રકને ધારણ કરનારો મોર નૃત્ય કરશે. તેનાં પડી ગયેલાં પિચ્છાં દરરોજ તારે લેવાં.''
યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિચ્છાં સંધ્યા સમયે પડી ગયાં. તે એકઠાં કર્યાં. એમ દરરોજ એકઠાં કરતાં નવસો પિચ્છાં ભેગાં થયાં, એકસો બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુર્દેવની પ્રેરણાથી મનમાં વિચાર્યું કે, “બાકી રહેલાં પિચ્છાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું ? માટે બધાં પિચ્છાં સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક’' એમ વિચારી તે દિવસે મોર નાચવા આવ્યો ત્યારે એક મૂઠીથી તેનાં પિચ્છાં પકડવા ગયો. એટલામાં મોર કાગડાનું રૂપ કરીને ઉડી ગયો અને પૂર્વે એકઠાં કરેલાં નવસો પિચ્યાં પણ
જતાં રહ્યાં ?
સફળ થાય નહીં. જીઓ, ચાતકે છિદ્રથી બહાર જતું રહે છે. માટે
ખરૂં છે કે દેવની મર્યાદા ઉલ્લંઘીને જે કાર્ય કરવા જઈએ ગ્રહણ કરેલું સરોવરનું જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા “ધિક્કાર થાઓ મને ! કેમકે મેં ફોગટ એટલી ઉતાવળ કરી.' એમ દીલગીરી કરતા નિપુણ્યકે આમતેમ ભમતાં એક જ્ઞાની ગુરુને જોયા તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પોતાના પૂર્વકર્મનું સ્વરૂપ પૂછ્યું.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પોતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત્ત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, “જેટલું દેવદ્રવ્ય તે પૂર્વભવે વાપર્યું, તે કરતાં વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખાતામાં આપ. અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વગેરે યથાશક્તિ કર. એટલે તારું દુષ્કર્મ ટળશે. તથા પરિપૂર્ણ ભોગ, ઋદ્ધિ અને સુખનો લાભ થશે.” તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરુ પાસે નિયમ લીધો કે, “મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હોય, તે કરતાં હજારગણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મારાથી ન અપાય ત્યાં સુધી અન્ન વસ્ત્ર ચાલે છે તે કરતાં વધારે દ્રવ્યનો સંગ્રહ ન કરવો.” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવકધર્મ પણ તેણે ગુરુની સાખે આદર્યો.
તે દિવસથી માંડી તેણે જે જે વ્યવહાર કર્યો તે સર્વમાં તેને બહુ દ્રવ્યનો લાભ થયો. જેમ જેમ લાભ થયો તેમ તેમ તે માથે રહેલું દેવદ્રવ્ય ઉતારતો ગયો. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દસ લાખ કાંકિણી તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના ઋણમાંથી છૂટ્યા પછી ઘણું દ્રવ્ય ઉપાર્જીને તે પોતાને નગરે આવ્યો. સર્વે મ્હોટા શેઠોમાં શેઠ થવાથી તે નિષ્ફર્થક રાજાને પણ માન્ય થયો. પછી તે પોતે કરાવેલા તથા બીજા પણ સર્વ જિનમંદિરોની સારસંભાળ દરરોજ પોતાની સર્વ શક્તિથી કરે. દરરોજ મોટી પૂજા તથા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્યકૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાર્જીને છેવટે તેણે જિનનામકર્મ બાંધ્યું પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઇ ગીતાર્થ થઈ યથાયોગ્ય ધર્મદેશના આદિ આપી જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરી અને તેથી જિનનામકર્મ નિકાચિત કર્યું. તે ઉપરાંત સર્વાર્થ સિદ્ધ મહાવિમાને દેવતાપણું તથા અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની ઋદ્ધિ ભોગવી મોક્ષે જશે. જ્ઞાન અને સાધારણ દ્રવ્ય અંગે કર્મસાર અને પુણ્યસારનું દષ્ટાંત.
ભોગપુર નગરમાં ચોવીસ કોડ સોનૈયાનો ધણી ધનાવહ નામે શેઠ હતો, તથા ધનવતી નામે તેની સ્ત્રી હતી. તે દંપતિને પુણ્યસાર અને કર્મસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા. એક દિવસ ધનાવહ શ્રેષ્ઠીએ કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે,
“મારા બન્ને પુત્રો આગળ જતાં કેવા નીવડશે?” નિમિત્તિયાએ કહ્યું કર્મસાર જડ સ્વભાવનો અને ઘણો જ મંદમતિ હોવાથી આડું અવળું ડહાપણ વાપરીને ઘણા ઉધમ કરશે, પણ પિતાનું સર્વ દ્રવ્ય ખોઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણા કાળ સુધી દુઃખી અને દરિદ્રી રહેશે. પુણ્યસાર પણ પિતાનું તથા પોતે નવું કમાએલું સર્વ દ્રવ્ય વારંવાર જતું રહેવાથી કર્મસાર જેવો જ દુઃખી થશે, છતાં પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ ડાહ્યો થશે. બન્ને પુત્રોને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે.
શેઠે બન્ને પુત્રોને એક પછી એક સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને - મૂક્યા, પુણ્યસાર સર્વ વિદ્યાઓ ભણ્યો. કર્મસાર તો ઘણો પરિશ્રમ કરે પણ વાંચતાં એક અક્ષર આછાર્મ ઉણા ઝુંઝુધી કહો દેવલબુલ ધાયલા કાવરે પણન.આવડે. ત્યારે વિદ્યાગુરુએ પણ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૫
કર્મસાર અને પુણ્યસારનું દૃષ્ટાંત.
“એ સર્વથા પશુ છે.” એવો નિશ્ચય કરી તેને ભણાવવાનું મૂકી દીધું પછી બન્ને પુત્ર યુવાવસ્થામાં આવ્યા ત્યારે મા-બાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બંને જણને વાજતે ગાજતે પરણાવ્યા. અંદરો-અંદર કલહ ન થવો જોઇએ. એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર ક્રોડ સોનૈયા જેટલો ભાગ વહેંચી આપી બન્ને પુત્રોને જુદા રાખ્યા અને ધનવાહ શેઠ પોતાની પત્ની સાથે સ્વર્ગે ગયો.
હવે કર્મસાર પોતાના સ્વજન-સંબંધીનું વચન ન માનતાં પોતાની કુબુદ્ધિથી એવો વ્યાપાર કરવા લાગ્યો કે જેમાં તેને પૈસે ટકે નુકશાન જ થયું. થોડા દિવસમાં પિતાએ આપેલા બાર ક્રોડ સોનૈયા તે ખોઇ બેઠો. પુણ્યસારના બાર ક્રોડ સોનૈયા તો ચોરોએ ખાતર પાડી લૂંટી લીધા. બન્ને ભાઇ દરિદ્રી થયા. સ્વજન સંબંધી આદિ લોકોએ તેમનું નામ પણ મૂકી દીધું. બન્ને જણાની સ્ત્રીઓ અન્ન-વસ્ત્ર પણ ન મળવાથી પોતાને પિયર ગઇ. કહ્યું છે કે લોકો ધનવંતની સાથે પોતાનું ખોટું પણ સગપણ જગતમાં દેખાડે છે અને કોઇ નિર્ધન સાથે ખરેખર નજીકનું સગપણ હોય તે કહેતા પણ શરમાય છે. ધન જતું રહે છે ત્યારે ગુણવાન પુરુષને પણ તેના પરિવારના લોકો તજી દે છે અને ધનવાન પુરુષોનાં ગીત ગાય છે. “તમે બુદ્ધિહીન તથા ભાગ્યહીન છો.” એમ લોકો ઘણી નિંદા કરવા લાગ્યા. ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઇ દેશાંતર ગયા.
બીજો કાંઇ ઉપાય ન હોવાથી બન્ને જણા કોઇ મોટા શેઠને ઘેર જુદા જુદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કર્મસાર હતો તે શેઠ કપટી અને અતિ કૃપણ હતો, ઠરાવેલો પગાર પણ આપે નહીં. ફલાણે દિવસે આપીશ” એમ વારંવાર ઠગ્યા કરે. આમ હોવાથી કર્મસારે ઘણો વખત થયા છતાં કાંઇ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણ્યસા૨ે તો થોડા ઘણા પૈસા ભેગા કર્યા અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું. છતાં ધૂર્ત લોકો તે સર્વ હરણ કરી ગયા. પછી કર્મસાર જુદા જુદા ઘણા શેઠીયાઓની પાસે ચાકરીએ રહ્યો, તથા કિમિયા-ભૂમિમાંથી દ્રવ્ય કાઢવાની વિદ્યા, સિદ્ધ રસાયન, રોહણાચલમાં જવા માટે મંત્રસાધન, રૂદંતી આદિ ઔષધિની શોધખોળ વગેરે કૃત્યો તેણે મોટા આરંભથી અગીયાર વાર કર્યાં, તો પણ પોતાની કુબુદ્ધિથી તથા વિધિવિધાનમાં વિપરીતપણું હોવાથી તે જરા પણ ધન સંપાદન કરી શક્યો નહીં. ઉલટું ઉપર કહેલાં કામ કરતાં તેને વિવિધ દુ:ખો ભોગવવાં પડ્યાં.
પુણ્યસા૨ે તો અગિયાર વાર ધન મેળવ્યું અને તેટલી જ વાર પ્રમાદાદિથી ખોયું. છેવટ બન્ને જણા બહુ ખેદ પામ્યા અને એક વહાણ ઉપર ચઢી રત્નદ્વીપ ગયા. ત્યાંની ભક્તજનોને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી બન્ને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા ત્યારે આઠમે દિવસે દેવીએ કહ્યું કે “તમે બન્ને ભાગ્યશાળી નથી.' દેવીનું વચન સાંભળી કર્મસાર ઊઠ્યો. એકવીસ ઉપવાસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તો ચિંતામણિ રત્ન આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો ત્યા૨ે પુણ્યસારે કહ્યું “ભાઈ ખેદ કરીશ નહીં. આ ચિંતામણિરત્નથી તારી કાર્યસિદ્ધિ થશે.” પછી બન્ને ભાઈ આનંદ પામી પાછા વળ્યા અને એક વહાણ ઉપર ચઢ્યા. રાત્રે પૂર્ણ ચંદ્રમાનો ઉદય થયો ત્યારે મોટા ભાઈએ કહ્યું, “ભાઈ ! ચિંતામણિરત્ન કાઢ, આપણે જોઈએ કે રત્નનું તેજ વધારે છે કે ચંદ્રમાનું તેજ વધારે છે” પછી વહાણના કાંઠા ઉપર બેઠેલા
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ નાના ભાઈએ દુર્દેવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચંદ્રમા ઉપર એમ આમતેમ દૃષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડ્યું. તેથી પુણ્યસારના સર્વ મનોરથનો ભંગ થયો. પછી એક સરખા દુઃખી થયેલા બન્ને ભાઈ પોતાને ગામ આવ્યા.
એક સમયે તેમણે બન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પોતાનો પૂર્વભવ પૂછ્યો ત્યારે જ્ઞાનીએ કહ્યું “ચંદ્રપુરનગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકોએ ઘણું એકઠું થયેલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સોપ્યું. તે બન્ને શેઠો સોપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પોતાને માટે કોઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું અને પાસે બીજું દ્રવ્ય ન હોવાથી “એ પણ જ્ઞાનનું જ કામ છે' એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી બાર દ્રમ્મુ લખનારને આપ્યા.
જિનદાસ શેઠે તો એક દિવસ વિચાર કર્યો કે, “સાધારણ દ્રવ્ય તો સાતે ક્ષેત્રે વપરાય છે તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે અને હું પણ શ્રાવક છું. માટે હું મારા કામ માટે વાપરું તો શી હરકત છે ?” એમ વિચારી જરૂરનું કામ પડવાથી અને પાસે બીજું નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દ્રમ્મ ઘરકામમાં વાપર્યા. પછી તે બન્ને જણા કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. | વેદાંતીઓએ પણ કહ્યું છે કે પ્રાણ કંઠગત થાય, તો પણ સાધારણ દ્રવ્યનો અભિલાષ ન કરવો. અગ્નિથી બળી ગયેલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણો તે પાછો રૂઝાતો નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરુની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભોગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે.
નરકમાંથી નીકળીને તે બન્ને જણા સર્ષ થયા. ત્યાંથી નીકળી બીજી નરકે નારકી થયા. ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજી નરકમાં ગયા. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય તથા તિર્યંગ્યોનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણું જ અશાતાવેદનીય કર્મ ભોગવી ઘણું ખરું પાપ ક્ષીણ થયું ત્યારે જિનદત્તનો જીવ કર્મસાર અને જિનદાસનો જીવ પુણ્યસાર એવા નામથી તમે ઉત્પન્ન થયા.
બાર દ્રમ્પ દ્રવ્ય વાપર્યું હતું તેથી તમારે બન્ને જણાને બાર હજાર ભવમાં ઘણું દુઃખ ભોગવવું પડ્યું. આ ભવમાં પણ બાર ક્રોડ સોનૈયા જતા રહ્યા. બાર વાર ઘણો ઉદ્યમ કર્યો, તો પણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઈ નહીં અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ ભોગવવું પડ્યું. કર્મસારને તો પૂર્વભવે જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણી જ મંદતા વગેરે માઠું ફળ થયું.”
મુનિરાજનું એવું વચન સાંભળી બન્ને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણદ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત્ત તરીકે કર્મસારે બાર હજાર દ્રમ્મ જ્ઞાન ખાતે તથા પુણ્યસારે ૧ વીશ કોડીએ એક કાંકિણી, ચાર કાંકણિયે એક પણ, અને તેવા સોળ પણે એક દ્રમ્મ થાય.
Page #151
--------------------------------------------------------------------------
________________
દેરાસરનું દેવું રાખવાથી લાગતા દોષ અંગે ઋષભદત્તનું દૃષ્ટાંત.
૧૨૭ બાર હજાર દ્રમ્પ સાધારણખાતે જેમ ઉત્પન્ન થતા જાય તેમ આપવા એવો નિયમ લીધો. પછી પૂર્વભવના પાપનો ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણદ્રવ્ય કબૂલ કર્યું હતું એટલું આપ્યું. તે ઉપરાંત બન્ને ભાઈની પાસે થોડા વખતમાં બાર ક્રોડ સોનૈયા જેટલું ધન થયું તેથી તે મોટા શેઠ અને સુશ્રાવક થયા. તેમણે જ્ઞાનદ્રવ્યની તથા સાધરણદ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી અંતે દીક્ષા લઈ તે બન્ને જણા સિદ્ધ થયા.
જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની જેમ શ્રાવકને ન જ કલ્પ. સાધારણદ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તો જ વાપરવું કહ્યું, નહિ તો નહીં. સંઘે પણ સાધારણદ્રવ્ય સાત ક્ષેત્રોને વિષે જ વાપરવું, પણ વાચકાદિને આપવું નહીં. હાલના વ્યવહારથી તો જે દ્રવ્ય ગુરુના ચૂંછનાદિથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક-શ્રાવિકાઓને આપવામાં કાંઇપણ યુક્તિ દેખાતી નથી. અર્થાત્ શ્રાવકશ્રાવિકાને અપાય નહીં. ધર્મશાળાદિના કાર્યમાં તો તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળ પત્રાદિ શ્રાવકે પોતાના કામમાં ન વાપરવા. તેમજ અધિક નકરો આપ્યા વિના પોતાને માટે પણ પુસ્તક ન વાપરવું. સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ યોગ્ય નથી, કારણ કે તે ગુરુદ્રવ્ય છે માટે.
સ્થાપનાચાર્ય અને નોકારવાળી આદિ તો પ્રાયે શ્રાવકોને આપવા માટે જ ગુરુએ વહોરી હોય છે અને તે ગુરુએ આપી હોય તો તે વાપરવાનો વ્યવહાર દેખાય છે. ગુરુની આજ્ઞા વિના સાધુ-સાધ્વીને લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર-સૂત્રાદિનું વહોરવું પણ ન કલ્પે.
આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ થોડું પણ જો પોતાની આજીવિકાને માટે ઉપયોગમાં લે તો તેનું પરિણામ દ્રવ્યના અંક પ્રમાણ કરતાં ઘણું જ મોટું અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લોકોએ થોડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો ઉપભોગ સર્વ પ્રકારે વર્જવો. માટે જ માળ પહેરાવવી, પહેરામણ, ચૂંછન ઇત્યાદિનું કબૂલ કરેલું દ્રવ્ય તે જ વખતે આપવું. કદાચિત્ તેમ ન થઈ શકે તો જેમ શીધ્ર અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તો વખતે દુર્દેવથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે અને તેમ થાય તો સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે. દેરાસરનું દેવું રાખવાથી લાગતા દોષ અંગે ઋષભદત્તનું દૃષ્ટાંત.
મહાપુર નામે નગરમાં અરિહંતનો ભક્ત એવો ઋષભદત્ત નામે મોટો શ્રેષ્ઠી રહેતો હતો. તે કોઈ પર્વ આવતાં મંદિરે ગયો. પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર ખાતે પહેરામણીનું દ્રવ્ય આપવાનું કબૂલ કર્યું. જુદા જુદા કામમાં વળી (ભૂલી) જવાથી તેનાથી કબૂલ કરેલું દેવદ્રવ્ય શીધ્ર અપાયું નહી. એક સમયે દુર્દેવથી તેના ઘર ઉપર ધાડ પાડી શસ્ત્રધારી ચોરોએ ઘરમાં હતું તેટલું સર્વ દ્રવ્ય લૂંટી લીધું અને “શેઠ આગળ જતાં આપણને રાજદંડ વગેરે કરાવશે.” એવો મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ત્રપ્રહારથી ઋષભદત્ત શ્રેષ્ઠીનો પ્રાણ લીધો. ઋષભદત્તનો જીવ મરણ પામી તે જ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્ર અને કૃપણ એવા એક પખાલીના ઘરે પાડો થયો. ૧ ગુરુની સન્મુખ ઊભા રહી તેમના ઉપરથી ઉતારી ભેટ તરીકે મૂકેલું.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ : પ્રથમ પ્રકાશ
તે નિત્ય જળાદિ ભાર ઘેર-ઘેર ઉપાડે છે. તે નગર ઊંચું હતું અને નદી ઘણી ઊંડાણમાં હતી. તેથી ઊંચી ભૂમિ ચઢવાની, રાત-દિવસ ભાર ઉપાડવાનો અને આકરી સુધા તથા પીઠ ઉપર ભાર સહવાનો. એવી એવી રીતે પાડાએ ઘણા કાળ સુધી મહાવેદના સહન કરી. એક દિવસે નવા બનાવેલા જિનમંદિરનો કોટ બંધાતો હતો તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા 'જિનપ્રતિમા આદિ જોઇ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઈ પણ રીતે જિનમંદિર છોડીને જાય નહીં.
પછી પૂર્વભવના પુત્રોએ જ્ઞાની ગુરુના વચન ઉપરથી ભીસ્તી (પખાલી)ને દ્રવ્ય આપીને પાડાને છોડાવ્યો. અને તેણે પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય આપવા કબૂલ કર્યું હતું તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પોતાના પિતાને ઋણમાંથી મુક્ત કર્યો. પછી તે પાડો અનશન કરી સ્વર્ગે ગયો અને અનુક્રમે મુક્તિ પામ્યો. આ રીતે દેવદ્રવ્યાદિ આપતા વિલંબ કરવા ઉપર ઋષભદત્ત શ્રેષ્ઠીનું દૃષ્ટાંત કહ્યું. દેવદ્રવ્ય આદિ તરત જ આપવા અંગે.
આમ કબૂલ કરેલું દેવાદિ દ્રવ્ય ક્ષણમાત્ર પણ ઘરમાં ન રાખવું. વિવેકી પુરુષો બીજા કોઇનું દેવું હોય તો પણ વ્યવહાર સાચવવા માટે આપવાને વિલંબ નથી લગાડતા; તો પછી દેવાદિદ્રવ્ય આપવાને વિલંબ શી રીતે લગાડાય? તે કારણ માટે દેવ, જ્ઞાન, સાધારણ આદિ ખાતામાં, માલ, પહેરામણી વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય તેટલું દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભોગવાય ? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલું વ્યાજ આદિ પણ શી રીતે લેવાય ? કારણ કે, તેમ કરે તો ઉપર કહેલો દેવાદિ દ્રવ્યોપભોગનો દોષ માથે આવે.
માટે દેવાદિનું દ્રવ્ય તત્કાળ આપવાનું ન બની શકે તેણે પ્રથમથી જ પખવાડીયાની અથવા અઠવાડિયાની મુદત બાંધવી, અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતે જ આપી દેવું. મુદત વીતી જાય તો દેવાદિદ્રવ્યોપભોગનો દોષ લાગે. દેવદ્રવ્યાદિની ઉઘરાણી પણ તે કામ કરનાર લોકોએ પોતાના પૈસાની ઉઘરાણીની માફક તાબડતોબ અને બરાબર મન દઈ કરવી. તેમ ન કરે અને આળસ કરે તો વખતે દુર્દેવના યોગથી દુભિક્ષ, દેશનો નાશ, દારિદ્ર પ્રાપ્તિ ઇત્યાદિ થાય, તો પછી ગમે તેટલું કરે તો પણ ઉઘરાણી ન થાય અને તેથી મોટો દોષ લાગે. આ વિષયમાં એવું દૃષ્ટાંત છે કે :દેવદ્રવ્યના સંભાળનારને લાગતા દોષ અંગે.
મહેન્દ્ર નામના નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચોખા, ફળ, નિવેદ્ય, દીવો, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણી, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમા ખરચનો વિચાર કરવો, એટલા કામ કરવા માટે શ્રીસંઘે દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લોકો પોતપોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકીનો મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી
Page #153
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્ય વ્યવસ્થિત-શુદ્ધ આપવા અંગે.
૧૨૯
કરવા ગયો, ત્યાં ઉઘરાણી ન થતાં ઉલટું દેણદારના મુખમાંથી નીકળેલી ગાળો સાંભળવાથી તે મનમાં ઘણો ખેદ પામ્યો. અને તે દિવસથી તે ઉઘરાણી કામમાં આળસ કરવા લાગ્યો. જેવો ઉપરી તેવા તેના હાથ નીચેના લોકો હોય છે.' એવો લોકવ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા. તેટલામાં દેશનો નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના દોષથી ઉઘરાણી કરનારનો ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યો. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણી કરવાના કામમાં આળસ કરવા ઉપર દૃષ્ટાંત કહ્યું છે.
દેવદ્રવ્ય વ્યવસ્થિત-શુદ્ધ આપવા અંગે.
દેવદ્રવ્ય આદિ જે આપવાનું હોય તે સારૂં આપવું, ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું, કારણ કે, તેમ કરવાથી કોઇપણ રીતે દેવદ્રવ્યાદિનો ઉપભોગ કર્યાનો દોષ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન,ક્ષેત્ર, વાડી, પાષાણ, ઇંટ, કાષ્ઠ, વાંસ, નળીયાં, માટી, ખડી આદિ ચીજો તથા ચંદન, કેસર, બરાસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રવાઓ, ઝલ્લરી,, ભેરી આદિ વાજિંત્ર, તંબુ કોડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દીવા આદિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઇને પરનાળાના માર્ગે આવેલું જળ વગેરે પણ પોતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની જેમ તેના ઉપભોગથી પણ દોષ લાગે છે. ચામર, તંબુ આદિ વસ્તુ તો વાપરવાથી કદાચિત્ મિલન થવાનો તથા તૂટવાફાટવાનો પણ સંભવ છે, તેથી ઉપભોગ કરતાં પણ અધિક દોષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તો તિર્યંચ યોનિમાં જાય. એ ઉપર એવું દૃષ્ટાંત છે કે :
મંદિરનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દૃષ્ટાંત.
ઇન્દ્રપુરનગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતો અને ધનસેન નામે એક ઊંટસ્વાર તેનો સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘેર આવતી. ધનસેન તેને મારીફૂટીને પાછો લઇ જાય, તો પણ તે સ્નેહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે. એમ થવા લાગ્યું ત્યારે દેવસેને તેને વેચાતી લઇને પોતાના ઘરમાં રાખી અને પરસ્પર બંને પ્રીતિવાળાં થયાં. કોઇ સમયે જ્ઞાની મુનિરાજને ઊંટડીના સ્નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ કર્યાં. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી એ ઊંટડી થઈ. કહ્યું છે કે, જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દીવો તથા ધૂપ કરીને તેથી જ પોતાના ઘરનાં કામ મોહથી કરે છે, તે વારંવાર તિર્યંચપણું પામે છે. આ રીતે તમારો બન્નેનો સ્નેહ પૂર્વભવના સંબંધથી આવેલો છે. એ રીતે ભગવાન આગળ કરેલો દીવો વાપરવા ઉપર દૃષ્ટાંત છે.
દેરાસરની સામગ્રીનો શુભ ઉપયોગ.
માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઇ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પોતાને અર્થે બીજો દીવો પણ સળગાવવો
૧૭
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
નહીં. ભગવાનના ચંદનથી પોતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ ધોવાય નહીં, દેવની શેષ (નમણ) પણ નીચે પડેલું કે પડતું સ્વલ્પ માત્ર લેવું પરંતુ પ્રભુના શરીરથી પોતાના હાથે લેવું નહીં. ભગવાનનાં ભેરી, ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરુને અથવા સંઘને કામે વગાડાય નહીં. અહીં કેટલાકનો મત એવો છે કે કાંઇ તેવું જરૂરનું કામ હોય તો દેવનાં મેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મોટો નકરો આપવો. કહ્યું છે કે :
જે મૂઢ પુરુષ જિનેશ્વર ભગવાનનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પોતાને કામે કિંમત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. આ નકરો આપીને વાપરવા લીધેલા વાજિંત્ર કદાચિત્ ભાંગી-તૂટી જાય તો પોતાના પૈસાથી તે સમારી આપવાં ઘરકામ માટે કરેલો દીવો દર્શન કરવા જ જો જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલો હોય, તો તે કેટલા કારણથી દેવદીપ થતો નથી. પૂજાને અર્થે જ ભગવાન આગળ મૂક્યો હોય તો તે દેવદીપ થાય, મુખ્યમાર્ગથી તો દેવદીપને અર્થે કોડીયાં, બત્તી અથવા ઘી, પોતાને કામે ન વાપરવાં. કોઇ માણસે પૂજા કરનાર લોકોને હાથ-પગ ધોવાને માટે મંદિરે જુદું જળ રાખ્યું હોય, તો તે જળથી હાથ-પગ ધોવામાં કાંઇ હરકત નથી.
છાબડઓ, ચંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તૂરી આદિ વસ્તુ પોતાની નિશ્રાએ રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તો પોતાના ઘરમાં કાંઇ પ્રયોજન પડે તો તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદિ વાજિંત્ર પણ સાધારણ ખાતે રાખ્યું હોય તો તે સર્વ ધર્મકૃત્યોમાં વાપરી શકાય છે. પોતાની નિશ્રાએ રાખેલો તંબુ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવા કેટલાક દિવસ સુધી રાખ્યા હોય તો પણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહીં. કારણ કે મનના પરિણામ જ પ્રમાણભૂત છે. એમ ન હોય તો, પોતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મૂકે છે તેથી તે પણ દેવદ્રવ્ય ગણવું જોઇએ.
શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર-પાટ આદિ વસ્તુ ભાડું આપીને પણ ન વાપરવી. કારણ કે, તેથી નિષ્વસ પરિણામ વગેરે દોષની પ્રાપ્તિ થાય છે. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી તો પણ લોકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઇને આપવું. તેમાં જો કદાચિત્ તે ઘરની ભીંત, કરા, આદિ પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તો તેમાં જે કાંઇ ખર્ચ થયું હોય તે ભાડામાં વાળી લેવું, કારણ કે, તેવો લોકવ્યવહાર છે. પરંતુ જે પોતાના અર્થે એકાદ માળ નવો ચણાવ્યો અથવા તે ઘરમાં બીજું કાંઇ નવું કર્યું હોય તો તેમાં જે ખર્ચ થયું હોય તે ભાડામાં
વાળી લેવાય નહીં. કારણ કે તેથી સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો દોષ આવે છે.
કોઇ સાધર્મીભાઇ સીદાતો હોય તો તે સંઘની સંમતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે તથા જિનમંદિરમાં જ જો ઘણીવાર રહેવું પડે તથા નિદ્રા આદિ લેવી પડે તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરો આપવો, થોડો નકરો આપે તો સાક્ષાત્ દોષ જ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ
Page #155
--------------------------------------------------------------------------
________________
થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાંત.
૧૩૧
એ ત્રણે ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સોના રૂપાની પાટી, કળશ, ફૂલ, પક્વાન્ન, સુખડી વગેરે વસ્તુ ઉજમણામાં, નંદિમાં અને પુસ્તક પૂજા વગેરે કૃત્યોમાં સારો નકરો આપ્યા વિના ન મૂકવી. ‘ઉજમણા આદિ કૃત્યોમાં પોતાના નામથી, મોટા આડંબરો માંડ્યા હોય તો લોકમાં ઘણી પ્રશંસા થાય' એવી ઇચ્છાથી થોડો નકરો આપીને ઘણી વસ્તુ મૂકવી એ યોગ્ય નથી. આ વાત ઉપર લક્ષ્મીવતીનું દષ્ટાંત છે.
થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાંત.
કોઇ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધર્મિષ્ઠ અને પોતાની મોટાઇ ઇચ્છનારી હતી. તે હંમેશા થોડો નકરો આપીને ઘણાં આડંબરથી વિવિધ પ્રકારના ઉજમણાં આદિ ધર્મકૃત્યો કરે અને કરાવે તથા મનમાં એમ જાણે કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરૂં છું.” એવી રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામી અને સ્વર્ગે ગઇ, તો પણ બુદ્ધિપૂર્વક આરાધના દોષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઇ. કાળ થતાં સ્વર્ગથી ચ્યવી કોઇ ધનવાન તથા પુત્ર રહિત શેઠને ત્યાં માન્ય પુત્રીપણે ઉત્પન્ન થઇ.
પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતો પરચક્રનો મોટો ભય આવ્યાથી તેની માતાનો સીમંતનો ઉત્સવ ન થયો. તથા જન્મોત્સવ, છઠ્ઠીનો જાગરિકોત્સવ, નામ પાડવાનો ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ મોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તો પણ રાજા તથા મંત્રી આદિ મોટા લોકના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા, તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર ઘણા આદરથી કરાવ્યા હતા, તો પણ ચોરાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે માબાપને તથા બીજા લોકોને પણ ઘણી માન્ય હતી તો પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવા પીવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે સાગર ! તું રત્નાકર કહેવાય છે અને તેથી તું રત્નથી ભરેલો છે, છતાં મારા હાથમાં દેડકો આવ્યો ! એ તારો દોષ નથી પણ મારા પૂર્વકર્મનો દોષ છે. પછી શેઠે એ પુત્રીનો ઉત્સવ થયો નથી માટે મોટા આડંબરથી તેનો લગ્ન મહોત્સવ કરવા માંડ્યો. લગ્ન દિવસ નજીક આવ્યો ત્યારે તે પુત્રીની માતા અકસ્માત્ મરણ પામી ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુનો હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો.
મોટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર પરણી હતી અને સાસરા આદિ સર્વે લોકને માનીતી હતી તો પણ પૂર્વની જેમ નવા નવા ભય, શોક, માંદગી આદિ કારણ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પોતાના મનગમતા વિષયસુખ તથા ઉત્સવ ભોગવવાનો યોગ પ્રાયે ન જ મળ્યો. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઇ અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું કે, “પૂર્વભવે તેં થોડો નકરો આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને મોટો આડંબર દેખાડચો તેથી જે દુષ્કર્મ ઉપાજ્યું તેનું આ ફળ છે.” કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આલોયણ અને પછી દીક્ષા લઇ અનુક્રમે નિર્વાણ પામી. એ રીતે લક્ષ્મીવતીની કથા છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૩૨
માટે ઉજમણા આદિમાં મૂકવા પાટલીઓ, નાળિયેર, લાડુ, આદિ વસ્તુ જેનું મૂલ્ય હોય તથા તે તૈયાર કરતાં, લાવતાં જે દ્રવ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી, એમ કરવાથી શુદ્ધ નકરો કહેવાય છે. કોઈએ પોતાના નામથી ઉજમણા વગેરે માંડ્યું હોય, પરંતુ અધિક શક્તિ આદિ ન હોવાથી માંડેલા ઉજમણાની રીત બરાબર સાચવવા કોઈ બીજો માણસ કાંઈ મૂકે તો તેથી કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી.
ઘરદેરાસરમાં મૂકેલ (ચઢાવેલ) અક્ષતાદિની વ્યવસ્થા :
પોતાના ઘરદેરાસરોમાં ભગવાન આગળ મૂકેલા ચોખા, સોપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, ભોગ (કેસર, ચંદન) વસ્તુ પોતાના ઘરદેરાસરમાં ન વાપરવી; અને બીજા જિનમંદિરમાં પણ પોતે ભગવાન ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને તે પૂજક લોકોના હાથથી ચઢાવે. જિનમંદિરે પૂજકનો યોગ ન હોય તો સર્વલોકને તે વસ્તુનું સ્વરૂપ પ્રક્ટ કહીને પોતે જ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તો ગાંઠનું ન ખરચાતાં ફોગટ લોકો પાસેથી પોતાની પ્રશંસા કરાવ્યાનો દોષ માથે આવે છે.
ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાં ગણવી. જો પ્રથમથી માસિક પગારને બદલે નૈવેદ્ય આદિ આપવાનો ઠરાવ કર્યો હોય તો કાંઈ દોષ નથી. મુખ્ય માર્ગ જોતાં માળીને માસિક પગાર જુદો જ આપવો. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદિ વસ્તુ મોટા જિનમંદિરે મૂકવી. નહીં તો “ઘરદેરાસરની વસ્તુથી ઘરદેરાસરની પૂજા કરી પણ ગાંઠના દ્રવ્યથી ન કરી'' એમ થાય અને અનાદર, અવજ્ઞા આદિ દોષો પણ લાગે, એમ થવું યોગ્ય નથી.
પોતાના શરીર, કુટુંબ વગેરે માટે ગૃહસ્થ માણસ ગમે તેટલો દ્રવ્યવ્યય કરે છે તેમ જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી. પણ પોતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી. કારણ કે, તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે. તેમજ જિનમંદિરે આવેલ નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુની માફક સંભાળ લેવી. સારૂં મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી. પણ જેમ તેમ રખડતી રાખવી નહીં. કારણ કે તેમ કરવાથી દેવદ્રવ્યનો વિનાશ આદિ કર્યાનો દોષ આવે છે.
સર્વ પ્રયત્નથી રક્ષણ આદિ ફીકર કરતાં છતાં પણ જો કદાચિત્ ચોર, અગ્નિ આદિના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિનો નાશ થઈ જાય તો સારસંભાળ કરનારને માથે કાંઈ દોષ નથી. કારણ કે અવશ્ય થનારી વાત-ભવિષ્ય આગળ કોઈનો ઉપાય નથી.
પારકું દ્રવ્ય ન વાપરવું.
યાત્રા-તીર્થની અથવા સંઘની પૂજા, સાધર્મિકવાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક છપાવવું, લખાવવું, વાંચન આદિ ધર્મકૃત્યોમાં જો બીજા કોઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તે ચાર-પાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવા સમયે ગુરુ, સંઘ આદિ લોકોની આગળ તે
Page #157
--------------------------------------------------------------------------
________________
પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું?
૧૩૩ દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થિત કહી દેવું. એમ ન કરે તો દોષ લાગે તીર્થ આદિ સ્થળોમાં દેવપૂજા,
સ્નાત્ર, ધ્વજારોપણ, પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી કરવાં અને તેમાં બીજા કોઈનું દ્રવ્ય ભેગું ન લેવું.
ઉપર કહેલાં ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કોઈએ ધર્મકૃત્યોમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તો તે મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યોમાં સર્વની સમક્ષ જુદું વાપરવું. જયારે ઘણા ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિકવાત્સલ્ય, સંઘ પૂજા આદિ કૃત્ય કરે ત્યારે જેનો જેટલો ભાગ, હોય તેનો તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દેવો. એમ ન કરે તો પુણ્યનો નાશ તથા ચોરી આદિનો દોષ માથે આવે. પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું?
તેમજ માતા-પિતા આદિ લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે ત્યારે જો તેના પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તો, મરનાર માણસ શુદ્ધિમાં છતાં ગુરુ તથા સાધર્મિક વગેરે સર્વ લોકોની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેની તમે અનુમોદના કરો.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વલોકો જાણે એવી રીતે ખરચવું. પોતાના નામથી તે દ્રવ્યનો વ્યય કરે તો પુણ્યને સ્થાને પણ ચોરી આદિ કર્યાના દોષ આવે. પુણ્ય સ્થાનકે ચોરી વગેરે કરવાથી મુનિરાજને પણ હીનતા આવે છે. કહ્યું છે કે જે માણસ (સાધુ) તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ, એની ચોરી કરે તે કિલ્બિષી દેવતાનું આયુષ્ય બાંધે. સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક.
મુખ્યવૃત્તિએ વિવેકી પુરુષે ધર્મખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને પછી તે ઠેકાણે તે દ્રવ્યનો વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને સહાય આપવામાં બહુ લાભ દેખાય છે. કોઈ શ્રાવક માઠી અવરથામાં હોય અને તેને જો તે દ્રવ્યથી સહાય કરાય તો તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એવો સંભવ રહે છે. - લૌકિકમાં પણ કહ્યું છે કે, હે રાજેન્દ્ર ! તું દરિદ્ર માણસનું પોષણ કર, પણ ધનવાન પુરુષનું કરીશ નહીં, કારણ કે રોગી માણસને જ ઔષધ આપવું હિતકારી છે પણ નીરોગી માણસને ઔષધ આપવાથી શું લાભ થવાનો ?” માટે જ પ્રભાવના, સંઘની પહેરામણી, દ્રવ્ય યુકત મોદક (લાડુ) અને લ્હાણા આદિ વસ્તુ સાધર્મિકોને આપવી હોય, ત્યારે નિર્ધન સાધર્મિકને સારામાં સારી વસ્તુ હોય તે જ આપવી યોગ્ય છે. એમ ન કરે તો ધર્મની અવજ્ઞા આદિ કર્યાનો દોષ આવે, યોગ હોય તો ધનવાન કરતાં નિર્ધન સાધમિકને વધારે આપવું; પણ યોગ ન હોય તો સર્વેને સમાન આપવું. " સંભળાય છે કે યમુનાપુરમાં જિનદાસ ઠકુરે ધનવાન સાધર્મિકને આપેલા સમકિત મોદકમાં એક એક સોનૈયો અંદર નાંખ્યો હતો, અને નિર્ધન સાધર્મિકને આપેલા મોદકમાં બે બે સોનૈયા નાંખ્યા હતા. ધર્મ ખાતે વાપરવા કબૂલ કરેલું સર્વ દ્રવ્ય તે જ ખાતે વાપરવું જોઈએ.
૧૫
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
માતા-પિતાદિ અંગે તો પુણ્ય જીવતાં જ કરવું.
મુખ્યમાર્ગે જોતાં તો પિતા આદિ લોકોએ પુત્ર વગેરે લોકોની પાછળ અથવા પુત્ર આદિ લોકોએ પિતા પાછળ જે પુણ્યમાર્ગે ખરચવું હોય, તે પ્રથમથી જ સર્વની સમક્ષ જાહેર કરવું. કારણ કે કોણ જાણે કોનું ક્યાં અને શી રીતે મરણ થશે ? માટે પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું હોય, તેટલું અવસર ઉપર જુદું જ વાપરવું પણ પોતે કરેલા સાધર્મિકવાત્સલ્ય વગેરે કૃત્યોમાં ન ગણવું. કારણ કે તેથી ધર્મસ્થાનને વિષે વ્યર્થ દોષ આવે છે.
તીર્થયાત્રા અંગે કાઢેલું દ્રવ્ય.
એમ છતાં કેટલાક લોકો યાત્રાને અર્થે ‘આટલું દ્રવ્ય ખરચીશું' એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથી જ ગાડી-ભાડું, ખાવું, પીવું, મોકલવું વગેરે માર્ગ આદિ સ્થાનકે લાગેલું ખર્ચ તે દ્રવ્યમાં ગણે છે, તે મૂઢ લોકો કોણ જાણે કે કઈ ગતિ પામશે ? યાત્રાને અર્થે જેટલું દ્રવ્ય માન્યું હોય તેટલું દેવ-ગુરુ આદિનું દ્રવ્ય થયું. તે દ્રવ્ય જો પોતાના ઉપભોગમાં વાપરે તો દેવાદિ દ્રવ્ય ભક્ષણ કર્યાનો દોષ કેમ ન લાગે ?
એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કોઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યનો ઉપભોગ થયો હોય તેની આલોયણા તરીકે, જેટલા દ્રવ્યનો ઉપભોગ અનુમાનથી ધ્યાનમાં આવતો હોય તેના પ્રમાણમાં પોતાની ગાંઠનું દ્રવ્ય દેવાદિ દ્રવ્યમાં નાંખે. એ આલોયણા મરણ સમય નજીક આવે ત્યારે તો અવશ્ય કરવી. વિવેકી પુરુષે પોતાની અલ્પ શક્તિ હોય તો ધર્મના સાત ક્ષેત્રોને વિષે પોતાની શક્તિ પ્રમાણે અલ્પ દ્રવ્ય વાપરવું, પણ માથે કોઈનું ઋણ રાખવું નહીં. પાઈએ પાઈ ચૂકતી કરવી તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણ તો બિલકુલ ન જ રાખવું, કહ્યું છે કે -
શ્રેષ્ઠ પુરુષે કોઈનું ઋણ એક ક્ષણ માત્ર પણ કોઈ કાળે ન રાખવું, તો પછી અતિ દુઃસહ દેવાદિનું ઋણ કોણ માથે રાખે ?
માટે બુદ્ધિમાન પુરુષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચોક્ખો વ્યવહાર રાખવો. કહ્યું છે કે જેમ કમલ પડવાના ચંદ્રને, નોળિયો નોળવેલને, હંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન પુરુષ સૂક્ષ્મધર્મ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારવાની જરૂર નથી.
હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા વિશે કહીએ છીએ.
પચ્ચક્ખાણની વિધિ.
આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દઢપણે પાળનાર એવા ગુરુની પાસે જઈ પોતે પૂર્વે કરેલું પચ્ચક્ખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરુ પાસે ઉચ્ચરવું. જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી.
પચ્ચક્ખાણ ત્રણ પ્રકારનું છે. એક આત્મસાક્ષિક, બીજું દેવસાક્ષિક અને ત્રીજું ગુરુસાક્ષિક તેનો વિધિ આ પ્રમાણે :- જિનમંદિરે દેવવંદન અર્થે, સ્નાત્ર મહોત્સવના દર્શનને અર્થે અથવા
Page #159
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદનનું ફળ. .
૧૩૫
દેશના આદિ કારણથી આવેલા સદ્ગુરુની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચક્ખાણ લેવું. મંદિર ન હોય તો ઉપાશ્રયમાં જિનમંદિરની જેમ ત્રણ નીહિ તથા પાંચ અભિગમ વગેરે યથાયોગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી પહેલાં અથવા તે થઈ રહ્યા પછી સદ્ગુરુને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરે.
ગુરુવંદનનું ફળ.
એ વંદનાનું ફળ બહુ મોટું છે. વળી કહ્યું છે કે - માણસ શ્રદ્ધાથી વંદના કરે તો નીચગોત્ર કર્મને ખપાવે, ઉચ્ચગોત્ર કર્મ બાંધે અને કર્મની દૃઢગ્રંથી શિથિલ કરે. કૃષ્ણે ગુરુવંદનાથી સાતમીને બદલે ત્રીજી નરકનું આયુષ્ય અને તીર્થંકરનામકર્મ બાંધ્યું, તથા ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યો. શીતળાચાર્યને વંદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પોતાના (શીતલાચાર્યના) ચાર ભાણેજોને પહેલાં ક્રોધથી દ્રવ્યવંદના કરી અને પછી તેમના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
ગુરુવંદનના પ્રકાર અને વિધિ.
ગુરુવંદન પણ ત્રણ પ્રકારના છે. ભાષ્યમાં કહ્યું છે કે ગુરુવંદન ત્રણ પ્રકારે છે. એક ફેટાવંદન, બીજું થોભવંદન અને ત્રીજું દ્વાદશાવર્તવંદન. એકલું માથું નમાવે, અથવા બે હાથ જોડે તે ફેટાવંદન જાણવું, બે ખમાસમણાં દે તે બીજું થોભવંદન જાણવું, અને બાર આવર્ત, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત બે ખમાસમણાં દે, તે ત્રીજું દ્વાદશાવર્ત્તવંદન જાણવું. તેમાં પ્રથમ ફેટાવંદન સર્વ સંઘે અંદરોઅંદર કરવું. બીજું થોભવંદન ગચ્છમાં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્રધારી સમકિતીને પણ કરવું. ત્રીજું દ્વાદશાવર્ત્તવંદન તો આચાર્ય, ઉપાધ્યાય આદિ પદે રહેલા મુનિરાજને જ કરવું. જે પુરુષે પ્રતિક્રમણ કર્યું નથી. તેણે વિધિથી વંદના કરવી.
ભાષ્યમાં કહ્યું છે કે - પ્રથમ ઇરિયાવહી પ્રતિક્રમીને “સુમિન તુસુમ' ટાળવાને માટે સો ઉચ્છ્વાસનો કાઉસ્સગ્ગ કરે, દુઃસ્વપ્રાદિ પોતે અનુભવ્યા હોય તો એકસો આઠ ઉચ્છ્વાસનો કાઉસ્સગ્ગ કરવો. પછી આદેશ માંગીને ચૈત્યવંદન કરે, પછી આદેશ માંગી મુહપત્તિ પડિલેહે, પછી બે વાંદણા દઈ રાઈયં આલોવે પછી ફરીથી બે વાંદણાં દે, અભિંતર રાઇઅં ખમાવે, પછી વાંદણાં દઈ, પચ્ચક્ખાણ કરે, પછી મળવાનö ઇત્યાદિ ચાર ખમાસમણાં દઈ, પછી સજ્ઝાય સંદિસાહું ? અને સજ્ઝાય કરૂં ? એ બે ખમાસમણે બે આદેશ માગી સઝાય કરે, એ પ્રમાણે પ્રભાત વખતનો વંદનવિધિ કહ્યો છે.
સંધ્યા સમયે વંદનનો વિધિ પ્રથમ ઇરિયાવહિ પ્રતિક્રમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે; બે વાંદણાં દે, પછી દિવસ ચરમ પચ્ચક્ખાણ કરે પછી બે વાંદણાં દઈ દેવસિઅ આલોવે, પછી બે વાંદણાં દઈ દેવસઅ ખમાવે, પછી ચાર ખમાસમણાં દઈ આચાર્યાદિને વાંદીને આદેશ માગી દેવસિયપાયચ્છિત્ત વિસોધન અર્થે (ચાર લોગસ્સનો) કાયોત્સર્ગ કરે, પછી સજ્ઝાય સંદિસાહું ? અને સજ્ઝાય કરૂં ? એ પ્રમાણે આદેશ માગી બે ખમાસમણાં દઈ સજ્ઝાય કરે, એ સંધ્યા સમયનો વંદનવિધિ કહ્યો છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ગુરુ કોઈ કામમાં વ્યસ્ત હોવાથી જો તાદશાવર્ત વંદના કરવાનો યોગ ન આવે તો થોભવંદનથી જ ગુરુને વંદના કરવી. એવી રીતે વંદના કરી ગુરુ પાસે પચ્ચકખાણ કરવું. કહ્યું છે કે :
પોતે જે પહેલાં પચ્ચખાણ કર્યું હોય તે જ અથવા તેથી વધારે ગુરુસાક્ષીએ ગ્રહણ કરવું કારણ કે, ધર્મના સાક્ષી ગુરુ છે. ધર્મકૃત્ય ગુરુ સાક્ષીએ કરવામાં આટલા લાભ છે. એક તો (ગુરુ સાક્ષીએ ધર્મ હોય છે.) એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજો, ગુરુના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષયોપશમ થાય છે. ત્રીજો, પૂર્વે ધાર્યું હોય તે કરતાં પણ વધારે પચ્ચખાણ લેવાય છે, એ ત્રણ લાભ છે.
શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે પ્રથમથી જ પચ્ચકખાણ વગેરે લેવાના પરિણામ હોય, તો પણ ગુરુ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે અને કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. એમ જ દિવસના અથવા ચાતુર્માસના નિયમ આદિ પણ યોગ હોય તો ગુરૂસાક્ષીએ જ ગ્રહણ કરવા.
અહીં પાંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસો બાણું પ્રતિદ્વાર સહિત લાદેશાવર્ત વંદનની વિધિ તથા દશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળાકાર અને નેવું પ્રતિદ્વાર સહિત પચ્ચકખાણ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી. પચ્ચકખાણનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે. પચ્ચખાણનું ફળ.
હવે પચ્ચકખાણના ફળ વિષે કહીએ છીએ, ધમ્મિલકુમાર છ માસ સુધી આંબિલ તપ કરી મોટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરોની બત્રીશ કન્યા પરણ્યો, તથા ઘણી ઋદ્ધિ પામ્યો. એ ઈહલોકમાં ફળ જાણવું. ધમિલ્લકુમારની કથા.
કુશાગ્રપુરમાં સુરેન્દ્રદત્ત પિતા અને સુભદ્રામાતાને ત્યાં ધમ્મિલ્લકુમાર જન્મ્યો. ઉંમર લાયક થતાં ધમ્મિલ્લનાં લગ્ન યશોમતી સાથે થયાં. ધમ્મિલ્લ અતિ ધર્મનિષ્ઠ હોવાથી સુખવિમુખ રહ્યો. થશોમતીએ સુભદ્રાને અને સુભદ્રાએ સુરેન્દ્રદત્તને આની જાણ કરી હોવાથી સુરેન્દ્રદત્ત શેઠે કમને ધમ્મિલને જુગારીઓની સોબતમાં મૂક્યો. જુગારીમાં તે વેશ્યાગામી બની અંતે વસંતસેનાની પુત્રી વસંતતિલકામાં આસક્ત બન્યો. પિતા પાસેથી તે જે ધન મંગાવે તે પિતા મોકલવા માંડ્યા, સમય જતાં એટલો બધો લુબ્ધ બન્યો કે પિતા અને માતાની માંદગી પ્રસંગે તેને કહેણ મોકલ્યું પણ તે તેણે ગણકાર્યું નહિ. ‘હાથનાં કર્યા હૈયે વાગ્યાંના બળાપા પૂર્વક સુરેન્દ્રદત્ત અને સુભદ્રા બળતરા સાથે મૃત્યુ પામ્યાં. સાસુ-સસરાનાં મૃત્યુ પછી યશોમતીએ પણ પતિભક્તિને મુખ્ય રાખી ધન મોકલ્યું. તે ધન ખુટયું ત્યારે સર્વ વેચી યશોમતી પિયર ગઈ.
હવે વસંતસેનાને ધમ્મિલ્લ ધન વિનાનો હોવાથી અકારો લાગ્યો. વસંતતિલકાને તેણે કહ્યું કે, “તું વેશ્યા પુત્રી છે માટે તે નિર્ધનનો સંગ છોડી દે' માતા હૃદયના પ્રાણાધાર ધમ્મિલ્લને હું નહિ છોડી શકું ? તેના ત્યાગમાં મારો પ્રાણ ત્યાગ છે' તેમ જવાબમાં વસંતતિલકાએ કહ્યું : વસંતસેનાએ સમય જતાં એકવાર ચંદ્રહાસ મદિરા પાઈ બંનેને બેભાન કર્યા અને ધમ્મિલ્લને ઉપાડી દૂર જંગલમાં મૂક્યો. ધમ્મિલ્લ ઘેર પાછો ફર્યો. ઘર સૂનું જોયું પૂછતાં ખબર પડી કે “માતા પિતા
Page #161
--------------------------------------------------------------------------
________________
દૃઢપ્રહારીની કથા.
૧૩૭
મૃત્યુ પામ્યા છે અને નિર્ધન બનેલી પત્ની પિયર ગઈ છે.' કર્ત્તવ્ય મૂઢ બની તે આપઘાત કરવા તૈયાર થયો પણ તેને દિવ્ય પ્રેરણાએ રોક્યો. તે આગળ જંગલમાં વધ્યો ત્યાં તેને અગડદત્ત મુનિ મળ્યા મુનિએ તેને વિષય વાસના છોડી ધર્મ માર્ગે પ્રવર્તવા ખૂબ સમજાવ્યું પણ તેમાં તેને પોતાની જાત અસમર્થ લાગી. મુનિના ઉપદેશથી છ માસ સુધી તેણે આયંબિલ તપ કર્યું. છ માસને અંતે આકાશવાણી થઈ કે ‘મ્મિલ્લ ! તું બત્રીસ રાજકન્યાઓનો સ્વામી થઈશ, પુષ્કળઋદ્ધિ મેળવીશ અને અંતે કલ્યાણ સાધીશ.' તે જ રાત્રિએ કોઈ ધમ્મિલ્લને બદલે આ ધમ્મિલ્લને વિમળા ભેટાણી. અને ત્યાર પછી ધમ્મિલ્લ બત્રીસ રાજકન્યાઓ પરણ્યો. યશોમતી અને વસંતતિલકાને પણ મળ્યો અને કુશાગ્રપુરમાં આવ્યો. અંતે વિમળાના પુત્ર પદ્મનાભને ગૃહભાર સોંપી ધમ્મિલ્લ વિમળા અને યશોમતી સાથે ચારિત્ર અંગીકાર કરી બારમે દેવલોકે ગયો. આ રીતે આ ભવમાં તપ કરવાના ફળ ઉપર ધસ્મિલ્લનું દૃષ્ટાંત છે.
તથા ચાર હત્યા આદિને કરનાર દૃઢપ્રકારી છ માસ તપ કરીને તેજ ભવમાં મુક્તિએ ગયા. તેની કથા આ પ્રમાણે છે.
દૃઢપ્રહારીની કથા.
વસંતપુરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે પોતાનું ધન વિષયાદિમાં ગુમાવ્યું પછી તે ચોરી કરવા લાગ્યો. ઘણીવાર તેને રાજાએ શિક્ષા કરી પણ તે ન અટક્યો એટલે તેને ગામ બહાર કાઢી મૂક્યો. તેથી તે ચોરની પલ્લીમાં ગયો. ચોરને પુત્ર ન હોવાથી તેણે તેને પુત્ર તરીકે રાખ્યો. સ્વભાવથી તે ક્રૂર હોવાથી અને બળવાન હોવાથી જેને પ્રહાર કરતો તે તુર્ત મરી જતો આથી લોકો તેને દઢપ્રહારી કહેવા લાગ્યા.
એક વખત દૃઢપ્રહારીએ પોતાના સાથીદારો સહિત કુશસ્થળમાં ધાડ પાડી. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘણાં છોકરાં હતાં. છોકરાઓએ એક વખત ખીર ખાવાની હઠ લીધી. બ્રાહ્મણે જ્યાં ત્યાંથી દૂધ-ચોખા ભેગા કરી ખીર બનાવરાવી હતી.
ધાડપાડુઓ લુંટતા લુંટતા આ બ્રાહ્મણના ઘેર આવ્યા. ઘણું શોધ્યું પણ તેમને ખીરપાત્ર સિવાય બીજું કાંઈ હાથ ન લાગ્યું. તેમણે આ ખીરપાત્ર ઉપાડ્યું. છોકરાંઓએ રોકકળ કરી મુકી. બ્રાહ્મણથી આ ન સહન થયું. તેથી તેણે અર્ગલા ઉપાડી મારવા માંડી. દૃઢપ્રહારીને ખબર પડી કે મારા સાથીદારોને બ્રાહ્મણ મારે છે. તેણે આવતાં વેંત બ્રાહ્મણના તરવારના એક જ ઝાટકાથી બે કકડા કર્યાં આગળ વધતાં રસ્તામાં ગાય અથડાણી, તેને પણ તેણે મારી નાંખી. ત્યાંથી આગળ વધ્યો એટલે બ્રાહ્મણની ગર્ભિણી સ્ત્રી ચોરોને ગાળો ભાંડી રહી હતી તેને તરવારથી કાપી નાંખી તેનો ગર્ભ પણ કકડા થઈ ભૂમિ ઉપર પડ્યો. આ બધા દેશ્યથી બાળકો સહન ન થાય તેવા કરૂણ સ્વરે રોવા લાગ્યા. ક્રૂર દૃઢપ્રહારીને બાળકોના રૂદને ઢીલો બનાવ્યો. તે ચોરી કરીને તે નગરમાંથી નીકળ્યો પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી, અને બાળકની હત્યા તેને સાલવા લાગી.
બહાર ઉદ્યાનમાં એક મુનિને જોઈ, નમી, પોતાનું પાપ જણાવી પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિએ દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, તેણે દીક્ષા લઈ તેજ ગામમાં રહેવાનું રાખ્યું. લોકોએ છ-છ માસ સુધી તેનો તિરસ્કાર કર્યો કારણ કે તે હત્યારો છે તેમ સૌ જાણતા હતા. દેઢપ્રહારી મુનિ સમજતા
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ હતા કે મેં પાપ ઘોર કર્યું છે. તો તેનું ફળ પણ મારે ઘોર સહન કરવું જોઈએ. મારા પાપના હિસાબે તો આ એટલું ઉગ્ર ફળ નથી. તેણે ચિત્તને સ્થિર રાખી સર્વ સહન કર્યું અને અંતે દઢપ્રહારીએ પોતાનું કલ્યાણ સાધ્યું.
પચ્ચખાણ કરવાથી આશ્રવદ્વાનો ઉચ્છેદ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તૃષ્ણાના ઉચ્છેદથી માણસોને ઘણો ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચકખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચકખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કમનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી ક્ષપકશ્રેણિનો પ્રારંભ થાય છે અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયાથી સદાય અનંત સુખને આપનાર એવું મોક્ષ સુખ મળે છે. ગુરુ પાસે કેમ બેસવું ?
પછી શ્રાવકે સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘને વંદન કરવું. જિનમંદિર આદિ સ્થળે ગુરુનું આગમન થાય તો, તેમનો સારી રીતે આદરસત્કાર સાચવવો અને વળી ગુરુને જોતાં જ ઊભા થવું. સામા આવતા હોય તો સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજલિ કરવી. પોતે આસન આપવું, ગુરુ આસને બેઠા પછી પોતે આસને બેસવું. ગુરુને ભક્તિથી વંદના કરવી ગુરુની સેવાપૂજા કરવી અને ગુરુ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરુનો આદરસત્કાર જાણવો. તેમજ ગુરુની બે બાજુએ મુખ આગળ અથવા પૂંઠે પણ ન બેસવું. ગુરુના સાથળને પોતાના સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરુની પાસે પગની અથવા બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે – પલાંઠી વાળવી, ઓઠિંગણ દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, ઘણું હસવું, વિગેરે ગુરુ પાસે વર્જવા. દેશના સાંભળવાની રીત.
શ્રાવકે નિદ્રા તથા વિકથા વર્જી મન-વચન-કાયાની ગુપ્તિ રાખી હાથ જોડી અને બરાબર ઉપયોગ સહિત ભક્તિથી બહુમાનપૂર્વક ગુરુનો ઉપદેશ સાંભળવો. વળી સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરુની આશાતના ટાળવા માટે ગુરુથી સાડા ત્રણ હાથનું અવગ્રહક્ષેત્ર મૂકી તેની બહાર જીવજંતુ રહિત ભૂમિએ બેસીને ધર્મદેશના સાંભળવી. દેશના શ્રવણના લાભો.
કહ્યું છે કે શાસ્ત્રથી નિંદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થયેલા તાપને નાશ કરનારૂં, સદ્ગુરુના મુખરૂપ મલય પર્વતથી ઉત્પન્ન થયેલું ચંદનરસ સરખું વચનરૂપી અમૃત ધન્ય પુરુષને જ મળે છે.
ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાનનો અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય, સમ્યકત્વનું જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મમાં દઢતા થાય, વ્યસન આદિ કુમાર્ગની નિવૃત્તિ થાય, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દોષોનો ઉપશમ થાય, વિનય આદિ ગુણોની પ્રાપ્તિ થાય, કુસંગતિનો ત્યાગ થાય, સત્સંગતિનો લાભ મળે, સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય, મોક્ષની ઇચ્છા થાય, શક્તિ અનુસાર દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલી દેશવિરતિની અથવા સર્વવિરતિની
Page #163
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદનના પ્રકાર અને વિધિ.
૧૩૯ સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક એવો પ્રદેશ રાજા, આમરાજા, કુમારપાળ, થાવચ્ચપુત્ર વગેરેના દૃષ્ટાંત ઉપરથી જાણવા. કહ્યું છે કે -
જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તો બુદ્ધિનો મોહ જતો રહે, કુપંથનો ઉચ્છેદ થાય, મોક્ષની ઇચ્છા વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે, અધિક વૈરાગ્ય ઉપજે અને અતિશય હર્ષ થાય. એવી કઈ વસ્તુ છે કે જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે ? પોતાનું શરીર ક્ષણભંગુર છે. બાંધવ બંધન સમાન છે. લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે, માટે જૈન સિદ્ધાંત સાંભળવો. તેથી સંવેગ ઉત્પન્ન થાય છે અને તે સિદ્ધાંત માણસ ઉપર કોઈ ઉપકાર કરવામાં ખામી રાખતો નથી. એ ઉપર પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે. પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દૃષ્ટાંત.
શ્વેતામ્બીનગરીમાં પ્રદેશી નામે રાજા અને ચિત્રસારથી નામે તેનો મંત્રી હતો. ચિત્રસારથી મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકેશી ગણધર પાસે શ્રાવસ્તિનગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશીગણધર શ્વેતામ્બીનગરીએ પધાર્યા. ચિત્રસારથી મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના બહાને પ્રદેશી રાજાને કેશી ગણધર પાસે લઈ ગયો. ત્યારે મુનિરાજને કહ્યું કે - “હે મુનિરાજ ! તમે વૃથા કષ્ટ ન કરો. કારણ કે ધર્મ વિગેરે જગતમાં સર્વથા છે
નહિ. મારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતો. મરણ સમયે મેં એમને કહ્યું કે, “મરણ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજો” પણ મરણ પામ્યા પછી માતાએ સ્વર્ગ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહીં.
વળી ચોરના મેં નખ જેવડા કટકા કર્યા તો પણ ક્યાંય પણ મને જીવ દેખાયો નહી. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તોલતાં ભારમાં કાંઈપણ ફેર જણાયો નહીં. વળી મેં છિદ્ર વિનાની કોઠી અંદર એક માણસને પૂર્યો અને તે કોઠી ઉપર સજ્જડ ઢાંકણું ઢાંક્યું. અંદર તે માણસ મરી ગયો. તેના શરીરમાં પડેલા અસંખ્ય કીડા મેં જોયા. પણ તે માણસનો જીવ બહાર જવાને તથા તે કીડાના જીવોને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલો પણ માર્ગ મારા જોવામાં આવ્યો નહીં. એવી રીતે ઘણી પરીક્ષા કરીને હું નાસ્તિક થયો છું.”
શ્રીકેશી ગણધરે કહ્યું “ તારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તેને કહેવા આવી નહી. તથા તારા પિતા પણ નરકની ઘોર વેદનાથી આકુળ હોવાથી અહીં આવી શક્યા નહીં. અરણીના કાષ્ઠની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા ઝીણા કટકા કરીએ તો પણ તેમાં અગ્નિ દેખાય એમ નથી તેમજ શરીરના ગમે તેટલા ઝીણા ફટકા કરો તો પણ જીવ ક્યાં છે તે દેખાય નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તોળો તથાપિ તોલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહીં. તેમજ શરીરની અંદર જીવ હોય ત્યારે અથવા તે નીકળી ગયા પછી શરીર તોળશો, તો તોલમાં કાંઈ ફેર જણાશે નહીં. કોઠીની અંદર પૂરેલો માણસ અંદર શંખ આદિ વગાડે તો શબ્દ બહાર સંભળાય, પણ તે શબ્દ ક્ય માર્ગે બહાર આવ્યો ? તે જણાય નહીં. તેમજ કોઠીની અંદર પરેલા માણસનો જીવ શી રીતે બહાર ગયો ? અને કોઠીની અંદર થયેલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા ? તે પણ જણાય નહીં.”
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ એવી રીતે શ્રીકેશી ગણધરે યુક્તિથી બરાબર બોધ કર્યો, ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું “આપ કહો છો તે વાત ખરી છે. પણ કુળપરંપરાએ આવેલું નાસ્તિકપણું શી રીતે છોડું ?” શ્રીકેશી ગણધરે કહ્યું. “જેમ કુળપરંપરાથી આવેલા દારિદ્ર, રોગ, દુઃખ આદિ મૂકાય છે, તેમ નાસ્તિકપણું પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશ રાજા સુશ્રાવક થયો.
તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી, તે પરપુરુષને વિષે આસક્ત થઇ. એક દિવસે પૌષધને પારણે પ્રદેશ રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત સુરત તે રાજાના ધ્યાનમાં આવી અને તેણે ચિત્રસારથીને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રીના વચનથી પોતાનું મન સમાધિમાં રાખ્યું અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવલોકે સૂર્યાભ વિમાનની અંદર દેવતા થયો. વિષપ્રયોગની વાત ખબર પડવાથી સૂર્યકાન્તા ઘણી શરમાઈ અને બીકથી જંગલમાં નાસી ગઇ. ત્યાં સર્પના દંશથી મરણ પામી નરકે પહોંચી.
એક વખત આમલકલ્પાનગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્યાભદેવતા ડાબા તથા જમણા હાથથી એકસો આઠ કુંવર તથા કંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન આગળ આશ્ચર્યકારી દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયો. ત્યારે ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વીરભગવાને સૂર્યાભ દેવતાનો પૂર્વભવ તથા દેવના ભવથી ચ્યવી મહાવિદેહક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. આ રીતે પ્રદેશ રાજાનું દૃષ્ટાંત છે. હવે બપ્પભટ્ટસૂરિના સદુપદેશથી બોધ પામનારા આમરાજા.
પાંચાળ દેશમાં કુંભ નામના ગામના બપ્પક્ષત્રિય પિતા અને ભટ્ટી નામની માતાનો સુરપાળ નામે પુત્ર હતો. દીક્ષા વખતે ગુરુમહારાજે તેનું નામ બપ્પભટ્ટી રાખ્યું તે રોજના એક હજાર શ્લોક કંઠસ્થ કરી શકતા હતા. ગુરુએ તેમને જયારે આચાર્યપદ આપ્યું ત્યારે તેમનું નામ બપ્પભટ્ટસૂરિ રાખ્યું.
એક વખત ગ્વાલીયરના રાજા યશોવર્માનો પુત્ર આમકુમાર પિતાથી રીસાઈ બપ્પભટ્ટસૂરિ પાસે આવ્યો. કાવ્યનો શોખીન હોવાથી તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં આમને પિતાનું રાજ્ય મળ્યું. આમકુમારે બપ્પભટ્ટસૂરિને પોતાને નગર બોલાવ્યા અને કહ્યું કે, “આ રાજ્યનો આપ સ્વીકાર કરો.' સૂરિએ કહ્યું કે, “દેહમાં પણ અમે સ્પૃહા રાખતા નથી, તો અમારે રાજ્યને શું કરવું છે ? રાજા આશ્ચર્ય પામ્યો. પછી ગુરુના ઉપદેશથી તેણે એક પ્રાસાદ બનાવ્યો અને તેમાં સુવર્ણની મહાવીર ભગવાનની પ્રતિમા સ્થાપન કરી.
એક વખત આમરાજાની સભા આગળ નટનું ટોળું નાચ કરતું હતું, તેમાં એક સ્ત્રીનું સુંદર લાવણ્ય દેખી આમ તેમાં મોહમુગ્ધ બન્યો. અને તેના રૂપમાં આકર્ષાઈ તેના રૂપનો વર્ણનાત્મક એક શ્લોક બોલી ઉઠયો. સૂરિ મહારાજને આની ખબર પડી, તેમણે આમને સમજાવવા જળની અન્યોક્તિવાળો શ્લોક તેના પ્રસાદમાં ભારવટ ઉપર લખાવ્યો. શ્લોક વાંચી રાજાને પોતાના કાર્ય માટે શરમ આવી, અને તેના પ્રાયશ્ચિત્ત માટે તપાવેલી પુતળીને ભેટવા તૈયાર થયો. સૂરિને ખબર પડતાં તેને સમજાવ્યો કે “હે રાજનું ! તે પાપનો સંકલ્પ કર્યો છે. તેથી તેનું પ્રાયશ્ચિત્ત ચિત્તશુદ્ધિ કરી, ધર્મ આરાધ, પણ વથા જીવન ગુમાવી ન દે.” રાજાએ ત્યારપછી ગરુ મહારાજ પાસે વ્રતો ગ્રહણ કર્યા અને ધર્મમાં રક્ત બન્યો.
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા બોધ પામનાર કુમારપાળ રાજાની કથા.
૧૪૧ આમરાજાને પોતાનો પૂર્વભવ જાણવાની ઇચ્છા થઈ અને તેણે “હું પૂર્વભવમાં કોણ હતો? તેમ ગુરુ મહારાજને પૂછ્યું. ગુરુએ તેને કહ્યું કે, “હે રાજા ! તું પૂર્વભવમાં તાપસ હતો. તે એકાંતર ઉપવાસ વડે દોઢસો વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી હતી અને ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવે રાજા થયો છે. તેની પ્રતીતિ માટે કલિંજરગિરિની તળેટીમાં રહેલ શાલવૃક્ષ નીચે હજુપણ તારી જટા પડેલી છે.” રાજાએ સેવકો દ્વારા જટા મંગાવી તેને પૂર્વભવ યાદ આવ્યો. ગુરુમહારાજના સાનિધ્યમાં સંઘ સહિત શત્રુંજ્યની યાત્રા કરી ગિરનાર તીર્થે આવ્યો અને દીગંબરીઓએ પચાવી પાડેલ તે તીર્થ શ્વેતામ્બરીઓને પાછું અપાવ્યું. શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા બોધ પામનાર કુમારપાળ રાજાની કથા. હેમચંદ્રાચાર્યે એક વખત રાજસભામાં કહ્યું.
• धर्मो जीवदया तुल्यो, न क्वापि जगतीतले ।
तस्मात् सर्व प्रयत्नेन कार्या जीवदया नृभिः ॥ આ જગતમાં જીવદયા તુલ્ય કોઈ ધર્મ નથી. માટે માણસોએ સર્વ પ્રયત્નથી જીવદયાનું પાલન કરવું જોઈએ.
આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી કુમારપાળે શૂલપ્રાણાતિપાત વિરમણવ્રતનો સ્વીકાર કર્યો અને અઢાર દેશમાં અમારી પળાવી. બીજા દેશોમાં પણ જ્યાં પોતાની લાગવગ હતી, ત્યાં અમારિ પળાવી. કૂવે-કૂવે, સર્વ જળાશયે, પાણી ગળાવવાની વ્યવસ્થા કરાવી. એક વખત કુમારપાળે સામાયિકમાં પગે ચોટેલ મંકોડો સેવકોથી ઉખેડતાં તેની વ્યાકુળતા દેખી પોતાની તેટલી ચામડી કાપી દૂર મુકી. પોતાની સ્ત્રીઓ ગુજરી ગયા પછી રાજ્યગાદી ઉપર હોવા છતાં ફરી સ્ત્રી પરણ્યા નહિ. સાત વ્યસનો હિંસાના કારણ.રપ હોવાથી પોતાના દેશમાંથી તેનો નિષેધ કરાવ્યો. થાવસ્ત્રાપુત્રની કથા.
દ્વારિકા નગરીમાં કોઈ સાર્થવાહની થાવસ્યા નામે સ્ત્રી ઘણી ધનવતી હતી. થાવગ્ગાપુત્ર એ નામે ઓળખાતો તેનો પુત્ર બત્રીશ કન્યા પરણ્યો હતો. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબોધ પામ્યો.
થાવચ્ચ માતાએ ઘણો વાર્યો તો પણ દીક્ષા લેવાનો વિચાર માંડી વાળ્યો નહિ. ત્યારે તે થાવચ્ચ માતા પુત્રના દીક્ષા ઉત્સવને માટે કેટલાંક રાજચિહ્ન કૃષ્ણ પાસે માગવા ગઈ. કૃષ્ણ પણ થાવચ્ચાને ઘેર આવી, થાવગ્ગાપુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઈશ નહીં, પરંતુ વિષયસુખ ભોગવ.” થાવગ્ગાપુત્રે કહ્યું કે, “ ભય પામેલા માણસને વિષયભોગ ગમતા નથી.” કૃષ્ણ પૂછ્યું, “મારા છતાં તને ભય શાનો ?” કહ્યું, “મૃત્યુનો
પછી કૃષ્ણ પોતે તેનો દીક્ષા ઉત્સવ કર્યો. થાવગ્ગાપુત્રે એક હજાર શ્રેષ્ઠિ આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂર્વી થયા અને સેલક રાજાને તથા તેના પાંચસો મંત્રીઓને શ્રાવક કરી, સૌગંધિકા નગરીમાં આવ્યા.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ - તે સમયે વ્યાસનો પુત્ર શુક નામે એક પરિવ્રાજક ત્યાં પોતાના એકહજાર શિષ્ય સહિત હતો. તે ત્રિદંડ, કમંડલું, છત્ર, ત્રિકાઠી, અંકુશ, પવિત્રક અને કેસરી વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતો હતો. તેનાં વસ્ત્ર ગેરુથી રંગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારો હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શૌચ (પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વર પ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારનાં શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતો હતો.
તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પોતાનો શૌચમૂળ ધર્મ લેવરાવ્યો હતો. થાવગ્ગાપુત્ર આચાર્યે તેને જ ફરી પ્રતિબોધ કરી વિનયવાળા જિનધર્મ અંગીકાર કરાવ્યો. પછી સુદર્શન શેઠના દેખતાં શુકપરિવ્રાજકને તથા થાવસ્થાપુત્ર આચાર્યને એક બીજાને નીચે લખ્યા પ્રમાણે પ્રશ્નોત્તર થયા :
શુકપરિવ્રાજક :- “હે ભગવન્! સરિસવય ભક્ય છે કે અભક્ષ્ય છે?” થાવગ્ગાપુત્ર:- “હે શુકપરિવ્રાજક ! સરિસવય (મક્ષ્ય છે અને અમઠ્ય પણ છે. તે આ રીતે :- સરિસવય બે પ્રકારના છે. મિત્ર સરિસવય (સરખી ઉંમરના) અને બીજા ધાન્ય સરિસવય (શર્ષપ, શર્ષવ) મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, ૧. સાથે ઉત્પન્ન થયેલા ૨. સાથે વૃદ્ધિ પામેલા અને ૩. બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે.
ધાન્ય સરિસવય બે પ્રકારના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા, શસ્ત્રથી પરિણમેલા સરિસવય બે પ્રકારના છે. એક પ્રાસુક અને બીજા અપ્રાસુક પ્રાસુક સરિસવય પણ બે પ્રકારના છે. એક જાત અને બીજા અજાત. જાત સરિસવય પણ બે પ્રકારના છે. એક એષણીય અને બીજા અનેષણીય. એષણીય સરિસવય પણ બે પ્રકારના છે. એક લબ્ધ અને બીજા અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાસુક, અજાત, અને પણીય અને અલબ્ધ એટલા પ્રકારના અભક્ષ્ય છે અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ “કુલત્ય અને મારું પણ જાણવા. તેમાં એટલો જ વિશેષ કે માસ ત્રણ પ્રકારના છે. એક કાલમાસ (મહિનો), બીજો અર્થ માસ (સોના-રૂપાના તોલમાં આવે છે તે) અને ત્રીજો ધાન્યમાષ (અડદ). - એવી રીતે થાવગ્ગાપુત્ર આચાર્યો બોધ કર્યો ત્યારે પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શુકપરિવ્રાજકે દીક્ષા લીધી. થાવગ્ગાપુત્ર આચાર્ય પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા, પછી શુક્રાચાર્યે શેલકપુરના શેલક નામે રાજાને તથા તેના પાંચસો મંત્રીને
૧. સરિવિય” આ માગધી શબ્દ છે. “સદાય” અને “સર્ષg” એ બે સંwત શબ્દનું માગધીમાં “રિસંવય” એવું રૂપ થાય છે. સદેશવય એટલે સરખી ઉંમરનો અને સર્ષપ એટલે સરસવ.
૨. “ની’ શબ્દ માગધી છે. “કુલત્થ” (કળથી) અને “કુલસ્થ” એ બે સંસ્કૃત શબ્દોનું “કુલત્થ” એવું માગધીમાં એકજ રૂપ થાય છે. - ૩ માસ (મહીનો), મોષ (અડદ) અને માસ (તોલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં “પાસ” એવું એક જ રૂપ થાય છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
ક્રિયા અને જ્ઞાન વિષે.
૧૪૩
પ્રતિબોધ કરી દીક્ષા આપી પોતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગના જાણ થઈ પોતાના પાંચસો શિષ્યોની સાથે વિચરવા લાગ્યા.
એટલામાં હંમેશાં લૂખો આહાર ખાવામાં આવવાથી શેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતાં પરિવાર સહિત શેલકપુરે આવ્યા. ત્યાં તેમનો ગૃહસ્થપણાનો પુત્ર મંદુક રાજા હતો, તેણે તેમને પોતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધનો અને પથ્યનો સારો યોગ મળવાથી શેલક મુનિરાજ રોગ રહિત થયા, તો પણ સ્નિગ્ધ આહારની લોલુપતાથી વિહાર ન કરતાં તે ત્યાં જ રહ્યા. પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા માટે રાખીને બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો.
એક સમયે કાર્તિક ચોમાસીને દિવસે શેલક મુનિરાજ યથેચ્છ સ્નિગ્ધ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણનો સમય આવ્યો ત્યારે પંથકે ખમાવવાને અર્થે તેમના પગે પોતાનું માથું અડાડ્યું, તેથી તેમની (શેલક મુનિરાજની) નિદ્રા ઉડી ગઈ. પોતાના ગુરુને રોષમાન થયેલા જોઈને પંથકે કહ્યું “ચાતુર્માસમાં થયેલાં અપરાધ ખમાવવાને અર્થે મેં આપ સાહેબના ચરણને સ્પર્શ કર્યો.”
પંથકનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વૈરાગ્ય પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “રવિષયમાં લોલુપ થયેલા મને ધિક્કાર થાઓ !’’ એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો. પછી બીજા શિષ્યો પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શત્રુંજય પર્વત ઉપર પોતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવચ્ચાપુત્રની કથા છે.
ક્રિયા અને જ્ઞાન વિષે.
તે માટે દરરોજ ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળવો, સાંભળીને તે જ પ્રમાણે યથાશક્તિ ઉત્તમ કરવામાં પ્રવૃત્ત થવું. કેમકે ઔષધ કે ભોજનના જ્ઞાન માત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ નથી થતી, પણ તેનો ઉપયોગ કરાય તો જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહેલું છે કે ક્રિયા જ ફળદાયક થાય છે, કેવળ જાણપણું ફળદાયક થઈ શકતું નથી. જેમકે સ્ત્રી, ભક્ષ્ય અને ભોગને જાણવાથી (મનુષ્ય) તેના સુખનો ભોગી થઈ શકતો નથી પણ ભોગવવાથી થાય છે. તરવાની ક્રિયા જાણનાર હોય તો પણ નદીમાં જો હાથ હલાવે નહીં તો તે ડૂબી જાય છે અને પાછળથી પશ્ચાત્તાપ પામે છે. એમ જ્ઞાની પણ ક્રિયા વિના એવો બની જાય છે.
દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં પણ કહેલ છે કે જે અક્રિયાવાદી છે તે ભવી કે અભવી હોય તો પણ નિશ્ચયથી કૃષ્ણપક્ષીય ગણાય છે. ક્રિયાવાદી તો નિશ્ચયથી ભવી જ હોય, નિશ્ચયથી શુક્લપક્ષી જ હોય ને સમ્યક્ત્વી હોય કે મિથ્યાત્વી હોય પણ એક પુદ્ગલપરાવર્તનમાં જ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. માટે ક્રિયા કરવી શ્રેયસ્કારી છે.
જ્ઞાન વિના ક્રિયા પણ પરિણામે ફળદાયક નીવડતી નથી. જે માટે કહેલું છે કે :
અજ્ઞાનથી કર્મક્ષય થાય તે મંડુક (દેડકા)ના ચૂર્ણ સરખો જાણવો. (જેમ કોઈ દેડકો મરણ પામ્યા પછી સુકાઈ ગયેલો છતાં તેના કલેવરનું જો ચૂર્ણ કર્યું હોય, તો તેમાંથી હજારો દેડકાં થઈ શકે છે. તે ચૂર્ણ પાણીમાં નાખવાથી હજારો દેડકાં તત્કાળ ઉત્પન્ન થઈ જાય છે.) એટલે
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
અજ્ઞાનથી કર્મક્ષય થાય તેમાં ભવપરંપરા વધી જાય છે અને સમ્યજ્ઞાન સહિત ક્રિયા તો મંડુકના ચૂર્ણની રાખ સરખી છે (એટલે તેનાથી પાછી ભવની પરંપરાની વૃદ્ધિ થઈ શકતી નથી.)
જેટલાં કર્મ ઘણા ક્રોડો વર્ષ તપ કરવાથી અજ્ઞાની ખપાવે છે, એટલાં (કર્મ) મન-વચનકાયાની ગુદ્ધિવાળો જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવી દે છે. એટલા જ માટે તામલી, પૂરણાદિ તાપસ વગેરેને ઘણો તપ-લેશ કરતાં પણ ઈશાનેન્દ્ર અને ચમરેન્દ્રપણા રૂપ અલ્પફળની જ પ્રાપ્તિ થઈ. તેમજ શ્રદ્ધા વિના એકલા જ્ઞાનવાળા અંગારમÉકાચાર્યની જેમ સમ્મક્રિયાની પ્રવૃત્તિ થાય નહીં. તેનાં દૃષ્ટાંતો નીચે મુજબ જાણવાં.
તાપ્રલિપ્તિ નગરીમાં તામલી નામે એક શેઠ રહેતો હતો. મધ્યરાત્રિએ તેને વિચાર આવ્યો કે “મેં સુખભવ ખુબ ખુબ ભોગવ્યા હવે મારે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ? તે સવારે ઘરનો ભાર પુત્રને સોંપી તેણે તાપસી દીનચર્યા શરૂ કરી. તેણે સાઈઠ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. છેવટે બે માસની સંલેખના કરી. મૃત્યુ પામી ઇશાનેન્દ્ર થયો. શાસ્ત્રો કહે છે કે તામલિ તાપસે જે તપ કર્યું તે તપ સમ્યકત્વપૂર્વક કર્યું હોત તો અવશ્ય મુક્તિ પામત.
વિભેલસંનિવેશમાં પૂરણ નામે ગૃહપતિ વસતો હતો. તે ઋદ્ધિવંત અને પુત્રપરિવારથી પરિવર્યો હતો. એક વખતે તેને મધ્યરાત્રિએ વિચાર આવ્યો કે “મેં સંપત્તિ અને ગૃહકાર્ય બધાં કર્યા છે. હવે મારે મારા આત્મકલ્યાણ માટે મુંડ થઈને તપ કરવું જોઈએ.” સવારે તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી આતાપના લેવા માંડી. તેણે ચાર ખાનાનું ભિક્ષાપાત્ર રાખ્યું. તેમાં પહેલા ખાનામાં પડેલું મુસાફરને આપે છે, બીજામાં પડેલું કુતરા કાગડાને આપે છે, ત્રીજામાં પડેલું માછલાં કાચબાને આપે છે અને ચોથામાં પડેલું પોતે આરોગે છે. આ પછી વિવિધ તપશ્ચર્યા કરી સાંઈઠ દિવસના ઉપવાસના અંતે મૃત્યુ પામી ચમચંચામાં પૂરણ ચમરેન્દ્રપણે ઉત્પન્ન થાય છે.
આ ચમરેન્દ્ર પોતાની ઉપર સૌધર્મેન્દ્રને પોતાથી અધિક ઋદ્ધિ વૈભવવાળો દેખી તેને પાડવા સૌધર્મદેવલોકમાં સૌધર્માવલંસક વિમાનમાં આવ્યો અને બુમ પાડવા લાગ્યો કે “સૌધર્મેન્દ્ર ક્યાં છે?' તેજ વખતે સૌધર્મેન્દ્ર વજ મૂક્યું. વજ દેખતાં ચમરેન્દ્ર કંપ્યો અને જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં આગળ “હે ભગવંત તમે મારું શરણ” એમ બોલતો તેમના બે પગની અંદર ભરાઈ ગયો. ઇન્દ્ર તુર્ત ઉપયોગ મુકી વજને પાછું ખેંચી લીધું અને ચમરેન્દ્રને કહ્યું કે “આ ભગવંતના શરણથી તું બચી ગયો છે અને હવે તારે મારો ભય રાખવાની જરૂર નથી.” પછી બન્ને ઇન્દ્રો ભગવાનને વંદના કરી સ્વસ્થાને ગયા.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિજયસેનસૂરિના શિષ્ય રાત્રે સ્વપ્રમાં પાંચસો હાથીથી યુક્ત એક સુકર જોયો. તેણે સવારે તે સ્વમું ગુરૂને કહ્યું. ગુરૂએ કહ્યું કે, “કોઈ અભવ્ય ગુરૂ પાંચસો સારા શિષ્યો સહિત આવશે. તે પછી રૂદ્રાચાર્ય પાંચસો શિષ્યો સહિત આવ્યા. વિજયસેનસૂરિએ તેમની વૈયાવચ્ચે ભક્તિ કરી. આ આચાર્ય અભવ્ય છે તેની ખાત્રી માટે તેમણે માર્ગમાં કોલસા પથરાવ્યા. રાત્રે લઘુ નીતિએ જતાં પગથી ચમચમ શબ્દ થતાં રુદ્રાચાર્યના શિષ્યો કોલસાને નહિ જાણવાથી અને જીવ છે તેવી બુદ્ધિથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. થોડા વખત પછી રુદ્રાચાર્ય પોતે લઘુનીતિ માટે ઉક્યા. તેમણે પણ ચમચમ શબ્દ સાંભળ્યો, તેમને દયા ન આવી અને બોલી ઉઠ્યા કે, “અહો ! આ અરિહંતના
Page #169
--------------------------------------------------------------------------
________________
સાધુને સુખશાતા પૂછવી તથા વહોરવા વિગેરે વિષે.
૧૪૫ જીવો પોકાર કરે છે.” આ શબ્દ વિજયસેનસૂરિએ અને તેમના શિષ્યોએ સાંભળ્યો. સવારે તેમણે તેમના શિષ્યોને રુદ્રાચાર્ય અભવ્ય છે એ ખાત્રી કરાવી તેમનાથી નિર્મુક્ત કર્યા.
જે માટે કહેવાય છે કે -
જ્ઞાન રહિત પુરુષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા કરવાને અસમર્થ પુરુષનું જ્ઞાન અને મનમાં શ્રદ્ધા નથી એવા પુરુષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન, એ સર્વ નિષ્ફલ છે. અહીં ચાલવાની શક્તિ ધરાવનાર પણ માર્ગના અજાણ આંધળાનું, માર્ગના જાણ છતાં ચાલવાની શક્તિ નહીં ધરાવનાર પાંગળાનું અને માર્ગનું જ્ઞાન અને ચાલવાની શક્તિ ધરાવવા છતાં પણ ખોટે માર્ગે ચાલવા ઇચ્છા રાખનાર પુરુષનું એમ ત્રણ દષ્ટાંત એક પછી એક જાણવા; કારણ કે દષ્ટાંતમાં કહેલ ત્રણે પુરુષો અંતરાય રહિત કોઈ ઠેકાણે જઈ શકતા નથી.
ઉપર બતાવેલા કારણ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણનો સંયોગ થવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે એ ત્રણની આરાધના કરવા ઉદ્યમ કરવો એ રહસ્ય છે. સાધુને સુખશાતા પૂછવી તથા વહોરવા વિગેરે વિષે.
એવી રીતે ગુરુની વાણી સાંભળીને ઊઠતી વખતે સાધુના કાર્યનો નિર્વાહ કરનાર શ્રાવક એમ પૂછે કે, હે સ્વામી ! આપને સંયમયાત્રા સુખે વર્તે છે? અને ગઈ રાત્રિ નિરાબાધ સુખે વર્તી ? આપના શરીરમાં કાંઈ પીડા તો નથી ? આપના શરીરમાં કંઈ વ્યાધિ તો નથી ને ? કાંઈ વૈદ્ય કે ઔષધાદિનું પ્રયોજન છે? આજે આપના કાંઈ આહાર વિષયમાં પથ્ય રાખવા જેવું છે ? એમ પ્રશ્ન કરવાથી (પૂછવાથી) મહાનિર્જરા થાય છે. કહેલું છે કે -
ગુરુની સામા જવું, વંદન કરવું, નમસ્કાર કરવો, સુખશાતા પૂછવી, એ પ્રમાણે કરવાથી ઘણાં વર્ષનાં કરેલાં પણ કર્મ એક ક્ષણવારમાં વિખરાઈ જાય છે. ગુરુવંદનાવસરે પૂર્વમાં “ઇચ્છકાર સુહરાઈ' ઇત્યાદિ પાઠવડે સુખશાતા પૂછેલી હોવા છતાં પણ, અહીં સંપૂર્ણપણે જાણવા માટે અને તેનો ઉપાય કરવા માટે પૂછાય છે. તેથી ગુરુને પગે લાગીને નીચે પ્રમાણે પાઠ બોલવો.
ગુરુને પહેલી વંદના બતાવ્યા પ્રમાણે સામાન્યથી કર્યા પછી વિશેષથી કરવી, જેમકે, “સુહરાઈ સુહદેવસી સુખતપ શરીર નિરાબાધ ઇત્યાદિક” બોલી શાતા પૂછવાથી વિશેષ લાભ થાય છે. આ પ્રશ્ન ગુરુના સમ્યક સ્વરૂપ જાણવા માટે છે તથા તેના ઉપાયની યોજના કરનાર શ્રાવકને માટે છે. ત્યારપછી પગે લાગીને રૂછારી માવત્ પસાય રિ સુખ દુનિનેvi असण-पाण खाइम-साइमेणं वत्थपडिग्गहकंबलपायपुच्छणेणं पाडिहारिअपीठफलसिज्जासंथारएणं ओसहभेसज्जेणं भयवं अणुग्गहो कायव्वो.
ઇચ્છા કરી હે ભગવન્! મારા ઉપર દયા કરી, અચિત્ત અને સુઝતા આહાર, પાણી, ખાદિમ (સુખડી વિગેરે), સ્વાદિમ (મુખવાસ), વસ્ત્ર, પાત્ર, કંબળ, પાયખું છણું પ્રાતિહાર્ય તે સર્વ કામમાં વાપરવા યોગ્ય બાજોઠ, પાછળ મૂકવાનું પાટિયું, શય્યા (જેમાં પગ પસારીને સુવાય તે), સંથારો (શધ્યાથી કાંઈક નાનો), ઔષધ (એક વસાણાનું), ભેષજ (ઘણા વસાણાવાળું), તેણે કરીને હે ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરવો (મારી પાસેથી લેવું જોઈએ)એમ પ્રગટપણે નિમંત્રણા કરવી.
, ૧૯
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ આવી નિમંત્રણા તો વર્તમાનકાળે બૃહત્ વંદન કીધા પછી શ્રાવકો કરે છે, પણ જેણે ગુરુની સાથે પ્રતિક્રમણ કર્યું હોય તે તો સૂર્ય ઊગ્યા પછી જ્યારે પોતાને ઘેર જાય ત્યારે નિમંત્રણા કરે. જેને ગુરુની પાસે પ્રતિક્રમણ કરવાનો યોગ બન્યો ન હોય તેણે તો જયારે ગુરુને વાંદવા આવવાનું બની શકે ત્યારે આવી ઉપર લખ્યા પ્રમાણે નિમંત્રણા કરવી. ઘણેભાગે તો દેરાસરમાં જિનપૂજા કરી નૈવેદ્ય ચઢાવી ઘેર ભોજન કરવા જવાના અવસરે ફરી ગુરુ પાસે ઉપાશ્રયે આવી નિમંત્રણા કરવી; એમ શ્રાદ્ધદિનકૃત્યમાં લખેલ છે. પછી યથાવસરે વૈદ્યાદિની પાસે ચિકિત્સા (રોગની પરીક્ષા) કરાવી ઔષધાદિ આપે. જેમ યોગ્ય હોય એમ પથ્યાદિ વહોરાવે. જે જે કાંઈ કાર્ય હોય તે કરાવી આપે. જે માટે કહેવું છે કે –
જ્ઞાનાદિક ગુણવાળા સાધુઓને સહાયભૂત આહારાદિ, ઔષધ અને વસ્ત્ર વિગેરે જે જે જેમ યોગ્ય લાગે તેમ આપવું.
જ્યારે પોતાને ઘેર સાધુ વહોરવા આવે ત્યારે હંમેશાં તેમના યોગ્ય જે જે પદાર્થો તૈયાર હોય તે નામ દઈને વહોરાવે. જો એમ ન કરે તો ઉપાશ્રયે કરેલી નિમંત્રણા નિષ્ફલ થાય છે અને નામ દઈ ને વહોરાવતાં પણ જો સાધુ વહોરે નહીં તો પણ લાભ છે. એમ કહ્યું છે કે -
મનથી પણ પુચ થાય છે, વળી વચનથી (નિમંત્રણા કરવાથી) વધારે પુન્ય થાય છે અને કાયાએ તેની જોગવાઈ મેળવી આપવાથી પણ પુન્ય થાય છે; માટે દાન તો કલ્પવૃક્ષની જેમ ફળદાયક જ છે.
ગુરુને જો નિમંત્રણા ન કરીએ તો આપણા ઘરમાં તે પદાર્થ નજરે દેખવા છતાં પણ સાધુ તેને લોભી જાણી યાચતા નથી. માટે નિમંત્રણા ન કરવાથી મોટી હાનિ થાય છે.
દરરોજ સાધુને નિમંત્રણા કરતાં પણ જો આપણે ઘરે વહોરવા ન આવે તો પણ તેથી પુન્ય જ થાય છે. વળી ભાવની અધિકતાથી અધિક પુન્ય થાય છે. દાનની નિમંત્રણા ઉપર જીર્ણશેઠનું દૃષ્ટાંત.
જેમ વિશાળા નગરીમાં છપસ્થ અવસ્થામાં ચાર મહીનાના ઉપવાસ ધારણ કરી કાઉસ્સગ્ગ ઉભા રહેલા ભગવાન મહાવીરસ્વામીને દરરોજ પારણાની નિમંત્રણા કરનાર જીર્ણશેઠ ચોમાસીને પારણે આજે તો જરૂર જ પારણું કરશે એમ ધારી ઘણી નિમંત્રણા કરી પોતાને ઘેર આવી, ઘર આંગણે બેસી ભાવના ભાવવા લાગ્યો કે -
અહો ! ધન્ય છું હું, આજે મારે ઘેર સ્વામી પધારશે, પારણું કરશે. ઇત્યાદિ ભાવના ભાવતાં જ તેણે અશ્રુતસ્વર્ગનું આયુષ્ય બાંધ્યું અને પારણું તો પ્રભુએ મિથ્યાદેષ્ટિ કોઈક (પૂર્ણશેઠ)ને ઘેર ભિક્ષાચરની રીતે દાસીને હાથે અપાયેલા અડદના બાકળાથી કીધું. ત્યાં પંચદિવ્ય થયાં. એટલો જ માત્ર તેને લાભ થયો. બાકી તે વખતે જો જીર્ણશેઠ દેવદુંદુભિનો શબ્દ ન સાંભળત તો તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થાત એમ જ્ઞાનીએ કહ્યું. માટે ભાવનાથી અધિકતર ફળની પ્રાપ્તિ થાય છે,
આહારાદિ વહોરાવવા ઉપર શાલિભદ્રનું દષ્ટાંત તથા ઔષધના દાન ઉપર મહાવીર સ્વામીને ઔષધ આપવાથી તીર્થકર ગોત્રની બાંધનારી રેવતી શ્રાવિકાનું દૃષ્ટાંત જાણવું. તે આ પ્રમાણે -
Page #171
--------------------------------------------------------------------------
________________
શાલિભદ્ર.
શાલિભદ્ર.
૧૪૭
ગોભદ્રશેઠ અને ભદ્રા શેઠાણીનો પુત્ર શાલિભદ્ર અપૂર્વ ઋદ્ધિવંત હતો. શ્રેણિકની પત્નીએ એક રત્નકંબલની રાજા પાસે માંગણી કરી. પણ રાજા તે ન લઈ શક્યો જે શાલિભદ્રે સોળે કંબલ લઈ લીધી અને તેની સ્ત્રીઓએ એક દિવસ પહેરી બીજે દિવસે કાઢી નાંખી. શ્રેણિક આવા વૈભવીને જોવા જાતે ગોભદ્ર શેઠને ત્યાં આવ્યો. તેનો વૈભવ અને સમૃદ્ધિ જોઈ શ્રેણિક આશ્ચર્ય મુગ્ધ બન્યો. પણ રાજાના આવવાથી શાલિભદ્રને પ્રથમ તો લાગેલું કે “રાજા કોઈ ક્રયની વસ્તુ હશે” માટે ખરીદી લો, એવો આદેશ કર્યો. પણ માતાએ સમજાવ્યું કે “તે તો આપણા સ્વામી છે તેની કૃપાએ આપણે સુખી છીએ.'' એવું સાંભળતા તરત જ શાલિભદ્રના હૃદયમાં નવીન ચમત્કાર જાગ્યો. તેને સ્વામિ વિનાના પદની ઝંખના જાગી. તેણે વૈભવ છોડ્યો, મોહ છોડ્યો, સંયમ લીધું અને છેવટે ઇચ્છિત સુખ મેળવ્યું. આ શાલિભદ્રની ઋદ્ધિ એ પૂર્વભવના મુનિદાનનો પ્રતાપ હતો.
પૂર્વભવમાં તે એક ગરીબ વૃદ્ધાનો પુત્ર હતો. ઉત્સવના પ્રસંગમાં સૌ છોકરાઓએ ખીર ખાધી તે આ બાળકે જોઈ, મા પાસે ખીરની માગણી કરી. માતાએ લોકો પાસેથી દૂધ ચોખાની માગણી કરી ખીર બનાવી. ખીર પુત્રને સોંપી માતા બહાર ગઈ. પુત્ર ખાવા બેસે છે તે વખતે કોઈ તપસ્વી મુનિ પધાર્યા. આગ્રહથી સમગ્ર ખીર તે બાળકે મુનિને વહોરાવી. અને અનુમોદના કરી કે ‘અહો મારૂં આવું ભાગ્ય ક્યાંથી ?' પછી તેણે ખીરભોજન કર્યું. રાત્રે શૂળ ઉત્પન્ન થયું. વ્યાધિમાં પણ આ બાળકે તે દાનની અનુમોદના કરી. અંતે મૃત્યુ પામી તે શાલિભદ્ર થયો. રેવતી શ્રાવિકા.
શ્રાવસ્તી નગરીમાં ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેજોલેશ્યા મૂકી. તેજોલેશ્યાને લીધે ભગવાન લોહીના અતિસારથી છ માસ પીડાયા. સિંહમુનિએ રેવતી શ્રાવિકાને ત્યાંથી કોળાપાક વ્હોરી ભગવાનને વપરાવ્યો. જેથી ભગવાનનો રોગ શાન્ત થયો. અને રેવતી શ્રાવિકાએ તે કોળાપાક એવી પ્રબળ ભાવનાવૃદ્ધિથી વહોરાવ્યો કે તીર્થંકરનામગોત્ર ઉપાર્જન કર્યું. અને આવતી ચોવીશીમાં સત્તરમા સમાધિ નામે તીર્થંકર થઈ મોક્ષ પામશે.
ગ્લાન સાધુની વૈયાવચ્ચ વિષે.
ગ્લાન (માંદા) સાધુની વૈયાવચ્ચ કરવામાં મહાલાભ છે. જે માટે આગમમાં કહેલું છે કે હે ગૌતમ ! જે ગ્લાન સાધુની સેવા કરે છે તે મારા દર્શનને અંગીકાર કરે છે. જે મારા દર્શનને અંગીકાર કરે છે, તે ગ્લાનની સેવા કર્યા વગર રહે જ નહીં. અર્હતના દર્શનનો સાર એ છે કે જિનઆણા પાળવી.
ગ્લાનની સેવા કરવા ઉપર કીડા અને કોઢથી પીડિત થયેલા સાધુનો ઉપાય કરનાર ઋષભદેવના જીવ જીવાનંદ નામે વૈદ્યનું દૃષ્ટાંત નીચે મુજબ છે.
જીવાનંદ વૈઘ.
ભગવાન ઋષભદેવનો જીવ સમ્યક્ત્વ પામ્યા પછી નવમા ભવમાં જીવાનંદ વૈદ્યપણે ઉત્પન્ન થયો તેને કેશવ, મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણાકર નામે પાંચ મિત્રો હતા. એક વખત
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૪૮
ગુણાકર મુનિ વહોરવા પધાર્યા. તેમને કોઢનો રોગ હતો અને તેમાં કૃમિ ઉત્પન્ન થયા હતા. તેના મિત્રો ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ લઈ આવ્યા. જીવાનંદ લક્ષપાક તેલ લાવ્યો. મુનિના શરીરે પ્રથમ તેલ ઘસ્યું અને પછી રત્નકંબલ ઢાંકી. તે તૈલની ગરમીથી નીકળેલા કૃમિઓ રત્નકંબલમાં ચોંટ્યા. રત્નકંબલ ઉઠાવી તે કૃમિને એક મૃતક ઉપર મુક્યા. આ રીતે ત્રણવાર કરી મુનિને રોગ રહિત કર્યા. આ પુણ્ય ઉપાર્જનથી છએ મિત્રો ચ્યવી બારમે દેવલોકે ગયા.
તેમજ સુસ્થાનકે સાધુને ઊતરવા માટે ઉપાશ્રય વિગેરે આપે. જે માટે શાસ્ત્રમાં લખેલ છે કે - વસતિ (ઉપાશ્રય), સૂવાનું આસન, ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ જો અધિક ધનવાન ન હોય તોય થોડામાંથી થોડું પણ આપે. તપ નિયમના જોગથી યુક્ત મુનિવરોને જે ઉપાશ્રય આપે છે તેણે વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસન વિગેરે આપ્યાં જ છે.
સાધુને ઉપાશ્રય આપવાથી જયંતી શ્રાવિકા, વંકચૂલ, અવંતીસુકુમાલ, કોશા શ્રાવિકા, વિગેરે સંસારરૂપ સમુદ્ર તર્યા છે.
કૌશાંબી નગરીમાં શતાનીક રાજાની બહેન જયંતી નામે ભગવાન મહાવીરના સાધુઓની પ્રથમ શય્યાતર, વસતિ આપનાર હતી. એક વખત ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા. જયંતી પોતાની ભાભી મૃગાવતી સાથે તેમની દેશનામાં ગઈ. ત્યાં તેણે ભગવંતને જીવહિંસા વિગેરેના વિવિધ પ્રશ્નો પૂછી ઉત્તર મેળવ્યા. અને ત્યારબાદ તેણે ચંદનબાળા પાસે દીક્ષા ગ્રહણ કરી. માસખમણને અંતે નિર્વાણ પામી.
વંકચૂલની કથા.
એક નગરીમાં વિમળયશ નામે રાજાને પુષ્પસૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામે એક પુત્રી હતી. પુષ્પચૂલના ઉદ્ધૃત સ્વભાવથી રાજાએ તેને વંકચૂલ કહી કંટાળીને કાઢી મૂકયો. તેની પાછળ તેની બહેન અને પત્ની પણ ગયાં. એક જંગલમાં તે ગયાં ત્યાં ભિલ્લોએ વંકચૂલને તેનો રાજા બનાવ્યો. ઉદ્ધત સ્વભાવી વંકચૂલ વધુ નિર્દયી અને પાપરસિક બન્યો.
એક વાર તેની અટવીમાં કોઈ આચાર્ય પધાર્યા. ચોમાસું બેઠેલ હોવાથી તેમણે સ્થાનની માગણી કરી. વંકચૂલે ધર્મોપદેશ ન આપવાની શરતે મુનિરાજને ચાતુર્માસ રાખ્યા, ચાતુર્માસ વીતે મુનિને વળાવવા વંકચૂલ સીમા સુધી ગયો. મુનિએ વળતાં તેને ચાર શિખામણ આપી ૧ અજાણ્યાં ફળ ખાવાં નહિ. ૨ સાત આઠ પગલાં પાછા હઠીને કોઈના ઉપર ઘા કરવો. ૩ રાજાની સ્ત્રી ભોગવવી નહિ. ૪ કાગડાનું માંસ ખાવું નહિ. ચારે શિખામણ સરળ હોવાથી તેને પાળવાનું વંકચૂલે મુનિ પાસે કબૂલ્યું. મુનિના છેલ્લા પરિચયે વંકચૂલ હળવા પરિણામવાળો થયો.
સમય જતાં આ ચારે નિયમોની કસોટીનો પ્રસંગ વંકચૂલને પોતાના જીવનમાં આવ્યો અને તેથી તેને લાભ થયો. એક સમયે ચોરોની સાથે કોઈ સાર્થને લુંટી તે જંગલમાં આવ્યો ત્યાં કોઈ પરિચિત ફળ ન દેખાયું. સુંદર આકારનાં મનોહર ફળોને તેના સાથીદારોએ ખાધાં. વંકચૂલે પોતાનો નિયમ હોવાથી તે ફળ ન ખાધાં. થોડા વખતમાં સાથીદારો મૃત્યુ પામ્યા. પાછળથી ખબર પડી કે તે અજ્ઞાત ફળ કિપાકનાં હતાં.
Page #173
--------------------------------------------------------------------------
________________
કોશાવેશ્યા.
૧૪૯ રાત્રે ઘેર આવ્યો. ઘરમાં પેસતાં તેણે તેની સ્ત્રીને કોઈ જુવાન પુરુષ સાથે એકજ શય્યામાં ઘસઘસાટ નિદ્રા લેતી જોઈ તેનો ક્રોધ સમાયો નહિ. તેણે તરવાર ઉગામી બન્નેને ઉડાડી મુકવાનો નિશ્ચય કર્યો કે તુર્ત મુનિનો નિયમ યાદ આવ્યો અને સાત આઠ પગલાં પાછા ફરતાં તરવાર અથડાવાથી તે પુરુષે અવાજ કર્યો કે “એ કોણ છે ?' આ શબ્દ તુર્ત વંકચૂલ ઓળખી બોલી ઉક્યો કે “અરે આતો મારી બહેન વંકચૂલા.”
એકવાર વંકચૂલ ઉજ્જયિની નગરીના રાજાના મકાનમાં પાછલે બરણેથી દાખલ થયો. જુવાન દેખાવડા વંકચૂલને જોઈ રાણી મુગ્ધ બની અને તેણે ભય પામ્યા વગર પોતાની સાથે ભોગ ભોગવવાની માગણી કરી. વંકચૂલે રાજપત્ની હોવાથી ના પાડી. રાણીએ રોકકળ કરી “ચોર ચોર' બૂમ પાડી. પહેરેગીરો વંકચૂલને પકડી રાજા પાસે લાવ્યા. રાજા સત્ય વસ્તુથી જાણ હતો તેથી તેને છોડી મૂક્યો અને પોતાના પુત્રપણે સ્થાપ્યો.
એક વખત વંકચૂલ યુદ્ધમાં ઘવાયો. વૈદ્યોએ કાગડાના માંસનો ઉપચાર કરવા કહ્યું. રાજાએ તે ઉપચાર કરવા કાકમાંસ મંગાવ્યું. વંકચૂલે પ્રાણ જાય તો ભલે પણ કાકમાંસ ન લેવાનો નિર્ણય કર્યો. છેવટે વંકચૂલ નિયમોને યથાર્થ પાળી, મૃત્યુ પામી બારમે દેવલોકે ગયો. કોશાવેશ્યા.
પાટલીપુરમાં કોશા વેશ્યા રહેતી હતી. તેને પ્રતિબોધ કરવા ગુરુ આજ્ઞા લઈ ચૂલિભદ્રમુનિ તેને ત્યાં ચાતુર્માસ રહ્યા. વેશ્યાએ તેમને ક્ષુબ્ધ કરવા, હાવભાવ, વિલાસ તથા તેમનો અને પોતાનો પૂર્વસંબંધ વિગેરે યાદ કરાવી ઘણા પ્રયત્ન કર્યા પણ મુનિ સુબ્ધ ન બન્યા. પરંતુ મુનિએ તેને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કરી. સમ્યકત્વ સહિત બારવ્રત આપ્યાં. ચોથાવ્રતમાં રાજાની આજ્ઞાથી આવેલ પુરુષ સિવાય બીજાનો સંગ ન કરવો તેવો તેણે નિયમ લીધો.
એકદા એક રથકારને તેની પરીક્ષા માટે રાજાએ મોકલ્યો રથકાર યુવાન અને કામદેવ સરખો હતો. રથકારે આવતા વેંત પોતાની ભિન્નભિન્ન કલા દેખાડવા માંડી. તેણે દૂર રહેલા આંબાની કેરી એક પછી એક બાણ મુકી આંબાની લુંબ તોડી વેશ્યાના હાથમાં આપી. વેશ્યાએ તેનો ગર્વ તાંડવા સરસવ ઉપર સોય રાખી તેના ઉપર નાચ કરી તેને કહ્યું કે, આંબાનું તોડવું કે સરસવ ઉપર નાચવું કઠિન નથી, પણ જે મહામુનિ સ્થૂલિભદ્ર ચોમાસામાં સુંદર આવાસમાં અને પૂર્વ પરિચિત રાગી યુવતિ-સ્ત્રી નજીકમાં રહ્યા છતાં સંયમી રહ્યા તે મહા દુષ્કર છે. રથકારને સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસાથી કોશ્યાએ બોધ પમાડ્યો. આ રીતે વસતિદાન આપવાથી કોશાવેશ્યા મુનિના પરિચયે ઉપદેશ પામી પ્રતિબોધ પામી. અવંતીસુકુમાર :
ઉજ્જૈની નગરીમાં ધન્ના શેઠની પત્ની ભદ્રાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અવંતિસુકુમાર ૩૨ સ્ત્રીઓ સાથે વૈભવથી રહેતો હતો. એક વખતે આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠાણી પાસે વસતિની યાચના કરી રાત્રિવાસ રહ્યા. રાત્રે પ્રતિક્રમણને અંતે સ્વાધ્યાયમાં નલિની ગુલ્મના વર્ણનનો સ્વાધ્યાય આવ્યો. આ સ્વાધ્યાય અવંતિસુકુમારે ઉંચા કાને સાંભળ્યો અને તેને પોતે સર્વે અનુભવ્યું હોય તેમ લાગ્યું, રાત્રે ને રાત્રે તે મુનિઓ પાસે ગયો “આપે જે હમણાં નલિની ગુલ્મ વિષે કહ્યું તે
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જોયું છે?” “અમે જોયું નથી પણ મહર્ષિઓએ જ્ઞાનથી જોયું અને લખ્યું તે કહ્યું છે.” અવંતિસુકુમારે વળતાં કહ્યું કે “ભગવંત ! આ સ્થાન હું શી રીતે મેળવી શકું ?” “સંયમ સર્વ સ્થાન અપાવી શકે છે તે મુનિના ઉત્તરથી અવંતિસુકુમાર સંયમ લેવા કટીબદ્ધ થયો. માતાના ઘણા કાલાવાલા છતાં તે તેને સમજાવી સંયમી બન્યો. અણસણ આદરી એક જ દિવસનું સંયમ પાળી મૃત્યુ પામી અવંતિસુકુમાર નલિની ગુલ્મ વિમાનમાં ગયો. જૈનના દ્વેષી અને સાધુનિંદકને આપવાની શિક્ષા.
શ્રાવક સર્વપ્રકારના ઉદ્યમથી જિનપ્રવચનના પ્રત્યેનીકો (જેનના વેષી)ને નિવારે. અથવા સાધુ વિગેરેની નિંદા કરનારાઓને પણ યથાયોગ્ય શિક્ષા આપે. જે માટે કહેલું છે કે -
છતી શક્તિએ આશાભંગ કરનારને નિશ્ચયથી નહીં ઉવેખતાં મીઠા વચનથી અથવા કઠણ વચનથી પણ તેઓને શિખામણ આપવી.
જેમ અભયકુમારે પોતાની બુદ્ધિથી જૈનમુનિ પાસે દીક્ષા લેનાર એક ભિખારીની નિંદા કરનારાઓને નિવાર્યા હતા તેમ વારવા. અભયકુમાર -
શ્રેણિક રાજાનો બુદ્ધિનિધાન અભયકુમાર નામે પુત્ર પ્રસિદ્ધ છે. એક વખત એક કઠિયારાએ સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. કેટલાક અજ્ઞાત લોકો ખાવા ન મળવાથી દીક્ષા લીધી છે તેમ કહી તેની મશ્કરી કરવા લાગ્યા. બુદ્ધિનિધાન અભયકુમારે તે વાત જાણી, તેણે નગરમાં ઢંઢેરો પીટ્યો કે “જેને આ રત્નરાશિ જોઈએ તે લઈ જાઓ.’ લોકોના ટોળે ટોળાં લેવા એકઠાં થયાં પણ તેમાં અભયકુમારે શરત એ રાખી હતી કે, “સ્ત્રી, અગ્નિ અને સચિત્તને સ્પર્શ ન કરે તે આ રત્નરાશિ લઈ જઈ શકે છે.' ભેગા થયેલા સૌ એક બીજા સામું જોઈ પાછા ફર્યા. અભયકુમારે કહ્યું કે “સ્ત્રી, અગ્નિ અને સચિત્તને નહિ અડનાર આ કઠિયારો છતાં રત્નરાશિ ન લેવા આવ્યો. જ્યારે તમે દોડતા આવ્યા તો તમે ભીખારી છો કે તે ?' નિંદા કરનાર લોકો શરમિંદા પડ્યા અને તેમને પોતાની ભૂલ સમજાઈ. સાધ્વીને સુખશાતા પૂછવી.
જેમ સાધુને સુખશાતા પૂછવાનું બતાવ્યું. તેમ (સાધુની જેમ) સાધ્વીને પણ સુખશાતા પૂછવી. વળી સાધ્વીમાં એટલું વિશેષ વિચારવાનું છે કે, કુશીળીયા અને નાસ્તિકોથી રક્ષણ આપવું. પોતાના ઘરની પાસે ચોતરફથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા ઘરમાં વસવાને ઉપાશ્રય આપવો. પોતાની સ્ત્રીઓ પાસે સાધ્વીની સેવા-ભક્તિ કરાવવી. પોતાની દીકરીઓ વગેરેને તેઓની પાસે નવા અભ્યાસ વિગેરે કરવા રાખવી તથા વ્રતની સન્મુખ થયેલી સ્ત્રી, પુત્રી, ભગિની વગેરેને તેઓની પાસે શિધ્યારૂપે સમર્પવી.
વિસ્મૃત થઈ ગયેલી કરણીઓ તેઓને સ્મરણ કરાવી આપવી. અન્યાયની પ્રવૃત્તિથી તેઓને બચાવવાં. એક વાર અયોગ્ય વર્તણુંક થાય તો કઠણ, નિષ્ફર વચન કહીને ધમકાવવાં; તેમ કરતાં
Page #175
--------------------------------------------------------------------------
________________
ગુરુ પાસે અભ્યાસ કરવો.
૧૫૧ પણ જો ન માને તો પછી કઠોર વચન કહીને પણ તાડના-તર્જના કરવી. સેવા-ભક્તિમાં ઉચિત વસ્તુઓ આપીને તેમને સદાય વિશેષ પ્રસન્ન રાખવાં. ગુરુ પાસે અભ્યાસ કરવો.
ગુરુ પાસે નિત્ય અપૂર્વ અભ્યાસ કરવો. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
આંખમાંથી અંજન ગયું તથા રાફડાનું વધવું દેખીને (એટલે સવાર થયું જાણીને) દાન આપવું અને નવો અભ્યાસ કરવો. એવી કરણી કરવામાં દિવસ વાંઝિયો ન કરવો.
પોતાની સ્ત્રી, ભોજન અને ધન એ ત્રણ પદાર્થોમાં સંતોષ કરવો, પણ દાન, અધ્યયન, અને તપમાં સંતોષ કરવો જ નહીં. ધર્મસાધન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે જાણે યમરાજે મારા મસ્તકના કેશ પકડી લીધા છે તે છોડનાર નથી માટે જેટલું થાય તેટલું જલ્દીથી કરી લઉં. અને વિદ્યા તથા દ્રવ્ય ઉપાર્જન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે હું તો અજર અને અમર છું માટે જેટલું શીખાય એટલું શીખે જ જવું, એવી બુદ્ધિ ન રાખે તો શીખી જ શકાય નહીં.
અતિશય રસના વિસ્તારથી ભરેલા અને આગળ કોઈ દિવસ શીખેલા નહીં એવા નવીન જ્ઞાનના અભ્યાસમાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ તે નવા અભ્યાસનો કરનાર મુનિ નવા નવા પ્રકારના સંવેગ (વરાંગ) અને શ્રદ્ધાથી આનંદિત થાય છે. જે પ્રાણી આ લોકમાં અપૂર્વ અભ્યાસ નિરંતર કરે છે તે પ્રાણી આવતા ભવમાં તીર્થકરપદને પામે છે. અને જે પોતે બીજા શિષ્યાદિને સમ્યજ્ઞાન ભણાવે છે તેને તેથી કેટલો બધો લાભ થશે તેનું શું કહેવાય ?
ઘણી જ થોડી બુદ્ધિ હોય તો પણ નવો અભ્યાસ કરવામાં ઉધમ રાખવાથી માસ-તુષાદિ મુનિઓની જેમ તે જ ભવમાં કેવળજ્ઞાનાદિનો લાભ પામી શકાય છે. માટે નવા અભ્યાસમાં નિરંતર પ્રવૃત્તિ રાખવી એ જ શ્રેયસ્કર છે. માસતુષમુનિની કથા
એક આભીરના પુત્રે મોટી ઉંમરમાં દીક્ષા લીધી. આવશ્યકના યોગોદવહન પછી ઉત્તરાધ્યયનના યોગ વખતે તેને પૂર્વસંચિત જ્ઞાનાવરણીયકર્મનો ઉદય થયો, તેથી તેને ઘણી મહેનત કર્યા છતાં કાંઈ આવડ્યું નહિ. આથી ગુરુએ “ભ ષ મ તુષ” એટલે કોઈપણ ઉપર ક્રોધ ન કરવો કે, પ્રેમ ન રાખવો.” એ પદ ગોખવાનું આપ્યું આ પદ સતત મોટા અવાજથી મુનિ ગોખવા લાગ્યા પણ તે બરાબર યાદ ન રહેતાં “મા રુષ મા તુષ'ને બદલે ‘માસ તુષ માસ તુષ' ગોખતાં છોકરાઓએ તેમનું નામ નિંદા અને હાસ્યથી “માસ તુષ' પાડ્યું. લોકોના હાસ્ય અને નિંદાથી ક્રોધ ન કરતાં પોતાના પૂર્વકર્મને સંભારી મનિ સંવેગમાં સ્થિર થયા. બાર બાર વર્ષ સુધી આ પદ ગોખ્યું પણ શુદ્ધ કંઠસ્થ ન થયું પણ તેનો ભાવ ક્રોધ ન કર અને પ્રેમ ન કર’ તે તો હૃદયગત વણાઈ ગયો અને મુનિ ક્ષપકશ્રેણિ પામી ન ષ મ તુષ પદના જ્ઞાન સાથે સર્વજ્ઞાન મેળવી કેવળજ્ઞાન પામ્યા.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
દ્રવ્ય ઉપાર્જન વિધિ. - જિનપૂજા કરી ભોજન કર્યા પછી જો રાજા વગેરે હોય તો કચેરીમાં, દીવાન વગેરે મોટો હોદ્દેદાર હોય તો રાજસભામાં, વ્યાપારી વગેરે હોય તો બજાર કે, દુકાને અથવા પોતપોતાના યોગ્ય સ્થાનકે આવી ધર્મમાં વિરોધ ન પડે એવી રીતે દ્રવ્ય ઉપાર્જનનો વિચાર કરે. રાજાઓએ આ દરિદ્રી છે કે, ધનવાન છે, આ માન્ય છે કે, અમાન્ય છે, તથા ઉત્તમ, મધ્યમ, અધમ જાતિકુળ સ્વભાવનો વિચાર કરીને (સર્વની સાથે એક સરખો) ન્યાય કરવો. ન્યાય ઉપર દૃષ્ટાંત.
કલ્યાણકટકપુર નગરને વિષે યશોવમાં રાજા રાજય કરતો હતો. તે ન્યાયમાં ખરો ન્યાય આપનાર છે એવી ખ્યાતિવાળો હોવાથી તેણે પોતાના ન્યાય કરવાના મહેલની આગળ એક ન્યાયઘંટ બાંધ્યો હતો. એક વખતે તેની રાજ્યઅધિષ્ઠાયિકા દેવીને એવો વિચાર ઉત્પન્ન થયો કે, “આ રાજાએ જે ન્યાયઘંટ બાંધ્યો છે તે ખરો છે કે ખોટો છે તેની પરીક્ષા કરવી જોઈએ.” એમ ધારીને પોતે જ ગાયનું રૂપ ધારણ કરી તત્કાળ ઉત્પન્ન થયેલા વત્સની સાથે ક્રીડા કરતી રાજમાર્ગ વચ્ચે ઉભી રહી.
એવા અવસરમાં તે જ રાજાનો પુત્ર દોડતા ઘોડાવાળી ગાડીમાં બેસી અતિશય ઉતાવળ કરતો તે જ માર્ગે આવ્યો. ઘણા જ વેગથી ચાલતી ઘોડાગાડીનું ચક્ર ફરી જવાથી તે વાછડો તત્કાળ ત્યાં જ મરણ પામ્યો; જેથી ગાય પોકાર કરવા લાગી અને જાણે રોતી હોય એમ આમતેમ જોવા લાગી. તેને અવાજ કરતાં કોઈક પુરુષે કહ્યું કે રાજદરબારમાં જઈ તારો ન્યાય કરાવ. ત્યારે તે ગાય ચાલતી ચાલતી દરબાર આગળ જ્યાં ન્યાયઘંટા બાંધેલી છે ત્યાં આવી અને પોતાના શીંગડાના અગ્રભાગથી તે ઘંટાને હલાવીને વગાડી.
આ વખતે રાજા ભોજન કરવા બેસતો હતો છતાં તે ઘંટાનો શબ્દ સાંભળી બોલ્યા કે, અરે ! કોણ ઘંટા વગાડે છે? નોકરોએ તપાસ કરી કહ્યું કે, સ્વામી ! કોઈ નથી. તમો સુખેથી ભોજન કરો. રાજા બોલ્યો આ વાતનો નિર્ણય થયા વિના કેમ ભોજન કરાય? એમ કહી ભોજન કરવાનો થાળ એમ જ પડતો મૂકી પોતે ઉઠીને દરવાજા આગળ જુવે છે, તો ત્યાં બીજા કોઈને ન દેખતાં ગાયને દેખી તેને કહેવા લાગ્યો કે, શું તને કોઈએ પીડા આપી છે ? તેણીએ માથું ધુણાવીને હા કહી. જેથી રાજા બોલ્યો કે, ચાલ મને દેખાડ કોણ છે ? આવું વચન સાંભળી ગાય ચાલવા લાગી. રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. જે જગાએ વાછરડાનું કલેવર પડેલું હતું ત્યાં આવીને તે ગાયે બતાવ્યું.
ત્યારે તેના પર ચક્ર ફરી ગયેલું દેખી રાજાએ નોકરોને હુકમ કર્યો કે જેણે આ વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવ્યું હોય તેને પકડી લાવો. આ હકીકત કેટલાક લોકો જાણતા હતા પરંતુ તે (વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવનાર) રાજપુત્ર હોવાથી તેને રાજા પાસે કોણ લાવી આપે ? એવું સમજી કોઈ બોલ્યું નહીં; તેથી રાજા બોલ્યો કે, જયારે આ વાતનો નિર્ણય અને
Page #177
--------------------------------------------------------------------------
________________
વંકચૂલની કથા.
૧૫૩ ન્યાય થશે ત્યારે જ હું ભોજન કરનાર છું તો પણ કોઈ બોલ્યું નહીં. જ્યારે રાજાને ત્યાં ને ત્યાં ઊભા એક લાંઘણ થયું તો પણ કોઈ બોલ્યું નહિ.
ત્યારે રાજપુત્ર પોતે જ આવી રાજાને કહેવા લાગ્યો કે, “પિતાજી ! હું એના ઉપર ચક્કર ચલાવનાર છું. માટે જે દંડ કરવાનો હોય તે મારો કરો.” રાજાએ તે જ વખતે સ્મૃતિઓના જાણનારાઓને બોલાવી પૂછ્યું કે આ ગુન્હાનો શો દંડ કરવો? તેઓ બોલ્યા કે સ્વામી ! રાજપદને યોગ્ય એક જ આ પુત્ર હોવાથી એને શો દંડ દેવાય ? રાજા બોલ્યો કે કોનું રાજ્ય ? કોનો પુત્ર ! મારે તો ન્યાયની સાથે સંબંધ છે, મારે તો ન્યાય જ પ્રધાન છે, હું કંઈ પુત્રને માટે કે રાજ્યને માટે અચકાઉં એમ નથી. નીતિમાં કહ્યું છે કે દુષ્ટનો દંડ, સજ્જનનો સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારની વૃદ્ધિ, અપક્ષપાત, શત્રુઓથી પોતાના રાજ્યની રક્ષા એ પાંચ પ્રકારના જ યજ્ઞ રાજાઓને માટે કહેલા છે.
સોમનીતિમાં પણ કહેવું છે કે, “અપરાધીના જ જેવો દંડ પુત્ર ઉપર પણ કરવો.” માટે આને શું દંડ આપવો યોગ્ય લાગે છે ? તે કહો. તો પણ તે કાયદાના જાણ પુરુષ કાંઈ બોલ્યા નહીં, અણ બોલ્યા રહ્યા. રાજા બોલ્યો આમાં કોઈનો કંઈપણ પક્ષપાત રાખવાની જરૂર નથી. ન્યાયથી જેણે જેવો અપરાધ કર્યો હોય તેને તેવો દંડ આપવો જોઈએ. માટે આણે આ વાછરડા ઉપર ચક્કર ફેરવ્યું છે તો એના ઉપર પણ ચક્કર ફેરવવું યોગ્ય છે. એમ કહી રાજાએ ત્યાં ઘોડાગાડી મંગાવી પુત્રને કહ્યું કે, અહીંયાં તું સૂઈ જા. ત્યારે તેણે વિનીત હોવાથી તેમજ કર્યું. ઘોડાગાડી હાંકનારને કહ્યું કે આના ઉપર ગાડીનું ચક્કર ચલાવ પણ તેણે ગાડી ચલાવી નહીં.
ત્યારે લોકો ના પાડતાં છતાં પણ રાજા પોતે તે ગાડી ઉપર ચડીને તે ગાડીને ચલાવવા માટે ઘોડાને ચાબુક મારીને તેના ઉપર ચક્કર ચલાવવા ઉદ્યમ કરે છે તે જ વખતે ગાય બદલાઈ ગઈ અને રાજ્યાધિષ્ઠાયિકા દેવી બની. (બનેલી ગાયને બદલે ખરી દેવીયે) જયજય શબ્દ કરતાં તેની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી કહ્યું કે રાજન્ ! ધન્ય છે તને તેં આવો ન્યાય અધિક પ્રિયતમ ગણ્યો, તું ચિરકાળપર્યત નિર્વિન રાજ્ય કર. હું ગાય કે વાછરડો કંઈ નથી. પણ તારા રાજ્યની અધિષ્ઠાયિકા દેવી છું. તારા ન્યાયની પરીક્ષા કરવા આવી હતી. તું આવું ચિરકાળ રાજ્ય નિર્વિન ચલાવજે. એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ.
રાજાના કારભારીએ તો જેમ રાજા અને પ્રજાનો અર્થ સાધન થઈ શકે અને ધર્મમાં પણ વિરોધ ન આવે તેમ અભયકુમાર તથા ચાણક્ય આદિની જેમ ન્યાય કરવો. કહ્યું છે કે - ' રાજાનું હિત કરતાં લોકોથી વિરોધ થાય, લોકોનું હિત કરતાં રાજા રજા આપી દે, એમ બન્નેને રાજી રાખવામાં મોટો વિરોધ થાય, પણ રાજા અને પ્રજા અને બન્નેના હિતના કાર્યનો કરનાર મળવો મુશ્કેલ છે. એથી બન્નેના હિતકારક બની પોતાનો ધર્મ સાચવીને ન્યાય કરવો. વ્યાપાર-વિધિ.
વ્યાપારીઓને ધર્મનો અવિરોધ તે વ્યવહારશુદ્ધિ વગેરેથી થાય છે. વ્યાપારમાં નિર્મળતા હોય (સત્યતાથી વ્યાપાર કરવામાં આવે, તો ધર્મમાં વિરોધ થતો નથી. તે જ વાત મૂળગાથામાં કહે છે -
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ववहारसुद्धि-देसाइ-विरुद्धच्चाय उचिअचरणेहिं । तो कुणइ अत्थचितं निव्वाहितो नि धम्मं ॥७॥ व्यवहार शुद्धि देशादिविरुद्ध त्याग उचिताचरणः ।
ततः करोति अर्थचिन्तां, निर्वाह्यन् निजं धर्मम् ॥ વ્યવહારશુદ્ધિથી, દેશાદિના વિરુદ્ધનો ત્યાગ કરવાથી, ઉચિત આચારનું આચરણ કરવાથી, પોતાના ધર્મનો નિર્વાહ કરતાં દ્રવ્યોપાર્જનની ચિંતા કરે.
વ્યવહારશુદ્ધિમાં ખરેખર વિચારતાં મન-વચન-કાયાની નિર્મળતા (સરળતા) છે. તે જ નિર્દોષ વ્યાપારમાં મનથી, વચનથી, અને કાયાથી કપટ રાખવું નહીં, અસત્યતા રાખવી નહીં, અદેખાઈ રાખવી નહીં. આથી વ્યવહારશુદ્ધિ થાય છે.
દેશાદિ વિરુદ્ધનો ત્યાગ કરીને વ્યાપાર કરતાં જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે તે પણ ન્યાયોપાર્જિત વિત્ત ગણાય છે, ઉચિત આચારનું સેવન કરવાથી એટલે લેવડ-દેવડમાં જરા માત્ર કપટ ન રાખતાં જે દ્રવ્ય ઉપાર્જન થાય તે પણ ન્યાયોપાર્જિત વિત્ત ગણાય છે. ઉપર લખેલા ત્રણ કારણથી પોતાનો ધર્મ બચાવીને એટલે કે, પોતે અંગીકાર કરેલ વ્રત પચ્ચકખાણ અભિગ્રહનો બચાવ કરતા ધન ઉપાર્જન કરવું. પણ ધર્મને દૂર મૂકીને ધન ઉપાર્જન કરવું નહીં. લોભમાં મુંઝાઈને પોતે લીધેલાં નિયમ વ્રત-પચ્ચકખાણ ભૂલી જઈ ધન કમાવવાની દૃષ્ટિ રાખવી નહીં. કેમકે ઘણા લોકોને પ્રાય વ્યાપાર વખતે એમ જ વિચાર આવી જાય છે કે -
એવું જગતમાં કંઈ નથી કે જે ધનથી સાધી શકાતું ન હોય, તેટલા જ માટે બુદ્ધિવાન પુરુષે ઘણા જ પ્રયત્નથી એક માત્ર દ્રવ્ય જ ઉપાર્જન કરવું.” ધન ઉપાર્જન કરવા કરતાં પણ પહેલાં ધર્મ ઉપાર્જન કરવાની જરૂર.
અહીં અર્થ ચિંતા કરવી એમ આગમ કહેતું નથી, કારણ કે માણસ માત્ર અનાદિકાલની પરિગ્રહની સંજ્ઞાથી પોતાની મેળે જ અર્થ-ચિંતા કરે છે. કેવલિ-ભાષિત આગમ તેવા સાવદ્ય વ્યાપારમાં નિર્વાહની પ્રવૃત્તિ શા માટે કરાવે ? અનાદિકાલની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિંતા કરવી પડે ત્યારે તેણે ધર્મ વિગેરેને બાધ ન આવે તેવી રીતે એ કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. લોકો જેમ સાંસારિક કાર્યોનો આરંભ કરીને અહોરાત્ર ઉદ્યમ કરે છે તેના એક લાખમાં ભાગ જેટલો પણ ઉદ્યમ જો ધર્મમાં કરે તો શું મેળવવાનું બાકી રહે ? આજીવિકાના સાત ઉપાય.
માણસની આજીવિકા ૧ વ્યાપાર, ર વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય-બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળાકૌશલ્ય, ૬ સેવા અને ૭ ભિક્ષા. એ સાત ઉપાયથી થાય છે.
તેમાં વણિક લોકો વ્યાપારથી, વૈદ્ય આદિ લોકો પોતાની વિદ્યાથી, કણબી લોકો ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લોકો ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લોકો પોતાની કારીગરીથી, સેવક લોકો સેવાથી અને ભિખારી લોકો ભિક્ષાથી પોતાની આજીવિકા કરે છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર.
વ્યાપાર.
ધાન્ય, ધૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિત્તળ આદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. “ત્રણસો સાઠ પ્રકારનાં કરિયાણા છે' એવી લોકોમાં પ્રસિદ્ધિ છે. પેટાના ભેદ જાણવા જઈએ તો સંખ્યાનો પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદર જ સમાય છે.
વિદ્યા.
૧૫૫
ઔષધ, રસ, રસાયન, અંજન, વાસ્તુ, શુકન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક વગેરે ભેદથી વિવિધ પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યાથી પ્રાયે માઠું ધ્યાન થવાનો સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કોઈ ધનવાન પુરુષ માંદો પડી જાય અથવા બીજા કોઈ એવા જ પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણો લાભ થાય છે. ઠેક ઠેકાણે બહુમાન મળે છે. કેમકે શરીરે રોગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખો છે.
રોગના મિત્ર વૈદ્ય, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બોલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસોના મિત્ર મુનિરાજ અને લક્ષ્મી ખોઈને બેઠેલા પુરુષોના મિત્ર જોષી જાણવા.
વ્યાપારમાં ગાંધીનો જ વ્યાપાર સરસ છે કારણ કે તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુઓ સો ટકે વેંચાય છે આ વાત સાચી છે કે વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે. પરંતુ જેને જે કારણથી લાભ થાય છે. તે માણસ તેવું કારણ હંમેશા બની આવવાની ઇચ્છા રાખે છે. કહ્યું છે કે, સુભટો રણ સંગ્રામની, વૈદ્યો મોટા મોટા ધનવંત લોકોની માંદગીની, બ્રાહ્મણો ઘણા મરણોની અને નિગ્રંથ મુનિઓ લોકોમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઇચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઇચ્છા રાખનાર જે વૈદ્ય લોકો માંદા પડવાની ઇચ્છા કરે છે. રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવી દ્રવ્યલોભથી ઉલટી તેની હાનિ કરે છે, એવા વૈદ્યના મનમાં દયા ક્યાંથી હોય ?
કેટલાક વૈદ્ય તો પોતાના સાધર્મી, દરિદ્ર, અનાથ, મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઇચ્છે છે. અભક્ષ્ય વસ્તુ પણ ઔષધમાં નાંખીને રોગીને ખવરાવે અને દ્વારિકાના અભવ્ય વૈદ્ય ધન્વંતરીની જેમ જાતજાતના ઔષધ આદિના કપટથી લોકોને ઠગે છે.
થોડો લોભ રાખનારા પરોપકારી, સારી પ્રકૃતિના જે વૈદ્યો છે તેમની વૈદ્યવિદ્યા ઋષભદેવ ભગવાનના જીવ જીવાનંદ વૈદ્યની જેમ ઇહલોકે તથા પરલોકે ગુણકારી જાણવી.
ખેતી.
ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કૂવા આદિના પાણીથી થનારી, ત્રીજી વરસાદ તથા પાણીથી થનારી.
પશુ રક્ષા.
ગાય, ભેંસ, બકરી, ઊંટ, બળદ, ઘોડા, હાથી વગેરે જાનવરો પાળીને પોતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહેવાય છે. તે પળાતાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બન્ને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે - હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના બંધ ઉપર પામર લોકોની, ખડ્ગની ધારા ઉપર સુભટોની લક્ષ્મી, તથા શૃંગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષ્મી રહે છે. કદાચિત્ બીજી કાંઈ વૃત્તિ ન હોય અને ખેતી જ કરવી પડે તો વાવવાનો સમય વગેરે બરાબર ધ્યાનમાં રાખવો. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તો મનમાં ઘણી દયા રાખવી. કેમકે જે ખેડૂત વાવવાનો વખત, ભૂમિનો ભાગ કેવો છે ? તે તથા તેમાં ક્યો પાક આવે ? તે જાણે અને માર્ગમાં આવેલું ખેતર મૂકી દે, તેને જ ઘણો લાભ થાય, તેમજ જે માણસ દ્રવ્યપ્રાપ્તિને માટે પશુરક્ષાવૃત્તિ કરતો હોય તેણે પોતાના મનની અંદર રહેલો દયાભાવ છોડવો નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પોતે જાગૃત રહી વિચ્છેદ વગેરે વર્જવું.
કળા-કૌશલ્ય.
૧૫૬
શિલ્પકળા સો જાતની છે, કહ્યું છે, કે કુંભાર, લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચના પાંચ શિલ્પ જ (કારીગરી) મુખ્ય છે. પાછા એક એક શિલ્પના વીસ વીસ પેટાભેદ ગણતાં સર્વ મળી સો ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા એકને બીજાથી જુદી પાડનારી હોવાથી જુદી ગણીએ તો ઘણા જ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થયેલું તે શિલ્પ કહેવાય છે. ઉપર કહેલા પાંચ શિલ્પ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલાં છે.
આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લોક-પરંપરાથી ચાલતું આવેલું ખેતી વ્યાપાર વિગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે આચાર્યના ઉપદેશથી થયેલું શિલ્પ અને ઉપદેશથી ન થયેલું તે કર્મ કહેવાય છે. .
કુંભારનું, લુહારનું, ચિત્રકારનું વિગેરે શિલ્પના ભેદ છે અને ખેતી, વ્યાપાર, આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહીં પ્રત્યક્ષ કહ્યાં બાકી રહેલ કર્મ પ્રાયે શિલ્પ વગેરેમાં સમાઈ જાય છે. પુરુષોની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં અને કેટલીક શિલ્પમાં સમાઈ જાય છે.
કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે. કહ્યું છે કે બુદ્ધિથી કર્મ (કાર્ય) કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા. બુદ્ધિથી કર્મ કરવા ઉપર એક દૃષ્ટાંત કહે છે
બુદ્ધિથી કમાનારનું દૃષ્ટાંત.
ચંપાનગરીમાં મદન નામે એક શ્રેષ્ઠીનો પુત્ર હતો. તેમણે બુદ્ધિ આપનારા લોકની દુકાને જઈ પાંચસો રૂપિયા આપી એક બુદ્ધિ લીધી કે “બે જણા લડતા હોય ત્યાં ઉભા રહેવું નહીં,'' ઘેર આવ્યો ત્યારે મિત્રોએ પાંચસો રૂપિયે બુદ્ધિ લીધી સાંભળી તેની ઘણી મશ્કરી કરી તથા પિતાએ પણ ઘણો ઠપકો આપ્યો. તે મદન બુદ્ધિ પાછી આપી પોતાનાં નાણાં લેવા દુકાનવાળા પાસે આવ્યો ત્યારે દુકાનદારે કહ્યું કે “જ્યાં બે જણાની લડાઈ ચાલતી હોય ત્યાં અવશ્ય ઉભા રહેવું.” એમ
Page #181
--------------------------------------------------------------------------
________________
સેવા.
. ૧૫૭ તું કબૂલ કરતો હોય તો રૂપિયા પાછા આપું. તે વાત કબૂલ કરવાથી દુકાનદારે મદનને પાંચસો દ્રમ્મ પાછા આપ્યા.
હવે એક સમયે માર્ગમાં બે સુભટોનો કાંઈ વિવાદ થતો હતો. ત્યારે મદન તેમની પાસે ઉભો રહ્યો. બન્ને સુભટોએ મદનને સાક્ષી તરીકે કબૂલ કર્યો, ન્યાય કરવાનો સમય આવ્યો ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે બોલાવ્યો. ત્યારે બન્ને સુભટોએ મદનને કહ્યું કે “જો મારી તરફેણમાં સાક્ષી નહીં પૂરે તો તારું આવી બન્યું એમ જાણજે.” એવી ધમકીથી આકુળ-વ્યાકુળ થયેલા ધન શ્રેષ્ઠીએ પોતાના પુત્રના રક્ષણ માટે ક્રોડ દ્રમ્મ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે “તું તારા પુત્રને ગાંડો કર” એમ કરવાથી ધનશ્રેષ્ઠી સુખી થયો. એ બુદ્ધિકર્મ ઉપર દૃષ્ટાંત કહ્યું છે. - વ્યાપાર આદિ કરનારા લોકો હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કામ કરનારા લોકો પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લોકો મસ્તકથી કામ કરનારા જાણવા. સેવા.
૧ રાજાની, ૨ રાજાના અમલદાર લોકોની, ૩ શ્રેષ્ઠીની અને ૪ બીજા લોકોની મળી ચાર પ્રકારની સેવાથી અહોરાત્રિ પરવશતા આદિ ભોગવવું પડતું હોવાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે સેવક કાંઈ ન બોલે તે મૂંગો કહેવાય, જો છૂટથી બોલે તો બકનારો કહેવાય, જો આઘો બેસે તો બુદ્ધિહીન કહેવાય, જો સહન કરે તો હલકા કુળનો કહેવાય માટે યોગીઓથી પણ ન જાણી શકાય એવો સેવાધર્મ બહુ જ કઠણ છે.
જે પોતાની ઉન્નતિ થાય તે માટે નીચું માથું નમાવે, પોતાની આજીવિકાને માટે પ્રાણ આપવા પણ તૈયાર થાય અને સુખપ્રાપ્તિ માટે દુઃખી થાય એવા સેવક કરતાં બીજો કોણ મૂર્ખ હશે ?
પારકી સેવા કરવી તે સ્થાનવૃત્તિ સમાન છે. એમ કહેનારા લોકોએ બરાબર વિચાર કર્યો જણાતો નથી. કારણ કે શ્વાન ધણીની ખુશામત પુંછડીથી કરે છે અને સેવક તે ધણીની ખુશામત માથું નમાવી નમાવીને કરે છે માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે એમ છતાં પણ બીજી કોઈ રીતે નિર્વાહ ન થતો હોય તો, સેવા કરીને પણ વિવેકી પુરુષે પોતાનો નિર્વાહ કરવો. કેમકે મોટા શ્રીમાનું હોય તેણે વ્યાપાર કરવો, અલ્પ ધનવાન હોય તેણે ખેતી કરવી અને સર્વ ઉદ્યમ જ્યારે ખૂટી પડે ત્યારે છેવટે સેવા કરવી. સેવા કોની કરવી.
સમા, ઉપકારનો જાણ તથા જેનામાં બીજા એવા જ ગુણ હોય, તે ધણીની સેવા કરવી. કેમકે જે કાનનો કાચો ન હોય તથા શૂરવીર, કરેલા ઉપકારનો જાણ, પોતાનું સત્ત્વ રાખનારો, ગુણી, દાતા, ગુણ ઉપર પ્રીતિ રાખનારો એવો ધણી સેવકને ભાગ્યથી જ મળે છે.
જૂર, વ્યસની, લોભી, નીચ, ઘણા કાળનો રોગી, મૂર્ખ અને અન્યાયી એવા માણસને કદી પણ પોતાનો અધિપતિ ન કરવો. જે માણસ અવિવેકી રાજા પાસેથી પોતે ઋદ્ધિવંત થવાને ઇચ્છે
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
છે, તે પંગુ છતાં પોતાને ઋદ્ધિ પ્રાપ્ત થવા માટે સો યોજન પગે જવાની ધારણા કરે છે; અર્થાત્ તે મહેનત નકામી છે એમ સમજવું.
કાયદાકીય નીતિસારમાં વળી કહ્યું છે કે વૃદ્ધ પુરુષોની સંમતિથી ચાલનારો રાજા પુરુષોને માન્ય થાય છે. કારણ કે ખરાબ ચાલના લોકો કદાચિત તેને ખોટે માર્ગે દોરે તો પણ તે જાય નહીં. ધણીએ પણ સેવકના ગુણ પ્રમાણે તેનો આદર સત્કાર કરવો જોઈએ. કહ્યું છે કે જ્યારે રાજા સારા તથા નરસા સર્વે સેવકોને સરખી પંક્તિમાં ગમે ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવકોનો ઉત્સાહ ભાંગી જાય છે. સેવક પ્રીતિવાળો અને બુદ્ધિશાળી હોય.
સેવકે પણ સ્વામી વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જ જોઈએ કેમકે, સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારો હોય તો પણ તે જો બુદ્ધિહીન અને કાયર હોય તો તેથી ધણીને શું લાભ થવાનો ? તથા સેવક બુદ્ધિશાળી અને પરાક્રમી હોય તો પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારો ન હોય તો તેથી પણ શું લાભ થવાનો?
માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું અને પ્રીતિ એ ત્રણ ગુણ હોય તે જ રાજાના સંપત્તિકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયોગી થાય એમ જાણવા અને જેમનામાં ગુણ ન હોય તે સેવક સ્ત્રી સમાન સમજવા.
કદાચિત્ રાજા પ્રસન્ન થાય તો તે સેવકને માનપત્ર આપે છે. પણ સેવકો તો તે માનના બદલામાં વખતે પોતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે. સેવકે રાજાદિની સેવા ઘણી ચતુરાઈથી કરવી, કેમકે સેવકે સર્પ, વ્યાધ્ર, હાથી અને સિંહ એવા ક્રૂર જીવોને પણ ઉપાયથી વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે બુદ્ધિશાળી અને ડાહ્યા પુરુષોએ “રાજાને વશ કરવો એ વાત સહજ છે” રાજાને વશ કરવાની રીત.
રાજાદિને વશ કરવાના પ્રકાર નીતિશાસ્ત્ર આદિ ગ્રંથોમાં કહ્યા છે, તે એ છે કે :- ડાહ્યા સેવકે ધણીની બાજુએ બેસવું, તેના મુખ તરફ દૃષ્ટિ રાખવી, હાથ જોડવા અને ધણીનો સ્વભાવ જાણીને સર્વ કાર્યો સાધવાં. સેવકે સભામાં ધણીની પાસે બહુ નજીક ન બેસવું તથા બહુ દૂર પણ ન બેસવું. ધણીના આસન જેટલા અથવા તેથી વધારે ઉંચા આસન ઉપર પણ ન બેસવું, ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું, કારણ કે બહુ પાસે બેસીએ તો ધણીને અકળામણ થાય, બહુ દૂર બેસે તો બુદ્ધિહીન કહેવાય, આગળ બેસે તો બીજા કોઈ માણસને ખોટું લાગે અને પાછળ બેસે તો ધણીની દૃષ્ટિ ન પડે માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું. સ્વામિ આદિને વિનંતિ ક્યારે કરવી. .
થાકી ગયેલો, સુધાથી તથા તૃષાથી પડાયેલો, ક્રોધ પામેલો, કોઈ કાર્યમાં રોકાયેલો, સુવાનો વિચાર કરનારો તથા બીજા કોઈની વિનંતી સાંભળવામાં રોકાયેલો એવી અવસ્થામાં ધણી હોય
Page #183
--------------------------------------------------------------------------
________________
ગર્વ વિનાશનું મૂળ છે.
૧૫૯ તે સમયે સેવકે તેને કાંઈ વાત કહેવાની હોય તો કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમ રાજમાતા, પટ્ટરાણી, પાટવીકુમાર, મુખ્યમંત્રી, રાજગુરુ, અને દ્વારપાળ એટલા માણસોની સાથે પણ એમ જ વર્તવું.
પૂર્વે મેં જ એ સળગાવ્યો છે માટે હું એની અવહેલના કરું તો પણ એ મને બાળશે નહીં એવી ખોટી સમજથી જો કોઈ માણસ પોતાની આંગળી દીવા ઉપર ધરે તો તે તત્કાળ બાળી નાખે છે. તેમ મેં જ એને હિકમતથી રાજપદવીએ પહોંચાડ્યો છે, માટે તે રુષ્ટ ન થાય એવી સમજથી જો કોઈ માણસ રાજાને આંગળી પણ અડાડે તો તે રુષ્ટ થયા વગર રહે નહીં. માટે તે રુષ્ટ ન થાય તેમ વર્તવું.
કોઈ પુરુષ રાજાને ઘણો માન્ય હોય તો પણ મનમાં તેણે તે વાતનો ગર્વ ન કરવો, કારણ કે ગર્વ વિનાશનું મૂળ છે એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે :ગર્વ વિનાશનું મૂળ છે.
| દિલ્હી શહેરના બાદશાહના મોટા પ્રધાનને ઘણો ગર્વ થયો. તે મનમાં એમ સમજવા લાગ્યો કે “રાજ્ય મારા ઉપર જ ટકી રહ્યું છે.” એક સમયે કોઈ મોટા માણસ આગળ તેણે ગર્વની વાત પણ કહી દીધી. તે વાત બાદશાહને કાને પડતાં જ તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂકયો અને તેની જગ્યા ઉપર હાથમાં રાંપડી રાખનારો એક નજીકમાં મોચી હતો તેને રાખ્યો. તે કામકાજના કાગળ ઉપર સહીની નિશાની તરીકે રાંપડી લખતો હતો. તેનો વંશ હજી દિલ્હીમાં હયાત છે. રાજ સેવાની શ્રેષ્ઠતા.
રાજાદિ પ્રસન્ન થાય તો ઐશ્વર્ય દિનો લાભ થવો અશક્ય નથી. કહ્યું છે કે શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિ-પોષણ અને રાજાનો પ્રસાદ એટલી વસ્તુ તત્કાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લોકો રાજા આદિ લોકોની સેવા કરવાની ભલે નિંદા કરે, પણ રાજસેવા કર્યા વગર સ્વજનનો ઉદ્ધાર અને શત્રુનો સંહાર થાય નહિ. કુમારપાળ નાસી ગયા, ત્યારે વીસરી બ્રાહ્મણે તેમને સહાયતા આપી તેથી પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું.
કોઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પોળીયાનું કામ કરતો હતો તેણે એક સમયે સર્પનો ઉપદ્રવ દૂર કર્યો. તેથી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજા તે દેવરાજને પોતાનું રાજ્ય આપી પોતે દીક્ષા લઈ સિદ્ધ થયા. મંત્રી, શ્રેષ્ઠી, સેનાપતિ આદિનાં સર્વ કામો પણ રાજસેવામાં જ સમાઈ જાય છે. એ મંત્રી આદિના કામો ઘણાં પાપમય છે અને પરિણામે કડવાં છે માટે ખરેખર જોતાં શ્રાવકે તે વર્જવાં.
કહ્યું છે કે જે માણસને જે અધિકાર ઉપર રાખીએ તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં. જુઓ ધોબી પોતાના પહેરવાના વસ્ત્ર વેચાતા લઈને પહેરે છે કે શું? મનમાં અધિક ચિતા ઉત્પન્ન કરનારા અધિકાર કારાગૃહ સમાન છે. રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૬૦
ક્યા રાજ કાર્ય છોડવાં.
સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ મૂકી ન શકે તો પણ ગુપ્તિપાળ, કોટવાલ, સીમાપાળ વગેરેના અધિકાર તો ઘણા પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવા. કેમકે તલાર, કોટવાળ, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કોઈ માણસને સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત્ કોઈ શ્રાવક સ્વીકારે તો તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની જેમ શ્રાવકોના સુકૃતની કીર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા. કેમકે જે માણસોએ પાપમય એવા રાજકાર્યો કરવા છતાં તેની સાથે ધર્મનાં કૃત્યો કરીને પુણ્ય ઉપાજર્યું નહિ તે માણસોને દ્રવ્ય માટે ધૂળ ધોનારા લોકો કરતાં પણ હું મૂઢ જાણું છું.
પોતાની ઉપર રાજાની ઘણી કૃપા હોય તો પણ તે શાશ્વતપણું ધારી રાજાના કોઈ પણ માણસને કોપાવવો નહીં, તથા રાજા આપણને કાંઈ કાર્ય કરવા સોંપે તો રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગવો. સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. તે બનતાં સુધી શ્રાવકે રાજાની જ કરવી એ ઉચિત છે. કહ્યું છે કે જ્ઞાાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એવો હું કોઈ શ્રાવકને ઘેર ભલે દાસ થાઉં, પણ મિથ્યાત્વથી મોહિત મતિવાળો રાજા કે ચક્રવર્તી ન થાઉં, હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તો સમક્તિના પચ્ચક્ખાણમાં “વિત્તીòતારેભું” એવો આગાર રાખ્યો છે તેથી કોઈ શ્રાવક જો મિથ્યાર્દષ્ટિની સેવા કરે, તો પણ તેણે પોતાની શક્તિ અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે થોડો પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાનો યોગ મળે તો મિથ્યાર્દષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે.
ભિક્ષા.
સોનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર, ઇત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગપરિત્યાગ કરનારા મુનિરાજના ધર્મકાર્યના રક્ષણ માટે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કેમકે હે ભગવતી ભિક્ષે ! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તો કલ્પવલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તું નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે.
કેમકે માણસ જ્યાં સુધી મોઢેથી “આપો” એમ બોલે નહીં, એટલે માંગણી કરે નહીં, ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લજ્જા, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજી વસ્તુ કરતાં હલકું છે, રૂ તૃણ કરતાં હલકું છે, અને યાચક તો રૂ કરતાં પણ હલકો છે ત્યારે એને પવન કેમ ઉડાડીને લઈ જતો નથી ? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એવો ભય રહે છે કે હું એને (યાચકને) લઈ જઉં તો મારી પાસે એ કાંઈ માંગશે.
રોગી, ઘણા કાળ સુધી પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસોનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે
Page #185
--------------------------------------------------------------------------
________________
ભિક્ષાનું ખાવાથી થતો અનર્થ.
૧૬૧ એમને સારી વિશ્રાંતિ છે. ભિક્ષા માગીને નિર્વાહ કરનારો માણસ નિષ્કાળજી, બહુ ખાનારો, આળસુ અને ઘણી નિદ્રા લેનારો હોવાથી જગતમાં તદ્દન નકામો થાય છે. કહ્યું છે કે - ભિક્ષાનું ખાવાથી થતો અનર્થ.
કોઈ કાપાલિકના ભિક્ષા માંગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે મોટું ઘાલ્યું ત્યારે ઘણો કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણી ભિક્ષા મળશે પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મોટું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણ આવ્યાથી આ નકામો થઈ પડે, માટે મને બહુ દિલગીરી થાય છે. ભિક્ષાનાં ત્રણ ભેદ. - શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. તે એ કે તત્ત્વના જાણ પુરુષોએ ૧ સર્વસંપન્કરી, ૨ પૌરુષદની અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે.
ગુરુની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન-આદિ શુભ ધ્યાન કરનારા અને માવજીવ સર્વ આરંભથી નિવૃત્તિ પામેલા સાધુઓની ભિક્ષા સર્વસંપન્કરી કહેવાય છે.
જે પુરુષ પંચ મહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની જેમ સાવદ્ય આરંભ કરનારા સાધુની ભિક્ષા પૌરુષષ્મી કહેવાય છે. કારણ કે ધર્મની લઘુતા ઉત્પન્ન કરનારો તે મૂઢ સાધુ શરીરે પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદર પોષણ કરે, તેથી તેનો કેવળ પુરુષાર્થ નાશ પામે છે.
દરિદ્રી, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ ધંધો થઈ શકે એમ નથી; એ લોકો જે પોતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે તે વૃત્તિભિષા કહેવાય છે. વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી કારણ કે તેના માગનારા દરિદ્રી આદિ લોકો ધર્મને લઘુતા ઉપજાવતા નથી. મનમાં દયા લાવી લોકો તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષ કરી ધર્મી શ્રાવકે ભિક્ષા માગવી વર્જવી.
બીજાં કારણ એ છે કે ભિક્ષા માગનાર પુરુષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે તો પણ જેમ દુર્જનની મૈત્રીથી દોષો છે તેમ તેનાથી લોકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય. અને જે જીવ ધર્મની નિંદા કરાવનારો થાય તેને સમ્યકત્વની પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે.
ઓઘનિર્યુક્તિમાં સાધુ આશ્રયી કહ્યું છે કે ષટુ જીવનિકાય ઉપર દયા રાખનાર સંયમી પણ, આહાર-નિહાર કરતાં તથા ગોચરીએ અન્નગ્રહણ કરતાં જો કોઈ ધર્મની નિંદા ઉપજાવે તો બોધિલાભ દુર્લભ થાય. ભિક્ષા માગવાથી કોઈને લક્ષ્મી અને સુખ વિગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે પૂર્ણ લક્ષ્મી વ્યાપારની અંદર વસે છે, થોડી ખેતીમાં છે. સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તો બિલકુલ છે જ નહીં. ઉદરપોષણ માત્ર તો ભિક્ષાથી પણ થાય છે. તેથી અંધ વિગેરેને તે આજીવિકાના સાધનરૂપ છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે રૂત, અમૃત, મૃત, પ્રકૃતિ અને સત્યા નૃત એટલા ઉપાયથી પોતાની આજીવિકા કરવી, પરંતુ નીચ સેવા કરી પોતાનો નિર્વાહ કદી પણ ન કરવો. ચૌટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રકૃતિ તે ખેતી અને સત્યાગૃત એટલે વેપાર જાણવો. વણિક લોકોને તો દ્રવ્ય સંપાદન કરવાનો મુખ્ય માર્ગ વ્યાપાર જ છે. કહ્યું છે કે લક્ષ્મી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળવનમાં રહેતી નથી, પણ પુરુષોના ઉદ્યમરૂપ સમુદ્રમાં તેનું મુખ્યસ્થાન છે.
વિવેકી પુરુષે પોતાનો અને પોતાના સહાયક ધન, બળ, ભાગ્યોદય, દેશ, કાળ આદિનો વિચાર કરીને જ વ્યાપાર કરવો, નહીં તો ખોટ વગેરેનો સંભવ રહે છે. કહ્યું છે કે બુદ્ધિશાળી પુરુષે પોતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું. તેમ ન કરે તો લોકમાં કાર્યની અસિદ્ધિ, લજ્જા, ઉપહાસ, હલના તથા લક્ષ્મીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કે દેશ કયો છે ? મારા સહાયકારી કેવા છે ? કાળ કેવો છે ? મારે આવક તથા ખર્ચ કેટ છે ? હું કોણ છું અને મારી શક્તિ કેટલી છે ? એ વાતનો દરરોજ વારંવાર વિચાર કરવો.
" શીધ્ર હાથ આવનારાંવિદન વિનાનાં, પોતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધનો ધરાવનારાં એવાં કારણો પ્રથમથી જ શીઘ કાર્યની સિદ્ધિ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લક્ષ્મી, પુણ્ય અને પાપમાં કેટલો ભેદ છે ? તે જણાવે છે. વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ અને તેના ભેદ.
વ્યાપારમાં વ્યવહારની શુદ્ધિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની છે. દ્રવ્યશુદ્ધિ.
દ્રવ્યશુદ્ધિ તે પંદર કર્માદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વર્જવું. કહ્યું છે કે ધર્મને પીડા કરનારૂં તથા લોકમાં અપયશ ઉત્પન્ન કરનારૂં કરિયાણું ઘણો લાભ થતો હોય, તો પણ પુણ્યાર્થી લોકોએ કદી ન લેવું કે ન રાખવું. તૈયાર થયેલાં વસ્ત્ર, સૂતર, નાણું, સુવર્ણ અને રૂપું વિગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે.
- વ્યાપારમાં જેમ આરંભ ઓછો થાય તેમ હંમેશાં ચાલવું. દુભિક્ષ આદિ આવ્યાં છતાં બીજી કોઈ રીતે નિર્વાહ ન થતો હોય તો ઘણા આરંભથી થાય એવો વ્યાપાર તથા ખરકર્મ વગેરે પણ કરે. તથાપિ ખરકર્મ વગેરે કરવાની ઇચ્છા મનમાં ન રાખવી. તેવો પ્રસંગ આવ્યે કરવું પડે તો પોતાના આત્માની અને ગુરુની સાખે તેની નિંદા કરવી તથા મનમાં લજ્જા રાખીને જ તેવાં કાર્ય કરવાં.
સિદ્ધાંતમાં ભાવશ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે સુશ્રાવક તીવ્ર આરંભ વર્ષે અને તે વિના નિર્વાહ ન થતો હોય તો મનમાં તેવા આરંભની ઇચ્છા ન રાખતાં કેવળ નિર્વાહને અર્થે જ તીવ્ર આરંભ કરે; પણ આરંભ-પરિગ્રહ રહિત એવા ધન્યવાદને લાયક જીવોની સ્તુતિ કરવી. તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કોઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે, એવા ધન્ય મહામુનિઓ ત્રણકોટિએ શુદ્ધ આહાર ગ્રહણ કરે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
કેવા માલનો વ્યાપાર ન કરવો ?
કેવા માલનો વ્યાપાર ન કરવો ?
૧૬૩
નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે ન થાય ? એવી શંકા હોય; અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થયેલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારીઓએ પાંતિથી લેવું. એટલે વખતે ખોટ આવે તો સર્વેને સરખે ભાગે આવે, કેમકે વ્યાપારી પુરુષ વ્યાપારમાં ધન મેળવવા ઇચ્છતો હોય તો તેણે કરિયાણાં દીઠા વિના બાનું ન આપવું, અને આપવું હોય તો બીજા વ્યાપારીઓની સાથે આપવું.
ક્ષેત્રશુદ્ધિ.
ક્ષેત્રથી તો જ્યાં સ્વચક્ર, પરચક્ર, માંદગી અને વ્યસન આદિનો ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હોય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરવો. બીજે બહુ લાભ થતો હોય તો પણ ન કરવો. કાલશુદ્ધિ.
કાળથી તો બાર માસની અંદર આવતી ત્રણ અઠ્ઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વર્જવી, અને વર્ષાદિઋતુ આશ્રયી જે જે વ્યાપારનો સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે તે તે વ્યાપાર પણ વર્લ્ડવા. કઈ ઋતુમાં કયો વ્યાપાર વર્લ્ડવો તે આ ગ્રંથમાં જ કહીશું.
ભાવશુદ્ધિ.
ભાવથી તો વ્યાપારના ઘણા ભેદ છે. તે આ રીતે :- ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે, એમની સાથે થોડો વ્યવહાર કર્યો હોય તો પણ પ્રાયે તેથી લાભ થતો નથી. પોતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લોકોથી ડર રાખવો પડે તેવા શસ્ત્રધારી આદિ લોકોની સાથે થોડો વ્યવહાર કરવાથી પણ લાભ ક્યાંથી થાય ? કહ્યું છે કે ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કોઈ કાળે પણ વ્યવહાર ન રાખવો.
પાછળથી આડું બોલનાર લોકોની સાથે ઉધારનો વ્યાપાર પણ ન કરવો. કેમકે વસ્તુ ઉધાર ન આપતાં સંગ્રહ કરી રાખે તો પણ અવસર આવે તેના વેચવાથી મૂળ કિંમત જેટલું નાણું તો ઉપજશે, પણ આડું બોલનારા લોકોને ઉધાર આપ્યું હોય તો તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષે કરી નટ, વિટ (વેશ્યાના દલાલ), વેશ્યા તથા દ્યૂતકાર (જુગારી) એમની સાથે ઉધારનો વ્યાપાર થોડો પણ ન કરવો. કારણ કે તેથી મૂળ દ્રવ્યનો પણ નાશ થાય છે.
વ્યાજ-વટાવનો વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરવી રાખીને જ કરવો ઉચિત છે. તેમ ન કરો તો ઉઘરાણી કરતાં ઘણો ક્લેશ તથા વિરોધ થાય. વખતે ધર્મની હાનિ થાય. તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર મુગ્ધશેઠનો પ્રસંગ છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
મુગ્ધશેઠનું દષ્ટાંત.
જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તથા તેનો મુગ્ધ નામે એક પુત્ર હતો. મુગ્ધ પોતાના નામ પ્રમાણે ઘણો ભોળો હતો. પોતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતો હતો. અવસર આવતાં જિનદત્ત શ્રેષ્ઠીએ દસ પેઢીથી શુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલી નંદિવર્ધન શ્રેષ્ઠીની કન્યાની સાથે મોટા ઉત્સવથી પોતાના પુત્રને પરણાવ્યો. આગળ જતાં પુત્રની ભલમનસાઈ જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી. ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થના વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો.
“હે વત્સ ! ૧ સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી, ર કોઈને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી, ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી, ૪ મીઠું જ ભોજન કરવું, ૫ સુખે જ નિદ્રા લેવી, ૬ ગામે ગામ ઘર કરવું, ૭ દરિદ્રાવસ્થા આવે તો ગંગાતટ ખોદવો, ૮ ઉપર કહેલી વાતમાં કાંઈ શંકા પડે તો પાટલિપુત્ર નગરે સોમદત્ત શ્રેષ્ઠી નામે મારો સ્નેહી રહે છે તેને પૂછવું.
મુગ્ધશ્રેષ્ઠીએ પિતાનો આ ઉપદેશ સાંભળ્યો પણ તેનો ભાવાર્થ તેના સમજવામાં આવ્યો નહીં. આગળ જતાં તે મુગ્ધશ્રેષ્ઠી ઘણો દુઃખી થયો. ભોળપણામાં સર્વ નાણું ખોયું. સ્ત્રી આદિ લોકોને તે અપ્રિય બન્યો. એક કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું પણ ખૂટી ગયું. એ મહામૂર્ખ છે એમ લોકમાં તેની હાંસી થવા લાગી.
પછી તે (મુગ્ધશ્રેષ્ઠી) પાટલીપુત્ર નગરે ગયો. સોમદત્ત શ્રેષ્ઠીને પિતાના ઉપદેશનો ભાવાર્થ પૂછ્યો. સોમદત્તે કહ્યું “સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી એટલે મુખમાંથી ખોટું વચન બોલવું નહીં. અર્થાત્ સર્વલોકને પ્રિય લાગે એવું વચન બોલવું. ૨ કોઈને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. એટલે પ્રથમથી જ અધિક મૂલ્યવાળી વસ્તુ ગિરવી રાખીને પૈસા ધીરવા કે જેથી દેણદાર પોતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પોતાની સ્ત્રીને જો પુત્ર અથવા પુત્રી થઈ હોય તો જ તેની તાડના કરવી. તેમ ન હોય તો તે તાડના કરવાથી રોષ કરીને પિયર અથવા બીજે કોઈ સ્થળે જાય, અથવા કૂવામાં પડીને અથવા બીજી કોઈ રીતે આપઘાત કરે. ૪ મીઠું જ ભોજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાં જ ભોજન કરવું. કારણ કે, પ્રીતિ તથા આદર એ જ ભોજનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારે જ ખાવું એટલે સર્વ મીઠું જ લાગે. ૫ સુખે જ ઉંઘ કરવી એટલે
જ્યાં કોઈ પ્રકારની શંકા ન હોય ત્યાં રહેવું એટલે ત્યાં સુખે ઉંઘ આવે. અથવા આંખમાં ઉંઘ આવે ત્યારે જ સૂઈ રહેવું એટલે સુખે ઉંઘ આવે. ૬ ગામે ગામ ઘર કરવું એટલે ગામેગામ એવી મૈત્રી કરવી કે જેથી પોતાના ઘરની જેમ ત્યાં ભોજનાદિ સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તો ગંગાતટ ખોદવો એટલે તારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય બંધાય છે તે ભૂમિ ખોદવી, જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે.” સોમદત્ત શ્રેષ્ઠીના મુખથી એ ભાવાર્થ સાંભળી મુગ્ધશ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લોકમાં માન્ય થયો. એ રીતે પુત્રશિક્ષાનું દષ્ટાંત કહ્યું છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ લેણદાર કોણ?
૧૬૫ માટે ઉધારનો વ્યવહાર ન જ રાખવો. કદાચિત્ તે વિના ન ચાલે તો સત્ય બોલનાર લોકોની સાથે જ વ્યવહાર રાખવો. વ્યાજ પણ દેશ, કાળ આદિનો વિચાર કરીને જ એક, બે, ત્રણ. ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું. પણ તે એવી રીતે કે જેથી શ્રેષ્ઠ લોકમાં આપણી હાંસી ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદર જ દેવું પાછું આપવું. કારણ કે માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપર જ આધાર રાખે છે; કેમ કે જેટલાં વચનનું પાલન કરી શકો તેટલાં જ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધા માર્ગમાં મૂકવો ન પડે તેટલો જ ભાર પ્રથમથી ઉપાડવો. કદાચિત્ કોઈ ઓચિંતા કારણથી ધનની હાનિ થઈ જાય અને તેથી કરેલી કાળમર્યાદામાં ઋણ પાછું ન વાળી શકે, તો કટકે કટકે લેવાનું કબૂલ કરાવી લેણદારને સંતોષ કરવો. એમ ન કરે તો વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધો પડે.
વિવેકી પુરુષે પોતાની સર્વ શક્તિથી ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો. આ ભવે અને પરભવે દુ:ખ દેનારું ઋણ ક્ષણ માત્ર પણ માથે રાખે એવો કોણ મૂઢમતિ હશે ? કહ્યું છે કે ધર્મનો આરંભ. ઋણ ઉતારવું, કન્યાદાન, ધન મેળવવું, શત્રુનો ઉચ્છેદ અને અગ્નિનો તથા રોગનો ઉપદ્રવ મટાડવો, એટલા વાના જેમ બને તેમ જલ્દીથી કરવાં. શરીરે તેલનું મર્દન કરવું. ઋણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું) મરવું એ ત્રણ વાનાં પ્રથમ દુઃખ દઈને પાછળથી સુખ આપે છે.
પોતાનું ઉદરપોષણ કરવાને પણ અસમર્થ હોવાથી જો ઋણ પાછું આપી ન શકાય તો પોતાની યોગ્યતા માફક શાહુકારની સેવા કરીને પણ ઋણ ઉતારવું. એમ ન કરે તો આવતે ભવે શાહુકારને
ત્યાં સેવક, પાડો, બળદ, ઊંટ, ગર્દભ, ખચ્ચર, અશ્વ આદિ થવું પડે. ઉત્તમ લેણદાર કોણ ?
શાહુકારે પણ ઋણ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માગવું નહીં, કારણ કે તેથી ફોગટ સંકુલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાનો સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે “તને આપવાની શક્તિ આવે ત્યારે મારું ઋણ આપજે અને ન આવે તો મારું એટલું દ્રવ્ય ધર્મખાતે થાઓ.” દેવાદારે ઘણા કાળ સુધી ઋણનો સંબંધ માથે ન રાખવો; કારણ કે તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય તો આવતે ભવે પાછો તે ઋણનો સંબંધ હોઈ વૈર વગેરે વધે છે. ભાવડ શ્રેષ્ઠીને પૂર્વભવના ઋણના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે. ભાવડ શેઠનું દૃષ્ટાંત.
ભાવડ નામે એક શ્રેષ્ઠી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો. તે વખતે ખોટાં સ્વપ્ર આવ્યાં તથા શ્રેષ્ઠીની સ્ત્રીને દોહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણાં અપશુકન થયાં. સમય પૂર્ણ થયે શ્રેષ્ઠીને મૃત્યુયોગ ઉપર દુષ્ટ પુત્ર થયો. તે ઘરમાં રખાય નહીં, તેથી માપણી નદીને કાંઠે એક સૂકાયેલ વૃક્ષની નીચે તે બાળકને મૂક્યો.
તે બાળકે પ્રથમ રુદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સોનૈયા હું તમારી પાસે માંગું છું તે આપો, નહીં તો તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કરી, છટ્ટે દિવસે એક લાખ સોનૈયા વાપર્યા ત્યારે તે બાળક મરણ પામ્યો. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોનૈયા આપ્યા ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વપ્ર તથા શુકન પણ સારા થયા.
પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મારે ઓગણીશ લાખ સોનૈયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનૈયા ધર્મ ખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સોનૈયા ખરચીને કાશ્મીરદેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચક્રેશ્વરીદેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખ સોનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુંજયે ગયો ત્યાં લેપ્યમય પ્રતિમાઓ હતી. તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રત્નની પ્રતિમાઓ સ્થાપના કરી. આ રીતે ઋણ ભવાંતરે વાળવું પડે એ વિષય ઉપર ભાવડ શ્રેષ્ઠીની કથા કહી. ઋણ આપતા ખૂબ વિવેક કરવો.
ઋણના સંબંધમાં પ્રાયઃ કલહ તથા વૈરની વૃદ્ધિ વગેરે થાય છે. તે લોકમાં પ્રસિદ્ધ છે. માટે ઋણનો સંબંધ ચાલતા ભવમાં જ ગમે તે ઉપાય કરીને વાળી નાંખવો. બીજાં વ્યવહાર કરતાં જો દ્રવ્ય પાછું ન આવે તો મનમાં એમ જાણવું કે તેટલું દ્રવ્ય મેં ધર્માર્થે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉઘરાણી કરતાં પણ પાછું ન મળે તો તે ધર્માર્થે ગણવાનો માર્ગ રહે. તે માટે જ વિવેકી પુરુષે સાધર્મિક ભાઈઓની સાથે જ મુખ્ય માર્ગે વ્યવહાર કરવો એ યોગ્ય છે. પ્લેચ્છ આદિ અનાર્ય લોકો પાસે લેણું હોય અને તે જો પાછું ન આવે તો તે દ્રવ્ય ધર્માર્થે છે એવું ચિંતવવાને કાંઈ પણ રસ્તો નથી. માટે તેનો કેવળ ત્યાગ કરવો અર્થાત્ તેના ઉપરથી પોતાની મમતા છોડી દેવી. કદાચિત્ ત્યાગ કર્યા પછી તે દ્રવ્ય દેણદાર આપે તો તે શ્રી સંઘને ધર્માર્થે વાપરવાને અર્થે સોપવું. ખોવાયેલી વસ્તુનો વિવેક.
દ્રવ્ય, શસ્ત્ર આદિ આયુધ અથવા બીજી પણ કોઈ વસ્તુ ખોવાઈ જાય અને પાછી મળવાનો સંભવ ન રહે ત્યારે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી જો ચોર આદિ ચોરાઈ ગયેલી વસ્તુનો ઉપયોગ પાપકર્મમાં કરે તો તે દ્વારા થતા, પાપના ભાગીદાર આપણે થતા નથી, એટલો લાભ છે. વિવેકી પુરુષે પાપનો અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, કુટુંબ, દ્રવ્ય, શસ્ત્ર, આદિ વસ્તુનો આ રીતે ત્યાગ કરવો. એમ ન કરે તો અનંતા ભવ સુધી તે વસ્તુના સંબંધથી થનારાં માઠાં ફળ ભોગવવાં પડે.
આ અમારું વચન સિદ્ધાંતથી વિરુદ્ધ છે એમ નથી. શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં શિકારીએ હરિણને માર્યો ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની દોરીથી તથા લોઢાથી હરિણ હણાયો તે ધનુષ્ય બાણ વગેરેના મૂળ જીવોને પણ હિંસાદિ પાપ ક્રિયા લાગે એમ કહ્યું છે. વિવેકી પુરુષે કોઈ ઠેકાણે કાંઈ ધનહાનિ આદિ થાય તો, તેથી મનમાં દિલગીર ન થવું. કારણ કે દિલગીરી ન કરવી એ જ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કે દઢ નિશ્ચયવાળો, કુશળ, ગમે તેટલા કલેશને ખમનારો અને અહોરાત્ર ઉદ્યમ કરનારો માણસ પાછળ લાગે, તો લક્ષ્મી કેટલી દૂર જવાની ?
Page #191
--------------------------------------------------------------------------
________________
આભડ શેઠનું દૃષ્ટાંત.
૧૬૭ જ્યાં ધનનું ઉપાર્જન કરાય ત્યાં થોડું ઘણું તો નાશ પામે જ. ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થયેલા ધાન્યના પર્વત સરખા ઢગલા મળે, તો પણ વાવેલું બીજ તેને પાછું મળતું નથી. તેમ જ્યાં ઘણો લાભ થાય ત્યાં થોડી ખોટ પણ ખમવી પડે. સમયે દુર્દેવથી ધનની ઘણી હાનિ થાય તો પણ વિવેકી પુરુષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખોટ ગયેલું દ્રવ્ય ધર્માર્થે ચિંતવવું.
તેમ કરવાનો માર્ગ ન હોય તો તેનો મનથી ત્યાગ કરવો અને લેશમાત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યું છે કે કરમાયેલું વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે અને ક્ષીણ થયેલો ચંદ્રમા પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે, એમ વિચાર કરનારા સપુરુષો આપત્કાળ આવ્યે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બન્ને મોટા પુરુષોને ભોગવવી પડે છે. જુઓ ! ચંદ્રમાને વિષે જ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રોને વિષે દેખાતી નથી. હે આમ્રવૃક્ષ ! “ફાગણ માસે મારી સર્વ શોભા એકદમ હરણ કરી” એમ જાણી તું શા માટે ઝાંખો પડે છે? થોડા સમયમાં વસંતઋતુ આવતાં પાછી પૂર્વે હતી તેવી જ તારી શોભા તને અવશ્ય મળશે. આ વિષય ઉપર દૃષ્ટાંત કહેવાય છે. જે નીચે પ્રમાણે છે. આભડ શેઠનું દૃષ્ટાંત.
પાટણમાં શ્રીમાળી જ્ઞાતિનો નાગરાજ નામે એક કોટિધ્વજ શ્રેષ્ઠી હતો અને મલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી હતી ત્યારે નાગરાજ શ્રેષ્ઠી કોલેરાના રોગથી મરણ પામ્યો. “શ્રેષ્ઠીને પુત્ર નથી' એમ જાણી રાજાએ તેનું સર્વ ધન પોતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પોતાને પિયર ધોળકે ગઈ. ગર્ભના સુલક્ષણથી મેલાદેવીને અમારી પડહ વજડાવવાનો દોહલો ઉત્પન્ન થયો, તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવ્યો પુત્ર થયો તેનું અભય એવું નામ રાખ્યું. તે લોકોમાં “આભડ” એવા નામે પ્રખ્યાત થયો. પાંચ વર્ષનો થયો ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજા બાળકોએ એને ઉપહાસથી “નબાપો, નબાપો.” એમ કહ્યું તેણે ઘેર આવી ઘણા આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછ્યું. માતાએ સત્ય વાત બની હતી તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયો અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પરણ્યો. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કોટી ધ્વજ થયો. તેને ત્રણ પુત્ર થયા.
અનુક્રમે સમય જતાં માઠા કર્મના ઉદયથી તે આભડ નિધન થયો. પોતાના ત્રણ પુત્રો સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પોતે મણિહારની દુકાન પર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એક માપ જવ મળતા હતા. તેને તે પોતે દળીને રાંધીને ખાતો હતો. લક્ષ્મીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યું છે કે જે લક્ષ્મી સ્નેહથી ખોળામાં બેસાડનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષ્મી બીજા ઉડાઉ લોકોના ઘરમાં શી રીતે સ્થિર રહે ? એક સમયે આભડ શ્રી હેમાચાર્યજી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઊભો થયો. દ્રવ્ય પરિમાણનો બહુ જ સંક્ષેપ કરેલો જોઈ શ્રી હેમાચાર્યજીએ તેને તેમ કરતાં વાર્યો. ત્યારે નવ લાખ દ્રમ્મનું
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
અને તેના અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણ રાખ્યું. પરિમાણ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તો તેણે ધર્મકાર્યમાં વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં પાંચ દ્રમ્મ એકઠાં થયા.
એક સમયે આભડે પાંચ દ્રમ આપી એક બકરીના ગળામાં મણિ બાંધ્યો હતો તેને ઓળખી ખરીદ્યો. તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તૈયાર કરાવ્યા. તેથી અનુક્રમે તે પૂર્વે હતો તેવો દ્રવ્યમાન થયો. ત્યારે આભડના કુટુંબના સર્વ માણસો ભેગા થયા. તેના ઘરમાંથી દરરોજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું ઘી વહોરાવતા. પ્રતિદિન સાધર્મિવાત્સલ્ય, સદાવ્રત તથા મહાપૂજા આદિ આભડને ઘેર થતું હતું. વર્ષે વર્ષે સર્વ સંઘની પૂજા બે વાર થતી હતી. તથા વિવિધ પ્રકારનાં પુસ્તક લખાતાં, તેમજ જીર્ણમંદિરના જીર્ણોદ્ધાર થતા હતા તથા ભગવાનની મનોહર પ્રતિમાઓ પણ તૈયાર થતી હતી.
એવાં ધર્મકૃત્ય કરતાં આભડની ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંતસમય નજદીક આવ્યો ત્યારે આભડે ધર્મખાતાનો ચોપડો વંચાવ્યો. તેમાં ભીમરાજાના સમયના અઠાણું લાખ દ્રમ્મનો વ્યય થયેલો તેના સાંભળવામાં આવ્યો. તેથી આભડે દિલગીર થઈને કહ્યું કે “મેં કૃપણે એક કોડ દ્રમ્પ પણ ધર્મકાર્યો વાપર્યા નહીં.” તે સાંભળી આભડના પુત્રોએ તે જ સમયે દશલાખ દ્રમ્મ ધર્મકૃત્યમાં વાપર્યા. તેથી સર્વ મળી એક કોડ અને આઠ લાખ દ્રમ્ ધર્મ ખાતે થયા. વળી બીજા આઠ લાખ દ્રમ્મ ધર્મને માટે વાપરવાનો આભડના પુત્રોએ નિશ્ચય કર્યો. પછી કાળ-સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયો. આ રીતે આભડનો પ્રબંધ કહ્યો છે. સંતોષવૃત્તિ.
પૂર્વભવે દુષ્કતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી ન આવે તો પણ મનમાં ધીરજ રાખવી. કારણ કે આપત્કાળરૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધીરજ વહાણ સમાન છે. સર્વે દિવસ સરખા કોના રહે છે? કહ્યું છે કે આ જગતમાં સદાય સુખી કોણ છે? લક્ષ્મી કોની પાસે સ્થિર રહી? સ્થિર પ્રેમ કયાં છે? મૃત્યુના વશમાં કોણ નથી ? અને વિષયાસક્ત કોણ નથી ? માઠી અવસ્થા આવે ત્યારે સર્વ સુખનું મૂળ એવો સંતોષ જ નિત્ય મનમાં રાખવો. તેમ ન કરે તો ચિંતાથી આ લોકનાં તથા પરલોકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે ચિંતા નામે નદી આશારૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હે મૂઢ જીવ ! તે નદીમાં તું ડૂબે છે, તને એમાંથી તારનાર સંતોષરૂપ જહાજનો આશ્રય લે. વિવિધ પ્રકારના ઉપાય કર્યા પછી પણ જો એમ જણાય કે “પોતાની ભાગ્યદશા જ હીન છે.” તો કોઈ ભાગ્યશાળી પુરુષનો સારી યુક્તિથી કોઈ પણ રીતે આશ્રય કરવો. કારણ કે કાષ્ઠનો આધાર મળે તો લોઢું અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. એવી વાત સાંભળવામાં આવી છે કે - ભાગીદારના ભાગ્યથી થતા લાભનું દૃષ્ટાંત.
એક ભાગ્યશાળી શેઠ હતો. તેનો વણિકપુત્ર (મુનિમ) ઘણો જ વિચક્ષણ હતો. તે પોતે ભાગ્યહીન છતાં શેઠના સંબંધથી પૈસાવાળો થયો. અનુક્રમે શેઠ મરણ પામ્યા ત્યારે તે પણ નિધન
Page #193
--------------------------------------------------------------------------
________________
અહંકાર ન કરવો.
૧૬૯ થયો. પછી તે શેઠના પુત્રોની પાસે રહેવાની ઈચ્છા કરતો હતો ત્યારે તે પણ નિર્ધન જાણી તેની સાથે શેઠના પુત્રો એક અક્ષર પણ બોલતા નહોતા. ત્યારે તેણે બે ત્રણ સારા માણસોને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચોપડામાં પોતાના હસ્તાક્ષરથી લખ્યું કે “શેઠના બે હજાર ટંક મારે દેવા છે.”
આ કામ તેણે ઘણી જ છુપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રોના જોવામાં તેના હસ્તાક્ષર આવ્યા ત્યારે તેમણે મુનિમ પાસે બે હજાર ટંકની માગણી કરી. ત્યારે મુનિમે કહ્યું “વ્યાપારને અર્થે થોડું ધન મને આપો તો હું થોડા દિવસમાં તમારું દેવું આપું.”
પછી શેઠના પુત્રોએ તેને વ્યાપારને અર્થે ધન આપ્યું. અનુક્રમે મુનિએ ઘણું ધન સંપાદન કર્યું. ત્યારે શેઠના પુત્રોના આશ્રયથી તે મુનિમ ધનવાન થયો. અહંકાર ન કરવો.
નિર્દયપણું, અહંકાર, ઘણો લોભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી, એ પાંચ વસ્તુ લક્ષ્મીની સાથે નિરંતર રહે છે એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરુષોને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લોકોને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે. માટે વિવેકી પુરુષે ધન આદિ ઘણું મળે તો પણ અહંકાર વગેરે ન કરવો.
કેમકે જે પુરુષોનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સંપદા (લક્ષ્મી) આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ જોઈને દુઃખી થાય, અને પોતે સંકટમાં આવે તો સુખી થાય, તેમને નમસ્કાર થાઓ. સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે ધનવાન છતાં ગર્વ ન કરે, અને વિદ્વાન છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરુષો પૃથ્વીના ઉત્તમ અલંકાર છે. વિવેકી પુરુષે કોઈની સાથે સ્વલ્પમાત્ર પણ કલેશ ન કરવો. તેમાં પણ મોટા પુરુષોની સાથે તો ક્યારે પણ ન જ કરવો. કહ્યું છે કે
જેને ખાંસીનો વિકાર (દદ) હોય તેણે ચોરી ન કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય તેણે જારકર્મ ન કરવું, જેને રોગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસક્તિ ન કરવી અને પોતાની જીભ સ્વાધીનતામાં રાખવી. જેની પાસે ધન હોય તેણે કોઈની સાથે કલેશ ન કરવો. ભંડારી, રાજા, ગુરુ, અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ, કુર અને નીચ એવા પુરુષની સાથે વિવેકી પુરુષે વાદ ન કરવો. કદાચિત્ કોઈ મોટા પુરુષની સાથે ધન આદિનો વ્યવહાર થયો હોય તો વિનયથી જ પોતાનું કાર્ય સાધવું. બળાત્કાર, કલેશ આદિ ન કરવો.
પંચોપાખ્યાનમાં પણ કહ્યું છે કે ઉત્તમ પુરુષને વિનયથી, શૂર પુરુષને ભેદ નીતિથી, નીચ પુરુષને અલ્પદ્રવ્યાદિના દાનથી અને આપણી બરાબર હોય તેને પોતાનું પરાક્રમ દેખાડી વશ કરવો.
ધનના અર્થી અને ધનવાન એ બન્ને પુરુષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ. કારણ કે ક્ષમા કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે “બ્રાહ્મણનું બળ હોમમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનું બળ રાજા અને વણિકપુત્રનું બળ ક્ષમા છે.” મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે.
૨૨
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ધન, શરીર અને યૌવન અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઇન્દ્રિયનિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે અને સર્વસંગનો પરિત્યાગ કરવો એ મોક્ષનું કારણ છે. વચનફ્લેશ તો સર્વથા વર્લ્ડવો.
૧૭૦
શ્રી દારિદ્રસંવાદમાં કહ્યું છે કે, (લક્ષ્મી કહે છે.) હે ઇન્દ્ર ! જ્યાં મોટા પુરુષોની પૂજા થાય છે; ન્યાયથી ધન ઉપાર્જે છે અને લેશમાત્ર પણ વચન કલહ નથી ત્યાં હું રહું છું.
(દરિદ્ર કહે છે.) હંમેશા દ્યૂત (જુગાર) રમનાર, સ્વજનની સાથે દ્વેષ કરનાર, ધાતુવાદ (કિમિયા) કરનાર એવા પુરુષની પાસે હું હંમેશાં રહું છું.
ઉઘરાણી કેમ કરવી ?
વિવેકી પુરુષે પોતાના લહેણાની ઉઘરાણી પણ કોમળતા રાખી નિંદા ન થાય તેવી રીતે કરવી એ જ યોગ્ય છે. એમ ન કરે તો દેવાદારની દાક્ષિણ્યતા, લજ્જા વગેરેનો લોપ થાય અને તેથી પોતાના ધન, ધર્મ અને પ્રતિષ્ઠા એ ત્રણેની હાનિ થવાનો સંભવ છે. માટે જ પોતે કદાચિત્ લાંઘણ કરે તો પણ બીજાને લાંઘણ ન કરાવે. પોતે ભોજન કરીને બીજાને લાંઘણ કરાવવી એ સર્વથા અયોગ્ય જ છે. ભોજન આદિનો અંતરાય કરવો એ ઢંઢણકુમારાદિની જેમ ઘણું દુઃસહ છે.
ઢંઢણકુમાર.
ઢંઢણકુમાર કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. પૂર્વભવે આહારમાં અંતરાય કરવાથી તે જ્યાં ભિક્ષા લેવા જતા ત્યાં નિર્દોષ ભોજન મળતું ન હતું. એક વખત ઉત્કૃષ્ટા અણગાર તરીકે નેમિનાથ ભગવાને તેમની પ્રશંસા કરી. ભગવાનને વાંદી કૃષ્ણ પાછા ફરતા હતા તે વખતે ઢંઢણમુનિને તેમણે જોયા. હસ્તિ ઉપરથી ઉતરી કૃષ્ણે વંદન કર્યું. કોઈ ભાવિક શ્રાવકે ઢંઢણને પ્રતિલાભ્યા. ગોચરી લાવી ભગવાનને બતાવી અને પૂછ્યું કે મારૂં પૂર્વનું અંતરાય કર્મ વિચ્છેદ પામ્યું કે શું ? ભગવાને કહ્યું, ‘આ તમારા કર્મના વિચ્છેદનું ફળ નથી પણ કૃષ્ણે વાંઘા તેથી આ ભિક્ષા મળી છે.’ ઢંઢણ મુનિ તે આહાર પરઠવવા ચાલ્યા. પરઠવતાં જ અંતરાય કર્મ તુટયું અને ભાવના વૃદ્ધિ પામી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
સંપથી શાંતિ.
સર્વ પુરુષોએ તથા ઘણું કરી વણિકજનોએ સર્વથા સંપ સહેલાઈથી જ પોતાનું સર્વકામ સાધવું. કેમકે સામ, દામ, દંડ અને ભેદ એ કાર્યસાધન કરવાના ચાર ઉપાય બહુ પ્રસિદ્ધ છે, તો પણ સામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે બાકીના ઉપાય તો કેવળ નામના જ છે. કોઈ તીક્ષ્ણ તથા ઘણા ક્રુર હોય તો પણ તે સામથી વશ થાય છે. જુઓ જિલ્લામાં ઘણી મીઠાશ હોવાથી કઠોર દાંત પણ દાસની જેમ તેની(જીભની) સેવા કરે છે. લેહેણદેણના સંબંધમાં જો ભ્રાંતિથી અથવા વિસ્મરણ વિગેરે થવાથી કાંઈ વાંધો પડે તો અંદરો-અંદર વિવાદ (ઝગડો) ન કરવો પરંતુ ચતુર લોકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર-પાંચ પુરુષો નિષ્પક્ષપાતથી જે કાંઈ કહે તે માન્ય કરવું. તેમ ન કરે તો ઝગડો ન પતે.
Page #195
--------------------------------------------------------------------------
________________
શેઠની પુત્રીનું દષ્ટાંત.
૧૭૧ કહ્યું છે કે સગા ભાઈઓમાં વિવાદ હોય તો પારકા પુરુષો જ મટાડી શકે. કારણ કે ગુંચવાઈ ગયેલા વાળ કાંચકીથી જ જુદા થઈ શકે છે. ન્યાય કરનારા પુરુષોએ પણ મધ્યસ્થ વૃત્તિ રાખીને જ ન્યાય કરવો. અને તે પણ સ્વજનનું અથવા સ્વધર્મી આદિનું કાર્ય હોય તો જ સારી રીતે સર્વ વાતનો વિચાર કરીને કરવો. જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવું. કારણ કે લોભ ન રાખતાં સારી રીતે ન્યાય કરવામાં આવે તો પણ તેથી જેમ વિવાદનો ભંગ થાય છે અને ન્યાય કરનારને મોટાઈ મળે છે તેમ તેથી એક આ દોષ ઉત્પન્ન થાય છે કે વિવાદ ભાંગતાં ન્યાય કરનારના ધ્યાનમાં વખતે ખરી બીના ન આવવાથી દેવું ન હોય તો તે માથે પડે છે અને કોઈનું ખરું દેવું હોય તો તે ભાગી જાય છે. પ્રસ્તુત વિષય ઉપર એક વાત સંભળાય છે કે - શેઠની પુત્રીનું દષ્ટાંત.
એક ઋદ્ધિવંત શ્રેષ્ઠી લોકમાં બહુ પ્રખ્યાત હતો. તે મોટાઈના અને બહુમાનના અભિમાનથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય. તેની વિધવા પણ ઘણી સમજુ એવી એક પુત્રી હતી. તે હંમેશાં શ્રેષ્ઠીને તેમ કરતાં અટકાવવાનો પ્રયત્ન કરે પણ તેનું કહ્યું માને નહીં. એક વખત શ્રેષ્ઠીને બોધ કરવાને અર્થે પુત્રીએ ખોટો ઝગડો માંડ્યો, તે એ રીતે કે પૂર્વે થાપણ મૂકેલા મારા બે હજાર સોનૈયા આપો તો જ હું ભોજન કરું. એમ કહીને તે શ્રેષ્ઠી પુત્રી લાંઘણ કરવા લાગી. કોઈ પણ રીતે માને નહીં પિતાજી વૃદ્ધ થયા તો પણ મારા ધનનો લોભ કરે છે ઈત્યાદિ જેવાં તેવાં વચન બોલવા લાગી.
પછી શ્રેષ્ઠીએ લજવાઈને ન્યાય કરનાર લોકોને બોલાવ્યા. તેમણે આવીને વિચાર કર્યો કે “આ શ્રેષ્ઠીની પુત્રી છે અને બાળ-વિધવા છે માટે એની ઉપર દયા રાખવી જોઈએ.” એમ વિચારી ન્યાય કરનાર પંચોએ શ્રેષ્ઠી પાસેથી બે હજાર સોનૈયા પુત્રીને અપાવ્યા તેથી શ્રેષ્ઠીએ એ પુત્રીએ ફોગટ મારું ધન લીધું અને લોકમાં ખમાય નહીં એવો અપવાદ ફેલાવ્યો, એવો વિચાર કરીને મનમાં બહુ ખેદ પામ્યો. થોડીવાર પછી પુત્રીએ પોતાનો સર્વ અભિપ્રાય શ્રેષ્ઠીને સારી રીતે કહી સમજાવી સોનૈયા પાછા આપ્યા. તેથી શ્રેષ્ઠીને હર્ષ થયો અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતારવાથી જ્યાં ત્યાં ન્યાય કરવાનું છોડી દીધું. આ રીતે ન્યાય કરનારનું દૃષ્ટાંત છે.
માટે ન્યાય કરનાર પંચોએ જ્યાં ત્યાં જેવો તેવો ન્યાય ન કરવો. સાધર્મીનું, સંઘનું, મોટા ઉપકારનું અથવા એવું જ યોગ્ય કારણ હોય તો ન્યાય કરવો. કોઈની ઈર્ષ્યા ન કરવી.
કોઈ જીવની સાથે મત્સર ન કરવો. લક્ષ્મીની પ્રાપ્તિ કર્માધીન છે. માટે નકામો મત્સર કરવામાં શું લાભ છે ? તેથી બન્ને ભવમાં દુઃખી થાય છે. જ કહ્યું છે કે જેવું બીજાનું ચિંતવે તેવું પોતે પામે. એમ જાણતાં છતાં કયો માણસ બીજાની લક્ષ્મીની વૃદ્ધિ જોઈને મત્સર કરે? તેમજ ધાન્યના વેચાણમાં લાભ માટે દુભિક્ષની ઔષધિમાં લાભ થવા માટે રોગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને માટે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઇચ્છા ન કરવી. કારણ કે જેથી લોકો સંકટમાં આવી પડે એવી ઈચ્છા કરવાથી કર્મબંધન થાય
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ : પ્રથમ પ્રકાશ છે. દુર્દેવના યોગથી કદાચિત્ દુભિક્ષાદિ આવે તો પણ વિવેકી પુરુષે “ઠીક થયું” એમ કહી અનુમોદના પણ ન કરવી. કારણ કે તેથી વૃથા પોતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટૂંકમાં એક દષ્ટાંત કહે છે. ઘી-ચામડાના વેપારીનું દષ્ટાંત.
બે મિત્ર હતા. તેમાં એક વૃતની અને બીજો ચામડાની ખરીદી કરવા જતા હતા. માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભોજન કરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમનો ભાવ જાણી ઘૂતના ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. બન્ને જણા ખરીદી કરીને પાછા તે જ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે સ્ત્રીએ ચામડાં ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. પછી બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું તેને અંદર બેસાર્યો અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યો. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દૃષ્ટાંત કહ્યું છે. કહ્યું છે કે -
उचित मुत्तुण कलं, दव्वादिकमागयं च उक्करिसं ।
निवडिअमविआणंतो परससंतं न गिण्हिज्जा ॥ ६॥ વ્યાખ્યા :- સો રૂપિયે ચાર-પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા “વ્યાજમાં બમણું મૂળ દ્રવ્ય થાય” એવું વચન છે. તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા ધાન્યની ત્રણ ગણી વૃદ્ધિ થાય તેટલો વિવેકી પુરુષે લેવો. તથા જે ગણિમ, ધારિમાદિ વસ્તુનો કોઈ કારણથી ક્ષય થઈ ગયો હોય અને આપણી પાસે હોય તો તેનો ચઢતે ભાવે જેટલો લાભ થાય તેટલો લેવો; પણ એ વિના બીજો લાભ ન લેવાય.
તાત્પર્ય એ છે કે જો કોઈ સમયે ભાવિભાવથી સોપારી આદિ વસ્તુનો નાશ થવાથી પોતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણો અથવા તેથી વધારે લાભ થાય તે મનના પરિણામ શુદ્ધ રાખીને લેવો, પણ “સોપારી આદિ વસ્તુનો જ્યાં ત્યાં નાશ થયો એ ઠીક થયું” એમ મનમાં ન ચિંતવે.
તેમજ કોઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આપણી નથી એમ જાણતાં છતાં ઉપાડવી નહીં. વ્યાજ-વટાવ અથવા ક્રય-વિક્રય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગેરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટજનોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલો લાભ મળે તેટલો જ લેવો. એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે. ખોટાં માપ-તોલ ન રાખવાં.
તેમજ ખોટાં કાટલાં અથવા ખોટાં માપ રાખીને, ચૂનાધિક વ્યાપાર કરીને, રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અયોગ્ય મૂલ્ય વધારીને, અયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લઈને, ફૂડ-કપટ કરીને, ખોટું અથવા ઘસાયેલું નાણું આપીને, કોઈના ખરીદ-વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકો ભરમાવી ખેંચી લઈને, નમૂનો એક બતાવી
Page #197
--------------------------------------------------------------------------
________________
વ્યવહારશુદ્ધિ અંગે હલાક શેઠનું દષ્ટાંત.
૧૭૩ બીજો માલ આપીને, જ્યાં બરાબર ન હોય એવા સ્થાનકે વસ્ત્રાદિનો વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવા જ પ્રકારથી કોઈને પણ ઠગવાં નહીં.
કહ્યું છે કે જે લોકો વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે તે લોકો મોહજાળમાં પડી પોતાના જીવને જ ઠગે છે. કારણ કે તે લોકો કૂડ-કપટ ન કરત તો વખતે સ્વર્ગનાં તથા મોક્ષનાં સુખ પામત. આ ઉપરથી એવો કુતર્ક ન કરવો કે ફૂડ-કપટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લોકો વ્યાપાર ઉપર શી રીતે પોતાની આજીવિકા કરે ? આજીવિકા તો કર્મને આધીન છે, તો પણ વ્યવહાર શુદ્ધ રાખે તો ઊલટા ગ્રાહકો વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય. આ વિષય ઉપર એક દૃષ્ટાંત કહે છે. વ્યવહારશુદ્ધિ અંગે હલાક શેઠનું દૃષ્ટાંત.
એક નગરમાં હલાક નામે શેઠ હતો. તેને ચાર પુત્ર હતા, તથા બીજો પરિવાર પણ મોટો હતો. હલાક શ્રેષ્ઠીએ ત્રણ શેર, પાંચ શેર આદિ ખોટાં કાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર આદિ સંજ્ઞા કહી પુત્રને ગાળ દેવાના બહાનાથી ખોટાં તોલ માપ વાપરીને તે લોકોને ઠગતો હતો. તેના ચોથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એક સમયે શ્રેષ્ઠીને સમજાવ્યા. .
શ્રેષ્ઠીએ કહ્યું કે “શું કરીએ ! એમ ન કરીએ તો નિર્વાહ શી રીતે થાય ? કહ્યું છે કે ભૂખ્યો માણસ શું પાપ ન કરે?” તે સાંભળી પુત્રની સ્ત્રીએ કહ્યું કે “હે તાત ! એમ ન કહો, કારણ કે વ્યવહાર શુદ્ધ રાખવામાં જ સર્વ લાભ રહ્યો છે. કહ્યું છે કે લક્ષ્મીના અર્થી સારા માણસો ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તો તેમનાં સર્વ કાર્ય ધર્મથી જ સિદ્ધ થાય છે. ધર્મ વિના કોઈ પણ રીતે કાર્યની સિદ્ધિ થતી નથી. માટે હે તાત ! પરીક્ષા પુરતો છ માસ સુધી વ્યવહાર કરો. તેથી ધનની વૃદ્ધિ થશે. અને તેટલામાં સાબિતી થાય તો આગળ પણ તેમજ ચલાવજો.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કરવા માંડ્યું. વખત જતાં ગ્રાહક ઘણા આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ અને ગાંઠે ચાર તોલા સોનું થયું.
પછી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખોવાય તો પણ તે પાછું હાથ આવે છે.” એ વાતની પરીક્ષા કરવા પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તોલા સોના ઉપર લોઢું મઢાવીને તેનું એક કાટલું પોતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું. એક માછલી “કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જાણી તે ગળી ગઈ. ધીવરે તે માછલી પકડી ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીવરે તે કાટલું શ્રેષ્ઠીને આપ્યું. તેથી શ્રેષ્ઠીને તથા તેના પરિવારના સર્વ માણસોને શુદ્ધ વ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયો.
આ રીતે શ્રેષ્ઠીને બોધ થયો ત્યારે તે સમ્યક પ્રકારે શુદ્ધ વ્યવહાર કરી મોટો ધનવાન થયો. રાજકારમાં તેને માન મળવા લાગ્યું અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલો પ્રખ્યાત થયો કે તેનું નામ લીધાથી પણ વિદન-ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા લોકો વહાણ ચલાવવાની વખતે “હેલા હેલા” એમ કહે છે તે સંભળાય છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દષ્ટાંત કહ્યું છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
કર્મચાંડાળ.
વિવેકી પુરુષે સર્વ પાપકર્મ તજવાં. તેમાં પણ પોતાના સ્વામી, મિત્ર, આપણા ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરુ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વૈર કરવું અથવા તેમની થાપણ ઓળવવી. એ તેમની હત્યા કરવા સમાન છે માટે એ તથા બીજાં મહાપાતકો વિવેકી પુરુષે અવશ્ય વર્જવાં. કહ્યું છે કે ખોટી સાક્ષી પૂરનાર, ઘણા કાળ સુધી રોષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતઘ્ન એ ચાર કર્મચાંડાળ કહેવાય છે અને પાંચમો જાતિચાંડાળ જાણવો. અહીં વિસેમીરાનો સંબંધ કહીએ છીએ. વિશ્વાસઘાત ઉપર વિસેમીરાનું દૃષ્ટાંત.
વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણી ઉપર ઘણો મોહિત હોવાથી તે રાજ્યસભામાં પણ રાણીને પાસે બેસાડતો હતો. જે રાજાના વૈદ્ય, ગુરુ અને દિવાન પ્રસન્નતા રાખવાને કેવળ મધુર વચન બોલનારા જ હોય, રાજાનો કોપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરનો, ધર્મનો અને ભંડારનો વખત જતાં નાશ થાય, એવું નીતિશાસ્ત્રનું વચન હોવાથી રાજાને સત્ય વાત કહેવી એ આપણું કર્તવ્ય છે.
એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે “મહારાજ ! સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમ કે રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીઓ એ ચાર વસ્તુ બહુ પાસે હોય તો વિનાશ કરે છે અને બહુ દૂર હોય તો તે પોતાનું ફળ બરાબર આપી શકતી નથી. માટે ઉપર કહેલી ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણીની એક સારી છબી ચિતરાવી તે પાસે રાખો.
નંદરાજાએ દિવાનની વાત સ્વીકારી. એક છબી ચિતરાવી શારદાનંદન નામે પોતાના ગુરુને દેખાડી. શારદાનંદને પોતાની વિદ્વત્તા બતાવવા કહ્યું કે “રાણીના ડાબા સાથળ ઉપર તલ છે તે આ ચિત્રમાં બતાવ્યો નથી.’’ ગુરુના આ વચનથી રાજાના મનમાં રાણીના શીલને વિષે શક આવ્યો, તેથી તેણે શારદાનંદનને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યો.
લાંબી નજરવાળા દિવાને વિચાર કર્યો કે “કોઈ સહસા કાર્ય ન કરવું” વિચાર કર્યા વગર કરવું એ મોટા સંકટોનું સ્થાનક છે. સદ્ગુણોથી લલચાયેલી સંપદાઓ પ્રથમ પૂર્ણ વિચાર કરીને પછી કાર્ય કરનારને પોતે આવીને વરે છે. પંડિત પુરુષોએ શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામનો યત્નથી નિર્ણય કરવો. કારણ કે અતિશય ઉતાવળથી કરેલા કામનું પરિણામ શલ્યની જેમ મરણ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરે છે.
એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં. તેથી તેણે પોતાના ઘરમાં શારદાનંદનને છૂપાવી રાખ્યો એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે બહુ દૂર ગયો. સંધ્યાસમયે એક સરોવરનું પાણી પીને રાજપુત્ર વાઘના ભયથી એક ઝાડ ઉપર ચઢયો. ત્યાં વ્યંતરાધિષ્ઠિત વાનર હતો તેના ખોળામાં પહેલાં રાજપુત્ર સૂઈ રહ્યો અને પછી રાજપુત્રના ખોળામાં વાનર સૂતો હતો.
Page #199
--------------------------------------------------------------------------
________________
કર્મચાંડાળ.
૧૭૫ એટલામાં ભૂખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્રે વાનરને નીચે નાંખ્યો. વાનર વાઘના મુખમાં પડ્યો હતો, પણ વાઘ હસ્યો ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યો અને રૂદન કરવા લાગ્યો. વાઘે રૂદન કરવાનું કારણ પૂછવાથી વાનરે કહ્યું કે “હે વાઘ ! પોતાની જાતિ મૂકીને જે લોકો પરજાતિને વિષે આસક્ત થાય તેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરું છું કે તે જડ લોકોની શી ગતિ થશે ?
પછી એવા વચનથી તથા પોતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડો કર્યો. ત્યારે રાજપુત્ર વિરિ, વિમરી એમ કહેતો જંગલમાં ભટકવા લાગ્યો. રાજપુત્રનો ઘોડો એકલો જ નગરમાં જઈ પહોંચ્યો. તે ઉપરથી નંદરાજાએ શોધખોળ કરાવી પોતાના પુત્રને ઘેર લાવ્યો. ઘણા ઉપાય કર્યો. તો પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયો નહીં. ત્યારે નંદરાજાને શારદાનંદન યાદ આવ્યા.
જે રાજપુત્રને સાજો કરે તેને હું મારું અર્ધ રાજ્ય આપીશ.” એવો ઢંઢેરો પીટાવવાનો રાજાએ વિચાર કર્યો. ત્યારે દિવાને કહ્યું “મહારાજ! મારી પુત્રી થોડું ઘણું જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યો ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે,
વિશ્વાસ રાખનારને ઠગવો એમાં શી ચતુરાઈ ? તથા ખોળામાં સૂતેલાને મારવો એમાં પણ શું પરાક્રમ ?”
શારદાનંદનનું એ વચન સાંભળી રાજપુત્ર “વિકિપી” એ ચાર અક્ષરમાંથી પ્રથમ વિ અક્ષર બોલવાનો પડતો મૂક્યો.
સેતુ (રામે બંધાવેલી સમુદ્રની પાળ) જોવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાપથી છૂટે છે પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જોવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધ થતો નથી.” આ બીજું વચન સાંભળી રાજપુત્રે બીજો સે અક્ષર મૂકી દીધો.
મિત્રને હણવાની ઇચ્છા કરનાર, કૃતદન, ચોર અને વિશ્વાસઘાત કરનાર એ ચારે જણા જયાં સુધી ચંદ્ર-સૂર્ય છે ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજું વચન સાંભળી રાજપુત્રે ત્રીજો મિ અક્ષર મૂક્યો.
“રાજનું! તું રાજપુત્રનું કલ્યાણ ઇચ્છતો હોય તો સુપાત્રે દાન આપ, કારણ કે ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે.” એ ચોથું વચન સાંભળી રાજપુત્રે ચોથો રા અક્ષર બોલવાનો પડતો મૂક્યો. '
પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વે વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનંદનને દીવાનની પુત્રી સમજતો હતો, તેથી તેણે તેને પૂછ્યું કે “હે બાળા ! તું ગામમાં રહે છે તેમ છતાં જંગલમાં થયેલી વાઘની વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે ?” રાજાએ એમ પૂછ્યું, ત્યારે શારદાનંદને કહ્યું કે “હે રાજન્ ! દેવ-ગુરુના
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ : પ્રથમ પ્રકાશ
પ્રસાદથી મારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે તેથી જેમ મેં ભાનુમતી રાણીનો તલ જાણ્યો તેમ આ વાત હું જાણું છું.”
આ સાંભળી રાજા અજાયબ થયો અને કહેવા લાગ્યો કે “શું શારદાનંદન !” સામે ‘હા’નો જવાબ મળતાં બન્નેનો મેળાપ થયો અને તેથી બન્ને જણાને ઘણો આનંદ થયો. આ રીતે વિશ્વાસઘાત ઉપર દૃષ્ટાંત કહ્યું છે. પાપના પ્રકાર.
આ લોકમાં પાપ બે પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજું જાહેર. ગુપ્ત પાપ પણ બે પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજાં મહાપાપ. ખોટાં ત્રાજવાં તથા ખોટાં માપ વગેરે રાખવાં એ ગુHલઘુપાપ અને વિશ્વાસઘાત વગેરે કરવો એ ગુપ્તમહાપાપ છે.
જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજાં લોકલજ્જા મૂકીને કરવું તે. ગૃહસ્થ લોકો કુળાચારથી જ હિંસા આદિ કરે છે તે જાહેર લઘુપાપ જાણવું; અને સાધુનો વેષ પહેરી નિર્લજ્જપણાથી હિંસા આદિ કરે તે જાહેર મહાપાપ જાણવું. લજ્જા મૂકીને કરેલા જાહેર મહાપાપથી અનંત સંસારીપણું વગેરે થાય છે. કારણ કે જાહેર મહાપાપથી શાસનનો ઉઠ્ઠાઇ આદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તો થોડો કર્મબંધ થાય અને જો ગુપ્ત લઘુપાપ કરે તો તીવ્ર કર્મબંધ થાય છે. કારણકે તેવું પાપ કરનાર માણસ અસત્ય વ્યવહાર કરે છે. મનવચન-કાયાથી અસત્ય વ્યવહાર કરવો એ ઘણું જ મોટું પાપ કહેવાય છે અને અસત્ય વ્યવહાર કરનારા માણસો ગુHલઘુ પાપ કરે છે.
અસત્યનો ત્યાગ કરનારા માણસ કોઈ સમયે પણ ગુપ્તપાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઈ તે માણસ નિર્લજ્જ થાય છે અને નિર્લજ્જ થયેલો માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પોતાના ઉપર વિશ્વાસ રાખનારનો ઘાત કરવો આદિ ગુપ્ત મહાપાપ કરે છે. એ જ વાત યોગશાસ્ત્રમાં કહી છે. તે એ કે એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ અને બીજી બાજુએ સર્વ પાતક મૂકીએ તો તે બેમાં પહેલું જ તોલમાં વધારે ઉતરશે. તેથી કોઈને ઠગવો એ અસત્યમય ગુપ્ત લઘુપાપની અંદર સમાય છે માટે કોઈને ઠગવાનું સર્વથા તજવું. ન્યાયમાર્ગને જ અનુસરો.
ન્યાયમાર્ગે ચાલવું એ જ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મહામંત્ર છે. હમણાં પણ જણાય છે કે ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકો થોડું થોડું ધન ઉપાર્જન કરે તો પણ તેઓ ધર્મસ્થાનકમાં નિત્ય ખરચે છે. તેમ છતાં જેમ કૂવાનું પાણી નીકળે થોડું પણ કોઈ વખત બંધ પડે નહિ, તેમ તેમનો પૈસો નાશ પામતો નથી. બીજા પાપકર્મ કરનારા લોકો ઘણા પૈસા પેદા કરે છે તથા બહુ ખરચ કરતા નથી તો પણ મરુદેશનાં સરોવર થોડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે લોકો થોડા વખતમાં નિર્ધન થાય છે. કેમકે પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પોતાની ઉન્નતિ થતી નથી પણ ઉલટો પોતાનો નાશ જ થાય છે. જાઓ, રહેંટના ઘડા છિદ્રથી પોતામાં જળ ભરી લે છે તેથી તેમાં જળ ભરાયેલું રહેતું નથી પણ વારંવાર ખાલી થઈને તેને જળમાં ડુબવું પડે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
પાપના પ્રકાર.
૧૭૭ પ્રશ્ન :- ન્યાયવાન એવા પણ કેટલાક લોકો નિર્ધનતા આદિ દુઃખથી ઘણા પડાયેલા દેખાય છે, તેમજ બીજા અન્યાયથી ચાલનારા લોકો પણ ઐશ્વર્ય આદિ ઘણું હોવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી સુખ થાય એમ આપ કહો છો તે પ્રમાણભૂત કેમ મનાય ?
ઉત્તર :- ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વભવના કર્મનાં ફળ છે પણ આ ભવમાં કરેલા કર્મનાં ફળ નથી.
શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે - ૧ પુણ્યાનુબંધી પુણ્ય, ૨ પાપાનુબંધી પુણ્ય, ૩ પુણ્યાનુબંધી પાપ અને ૪ પાપાનુબંધી પાપ, એવા પૂર્વકૃત કર્મના ચાર પ્રકાર છે.
જિનધર્મની વિરાધના ન કરનારા જીવો ભરત ચક્રવર્તીની જેમ સંસારમાં દુઃખ રહિત નિરુપમ સુખ પામે છે તેમને પુણ્યાનુબંધી પુણ્ય જાણવું.
અજ્ઞાને કષ્ટ કરનારા જીવો કોણિક રાજાની જેમ મોટી ઋદ્ધિ તથા રોગ રહિત કાયા આદિ ધર્મસામગ્રી છતાં પણ ધર્મકત્ય કરે નહિ અને પાપકર્મને વિષે ૨ક્ત થાય તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું.
જે જીવો દ્રમક મુનિની જેમ પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પણ લેશમાત્ર દયા આદિ હોવાથી જિનધર્મ પાળે છે તે પુણ્યાનુબંધી પાપ જાણવું.
જે જીવો કાલશૌકરિકની જેમ પાપી, ઘાતકી કર્મ કરનારા, અધર્મી, નિર્દય, કરેલા પાપનો પસ્તાવો ન કરનાર અને જેમ જેમ દુઃખી થતા જાય તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે તેઓને પાપાનુબંધી પાપનું ફળ જાણવું.
પુણ્યાનુબંધી પુણ્યથી બાહ્ય ઋદ્ધિ અને અંતરંગ ઋદ્ધિ પણ પમાય છે. તે બે ઋદ્ધિમાં એક પણ ઋદ્ધિ જે માણસ ન પામ્યો તેના મનુષ્યભવને ધિક્કાર થાઓ! જે જીવો પ્રથમ શુભ પરિણામથી ધર્મકૃત્યનો આરંભ કરે પણ પાછળથી શુભ પરિણામ ખંડિત થવાથી પરિપૂર્ણ ધર્મ કરે નહીં તે જીવો પરભવમાં આપદા સહિત સંપદા પામે. આ રીતે કોઈ જીવને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ લોકમાં દુઃખ જણાતું નથી તો પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું એમાં કાંઈ શક નથી. કેમકે દ્રવ્ય સંપાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થયેલો માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પરોવેલા લોઢાના કાંટાની જેમ તે માણસનો નાશ કર્યા વગર પચતી નથી. જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચોરી વગેરે અકાર્ય સર્વથા તજવાં. કેમકે તેથી આ લોકમાં તથા પરલોકમાં અનર્થ પેદા થાય છે. જેથી કોઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતો હોય તે વ્યવહાર, તથા ઘર-હાટ કરાવવાં, લેવા તથા તેમાં રહેવું વગેરે સર્વ છોડવું. કારણ કે કોઈને તાપ ઉત્પન્ન કરવાથી પોતાની સુખાદિ ઋદ્ધિ વધતી નથી. કેમકે જે લોકો મૂખર્તાથી મિત્રને, કપટથી ધર્મને, સુખથી વિદ્યાને અને કુરપણાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પોતે સુખી થવા ઇચ્છતા હોય તે મૂર્ખ જાણવાં.
| વિવેકી પુરુષે જેમ લોકો આપણા ઉપર પ્રીતિ કરે તેમ પોતે વર્તવું. કહ્યું છે કે ઇન્દ્રિયો જીતવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે. વિનયથી ઘણા સગુણોની પ્રાપ્તિ થાય છે; ઘણા સગુણોથી
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લોકોના અનુરાગથી સર્વ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષે પોતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલો સંગ્રહ વગેરે વાત કોઈની આગળ ખુલ્લી ન કરવી. કેમકે ડાહ્યા પુરુષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણ, દુરાચાર, મર્મ અને મંત્ર એ આઠ પોતાની વસ્તુ ગુપ્ત રાખવી.
કોઈ અજાણ્યો માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તો અસત્ય ન બોલવું, પણ એમ કહેવું કે “એવા સવાલનું શું કારણ છે ?” વગેરે જવાબ ભાષાસમિતિથી આપવો. રાજા, ગુરુ વગેરે મોટા પુરુષો ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે તો, પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી કહી દેવી. કેમકે મિત્રોની સાથે સત્ય વચન બોલવું, સ્ત્રીની સાથે મધુર વચન બોલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન બોલવું, અને પોતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન બોલવું. સત્ય વચન એ એક માણસને માટે મોટો આધાર છે. કારણ કે સત્ય વચનથી જ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષય ઉપર એક દૃષ્ટાંત સંભળાય છે તે એ છે કે :સત્યવચન ઉપર મહણસિંહનું દૃષ્ટાંત.
દિલ્હી નગરીમાં મહણસિંહ નામે એક શેઠ રહેતો હતો. તેની સત્યવાદીપણાની કીર્તિ બધા સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મહણસિંહની પરીક્ષા કરવા તેને પૂછ્યું કે, તારી પાસે કેટલું ધન છે ?” ત્યારે મહણસિંહે કહ્યું કે “હું ચોપડામાં લેખ જોઈને પછી કહીશ.” એમ કહી મહણસિંહે સર્વ લેખ સમ્યક પ્રકારે જોઈ બાદશાહને સાચે સાચું કહ્યું કે મારી પાસે આશરે ચોરાશી લાખ ટંક હશે.” “મેં થોડું ધન સાંભળ્યું હતું અને એણે તો બહું કહ્યું.” એમ વિચાર કરી બાદશાહ ઘણો પ્રસન્ન થયો અને તેણે મહણસિંહને પોતાનો ભંડારી બનાવ્યો. ભીમ સોનીનું દષ્ટાંત.
આવી જ રીતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તો પણ સત્ય વચનને ન છોડે એવો શ્રી જગચંદ્રસૂરિનો શિષ્ય ભીમ નામે સોની રહેતો હતો. એક વખતે શસ્ત્રધારી યવનોએ શ્રી મલ્લિનાથજીના મંદિરમાંથી ભીમને પકડી બંદીખાનામાં રાખ્યો, ત્યારે ભીમના પુત્રોએ પોતાના પિતાજીને છોડાવવાને માટે ચાર હજાર ખોટા ટંકનું તે લોકોને ભેટશું કર્યું. યવનોએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતું તે કહ્યું. તેથી પ્રસન્ન થઈ તેમણે ભીમને છોડી દીધો. મિત્ર કેવો કરવો !
વિવેકી પુરુષે આપત્તિ વખતે મદદ મળે તે માટે એવો એક મિત્ર કરવો કે જે ધર્મથી, ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવા જ સદ્ગુણોથી આપણી બરાબરીનો, બુદ્ધિશાળી તથા નિર્લોભી હોય. રઘુકાવ્યમાં કહ્યું છે કે, રાજાનો મિત્ર તદ્દન શક્તિ વિનાનો હોય તો પ્રસંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તે મિત્ર રાજાથી વધારે શક્તિમાન હોય તો તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે, માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ. બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કે -
Page #203
--------------------------------------------------------------------------
________________
દુર્જનો સાથે કેવી રીતે વર્તવું !
૧૭૯ આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે, કે જે અવસ્થામાં માણસનો સગો ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા સ્વજન પણ તેની પાસે ઊભા રહી ન શકે. હે લક્ષ્મણ ! આપણા કરતાં મોટા-સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી, કેમકે તેને ઘેર આપણે જઈએ તો આપણો કાંઈ પણ આદરસત્કાર થાય નહીં અને તે જો આપણે ઘેર આવે તો આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરોણાગત કરવી પડે. એવી રીતે આ વાત યુક્તિવાળી છે ખરી તો પણ કોઈ પ્રકારે જો મોટાની સાથે પ્રીતિ થાય તો તેથી બીજાથી ન સધાય એવાં આપણાં કાર્યો બની શકે છે તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે ભાષામાં પણ કહેલું છે કે પોતે જ સમર્થ થઈને રહેવું, અગર કોઈ મોટો પોતાને હાથ કરી રાખવો. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાનો આ ઉત્તમ ઉપાય છે.
મોટા પુરુષે હલકા માણસની સાથે પણ મૈત્રી કરવી, કારણ કે મોટા પુરુષને કોઈ વખતે હલકા માણસ પણ સહાય કરી શકે છે. પંચાખ્યાનમાં કહ્યું છે કે બળવાન અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રો કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટોળાને ઉંદરડે છોડાવ્યું. શુદ્ર જીવથી થઈ શકે એવાં કામો સર્વ મોટા લોકો એકત્ર થાય તો પણ તેનાથી તે થઈ શકે નહીં. સોયનું કાર્ય સોય જ કરી શકે પણ તે ખગ્ર આદિ શસ્ત્રોથી થાય નહીં. તૃણનું કાર્ય તૃણ જ કરી શકે, પણ તે હાથી વગેરેથી થાય નહીં. તેમજ કહ્યું છે કે તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણ, માટી, પત્થર, રક્ષા, લોઢું, સોય, ઔષધીચૂર્ણ અને કૂંચી વગેરે વસ્તુઓ પોતાનું કાર્ય પોતે જ કરી શકે પણ બીજી વસ્તુથી થાય નહીં. દુર્જનો સાથે કેવી રીતે વર્તવું!
દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિણ્યતા રાખવી. કહ્યું છે કે, મિત્રને શુદ્ધ મનથી, બાંધવોને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકોને દાનથી અને બીજા લોકોને દાક્ષિણ્યતાથી વશ કરવા.
કોઈ વખતે પોતાની કાર્યસિદ્ધિને માટે ખેલ પુરુષોને પણ અગ્રેસર કરવા. કેમ કે કોઈ સ્થળે ખલ પુરુષોને પણ અગ્રેસર કરીને, ડાહ્યા પુરુષે સ્વકાર્ય સાધવું. રસને ચાખનારી જિલ્લા કલહ, ફલેશ કરવામાં નિપુણ એવા દાંતોને અગ્રેસર કરી પોતાનું કાર્ય સાધે છે. કાંટાનો સંબંધ કર્યા વિના પ્રાયઃ નિર્વાહ થતો નથી. જુઓ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય. પ્રીતિ હોય ત્યાં લેણ-દેણ ન કરવી.
જ્યાં પ્રીતિ હોય ત્યાં દ્રવ્યસંબંધ આદિ રાખવા જ નહીં. જ્યાં મૈત્રી કરવાની ઇચ્છા ન હોય ત્યાં દ્રવ્યસંબંધ કરવો અને પોતાની પ્રતિષ્ઠાનો ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઊભા ન રહેવું. સોમનીતિને વિષે પણ કહ્યું છે કે જ્યાં દ્રવ્યસંબંધ અને સહવાસ એ બે હોય ત્યાં કલહ થયા વિના રહે નહીં. પોતાના મિત્રને ઘેર પણ કોઈ સાક્ષી વિના થાપણ મૂકવી નહીં. તેમજ પોતાના મિત્રને હાથે દ્રવ્ય મોકલવું પણ નહીં. કારણ કે અવિશ્વાસ ધનનું મૂળ છે અને વિશ્વાસ અનર્થનું મૂળ છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કહ્યું છે કે વિશ્વાસુ તથા અવિશ્વાસુ બન્ને માણસો ઉપર વિશ્વાસ ન રાખવો, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થયેલો ભય મૂળથી નાશ કરે છે. એવો કોણ મિત્ર છે કે જે ગુપ્ત થાપણ મૂકી હોય તો તેનો લોભ ન કરે ? કહ્યું છે કે શેઠ પોતાના ઘરમાં કોઈની થાપણ આવી પડે ત્યારે તે પોતાના દેવતાની સ્તુતિ કરીને કહે છે કે “જો એ થાપણનો સ્વામી શીધ્ર મરણ પામે તો તને માનેલી વસ્તુ આપીશ.” વળી એમ પણ કહ્યું છે કે ધન અનર્થનું મૂળ છે, પણ જેમ અગ્નિ વિના તેમ તે ધન વિના ગૃહસ્થનો નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં; માટે વિવેકી પુરુષે ધનનું અગ્નિની જેમ રક્ષણ કરવું આ વિષય ઉપર ધનેશ્વર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત નીચે આપ્યું છે. ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત.
ધનેશ્વર નામે એક શેઠ હતો. તેણે પોતાના ઘરમાંની સર્વ સારી વસ્તુ એકઠી કરી તેનું રોકડું નાણું કરી એકેકનું ક્રોડક્રોડ સોનૈયા દામ ઉપજે એવાં આઠ રત્ન વેચાતાં લીધાં અને કોઈ ન જાણે તેવી રીતે પોતાના એક મિત્રને ત્યાં અનામત મૂક્યાં. પછી પોતે ધન મેળવવા માટે પરદેશ ગયો. ત્યાં બહુ કાળ રહ્યા પછી દુર્દેવના યોગથી ઓચિંતી શરીરે માંદગી થઈ અને મરણ પામ્યો. કહ્યું છે કે પુરુષ મચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કાંઈ જૂદું જ ચિંતવે છે અને દૈવયોગથી કાંઈ જૂદું જ થાય છે.
ધનેશ્વર શ્રેષ્ઠીનો અંતસમય સમીપ આવ્યો ત્યારે પાસે સ્વજન સંબંધી હતા. તેમણે શ્રેષ્ઠીને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછ્યું. શ્રેષ્ઠીએ કહ્યું કે “પરદેશ ઉપાર્જન કરેલું બહુ દ્રવ્ય છે, તો પણ તે જ્યાં
ત્યાં વિખરાયેલું હોવાથી મારા પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ મારા એક મિત્રની પાસે મેં આઠ રત્ન અનામત મૂક્યાં છે તે મારા સ્ત્રી-પુત્રાદિને અપાવજો.” એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામ્યો.
સ્વજનોએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિને એ વાત કહી, ત્યારે તેમણે પોતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુમાનથી ઘેર બોલાવ્યો અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી; તો પણ લોભી મિત્રે તે વાત માની નહીં અને રત્ન પણ આપ્યાં નહીં. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયો. સાક્ષી, લેખ વગેરે પુરાવો નહીં હોવાથી રાજા, મંત્રી વગેરે ન્યાયાધીશો રત્નો અપાવી શક્યા નહીં. આ રીતે સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત કહ્યું છે.
કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખ્યો હોય તો ચોરને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દૃષ્ટાંત કહે છે :ધન આપતાં સાક્ષી રાખવાથી થતો લાભ.
એક વણિક ધનવાન હતો પરંતુ સાથે સાથે તેટલો જ ઠગ પણ હતો. પરદેશ જતાં માર્ગમાં તેને ચોરોની ધાડ નડી. ચોરોએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું “સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરો અને અવસર આવે પાછું આપજો, પણ મને મારશો નહીં.” પછી ચોરોએ “આ કોઈ પરદેશી મૂર્ખ માણસ છે” એમ ધારી એક જંગલી કાબરચિત્ર વર્ણના બિલાડાને
Page #205
--------------------------------------------------------------------------
________________
થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી ?
૧૮૧
સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ વણિકને છોડી દીધો. તે ણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછો પોતાને ગામ ગયો.
કેટલોક વખત જતાં એક દિવસે તે ચોરો વણિકના ગામના કેટલાક ચોરોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચોરોને ઓળખી પોતાના દ્રવ્યની માગણી કરી તેથી કલહ થયો અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછ્યું “દ્રવ્ય આપ્યું તે વખતે કોઈ સાક્ષી હતું ?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું, “આ મારો સાક્ષી છે.” ચોરોએ કહ્યું, તારો કેવો સાક્ષી છે તે દેખાડ ?' વણિકે દેખાડયો ત્યારે ચોરોએ કહ્યું, “તે આ નથી. તે કાબરચિત્ર વર્ણનો હતો અને આ તો કાળો છે.’’ આ રીતે પોતાને મુખે જ ચોરોએ કબૂલ કર્યું ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષી રાખવા ઉપર દૃષ્ટાંત કહ્યું.
થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી ?
થાપણ મૂકવી કે લેવી હોય તો છાની મૂકવી નહીં કે લેવી નહીં. પણ સ્વજનોને સાક્ષી રાખીને જ મૂકવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવાય પણ નહીં. તો પછી વાપરવાની તો વાત જ શી ? કદાચિત્ થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તો તે થાપણ તેના પુત્રોને આપવી. તેને પુત્ર આદિ ન હોય તો સર્વ સંઘના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર થાપણ આદિની નોંધ તે જ વખતે કરવામાં લેશમાત્ર પણ નૅસ ન કરવી. કહ્યું છે કે ગાંઠમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીઘ્ર વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે. અને ભૂલી જવાથી વૃથા કર્મબંધ આદિ દોષ માથે આવે છે.
પોતાના નિર્વાહને અર્થે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તો વખતે પરાભવ આદિ થવાનો સંભવ છે. કહ્યું છે કે ડાહ્યા પુરુષો પોતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનનો નાશ કરવાને માટે રાજાનો આશ્રય માગે છે, પણ પોતાના ઉદરપોષણને અર્થે નહિ; કારણ કે રાજાના આશ્રય વિના કોણ પોતાનું ઉદર પોષણ કરતું નથી ? ઘણા કરે છે વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેષ્ઠી આદિ લોકોએ પણ રાજાના આશ્રયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યાં છે.
ધર્માદિના સોગન ન ખાવા..
હવે, વિવેકી પુરુષે જુગાર, કિમિયા આદિ વ્યસનોનો દૂરથી જ ત્યાગ કરવો. કહ્યું છે કે દૈવનો કોપ થાય ત્યારે જ દ્યૂત, ધાતુર્વાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ એટલાં વાનાં કરવાની બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સોગન વગેરે પણ ન ખાવા અને તેમાં પણ વિશેષે કરીને દેવ, ગુરુ, જ્ઞાન આદિના તો ન જ ખાવા. કહ્યું છે કે જે મૂઢ પુરુષ ચૈત્ય(દેવ)ના સાચા અથવા જુઠા સમ ખાય તે બોધિબીજ વમે અને અનંતસંસારી થાય.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ડાહ્યા પુરુષે કોઈના જામીન થવા વગેરેના સંકટમાં ન પડવું. કાર્યાસિકે કહ્યું છે કે દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાં ક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસોએ પોતે ઉત્પન્ન કરેલા હોય છે. પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે.
તેમજ વિવેકી પુરુષે બનતાં સુધી જે ગામમાં પોતાનું સ્થળ હોય તે જ ગામમાં વ્યાપાર આદિ કરવો, તેથી પોતાના કુટુંબના માણસોનો વિયોગ થતો નથી. ઘરનાં તથા ધર્મનાં કામો યથાસ્થિત થાય છે. આ ગુણ પોતાના ગામમાં જ વ્યાપાર વગેરે કરવામાં છે. પોતાના ગામમાં નિર્વાહ ન થતો હોય તો પોતાના દેશમાં વ્યાપાર વગેરે કરવો પણ પરદેશે ન જવું. પોતાના દેશમાં વ્યાપાર કરવાથી શીઘ તથા વારેવારે પોતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામો વગેરે પણ જોવાય છે. કોણ દરિદ્રી માણસ પોતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાનો સંભવ છતાં પરદેશ જવાનો કલેશ માથે લે? કહ્યું છે તે અર્જુન ! દરિદ્રી, રોગી, મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારો એ પાંચ જણા જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે.
હવે જો પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતો હોય તેથી પરદેશમાં વ્યાપાર કરવો પડે તો પોતે વ્યાપાર ન કરવો, તથા પુત્રાદિ પાસે પણ ન કરાવવો; પરંતુ સમ્યક્ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર થયેલા મુનિમો પાસે વ્યાપાર ચલાવવો. જો કોઈ સમયે પોતાને પરદેશ જવું પડે તો સારું મુહૂર્ત, સારા શુકન આદિ જોઈ તથા ગુરુવંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરુષોની સાથે જ જવું અને સાથે પોતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લોકો પણ લેવા તથા માર્ગમાં નિદ્રાદિ પ્રમાદ લેશમાત્ર પણ કરવો નહિ. પણ ઘણા યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરવો પડે અથવા રહેવું પડે તો પણ આ રીતે જ કરવું. કારણ કે એક ભાગ્યશાળી સાથે હોય તો સર્વ લોકોનું વિન ટળે છે. આ વિષય ઉપર દૃષ્ટાંત છે, તે આ રીતે :અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર થવા અંગે દષ્ટાંત.
એકવીસ માણસો ચોમાસામાં કોઈ ગામે જતા હતા. તેઓ સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં વારે વારે વિજળી મંદિરના બારણા સુધી આવે ને જાય. તે સર્વ જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, “આપણામાં કોઈ અભાગી પુરુષ છે, માટે એકેક જણાએ મંદિરને ફરતી પ્રદક્ષિણા દઈને પાછું અહીં જ આવવું.” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઈ મંદિરમાં પાછો પ્રવેશ કર્યો, એકવીસમો પુરુષ બહાર નીકળતો નહોતો. તેને વશ જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢ્યો. ત્યારે વિસ જણા ઉપર વિજળી પડી. તેઓમાં એક જ ભાગ્યશાળી હતો.
માટે ભાગ્યશાળી પુરુષોની સંગાથે જવું તથા જે કાંઈ લેણદેણ હોય અથવા નિધિ આદિ રાખ્યો હોય, તો તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું. તેમાં પણ પરગામ જતી વખતે તો અવશ્ય જણાવવું જ. તેમ ન કરે તો દુર્દેવના યોગથી જો કદાચિત્ પરગામમાં અથવા માર્ગમાં પોતે મરણ પામે તો ધન છતાં પિતા, ભાઈ, પુત્ર વગેરેને દુઃખ ભોગવવું પડે.
Page #207
--------------------------------------------------------------------------
________________
પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચનો.
૧૮૩ પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચનો.
વિવેકી પુરુષે પરગામ જતી વખતે ધનાદિની યથાયોગ્ય ચિંતા કરવા માટે કુટુંબના સર્વે લોકોને સારી શિખામણ દેવી તથા બહુમાનથી સર્વ સ્વજનોની સાથે વાત કરી, વિદાય થવું. કહ્યું છે કે જેને જગતમાં જીવવાની ઇચ્છા હોય તે માણસે પૂજ્ય પુરુષોનું અપમાન કરી, પોતાની સ્ત્રીને કટુ વચન કહી. કોઈને તાડના કરી, તથા બાળકને રોવરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાનો વિચાર કરતાં જો પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તો તે કરીને જવું.
કહ્યું છે કે ઉત્સવ, ભોજન, મોટું પર્વ તથા બીજાં પણ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય તો અને પોતાની સ્ત્રી રજસ્વલા હોય, તો પરગામે જવું નહીં. એમ જ બીજી વાતોનો પણ શાસ્ત્રાનુસારે વિચાર કરવો. વળી કહ્યું છે કે દૂધનું ભક્ષણ, સ્ત્રીસંભોગ, સ્નાન, સ્વસ્ત્રીને તાડના, વમન તથા થુંકવું એટલાં વાનાં કરીને તથા આક્રોશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શુકન થતાં ન હોય તો પરગામે ન જવું.
પોતાના સ્થાનકથી કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બાજુનો પગ આગળ મૂકવો. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે.
ડાહ્યા પુરુષે માર્ગે જતાં સામા આવેલા રોગી, વૃદ્ધ, બ્રાહ્મણ, અંધ, ગાય, પૂજ્ય પુરુષ, રાજા, ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હોવાથી નમી ગયેલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને, પછી પોતે જવું.
પકવ અથવા અપકવ ધાન્ય, પૂજવા યોગ્ય મંત્રનું મંડળ, નાંખી દીધેલ ઉવટણું, સ્નાનનું ઉદક, રુધિર અને મડદું એટલાં વાનાં ઉલ્લંઘીને ગમન ન કરવું.
ઘૂંક, શ્લેષ્મ, વિષ્ટા, મૂત્ર, પ્રજ્વલિત અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરુષે કોઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં.
વિવેકી પુરુષે નદીના કાંઠા સુધી, ગાયો બાંધવાના સ્થાન સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ, સરોવર, કૂવા, આરામ વગેરે આવે ત્યાં સુધી પોતાના બંધુને વળાવવા જવું. કલ્યાણના અર્થી પુરુષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કોઈ દૂર પ્રદેશ જવું નહીં. જાણ પુરુષે એકલા અજાણ્યા માણસોની સાથે અથવા દાસીની સાથે ગમન ન કરવું, તથા મધ્યાહ્ન સમયે અથવા મધ્ય રાત્રિએ પણ માર્ગે ગમન ન કરવું. કુરપુરુષ, રખેવાળ, ચાડીયા, કારુલોક અને અયોગ્ય મિત્ર એટલાની સાથે ઘણી વાતો ન કરવી. તથા અકાળે એમની સાથે ક્યાંય પણ ગમન ન કરવું.
લક્ષ્મીની ઇચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે તેટલો થાક લાગે તો પણ પાડા, ગર્દભ અને ગાયની ઉપર બેસવું નહિ. માણસે માર્ગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ, તથા શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથને છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરુષે ભાતું લીધા વિના માર્ગે ગમન ન કરવું, મુકામ કર્યો હોય ત્યાં ઘણી ઉંઘ ન લેવી. તથા સાથે આવનાર લોકો ઉપર વિશ્વાસ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ન રાખવો. સેંકડો કાર્ય હોય તો પણ ક્યાંય એકલા ન જવું. જાઓ, એકલા કાકીડા સરખા તિર્યંચ જીવે બ્રાહ્મણની રક્ષા કરી. એકલા માણસે કોઈપણ માણસને ઘેર ગમન ન કરવું. કોઈના ઘરમાં આડે માર્ગે પણ પ્રવેશ ન કરવો.
બુદ્ધિમાન પુરુષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરવો, અને સગાભાઈની સાથે માર્ગે જવું નહીં. વિવેકી પુરુષે પોતાની પાસે સાધન ન હોય તો જળના અને સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી તથા ઊંડુ જળ એટલાં વાનાંનું ઉલ્લંઘન ન કરવું. જેમાં ઘણાખરા લોકો ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય તે સમુદાય પોતાનો સ્વાર્થ ખોઈ બેસે છે. જેમાંના સર્વે લોકો નાયકપણું ધરાવે છે, સર્વે પોતાને પંડિત માને છે અને મોટાઈ ઇચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે. - જ્યાં બંદીવાનોને તથા ફાંસીની શિક્ષા પામેલા લોકોને રખાતા હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પોતાનો અનાદર થતો હોય, ત્યાં તથા કોઈના ખજાનામાં અને અંતઃપુરમાં ગમન ન કરવું. જાણ પુરુષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઉટું, ફોતરા તથા જયાં સૂકું ઘાસ ઘણું પથરાયેલું હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુઃખ થાય, તથા જ્યાં કચરો નંખાતો હોય, એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષનો અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીનો તથા કૂવાનો કાંઠો અને જ્યાં ભસ્મ, કોયલા, વાળ અને માથાની ખોપરીઓ પડેલી હોય, એટલી જગ્યાએ ઘણીવાર ઉભા ન રહેવું, ઘણો પરિશ્રમ થાય તો પણ જે જે કૃત્ય કરવાનું હોય, તે ન મૂકવું. કલેશને વશ થયેલો પુરુષ પુરુષાર્થના ફળરૂપ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતો નથી. સત્કાર્યોના મનોરથો કરવાં જોઈએ.
માણસ છેક આડંબર રહિત હોય તો તેનો જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષે કોઈ પણ સ્થળે વિશેષ આડંબર છોડવો નહીં. વિવેકી પુરુષે પરદેશ ગયા પછી પોતાની યોગ્યતા માફક સોંગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી. કારણ કે તેમ કરવાથી જ મોટાઈ, બહુમાન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ થવાનો સંભવ છે. પરદેશમાં બહુલાભ થાય તો પણ ઘણા કાળ સુધી ન રહેવું. કારણ કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દોષ ઉત્પન્ન થાય છે.
કાષ્ઠશ્રેષ્ઠી આદિની જેમ લેવા-વેચવા આદિ કાર્યના આરંભમાં, વિદનનો નાશ અને ઇચ્છિત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતો. તેમ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવું. ગૌતમાદિનું નામ ઉચ્ચારવું તથા કેટલીક વસ્તુ દેવના, ગુરુના અને જ્ઞાન આદિના ઉપયોગમાં આવે એવી રીતે રાખવી. કારણ કે, ધર્મની પ્રધાનતા રાખવાથી જ સર્વકાર્ય સફળ થાય છે. ધનનું ઉપાર્જન કરવા જેને આરંભ-સમારંભ કરવો પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવા જ ધર્મ કૃત્યના નિત્ય મોટા મનોરથ કરવા. કહ્યું છે કે વિચારવાળા પુરુષે નિત્ય મોટા મોટા મનોરથ કરવા. કારણ કે, પોતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ ત્રણે વસ્તુની પ્રાપ્તિ માટે કરેલો યત્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાનો કેવળ મનમાં કરેલો સંકલ્પ પણ નિષ્ફળ જતો નથી.
Page #209
--------------------------------------------------------------------------
________________
પાપઋદ્ધિ અંગે દષ્ટાંત.
૧૮૫ લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મનોરથ લાભના અનુસારથી સફળ કરવા, કેમ કે ઉદ્યમનું ફળ લક્ષ્મી છે, અને લક્ષ્મીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે; માટે જો સુપાત્રે દાન ન કરે, તો ઉદ્યમ અને લક્ષ્મી બન્ને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે તો જ પોતે ઉપાર્જન કરેલી લક્ષ્મી તે ધર્મની ઋદ્ધિ કહેવાય, નહીં તો પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે -
ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, એક ધર્મઋદ્ધિ, બીજી ભોગઋદ્ધિ અને ત્રીજી પાપઋદ્ધિ. તેમાં જે ધર્મકૃત્યને વિષે વપરાય છે તે ધર્મદ્ધિ, જે શરીર સુખને અર્થે વપરાય તે ભોગદ્ધિ અને જે દાનના તથા ભોગના કામમાં આવતી નથી, તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપતિ કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી અથવા ભાવી પાપથી પાપઋદ્ધિ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દષ્ટાંત વિચારો :પાપઋદ્ધિ અંગે દૃષ્ટાંત.
વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક સોની એ ચાર જણા મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે બધા સાથે પરદેશ જવાને નીકળ્યા. રાત્રિએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટકતો એક સુવર્ણપુરુષ તેમણે દીઠો. ચારમાંથી એક જણે કહ્યું. “દ્રવ્ય છે.” સુવર્ણપુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનારૂં છે.” તે સાંભળી સર્વ જણા ભયથી સુવર્ણપુરુષને તજ્યો, પણ સોનીએ સુવર્ણપુરુષને કહ્યું. “નીચે પડ” ત્યારે સુવર્ણપુરુષ નીચે પડ્યો પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી અને બાકી સર્વ સુવર્ણપુરુષને એક ખાડામાં ફેંક્યો, તે સર્વએ જોયો. પછી તે ચાર જણામાંથી બે જણા ભોજન લાવવા માટે ગામમાં ગયા અને બે જણા બહાર રહ્યા. ગામમાં ગયેલા બે જણા બહાર રહેલાને માટે વિષ મિશ્રિત અન્ન લાવ્યા. બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખગપ્રહારથી મારી નાખી પોતે વિષમિશ્રિત અન્ન ભક્ષણ કર્યું. આ રીતે ચારે જણા મરણ પામ્યા. એ પાપઋદ્ધિ ઉપર દૃષ્ટાંત છે.
માટે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા સંઘપૂજા, સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરે પુણ્ય કરીને પોતાની લક્ષ્મી ધર્મકૃત્યે લગાડવી. સાધર્મિકવાત્સલ્ય વગેરે અવસરનાં પુણ્યો ઘણા દ્રવ્યનો વ્યય કરવાથી થાય છે અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે અને દરરોજ થતાં પુણ્યો નાનાં કહેવાયાં છે એ વાત સત્ય છે, તો પણ દરરોજનાં પુષ્પો નિત્ય કરતા રહીએ તો તેથી પણ મોટું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીને જ અવસરનાં પુણ્ય કરવાં એ ઉચિત છે. - ધન અલ્પ હોય તથા બીજાં એવા જ કારણ હોય તો પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબ ન કરવો. કહ્યું છે કે થોડું ધન હોય તો થોડામાંથી થોડું પણ આપવું, પણ મોટા ઉદયની અપેક્ષા ન રાખવી. ઇચ્છા માફક દાન આપવાની શક્તિ ક્યારે? કોને મળવાની ? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજે જ કરવું. પાછલે પહોરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું; કારણ કે મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે “એણે પોતાનું કર્તવ્ય કેટલું કર્યું છે - અને કેટલું બાકી રાખ્યું છે ?”
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ દ્રવ્યોપાર્જનનો યત્ન નિરંતર કરવો.
દ્રવ્ય ઉપાર્જન કરવાનો પણ યથાયોગ્ય ઉદ્યમ પ્રતિદિન કરવો, કેમકે વણિક, વેશ્યા, કવિ, ભટ્ટ, ચોર, ઠગારા, બ્રાહ્મણ એટલા લોકો જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામો માને છે. થોડી લક્ષ્મી મળવાથી ઉદ્યમ છોડી ન દેવો. માઘકવિએ કહ્યું છે કે જે પુરુષ થોડા પૈસા મળવાથી પોતાને સારી સ્થિતિમાં આવેલો માને, તેનું દેવ પણ પોતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સંપત્તિ વધારતું નથી, એમ મને લાગે છે. અતિ લોભ પણ ન કરવો.
અતિ લોભ પણ ન કરવો. લોકમાં પણ કહ્યું છે કે અતિ લોભ ન કરવો તથા લોભનો સમૂળ ત્યાગ પણ ન કરવો. અતિ લોભને વશ થયેલો સાગરશ્રેષ્ઠી સમુદ્રમાં ડુબ્યો અને મરણ પામ્યો.
હદ વિનાની ઇચ્છા જેટલું ધન કોઈને પણ મળવાનો સંભવ નથી, રંક પુરુષ ચક્રવર્તિપણું વગેરે ઉચ્ચ પદવીની ઇચ્છા કરે તો પણ તે તેને કોઈ વખતે મળવાનું નથી. ભોજન, વસ્ત્ર આદિ તે ઇચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે ઇચ્છા માફક ફળ મેળવનાર પુરુષે પોતાની યોગ્યતા માફક ઇચ્છા કરવી. લોકમાં પણ પરિમિત (પ્રમાણવાળી) વસ્તુ માગે તો મળે છે અને અપરિમિત પ્રમાણ વિનાની) માગે તો મળતી નથી. માટે પોતાના ભાગ્ય આદિના અનુસારથી જ ઈચ્છા રાખવી.
જે માણસ પોતાની યોગ્યતા કરતાં અધિક જ ઇચ્છા કર્યા કરે, તેને ઇચ્છિત વસ્તુનો લાભ ન થવાથી હમેશાં દુ:ખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકનો અધિપતિ છતાં કોટિપતિ થવા માટે અહોનિશ ઘણી ચિંતા કરનાર ધનશ્રેષ્ઠીનાં તથા એવાં જ બીજાં દષ્ટાંત અહિં જાણવાં. વળી કહ્યું છે કે માણસોના મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાનો દાસ થયો તે ત્રણે જગતનો દાસ થયો. અને જેણે આશાને દાસી કરી તેણે ત્રણે જગતને પોતાના દાસ કર્યા. ધર્મ, અર્થ અને કામનું સેવન.
ગૃહસ્થ પુરુષે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું એક બીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું. કેમકે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ લોકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરુષો અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે. તેમાં જંગલી હાથીની જેમ ધર્મનો અને અર્થનો ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખમાં આસક્ત થયેલો ક્યો માણસ આપદામાં નથી પડતો? જે માણસ વિષયસુખને વિષે ઘણી આસક્તિ રાખે છે તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મેળવેલું ધન પારકા લોકો ભોગવે છે અને મેળવનાર પોતે હાથીને મારનાર સિંહની જેમ માત્ર પાપનો ભાગી થાય છે. અર્થ અને કામ છોડીને એકલા ધર્મની જ સેવા કરવી એ તો સાધુ મુનિરાજને શક્ય છે, ગૃહસ્થને નહીં.
ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપજાવીને અર્થનું તથા કામનું સેવન ન કરવું; કારણ કે બીજભોજી (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર) કણબીની જેમ અધાર્મિક પુરુષનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. સોમનીતિમાં પણ કહ્યું છે કે -
Page #211
--------------------------------------------------------------------------
________________
કૃપણે કરેલો દ્રવ્યનો સંગ્રહ.
૧૮૭ જે માણસ પરલોકના સુખને બાધા ન આવે તેવી રીતે આ લોકનું સુખ ભોગવે તે સુખી કહેવાય. તેમજ અર્થને બાધા ઉપજાવીને ધર્મનું અને અર્થનું સેવન કરનારને સંસારી સુખનો લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થયેલા, મૂળભોજી (મૂળને ખાઈ જનાર) અને કૃપણ એ ત્રણે પુરુષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે.
જે માણસ કાંઈ પણ એકઠું નહીં કરતાં જેટલું ધન મળે તેટલું વિષયસુખને અર્થે જ ખરચે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું ભેગું કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજભોજી કહેવાય અને જે માણસ પોતાના જીવનને, કુટુંબને તથા સેવકવર્ગને દુઃખ દઈને દ્રવ્યનો સંગ્રહ કરે, પણ યોગ્ય જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે કપણ કહેવાય. તેમાં ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થયેલા અને મૂળભોજી એ બન્ને જણાનું નાણું નાશ પામે છે. તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતા નથી, માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી. કૃપણે કરેલો દ્રવ્યનો સંગ્રહ.
રાજા, ભાયાત, ભૂમિ, ચોર આદિ લોકો કૃપણના ધનના ધણી થાય છે તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે જે ધનને ભાંડુ ઇચ્છ, ચોર લૂંટે, કાંઈ છળભેદ કરી . રાજાઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટ્યું હોય તો યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હોય તો બલાત્કારથી ખોટે માર્ગો ઉડાડે, તે ધણીના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પોતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારિણી સ્ત્રી હસે છે. તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનાને હસે છે. કીડીઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપભોગમાં આવે છે; માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વકર્મના યોગથી તેમ થાય ત્યારે ઉત્તરોત્તરથી બાધા થાય તો પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કરવું. તે આ રીતે -
કામને બાધા થાય તો પણ ધર્મનું અને અર્થનું રક્ષણ કરવું. કારણ કે ધર્મ અને અર્થની સારી રીતે રક્ષા કરી હશે તો કામ-ઇચ્છા સુખથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તો પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી, કેમકે અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે ગમે તે રીતે ઠીકરાંમાં ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવતો હોય, તો પણ માણસ જો પોતાના ધર્મને બાધા ન ઉપજાવે, તો તેણે એમ જાણવું કે, “હું મોટો ધનવાન છું.' કારણ કે, ધર્મ તે જ પુરુષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે તેનું આયુષ્ય પશુના આયુષ્યની જેમ વૃથા જાણવું. તે ત્રણમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. આવક મુજબ ખર્ચનું પ્રમાણ.
દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જેટલા નાણાંની આવક હોય તેના ચોથા ભાગનો સંચય કરવો; બીજો ચોથો ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ લગાડવો, ત્રીજો ભાગ ધર્મકૃત્યમાં તથા પોતાના ઉપભોગમાં લગાડવો અને ચોથો ચતુર્થ ભાગ કુટુંબના પોષણને અર્થે ખરચવો.
કેટલાક એમ કહે છે કે પ્રાપ્તિનો અર્થો અથવા તે કરતાં પણ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપરવો અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં. કારણ કે એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે.
કેટલાક લોકો કહે છે કે ઉપર આપેલા બે વચનોમાં પહેલું વચન ગરીબ ગૃહસ્થને તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષ્મી કોને વલ્લભ નથી ? પણ અવસર આવે પુરુષો તે બન્નેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે.
૧ યશનો ફેલાવો કરવો હોય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પોતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પોતાના નિધન બાંધવોને સહાય કરવી હોય, ૫ ધર્મકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરવો હોય, ૭ શત્રુનો ક્ષય કરવો હોય અથવા ૮ કાંઈ સંકટ આવ્યું હોય તો ડાહ્યા પુરુષો (આ આઠ કૃત્યોમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરુષ એક કાંકિણી (પૈસાનો ચોથો ભાગ) પણ ખોટે માર્ગે જાય તો એક હજાર સોનૈયા ગયા એમ સમજે છે, તે જ પુરુષ યોગ્ય અવસર આવે જો ક્રોડો ધનનું છૂટા હાથથી ખરચ કરે તો લક્ષ્મી તેને કોઈ વખતે છોડે નહીં. આ વિષય ઉપર એક દૃષ્ટાંત નીચે પ્રમાણે છે :નવી વહુનું દૃષ્ટાંત.
એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પોતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટા વડે પગરખાને ચોપડતાં જોયો. તે જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “મારા સસરાની એ કૃપણતા છે કે ઘણી કરકસર છે?” એવો સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “મારું માથું દુઃખે છે.” એવા બહાનાથી તે સૂઈ રહી અને ઘણી ઘણી બૂમો પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા ત્યારે તેણે કહ્યું, “મને પહેલાં પણ કોઈ વખતે આવો દુઃખાવો થતો હતો ત્યારે ઊંચા મોતીના ચૂર્ણના લેપથી તે મટતો.” તે સાંભળીને સસરાને ઘણો હર્ષ થયો. તેણે તરત ઊંચા મોતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહુએ જે ખરી વાત હતી તે કહી.
ધર્મકૃત્યમાં ખરચ કરવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે દાનથી ધનનો નાશ થાય છે, એમ તું કોઈ કાળે સમજીશ નહીં. જુઓ કૂવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે. વિદ્યાપતિનું દષ્ટાંત.
વિદ્યાપતિ નામે એક શ્રેષ્ઠી ઘણો ધનવાન હતો. લક્ષ્મીએ સ્વપ્રમાં આવી તેને કહ્યું કે, “હું આજથી દશમે દિવસે તારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રીના કહેવાથી સર્વે ધન તે જ દિવસે ધર્મના સાત ક્ષેત્રોમાં વાપર્યું અને તે ગુરુ પાસેથી પરિગ્રહનું પ્રમાણ કરીને
Page #213
--------------------------------------------------------------------------
________________
ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ.
૧૮૯ રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું તો પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જોવામાં આવ્યું, ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ થયા. દશમે દિવસે ફરીથી તેણે સ્વપ્રમાં આવી લક્ષ્મીએ કહ્યું કે “તારા પુણ્યને લીધે હું તારા ઘરમાં જ ટકી રહી છું.” લક્ષ્મીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠી પરિગ્રહ પરિમાણ વ્રતનો કદાચ ભંગ થાય એવા ભયથી નગર મૂકી બહાર ચાલ્યો ગયો. એટલામાં કોઈ એક રાજા પછવાડે પુત્ર ન મૂકતાં મરી ગયો હતો, તેની ગાદીએ યોગ્ય પુરુષને બેસાડવાને માટે પટ્ટહસ્તીની સૂંઢમાં મંત્રી વગેરે લોકોએ કળશ અભિષેક રાખ્યો હતો. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેષ્ઠીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું અને છેવટ તે પાંચમે ભવે મોક્ષ પામ્યો. ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ.
ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કોઈ પ્રકારની હાનિ થતી નથી અને તેની સુખ સમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી રીતે આ લોકમાં તથા પરલોકમાં લાભકારી છે. કેમકે પવિત્ર પુરુષો પોતાની શુદ્ધ ચાલચલગતના બળની મગરૂરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરુષો પોતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે. દેવ અને યશ શ્રેષ્ઠીનું દષ્ટાંત.
દેવ અને યશ નામે બે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા. કોઈ નગરનાં માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલ તેમના જોવામાં આવ્યું. દેવશ્રેષ્ઠી સુશ્રાવક, પોતાનાં વ્રતને દેઢ વળગી રહેલો અને પરધનને સર્વ અનર્થ સમાન ગણનારો હોવાથી પાછો વળ્યો. યશશ્રેષ્ઠી પણ તેની સાથે પાછો વળ્યો, પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દોષ નથી,” એમ વિચારી તેણે દેવશ્રેષ્ઠીની નજર ચૂકાવીને કુંડલ ઉપાડ્યું અને પાછું મનમાં એમ વિચાર્યું કે,
મારા મિત્રને ધન્ય છે, કારણ કે એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે તો પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગીદાર કરીશ.આમ વિચારી યશશ્રેષ્ઠીએ કુંડલ છુપું રાખ્યું અને બીજે શહેરે જઈ તે કુંડલના દ્રવ્યથી ઘણું કરીયાણું ખરીધું, અનુક્રમે બન્ને શેઠ પોતાને ગામે આવ્યા. લાવેલા કરીયાણાની વહેંચણી કરવાના અવસરે ઘણું કરીયાણું જોઈ દેવશ્રેષ્ઠીએ આગ્રહથી તેનું કારણ પૂછયું. યશશ્રેષ્ઠીએ પણ જે વાત હતી તે કહી.
દેવશ્રેષ્ઠીએ કહ્યું, “અન્યાયથી મેળવેલું એ કોઈ પણ રીતે સંઘરવા યોગ્ય નથી; કેમકે જેમ કાંજી દૂધની અંદર પડે તો દૂધનો નાશ થાય છે, તેમ એ ધન લેવાથી પોતાનું ન્યાયથી ઉપાર્જેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે.” એમ કહી દેવશ્રેષ્ઠીએ તે સર્વ અધિક કરીયાણું હતું, તે જુદું કરી યશશ્રેષ્ઠીને આપ્યું. “પોતાની મેળે ચાલ્યું આવેલું ધન કોણ મૂકે?” એવા લોભથી યશશ્રેષ્ઠી સર્વ કરીયાણું પોતાની વખારે લઈ ગયો. તે જ દિવસની રાત્રિએ ચોરોએ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ યશશ્રેષ્ઠીની વખારે ધાડ પાડી સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાતકાળમાં કરીયાણાના ગ્રાહક ઘણા આવ્યા, તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવશ્રેષ્ઠીને લાભ થયો. પણ યશશ્રેષ્ઠીને પસ્તાવો થવાથી સુશ્રાવક થયો અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાર્જીને સુખ પામ્યો.
આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન પેદા કરવા ઉપર બે મિત્રોની કથા કહી.
આ વિષય ઉપર લૌકિકશાસ્ત્રમાં નીચે મુજબ દષ્ટાંત છે. સોમરાજાનું દષ્ટાંત.
ચંપાનગરીમાં સોમ નામે રાજા હતો. તેણે “સુપર્વને વિષે દાન આપવા યોગ્ય સારૂં દ્રવ્ય ક્યું ? અને દાન લેવાને સુપાત્ર કોણ ?” એવું મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું, આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યનો યોગ મળવો સર્વલોકોને અને વિશેષે કરી રાજાને દુર્લભ છે. કેમ કે, જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રનો યોગ મળવો કઠણ છે તેમ શુદ્ધ મનનો દાતા અને યોગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બન્નેનો યોગ મળવો પણ દુર્લભ છે.
તે સાંભળી સોમ રાજાએ પર્વ ઉપર પાત્રમાં દાન દેવાના હેતુથી કોઈ ન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રિને સમયે વણિક લોકોની દુકાને જઈ સાધારણ વણિક પુરુષને કરવા યોગ્ય કામ આઠ દિવસ સુધી કરી, તેના બદલામાં આઠ દ્રમ્પ ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વ બ્રાહ્મણોને નિમંત્રણ કરી, સુપાત્ર બ્રાહ્મણને બોલાવવા સારું મંત્રીને મોકલ્યો. મંત્રીએ બ્રાહ્મણને બોલાવતાં તે બ્રાહ્મણે કહ્યું કે -
જે બ્રાહ્મણ લોભથી રાજા પાસેથી દાન લે તે તમિસ્ત્રાદિ ઘોર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવ્યે ભૂખ્યું રહેવું તે સારું પણ રાજા પાસેથી દાન ન લેવું. દસ કસાઈ સમાન કુંભાર છે. દસ કુંભાર સમાન કલાલ છે, દસ કલાલ સમાન વેશ્યા છે, અને દસ વેશ્યા સમાન રાજા છે એવાં સ્મૃતિ, પુરાણ આદિનાં વચનોથી રાજા પાસેથી દાન લેવામાં દોષ છે માટે હું રાજદાન નહીં લઉં.”
પછી મંત્રીએ કહ્યું, “રાજા પોતાના ભુજાબળથી ન્યાયમાર્ગે મેળવેલું સારું નાણું તમને આપશે, માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનોથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયો. તેથી રાજાએ ઘણા હર્ષથી બ્રાહ્મણને બેસવા સારું આસન આપ્યું. પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી અને ન્યાયથી ઉપાર્જેલા આઠ દ્રમ્પ તેને દક્ષિણા તરીકે કોઈ ન જોઈ શકે એવી રીતે તેની મૂઠીમાં આપ્યા.
બીજા બ્રાહ્મણો તે જોઈ થોડા ગુસ્સે થયા. તેમના મનમાં એવો વહેમ આવ્યો કે, “રાજાએ કાંઈ સારી વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપી, બીજા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી વિદાયગીરી થઈ. બીજા સર્વે બ્રાહ્મણોનું રાજાએ આપેલું ધન કોઈનું છ માસમાં, તો કોઈનું તેથી થોડી વધુ મુદતમાં વપરાઈ ગયું પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા
Page #215
--------------------------------------------------------------------------
________________
દાન આપતાં થતી ચૌભંગી.
૧૯૧
આઠ દ્રમ્સ, અન્ન, વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા તો પણ ન્યાયથી ઉપાર્જેલા તેથી ખુટ્યા નહીં. વળી અક્ષયનિધિની જેમ તથા ક્ષેત્રમાં વાવેલા સારા બીજની જેમ લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયોપાર્જિત ધન ઉપર સોમ રાજાની કથા છે.
દાન આપતાં થતી ચૌભંગી.
ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી ચઉભંગી(ચાર ભાંગા) થાય છે. તેમાં.
૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રદાન એ બેના યોગથી પ્રથમ ભાંગો થાય છે. એ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું યુગલિયાપણું તથા સકિત વગેરેનો લાભ થાય છે અને એવી સામગ્રીના લાભને અંતે મોક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહીં ધનસાર્થવાહ તથા શાલિભદ્ર વગેરેનું દૃષ્ટાંત જાણવું.
૨ ન્યાયથી મેળવેલું ધન પણ કુપાત્રદાન એ બેનો યોગ થવાથી બીજો ભાંગો થાય છે. એ પાપાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી કોઈ કોઈ ભવમાં વિષય સુખનો દેખીતો લાભ થાય છે; તો પણ અંતે તેનું પરિણામ કડવું જ નીપજે છે. અહીં લાખ બ્રાહ્મણોને ભોજન આપનાર બ્રાહ્મણનું દૃષ્ટાંત છે જે નીચે પ્રમાણે છે :
એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભોજન આપ્યું. તેથી તે કેટલાક ભવોમાં વિષયભોગ આદિ સુખ ભોગવી મરીને સર્વાંગ સુંદર અને સુલક્ષણ અવયવોને ધારણ કરનારો સેચનક નામે ભદ્રજાતિનો હાથી થયો. તેણે લાખ બ્રાહ્મણોને જમાડ્યા ત્યારે બ્રાહ્મણોને જમતાં ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રે દાન આપનારો બીજો એક દરિદ્રી બ્રાહ્મણ હતો. તે સુપાત્રદાનના પ્રભાવથી સૌધર્મ દેવલોકે જઈ ત્યાંથી ચ્યવી પાંચસો રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણિકપુત્ર થયો તેને જોઈ સેચનકને જાતિસ્મરણ જ્ઞાન થયું.
૩ અન્યાયથી ઉપાર્જેલું ધન અને સુપાત્રદાન એ બેના મળવાથી ત્રીજો ભાંગો થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બીજ વાવવાથી જેમ અંકુર માત્ર ઊગે છે પણ ધાન્ય ઉગતું નથી, તેમ આનાથી સુખનો સંબંધ થાય છે. તેથી રાજાઓ, વ્યાપારીઓ અને ઘણા આરંભથી ધન મેળવનાર લોકોને તે માનવા લાયક થાય છે. કેમ કે એ લક્ષ્મી કાશયષ્ટિની જેમ શોભા વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરુષોએ તેને સાત ક્ષેત્રોમાં લાવીને સેલડી સમાન કરી, ગાયને ખોળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સર્પને આપતાં તેનું ઝેરના રૂપમાં પરિણામ આવે છે. સુપાત્રે અને કુપાત્રે વસ્તુનો ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રમાં દાન કરવું એ જ ઉત્તમ છે.
સ્વાતિ નક્ષત્રનું જળ સર્પના મુખમાં પડે તો ઝેર બને છે અને છીપના સંપુટમાં પડે તો મોતી થાય છે, જુઓ તે જ સ્વાતિ નક્ષત્ર અને તે જ જળ, પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલો ફેર પડે છે ? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેનાં દૃષ્ટાંત લોકપ્રસિદ્ધ છે. મોટા આરંભ-સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ૧. એક જાતના ઘાસની સાઠી.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ન વાપરે તો, તે ધનથી આલોકમાં અપયશ અને પરલોકમાં નરક પ્રાપ્ત થાય. અહીં મમ્મણશેઠ વગેરેનાં દૃષ્ટાંત જાણવાં.
૪ અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્રદાન એ બેના યોગથી ચોથો ભાંગો થાય છે. એથી માણસ આ લોકમાં સપુરુષોને ધિક્કારવા યોગ્ય થાય છે અને પરલોકમાં નરકાદિ દુર્ગતિમાં જાય છે, માટે એ ચોથો ભાંગો વિવેકી પુરુષોએ અવશ્ય તજવો. કેમકે અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દોષ છે. ગાયને મારી તેનાં માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલા ધનથી લોકો જે શ્રાદ્ધ કરે છે તેથી ચંડાલ, ભિલ્લ અને એવા જ (બુક્કસ) હલકી જાતના લોકો ધરાઈ રહે છે.
ન્યાયથી મેળવેલું થોડું પણ ધન જો સુપાત્રે આપે તો, તેથી કલ્યાણ થાય છે, પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તો પણ તેથી કાંઈ ખરૂં ફળ નીપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઇચ્છા રાખતો હોય તે કાલકૂટ નામે ઝેરનું ભક્ષણ કરી, જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પોતાનો નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયે અન્યાયના માર્ગે ચાલનારો, કલહ કરનારો, અહંકારી અને પાપકર્મી હોય છે. અહીં રંક શ્રેષ્ઠી વગેરેનાં દષ્ટાંત જાણવાં. રંક શ્રેષ્ઠીની કથા નીચે પ્રમાણે છે. અન્યાયથી મેળવેલ ધનથી દુઃખી થનાર રંકશેઠનું દૃષ્ટાંત.
મારવાડ દેશમાં પાલી ગામમાં કાકૂયાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં નાનો ભાઈ પાતાક ધનવંત અને મોટો ભાઈ કાકૂયાક બહુ દરિદ્રી હતો. મોટો ભાઈ દરિદ્રી હોવાથી નાનાને ઘેર ચાકરી કરી પોતાનો નિર્વાહ કરે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગયેલો કાકૂયાક રાત્રિએ સૂઈ રહ્યો. એટલામાં પાતાકે ઓલંભો દઈને કહ્યું કે, “ભાઈ આપણા ખેતરોના ક્યારામાં પાણી ઘણું ભરાઈ જવાથી ફાટી ગયા છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એવો ઠપકો સાંભળી તુરત પોતાની પથારી છોડી કાકૂયાક દરિદ્રી પારકે ઘેર ચાકરી કરનાર પોતાના જીવની નિંદા કરતો કોદાળા લઈ ખેતરે ગયો અને કેટલાક લોકોને ફાટી ગયેલા ક્યારાને ફરીથી સમ કરતા જોઈ તેણે પૂછયું કે, “તમે કોણ છો ?” તેના જવાબમાં તેમણે કહ્યું કે, “અમે તારા ભાઈના ચાકર છીએ.” પાછું કાયાકે પૂછયું કે મારા ચાકર ક્યા ઠેકાણે છે ?” તેમણે કહ્યું કે “વલભીપુરમાં છે.”
અનુક્રમે કેટલોક સમય ગયા પછી અવસર મળતાં જ કાકૂયાક પોતાના પરિવાર સાથે વલભીપુર ગયો. ત્યાં ગોપુરમાં ભરવાડ લોકો રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝૂંપડું બાંધી તે લોકોની મદદથી જ એક નાની દુકાન કાઢીને રહ્યો. કાયાક શરીરે બહુ દુબળો હોવાથી ભરવાડ લોકો તેને “કશ્રેષ્ઠી” એવા નામથી બોલાવા લાગ્યા. એક સમયે કોઈ કાર્પટિક શાસ્ત્રમાં કહેલા કલ્પ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલો કલ્યાણરસ તુંબડીમાં લઈ આવતો હતો. એટલામાં વલભીપુરના નજદીકના ભાગમાં આવતાં “કા તુંબડી” એવી વાણી કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી ડરી ગયેલા કાર્પટિ કે વલભીપુરના પરામાં કપટી એવા કાકૂયાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ મૂકી પોતે સોમનાથની યાત્રાએ ગયો.
Page #217
--------------------------------------------------------------------------
________________
અન્યાયથી મેળવેલ ધનથી દુઃખી થનાર જંકશેઠનું દૃષ્ટાંત.
૧૯૩ એક વખતે કોઈ પર્વ આવે કાકૂયાકના ઘરમાં પાકવિશેષ વસ્તુ તૈયાર કરવાની હોવાથી ચૂલા ઉપર તાવડી મૂકી, તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકું પડી ગયું. અગ્નિનો સંયોગ થતાં જ તે તાવડી સુવર્ણમય થયેલી જોઈ કાનૂયાકે જાણ્યું કે, “આ તંબુડીમાં કલ્યાણરસ છે.” પછી તેણે ઘરમાંની સર્વ સાર વસ્તુ અને તે તુંબડી બીજે સ્થળે રાખી તે ઝુંપડું સળગાવી દીધું અને બીજે ગોપુરે એક ઘર બંધાવીને રહ્યો. ત્યાં એકવાર એક સ્ત્રી ઘી વેચવા આવી, તેનું ઘી તોળી લેતાં કાકૂયાકની નજરમાં એમ આવ્યું કે ગમે તેટલું ઘી કાઢતાં પણ એ ઘીનું પાત્ર ખાલી થતું નથી તે ઉપરથી કાકૂયાકે નિશ્ચય કર્યો કે, એ પાત્રની નીચે ઈઢોણી છે તે કાળી ચિત્રવેલીની છે.” પછી તેણે કોઈ બહાનું કરીને તે કુંડલિકા લીધી.
આ રીતે જ કપટ કરી તેણે ખોટાં ત્રાજવાંથી અને ખોટાં માપથી વ્યાપાર કર્યો. પાપાનુબંધિ પુણ્ય જોરાવર હોવાથી તેવા વ્યાપારમાં પણ શ્રેષ્ઠીને ઘણા ધનનો લાભ થયો. એક સમયે કોઈ સુવર્ણસિદ્ધિ કરનાર પુરુષ તેને મળ્યો, ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી. આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રંકશ્રેષ્ઠી કેટલાક કરોડો ધનનો માલિક થયો. પોતાનું ધન કોઈ તીર્થે, સુપાત્રે તથા અનુકંપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું, પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસંપદાનો પાર વિનાનો અહંકાર એવા કારણોથી રંકશ્રેષ્ઠીએ, સર્વ લોકોને ઉખેડી નાંખ્યા. બીજા ધનવાન લોકોની સાથે હરીફાઈ તથા મત્સર વગેરે કરવા આદિ દુષ્ટ કામો કરી પોતાની લક્ષ્મી લોકોને પ્રલયકાળની રાત્રી સરખી ભયંકર દેખાડી.
એક સમયે રંકશ્રેષ્ઠીની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ સુંદર હોવાથી રાજાએ પોતાની પુત્રી માટે માગી પણ તે શેઠે આપી નહીં. ત્યારે રાજાએ બળાત્કારે તે કાંસકી લીધી. તેથી રાજા ઉપર રોષ કરી કશ્રેષ્ઠી મ્લેચ્છ લોકોના રાજ્યમાં ગયો અને ત્યાં ક્રોડો સોનૈયા ખરચી મોગલ લોકોને વલભીપુર ઉપર ચઢાઈ કરવા લઈ આવ્યો. મોગલોએ વલભીપુરના રાજ્યના તાબાનો દેશ ભાંગી નાખ્યો, ત્યારે રંકશ્રેષ્ઠીએ સૂર્યમંડલથી આવેલા અશ્વના રખવાળ લોકોને છાનું દ્રવ્ય આપી તેમને ફોડી કપટક્રિયાનો પ્રપંચ કરાવ્યો.
પૂર્વે વલભીપુરમાં એવો નિયમ હતો કે સંગ્રામનો પ્રવેશ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ઘોડા ઉપર ચઢે અને પછી પહેલેથી જ તે કામ માટે ઠરાવી રાખેલા લોકો પંચવાજિંત્રો વગાડે એટલે તે ઘોડો આકાશમાં ઉડી જાય. પછી ઘોડા ઉપર સ્વાર થયેલો રાજા શત્રુઓને હણે અને સંગ્રામની સમાપ્તિ થાય ત્યારે ઘોડો પાછો સૂર્યમંડળે જાય. આ પ્રસંગે રંકશ્રેષ્ઠીએ પંચવાજિંત્રો વગાડનાર લોકોને ફોડ્યા હતા, તેથી તેમણે રાજા ઘોડા ઉપર ચડ્યા પહેલાં જ પંચવાજિંત્રો વગાડ્યાં. એટલે ઘોડો આકાશમાં ઉડી ગયો. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂઝયું નહીં, ત્યારે શત્રુઓએ શિલાદિત્યને મારી નાંખ્યો અને સુખે વલભીપુરનો ભંગ કર્યો. કહ્યું છે કે વિક્રમ સંવત ૩૭૫ વરસ ગયા પછી વલભીપુર ભાંગ્યું, રંકશ્રેષ્ઠીએ મોગલોને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે રંકશ્રેષ્ઠીનો સંબંધ કહ્યો.
૨૫
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ.
અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવા માટે ઉદ્યમ કરવો. કેમ કે સાધુઓના વિહાર, આહાર, વ્યહવાર અને વચન એ ચારે, શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગૃહસ્થનો તો માત્ર એક વ્યવહાર જ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તો સર્વે ધર્મકૃત્યો સફળ થાય છે.
દિનકૃત્યાકારે કહ્યું છે કે વ્યવહાર શુદ્ધ રાખવો એ ધર્મનું મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હોય તો તેથી મેળવેલું ધન શુદ્ધ હોય છે. ધન શુદ્ધ હોય તો આહાર શુદ્ધ હોય છે. આહાર શુદ્ધ હોય તો દેહ શુદ્ધ હોય છે અને દેહ શુદ્ધ હોય તો માણસ ધર્મકૃત્ય કરવાને ઉચિત થાય છે.
તે માણસ જે જે કાંઈ કૃત્ય કરે છે તે તે કૃત્ય તેનું સફળ થાય પરંતુ વ્યવહાર શુદ્ધ ન હોય તો, માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વે તેનું નકામું છે. કેમકે વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણસ ધર્મની નિંદા કરાવે છે, ધર્મની નિંદા કરાવનાર માણસ પોતાને તથા પરને અતિશય દુર્લભબોધિ કરે છે.
માટે વિચક્ષણ પુરુષે બની શકે તેટલો પ્રયત્ન કરી એવાં કૃત્યો કરવાં કે જેથી મૂર્ખજાનો ધર્મની નિંદા કરે નહીં. લોકમાં પણ આહાર માફક શરીરપ્રકૃતિ બંધાય છે એ વાત પ્રકટ દેખાય છે. જેમ પોતાની બાલ્યાવસ્થામાં ભેંસનું દૂધ પીનારા ઘોડાઓ જળમાં સુખે પદ પા -હે છે અને ગાયનું દૂધ પીનારા ઘોડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણ - નાદિ અવસ્થામાં જેવો આહાર ભોગવે છે; તેવી તેમની પ્રકૃતિ બંધાય છે માટે વ્યવહાર શુદ્ધ રાખવા માટે સારો પ્રયત્ન કરવો. દેશવિરુદ્ધ.
દેશાદિ વિરુદ્ધ વાતનો ત્યાગ કરવો. એટલે જે વાત દેશવિરુદ્ધ (દ. ની ઢીને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી અથવા રાજાદિ ન ગમે એવી હોય તે છોડી દેવી.
હિતોપદેશમાલામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લોક તથા ધર્મ આમાંથી કોઈને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જો વર્ષે તો તે સમકિત અને ધર્મ પામે. તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવવો એ દેશવિરુદ્ધ છે. બીજાં પણ જે દેશમાં શિખ લોકોએ જે વર્જયું હોય તે તે દેશમાં દેશવિરુદ્ધ જાણવું. અથવા જાતિ, કુળ વગેરેની રીતભાતને જે અનુચિત હોય તે દેશવિરુદ્ધ કહેવાય. જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું તથા તલ, લવણ વગેરે વસ્તુનો વિક્રય કરવો એ દેશવિરુદ્ધ છે. - તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે તલનો વ્યાપાર કરનારા બ્રાહ્મણો જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલોકે તલની જેમ ઘાણીમાં પીલાય છે. કુળની રીતભાત પ્રમાણે તો ચૌલુક્ય વગેરે કુળમાં થયેલા લોકોને મદ્યપાન કરવું તે દેશવિરુદ્ધ છે; અથવા પરદેશી લોકો આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરુદ્ધ કહેવાય છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
કાળવિરુદ્ધ.
૧૯૫
કાળવિરુદ્ધ.
શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળમાં જ્યાં ઘણું પાણી, ભેજ અને ઘણો જ ચીકણો કાદવ રહે છે એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કોંકણ વગેરે દેશોમાં પોતાની સારી શક્તિ તથા કોઈની સારી સહાય વગેરે ન હોવા છતાં જવું; તથા ભયંકર દુકાળ પડ્યો હોય ત્યાં, બે રાજાઓની માંહોમાંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યો હોય ત્યાં, અથવા પાર ન જઈ શકાય એવા મોટા જંગલમાં તથા સમીસાંજ વગેરે ભયંકર સમયમાં પોતાની તેવી શક્તિ વિના તથા કોઈની તેવી સહાય વગેરે વિના જવું કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, નહીં તો બીજો કોઈ અનર્થ સામો આવે, તે કાળવિરુદ્ધ કહેવાય.
અથવા ફાગણ માસ ઉતરી ગયા પછી તલ પિલવા, તલનો વ્યાપાર કરવો, અથવા તલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણી જીવાકુળભૂમિ હોય ત્યાં ગાડી, ગાડાં, હળ ખેડવાં વગેરે. એવો મોટો દોષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરુદ્ધ કહેવાય. રાજવિરુદ્ધ.
રાજાના દોષ કાઢવા, રાજાના માનનીય મંત્રી વગેરેનું આદરમાન ન કરવું, રાજાથી વિપરીત લોકોની સોબત કરવી, વરીના સ્થાનકમાં લોભથી જવું. વૈરીના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખવો. રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કરવો. નગરના આગેવાન લોકોથી વિપરીત ચાલવું, પોતાના ધણી સાથે નીમકહરામી કરવી, વગેરે રાજવિરુદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુઃસહ છે.
જેમ ભુવનભાનુ કેવળીના જીવરૂપ રોહિણીનું થયું તેમ તે રોહિણી નિષ્ઠાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી, તો પણ વિકથાના રસથી વૃથા રાણીનું કુશળપણું વગેરે દોષો બોલવાથી રાજને તેના ઉપર રોષ ચઢ્યો, તેથી ઉત્તમ શ્રેષ્ઠીની પુત્રી હોવાથી માનીતી એવી રોહિણીની જીભના રાજાએ કટકે કટકા કર્યા અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થયેલી રોહિણીએ અનેક ભવોમાં જીહાછેદ વગેરે દુઃખો સહ્યાં. પરનિંદા અને સ્વસ્તુતિ ન કરવી.
લોકની તથા વિશેષે કરીને ગુણીજનોની નિંદા ન કરવી. કેમકે લોકની નિંદા કરવી અને પોતાનાં વખાણ કરવાં એ બન્ને લોકવિરુદ્ધ કહેવાય છે. કેમ કે ખરા ખોટા પારકા દોષ બોલવામાં શું લાભ છે ? તેથી ધનનો અથવા યશનો લાભ થતો નથી, એટલું જ નહીં પણ જેના દોષ કાઢીયે તે એક પોતાનો નવો શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. ૧. પોતાની સ્તુતિ, ૨. પારકી નિંદા, ૩. વશ ન રાખેલી જીભ, ૪. સારાં વસ્ત્ર અને ૫. કષાય. આ પાંચ વાનાં સંયમ પાળવા માટે સારો ઉદ્યમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૬
'શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જો પુરુષમાં ખરેખરા ઘણા ગુણ હોય તો તે ગુણો વગર કહ્યું પોતાનો ઉત્કર્ષ કરશે જ અને જો તે (ગુણો) ન હોય તો ફોગટ પોતાનાં પોતે કરેલાં વખાણથી શું થાય? પોતાની જાતે પોતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્રો હસે છે, બાંધવજનો નિંદા કરે છે, મોટા લોકો તેને કોરે મૂકે છે અને તેનાં મા-બાપ પણ તેને બહુ માનતા નથી. બીજાનો પરાભવ અથવા નિંદા કરવાથી તથા પોતાની મોટાઈ પોતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચગોત્રકર્મ બંધાય છે. તે કર્મ કરોડો ભવ થયે પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહાપાપ છે. કારણ કે નિંદા કરવાથી પારકાં પાપો વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે, એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે :પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દૃષ્ટાંત.
સુગ્રામ નામના ગામમાં સુંદર નામનો એક શ્રેષ્ઠી હતો તે ધર્મી અને મુસાફર વગેરે લોકોને ભોજન, વસ્ત્ર, રહેવાનું સ્થાનક વગેરે આપી તેમના ઉપર ઉપકાર કરતો હતો. તેની પાડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણી રહેતી હતી. તે શેઠની હંમેશાં નિંદા કર્યા કરે અને કહે કે, “મુસાફર લોકો પરદેશમાં મરણ પામે છે તેમની થાપણ વગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠી પોતાની સચ્ચાઈ 'બતાવે છે વગેરે.” - એક વખતે ભૂખ તરસથી પીડાએલો એક કાર્પટિક આવ્યો તેના ઘરમાં કંઈ ન હોવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને પાઈ અને તેથી તે મરી ગયો. કારણ કે ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમળીએ મોઢામાં પકડેલા સર્પના મુખમાંથી ઝેર પડ્યું હતું. કાર્પટિક મરણ પામ્યો તેથી ઘણી ખુશી થયેલી બ્રાહ્મણીએ કહ્યું કે “જુઓ, આ કેવું ધર્મિપણું.” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યો કે, “દાતાર (શ્રેષ્ઠી) નિરપરાધી છે. સર્પ અજ્ઞાની તથા સમળીના મોઢામાં સપડાયેલો હોવાથી પરવશ છે, સમળીની જાત જ સર્પને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કોને વળગું !” એમ વિચારી છેવટે તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણીને વળગી, તેથી તે કાળી કૂબડી અને કોઢ રોગવાળી થઈ. આ રીતે પારકા ખોટા દોષ બોલવા ઉપર લોકપ્રસિદ્ધ દૃષ્ટાંત છે. સાચા દોષો પણ ન બોલવા અંગે ત્રણ પુતળીનું દષ્ટાંત. - હવે કોઈ રાજાની આગળ કોઈ પરદેશીએ લાવેલી ત્રણ પુતળીઓની પંડિતોએ પરીક્ષા કરી. તે એમ કે :- એકના કાનમાં દોરો નાખ્યો, તે તેના મુખમાંથી બહાર નીકળ્યો. તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી પુતળીની કિંમત ફુટી કોડીની કરી. બીજી પુતળીના કાનમાં નાંખેલો દોરો તેના બીજા કાનમાંથી બહાર નીકળ્યો, તે એક કાને સાંભળી બીજે કાને બહાર નાંખી દેનારીની કિંમત લાખ સોનૈયા કરી. ત્રીજીના કાનમાં નાંખેલો દોરો તેના ગળામાં ઉતર્યો. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિંમત પંડિતો કરી શક્યા નહીં. એ સાચા દોષો પણ ન કહેવા ઉપર દૃષ્ટાંત છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
લોકવિરુદ્ધ આચરવું નહીં
૧૯૭ લોકવિરુદ્ધ આચરવું નહીં.
સરળ લોકોની મશ્કરી કરવી, ગુણવાન લોકોની અદેખાઈ કરવી, કૃતદન થવું. ઘણા લોકની સાથે વિરોધ રાખનારની સોબત કરવી, લોકમાં પૂજાયેલાનું અપમાન કરવું, સદાચારી લોકો સંકટમાં આવે રાજી થવું, આપણામાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છોડવી, ધનના પ્રમાણથી ઘણો ઉજળો અથવા ઘણો મલિન વેષ વગેરે કરવો, એ સર્વ લોકવિરુદ્ધ કહેવાય છે. એથી આ લોકમાં અપયશ વગેરે થાય છે.
વાચકશિરોમણિ શ્રી ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે સર્વ ધર્મી લોકોનો આધાર લોક છે, માટે જે વાત લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ હોય તે સર્વથા છોડવી. લોકવિરુદ્ધ તથા ધર્મવિરુદ્ધ વાત છોડવામાં લોકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય અને સુખે નિર્વાહ થાય વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે લોકવિરુદ્ધ છોડનારા માણસ સર્વ લોકને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમકિત વૃક્ષનું મૂળ છે. ધર્મવિરુદ્ધ.
મિથ્યાત્વ કૃત્ય કરવું, મનમાં દયા ન રાખતાં બળદ વગેરેને મારવા, બાંધવા વગેરે. જુ તથા માંકડ વગેરે તડકે નાખવા, માથાના વાળ મોટી કાંસકીથી સમારવા, લીખો ફોડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજબૂત મોટા જાડા ગળણાથી સંખારો વગેરે સાચવવાની યુક્તિ, પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણા, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યક પ્રકારે ઉપયોગ ન રાખવો. - આખી સોપારી, ખારેક, વાલોળ, ફળી, વગેરે મોઢામાં એમની એમ નાંખવી નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, ન્હાતાં, કાંઈ વસ્તુ મૂકતા અથવા લેતાં, રાંધતાં, ખાંડતાં, દળતાં અને મળમૂત્ર, બળખો, કોગળો વગેરેનું પાણી તથા તાંબુલ વગેરે નાંખતાં બરાબર યતના ન રાખવી. ધર્મમાં આદર ન રાખવો. દેવ, ગુરુ તથા સાધર્મિક એમની સાથે દ્વેષ કરવો, દેવદ્રવ્ય વગેરેની તથા સારા લોકોની મશ્કરી કરવી, કષાયનો ઉદય બહુ રાખવો, બહુ દોષથી ભરેલું ખરીદ વેચાણ કરવું, ખરકર્મ તથા પાપમય અધિકાર આદિ કાર્ય વિષે પ્રવર્તવું એ સર્વ ધર્મવિરુદ્ધ કહેવાય છે.
ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાંખરાં પદોની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધર્મી લોકો દેશવિરુદ્ધ, કાળવિરુદ્ધ, રાજવિરુદ્ધ અથવા લોકવિરુદ્ધ આચરણ કરે તો તેથી ધર્મની નિંદા થાય છે, માટે તે સર્વ ધર્મવિરુદ્ધ સમજવું. ઉપર કહેલું પાંચ પ્રકારનું વિરુદ્ધકર્મ શ્રાવકે છોડવું. આ રીતે દેશાદિ પાંચ વિરુદ્ધકર્મનો ત્યાગ કરવાનું કહ્યું છે. ઉચિત આચારો અને તેના નવ ભેદ.
હવે ઉચિતકર્મ કહીએ છીએ. ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબંધી વગેરે નવ પ્રકારે છે. ઉચિતાચરણથી આ લોકમાં પણ સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતોપદેશમાળામાં જે ગાથાઓ વડે દેખાયું છે તે અહીં લખીએ છીએ. માણસ માત્રનું માણસપણે
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ સરખું છતાં કેટલાક માણસો જ આલોકમાં યશ પામે છે, તે ઉચિત આચરણનો મહિમા છે એમ નક્કી જાણવું.
તે ઉચિત આચરણના નવ પ્રકાર છે, તે એ કે :- ૧ પોતાના પિતા સંબંધી, ૨ માતા સંબંધી, ૩ સગા ભાઈ સંબંધી, ૪ સ્ત્રી સંબંધી, ૫ પુત્ર-પુત્રી સંબંધી, ૬ સગાંવહાલાં સંબંધી, ૭ વડીલ લોકો સંબંધી, ૮ શહેરના રહીશ લોકો સંબંધી તથા ૯ અન્ય દર્શની સંબંધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેક માણસે કરવું જોઈએ.
હવે પિતાના સંબંધમાં મન-વચન કાયાથી ત્રણ પ્રકારે ઉચિત આચરણ કરવું જોઈએ તે સંબંધે હિતોપદેશમાળાના કર્તા કહે છે કે – પિતાનું ઉચિત.
પિતાની શરીર-સેવા ચાકરની જેમ પોતે વિનયથી કરવી, તેમના પગ ધોવા તથા દાબવા, વૃદ્ધ અવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશ અને કાળના અનુસારે તેમને સદે એવું ભોજન, બિછાનું, વસ્ત્રો ઉવટણું વગેરે ચીજો આપવી. એ તથા એવાં બીજાં પિતાજીનાં કામ સુપુત્રે વિનયથી કરવાં, કોઈના કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વગેરેથી ન કરવાં. અને તે પોતે કરવાં પણ ચાકર વગેરે પાસે ન કરાવવાં.
કહ્યું છે કે પુત્ર પિતા આગળ બેઠો હોય ત્યારે તેની જે શોભા દેખાય છે, તે શોભાનો સોમો ભાગ પણ તે ઉંચા સિંહાસન ઉપર બેસે તો પણ ક્યાંથી આવે ? તથા મુખમાંથી બહાર પડ્યું ન પડ્યું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું એટલે પિતાનું વચન સત્ય કરવાને રાજ્યાભિષેકને અવસરે જ વનવાસે નીકળેલા રામચંદ્રજીની જેમ સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાં જ “હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાં જ કરૂં છું” એમ કહી ઘણા માનથી તે વચન સ્વીકારવું. પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણી વાર લગાડવી અથવા કહેલું કામ અધુરું મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં.
સુપુત્રે દરેક કામમાં દરેક રીતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું. કેમકે પોતાની બુદ્ધિથી ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તો પણ તે પિતાને મનગમતું હોય તો જ કરવું. તથા સેવાગ્રહણ આદિ તથા લૌકિક અને અલૌકિક સર્વ વ્યવહારમાં આવનારા બીજા સર્વ જે બુદ્ધિના ગુણો છે તેમનો અભ્યાસ કરવો. બુદ્ધિનો પહેલો ગુણ માબાપ વગેરેની સારી સેવા કરી હોય તો, તેઓ દરેક કાર્યનાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે.
કહ્યું છે કે જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા ન કરનારા અને પુરાણ તથા આગમ વિના પોતાની બુદ્ધિથી જુદી જુદી કલ્પના કરનારા લોકોની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી જે જાણે છે, કરોડો તરૂણ લોકો પણ તે જાણી શકતા નથી. જુઓ રાજાને લાત મારનાર માણસ વૃદ્ધના વચનથી પૂજાય છે. વૃદ્ધ પુરુષોનું વચન સાંભળવું તથા કામ પડે બહુશ્રુત એવા વૃદ્ધને જ પૂછવું. પોતાનો મનમાંનો અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહેવો.
Page #223
--------------------------------------------------------------------------
________________
માતા-પિતાદિના ઉપકારનો બદલો.
૧૯૯ - પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્તે. જો કદાચ પિતા કોઈ કામ કરવાની ના કહે તો તે ન કરે. કોઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બોલે તો પણ પોતાનું વિનીતપણું ન મૂકે, અર્થાત્ મર્યાદા મૂકીને ગમે તેમ દુરૂત્તર ન કરે.
જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચેલ્લણા માતાના મનોરથ પૂર્ણ કર્યા તેમ સુપુત્ર પિતાના સાધારણ લૌકિક મનોરથ પણ પૂર્ણ કરવા. તેમાં પણ દેવપૂજા કરવી, સગુરુની સેવા કરવી, ધર્મ સાંભળવો, વ્રત પચ્ચખાણ કરવું, પડાવશ્યક વિશે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકોનો ઉદ્ધાર કરવો, વગેરે જે ઇચ્છા થાય તે ધર્મ મનોરથ કહેવાય છે.
પિતાના ધર્મ મનોરથ ઘણા જ આદરથી પૂર્ણ કરવા; કેમકે, આ લોકમાં મોટા એવા માબાપના સંબંધમાં સુપુત્રોનું કર્તવ્ય જ છે. કોઈ પણ રીતે જેમના ઉપકારનો માથે રહેલો ભાર ઊતારી શકાય નહીં એવા માબાપ વગેરે ગુરુજનોને કેવલિભાષિત સદ્ધર્મને વિષે જોયા વિના બીજો ઉપકારનો ભાર હલકો કરવાનો ઉપાય જ નથી.
શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે.
તે આ રીતે - ૧ મા-બાપના, ૨ ધણીના અને ૩ ધર્માચાર્યના. માતા-પિતાદિના ઉપકારનો બદલો.
કોઈ પુરુષ જાવજીવ સુધી પ્રભાત કાળમાં પોતાનાં માબાપને શતપાક તથા સહસ્ત્રપાક તેલવડે અત્યંગન કરે, સુગંધી પીઠી ચોળે, ગંધોદક, ઉષ્ણોદક અને શીતોદક એ ત્રણ જાતના પાણીથી હવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશોભિત કરે, પાકશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહિત મનગમતું અન્ન જમાડે અને જાવજીવ પોતાના ખભા ઉપર ધારણ કરે તો પણ તેનાથી પોતાના મા-બાપના ઉપકારનો બદલો વાળી ન શકાય.
પરંતુ જો તે પુરુષ પોતાના મા-બાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરોબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તરભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિશે સ્થાપન કરનારો થાય તો જ પુરુષથી પોતાનાં માબાપનાં ઉપકારનો બદલોવાળી શકાય. સ્વામીના ઉપકારનો બદલો.
કોઈ મહાન ધનવાન પુરુષ એકાદ દરિદ્રી માણસને ધન વગેરે આપીને સારી અવસ્થામાં લાવે અને તે માણસ સારી અવસ્થામાં આવ્યો તે વખતની જેમ તે પછી ઘણી ભોગ્ય વસ્તુના સંગ્રહનો ભોગવનારો એવો રહે. પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરુષ કોઈ વખતે પોતે દરિદ્રી થઈ પૂર્વે જે દરિદ્રી હતો તે માણસ પાસે શીધ્ર આવે ત્યારે તે માણસ પોતાના તે ધણીને જો સર્વસ્વ આપે તો પણ તેનાથી તે ધણીના ઉપકારનો બદલો વાળી શકાય નહીં. પરંતુ જો તે માણસ પોતાના ધણીને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી અને અંતર્ભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિષે સ્થાપન કરનારો થાય તો જ તેનાથી ધણીના ઉપકારનો બદલો વાળી શકાય.
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ધર્માચાર્યના ઉપકારનો બદલો. • કોઈ પુરુષ સિદ્ધાંતમાં કહેલા લક્ષણવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જો ધર્મ સંબંધી ઉત્તમ એક જ વચન સાંભળી મનમાં તેનો બરાબર વિચાર કરી મરણનો સમય આવે મરણ પામી કોઈ દેવલોકને વિશે દેવતાપણે ઉત્પન્ન થાય. પછી તે દેવતા પોતાના તે ધર્માચાર્યને જો દુભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઊતારે, અથવા કોઈ દીર્ઘકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તો પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકાય.
પણ તે પુરુષ કેવલિભાષિત ધર્મથી ભ્રષ્ટ થયેલા તે ધર્માચાર્યને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી, અંતભેદ સહિત પ્રરૂપી ફરી વાર તે ધર્મ વિશે સ્થાપન કરનારો થાય, તો જ તે પુરુષથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકાય.
માતાપિતાની સેવા કરવા ઉપર, પોતાનાં આંધળાં માબાપને કાવડમાં બેસાડી કાવડ પોતે ઉંચકી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દૃષ્ટાંત જાણવું. માબાપને કેવળીભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્યરક્ષિતસૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં પણ માબાપને પ્રતિબોધ થાય ત્યાં સુધી નિરવદ્ય વૃત્તિએ ઘરમાં રહેલા કૂર્માપુત્રનું દૃષ્ટાંત જાણવું.
પોતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કોઈ મિથ્યાત્વી શેઠના મુનિમપણાથી પોતે મોટો થયેલો અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્રી થયેલો મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મોટો શેઠ બનાવનાર અને શ્રાવક ધર્મને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દૃષ્ટાંત જાણવું. પોતાના ધર્માચાર્યને ફરીથી ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વગેરે પ્રમાદમાં પડેલા સેલનાચાર્યને બોધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ પણ પિતાની જેમ જ સમજવું.
હવે માતા સંબંધી ઉચિત આચરણમાં કહેવા યોગ્ય છે તે કહે છે. માતાના ઉચિતની વિશેષતા.
માતા સંબંધી ઉચિત આચરણ પિતા સરખું છે છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે અને સ્ત્રીનો સ્વભાવ એવો હોય છે કે નજીવી બાબતમાં તે પોતાનું અપમાન થયું હોય એમ માની લે છે. માતા પોતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઇચ્છા પ્રમાણે પિતાજી કરતાં પણ વધારે વર્તવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે.
મનુએ કહ્યું છે કે ઉપાધ્યાયથી દસગણા શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સો ગણા શ્રેષ્ઠ પિતા છે અને પિતાથી હજારગણી શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે -
પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે. અધમ પુરુષો સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરુષો ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે અને સારા
Page #225
--------------------------------------------------------------------------
________________
ભાઈઓનું ઉચિત.
૨૦૧ પુરુષો તો જાવજીવ તીર્થની જેમ માને છે.
પશુઓની માતા પુત્રને જીવતો જોઈને ફક્ત સંતોષ માને છે. મધ્યમ પુરુષોની માતા પુત્રની કમાઈથી રાજી થાય છે. ઉત્તમ પુરુષોની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યોથી સંતોષ પામે છે અને લોકોત્તર પુરુષોની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે.
હવે ભાઈભાંડુ સંબંધી ઉચિત આચરણ કહે છે. ભાઈઓનું ઉચિત.
પોતાના સગા ભાઈના સંબંધમાં યોગ્ય આચરણ એ છે કે તેને પોતાની માફક જાણવો, નાના ભાઈને પણ મોટા ભાઈ માફક સર્વ કાર્યમાં બહુમાનવો. મોટા ભાઈ માફક, એમ કહેવાનું કારણ એ છે કે, “નયે પ્રતિા પિતુઃ સમઃ” એટલે મોટા ભાઈ પિતા સમાન છે એમ કહ્યું છે, માટે મોટા ભાઈ માફક એમ કહ્યું. જેમાં લક્ષ્મણ શ્રીરામને પ્રસન્ન રાખતા હતા તેમ સાવકો નાના ભાઈએ પણ મોટા ભાઈની મરજી માફક ચાલવું. એ રીતે જ નાના-મોટા ભાઈઓનાં સ્ત્રી, પુત્ર વગેરે લોકોએ પણ ઉચિત આચરણ ધ્યાનમાં રાખવું.
ભાઈ પોતાના ભાઈને જુદો ભાવ ન દેખાડે, મનમાંનો સારો અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે તથા થોડું પણ ધન છાનું ન રાખે, વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હોંશિયાર થાય તથા ઠગ લોકોથી ઠગાય નહીં. ધન છાનું ન રાખે એટલે મનમાં દગો રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુઃખ પડશે ત્યારે ઉપયોગી થશે તે ખ્યાલથી કાંઈ ધનનો સંગ્રહ કરવો જોઈએ, એમ ધારી જો કાંઈ છૂપું રાખે તો એમાં કાંઈ દોષ નથી.
હવે નઠારી સોબતથી પોતાનો ભાઈ ખરાબ રસ્તે ચડે તો શું કરવું, તે વિષે કહે છે. ભાઈને શિખામણ.
વિનય રહિત થયેલા પોતાના ભાઈને તેના દોસ્તો પાસે સમજાવે, પછી પોતે એકાંતમાં તેને તેના કાકા, મામા, સસરા, સાળા વગેરે લોકો પાસે શીખામણ દેવરાવે, પણ ભાઈનો તિરસ્કાર કરે નહીં. કારણ કે તેમ કરવાથી તે કદાચ બેશરમ થાય અને મર્યાદા મૂકી દે. હૃદયમાં સારો ભાવ હોય તો પણ બહારથી તેને પોતાનું સ્વરૂપ ક્રોધી જેવું દેખાડે અને જ્યારે તે ભાઈ વિનય માર્ગ સ્વીકારે ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી જો તે ભાઈ ઠેકાણે ન આવે તો “તેનો એ સ્વભાવ જ છે” એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે,
ભાઈની સ્ત્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે બાબતમાં સમાન દૃષ્ટિ રાખવી, એટલે પોતાના સ્ત્રી, પુત્ર વગેરેની માફક તેમની પણ આગતા-સ્વાગતા કરવી. તથા સાવકા ભાઈનાં સ્ત્રી-પુત્ર વગેરેના જ્ઞાન વગેરે સર્વ ઉપચાર તો પોતાના સ્ત્રી-પુત્ર કરતાં પણ વધુ કરવા. કારણ કે સાવકા ભાઈના સંબંધમાં થોડો પણ ભેદ રાખવામાં આવે તો તેમનાં મન બગડે છે અને લોકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પોતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લોકોના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની યોગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કેમ કે
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧. ઉત્પન્ન કરનાર, ૨. ઉછેરનાર, ૩. વિદ્યા આપનાર, ૪. અન્ન-વસ્ત્ર દેનાર અને ૫. જીવ બચાવનાર, એ પાંચે પિતા કહેવાય છે.
૨૦૨
૧. રાજાની સ્ત્રી, ૨. ગુરુની સ્રી, ૩. પોતાની માતા, ૪. પોતાની સ્ત્રીની માતા, ૫. પોતાની ધાવમાતા, એ પાંચે માતા કહેવાય છે.
૧. સગોભાઈ, ૨. સાથે ભણનાર, ૩. મિત્ર, ૪. માંદગીમાં માવજત રાખનાર અને, પ. માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર. એ પાંચે ભાઈ કહેવાય છે.
ભાઈઓએ માંહોમાંહે ધર્મકરણી એકબીજાને સારી રીતે યાદ કરાવવી. કેમ કે જે પુરુષ પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસારરૂપ ઘરમાં મોહનિદ્રાથી સૂતેલા માણસને જગાડે તે તેનો પરમબંધુ કહેવાય.
ભાઈઓની અંતર પ્રીતિ ઉપર ભરતનો દૂત આવે શ્રી ઋષભદેવ ભગવાન પાસે પૂછવા ગયેલા અઠ્ઠાણું ભાઈઓનું દૃષ્ટાંત જાણવું. ભાઈ માફક દોસ્તની સાથે પણ વર્તવું.
આ રીતે ભાઈના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. હવે સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ
છીએ. સ્ત્રીનું ઉચિત.
પુરુષે પ્રીતિ વચન કહી, સારું માન રાખી પોતાની સ્ત્રીને સ્વકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિવચન તે એક સંજીવની વિદ્યા છે. તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. યોગ્ય અવસરે પ્રીતિ-વચનનો ઉપયોગ કર્યો હોય તો તે દાનાદિથી પણ ઘણું વધારે ગૌરવ પેદા કરે છે. કેમ કે પ્રીતિવચન જેવું બીજું વશીકરણ નથી, કળાકૌશલ જેવું બીજું ધન નથી, અહિંસા જેવો બીજો ધર્મ નથી અને સંતોષ સમાન બીજું સુખ નથી.
પુરુષ પોતાની સ્ત્રીને ન્હવરાવવું, પગ દબાવવા વગેરે પોતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પોતાનું કુટુંબ, ધન વગેરેનો વિચાર કરી ઉચિત એવા વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જોવાય છે એવા ઘણા લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પોતાની કાય-સેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે તેમ કરવાથી તેનો પતિ ઉપર સારો વિશ્વાસ રહે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે તેથી તે કોઈ સમયે પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં.
આભૂષણ આદિ આપવાનું કારણ એ છે કે સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શોભતી હોય તો તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે. કેમકે લક્ષ્મી સારાં કાર્ય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પોતાનું જડમૂળ કરીને રહે છે અને ઇન્દ્રિયો વશ રાખવાથી સ્થિર રહે છે.
નાટક વગેરેના મેળાવડામાં સ્ત્રીઓને જતાં અટકાવવાનું કારણ એ છે કે ત્યાં હલકા લોકોના અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા બીજી પણ ખરાબ ચેષ્ટાઓ જોવાથી મૂળથી નિર્મળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની જેમ પ્રાયે બગડે છે, માટે નાટક જોવા વગેરે કામો તજવાં.
Page #227
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓનાં ગૃહકાર્યો.
૨૦૩ પુરુષ પોતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગે અથવા કોઈને ઘેર જતી અટકાવે, કુશલીની તથા પાખંડીની સોબતથી દૂર રાખે, દેવું-લેવું, સગા-વહાલાનું આદરમાન કરવું, રસોઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છૂટી-એકલીને જુદી ન રાખે, સ્ત્રીને રાત્રિએ બહાર જતી અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની જેમ કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ હરવુંફરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને માટે મોકલવી હોય તો મા, બહેન વિગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથે જ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓનાં ગૃહકાર્યો.
સ્ત્રીઓએ ઘરમાં કયા કયા કામ કરવાં એ વિષે કહે છે કે પથારી ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગાળવું, ચૂલો તૈયાર કરવો, થાળી આદિ વાસણ ધોવાં, ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાયો દોહવી, દહીં વલોવવું, પાક કરવો, જમનારાઓને ઉચિતપણે અન્ન પીરસવું, વાસણ વિગેરે ચોખ્ખાં રાખવાં, તથા સાસુ ભરથાર, નણંદ, દીઅર વિગેરેનો વિનય સાચવવો. એ રીતે કુલવધૂનાં ગૃહકાર્યો જાણવાં. સ્ત્રીને ગૃહકાર્યોમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે તેમ ન કરે તો સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તો ગૃહકાર્યો બગડે છે. સ્ત્રીને કાંઈ ઉદ્યમ ન હોય તો તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકાર્યોમાં સ્ત્રીઓનું મન વળગવાથી જ તેમનું રક્ષણ થાય છે. સ્ત્રીની સાચવણી.
શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે પુરુષે પિશાચનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રીનું હંમેશાં રક્ષણ કરવું અને પોતાનો આત્મા સંયમ યોગ વડે હંમેશાં ઉદ્યમવંત રાખવો. સ્ત્રીને આપણાથી છૂટી ન રાખવી એમ કહ્યું, એનું કારણ એ છે કે પ્રાયે અંદરોઅંદર જોવા ઉપર જ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે જોવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામ કરવાથી, પુરુષને વિષે સ્ત્રીનો દઢ પ્રેમ થાય છે. ન જોવાથી, અતિશય જોવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરુષ હંમેશા મુસાફરી કરતો રહે તો સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય અને તેથી કદાચ વિપરીત કામ પણ કરે, માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છૂટી ન રાખવી. સ્ત્રી સાથે વર્તન.
પુરુષ વગર કારણે ક્રોધાદિથી પોતાની સ્ત્રીની આગળ “તારા ઉપર બીજી પરણીશ” એવાં અપમાન વચન ન કહે. કાંઈક અપરાધ થયો હોય તો તેને એકાંતમાં એવી શીખામણ દે કે, પાછો તે એવો અપરાધ ન કરે. સ્ત્રી ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવે. ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્ત મસલતો તેની આગળ કહે નહીં.” “તારા ઉપર બીજી પરણી લાવીશ” એવાં વચન ન બોલવાં, એનું કારણ એ છે કે કોણ મૂર્ણ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કેમકે બે સ્ત્રીના વશમાં પડેલો પુરુષ ઘરમાંથી ભૂખ્યો બહાર જાય, ઘરમાં પાણીનો છાંટો પણ ન પામે અને પગ ધોયા વિના જ સુઈ રહે, પુરુષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટકતો રહે અથવા નરકાવાસ જેવું દુઃખ ભોગવે તેથી બે સ્ત્રીઓનો ભર્તાર થવું એ ઠીક નથી.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કદાચ કોઈ યોગ્ય કારણથી પુરુષને બે સ્ત્રીઓ પરણવી પડે તો તે બન્નેને વિષે તથા બન્નેના પુત્રાદિને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કોઈનો વારો ખંડિત ન કરવો. કારણ કે શોક્યનો વારો તોડાવીને પોતાના પતિની સાથે કામ સંભોગ કરનાર સ્ત્રીને ચોથા વ્રતનો બીજો અતિચાર લાગે છે એમ કહ્યું છે. સ્ત્રી ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો તે કદાચ સોમભદ્રની સ્ત્રીની જેમ સહસાત્કારથી કૂવામાં પડે અથવા બીજું એવું જ કાંઈ અકૃત્ય કરે. માટે સ્ત્રીઓની સાથે હંમેશાં નરમાશથી વર્તવું. કોઈ કાળે પણ કઠોરપણું ન બતાવવું કેમકે પાશ્ચાત્ત: સ્ત્રીપુ માર્દવમ્ પાંચલ ઋષિ કહે છે કે સ્ત્રીઓને વિષે નરમાશ રાખવી, નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વ કામ સિદ્ધ થયેલાં દેખાય છે. અને નરમાશ ન હોય તો કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થયેલો અનુભવાય છે.
નગુણી સ્ત્રી હોય તો બહુ જ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણી સ્ત્રીથી જ કોઈ પણ રીતે પોતાનું જીવન જીવવું. અને સર્વ પ્રકારનો નિર્વાહ કરી લેવો. કારણ કે “ગૃહિણી તે ઘર” એવું શાસ્ત્રનું વચન છે.” “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરુષ ધનનો લાભ સ્ત્રી આગળ કરે તો તે તુચ્છપણાથી જ્યાં ત્યાં તે વાત કરે અને ભર્તારની ઘણા કાળથી મેળવેલી મોટાઈ ગુમાવે.
ઘરમાંની છાની વાતો તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે સ્ત્રી સ્વભાવથી જ કોમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પોતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરે અને તેથી આગળથી ધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કોઈ છાની વાત મુખે જાહેર થવાથી રાજદ્રોહનો વાંક પણ ઉભો થાય, માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું. કહ્યું છે કે સ્ત્રી પુર્વવ્યા પ્રમવતિ થવા તદ્ધિ દં વિનાષ્ટમ” સ્ત્રી, પુરુષ જેવી પ્રબળ થાય તો તે ઘર ધૂળ બરાબર મળી ગયું એમ સમજવું. આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે. મંથર કોળીનું દૃષ્ટાંત.
કોઈ નગરમાં મંથર નામનો એક કોળી હતો. તે વણવાનો દાંડો વિગેરે કરવા લાકડાં લાવવા જંગલમાં ગયો. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી તો પણ તે સાહસથી તોડવા લાગ્યો. ત્યારે વ્યંતરે કોળીને કહ્યું “વર માગ” તે કોળીના ઘરમાં તેની પત્નીનું જોર હોવાથી તે પત્નીને પૂછવા ગયો. માર્ગમાં તેનો એક (ઘાંયજો) દોસ્ત મળ્યો, તેણે કહ્યું. “તું રાજ્ય માગ.” તો પણ તેણે પત્નીને પૂછયું. પત્ની તુચ્છ સ્વભાવની હતી તેથી એક વચન તેની યાદમાં આવ્યું કે -
પુરુષ લક્ષ્મીના લાભથી ઘણો વધી જાય ત્યારે પોતાના જૂના દોસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે. એમ વિચારી તેણે ભર્તારને કહ્યું કે “ઘણા દુઃખદાયી રાજ્યને લઈને શું કરવું છે ? બીજા બે હાથ અને એક મસ્તક માંગ એટલે હારાથી બે વસ્ત્ર સાથે વણાશે.”
Page #229
--------------------------------------------------------------------------
________________
પુત્રનું ઉચિત.
૨૦૫ પછી કોળીએ પત્નીના કહ્યા પ્રમાણે માગ્યું અને વ્યંતરે આપ્યું. પણ લોકોએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કોળીને રાક્ષસ સમજી લાકડાથી અને પથ્થરથી મારી નાંખ્યો.
અર્થાત્ જેને પોતાને અક્કલ નથી તથા જે મિત્રનું કહેવું પણ માને નહિ અને પત્નીને વશમાં રહે તે મંથર કોળીની જેમ નાશ પામે. ઉપર કહેલો પ્રકાર કવચિત્ બને છે, માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી પત્ની હોય તો તેની સલાહ લેવાથી ઉલટો ઘણો ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાળ-તેજપાલનું દૃષ્ટાંત જાણવું.
સારા કુળમાં પેદા થયેલી, પાકી વયની, કપટ વિનાની, ધર્મકરણી કરવામાં તત્પર, પોતાના સાધર્મિક અને પોતાના સગાવહાલામાં આવેલી સ્ત્રીઓની સાથે પોતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. સારા કુળમાં જન્મેલી સ્ત્રીની સાથે પ્રીતિ કરવાનું કારણ એ છે કે ખરાબ કુળમાં જન્મેલી સ્ત્રીની સાથે સોબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. સ્ત્રીને રોગાદિ થાય તો તેની ઉપેક્ષા પુરુષ ન કરે, તપસ્યા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા આદિ ધર્મકૃત્યોમાં સ્ત્રીને તેનો ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે પણ અંતરાય ન કરે. કારણ કે પુરુષ સ્ત્રીના પુણ્યનો ભાગ લેનારો છે તથા ધર્મકૃત્ય કરાવવું એ જ પરમ ઉપકાર છે. પુરુષનું સ્ત્રીના સંબંધમાં આ વિગેરે ઉચિત આચરણ પ્રાયે જાણવું. પુત્રનું ઉચિત.
હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પૌષ્ટિક અન્ન, સ્વેચ્છાથી હરવું-ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલનપાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીકળે ત્યારે તેને કળામાં કુશળ કરે. બાલ્યાવસ્થામાં પુત્રનું લાલનપાલન કરવાનું કારણ એ છે કે તે અવસ્થામાં તેનું શરીર જો સંકળાયેલું અને દુર્બળ રહે તો તે કોઈ કાળે પણ પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર પાંચ વર્ષનો થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું, તે પછી દસ વર્ષ સુધી અર્થાત્ પંદર વર્ષનો થાય ત્યાં સુધી તાડના કરવી અને સોળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની જેમ વર્તવું. પિતાએ પુત્રને દેવ, ગુરુ, ધર્મ, સુખી તથા સ્વજન એમનો હંમેશાં પરિચય કરાવવો. તથા સારા માણસોની સાથે તેને મૈત્રી કરાવવી.
ગુરુ આદિનો પરિચય બાલ્યાવસ્થાથી જ હોય તો વલ્કલચીરિની જેમ હંમેશા મનમાં સારી ભાવના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લોકોની સાથે મૈત્રી કરી હોય તો કદાચ નશીબના વાંકથી ધન ન મળે તો પણ આવનારા અનર્થ તો ટળી જાય જ એમાં શક નથી. અનાર્ય દેશમાં થયેલા એવા પણ આદ્રકુમારની અને અભયકુમારની મૈત્રી તે જ ભવમાં સિદ્ધિ માટે થઈ.
પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કારભારમાં જોડવો તથા અનુક્રમે તેને ઘરની માલિકી સોપવી. “કુળથી જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી.” એમ કહેવાનું કારણ એ છે કે કજોડાવાળી સ્ત્રી સાથે ભર્તારનો યોગ થાય તો તેમનો તે ગૃહવાસ નથી પણ માત્ર વિટંબણા છે. તથા એકબીજા ઉપરનો રાગ
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ઉતરી જાય તો કદાચ બન્ને જણા અનુચિત કૃત્ય કરે એવો પણ સંભવ છે. આ વિષય ઉપર એક દૃષ્ટાંત સંભળાય છે. તે એ છે કે :
કજોડાનું દૃષ્ટાંત.
ભોજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણો કુરૂપ અને નિર્ગુણી એવો પુરુષ તથા અતિ રૂપવતી અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરુષ સારો અને સ્રી બેશીકલ હતી. એક સમયે બન્ને જણાના ઘરમાં ચોરે ખાતર પાડ્યું અને બન્ને કજોડાને જોઈ કાંઈ ન બોલતાં સુરૂપ સ્રી સુરૂપ પુરુષ પાસે અને કુરૂપ સી કુરૂપ પુરુષ પાસે
ફેરવી નાંખી.
જેવો સુરૂપનો યોગ થયો કે તે બન્ને સ્ત્રી-પુરુષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રહેતા હતા તે હર્ષ પામ્યા. પણ જેને કુરૂપ સ્ત્રીનો યોગ થયો તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો ત્યારે ચોરોએ આવીને કહ્યું કે, “હે મહારાજ ! રાત્રિમાં પરદ્રવ્યનો અપહાર કરનારા અમે વિધાતાની ભૂલ સુધારી, એક રત્નનો બીજા રત્નની સાથે યોગ કર્યો.” ચોરનું વચન સાંભળી હસનારા રાજાએ તે જ વાત પ્રમાણ કરી.
વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. “તેને ઘરના કારભારમાં જોડવો.' એમ કહેવાનું કારણ એ છે કે ઘરના કારભારમાં જોડાયેલો પુત્ર હંમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદોન્મત્ત ન થાય. તેમજ ઘણાં દુ:ખ સહન કરી ધન કમાવવું પડે છે, એ વાતનો જાણ થઈ અનુચિત વ્યય કરવાનું ટાળે. “ઘરની માલિકી સોંપવી” એમ કહ્યું, તેનું કારણ એ છે કે મોટા લોકોએ યોગ્ય કાર્ય નાનાને માથે નાંખવાથી નાનાની પ્રતિષ્ઠા થાય છે. ઘરનો કાર્યભાર સારી પરીક્ષા કરીને નાનો પુત્ર યોગ્ય હોય તો તેને માથે જ નાંખવો. કારણ કે તેમ કરવાથી જ નિર્વાહ થવાનો તથા તેથી શોભા વગેરે વધવાનો પણ સંભવ છે.
પ્રસેનજિત રાજાએ પહેલાં સર્વે પુત્રોની પરીક્ષા કરી. છેલ્લો સોમો પુત્ર જે શ્રેણિક તેને માથે જ રાજ્ય સોંપ્યું. પુત્રની જેમ જ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ યોગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પણ સમજવું. જેમ ધનશ્રેષ્ઠીએ ચોખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી. ચોથી વહુ રોહિણીને જ ઘરની સ્વામીની કરી તથા ઉજ્ઞિતા, ભોગવતી અને રક્ષિતા એ ત્રણે મોટી વહુઓને અનુક્રમે કચરા વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું.
પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તો તેને ઘૂતાદિ વ્યસનથી થતો ધનનો નાશ, લોકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતો અટકે છે. તથા લાભ, ખરચ અને શિલક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે તેથી તે સ્વચ્છંદી થતો નથી તથા પોતાની મોટાઈ રહે છે.
“પુત્રની પ્રશંસા જ ન કરે” એમ કહેવાનું કારણ એ છે કે પહેલાં તો પુત્રની પ્રશંસા જ ન કરવી. કહ્યું છે કે ગુરુની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવોની પછવાડે, દાસ તથા
Page #231
--------------------------------------------------------------------------
________________
સગાં સંબંધીઓનું ચિત.
૨૦૭
ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે તથા સ્ત્રીઓની તેઓની મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તો બિલકુલ સ્તુતિ કરવી જ નહીં. એમ છતાં તે વગર ન ચાલે તો સ્તુતિ કરવી પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે અને વૃથા અહંકાર વગેરે આવે છે.
પિતાએ પુત્રને રાજસભા દેખાડવી તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા. પિતાનું પુત્રના સંબંધમાં આ વગેરે ઉચિત આચરણ જાણવું. રાજસભા દેખાડવાનું કારણ એ છે કે, રાજસભાનો પરિચય ન હોય તો કોઈ વખતે દુર્દેવથી ઓચિંતુ કાંઈ દુ:ખ આવી પડે ત્યારે તે કાયર થાય તથા પારકી લક્ષ્મી જોઈ અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાંખે. કેમકે રાજદરબારમાં જવું, રાજાના માનીતા લોકો જોવા, તેથી કાંઈ અર્થ લાભ ન થાય તો પણ અનર્થનો નાશ તો થાય જ, માટે રાજસભાનો અવશ્ય પરિચય કરાવવો.
પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર-વ્યવહારનું જ્ઞાન ન હોય અને કારણ પડેથી ત્યાં જવું પડે તો ત્યાંના લોકો એને પરદેશી જાણીને સહજવારમાં વ્યસનના ખાડામાં નાંખી દે, માટે પરદેશના આચાર વ્યવહાર દેખાડવા. પિતાની જેમ માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહુના સંબંધમાં સંભવ પ્રમાણે ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાન પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું. કારણ કે તે પ્રાયે સહજમાં પોતાને કાંઈ ઓછું પડયું એમ માનનારો હોય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી ઓકનાર પુત્રનો દાખલો જાણવો.
સગાં સંબંધીઓનું ઉચિત.
પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લોકો સ્વજન કહેવાય છે. તેમનાં સંબંધમાં પુરુષનું ઉચિત આચરણ આ રીતે છે. પોતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ-સગાઈ આદિ મંગળકાર્ય હોય ત્યારે તેમનો હંમેશા આદરસત્કાર કરવો. તેમજ તેમને માથે કાંઈ નુકશાન આવી પડે તો પોતાની પાસે રાખવા. સ્વજનોને માથે કાંઈ સંકટ આવે અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તો પોતે પણ હંમેશાં ત્યાં જવું. તથા તેઓ નિર્ધન અથવા રોગાતુર થાય તો તેમનો તે સંકટમાંથી ઉદ્ધાર કરવો.
કેમકે રોગ, આપદા-દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે ત્યારે તથા રાજદ્વાર, સ્મશાનમાં જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનનો ઉદ્ધાર કરવો તે ખરેખર જોતાં પોતાનો જ ઉદ્ધાર કરવા બરાબર છે. કેમકે રહેંટના ઘડા જેમ ભરાય છે અને ખાલી થાય છે, તેમ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કોઈની દરિદ્રી અથવા પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દૈવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તો પૂર્વે આપણે જેમના ઉપર ઉપકાર કર્યા હોય, તેઓ જ આપણો આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે સ્વજનોનો સંકટમાંથી ઉદ્ધાર કરવો જ.
પુરુષે સ્વજનોની પાછળ નિંદા ન કરવી. તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુષ્ક વાદ ન કરવો. કારણ કે તેથી ઘણા કાળની પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દોસ્તી ન
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કરે તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરે. પુરુષે સ્વજન ઘરમાં ન હોય અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હોય તો તેના ઘરમાં પ્રવેશ ન કરવો, તેમની સાથે પૈસાનો વ્યવહાર ન કરવો, તથા સ્વજનોને ત્યાં દેવનું, ગુરુનું અથવા ધર્મનું કાર્ય હોય તો તેમની સાથે એકદિલ થવું.
સ્વજનોની સાથે પૈસાનો વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે એથી પ્રીતિ વધે છે પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે જયાં ઘણી પ્રીતિ રાખવાની ઇચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં, એક વાદવિવાદ, બીજો પૈસાનો વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રી સાથે ભાષણ.
ધર્માદિ કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે, સંસારી કામમાં પણ સ્વજનોની સાથે એકદિલપણું રાખવાથી જ પરિણામ સારું આવે છે, તો પછી જિનમંદિર આદિ દેવાદિના કાર્યમાં તો જરૂર એકદિલપણું હોવું જ જોઈએ. કેમકે તેવાં કાર્યોનો આધાર સર્વ સંઘના ઉપર છે અને તે સર્વ સંઘનાં કાર્યો એકદિલથી થાય તેમાં જ નિર્વાહ તથા શોભા વિગેરેનો સંભવ છે માટે તે કાર્યો સર્વની સંમતિથી કરવાં. સ્વજનોની સાથે એકદિલ રાખવા ઉપર પાંચ આંગળીઓનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે :સંપ ઉપર પાંચ આંગળીઓનું દષ્ટાંત.
પ્રથમ તર્જની (અંગૂઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સર્વ કાર્યોમાં પ્રથમ હોવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં ડાહી હોવાથી અહંકાર પામી મધ્યમા (વચલી) આંગળીને કહે છે, “તારામાં શા ગુણ છે?” મધ્યમાએ કહ્યું, “હું સર્વે આંગળીઓમાં મુખ્ય, મોટી અને મધ્યભાગમાં રહેનારી છું. તંત્રી, ગીત, તાલ, વગેરે કળામાં કશળ છું. કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દોષ. છળ વગેરેનો નાશ કરવાને માટે ચપટી વગાડું છું અને ટચકારાથી શિક્ષા કરનારી છું.”
એમ જ ત્રીજી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું, “દેવ, ગુરુ, સ્થાપનાચાર્ય, સાધર્મિક વગેરેની નવાગે ચંદનપૂજા, મંગલિક, સ્વસ્તિક, નંદ્યાવર્ત વગેરે કરવાનું, તથા જળ, ચંદન, વાસક્ષેપ, ચૂર્ણ વિગેરેનું અભિમંત્રણ કરવું મારા તાબામાં છે.” પછી ચોથી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, “હું પાતળી હોવાથી કાનની અંદર ખણવા આદિ ઝીણાં કામો કરી શકું છું, શરીરે દુઃખ આવે છેદાદિ પીડા સહું છું. શાકિની વિગેરેમાં ઉપદ્રવ દૂર કરું છું, જપ સંખ્યા વિગેરે કરવામાં પણ અગ્રેસર છું.”
તે સાંભળી ચારે આંગળીઓએ માંહોમાંહે મિત્રતા કરી. અંગૂઠાને પૂછયું કે, “તારામાં શા ગુણ છે ?” અંગૂઠે કહ્યું કે, અરે ઓ ! હું તો તમારો ધણી છું ! જુઓ લખવું, ચિત્રામણ કરવું. કોળીયો વાળવો, ચપટી વગાડવી, ટચકારો કરવો, મૂઠી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સમારવી તથા કાતરવી, કાતરવું, લોચ કરવો, પીંજવું, વણવું, ધોવું, ખાંડવું, દળવું, પિરસવું, કાંટો કાઢવો, ગાયો વિગેરે દોહવી, જપની સંખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂંથવાં, પુષ્પપૂજા કરવી વિગેરે કાર્યો મારા વિના થતાં નથી. તેમજ વૈરીનું ગળું પકડવું, તિલક
Page #233
--------------------------------------------------------------------------
________________
ગુરુનું ઉચિત.
૨૦૯ કરવું, શ્રી જિનામૃતનું પાન કરવું, અંગૂઠ પ્રશ્ન કરવો, વગેરે કાર્યો એકલા મારાથી જ થાય છે.” તે સાંભળી ચારે આંગળીઓ અંગૂઠાનો આશ્રય કરી સર્વ કાર્યો કરવા લાગી.
સ્વજનના સંબંધમાં ઉપર કહ્યું વિગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ કહીએ છીએ. ગુરુનું ઉચિત.
પુરુષે દરરોજ ત્રણ ટંક ભક્તિથી તથા શરીરવડે અને વચનવડે બહુમાનથી ધર્માચાર્યને વંદના કરવી. ધર્માચાર્યે બતાવેલી રીત પ્રમાણે આવશ્યક વિગેરે કામો કરવાં. તથા તેમની પાસે શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળવો.
ધર્માચાર્યના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધર્મી લોકોએ કરેલા ધર્માચાર્યના અવર્ણવાદને પોતાની શક્તિ પ્રમાણે રોકે પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે મોટાઓની નિંદા કરનાર જ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્યનો સ્તુતિવાદ હંમેશાં કરે, કારણ કે સમક્ષ અથવા પાછળ ધર્માચાર્યની પ્રશંસા કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્માચાર્યના છિદ્ર ન જોવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની જેમ તેમને વર્તવું તથા પ્રત્યેનીક લોકોએ કરેલા ઉપદ્રવોને પોતામાં જેટલી શક્તિ હોય તેટલી શક્તિથી વારવા.
પ્રશ્ન :- “પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રો જ ન હોય, ત્યારે તે ન જોવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતારહિત ધર્માચાર્યની સાથે મિત્રની જેમ શી રીતે વર્તવું ?”
ઉત્તર :- ખરી વાત છે, ધર્માચાર્ય તો પ્રમાદથી અને મમતાથી રહિત જ છે. પણ જુદી જુદી પ્રકૃતિના શ્રાવકોને પોતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જુદો જુદો ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “હે ગૌતમ ! ચાર પ્રકારનાં શ્રાવક કહ્યાં છે, એક * માતા-પિતા સમાન, બીજા ભાઈ સમાન, ત્રીજા મિત્ર સમાન ચોથા, શોક્ય સમાન.” વિગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ.
પ્રત્યેનીક લોકોએ કરેલો ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુઓનો, જિનમંદિરનો તથા વિશેષે કરી જિનશાસનનો કોઈ વિરોધી હોય અથવા કોઈ અવર્ણવાદ બોલતો હોય, તો તેને સર્વશક્તિથી વારવો.” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવર્તીના પૌત્ર જયકુમાર, જેણે પ્રાંત ગામના રહીશ સાઠહજાર લોકોએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘનો ઉપદ્રવ ટાળ્યો હતો, તે જાણવું.
પુરુષે પોતાનો કંઈ અપરાધ થયે છતે ધર્માચાર્ય શિખામણ દે ત્યારે “આપ કહો તે યોગ્ય છે.” એમ કહી સર્વ કબૂલ કરવું. કદાચ ધર્માચાર્યની કંઈક ભૂલ જણાય તો તેમને એકાંતમાં “મહારાજ ! આપ જેવા ચારિત્રવંતને આ વાત ઉચિત છે કે?” એમ કહે. શિષ્ય સામું આવવું, ગુરુ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ધ એવાં વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વિગેરે સમયને ઉચિત એવો સર્વ વિનય સંબંધી ઉપચાર ભક્તિથી કરવો અને પોતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દઢ તથા કપટરહિત અનુસંગધારણ કરવો. પુરુષ પરદેશમાં હોય તો
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૨૧૦
પણ ધર્માચાર્યે કરેલા સમ્યક્ત્વ આદિ ઉપકારને નિરંતર સંભારે. ઇત્યાદિ ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ જાણવું.
સ્વ-નગર-નિવાસીઓનું ઉચિત.
પુરુષ જે નગરમાં પોતે રહેતો હોય, તે જ નગરમાં બીજા જે વણિકવૃત્તિથી આજીવિકા કરનારા લોકો રહેતા હોય તે “નાગર’” એવા નામથી કહેવાય છે. નાગર લોકોના સંબંધમાં યોગ્ય આચરણ આ રીતે જાણવું. નગરમાં રહેનાર લોકોને દુઃખ આવે પોતે દુઃખી થવું તથા સુખ આવે પોતે સુખી થવું, તેમજ તેઓ સંકટમાં હોય તો પોતે પણ સંકટમાં પડ્યા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તો પોતે પણ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લોકો જો કુસંપમાં રહે તો રાજાના અધિકારીઓ તેમને, શિકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે તેમ સંકટમાં ઉતારે. મોટું કાર્ય હોય તો પણ પોતાની મોટાઈ વધારવા સારૂં સર્વે નાગરોએ રાજાની ભેટ લેવા જુદા જુદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તો તે ઉઘાડી ન પાડવી તથા કોઈએ કોઈની ચાડી ન કરવી.
એકેક જણ જુદો જુદો રાજાને મળવા જાય તો તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે માટે સર્વેએ ભેગા થઈને જવું. તથા સર્વેની યોગ્યતા સરખી હોય તો પણ યવનની જેમ કોઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું. પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવા આપેલી એક શય્યા ઉપર સર્વે સુવાને માટે વિવાદ કરનારા પાંચસો મૂર્ખની જેમ કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતિ વગેરે કરવા ન જવું. કેમકે ગમે એવી અસાર વસ્તુ હોય તો પણ તે જો ઘણી ભેગી થાય તો તેથી જય થાય છે. જુઓ તૃણના સમુદાયથી બનેલું દોરડું હાથીને પણ બાંધે છે.
મસલત બહાર પડવાથી કાર્ય ભાંગી પડે છે, તથા વખતે રાજાનો કોપ વગેરે પણ થાય છે. માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. અંદરોઅંદર ચાડી કરવાથી રાજા આદિ અપમાન તથા વખતે દંડ વિગેરે પણ કરે. તથા સરખા ધંધાવાળા લોકોનું કુસંપમાં રહેવું નાશનું કારણ છે. કહ્યું છે કે એક પેટવાળા, બે ડોકવાળા અને જુદાં જુદાં ફળની ઇચ્છા કરનાર ભારંડ પક્ષીની જેમ કુસંપમાં રહેનારા લોકોનો નાશ થાય છે. જે લોકો એકબીજાનાં મર્મોનું રક્ષણ કરતાં નથી તે રાફડામાં રહેલા સર્પની જેમ મરણ પર્યંત દુઃખ પામે છે.
કાંઈ વિષાદ ઉત્પન્ન થાય તો ત્રાજવા સમાન રહેવું, પણ સ્વજન સંબંધી તથા પોતાની જ્ઞાતિના લોકો ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઇચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું પ્રબળ લોકોએ દુર્બળ લોકોને ઘણા દાણ, કર, રાજદંડ વિગેરેથી સતાવવા નહીં. તથા થોડો અપરાધ હોય તો એકદમ તેનો દંડ ન કરવો. દાણ, કર વિગેરેથી પીડાયેલા લોકો માંહોમાંહે પ્રીતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તો ઘણા બલિષ્ઠ લોકો પણ વગડામાંથી જુદા પડેલા સિંહની જેમ જ્યાં ત્યાં પરાભવ જ પામે છે.
માટે અંદરો-અંદર સંપ રાખવો એજ સારું છે. કેમકે માણસોનો સંપ સુખકારી છે, તેમાં પણ પોતપોતાનાં પક્ષમાં તો અવશ્ય સંપ હોવો જ જોઈએ. જીઓ ફોતરાથી પણ જુદા પડેલા
Page #235
--------------------------------------------------------------------------
________________
અન્ય ધર્મીઓનું ઉચિત.
૨૧૧ ચોખા ઊગતા નથી. જે પર્વતોને ફોડી નાંખે છે તથા ભૂમિને પણ વિદારે છે તે જળના પ્રવાહને તૃણનો સમુદાય રોકે છે. એ સંપનો મહિમા છે.
પોતાનું હિત ઇચ્છનારા લોકોએ ધનનો વ્યય કરનારા રાજાના દેવસ્થાનના અથવા ધર્મખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણદેણનો વ્યવહાર ન કરવો. અને રાજાની સાથે વ્યવહાર ન જ કરવો એમાં તો કહેવું જ શું ?
રાજાના અધિકારીઓ વિગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લોકો ધન લેવું હોય તે વખતે પ્રાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગયે બેસવા આસન, પાન-બીડા આદિ આપી ખોટો-દેખાડવાનો ભભકો દેખાડે છે અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરું લેણું માગીએ ત્યારે “અમે ફલાણું તમારું કામ નહોતું કર્યું ?” એમ કહી પોતે કરેલો તલના ફોતરા સરખો યત્કિંચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે અને પૂર્વના દાક્ષિણ્યને તે જ વખતે મૂકી દે છે એવો તેમનો સ્વભાવ છે. કહ્યું છે કે ૧. બ્રાહ્મણમાં ક્ષમા, ૨. માતામાં દ્વેષ, ૩. ગણિકામાં પ્રેમ અને (૪) અધિકારીઓમાં દાક્ષિણ્યપણું એ ચારે અનિષ્ઠ જાણવાં. એટલું જ નહીં પણ તે ઉલટા લેણદારને ખોટા તહોમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે.
કહ્યું છે કે લોકો પૈસાદાર માણસ ઉપર ખોટાં તહોમત મૂકી તેને હેરાન કરે છે; પણ નિર્ધન માણસ અપરાધી હોય તો પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કોઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તો તરવાર દેખાડે છે. તો પછી સ્વભાવથી ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી ? આ રીતે સરખો ધંધો કરનારા નાગર લોકનાં સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. સરખો ધંધો ન કરનારા નાગર લોકોની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણે જ યથાયોગ્ય રીતે વર્તવું.
નાગર લોકોએ એકબીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહ્યું. હવે અન્યદર્શની લોકોની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ. અન્ય ધર્મીઓનું ઉચિત.
અન્યદર્શની ભિક્ષુકો આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે તો તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું.
જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી, તો પણ આવેલાનું યોગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે. આચાર.
ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું. આસનાદિના માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું ? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે યોગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રોગી વિગેરે દુઃખી
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ લોકો ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા એ ધર્મ સર્વદર્શનીઓને સમ્મત છે.
શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય ? માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવો, દોષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રૂચિ રાખવી એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.
* સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી. જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતાપિતાના સંબંધમાં અભ્યત્થાન (મોટા પુરુષ આવે ત્યારે આદરથી ઉભું રહેવું) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું. અવસરોચિત વચનથી થતો લાભ.
અવસરે કહેલા યોગ્ય વચનથી ઘણો લાભ થાય છે. જેમ આંબડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌદ કરોડ મૂલ્યના મોતીના ભરેલા છ મૂડા, એકેક તોલામાં ચૌદ ભાર જેટલો એવા ધનના બત્રીશ કુંભ શૃંગારના રત્નજડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રીને રાગપિતાદ એ બિરૂદ, ક્રોડ દ્રવ્ય, ચોવીશ સારા જાતિવંત અશ્વ વગેરે ઋદ્ધિ આપી. ત્યારે આંબડ મંત્રીએ પોતાના ઘર સુધી પહોંચતાં પહેલાં જ માર્ગમાં તે સર્વ ઋદ્ધિ યાચકજનોને આપી.
એ વાતની રાજા પાસે કોઈએ ચાડી ખાધી ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ ક્રોધથી આંબડમંત્રીને કહ્યું કે, “કેમ તું મારા કરતાં પણ વધારે દાન આપે છે ?” આંબડે કહ્યું “મહારાજ ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા અને આપ તો અઢાર દેશના ધણી છો, એમાં આપ તરફથી પિતાજીનો કાંઈ અવિનય થયેલો ગણાય ?” વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈને આંબડને રાજપુત્ર એવું બિરૂદ આપ્યું અને પૂર્વે આપી હતી તે કરતાં બમણી ઋદ્ધિ આપી.
ગ્રંથાંતરમાં કહ્યું છે કે દાન દેતાં, ગમન કરતાં, સૂતાં બેસતાં, ભોજન-પાન કરતાં, બોલતાં તથા બીજે સર્વ સ્થાનકે અવસર હોય તો જ તે મનોહર લાગે છે માટે સમયને જાણ પુરુષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમ કે એક તરફ એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજા ક્રોડો ગુણો છે. એક ઉચિત આચરણ ન હોય તો સર્વ ગુણોનો સમુદાય ઝેર માફક છે માટે પુરુષે સર્વ અનુચિત આચરણ છોડી દેવું. તેમજ જે આચરવાથી પોતાની મૂર્ખમાં ગણતરી થાય છે તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સર્વ લૌકિકશાસ્ત્રમાં ઉપકારનું કારણ હોવાથી અહીં દેખાડીએ છીએ.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૩
મૂર્ખના સો લક્ષણ. મૂર્ખના સો લક્ષણ.
“રાજા ! સો મૂર્ખ કયા? તે સાંભળ, મને તે તે મૂર્ણપણાનાં કારણ મૂક? તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની જેમ શોભા પામીશ.”
(૧) છતી શક્તિએ ઉદ્યમ ન કરે, (૨) પંડિતોની સભામાં પોતાનાં વખાણ કરે, (૩) ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, (૪) દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે, (૫) જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે. (૬) ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવો શક રાખે, (૭) બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારે. (૮) વણિક થઈ એકાંતવાસ કરવામાં રુચિ રાખે, (૯) માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે. (૧૦) પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે, (૧૧) ગુરુ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, (૧૨) ખુલ્લી વાત ઢાંકવાનો પ્રયત્ન કરે, (૧૩) ચંચળ સ્ત્રીનો ભર્તાર થઈ ઈર્ષા રાખે, (૧૪) શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે, (૧૫) પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે, (૧૬) અભણ છતાં મોટા સ્વરથી કવિતા બોલે, (૧૭) અવસર આવે નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે, (૧૮) બોલવાનો અવસર આવે મૌન રાખે, (૧૯) લાભને અવસરે કલહ-કલેશ કરે, (૨૦) ભોજનને સમયે ક્રોધ કરે, (૨૧) મોટા લાભની આશાથી ધન વિખેરે, (૨૨) સાધારણ બોલવામાં ફિલષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરે, (૨૩) પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય, (૨૪) સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે, (૨૫) સ્ત્રીની સાથે ટંટો થવાથી બીજી સ્ત્રી પરણે, (૨૬) પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, (૨૭) કામી પુરુષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, (૨૮) યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, (૨૯) પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળે; (૩૦) અમારું મોટું
ન એવા અહંકારથી કોઈની ચાકરી ન કરે, (૩૧) દુર્લભ એવું દ્રવ્ય આપીને કામ ભોગ સેવે, (૩૨) મૂલ્ય આપીને ખરાબ માર્ગે જાય, (૩૩) રાજા લોભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે. (૩૪) અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, (૩૫) કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે,
(૩૬) મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે, (૩૭) કૃતન પાસે ઉપકારના બદલાની આશા રાખે, (૩૮) અરસિક પુરુષ આગળ પોતાના ગુણ જાહેર કરે, (૩૯) શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય, (૪૦) રોગી છતાં પરેજી ન પાળે, (૪૧) લોભથી સ્વજનને છોડી દે, (૪૨) મિત્રના મનમાંથી રાગ ઉતરી જાય એવાં વચન બોલે, (૩૪) લાભનો અવસર આવે આળસ કરે, (૪૪) મોટા ઋદ્ધિવંત છતાં કલહ-કલેશ કરે, (૪૫) જોષીના વચન ઉપર ભરોસો રાખી રાજ્યની ઇચ્છા કરે,(૪૬) મૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, (૪૭) દુર્બળ લોકોને ઉપદ્રવ કરવામાં શૂરવીરપણું બતાવે, (૪૮) જેના દોષ જાહેર દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે, (૪૯) ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રુચિ ન રાખે, (૫૦) બીજાએ સંચય કરેલું ધન ઉડાવે, (૫૧) માન રાખી રાજા જેવા ડોળ કરે, (પર) લોકોમાં રાજાદિની જાહેર નિંદા કરે, (૫૩) દુઃખ આવે દીનતા બતાવે, (૫૪) સુખ આવે ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય. (૫૫) થોડા બચાવવા માટે ઘણો વ્યય કરે, (૫૬) પરીક્ષા માટે ઝેર ખાય, (૫૭) કિમિયામાં ધન હોમ, (૫૮) ક્ષય
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ રોગ છતાં રસાયન ખાય, (૫૯) પોતે પોતાની મોટાઈનો અહંકાર રાખે, (૬૦) ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય, (૬ ૧) નિરંતર વગર કારણે આમ તેમ ભટકતો રહે, (૬૨) બાણના પ્રહાર થયા હોય તો પણ યુદ્ધ જુએ, (૬૩) મોટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, (૬૪) થોડું ધન છતાં આડંબર મોટો રાખે,(૬૫) હું પંડિત છું એમ સમજી બહુ બબડાટ કરે, (૬૬) પોતાને શુરવીર સમજી કોઈની બીક ન રાખે.
(૬૭) ઘણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, (૬૮) હાંસી કરતાં મર્મ વચન બોલે, (૬૯) દરિદ્રીના હાથમાં પોતાનું ધન આપે, (૭૦) લાભ નક્કી નહીં છતાં ખરચ કરે, (૭૧) પોતાના ખરચનો હિસાબ રાખવાનો પોતે કંટાળો કરે, (૭૨) નશીબ ઉપર ભરોસો રાખી ઉદ્યમ ન કરે, (૭૩) પોતે દરિદ્રી થઈ વાતો કરવામાં વખત ગુમાવે, (૭૪) વ્યસનાસકત થઈ ભોજન કરવાનું પણ ભૂલી જાય, (૭૫) પોતે નિર્ગુણી છતાં પોતાના કુળની ઘણી પ્રશંસા કરે, (૭૬) કઠોર સ્વર છતાં ગીત ગાય, (૭૭) સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, (૭૮) કૃપણતા કરવાથી માઠી અવસ્થા પામે, (૭૯) જેના દોષ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, (૮૦) સભાનું કામ પૂરું થયા વિના વચમાંથી ઉઠી જાય, (૮૧)દૂત થઈ સંદેશો ભૂલી જાય, (૮૨) ખાંસીનો રોગ છતાં ચોરી કરવા જાય, (૮૩) યશ માટે ભોજનનું ખર્ચ મોટું રાખે; (૮૪) લોક વખાણ કરે એવી આશાથી થોડો આહાર કરે, (૮૫) જે વસ્તુ થોડી હોય તે ઘણી ભક્ષણ કરવાની મરજી રાખે, (૮૬) કપટી અને મીઠા બોલા લોકોના પાસમાં સપડાય, (૮૭) વેશ્યાના યારની સાથે કલહ કરે, (૮૮) બે જણા કાંઈ મસલત કરતા હોય તો વચ્ચે ત્રીજો જાય, (૮૯) આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશાં રહેશે એવી ખાત્રી રાખે, (૯૦) અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઇચ્છા કરે; (૯૧) ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો કરવા જાય, (૯૨) લોકમાં ગુપ્ત વાત જાહેર કરે, (૯૩) યશ મેળવવા અજાણ માણસનો જામીન થાય, (૯૪) હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, () બધે ભરોસો રાખે, (૯૬) લોક વ્યવહારમાં ન જાણે, (૯૭) વાચક થઈ ઉષ્ણ ભોજન જમવાની ટેવ રાખે, (૯૮) મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે, (૯૯)કુકર્મ કરતાં શરમાય નહીં અને (૧૦૦) બોલતાં બહુ હસે, તે મૂર્ખ જાણવો.” આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે.
જેથી આપણો અપયશ થાય તે છોડવું. વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે – અન્ય હિતવચનો.
વિવેકી પુરુષે સભામાં બગાસું, છીંક, ઓડકાર, હાસ્ય વિગેરે કરવાં પડે તો મોં આગળ કપડું ઢાંકીને કરવાં, તથા સભામાં નાક ખોતરવું નહીં અને હાથ મરડવા નહીં, પલાંઠી વાળવી, પગ લાંબા ન કરવા, તથા નિદ્રા, વિકથા અને ખરાબ ચેષ્ટા ન કરવી, અવસર આવે કુલીન પુરુષોનું હસવું માત્ર હોઠ પહોળા થાય એટલું જ હોય છે. પણ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે.
બગલમાં સીસોટી વગાડવા આદિ અંગવાઘ, વગર પ્રયોજને તૃણના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખોતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, એટલી ચેષ્ટાઓ કરવી નહીં, વિવેકી
Page #239
--------------------------------------------------------------------------
________________
અન્ય હિતવચનો.
- ૨૧૫
પુરુષે ભાટ, ચારણ અને બ્રાહ્મણ વગેરે લોકોએ કરેલી પોતાની પ્રશંસા સાંભળી મનમાં અહંકાર ન લાવવો તથા સમજુ લોકો વખાણ કરે તો તે ઉપરથી આપણામાં ગુણ છે એટલો નિશ્ચય ફકત કરવો, પણ અહંકાર ન કરવો. વિચક્ષણ પુરુષોએ પારકા વચનનો અભિપ્રાય બરાબર ધારવો.
નીચ માણસ હલકાં વચન બોલે તો તેને બદલો વાળવા તેવાં વચન મુખમાંથી કાઢવાં નહીં. ડાહ્યા પુરુષે જે વાત અતીત, અનાગત તથા વર્તમાનકાળમાં ભરોસો રાખવા યોગ્ય ન હોય તે વાતમાં એ એમ જ છે એવો સ્પષ્ટ પોતાનો અભિપ્રાય ન જણાવવો. વિવેકી પુરુષોએ પારકા માણસ પાસેથી શરૂ કરાવવા ધારેલું કામ તે માણસ આગળ પહેલેથી જ કાંઈ દાખલા-દલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ એવું કોઈનું વચન હોય તો તે આપણા કાર્યની સિદ્ધિ માટે અવશ્ય કબૂલ કરવું જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હોય તો તેને પહેલેથી જ ના કહી દેવું, પણ મિથ્યાવચન કહી ખાલી કોઈને ધક્કા ન ખવરાવવા.
સમા લોકોએ કોઈને કડવાં વચન ન સંભળાવવાં. પોતાના શત્રુઓને તેવાં વચન સંભળાવવાં પડે તો તે પણ અન્યોક્તિથી અથવા બીજા કોઈ બહાનાથી સંભળાવવા. જે પુરુષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરોણા, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈદ્ય, પોતાની સંતતિ, ભાઈઆત, ચાકર, બેન, આશ્રિત લોકો, સગાંસંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે.
એક સરખું સૂર્ય તરફ ન જોવું, તેમજ ચંદ્ર-સૂર્યનું ગ્રહણ, ઊંડા કૂવાનું પાણી અને સંધ્યા સમયે આકાશ ન જોવું. સ્ત્રી-પુરુષનો સંભોગ, મૃગયા, તરુણ અવસ્થામાં આવેલ નગ્ન સ્ત્રી, જાનવરોની ક્રિીડા અને કન્યાની યોનિ એટલા વાનાં ન જોવાં.
વિદ્વાન પુરુષ પોતાના મુખનો પડછાયો તેલમાં, જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લોહીમાં ન જુએ. કારણ કે એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનનો ભંગ, ગઈ વસ્તુનો શોક તથા કોઈનો નિદ્રાભંગ કોઈ કાળે પણ ન કરવો. ઘણાની સાથે વૈર ન કરતાં ઘણા મતમાં પોતાનો મત આપવો. - જેમાં રસ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞપુરુષોએ સર્વે સારા કાર્યમાં અગ્રેસર થવું. માણસો કપટથી પણ નિઃસ્પૃહપણું દેખાડે તો પણ તેથી લાભ થાય છે. પુરુષોએ જે કૃત્ય કરવાથી કોઈનું નુકશાન થાય એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસોની કોઈ કાળે અદેખાઈ કરવી નહીં.
પોતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી પણ ઘણા આદરથી જાતિનો સંપ થાય તેમ કરવું. કારણ કે એમ ન કરે તો માન્ય પુરુષોનું માન ખંડના અને અપયશ થાય. પોતાની જાતિ છોડીને પરજાતિમાં આસક્ત થયેલા લોકો કુકર્મમાં રાજાની જેમ મરણ પર્યત દુઃખ પામે છે. જ્ઞાતિઓ અંદરો-અંદર કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે અને સંપમાં રહે તો જેમ જળમાં કમળિની વધે છે તેમ વૃદ્ધિ પામે.
સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલો પોતાનો મિત્ર, સાધર્મ, જ્ઞાતિના આગેવાન, મોટા
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ગુણી તથા પુત્ર વિનાની પોતાની બહેન એટલા લોકોનું અવશ્ય પોષણ કરવું. જેને મોટાઈ ગમતી હોય, એવા પુરુષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ-વેચાણ તથા પોતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું.
મહાભારત વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે કે પુરુષે બ્રહ્મમુહૂર્તને વિષે ઉઠવું અને ધર્મનો તથા અર્થનો વિચાર કરવો. સૂર્યને ઊગતા તથા આથમતાં કોઈ વખતે પણ ન જોવો. પુરુષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશામાં અને કાંઈ તકલીફ હોય તો ગમે તે દિશાએ મુખ કરીને મળ-મૂત્રનો ત્યાગ કરવો. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરુને વંદના કરવી, તેમજ ભોજન કરવું. હે રાજા ! જાણ પુરુષે ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન અવશ્ય કરવો, કારણ કે તે હોય તો જ ધર્મ વગેરે થાય છે.
જેટલો ધનનો લાભ હોય તેનો ચોથો ભાગ ધર્મકૃત્યમાં, ચોથો ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બે ચોથા ભાગમાં પોતાનું પોષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વાળ સમારવા, આરિસામાં મુખ જોવું, તથા દાતણ અને દેવની પૂજા એ સર્વ બપોર પહેલાં જ કરવાં, પોતાના હિતની વાંછા કરનાર પુરુષે હંમેશાં ઘરથી દૂર જઈ મળ-મૂત્ર કરવું, પગ ધોવા, તથા એઠવાડ નાખવો. જે પુરુષ માટીના ગાંગાડા ભાંગે, તૃણના કટકા કરે, દાંતવડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે. તે આ લોકમાં લાંબુ આયુષ્ય ન પામે. ભાંગેલા આસન ઉપર ન બેસવું, ભાંગેલું કાંસાનું પાત્ર રાખવું નહીં. વાળ છૂટા મૂકી ભોજન ન કરવું તથા નગ્ન . થઈને ન હાવું, નગ્ન સુઇ ન રહેવું, ઘણી વાર એઠાં હાથ વગેરે ન રાખવા, મસ્તકના આશ્રયે સર્વ પ્રાણ રહે છે માટે એંઠા હાથ મસ્તકે ન લગાડવા.
માથાના વાળ ન પકડવા, તથા મસ્તક ઉપર પ્રહાર પણ ન કરવો. પુત્ર તથા શિષ્ય સિવાય બીજાને શીખામણ માટે મારવું નહિ. પુરુષોએ કોઈ કાળે પણ બે હાથ મસ્તક ન ખણવું, તથા વગર કારણે વારંવાર માથે હાવું નહીં. ગ્રહણ વિના રાત્રિએ નહાવું સારું નથી, તથા ભોજન કરી રહ્યા પછી અને ઊંડા ઘરમાં પણ ન હાવું, ગુરુનો દોષ ન કહેવો, ગુરુ ક્રોધ કરે તો તેમને પ્રસન્ન કરવા તથા બીજા લોકો આપણા ગુરુની નિંદા કરતા હોય તો તે સાંભળવી પણ નહીં.
- હે ભરત ગુરુ. સતી સ્ત્રીઓ, ધર્મી પરુષો તથા તપસ્વીઓ. એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. કોઈપણ પારકી વસ્તુ ચોરવી નહીં, કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુર વચન પણ વગર કારણે બોલવું નહીં, પારકા દોષ ન કહેવા, મહાપાપ કરવાથી પતિત થએલા લોકોની સાથે વાર્તાલાપ પણ ન કરવો, તેમના હાથનું અન્ન ન લેવું, તથા તેમની સાથે કાંઈ પણ કામ કરવું નહીં. એક આસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લોકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણા લોકોની સાથે વૈર કરનારા અને મૂર્ખ એટલાની દોસ્તી કરવી નહીં. તથા એકલા મુસાફરી કરવી નહીં.
હે રાજા ! દુષ્ટ વાહનમાં ન ચઢવું, કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું, તથા આગળ પડી જળના પ્રવાહની સામા જવું નહીં. સળગેલા ઘરમાં દાખલ થવું નહીં, પર્વતની ટુંક ઉપર ન ચડવું, મુખ ઢાંક્યા વિના બગાસું, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઊંચી,
Page #241
--------------------------------------------------------------------------
________________
અન્ય હિતવચનો.
૨૧૭ આડીઅવળી અથવા દૂર દૃષ્ટિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમિ ઉપર નજર રાખીને ચાલવું. ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં. સીસોટી ન વગાડવી, દાંત તથા નખ ન છેદવા, પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહિ, દાઢી મૂછના વાળ ચાવવા નહીં. હોઠ દાંતમાં વારંવાર ન પકડવા, એઠું હોય તે ભક્ષણ ન કરવું, તથા કોઈ પણ ઠેકાણે દ્વાર ન હોય તો ચોરમાર્ગે જવું નહીં.
ઉનાળાની તથા ચોમાસાની ઋતુમાં છત્ર લઈને તથા રાત્રિએ અથવા વગડામાં જવું હોય તો લાકડી લઇને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણ વાનાં કોઇએ પહેરેલાં હોય તો પહેરવાં નહીં. સ્ત્રીઓની ઈર્ષ્યા કરવી નહીં તથા પોતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ઈર્ષ્યા કરવાથી આયુષ્ય ઘટે છે માટે ઈર્ષ્યા કરવી નહીં.
હે મહારાજ ! રાત્રિએ જળનો વ્યાપાર, દહીં અને સાથવો તેમજ મધ્યરાત્રિએ ભોજન કરવું નહીં. ડાહ્યા માણસે ઘણીવાર સુધી ઢીંચણ ઊંચા કરીને ન સૂવું, ગોદોહિકા આસને ન બેસવું, તથા પગે આસન ખેંચી પણ ન બેસવું. પુરુષે તદ્દન પ્રાતઃકાળમાં તદ્દન સંધ્યાએ તથા તદ્દન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણા અજાણ માણસોની સાથે જવું નહીં.
હે મહારાજ ! બુદ્ધિશાળી પુરુષોએ મલિન દર્પણમાં પોતાનું મુખ વિગેરે ન જોવું તથા દીર્ધાયુષ્યની વાંચ્છા કરનાર પુરુષે રાત્રિએ પણ દર્પણમાં પોતાનું મોં જોવું નહીં. હે રાજા ! પંડિત પુરુષે એક કમળ અને કુવલય વર્જીને રાતી માળા ધારણ કરવી નહીં, પણ સફેદ ધારણ કરવી. હે રાજન્ ! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જુદાં જુદાં રાખવાં. બોલવાની તથા હાથ પગની ચપળતા, અતિશય ભોજન, શય્યા ઉપર દીવો, તથા અધમ પુરુષોની અને થાંભલાની છાયા એટલા વાનાં અવશ્ય તજવાં, નાક ખોતરવું નહીં, પોતે પોતાના પગરખાં ન ઉપાડવાં, માથે ભાર ન ઉપાડવો, તથા વરસાદ વરસતો હોય ત્યારે દોડવું નહીં.
પાત્ર ભાંગે તો પ્રાયે કલહ થાય છે અને ખાટ ભાંગે તો વાહનનો ક્ષય થાય. જ્યાં સ્થાન અને કૂકડો વસતા હોય ત્યાં પિતરાઇઓ પોતાનો પિંડ લેતા નથી.
ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલાં સુવાસિની સ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રોગી એમને જમાડવા અને પછી જમવું. હે પાંડવ ! શ્રેષ્ઠ ગાય, બળદ આદિ ઘરમાં બંધનમાં રાખી તથા જોનારા માણસોને કાંઈ ભાગ ન આપી પોતે જ એકલો જે માણસ ભોજન કરે, તે કેવળ પાપભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પોતાની જ્ઞાતિનો ઘરડો થયેલો માણસ અને પોતાનો દરિદ્રી થયેલો મિત્ર એમને ઘરમાં રાખવા.
ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવો. કારણ કે સ્વાર્થી માણસે ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. થોડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં. થોડું ખરચી ઘણાનો બચાવ કરવો. એમાં જ ડહાપણ છે. લેણું દેણું તથા બીજા કર્તવ્ય કર્મ જે સમયે કરવાં જોઇએ તે સમયે શીઘ ન કરાય તો તેની અંદર રહેલો રસ કાળ ચુસી લે છે. ૧, રાતું કમલ
૨૮
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ-દોષની પણ વાત ન થાય, તેને ઘેર જવું નહીં. હે અર્જુન ! વગર બોલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે તથા ન આપેલા આસને પોતે જ બેસે તે પુરુષ અધમ જાણવો. અંગમાં કોપ નહીં છતાં કોપ કરે, નિર્ધન છતાં ધનને વાંછે, અને પોતે નિર્ગુણી છતાં ગુણીનો દ્વેષ કરે, એ ત્રણે પુરુષ જગતમાં લાકડી સમાન સમજવા. - માતાપિતાનું પોષણ ન કરનારો, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનારો અને મૃત પુરુષનું શય્યાદાન લેનારો એ ત્રણે જણાને ફરીથી મનુષ્યનો અવતાર દુર્લભ છે કોઈ કાળે પાછી ન જાય એવી લક્ષ્મીની ઇચ્છા કરનાર પુરુષે પોતે બલિષ્ઠ પુરુષના સપાટામાં આવતાં નેતરની જેમ નમ્ર થવું. પણ સર્પની જેમ કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનાર પુરુષ, અવસર આવે અનુક્રમે ફરીથી મોટી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્ષની જેમ ધસી જનાર માણસ કેવળ વધ પામવા યોગ્ય થાય છે.
બુદ્ધિશાળી પુરુષે અવસર આવે કાચબાની જેમ અંગોપાંગનો સંકોચ કરી, તાડનાઓ સહન કરવી અને તેવો અવસર આવે કાળા સાપની માફક ધસી જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લોકો હોય, તો પણ તેમને બલિષ્ઠ લોકો ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામો પવન હોય તો પણ એક જથ્થામાં રહેલી વેલડીઓને તે કાંઈપણ બાધા ઉત્પન્ન કરી શકતો નથી. વિદ્વાન પુરુષો શત્રુને એકવાર વધારીને તેનો તદ્દન નાશ કરે છે. કારણ કે પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારેલો કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમ સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે તેમ બુદ્ધિશાળી પુરુષો સર્વસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ-અલ્પ દાન કરીને પ્રસન્ન કરે છે.
લોકો પગમાં ભાંગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાખે છે, તેમ ડાહ્યો પુરુષ એક તીર્ણ શત્રુથી બીજા તીક્ષ્ણ શત્રુને જીતી શકે છે. જેમ અષ્ટાપદ પક્ષી મેઘનો શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પોતાનું અંગ ભાંગી નાખે છે, તેમ પોતાની તથા શત્રુની શક્તિનો વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવર્ણસૂત્રથી કૃષ્ણ સર્પને નીચે પાડ્યો, તેમ ડાહ્યા પુરુષે બળથી ન થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું. નખવાળા અને શીંગડાવાળા જાનવરો, નદીઓ, શસ્ત્રધારી પુરુષો, સ્ત્રીઓ અને રાજાઓ એમનો વિશ્વાસ કોઈ કાળે કરવો નહીં. પશુ અને પંખીથી લેવાના ગુણો.
સિંહથી એક, બગલાથી એક, કૂકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણો લેવી. સિંહ જેમ સર્વ શક્તિ વડે એક ફાળ મારી પોતાનું કામ સાધે છે, તેમ ડાહ્યા પુરુષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વશક્તિથી કરવું. સિંહની જેમ પરાક્રમ કરવું, બગલાની જેમ અર્થનો વિચાર કરવો. વરુની માફક લૂંટવું, અને સસલાની જેમ નાસી જવું. ૧. સૌના પહેલા ઉઠવું, ૨. લઢવું, ૩. બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪. સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભોગવવી, એ ચાર શિખામણો કૂકડા પાસેથી લેવી.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૯
વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા.
૧. એકાંતમાં સ્ત્રીસંભોગ કરવો, ૨. ધિઠાઈ રાખવી, ૩. અવસર આવે ઘર બાંધવું, ૪. પ્રમાદ કરવો અને પ. કોઈ ઉપર વિશ્વાસ ન રાખવો, એ પાંચ શિખામણો કાગડા પાસેથી લેવી.
૧. મરજી માફક ભોજન, ૨. અવસરે અલ્પ માત્રમાં સંતોષ રાખવો, ૩. સુખે નિદ્રા લેવી, ૪. સહજમાં જાગૃત થવું, પ. સ્વામી ઉપર ભક્તિ રાખવી અને ૬. શૂરવીર રહેવું, એ છ શિખામણો કૂતરા પાસેથી લેવી.
૧. ઉપાડેલો ભાર વહેવો, ૨. ટાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩. હંમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શિખામણો ગધેડા પાસેથી લેવી.
આ વિગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણનો સુશ્રાવકે સમ્યક્ પ્રકારે વિચાર કરવો. કહ્યું છે કે જે માણસ હિત કર્યું ? અહિત ક્યું ? ઉચિત વાત કઇ ? અનુચિત કઇ ? વસ્તુ કઈ ? અવસ્તુ કઇ ? એ પોતે જાણી શકતો નથી, તે શિંગડા વિનાનો પશુ સંસારરૂપી વનમાં ભટકે છે. જે માણસ બોલવામાં, જોવામાં, રમવામાં, પ્રેરણા કરવામાં, રહેવામાં, પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, શોભવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કાંઇ જાણતો નથી, તે બેશરમ-શિરોમણિ દુનિયામાં શા માટે જીવતો હશે ? જે માણસ પોતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભોગવવું, પહેરવું, બોલવું, એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાન જાણવો. આ સંબંધી વિસ્તારથી લખવાની કાંઈ વિશેષ જરૂર જણાતી નથી.
વ્યવહારશુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પૈસા મેળવવા સંબંધી આ પ્રમાણે દષ્ટાંત છે :વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા.
વિનયપુરનગરમાં ધનવાન એવો વસુભદ્રનો ધનમિત્ર નામનો પુત્ર હતો. નાનપણમાં તેના માતા-પિતા મરણ પામવાથી તે ઘણો દુઃખી તથા ધનની હાનિ થવાથી ઘણો દરિદ્રી થયો. તરૂણ અવસ્થામાં પણ તેને કન્યા મળી નહીં. ત્યારે તે શરમાઇને ધન મેળવવા માટે પરદેશ ગયો. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિદ્ધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાતજાતના વ્યાપાર, રાજાદિની સેવા વગેરે ઘણા ઉપાય કર્યા, તો પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય .ઉદ્વિગ્ન થઇ ગજપુરનગરમાં કેવળી ભગવાનને પોતાનો પૂર્વભવ પૂછ્યો.
કેવળી ભગવાને કહ્યું, “વિજયપુરનગરમાં ઘણો કૃપણ એવો ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હતો તે ઘણો મત્સરી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કોઈને લાભ થતો હોય તો તેમાં પણ અંતરાય કરતો હતો. એક વખતે સુંદર નામનો શ્રાવક તેને મુનિરાજ પાસે લઇ ગયો. કાંઇક ભાવથી તથા કાંઇક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ બરાબર પાળ્યો, તે પુણ્યથી હે ધનમિત્ર ! તું ધનવાન વણિકનો પુત્ર થયો અને અમને મળ્યો. તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણો દરિદ્રી અને દુઃખી થયો. જે જે રીતે કર્મ કરાય છે તે જ રીતે તેના કરતાં હજારગણું ભોગવવું પડે છે, એમ જાણીને ઉચિત હોય તે આચરવું.
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કેવળીના એવા વચનથી પ્રતિબોધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચરવો એવો અભિગ્રહ પણ ગ્રહણ કર્યો પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં ફૂલ ભેગાં કરીને તે ઘર દેરાસરમાં ભગવાનની પરમ-ભક્તિથી પૂજા કરતો હતો. તથા બીજા, ત્રીજા વગેરે પહોરમાં દેશવિરુદ્ધ, રાજવિરુદ્ધ વગેરેને છોડી દઈને વ્યવહાર શુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતો હતો, તેથી તેને નિર્વાહ જેટલું સુખ મળવા લાગ્યું. એમ કરતાં જેમ તેની ધર્મમાં દઢતા થઈ તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું અને ધર્મકરણીમાં વધુ ને વધુ વ્યય કરવા લાગ્યો.
આગળ જતાં ધનમિત્ર જુદા ઘરમાં રહ્યો એને ધર્મિષ્ઠ જાણીને કોઈ શેઠે તેને પોતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોનો સમુદાય વગડામાં જવા નીકળ્યો ત્યારે ગોળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જતો હતો. ગાયોના સમુદાયનો ધણી ગોવાળિયો ‘આ અંગારા છે' એમ સમજીને સોનાનો નિધિ નાંખી દેતો હતો. તેને જોઈ ધનમિત્રે કહ્યું “આ સોનું છે કેમ નાખી દો છો ?” ગોકુળના ધણીએ કહ્યું, “પૂર્વે પણ અમારા પિતાજીએ “આ સોનું છે' એમ કહી અમને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યો છે.” ધનમિત્રે કહ્યું “હું ખોટું કહેતો નથી.” ગોકુળના ધણીએ કહ્યું, “એમ હોય તો અમને ગોળ વગેરે આપીને તું જ આ સોનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ત્રીસ હજાર સોનૈયા મળ્યા. તથા બીજાં પણ તેણે ઘણું ધન મેળવ્યું તેથી તે મોટો શેઠ થયો. તે જ ભવમાં ધર્મનું માહાભ્ય કેટલું સાક્ષાત્ દેખાય છે ?
એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઈ સુમિત્રશેઠને ઘેર એકલો જ ગયો. ત્યારે સુમિત્રશેઠ કોડ મૂલ્યનો રત્નનો હાર બહાર મૂકીને કાંઈ કાર્યને અંગે ઘરમાં ગયો અને તુરત પાછો આવ્યો. એટલામાં રત્નનો હાર ક્યાંય જતો રહ્યો. ત્યારે “અહીં બીજો કોઈ આવ્યો નથી માટે તે જ લીધો” એમ કહી સુમિત્ર ધનમિત્રને રાજસભામાં લઈ ગયો. ધનમિત્રે જિનપ્રતિમાના અધિષ્ઠાયક સમકિતી દેવતાનો કાઉસ્સગ્ન કરી પ્રતિજ્ઞા કરવા માંડી. એટલામાં સુમિત્રની ઓટીમાંથી જ રત્નનો હાર નીકળ્યો. તેથી સર્વ લોકોને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ્ય રીતે કહ્યું.
ગંગદત્ત નામનો ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગંગદત્તે પોતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિંમતનું રત્ન કોઈ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું. શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તો પણ પોતાની સ્ત્રીને વિષે મોહ હોવાથી ગંગદત્તે તેને તારા સગાવ્હાલાઓએ જ તે રત્ન ચોર્યું છે.” એમ કહી ખોટું આળ દીધું. પછી શેઠની સ્ત્રી બહુ દિલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી વ્યંતર થઈ. મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થયો. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાંખ્યા. હમણાં રત્નનો હાર હરણ કર્યો હજી પણ સર્વસ્વ હરણ કરશે અને ઘણા ભવ સુધી વેરનો બદલો વાળશે.
“અરે રે ! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસહ્ય આવે છે? આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું. ધનમિત્રના પુણ્યથી સમ્યગ્દષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવણી હાર બળાત્કારથી છોડાવ્યો. જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગ પામેલ રાજા તથા ધનમિત્ર મોટા પુત્રને પોતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ મુક્તિએ ગયા. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધનમિત્રની કથા છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૧
શ્રાવકનું મધ્યાહ્ન કૃત્ય. શ્રાવકનું મધ્યાહ્ન કૃત્ય.
मज्झण्हे जिणपूआ, सुपत्तदाणाइजुत्ति भुंजित्ता । पच्चक्खाइ अ गीअत्थअंतिए कुणइ सज्झायं ॥८॥ मध्याह्ने जिनपूजा-सुपात्रदानादि युक्त्या भुङ्कवा ।
प्रत्याख्याति च गीतार्थान्तिके करोति स्वाध्यायम् ॥८॥ મધ્યાહ્ન પૂર્વોક્ત વિધિએ વળી વિશેષથી ઉત્તમ ભાત પાણી વગેરે જેટલા પદાર્થ ભોજન માટે બનાવેલા હોય, તે સંપૂર્ણ પ્રભુની આગળ ચઢાવવાની યુક્તિનો અનુક્રમ ઉલ્લંઘન નહીં કરતાં પછી ભોજન કરવું. અહીં ભોજન કરવું એ અનુવાદ છે. મધ્યાહ્નની પૂજા અને ભોજનના કાળનો કંઈ નિયમ નથી. કેમકે ખરેખરી ક્ષુધા લાગે એ જ ભોજનનો કાળ છે. એ જ રૂઢી છે. મધ્યાહ્ન થયા પહેલાં પણ જો પ્રત્યાખ્યાન પારીને દેવપૂજાપૂર્વક ભોજન કરે તો તેમાં કંઈ બાધ આવતો નથી.
આયુર્વેદમાં તો વળી આવી રીતે બતાવેલું છે કે પહેલાં પહોરમાં ભોજન કરવું નહીં, બે પહોર ઉલ્લંઘન કરવા નહીં (ત્રીજો પહોર થયા પહેલા ભોજન કરી લેવું) પહેલા પહોરમાં ભોજન કરે તો રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર ઉલ્લંઘન કરે તો બળની હાનિ થાય છે. સુપાત્રમાં દાન આદિ કરવાની રીત.
શ્રાવકે ભોજનને અવસરે પરમ ભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પોતાને ઘેર લાવવા. અથવા શ્રાવકે પોતાની ઇચ્છાએ આવતા મુનિરાજને જોઈ તેમની આગળ જવું. પછી ક્ષેત્ર સંવેગીનું ભાવિત છે કે અભાવિત છે? કાળ સુભિક્ષનો છે કે દુભિક્ષનો છે? આપવાની વસ્તુ સુલભ છે કે દુર્લભ છે ? તથા પાત્ર (મુનિરાજ) આચાર્ય છે અથવા ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાળ, વૃદ્ધ, રોગી, સમર્થ અથવા અસમર્થ છે? ઇત્યાદિ વિચાર મનમાં કરવો અને હરીફાઈ, મોટાઈ, અદેખાઈ, પ્રીતિ, લજ્જા, દાક્ષિણ્ય, “બીજા લોકો દાન આપે છે માટે મારે પણ તે પ્રમાણે કરવું જોઈએ” એવી ઇચ્છા, ઉપકારનો બદલો વાળવાની ઇચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણ, પશ્ચાત્તાપ વગેરે દાનના દોષ તજવા.
પછી કેવળ પોતાના જીવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી બેતાળીસ તથા બીજા દોષથી રહિત એવી પોતાની સંપૂર્ણ અન્ન પાન વસ્ત્ર આદિ વસ્તુ પ્રથમ ભોજન, પછી બીજી વસ્તુ એવા અનુક્રમથી પોતે મુનિરાજને વિનયથી આપવી અથવા પોતે પોતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઊભા રહી પોતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવું. આહારના બેતાળીશ દોષ પિંડવિશુદ્ધિ નામના ગ્રંથમાં જોઈ લેવા. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછું વળવું. | મુનિરાજનો યોગ ન હોય તો, “મેઘ વિનાની વૃષ્ટિ માફક જો કદાચ મુનિરાજ ક્યાંયથી પધારે તો હું કૃતાર્થ થાઉં એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ જોવું. કેમકે
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જે વસ્તુ સાધુ મુનિરાજને ન અપાઈ તે વસ્તુ કોઈપણ રીતે સુશ્રાવકો ભક્ષણ કરતા નથી, માટે ભોજનનો અવસર આવે દ્વાર તરફ નજર રાખવી.
મુનિરાજનો નિર્વાહ બીજી રીતે થતો હોય તો અશુદ્ધ આહાર આપનાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી, પરંતુ દુભિક્ષ આદિ હોવાથી જો નિર્વાહ ન થતો હોય તો આતુરના દૃષ્ટાંતથી તે જ આહાર બન્નેને હિતકારી છે. તેમજ માર્ગ કાપવાથી થાકી ગયેલા, ગ્લાન થયેલા, લોચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુને ગ્રહણ કરનાર મુનિરાજને ઉત્તરવારણાને વિષે દાન આપ્યું હોય, તે દાનથી બહુ ફળ મળે છે.
આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એવો આહાર જેને જે યોગ્ય હોય તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ (એક વસ્તુથી બનેલું) અને ભૈષજય (ઘણા દ્રવ્યના મિશ્રણથી બનેલું) એ સર્વે વસ્તુ પ્રાસુક અને એષણીય હોય તે મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણા કરવી? તથા ગોચરી શી રીતે આપવી? ઇત્યાદિ વિધિ મેં બનાવેલ શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિથી જાણી લેવો. એ સુપાત્ર દાન જ અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
કહ્યું છે ન્યાયથી ઉપાર્જન કરેલા તથા કલ્પનીય એવા અન્ન-પાન આદિ વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ સાચવીને પરમ ભક્તિથી પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિપૂર્વક સાધુ મુનિરાજને દાન આપવું, તે જ અતિથિસંવિભાગ કહેવાય છે. સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભોગની પ્રાપ્તિ થાય છે. સર્વ સુખની સમૃદ્ધિ થાય છે, તથા ચક્રવર્તિ વગેરેની પદવી પણ મળે છે અને અંતે થોડા સમયમાં જ નિર્વાણ સુખનો લાભ થાય છે. કહ્યું છે કે -
(૧) અભયદાન, (ર) સુપાત્રદાન, (૩) અનુકંપાદાન, (૪) ઉચિતદાન અને (૫) કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલાં બે પ્રકારના દાનથી ભોગ અને સુખપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે અને છેલ્લા ત્રણ પ્રકારા દાનથી માત્ર ભોગસુખાદિ મળે છે.
સુપાત્રનું લક્ષણ આ રીતે કહ્યું છે. ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકો અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે હજારો મિથ્યાષ્ટિ કરતાં એક બાર વ્રતધારી શ્રાવક ઉત્તમ છે અને હજારો બાર વ્રતધારી શ્રાવકો કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હજારો મુનિરાજ કરતાં એક તત્ત્વજ્ઞાની ઉત્તમ છે. તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી અને થશે પણ નહીં. સત્પાત્ર, મોટી શ્રદ્ધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મસાધનની સામગ્રી ઘણા પુણ્યથી મેળવાય છે. ' (૧) અનાદર, (૨) વિલંબ, (૩) પરાક્રમુખપણું, (૪) કડવું વચન અને (૫) પશ્ચાત્તાપ એ પાંચ શુદ્ધ દાનને પણ દૂષિત કરે છે.
(૧) ભ્રમર ઊંચી ચઢાવવી, (૨) દૃષ્ટિ ઊંચી કરવી, (૩) અંતવૃત્તિ રાખવી, (૪) પરાશમુખ થવું, (૫) મૌન કરવું અને (૬) કાળવિલંબ કરવો. એ છ પ્રકારનો નકારો કહેવાય છે.
(૧) આંખમાં આનંદનાં આંસુ (ર) શરીરના રૂવાટાં ઉચાં થવાં, (૩) બહુમાન, (૪) પ્રિય વચન અને (૫) અનુમોદના એ પાંચ પાત્ર દાનનાં ભૂષણ કહેવાય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
રત્નસાર કુમારની કથા.
૨૨૩ સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસારકુમારની કથા છે. રત્નસાર કુમારની કથા.
રત્નવિશાળા નામની નગરીમાં સમરસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં વસુસાર નામનો વેપારી રહેતો હતો તેને વસુંધરા નામે પત્નીથી રત્નસાર નામે પુત્ર થયો. રત્નસાર ઉંમરલાયક થતાં મિત્રો સાથે એક વખત જંગલમાં ગયો. ત્યાં તેણે વિનયંધર નામના આચાર્યને જોયા. આચાર્યને વંદન કરી રત્નસારે પૂછયું “ભગવાન્ ! આ લોકમાં સુખ શી રીતે મળે ?' આચાર્યે કહ્યું “સંતોષ રાખવાથી.” આ સંતોષ બે પ્રકારે છે. એક સર્વસંતોષ અને બીજો દેશસંતોષ. સર્વસંતોષ સાધુ રાખી શકે છે અને દેશસંતોષ એટલે પરિગ્રહ પરિમાણ વ્રત તે ગૃહસ્થો રાખી શકે છે અને તેથી સુખ મળે છે.
સર્વસંતોષ માટે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “સર્વસંતોષ રૂપ દીક્ષા એક માસ પાળે તો વાણવ્યંતર, બે માસ પાળે તો ભુવનપતિ, ત્રણ માસ પાળે તો અસુરકુમાર, ચાર માસ પાળે તો જ્યોતિષી, પાંચ માસ પાળે તો ચંદ્ર-સૂર્ય, છ માસ પાળે તો સૌધર્મ ઈશાન દેવ, સાત માસ પાળે તો સનસ્કુમારદેવ, આઠ માસ પાળે તો બ્રહ્મદેવ લોકવાસી તથા લાંતકવાસીદેવ, નવ માસ પાળે તો મહાશુક્ર તથા સહસ્ત્રારવાસી દેવ, દશ માસ પાળે તો આનતથી અશ્રુતવાસી દેવ, અગ્યાર માસ પાળે તો રૈવેયકવાસી દેવ અને બાર માસ પાળે તો અનુત્તર વિમાનવાસી દેવના સુખથી પણ અધિક સુખ મેળવી શકે છે.
જે માણસ સંતોષી નથી તેને ચક્રવર્તિનું રાજ્ય, અખૂટ ધન કે ભોગ અને ઉપભોગનાં સાધનોથી પણ સુખ મળતું નથી. સુભૂમચક્રવર્તિ, કોણિક, મમ્મણશેઠ, કુમારનંદી સોની વગેરે ઘણી સામગ્રી હોવા છતાં દુઃખી થયા છે; માણસ પોતાનાથી મોટા મોટા માણસોને નજરમાં રાખે ત્યારે પોતે દરિદ્રી લાગે છે. અને જો તે પોતાથી ઉતરતા માણસોને નજરમાં રાખે તો સમૃદ્ધ અને સુખી દેખાય છે. આથી ઇચ્છા મુજબ ધન, ધાન્યનું પરિમાણ ગ્રહણ કરી જીવનમાં સંતોષ રાખવાથી સુખ મળે છે. ધર્મ નિયમ લીધા વિના પાળ્યો હોય તો તેથી થોડું ફળ મળે છે. અને જો તેને નિયમપૂર્વક પાળવામાં આવે તો ઘણું ફળ મળે છે.
જેમ કૂવામાં થોડું થોડું પણ પાણી નિયમિત આવે છે તો તેથી તે કૂવો હંમેશાં પાણીવાળો રહે છે. પણ તળાવ વિગેરેમાં પાણી નવું નહિ આવતું હોવાથી તે દિવસે ખૂટી જાય છે. તેમજ વ્રત નિયમ પૂર્વક લેવાથી સંકટ સમયે પણ તેનું પાલન થાય છે અને નિયમ વગર સારી અવસ્થામાં પણ પ્રમાદથી ધર્મકૃત્યો મુકાઈ જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “ધર્મનું જીવિત દેઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગ માણસનું જીવિત જાવું, જલનું જીવિત શીતલપણું, અને ભોજનનું જીવિત ઘી છે માટે ડાહ્યા પુરુષોએ ધર્મકરણીનો નિયમ લેવામાં તથા લીધેલા નિયમને દઢતાથી પાળવામાં ખૂબ પ્રયત્ન કરવો જોઈએ જેથી ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
રત્નસાર કુમારે ગુરુની વાણી સાંભળી પરિગ્રહ પરિમાણ વ્રત લીધું. તે આ પ્રમાણે - એક લાખ રત્ન, દશ લાખ સુવર્ણ, મોતી તથા પરવાળાના આઠ આઠ મુડા, આઠ ક્રોડ સોનૈય, દશ હજારભાર રૂપું વિગેરે ધાતુઓ, સો મુડા ધાન્ય, એક લાખ ભાર કરિયાણાં, છ ગોકુળ, પાંચસો ઘર તથા દુકાન, ચારસો વાહન, એક હજાર ઘોડા, સો હાથી આટલું પોતાની માલીકીનું રાખવું. આથી વધારે સંગ્રહ ન કરવો. મારે રાજ્ય ન સ્વીકારવું તથા રાજ્યનો વ્યાપાર ન કરવો.’ આ નિયમ અતિચાર રહિત તે પાળવા લાગ્યો.
રત્નસારકુમાર સમય જતાં એક વખત મિત્રો સાથે “રોલંબલોલ' નામના બગીચામાં આવ્યો અને ત્યાં તેણે એક કિન્નર યુગલને જોયું. તે દેખી રત્નસારે હાસ્યથી કહ્યું “આનો આકાર માણસનો છે અને મોટું ઘોડાનું છે. ખરેખર આમ કોઈ તિર્યંચ હશે અગર કોઈ દેવતાનું વાહન હશે.' કિન્નરે કહ્યું “કુમાર ! હું વ્યંતર દેવ છું. હું તિર્યંચ નથી, પણ તું તિર્યંચ સરખો છે. કારણ કે તારા પિતાએ તને એક દેવતાઈ સમરાંધકાર અશ્વથી દૂર રાખ્યો છે. આ અશ્વ તારા પિતાને દ્વિપાન્તરમાંથી મળ્યો હતો. તે એક દિવસમાં સો ગાઉ જાય છે. કુમાર ! બોલ. હું તિર્યંચ કે તું. જેને પોતાના પિતા પાસે કઈ કિંમતી વસ્તુ છે તેનું પણ પોતાને ભાન નથી.’ આમ કહી કિન્નર કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગયો.
કુમાર ઘેર આવી બારણા બંધ કરી પલંગમાં બેઠો. પિતાએ આવી પૂછ્યું પુત્ર ! તને શું દુઃખ થયું છે? તું કહે તો સમજણ પડે અને તે દૂર કરી શકાય.” પુત્રે કિન્નરે કહેલી વાત કહી. પિતાએ કહ્યું “પુત્ર ! મારે તારાથી અધિક શું હોય ? અશ્વને છૂપો રાખવાનું કારણ તું અશ્વ ઉપર બેસી બહાર ફરે અને અમને તારો વિયોગ થાય તેથી અમે તારાથી અશ્વને છૂપો રાખ્યો છે. છતાં તારો આગ્રહ હોય તો ભલે તે અશ્વ આજથી હું તને આપું છું.'
રત્નસારકુમારે પિતા પાસેથી અશ્વ મેળવ્યો અને તે ધરિત, વહ્નિત, પ્લત અને ઉત્તેજિત વિગેરે ગતિમાં અશ્વને ફેરવવા લાગ્યો. આ પછી તેણે આસ્કંદિત નામની પાંચમી ગતિમાં અને ફેરવ્યો કે તુર્ત તે સર્વ ઘોડાઓને પાછળ મૂકી પવનની જેમ ત્વરિત ગતિએ અદશ્ય થયો.
આ અરસામાં વસુસાર શેઠને ત્યાં પાંજરામાં રહેલ પોપટ બોલ્યો “હે તાત ! રત્નસારની સાથે જવાનું મારું મન થાય છે. કારણ કે તેની સાથે હું હોઉં તો તેમને સહાય કરું અને વિનોદ કરાવું.” શેઠે સંમતિ આપી. પોપટ ઉડ્યો. અને જોતજોતામાં રત્નસારને જઈ મળ્યો. આમ ફરતાં ફરતાં રત્નસાર સબરસેના નામની મોટી અટવામાં આવ્યો. અહીં તેણે ઘણાં કૌતુક જોયાં પણ આ સર્વ કરતાં અતિ કૌતુક તો તેણે ત્યાં એક તાપસકુમારને જોયો તે હતું.
તાપસકુમાર રત્નસારને દેખી હિંડોળા ઉપરથી હેઠો ઉતર્યો. પગે લાગ્યો અને મિત્ર સમાન પૂછવા લાગ્યો ‘તમે કોણ ? તમારા મા-બાપ કોણ ? અને તમે ક્યાંના વતની છો ?' તેવામાં પોપટ વચ્ચે બોલ્યો “તાપસકુમાર ! આ બધું નિરાંતે પૂછજો. અત્યારે તો તેમનો આદરસત્કાર કરો.” તાપસકુમારે રત્નસાર અને પોપટનું ભિન્નભિન્ન ફળ, પુષ્પ અને શીતજળથી આતિથ્ય કર્યું. અશ્વને પણ તેને યોગ્ય ખોરાક આપી તૃપ્ત કર્યો.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૫
રત્નસાર કુમારની કથા.
આ પછી પોપટે તાપસકુમારને પૂછયું ‘તાપસકુમાર ! તમારી નવયૌવન કાયા છે. સુકોમલ શરીર છે. ભાગ્યવાન લલાટ છે તો તમારે શા કારણે તાપસ વ્રત સ્વીકારવું પડ્યું ?’ તાપસકુમારને જવાબ આપતાં આંખમાં ઝળઝળીયાં આવ્યાં. કંઠ ભરાઈ ગયો, તે બોલ્યો જગતમાં પંડિત, શૂરવીર અને ધનાઢ્ય ઘણા માણસો વસે છે. પણ તમારા જેવા પારકા દુઃખે દુ:ખી થનાર તો કોઈક જ હોય છે.' આ વાત કરે છે તેટલામાં તો પવન ચઢી આવ્યો અને તેમાં રત્નસાર અને પોપટની દૃષ્ટિ બંધ કરી તે પવન તાપસકુમારને ઉપાડી ગયો. પોપટ અને રત્નસારને આમાં કાંઈ ખબર ન પડી. માત્ર ‘કુમાર ! મારૂં રક્ષણ કરો ! બચાવો બચાવો !' આ શબ્દ સિવાય તેમણે બીજું કાંઈ સાંભળ્યું નહિ.
રત્નસારે પવનના વંટોળમાં તાપસકુમારને શોધવા ઘણા ફાંફાં માર્યા પણ તે સર્વે નિષ્ફળ ગયાં. પોપટે કુમારને કહ્યું ‘કુમાર ! આ કોઈ દૈવી કરામત છે, આમાં આપણું ગજું નથી, પવન તાપસકુમારને કેઈ જોજન દૂર લઈ ગયો હશે.' આ પછી કુમાર તાપસકુમારની શોધ કરતો અટક્યો પણ તેના રટણથી ન અટક્યો એટલે ફરી પોપટે કહ્યું, ‘કુમાર ! માનો કે ન માનો ! મને તો તાપસકુમાર એ કોઈક કન્યા લાગે છે. કારણ કે તેનું વૃત્તાંત પૂછતાં તેણે આંખમાંથી આંસુ કાઢ્યાં હતાં. અને આંસુ કાઢવાં તે સ્ત્રીને સુલભ વસ્તુ છે. હું માનું છું કે કોઈક કન્યાને દેવે હરી તાપસકુમારનું રૂપ આપેલું અને તેણે જ પવનનું રૂપ કરી આપણને રહેવા દઈ તેને હરી લીધો. કુમાર ! ખેદ ન કરો. તાપસકુમાર કન્યા હશે તો જરૂર તને જ પરણશે તે મને નિશ્ચિંત લાગે છે.’
રત્નસાર પોપટની યુક્તિયુક્તવાણી સાંભળી આનંદ પામ્યો. અને અનુક્રમે પૃથ્વીના વિવિધ આશ્ચર્યોને જોતો પોપટ સહિત એક ઉદ્યાનમાં આવ્યો. અહિં તે ઉદ્યાનમાં રહેલ ઋષભદેવ ભગવાનના મંદિરમાં પ્રવેશી તેમની પૂજા કરી પોતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યો. એટલામાં અપ્સરા સરખી એક કન્યા મંદિરમાં પ્રવેશી. તે ભગવાનની ભક્તિથી વંદના કરી મયૂર ઉપર બેસી નૃત્ય કરવા લાગી. પોપટ અને કુમાર તેની ભક્તિ અને નૃત્યમાં તન્મય બન્યા. પાછા વળતાં કુમારે તે સ્ત્રીને તેનો વૃત્તાંત પૂછયો. સ્ત્રીએ કુમારના અતિ આગ્રહથી કાંઈક આશ્ચર્ય, કાંઈક દુ:ખ, કાંઈક ભય અને કાંઈક આનંદ એમ મિશ્રિત ભાવે પોતાનો વૃત્તાંત કહેવા માંડ્યો. તે આ રીતે ઃ
કનકપુર નગરમાં કનકધ્વજ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને કુસુમસુંદરી નામે રાણી હતી. એક વખત કુસુમસુંદરી આરામથી સુતી હતી ત્યારે તેણે રતિ અને પ્રીતિનું જોડું કામદેવના ખોળામાંથી ઉઠી પોતાના ખોળામાં આવી બેઠું તેવું સ્વપ્રમાં જોયું. કુસુમસુંદરીને જાગૃત થતાં સ્વપ્રનો ભાવ તરવરવા લાગ્યો. તે રાજા પાસે ગઈ અને તેણે સ્વપ્રની સર્વ વાત કહી. રાજાએ વિચારી સ્વપ્રનું ફળ જણાવતાં કહ્યું હે સુંદરી ! તારે રતિ પ્રીતિ સરખું સ્વરૂપવાન કન્યાયુગલ થશે.' કુસુમસુંદરી આનંદ પામી. તે ત્યારથી ગર્ભવતી થઈ, પૂર્ણ સમયે તેણીએ પુત્રી યુગલનો જન્મ આપ્યો.
રાજાએ પ્રથમ પુત્રીનું નામ અશોકમંજરી અને બીજીનું નામ તિલકમંજરી એવું પાડ્યું. દિવસો જતાં બન્ને કન્યાઓ કળાઓ સાથે વધવા લાગી તેમનું રૂપ અને યૌવન ખીલી નીકળ્યું અને જાણે આંખની બે સરખી કીકીઓ હોય તેવી બે કન્યાઓ દેખાવા લાગી.
૨૯
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
કનકધ્વજરાજા કન્યાઓને યૌવન પરિણત દેખી વિચારવા લાગ્યો કે, આમને માટે હું યોગ્યવર ક્યાંથી શોધી કાઢીશ ? ખરેખર કન્યાના પિતાને ગમે તેવી સારી કન્યા હોય તો પણ દુ:ખ જ હોય છે. સૌ પ્રથમ ‘કન્યા થઈ' તે શબ્દ સાંભળતાં ચિંતા થાય છે મોટી થતાં તે કોને આપવી એવી ચિંતા મનમાં રહે છે અને લગ્ન કરાવ્યા પછી પણ ભર્તારને ઘેર સુખે રહેશે કે નહિ અગર ત્યાં તેને શું સુખ દુ:ખ મળશે ? તેથી પિતાનું ચિત્ત ચિંતાથી ઘેરાય છે.
૨૨૬
વસંતઋતુ બેઠી, સર્વ બાજુ વનરાજી ખીલી કનકધ્વજ રાજા પુત્રીઓ અને સ્ત્રી સહિત ઉદ્યાનમાં ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં એક હિંડોળા આગળ આવ્યો. અહિં અશોકમંજરી હિંડોળા ઉપર ચઢી અને તિલકમંજરીએ તેને હિંચકો નાંખ્યો. હિંડોળે ચઢેલી અશોકમંજરીએ તરૂણ પુરુષોનાં મન અને નેત્રોને પણ હિલોળે ચઢાવ્યાં હોય તેમ હીંચકા ખાવા લાગી. એવામાં ત્રડન્નડ અવાજ કરતો હિંચકો તૂટયો. લોકો શું થાય છે ? તે જુએ તેટલામાં તો અશોકમંજરી હિંચકા સાથે આકાશમાં દૂર દૂર જતી દેખાઈ. લોકોએ કોલાહલ અને બૂમરાણ કરી મૂકી પણ અશોકમંજરીને હરણ કરનાર કોણ છે તે કોઈ શોધી શક્યું નહિ.
કનકધ્વજ રાજા પુત્રીના હરણથી શોકાકુલ થયો. બહેનના હરણથી તિલકમંજરી જમીન ઉપર મૂર્છા ખાઈ પડી. માતા કુસુમસુંદરી પણ નિશ્ચેષ્ટ બની વિલાપ કરવા લાગી. અશોક નામ ધારી વૃક્ષો પણ શોક કરતા હોય તેમ દેખાવા લાગ્યાં. આમ આખું ઉદ્યાન શોકવાળું થયું. માતા, પિતા, તિલકમંજરી અને લોકોના દુઃખને સહન નહિ કરી શકવાથી સૂર્ય પણ શરમિંદો બની આથમ્યો. ચંદ્રે શીતલતા વર્ષાવી. આ પછી એક બીજા એક બીજાને આશ્વાસન આપી સૌ સ્વસ્થ બન્યાં.
આ પછી પાછલી રાત્રે તિલકમંજરી ઉઠી અને સખીનો પરિવાર સાથે લઈ ગોત્રદેવી ચક્કેશ્વરીના મંદિરમાં ગઈ ત્યાં તેણે દેવીની ભક્તિ કરી તેની પ્રત્યે બોલી ‘હે માતા ! તું અમારા કુળનું રક્ષણ કરનાર છે. અશોકમંજરીના હરણથી અમે સૌ દીન અને અનાથ બન્યાં છીએ જો તું આનો જવાબ નહિ આપે તો હું તારે બારણે આમરણાંત ઉપવાસ કરીશ. કારણ કે મને બહેન વિના જીવવામાં રસ રહ્યો નથી.' ચક્રેશ્વરી દેવી તિલકમંજરીની ભક્તિ, શક્તિ અને યુક્તિથી પ્રસન્ન થઈ બોલી ‘હે તિલકમંજરી ! તારી બહેન ક્ષેમકુશળ છે. એક માસમાં તેની શુદ્ધિ તને આપોઆપ મળશે. તેજ વખતે તારો અને એનો મેળાપ થશે.'
આ નગરીની પશ્ચિમ દિશાએ એક ભયંકર અટવી છે તે અટવીમાં ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ છે. તે પ્રાસાદમાં રહેલ પ્રતિમાની તું હરહંમેશ પૂજા કર જેથી તારૂં વિઘ્ન દૂર થશે. અને તારી બહેન તને ત્યાં મળશે.’ તિલકમંજરીએ કહ્યું ‘માતાજી ! દૂર રહેલ આ મંદિરે હું દરરોજ શી રીતે જાઉં ? અને પાછી શી રીતે આવું ?’ ‘હે સુંદરી ! તે માટે તું ગભરાઈશ નહિ. મારો સેવક ચંદ્રચૂડ દેવ મારા હુકમથી મયૂરનું રૂપ કરી તને રોજ લઈ જશે અને પાછી લાવશે.’ એટલામાં તો મયૂરપક્ષી પ્રગટ થયો. અને મને ઉપાડી અહિં લાવ્યો. આમ હું રોજ પૂજા કરવા આવું છું અને પાછી જાઉં છું કુમાર ! દેવીએ જણાવેલ અટવી તે આ અટવી છે. તિલકમંજરી તે હું છું અને મારે શા માટે રોજ આવવું જવું પડે છે. તેનું કારણ તમે જાણ્યું. દેવીએ બતાવેલ મહિનાની અવિધ આજ પુરી થઈ છે છતાં હજુ સુધી મને મારી બેનના નામની પણ ભાળ મળી નથી. કુમાર ! તમે જગતમાં ફરતાં મારા સરખા રૂપવાળી કોઈ કન્યાને જોઈ છે ખરી ?'
Page #251
--------------------------------------------------------------------------
________________
રત્નસાર કુમારની કથા.
૨૨૭ રત્નસારકુમારે જવાબ આપ્યો; “તિલકમંજરી ! રૂપમાં શ્રેષ્ઠ એવી તારા જેવી કે તારા રૂપના અંશવાળી પણ મેં કન્યા જોઈ નથી, પણ શબરસેના અટવીમાં રૂપ આકાર અને વાણીમાં તારા સરખો એક તાપસકુમાર જોયો હતો. આ વાતને સંભારતાં મને પણ દુઃખ થાય છે અને લાગે છે તું જ પુરુષનો વેષ લઈ તાપસકુમાર હશે અગર તું વાત કહે છે તે ઉપરથી જણાય છે તેજ તારી બહેન તાપસકુમાર રૂપે હશે.” એટલામાં વચ્ચે પોપટ બોલ્યો “રાજકુમાર ! મેં પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે તે તાપસકુમાર કન્યા જ છે તેમજ નિમિત્તથી પણ જાણી હું જણાવું છું કે આજે કોઈપણ રીતે તિલકમંજરીને તેની બહેનનો મેળાપ થશે.”
એટલામાં ભયથી થરથર કંપતી કોઈક હંસલી આકાશમાંથી કુમારના ખોળામાં પડી. અને મનુષ્ય ભાષામાં બોલવા લાગી. કુમાર ! મારી રક્ષા કરો હું તમારે શરણે આવી છું. ઉત્તમ પુરુષો શરણાગતનું સર્વશક્તિથી રક્ષા કરે છે.' કુમારે કહ્યું, “હે દિવ્યપક્ષી હંસી તું જરા પણ ભય ન પામ. રાજા, વિદ્યાધર, દેવ કે ઈન્દ્ર કોઈ તને હેરાન નહિ કરે અને તને મારી પાસેથી કોઈ નહિ લઈ જાય. હું મારા પ્રાણથી પણ તારી રક્ષા કરીશ.' ત્યાં તો આકાશમાં ક્રોડો વિદ્યાધરો કુમાર ઉપર હુમલો લઈ આવતા દેખાયા. પોપટ આગળ થયો. અને ત્રાડ નાંખી વિદ્યાધરોને કહેવા લાગ્યો, “હે વિદ્યાધર સુભટો ! તમે કોની સામે હુમલો લઈ જાઓ છો તેમની તમને ખબર નથી. દેવતાથી ન જીતાય તેવા કુમારને સતાવશો તો તમારે અહિંથી ભાગવું જ ભારે પડશે.' વિદ્યાધરોએ વિચાર્યું કે “આપણે ઘણા યુદ્ધ ખેલ્યાં છે, ઘણી ત્રાડો સાંભળી છે પણ આજે જે ભય આપણા હૃદયમાં થાય છે તેવો ભય પ્રથમ જ જભ્યો નથી. જરૂર આ કુમાર માનવ નહિ પણ દેવ હોવો જોઈએ. અને વધુ શક્તિશાળી સાથે યુદ્ધ ખેલી નાહક શા માટે આપણે આપણા પ્રાણ ખોવા જોઈએ ?' વિદ્યાધર સુભટો રાજા પાસે ગયા અને સર્વ બનેલ વાત કહી. વિદ્યાધરેન્દ્રને ક્રોધ ચઢયો અને તે બોલ્યો. “પોપટ કે કુમાર ગમે તે હોય તેની તમે શા માટે દરકાર કરી, હું જાતે જાઉં છું અને મારું બળ બતાવું છું.' વિદ્યામાયાથી તેણે દસ મસ્તક વસ ચક્ષુ અને વીસ હાથવાળું રૂપ વિકવ્યું. દરેક હાથમાં જુદાં જુદાં દિવ્ય શસ્ત્રો અને દરેક મુખ તથા આંખથી જુદી જુદી ચેષ્ટા કરનાર યમ સરખો, પ્રલયના ઉત્પાત સમાન વિદ્યાધર કુમાર પાસે આવ્યો અને બોલ્યો નિર્લજ્જ ! પ્રાણથી પણ હાલી મારી હંસીને તું મુકી દે, નહિતર કમોતે મૃત્યુ પામીશ.”
પિશાચસરખા રૂપવાળા વિદ્યાધરેન્દ્રને દેખી પોપટ શંકાથી, મયૂર પક્ષી કૌતુકથી, તિલકમંજરી ત્રાસથી અને હંસી ભયથી કુમારના મુખ તરફ જુએ છે. તેટલામાં કુમારે તે વિદ્યાધરેન્દ્રને કહ્યું ‘તું ફોગટ શા માટે બીવરાવે છે. આવા રૂપથી બાળકો બીવે છે. શૂરવીરને તો બળની ગણતરી હોય છે. સામાન્ય પક્ષીઓ તાળોટા તાળીઓ પાડવાથી ઉડી જાય છે. પણ મઠમાંના પક્ષી ઢોલ પીટાય તો પણ ઉડતા નથી. હજી પણ હું કહું છું કે, “તું ચાલ્યો જા, નહિ તો તારા દશે મસ્તકો દશ દિપાલોને બલિરૂપે આપીશ.”
આ પછી બન્ને વચ્ચે ઘોર સંગ્રામ થયો. ચંદ્રચૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મુકી શીધ્ર દેવતાઈ રૂપ વિકવ્યું. તેણે એક પછી એક શસ્ત્રો કુમારના હાથમાં મુક્યાં કુમાર અને વિદ્યાધરેન્દ્ર આકાશને બાણ અને વિવિધ શસ્ત્રોથી છાઈ નાંખ્યું. આમ થોડો વખત તો સેલ્લ, બાવલ, તોમર વગેરે બાણોનું યુદ્ધ ચાલ્યું. પણ પછીથી વિદ્યાધરેન્દ્ર અનેક વિદ્યાઓ મુકી યુદ્ધ કરવા માંડ્યું. કુમારે
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ તેની સર્વ વિદ્યાઓ પ્રતિવિદ્યાઓ મુકી નિષ્ફળ કરી. છેવટે કુમારે વિદ્યાધરેન્દ્ર સામે જોયું તો ચારે બાજુ વિદ્યાધરેન્દ્ર રાજા સિવાય તેને કાંઈ ન દેખાયું કુમારે ચારે બાજુ બાણો ફેંકયાં. ચંદ્રચૂડે મુગર લઈ વિદ્યાધરના મુખ્યરૂપ ઉપર પ્રહાર કર્યો કે તુર્ત તેની બહુરૂપ ધારણ કરનાર મહાવિદ્યા નાસી ગઈ. વિદ્યાધરેન્દ્ર તેની સાથે જ ભાગ્યો અને કુમારનો જય જયારવ થયો.
કુમાર અને દેવતા આવાસે આવ્યા. હંસીએ આવતાં વેત “હે ક્ષમાશીલ, દયાળુ પરદુઃખભંજન કુમાર ! તમે જયવંતા વર્તો, મારે કાજે તમે જે ઘોર કષ્ટ અને યાતના સહન કરી છે તેની મને ક્ષમા આપજો' કુમારે કહ્યું “હે પક્ષી શરણાગતની રક્ષા કરવી એ વીરપુરુષોની ફરજ છે. પણ મનુષ્યભાષાએ બોલનાર હે પશિ ! તું કોણ છે ? અને તારૂં સ્વરૂપ શું છે, તે કહે,” હંસી કહેવા લાગી.
“હે કુમાર રથનપૂર નગરનો તરૂણીમૃગાંક નામે સ્ત્રીલંપટ વિદ્યાધર રાજા છે. એક વખત તે આકાશ માર્ગે જતો હતો તેવામાં તેણે કનકપુરીમાં હીંચકા ખાતી અશોકમંજરી નામે કન્યાને જોઈ. અને જોતાં જ તે મુગ્ધ બન્યો અને અશોકમંજરીને હીંચકા સાથે ઉપાડી શબરસેના અટવીમાં લાવ્યો. ત્યાં તેણે અશોકમંજરીને કહ્યું કે, “તું બીશ નહિ, હું તને મારી પ્રાણપ્રિયા બનાવવા ઇચ્છું છું.” કુંવરી કાંઈ પણ બોલી શકી નહિ. વિદ્યાધરે માન્યું કે સમય જતાં ઠેકાણે આવશે એમ માની તેનું રૂપ પરાવર્તન કરી તાપસકુમાર બનાવી ત્યાં રાખ્યો. અહિ તમારો તાપસકુમાર સાથે સમાગમ થયો અને વિશ્વાસથી તાપસકુમારે તમને વાત કરે તેટલામાં તો તેણે પવન વિતુર્વી તેને ઉપાડ્યો અને ધમકાવી તેને કહેવા લાગ્યો, “હું તારી ઉપર આટલો પ્રેમ રાખું છું છતાં તું મારો તિરસ્કાર કરે છે અને આ રત્નસારકુમાર સાથે પ્રેમથી વાતો કરતી હતી અશોકમંજરીએ ધર્ય ધારણ કરી કહ્યું “હે વિદ્યાધરેન્દ્ર બળાત્કારે પ્રેમ સધાતો નથી.' વિદ્યાધરને ઘડીકવાર ક્રોધ ચઢ્યો પણ તુર્ત ભૂલીને તેણે અશોકમંજરીને મનુષ્યભાષા બોલનારી હંસી બનાવી. આ વાતની બધી જાણ વિદ્યાધરની સ્ત્રી કમલાને થઈ, તેને ઈર્ષા ઉપજી અને તેથી તેણે એક વખત સમય જોઈ હંસીને છોડી મુકી. તે હંસી ત્યાંથી શરણાર્થી આપના ખોળામાં આવી પડી અને વિદ્યાધરથી બચાવવાની તેણે આપની પાસે માગણી કરી. હે કુમાર ! તે મનુષ્યભાષા બોલનાર હંસી હું પોતે છું.” - તિલકમંજરી પોતાની બહેનનો વૃત્તાંત સાંભળી ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી અને બોલી “તે આ બધું દુઃખ શી રીતે સહન કર્યું? આ તિર્યચપણું તને પ્રાપ્ત થયું અને તે શી રીતે દૂર થશે ?' તિલકમંજરી વિલાપ કરે છે તેવામાં ચંદ્રચૂડદેવે હંસી ઉપર પાણી છાંટી પૂર્વવત્ અશોકમંજરી બનાવી. આ પછી બન્ને બેનો હર્ષથી એકબીજાને ભેટી પડી.
કુમારે કૌતુકથી કહ્યું “તિલકમંજરી ! બીજું તો ઠીક પણ આ બન્ને તમો બેનોને ભેગી કરી આપી તેનું અમને કાંઈ ઈનામ મળવું જોઈએ. તિલકમંજરીએ કહ્યું હું આપને સર્વસ્વ આપું તો પણ આપનો ઉપકાર વળી શકે તેમ નથી.” એમ કહી તેણે પોતાનો મોતીનો હાર કુમારના ગળામાં પહેરાવ્યો. કુમારે પ્રેમભીની દૃષ્ટિથી તેનો સ્વીકાર કર્યો, આજ અવસરે ચંદ્રચૂડદેવે કહ્યું, “કુમાર ! તિલકમંજરી અને અશોકમંજરી શરમાય છે તે તને મનથી વરેલ છે માટે તું તેમનું પાણિગ્રહણ કર.”
Page #253
--------------------------------------------------------------------------
________________
રત્નસાર કુમારની કથા.
૨૨૯ ચંદ્રચૂડદેવે વિવાહની સામગ્રી ઉભી કરી ચક્રેશ્વરી દેવી પણ જ્ઞાનથી જાણી ત્યાં તુર્ત આવી. અને આ પછી લગ્નવિધિ આરંભાઈ લગ્ન બાદ ચક્રેશ્વરી દેવીએ ત્યાં સૌધર્માવલંસક વિમાન જેવો પ્રાસાદ દેવમાયાથી આંખના પલકારામાં ઉભો કર્યો અને આ પ્રાસાદમાં રત્નસારકુમાર બે સ્ત્રીઓ સાથે દોગંદક દેવની જેમ વિષયસુખ ભોગવવા લાગ્યો.
આ તરફ ચંદ્રચૂડદેવ દ્વારા કનકધ્વજ રાજાને પોતાની પુત્રીઓના સમાચાર અને લગ્નોત્સવની ખબર પડી રાજા હર્ષ પૂર્ણ બની રત્નસારકુમારના આવાસમાં આવ્યો. કુમાર, પોપટ અને તેની બે પુત્રીઓએ રાજાનું અને તેના પરિવારનું અપૂર્વ સ્વાગત કર્યું. રાજાએ થોડા દિવસ બાદ પોતાને નગરે પધારી કૃતાર્થ કરવાની માગણી કરી. કુમારે રાજાની માંગણી કબુલ રાખી પ્રયાણ કર્યું અને થોડા દિવસમાં મહોત્સવપૂર્વક કનકપુર નગરમાં પ્રવેશ કર્યો. રાજાએ કુમારને અનેક ભેટણાં અને એક સુંદર આવાસ આપ્યો કુમારે અહિં એક વર્ષ ક્ષણની જેમ પસાર કર્યું.
એક વખત કુમાર પોપટની સાથે વાતચીત કરી સુખશધ્યામાં સુતો હતો તેવામાં મધ્યરાત્રિએ કોઈ ચોર તેના શયનખંડમાં દાખલ થયો. ભાગ્યવશાત્ કુમારની આંખો ઉઘડી ગઈ. તેણે જોયું તો ઘરમાં સમગ્ર બારણાં બંધ હતાં અને કોઈક માણસ ઘરમાં ફરતો હતો. કુમાર વિચાર કરે તેટલામાં તે માણસ બોલ્યો. “કુમાર ! સંગ્રામ કરવા તૈયાર થા. વાણીયાના પુત્રને તો આવું પરાક્રમ છાજે ખરૂં' તેમ બોલતો પોપટનું પાંજરૂ ઉપાડી તે ચાલવા માંડ્યો. કુમાર પાછળ પડ્યો પણ જોતજોતામાં તે તેને દૂર સુધી લઈ ગયો અને પછી પોપટ સહિત આકાશમાં ચાલ્યો ગયો. કુમારને ખુબ ખેદ થયો, પરમમિત્ર પોપટનું નામ સંભાળી તે ખેદ કરવા લાગ્યો.
ચોર જે દિશાએ ઉડ્યો હતો તે દિશાએ કુમાર સર્વ ઠેકાણે ફર્યો પણ પોપટ કે ચોરની ભાળ ન મળી તેણે માન્યું કે જરૂર કોઈ દેવ કે વિદ્યાધર મારો વેરી જાગ્યો છે અને તે પોપટને ઉઠાવી ગયો. આમ ફરતાં ફરતાં આખો દિવસ પસાર કર્યો. રાત્રી પસાર કરી આગળ ચાલ્યો ત્યાં બીજે દિવસે તેણે એક સ્વર્ગ સમાન નગર જોયું. નગરના દરવાજે પેસતાં જ એક મેનાએ કુમારને રોક્યો અને કહ્યું કે “કુમાર ! નગરમાં પ્રવેશ કરો નહિ કારણ કે આ નગરમાં પ્રવેશ કરનારને રાક્ષસ મારી નાંખે છે. આના સંબંધી વિગત આ પ્રમાણે છે :
આ રત્નપુર નામનું નગર છે. તે નગરનો રાજા પુરંદર નામે હતો. નગરમાં કોઈક ચોર ઠેર ઠેર ચોરી કરી નગરને રંજાડતો હતો. તલારક્ષ વિગેરે ચોરને પકડી શકતા નહોતા. આથી પ્રજાએ રાજા આગળ પોકાર ઉઠાવ્યો. રાજાએ ચોરને પકડવાનું માથે લીધું. એક વખત મુદ્દામાલ સાથે ચોરી કરી નાસતા ચોરને રાજાએ દીઠો. રાજાએ તેનો પીછો પકડ્યો ચોર એક મઠમાં ભરાયો. મઠનો અધિપતિ તાપસ ઉંઘતો હતો તેનો લાભ લઈ ચોર મુદ્દામાલ તાપસ આગળ મુકી નાસી ગયો. રાજાએ તાપસને મુદ્દામાલ સાથે પકડ્યો. તાપસે ઘણી આજીજી કરી પણ રાજાએ તે ન માની અને તેને શૂળીએ ચઢાવ્યો. તાપસ મૃત્યુ પામી રાક્ષસ થયો. તેને પૂર્વર યાદ આવ્યું. તેણે તુર્ત રાજાને મારી નાંખ્યો અને લોકોને નસાડી મૂક્યા છે. નગર ધન ધાન્યથી ભરપુર છે પણ કોઈ પ્રવેશ કરતું નથી. કારણ કે જે પ્રવેશે છે તેને રાક્ષસ મારી નાંખે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ : પ્રથમ પ્રકાશ રત્નસારકુમાર નગરમાં દાખલ થયો તેણે નગરને ધનધાન્યથી ભરેલું અને સુવર્ણ તથા રત્નથી ભરપૂર દેખ્યું. અનુક્રમે તે રાજમહેલમાં ગયો ત્યાં તેણે સુની સુંદર શય્યા જોઈ કુમાર તેમાં સુતો કે તુર્ત ઉંઘી ગયો. રાક્ષસ ધમપછાડા કરતો ત્યાં આવ્યો. તેણે કુમારને ઘસઘસાટ ઉંઘતો જોયો. હું, આને કઈ રીતે મારૂં? તે વિચાર કરવા લાગ્યો. પછી તુર્ત તે વિચાર બદલી તે તેના ભૂતોના ટોળાને તેડી લાવ્યો. ભૂતોના અવાજે કુમારની ઉંઘ ઉડી ગઈ. તેણે રાક્ષસને કહ્યું “રાક્ષસરાજ ! હું ઘસઘસાટ ઉંઘતો હતો તમે મારી ઉંઘ ભાંગી તમે ઘોર પાપ કર્યું છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે -
૧. ધર્મની નિંદા કરનાર, ૨. પંકિતનો ભેદ કરનાર, ૩. વગર કારણે નિદ્રાનો છેદ કરનાર, ૪. ચાલતી કથામાં અંતરાય કરનાર અને ૫. જરૂર વિના રસોઈ કરનાર એ પાંચે પુરુષો મહાપાપી ગણાય છે. માટે પાછી મને ઉંઘ આવે તે સારૂ મારા પગના તળીયે તેલ મસળો.” રાક્ષસ સ્થિર થયો. તે વિચારવા લાગ્યો કે આને મારો કે ભૂતોનો નથી જરાપણ ક્ષોભ કે નથી જરાપણ ભય. જરૂર કોઈ આ મહાન સિદ્ધિ સંપન્ન પુરુષ હોવો જોઈએ. ભલે તેના કહ્યા મુજબ સેવા કરૂં.
રાક્ષસે તેલ લઈ કુમારનાં પગનાં તળીયાં મસળવા માંડ્યા. થોડીવારે કુમાર બેઠો થયો. અને કહેવા લાગ્યો. “રાક્ષસરાજ ! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું તમે માગો તે આપીશ.' રાક્ષસના આશ્ચર્યમાં વધારો થયો. તે વિચારવા લાગ્યો. હું દેવ અને આ માનવ, માનવ ઉપર દેવ પ્રસન્ન થાય તે તો જાણ્યું છે. પણ આ મારા ઉપર પ્રસન્ન થઈ મને વરદાન માગવાનું કહે છે. આતો કોઈ અજબ પુરુષ છે. તે બોલ્યો “કુમાર ! મને વરદાન આપ્યું છે તો હું માનું કે તમે આ નગરના રાજવી થાઓ અને સુખ વૈભવ ભોગવો.”
કુમાર ઘડીકમાં વિચાર મગ્ન બન્યો, તેને ગુરુ પાસે રાજ્ય નહિ સ્વીકારવાનું લીધેલ વ્રત યાદ આવ્યું, બીજી તરફ રાક્ષસને આપેલ વચન પણ યાદ આવ્યું. તેણે રાક્ષસને કહ્યું, “રાક્ષસરાજ ! તમે મને રાજય આપો છો પણ મેં પૂર્વે વ્રત લીધું હોવાથી રાજ્ય લઈ શકું તેમ નથી.' રાક્ષસને આ વચન સાંભળી ક્રોધ ચઢ્યો, તેણે કુમારને ઉપાડયો અને આકાશમાંથી સમુદ્રમાં ફેંક્યો, સમુદ્રમાં પટકાઈ કુમાર બહાર આવતાં ફરી તેનો પગ ઝાલી અદ્ધર કર્યો અને બોલ્યો, “કુમાર ! એક બાજુ વરદાન આપે છે અને બીજી બાજુ વ્રતની વાત કરે છે. તમે અત્યારે શિલા સાથે અફાળી મારી નાંખું છું.' કુમારે કહ્યું, “રાક્ષસરાજ ! જરાપણ વિલંબ કર્યા વિના તમને ઉચિત લાગે તે કરો, પણ હું મારું વ્રત છોડીશ નહિ.” રાક્ષસે કુમારનો દેઢ નિશ્ચય જાણ્યો. તેણે રાક્ષસરૂપ સંદર્યું. અને અસલ દેવરૂપે પ્રગટ કર્યું અને કહ્યું, “કુમાર ! હું ચંદ્રશેખર દેવ છું. એક પ્રસંગે હરિર્ઝેગમેષી દેવને મેં પૂછ્યું કે “જગતમાં કોઈ એવો પુરુષ છે કે જે લોભને આધીન ન થાય. બત્રીસ લાખ અને અઠ્યાવીસ લાખ વિમાનના અધિપતિ ઇન્દ્રો પણ લોભને આધીન થઈ લડે છે તો પછી બીજાની શી વાત કરવી ?' હરિપ્લેગમેષીએ મને કહ્યું, ‘તું કહે છે તે વાત સત્ય છે પણ હાલ જગતુમાં વસુસારનો પુત્ર રત્નસાર જરાપણ લોભને આધીન બને તેમ નથી. કારણ કે તેણે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરેલ છે.” મને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને મેં પોપટ હર્યો, નગર વિકવ્યું, મેના વિમુર્તી અને તેને ઉપદ્રવ કરી તારા સત્ત્વની પરીક્ષા કરી. કુમાર ! ખરેખર તું
Page #255
--------------------------------------------------------------------------
________________
પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દૃષ્ટાંત.
૨૩૧ ધન્ય છે. કુમાર ! તું કાંઈ વરદાન માગ.” કુમારે કહ્યું “દેવ ! હું વરદાન એટલું જ માગું છું કે તમે નંદીશ્વરાદિદ્વીપોની યાત્રા કરી પૂન્ય મેળવો. જેથી તમારો દેવભવ સફળ થાય.” દેવ અદેશ્ય થયો અને કુમારને દેવમાયાથી કનકપુરીમાં મુકયો.
થોડા દિવસ બાદ કનકધ્વજ રાજાની રજા મેળવી બે સ્ત્રીઓ સહિત કુમારે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. અને અનુક્રમે રત્નવિશાળા નગરીમાં રાજા અને નગરજનોથી સત્કારપૂર્વક પ્રવેશ કર્યો. પોપટે રાજા, શેઠ અને નગરવાસીઓને રત્નસારની પરાક્રમ કથા કહી આનંદિત કર્યા.
. સમય જતાં એક વખત વિદ્યાનંદ નામના આચાર્ય પધાર્યા. નગરના રાજાએ આચાર્ય ભગવંતને કુમારનો પૂર્વભવ પૂછયો. આચાર્ય ભગવંતે પૂર્વભવ કહેતાં જણાવ્યું. રત્નસારનો પૂર્વભવ.
પૂર્વે રાજપુરનગરમાં શ્રીસાર નામે રાજપુત્ર હતો. તેને શ્રેષ્ઠિપુત્ર, મંત્રીપુત્ર અને ક્ષત્રિયપુત્ર એ ત્રણ મિત્ર હતા. આ ચારમાં ક્ષત્રિયપુત્ર મિત્રોની કળાકૌશલ્ય દેખી તેમના જ્ઞાનની પ્રશંસા કરતો હતો અને પોતાની જડતાની નિંદા કરતો હતો. એક વખત કોઈ ચોરે રાણીને ત્યાં ચોરી કરી. સુભટોએ તેને પકડ્યો. રાજાએ તેને મારી નાંખવા હુકમ આપ્યો. કુમારે ચોરને શૂલિએ ચડાવનારાઓને કહ્યું, “મારી માતાના દ્રવ્ય ચોરનાર ચોરને હું જ મારીશ.” તેમ કહી તેણે ચોરનો કબજો લીધો અને એકાંત જંગલમાં તેને લઈ જઈ હિતશિક્ષા આપી છોડી મુક્યો. આ છૂપી વાત પણ જતે દિવસે પ્રગટ થઈ અને તે વાત રાજાને કાને પહોંચી રાજાએ શ્રીસારનો તિરસ્કાર કર્યો. શ્રીસારને આથી માઠું લાગ્યું અને તે નગરમાંથી નીકળી ગયો. ત્રણ મિત્રો પણ તેની સાથે નગર બહાર નીકળ્યા. પણ આગળ જતાં માર્ગમાં ભૂલા પડ્યા. અને ભૂખ તરસથી પીડાઈ કોઈક ગામ નજીક આવી ભોજનની તૈયારી કરે છે તેવામાં કોઈ જિનકલ્પી મુનિરાજ પધાર્યા. શ્રીસારે ચઢતે પરિણામે મુનિને ભિક્ષા આપી શ્રેષ્ઠિપુત્ર અને પ્રધાનપુત્ર કુમારના દાનની અનુમોદના આપી પણ “સર્વ આપો, આવો યોગ ફરી ફરી થોડો મળવાનો છે.' એમ કહી કપટ યુક્ત ભાવે અધિક શ્રદ્ધા દેખાડવા પ્રયત્ન કર્યો. મૂઢ ક્ષત્રિયપુત્ર બોલ્યો, ‘કુમાર ! અમને ઘણી ભૂખ લાગી છે માટે અમારે માટે કાંઈક થોડું રાખો.' આ પ્રસંગથી ક્ષત્રિયકુમારે દાનાંતરાયંકર્મ ઉપાર્જન કર્યું અને તેથી તે મૃત્યુ પામી શુક થયો. શ્રેષ્ઠિપુત્ર અને પ્રધાનપુત્ર મૃત્યુ પામી કપટયુક્ત વચનને લઈ રત્નસારની બે સ્ત્રીઓ થઈ શ્રીસારકુમાર રત્નસાર થયો. શ્રીસારે છોડાવેલો ચોર તાપસવ્રત પાળી ચંદ્રચૂડદેવ થયો.
રાજા આદિ લોકો મુનિરાજનું વચન સાંભળી સુપાત્ર દાનમાં આદરવાળા થયા. રત્નસારકુમારે રથયાત્રા, તીર્થયાત્રા, પ્રતિષ્ઠા, જિનમંદિર, ચતુર્વિધ સંઘવાત્સલ્ય, દીનજન ઉદ્ધાર વિગેરે સારાં કૃત્યો લાંબા વખત સુધી કર્યા કુમારના પરિચયથી તેની બે સ્ત્રીઓ પણ ધર્મનિષ્ઠ થઈ. અંતે રત્નસારકુમાર બે સ્ત્રીઓ સહિત ધર્મધ્યાન કરી મૃત્યુ પામી અમ્રુતદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી રત્નસારનો જીવ ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્તિસુખને પામશે. આ રીતે પાત્રદાન અને પરિગ્રહ પરિમાણ વ્રત ઉપર રત્નસારની કથા સાંભળી હે ભવ્યજીવો ! તમારે પરિગ્રહ પરિમાણ અને પાત્રદાન ઉપર આદર કરવો જોઈએ.
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ભોજનાવસરે સુપાત્રદાન.
વિવેકી પુરુષ સાધુ આદિનો યોગ હોય તો ઉપર કહેલી રીતે દરરોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ ભોજનને વખતે અથવા પહેલાં આવેલા સાધર્મીઓને પણ શક્તિ પ્રમાણે પોતાની સાથે જમાડે. કારણ કે સાધર્મી પણ પાત્ર જ કહેવાય છે. સાધર્મિક વાત્સલ્યની વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ ભિખારી વગેરે લોકોને ઉચિત દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. કર્મબંધ કરાવવો નહીં, ધર્મની હીલના પણ ન કરાવવી, પોતાનું મન નિર્દય ન રાખવું. ભોજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ મોટા અથવા દયાળુ પુરુષોનું લક્ષણ નથી.
સાંભળ્યું છે કે ચિત્રકૂટમાં ચિત્રાંગદ રાજા હતો. તેના ઉપર ચઢાઈ કરીને શત્રુની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખ્યો. શત્રુઓની અંદર પેસવાની ઘણી ધાસ્તી હોવા છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભોજનને વખતે પોળનો દરવાજો ઉઘાડવતો હતો. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધો.
શત્રુનો ભય છતાં રાજાએ નિયમ ન છોડ્યો એવી રીત છે, માટે શ્રાવકે અને તેમાં પણ ઋદ્ધિવંત શ્રાવકે ભોજનને વખતે દ્વાર બંધ કરવાં નહીં, કેમકે કોણ પોતાનું ઉદર પોષણ કરતો નથી ? પરંતુ ઘણા જીવોનો નિર્વાહ ચલાવે તેની જ પુરુષમાં ગણત્રી છે. માટે ભોજન વખતે આવેલા પોતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભોજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, વાચકોને શક્તિના અનુસાર અને દુઃખી જીવોને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ મોટા પુરુષોને ભોજન કરવું ઉચિત છે.
આગમમાં પણ કહ્યું છે કે સુશ્રાવક ભોજન કરતાં દ્વાર બંધ કરે નહીં. કેમકે જિનેન્દ્રોએ શ્રાવકોને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં જીવોનો સમુદાય દુઃખથી હેરાન થયેલો જોઈ નાતજાતનો અથવા ધર્મનો મનમાં તફાવત ન રાખતાં દ્રવ્યથી અન્નાદિ દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. એવું શ્રી ભગવતી આદિ સૂત્રોમાં શ્રાવકના વર્ણનને પ્રસંગે “áામમારા” એવું વિશેષણ દઈ “શ્રાવકે સાધુ આદિ લોકોને પ્રવેશ કરવા માટે હંમેશાં દ્વાર ઉઘાડાં રાખવા” એમ કહ્યું છે. તીર્થકરોએ પણ સાંવત્સરિક દાન દઈ દીન લોકોનો ઉદ્ધાર કર્યો. વિક્રમરાજાએ પણ પોતાના રાજ્યમાંના સર્વે લોકોને અનૃણી કર્યા, તેથી તેના નામનો સંવત ચાલ્યો.
દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લોકોને સહાય આપવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. કેમકે શિષ્યની વિનય ઉપરથી, સુભટની સંગ્રામનો સમય આવવાથી, મિત્રની આપદાનો પ્રસંગ આવવાથી અને દાનની પડવાથી પરીક્ષા થાય છે.
વિ. સંવત્ ૧૩૧૫મા વર્ષે દુકાળ પડ્યો ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલ જ્ઞાતિના જગડુશાહે એકસો બાર સદાવ્રતો ખોલી દાન આપ્યું. કહ્યું છે કે દુકાળ પડવા છતાં હમ્મીરે બાર, વીસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહે હજાર મૂડા ધાન્યના આપ્યા.
અણહિલપુર પાટણમાં સિંધાક નામે મોટો શરાફ થયો. તેણે અશ્વ, ગજ, મોટા મહેલ આદિ ઘણી ઋદ્ધિ ઉપાર્જન કરી. સંવત્ ૧૪૨૯ મે વર્ષે તેણે આઠ મંદિરો બંધાવ્યાં. અને મહાયાત્રાઓ
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિને યોગ્ય પરિમિત ભોજન.
૨૩૩ કરી એક વખતે તેણે જ્યોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુકાળ પડવાનો હતો તેમ જાણ્યું. અને બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું. તેથી દુર્મિક્ષ પડે ભાવની તેજીથી તેને ઘણો લાભ થયો. ત્યારે ચોવીશ હજાર મણ ધાન્ય તેણે અનાથ લોકોને આપ્યું, હજાર બંદીવાન છોડાવ્યા, છપ્પન રાજાઓને છોડાવ્યા, જિનમંદિરો ઉઘડાવ્યાં, શ્રી જયાનંદસૂરિ તથા શ્રી દેવસુંદરસૂરિનાં પગલાં સ્થાપન કર્યા આદિ અનેક તેનાં ધર્મકૃત્યો જાહેર છે.
માટે શ્રાવકે વિશેષે કરી ભોજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવું. દરિદ્રી ગૃહસ્થ પણ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે જેથી કોઈ ગરીબ આવે તો તેની યથાશક્તિ આગતાસ્વાગતા કરાય. એમ કરતાં તેને કાંઈ બહુ ખરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે ગરીબ લોકોને થોડામાં પણ સંતોષ થાય છે. કેમકે કોળિયામાંથી એક દાણો નીચે ખરી પડે તો તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું ? પણ તે એક દાણા ઉપર કીડીનું તો આખું કુટુંબ પોતાનો નિર્વાહ કરી લે છે. બીજું એવો નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિંચિત્ અધિક તૈયાર કર્યો હોય તો તેથી સુપાત્રનો યોગ મળી આવે શુદ્ધ દાન પણ અપાય.
તેમજ માતા, પિતા, બાંધવ, બેન, પુત્ર-પુત્રીઓ, પુત્રની સ્ત્રીઓ, સેવક, ગ્લાન, બંધનમાં રાખેલા લોકો તથા ગાય જાનવરો આદિને ઉચિત ભોજન આપીને, પંચપરમેષ્ઠિનું ધ્યાન કરીને તથા પચ્ચકખાણનો અને નિયમનો બરોબર ઉપયોગ રાખીને પોતાનું સદતું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે -
ઉત્તમ પુરુષોએ પહેલાં પિતા, માતા, બાળક, ગર્ભિણી, વૃદ્ધ અને રોગી એમને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરવું. ધર્મના જાણ પુરુષે સર્વે જાનવરોની તથા બંધનમાં રાખેલા લોકોની સારસંભાળ કરીને પછી પોતે ભોજન કરવું, તે વિના ન કરવું. પ્રકૃતિને યોગ્ય પરિમિત ભોજન..
જે વસ્તુનું સામ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરુદ્ધ હોય તો પણ કોઈને તે માફક આવે છે. તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષભક્ષણ કરવાની ટેવ પાડી હોય તો તે વિષ જ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હોય તો પણ કોઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હોય તો તે વિષ માફક થાય છે. એવો નિયમ છે. તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય હોય તો પણ તે જ ઉપયોગમાં લેવી અને અપથ્ય વસ્તુનું સામ્ય ન હોય તે ન વાપરવી. “બલિષ્ઠ પુરુષને સર્વે વસ્તુ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષભક્ષણ ન કરવું. વિષશાસ્ત્રનો જાણ પુરુષ સુશિક્ષિત હોય તો પણ કોઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે, તેમજ કહ્યું છે કે –
જે ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે, માટે ડાહ્યા લોકો ગળાની નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખ માટે જિલ્લાની લોલુપતા રાખતા નથી એવું વચન છે. માટે જિલ્લાની લોલુપતાને છોડવી તથા અભક્ષ્ય, અનંતકાય અને બહુ સાવદ્ય વસ્તુ પણ વર્જવી.પોતાના અગ્નિબળ માફક પરિમિત ભોજન કરવું. જે પરિમિત ભોજન કરે છે તે બહુ ભોજન કર્યા જેવું છે. અતિશય
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ભોજન કરવાથી અજીર્ણ, ઓકારી, જાલાબ તથા મરણ વગેરે પણ થોડી વારમાં થાય છે. કેમ કે, હે જીભ ! તું ભક્ષણ કરવાનું અને બોલવાનું માપ રાખ કારણ કે અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય બોલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભ! જો તું દોષ વિનાનું તથા પરિમિત ભોજન કરે અને જો દોષ વિનાનું તથા પરિમિત બોલે તો કર્મરૂપ વીરોની સાથે લડતા એવા જીવથી તને જ જયપત્રિકા મળશે એમ નક્કી જાણ.
હિતકારી, પરિમિત અને પરિપકવાન્ન ભક્ષણ કરનારો, ડાબે પાસે શયન કરનારો, હંમેશા ફરવા-હરવાની મહેનત કરનારો, વિલંબ ન લગાડતાં મળ-મૂત્રનો ત્યાગ કરનારો અને સ્ત્રીઓની બાબતમાં પોતાનું મન વશમાં રાખનારો પુરુષ રોગને જીતે છે.
હવે ભોજન કરવાનો વિધિ વ્યવહારશાસ્ત્રના અનુસારે નીચે પ્રમાણે જાણવો :ભોજન વિધિ.
અતિશય પ્રભાતકાળમાં, તદન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભોજન ન કરવું. ભોજન કરતી વખતે અન્નની નિંદા ન કરવી. ડાબા પગ ઉપર હાથ પણ ન રાખવો. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઇ બીજા હાથે ભોજન ન કરવું. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષ નીચે કોઈ કાળે ભોજન કરવું નહીં. તથા ભોજન કરતી વખતે અંગૂઠા પાસેની આંગળી ઊભી ન રાખવી. મોં, કપડાં અને પગ ધોયા વિના, નગ્નપણે, મેલા કપડાં પહેરીને તથા ડાબો હાથ થાળીને લગાડ્યા વિના ભોજન કરવું. એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરુષે ભોજન કરવું નહીં.
પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના, કેવળ જમીન ઉપર જ અથવા પલંગ ઉપર બેસીને, ખૂણાઓમાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભોજન કરવું નહીં. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન, ચંડાળ અને પતિત લોકોની નજર પડતી હોય તેવી જગ્યાએ ભોજન કરવું નહીં. તેમજ ભાંગેલા અથવા મલિન વાસણમાં ભોજન કરવું નહીં.
અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થયેલું, ગર્ભહત્યા વગેરે કરનાર લોકોએ જોએલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલું તથા ગાય, શ્વાન, પક્ષી વગેરે જીવોએ સુંઘેલું એવું અન્ન ખાવું નહીં. જે ભક્ષ્ય વસ્તુ ક્યાંથી આવી તેની ખબર ન હોય તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહીં. એક વાર રાંધેલું અન્ન ફરી વાર ઉનું કર્યું હોય તો તે પણ ન ખાવું. તથા ભોજન કરતી વેળાએ “બચ બચ” એવો શબ્દ અથવા વાંકુંચૂંકું મોં કરવું નહીં. કેવું ભોજન કરવું.
ભોજન કરતી વખતે આસપાસ રહેલા લોકોને ભોજન કરવા બોલાવીને પ્રીતિ ઉપજાવવી. પોતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથ સરખું, પહોળું અને ઘણું નીચું ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પોતાની માસી, માતા, બહેન અથવા સ્ત્રી વગેરે લોકોએ રાંધેલું તથા
Page #259
--------------------------------------------------------------------------
________________
ભોજન પછીના કૃત્યાકૃત્ય.
૨૩૫ પવિત્ર અને ભોજન કરેલા લોકોએ આદરથી પીરસેલું અન્ન એકાંતમાં જમણો સ્વર વહેતો હોય ત્યારે ખાવું. ભોજન કરતી વેળાએ મૌન કરવું. તથા શરીર વાંકુંચૂંકું ન રાખવું અને પ્રત્યેક ખાવા યોગ્ય વસ્તુ સૂંઘવી કેમકે, તેથી દૃષ્ટિદોષ ટળે છે. ઘણું ખારૂં, ખાટું, ઘણું ઉનું તથા ઘણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું. અતિશય મીઠી વસ્તુ ન ખાવી. તથા રુચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી.
અતિશય ઉનું અન્ન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્ન ઇન્દ્રિયોની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રોને વિકાર કરે અને અતિશય ચિકણું અન્ન ગ્રહણીને (કોઠામાંની છઠી કોથળી) બગાડે.
કડવા અને તીખા આહારથી કફનો, તૂરા અને મીઠા આહારથી પિત્તનો, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુનો તથા ઉપવાસથી બાકીના રોગોનો નાશ કરવો.
જે પુરુષ શાકભાજી બહુ ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણી વસ્તુ સેવે બહુ પાણી ન પીએ અજીર્ણ વખતે ભોજન ન કરે, લઘુનીતિ કે વડીનીતિની શંકા ન હોય ત્યારે, ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભોજન કરે, તેને શરીરે રોગ કદાચ થાય તો બહુ જ થોડો થાય.
નીતિના જાણ પુરુષો પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી જેવું ભોજન ઇચ્છે છે, ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા. મધ્યે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા તથા અંતે કડવા અને તીખારસ ભક્ષણ કરવા. પુરુષે પહેલા પાતળા રસ, મધ્ય કડવા રસ અને અંતે આછા પાતળા રસનો આહાર કરવો તેથી બળ અને આરોગ્ય જળવાય છે. પાણી કેમ અને ક્યારે પીવું?
ભોજનની શરૂઆતમાં જળ પીએ તો અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તો રસાયન માફક પુષ્ટિ આપે અને અંતે પીએ તો વિષ માફક નુકશાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલા હાથે એક પાણીનો કોગળો દરરોજ પીવો. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું, એઠું રહેલું પણ ન પીવું. તથા ખોબેથી પણ ન પીવું. કેમકે પાણી પરિમિત પીવું તે જ હિતકારી છે. ભોજન કરી લીધા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા નેત્રોને સ્પર્શ ન કરવો. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથ લગાડવા. ભોજન પછીના કૃત્યાકૃત્ય.
બુદ્ધિશાળી પુરુષે ભોજન કરી રહ્યા પછી કેટલીક વાર સુધી શરીરનું મર્દન, મળમૂત્રનો ત્યાગ, ભાર ઉપાડવો, બેસી રહેવું, નહાવું વગેરે કરવું નહીં. ભોજન કર્યા પછી તુરત બેસી રહે તો પેટ મેદથી જાડું થાય, ચત્તો સૂઈ રહે તો બળની વૃદ્ધિ થાય, ડાબે પાસે સુઈ રહે તો આયુષ્ય વધે અને દોડે તો મૃત્યુ સામે આવે, ભોજન કરી રહ્યા પછી તુરત બે ઘડી ડાબે પાસે સૂઈ રહેવું
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ પણ ઉંઘવું નહીં અથવા તો પગલાં ચાલવું, આ રીતે ભોજનનો લૌકિક વિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં કહેલો વિધિ નીચે પ્રમાણે છે. સિદ્ધાન્તમાં કહેલ ભોજનવિધિ.
સુશ્રાવકો નિર્વદ્ય, નિર્જીવ અને પરિમિત એવા આહારવડે આત્માનો નિર્વાહ કરનારા હોય છે. એ આહાર કરતાં સર-સર, ચબ-જબ શબ્દો ન થાય એવી રીતે તથા નીચે ખાતા ખાતા દાણા કે છાંટા ન પડે તેમ મન, વચન અને કાયાની ગુદ્ધિપૂર્વક સાધુની જેમ ઉપયોગપૂર્વક સાદડીના પ્રતર ખોલે તેમ ધીમે અથવા સિંહની જેમ ઉતાવળથી નહીં. આ પ્રમાણે એકલો અથવા અનેકની સાથે ધૂમ્ર અને ઈંગાલ દોષો ન લાગે તેમ આહાર કરે.
જેમ ગાડી ખેડવાના કામમાં ઉજવાથી લેપ કરાતું હોય છે તે પ્રમાણે સંયમરૂપ રથ ચલાવા માટે સાધુઓને આહાર કહ્યો છે. અન્ય ગૃહસ્થોએ પોતાને માટે કરેલું તીખું, કડવું, તૂરૂં, ખાટું, મીઠું, ખારું અથવા જેવું અન્ન મળે તેવું સાધુઓએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ, મોહનો ઉદય, સ્વજનનો ઉપસર્ગ થવા છતાં, જીવદયાનું રક્ષણ કરવા માટે, તપસ્યા માટે તથા આયુષ્યનો અંત આવે શરીરનો ત્યાગ કરવા માટે આહારનો ત્યાગ કરવો.
એ વિધિ સાધુ આશ્રયી કહ્યો. શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જાણવો. બીજે સ્થળે પણ કહ્યું છે કે, ક્યારે ભોજન ન કરવું.
વિવેકી પુરુષે શક્તિ હોય તો દેવ, સાધુ નગરનો સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય-ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભોજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગો ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તો ભોજન કરવું નહીં.
કહ્યું છે કે તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલું લાંઘણ કરવું. પણ વાયુથી, થાકથી, ક્રોધથી, શોકથી, કામવિકારથી અને પ્રહાર થવાથી, ઉત્પન્ન થયેલા તાવમાં લાંઘણ કરવું નહીં. તથા દેવગુરુને વંદનાદિનો યોગ ન હોય, તીર્થને અથવા ગુરુને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચકખાણ લેવા હોય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી ચતુર્દશી વગેરે મોટા પર્વના દિવસે પણ ભોજન કરવું નહીં. માસખમણ વગેરે તપસ્યાથી આલોકમાં તથા પરલોકમાં ઘણા ગુણ ઉત્પન્ન થાય છે.
કહ્યું છે કે તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકું હોય તે સરળ, દુર્લભ તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. વાસુદેવ, ચક્રવતી વગેરે લોકોનાં તે તે દેવતાને પોતાનો સેવક બનાવવા વગેરે ઈહલોકનાં કાર્યો પણ અટ્ટમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભોજન વિધિ કહ્યો છે.
સુશ્રાવક ભોજન કરી રહ્યા પછી નવકાર સ્મરણ કરીને ઊઠે અને ચૈત્યવંદન વિધિ વડે દેવને તથા ગુરુનો યોગ હોય તે પ્રમાણે વાંદે. ચાલતી ગાથામાં સુપત્તવાડ઼િ ગુત્તી એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી એ સર્વ વિધિ સૂચવ્યો એમ જાણવું.
Page #261
--------------------------------------------------------------------------
________________
શ્રાવકનું સંધ્યા કૃત્ય.
૨૩૭
હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. ભોજન કરી રહ્યા પછી દિવસચરમ અથવા ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચક્ખાણ ગુરુ પ્રમુખને બે વાંદણાં દઈને અથવા તે વિના ગ્રહણ કરવું અને ગીતાર્થ મુનિરાજ પાસે, ગીતાર્થ એવા શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે યોગ હોય તેમ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.
સ્વાધ્યાય.
૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તના, ૪. ધર્મકથા અને ૫. અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તેમાં નિર્જરાને માટે યથાયોગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાચનામાં કંઈ સંશય રહ્યા હોય તે ગુરુને પૂછવા તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તના કહેવાય છે. જંબૂસ્વામી વગરે સ્થવિરોની કથા સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા કહેવાય છે. મનમાં જ સૂત્રાદિનું વારંવાર સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે.
અહીં ગુરુમુખથી સાંભળેલા શાસ્ત્રાર્થના જાણ પુરુષો પાસે વિચાર કરવા રૂપ સજ્ઝાય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણ કે “તે તે વિષયના જાણ પુરુષોની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતોનો વિચાર કરવો.' એવું શ્રી યોગશાસ્ત્રનું વચન છે. એ સજ્ઝાય ઘણી ગુણકારી છે. કહ્યું છે કે સજ્ઝાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે. સર્વે પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સજ્ઝાયમાં રહેલો પુરુષ ક્ષણે ક્ષણે વૈરાગ્ય દશા મેળવે છે. પાંચ પ્રકારની સજ્ઝાય ઉપર દૃષ્ટાંત વગેરેનું વિવરણ આચારપ્રદીપ ગ્રંથમાં કર્યું છે તેથી અત્રે તે કહેલ નથી. આ રીતે આઠમી ગાથાનો અર્થ પૂરો થયો. (૮)
શ્રાવકનું સંધ્યા કૃત્ય.
संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ तह विहिणा । विस्समणं सज्झायं, गिहं गओ तो कहइ धम्मं ॥ ९ ॥
सन्ध्यायां जिनं पुनरपि पूजयति प्रतिक्रामति करोति तथा विधिना । विश्रमणं स्वाध्यायं गृहं गतो ततः कथयति धर्मम् ॥९॥
સંધ્યા વખતે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ, તેમજ વિધિપૂર્વક મુનિરાજની સેવાભક્તિ અને સજ્ઝાય કરવી, પછી ઘેર જઈ સ્વજનોને ધર્મોપદેશ કરવો.
શ્રાવકે હંમેશાં એકાસણાં કરવાં એવો ઉત્સર્ગ માર્ગ છે. કહ્યું છે કે શ્રાવક ઉત્સર્ગ માર્ગે સચિત્ત વસ્તુને વર્જનારો, હંમેશાં એકાસણ કરનારો તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળનારો હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઈ ન-શકે એમ હોય તેણે દિવસના આઠમા ચોઘડીયામાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે ભોજન કરવું. છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે ભોજન કરે તો રાત્રિભોજનનો મહાદોષ લાગવાનો પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી રાત્રિએ મોડું ભોજન કરે તો ઘણા દોષ લાગે છે. તેનું દૃષ્ટાંત સહિત સ્વરૂપ મેં કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ભોજન કરી રહ્યા પછી પાછો સૂર્યનો ઉદય થાય ત્યાં સુધીનું ચઉવિહાર તિવિહાર-અથવા દુવિહાર દિવસચરિમ પચ્ચખાણ કરે. એ પચ્ચકખાણ મુખ્ય ભાગે દિવસ છતાં જ કરવું જોઈએ. પણ બીજે ભાંગે રાત્રિએ કરે તો પણ ચાલે એમ છે.
પ્રશ્ન :- દિવસચરિમ પચ્ચકખાણ નિષ્ફળ છે, કારણ કે એકાશન વગેરે પચ્ચકખાણોમાં તે સમાઈ જાય છે.
ઉત્તર :- એમ નહીં. એકાશન વગેરે પચ્ચખાણના આઠ ઇત્યાદિ આગાર છે. અને દિવસચરિમના ચાર આગાર છે, માટે આગારનો સંક્ષેપ એ જ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે, દિવસ બાકી છતાં કરવાનું છે, તથા રાત્રિભોજનના પચ્ચકખાણને યાદ કરાવનારૂં છે, રાત્રિભોજનના પચ્ચકખાણવાળાને પણ તે ફળદાયી છે. એમ આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચકખાણ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે. એડકાક્ષનું દષ્ટાંત. 1. દશાર્ણનગરમાં એક શ્રાવિકા સાંજે ભોજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચ્ચકખાણ કરતી હતી. તેનો ભર્તાર મિથ્યાષ્ટિ હતો. તે “સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ કોઈ કાંઈ ભક્ષણ કરતું નથી જ માટે એ (દિવસચરિમ) મોટું પચ્ચકખાણ કરે છે.” એવી રીતે શ્રાવિકાની હંમેશાં હાંસી કરતો હતો.
એક દિવસ શ્રાવિકાએ “તું ભાંગીશ” એમ કહીને ઘણી ના પાડી તો પણ તેણે દિવસચરિમ પચ્ચખાણ કર્યું. રાત્રિએ સમ્યગ્દષ્ટિ દેવી પરીક્ષા કરવા માટે તથા શિખામણ દેવા તેની બેનનું રૂપ ધારણ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. .
શ્રાવિકાએ ઘણો વાર્યો તો પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા માંડ્યું. એટલામાં દેવીએ પ્રહાર કર્યો કે જેથી તેના ડોળા બહાર નીકળી ભૂમિ ઉપર પડ્યાં.
મારો અપયશ થશે” એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ્ન કર્યો. પછી શ્રાવિકાના કહેવાથી દેવીએ તત્કાળ કોઈ એક મરતા બોકડાનાં નેત્ર લાવી તે પુરુષને લગાડ્યાં, તેથી તેનું એડકાક્ષ એવું નામ પડ્યું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરુષ શ્રાવક થયો. લોકો કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા તેથી તે નગરનું પણ એડકાક્ષ નામ પડ્યું. તેને જોવાથી ઘણા લોકો શ્રાવક થયા.
આ રીતે દિવસચરિમ ઉપર એડકાક્ષનું દૃષ્ટાંત કહ્યું.
પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબનો અર્થો અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી. તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ-વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણની શ્રાદ્ધવિધિકૌમુદી' ટીકામાં પ્રથમ દિનકૃત્ય
પ્રકાશ સંપૂર્ણ થયો.
Page #263
--------------------------------------------------------------------------
________________
(દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય,
દિનકૃત્ય કહ્યા પછી હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજની પાસે અથવા પૌષધશાળા વગેરેમાં જઈ યતનાથી પૂંજી સામાયિક કરવા વગેરે વિધિ સહિત પડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે. તેમાં સ્થાનાચાર્યની સ્થાપના, મુહપત્તિ, ચરવળો ઇત્યાદિ ધર્મોપકરણ ગ્રહણ કરવાં તથા સામાયિક કરવું. આ સંબંધી તથા બીજો કેટલોક વિધિ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં કાંઈક કહ્યો છે માટે અહીં કહેવામાં આવ્યો નથી. પ્રતિક્રમણ.
શ્રાવકે સમ્યકત્વાદિના સર્વે અતિચારની શુદ્ધિ તથા ભદ્રક પુરુષે અભ્યાસાદિ માટે દરરોજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવું. વૈદ્યના ત્રીજા રસાયન ઔષધ સમાન પ્રતિક્રમણ છે. માટે કદાચ અતિચાર લાગ્યા ન હોય તો પણ શ્રાવકે તે ખાસ કરવું.
સિદ્ધાંતમાં કહ્યું છે કે પહેલાં અને છેલ્લાં તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ દરરોજ જરૂરનું છે, અને બાકીના વચલા બાવીસ તીર્થંકરના શાસનમાં કારણ હોય તો પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. કારણ હોય તો એટલે કે અતિચાર લાગ્યો હોય તો બપોરના પણ પ્રતિક્રમણ કરે અને ન લાગ્યો હોય તો પૂર્વ ક્રિોડ વર્ષ પર્યન્ત પણ ન કરે. - ત્રણ પ્રકારનાં ઔષધ કહ્યાં છે તે એ કે :- ૧. પ્રથમ ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો નવો ઉત્પન્ન કરે, ૨. બીજું ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો નવા ઉત્પન્ન ન કરે. ૩. ત્રીજું ઔષધ રસાયન એટલે પૂર્વે થયેલો વ્યાધિ હોય તો તેને મટાડે અને વ્યાધિ ન હોય તો સર્વાગને પુષ્ટિ આપે તથા સુખની અને બળની વૃદ્ધિ કરે; તેમજ ભાવિકાળે થનારા દર્દોને થવા ન દે. પ્રતિક્રમણ કહેલા ત્રણ પ્રકારમાંનાં ત્રીજા રસાયન ઔષધ સમાન છે. તેથી અતિચાર લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તો ચારિત્રધર્મની પુષ્ટિ
સામાયિક અને પ્રતિક્રમણમાં ભિન્નતા.
પ્રશ્ન:- આવશ્યકચૂર્ણિમાં કહેલો સામાયિક વિધિ તે જ શ્રાવકનું પ્રતિક્રમણ છે. કેમકે પ્રતિક્રમણના છ પ્રકાર તથા બે વખત જરૂર કરવું એ સર્વ એમાં જ (સામાયિક વિધિમાં જ ઘટાવાય તેમ છે.) તે એ રીતે કે : પ્રથમ ૧. સામાયિક કરી પછી એક પછી એક એમ, ૨. ઈરિયાવહી, ૩. કાયોત્સર્ગ, ૪ ચઉવીસો, ૫. વાંદણાં અને ૬. પચ્ચકખાણ કરવાથી જ આવશ્યક પૂરાં થાય છે. તેમજ “સામયિકુમયસૉં” એવું વચન છે તેથી પ્રભાતે અને સંધ્યાએ કરવાનું નક્કી થાય છે.
ઉત્તર :- ઉપર કહ્યું તે બરોબર નથી. કેમકે સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમસિદ્ધ થતાં નથી. તે એમ કે - તારા અભિપ્રાય મુજબ પણ ચૂર્ણિકારે સામાયિક, ઇરિયાવહીં અને વાંદરાં એ ત્રણ જ ખાસ દેખાડ્યાં છે; બાકીનાં દેખાડ્યાં નથી. તેમાં પણ ઇરિયાવહી પ્રતિક્રમણ
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૨૪૦
કહ્યું છે તે ગમનાગમન સંબંધી છે પણ આવશ્યકના ચોથા અધ્યયનરૂપ નથી. કારણ કે ગમનાગમન તથા વિહાર કરવા છતાં રાત્રિએ નિદ્રાના અંતે તથા સ્વપ્ર જોયા પછી, તેમજ નાવમાં બેસવું પડે તો તથા નદી ઉતરવી પડે તો ઈરિયાવહી કરવી એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઈરિયાવહીમાં કાઉસ્સગ્ગ અને ચઉવીસત્થો જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય ? વળી શ્રાવકે સાધુનો જોગ ન હોય તો ચૈત્ય સંબંધી પૌષધશાળામાં અથવા પોતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું.
એ રીતે આવશ્યકચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ જુદું કહ્યું છે. તેમજ સામાયિકનો કાળ પણ નિયમિત નથી. કારણ કે, “જ્યાં વિશ્રાંતિ લે અથવા નિર્વ્યાપારપણે બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ “જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું.'' તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂર્ણિનાં પ્રમાણભૂત વચન છે.
હવે ‘સામાનુભવમાં એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યું છે. કેમકે ત્યાં જ સામાયિકનો નિયમિત કાળ સંભળાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં તો ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યું તે એમ કે :- સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાએ સર્વ જણ પોતાના ચિત્તમન, લેશ્યા, સામાન્ય અધ્યવસાય, તીવ્ર અધ્યવસાય તથા ઇન્દ્રિયો પણ આવશ્યકને વિષે જ તલ્લીન કરી તથા અર્થ ઉપર બરોબર ઉપયોગ રાખી આવશ્યકની જ ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે.
તે જ સૂત્રમાં કહ્યું છે કે જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું પડે છે માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે. માટે સાધુની જેમ શ્રાવકે પણ શ્રી સુધર્માસ્વામી આદિ આચાર્યની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણ મુખ્ય માર્ગે ઉભય કાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપોની શુદ્ધિ થતી હોવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. વળી એમ કહ્યું કે પાતકોને જીવપ્રદેશમાંથી કાઢી નાખનારું, કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારૂં અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરરોજ બે વાર કરવું. પ્રતિક્રમણ ઉપર એક દૃષ્ટાંત નીચે પ્રમાણે સંભળાય છે.
પ્રતિક્રમણ કરવા માટે દૃઢ અભિગ્રહ ઉપર દૃષ્ટાંત.
દિલ્હીમાં દેવસીરાઈ પ્રતિક્રમણનો અભિગ્રહ પાળનારો એક શ્રાવક રહેતો હતો. રાજવ્યાપારમાં કાંઈક તહોમતમાં આવવાથી બાદશાહે તેને સર્વાંગે બેડીઓ જડીને બંદીખાને નાંખ્યો તે દિવસે લાંઘણ થયું હતું. તો પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવા રખેવાળોને સોનાનો ટાંક આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છોડાવ્યા અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે એક મહિનામાં સાઠ ટાંક પ્રતિક્રમણ માટે આપ્યા. પોતાનો નિયમ પાળવામાં તેની એવી દૃઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થયો અને તેણે તેને બંદીખાનાથી છોડી મૂકી પહેરામણી આપી અને અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી જરૂરી છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણના ભેદ અને તેને કરવાનો સમય.
૨૪૧ પ્રતિક્રમણના ભેદ અને તેને કરવાનો સમય.
પ્રતિક્રમણના ૧ દેવસી, ૨ રાઈય, ૩ પકિખ, ૪ ચોમાસી અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમનો સમય ઉત્સર્ગ માર્ગે કહ્યો છે તે આ પ્રમાણે, ગીતાર્થ પુરુષો સૂર્યબિંબનો અર્ધભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસી પ્રતિક્રમણનો સમય સૂર્યનો અર્થો અસ્ત એ જ જાણવો.
રાઈ પ્રતિક્રમણનો કાળ એવી રીતે કહ્યો છે કે, આચાર્યો આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનો વખત થાય છે ત્યારે ઊંઘ તજી દે છે અને આવશ્યક એ રીતે કરે છે કે જેથી દશ પડિલેહણા કરતાં સૂર્યોદય થાય.
અપવાદમાર્ગથી તો દેવસી પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહોરથી અર્ધી રાત્રિ સુધી કરાય છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં તો દેવની પ્રતિક્રમણ બપોરથી માંડી અર્ધી રાત્રિ સુધી કરાય એમ કહ્યું છે. તેમજ રાઈ પ્રતિક્રમણ મધ્યરાત્રિથી માંડી બપોર સુધી કરાય. વળી કહ્યું છે કે “રાઈ પ્રતિક્રમણ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્વાડ પોરિસી સુધી કરાય છે અને વ્યવહારસૂત્રના અભિપ્રાય પ્રમાણે બપોર સુધી કરાય” પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયાના છેડે, ચાતુર્માસિક ચોમાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે.
પ્રશ્ન:- પફિખ પ્રતિક્રમણ ચૌદશે કરાય? કે અમાસ પૂનમે કરાય ?
ઉત્તર :- ચૌદશે જ કરાય એમ અમારું કહેવું છે. જો અમાસે તથા પૂનમે પખિ પ્રતિક્રમણ કરાય તો ચૌદશે તથા પમ્બિને દિવસે પણ ઉપવાસ કરવાનો કહ્યો છે, તેથી પખિ આલોયણા પણ છઠ્ઠવડે થાય અને તેમ કરવાથી આગમવચનનો વિરોધ આવે છે. આગમમાં કહ્યું છે કે, “*પ્રદ્યુમ છટ વડલ્ય, સંવચ્છર-વાડમાસ-પવનવે બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં ચતુર્દશી શબ્દ જુદો લીધો નથી. અને જ્યાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં પાક્ષિક શબ્દ જુદો લીધો નથી. તે આ રીતે મિ ત્રીસ ૩૫વાસરએ વચન પાક્ષિકચૂર્ણિમાં છે. સોમનિ ઘઉસી ૩૫વાસં વરે” એ વચન આવશ્યકચૂર્ણિમાં છે. વાસ્થછકૃવિરો સમાવઠ્ઠીવ મારિત્તિ એ વચન વ્યવહારભાષ્ય પીઠીકામાં છે. ગમવડી ITIપંચમીવડમાસ, વગેરે વચન મહાવીશીથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં પવરવ કરી
તુ, માણસ જ મિgi rā એ વચનની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે અને વૃત્તિકારે પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જો પદ્ધિ અને ચતુર્દશી જુદા હોય તો આગમમાં બે શબ્દ જુદા આવત પણ તેમ નથી. તેથી અમે એવા નિશ્ચય ઉપર આવીએ છીએ કે પદ્ધિ ચતુર્દશીને દિવસે થાય. - -
અગાઉ ચોમાસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણાથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચોથે કરાય છે એ વાત સર્વસંમત
૧. સંવત્સરીએ અટ્ટમ, ચોમાસીએ છઠ્ઠ અને પમ્બિએ ઉપવાસ કરવો. ૨. આઠમ ચઉદશે ઉપવાસ કરવો. ૩. તે આઠમ ચઉદશે ઉપવાસ કરે. ૪. આઠમે તથા પમ્બિએ ઉપવાસ, ચોમાસીએ છટ્ટ અને સંવત્સરીએ અટ્ટમ કરવો.
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ
૨૪૨
હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથોમાં કહ્યું છે કોઈ પણ આચાર્યે કોઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેનો જો પ્રતિષેધ ન કર્યો હોય તો બહુમત આચરત જ સમજવું.
તીર્થોદ્ધાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદશને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરી. વીર નિર્વાણ સંવત ૯૯૩મા વર્ષે ચતુર્વિધ શ્રી સંઘે ચૌદશને દિવસે ચૌમાસી પ્રતિક્રમણ કર્યું તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલો વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ જોવો.
દેવસિય પ્રતિક્રમણનો વિધિ.
પ્રતિક્રમણ કરવાનો વિધિ યોગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્યકૃત ગાથાઓ કહેલી છે તે ઉપરથી ધારવો. તે નીચે પ્રમાણે છે :
આ મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરુની સાથે અથવા ગુરુનો યોગ ન હોય તો એકલાએ અવશ્ય કરવું. ૧.
ચૈત્યવંદન કરી ચાર ભગવાનહં પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારનો મિચ્છામિ દુક્કડં દેવો.
પ્રથમ સામાયિક જ્ઞામિ મિ ઝાડKાં ઇત્યાદિ સૂત્ર બોલવું અને પછી ભૂજાઓ તથા કોણી લાંબી કરી, રજોહરણ અથવા ચરવળો તથા મુહપત્તિ હાથમાં રાખી ઘોડગ વગેરે દોષ ટાળી કાઉસ્સગ્ગ કરે. તે વખતે પહેરેલો ચોળપટ્ટો નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઊંચો હોવો જોઈએ. (૩-૪) કાઉસ્સગ્ગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી કાઉસ્સગ્ગ પારી લોગસ્સ કહેવો. ૫.
સંડાસક પૂંજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ લાંબી બે ભૂજાઓ કરી, મુહપત્તિની તથા કાયાની પચ્ચીશ-પચ્ચીશ પડિલેહણા કરવી. ઉઠી ઉભા રહી, વિનયથી વિધિપૂર્વક ગુરુને વંદના કરવી. તેમાં બત્રીશ દોષ ટાળવા અને પચ્ચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યક્ પ્રકારે શરીર નમાવી બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળો લઇ ગુરુ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૬-૭-૮)
પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર યતનાથી કહે. તે પછી ઉઠીને “અમુદ્ગિોરૢિ વગેરે પાઠ વિધિપૂર્વક કહે. ૯ પછી વાંદણાં દઈ પાંચ-આદિ યતિઓ હોય તો ત્રણવાર ખમાવે, પછી વાંદણા દઈ આખ઼િ ઇત્યાદિ ત્રણ ગાથાનો પાઠ કહે. ૧૦. આ રીતે સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગસૂત્રનો પાઠ કહી, પછી ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાઉસ્સગ્ગ કરી બે લોગસ્સ ચિંતવવા. ૧૧. પછી યથાવિધિ કાઉસ્સગ્ગ પારીને સમ્યક્ત્વની શુદ્ધિને અર્થે પ્રગટ લોગસ્સ કહે, તેમજ સર્વલોકને વિષે રહેલાં, અરિહંત ચૈત્યોની આરાધનાને માટે કાઉસ્સગ્ગ કરી, તેમાં એક લોગસ્સ
Page #267
--------------------------------------------------------------------------
________________
રાઈય પ્રતિક્રમણનો વિધિ.
૨૪૩
ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક્ત્વધારી થઈને કાઉસ્સગ્ગ પારે તે પછી શ્રુતશુદ્ધિને માટે પુક્ષ્મરવરદી કહે. (૧૨-૧૩)
પછી પચ્ચીશ ઉચ્છ્વાસનો કાઉસ્સગ્ગ કરે અને યથાવિધિ પારે. તે પછી સકળ શુભક્રિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માનો સ્તવ કહે. ૧૪. પછી શ્રુતસમૃદ્ધિ માટે શ્રુતદેવીનો કાઉસ્સગ્ગ કરે અને તેમાં નવકાર ચિંતવે તે પછી શ્રુતદેવીની શુઇ સાંભળે અથવા પોતે કહે. ૧૫. એ જ રીતે ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ગ કરી તેની થઈ સાંભળે અથવા પોતે ક્લે પછી પંચમંગળ કહી, સંડાસા પ્રમાર્જીને નીચે બેસે. ૧૬. પછી પૂર્વોક્ત વિધિએ જ મુહપત્તિ પડિલેહી ગુરુને વંદણાં દેવાં. તે પછી “કૃચ્છામો અનુસર્ફિં’કહી ઢીંચણ ઉપર બેસવું. ગુરુસ્તુતિ કહી, “નમોસ્તુ વન્દ્વમાનાય' વગેરે ત્રણ થઈ ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમોત્થણું કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ગ કરવો. ૧૭-૧૮. આ રીતે દેવસી પ્રતિક્રમણનો વિધિ કહ્યો.
રાઈય પ્રતિક્રમણનો વિધિ.
રાઈય પ્રતિક્રમણવિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં એટલો જ વિશેષ છે કે, પ્રથમ મિચ્છા મિ દુક્કડં દઈને પછી શક્રસ્તવ કહેવું. ૧૯. ઉઠીને યથાવિધિ કાઉસ્સગ્ગ કરે અને તેમાં લોગસ્સ ચિંતવે તથા દર્શનશુદ્ધિને માટે બીજો કાઉસ્સગ્ગ કરી તેમાં પણ લોગસ્સ ચિંતવે ૨૦. ત્રીજા કાઉસ્સગ્ગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાર્જી બેસે. ૨૧. પૂર્વની જેમ મુહપત્તિની પડિલેહણા, વંદના તથા લોગસ્સ સૂત્રના પાઠ સુધી કરવું તે પછી વંદના ખામણા પછી વંદના કરી થુઈની ત્રણ ગાથા કહી કાઉસ્સગ્ગ કરવો. ૨૨.
તે કાઉસ્સગ્ગમાં આ રીતે ચિંતવે કે “જેથી મારા સંયમયોગની હાનિ ન થાય તે તપસ્યાને હું અંગીકાર કરું પહેલાં છમાસી તપ કરવાની તો મારામાં શક્તિ નથી. ૨૩. છમાસીમાં એક દિવસ ઓછો, બે દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીશ દિવસ ઓછા કરીએ તો પણ તેટલી તપસ્યા કરવાની મારામાં શક્તિ નથી, તેમજ પંચમાસી, ચોમાસી, ત્રિમાસી, બેમાસી તથા એક માસખમણ પણ કરવાની મારામાં શક્તિ નથી. ૨૪. માસખમણમાં તેર ઊણા કરીએ ત્યાં સુધી તથા સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછા કરતાં ઠેઠ ચોથભક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મારામાં શક્તિ નથી. એમ જ આંબિલ આદિ, પોરિસિ અને નવકારસી સુધી ચિંતવવું. ૨૫.
ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી. અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેહવી. પછી સરળ ભાવથી વાંદણાં દઈ તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચક્ખાણ લેવું. ૨૬. પછી ફચ્છામો અનુદુિં કહી નીચે બેસી ધીમા સ્વરથી ત્રણ શુઈનો પાઠ કહે તે પછી નમોસ્થુળ વગરે કહી ચૈત્યવંદન કરવું. ૨૭. પક્ષિ પ્રતિક્રમણનો વિધિ.
હવે ચૌદશે કરવાનું પિક્ખ પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલાં અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી પ્રતિક્રમણ કરી પછી આગળ કહેવાશે તે અનુક્રમ પ્રમાણે સારી રીતે કરવું. ૨૮
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ
પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સંબુદ્ધાખામણાં તથા અતિચારની આલોચના કરી પછી વાંદણા તથા પ્રત્યેક ખામણાં કરવાં પછી વાંદણા પછી પિòસૂત્ર કહેવું. ૨૯ પ્રતિક્રમણ સૂત્ર કરી ઉભા થઈ કાઉસ્સગ્ગ કરવો તે પછી મુહપત્તિ પડિલેહી, વાંદણા દઈ પાતિક ખામણાં કરે અને ચાર થોભવંદના કરે, ૩૦. પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું, તેમાં ભુવનદેવતાનો કાઉસ્સગ્ગ કરે અને અજિતશાંતિ કહે. ૩૧. ચઉમાસી અને સંવચ્છરી પ્રતિક્રમણનો વિધિ.
૨૪૪
એ રીતે જ ચોમાસી પ્રતિક્રમણનો તથા સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ જાણવો. તેમાં એટલો વિશેષ કે પખિ પ્રતિક્રમણ હોય તો પખ્ખુિ, ચોમાસી હોય તો ચોમાસી અને સંવત્સરી હોય તો સંવત્સરી એવાં જુદાં જુદાં નામ બોલવાં. ૩ર. તેમજ પિક્ષના કાઉસ્સગમાં બાર, ચોમાસીના કાઉસ્સગ્ગમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્ગમાં નવકાર સહિત ચાળીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ ચિંતવવો તથા સંબુદ્ધાખામણાં પિક્ખ, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. ૩૩. આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી.
હરિભદ્રસૂરિષ્કૃત આવશ્યક વૃત્તિમાં વંદનકનિયુક્તિની અંદર આવેલી ચત્તર પડિમળે એ ગાથાની વ્યાખ્યા અવસરે સંબુદ્ધાખામણાંના વિષયમાં કહ્યું છે કે દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પિક્ષ તથા ચોમાસીમાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાક્ષિકસૂત્ર વૃત્તિ અને પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે.
હવે પ્રતિક્રમણના અનુક્રમનો વિચાર પૂજ્યશ્રી જયચંદ્રસૂરિષ્કૃત ગ્રંથમાંથી જાણવો. પ્રતિક્રમણ વિધિ ઉપર કહી તે પ્રમાણે છે.
ગુરુની વિશ્રામણા.
તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણા એક ઉપલક્ષણ છે માટે સુખસંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે. પૂર્વભવે પાંચસો સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થયેલા બાહુબલિ વગેરેના દૃષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગમાર્ગે જોતાં સાધુઓએ કોઈ પાસે પણ સેવા ન કરાવવી, કારણ કે “સંવાદળવંતપદોગળા ય” એ આગમવચનમાં નિષેધ કર્યો છે.
અપવાદ સાધુઓએ સેવા કરાવવી હોય તો સાધુ પાસે જ કરાવવી તથા કારણ પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મોટા મુનિરાજ સેવા કરાવતા નથી તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાનો લાભ થાય છે અને વિનય પણ સચવાય છે.
સ્વાધ્યાય કરવો.
તે પછી પૂર્વે કહેલા દિનનૃત્ય આદિ શ્રાવકનો વિધિ દેખાડનારા ગ્રંથોની અથવા ઉપદેશમાળા, કર્મગ્રંથ વગેરે ગ્રંથોને ફેરવવારૂપ, શીલાંગ વગેરે રથની ગાથા ગણવારૂપ અથવા નવકારની
Page #269
--------------------------------------------------------------------------
________________
અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ.
૨૪૫
વલયાકાર આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પોતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવો. અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ.
શીલાંગરથ આ ગાથા ઉપરથી જાણવો.
करणे ३ जोए ३ सन्ना ४ इंदिअ ६ भूमाइ १० समणधम्मो अ १० ॥ सिलांग सहसहस्साणं, अट्ठारसगस्स णिप्फत्ती ॥१॥
અર્થ :- કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યોગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ (છત્રીસ) થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રોત્ર, ૨સ અને ઘ્રાણ એ પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં ૧૮૦ (એકસો એંશી) થયા. તેને પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અજીવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ (અઢારસો) થયા. તેને ૧. ક્ષાંતિ, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ (નિર્લોભતા), ૫. તપ, ૬, સંયમ, ૭. સત્ય, ૮. શૌચ (પવિત્રતા), ૯. અકિંચનતા (પરિગ્રહત્યાગ) અને ૧૦. બ્રહ્મચર્ય. એ દશ પ્રકારના સાધુધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ (અઢાર હજાર) થાય. એ રીતે શીલાંગરથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગરથની ભાવના આઠ આ રીતે છે ઃ
* जे नो करंति मणसा, निज्जिअ आहार सण्ण सोइंदी ।
યુદ્ધવિાવારમ, હંતિનુઞ તે મુળી વંદ્રે ! વગેરે
એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ રથનો પાઠ આ રીતે છે.
+ न होइ सयं सामहू णसा आहार सन्न संवुडओ |
सोइंदिअ संवरणो, पुढविजीओ खंतिसंपन्नो ॥१॥
વગેરે સામાચારીરથ, ક્ષમણારથ, નિયમરથ, આલોચનારથ, તપોરથ, સંસારરથ, ધર્મરથ, સંયમરથ, વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. વધુ લંબાણ થવાની બીકથી તે અત્રે દાખલ કર્યા નથી.
નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફળ.
નવકારની વલક ગણનામાં તો પાંચ પદ આશ્રયી એક પૂર્વાનુપૂર્વી, એક પશ્ચાનુપૂર્વી અને બાકીના એકસો ને અઢાર (૧૧૮) અનાનુપૂર્વીઓ આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂર્વી (૩,૬૨,૮૭૮) ત્રણ લાખ, બાંસઠ હજાર, આઠસો અઠ્યોતેર થાય છે. અનાનુપૂર્વી વગેરે ગણવાનો વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યશ્રી જિનકીર્તિસૂરિષ્કૃત સટીક પરમેષ્ઠિ સ્તવથી જાણવું.
* આહાર આદિ સંજ્ઞા અને શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને જિતનાર જે મુનિઓ પૃથ્વીકાય વગેરેનો આરંભ મનથી પણ નથી ફરતા. તે ક્ષાંતિ વગેરે દવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદન કરું છું. + આહાર વગે૨ે સંજ્ઞાઓનો, અને શ્રોત્ર આદિ ઇન્દ્રિયોનો સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વર્જનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ તે મનવડે પણ હિંસા ન કરે.
Page #270
--------------------------------------------------------------------------
________________
-
२४६
...
.
.
.
.
..
.
.
.
.
.
NAYAKYAYYAYAYA
॥ श्रीशीलांगरथ ॥१॥ जे नो करंति मणसा, निज्जियाहारसन्नासोइंदी ।। पूढवीकायारंभ, खंतिजुआ ते मुणी वंदे ॥१॥ खंतीअज्जवमट्टव, मुत्तीवसंजमे य बोधव्वे ॥ सञ्चं सोयं अकिंचणं च, बंभं च जइधम्मो ॥२॥ जोए, करणे सन्ना, इंदिय भूमाइ समणधम्मो य । सीलंगसहस्साणं, अठारससहस्सनिष्फत्ती ॥३॥ करणाइंतिण्णि जोगा,मणमाइणिओहवन्तिकरणाई आहाराईसन्ना चउ, सोआइ इंदिया पंच ॥४॥
-
-
TREAMMAMADH
|जेनीकरति जेनोकरावंति जेनोअणुमो। ६००० ६००० यति ६००० मणसा वणसा तणुणा २००० २०००
२००० निजियआ| निजियभय | निजियमेहु | निजियपरि
MAA हारसना सन्ना णसन्ना | ग्गहसन्ना ५००
1 ५०० ५०० DA ACAB
दि सोइंदी चक्खिदी घाणिंदी | रसर्णिदी | पगसिंदी १०० १००
१००
१०० आउकाया तेउकाया
चाउकाया | वणस्सईका रंभं १०
रंभं १० रंभं १० रंभं १० | यारंभं १०d (खंतिजुआ
सअज्जवा | समुतिणे | तवजुआ तेमुणीवंदे | तेमणीवंदे | तेमुणीवंदे
भं १०/रंभ
२०
रम १०//
DOETRADIO
//सध्याआ/सिआर
नझायजुमा आकचनविरत
अजीपस १०
accommam
तमुणीप जाति
AMAma
जमा/तमणी दत..
4
EAR पुढवा
BYणीवेद// तमुणी HAMARष्म्स्प्प
र
03
.
.
काया
१
समदवा
तमणीवंद।
तेमणीवंदे
तैमुणवंदे /
परCEORGET
T. DABIB
be
ARSA
Paye
Nudaya
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ
।
शiffecreशीट
અઢાર હજાર શીલાંગરથનું સ્વરૂપ
Page #271
--------------------------------------------------------------------------
________________
સ્વજનો આદિને ધર્મોપદેશ.
૨૪૭ આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહારોગ વગેરેનો શીધ્ર નાશ થાય છે. એનું આ લોકમાં પણ પ્રત્યક્ષ ફળ છે. પરલોક આશ્રયી એનું ફળ તો અનંત કર્મક્ષય પ્રમુખ છે. કેમકે જે પાપકર્મની નિર્જરા છ માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે તે જ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વી ગણવાથી અર્ધક્ષણમાં થાય છે. શીલાંગરથ વગેરેના ગણવાથી પણ મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે અને તેથી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે મંગિક શ્રુત ગણનારો પુરુષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે.
આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની માફક પોતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબોધાદિક ઘણો ગુણ થાય છે. ધર્મદાસનું દષ્ટાંત નીચે પ્રમાણે છે - ધર્મદાસનું દષ્ટાંત.
ધર્મદાસ દરરોજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતો હતો. તેનો પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણો ક્રોધી હતો. એક સમયે ધર્મદાસે પોતાના પિતાને ક્રોધનો ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યો, તેથી તે ઘણો ગુસ્સે થયો અને હાથમાં લાકડી લઈ દોડતાં રાત્રિનો વખત હોવાથી થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યો અને દુષ્ટ સર્પની યોનિમાં ગયો. એક વખતે તે દુષ્ટ સર્પ અંધકારમાં ધર્મદાસને કરડવા માટે આવતો હતો. એટલામાં સ્વાધ્યાય કરવા બેઠેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે એ કે :
तिव्वंपि पुव्वकोडीकयंपि सुकयं मुहुत्तमित्तेण । વોદાદિ વુિં, દરા ! હવઠ્ઠ મવહુ વિ સુદ 9
ક્રોધી બનેલો પ્રાણી પૂર્વ ક્રિોડ વર્ષ સુધી કરેલા ઘણા પણ સુકૃતને હણી બંને ભવમાં દુઃખી થાય છે.
વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખેથી સાંભળતાં જ તે સર્પને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સૌધર્મદેવલોકે દેવતા થયો અને પુત્રને (ધર્મદાસને) સર્વે કામોમાં મદદ આપવા લાગ્યો. એક વખતે સ્વાધ્યાયમાં તલ્લીન ધર્મદાસને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેટલા જ માટે જરૂર સ્વાધ્યાય કરવો. સ્વજનો આદિને ધર્મોપદેશ.
પછી શ્રાવકે સામાયિક પારીને પોતાને ઘેર જવું અને પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, બહેન, પુત્રની વહુ, પુત્રી, પૌત્ર, પૌત્રી, કાકો, ભત્રીજો અને વાણોતર તેમજ બીજા સ્વજનોને પણ જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મનો ઉપદેશ કરવો. ઉપદેશમાં સમ્યકત્વ મૂળ બાર વ્રત સ્વીકારવાં. સર્વે ધર્મકૃત્યોમાં પોતાની સર્વ શક્તિ વડે યાતના વગેરે કરવી. જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હોય એવા સ્થાનકમાં ન રહી કુસંગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચકખાણ વગેરે અભિગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધર્મનાં સાતે ક્ષેત્રોને વિષે ધન વાપરવું, વગેરે વિષય કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે જો ગૃહસ્થ પોતાની સ્ત્રી, પુત્ર વગેરેને સર્વજ્ઞ પ્રણીત ધર્મમાં ન જોડે તો તે ગૃહસ્થ આલોકમાં તથા પરલોકમાં તેમનાં કરેલાં કુકર્મોથી લેપાય. કારણ કે એવો લોકમાં રિવાજ છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ જેમ ચોરને અન્ન-પાન વગેરે સહાય આપનાર માણસ પણ ચોરીના અપરાધમાં સપડાય છે તેમ ધર્મની બાબતમાં પણ જાણવું. માટે તત્ત્વના જાણ શ્રાવકે દરરોજ સ્ત્રી, પુત્ર વગેરેને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખબર લેવી. પણ પોષ' એવું વચન છે માટે શ્રાવકે સ્ત્રી-પુત્રાદિને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે દેશનું કરેલું પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરોહિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભરથારને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરુને માથે છે.
સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લોકો ઘરના કામમાં વળગી રહેલા હોવાથી તથા પ્રમાદી વગેરે હોવાને લીધે તેમનાથી ગુરુ પાસે જઈ ધર્મ સંભળાતો નથી, માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહીં ધનશ્રેષ્ઠીના કુટુંબનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું - ધન્યશેઠનું દૃષ્ટાંત.
ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશેઠ ગુરુના ઉપદેશથી સુશ્રાવક થયો. તે દરરોજ સંધ્યા વખતે તેમની પત્નીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતો હતો. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણ પુત્ર પ્રતિબોધ પામ્યા; પણ ચોથો પુત્ર નાસ્તિકની માફક પુણ્યપાપનું ફળ ક્યાં છે? એમ કહેતો હોવાથી પ્રતિબોધ ન પામ્યો. ધન્યશ્રેષ્ઠિના મનમાં ઘણો ખેદ થતો હતો. એક વખતે પડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે ધર્મ સંભળાવ્યો અને એવો ઠરાવ કરી રાખ્યો કે, “દેવતા થઈને તારે મારા પુત્રને પ્રતિબોધ પમાડવો.” તે વૃદ્ધ સ્ત્રી મરણ પામીને સૌધર્મ દેવલોકે દેવી થઈ. પછી તેણે પોતાની દિવ્ય ઋદ્ધિ વગેરે દેખાડીને ધન્યશ્રેષ્ઠિના પુત્રને પ્રતિબોધ પમાડ્યો.
આ રીતે ઘરના સ્વામીએ પોતાના પુત્ર વગેરેને પ્રતિબોધ કરવો. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબોધ ન પામે તો પછી ઘરના ધણીને માથે દોષ નથી. કેમકે સર્વે શ્રોતાજનોને હિતવચન સાંભળવાથી ધર્મ મળે જ છે એવો નિયમ નથી, પરંતુ ભવ્ય જીવો ઉપરઅનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તો જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાનો વિસ્તારપૂર્વક અર્થ છે. (૯) બ્રહ્મચર્યની શુદ્ધિ.
पायं अबंभविरओ, समए अप्पं करेइ तो निदं ॥ निदोवरमे थोतणु-असुइत्ताई विचिंतिञ्जा ॥१०॥ प्रायः अब्रह्मविरतः समये अल्पां करोति निद्राम् ।
निद्रोपरमे स्त्रीनु-अशुचित्वादि विचिन्तयेत् ॥१०॥ તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રીસંભોગથી છૂટા રહીને થોડો વખત ઉંઘ લેવી. અને ઉંઘ ઊડી જાય ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦)
સુશ્રાવક સ્વજનોને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પહોર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પોતાની શરીરપ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સૂવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ
Page #273
--------------------------------------------------------------------------
________________
નિદ્રાની વિધિ.
૨૪૯ પ્રમાણે થોડી ઊંઘ લે. ઊંઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ ? તે વિષે કહે છે. અબ્રહ્મ તે સ્ત્રીસંભોગ, તેથી નીરાળા રહેવું; કારણ કે માવજીવ ચતુર્થ વ્રત પાળવા અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસોએ બ્રહ્મચારીપણે જ રહેવું જોઈએ. કેમકે બ્રહ્મચર્યનું ફળ બહુ જ મોટું છે. મહાભારતમાં પણ કહ્યું છે કે - ' હે ધર્મરાજ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભ ગતિ થાય છે તે શુભ ગતિ હજારો યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં ? તે માટે શંકા રહે છે.
નિર્દ એ વિશેષ્ય છે અને આ એ નિદ્રાનું વિશેષણ છે. તથા એવો ન્યાય છે કે કોઈપણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિતના હોય તો તે વિધિ અથવા નિષેધ પોતાનો સંબંધ વિશેષણની સાથે રાખે છે. તેથી “ઊંઘ લેવી હોય તો થોડી લેવી” એમ અહીં કહેવાનો ઉદ્દેશ છે પણ ઉંઘ લેવી એમ કહેવાનો ઉદ્દેશ નથી.
કારણ કે દર્શનાવરણીય કર્મનો ઉદય થવાથી ઊંઘ એની મેળે આવે છે માટે ઊંઘ લેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કહે? જે વસ્તુ બીજે કોઈ પ્રકારે મળતી નથી તેનો વિધિ શાસ્ત્ર કહે છે એવો નિયમ છે. એ વાત અગાઉ એક વખત કહેવામાં આવી છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે. ચોર, વૈરી, ધૂતારા, દુર્જન વગેરે લોકો પણ સહજમાં તેની ઉપર હુમલો કરી શકે છે. થોડી ઊંઘ લેવી એ મહાપુરુષોનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે જે પુરુષ અલ્પાહારી, અલ્પ-વચની, અલ્પ-નિદ્રા લેનારો તથા ઉપધિ અને ઉપકરણ પણ અલ્પ રાખનારો હોય છે તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિમાં કહેલો નિદ્રાવિધિ નીચે પ્રમાણે છે. નિદ્રાની વિધિ.
જીવોથી ભરેલો, ટૂંકો, ભાંગેલો, મેલો, પડપાયાવાળો, તથા બાળવાના લાકડાથી બનાવેલો એવો ખાટલો સૂવાના કામમાં વાપરવો નહીં. સૂવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જોડેલાં લાકડાં હોય તે સારાં; પાંચ આદિ લાકડાનો યોગ સૂનાર ધણીનો તથા તેના કુળનો નાશ કરે છે. પોતાના પૂજનિક પુરુષથી ઊંચે સ્થાનકે ન સૂવું, તથા પગ ભીના રાખીને ઉત્તર-પશ્ચિમ દિશાએ મસ્તક કરીને, વાંસની પેઠે લાંબો થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું; પરંતુ હસ્તિના દંતની માફક સૂવું.
દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) મસ્તક કરીને ન સૂવું. કલ્યાણની ઇચ્છા કરનાર પુરુષે સૂવાને વખતે મળ-મૂત્રની શંકા હોય તો તે દૂર કરવી. મળ-મૂત્ર કરવાનું સ્થાનક ક્યાં છે તે બરોબર જાણવું. પાણી પાસે છે કે નહીં તે જોવું અને બારણું બરોબર બંધ કરવું. ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુનો ભય ટાળવો, પવિત્ર થવું. પછી વસ્ત્ર બરોબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીને વિષે સર્વ આહારનો પરિત્યાગ કરીને ડાબે પડખે સૂઈ રહેવું. ક્રોધથી, ભયથી, શોકથી, મદ્યપાનથી, સ્ત્રીસંભોગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી, ગ્લાનિ પામેલા,
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થયેલા અને તૃષાતુર થયેલા એટલા પુરુષોએ કોઈ વખતે દિવસે સૂઈ રહેવું.
ગ્રીષ્મઋતુમાં વાયુનો સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે માટે તે ઋતુમાં દિવસે ઊંઘ લેવી લાભકારી છે, પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે તો તેથી કફ પિત્ત થાય. ઘણી આસક્તિથી અથવા અવસર વિના ઊંઘ લેવી સારી નથી કેમકે તેવી ઊંઘનો વખત રાત્રિની માફક સુખનો તથા આયુષ્યનો નાશ કરે છે. સૂતી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તો વિદ્યાનો, અને દક્ષિણ દિશાએ કરે તો ધનનો લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તરદિશાએ મસ્તક કરે તો મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રમાં કહેલો શયનવિધિ કહ્યો છે.
આગમમાં કહેલો વિધિ આ પ્રમાણે છે. સૂતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા ગુરુને વંદના કરવી. ચઉવિહાર વગેરે પચ્ચખાણ ગ્રંથિ સહિત ઉચ્ચરવું તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિમાણનો સંક્ષેપ કરવારૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે -
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને દિનલાભ (પ્રભાતસમયે વિદ્યમાન પરિગ્રહ) એ સર્વે પૂર્વે નિયમિત નથી તેનો નિયમ કરું છું. તે એ કે, એકેન્દ્રિયને તથા મશક, જા વગેરે ત્રસજીવોને મૂકીને બાકીનો આરંભ અને સાપરાધ ત્રસજીવ સંબંધી તથા બીજો સર્વ પ્રાણાતિપાત, મનને રોકવું અશકય છે. માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરૂં અને ન કરાવું. એ રીતે જ મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનનો પણ નિયમ જાણવો. તથા દિનલાભ પણ નિયમિત હતો નહીં તેનો હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડનો પણ નિયમ કરું છું. શયન, આચ્છાદન વગેરે મૂકીને બાકીના સર્વઉપભોગ-પરિભોગને, ઘરનો મધ્યભાગ મૂકી બાકી સર્વદિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરાવું.
આ રીતે દેશાવકાશિક સ્વીકારવાથી મોટું ફળ મળે છે, અને એથી મુનિરાજની માફક નિઃસંગપણું પેદા થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે જેમ પ્રાણાંત સધી પાળ્યું અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામ્યો તેમ બીજા વિશેષ ફળના અર્થી મનુષ્ય પણ મુખ્ય માર્ગે પાળવું. પરંતુ તેમ પાળવાની શક્તિ ન હોય તો અનાભોગાદિ ચાર આગારોમાં ચોથા આગારવડે અગ્નિ સળગવા વગેરે કારણથી તે દિશાવકાશિત) વ્રત મૂકે તો પણ વ્રતભંગ ન થાય. વૈદ્યના જીવ વાનરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. દેશાવકાસિક ઉપર વાનરનું દૃષ્ટાંત.
પૂર્વકાળમાં કાંતિમતી નામે નગરી હતી. તે નગરીમાં સિદ્ધ નામે મહાવૈદ્ય રહેતો હતો. તે વૈદ્ય મહાન લોભી હતો. જેથી તે પોતાના સગા મિત્ર કે, ગરીબ ગુરબાનું પણ ધ્યાન રાખ્યા સિવાય પૈસા પડાવતો હતો. તેમજ બહુ પાપવાળી ઔષધિઓ વાપરતો હતો.
એક વખત તે નગરમાં મુનિ મહારાજ પધાર્યા. સર્વ લોકોની સાથે સિદ્ધવઘ પણ દેશના સાંભળવા ગયો. મુનિરાજે દેશના આરંભી, આ દેશનામાં તેમણે માનવભવની દુર્લભતા ઉપર
Page #275
--------------------------------------------------------------------------
________________
દેશાવકાસિક ઉપર વાનરનું દૃષ્ટાંત.
૨૫૧ વિવેચન કર્યું. દેશનાને અંતે વૈદ્યને વિશેષ બોધ આપ્યો અને જણાવ્યું કે “વૈદ્યનું જીવન બહું કપરું છે. કારણ કે, તે લોકના ભલા કરતાં મુંડામાં વધારે રાજી રહે છે તે માને છે કે લોકો વધુ માંદા પડે તે સારું. આમ છતાં સારો વૈદ્ય દયા ભાવે અને હિતબુદ્ધિએ વૈદ્યકપણું કરે તો કલ્યાણ સાધી શકે છે.”
મુનિની આ દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડ્યું. તે પોતાને ઘેર ગયો પણ પાછો પૂર્વના અભ્યાસને લઈ મહાલોભથી પોતાનો ધંધો કરવા માંડ્યો. અંતે તે મૃત્યુ પામી એક જંગલમાં વાનરરૂપે ઉત્પન્ન થયો. આ વાનર પોતાના ટોળાનો અગ્રણી બની વાનરીઓ સાથે ક્રિીડા કરતો પોતાનો કાળ પસાર કરવા લાગ્યો.
એક વખત જ્યાં આ વાનર વસે છે તે જંગલમાં સમેતશિખરની યાત્રાએ નીકળેલો એક મુનિઓનો સમુદાય આવી ચડ્યો. અહિં એક મુનિના પગે કાંટો વાગ્યો. કાંટો એટલો બધો ઊંડો ઉતર્યો કે તે ખેંચી શકાયો નહિ, પગ સુજી ગયો. મુનિ પગલું પણ આગળ ચાલવા માટે સમર્થ થયા નહિ. મુનિઓ અટક્યા ઘોર જંગલમાં કોઈ પ્રતિકારનો માર્ગ તેમને દેખાયો નહી. કાંટાથી વિંધાયેલ મુનીએ બીજાઓને કહ્યું કે “મારે માટે તમારે બધાયે રોકાઈ રહેવાની જરૂર નથી, આપ સુખેથી પધારો હું અહિં રહ્યો રહ્યો મનથી સમેતશિખરની ભાવના ભાવી જીવન પવિત્ર કરીશ.” મુનિઓ થોડીવાર તો અટક્યા પણ છેવટે તેમને લાગ્યું કે તાત્કાલિક કાંઈ પણ પ્રતિકાર થાય તેમ નથી, તેમ જાણી એક બીજાને ખમાવી સૌ નીકળ્યા.
કંટક વિદ્ધ મુની એક શીલાતળને પોતાનો ઉપાશ્રય માની ધ્યાન મગ્ન રહ્યા. તેવામાં થોડીવારે કેટલાક વાનરોનું ટોળું આવ્યું. કેટલાકે મુનિને મારવા પથરા તો કેટલાકે લાકડાના ટુકડા ઉપાડ્યા. તેવામાં વૈદ્યનો જીવ જે વાનર થયો હતો તે ત્યાં આવ્યો મુનિને જોતાં વિચારવા લાગ્યો, મેં આવા મુનિને ક્યાંય ને ક્યાંય જોયા છે. એમ વિચારતાં પૂર્વભવ યાદ આવ્યો, તેણે મુનિઓને મારવા તૈયાર થયેલ વાનર અને વાનરીઓને દૂર કર્યા અને સિદ્ધવૈદ્યની જેમ મુનિનો પગ હાથમાં લઈ પૂર્વભવના અભ્યાસથી મુનિનાં પગમાંથી કાંટો ખેંચી કાઢ્યો. તુર્ત વાનર જંગલમાં ઉપડ્યો અને સંરોહિણી ઔષધિ લગાવી મુનિના પગને સારો બનાવ્યો. મુનિએ વાનરને ઉદ્દેશી કહ્યું “હે વાનર ! તું તિર્યંચ છે છતાં આ તિર્યચપણામાં પણ તું પ્રયત્ન કરે તો તારું કલ્યાણ સાધી શકે છે.'
કંબલ અને સંબલે તિર્યચપણામાં પણ ધર્મ કરી દેવગતિ મેળવી. ભગવાનને ડંખ દેનાર ચંડકૌશિક સર્ષે પણ સમભાવ રાખી કલ્યાણ સાધ્યું છે. માટે સમ્યકત્વ મૂળ બારવ્રતને શક્તિ મુજબ આરાધ. જેથી ઘણા પાપો પણ નાશ પામશે. તેમજ બારવ્રતમાં પણ વિશેષ કરીને દેશાવકાસિક વ્રત આરાધવા યોગ્ય છે. આ વ્રત સામાયિક સહિત અને સામાયિક રહિત એમ બે પ્રકારે થાય છે.
મનથી પણ પાપ વ્યાપાર નહિ કરવાનો નિર્ણય કરી, નિયત કરેલી ભૂમિમાં રહેવું તે સામાયિક દેશાવકાસિક છે અને બીજાથી નિયત કરેલી ભૂમિમાં સર્વવ્રતના સંક્ષેપરૂપ દેશાવકાસિક કરવાથી, તે ભૂમિ સિવાય બીજા બધા સ્થળના પાપનો નિષેધ થાય છે. વાનરનું ચિત્ત દશાવકાસિક ઉપર
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ ચોંટ્યું. મુનિએ વાનરને ધર્મમાં સ્થિર કરી ત્યાંથી આગળ વિહાર કર્યો અને ક્રમે કરી સમેતશિખર પહોંચ્યા. વાનરને સંપૂર્ણ ફળની ઇચ્છા થઈ તેથી તેણે તે જ રાત્રિએ એક પર્વત ઉપર સામાયિક સહિત દેશાવકાસિક વ્રત સ્વીકાર્યું. રાત્રે સિહે વાનર ઉપર હૂમલો કર્યો. વાનર વ્રતને સંભાળી પગલું પણ ખસ્યો નહીં. આ રીતે સિંહે વાનરને ફાડી નાખ્યો. વાનરે મન સ્થિર રાખ્યું અને ત્યાંથી ધર્મ ધ્યાનમાં મૃત્યુ પામી ભુવનપતિમાં હજારો વર્ષના આયુષ્યવાળો દેવ થયો.
ભુવનપતિમાં દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, વાનરનો જીવ મણિમંદિર નામના નગરમાં મણિશેખર રાજાની પટરાણી મણીમાળાની કુક્ષિામાં ઉત્પન્ન થયો. પૂર્ણ મારો જન્મ થયો. અહીં માતાપિતાએ તેનું નામ અરૂણદેવ રાખ્યું.
અરૂણદેવકુમાર ચક્રવર્તિ પુત્રની જેમ પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતો અનુક્રમે બાલ્યકાળ પસાર કરી યૌવનપણાને પામ્યો. તે હજારો વિદ્યાધર કન્યાઓને પરણ્યો અને તેણે પ્રજ્ઞપ્તિ વિગેરે હજારો વિદ્યાઓને મેળવી. સમય જતાં બન્ને વિદ્યાધર શ્રેણિઓનો અધિપતિ વિદ્યાધર ચક્રવર્તિ રાજા થયો. અને પિતાના રાજ્યનો પણ અધિષ્ઠાતા થયો. વળી એક વખત મણિમંદિર નગરમાં રથયાત્રાનો ઉત્સવ આરંભાયો. સંઘે ગામોગામ આમંત્રણ મોકલ્યાં, આ પ્રસંગે અનેક શ્રાવકગણ અને સુવિહિત સાધુસમુદાય મણિમંદિરનગરમાં પધાર્યો. રથયાત્રાના વરઘોડાનો ઘેર ઘેર સત્કાર થયો. ફરતો ફરતો રથ રાજાના મંદિરે આવ્યો. રાજાએ રથ જોયો અને જૈનશાસનની પ્રભાવનાને તે અનુમોદવા લાગ્યો. તેવામાં તેની નજર ઉત્સવમાં વચ્ચે રહેલ સાધુસમુદાય ઉપર પડી. આ સાધુસમુદાયના અગ્રેસર શ્રી પ્રભસૂરિ હતા. તેમની પાસે એક વૃદ્ધ સાધુ ઉભા હતા. આ સાધુને દેખતાં રાજાને ચક્કર આવ્યા અને તુર્ત મૂચ્છખાઈ જમીન ઉપર ઢળી પડ્યો. થોડીવારે શુદ્ધિ આવતાં તેણે સૌ પ્રથમ તે વૃદ્ધમુનિને વાંદ્યા. લોકોએ કહ્યું “રાજનું ! આચાર્યને છોડી આ મુનિને તમે કેમ વાંધા ? રાજાએ પોતાનો પૂર્વભવ વાનરપણાનો કહી બતાવ્યો અને જણાવ્યું કે “આ મારા પરમ ઉપકારી છે.” આચાર્યે કહ્યું, રાજનું! તિર્યચપણામાં પણ તમે ધર્મ કરી આવી રાજયઋદ્ધિ પામ્યા તો માનવભવમાં શુદ્ધ રીતે ધર્મ કરો તો જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે ન મેળવી શકાય? રાજા પ્રતિબોધ પામ્યો; તેણે પોતાના પુત્ર પદ્મશખરને રાજ્યગાદી ઉપર સ્થાપી તુર્ત આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા આરંભી.
એક વખત અરૂણદેવ રાજર્ષિ વિહાર કરતા હતા તે વખતે આકાશમાંથી પસાર થતી લક્ષ્મીદેવીએ જોયા. તેને તેમની પરીક્ષા કરવાનું મન થયું. તેણે નીચે ઉતરી મુનિની સમક્ષ અનેક દેવાંગનાઓ વિદુર્વે અનુકૂળ ઉપસર્ગ કર્યા. અનુકુળ ઉપસર્ગથી જ્યારે તે ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે ઘણા પ્રતિકુળ ઉપસર્ગ કર્યા. આમ છ માસ અનેકવિધ ઉપસર્ગો કરી દેવી થાકી અને મુનિવરનો અપરાધ ખમાવી તેમની સ્તવના કરતી અંતર્ધાન થઈ. અરૂણદેવ રાજર્ષિએ તે ભવમાં ઉગ્ર તપશ્ચર્યા કરી નિરતિચાર ચારિત્ર પાળી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને આયુષ્ય પૂર્ણ કરી દસમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તીર્થંકર થઈ મુક્તિપદને પામશે.
Page #277
--------------------------------------------------------------------------
________________
કામરાગનો વિજય કેવી રીતે કરવો ?
૨૫૩ તેમજ ચારશરણા અંગીકાર કરવા સર્વ જીવરાશિને ખમાવવાં અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવો, પાપની નિંદા કરવી. પુન્યની અનુમોદના કરવી. પહેલા નવકાર ગણી
जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए।
आहारमुवहि देहं सव्वं तिविहेण वोसिरिअं ॥१॥ જો આ રાત્રિમાં આ દેહથી જુદો થાઊં, તો આ દેહ આહાર અને ઉપધિ એ સર્વને ત્રિવિધે કરી વોસિરાવું છું.
આ ગાથા વડે ત્રણ વાર સાગારી અનશન કરવું અને સૂતી વખતે નવકાર ચિંતવવો. એકાંત શવ્યાને વિષે જ સૂવું, પણ જ્યાં સ્ત્રી વગેરેનો સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે વિષયસેવનનો અભ્યાસ અનાદિ કાળનો છે અને વેદનો ઉદય ખમવો બહુ મુશ્કેલ છે. તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય; કેમ કે જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મૂકતાં તુરત પીગળી જાય છે તેમ ધીર અને દુર્બળ શરીરવાળા પુરુષ હોય તો પણ તે સ્ત્રી પાસે હોય તો પીગળી જાય છે. પુરુષ મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે એવું ડાહ્યા પુરુષોનું કહેવું છે.
માટે મોહનો સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઊંઘ લેવી. તેમ કરવાથી ખોટું સ્વપ્ર અથવા દુઃસ્વપ્ર આવતું નથી ધર્મની બાબતનાં જ સારાં સ્વપ્ર આવે છે. બીજું સૂતી વખતે શુભભાવના ભાવે તો સૂતો માણસ પરાધીન હોવાથી, આપદા ઘણી હોવાથી, આયુષ્ય સોપક્રમ હોવાથી તથા કર્મગતિ વિચિત્ર હોવાથી કદાચ મરણ પામે તો પણ તેની શુભગતિ જ થાય. કેમકે “છેવટે જેવી મતિ તેવી ગતિ થાય.” એવું શાસ્ત્રવચન છે. અહીં કપટી સાધુએ હણેલા પોસાતી ઉદાયી રાજાનું દષ્ટાંત જાણવું. કામરાગનો વિજય કેવી રીતે કરવો?
હવે ચાલતી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. પછી પાછલી રાત્રિએ ઊંઘ ઊડી જાય ત્યારે અનાદિકાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુર્જય કામરાગને જીતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરેઅમનમાં ચિતવવું. “અશુચિપણું વગેરે” એમાં વગેરે શબ્દ કહ્યો છે માટે જંબૂસ્વામી, સ્થૂલભદ્રસ્વામી આદિ મોટા ઋષિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવું શીલ પાળવા જે મનની એકાગ્રતા કરી તે, કષાય વગેરેનો જય કરવાને માટે જે ઉપાય કર્યા છે, સંસારની અતિશય વિષમ સ્થિતિ અને ધર્મના મનોરથ મનમાં ચિંતવવા.
તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું, નિંદપણું, વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજ્ય શ્રી મુનિસુંદરસૂરિજી મ. એ અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે અરે જીવ ! ચામડી, હાડકાં, મજ્જા, આંતરડાં, ચરબી, લોહી, માંસ, વિષ્ટા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુદ્ગલોના સ્કંધ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યા છે, તેમાં તને રમણીય શું લાગે છે ? અરે જીવ ! થોડી વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ દૂર પડેલી જોવામાં આવે તો તું શું શું કરે છે અને નાક મરડે છે. એમ છતાં તે મૂર્ખ ! તે જ
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તીય પ્રકાશ અશુચિ વસ્તુથી ભરેલા સ્ત્રીના શરીરની શા માટે અભિલાષા કરે છે? વિષ્ટાની જાણે કોથળી જ ન હોય ! એવી શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મલિન થયેલી, ઉત્પન્ન થયેલા કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મોહમાં પડી જે ભોગવે છે તેથી તેને નરક મળે છે. કામવિકાર ત્રણે લોકને વિટંબના કરનારો છે, તથાપિ મનમાં વિષયસંકલ્પ કરવાનું વર્ષે તો કામવિકારને સહજમાં જીતાય.
કહ્યું છે કે હે કામદેવ ! હું તારૂં મૂળ જાણું છું. તું વિષયસંકલ્પથી ઉત્પન્ન થાય છે માટે હું વિષયસંકલ્પ જ ન કરું કે જેથી તું મારા ચિત્તમાં ઉત્પન્ન ન થાય. આ રીતે વિષય ઉપર પોતે નવી પરણેલી આઠ શ્રેષ્ઠિકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવ્વાણું ક્રોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનાર શ્રી જંબૂસ્વામીનું, કોશા વેશ્યાને વિષે આસક્ત થઈ સાડી બાર ક્રોડ સોનૈયા ખરચી કામવિલાસ કરનાર તત્કાળ દીક્ષા લઈ કોશાના મહેલમાં જ ચોમાસું રહેનાર શ્રી સ્થૂલભદ્રસ્વામીનું તથા અભયા રાણીએ કરેલા અનેક અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગથી મનમાં પણ જરાય વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. જંબૂસ્વામીની કથા.
રાજગૃહ નગરમાં ઋષભદત્ત નામે શેઠ રહેતો હતો. તેને ધારિણી નામે ભાર્યા હતી. એક વખત મધ્યરાત્રિએ ધારિણીએ જંબૂવૃક્ષ જોયું. પ્રાતઃકાળે તેણે ઋષભદત્તને સ્વની વાત કહી. ઋષભદત્તે પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું કે “તારે જાંબુ સરખા વર્ણવાળો પુત્ર થશે. ધારિણી ગર્ભવતી થઈ તેને પુત્ર થયો. મા-બાપે સ્વપ્રને અનુસરી તેનું નામ જંબૂકુમાર પાડ્યું. જંબૂકુમાર બાલ્યકાળ પસાર કરી યૌવન વય પામ્યો. માત-પિતાએ તે નગરના જુદા જુદા આઠ શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો.
એક વખત રાજગૃહમાં સુધર્માસ્વામી પધાર્યા. કોણિક રાજા નગરવાસીઓ સાથે દેશના સાંભળવા આવ્યો જંબૂકુમાર પણ તે દેશનામાં ગયો. સુધર્માસ્વામિએ દેશનામાં કહ્યું કે “જીવન ચંચળ છે. જેમ પાણીનો પરપોટો સહેજમાં ફુટી જાય છે તેમ આ જીવન નશ્વર છે.” સુધર્માસ્વામિની દેશના જ જંબૂકુમારના હૃદયમાં આરપાર ઉતરી, તેને જીવન અસ્થિર સમજાયું. અને આ જીવનમાંથી સ્વશ્રેય સાધવાનું સુર્યું. તે તુર્ત ઉભો થયો અને પોતાનો ઉદ્ધાર કરવા દીક્ષા આપવાની માગણી કરી. સુધર્માસ્વામિએ “પવિઘ રેઢું તારી સારી ભાવનામાં તું વિલંબ ન કર, તેમ કહી તેને પ્રોત્સાહન આપ્યું. જંબૂકુમાર ‘હું તુર્ત માબાપની રજા લઈ આવું છું.' એમ ગુરુમહારાજને કહી નગર તરફ વળ્યો.
માર્ગમાં જતાં શસ્ત્રો ચલાવતા શીખતા કુમારો તરફથી ફેંકાયેલ મોટો લોઢાનો ગોળો તેની નજીક પડ્યો. જંબૂકુમારની વિચારધારા પલટાણી તેને લાગ્યું કે જીવનમાં ક્ષણનો ક્યાં ભરોસો છે તેણે વિચાર્યું કે મને આ લોઢાનો ગોળો વાગ્યો હોત તો હું મારી જાત મને મારી મનની મનમાં રહી જાત.” જંબૂકુમાર પાછો વળ્યો અને સુધર્માસ્વામી પાસે આવ્યો તેણે ત્યાં બ્રહ્મચર્ય
Page #279
--------------------------------------------------------------------------
________________
જંબુસ્વામીની કથા.
૨૫૫ વ્રત સ્વીકાર્યું અને પછી માત-પિતા પાસે આવ્યો. માતા-પિતાની આગળ દીક્ષા લેવાનો પોતાનો વિચાર જણાવ્યો. ઋષભદત્ત અને ધારિણી પુત્રના આ વચન સાંભળી મૂચ્છિત થયાં. થોડીવારે શાંતિ પામી તેમણે જંબૂકુમારને દીક્ષા એ કેટલી આકરી છે તે સમજાવ્યું. જંબૂકુમારે પણ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપ્યો. છેવટે માતા-પિતાએ મળી એટલી માગણી કરી કે “પુત્ર ! જે આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો છે તેની સાથે તું લગ્ન કર. લગ્ન પછી તારે દીક્ષા લેવી હોય તો સુખેથી બીજે દિવસે દીક્ષા લેજે.' આમ કહેવામાં તેઓની ધારણા હતી કે પરણ્યા પછી એ સ્ત્રીઓના પ્રેમમાં લપટાઈ આપોઆપ દીક્ષાનો વિચાર માંડી વાળશે. પરણ્યા પહેલાં કન્યાઓના માતા-પિતાને કહેવામાં આવ્યું કે પરણ્યા પછી તુર્ત જંબૂકુમાર દીક્ષા લેવાની ભાવના રાખે છે. કન્યાઓના માતપિતાએ આ ખબર કન્યાઓને આપી. તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે “તેમની ઇચ્છા હોય તે પ્રમાણે ભલે કરે. અમારાથી બનશે તો અમે સમજાવી તેમને દીક્ષા નહિ લેવા દઈએ અને આમ છતાં પણ અમારાથી નહિ સમજે તો તેમની સાથે અમે પણ દીક્ષા લઈશું.”
લગ્નોત્સવ ઉજવાયો. એક એક કન્યાના દાયકામાં નવ નવ ક્રોડ સોના મહોર જંબૂકુમારને આપવામાં આવી. આઠ ક્રાંડ સોના મહોર કન્યાઓના મોસાળ તરફથી મળી, એક ક્રોડ સોનામહોર જંબૂકમારને પોતાના મોસાળ તરફથી મળી. અને અઢાર ક્રોડ સોના મહોર પ્રમાણ મિલ્કત પોતાના પિતાની હતી. આમ નવ્વાણું કોડ સોના મહોરનો અધિપતિ જંબૂકુમાર થયો.
જંબૂકુમાર પ્રથમ રાત્રિએ આઠ વધૂઓ સાથે શયનગૃહમાં દાખલ થયો. સ્ત્રીઓએ ઘણા હાવભાવ કર્યા પણ જંબૂકુમાર સ્થિર રહ્યા. આ પ્રસંગે ચોરી કરવા પ્રભવ નામે ચોર પોતાના પાંચસો સાથીદારો સાથે દાખલ થયો. તેણે જંબૂકુમારના ઘરમાંથી ધન ઉપાડી જવા ગાંસડીઓ બાંધી પણ ઉઠાવી જાય તે પહેલાં તો જંબૂકુમારે ગણેલ નવકાના માહામ્યથી કોઈ દેવતાએ તેમને ખંભિત કર્યા અને તે આઠે સ્ત્રીઓ સાથેનો જંબૂકુમારનો વાર્તાલાપ સાંભળવામાં તલ્લીન બન્યો.
આ પછી તેણે જંબૂકુમારને કહ્યું “ભાગ્યશાળી ! હું તમારી ચોરી કરવા માગતો નથી પણ તમારી પાસે જે ખંભિત કરનારી વિદ્યા છે તે મને આપો અને હું મારી પાસે અવસ્થાપિની અને તાલોદ્ઘાટિની નામની જે બે વિદ્યા છે તે હું તમને આપું છું.' જવાબમાં જંબૂકુમારે કહ્યું “મેં તમને ખંભિત કર્યા નથી. મારે કોઈ વિદ્યાઓની જરૂર નથી. હું તો તૃણની માફક આ સર્વ ઋદ્ધિ અને ભોગોને તજી પ્રાતઃકાળે દીક્ષા ગ્રહણ કરવાનો છું. કારણ કે આ ભોગો મધુબિંદુ જેવા છે.” પ્રભવે કહ્યું “મધુબિન્દુનું દૃષ્ટાંત શું છે ?”
જંબૂકુમારે મધુબિન્દુનું દૃષ્ટાંત કહી તેને પ્રતિબોધ કર્યો અને તેમની પ્રથમ સ્ત્રી સમુદ્રશ્રીને તેણે આપેલ ખેડૂતના દૃષ્ટાંતનો પ્રત્યુત્તર કાગડાનું દૃષ્ટાંત આપી આપ્યો અને તેને પ્રતિબોધિત કરી. આ પછી પાશ્રી, પદ્યસેના, કનકસેના, નભસેના કનકશ્રી, રૂપશ્રી અને જયશ્રીએ અનુક્રમે વાનરદૃષ્ટાંત, નુપૂરપંડિતાનું દષ્ટાંત, કણબીનું દષ્ટાંત સિદ્ધિબુદ્ધિનું દષ્ટાંત, વિપ્રપુત્રનું દૃષ્ટાંત, માસાયંસ પક્ષીનું દષ્ટાંત, અને બ્રાહ્મણપુત્રીનું દૃષ્ટાંત કહ્યાં. આ દષ્ટાંતોનો પ્રત્યુત્તર જંબૂસ્વામિએ અનુક્રમે કઠીઆરાનું દષ્ટાંત, વિદ્યુમ્ભાલીની કથા, વાનર દષ્ટાંત, ઘોટકનું દૃષ્ટાંત, વિપ્રકથા, ત્રણ મિત્રનું દષ્ટાંત અને લલિતાંગકુમારનું દૃષ્ટાંત કહી આપ્યો. જેથી આઠે સ્ત્રીઓ પ્રતિબોધ પામી.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તીય પ્રકાશ પ્રાતઃકાળે જંબૂકુમારે પ્રભવચોર તેના પાંચસો સાથીદારો, આઠ સ્ત્રીઓ, સાસુ સસરા અને માત-પિતા સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ જંબૂસ્વામી નિરતિચાર શુદ્ધ ચારિત્રપાળી ચૌદપૂર્વી થયા અને અનુક્રમે ચારઘાતિ કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિપદને વર્યા. જંબુસ્વામી પછી તેમની પાટે પ્રભવસ્વામી થયા. સ્થૂલિભદ્રની કથા.
પાટલીપુત્રમાં નંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શકટાલ નામે મંત્રી હતો. આ મંત્રીને લાચ્છલદે નામે ભાર્યા હતી. આ શકટાલ મંત્રીને લાચ્છલદેથી સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો થયા. અને યક્ષ-યક્ષિદિન્ના વિગેરે સાત પુત્રીઓ થઈ.
એક દિવસ મિત્રોની સાથે સ્થૂલિભદ્ર ઉદ્યાનમાં ગયા. પાછા વળતાં કોશા નામની વેશ્યાએ તેમને જોયા. જોતાં જ તે મુગ્ધ બની અને આકર્ષાઈ પોતાના આવાસે લઈ ગઈ. સ્થૂલિભદ્ર પણ તેનામાં લુબ્ધ બન્યા. આ પછી પુત્રના મોહવાળા પિતાએ પુત્રની ઈચ્છા મુજબ ધન મોકલવાનું રાખ્યું. આમ બાર વર્ષ સ્થૂલભદ્ર કોશ્યાને ઘેર પસાર કર્યા. અને સાડા બાર કોડ સોનૈયા ખર્યા. - પાટલીપુત્રમાં એક વરરૂચિ નામનો બ્રાહ્મણ હતો. તેણે કપટથી નંદનું મન શકટાલ મંત્રી ઉપરથી ફેરવ્યું શકટાલને આથી ખોટું લાગ્યું અને તેણે વિષ ખાઈ સ્વપુત્રના હાથે તલવાર મરાવીને મૃત્યુ આપ્યું. પાછળથી રાજાને ખબર પડી કે વરરૂચિની આમાં કપટક્રિયા હતી. તેણે વરરૂચિને જેલમાં નાંખ્યો અને મંત્રીપદ સ્વીકારવા શ્રીયકને કહ્યું. શ્રીયકે રાજાને કહ્યું, “હે રાજન્ ! મારો મોટો ભાઈ યૂલિભદ્ર વેશ્યાને ઘેર છે. અને તે મોટો હોવાથી પ્રધાનપદનો અધિકારી હોવાથી તેને બોલાવી આપ તે પદ તેમને આપો.' રાજાએ ધૂલિભદ્રને બોલાવ્યો અને મંત્રીપદ લેવા આગ્રહ કર્યો. સ્થૂલિભદ્ર જવાબમાં કહ્યું, “રાજનું! વિચારી આપને જવાબ આપીશ.” રાજાએ “ભલે વિચાર કરીને કહેજો' એમ કહી તેને રજા આપી.
સ્થૂલિભદ્ર અશોકવાટિકામાં ગયો તેણે મંત્રીપદ માટે વિચાર કરવા માંડ્યો વિચારતાં વિચારતાં તેને સમગ્ર જગત્ સ્વાર્થી જણાવા લાગ્યું. તેને મંત્રીપદ, રાજ્યઋદ્ધિ કે સંપત્તિ સર્વ અસ્થિર અને અનર્થકારક દેખાવા લાગ્યાં. તેણે પોતાના હાથે પંચમુષ્ઠિ લોચ કર્યો અને શાસનાદેવીએ આપેલા સાધુવેષ ગ્રહણ કરી રાજા આગળ હાજર થયો. રાજા આ જોઈ આશ્ચર્ય પામ્યો અને બોલ્યો “આ શું?” સ્થૂલિભદ્રે કહ્યું “રાજન્ ! મેં તમે કહ્યા મુજબ ખુબ ખુબ વિચાર કર્યો તો જણાયું કે સંસારમાં જન્મી યોગ્યપદ લેવા જેવું હોય તો આ સાધુપદ છે. આથી મેં સાધુપદ ગ્રહણ કર્યું છે' તુર્ત રાજમહેલ છોડી લિભદ્ર સંભતિવિજય આચાર્ય પાસે ગયા. અને વિધિપૂર્વક તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી.
કોશા સ્કૂલિભદ્રના દીક્ષા અંગીકારના સમાચાર સાંભળી તુર્ત તેમની પાસે આવી અને વિલાપ કરતાં કહેવા લાગી કે મંત્રીપદ છોડી આ તમે શું લીધું ? અને તમારાથી લેવાયું પણ કેમ ?' સ્થૂલિભદ્ર મૌન રહ્યા. ત્યાંથી તેમણે ગુરુ સાથે વિહાર આરંભ્યો.
ચાતુર્માસ સમય નજીક આવ્યો. ગુરુ પાસે રહેલા સાધુઓમાંથી એકે ગુરુમહારાજ પાસે આવી સિંહની ગુફા આગળ રહી ચાતુર્માસ કરવાની માગણી કરી. બીજાએ મહાસર્પના બીલ આગળ
Page #281
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્રની કથા.
૨૫૭ ખડે પગે રહી ચાતુર્માસની અનુજ્ઞા માગી. ત્રીજાએ કૂવાના કાંઠાની ભારવટ ઉપર રહી ચાતુર્માસ કરવાની રજા આપવા વિજ્ઞપ્તિ કરી. ત્યારે સ્થૂલિભદ્રે કહ્યું “ભગવન્! હું કોશા વેશ્યાના ઘરમાં રહી ચાતુર્માસ કરવાની ઇચ્છા રાખું છું.” ગુરુએ ચારે શિષ્યોને જ્ઞાનથી તેમની યોગ્યતા પારખી તે તે સ્થળે ચાતુર્માસ કરવાની અનુજ્ઞા આપી.
ગુરુની અનુજ્ઞા મુજબ એક સિંહની ગુફાદ્વારે. બીજા સર્પના બીલ ઉપર અને ત્રીજા કૂવાના કાંઠાની ભારવટે ચાતુર્માસ રહ્યા. સ્થૂલિભદ્રને આવતા જોઈ કોશા સામે આવી પગે પડી. સ્થૂલિભદ્ર ચાતુર્માસ રહેવા તેની ચિત્રશાળાની માગણી કરી. કોશાએ આનંદ પામી વસતિ આપી. સ્થૂલિભદ્ર કોશાની ચિત્રસભામાં ચાતુર્માસ રહ્યા. રોજ વેશ્યા મુનિને ષસનો આહાર વહોરાવે છે તેમજ નેત્રોના વિકારો અને હાવભાવ તેમની સન્મુખ કરે છે. વર્ષાઋતુ હોવાથી ઠંડો પવન અને મોરોના અવાજો વાતાવરણને ઉત્તેજિત કરે છે. પ્રતિદિન નાટ્ય વિનોદ વેશ્યાના આવાસમાં ચાલે છે. વધુમાં કોશા વેશ્યા મુનિ પાસે આવી પૂર્વના પ્રસંગો યાદ કરાવે છે અને કહે છે કે “મારા જેવી આપને સ્વાધીન છતાં, યૌવન વય છતાં, આપે આ દીક્ષા શા માટે ગ્રહણ કરી ?' યૂલિભદ્ર આ બધું અક્ષુબ્ધ મને નિહાળે છે અને વેશ્યાને જવાબ આપતાં કહેવા લાગ્યા.
હે કોશા ! સ્ત્રીનું શરીર અશુચિથી ભરેલું છે. સ્ત્રીના સ્તન એ માંસ ગ્રંથિ છે. સ્ત્રી એ મલમૂત્રની ક્યારી છે. આમાં કાંઈ મુગ્ધ થવા જેવું નથી. સ્ત્રીસંભોગ અનેક જીવોનો ઘાત કરનાર છે. નરકે લઈ જનાર છે અને ભવોભવ જીવને મોહિત કરી રખડાવનાર છે.” આમ છેવટે સ્થૂલિભદ્ર નિશ્ચલ રહ્યા. કોશા છેવટે થાકી અને બોલી “આપ ધન્ય છો. કૃતાર્થ છો. નિશ્ચલ છો.” તેણે સ્થૂલિભદ્ર પાસે શ્રાવકવ્રત લીધાં. શ્રાવિકા થઈ અને નિયમ લીધો કે “રાજાએ મોકલેલ પુરુષ સિવાય અન્ય પુરુષોનો વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ.”
ચાતુર્માસ પૂર્ણ થયે કોશાને પ્રતિબોધી સ્થૂલિભદ્ર ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને કહ્યું “ખરેખર તમે દુષ્કર દુષ્કર દુષ્કર કારક કાર્ય કર્યું છે. ગુરુના આ વચને સિહની ગુફા પાસે ચાતુર્માસ કરી આવેલ મુનિના મનને દુભાવ્યું. કારણ કે તેમને ગુરુએ તમે “દુષ્કર કાર્ય કર્યું છે તેમ કહ્યું હતું અને રોજ ષસ ભોજન કરી કોશાને ઘેર રહેલ સ્થૂલિભદ્રને “દુષ્કર દુષ્કર’ કહ્યું. આથી તેમને સ્થૂલિભદ્ર ઉપર ઈષ ઉત્પન્ન થઈ.
એક દિવસ નંદરાજાની પ્રસન્નતા મેળવી તેની પરવાનગીથી કોઈક રથકાર કોશાને ઘેર આવ્યો. કોશા સ્થૂલભદ્રના ગુણથી મોહિત હતી. રથકારે વિદ્યાઓ બતાવી કોશાને આકર્ષવાનું મન થયું. તેણે પોતાની વિદ્યાવડે કોશાની બારીમાં બેઠાં બેઠાં એક બાણ પર બીજું બાણ મૂકી આમ્રફળની લેબ લાવી વેશ્યાને આપી. કોશાએ પણ તેનો ગર્વ ઉતારવા સરસવના ઢગલા ઉપર સોય રાખી તેના ઉપર પુષ્પ મુકી નાચ કરી બતાવી તેનું અભિમાન ઉતાર્યું અને બોલી.
‘આંબાની લુંબ તોડવી કે સરસવ ઉપર નાચવું એ કાંઈ મુશ્કેલ નથી. પણ અતિ દુષ્કર કાર્ય તો સ્થૂલિભદ્ર કર્યું તે છે. કે જે સ્ત્રીના સહવાસમાં રહ્યા છતાં જરા પણ ક્ષુબ્ધ ન પામ્યા. વન, જંગલ કે એકાન્તમાં રહીને તો સંયમ ઘણા પાળે છે પણ સુંદર મહેલમાં ષસ ભોજન ખાઈ સ્ત્રીની સમીપે રહી સંયમ પાળનાર તો શકટાલ નંદન સ્થૂલભદ્ર એક જ છે.”
૩૩
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ
કોશાએ કરેલી સ્થૂલિભદ્રની આ પ્રશંસાથી વિદ્યાગર્વિષ્ટ રથકાર પ્રતિબોધ પામ્યો. કોશા પાસેનો વિષયરાગ વિસરી તે સ્થૂલિભદ્ર પાસે ગયો અને તેણે તેમની પાસે દીક્ષા લીધી.
૨૫૮
બીજા ચાતુર્માસનો પ્રસંગ આવ્યો. સિંહ ગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા અને તેમણે વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાની અનુજ્ઞા માગી. ગુરુએ કહ્યું કે ‘આ કાર્ય મહાદુષ્કર દુષ્કરકારક છે માટે રહેવા દો.’ પણ તેમને તો સ્થૂલિભદ્રની સરસાઇ કરવી હતી તેમણે આગ્રહ પકડ્યો. છેવટે ગુરુએ કહ્યું કે જવું હોય તો ભલે જાઓ, પણ તમે ચારિત્ર સાચવી નહિ શકો.' સિંહ ગુફાવાળા મુનિ વેશ્યાને ત્યાં આવ્યા અને સ્થૂલિભદ્ર જે ચિત્રશાળામાં રહ્યા હતા ત્યાં રહ્યા. સંધ્યા વિતતાં કોશાની બેન ઉપકોશા રંગરાગ સજી ત્યાં આવી વર્ષોના તપ કરનાર અને મનથી મારા જેવો કોઈ નિશ્ચલ નથી તેવું અભિમાન રાખનાર સિંહગુફાવાસી મુનિ રૂપરંગ, હાવભાવ, નેત્રોના વિકારની ચેષ્ઠા કરતી વેશ્યા ઉપર મોહિત થયા. તેમને તેમનું તપ, જપ, અને સંયમ કષ્ટમય લાગ્યા અને યૌવન જીવનનો લાવો ઉપકોશા વેશ્યાના શરીરથી લેવાનું સુજ્યું. તે વર્ષોનું ચારિત્ર વિસરી વેશ્યા પાસે ભોગની પ્રાર્થના કરવા લાગ્યા. વેશ્યાએ કહ્યું ‘તમે જાણો છો કે આ ઘર વેશ્યાનું છે તેને મેળવવા ધન જોઈએ.'
તેમણે મુનિપણું છોડ્યું અને ભર ચોમાસે નેપાળ દેશ જઇ રાજાની સ્તુતિ કરી દાનમાં રત્નકંબલ મેળવી. પાછા વળતાં ચોરોએ લુંટ્યા, વિષય લોભથી મુનિ આમ ત્રણ વખત દાનમાં રત્નકંબલ લાવ્યા અને ત્રણ વખત લુંટાયા, છેવટે ચોથી વખતે માંડ માંડ ચોમાસું પૂર્ણ થવાના સમયે કંબલ લઈ ઉપકોશા વેશ્યા પાસે આવ્યા. તેમણે રત્નકંબલ આપી ભોગની પોતાની માગણી તાજી કરી. ઉપકોશાએ પગ લુંછી તે રત્નકંબલને અશુચિ સ્થાનમાં ફેંકી, મુનિ કહે છેં હૈં આ શું કરે છે ? આ રત્નકંબલ મેળવવી દુર્લભ છે.’ ઉપકોશાએ કહ્યું. ‘મૂર્ખ મુનિ ! આ દુર્લભ છે કે માનવ જીવન અને તેમાં પણ તે વર્ષો સુધી આચરેલું તપ-જપ અને સંયમ દુર્લભ છે ! મારૂ શરીર તો અશુચિથી ભરેલું છે. આની સાથે ભોગભોગવી સંયમ જીવન હારી તું ક્યાં રખડીશ તેનો તને ખ્યાલ છે ?'
વેશ્યાથી હડધૂત થયેલ અને તેના વચનથી સાન ઠેકાણે આવેલ મુનિને પોતાના કૃત્ય માટે પશ્ચાતાપ થયો. તે ગુરુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા ‘હે ભગવંત ! ખરેખર આપે જણાવ્યું તેમ સ્થૂલિભદ્ર અતિ દુષ્કર-દુષ્કર કારક છે. એ મહા સત્ત્વશાળી છે. હું સત્ત્વહીન છું,' આ પછી તેમણે પોતાના પાપની ગુરુ સમક્ષ આલોચના કરી, પ્રાયશ્ચિત્ત લીધું.
સ્થૂલિભદ્ર આ પછી ચૌદપૂર્વી થયા. તેમણે હજારો જીવોને પ્રતિબોધ પમાડ્યા. આમ સ્થૂલિભદ્ર ત્રીસ વર્ષ ઘરવાસમાં, ચોવીસવર્ષ મુનિપણામાં અને પીસ્તાલીસ વર્ષ યુગપ્રધાનપણામાં એમ નવ્વાણું વર્ષનું આયુષ્ય પાળી ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૨૧૫ વર્ષે સ્વર્ગે ગયા. સુદર્શન શેઠ.
સુદર્શન શેઠને ચલિત કરવા મિત્રપત્નીએ ઘણી માંગણી કરી પણ ‘હું પુરુષત્વ વિનાનો છું' તેમ કહી શેઠ તેની પાસેથી છટક્યા; સમય જતાં અભયા રાણીએ સુદર્શનશેઠની પત્નીને પુત્રોથી વિંટાએલી દેખી તેનો બદલો લેવા રાણી તૈયાર થઈ. તેણે સુદર્શનને ધ્યાનમાંથી ઉપાડ્યા અને
Page #283
--------------------------------------------------------------------------
________________
કષાયાદિને જીતવાની પદ્ધતિ.
૨૫૯ ચલિત કરવા ઘણા પ્રયત્ન કર્યા પણ તે ચલિત ન થયા. ત્યારે રાણીએ કોલાહલ કરી તેમના ઉપર આરોપ મૂકી પકડાવ્યા અંતે શેઠના દઢ સમ્યકત્વથી પ્રસન્ન થઈ સમકિતી દેવે શેઠને આપવાની શૂળિના સ્થાને સિંહાસન ઉપર આરૂઢ કર્યા. કષાયાદિને જીતવાની પદ્ધતિ.
હવે કષાય વગેરે દોષનો જય તે તે દોષની મનમાં વિરુદ્ધ ભાવના વગેરે કરવાથી થાય છે. જેમ ક્રોધનો જય ક્ષમાથી, માનનો નિરાભિમાનપણાથી, માયાનો સરળતાથી, લોભનો સંતોષથી, રાગનો વૈરાગ્યથી, દ્વેષનો મૈત્રીથી, મોહનો વિવેકથી, કામનો સ્ત્રીના શરીર ઉપરની અશુચિ ભાવના ભાવવાથી, મત્સરનો બીજાની વધી ગયેલી સંપદા જોવા છતાં મનમાં અદેખાઈ ન રાખવાથી, વિષયનો ઇન્દ્રિયદમનથી, મન-વચન-કાયાના અશુભ યોગનો ત્રણ ગુપ્તિથી, પ્રમાદનો સાવધાનતાથી અને અવિરતિનો જય વિરતિથી થાય છે.
તક્ષક નાગના માથે રહેલો મણિ મેળવવો અથવા અમૃતપાન કરવું એવા ઉપદેશ માફક આ વાત બનવી મુશ્કેલ છે; એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષનો ત્યાગ કરીને સગુણી થયેલા ચોખી રીતે દેખાય છે. તથા દૃઢપ્રહારી ચિલાતીપુત્ર, રોહિણેય ચોર વગેરે પુરુષોના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કે તે લોકો ! જે જગમાં પૂજ્ય થયા તે પહેલાં આપણા જેવા જ સાધારણ માણસ હતા એમ સમજી તમે દોષનો ત્યાગ કરવામાં ઘણા ઉત્સાહવંત થાઓ. કાંઈ કોઈ એવું ખેતર નથી કે જેમાં પુરુષો ઉત્પન્ન થાય છે. અને શરીર, ઇન્દ્રિયો વગેરે વસ્તુ જેમ માણસને સ્વભાવિક હોય છે તેમ સાધુપણું સ્વભાવિક નથી મળતું, પરંતુ જે પુરુષ ગુણોને ધારણ કરે છે તે સાધુ કહેવાય છે. માટે ગુણોનું ઉપાર્જન કરો.
અહો ! હે પ્રિય મિત્ર વિવેક ! તું ઘણા પુણ્યથી મને મળ્યો. તારે ક્યારે પણ અમારી પાસેથી ક્યાંય પણ ન જવું. હું તારી સહાયથી ઉતાવળથી જન્મનો તથા મરણનો ઉચ્છેદ કરું . કોણ . જાણે ફરીથી તારો અને મારો મેળાપ થાય કે ન થાય, ઉદ્યમ કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય છે અને પ્રયત્ન કરવો આપણા હાથમાં છે. એમ છતાં ફલાણો “મોટો ગુણી છે.” એ વાત કોણ જીવતો પુરુષ સહન કરી શકે ?
ગુણથી જ સન્માન મળે છે. જ્ઞાતિ-જાતિના આડંબરથી કાંઈ ન થાય. વનમાં ઉત્પન્ન થયેલું પુષ્પ લેવાય છે અને પ્રત્યક્ષ પોતાના શરીરથી ઉત્પન્ન થયેલો મળ નાંખી દેવાય છે. ગુણથી જ જગમાં મહિમા વધે છે પણ મોટા શરીરથી અથવા પાકટ-મોટી વયથી વધતો નથી. જુઓ, કેવડાનાં મોટા અને જુનાં પાંદડાં કોરે રહે છે અને વચ્ચે આવેલાં નાનાં અને નવાં પાંદડાં સુગંધી હોવાથી તેને સર્વે સ્વીકારે છે.
જેથી કષાયાદિની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુનો અથવા પ્રદેશનો ત્યાગ કરવાથી તે તે દોષનો નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કષાયરૂપ અગ્નિની ઉત્પત્તિ થાય તે વસ્તુ મૂકવી અને જે વસ્તુથી કષાયનો ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી. એમ સંભળાય છે કે સ્વભાવે ક્રોધી એવા ચંડરૂદ્ર આચાર્ય ક્રોધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યોથી જુદા રહ્યા હતા.
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ
૨૬૦
નારકી આદિની વેદનાઓ.
હવે સંસારની અતિશય વિષમ સ્થિતિ પ્રાયે ચારેગતિમાં દુ:ખ ઘણું ભોગવાય છે તે ઉપરથી વિચારવી. તેમાં નારકી અને તિર્યંચ એ બન્નેમાં બહુ દુ:ખ છે. તે તો પ્રસિદ્ધ જ છે. કેમકે સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શસ્ત્ર વિના એકબીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધામી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અહોનિશ પચી રહેલા નારકી જીવોને આંખ મીંચાય એટલા કાલ સુધી પણ સુખ નથી. એક સરખું દુઃખ જ છે.
હે ગૌતમ ! નારકીજીવો નરકમાં જે તીવ્ર દુઃખ પામે છે તેના કરતાં અનંતગણું દુ:ખ નિગોદમાં જાણવું. તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પરોણા આદિનો માર સહે છે વગેરે.
મનુષ્યભવમાં પણ ગર્ભવાસ, જન્મ, જરા, મરણ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુઃખ જ છે. કહ્યું છે કે હે ગૌતમ ! અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સોયો એક સરખી શરીરમાં ઘોંચવાથી જેટલી વેદના થાય છે તે કરતાં આઠગણી વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં યોનિયંત્રમાં પીલાય છે. ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લક્ષગણી અથવા ક્રોડાક્રોડગણી વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનનો નાશ, મરણ, આપદા, મનમાં તાપ, અપયશ, નિંદા એવાં દુ:ખ મનુષ્યભવમાં છે. કેટલાક જીવો મનુષ્યભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્ર અને રોગ એથી ઘણો ઉદ્વેગ પામીને મરી જાય છે.
દેવભવમાં પણ ચ્યવન, પરાભવ, અદેખાઈ વગેરે છે જ. વળી કહ્યું છે કે અદેખાઈ, ખેદ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લોભ વગેરે દોષથી દેવતાઓ પણ લપટાણા છે; તેથી તેમને સુખ ક્યાંથી હોય ?
ધર્મના મનોરથો.
ધર્મના મનોરથ આ રીતે ભાવવા. શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ થવું સારું પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવર્તી પણ થવું ઠીક નથી. હું સ્વજનાદિનો સંગ મૂકી ક્યારે ગીતાર્થ અને સંવેગી એવા ગુરુ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળો થઈ ક્યારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સ્મશાન વગેરેમાં કાઉસ્સગ્ગ કરી ઉત્તમ પુરુષોની કરણી કરીશ ? વગેરે ધર્મના મનોરથની ભાવના ભાવવી. અત્રે દશમી ગાથાનો વિસ્તરાર્થ સંપૂર્ણ થયો.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ-વિરચિત ‘શ્રાદ્ધવિધિપ્રકરણ’ની ‘શ્રાદ્ધવિધિ કૌમુદી’ ટીકામાં દ્વિતીય રાત્રિકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
Page #285
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રકાશ પર્વકૃત્ય.
पव्वेसु पोसहाई बंभअणारंभतवविसेसाइ। आसोअचित्तअट्ठाहिअपमुहेसुं विसेसेणं ॥११॥ पर्वसु पौषधादि-ब्रह्म-अनारम्भ-तपोविशेषादि ।
आश्विन-चैत्राष्टाह्निक-प्रमुखेसु विशेषेण ॥११॥ - સુશ્રાવકે પર્વોમાં તથા વિશેષે આસો મહિનાની તથા ચૈત્ર મહિનાની અટ્ટાઈ(ઓળી)માં પૌષધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જવો અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી. (૧)
પોષ=ધર્મની પુષ્ટિને, ધ=ધારણ કરે તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વોના દિવસે પૌષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે જિનમતમાં સર્વેકાળ પર્વોમાં પ્રશસ્ત યોગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશે અવશ્ય પૌષધ કરવો. ઉપર પૌષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીર આરોગ્ય ન હોવાથી અથવા બીજા એવા જ કાંઈ યોગ્ય કારણથી પૌષધ ન કરી શકાય, તો બે વાર પ્રતિક્રમણ, ઘણાં સામાયિક, દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાસિક વ્રત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વોમાં બ્રહ્મચર્ય પાળવું. આરંભ વર્જવો, ઉપવાસ વગેરે તપશ્ચર્યા શક્તિ માફક પહેલાં કરતાં વધારે કરવી.
ગાથામાં આદિ શબ્દ છે તેથી સ્નાત્ર, ચૈત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને, હંમેશાં જેટલું દેવ-ગુરુપૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં પર્વને દિવસે વિશેષ કરવું. કેમ કે જો દરરોજ ધર્મની ક્રિયા સમ્યક પ્રકારે પાળો તો તો ઘણો લાભ છે; પણ જો તેમ કરી શકાતું ન હોય તો પર્વને દિવસે તો અવશ્ય પાળો. દશેરા, દિવાળી, અખાત્રીજ વગેરે લૌકિક પર્વોને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણની તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે તેમ ધર્મના પર્વ આવે, ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી. પર્વ દિવસો અને તેનું ફલ.
અન્યદર્શની લોકો પણ અગિયારશ, અમાસ વગેરે પર્વોના દિવસોમાં કેટલોક આરંભ વર્જે છે અને ઉપવાસ વગેરે કરે છે. તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વોમાં પણ પોતાની સર્વશક્તિથી દાનાદિ આપે છે. માટે શ્રાવકે તો સર્વ પર્વ દિવસ અવશ્ય પાળવા જોઈએ. પર્વદિન આ રીતે કહ્યા છે, આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ ૧, ચૌદશ ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે.
તેમજ ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ” એ પાંચ પર્વતિથિઓ કહી છે. બીજ બે પ્રકારનો ધર્મ આરાધવા માટે પાંચમ પાંચ જ્ઞાન આરાધવા માટે, આઠમ આઠે કર્મ ખપાવવા માટે, અગિયારસ અગિયાર અંગની સેવા માટે તથા ચૌદશ ચૌદ પૂર્વોની આરાધના માટે જાણવી. આ પાંચ પર્વમાં અમાસ, પૂનમ ઉમેરીએ
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ તો પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વર્ષમાં તો અઠ્ઠાઈ, ચોમાસી વગેરે ઘણાં પર્વો છે. આરંભ અને સચિત્તાહારનો ત્યાગ.
પર્વને દિવસે આરંભ સર્વથા વર્જી ન શકાય તો પણ થોડામાં થોડો તો વર્જવો અથવા થોડા આરંભમાં રહેવું. સચિત્ત આહાર જીવહિંસામય હોવાથી તે કરવામાં ઘણો આરંભ થાય છે. ચાલતી ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે તેથી પર્વને દિવસે સર્વ સચિત્ત આહાર અવશ્ય વર્જવો એમ સમજવું. માછલાંઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મનથી પણ ઇચ્છવા યોગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માર્ગે તો શ્રાવકે હંમેશાં સચિત્ત આહાર વર્જવો જ જોઈએ પણ કદાચ તેમ ન કરી શકે તો પર્વને દિવસે તો જરૂર વર્જવો જ જોઈએ.
તેમજ પર્વને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું વસ્ત્ર વગેરે ધોવાં અથવા રંગવાં, ગાડાં, હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરેનાં મૂડા બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવાં, દળવું, ખાંડવું, પીસવું, પાન ફૂલ-ફળ વગેરે તોડવાં, સચિત્ત ખડી, રમચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવાં, લીપવું, માટી વગેરે ખણવી, ઘર વગેરે બનાવવું ઇત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વર્જવા. તે પોતાના કુટુંબનો નિર્વાહ આરંભ વિના કરી ન શકે તો કેટલોક આરંભ તો ગૃહસ્થ કરવો પડે, પણ સચિત્ત આહારનો ત્યાગ કરવો પોતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરવો. ઘણી માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારનો ત્યાગ કરી ન શકાય તો એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને મોકળી (છૂટ) રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુનો નિયમ કરવો. અઠ્ઠાઈઓની વિચારણા.
આસોની તથા ચેત્રની અટ્ટાઈ, તથા ગાળામાં પ્રમુખ શબ્દ છે તેથી ચોમાસાની તથા સંવત્સરીની અઠ્ઠાઈ, (આષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ ચોમાસી અને સંવત્સરી વગેરે પર્વોને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું. કહ્યું છે કે -
संवत्सर चाउम्मासिएसु, अट्ठाहिआसुअ तिहिसु ॥
सव्वायरेण लग्गाई, जिणवर पूआ तव गुणसु ॥१॥ સંવત્સરી (વાર્ષિક પર્વની અઠ્ઠાઈ), ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ, ચૈત્રમાસની અને આસો માસની અઠ્ઠાઈ, તેમજ બીજી પણ કેટલીક તિથિઓમાં સર્વાદરથી જિનેશ્વર ભગવંતની પૂજા, તપ, વ્રત, પચ્ચખાણનો ઉદ્યમ કરે. શાશ્વતી અટ્ટાઈ સંબંધી વિચાર.
| (વર્ષની) છ અઠ્ઠાઈઓમાં ચેત્રની અને આશ્વિન માસની એ બન્ને અઠ્ઠાઈઓ શાશ્વતી છે. તે બન્નેમાં વૈમાનિક દેવતાઓ પણ નંદીશ્વરાદિ તીર્થે યાત્રા મહોત્સવો કરે છે. કહે છે કે -
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૩
ઉગતી કે આથમતી તિથિ માનવી.
दो सासय जत्ताओ, तत्थेगा होइ धितमासंमि । अठ्ठाहिआआई महिमा, बीआ पूण अस्सिणे मासे ॥ एआओ दोवि सासय, जत्ताओ करंति सव्व देवावि ।
नंदिसरम्मि खयरो, नराय निअएसु ठाणेसु ॥२॥ બે શાશ્વતી યાત્રાઓ છે. તેમાં એક તો ચૈત્રમાસની અટ્ટાઈની હોય છે. અને બીજી આસો મહિનાની અટ્ટાઈની હોય છે. તેમાં દેવતાઓ અઠ્ઠાઈ મહોત્સવાદિ કરે છે. એ શાશ્વતી યાત્રાઓ સર્વ દેવતાઓ કરે છે. વિદ્યાધરો પણ નંદીશ્વરદ્વીપ ઉપર યાત્રા કરે છે. અને મનુષ્યો પોતાને સ્થાનકે યાત્રા કરે છે. (પોતાથી જઈ શકાય એવા સ્થાપનાતીર્થની યાત્રાઓ કરે છે.) અશાશ્વતી અઠ્ઠાઈઓ વિષે.
तह चउमासिअतिगं । पज्जो सवणाय तहय इय छक्कं ॥
जिण जम्म दिख्खव केवल । निव्वाणाईसु असासइआ ॥३॥ તેમજ ત્રણ ચોમાસાની અઠ્ઠાઈઓ અને પશુષણની અટ્ટાઈ એ બધી મળી છ અઠ્ઠાઈઓ તથા તીર્થકરોના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક અને નિર્વાણકલ્યાણકની અાઈઓમાં નંદીશ્વરની યાત્રા કરે છે. પણ એ અઠ્ઠાઈઓ અશાશ્વતી સમજવી. જીવાભિગમમાં તો એમ કહેવું છે કે
तत्थ बहवे भवणवइ वाणमंतर जोइस वेमाणिआ देवा तिहिं चउमासिएहिं पज्जोसवणाएअ अट्ठाहिआओ महामहिमाओ करित्तित्ति ॥
ત્યાં ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ ત્રણ ચોમાસાની અને પજુસણની અઠ્ઠાઈઓમાં મહામહિમા કરે છે. ઉગતી કે આથમતી તિથિ માનવી.
તિથિ તો પ્રભાતે પચ્ચકખાણ વેળાએ જે હોય તે જ પ્રમાણે થાય છે કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયના અનુસારે જ દિવસાદિનો વ્યવહાર છે. કહે છે કે :
चउम्मासिअ वरिसे । पख्खिअ पंचट्ठमिसु नायव्वा । ताओ तिहिओ जासिं । उदेइ सुरो न મન્ના |
ચોમાસી, વાર્ષિક, પાખી, પાંચમ, આઠમની તિથિઓ તેજ પ્રમાણ થાય કે જેમાં સૂર્યનો ઉદય થતો હોય. બીજી તિથિ માન્ય થાય જ નહિ.
पूआ पच्चख्खाणं । पडिक्कमणं तहय निअमगहणं च, जीए उदेइ सुरो । तीइतिहीएउ कायव्वं ॥
પૂજા, પચ્ચકખાણ, પડિક્રમણ તેમજ નિયમ ગ્રહણ તેજ તિથિમાં કરવો, કે જે તિથિમાં સૂર્યનો ઉદય થયો હોય (ઉદય વખત હોય તેજ તિથિ આખો દિવસ પણ માન્ય થઈ શકે છે.)
उदयंमि जा तिहि सा । पमाणंमि अरिइ कीरमाणीए । आणाभंगण वथ्था । मिच्छत विराहण પાવે
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ - સૂર્યના ઉદય વખતે જે તિથિ હોય તેજ તિથિ પ્રમાણ કરવી. એમ જો ન કરે તો બીજી કરવા છતાં (સૂર્યોદય વખતે જે તિથિ ન હોય તે પ્રમાણ કરે તો) આણાભંગ થાય, અનવસ્થા દોષ લાગે, મિથ્યાત્વ દોષ લાગે, વિરાધક થાય. પારાસરી સ્મૃતિમાં પણ કહેલ છે કે :____ आदित्योदयवेलायां । या स्तोकापि तिथिर्भवेत् । सा संपूणेति मंतव्या प्रभूता नोदयं વિના આ
સૂર્યના ઉદય વખતે જે થોડીપણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ માનવી. બીજી તિથિ ઘણો વખત ભોગવતી હોય તો પણ ઉદય વખતે ન હોવાથી માનવી નહિ.
વળી પણ ઉમાસ્વાતિ વાચકના વચનનો એવો પ્રઘોષ સંભળાય છે કે :क्षये पूर्वा तिथिः कार्या । वृद्धौ कार्या तथोत्तरा ।श्रीवीरज्ञान निर्वाणं । कार्यं लोकानुगेरिह
ક્ષય થાય તો પહેલી તિથિ કરવી (પાંચમનો ક્ષય હોય તો ચોથની પાંચમ માનવી.) વૃદ્ધિ થાય તો પાછળની તિથિ માનવી (બે પાંચમ વગેરે આવે તો પાછળની એટલે બીજી પાંચમ માનવી) ફક્ત શ્રી મહાવીર સ્વામીનું નિવણ કલ્યાણક (એટલે દિવાળી) લોકને અનુસરીને સકળ સંઘે કરવું. જિનકલ્યાણકાદિ પર્વોની આરાધના.
બે-ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તો વિશેષ પર્વતિથિ જાણવી.
સંભળાય છે કે સર્વે પર્વતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછયું કે “હે સ્વામિનું! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ ક્યું?” ભગવાને કહ્યું, “હે મહાભાગ ! જિનરાજનાં પાંચ કલ્યાણકોથી પવિત્ર થયેલી માગશર શુદિ અગીયારસ (મૌન અગીયારસ) આરાધવા યોગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ એરવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાસ કલ્યાણક થયાં.” પછી કૃષ્ણ મૌન, પૌષધોપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી “જેવો રાજા તેવી પ્રજા” એવો ન્યાય હોવાથી સર્વ લોકોમાં “એ એકાદશી આરાધવા યોગ્ય છે” એવી પ્રસિદ્ધિ થઈ. પર્વતિથિએ વ્રત પચ્ચકખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે. કેમકે તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે -
પ્રશ્ન :- હે ભગવાન્ ! બીજ વગેરે તિથિઓને વિષે કરેલું ધર્માનુષ્ઠાન શું ફળ આપે છે?
ઉત્તર :- હે ગૌતમ ! બહુ ફળ થાય છે. કેમકે પ્રાયે આ પર્વતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે માટે જાતજાતની તપસ્યા તથા ધર્માનુષ્ઠાન કરવાં. કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથી જ આયુષ્ય બંધાયેલું હોય તો પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવાથી પણ તે ટળતું નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણીને હણી, તેનો ગર્ભ જૂદો પાડી પોતાના ખભા તરફ દૃષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપાધર્યું. પાછળથી તેને ક્ષાયિકસમ્યકત્વ થયું તો પણ તે આયુષ્ય ટળ્યું નહીં.
Page #289
--------------------------------------------------------------------------
________________
પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ.
૨૬૫ અન્યદર્શનમાં પણ પર્વતિથિએ તેલ ચોપડીને નહાવું, મૈથુન વગેરે કરવાની ના કહી છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે હે રાજેન્દ્ર ! ચૌદશ, આઠમ, અમાસ, પુનમ અને સૂર્યની સંક્રાંતિ એટલાં પર્વો કહેવાય છે. જે પુરુષ આ પર્વોને વિષે અત્યંગ કરે, સ્ત્રી ભોગવે અને માંસ ખાય તે પુરુષ મરણ પામીને વિમૂત્રભોજન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે ઋતુને વિષે જ સ્ત્રીસંભોગ કરનારો અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી એ તિથિઓને વિષે સંભોગ ન કરનારો બ્રાહ્મણ હંમેશાં બ્રહ્મચારી કહેવાય છે. માટે પર્વ આવે તે વખતે પોતાની સર્વ શક્તિ વડે ધર્માચરણ માટે યત્ન કરવો. અવસરે થોડું પણ પાન-ભોજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે તેમ અવસરે થોડું પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે શરદઋતુમાં જે કાંઈ જળ પીધું હોય, પોષ માસમાં તથા મહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યું હોય અને જયેષ્ઠ માસમાં તથા અષાઢ માસમાં જે કાંઈ ઊંઘ લીધી હોય તે ઉપર માણસો જીવે છે.
વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત (માગશર-પોષ) ઋતુમાં ગાયનું દૂધ, શિશિર (મહા તથા ફાગણ) ઋતુમાં આમળાનો રસ, વસંત (ચત્ર અને વૈશાખ) ઋતુમાં ઘી અને ગ્રીષ્મ (જ્યેષ્ઠ તથા અષાઢ) ઋતુમાં ગોળ અમૃત સમાન છે. પર્વનો મહિમા એવો છે કે તેથી પ્રાયે અધર્મીને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ લોકોને વિરતિનો અંગીકાર કરવાની, કૃપણ લોકોને ધન વાપરવાની, કુશીલ પુરુષોને શીલ પાળવાની અને કોઈ કાળે તપસ્યા ન કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દર્શનોને વિષે દેખાય છે. કેમકે જે પર્વોના પ્રભાવથી નિર્દય અને અધર્મી પુરુષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે એવા સંવત્સરી અને ચોમાસી પર્વો જેણે યથાવિધિ આરાધ્યા તે પુરુષ જયવંત રહો. માટે પર્વને વિષે પૌષધ વગેરે ધર્માનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે અર્થદીપિકામાં કહ્યા છે. તેને વિસ્તારના લીધે અત્રે કહ્યા નથી. પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ.
૧. અહોરાત્રિ પૌષધ, ૨. દિવસ પૌષધ અને ૩. રાત્રિ પૌષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે. તેમાં અહોરાત્રિ પૌષધનો એ વિધિ છે કે શ્રાવકે જે દિવસે પૌષધ લેવો હોય તે દિવસે સર્વે ગૃહ-વ્યાપાર તજવા અને પૌષધના સર્વે ઉપકરણ લઈ પૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડીનીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઇરિયાવહી પડિક્કમે પછી એક ખમાસમણે વંદના કરી પષધ મુહપત્તિ પડિલેહે.
પાછું એક ખમાસમણ દઈ ઊભો રહીને કહે કે રૂછાવરે, સંસિદમાવત્ ! પોસ€ સંસાવેમિ ફરી વાર એક ખમાસમણ દઈ કહે કે પોસહં તામિ એમ કહી નવકાર ગણી આ મુજબ પૌષધ પાઠ ગુરુ પાસે ઉચ્ચરાવે. વેમિ ભંતે ! પોસદં માદાર પોસÉ સવ્યો તેનો वा, सरीरसक्कारपोसहं सव्वओ, बंभचेरपोसहं सव्वओ, अव्वावारपोसहं सव्वओ चउव्विहे पोसहे ठामि जाव अहोरत्तं पज्जुवासामि, दुविहं तिविहेणं मणेणं वायाए काएणं, न
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ શનિ ન વધારેમ તમ્મ ભંતે પશ્ચિમ નિંદ્રાણિ રિમિ, મMાઈ વોસિરામિ (એવી રીતે ગુરુ ન હોય તો પોતે ઉચ્ચરી) મુહપત્તિ પડિલેહી બે ખમાસમણ દઈ સામાયિક કરે, ફરી બે ખમાસમણાં દઈ જો ચોમાસું હોય તો કાષ્ઠાસનનો અને બાકીના આઠ માસ હોય તો પાઉંછણગનો વેસ સંકિસામિ એમ કહી આદેશ માગવો તે પછી ખમાસમણ દઈ સક્ઝાય કરે પછી પડિક્રમણ કરી બે ખમાસમણ દઈ વહુવેનં સંવિસામ એમ કહે. તે પછી એક ખમાસમણ દઈ હત્નur fમ એમ કહે તથા મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા હોય તો મુહપત્તિ, પુંછણું, ઓઢેલું કપડું, કાંચળી અને ચણિયો પડિલેહે.
પછી એક ખમાસમણ દઈ રૂછરિ મવિન્ પરત્વેદUTT પરત્વેદીવો એમ કહે, તે પછી રૂછું કહી સ્થાપનાચાર્યને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણા કરી ૩પfધ સંહિતાવો એમ કહે. પછી વસ્ત્ર, કંબળ વગેરે પડિલેહી પષધશાળા પ્રમાર્જી, કાજો ઉપાડીને પરઠવે. તે પછી ફરિયાવર્દી પશ્ચિમ મUTIIHU માત્નો એક ખમાસમણ દઈ માંડલામાં બેસે અને સાધુની માફક સજઝાય કરે, પછી પોણી પોરિસી થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી કાળ વેળા થાય ત્યાં સુધી પૂર્વની માફક સઝાય કરે. જો દેવ વાંદવા હોય તો સારું કહી જિનમંદિર જઈ દેવ વાંદે.
જો આહાર કરવો હોય તો પચ્ચકખાણ પૂર્ણ થયે એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી. પાછું એક ખમાસમણ દઈ કહે કે, પારાવદ પોલિી પુરમર્દો વા ઉદાર વાગી તિવિહાર कओ वा आसि निव्विणं आयंबिलेणं एगासणेणं पाणाहारेणं वा जा काइ वेला तीए આ રીતે કહી; દેવ વાંદી, સક્ઝાય કરી, ઘેર જઈ, જો ઘર સો હાથ કરતાં વધારે દૂર હોય તો રૂરિયાવહી પડદAM THUTIVIHI આલોઈ સંભવ હોય તે પ્રમાણે અતિથિસંવિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મુખ પડિલેહી એક નવકાર ગણી પ્રાસુક અન્ન રાગ-દ્વેષ ન રાખતાં જમે અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૌષધશાળામાં લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માગે. પછી પૌષધશાળાએ જઈ ઇરિયાવહી પડિક્કમિ દેવ વાંદી વાંદણા દઈ તિવિહારનું અથવા ચઉવિહારનું પચ્ચકખાણ કરે.
જો શરીરચિંતા કરવી હોય તો માવસૂછું કહી સાધુની માફક ઉપયોગ રાખવો. જીવરહિત શુદ્ધભૂમિએ જઈ વિધિપૂર્વક મળમૂત્રનો ત્યાગ કરી, શુદ્ધતા કરી, પૌષધશાળાએ આવે. પછી ઇરિયાવહી પડિક્કમિ એક ખમાસમણ દઈ કહે કે “રૂછી રે સંવિદ મવિન્ HUTIVIHu માત્નોd” પછી “રૂછું કહી “માવસ” કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓ જોઈને મનુજ્ઞાપદ નમુદ્દો એમ કહી, સંડાસગ અને અંડિલ પ્રમાજીને વડીનીતિ તથા લઘુનીતિ વોસિરાવે. તે પછી નિરીદિ કહીને પૌષધશાળામાં જાય અને માવંતનંદિં = વૃદિગં ગં વિદિશં તસ્સ મિચ્છામિ દુક્કડં એમ કહે. પછી પાછલો પહોર થાય ત્યાં સુધી સઝાય કરે.
પછી એક ખમાસમણ દઈ પડિલેહણનો આદેશ માગે, બીજાં ખમાસમણ દઈ પૌષધશાળામાં પ્રમાર્જવાનો આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ
Page #291
--------------------------------------------------------------------------
________________
પષધવ્રતના ભેદો અને તેની વિધિ
૨૬૭ મુહપત્તિ પુંછણું, ચણિયો, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણા કરી, પૌષધશાળા પ્રમાજીને એક ખમાસમણ દઈ ઉપાધિ મુહપત્તિનું પડિલેહણ કરી, એમ ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સઝાગ કરે. પછી વાંદણાં દઈને પચ્ચખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપધિ પડિલેહવા આદેશ માગી વસ્ત્ર, કાંબળી વગેરે પડિલેહીને જો ઉપવાસ કર્યો હોય તો સર્વ ઉપધિને છેડે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તો પ્રભાતની માફક ઉપધિનું પડિલેહણ કરે. સાંજનો સમય થાય ત્યારે પથારી સંબંધી અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા સ્પંડિલની . ભૂમિ પડિલેહે.
પછી દેવસી પડિક્રમણ કરીને યોગ હોય તો સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પોરસી થાય ત્યાં સુધી સઝાય કરે. પોરસી પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈચ્છી રે [ સંસિદ માવાનું વધુ પવિત્ર પરિણિ સારું સંથાર, મિ એમ કહે. પછી દેવ વાંદી શરીરે મળમૂત્રની શંકા હોય તો તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેહે. ઢીંચણ ઉપર સંથારાનો ઉત્તરપટ્ટ મૂકીને જ્યાં પગ મૂકવા હોય ત્યાં ભૂમિ પ્રમાર્જીને ધીરે ધીરે પાથરે ત્યારબાદ ડાબા પગવડે સંથારાને સ્પર્શીને મુહપત્તિ પડિલેહી, નિસપ્તિ એ પદ ત્રણવાર બોલી નમો ઘમાસમUTIVાં ગુનાદિ નિષ્ફળા એમ કહેતો સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર મ અંતે સામા કહે, પછી આ ચાર ગાથા કહે.
अणुजाणह परमगुरु, गुरुगुणरयणेहिं भूसिअसरीरा । बहु पडिपुन्ना पोरिसि, राई संथारए ठामि ॥१॥ अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण । कुक्कुडिपायपसारण-अतरंत पमज्जए भूमिं ॥२॥ संकोइय संडासं, उवटुंते अ कायपडिलेहा । दव्वाईउवओंग, ऊसास निरंभणालोए ॥३॥ जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ।
आहारमुवहिदेहं, सव्वं तिविहेण वोसिरिअं ॥४॥ એ ચાર ગાથા કહી “ચત્તાકર મંડા” વગેરે ભાવના ભાવીને નવકારનું સ્મરણ કરતો, ચરવળા વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાર્જીને ડાબે પાસે બાહુ ઓશિક લઈને સુવે. જો શરીરચિંતાએ જવું પડે તો સંથારો બીજાને સંઘટાવીને માવઠ્ઠ કરી પહેલાં જોઈ રાખેલ શુદ્ધભૂમિમાં કાયચિંતા કરે. પછી ઈરિયાવહિયા કરી ગમણાગમણ આલોઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સક્ઝાય કરીને નવકારનું સ્મરણ કરતો પૂર્વની માફક સુઈ રહે.
રાત્રિને પાછલે પહોરે જાગૃત થાય ત્યારે ઇરિયાવહી પડિક્કમિને કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કરે પછી ચૈત્યવંદન કરી, આચાર્ય વગેરેને વાંદી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સઝાય કરે.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ જો પોસહ કરવાની ઇચ્છા ન હોય તો એક ખમાસમણ દઈ રૂછીરે સંવિદ મવિન મુપત્તિ પરિષિ એમ કહે. ગુરુ કહે પત્નેિહંદ પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ રૂછાવરેસંકિસદ ભાવનું પસદં પારું ? ગુરુ કહે પુણો વિ વાયવ્યું પછી કહેવું કે, પોસદ પા િગુરુ કહે માયારો ન મુત્તો પછી ઉભા રહી નવકાર ગણી ઢીંચણે તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી :- -
सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो। जेसिं पोसहपडिमा, अखंडिआ जीविअंते वि ॥१॥ धन्ना सलाहणिज्जा सुलसा आणंदकामदेवा अ।
जेसिं पसंसइ भयवं, दढव्वयत्तं महावीरो ॥२॥ પછી પોસહવિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન-વચન-કાયાએ થઈ હોય તો “તસ્સ મિચ્છામિ દુક્કડ” એમ કહેવું.
સામાયિકનો વિધિ પણ આ રીતે જ જાણવો, તેમાં એટલો જ વિશેષ કે સાગરચંદોને બદલે આ ગાથાઓ કહેવી :
सामाइयवयजुत्तो, जाव मणे होइ नियमसंजुत्तो। छिन्नइ असुह कम्मं, सामाईअ जत्तिआ वारा ॥१॥ छउमत्थो मूढमणो, कित्तिअमित्तं च संभइ जीवो। जं च न सुमरामि अहं, मिच्छामि दुक्कडं तस्स ॥२॥ . सामाइअ पोसइ-संठिअस्स जीवस्स जाइ जो कालो।
सो सफला बोधव्वो, सेसो संसारफलहेऊ ॥३॥ પછી સામાયિક વિધિએ લીધું ઇત્યાદિ કહે. દિવસે પોસહ પણ આ રીતે જ જાણવો વિશેષ એટલો જ કે પૌષધ દંડકમાં “નાવ વિવાં પંજુવાસાયિ” એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસપોસો પારી શકાય છે. રાત્રિપોસ પણ આ રીતે જ જાણવો. તેમાં એટલો જ ફેર છે કે પોસહ દંડકમાં “નાવ વિસરે રત્તિ પન્નુવામિ' એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે ત્યાં સુધી રાત્રિપોસો લેવાય છે પોસહના પારણાને દિવસે સાધુનો જોગ હોય તો જરૂર અતિથિસંવિભાગ દ્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધવિધિ કહ્યો છે.
આ રીતે પૌષધ આદિ કરીને પર્વદિનની આરાધના કરવી. એની ઉપર આ પ્રમાણે દષ્ટાંત છે. પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત.
ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ. ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેના પુત્ર સાથે રહેતો હતો. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતો. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે નિયમ પાળતો હતો અને ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિઓનાં પરિપૂર્ણ પૌષધ કરતો હતો.” આ રીતે ભગવતી સૂત્રમાં તંગિકાનગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે
Page #293
--------------------------------------------------------------------------
________________
પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત.
૨૬૯
કહ્યું છે તે પ્રમાણે દર માસે છ પર્વતિથિએ પૌષધ વગેરે યથાવિધિ કરતો હતો. એક વખતે ધનેશ્વરશ્રેષ્ઠિ અષ્ટમીનો પૌષધ કરેલો હોવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યા ત્યારે સૌધર્મેન્દ્ર તેની ધર્મની દૃઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાર્દષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યો. પહેલાં તેણે શેઠના દોસ્તનું રૂપ પ્રકટ કરી “ક્રોડો સોનૈયાનો નિધિ છે. તમે આજ્ઞા કરો તો તે હું લઉં” એમ ઘણીવાર શેઠને વિનંતી કરી.
પછી તે દેવતાએ શેઠની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું અને આલિંગન વગેરે કરીને તેની (શેઠની) ઘણી કદર્થના કરી. તે પછી મધ્યરાત્રિ હોવા છતાં પ્રભાતકાળનો સૂર્યનો ઉદય તથા સૂર્યનાં કિરણો વિકુર્તીને તે દેવતાએ શેઠનાં સ્ત્રી, પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરીને શેઠને પૌષધનું પારણું કરવાને માટે ઘણીવાર પ્રાર્થના કરી. એવા ઘણા અનુકૂળ ઉપસર્ગ કર્યા તો પણ સજ્ઝાય ગણવાને અનુસારે મધ્યરાત્રિ છે એમ શેઠ જાણતો હતો તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડ્યો નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લીધું. અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિલા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેંકી દેવું, વગેરે પ્રાણાંતિક પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા તો પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થયા નહીં. કહ્યું છે કે આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચબો, કુલપર્વત અને શેષનાગ એમણે પકડી રાખી છે તો પણ છલે (કંપે) છે; પરંતુ શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોનું અંગીકાર કરેલું વ્રત પ્રલય થાય તો પણ ચલે નહીં.
પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું, ‘હું સંતોષ પામ્યો છું, તું વાંછિત વર માગ.' તો પણ શેઠે પોતાનું ધર્મધ્યાન છોડયું નહીં. તેથી અતિશય પ્રસન્ન થયેલા દેવતાએ શેઠના ઘરમાં ક્રોડો સોનૈયાની અને રત્નોની વૃષ્ટિ કરી. મહિમા જોઈ ઘણા લોકો પર્વ પાળવા આદરવંત થયા. તેમાં પણ રાજાનો ધોબી, ઘાંચી અને એક કૌટુંબિક (ખેડૂત નોકર) એ ત્રણે જણા જો કે, રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમને ઘણું ધ્યાન આપવું પડતું હતું, તો પણ છએ પર્વોમાં પોતપોતાનો ધંધો તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધર્મી જાણી તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરમાણી આપી, જોઈએ તેટલું ધન વગેરે આપી તેમનો ઘણો આદરસત્કાર કરતો હતો. કહ્યું છે કે સુશ્રાવક સાધર્મીનું જેવું વાત્સલ્ય કરે છે તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવજનો પણ કોઈ કાળે કરી ન શકે.
આ રીતે શેઠનો ઘણો સહવાસ થવાથી તે ત્રણે જણા સમ્યક્ત્વધારી થયા. કહ્યું છે કે જેમ મેરૂપર્વતે વળગી રહેલું તૃણ પણ સુવર્ણ બની જાય છે તેમ સત્પુરુષોનો સમાગમ કુશીલિયાને પણ સુશીલ કરે છે. એક દિવસ કૌમુદી મહોત્સવ થવાનો હતો તેથી રાજાના લોકોએ “આજે ધોઈને લાવ” એમ કહી ચતુદર્શીને દિવસે રાજાનાં અને રાણીનાં વસ્ત્ર તે ધોબીને ધોવા આપ્યાં. ધોબીએ કહ્યું, “મને તથા મારા કુટુંબને બાધા હોવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર ધોવા આદિ આરંભ કરતા નથી.’ રાજાના લોકોએ કહ્યું કે “રાજાની આગળ તારી બાધા તે શી ? રાજાની આજ્ઞાનો ભંગ થાય તો પ્રાણાંતિક દંડ થશે.'
પછી ધોબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્રો ધોવા માટે તેને ઘણું કહ્યું, ધનેશ્વર શેઠ પણ “રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય' એમ વિચારી યામિઓનેાં એવો
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ” આગાર છે ઇત્યાદિ યુક્તિ દેખાડી, તો પણ ધોબીએ “દઢતા વિનાનો ધર્મ શા કામનો ? એમ કહી પોતાના નિયમની દૃઢતા ન મૂકી. એણે એવા દુઃખના વખતમાં પણ કોઈનું કહ્યું ન માન્યું. પોતાના માણસોના કહેવાથી રાજા પણ રુષ્ટ થયો અને મારી આજ્ઞા તોડશે તો સવાર થતાં તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ એમ કહેવા લાગ્યો. એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પેટમાં એવો શૂળરોગ થયો કે જેથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યો, એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી ધોબીએ પોતાનો નિયમ બરોબર પાળ્યો. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં ત્યારે તે તેણે તુરત આપ્યાં.
એજ રીતે કાંઈ ખાસ કામ માટે બહુ તેલનો ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુર્દશીને દિવસે ઘાણી ચલાવવાનો હુકમ આપ્યો. ઘાંચીએ પોતાના નિયમની દઢતા જણાવી તેથી રાજા ગુસ્સે થયો. એટલામાં પરચક આવ્યું. રાજાને પોતાની સેના સાથે શત્રુની સાથે જઈ સંગ્રામમાં ઉતરવું પડ્યું. પછી રાજાનો જય થયો. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલનો ખપ પડ્યો નહીં અને ઘાંચીનો નિયમ સચવાયો. - હવે રાજાએ એક વખતે અષ્ટમીના શુભ મુહૂર્તે તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી ત્યારે તેણે પોતાનો નિયમ કહ્યો. તેથી રાજાને ક્રોધ ચડ્યો, પણ એટલામાં ધારાબંધ એક સરખો વરસાદ પડવાથી તેનો નિયમ સુખેથી સચવાયો. આ રીતે પર્વનો નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠા લાંતક દેવલોકે ચૌદ સાગરોપમ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અય્યત દેવલોકે ગયો. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ શેઠનો જીવ જે દેવતા થયો હતો તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પોતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે “તારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબોધ કરવો.”
પછી તે ત્રણ જણા દેવલોકથી જુદા જુદા રાજકુળમાં અવતર્યા. અનુક્રમે યુવાન અવસ્થા પામી મોટા દેશના અધિપતિ થઈ, ધીર વીર અને હીર એવે નામે જગતુમાં પ્રસિદ્ધ થયા. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતો હતો પરંતુ અન્ય દિવસોએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછી. જ્ઞાનીએ કહ્યું
તે પૂર્વ ભવમાં દરિદ્રાવસ્થામાં સ્વીકારેલા નિયમને દૃઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસો સમ્યફ પ્રકારે પાળ્યા; પરંતુ એક વખતે ધર્મ સામગ્રીનો જોગ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આળસ વગેરે દોષથી પ્રમાદી થયો. તેથી આ ભવમાં તને આ રીતે લાભ-હાનિ થાય છે. વળી કહ્યું છે કે ધર્મમાં પ્રમાદ કરનારો માણસ જે કાંઇ પોતાનું નુકશાન કરી લે છે. તે ચોરના લુંટવાથી, અગ્નિના બાળવાથી, અથવા જુગટામાં હાર ખાવાથી પણ થતું નથી.
જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શેઠ પોતાના કુટુંબ સહિત હંમેશા ધર્મ-કૃત્યોને વિષે સાવધાન રહ્યો. અને પોતાની સર્વ શક્તિથી સર્વ પર્વોની આરાધના કરવા લાગ્યો અને ઘણો જ થોડો અથવા થોડો આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બરોબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસે જ કરતો હતો પરંતુ બીજી વખતે નહીં. તેથી સર્વે ગ્રાહકોને વિશ્વાસ પડી ગયો. સર્વે તેની સાથે
Page #295
--------------------------------------------------------------------------
________________
પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત.
૨૭૧
જ વ્યવહાર કરવા લાગ્યા પણ બીજાઓની સાથે કોઈ વ્યવહાર કરે નહીં. એથી થોડા દિવસમાં તે ક્રોડો સોનૈયાનો ધણી થયો.
કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણા પોતાના કુળનું પોષણ કરે છે અને વણિક, શ્વાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પોતાના કુળનો નાશ કરે છે એવી કહેવત છે તે પ્રમાણે બીજા ણિક લોકોએ અદેખાઇથી રાજાની પાસે ચાડી ખાધી કે, એને ક્રોડો સોનૈયાનું નિધાન મળ્યું.' તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી શેઠે કહ્યું “મેં સ્થૂલમૃષાવાદ, સ્થૂલઅદત્તાદાન વગેરેનો ગુરુ પાસે નિયમ લીધો છે.' પછી બીજા વાણિયાઓના કહેવાથી રાજાએ “એ ધર્મ ઠગ છે.” એમ વિચારી તેનું સર્વ ધન પોતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પોતાના મહેલમાં કબજે રાખ્યો. શેઠે મનમાં વિચાર્યું કે “આજે પંચમી પર્વ છે તેથી આજ મને કોઈપણ રીતે અવશ્ય લાભ થવો જ જોઈએ.”
પ્રભાત વખતે રાજા પોતાના સર્વ ભંડાર ખાલી થયેલા અને શેઠનું ઘર સોનામ્હોરોથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગયેલું જોઇ ઘણું આશ્ચર્ય અને ખેદ પામ્યો. પછી તેણે શેઠને ખમાવીને પૂછ્યું કે “હે શેઠજી ! આ ધન શી રીતે તારે ઘેર ગયું ?” શેઠે કહ્યું “હે સ્વામિન્ ! હું કંઇ જાણતો નથી પરંતુ પર્વને દિવસે પુણ્યના મહિમાથી મને લાભ જ થાય છે.” આ રીતે સર્વ વાત શેઠે કહી ત્યારે પર્વનો મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાનો યાવજ્જીવ નિયમ લીધો.
તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે “વર્ષાકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે તેમ આપણા સર્વ ભંડાર ધનથી હમણાં જ પરિપૂર્ણ થયા છે” તે સાંભળી રાજા ઘણું અજાયબ થયો અને હર્ષ પામ્યો. એટલામાં ચંચળ એવાં કુંડળ આદિ આભૂષણોથી દેદીપ્યમાન એવો એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યો કે “હે રાજન્ ! તારો પૂર્વ ભવનો મિત્ર જે શેઠનો જીવ કે, જે હમણાં દેવતાનો ભવ ભોગવે છે તેને તું ઓળખે છે ? મેં પૂર્વ ભવે વચન આપ્યું હતું તેથી તેને પ્રતિબોધ કરવા માટે તથા પર્વ દિવસની આરાધના કરનાર લોકોમાં અગ્રેસર એવા એ શેઠને સહાય કરવા આ કામ કર્યું; માટે તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કૌટુંબિકના જીવ જે રાજાઓ થયા છે તેમને પ્રતિબોધ કરવા જઉં છું.
એમ કહી દેવતા ગયો. પછી તે બન્ને રાજાઓને સમકાળે સ્વપ્નમાં પૂર્વભવ દેખાડ્યો તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓ શ્રાવકધર્મની અને વિશેષે કરી પર્વદિવસોની સમ્યક્ પ્રકારે અરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણે રાજાઓએ દેવતાના કહેવાથી પોત પોતાના દેશમાં અમારિની પ્રવૃત્તિ, સાતે વ્યસનોની નિવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવા નવા જિનમંદિરો, પૂજા, યાત્રા, સાધર્મિકવાત્સલ્ય, પર્વને પહેલે દિવસે પટહની ઉદ્ઘોષણા તથા સર્વે પર્વોમાં સર્વે લોકોને ધર્મકૃત્યને કરાવવા વગેરે ધર્મની ઉન્નતિ એવી રીતે કરી કે જેથી એકછત્ર સામ્રાજ્ય જેવો જૈનધર્મ પ્રવર્તી રહ્યો.
તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણ રાજાઓના દેશોમાં તીર્થંકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક્ર-પરચક્રના, વ્યાધિના,
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વપ્નમાં પણ રહ્યા નહીં એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે જે ધર્મના પ્રભાવથી સુસાધ્ય ન થાય? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભોગવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઇ ઘણી તપસ્યાથી શીઘ કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું.
શેઠનો જીવ દેવતા તેમનો મહિમા ઠેકાણે ઠેકાણે ઘણો જ વધારવા લાગ્યો. પછી પ્રાયે પોતાનું જ દૃષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીમાં સર્વ પર્વરૂપ સમ્યકધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું અને ઘણા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરી પોતે મોક્ષે ગયા.
શેઠનો જીવ દેવતા પણ અશ્રુત દેવલોકથી મોટો રાજા થઈ ફરી વાર પર્વનો મહિમા સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને દીક્ષા લઈ મોક્ષે ગયો. આ રીતે પર્વની આરાધના ઉપર કથા કહી. અગિયારમી ગાથાનો અર્થ ઉપર પ્રમાણે છે. ૧૧.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ -વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ'ની શ્રાદ્ધવિધિકૌમુદી' ટીકામાં તૃતીય પર્વકૃત્ય પ્રકાશ
સંપૂર્ણ થયો.
Page #297
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પ્રકાશ ચાતુર્માસિકકૃત્ય પર્વ કૃત્ય કહ્યું હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે.
पइचउमास समुचिअ-नियमगहो पउसे विसेसेण ॥
प्रतिचातुर्मासं समुचितनियमग्रहः प्रावृषि विशेषेण ॥ જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય તેણે દરેક ચોમાસામાં પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તો ઘણું કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ.
તેમાં જે નિયમ જે સયમે લેવાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન હોવાથી ઘણી વિરાધના અથવા ધર્મની નિંદા વિગેરે દોષ થાય તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં-ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઇયળો વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા કેરી વગેરેના ફળનો ત્યાગ કરવો તે ઉચિત નિયમ જાણવા. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ નિયમોમાં ઔચિત્ય જાણવું. બે પ્રકારના નિયમ.
તે નિયમ બે પ્રકારના છે એક દુઃખે પળાય એવા અને બીજા સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવરિત લોકોને સચિત્ત રસનો તથા શાકનો ત્યાગ અને સામાયિકનો સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે.
દરિદ્રી પુરુષોની વાત એથી ઊલટી છે. તો પણ ચિત્તની એકાગ્રતા હોય તો ચક્રવર્તીએ તથા શાલિભદ્ર વગેરે લોકોએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યા તેમ સર્વે નિયમ સર્વથી સુખે પળાય તેવા છે. કહ્યું છે કે જ્યાં સુધી ધીર પુરૂષો દીક્ષા લેતા નથી ત્યાં સુધી મેરૂપર્વત ઊંચો છે, સમુદ્ર દુસ્તર છે અને કામની ગતિ વિષમ છે. એમ છતાં નિયમ તો શ્રાવકે જરૂર લેવા જ. જેમ વર્ષાકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વ દિશાએ જવાનો ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જે વખતે તે દિશાઓમાં ગયા વિના પણ નિર્વાહ થાય એમ હોય તે વખતે તે તરફ જવું નહી. તેમજ સર્વ સચિત્ત વસ્તુનો ત્યાગ ન કરી શકે તો જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય તે વખતે તે વસ્તુનો નિયમ લેવો. જે માણસને જે ઠેકાણે જે વખતે જે વસ્તુ મળવાનો સંભવ ન હોય, જેમકે, દરિદ્રી પુરુષને હાથી વગેરે, મરુદેશમાં નાગરવેલનાં પાન વગેરે તથા આંબા (કેરી) વગેરે ફળની ઋતુ ન હોય તો, તે તે ફળો દુર્લભ છે. માટે તે પુરુષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુનો તો નિયમ ગ્રહણ કરવો. આ રીતે અછતી વસ્તુનો નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે.
૩૫
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - ચતુર્થ પ્રકાશ
૨૭૪
અછતી વસ્તુના ત્યાગમાં દ્રમકમુનિનું દેષ્ટાન્ત.
એમ સંભળાય છે કે રાજગૃહીનગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી તે જોઈ લોકો “એણે ઘણું ધન છોડીને દીક્ષા લીધી !'' એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરુ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ ક્રોડ સોનૈયાનો એક મોટો ઢગલો કરી સર્વ લોકોને બોલાવીને કહ્યું કે “જે પુરુષ કૂવા વગેરેનું પાણી, દેવતા (અગ્નિ) અને સ્ત્રીનો સ્પર્શ, એ ત્રણ યાવજ્જીવ મૂકી દે તેણે આ ધનનો ઢગલો ગ્રહણ કરવો.'' લોકોએ વિચાર કરીને કહ્યું કે “ત્રણ ક્રોડ ધન છોડી શકાય પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય.”
પછી મંત્રીએ કહ્યું કે “અરે મૂઢ લોકો ! તો તમે આ દ્રમકમુનિની હાંસી કેમ કરો છો ? એણે તો જળાદિ ત્રણ વસ્તુનો ત્યાગ કરેલો હોવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનનો ત્યાગ કર્યો છે.’ પછી પ્રતિબોધ પામેલા લોકોએ દ્રમકમુનિને ખમાવ્યા. આ રીતે અછતી વસ્તુનો ત્યાગ કરવા ઉપર દૃષ્ટાંત કહ્યું છે.
માટે અછતી વસ્તુના પણ નિયમ ગ્રહણ કરવા જોઈએ. તેમ ન કરે તો તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવિરતિપણું રહે છે, તે નિયમ ગ્રહણ કરવાથી દૂર થાય છે. ભર્તૃહરિએ કહ્યું છે કે “અમે ક્ષમા આપી પણ અપમાન સહન ન કર્યું. સંતોષથી ઘરમાં ભોગવવા યોગ્ય સુખોનો ત્યાગ કર્યો નહીં, દુઃસહ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યા પણ ક્લેશ વેઠીને તપ કર્યું નહીં. રાતદિવસ ધનનું ધ્યાન કર્યાં કર્યું પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહીં આ રીતે મુનિઓએ કરેલાં તે તે કર્મો તો અમે કર્યાં પણ તે તે કર્મોના ફલ તો અમને પ્રાપ્ત ન જ થયાં.''
અહોરાત્રમાં દિવસે એક વાર ભોજન કરે તો પણ પચ્ચક્ખાણ કર્યા વિના એકાસનનું ફળ મળતું નથી. લોકમાં પણ એવી જ રીતિ છે કે કોઈ માણસ કોઈનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે તો પણ કહ્યા વિના તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. અછતી વસ્તુનો નિયમ ગ્રહણ કર્યો હોય તો કદાચ કોઈ રીતે તે વસ્તુનો યોગ આવી જાય તો પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે અને નિયમ ન લીધો હોય તો લઈ શકે. આ રીતે અછતી વસ્તુનો નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લીપતિ વંકચૂલને ગુરુમહારાજે “અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં.” એવો નિયમ આપ્યો હતો. તેથી તેણે ભૂખ ઘણી લાગી હતી. અને લોકોએ ઘણું કહ્યું તો પણ અટવીમાં કિંપાકફળ અજાણ્યાં હોવાથી ભક્ષણ કર્યાં નહીં. પણ તેની સાથેના લોકોએ ખાધાં તેથી તે લોકો મરણ પામ્યા.
દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવા. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લેવો. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે જેથી નિયમ વિના એક ઘડી રહી ન શકે. કેમકે વિરતિ કરવામાં મોટા ફળનો લાભ છે. અને અવિરતિપણામાં ઘણા કર્મબંધનાદિ હોય છે. એ વાત પૂર્વે કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે તે જ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષે કરી લેવા.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૫
ચાતુર્માસિક અભિગ્રહો. વર્ષાકાળના નિયમ.
તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવના વગેરે અભિગ્રહ લેવા. તથા ગુરુને મોટી વંદના, દરેક સાધુને વંદના, ચોવીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ, નવા જ્ઞાનનો પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્ત વસ્તુનો ત્યાગ ઇત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાની ભાજી, ખારેક, ખજૂર, દ્રાક્ષ, ખાંડ, સુંઠ વગેરે વસ્તુનો વર્ષાકાળના ચોમાસામાં ત્યાગ કરવો. કેમકે એ વસ્તુમાં લીલફુલ, કંથઆ અને ઇયળો વગેરે ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તો સારી રીતે તપાસીને ઘણી જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલો, હાવું, માથામાં ફૂલ વગેરે ગુંથવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુનો યથાશક્તિ ત્યાગ કરવો. ભૂમિ ખોદવી, વસ્ત્ર વગેરે રંગવા, ગાડી વગેરે ખેડવા (વાપરવાં), બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી. વર્ષાકાળમાં જયણા. - ઘર, હાટ, ભીંત થાંભલા, કપાટ, પાટ, પાટિયું, શીકું, ઘીના, તેલનાં તથા પાણી વગેરેનાં તથા બીજા વાસણ, ઇંધણાં,. ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલફૂલ વગેરે જીવની સંસક્તિ ન થાય તે માટે જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કોઈને ચૂનો લગાડવો, કોઈમાં રાખ ભેળવવી તથા મેલ કાઢી નાંખવો, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ લેવી. પાણીને પણ બે ત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવું. ચીકણી વસ્તુ ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી રીતે ઢાંકણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણનું તથા સ્નાનનું પાણી વગેરે લીલફૂલ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિમાં છૂટું છૂટું અને થોડું થોડું નાંખવું. ચૂલાને અને દીવાને ઉઘાડો ન મૂકવો અને તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, રાંધવું, વસ્ત્ર, પાત્ર વગેરે ધોવું ઇત્યાદિ કામમાં પણ સમ્યક્ પ્રકારે જોઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઈએ એવી રીતે સમારવા વડે ઉચિત યતના રાખવી, વિશેષ તપ આચરણ.
ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇન્દ્રિયજય, યોગવિશુદ્ધિ, વિશસ્થાનક, અમૃત આઠમ, અગિયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુર્વિશતિકા તપ, અક્ષયનિધિ તપ. દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણી તપ, સંસારતારણ તપ, અઠ્ઠાઈ, પક્ષખમણ, માસખમણ વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ ચઉવિહાર અથવા તિવિહારનું પચ્ચકખાણ કરવું. પર્વમાં વિગઈનો ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. દરરોજ અથવા પારણાને દિવસે અતિથિસંવિભાગનો અવશ્ય લાભ લેવો વગેરે. ચાતુર્માસિક અભિગ્રહો.
પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે તે આ પ્રમાણે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. એના દ્રવ્યાદિભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હોય છે. તેનો અનુક્રમ આ પ્રમાણે -
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - ચતુર્થ પ્રકાશ જ્ઞાનાચાર - મૂળસૂત્ર વાંચવારૂપ સજઝાય કરવી, વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું અને યથાશક્તિ અજવાળી પાંચમને દિવસે જ્ઞાનની પૂજા કરવી. | દર્શનાચાર - જિનમંદિરમાં કાજો કાઢવો, લીંપવું, ગહુંલી માંડવી વગેરે જિનપૂજા. ચૈત્યવંદન અને જિનબિંબને ઓપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવાં.
ચારિત્રાચાર - જળો મૂકાવવી નહિ, જૂ તથા શરીરમાં રહેલા ગંડોળ પાડવા નહિ, કીડાવાળી વનસ્પતિને ખાર ન દેવો, લાકડામાં, અગ્નિમાં અને ધાન્યમાં ત્રસ જીવની રક્ષા કરવી. કોઈને આળ ન દેવું, આક્રોશ ન કરવો, કઠોર વચન ન બોલવું, દેવ-ગુરુના સોગન ન ખાવા, ચાડી ન ખાવી તથા પારકો અવર્ણવાદ ન બોલવો. પિતાની તથા માતાની દૃષ્ટિ ચૂકવીને કામ ન કરવું નિધાન, દાન અને પડેલી વસ્તુની યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાત્રિને વિષે પુરુષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પરપુરુષની સેવા ન કરવી. ધન, ધાન્ય વગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ : જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડો કરવો. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઈને મોકલવું, સંદેશો કહેવરાવવો, અધોભૂમિએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસૂરી એ વસ્તુનું તથા રન, હીરા, મણિ, સોનું, રૂપું મોતી વગેરેનું પરિમાણ કરવું.
ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તતિય, નાળિયેર, કેળાં, મીઠાં લીંબુ, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીજોરાં, કાકડી, અખરોટ, વાયફલ, કોઠા, ટિબરૂ, બિલીફળ, આમલી, બોર, બિલ્વફળ, ચિભડા, ચીભડી, કેરાં, કરમદાં, ભોરડ, લીંબુ, આમ્યવેતસ, આમનું અથાણું, અંકુરા, જાતજાતના ફૂલ તથા પત્ર, સચિત્ત, બહુબીજ, અનંતકાય પણ એક પછી એક વર્જવા. - વિગઇનું અને વિગઇની અંદર આવનારી વસ્તુનું પરિમાણ કરવું. વસ્ત્ર ધોવા, લીપવું, ખેત્ર ખણવું, ત્વવરાવવું, બીજાની જૂ કાઢવી, ક્ષેત્ર સંબંધી જાતજાતનાં કામો, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવું, ઉલટણ લગાડવું વગેરેનો ઘટાડો કરવો. તથા ખોટી સાક્ષી પૂરવી નહીં. દેશાવકાસિક વ્રતને વિષે ભૂમિ ખોદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, નહાવાનું, પીવાનું, અગ્નિ સળગાવવાનું, દીવો કરવાનું, લીલોત્રી કાપવાનું, મ્હોટા વડિલોની સાથે છૂટથી બોલવાનું, અદત્તાદાનનું તથા સ્ત્રીએ પુરુષની સાથે તથા પુરુષ સ્ત્રીની સાથે બેસવું, સુવું, બોલવું, જોવું, વગેરેનું વ્યવહારનાં સંબંધમાં પરિમાણ રાખવું, દિશિનું માન રાખવું, તથા ભોગપભોગનું પણ પરિમાણ રાખવું, તેમજ સર્વે અનર્થદંડનો સંક્ષેપ કરવો.
સામાયિક, પૌષધ તથા અતિથિસંવિભાગમાં પણ જે છૂટ રાખી હોય તેમાં દરરોજ કંઈક કમી કરવું, ખાંડવું, રાંધવું, જમવું, ખણવું, વસ્ત્રાદિ રંગવું, કાંતવું, પીંજવું, લોઢવું, ઘર વગેરે ધોળાવવું, લીપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જોવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, ઓછણ કરવું વગેરે કાર્યોને વિષે દરરોજ બનતાં સુધી સંવર જ રાખવો. ભણવું, જિનમંદિરે દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવું, ગણવું, એટલાં કામો તથા જિનમંદિરનાં સર્વે કામો પ્રત્યે ઉદ્યમ કરવો. આઠમ, ચૌદશ, કલ્યાણક તિથિઓમાં તપ વિશેષ કરેલા હોય તેનો લોકોને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉદ્યાપન મહોત્સવ કરવો, ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં
Page #301
--------------------------------------------------------------------------
________________
રાજકુમારનું કથાનક.
૨૭૭ તથા ઔષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય કરવું અને ગુરુનો વિનય સાચવવો. દર મહિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિસંવિભાગ યથાશક્તિ કરવો.” આ રીતે શ્રાવક-શ્રાવિકાના ચોમાસા સંબંધી નિયમ કહ્યા છે. રાજકુમારનું કથાનક.
હવે આ વિષયસંબંધી આ પ્રમાણે કથા છે.
વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી રાણીનો પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયો એમ જાણી રાજાએ તેને આદર-સન્માન દેવાનું મૂકી દીધું. એમ કરવામાં રાજાનો એવો અભિપ્રાય હતો કે “બીજા પુત્રો અદેખાઈથી એને મારી નાંખે નહીં” તેથી રાજકુમારને ઘણું દુઃખ થયું. તે મનમાં વિચારવા લાગ્યો કે, “પગથી હણાયેલી ધૂળ હણનારને માથે ચઢે છે માટે મૂંગે મોઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે” એવું નીતિશાસ્ત્રનું વચન છે. માટે મારે અહીં રહીને શું કરવું છે? હું હવે પરદેશ જઈશ. કેમકે જે પુરુષ ઘરમાંથી બહાર નીકળીને સેકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જોતો નથી તે કૂવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળમાં ભ્રમણ કરનાર પુરુષો દેશદેશની ભાષાઓ જાણે છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.”
રાજકુમાર એમ વિચારી રાત્રિએ કોઈ ન જાણે તેવી રીતે હાથમાં તલવાર લઈ બહાર નીકળ્યો અને પૃથ્વી ઉપર પોતાની ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કોઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભૂખ-તરસથી બહુ હેરાન થયો. એટલામાં સર્વાગે દિવ્ય આભૂષણ પહેરેલો એક દિવ્ય પુરુષ આવ્યો. તેણે સ્નેહપૂર્વક તેની સાથે કેટલીક વાર્તા કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દૂર કરનારું અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારૂં એવા બે રન આપ્યાં. કુમારે તું કોણ છે? એમ તેને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “જ્યારે તું તારા શહેરમાં જઈશ ત્યારે મુનિરાજના વચનથી મારું ચરિત્ર જાણીશ.”
પછી રાજકુમાર તે રત્નોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતો રહ્યો. એક વખતે પડહનો ઉદ્ઘોષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે “કુસુમપુરનો દેવશર્મા નામે રાજા આંખના દરદથી ઘણી જ વેદના ભોગવે છે.” પછી રાજકુમારે તુરત જ ત્યાં જઈ રત્નના પ્રભાવથી આંખની ઈજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પોતાનું રાજય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પોતે દીક્ષા લીધી પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસાડી પોતે દીક્ષા લીધી.
આ રીતે રાજકુમાર બે રાજ્યો ચલાવવા લાગ્યો. એક વખતે ત્રણ જ્ઞાનના ધણી થયેલા દેવશમાં રાજર્ષિએ કુમારનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે -
ક્ષમાપુરીમાં સુવ્રત નામે શેઠ હતો તેણે ગુરુની પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમ લીધા હતા. તેનો એક ચાકર હતો તે પણ દરેક વર્ષાકાળના ચોમાસામાં રાત્રિભોજનનો તથા મધ, મધ, માંસ સેવનનો નિયમ કરતો હતો. પછી તે ચાકર મરણ પામ્યો અને તેનો જીવ તું રાજકુમાર થયો અને સુવ્રતશેઠનો જીવ મોટો ઋદ્ધિવંત દેવતા થયો. તેણે પૂર્વભવની પ્રીતિથી
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - ચતુર્થ પ્રકાશ તને બે રત્નો આપ્યાં.” આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને ઘણા પ્રકારના નિયમ પાળીને સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના નિયમ ઉપર કથા કહી. ચાતુર્માસિક કૃત્યો અંગે લૌકિક શાસ્ત્રોનું સમર્થન. - લૌકિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ઋષિએ પૂછયું કે “હે બ્રહ્મદેવ ! વિષ્ણુ
ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે ? અને તે નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વર્જવી ? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય ?” બ્રહ્મદેવે કહ્યું : “હે વસિષ્ઠ ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા નથી અને જાગૃત પણ થતા નથી પરંતુ વર્ષાકાળ આવે ત્યારે ભક્તિથી વિષ્ણુનો એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ યોગનિદ્રામાં રહે ત્યારે શું શું વર્જવું? તે સાંભળ.
જે પુરુષ ચોમાસામાં મુસાફરી ન કરે, માટી ન ખણે, તથા રીંગણાં, ચોળા, વાલ, કળથી, તુવેર, કાલિંગડા, મૂળા અને તાંદળજો એટલી વસ્તુનો ત્યાગ કરે. તથા હે વસિષ્ઠ ! જે પુરુષ ચોમાસામાં એક અન્ન ખાય, જે પુરુષ હંમેશાં તથા ઘણું કરી ચોમાસામાં રાત્રિભોજન ન કરે તે આ લોકમાં તથા પરલોકમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે. જે પુરુષ ચોમાસામાં મધ, માંસ, વર્ષે છે તે દરેક માસમાં સો વર્ષ સુધી કરેલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે વગેરે.
માર્કડેય ઋષિએ પણ કહ્યું કે હે રાજનું! જે પુરુષ ચોમાસામાં તેલમર્દન કરતો નથી તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિરોગી રહે છે. જે પુરુષ પુષ્પાદિનો ભોગ છોડી દે છે તે સ્વર્ગલોકમાં પૂજાય છે. જે પુરુષ કડવો, ખાટો, તૂરો, મીઠો અને ખારો એ રસોથી ઉત્પન્ન થતા રસોને વર્ષે તે પુરુષ કુરૂપતા તથા દૌર્ભાગ્ય કોઈ ઠેકાણે પણ પામતો નથી. તાંબૂલ ભક્ષણ કરવાનું વર્ષે તો ભોગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાનું શાક વર્ષે તે ધન તથા પુત્ર પામે. | હે રાજન ! ચોમાસામાં ગોળ ન ખાય તો મધુર સ્વરવાળો થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તો બહુ સંતતિ પામે. ભૂમિમાં સંથારે સૂઈ રહે તો વિષ્ણુનો સેવક થાય. દહીં તથા દૂધ વર્ષે તો ગોલોક નામે દેવલોક જાય. બપોર સુધી પાણી પીવાનું તજે તો રોગોપદ્રવ ન થાય. જે પુરુષ ચોમાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય, જે પુરુષ ચોમાસામાં નખ અને કેશ ન ઉતારે તે દરરોજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પારકું અન્ન તજે તે અનંત પુણ્ય પામે, ચોમાસામાં ભોજન કરતી વેળાએ જે મૌન ન રહે તે કેવળ પાપ જ ભોગવે એમ જાણવું. મૌનપણે ભોજન કરવું ઉપવાસ સમાન છે માટે ચોમાસામાં જરૂર મૌન ભોજન તથા બીજા નિયમ રાખવા. ઇત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ'ની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં ચતુર્થ ચાતુર્માસિક કૃત્ય પ્રકાશ
સંપૂર્ણ થયો.
Page #303
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષકૃત્ય.
ચોમાસા સંબંધી કૃત્ય કહ્યું. હવે રહેલી અર્ધ ગાથા તથા તેરમી ગાથા મળી દોઢ ગાથામાં અગિયાર વાર વડે વર્ષકૃત્ય કહે છે.
पइवरिसं संघच्चण-साहम्मिअभत्तिजत्ततिगं ॥१२॥ जिणगिहि ण्हवणं जिणधण-वुड्डी महपूअधम्मजागरिआ। सुअपूआ उज्जवणं, तह तित्थपभावणा सोही ॥१३॥ प्रतिवर्षं संघार्चन सार्मिकभक्ति-यात्रात्रिकम् ॥१२॥ जिनगृहे स्नपनं जिनधनवृद्धि-महापूजा धर्मजागरिका ।
श्रुतपूजा उद्यापनं तथा तीर्थप्रभावना शोधिः ॥१३॥ શ્રાવકે દરવર્ષે જઘન્યથી એકવાર પણ ૧. ચતુર્વિધ શ્રી સંઘની પૂજા, ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ તીર્થયાત્રા, રથયાત્રા અને અઠ્ઠાઈ યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪ જિનમંદિરમાં સ્નાત્ર મહોત્સવ, ૫ માળા પહેરવી, ઇન્દ્રમાળા વગેરે પહેરી પહેરામણી કરવી, ધોતિયાં વિગેરે આપવાં તથા દ્રવ્યની ઉછામણીપૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મકૃત્યો કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિમાં ધર્મજાગરિકા, ૮ શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા, ૯ અનેક પ્રકારનાં ઉજમણાં, ૧૦ જિનશાસનની પ્રભાવના અને ૧૧ આલોયણા. એટલાં ધર્મકૃત્યો યથાશક્તિ કરવાં જોઈએ.
તેમાં શ્રીસંઘની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને બહુમાનથી સાધુ-સાધ્વીના ખપમાં આવે એવી આધાકર્મકૃત્ય આદિ દોષ રહિત વસ્તુ ગુરુમહારાજને આપવી. તે વસ્તુ એ કે વસ્ત્રો, કંબળ, પોંછનક, સૂત્ર, ઉન, પાત્રો, પાણીનાં પાત્ર વગેરે દાંડો, દાંડી, સોય, કાંટાને ખેંચી કાઢનારો ચીપીયો, કાગળ, ખડીયા, લેખણીનો સંગ્રહ, પુસ્તક વગેરે આપવું. દિનકૃત્યમાં કહ્યું છે કે વસ્ત્ર, પાત્ર આદિ આપવા તથા પાંચ પ્રકારનું પુસ્તક, કંબળ, પાદપ્રોઇનક, દાંડો, સંથારો, સિક્કા તથા બીજું પણ ઔધિક તથા ઔપગ્રહિક મુહપત્તિ, પુંછણા વગેરે જે કાંઈ શુદ્ધ સંયમને ઉપકારી હોય તે આપવું. પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં વળી કહ્યું છે કે -
“જે વસ્તુ સંયમને ઉપકારી હોય તે વસ્તુ ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસંમતપણે વસ્તુનો પરિહાર એટલે પરિભોગ (સેવન) કરનારો અસંયત કહેવાય છે.” અહીં પરિહાર શબ્દનો અર્થ પરિભોગ કરનારો એવો કર્યો. કારણ કે પરિહારો પરિમોrો એવું વચન છે તેથી અસંમતપણે જે પરિભોગ કરવો એવો અર્થ થાય છે એમ પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં કહ્યું છે.
એમજ પ્રાતિહારિક, પીઠ, ફલક, પાટો વગેરે સંયમોપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમનાં ઉપકરણ છે એમ શ્રી કલ્પમાં કહ્યું છે. તે
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ
૨૮૦
એવી રીતે કે અમળાŞ વસ્થારૂ સુગ્રાફ ચડી તિત્રિ અશનાદિ, વસ્ત્રાદિ અને સોયાદિ એ ત્રણ ચતુષ્ક મળીને બાર ઉપકરણો નીચે મુજબ છે.
જેમકે (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ એ અશનાદિક ચાર, (૫) વસ્ત્ર, (૬) પાત્ર, (૭) કંબલ અને (૮) પાદપ્રોંછનક એ વસ્ત્રાદિ ચાર; તથા (૯) સોય, (૧૦) વસ્ત્રો, (૧૧) નરણી અને (૧૨) કાન ખોતરવાની સળી એ સોયાદિક ચાર; આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુઓ સંયમનાં ઉપકરણ છે.
તેમજ શ્રાવક-શ્રાવિકારૂપ સંઘનો પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણી વગેરે આપીને સત્કાર કરે. દેવ ગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે.
સંઘપૂજા ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જઘન્ય. જિનમતધારી સર્વસંઘને પહેરામણી આપે તો ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય. સર્વ સંઘને માત્ર સૂત્ર વગેરે આપે તો જઘન્ય સંઘપૂજા થાય. બાકી રહેલી સર્વે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શક્તિ ન હોય તેણે પણ ગુરુ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સોપારી વગેરે આપીને દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. દરિદ્રી પુરુષ એટલું કરે તો પણ તેને ઘણો લાભ. કેમકે લક્ષ્મી ઘણી છતાં નિયમ આદરવો, શક્તિ છતાં ખમવું, યૌવન અવસ્થામાં વ્રત લેવું અને દરિદ્રી અવસ્થામાં થોડું પણ દાન આપવું એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે લોકો તો દરેક ચોમાસામાં સંઘપૂજા વગેરે કરતા હતા અને ઘણા ધનનો વ્યય કરતા હતા એમ સંભળાય છે.
દિલ્હીમાં જગસી શેઠનો પુત્ર મહણસિંહ શ્રીતપગચ્છાધિપતિ પૂજ્ય શ્રીદેવચંદ્રસૂરિજીનો ભક્ત હતો. તેણે એકજ સંઘપૂજામાં જિનમતધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળગણ ત્યાં પધાર્યા. પૂર્વે મહસિંહે બોલાવેલા શ્રીગુરુ મહારાજે તે ગણિજીને મોકલ્યા હતા. તેમના પ્રવેશને વખતે મહણસિંહે ટુંકમાં સંઘપૂજા કરી તેમાં છપ્પન હજાર ટંકનો વ્યય કર્યો. આવી વાર્તાઓ સાંભળવામાં આવે છે. એ પ્રકારે સંઘપૂજા વિધિ કહી છે.
સાધર્મિકવાત્સલ્ય.
સાધર્મિકવાત્સલ્ય પણ સર્વે સાધર્મિક ભાઈઓનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે કરવું. સાધર્મી ભાઈનો યોગ મળવો જો કે દુર્લભ છે. કેમ કે સર્વે જીવો સર્વે પ્રકારના સંબંધ પૂર્વે પામેલા છે પરંતુ સાધર્મિક આદિ સંબંધને પામનારા જીવો તો કોઈક ઠેકાણે વિરલા જ હોય છે. સાધર્મિક ભાઈનો મેલાપ પણ ઘણો પુણ્યકારી છે. સાધર્મિકનો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદર-સત્કાર કરે તો ઘણો પુણ્યબંધ થાય. કહ્યું છે કે એક તરફ સર્વે ધર્મ અને બીજી તરફ સાધર્મિકવાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તોળીયે તો બન્ને સરખા ઉતરે છે સાધર્મિકનો આદર-સત્કાર નીચે પ્રમાણે કરવો :
પોતાના પુત્ર વગેરેનો જન્મોત્સવ, વિવાહ વગેરે હોય તો સાધર્મિક ભાઈઓને નિમંત્રણ કરવું અને ઉત્તમ ભોજન, તાંબૂલ, વસ્ત્ર, આભરણ વગેરે આપવું. કદાચ તેઓ કોઈ વખતે બહુ
Page #305
--------------------------------------------------------------------------
________________
સાધર્મિકવાત્સલ્ય.
૨૮૧
મુશ્કેલીમાં આવી પડે તો પોતાનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંતરાયના દોષથી કોઈનું ધન જતું રહે તો તેને પાછો પૂર્વની અવસ્થામાં લાવવો. જે પોતાના સાધર્મિક ભાઈઓને પૈસે ટકે સુખી ન કરે તે પુરુષની મોટાઈ શા કામની ? કેમકે જેમણે દીન જીવોનો ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયમાં વીતરાગનું ધ્યાન ન ધર્યું તેમણે પોતાનો જન્મ વૃથા ગુમાવ્યો.
ન
પોતાના સાધર્મિક ભાઈઓ જો ધર્મથી ભ્રષ્ટ થયા હોય તો ગમે તે રીતે તેમને ધર્મમાં દેઢ કરવા. જો તેઓ ધર્મકાર્ય કરવામાં પ્રમાદ કરતા હોય તો તેમને યાદ કરાવવું અને અનાચારથી નિવારવા પ્રયત્ન કરવો. પ્રમાદ કરે તો યાદ કરાવી, અનાચાર્રમાં પ્રવૃત્ત થાય તો નિવારવા, ભૂલે તો પ્રેરણા કરવી અને વારંવાર ચૂકે તો વખતોવખત પ્રેરણા કરવી. તેમજ પોતાના સાધર્મિકોને વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેમાં જોગ મળે તેમ જોડવા અને શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન વિગેરેમાં જોડવા તથા સાધારણ ખાતાની પૌષધશાળા વગેરે કરાવવી. શ્રાવિકાઓનું સાધર્મિકવાત્સલ્ય અને સ્ત્રીઓની ઊંચ-નીચતા.
શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું, કેમકે જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શીલને પાળનારી તથા સંતોષવાળી એવી શ્રાવિકાઓ જૈનધર્મ પ્રત્યે મનમાં અનુરાગવાળી હોય છે માટે તેમને સાધર્મિકપણે માનવી.
પ્રશ્ન :- લોકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે. તેઓ તો ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેઘ વિનાની વીજળી, જેના ઉપર ઔષધ ચાલતું નથી એવું કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાનો ઉત્પાત, ફણા વિનાની સર્પિણી અને ગુફા વિનાની વાઘણ, એમને તો પ્રત્યક્ષ રાક્ષસી સમાન જ ગણવી. ગુરુ ઉપરનો તથા ભાઈ ઉપરનો સ્નેહ તૂટવાનું કારણ એઓ જ છે. કેમકે અસત્ય વચન સાહસિકપણું, કપટ, મૂર્ખતા, અતિલોભ, અશુચિપણું અને નિર્દયપણું એટલા સ્ત્રીઓના દોષ સ્વાભાવિક છે. કેમકે “હે ગૌતમ ! જ્યારે અનંતી પાપની રાશિઓ ઉદયમાં આવે
ત્યારે સ્ત્રીપણું પમાય છે એમ તું સમ્યક્ પ્રકારે જાણ” આ રીતે સર્વે શાસ્ત્રોમાં સ્ત્રીઓની નિંદા પગલેપગલે જોવામાં આવે છે માટે તેઓથી દૂર રહેવું. એમ છતાં તેમનું દાન સન્માનરૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે ?
ઉત્તર ઃ- “સ્ત્રીઓ જ પાપી હોય છે'' એવો એકાંત પક્ષ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરુષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે પુરુષો પણ ક્રૂર મનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતઘ્ન પોતાના શેઠની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જૂઠું બોલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરુને પણ ઠગનારા એવા ઘણા જોવામાં આવે છે. પુરુષ જાતિમાં કેટલાક એવા લોકો છે તેથી સત્પુરુષોની અવજ્ઞા કરવી જેમ ઘટિત નથી, તેમ સ્ત્રીજાતિમાં પણ કેટલીક પાપી સ્ત્રીઓ છે તેમ ઘણી ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમ તીર્થંકરની માતાઓ ઉત્તમ ગુણવડે યુક્ત હોય છે. માટે તેમની પૂજા દેવતાના ઇન્દ્રો પણ કરે છે અને મુનિઓ પણ સ્તુતિ કરે છે.
લૌકિકશાસ્ત્રના જાણ પણ કહે છે કે સ્ત્રીઓ કોઈ અદ્ભુત ગર્ભ ધારણ કરે છે કે જે ત્રણે જગત્નો ગુરુ થાય છે. માટે જ પંડિત લોકો સ્ત્રીઓની ઘણી મોટાઈ કબૂલ કરે છે. કેટલીક
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ -
પંચમ પ્રકાશ
૨૮૨
સ્ત્રીઓ પોતાના શીયળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળીયા સમાન, સર્પને દોરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે. તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિંદા સંભળાય છે તે પુરુષોએ તેમના ઉપર આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટે જ છે.
સુલસા વગેરે શ્રાવિકાઓના ગુણોની તો તીર્થંકરોએ પણ ઘણી પ્રશંસા કરી છે. તેમની ધર્મ વિષે રહેલી દઢતા ઇન્દ્રોએ પણ સ્વર્ગમાં વખાણી છે અને જબરા મિથ્યાત્વીઓ પણ એમને સમ્યક્ત્વથી ચળાવી શક્યા નિહ. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે. માટે માતાની માફક, બહેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઘટિત જ છે. આ વિષય ઉપર અત્રે વધુ વિસ્તારની જરૂર જણાતી નથી.
દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત.
સાધર્મિકવાત્સલ્ય કરીને રાજાઓ પોતાનું અતિથિસંવિભાગ વ્રત સાચવે છે. કેમકે મુનિઓને રાજપિંડ કલ્પતો નથી. આ વિષય ઉપર ભરતના વંશમાં થયેલા ત્રણે ખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત કહે છે.
દંડવીર્ય રાજા હંમેશાં સાધર્મિક ભાઈને જમાડી પછી જ પોતે ભોજન કરતો હતો. એક વખતે ઇન્દ્રે મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું. તેને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નોની સૂચક સુવર્ણની જનોઈ અને બાર વ્રતોના સૂચક બાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલા ચાર વેદનો મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરતા આવેલા ક્રોડો શ્રાવક જણાયા. દંડવીર્ય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે એટલામાં સૂર્ય આથમ્યો.
એ રીતે લાગટ આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યા તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધર્મિકભક્તિ તો તરૂણ પુરુષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઇન્દ્ર પ્રસન્ન થયો અને તેણે તેને દિવ્ય ધનુષ્ય, રથ, હાર તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી, દંડવીર્યે પણ તે પ્રમાણે કર્યું. સંભવનાથ ભગવાન આદિના દૃષ્ટાંતો.
શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડમાં અંદર આવેલા ઐરવતક્ષેત્રની ક્ષેમાપુરીનગરીમાં વિમળવાહન નામે રાજા હતા ત્યારે તેમણે મોટા દુકાળમાં સર્વે સાધર્મિક ભાઈઓને ભોજનાદિ આપીને જિનનામકર્મ બાંધ્યું પછી દીક્ષા લઈ દેહપાત થયો અને આનતદેવલોકમાં દેવતાપણું ભોગવી શ્રી સંભવનાથ તીર્થંકર થયા. તેઓ ફાગણ સુદિ આઠમને દિવસે અવતર્યા ત્યારે મોટો દુકાળ છતાં તે જ દિવસે ચારે તરફથી સર્વ જાતનું ધાન્ય આવી પહોંચ્યું અને સુકાળ થયો તેથી તેમનું સંભવ એવું નામ પાડ્યું.
બૃહદ્ભાષ્યમાં કહ્યું છે કે શું શબ્દનો અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવોને સુખ થાય છે માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વે તીર્થંકરો સંભવ નામથી ઓળખાય છે. સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનું બીજું પણ એક કારણ છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
સંપ્રતિરાજાની રથયાત્રા.
૨૮૩ કોઈ વખતે શ્રાવસ્તીનગરીમાં કાળદોષથી દુકાળ પડ્યો ત્યારે સર્વે માણસો દુઃખી થયા. પણ સેનાદેવીની કુક્ષિમાં સંભવનાથજી અવતર્યા ત્યારે ઇન્દ્ર પોતે આવીને સેનાદેવીની પૂજા કરી અને જગતમાં એક સૂર્ય સમાન પુત્રની પ્રાપ્તિ થયાની તેને (સેનાદેવીને) વધામણી આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા અને તેથી ત્યાં સારો સુભિક્ષ થયો. જે તે ભગવાનના સંભવથી (જન્મથી) થયો તે માટે માતા-પિતાએ તે ભગવાનનું સંભવ નામ આપ્યું.
દેવગિરિ (વર્તમાન દોલતાબાદ)માં જગસિંહ નામે શેઠ પોતાના જેવા સુખી કરેલા ત્રણસો સાઠ વાણોતર પાસે હંમેશાં બહોતેર હજાર ટંકનો વ્યય કરી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતો હતો. આ રીતે દર વર્ષે તે શેઠનાં ત્રણસો સાંઈઠ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળી આભુનામાં સંઘપતિએ ત્રણસો સાધર્મિક ભાઈઓને પોતાની સમાન કર્યા.
કહ્યું છે કે તે સુવર્ણ પર્વતનો તથા રૂપાના પર્વતનો શું ઉપયોગ? કારણ કે જેનો આશ્રય કરી રહેલાં કાષ્ઠનાં વૃક્ષો કાષ્ઠમય રહે છે પણ સોના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ; કેમકે તેનો આશ્રય કરી રહેલા આંબા, લીંબડા અને કુટજ નામના વૃક્ષો ચંદનમય થાય છે. સારંગ નામના શ્રેષ્ઠીએ પંચપરમેષ્ઠી મંત્રનો પાઠ કરનાર લોકોને પ્રવાહવડે દરેકને સુવર્ણના ટંક આપ્યા. એક ચારણને બોલ એમ ફરી ફરી કહેવાથી તે નવવાર નવકાર બોલ્યો ત્યારે તેણે નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યનો વિધિ કહ્યો છે. યાત્રાઓ.
આમ દર વર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે એ છે કે - ૧. અઠ્ઠાઈ, ૨. રથયાત્રા અને ૩. તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિતજનો કહે છે. તેમાં એક અઠ્ઠાઈ યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચૈત્યપરિપાટી કરવી વગેરે અઠ્ઠાઈ યાત્રા તે ચિત્યયાત્રા પણ કહેવાય છે. સંપ્રતિરાજાની રથયાત્રા.
રથયાત્રા તો શ્રી હેમચંદ્રસૂરિવિરચિત પરિશિષ્ટપર્વમાં કહી છે. તે એ રીતે કે પૂજ્ય શ્રી સુહસ્તિ આચાર્ય અવંતિનગરીમાં વસતા હતા ત્યારે એક વર્ષે સંઘે ચેત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તિ આચાર્ય મહારાજા પણ દરરોજ સંઘની સાથે ચૈત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા. ત્યારે સંપ્રતિ રાજા નાનામાં નાના શિષ્યની જેમ હાથ જોડી સુહસ્તિસ્વામિની આગળ બેસતા હતા. ચૈત્યયાત્રા ઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી કેમકે યાત્રાનો ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે.
સુવર્ણની તથા માણિક્ય રત્નોની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એવો સૂર્યના રથ સરખો રથ રથ શાળામાંથી નીકળ્યો. વિધિના જાણ અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાની સ્નાત્રપૂજા વગેરે કરી અરિહંતનું સ્નાત્ર કર્યું. જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપરથી તેમ રથમાંથી સ્નાત્રજળ નીચે પડવા લાગ્યું. જાણે ભગવાનને કાંઈ વિનંતિ જ ન કરતા હોય ! એવા મુખે મુખકોશ બાંધેલા શ્રાવકોએ સુગંધી ચંદનાદિ વસ્તુથી ભગવાનને વિલેપન કર્યું.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ માલતી, કમળ વગેરે ફૂલોની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ ત્યારે તે શરસ્કાળના મેઘોથી વીંટાયેલી ચંદ્રકળાની માફક શોભવા લાગી. બળતા મલયાગરના ધૂપથી થયેલી ધૂમાડાની રેખાઓથી વિટાયેલી ભગવાનની પ્રતિમા નીલ વસ્ત્રોથી પૂજાયેલી જેવી લાગતી હતી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકોએ કરી. તે દીપતી ઔષધિવાળા પર્વતની ટૂંક માફક શોભતી હતી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદના કરી. અશ્વની માફક આગળ થઈ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસીજનોની સ્ત્રીઓએ હલ્લીસકરાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણાં મંગળ ગીતો ગાવા લાગી. પાર વિનાનું કેસરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડ્યો.
આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતો રથ સંપ્રતિ રાજાના કારમાં હળવે હળવે આવતો હતો. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થયા અને ફણસ ફળની માફક સવગે વિકસ્વર રોમરાજીવાળા થઈ ત્યાં આવે, પછી નવા આનંદ રૂપ રોવરમાં હંસની માફક ક્રીડા કરતા સંપ્રતિ રાજાએ રથમાં વિરાજમાન થયેલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરી. તેમ મહાપદ્મ ચક્રીએ પણ પોતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારૂ ઘણા આડંબરથી રથયાત્રા કરી. કુમારપાળે કરેલી રથયાત્રા.
કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે. ચૈત્ર માસની આઠમને દિવસે ચોથે પહોરે જાણે ચાલતો મેરૂ પર્વત જ ન હોય ! એવો અને સુવર્ણમય મોટા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપતો એવો સુવર્ણમય રથ ઘણી ઋદ્ધિની સાથે નીકળે છે તે વખતે હર્ષથી નગરવાસી લોકો એકઠા મળીને મંગળકારી જય જય શબ્દ કરે છે. શ્રાવકો સ્નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુગંધી પુષ્પોથી પૂજાયેલી શ્રી પાર્શ્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે.
વાજિંત્રના શબ્દથી જગતુને ભરી દેનાર અને હર્ષથી મંગળ ગીતો ગાનારી સુંદર સ્ત્રીઓની તથા સામંતના અને મંત્રીઓના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પોતે પૂજા કરે અને વિવિધ પ્રકારના ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિંહદ્વારની બહાર નીકળે અને ફરકતી ધ્વજાઓથી જાણે નૃત્ય જ કરી રહેલો ન હોય ! એવા પટમંડપમાં આવીને રહે. પ્રભાતકાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે અને ચતુર્વિધ સંઘ સમક્ષ પોતે આરતી ઉતારે. પછી હાથી જોતરેલો રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતો નગરમાં ફરે વગેરે. તીર્થયાત્રા અને તેની વિધિ.
હવે ત્રીજી તીર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થો સમજવાં. તેમજ તીર્થકરોની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભવ્ય જીવોને
Page #309
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા અને તેની વિધિ.
૨૮૫
શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રમાંથી તારે છે માટે તે ભૂમિઓ પણ તીર્થ જ કહેવાય છે. આ તીર્થોમાં સમ્યક્ત્વશુદ્ધિને માટે ગમન કરવું તે તીર્થયાત્રા કહેવાય છે. તેનો વિધિ એ છે કે ઃ
એક આહાર, સચિત્તપરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહો યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા ઘોડા, પલંગ વગેરે સમગ્ર ઋદ્ધિ હોય તો પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢ્ય શ્રાવકને પણ શક્તિ હોય તો પગે ચાલવું જ ઉચિત છે. કેમકે યાત્રા કરનાર શ્રાવકે ૧. એકાહારી, ૨ સમકિતધારી, ૩. ભૂમિશયનકારી, ૪. સચિત્તપરિહારી, ૫. પાદચારી અને ૬. બ્રહ્મચારી રહેવું. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું કે યાત્રા કરતાં વાહનમાં બેસે તો યાત્રાનું અર્ધું ફળ જાય, પગરખાં પહેરે તો ફળનો ચોથો ભાગ જાય, મુંડન ન કરે તો ત્રીજો ભાગ જાય અને તીર્થે જઈને દાન લે તો યાત્રાનું સર્વ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરુષે એક ટંક ભોજન કરવું, ભૂમિ ઉપર સૂવું અને સ્ત્રી ઋતુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું.
ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેટણું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શક્તિ પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. સ્વજનના તથા સાધર્મિ ભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે નિમંત્રણ કરવું. પરમભક્તિથી સદ્ગુરુને પણ નિયંત્રણ કરવું. અમારિ પ્રવર્તાવવી. જિનમંદિરોમાં મહાપૂજાદિ મહોત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસોને પૈસાનો તથા સારા વચનનો આધાર આપવો.
યોગ્ય મદદ આપીશ એવી ઉદ્ઘોષણા કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લોકોને પણ સાર્થવાહની જેમ હિંમત આપવી. આડંબરથી મોટા અને અંદરના ભાગમાં ઘણા સમાસવાળી કોઠીઓ, શરાવલાં, કનાતો, તંબૂઓ, મોટી કઢાઈયું તથા બીજા પણ પાણીનાં મોટાં વાસણો વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળા રથ, પાલખી, પોઠિયા, ઊંટ, અશ્વ વગેરે વાહનો સજ્જ કરાવવાં. શ્રીસંઘની રક્ષા માટે ઘણા શૂર સુભટોને સાથે લેવા અને કવચ શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમનો સત્કાર કરવો. ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન, નિમિત્ત વગેરે જોઈને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહૂર્તે યાત્રાએ જવું.
માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરવો. સારાં પાન્નો જમાડી તેમને તાંબૂલ વગેરે આપવું. તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ઠ, પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરુષો પાસે સંઘવીપણાનું તિલક કરાવવું. સંઘપૂજા વગેરે મોટો ઉત્સવ કરવો. બીજાઓ પાસે પણ યોગ્યતા પ્રમાણે સંઘવીપણા વગેરેનું તિલક કરવાનો ઉત્સવ કરાવવો. સંઘનું જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે લોકોને યોગ્ય સ્થાનકે રાખવા. શ્રી સંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હોય તે સર્વ પ્રસિદ્ધ કરવા. માર્ગમાં સર્વે સાધર્મીઓની સારી રીતે સારસંભાળ કરવી. કાંઈ હરકત આવે તો પોતે તેમને સર્વ શક્તિએ યોગ્ય મદદ કરવી.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરોમાં સ્નાત્ર, મોટી ધ્વજા ચઢાવવી. ચૈત્યપરિપાટી વગેરે મોટો ઉત્સવ કરવો. જીર્ણોદ્ધાર વગેરેનો પણ વિચાર કરવો. તીર્થનાં દર્શન થયે સોનું, રન, મોતી આદિ વસ્તુ વડે વધામણી કરવી. લાપશી, લાડુ આદિ વસ્તુ મુનિરાજાને વહોરાવવી. સાધર્મિક વાત્સલ્ય કરવું. ઉચિતપણે દાન વગેરે આપવું તથા મોટો પ્રવેશોત્સવ કરવો. તીર્થે દાખલ થયા પછી પહેલાં હર્ષથી પૂજા, ઢૌકન વગેરે આદરથી કરવું. અષ્ટપ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવું. માળ પહેરાવવી વગેરે કરવું. ઘીની ધારાવતી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાંગે પૂજા કરવી તથા ફૂલઘર, કેલિઘર વગેરે મહાપૂજા, રેશમી વસ્ત્રમય ધ્વજાનું દાન, કોઈને હરકત ન પડે એવું દાન (સદાવ્રત), રાત્રિજાગરણ, ગીત, નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થપ્રાપ્તિ નિમિત્ત ઉપવાસ, છઠ્ઠ વગેરે તપસ્યા કરવી. ક્રોડ, લાખ ચોખા વગેરે વિવિધ વસ્તુ ઉજમણામાં મૂકવી.
જાતજાતના ચોવીશ, બાવન, બહોતેર અથવા એકસો આઠ ફળો અથવા બીજી જાત જાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભક્ષ્ય અને ભોજ્ય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી. તેમજ રેશમી વગેરે ઉત્તમ વસ્ત્રના ચંદ્રુઆ, પહેરામણી, અંગલૂછણાં, દીવાને માટે ઘી, ધોતિયા, ચંદન, કેસર, ભોગની વસ્તુ, પુષ્પ લાવવાની છાબડી, પિંગાનિકા કળશ, ધૂપધાણું, આરતી, આભૂષણ, દીવીઓ, ચામર, નાળીવાળા કળશ, થાળીઓ, કચોળા, ઘંટાઓ, ઝલરી, પટહ વગેરે વાજિંત્રો આપવાં. સૂતાર વગેરેનો સત્કાર કરવો. તીર્થની સેવા, વિણસતા તીર્થનો ઉદ્ધાર તથા તીર્થના રક્ષક લોકોનો સત્કાર કરવો. તીર્થને ગરાસ આપવો. સાધર્મિક વાત્સલ્ય, ગુરુની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવું. યાચક વગેરેને ઉચિત દાન આપવું. જિનમંદિર વગેરે ધર્મકૃત્યો કરવાં.
યાચકોને દાન આપવાથી કીર્તિમાત્ર થાય છે એમ સમજી તે નિષ્ફળ છે એમ ન માનવું. કેમકે યાચકો પણ દેવના-ગુરુના તથા સંઘના ગુણો ગાય છે માટે તેમને આપેલું દાન બહુ ફળદાયી છે. ચક્રવર્તી વગેરે લોકો જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર ક્રોડ સોનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે સાડાબાર ક્રોડ સોનૈયા જેટલું ચક્રવર્તીનું પ્રતિદાન જાણવું આ રીતે યાત્રા કરી પાછો વળતો સંઘવી ઘણા ઉત્સવથી પોતાના ઘરમાં પ્રવેશ કરે. પછી દેવાહાનાદિ ઉત્સવથી કરે અને એક વર્ષ સુધી તીર્થોપવાસ વગેરે કરે. આ રીતે તીર્થયાત્રાનો વિધિ કહ્યો છે. વિક્રમરાજા આદિના સંઘનું વૃત્તાંત.
શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિબોધ પમાડેલા વિક્રમાદિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે તેના સંઘમાં એકસો ઓગણસીતેર (૧૬૯) સુવર્ણમય અને પાંચસો (૫૦૦) હાથી દાંત, ચંદનાદિમય જિનમંદિર હતા. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચૌદ (૧૪) મુકુટધારી રાજાઓ હતા. તથા સીત્તેર લાખ (૭૦,૦૦,૦૦૦) શ્રાવકના કુટુંબ, એક કોડ, દસ લાખ, નવહજાર (૧૧૦૦૦૦00) ગાડાં, અઢાર લાખ (૧૮૦૦૦૦૦) ઘોડા, છોતેરસો (૭૬૦૦) હાથીઓ અને આ રીતે જ ઊંટ, બળદ વગેરે હતાં.
Page #311
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્યની વૃદ્ધિ.
૨૮૭ કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણરત્નાદિમય અઢારસો ચુમ્મોતેર (૧૮૭૪) જિનમંદિર હતા. થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવીની યાત્રામાં સાતસો (૭૦૦) જિનમંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર ક્રોડ સોનૈયાનો વ્યય કર્યો. પેથડ નામા શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિઆર લાખ રૂપામય ટંકનો વ્યય કર્યો, અને તેના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રાઓ પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનું સ્વરૂપ કહ્યું છે. સ્નાત્ર મહોત્સવ.
તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રોત્સવ કરવો. તેમ કરવાની શક્તિ ન હોય તો દરેક પર્વને વિષે કરવો, તેમ પણ ન કરી શકાય તો વર્ષમાં એક વાર તો અવશ્ય સ્નાત્રોત્સવ કરવો. તેમાં મેરૂની રચના કરવી. અષ્ટમાંગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા બાવનાચંદન, કેશર, સુગંધી પુષ્પો અને ભોગ વગેરે સકળ વસ્તુનો સમુદાય એકઠો કરવો. સંગીત આદિની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસ્ત્રમય મહાધ્વજા આપવી અને પ્રભાવના વગેરે કરવી.
સ્નાત્રોત્સવમાં પોતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિ વડે ધનનો વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને માટે પ્રયત્ન કરવો. સંભળાય છે કે પેથડશેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્ર મહોત્સવને અવસરે છપ્પન ધડી પ્રમાણ સુવર્ણ આપી ઈન્દ્રમાળ પહેરી. અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક જ સુવર્ણમય ધ્વજા આપી. તેના પુત્ર ઝાંઝણ શેઠે તો રેશમી વસ્ત્રમયધ્વજા આપી. આ રીતે સ્નાત્રોત્સવનું સ્વરૂપ કહ્યું છે. દેવદ્રવ્યની વૃદ્ધિ. - દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દરેક વર્ષે માળોઘટ્ટન કરવું. તેમાં ઈન્દ્રમાળા અથવા બીજી માળા દર વર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળોદ્ઘટ્ટન થયું ત્યારે વાભટ્ટ મંત્રી વગેરે સમર્થ લોકો ચારલાખ, આઠલાખ ઇત્યાદિ સંખ્યા બોલવા લાગ્યા. તે સમયે સોરઠદેશનો મહુવાનો રહીશ પ્રાગ્વાટ હંસરાજ ધારૂનો પુત્ર જગડુ મલિન શરીરે મલિન વસ્ત્ર પહેરી - ઓઢીને ત્યાં ઉભો હતો. તેણે એકદમ સવાઝોડની રકમ કહી. આશ્ચર્યથી કુમારપાળરાજાએ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે મારા પિતાએ નૌકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી, ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવાક્રોડ સોનૈયાની કિંમતના પાંચ માણિક્ય રત્ન ખરીદ્યાં અને અંત વખતે મને કહ્યું કે “શ્રી શત્રુંજય, ગિરનાર અને દેવપટ્ટન એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન તારે આપવું અને બે રત્ન પોતાને માટે રાખવાં.” પછી જગડુશાએ તે ત્રણે રત્નો સુવર્ણજડિત કરી શત્રુંજયનિવાસી ઋષભદેવ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથજીને તથા દેવપટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભપ્રભુને કંઠાભરણ તરીકે આપ્યાં.
એક વખતે શ્રી ગિરનારજી ઉપર દિગંબર તથા શ્વેતામ્બર એ બંનેના સંઘ સમકાળે આવી પહોંચ્યા. અને બન્ને જણાએ અમારું તીર્થ કહી ઝઘડો કરવા માંડ્યો. ત્યારે જે ઇન્દ્રમાળા પહેરે
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ તેનું આ તીર્થ છે એવા વૃદ્ધજનોના વચનથી પેથડશેઠે છપ્પન ધડી પ્રમાણ સુવર્ણ આપી ઇન્દ્રમાળા પહેરી અને વાચકોને ચાર ધડી પ્રમાણ સુવર્ણ આપી તીર્થ પોતાનું છે એમ સિદ્ધ કર્યું.
આ રીતે જ પહેરામણી, નવી ધોતીઓ, જાતજાતના ચંદરવા, અંગલૂછણાં, દીપક, તેલ, ઉંચું ચંદન, કેસરભોગ વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દરવર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી વેલ બુષ્ટિની રચના, સર્વાગનાં આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવવડે મહાપૂજા તથા રાત્રિજાગરણ કરવા. જેમ એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એકલાખ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવીને મનગમતો લાભ થવાથી બાર વર્ષે પાછો આવ્યો ત્યારે હર્ષથી એક ક્રોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો. શ્રુતજ્ઞાનની આરાધના.
તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂર આદિ વસ્તુવડે, સામાન્ય પૂજા તો ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુવડે વિશેષ પૂજા તો દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવા યોગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જઘન્યથી વર્ષમાં એકવાર તો અવશ્ય કરવી જ. આ વાત જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાન ભક્તિદ્વારમાં વિસ્તારથી કહીશું.
તેમજ નવકાર, આવશ્યકસૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણામાં જઘન્યથી એક ઉજમણું તો દરવર્ષે થયાવિધિ જરૂર કરવું. કેમકે ઉજમણું કરવાથી માણસોની લક્ષ્મી સારે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય અને નિરંતર શુભધ્યાન, ભવ્યજીવોને સમકિતનો લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શોભા થાય એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું. તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચોખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મૂકવા સમાન અથવા ભોજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. ઉદ્યાપન મહોત્સવ.
શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે નવકાર લાખ અથવા ક્રોડવાર ગણી જિનમંદિરે સ્નાત્રોત્સવ, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે ઘણા આડંબરપૂર્વક કરવું. લાખ અથવા ક્રોડ ચોખા, અડસઠ સોનાની અથવા રૂપાની વાટકિયો, લેખણો તથા રત્નો, મોતી, પરવાળાં, નાણું, તેમજ નાળિયેર વગેરે અનેક ફળો, જાતજાતના પકવાન્નો, ધાન્યો તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનાર, ઉપધાન વહેવા આદિ, વિધિસહિત માળા પહેરી આવશ્યકસૂત્રનું ઉજમણું કરનાર, ગાથાની સંખ્યા માફક એટલે પાંચસોચુંમાલિશ પ્રમુખ મોદક; નાળિયેર, વાટકિયો વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણાં કરનાર, સોનૈયા વગેરે વસ્તુ રાખી લાડવા આદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણાં કરનારા ભવ્યજીવો પણ હાલના કાળમાં દેખાય છે.
માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે. કેમકે નવકાર, ઇરિયાવહી ઇત્યાદિ સૂત્રો શક્તિ પ્રમાણે તથા વિધિ સહિત ઉપધાન વહ્યા વિના ભણવા-ગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે. શ્રુતની આરાધના ,
Page #313
--------------------------------------------------------------------------
________________
શાસનની પ્રભાવના.
૨૮૯ માટે જેમ સાધુઓને યોગ વહેવા તેમ શ્રાવકોએ ઉપધાન તપ જરૂર કરવું જોઈએ. માળા પહેરવી એ જ ઉપધાન તપનું ઉજમણું છે.
કેમકે કોઈ શેઠ ઉપધાન તપ યથાવિધિ કરી, પોતાનાં કંઠમાં નવકાર આદિ સૂત્રની માળા તથા ગુરુએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે. તે બે પ્રકારની શિવશ્રી (નિરુપદ્રવપણું અને મોક્ષલક્ષ્મી) ઉપાર્જે છે. જાણે મુક્તિરૂપ કન્યાની વરમાળા જ ન હોય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હોય ! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળા જ ન હોય ! એવી માળા પુણ્યવાનથી જ પહેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાઓ, ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાટકિયો, નાળિયેર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મુકી યથાશ્રત સંપ્રદાયને અવલંબીને કરવાં. શાસનની પ્રભાવના.
તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દરવર્ષે જઘન્યથી એકવાર તો શક્તિ પ્રમાણે જરૂર કરવી જ. તેમાં શ્રીગુરુ મહારાજનો પ્રવેશોત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘસહિત સામાં જઈ તથા શ્રીગુરુ મહારાજનો તથા સંઘનો સત્કાર વગેરે શક્તિ પ્રમાણે કરવો. કેમકે શ્રીગુરુ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ એક ઘડીવારમાં શિથિલ બંધવાળું થાય છે. પેથડશેઠે તપાગચ્છાચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજીના પ્રવેશોત્સવમાં બહોતેર હજાર ટંકનો વ્યય કર્યો. “સંવેગી સાધુઓનો પ્રવેશોત્સવ કરવો એ વાત અનુચિત છે' એવી ખોટી કલ્પના કરવી નહીં કેમ કે, સિદ્ધાંતમાં સામું જઈ તેમનો સત્કાર કર્યાનું પ્રતિપાદન કરેલ છે. એ જ વાત સાધુની પ્રતિમાને અધિકાર શ્રી વ્યવહારભાષ્યમાં કહી છે. તે એ કે -
પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિમાવાહક સાધુ જ્યાં સાધુઓનો સંચાર હોય એવા ગામમાં પોતાને પ્રકટ કરે અને સાધુને અથવા શ્રાવકને સંદેશો કહેવરાવે.
પછી ગામનો રાજા, અધિકારી અથવા તે ન હોય તો શ્રાવક, શ્રાવિકાઓનો અને સાધુસાધ્વીજીઓનો સમુદાય તે પ્રતિમાવાહક સાધુનો આદરસત્કાર કરે. આ ગાથાનો ભાવાર્થ એવો છે કે “પ્રતિમા પૂરી થાય ત્યારે જે નજીકના ગામમાં ઘણાં ભિક્ષાચરો તથા સાધુઓ વિચરતા હોય ત્યાં આવી પોતાને પ્રકટ કરે. અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક જોવામાં આવે તેની પાસે સંદેશો કહેવરાવે કે -
પ્રતિમા પૂરી કરી અને તેથી હું આવ્યો છું.” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જાહેર કરે. “અમુક મોટા તપસ્વી સાધુએ પોતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે. તેથી તેનો ઘણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરાવવો છે.” પછી રાજા, તે ન હોય, તો ગામનો અધિકારી, તે ન હોય તો સમૃદ્ધ શ્રાવકવર્ગ અને તે પણ ન હોય તો સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ શ્રીસંઘ પ્રતિમાવાહક સાધુનો યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદરવો બાંધવો, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવો, વગેરે સત્કાર કહેવાય છે. એવો સત્કાર કરવામાં લાભ છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે જેથી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃત્ય અમે પણ એવી રીતે કરીશું. તેમજ શ્રાવકશ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય કે “જેમાં એવા મોટા તપસ્વીઓ થાય તે જિનશાસન મહાપ્રતાપી છે.” તેમજ ખોટા તીર્થિઓની હીલના થાય છે, કેમકે તેમનામાં એવા મહાસત્ત્વવંત પુરુષો નથી. તેથી પ્રતિમા પૂરી કરનાર સાધુનો સત્કાર કરવો એ આચાર છે.
વળી તીર્થની વૃદ્ધિ થાય છે એટલે પ્રવચનનો અતિશય જોઈને ઘણા ભવ્યજીવો સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લે છે આ રીતે વ્યવહારભાષ્યની વૃત્તિમાં કહ્યું છે, તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી. એટલે બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું, તિલક કરવું, ચંદન,
વાદિ, કપૂર, કસ્તૂરી વગેરે સુગંધી વસ્તુનો લેપ કરવો, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિયેર આદિ વિવિધ ફળ આપવા તથા તાંબૂલ અર્પણ કરવું, વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે શુભફળ મળે છે.
કહ્યું છે કે અપૂર્વજ્ઞાનગ્રહણ, શ્રુતની ભક્તિ અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણો વડે જીવને તીર્થકરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં પ્રએ અક્ષર વધારે છે તે યુક્ત જ છે. કેમકે ભાવના તો તેના કરનારને જ મોક્ષ આપે છે અને પ્રભાવના તો તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે. આલોયણા.
ગુરુનો યોગ હોય તો દરવર્ષે જઘન્યથી એક વાર તો ગુરુ પાસે જરૂર આલોયણા લેવી. કારણકે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે ચોમાસી તથા સંવત્સરીમાં આલોયણા તથા નિયમ ગ્રહણ કરવા. તેમજ અગાઉ ગ્રહણ કરેલા અભિગ્રહ કહીને નવા અભિગ્રહ લેવા. શ્રાદ્ધજીતકલ્પ આદિ ગ્રંથોમાં આલોયણા વિધિ કહ્યો છે તે નીચે પ્રમાણે.
પખી, ચોમાસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો વધુમાં વધુ બાર વરસ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરુ પાસે આલોયણા લેવી.
આલોયણા લેવા માટે ક્ષેત્રથી સાતસો યોજન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરુની ગવેષણા કરવી.
હવે આલોયણા આપનાર આચાર્યનું લક્ષણ કહે છે. આલોયણા આપનાર ગુરુનું લક્ષણ.
શાસ્ત્રમાં આલોયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશીથ વગેરે સૂત્ર-અર્થના જાણ, કૃતયોગી એટલે મન, વચન, કાયાના શુભ યોગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત્ વિવિધ પ્રકારના શુભધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પોતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા, નિરતિચાર ચારિત્ર પાળનારા, આલોયણા લેનાર પાસે બહુ યુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, આલોયણા તરીકે આપેલી તપશ્ચર્યા વગેરે કરવામાં
Page #315
--------------------------------------------------------------------------
________________
આલોયણા આપનાર ગુરુનું લક્ષણ.
૨૯૧ કેટલો શ્રમ પડે છે ? તેના જાણ, આલોયણા લેનારનો મોટો દોષ સાંભળવામાં આવે તો પણ વિષાદ ન કરનારા, આલોયણા લેનારને જુદાં જુદાં દૃષ્ટાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા કહ્યા છે.
(૧) જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, (૨) આલોયેલા દોષનું બરાબર મનમાં સ્મરણ રાખનારા, (૩) વ્યવહારવાનું એટલે પાંચ પ્રકારનો વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યક પ્રકારે વર્તન કરનારા.
પાંચ પ્રકારનો વ્યવહાર છે તે એ કે: (૧) પહેલો આગમવ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વીનો જાણવો. (૨) બીજો શ્રુતવ્યવહાર તે આઠથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીયાર અંગના ધારક તથા નિશીથાદિસૂત્રના જાણ વગેરે સર્વે શ્રુતજ્ઞાનીઓનો જાણવો. (૩) ત્રીજો આશાવ્યવહાર તે બે ગીતાર્થ આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એકબીજાને મળી ન શકે તો તેનું કોઈ જાણી ન શકે તેવી રીતે જે અંદરોઅંદર આલોયણા પ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે જાણવો. (૪) ચોથો ધારણાવ્યવહાર તે પોતાના ગુરુએ જે દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવું તે રૂપ જાણવો. (૫) પાંચમો જીતવ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવો. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે.
(૪) આલોયણા લેનાર શરમથી બરાબર ન કહેતો હોય તો તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કહે કે તે સાંભળતાં જ આલોયણા લેનાર શરમ છોડીને સારી રીતે આલોવે. (૫) આલોયણા લેનારની સમ્યફપ્રકારે શુદ્ધિ કરે એવા. (૬) આલયણ આપી હોય તે બીજાને ન કહેનારા. (૭) જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલું જ આપનારા. (૮) સમ્યફ આલોયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલું દુઃખ થાય છે તે જાણનારા; એવા આઠ ગુણવાળા ગુરુ આલોયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે.
આલોયણા લેવાના શુભ પરિણામથી ગુરુની પાસે જવા નીકળેલો ભવ્ય જીવ જો કદાચ આલોયણા લીધા વિના વચ્ચે જ કાળ કરી જાય તો પણ તે આરાધક થાય છે. - સાધુએ અથવા શ્રાવકે પહેલાં તો પોતાના ગચ્છના જ જે આચાર્ય હોય તેમની પાસે જરૂર આલોયણા લેવી. તેમનો જોગ ન હોય તો પોતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હોય તો પોતાના જ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદી એમની પાસે આલોયણા લેવી. પોતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેનો જોગ ન હોય તો સાંભોગિક-પોતાની સામાચારીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેનો જોગ મળે તેની પાસે આલોયણા લેવી.
સામાચારીને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચેનો યોગ ન હોય તો ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિમાં જેનો યોગ હોય તેની પાસે આલોયણા લેવી. તેમ ન બને તો ગીતાર્થ પાસસ્થાની પાસે આલોયણા લેવી, તેમ ન બને તો ગીતાર્થ એવા સારૂપિક પાસે આલોયણા લેવી. તેનો પણ જોગ ન મળે તો ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આલોવવું.
સફેદ કપડા પહેરનારો, મુંડી, કચ્છ વિનાનો, રજોહરણ વગેરે ન રાખનારો, બ્રહ્મચર્ય પાળનારો, ભાર્યા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારો એવો હોય તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ તો શિખા અને ભાર્યા સહિત હોય છે. ચારિત્ર તથા સાધુનો વેષ મૂકી ગૃહસ્થ થયેલો તે પશ્ચાત્કૃત કહેવાય છે.
ઉપર કહેલા પાસત્યાદિને પણ ગુરુની માફક વંદન વગેરે યથાવિધિ કરવું. કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જો પાસત્યાદિ પોતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના ન કરાવે તો તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરવો. અને આલોયણા લેવી.
ઉપર કહેલા પાસત્યાદિનો યોગ ન મળે તો રાજગૃહી નગરીમાં ગુણશીલાદિ ચૈત્યને વિષે જ્યાં ઘણીવાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષોને આલોયણા આપતા જોયા હોય, ત્યાં તે સમ્યગ્દષ્ટિ દેવતાને અટ્ટમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસે આલોયણા લેવી. કદાચ તે સમયનો દેવતા ચવ્યો હોય અને બીજો ઉત્પન્ન થયો હોય તો તે મહાવિદેહક્ષેત્રમાં જઇ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત આપે છે.
તેમ ન બને તો અરિહંતની પ્રતિમા આગળ આલોઇ (કહી) પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાનો પણ જોગ ન હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોટું રાખીને અરિહંતોની તથા સિદ્ધોની સમક્ષ આલોવે. પણ આલોયા વગર ન રહે. કેમકે શલ્ય સહિત જીવ આરાધક કહેવાતો નથી.
પોતે ગીતાર્થ નહી હોવાથી ચરણશુદ્ધિ તથા આલોયણા આપવાથી થતું હિત ન જાણે તો તે પુરુષ પોતાને અને આલોયણા લેનારને પણ સંસારમાં પાડે છે. આલોચના સમયની શુદ્ધિ.
જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે તેમ આલોયણા લેનારે માયા અથવા મદ ન રાખતાં આલોવવું. માયા મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આલોયણા કરે તે અકાર્ય જરૂર ફરીથી ન કરે. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગારવામાં લપટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઇચ્છાથી અથવા હું બહુશ્રુત છું એવા અહંકારથી, અપમાનની બીકથી અથવા આલોયણા ઘણી આવશે એવા ડરથી ગુરુની પાસે પોતાના દોષ કહીને ન આલોવે તે જરૂર આરાધક કહેવાતો નથી. તે તે સંવેગ ઉત્પન્ન કરનાર આગમવચનોનો વિચાર કરી તથા શલ્યનો ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પોતાનું ચિત્ત સંવેગવાળું કરવું અને આલોયણા લેવી.
હવે આલોયણા લેનારના દશ દોષ કહે છે. આલોયણા લેનારના દશ દોષ.
(૧) ગુરુ થોડી આલોયણા આપશે એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આલોયણા લેવી. (૨) તેમજ આ ગુરુ થોડી તથા સહેલી આલોયણા આપનારા છે એવી કલ્પના કરી આલોવવું. (૩) જે પોતાના દોષ બીજા કોઈએ જોયા હોય તે જ આલોવે પણ બીજા છાના ન આલોવે. (૪) સૂક્ષ્મ (નાના) દોષ ગણત્રીમાં ન ગણવા અને બાદર (મોટા) દોષની જ માત્ર આલોયણા લેવી. (૫) સૂર્મની આલોયણા લેનાર બાદ દોષ મૂકે નહિ. એમ જણાવવા માટે તૃણ-ગ્રહણાદિ નાના દોષની માત્ર આલોયણા લેવી અને બાદરની ન લેવી. (૬) છત્ર એટલે
Page #317
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત.
૨૯૩ પ્રકટ શબ્દથી ન આલોવવું. (૭) તેમજ શબ્દાકુળ એટલે ગુરુ સારી રીતે ન જાણે એવા શબ્દના આડંબરથી અથવા આસપાસના લોકો સાંભળે તેવી રીતે આલોવવું. (૮) આલોવવું હોય તે ઘણા લોકોને સંભળાવે. અથવા આલોયણા લઈ ઘણા લોકોને સંભળાવે. (૯) અવ્યક્ત એટલે છેદ ગ્રંથના જાણ નહિ એવા ગુરુ પાસે આલોવવું. (૧૦) લોકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પોતાના જેવા જ દોષને સેવન કરનાર ગુરુની પાસે આલોવવું. આ દશ દોષ આલોયણા લેનારે ત્યજવા.
હવે સમ્યફ પ્રકારે આલોવે તો તેના ગુણ (ફાયદા) કહે છે. આલોયણા લેવાના ફાયદા.
(૧) જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકું લાગે છે તેમ આલોયણા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પોતાનો જીવ હલકો લાગે છે. (૨) આનંદ થાય છે. (૩) પોતાના તથા બીજાઓના પણ દોષ ટળે છે. એટલે પોતે આલોયણા લઈ દોષમાંથી છૂટો થાય છે એ જાહેર જ છે. તથા તેને જોઈને બીજાઓ પણ આલોયણા લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. (૪) સારી રીતે આલોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. (૫) અતિચારરૂપ મળ ધોવાઈ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. (૬) તેમજ આલોયણા લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે.
કેમકે દોષનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી. અનાદિકાળથી દોષસેવનનો અભ્યાસ પડી ગયો છે પણ દોષ કર્યા પછી તે આલોવવા એ દુષ્કર છે. કારણ કે મોક્ષ સુધી પહોંચે એવા પ્રબળ આત્મવીર્યના વિશેષ ઉલ્લાસથી જ એ કામ બને છે. નિશીથચૂર્ણમાં પણ કહ્યું છે કે જીવ જે જે દોષનું સેવન કરે તે દુષ્કર નથી પણ સમ્યકપ્રકારે આલોવે તે જ દુષ્કર છે. માટે જ સમ્યક આલોયણાની ગણતરી પણ અત્યંતર તપમાં ગણી છે અને તેથી જ તે મા ખમણ વગેરેથી પણ દુષ્કર છે. લક્ષ્મણા સાધ્વી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે - લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત.
આ ચોવીશીથી અતીત કાળની એંશીમી ચોવીશીમાં એક બહુ પુત્રવાનું રાજાને સેંકડો માનતાથી એક બહુમાન્ય પુત્રી થઈ. તે સ્વયંવરમંડપમાં પરણી પણ દુર્દેવથી ચોરીની અંદર જ પતિના મરણથી વિધવા થઈ. પછી તે સમ્યક પ્રકારે શીલ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી અને જૈનધર્મમાં ઘણી તત્પર રહી.
એક વખતે તે ચોવીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષ્મણા એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા ચકલીનો વિષયસંભોગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે
અરિહંત મહારાજે ચારિત્રિયાને વિષયસંભોગની કેમ અનુમતિ ન આપી ? અથવા તે (અરિહંત) પોતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી.” વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષ્મણા સાધ્વી ઠેકાણે આવી અને પસ્તાવો કરવા લાગી. “હવે આલોયણા શી રીતે કરીશ ? એવી તેને લજ્જા ઉત્પન્ન થઈ.'
પરંતુ શલ્ય રાખવાથી કોઈપણ રીતે શુદ્ધિ નથી એ વાત ધ્યાનમાં લઈ તેણે આલોયણા કરવા પોતાને ધીરજ આપી અને તે ત્યાંથી નીકળી. એટલામાં ઓચિંતો કાંટો પગમાં વાગ્યો. તે અપશુકન
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પંચમ પ્રકાશ
૨૯૪
થયા એમ સમજી લક્ષ્મણા મનમાં ખીજવાઈ અને જે એવું માઠું ચિંતવે તેને શું પ્રાયશ્ચિત્ત ?' એમ બીજા કોઈ અપરાધીને વ્હાને પૂછી આલોયણા લીધી, પણ શરમને અંગે મોટાઈનો ભંગ થશે એવી બીકથી લક્ષ્મણાએ પોતાનું નામ જાહેર કર્યું નહિ.
તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે વિગય રહિતપણે છઠ્ઠ, અષ્ટમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ; તેમ ઉપવાસ સહિત બે વર્ષ, ભોજન વડે બે વર્ષ માસખમણ તપસ્યા સોળ વર્ષ અને આંબિલ તપસ્યા વીસ વર્ષ. આ રીતે લક્ષ્મણા સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યકક્રિયા આદિ મૂકી નહિ. તથા મનમાં જરા દીનપણું પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તો પણ લક્ષ્મણા સાધ્વી શુદ્ધ થઈ નહિ. છેવટે આર્ત્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભવોમાં ઘણાં આકરાં દુ:ખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થંકરના તીર્થમાં તે સિદ્ધિ પામશે.
કહ્યું છે કે શલ્યવાળો જીવ ગમે તેટલા હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે તો પણ શલ્ય હોવાથી તેને તે તપસ્યા તદ્દન નકામી છે જેમ ઘણો કુશળ એવો પણ વૈદ્ય પોતાનો રોગ વૈદ્યને કહીને જ સાજો થાય તેમ જ્ઞાની પુરુષના પણ શલ્યનો ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી
જ થાય.
(૭) તેમજ આલોયણા કરવાથી તીર્થંકરોની આજ્ઞા આરાધિત થાય છે. (૮) નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે હે ભગવંત ! જીવ આલોયણા લેવા વડે શું ઉત્પન્ન કરે છે ? હે ગૌતમ .... ! ઋજુભાવને પામેલો જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્રીવેદને તથા નપુંસકવેદને બાંધતો નથી અને પૂર્વે બાંધ્યો હોય તો તેની નિર્જરા કરે છે.
આલોયણાના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધજિતકલ્પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશ માત્ર ઉદ્ધાર કરી કાઢેલો આલોયણા વિધિ પૂર્ણ થયો છે.
અતિશય તીવ્ર પરિણામથી કરેલા મોટા તથા નિકાચિત થયેલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રાજાની સ્ત્રી સાથે ગમન વગેરેના મહાપાપની સમ્યક્ પ્રકારે આલોયણા કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તો તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય. એમ ન હોત તો દૃઢપ્રહારી વગેરેની તે જ ભવે મુક્તિ શી રીતે થાત ? માટે આલોયણા દરેક ચોમાસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વર્ષકૃત્ય ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહ્યો છે.
તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ વિરચિત ‘શ્રાદ્ધવિધિપ્રકરણ’ની ‘શ્રાદ્ધવિધિકૌમુદી’ ટીકામાં પંચમ વર્ષમૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
Page #319
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પ્રકાશ
जम्मं निवासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिअं । उचिअं विज्जागहणं, पाणिग्गहणं च मित्ताई ॥१४॥
જન્મકૃત્ય.
जन्म निवासस्थानं त्रिवर्गसिद्धेः कारणं उचितम् । उचितं विद्याग्रहणं पाणिग्रहणं च मित्रादि ॥ १४ ॥ વાર્ષિક કૃત્ય કહ્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારવડે કહે છે. પ્રથમ દ્વાર
નિવાસસ્થાન કેવું અને ક્યાં રાખવું ?
૧. જન્મરૂપ બંદીખાનામાં પહેલાં નિવાસસ્થાન ઉચિત લેવું. જેથી ત્રિવર્ગની એટલે ધર્માર્થકામની સિદ્ધિ થાય. તાત્પર્ય કે જ્યાં રહેવાથી ધર્મ, અર્થ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, બીજે ન રહેવું. કેમકે તેમ કરવાથી આ ભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે. વળી કહ્યું કે ભિલ્લ લોકોની પલ્લીમાં, ચોરના રહેઠાણમાં જ્યાં પહાડી લોકો રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપી લોકોનો આશ્રય કરનારા પાપી લોકોની પાસે સારા માણસે ન રહેવું. કેમકે કુસંગત સજ્જનને કલંક લગાડનારી છે.
જે સ્થાનકે રહેવાથી મુનિરાજો પોતાને ત્યાં પધા૨ે તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકોની વસ્તી હોય એવા સ્થાનકમાં ગૃહસ્થે રહેવું. જ્યાં ઘણાખરા વિદ્વાન લોકો રહેતા હોય, જ્યાં શીલ જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લોકો હંમેશાં સારા ધર્મિષ્ઠ હોય ત્યાં સારા માણસે રહેવું. કેમકે સત્પુરુષોની સોબત કલ્યાણને માટે છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકો હોય તથા જળ અને બળતણ પણ ઘણાં હોય ત્યાં હંમેશાં રહેવું.
ત્રણસો જિનમંદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણ એવા શ્રાવક વગેરેથી શોભતું એવું અજમેરની નજીક હર્ષપુર નામનું એક સારૂં નગર હતું. ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણો અને તેમના શિષ્યો, છત્રીસ હજાર મોટા શેઠીઆઓ જ્યારે શ્રી પ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબોધ પામ્યા.
સારા સ્થળમાં રહેવાથી પૈસાવાળા, ગુણી અને ધર્મિષ્ઠ લોકોનો સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતા પ્રાયઃ વિના પ્રયત્ને મળે છે. એ વાત હમણાં પણ સાક્ષાત્ નજરે જણાય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છટ્ટો પ્રકાશ
માટે અંત પ્રાંત ગામડા વિગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતો હોય તો પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી ત્યાં ઘણી સંપદા હોય તે શું કામની ? જો તારે મૂર્ખતા જોઈતી હોય તો તું ગામડામાં ત્રણ દિવસ રહે. કારણ કે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અરે ! પૂર્વે ભણેલું હોય તે પણ ભૂલી જવાય.
૨૯૬
એવી વાત સંભળાય છે કે કોઈ નગરનો રહીશ વણિક થોડા વિણકની વસતિવાળા એક ગામડામાં જઈ દ્રવ્ય-લાભને માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનું ઘાસનું ઝૂંપડું હતું તે બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચોરની ધાડ, તો કોઈ વખતે દુકાળ, રાજદંડ વગેરેથી તેનું ધન જતું રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચોરોએ કોઈ નગરમાં ધાડ પાડી તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનું (ચોરોનું) ગામડું બાળી નાખ્યું, અને શેઠના પુત્રાદિને સુભટોએ પકડ્યા. ત્યારે શેઠ સુભટોની સાથે લડતાં લડતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલો છે.
રહેવાનું સ્થાનક ઉચિત હોય તો પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરોધ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ વગેરે પ્રજાની સાથે કલહ, નગર આદિનો નાશ ઇત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈ હોય તો તે સ્થાન શીઘ્ર છોડી દેવું. તેમ ન કરે તો ધર્માર્થકામની કદાચ હાનિ થાય. જ્યારે યવન લોકોએ દિલ્હી શહેર ભાંગી નાંખ્યું ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છોડી અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યો. તેમણે પોતાના ધર્મ-અર્થ-કામની પુષ્ટિ કરીને આ ભવ તથા પરભવને સફળ કર્યા. અને જેમણે દિલ્હી છોડ્યું નહિ તે લોકોએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પોતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા.
નગરક્ષય થયે સ્થાનત્યાગ ઉપર ક્ષિતિપ્રતિષ્ઠિતપુર, વણકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં કહ્યું છે કે ક્ષિતિપ્રતિષ્ઠિત, વણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે અહીં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર, ગામ વગેરેનો વિચાર કર્યો. સારા-નરસા પાડોશની લાભ હાનિ.
હવે ઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે માટે તેનો વિચાર કરીએ છીએ. સારા માણસે પોતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય ત્યાં કરવું તથા બહુ ખૂણામાં ગુપ્ત ન કરવું. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત બારણાં આદિ ગુણ જે ઘરમાં હોય તે ઘર ધર્મ-અર્થ-કામને સાધનારૂં હોવાથી રહેનારને ઉચિત છે. ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે. કારણ કે તિર્યંચ યોનિના પ્રાણી, તલાર, બૌદ્ધ વગેરેના સાધુ બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી, વ્યાધ, ગુપ્તિપાળ, ધાડપાડુ, ભીલ્લ, મચ્છીમાર, જુગારી, ચોર, નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનાર એટલા લોકોનો પાડોશ પોતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજવો. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં તેમજ દેવમંદિર પાસે ઘર હોય તો દુ:ખ થાય, ચૌટામાં હોય તો હાનિ થાય, અને ઠગ તથા પ્રધાન એમના ઘર પાસે આપણું ઘર હોય તો પુત્રનો તથા ધનનો નાશ થાય.
Page #321
--------------------------------------------------------------------------
________________
ભૂમિની પરીક્ષા.
૨૯૭
પોતાનું હિત ઇચ્છનારો બુદ્ધિશાળી પુરુષ, મૂર્ખ, અધર્મી, પાખંડી, પતિત, ચોર, રોગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરુની સ્ત્રીને ભોગવનાર, વૈરી, પોતાના સ્વામીને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા બાળહત્યા કરનારાઓનો પાડોશ તજે. કુશીલિયા વગેરે પાડોશી હોય તો તેમના વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જોવાથી માણસ પોતે સદ્ગુણી હોય તો પણ તેના ગુણની હાનિ થાય.
પાડોશણે જેને ખીર બનાવી આપી તે સંગમ નામના શાલિભદ્રનો જીવ સારા પાડોશીના દાખલા તરીકે તથા પર્વ દિવસે મુનિને વહોરાવનાર પાડોશણના સાસુ-સસરાને ખોટું સમજાવનારી સોમભટ્ટની ભાર્યા ખરાબ પાડોશણના દાખલા તરીકે જાણવી.
અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી. કેમકે આસપાસ બીજું ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલ્લો ભાગ હોવાથી ચોર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસતિવાળા ગુપ્ત સ્થળમાં ઘર હોય તે પણ સારું નહિ. કેમકે ચારે તરફ બીજા ઘરો આવેલાં હોવાથી તે ઘરની શોભા જતી રહે છે તેમજ આગ વગેરે ઉપદ્રવ થતાં ઝટ અંદર જવું અથવા બહાર આવવું કઠણ થઈ જાય. ભૂમિની પરીક્ષા.
ઘરને માટે સારી જગ્યા તે શલ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવી જોઈએ. તેમજ દૂર્વાઓ, કૂપલાં, દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ઘણાં હોય એવી તથા સારા વર્ણની અને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવી હોવી જોઈએ. કહ્યું છે કે -
ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ઉષ્ણ સ્પર્શવાળી તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉષ્ણ સ્પર્શવાળી જે ભૂમિ હોય સર્વ શુભકારી જાણવી. એક હાથ ઊંડી ખોદીને પાછી તે જ માટીથી તે ભૂમિ પૂરી નાખવી. જો માટી વધે તો શ્રેષ્ઠ, બરાબર થાય તો મધ્યમ અને ઓછી થાય તો અધમ ભૂમિ જાણવી.
જે ભૂમિમાં ખાડો કરીને જળ ભર્યું હોય તો તે જળ સો પગલાં જઈએ ત્યાં સુધીમાં જ. જેટલું હતું તેટલું જ રહે તો તે ભૂમિ સારી. આંગળ જેટલું ઓછું થાય તો મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તો અધમ જાણવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ બીજે દિવસે તેવાં ને તેવાં જ રહે તો તે ઉત્તમ ભૂમિ. અર્ધા સૂકાઈ જાય તો મધ્યમ અને સર્વે સૂકાઈ જાય તો અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલ ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઊગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી.
ભૂમિ રાફડાવાળી હોય તો વ્યાધિ, પોલી હોય તો દારિદ્ર, ફાટવાળી હોય તો મરણ અને શલ્યવાળી હોય તો દુ:ખ આપે છે માટે શલ્ય ઘણા જ પ્રયત્નથી તપાસવું. માણસનું હાડકું વગેરે શલ્ય નીકળે તો તેથી માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તો રાજાદિથી ભય ઉત્પન્ન થાય, શ્વાનનું શલ્ય નીકળે તો બાળકનો નાશ થાય, બાળકનું શલ્ય નીકળે તો ઘરધણી મુસાફરીએ
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ જાય, ગાયનું અથવા બળદનું શલ્ય નીકળે તો ગાય-બળદોનો નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભસ્મ વિગેરે નીકળે તો તેથી મરણ થાય વિગેરે. ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો.
પહેલો અને ચોથો પહોર મૂકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવનારી ઝાડની અગર ધ્વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ આપનારી છે. અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સર્પ એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂંઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, ધ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દૃષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે.
કહ્યું છે કે અરિહંતની પૂંઠ, સૂર્ય અને મહાદેવની દૃષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ એ વર્જવા. ચંડી સર્વે ઠેકાણે અશુભ છે. માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિહંતની દૃષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂંઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે પણ એથી વિપરીત હોય તો બહુ દુઃખ થાય. તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કાંઈ દોષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતના લોકને અશુભકારી છે પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણ તથા દોષ, શુકન, સ્વપ્ર, શબ્દ વગેરે નિમિત્તોના બળથી જાણવા.
સારૂં સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતિ વગેરે લઈ ન્યાયથી જ ગ્રહણ કરવું પણ કોઈનો પરાભવ આદિ કરીને લેવું નહીં. તેમ કરવાથી ધર્માર્થકામનો નાશ થવાનો સંભવ છે. આ રીતે જ ઈટો, લાકડાં, પત્થર વગેરે વસ્તુ પણ દોષ વિનાની મજબૂત એવી હોય તે જ ઉચિત મૂલ્ય આપીને વેચાતી લેવી અને મંગાવવી. તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી પણ પોતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી, કેમકે તેથી મહા આરંભ વગેરે દોષ લાગવાનો સંભવ છે. જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અને તે અંગે દૃષ્ટાંત.
ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તો લેવી નહીં કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે -
કોઈ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતો તે બીજાનો પગલે પગલે પરાભવ કરતો હતો. બીજો દરિદ્રી હોવાથી પહેલાનું નુકશાન કોઈ બીજી રીતે કાંઈ કરી શક્યો નહીં. ત્યારે તેણે પહેલાનું ઘર નવું બંધાતું હતું તેની ભીંતમાં કોઈ ન જાણે તેવી રીતે જિનમંદિરનો પડેલો એક ઈટનો કટકો નાંખ્યો. ઘર બંધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડોશીએ કહ્યું કે “એટલામાં શું દોષ છે ?” એવી અવજ્ઞા કરવાથી વિદ્યુત્પાત વગેરે થઈ શ્રીમંત પાડોશીનો સર્વ પ્રકારે નાશ થયો. કહ્યું છે કે જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરનો સરસવ જેટલો પણ પત્થર ઈટ કે કાષ્ઠ તજવા.
Page #323
--------------------------------------------------------------------------
________________
શુભ અને અશુભ ચિત્રો.
ઘરનું માપ વિગેરે.
પાષાણમય સ્તંભ, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધકારક છે પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. પાષાણમય વસ્તુ ઉપર કાષ્ઠ અને કાષ્ઠમય વસ્તુ ઉપર પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાષ્ઠ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહેંટ આદિ યંત્રો, એ સર્વ કાંટાવાળા વૃક્ષના, વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્લ્ડવાં.
૨૯૯
ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લીંબુને આપનાર લીંબોળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બોરડી તથા ધંતુરા એમનાં લાકડાની પણ વર્જવી. જો ઉપર કહેલા વૃક્ષોનાં મૂળો પાડોશથી ઘરની ભૂમિમાં પેસે અથવા એ ઝાડની છાયા ઉપર આવે તો તે ઘરધણીના કુળનો નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઊંચું હોય તો ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઊંચું હોય તો ધનની સમૃદ્ધિ થાય છે. પશ્ચિમ ભાગમાં ઊંચું હોય તો વૃદ્ધિ થાય છે અને ઉત્તર દિશામાં ઊંચું હોય તો શૂન્ય થાય છે. વલયાકારવાળું, ઘણા ખૂણાવાળું અથવા એક, બે કે ત્રણ ખૂણાવાળા, જમણી તથા ડાબી બાજુએ લાંબાં ઘરમાં રહેવું નહિ. જે કમાડ પોતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિ.
શુભ
અને અશુભ ચિત્રો.
ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં યોગિનીના નૃત્યનો આરંભ, મહાભારત રામાયણનો અથવા બીજા રાજાઓનો સંગ્રામ, ઋષિનાં અથવા દેવનાં ચરિત્ર હોય તે ચિત્ર ઘરમાં સારાં ન જાણવાં. ફળેલાં ઝાડ, ફૂલની વેલડીઓ, સરસ્વતી, નવનિધાનયુક્ત લક્ષ્મી, કળશ, વધામણાં, ચૌદ સ્વપ્રની શ્રેણી વગેરે ચિત્રો શુભ જાણવાં. વૃક્ષોથી થતી લાભ-હાનિ.
જે ઘરમાં ખારી, દાડમ, કેળ, બોરડી અથવા બિજોરી વગેરે ઝાડ ઉગે છે તે ઘરનો સમૂળ નાશ થાય છે. જેમાંથી દૂધ નીકળે એવાં ઝાડ હોય તો તે લક્ષ્મીનો નાશ કરે છે, કાંટાવાળાં હોય
શત્રુથી ભય આપે છે, ફળવાળાં હોય તો સંતતિનો નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવાં નહિ. કોઈ ગ્રંથકાર કહે છે કે ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉંબર અને પશ્ચિમ ભાગમાં પિંપળો અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે. ઘરની બાંધણી.
ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈઋત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભોજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણીયારૂં અને ઇશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, વાયુ ગાય, અને દીપક એમનાં સ્થાન કરવાં. અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભોજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાન કરવાં.
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ : છઠ્ઠો પ્રકાશ
ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહીં પણ જેમાં સૂર્યનો ઉદય થાય છે તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. એટલામાં પોતાના કુટુંબાદિનો સુખે નિર્વાહ થાય અને લોકમાં પણ શોભા વિગેરે દેખાય તેટલો જ વિસ્તાર (લાંબાં-પહોળા) ઘર બંધાવવામાં કરવો. સંતોષ ન રાખતાં વધારે જ વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને આરંભ વગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત (પ્રમાણવાળા) કારવાળું જ જોઈએ. કેમ કે ઘણાં બારણાં હોય તો દુષ્ટ લોકોની આવ-જાવ ઉપર નજર ન રહે અને તેથી સ્ત્રી ધન વગેરેનો નાશ થવાનો સંભવ રહે છે.
પરિમિત (પ્રમાણવાળા બારણાનાં પણ પાટિયાં, ઉલાળો, સાંકળ, ભૂંગળ વગેરે ઘણાં મજબૂત કરવાં તેથી ઘર સુરક્ષિત રહે છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવાં જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તો સારાં નહિ તો અધિક અધિક જીવ વિરાધના થાય અને જવું-આવવું વગેરે કાર્ય જેટલું તરત જ થવું જોઈએ તેટલું ઊંઘ ન થાય. ભીંતમાં રહેનારી ભૂંગળ કોઈ પણ રીતે સારી નહિ કારણ કે તેથી પંચેન્દ્રિય વગેરે જીવોની પણ વિરાધના થવાનો સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હોય તો જીવજંતુ વગેરે બરાબર જોઈને વાસવાં. આ રીતે જ પાણીની પરનાળ, ખાળ વગેરેની પણ યથાશક્તિ યતના રાખવી. ઘરનાં પરિમિત બારણાં રાખવાં વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે. લક્ષ્મી વાસ.
જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, આખું દળ (પાષાણ, ઈટ અને લાકડાં) નવું હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યનો સંગ્રહ હોય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેનો છંટકાવ થતો હોય, લાલ પડદો, વાળવું વગેરે સંસ્કાર હંમેશાં થતા હોય, નાના-મોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યના કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતો હોય, રોગીઓની ચાકરી ઘણી સારી રીતે થતી હોય, અને થાકી ગયેલા માણસનો થાક દૂર કરાતો હોય તે ઘરમાં લક્ષ્મી વાસ કરે છે.
આ રીતે દેશ, કાળ, પોતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ સ્નાત્ર, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારા મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી. વિધિપૂર્વક બંધાયેલા ઘરના લાભ અંગે દષ્ટાંતો.
એમ સંભળાય છે કે ઉજજયિની નગરીમાં દાંતાક નામના શેઠે અઢાર ક્રોડ સોનૈયા ખરચી વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળો મહેલ તૈયાર કરાવ્યો. તેને તૈયાર થતાં . બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયો ત્યારે રાત્રીએ પડું કે? પડું કે? એવો
Page #325
--------------------------------------------------------------------------
________________
ઉચિત વિદ્યાનું ગ્રહણ.
૩૦૧ શબ્દ તેના સાંભળવામાં આવ્યો. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તે મહેલ વિક્રમરાજાને આપ્યો. વિક્રમરાજા તે મહેલમાં ગયો અને પડું કે? પડું કે? એવો શબ્દ સાંભળતા જ રાજાએ કહ્યું પડ કે; તુરત જ સુવર્ણ પુરુષ પડ્યો. વગેરે.
વળી વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલી શ્રી મુનિસુવ્રત સ્વામિના સૂપના મહિમાથી કોણિક રાજા પ્રબળ સેનાનો ધણી હતો. તથાપિ તે વિશાળાનગરીને બાર વર્ષમાં પણ લઈ શક્યો નહિ. ભ્રષ્ટ થયેલા કૂલવાલકના કહેવાથી જ્યારે તેણે સ્તૂપ પાડી નંખાવ્યો ત્યારે તે જ વખતે નગરી તાબામાં લીધી. આ રીતે જ એટલે જેમ ઘરની યુક્તિ કહી તે પ્રમાણે દુકાન પણ સારો પાડોશ જોઈ, ઘણું જાહેર નહિ તથા ઘણું ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી એજ સારું છે. કેમકે તેથી જ ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે.
દ્વિતીયદ્વાર ઉચિત વિદ્યાનું ગ્રહણ.
ત્રિવર્ગસિદ્ધિનું કારણ એ પદોનો સંબંધ બીજા દ્વારમાં પણ લેવાય છે તેથી એવો અર્થ થાય છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય તથા તેમનો અભ્યાસ જેણે ન કર્યો હોય તેને પોતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા યોગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવો પડે છે.
જેમકે કાલિદાસ કવિ પહેલાં તો ગાયો ચારવાનો ધંધો કરતો હતો. એક વખત રાજાની સભામાં તેણે સ્વસ્તિક એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણો ધિક્કારાયો. પછી દેવતાને પ્રસન્ન કરી મોટો પંડિત તથા કવિ થયો.
ગ્રંથ સુધારવામાં ચિત્રસભા-દર્શનાદિ કામોમાં જે કળાવાનું હોય તે જો કે પરદેશી હોય તો પણ વાસુદેવાદિની માફક સત્કાર પામે છે. કેમ કે પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી; કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે. | સર્વ કળાઓ શીખવી. કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી સર્વે કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. તેમ ન કરે તો કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે ગટ્ટટ્ટ પણ શીખવું, કારણ કે શીખેલું નકામું જતું નથી તેમના પ્રસાદથી ગોળ અને તુંબડું ખવાય છે. સર્વે કળાઓ આવડતી હોય તો પહેલાં કહેલા આજીવિકાના સાત ઉપાયોમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય. તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વે કળાઓનો અભ્યાસ કરવાની શક્તિ ન હોય તો શ્રાવકપુત્રે આલોકમાં સુખે નિર્વાહ અને પરલોકમાં શુભગતિ થાય એવી એક કળાનો પણ સમ્યક પ્રકારે અભ્યાસ જરૂર કરવો.
વળી કહ્યું છે કે શ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે, હાલના જીવ ઓછી બુદ્ધિના છે, માટે એવું કાંઈક શીખવું કે જે થોડું અને સારું કાર્ય સાધી શકે એટલું હોય. આ લોકમાં
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ ઉત્પન્ન થયેલ મનુષ્ય બે વાત જરૂર શીખવી જોઈએ. (૧) જેથી પોતાનો સુખે નિવાહ થાય અને (૨) મરણ પછી સદ્ગતિ પામે. નિંદ્ય અને પાપમય વ્યાપાર વડે નિર્વાહ કરવો અનુચિત છે. મૂળ ગાથામાં “ઉચિત પદ છે માટે નિંદ્ય તથા પાપમય વ્યાપારનો નિષેધ થયો એમ જાણવું.
તૃતીયદ્વાર પાણિગ્રહણ.
પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે માટે ઉચિતપણાથી કરવો જોઈએ. તે (વિવાહ) પોતાથી જુદા ગોત્રમાં થયેલા તથા કુલ, સારો આચાર, શીલ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પોતાની બરાબરીના હોય તેમની સાથે જ કરવો. બન્નેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય તો અંદરો-અંદર હીલના, કુટુંબના કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે.
જેમ પોતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદરસહિત કોઈ અન્ય ધર્મીની સાથે પરણી હતી. તે ધર્મમાં ઘણી દઢ હતી પણ તેનો પતિ પરધર્મી હોવાથી તેના ઉપર રાગ રહિત થયો. એક વખતે પતિએ ઘરની અંદર ઘડામાં સર્પ રાખી શ્રીમતીને કહ્યું કે, “ફલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.” નવકાર સ્મરણના મહિમાથી સર્પ મટી પુષ્પમાળા થઈ. પછી શ્રીમતિના પતિ વગેરે લોકો શ્રાવક થયા. બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હોય તો ઉત્તમ સુખ, ધર્મ તથા મોટાઈ આદિ મળે છે. એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણી સ્ત્રી વગેરેનાં દૃષ્ટાંત સમજવાં. વર કન્યાના ગુણદોષ.
સામુદ્રિકાદિ શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાની તપાસ વગેરેથી કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે, ૧. કુલ, ૨. શીલ, ૩. સગાંવહાલાં, ૪. વિદ્યા, ૫. ધન, ૬. શરીર અને ૭. વય એ સાતગુણ વરમાં કન્યાદાન કરનારે જોવાં. એ ઉપરાંત કન્યા પોતાના ભાગ્યના આધાર ઉપર રહે છે.
મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારો, શૂર, મોક્ષની ઇચ્છા કરનારો અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉંમરવાળો એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ઘણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળો, ઘણો જ ઠંડો અથવા ઘણો જ ક્રોધી, હાથ, પગે અથવા કોઈપણ અંગે અપંગ તથા રોગી એવા વરને પણ કન્યા ન આપવી. કુળ તથા જતિવડે હીન, પોતાના માતા-પિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને કન્યા ન આપવી. ઘણું વૈર તથા અપવાદવાળા, હંમેશાં જેટલું ધન મળે, તે સર્વનું ખરચ કરનારા, આળસથી શૂન્ય મનવાળા એવા વરને કન્યા ન આપવી. પોતાના ગોત્રમાં થયેલા, જુગાર, ચોરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી.
પોતાના પતિ વગેરે લોકોની સાથે નિષ્કપટપણે વર્તનારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી, સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બંધુવર્ગ ઉપર સ્નેહવાળી અને હંમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુલીન સ્ત્રી હોય છે. જે પુરુષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર ભક્તિ કરનારા હોય, સ્ત્રી
Page #327
--------------------------------------------------------------------------
________________
જિનમંદિર,
૩૦૩ મન માફક વર્તનારી હોય અને મન ધરાય એટલી સંપત્તિ હોય; તે પુરુષને આ મર્યલોક સ્વર્ગ સમાન છે. વિવાહના આઠ ભેદ.
અગ્નિ તથા દેવ વગેરેની રૂબરૂ હસ્તમેળાપ કરવો તે વિવાહ કહેવાય છે. તે લોકમાં આઠ પ્રકારનો છે. ૧. આભૂષણ પહેરાવી તે સહિત કન્યાદાન આપવું તે બ્રાહ્મ વિવાહ કહેવાય છે. ૨. ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્યવિવાહ કહેવાય છે. ૩. ગાય, બળદનું જોડું આપીને કન્યાદાન કરવું તે આર્યવિવાહ કહેવાય છે. ૪. યજમાન બ્રાહ્મણને યજ્ઞ દક્ષિણા તરીકે કન્યા આપે તે દેવ વિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે.
પ. માતા-પિતા અથવા બંધુવર્ગ એમને ન ગણતાં અંદરો-અંદર પ્રેમ થતાં કન્યા મનગમતા વરને વરે તે ગાંધર્વવિવાહ કહેવાય છે. ૬. કાંઈ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે તે આસુરીવિવાહ કહેવાય છે. ૭. જબરાઈથી કન્યા હરણ કરવી તે રાક્ષસવિવાહ કહેવાય છે. ૮. સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચવિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી.
જો વહુની તથા વરની આપસમાં પ્રીતિ હોય તો છેલ્લા ચારવિવાહ પણ ધર્મને અનુસરતા જ કહેવાય છે. પવિત્ર સ્ત્રીનો લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીનો લાભ થાય અને પુરુષ તેનું જો બરાબર રક્ષણ કરે તો તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશાં સમાધાન રહે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઈ રહે છે, આચાર-વિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા બાંધવ જનના સત્કારનું પુણ્ય થાય છે.
હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. સ્ત્રીનું રક્ષણ.
સ્ત્રીને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે માફકસર રકમ રાખવી, તેને સ્વતંત્રતા આપવી નહિ. હંમેશાં માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યોગ્ય આચરણ કહ્યું છે તેમાં આ વાતનો વિચાર ખુલ્લી રીતે કહી ગયા છીએ.
વિવાહ વગેરેમાં ખરચ તથા ઉત્સવ વગેરે આપણું કુળ, ધન, લોક વગેરેના ઉચિતપણા ઉપર ધ્યાન દઈ જેટલું કરવું જોઈએ તેટલું જ કરે પણ વધારે ન કરે; કારણ વધુ ખરચ આદિ ધર્મકૃત્યમાં જ કરવા ઉચિત છે. આ રીતે બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય તે અનુસાર સ્નાત્ર, મહાપૂજા, મહાનૈવેદ્ય, ચતુર્વિધ સંઘનો સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે.
ચતુર્થદ્વાર યોગ્ય મિત્રો.
મિત્ર સર્વ કામમાં વિશ્વાસ રાખવા યોગ્ય હોવાથી અવસરે મદદ આદિ કરે છે. ગાથામાં આદિ શબ્દ છે તેથી વણિકપુત્ર, મદદ કરનાર નોકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ હોવાથી ઉચિતપણાથી જ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, ધેર્ય, ગંભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. આ વાત ઉપરનાં દૃષ્ટાંતો પૂર્વે વ્યવહાર શુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ.
પાંચમું દ્વાર चेइअपडिमपइट्ठा सुआइपव्वावणा य पयठवणा । पुत्थयलेहणवायण-पोसहसालाइ-कारवणं ॥१५॥ चैत्य-प्रतिमाप्रतिष्ठा-सुतादि-प्रव्राजना-पदस्थापना (याः)
पुस्तकलेखन-वाचन-पौषधशालादिविधापनम् ॥१५॥ જિનમંદિર. - ઊંચાં તોરણ, શિખર, મંડપ વગેરેથી શોભતો, ભરત ચક્રવર્તી વગેરેએ જેમ કરાવ્યો, તેમ રત્નખચિત, સોનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષણાદિમય મોટો જિનપ્રાસાદ કરાવવો. તેટલી શક્તિ ન હોય તો ઉત્તમ કાષ્ઠ, ઈટો વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શક્તિ ન હોય તો જિનપ્રતિમા માટે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાયેલા ધનવડે વિધિપૂર્વક બંધાવવી. કેમકે ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનો ધણી, બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી એવો શ્રાવક ગુરુની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે.
દરેક જીવે પ્રાયે અનાદિભવમાં અનંતા જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી; પણ તે કૃત્યમાં શુભ પરિણામ ન હોવાને લીધે ભક્તિનો લાભ લવલેશ પણ તેને મળ્યો નહિ. જેમણે જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવી નહિ, સાધુઓને પૂજ્યા નહિ અને દુધર વ્રત પણ અંગીકાર કર્યું નહિ તેમને પોતાનો મનુષ્યભવ નકામો ગુમાવ્યો. - જે પુરુષ જિનપ્રતિમા માટે એક ઘાસની ઝુંપડી પણ કરાવે તથા ભક્તિથી પરમ ગુરુને એક ફૂલ પણ અર્પણ કરે તો તેના પુણ્યની ગણત્રી કરી શકાતી નથી. વળી જે પુણ્યશાળી મનુષ્યો શુભ પરિણામથી મોટું, મજબૂત અને નક્કર પત્થરનું જિનમંદિર કરાવે છે તેમની તો વાત જ શી ? તે અતિ ધન્ય પુરુષો તો પરલોકમાં સારી મતિવાલા વિમાનવાસી દેવતા થાય છે.
જિનમંદિર કરાવવાનો વિધિ તો પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પત્થર, લાકડાં વગેરે), મજુર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સર્વઉચિત વિધિ અહીં વિશેષે કરી જાણવો. કહ્યું છે કે ધર્મ કરવા માટે ઉદ્યમવાન થયેલા પુરુષે કોઈને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. આ રીતે જ સંયમ ગ્રહણ કરવું તે શ્રેયસ્કર છે.
આ વાતમાં ભગવાનું મહાવીરસ્વામીનું દેણાંત છે. તે ભગવાને “મારા રહેવાથી આ તાપસોને અપ્રીતિ થાય છે અને તે અપ્રીતિ અબોધિનું બીજ છે,’ એમ જાણી ચોમાસાના કાળમાં પણ તાપસનો આશ્રમ તજી દઈ વિહાર કર્યો. જિનમંદિર બનાવવા માટે કાષ્ઠ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કોઈ અધિષ્ઠાયક દેવતાને રોષ પમાડી અવિધિથી લાવેલું અથવા પોતા માટે આરંભ-સમારંભ લાગે
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૫
જીર્ણોદ્ધાર. એવી રીતે બનાવેલું પણ જે ન હોય તે જ કામ આવે. રાંક એવા મજબૂર લોકો વધુ મજુરી આપવાથી ઘણો સંતોષ પામે છે અને સંતોષવાળા થઈ પહેલાં કરતાં વધારે કામ કરે છે.
જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિ માટે ગુરુ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે “આ કામમાં અવિધિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય તેનું પુણ્ય તે માણસને થાઓ.” ષોડશકમાં કહ્યું છે કે જે જેની માલિકીનું દ્રવ્ય આ કામમાં અનુચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભ પરિણામથી કહે તો તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય. પાયો ખોદવો, પૂરવો, કાષ્ઠનાં દળ પાડવાં, પત્થર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભ-સમારંભ જિનમંદિર કરાવવામાં કરવો પડે છે એવી શંકા ન કરવી. કારણ કે કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દોષ નથી.
- જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા, સ્થાપન, પૂજન, સંઘનો સમાગમ, ધર્મદેશના કરણ, સમકિત-વ્રત વગેરેનો અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હોવાથી તેનાં સારાં પરિણામ આવે છે. કહ્યું છે કે સૂત્રોક્ત વિધિનો જાણ પુરુષ યતનાપૂર્વક કોઈ કામમાં પ્રવર્તે અને જો કદાચ તેમાં કાંઈ વિરાધના થાય તો પણ અધ્યવસાયથી શુદ્ધ હોવાને લીધે તેને નિર્જરા જ થાય છે. દ્રવ્યસ્તવ ઉપર કૂવાનું દષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ. જીર્ણોદ્ધાર. - જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણો જ પ્રયત્ન કરવો. કેમ કે જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે તેટલું નવું કરાવવામાં નથી. કારણ કે નવું મંદિર કરાવવામાં ઘણા જીવોની વિરાધના તથા મારૂં મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે -
જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીર્ણ જિનમંદિર સમરાવે. જે પુરુષો જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરોને ભક્તિથી ઉદ્ધાર કરે છે તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે. - શ્રી શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરવાનું પિતાએ અભિગ્રહ સહિત ધાર્યું હતું તેથી મંત્રી વામ્ભટ્ટ તે કામ શરૂ કરાવ્યું, ત્યારે મોટા શેકીઆ લોકોએ પોતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રમ્પની મૂડી રાખનાર ભીમ નામે એક ઘી વેચનાર હતો તેની પાસે ફરતી ટીપ આવી ત્યારે તેણે ઘી વેચી મૂડી સહિત દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વની ઉપર લખાયું અને તેને સુવર્ણનિધિનો લાભ થયો વગેરે વાર્તા જાહેર છે.
પછી કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે શિલામયમંદિર તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભ આપી. તે ઉપરાંત જિનમંદિર વિજળી પડવાથી તૂટી પડ્યું એવી વાત કહેનારને તો મંત્રીએ ચોસઠ સુવર્ણની જીભો આપી. તેનું કારણ મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે, “હું જીવતાં છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ છું. બીજા જીર્ણોદ્ધારમાં બે ક્રોડ સત્તાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. ૩૯
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ : છઠ્ઠો પ્રકાશ પૂજાના વહીવટ માટે ચોવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા. વાભટ્ટ મંત્રીના ભાઈ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચા શકુનિકાવિહાર નામે પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ઘડી સુવર્ણનો બનાવેલો કલશ શકુનિકાવિહાર ઉપર ચઢાવ્યો. તથા સુવર્ણમય દંડ ધ્વજા વગેરે આપ્યાં અને માંગલિક દીપને અવસરે બત્રીશલાખ દ્રમ્મ યાચકજનોને આપ્યા.
પહેલાં જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિ રાજાએ પણ પહેલાં નેવ્યાસી હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા અને નવાં જિનમંદિર તો છત્રીસ હજાર કરાવ્યાં, આ રીતે કુમારપાળ, વસ્તુપાળ વગેરે ધર્મિષ્ઠ લોકોએ પણ નવા જિનમંદિર કરતાં જીર્ણોદ્ધાર જ ઘણા કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ. - જિનમંદિર તૈયાર થયા પછી વિલંબ ન કરતાં પ્રતિમા સ્થાપન કરવી. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે બુદ્ધિશાળી પુરુષે જિનમંદિરમાં જિનબિંબની શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી. કેમકે એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તુરત ત્યાં આવી વસે છે અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિ જ થતી જાય છે. મંદિરમાં તાંબાની કુંડીઓ. કળશ, ઓરસીઓ, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપ તથા શક્તિ પ્રમાણે મંદિરનો ભંડાર કરી તેમાં રોકડ નાણાં તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જો મંદિર કરાવનાર હોય તો તેણે ભંડારમાં ઘણું નાણું તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઈએ.
જેમકે માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ટમય ચૈત્યને ઠેકાણે પાષાણમય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું પણ તે દુર્દેવથી મરી ગયો. તે પછી એકસો પાંત્રીસ થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજ્જનમંત્રીએ ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રદેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રમ્મ આવી હતી તે ખરચી જિનપ્રાસાદ પૂરો કરાવ્યો.
સિદ્ધારાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સર્જન પાસે માગ્યું ત્યારે તેણે કહ્યું મહારાજા ! ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યનો સંગ્રહ કરી રાખ્યો છે” પછી સિદ્ધરાજ ત્યાં આવ્યો અને નવું સુંદર જિનમંદિર જોઈ હર્ષ પામી બોલ્યો કે આ મંદિર કોણે બનાવ્યું ? સજ્જને કહ્યું, “મહારાજા સાહેબે કરાવ્યું. આ વચન સાંભળી સિદ્ધરાજ બહુ જ અજબ થયો. પછી સજ્જને જેમ બની તેમ સર્વ વાત કહીને અરજ કરી કે “આ સર્વે મહાજનો આપ સાહેબનું દ્રવ્ય આપે છે તે લ્યો; અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય જ લ્યો. આપની મરજી હોય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્ય જ ગ્રહણ કર્યું અને તેને નેમિનાથજીના મંદિર ખાતે પૂજાની વ્યવસ્થા માટે ગામ આપ્યાં.
તેમજ જીવિતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ઉદાયન રાજાએ પ્રતિમાની પૂજાની વ્યવસ્થા માટે બારહજાર ગામ આપ્યાં. તે વાત નીચે પ્રમાણે છે. ઉદાયન રાજા તથા જીવિતસ્વામિની પ્રતિમાનું વૃત્તાંત.
ચંપાનગરીમાં સ્ત્રી લંપટ એવો એક કુમારનંદી નામનો સોની રહેતો હતો. તે પાંચસો સોનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે ઈર્ષાવાળો તે
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૭
ઉદયન રાજા તથા જીવિતસ્વામિની પ્રતિમાનું દૃષ્ટાંત. કુમારનંદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતો હતો. એક વખતે પંચશેલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પોતાનો પતિ વિદ્યુમ્ભાળી ચવ્યો ત્યારે ત્યાં આવી, પોતાનું રૂપ દેખાડી કુમારનંદીને વ્યામોહ પમાડ્યો. •
કુમારનંદી ભોગની પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે “પંચશેલ દ્વીપમાં આવ” એમ કહી તે બન્ને જણીઓ ચાલી ગઈ. પછી કુમાર નંદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડાવ્યો કે, “જે પુરુષ મને પંચશૈલ કીપે લઈ જાય તેને હું ક્રોડદ્રવ્ય આપું.”
પછી એક વૃદ્ધ ખલાસી હતો તે કોટિ દ્રવ્ય લઈ, તે પોતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસાડી સમુદ્રમાં બહુ દૂર ગયો અને પછી કહેવા લાગ્યો કે, “આ વડવૃક્ષ દેખાય છે તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તળેટીએ થયેલ છે. એની નીચે આપણું વહાણ જાય ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચશેલ દ્વીપથી આ વડ પર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તું પોતાના શરીરને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઊડી જતાં ભાખંડ પક્ષીની સાથે તું પણ પંચશેલ દ્વીપે પહોંચી જઈશ, આ વહાણ તો મોટા ભમરમાં સપડાઈ જશે.”
પછી નિર્ધામકના કહેવા પ્રમાણે કરી કુમાર નંદી પંચશેલ દીપ ગયો. ત્યારે હાલા-પ્રહાસાએ તેને કહ્યું કે, “તારાથી આ શરીરવડે અમારી સાથે ભોગ કરાય નહીં. માટે અગ્નિપ્રવેશ વગેરે કર.” એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હસ્તસંપુટમાં બેસાડી ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણો વાર્યો તો પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો. અને મરણ પામી પંચશેલ દ્વીપનો અધિપતિ વ્યંતર દેવતા થયો. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે દીક્ષા લઈ કાળ કરી બારમા અય્યત દેવલોકે દેવતા થયો.
એક વખતે નંદીશ્વર કીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા-પ્રહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે “તું પડહ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગ્યો; એટલામાં પડહ તેને ગળે આવીને વળગ્યો. કોઈપણ ઉપાયે તે પડહ છૂટો પડે નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યો. જેમ ઘુવડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો. ત્યારે નાગિલ દેવતાએ પોતાનું તેજ સંહરીને કહ્યું કે “તું મને ઓળખે છે ?” વ્યંતરે કહ્યું “ઇન્દ્ર આદિ દેવતાઓને કોણ ઓળખે નહીં ?”
પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબોધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું “હવે મારે શું કરવું ?” દેવતાએ કહ્યું, હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા કરાવ, એમ કરવાથી તને આવતે ભવે બોધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા જોઈ મહાહિમવંત પર્વતથી આવેલા ગોશીષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી. પછી પ્રતિષ્ઠા કરી, સર્વાગે આભૂષણો પહેરાવી તેની પુષ્પાદિ વસ્તુવડે પૂજા કરી અને જાતિવંત ચંદનના ડાભડામાં રાખી.
પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા અને તે વહાણના ખલાસીને કહ્યું કે “તું આ પ્રતિમાનો ડાબડો સિંધુ સૌવીર દેશમાંના
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ વીતભયપત્તનમાં લઈ જા અને ત્યાંના ચૌટામાં “દેવાધિદેવની પ્રતિમા લ્યો.” એવી ઉદ્ઘોષણા કર. ખલાસીએ તે પ્રમાણે કર્યું ત્યારે તાપસનો ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણા દર્શનીઓ પોતપોતાના દેવનું સ્મરણ કરી તે ડાબડા ઉપર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા અને કુહાડા ભાંગી ગયા પણ ડાબડો ઉઘડ્યો નહિ. તેથી સર્વેલોકો ઉદ્વિગ્ન થયા. બપોરનો અવસર પણ થઈ ગયો. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મોકલી. તે જ દાસીને હાથે સંદેશો મોકલી રાજાએ પ્રભાવતીને કૌતુક જોવા તેડાવી.
પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે “આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે પણ બીજા કોઈ નથી. હમણાં કૌતુક જુવો.” એમ કહી રાણીએ યક્ષકઈમવડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, “દેવાધિદેવ મને દર્શન આપો” એમ કહેતાં જ પ્રભાતસમયમાં જેમ કમળકલિકા પોતાની મેળે ખીલે છે તેમ ડાબડો પોતાની મેળે ઉઘડી ગયો ! નહિ સુકાઈ ગયેલાં ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઈ અને જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. પછી વહાણવટીનો સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંતઃપુરમાં લઈ ગયાં અને પોતે નવા બંધાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી.
એક વખતે રાણીના આગ્રહથી રાજા વિણા વગાડતો હતો અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી રાજા ગભરાઈ ગયો અને વીણા વગાડવાની કંબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ. નૃત્યમાં રસભંગ થવાથી રાણી કોપાયમાન થઈ ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું અને ક્રોધથી દર્પણવડે દાસીને પ્રહાર કર્યો તેથી તે (દાસી) મરણને શરણ થઈ.
પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તો સફેદ જ દેખાયું, તે દુર્નિમિત્તથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયું તેથી પોતાનું આયુષ્ય થોડું રહ્યું એવો રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાતવિરમણવ્રતનો ભંગ થયો તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા માટે રાજા સમીપ ગઈ. રાજાએ “દેવતાના ભવમાં તું મને સમ્યક પ્રકારે ધર્મમાં પ્રવર્તાવજે” એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને માટે દેવદત્તા નામની કુબ્બાને રાખીને પોતે ઘણા ઉત્સવસહિત દીક્ષા લીધી અને તે અનશનવડે કાળ કરી સૌધર્મ દેવલોકે દેવતા થઈ.
પછી પ્રભાવતીના જીવ દેવતાએ ઘણો બોધ કર્યો તો પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. દૃષ્ટિરાગ તોડવો એ કેટલો મુશ્કેલ છે ! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃતફળ આપ્યું. તેનો રસ ચાખતાં જ લુબ્ધ થયેલા રાજાને તાપસરૂપી દેવતા પોતે વિદુર્વેલા આશ્રમમાં લઈ ગયો. ત્યાં વેષધારી તાપસોએ ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠો, તે જૈનસાધુઓના ઉપાશ્રયે આવ્યો. સાધુઓએ અભયદાન આપ્યું તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પોતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે દઢ કરી, “આપદા આવે મને યાદ કરજે” એમ કહી અદશ્ય થયો.
Page #333
--------------------------------------------------------------------------
________________
ઉદયન રાજા તથા જીવિતસ્વામિની પ્રતિમાનું દૃષ્ટાંત.
૩૦૯ હવે ગાંધાર નામનો કોઈ શ્રાવક સર્વ ઠેકાણે ચૈત્યવંદન કરવા નીકળ્યો હતો. ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થયેલી દેવીએ તેને વૈતાઢ્ય પર્વતે લઈ જઈ ત્યાંની પ્રતિમાઓને વંદાવી અને પોતાની ઇચ્છા પાર પડે એવી એકસો આઠ ગોળીઓ આપી. તેણે તેમાંની એક ગોળી મોંમાં નાખી ને ચિંતવ્યું કે “હું વિતભયપત્તન જાઉં” ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યો, કુષ્ણદાસીએ તેને તે પ્રતિમાને વંદાવી. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદો પડ્યો. કુન્નાદાસીએ તેની સારવાર કરી. પોતાનું આયુષ્ય થોડું રહ્યું એમ જાણી તે શ્રાવકે સર્વે ગુટિકાઓ કુન્નાદાસીને આપી દીક્ષા લીધી. કુન્નાદાસીએ એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઈ તેથી જ તેનું સુવર્ણગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચિંતવ્યું કે ચૌદ મુકુટધારી રાજાઓએ સેવિત એવો ચંડપ્રદ્યોત રાજા મારો પતિ થાઓ. એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે અને બીજા રાજાઓ તો ઉદાયનના સેવક છે.”
પછી દેવતાના વચનથી ચંડપ્રદ્યોત રાજાએ સુવર્ણગુલિકાને ત્યાં દૂત મોકલ્યો, પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને બોલાવ્યાથી તે અનિલવેગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યો. સુવર્ણગુલિકાએ કહ્યું કે “આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું. માટે આ પ્રતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહીં સ્થાપન કર એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે. પછી ચંડપ્રદ્યોતે ઉજ્જયિનીએ જઈ બીજી પ્રતિમા કરાવી. અને કપિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વતભયપત્તન આવ્યો. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી. જુની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઈ ચંડપ્રદ્યોત કોઈ ન જાણે તેવી રીતે રાત્રિએ પાછો ઘેર આવ્યો. પછી સુવર્ણગુલિકા અને ચંડપ્રદ્યોત બન્ને વિષયાસકત થયાં તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને માટે આપી.
એક વખતે કંબલ-શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઇચ્છા કરનાર ભાયલને તે નાગકુમારો દ્રહને માર્ગે પાતાળે લઈ ગયા. તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતો હતો પણ જવાની ઉતાવળથી અર્ધી જ પૂજા થઈ. પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થયેલ ભાયલે કહ્યું કે, “જેમ મારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરો.” નાગેન્દ્ર કહ્યું તેમજ થશે ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું તારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે. પણ તું અર્ધી પૂજા કરી અહીં આવ્યો તેથી આવતા કાળમાં તે પ્રતિમા પોતાનું સ્વરૂપ ગુપ્ત જ રાખશે અને મિથ્યાષ્ટિઓ તેની પૂજા કરશે. “આ આદિત્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની બહાર સ્થાપના કરશે. વિષાદ ન કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયેલ, નાગેન્દ્રનું આ વચન સાંભળી જેવો આવ્યો હતો તેવો પાછો ગયો.
હવે વિતભયપત્તનમાં પ્રાતઃકાળે પ્રતિમાની માળા સૂકાઈ ગયેલી, દાસી જતી રહેલી અને હાથીના મદનો સ્રાવ થયેલો જોઈ લોકોએ નિર્ણય કર્યો કે ચંડપ્રદ્યોત રાજા આવ્યો હશે અને તેણે તે પ્રમાણે કર્યું હશે. પછી સોળ દેશના અને ત્રણસો ત્રેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિ દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચડાઈ કરી. માર્ગમાં ઉનાળાની ઋતુને લીધે, પાણીની મુશ્કેલીને લીધે, રાજાએ પ્રભાવતીનો જીવ જે દેવતા તેનું સ્મરણ કર્યું. તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ
૩૧૦
એવાં ત્રણ તળાવો ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યો ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાનો ઠરાવ કરેલો હોવા છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી ઉપર બેસીને આવ્યો તેથી ચંડપ્રદ્યોતને પ્રતિજ્ઞા-ભંગદોષ લાગ્યો. પછી હાથીના પગ શસ્રવડે વિંધાયાથી તે પડ્યો ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી તેના કપાળે આ મારી દાસીનો પતિ એવી છાપ ચોડી.
પછી ઉદાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રતિમા લેવા માટે વિદિશા નગરીએ ગયો. પ્રતિમાનો ઉદ્ધાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો તથાપિ તે કિંચિત્ માત્ર પણ સ્થાનકથી ખસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે “હું જઈશ તો વીતભયપત્તનમાં ધૂળની વૃષ્ટિ થશે માટે હું આવતી નથી.’ તે સાંભળી ઉદાયન રાજા પાછો વળ્યો. રસ્તામાં ચોમાસું આવ્યું ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો. સંવત્સરીપર્વને દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઈયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યું કે આજે રસોઈ શી કરવાની ? ચંડપ્રદ્યોતના મનમાં ‘એ મને કદાચ અન્નમાં વિષ આપશે’ એવો ભય ઉત્પન્ન થયો.
તેથી તેણે કહ્યું કે તે ઠીક યાદ કરાવ્યું, મારે પણ ઉપવાસ છે, મારા માતા-પિતા શ્રાવક હતા.’ તે જાણી ઉદાયને કહ્યું કે, “એનું શ્રાવકપણું જાણ્યું. તથાપિ તે જો એમ કહે છે તો તે નામ માત્રથી પણ મારો સાધર્મી થયો માટે તે બંધનમાં હોય ત્યાં સુધી મારૂં સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ?’” એમ કહી ઉદાયને ચંડપ્રદ્યોતને બંધનમાંથી મુકત કર્યો, ખમાવ્યો અને કપાળે લેખવાળો પટ્ટ બાંધી અવંતીદેશ આપ્યો.
ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સંતોષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી છે. ચોમાસું પૂરું થયા પછી ઉદાયન રાજા વીતભયપત્તન ગયો. સેનાને સ્થાનકે આવેલા વણિક લોકોના રહેઠાણથી દશપુર નામે એક નવું નગર વસ્યું. તે નગર ઉદાયન રાજાએ જીવંતસ્વામીની પૂજાને માટે અર્પણ કર્યું. તેમજ વિદિશાપુરીને ભાયલસ્વામીનું નામ દઈ તે તથા બીજાં બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આપ્યાં.
હવે ઉદાયન રાજા, પ્રભાવતીનો જીવ જે દેવતા. તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતો હતો. એક વખતે પિક્ષ પૌષધ હોવાથી તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દૃઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાતઃકાળે તેણે કપિલકેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાને માટે ઘણા ગામ, આકર, પુર વગેરે આપ્યાં. “રાજ્ય અંતે નરક આપનારૂં છે માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપું ?' મનમાં એવો વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પોતાના ભાણેજને રાજ્ય આપ્યું અને પોતે શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દીક્ષા ઉત્સવ કર્યો.
એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના શરીરે મહાવ્યાધિ ઉત્પન્ન થયો. “શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે.” એમ વિચારી વૈઘે ભક્ષણ કરવા કહેલા દહીંનો જોગ મળે તે માટે ગોવાળોના ગામોમાં મુકામ કરતા તે વીતભયપત્તને ગયા. કેશી રાજા ઉદાયનમુનિનો રાગી હતો. તો પણ તેના પ્રધાન વર્ગે તેને સમજાવ્યો કે, “ઉદાયન રાજ્ય લેવા માટે અહીં આવ્યો છે.” પ્રધાનોની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયનમુનિને વિષમિશ્રીત દહીં અપાવ્યું.
Page #335
--------------------------------------------------------------------------
________________
જિનબિંબ.
૩૧૧
પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહીં લેવાની મનાઈ કરી. દહીંનો ખોરાક બંધ થવાથી પાછો મહાવ્યાધિ વધ્યો. દહીંનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહર્યું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતો ત્યારે વિષમિશ્રિત દહીં ઉદાયનમુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થયે ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રોષથી વીતભયપત્તન ઉપર ધૂળની વૃષ્ટિ કરી અને ઉદાયન રાજાનો શય્યાચર એક કુંભાર હતો, તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પલ્લી એવું રાખ્યું.
ઉદાયન રાજાનો પુત્ર અભીચિ, પિતાએ યોગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુ:ખી થયો અને તેની માસીના પુત્ર કૌણિક રાજાની પાસે જઈ સુખે રહ્યો. ત્યાં સમ્યગ્ પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતો હતો તો પણ “પિતાએ રાજ્ય ન આપી મારું અપમાન કર્યું” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ. તેથી પંદર દિવસના અનશનવડે મરણ પામી એક પલ્યોપમ આયુષ્યવાળો શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે.
પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી ત્યારે ભૂમિમાં દટાઈ ગયેલી કપિલકેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરુના વચનથી જાણી પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખોદાવી ત્યારે અંદરથી પ્રતિમા પ્રગટ થઈ અને ઉદાયને આપેલો તામ્રપટ્ટ પણ નીકળ્યો. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યો. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી અને ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ રાખી ઘણા વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ. આ રીતે દેવાધિદેવની પ્રતિમાનો તથા ઉદાયન રાજા વગેરેનો સંબંધ કહ્યો છે.
આવી રીતે દેવને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જોઈએ તેવી સાર-સંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરુષ પોતાની શક્તિ પ્રમાણે ઐશ્વર્યવાળું જિનમંદિર કરાવે તે પુરુષ દેવલોકમાં દેવતાઓએ વખાણેલ એવો ઘણા કાળ સુધી પરમસુખ પામે છે.
છઠ્ઠું દ્વાર
જિનબિંબ.
રત્નની, ધાતુની, ચંદનાદિ કાષ્ઠની, હસ્તિદંતની, શિશાની અથવા માટી વગેરેની જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય જાણવું. કહ્યું છે કે જે લોકો સારી વૃત્તિકાનું, નિર્મળ શિલાનું, હસ્તિદંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ મુજબ આ લોકમાં કરાવે છે તે લોકો મનુષ્યલોકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે. જિનબિંબ કરાવનાર લોકોને દારિદ્ર, દુર્ભાગ્ય, નિંઘ જાતિ, નિંઘ શરીર, માઠી ગતિ, દુર્ગતિ, અપમાન, રોગ અને શોક ભોગવવાં પડતાં નથી.
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છો પ્રકાશ
વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લોકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે છે. કહ્યું છે કે અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પોતાની તથા પરની ઉન્નતિનો વિનાશ કરે છે.
૩૧૨
જે મૂળનાયકજીના મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કોઈ પણ અવયવનો ભંગ થયો હોય તે મૂળનાયકજીનો ત્યાગ કરવો. પણ જેનાં આભૂષણ, વસ્ત્ર પરિવાર, લંછન અથવા આયુધ એમનો ભંગ થયો હોય તે પ્રતિમાને પૂજવાને કાંઈ પણ હરકત નથી. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જીનું હોય તથા ઉત્તમપુરુષે પ્રતિષ્ઠિત કરેલું હોય તે બિંબ કદાચ અંગહીન થાય તો પણ તેની પૂજા કરવી. કારણ કે તે બિંબ લક્ષણહીન થતું નથી.
પ્રતિમાના પરિવારમાં ભિન્ન ભિન્ન વર્ણની અનેક જાતની શિલાઓ હોય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળવાળી પ્રતિમા કોઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગિયાર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય છે. અગીયાર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી એમ પૂર્વાચાર્યો કહી ગયા છે. નિરયાવલિકાસૂત્રમાં કહ્યું છે કે લેપની, પાષાણની, કાષ્ઠની, દંતની તથા લોઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય નથી. ઘર દેરાસરમાંની પ્રતિમા આગળ બળિનો વિસ્તાર (નૈવેધ વિસ્તાર) ન કરવો પણ દરરોજ ભાવથી હવણ અને ત્રણ ટંક પૂજા તો જરૂર કરવી.
સર્વે પ્રતિમાઓ મુખ્યમાર્ગે તો પરિવાર સહિત અને તિલકાદિ આભૂષણ સહિત કરવી. મૂળનાયકજીની પ્રતિમા તો પરિવાર અને આભૂષણ સહિત હોવી જોઈએ. તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ વગેરે થાય છે, કહ્યું છે કે જિનપ્રાસાદમાં વિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હોય તો મનને જેમ જેમ આહ્લાદ ઉપજાવે છે તેમ તેમ કર્મનિર્જરા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે તે મંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે તેટલા અસંખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભોગવાય છે. જેમ કે ભરતચક્રીએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બ્રહ્મેન્દ્રે કરેલ કાંચનબલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરતચક્રવર્તીની મુદ્રિકામાંની કુલપાક તીર્થે વિરાજતી માણિક્યસ્વામીની તથા સ્તંભનપાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી પૂજાય છે.
કહ્યું છે કે જળ, ઠંડું અન્ન, ભોજન, માસિક આજીવિકા, વસ્ત્ર, વર્ષની આજીવિકા, જાવજ્જીવની આજીવિકા એ વસ્તુઓના દાનથી અથવા સામાયિક, પોરસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ, અને વ્રતથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજ્જીવ સુધી ભોગવાય એટલું પુણ્ય થાય છે; પરંતુ જિનમંદિર જિનપ્રતિમા વગેરે કરાવવાથી તો તેના દર્શન વગેરેથી થયેલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવાય છે. માટે જ આ ચોવીશીમાં પૂર્વકાળે ભરતચક્રવર્તીએ શત્રુંજય પર્વત ઉપર રત્નમય ચતુર્મુખથી વિરાજમાન
Page #337
--------------------------------------------------------------------------
________________
જિનબિંબ.
૩૧૩ ચોરાશી મંડપોથી શોભતું, એક ગાઉ ઉંચું, ત્રણ ગાઉ લાંબું જિનમંદિર પાંચ કોડ મુનિ સહિત જયાં શ્રી પુંડરીકસ્વામી જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા ત્યાં કરાવ્યું.
તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની ટૂંકોને વિષે, ગિરનાર ઉપર. આબૂ ઉપર, ભાર પર્વત, સમેતશિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરતચક્રવર્તીએ ઘણા જિનપ્રાસાદ અને પાંચસો ધનુષ્ય વગેરે પ્રમાણની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીર્ય, સગર ચક્રવર્તી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા. હરિણ ચક્રવર્તીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી.
સંપ્રતિ રાજાએ પણ સો વર્ષના આયુષ્યના સર્વ દિવસની શુદ્ધિના છત્રીસ હજાર નવાં તથા બાકીના જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિનદેરાસર બનાવ્યા. સુવર્ણ વગેરેની સવાકોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગોવર્ધ્વન પર્વત ઉપર સાડા ત્રણક્રોડ સોનામહોર ખરચી સાત હાથ પ્રમાણ સુવર્ણની પ્રતિમા યુક્ત મહાવીર સ્વામીનું દેરાસર કરાવ્યું તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું.
કુમારપાળે તો ચૌદસો ચુમ્માલીશ નવાં જિનમંદિર તથા સોળસો જીર્ણોદ્ધાર કરાવ્યા. છન્નુ કોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં એકસો પચીસ આંગળ ઉંચી મૂળનાયકજીની પ્રતિમા અરિષ્ટરત્નમથી ફરતી બહોતેર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની ચોવીશ રત્નમયી, ચોવીશ સુવર્ણમયી અને ચોવીસ રૂપામથી પ્રતિમાઓ હતી.
વસ્તુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર અને બાવીસસો જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં.
પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યાં. તેમાં સુરગિરિમાં ચૈત્ય હતું નહિ, તે બનાવવાનો વિચાર કરી વિરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાદેના નામથી તેની પ્રસન્નતાને માટે પેથડશાહે માંધાતાપુરમાં તથા ઓકારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા ખોલી. હેમાદે તુષ્ટમાન થયો અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી. પાયો ખોદ્યો અને મીઠું પાણી નીકળ્યું ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ ! મીઠું પાણી નીકળ્યું છે માટે વાવ બંધાવો” તે વાત જાણતાં જ રાતોરાત પેથડશાહે બાર હજાર ટંકનું મીઠું પાણીમાં નંખાવ્યું. આ ચૈત્ય બનાવવા સારૂ સોનૈયાથી ભરેલી બત્રીશ ઉંટડીઓ મોકલી. પાયામાં ચોરાશી હજાર ટંકનું ખરચ થયું. ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડવિહાર બન્યો. વળી તે પેથડે જ શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ધડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવીને મેરુપર્વતની માફક સુવર્ણમય કર્યું. ગિરનાર પર્વતના સુવર્ણમય બલાનકનો સંબંધ નીચે પ્રમાણે છે.
ગઈ ચોવીશીમાં ઉજ્જયિની નગરીમાં ત્રીજા શ્રી સાગર તીર્થકરને કેવળીની પર્ષદા જોઈ નરવાહન રાજાએ પૂછ્યું કે “હું ક્યારે કેવળી થઈશ ?” ભગવાને કહ્યું “આવતી ચોવીશીમાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં તું કેવળી થઈશ.” નરવાહન રાજાએ દીક્ષા
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ : છઠ્ઠો પ્રકાશ લીધી અને આયુષ્યને અંતે બ્રહ્મદ્ થઈ શ્રી નેમિનાથ ભગવાનની વજમૃર્તિકામય પ્રતિમા કરી દશ સાગરોપમ સુધી તેની પૂજા કરી. પોતાનાં આયુષ્યનો અંત આવ્યો ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણ-રત્નમય પ્રતિમાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણમય બલાન કર્યું અને તેમાં તે વજમૃર્તિકામય પ્રતિમાની સ્થાપના કરી.
અનુક્રમે સંઘપતિ શ્રી રત્નશ્રેષ્ઠી મોટા સંઘ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યો. ઘણા હર્ષથી સ્નાત્ર કરવાથી મૃર્તિકામય (લેપ્યમય) પ્રતિમા ગળી ગઈ. તેથી રત્નશ્રેષ્ઠી ઘણો ખેદ પામ્યો. સાંઈઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલ અંબાદેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પ્રતિમા કે જે કાચા સૂત્રથી વીંટાયેલી તે લાવ્યો. ચૈત્યના કારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચેત્યનું દ્વાર ફેરવી નાંખ્યું તે હજુ સુધી તેમજ છે. કેટલાક એમ કહે છે કે સુવર્ણમય બલાનકમાં બહોતેર મોટી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમય, અઢાર રત્નમયી, અઢાર રૂપામયી અને અઢાર પાષાણમયી હતી. આ રીતે શ્રી ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનનો પ્રબંધ છે.
સાતમું દ્વાર પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા.
પ્રતિમાની પ્રતિષ્ઠા, અંજનશલાકા શીઘ કરાવવી. કેમ કે ષોડશકમાં કહ્યું છે કે પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા, સિદ્ધાંતના જાણ લોકો એમ કહે છે કે જે સમયમાં જે તીર્થકરનો વારો ચાલતો હોય તે સમયમાં તે તીર્થકરની એકલી પ્રતિમા હોય તે વ્યક્તિપ્રતિષ્ઠા કહેવાય છે. ઋષભદેવ આદિ ચોવીશેની ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને એકસો સીત્તેર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે.
બૃહભાષ્યમાં કહ્યું છે કે એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા, અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક, ચોવીશ અને એકસો સિત્તેર ભગવાનની જાણવી. સર્વે પ્રકારની પ્રતિમાની સામગ્રી સંપાદન કરવી, શ્રી સંઘને તથા ગુરુ મહારાજને બોલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યક્ પ્રકારે તેમનું સ્વાગત કરવું. ભોજન, વસ્ત્ર વગેરે આપી તેમનો સર્વ પ્રકારે સત્કાર કરવો, બંદીવાનોને છોડાવવા, અમારિ પ્રવર્તાવવી, કોઈને પણ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેનો સત્કાર કરવો. ઘણા ઠાઠથી સંગીત આદિ અભુત ઉત્સવ કરવો. વગેરે પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથોથી જાણવો.
પ્રતિષ્ઠામાં સ્નાત્રને અવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છદ્મસ્થપણાના સૂચક વસ્ત્રાદિવડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચારવડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી તથા પૂજામાં સર્વપ્રકારના મોટા ઉપચાર કરવાનો અવસરે સમવસરણમાં રહેલ ભગવાનની અવસ્થા ચિંતવવી એમ શ્રાદ્ધસામાચારીવૃત્તિમાં કહ્યું છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
પુત્રાદિનો દીક્ષા મહોત્સવ.
૩૧૫ પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય ત્યારે અઠ્ઠાઈ ઉત્સવ કરવો અને આઉખાંની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષગાંઠને દિવસે સાધર્મિકવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા ષોડશકમાં તો વળી કહ્યું છે કે ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સર્વ પ્રાણીઓને યથાશક્તિ દાન આપવું.
આઠમું દ્વાર પુત્રાદિનો દીક્ષા મહોત્સવ.
તેમજ પુત્ર, પુત્રી, ભાઈઓ, ભત્રીજો, પોતાનો મિત્ર, સેવક આદિનો દીક્ષાનો તથા વડી દીક્ષાનો ઉત્સવ ઘણા આડંબરથી કરવો. કેમકે ભરત ચક્રવર્તીના પાંચસો પુત્ર અને સાતસો પત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેટક રાજાએ પોતાની સંતતિને નહિ પરણાવવાનો નિયમ કર્યો હતો. તથા પોતાની પુત્રી આદિને તથા બીજા થાવસ્યાપુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી એમાં ઘણું પુણ્ય છે. કેમકે જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે તે માતા-પિતા અને સ્વજન-વર્ગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને યોગ્ય છે. લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી કુળમાં કોઈ પુત્ર પવિત્ર સંન્યાસી થતો નથી ત્યાં સુધી પિંડની ઇચ્છા કરનારા પિતરાઈઓ સંસારમાં ભમે છે.
નવમું દ્વારા પદસ્થાપના.
પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય દીક્ષા લીધેલા પોતા-પુત્ર આદિ તથા બીજા પણ જે યોગ્ય હોય તેમની પદસ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને માટે ઘણા ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે અરિહતના પ્રથમ સમવસરણને વિષે ઇન્દ્ર પોતે ગણધરપદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી.
દશમું દ્વાર શ્રુતજ્ઞાનની ભક્તિ.
શ્રીકલ્પ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુક્તિથી લખાવવાં. તેમજ વાંચન એટલે સંવેગી ગીતાર્થ એવા મુનિરાજ પાસે ગ્રંથનો આરંભ થાય તે દિવસે ઘણો ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું, તેથી ઘણા ભવ્યજીવો પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વહોરાવી તેમને સહાય કરવી.
કહ્યું છે કે જે લોકો જિનશાસનનાં પુસ્તકો લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકોની ઘણી યતનાથી રક્ષા કરે, તે લોકો મનુષ્યલોકનાં, દેવલોકનાં તથા નિર્વાણનાં સુખ પામે છે. જે પુરુષ કેવળીભાષિત સિદ્ધાંતને પોતે ભણે, ભણાવે અથવા ભણનારને વસ્ત્ર,
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ ભોજન, પુસ્તક વગેરે આપી સહાય કરે તે પુરુષ આ લોકમાં સર્વજ્ઞ જ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. અહો ! મૃતોપયોગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જો કદાચ અશુદ્ધ વસ્તુ વહોરી લાવે તો તે વસ્તુને કેવળી ભગવાન પણ ભક્ષણ કરે છે. કારણ કે એમ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય.
સાંભળ્યું છે કે “અગાઉ દુષમકાળના વશથી બારવર્ષ સુધી દુકાળ પડ્યો તેથી તથા બીજા અનેક કારણોથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાયઃ થયેલ જોઈ ભગવાન્ નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વિગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યો.” માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકમાં લખાવવું. તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી. સંભળાય છે પેથડશાહ સાતક્રોડ દ્રવ્ય ખરચીને ત્રણ જ્ઞાન ભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણક્રોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહીથી લખાવી.
અગ્યારમું દ્વાર પૌષધશાળા.
પૌષધશાળા એટલે શ્રાવક વગેરેને પૌષધ લેવા માટે ખપમાં આવતી સાધારણ જગ્યા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાધર્મિઓને માટે કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવઘ યોગ્ય સ્થાનક હોવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી. કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે. કહ્યું છે કે જે પુરુષ તપસ્યા કરતા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજોને ઉપાશ્રય આપે તે પુરુષે વસ્ત્ર, અન્ન, પાન શયન, આસન વગેરે સર્વવસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસો ચોરાશી પૌષધશાળાઓ કરાવી.
- સિદ્ધારાજ જયસિંહના મુખ્ય મંત્રી સાજુએ પોતાનો નવો મહેલ વાદિદેવસૂરિને દેખાડીને કહ્યું કે “એ કેવો છે ?” ત્યારે શિષ્ય માણિક્ય કહ્યું, “જો એની પૌષધશાળા કરો તો અમે એને વખાણીએ.” મંત્રીએ કહ્યું. એ પૌષધશાળા થાઓ.” તે શાળામાંની બહારની પરશાળામાં શ્રાવકોને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જોવાને માટે એક પુરુષ પ્રમાણ ઊંચા એવા બે અરિસા બે બાજુએ રાખ્યા હતા.
બારમું દ્વાર आजम्मं संमत्तं, जहसत्ति वयाइं दिक्खगहणं वा । आरंभचाउ बंभं पडिमाई अंतिआरहणा ॥१६॥ आजन्म सम्यक्त्वं यथाशक्ति व्रतानि-दीक्षाग्रहणं वा ।
आरम्भत्यागो ब्रह्म, प्रतिमादि-अन्तिमाराधना ॥१६॥ સમ્યકત્વ અને અણુવ્રતો.
આ જન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવજીવ સુધી સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે માટે અત્રે કહ્યું નથી.
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ
૩૧૮
૪. સંસાર પોતે દુઃખરૂપ, દુઃખદાયી ફળ આપનાર પરિણામે દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ રાખવી નહીં.
૫. વિષ સમાન વિષયો ક્ષણમાત્ર સુખ દેનારા છે એવો હંમેશાં વિચાર કરનારો પુરુષ સંસારથી ડરનારો હોય છે.
૬. તીવ્ર આરંભ વર્ષે, નિર્વાહ ન થાય તો સર્વ જીવ ઉપર દયા રાખી પરાણે થોડો આરંભ કરે અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે.
૭. ગૃહવાસને પાશ સમાન ગણતો તેમાં દુઃખથી રહે અને ચારિત્રમોહનીયકર્મ ખપાવવાનો ઘણો ઉદ્યમ કરે.
૮. બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમકિત ધારણ કરે.
૯. વિવેકથી પ્રવૃત્તિ કરનારો ધીર પુરુષ, ‘સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કરવું એવી અણસમજથી ચાલનારા છે એમ જાણી લોકસંજ્ઞાનો ત્યાગ કરે. ૧૦. એક જિનાગમ મૂકીને પરલોકનું બીજું કોઈ પ્રમાણ નથી એમ જાણી જાણ પુરુષે સર્વે ક્રિયાઓ આગમને અનુસારે કરવી.
૧૧. જીવ પોતાની શક્તિ ન ગોપવતાં જેમ ઘણા સંસારનાં કૃત્યો છે તેમ બુદ્ધિમાન પુરુષ શક્તિ ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા, પીડા ન થાય તેવી રીતે આદરે.
૧૨. ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવઘ ધર્મક્રિયા પામીને સમ્યક્ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકો આપણી હાંસી કરે તો પણ તેથી મનમાં લજ્જા લાવવી નહિ.
૧૩. દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગદ્વેષ ન રાખતાં સંસારમાં રહેવું.
૧૪. પોતાનું હિત વાંછનાર પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાનો વિચાર રાખી રાગદ્વેષને વશ ન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો.
૧૫. નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગૂરતાનો વિચાર કરનારો પુરુષ ધનાદિનો ધણી છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એવો તેમનો સંબંધ ન રાખે.
૧૬. સંસારથી વિરક્ત થયેલા શ્રાવકે ભોોપભોગથી જીવને તૃપ્તિ થતી નથી એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામભોગ સેવવો.
૧૭. વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક આજે અથવા કાલે છોડી દઈશ એમ વિચાર કરતો પારકી વસ્તુની માફક શિથિલભાવથી ગૃહવાસ પાળે.
આ રીતે કહેલા સત્તર ગુણવાળો પુરુષ જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીઘ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્ન શાસ્ત્રમાં કહ્યું છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ ૪. સંસાર પોતે દુઃખરૂપ, દુ:ખદાયી ફળ આપનાર પરિણામે દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ રાખવી નહીં.
૫. વિષ સમાન વિષયો ક્ષણમાત્ર સુખ દેનારા છે એવો હંમેશાં વિચાર કરનારો પુરુષ સંસારથી કરનારો હોય છે.
૬. તીવ્ર આરંભ વર્ષે, નિર્વાહ ન થાય તો સર્વ જીવ ઉપર ધ્યા રાખી પરાણે થોડો આરંભ કરે અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે.
૭. ગૃહવાસને પાશ સમાન ગણતો તેમાં દુઃખથી રહે અને ચારિત્રમોહનીયકર્મ ખપાવવાનો ઘણો ઉદ્યમ કરે.
૮. બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમકિત ધારણ કરે.
૯. વિવેકથી પ્રવૃત્તિ કરનાર ધીર પુરુષ, “સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કરવું એવી અણસમજથી ચાલનારા છે એમ જાણી લોકસંજ્ઞાનો ત્યાગ કરે.
૧૦. એક જિનાગમ મૂકીને પરલોકનું બીજું કોઈ પ્રમાણ નથી એમ જાણી જાણ પુરુષે સર્વે ક્રિયાઓ આગમને અનુસારે કરવી.
૧૧. જીવ પોતાની શક્તિ ન ગોપવતાં જેમ ઘણા સંસારનાં કૃત્યો કરે છે તેમ બુદ્ધિમાન પુરુષ શક્તિ ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા, પીડા ન થાય તેવી રીતે આદરે.
૧૨. ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવદ્ય ધર્મક્રિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકો આપણી હાંસી કરે તો પણ તેથી મનમાં લજ્જા લાવવી નહિ.
૧૩. દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગદ્વેષ ન રાખતાં સંસારમાં રહેવું.
૧૪. પોતાનું હિત વાંછનાર પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાનો વિચાર રાખી રાગદ્વેષને વશ ન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો.
૧૫. નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગૂરતાનો વિચાર કરનારો પુરુષ ધનાદિનો ધણી છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એવો તેમનો સંબંધ ન રાખે.
૧૬. સંસારથી વિરક્ત થયેલા શ્રાવકે ભોગપભોગથી જીવને તૃપ્તિ થતી નથી એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામભોગ સેવવો.
૧૭. વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક આજે અથવા કાલે છોડી દઈશ એમ વિચાર કરતો પારકી વસ્તુની માફક શિથિલભાવથી ગૃહવાસ પાળે.
આ રીતે કહેલા સત્તર ગુણવાળો પુરુષ જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીધ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્ન શાસ્ત્રમાં કહ્યું છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની ૧૧ પ્રતિમાઓ.
૩૧૯
ઉપર કહેલી રીતે શુભભાવના કરનારો, પૂર્વે કહેલ દિનાદિ કૃત્યને વિષે તત્પર એટલે “આ નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ તથા પરામાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે,' એવી સિદ્ધાંતમાં કહેલી રીત મુજબ સર્વકાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડે જ પ્રવૃત્તિ કરનારો, કોઈ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબંધ પામ્યું નથી એવો અને અનુક્રમે, મોહને જીતવામાં નિપુણ થયેલો પુરુષ પોતાના પુત્ર, ભત્રીજા વગેરે ઘરનો ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજા કોઈ કારણસર કેટલોક વખત ગૃહવાસમાં ગાળી યોગ્ય સમયે પોતાની તુલના કરે. પછી જિનમંદિરે અટ્ટાઈ ઉત્સવ, ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરે લોકોને યથાશક્તિ અનુકંપાદાન અને મિત્ર, સ્વજન આદિને ખમાવવું વગેરે કરીને સુદર્શન શેઠ આદિની માફક વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે.
કહ્યું છે કે કોઈ પુરુષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે તે પુણ્ય કરતાં પણ ચારિત્રની ઋદ્ધિ અધિક છે. જેમાં પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી એમનાં દુર્વચન સાંભળવાથી થનારૂં દુ:ખ નથી, રાજા આદિને પ્રણામ કરવો ન પડે, અન્ન, વસ્ત્ર, ધન, સ્થાન એની ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લોકથી પૂજાય, ઉપશમ સુખમાં રિત રહે અને પરલોક, મોક્ષ આદિ પ્રાપ્ત થાય, ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે. માટે હે બુદ્ધિશાળી પુરુષો ! તમો તે ચારિત્ર આદરવાને માટે પ્રયત્ન કરો.
પંદરમું દ્વાર
આરંભનો ત્યાગ.
કદાચ કોઈ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હોવાથી શ્રાવક જો ચારિત્ર ન આદરી શકે તો આરંભ-વર્જનાદિ કરે. તે જ કહે છે. અથવા દીક્ષા આદરવાનું ન બને તો આરંભનો ત્યાગ કરવો. તેમાં પુત્રાદિ કોઈપણ ઘરનો કારભાર નભાવે એવો હોય તો સર્વ આરંભ છોડવો, અને તેમ ન હોય તો સચિત્ત વસ્તુનો આહાર વગેરે કેટલોક આરંભ જેમ નિર્વાહ થાય તેમ તજવો. બની શકે તો પોતાને માટે અન્નનો પાક વિગેરે પણ ન કરે. કહ્યું છે કે જેને માટે અન્નપાક (રસોઈ) થાય તેને માટે જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. સોળમું દ્વાર
બ્રહ્મચર્ય વ્રત પાલન.
શ્રાવકે યાવજ્જીવ બ્રહ્મચર્ય પાળવું. જેમ પેથડશાહે બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસોનીની મઢીમાં ગયો. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થ દીપિકામાં કહ્યું છે.
સત્તરમું દ્વાર
શ્રાવકની ૧૧ પ્રતિમાઓ.
શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. આદિ શબ્દથી સંસારતારણાદિ કઠણ તપસ્યા જાણવી. તેમાં એકમાસિકી આદિ ૧૧ પ્રતિમાઓ કહી છે. તે બતાવે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ दंसण १, वय २, सामाइय ३, पोसह ४, पडिमा ५, अबंभ ६, सचित्ते ७ । આમ ૮, પ્રેસ , દિવ્રુવન્ના ૨૦, સમીપૂ ૨૨, મ મ શા
૧. પહેલી દર્શનપ્રતિમા તે રાજાભિયોગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાના પ્રમુખ ચાર ગુણે કરી સહિત એવા સમકિતને ભય, લોભ, લજ્જા આદિ દોષવડે અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂપ જાણવી.
૨. વ્રતપ્રતિમા તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે રૂપ જાણવી.
૩. ત્રીજી સામાયિકપ્રતિમા તે ત્રણ માસ સુધી ઉભયકાળ પ્રમાદ તજી બે ટંક સામાયિક કરવું તથા પૂર્વે કહેલ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે રૂપ જાણવી.
૪. ચોથી પૌષધપ્રતિમા તે પૂર્વોક્ત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વતિથિએ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરવો તે રૂપ જાણવી.
૫. પાંચમી પડિમા નામની પ્રતિમા એટલે કાયોત્સર્ગપ્રતિમા તે પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સહિત પાંચ માસ સુધી સ્નાન વર્જી, રાત્રિએ ચઉવિહાર પચ્ચખાણ કરવું, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચાર પર્વતિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરિષહ-ઉપસર્ગથી ન ડગમગતાં આખી રાત સુધી કાઉસ્સગ્ન કરવો તે રૂપ જાણવી.
હવે કહીશું તે સર્વ પ્રતિમામાં પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સાચવવી પડે તે જાણી લેવું. ૬. છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા તે છ માસ સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું તે રૂપ જાણવી. ૭. સાતમી સચિત્તપરિહાર પ્રતિમા તે સાત માસ સુધી સચિત્ત વર્જવું તે રૂપ જાણવી.
૮. આઠમી આરંભપરિહાર પ્રતિમા તે આઠ માસ સુધી પોતે કાંઈપણ આરંભ ન કરવો તે રૂપ જાણવી.
૯. નવમી પ્રેષણપ્રતિમા તે નવ માસ સુધી પોતાના નોકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે રૂપ જાણવી.
૧૦. દશમી ઉદિષ્ટપરિહારપ્રતિમા તે દસ માસ માથું મુંડાવવું અથવા ચોટલી જ રાખવી, નિધાનમાં રાખેલા ધન સંબંધી કોઈ સ્વજન સવાલ કરે તો તે જાણમાં હોય તો દેખાડવું અને ન હોય તો હું જાણતો નથી એમ કહેવું, બાકી ગૃહકૃત્ય તજવું, તથા પોતાના માટે તૈયાર કરેલો આહાર પણ ભક્ષણ કરવો નહીં તે રૂપ જાણવી.
૧૧. અગિયારમી શ્રમણભૂતપ્રતિમા તે અગિયાર માસ સુધી ઘર આદિ છોડવું, લોચ અથવા મુંડન કરાવવું, ઓઘો, પાત્રો આદિ મુનિવેષ ધારણ કરવો, પોતાની આધીનતામાં રહેલાં ગોકુળ વગેરેને વિષે વાસ કરવો, અને પ્રતિમવાદક્ષાયશ્રમ પાસ@ાય fમક્ષ સત્ત એમ કહી સાધુની માફક આચાર પાળવો પણ ધર્મલાભ શબ્દ ન ઉચ્ચારવો તે રૂપ જાણવી. આ રીતે અગિયાર શ્રાવક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
અંતિમ આરાધના.
૩૨૧
અઢારમું દ્વાર અંતિમ આરાધના.
અંતે એટલે આયુષ્યનો છેડો સમીપ આવે, ત્યારે આગળ કહીશું તે પ્રમાણે સંલેખના આદિ વિધિ સહિત આરાધના કરવી. એનો ભાવાર્થ એ છે કે તે પુરુષે અવશ્ય કરવા યોગ્ય કાર્યનો ભંગ થયે અને મૃત્યુ નજદીક આવવા છતાં પ્રથમ સંલેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરી’ વગેરે ગ્રંથોક્ત વચન છે, માટે શ્રાવક અવશ્ય કર્તવ્ય જે પૂજા, પ્રતિક્રમણ વગેરે ક્રિયા, તે કરવાની શક્તિ ન હોય તો, અથવા મૃત્યુ નજદીક આવી પહોંચે તો દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંલેખના કરે, તેમાં અનુક્રમે આહારનો ત્યાગ કરવો તે દ્રવ્યસંલેખના અને ક્રોધાદિકષાયનો ત્યાગ કરવો તે ભાવસંલેખના છે. -
કહ્યું છે કે :- શરીર સંલેખનાવાળું ન હોય તો મરણ વખતે સાત ધાતુનો એકદમ પ્રકોપ થવાથી જીવને આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું તારું આ (શરીર) વખાણતો નથી કે શરીર કેવું સારું છે ? તારી આંગળી ભાંગી કેમ? માટે હે જીવ ! તું ભાવસંલેખના કર. નજદીક આવેલ મૃત્યુ સ્વપ્ર શકુન તથા દેવતાના વચન વગેરેથી ધારવું. કહ્યું છે કે માઠાં સ્વપ્ર, પોતાની હંમેશની પ્રકૃતિમાં જુદી રીતનો ફેરફાર, માઠાં નિમિત્ત, અવળા ગ્રહ, સ્વરના સંચારમાં વિપરીતપણું એટલાં કારણોથી પુરુષે પોતાનું મરણ નજદીક આવેલું જાણવું. આ રીતે સંલેખના કરી સકળ શ્રાવક ધર્મના ઉદ્યાપનને માટે જ જાણે ન હોય ? તેવી રીતે અંતકાળે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે જીવ શુભ પરિણામથી એક દિવસ પણ જો ચારિત્રને પ્રાપ્ત કરે. તો કદાચ જો મોક્ષને નહીં. તથાપિ વૈમાનિક દેવતા તો જરૂર થાય છે.
નળ રાજાના ભાઈ કુબેરનો પુત્ર નવો પરણ્યો હતો તો પણ હવે “તારું આયુષ્ય પાંચ જ દિવસ છે” એમ જ્ઞાનીનું કહેવું સાંભળીને તત્કાળ દીક્ષા લીધી અને છેવટે સિદ્ધપદને પામ્યો.
હરિવહન રાજા જ્ઞાનીના વચનથી પોતાનું આયુષ્ય નવ પહોર બાકી જાણી દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાને પહોંચ્યો.
સંથારાને અવસરે, શ્રાવક દીક્ષા લે ત્યારે પ્રભાવના વગેરે માટે શક્તિ પ્રમાણે ધર્મમાં ધનનો વ્યય કરે. થરાદના આભૂ સંઘવીએ તે અવસરે (અંત વખતે) સાત ક્ષેત્રોમાં સાત ક્રોડ ધન વાપર્યું હતું.
હવે અંતકાળે સંયમ લેવાનું જેનાથી ન બને તે શ્રાવક અંતસમય આવે સંલેખના કરી શત્રુંજય આદિ શુભ તીર્થે જાય, અને નિર્દોષ ચંડિલ ભૂમિને વિષે (જીવજંતુ રહિત ભૂમિને વિષે) શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરી આનંદાદિ શ્રાવકોની માફક અનશન સ્વીકારે. કહ્યું છે કે તપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે. દાનથી ઉત્તમ ભોગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે અને અનશન કરી મરણ પામવાથી ઇન્દ્રપણું પમાય છે.
લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે હે અર્જુન ! વિધિપૂર્વક પાણીમાં અંત વખતે રહે તો તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તો દસ હજાર વર્ષ સુધી, ઝંઝાપાત કરે તો સોળ હજાર વર્ષ
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ સુધી, મોટા સંગ્રામમાં પડે તો સાંઈઠ હજાર વર્ષ સુધી, ગાય છોડાવવાને માટે દેહ ત્યાગ કરે તો એંશી હજાર વર્ષ સુધી શુભગતિ ભોગવે અને અંતકાળે અનશન કરે તો અક્ષયગતિ પામે છે.
પછી સર્વ અતિચારના પરિવારને માટે ચારે શરણરૂપ આરાધના કરે. દશે દ્વાર રૂ૫ આરાધના એ રીતે કહી છે કે ૧. અતિચારની આલોયણા કરવી, ૨. વ્રતાદિ ઉચ્ચરવાં, ૩. જીવોને ખમાવવા, ૪. ભાવિતાત્મા એવો શ્રાવક અઢાર પાપસ્થાનકને વોસિરાવે, ૫. અરિહંત આદિ ચારે શરણ સ્વીકારવાં, ૬, કરેલા દુષ્કતની નિંદા કરવી. ૭. કરેલા શભ કર્મોની અનુમોદના કરવી. ૮. શુભભાવના ભાવવી, ૯. અનશન આદરવું, અને ૧૦. પંચપરમેષ્ઠિનવકાર ગણવા.
એવી આરાધના કરવાથી જો તે જ ભવમાં સિદ્ધ ન થાય તો પણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય જ; કારણ કે સાત અથવા આઠ ભવ કરે તેથી વધારે ન કરે એવું આગમવચન છે. હવે પ્રકરણનો ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિનું ફળ કહે છે.
एअं गिहिधम्मविहिं, पइदिअहं निव्वहंति जे गिहिणो । इहभवि परभवि निव्वुई-सुहं लहुं ते लहंति धुवं ॥१७॥ एवं गृहिधर्मविधिं प्रतिदिवसं निर्वहन्ति ये गृहिणः ।
इह भवे परभवे निर्वृतिसुखं लधु ते लभन्ते ध्रुवम् ॥१७॥ આ ઉપર કહેલ દિનકૃત્ય આદિ છ ધારવાળો શ્રાવકનો જે ધર્મવિધિ તેને નિરંતર જે શ્રાવકો સમ્યક પ્રકારે પાળે તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે. તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતુભૂતપણે સુખની પરંપરા રૂપ મુક્તિસુખ તત્કાળ જરૂર પામે છે.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાદ્ધવિધિ પ્રકરણની”
‘શ્રાદ્ધવિધિકૌમુદી' ટીકામાં છઠ્ઠો જન્મકૃત્ય પ્રકાશ સમાપ્ત થયો.
Page #347
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થકારની પ્રશસ્તિ विख्याततपेत्याख्या जगति जगच्चन्द्रसूरयोभूवन् ।
श्रीदेवसुन्दरगुरूत्तमाश्च तदनुक्रमाद्विदिताः ॥१॥ જગતમાં શ્રી જગચંદ્રસૂરિ તપ એવા નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીના અનુક્રમે પ્રસિદ્ધિને પામેલા શ્રીદેવસુંદરસૂરિ પ્રખ્યાત થયા. ૧
पञ्च च तेषां शिष्यास्तेष्वाद्या ज्ञानसागरा गुरवः ।
विविधावचूर्णिलहरिप्रकटनतः सान्वयाह्वानाः ॥२॥ એ દેવસુંદરસૂરિ મહારાજને પાંચ શિષ્યો થયા. તેમાં પ્રથમ જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા જ્ઞાનસાગરગુરુ થયા. જેઓએ વિવિધ પ્રકારની ઘણા શાસ્ત્રોની અવચૂર્ણરૂપી લહેરોને પ્રકટ કરવાથી પોતાનું નામ સાર્થક કર્યું હતું. ૨.
श्रुतंगतविविधालापकसमुद्धृताः समभवंश्च सूरीन्द्राः।
कुलमण्डना द्वितीयाः श्रीगुणरत्नास्तृतीयाश्च ॥३॥ બીજા શિષ્ય શ્રી કુળમંડનસૂરિ થયા, જેઓ ઘણા સિદ્ધાંત ગ્રંથોમાં રહેલા અનેક પ્રકારના આલાવા લઈને વિચારામૃતસંગ્રહ વિગેરે ઘણા ગ્રંથોના બનાવનાર થયા. તથા ત્રીજા શિષ્ય શ્રી ગુણરત્નસૂરિ થયા.
षट्दर्शनवृत्तिक्रियारत्नसमुच्चयविचारनिचयसृजः ।
श्रीभुवनसुन्दरादिषु भेजुर्विद्यागुरूत्वं ये ॥४॥ જે ગુણરત્નસૂરિ મહારાજે પદર્શનસમુચ્ચયની વૃત્તિ, અને હૈમીવ્યાકરણને અનુસાર ક્રિયારત્નસમુચ્ચય, વગેરે, વિચારચિય એટલે વિચારના સમૂહને પ્રગટ કર્યા છે અને શ્રી ભુવનસુંદરાદિ શિષ્યોના વિદ્યાગુરુ થયા હતા.
श्रीसोमसुन्दरगुरूप्रवरास्तुर्या अहार्यमहिमानः ।।
येभ्यः सन्ततिरूच्चैर्भवति द्वधा सुधर्मेभ्यः ॥५॥ જેઓનો અતુલ મહિમા છે. એવા શ્રી સોમસુંદરસૂરિ ચોથા શિષ્ય થયા. જેઓનાથી સાધુ સાધ્વીનો પરિવાર સારી રીતે પ્રવર્યો. જેમ સુધર્માસ્વામીથી ગ્રહણ-આસેવનાની રીતિ પ્રમાણે સાધુસાધ્વી પ્રવર્યા હતા તેમ.
यतिजीतकल्पविवृतश्च पञ्चमाः साधुरत्नसूरिवराः । यैर्माद्दशोऽप्यकृष्यत करप्रयोगेण भवकूपात् ॥६॥
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ગ્રન્થકારની પ્રશસ્તિ - યતિજિતકલ્પવૃત્તિ વિગેરે ગ્રંથોના રચનાર પાંચમા શિષ્ય શ્રી માધુરત્નસૂરિ એવા થયા કે જેઓએ હસ્તાવલંબન દઈને સંસારરૂપ કૂપથી બુડતા મારા જેવા શિષ્યોનો ઉદ્ધાર કર્યો.
श्रीदेवसुन्दरगुरोः पट्टे श्रीसोमसुन्दरगणेन्द्राः ।
युगवरपदवी प्राप्तस्तेषां शिष्याश्च पञ्चैते ॥७॥ પૂર્વોક્ત પાંચ શિષ્યોના ગુરુ શ્રી દેવસુંદરસૂરિના પાટે યુગવર પદવીને પ્રાપ્ત થયેલા શ્રી સોમસુંદરસૂરિ થયા. અને તેઓને પણ પાંચ શિષ્યો થયા હતા.
मारीत्यवमनिराकृतिसहस्रनामस्मृतिप्रभृतिकृत्यैः ।
श्रीमुनिसुन्दरगुरवश्चिरन्तनाचार्यमहिमभृतः ।।८। પૂર્વાચાર્યના મહિમાને ધારણ કરનારા, સંતિક સ્તોત્ર રચીને મરકીના રોગને દૂર કરનારા, સહસ્રાવધાન વિગેરે કાર્યોથી ઓળખાતા, એવા શ્રી મુનિસુંદરસૂરિ પ્રથમ શિષ્ય હતા.
श्रीजयचन्द्रगणेन्द्राः निस्तन्द्राः संघगच्छकार्येषु ।
श्रीभुवनसुन्दरवराः दूरविहारैर्गणोपकृतः ॥९॥ સંઘનાં, ગચ્છનાં, કાર્યો કરવાને અપ્રમાદી બીજા શિષ્ય શ્રી જયચંદ્રસૂરિ થયા અને દૂર દેશાવરોમાં વિહાર કરીને પણ પોતાના ગચ્છને પરમ ઉપકાર કરનારા ત્રીજા શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરિ થયા.
विषममहाविद्यातद्विडम्बनाब्धौ तरीव वृत्तिर्यैः ।
विदधे यत् ज्ञाननिधिं मदादिशिष्या उपाजीवन् ॥१०॥ જે ભુવનસુંદરસૂરિ ગુરુએ વિષમ મહાવિદ્યાઓની વિટંબનારૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવનારી નાવડીની જેમ વિષમપદની ટીકા કરી છે. એવા જ્ઞાનનિધાન ગુરુને પામીને મારા જેવા શિષ્યો પણ પોતાનું જીવિત સફળ કરે છે.
एकांगा अप्येकादशांगिनश्च जिनसुन्दराचार्याः ।
निर्गन्था ग्रन्थकृतः श्रीमज्जिनकीर्तिगुरवश्च ॥११॥ તપશ્ચર્યા કરવાથી એકાંગી (એકવડીયા શરીરવાળા) છે છતાં પણ અગિયાર અંગના પાઠી ચોથા શિષ્ય શ્રી જિનસુંદરસૂરિ થયા; અને નિર્ગથપણાને ધારણ કરનારા, ગ્રંથોની રચના કરનારા પાંચમા શિષ્ય શ્રી જિનકીર્તિસૂરિ થયા.
एषां श्रीसुगुरूणां प्रसादतः षट्खतिथिमिते वर्षे ।
श्राद्धविधिसूत्रवृत्तिं व्यधत्त श्री-रत्नशेखरः सूरिः ॥१२॥ પૂર્વોક્ત પાંચ ગુરુઓનો પ્રસાદ પામીને સંવત ૧૫૦૬ ના વર્ષે આ શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ શ્રી રત્નશેખરસૂરિએ કરી.
Page #349
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારની પ્રશસ્તિ.
૩૨૫
अत्र गुणसत्र विज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः । शोधनलिखनादिविधौ व्यधायि सान्निध्यमुद्युक्तैः ॥१३॥
અહીંયાં ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સમાન ઉદ્યમવંતા શ્રી જિનહંસગણિ પ્રમુખોએ લખવા, શોધન કરવા વિગેરે કાર્યોમાં સાન્નિધ્ય સહાય કરી છે.
विधिवैविध्याच्छ्रुतगतनैयत्यादर्शनाच्च यत्किञ्चित् ।
अत्रोत्सूत्रमसूत्र्यत तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ॥ १४॥
વિધિનું વિવિધપણું દેખવાથી અને સિદ્ધાંતોમાં રહેલા નિયમો ન દેખવાથી આ શાસ્ત્રમાં જો કંઈ ઉત્સૂત્ર લખાયું હોય તો તે મારાં પાપ મિથ્યા થાઓ.
विधिकौमुदीनाम्यां वृत्तावस्यां विलोकितैर्वर्णैः ।
श्लोकाः सहस्त्रषट्कं सप्तशती चैकषष्ट्यधिकाः ॥ १५ ॥
એ પ્રકારે આ વિધિકૌમુદી નામની વૃત્તિમાં રહેલા પ્રત્યેક અક્ષરના ગણવાથી છ હજાર સાતસો અને એકસઠ શ્લોક છે.
श्राद्धहितार्थं विहिता श्राद्धविधिप्रकरणस्य सूत्रयुता ।
वृत्तिरियं चिरसमयं जयताज्जयदायिनी कृतिनाम् ॥१६॥
શ્રાવકોના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની “શ્રાદ્ધવિધિ કૌમુદી” નામની આ ટીકા રચી છે તે ઘણા કાળ સુધી પંડિતોને જયને આપનારી થઈ જયવંતી વર્તો.
શ્રી રત્નશેખરસૂરિવિરચિત ‘શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ’ સટીકનો ગુજરાતી અનુવાદ સમાપ્ત.
Page #350
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
જપ-સાધના શ્રી નમસ્કાર મહામંત્રના જાપ અંગે ઉપયોગી માર્ગદર્શન.
લેખક-સંગ્રાહક પરમપૂજ્ય અધ્યાત્યોગી, નમસ્કાર મહામંત્રના અનુપમ આરાધક, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં
માર્ગદર્શન મુજબ તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય, આચાર્ય દેવ શ્રીમદ્વિજય
કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા (પરમોપકારી શ્રાદ્ધવિધિના કર્તા આચાર્યદેવ શ્રીમદ્વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથમાં નમસ્કારમંત્રના જાપ અંગે નામ નિર્દેશ કરવાપૂર્વક નમસ્કાર મહામંત્રનાં સ્મરણ માટે સુચન કરેલ. તે વાંચતાં થયું કે આરાધનાનાં ઇચ્છુક જીજ્ઞાસુ આત્માઓને જાપ અંગે પ્રેકટીકલ માર્ગદર્શન મળે તો આગળ વિકાસ સાધી શકે, તે આશયથી અમારા ગુરુમહારાજે ઘણા વર્ષો પૂર્વે લખેલ તે અહિં પ્રસ્તુત છે.)
- સંપાદક પ્રવેશ
કોઈપણ બુદ્ધિમાન મનુષ્ય કંઈપણ શુભ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને તે કાર્ય અંગે સ્વાભાવિક રીતે કંઈક જાણવાની ઇચ્છા થાય છે. આવી જિજ્ઞાસા એ જ્ઞાનપ્રાપ્તિનું પ્રથમ વાર છે. મનુષ્યને તે દ્વારા ઘણું નવું જાણવાનું મળે છે. આ જિજ્ઞાસામાં જ્યારે હાર્દિક નમ્રતા ભળે છે ત્યારે તેવો સુપાત્ર આત્મા બુદ્ધિથી પણ અગમ્ય એવા અલૌકિક તત્ત્વોને પણ સમજવા સમર્થ બને છે. દેવી સંપત્તિની બધી બાબતો માત્ર બુદ્ધિથી જ સમજી શકાતી નથી. તેને માટે તો ઉચ્ચ તત્ત્વો પ્રત્યે સમર્પિત થવાની જરૂર પડે છે. તે કાર્ય નમ્રતાપૂર્વકની જિજ્ઞાસા દ્વારા સફળ બની શકે છે.
સદ્ભાગ્યે આજે શ્રી નમસ્કાર મહામંત્રના જાપને અંગે કેટલાક સુપાત્ર જીવોને વિશેષ વિશેષ જાણવાની અને નવકારને વિશેષ પ્રકારે આરાધવાની ભાવના થઈ રહી છે. અને તે માટે તેઓ નમ્રતાપૂર્વક જાણવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. આજના યુગમાં આ વસ્તુને એક મહાન શુભોદયનું ચિહ્ન ગણી શકાય. એવા જિજ્ઞાસુ ભાઈઓની નમ્રતાપૂર્વકની માંગણીથી અહીં શ્રી નમસ્કાર મહામંત્રના જપ અંગેનો આ નિબંધ રજૂ કરવામાં આવે છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ.
આ વિષયમાં સૌથી પ્રથમ તો આપણે એ વિચારવું જોઈએ કે,
૧. નમસ્કાર મંત્રનો જાપ શા માટે કરવાનો છે ?
૩૨૭
૨. વળી અનેકાનેક અનુભવી અને જ્ઞાની પુરુષોએ પણ તેનો આટલો બધો મહિમા શા માટે ગાયો છે ?
આ પ્રશ્નોનું સમાધાન એ છે કે આપણને જે મનુષ્ય-જન્મ પ્રાપ્ત થયો છે તે જન્મ ઘણો જ કિંમતી છે. તેને માત્ર ખાવા-પીવામાં, મોજશોખમાં, જીવનભર પૈસા એકત્ર કરવામાં અને એ પૈસાને સાચવવામાં કે, માત્ર આ દુન્યવી સંબંધો બાંધવા, વધારવા કે ટકાવવામાં જ પૂર્ણ કરી દેવો તેટલું જ માત્ર બુદ્ધિમાનોનું કર્તવ્ય નથી. પરંતુ આ દુર્લભ મનુષ્યજન્મમાં બનતા ઉપાયોથી આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી, અંતરાત્માસ્વરૂપ બની આત્માને પરમાત્મભાવ તરફ વાળી, ક્રમે ક્રમે આપણા આત્મામાં પરમાત્મભાવ પ્રગટ કરી, અંતે પૂર્ણતા પ્રાપ્ત કરવી એ મનુષ્યજન્મમાં કરવા લાયક એક મહાન અને પવિત્ર કર્તવ્ય છે. જીવનવિકાસનું આ મહાન કર્તવ્ય માત્ર મનુષ્યજન્મમાં સુલભ બની શકે છે. બીજા ભવોમાં તે એટલું સુલભ નથી.
આ વસ્તુને મધ્યબિન્દુમાં રાખીને પૂર્વના મહાન પુરુષોએ વિવિધ શ્રેણીના જીવો માટે તે તે જીવોની ભૂમિકા અને યોગ્યતા મુજબ આત્મવિકાસના અનેક પ્રકારો બતાવ્યા છે. આત્મવિકાસનાં તે બધાં કારણોના મૂળમાં શ્રી નવકાર મંત્ર રહેલો છે. એના પાયા ઉપર જ જીવનવિકાસનું સાચું ચણતર શક્ય બને છે. અને એ રીતે આરાધનામાં આગળ વધતાં વધતાં ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનકોની પ્રાપ્તિ થતાં અંતે જીવ પરમોચ્ચ પદ પ્રાપ્ત કરવા પણ ભાગ્યશાળી બને છે.
અનુભવી ગુરુ દ્વારા શ્રી નમસ્કાર મહામંત્રને વિધિપૂર્વક પ્રાપ્ત કરી તેનું પુનઃ પુનઃ સ્મરણરટણ કરવું તે જાપ છે. આ જાપ જેમ જેમ આત્મામાં પરિણામ પામે છે તેમ તેમ તેનો પ્રભાવ સાક્ષાત્ અનુભવાય છે.
હવે આપણે અહીં તે સંબંધી થોડો વધુ વિચાર કરીશું.
જીવનવિકાસમાં મુખ્ય વસ્તુ ધર્મ :- ધર્મનો વાસ્તવિક પ્રારંભ નમસ્કારભાવથી અર્થાત્ વંદનાથી૧ થાય છે. તાત્પર્ય એ છે કે જ્યારે આપણાથી અધિક ગુણવાનને નમવાની વૃત્તિવાળા બનીએ છીએ ત્યારે આપણા આત્મામાંથી પાપની રાશિઓ ઘટવા લાગે છે અને ધર્મની પાત્રતા આવે છે. આ પાત્રતા ન આવે ત્યાં સુધી કોઈપણ સસ્તુ અંતકરણમાં સ્થિરતા પામી શકતી નથી.
ધર્મ એ અમૃત છે. પરંતુ આપણું અંતઃકરણ જ્યાં સુધી અત્યંત રાગ-દ્વેષ, ઇર્ષ્યા, અસૂયા, ક્રોધ, દ્રોહ, અહંકારાદિ દોષોથી ભરેલું હોય ત્યાં સુધી તેમાં ધર્મનો પ્રવેશ જ થઈ શકતો નથી. ઘડામાં પાણી ભરવું હોય તો પ્રથમ એને ખાલી કરવો પડે છે, અર્થાત્ તેમાં અગાઉનો જે સરસામાન ભર્યો હોય છે તેને કાઢી નાખવો પડે છે; તેવી જ રીતે અંતઃકરણમાં ધર્મનો પ્રવેશ કરાવવો હોય ત્યારે તેને દોષોથી ખાલી કરવો પડે છે અને નમનશીલ બનાવવો પડે છે. જે ઘડો પાણી તરફ નમે છે તેમાં જ પાણી પ્રવેશી શકે છે. તેથી ઘડો જેમ ખાલી જોઈએ તેમ નમાવેલો પણ હોવો જોઈએ. તો જ તે ઘડો પાણીથી ભરપૂર બને છે આ હકીકત સૌને અનુભવસિદ્ધ છે. ૬. ધર્મ પ્રતિ મૂલમૂતા વન્દ્રના ॥ શ્રી લલિતવિસ્તરા.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૨૮
પરિશિષ્ટ
તેવી જ રીતે આપણાથી ઘણા ઉચ્ચસ્થાને બિરાજમાન અને ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, અહિંસા, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, દયા, દાન, પ્રેમ, પરોપકાર, સ્વાધ્યાય, સત્કર્મ, સહાય, વિનય, વિવેક, શાન્તિ, વાત્સલ્ય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ-ધ્યાન, આદિ અનંત ગુણગણથી ભરપૂર અરિહંત આદિ પરમેષ્ટિ ભગવંતોને આપણે જ્યારે શુદ્ધ ભાવે નમ્રતાપૂર્વક પ્રણામ કરીએ છીએ ત્યારે જ આપણા ઘટમાં-અંતઃકરણમાં ધર્મનો પ્રવેશ શક્ય બને છે. એટલા માટે ધર્મના પ્રારંભમાં અરિહંતાદિ ભગવંતોને નમસ્કાર કરવાનું વિધાન કરવામાં આવ્યું છે.
અચિંત્ય અને અનંત શક્તિથી ભરેલા પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે વિનમ્ર બની જીવ જ્યારે ભક્તિયુક્ત પરિણામવાળો બને છે ત્યારે પરમાત્માની અચિંત્ય શક્તિનો તેમાં પ્રવેશ થાય છે. આ રીતે જીવની ભક્તિ અને પરમાત્માની અચિંત્ય શક્તિ એ બન્નેનો સુમેળ થાય છે ત્યારે આત્મામાં ભાવધર્મનો પ્રવેશ સુલભ બને છે.
વિકાસક્રમની અસંખ્ય ભૂમિકાઓ છે. તેમાં આત્મા ગમે તે ભૂમિકામાં રહ્યો હોય પણ જ્યારે તે પરમેષ્ઠિ નમસ્કારમંત્રથી વાસિત અંતઃકરણવાળો બને છે ત્યારે તે પોતાની વર્તમાન ભૂમિકાથી ઊંચો જ આવે છે. એટલે ધારો કે તે ચોથા વર્ગમાં હોય તો પાંચમા વર્ગમાં આવે. પાંચમા વર્ગમાં હોય છઠ્ઠા વર્ગમાં આવે, સાતમા વર્ગમાં હોય તો આઠમા વર્ગમાં આવે. પંદરમાં વર્ગમાં હોય તો સોળમાં આવે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે ગમે તે સ્થાને બેઠો હોય ત્યાંથી તે ભાવપૂર્વકના પરમેષ્ઠિ નમસ્કારના પ્રભાવે ઊંચો જ આવે છે. નમસ્કારભાવ અંતઃકરણમાં પ્રગટવાથી જે જે ગુણો પોતામાં અપ્રગટ હોય છે તેને પ્રગટ થવાની તક મળે છે.
જેમ કોઠીમાં અનાજ પડ્યું હોય તો તેમાં અંકુરા પ્રગટી શકતા નથી. કારણ કે અંકુરા પ્રગટ કરવાની ત્યાં સામગ્રી તેને મળતી નથી. પણ એ જ અનાજને ખેડૂત ખેતરમાં વાવે છે અને પછી તેને વરસાદ, ખેડ, ખાતર, હવા અને પ્રકાશાદિની સામગ્રી મળે છે ત્યારે એક નાનકડા બીજમાંથી મોટું વૃક્ષ બની તે ઘણાં ફળોને આપનારું બને છે. તેવી જ રીતે આપણા અંતઃકરણમાં પણ સદ્ગુણોના ઘણા બીજ પડેલા છે. કિંતુ પ્રગટ થવાની સામગ્રી જ્યાં સુધી મળતી નથી ત્યાં સુધી તે પ્રગટ થઈ શકતા નથી. પરંતુ જ્યારે આપણા અંતઃકરણમાં પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે હાર્દિક સદ્ભાવ, નિર્મળ પ્રેમ અને ભાવપૂર્વકની ભક્તિ જાગે છે ત્યારે આપણું અંતઃકરણ પોચું પડે છે. નરમ પડે છે અને તેથી તે સદ્ગુણોને બહાર પ્રગટ થવાની તક મળે છે.
આ રીતે પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરનારા આત્મા પોતામાં ગુપ્તપણે રહેલા સદ્ગુણોને બહાર પ્રગટ થવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે.
બીજમાંથી અંકુરા નીકળ્યા પછી જ તેમાં પાંદડાં, ડાળખાં, ફૂલ, ફળ વગેરે પણ ક્રમસર પ્રગટ થાય છે. તેમ પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરનાર આત્મા પણ આરાધનાનું અંતિમ ફળ મોક્ષ-અર્થાત્ સર્વ બંધનોનો જેમાં અભાવ છે, જેમાં કર્મની લેશ પણ પરતંત્રતા નથી અને સચ્ચિદાનંદ સ્વરૂપ કે, જેમાં એકલું આત્માના ઘરનું સુખ, સુખ અને સુખ જ છે તે મોક્ષદા પ્રાપ્ત થવા રૂપ ફળને પ્રાપ્ત કરે છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૨૯
પ્રવેશ. - શ્રી નમસ્કાર મંત્રની ચૂલિકામાં ફરમાવ્યું છે કે શ્રી શ્રી પંચપરમેષ્ઠિને કરેલો નમસ્કાર સર્વ પાપોનો સમૂલ નાશ કરે છે અને વિશ્વના સર્વ મંગળભૂત પદાર્થોમાં તે સૌથી શ્રેષ્ઠ મંગળરૂપ છે. અર્થાત્ જે મનુષ્ય ભાવથી નમસ્કાર મંત્રને જપે છે, ગણે છે, તેનાં સર્વ પાપો સમૂલ નાશ પામે છે અને તેને ઉત્તમોત્તમ મંગળની માળા સ્વયમેવ આવી મળે છે.
આ જગતમાં જે દુઃખ કલેશ, અશાંતિ, રોગ, શોક, આદિ કષ્ટો છે તે બધાં પાપને લીધે છે. પાપ નાશ પામે એટલે પાપના ફળરૂપી દુઃખ પણ નાશ પામે જ અને પાપ તથા દુ:ખ નાશ પામે એટલે એકલું આત્માનું સુખ જ બાકી રહે છે.
થોડો સમય નિયમિત જાપનો અભ્યાસ ચાલુ રાખવાથી તેની પ્રતીતિ પોતાને પણ થાય છે. અને આત્મામાં એવો અનુભવ થાય છે કે જે જે દોષો આત્મામાં પ્રથમ જોરદાર હતા તે તે દાવો જાણે નબળા પડતા હોય અને સમતા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણો જાણે પ્રગટ થતા હોય તેમ દેખાય છે. પરિણામે જાપ કરનારનું મન દિન-પ્રતિદનિ વધુ ને વધુ પ્રસન્ન, પ્રશાંત અને સુસ્થિર થતું જાય છે.
શ્રી નમસ્કારના જાપનું તાત્કાલિક રોકડું ફલ મનની પ્રસન્નતા છે. મનુષ્યોને માટે મનની પ્રસન્નતા એ કદી પણ ન ખૂટે તેવું ઘણું મોટું આંતરિક ધન છે. જ્યારે મનુષ્યનું મન પ્રસન્ન બને છે ત્યારે તેમાંથી ચિત્તની સંફિલષ્ટતા નાશ પામે છે. દુનિયાનો મોટો ભાગ મનની પ્રસન્નતાના અભાવે જ અનેક પ્રકારનાં દુઃખો ભોગવી રહેલ છે. શ્રી નમસ્કારજાપથી મન પ્રસન્ન થાય છે. આ મનની પ્રસન્નતાની પાસે જગતની તમામ સંપત્તિ નગણ્ય છે. જો મનુષ્યનું મન પ્રસન્ન ન હોય તો બીજી અખૂટ સંપત્તિ પણ તેને આનંદ આપી શકે નહિ. અને જો તેનું મન પ્રસન્ન હોય છે તો કોઈપણ પ્રકારની વિશેષ સામગ્રી વિના જંગલમાં પણ તે જગતના બાદશાહ કરતાં પણ વધારે આનંદી રહી શકે છે. આ રીતે મનની પ્રસન્નતા જો નમસ્કાર મહામંત્રના જાપથી, ધ્યાનથી પ્રાપ્ત થતી હોય તો દુઃખથી ભરેલા આ સંસારમાં તે પણ એક ઘણી જ મોટી વસ્તુ બની જાય છે.
અનેક પ્રકારના અશુભ સંકલ્પ-વિકલ્પોથી ઘેરાયેલું મનુષ્યનું મન એજ અપ્રસન્નતાનું કારણ છે. અને જ્યારે તે જ મન પંચપરમેષ્ઠિના સ્મરણરૂપી શુભ ભાવમાં જોડાય છે ત્યારે તે પ્રસન્નતાનું કારણ બને છે. પ્રસન્નતા હોય ત્યાં સુખ, શાંતિ અને આનંદ પણ અવશ્ય પ્રગટે જ. - મનના મુખ્ય બે દોષ છે. એક દોષ મલિનતા છે અને બીજો દોષ ચંચળતા છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં બિરાજમાન પંચપરમેષ્ઠિ ભગવંતો વિશ્વવાત્સલ્ય આદિ ગુણોથી ભરપૂર છે. એટલે તેમના ગુણોને ઓળખી તેમને ભાવથી નમસ્કાર કરનાર આત્મા પણ વિશ્વના સમગ્ર જીવો પ્રત્યે વાત્સલ્યભાવવાળો બને છે. અને જ્યારે સાધકના મનમાં વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે નિષ્કામ સ્નેહભાવ જાગૃત થાય છે ત્યારે તેના જીવનમાંથી મલિનતા તથા અપ્રસન્નતા આપોઆપ ચાલી જાય છે અને પ્રસન્નતા પ્રગટે છે.
સૂકમ દૃષ્ટિથી વિચારવામાં આવે તો મલિનતાનું મૂળ કારણ સ્વાર્થભાવ છે. માત્ર પોતાના જ સાંસારિક સુખનો વિચાર કરવો અને બીજા દુઃખી જીવોના દુઃખની તદન ઉપેક્ષા કરવી એનું ૨. વિરત્નમનિટના ઘનપુરાતે . શ્રી અષ્ટક) પ્રકરણ.
૪૨
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૦
પરિશિષ્ટ
નામ સ્વાર્થભાવ છે. અને બીજા દુ:ખી પ્રત્યે દિલસોજી ધારણ કરવી અને તેમના દુ:ખ દૂર કરવાની ભાવના સતત જાગૃત રાખવી તે નિઃસ્વાર્થભાવ છે. આ નિઃસ્વાર્થભાવથી આત્મામાં શીઘ્રપણે પ્રસન્નતા પ્રગટે છે.
પરંતુ વિશ્વના જીવો પ્રત્યે આવો નિઃસ્વાર્થભાવ પરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી અને તે દ્વારા પ્રાપ્ત થતી તેમની કૃપાથી આપણા આત્મામાં પ્રગટે છે. એમને ભાવપૂર્વક નમ્યા સિવાય આપણામાં રહેલી મલિનતા ટળે નહિ અને નિઃસ્વાર્થભાવ કે પ્રસન્નતાદિ ગુણો પ્રગટ થઈ શકે નહિ.
જેમ પ્રકાશનો ઉદય થાય ત્યારે અંધકાર ટકે નહિ તેમ વિશ્વવાત્સલ્યથી ભરપૂર એવા પરમેષ્ઠિ ભગવંતોનું સાચું સ્મરણ થાય ત્યારે આત્માને મલિન અને અપ્રસન્ન કરનાર ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, સ્વાર્થભાવ આદિ દોષો ટકી શકે નહિ. ગુણનો ઉદય પ્રકાશના સ્થાને છે. દોષો અંધકારના સ્થાને છે. દોષરૂપી અંધકાર ત્યાં સુધી જ ટકે કે જ્યાં સુધી ગુણરૂપી પ્રકાશનો ઉદય ન થાય. પંચપરમેષ્ઠિઓનું પ્રણિધાનપૂર્વક સ્મરણ કરવાથી આત્મા સાત્ત્વિક અને પ્રસન્ન બને છે. આવા પ્રસન્ન આત્મામાં મનની મલિનતા નામનો દોષ ટકી શકતો નથી.
મનનો બીજો દોષ ચંચળતા છે અને તેથી ક્ષણવાર પણ તે સ્થિર રહેતું નથી. તેને વારંવાર રોકવા છતાં તે જ્યાં ત્યાં પરપદાર્થોમાં અને સ્વાર્થભાવમાં દોડ્યા જ કરે છે. મનની આ ચંચળતા દૂર કરવાનો ઉપાય ‘દુન્યવી પદાર્થો અંતે સુખના કારણ નહિ પણ તેના પ્રત્યેનો વધુ પડતો મદાર દુઃખના જ કારણરૂપ બને છે.' એ ભાવનાને સતત દૃઢ બનાવવાથી સાંસારિક પદાર્થો પ્રત્યેનો મોહ અને આસક્તિ દૂર થાય છે. દુન્યવી પદાર્થો પ્રત્યેનો વધુ પડતો મોહ અને આસક્તિ એ જ મનની ચંચળતાનું પ્રબળ નિમિત્ત છે. તેથી એ આસક્તિ જેમ જેમ ઘટે છે તેમ તેમ મન સ્થિર બને છે.
મનને સ્થિર કરાવનો બીજો ઉપાય જીવનમાં નમસ્કારજાપનો અભ્યાસ વધારવો તે છે. તે અભ્યાસ ત્યાં સુધી વધારવો કે તે આત્મામાં રોમરોમમાં વ્યાપી જાય. આત્મસાત્ બની જાય. નિત્યનો અભ્યાસ મનુષ્યને ધીરે ધીરે પૂર્ણ બનાવે છે તેની સામાન્ય રીત નીચે પ્રમાણે છે :
આદર અને બહુમાનપૂર્વક પૂરા ઉત્સાહથી અને પૂરી શ્રદ્ધાથી વચ્ચે આંતરું પાડયા વિના દરરોજ અમુક સમયે શાંત ચિત્તે નમસ્કારનો જાપ ચાલુ રાખવો જોઈએ.
જો સમયની અનુકૂળતા હોય તો જાપ ચાલુ કરતાં પહેલાં આપણા આત્મામાં ભાવની જાગૃતિ કરવા માટે શ્રી નમસ્કાર મહામંત્ર મહિમાગર્ભિત થોડાક પસંદગીના શ્લોકો મધુર કંઠથી ગાવા જોઈએ. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ શુભ ભાવનાઓથી અંતઃકરણને વાસિત કરવું જોઈએ. સમયની અનુકૂળતા હોય તો પંચસૂત્રનું પહેલું સૂત્ર પ્રણિધાનપૂર્વક ગણી જવું જોઈએ. તેમ ન બને તો અમૃતવેલ સ્વાધ્યાયનો પાઠ કરી જવો જોઈએ અથવા શ્રી વીતરાગ સ્તોત્રનું ૧૭મું શરણસ્તવ ભાવપૂર્વક ગણી જવું. ચત્તારિમંગલ આદિ ચાર શરણોનો પાઠ તથા દેવગુરુના ઉપકારની સ્મૃતિરૂપ કૃતજ્ઞતાભાવની જાગૃતિ તથા જગતના તમામ જીવોની સાથે થયેલા અપરાધની ક્ષમાપના કરી “જગતના તમામ જીવો આપણા આત્માની સમાન છે” એવી ભાવના કરવી જોઈએ. તથા આત્મરક્ષાકર વજ્રપંજરસ્તોત્રથી આત્મરક્ષા કરવી જોઈએ. પરમેષ્ઠિ નમસ્કારનો પરિચય વાંચી
Page #355
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ.
૩૩૧ વિચારીને બરાબર મનમાં ઠસાવી લેવો જોઈએ. જાપના લાભો સમજી લેવા જોઈએ. પ્રારંભિક દશામાં સાધકને આ જાતનો સ્વાધ્યાય જરૂરી છે.
જાપ માટે સમય પ્રભાતનો દિવસ ઊગ્યા પહેલાંનો અથવા સાંજની સંધ્યાનો અથવા મન જે વખતે સ્વભાવિક રીતે પ્રસન્ન રહેતું હોય તે પસંદ કરવો જોઈએ.
સ્થાન પણ એકાંત, શાંત, પવિત્ર અને પ્રસન્ન વાતાવરણવાળું પસંદ કરવું જોઈએ, અર્થાત્ જ્યાં માણસોની બહુ અવરજવર ન હોય. જ્યાં બહારના શબ્દો કે કોલાહલ ન સંભળાય તેવું સ્થાન હોવું જોઈએ. બની શકે તો પોતાના ઘરમાં એકાદ ઓરડો એવો રાખવો કે જેમાં જપધ્યાન, સ્વાધ્યાય તથા ધાર્મિક ક્રિયા સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે નહિ. તે સ્થાનમાં ઉત્તમ પ્રસન્ન આકૃતિવાળી ભગવાનની છબી કે મહાન અને પવિત્ર સગુરુનાં ચિત્રોની રચના કરી હોય તો સારું. તે સ્થાનમાં વાતાવરણની શુદ્ધતા માટે સુગંધી દ્રવ્યનો ધૂપ તથા ઘીનો દીવો સવાર-સાંજ થાય તે જરૂરનું છે. આ બધું મનની પ્રસન્નતા તથા સ્થિરતામાં હેતુભૂત છે.
જ્યાં જાપ કરવાનો છે તે સ્થાનમાં જાપ માટે એક ઊનનું આસન રાખવું જરૂરી છે તે આસન ઉપર બેસીને જાપ કરવો. બની શકે તો તે આસન શ્વેત વર્ણનું પસંદ કરવું. એ આસન ઉપર બીજું કંઈ પણ સાંસારિક કાર્ય ન કરવું. માળા-નવકારવાલી ૧૦૮ પારાની રાખવી અને તે પણ શ્વેત સૂતરની હોય તો વધુ સારું. શ્વેત વર્ણ એ શુકલધ્યાનનું પ્રતીક છે અને શાંતિનાં કાર્યો માટે તેનું ખાસ વિધાન છે. ક્કાચ શ્વેત માળા ન મળી શકે તો સુખડ આદિની માળા પણ ચાલી શકે.
જાપ કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ કે ઉત્તર દિશા તરફ રાખવું. તથા તે વખતે આપણું મન બહાર જ્યાં ત્યાં દોડ્યું ન જાય તે માટે આપણી બેઠકની બરાબર સામે જ બાજોઠ ઉપર સહેજ ઊંચા સ્થાને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું અથવા ગમે તે તીર્થકર ભગવાનનું ચિત્ર રાખવું. શકયતા હોય તો ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામિનું, ઉપકારી ગુરુમહારાજનું અને નમસ્કાર મહામંત્રના અક્ષરોનું ચિત્ર પણ બાજોઠ ઉપર રાખવું. મનને બહારના પદાર્થોમાંથી પાછું ખેંચી સામેના ચિત્રમાં કે નવકારના અક્ષરોમાં પરોવી રાખવું. સાધનાની શરૂઆતના દિવસોમાં એટલે કે પ્રારંભમાં આવા અવલંબનની જરૂર રહે છે. પછી તો અભ્યાસ સ્થિર થયા પછી શરીરમાં હૃદયકમલ આદિ સ્થાનોમાં આંખો બંધ કરીને પ્રભુની પ્રતિકૃતિનું અથવા શ્રી નમસ્કારના અક્ષરોનું ધ્યાન થઈ શકશે. પણ તે સ્થિતિ આવતાં વાર લાગે છે, તેથી ત્યાં સુધી સામે કોઈ ને કોઈ પ્રશસ્ત આલંબનની જરૂર રહે છે.
જાપ કરતી વખતે શરીરને બરાબર સ્થિર કરીને પલાંઠી વાળીને કરોડરજજુ સીધી રહે તેમ બેસવું. જે રીતે બેસવાથી કોઈ જાતની તકલીફ ન પડે અને સુખપૂર્વક લાંબો સમય બેસી શકાય તે રીતે અપ્રમત્ત થઈને બેસવું. મને પ્રસન્ન રાખવું. દાંતને દાંત અડાડવા નહિ. ઓષ્ટ બંધ રાખવા. * જાપ વખતે આપણો ઉપયોગ નમસ્કારના અક્ષરો ઉપર રાખવો. મનમાં કોઈપણ પ્રકારનો ક્ષોભ હોય તો તેના નિવારણ માટે થોડો વખત સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક ગંભીર રીતિએ સુંદર રાગરાગિણીપૂર્વક નમસ્કારનો ભાષ્યજાપ ચાલુ કરવો. પછી થોડી વાર ઉપાંશુ (એટલે માત્ર પોતે જ સાંભળી શકે તેવી રીતે હોઠ ફફડાવીને) જાપ કરવો અને પછી માનસ (મનોમન) જાપ શરૂ
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૨
પરિશિષ્ટ કરવો. જાણે મન જાપ કરે છે અને આત્મા તેનું શ્રવણ કરે છે એવી કલ્પના કરી અંતરમાં જાપને ઉપયોગથી આપણે સાંભળી રહ્યા છીએ તેમ ધારણા કરવી. જાપમાં એકાગ્રતા સાધવા માટે આ પદ્ધતિ ઘણી શ્રેષ્ઠ છે.
થોડા સમય પછી એટલે કે આ રીતે અભ્યાસ સ્થિર થયા પછી આંખો બંધ કરી મનને હૃદયકમળમાં સ્થાપન કરવું અને તે વખતે એવી કલ્પના કરવી કે હૃદયમાં એક વિકસિત કમળ છે, તેને આઠ પાંખડી છે, તે કમળની મધ્યમાં એક કર્ણિકા છે, તે કર્ણિકામાં દેદીપ્યમાન ઉજ્જવલ, પરમજ્યોતિ સ્વરૂપ અરિહંત પરમાત્મા સાક્ષાત્ બિરાજમાન છે એવું ધ્યાન કરવું. પછી તે કર્ણિકામાં નમ મરઢતાપી' એ પ્રમાણે હીરા જેવા ચકચકાટ કરતા શ્વેત વર્ણના સાત અક્ષરો છે એમ ચિંતવવું, પછી આજુબાજુની આઠ પાંખડીઓમાં નવકારનાં બાકીનાં આઠ પદોને ગોઠવીને તે પદોનું ધ્યાન કરવું.
આ જાપ અને ધ્યાનમાં ઉતાવળ ન કરવી. બહુ જ શાંતિ અને ધીરજથી આગળ વધવું. શરૂઆતમાં દશમિનિટ પણ ઘણી છે. પછી જેમ જેમ રસ આવે, ઉત્સાહ વધે અને ભાવના જાગૃત થાય તેમ તેમ સમય વધારવો.
જાપની પ્રાથમિક દશામાં મનને જાપમાં જોડવું એ કઠિન લાગે છે. પરંતુ નિયમિત અભ્યાસથી એક દિવસ તે કઠિનતા દૂર થઈ શકે છે અને એવો સમય પણ આવે છે કે જાપ શરૂ કર્યા પછી જાપમાંથી મન બહાર નીકળતું જ નથી. ઊલટું બહાર નીકળવું એ તેને કષ્ટરૂપ લાગે છે. તેનું પરિણામ એ આવે છે કે જાપના સમય સિવાય પણ સર્વ અવસ્થામાં મનની અંદર જાપ ચાલુ જ રહે છે. લાંબાકાળ સુધીના સ્થિર અને દઢ અભ્યાસ પછી આ અવસ્થા આવે છે. તેને “અજપા જાપ' કહેવાય છે. તે સ્થિતિ આવતાં વગર પ્રયત્ન મનની અંદર સતત જાપ ચાલુ જ રહે છે અને આનંદ વધતો જ રહે છે. એટલા માટે જ કહેવાયું છે કે નપાત્ સિદ્ધિઃ નપાત્ સિદ્ધિઃ નપાત્ સિદ્ધિ ન સંશય: જપથી સિદ્ધિ થાય છે તેમાં સંદેહ ન રાખવો.
આ રીતે વિધિસર જાપનો પ્રારંભ કરવાથી ધીમે ધીમે ઘણી જ પ્રગતિ કરી શકાય છે અને તેથી મન ઘણું જ પ્રસન્નતાવાળું બનતું જાય છે. મનની પ્રસન્નતા હજારો લેશોને દૂર કરે છે. આ વિષયમાં અનુભવીઓનું નીચેનું વચન ખાસ મનન કરવા યોગ્ય છે - “કલેશેવાસિત મન સંસાર કુલેશ રહિત મન તે ભવપાર' ફલેશયુકત મન એ જ સંસાર છે અને કુલેશરહિત મન એ જ મોક્ષ છે. - અજ્ઞાની જીવો અજ્ઞાનતાના કારણે એમ માને છે કે ધન આદિ બહારના પદાર્થોમાં જ બધું સુખ છે. અને જ્ઞાની પુરુષો પોતાના અનુભવના બળથી કહે છે કે મનની પ્રસન્નતા એ જ ખરું ધન છે. જો મન પ્રસન્ન ન હોય તો બીજી સંપત્તિ તો અનેક પ્રકારના ફલેશ કરાવી જીવને અશાન્તિની આગમાં સતત બાળ્યા જ કરે છે.
દુન્યવી સુખોમાં પણ શાંત મનવાળો અને પ્રસન્ન ચિત્તવાળો મનુષ્ય જેવો વિવેક કરી શકશે તેવો વિવેક અશાંત, અપ્રસન્ન અને અવિવેકી મનુષ્ય કરી શકશે નહિ. ૧. પૂર્વ જન્મના કોઈ દઢ અભ્યાસી જીવની આમાં શીઘપણે પણ પ્રગતિ થઈ શકે છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ.
૩૩૩
એટલા માટે જ વિવેકી પુરુષોને સાકરની માખી જેવા કૈહ્યા છે, સાકરની માખી સાકરનો સ્વાદ લેવા સાકર ઉપર બેસે છે અને તેમાંથી પોતાનું પોષણ પણ કરે છે. પરંતુ અવસર આવે તરત જ ત્યાંથી ઊડી જાય પણ અંત સુધી તેમાં જ ચોંટી રહેતી નથી એટલે તેનો એકદમ નાશ થઈ જતો નથી.
જ્યારે અવિવેકી મનુષ્યોને ગોળના મંકોડાની ઉપમા આપવામાં આવી છે. ગોળનો મંકોડો ગોળના સ્વાદમાં લીન થઈને તેમાં એવો ચોંટી જાય છે અને તેમાં ફસાઈ જાય છે કે અંતે તેમાં જ તે વિનાશ પામે છે.
અવિવેકીનું મન શાંત અને પ્રસન્ન હોતું નથી. મનની શાંતતા, મનની પ્રસન્નતા તથા વિવેકીપણું એ બધું શ્રી નમસ્કાર મહામંત્રના વિધિપૂર્વક અને સ્થિર ચિત્તે કરાતા જાપના પરિણામે પ્રગટે છે. તેથી જ શ્રી નમસ્કાર મંત્રનું સ્મરણ એ દુઃખથી ભરેલા આ સંસારમાં ઘણી મોટી ચીજ બની જાય છે. અને એટલા માટે જ અનુભવી પુરુષો તરફથી વારંવાર શ્રી નમસ્કારમંત્રના જાપનું વિધાન કરવામાં આવ્યું છે.
શ્રી નમસ્કાર મંત્રનો જાપ એટલે પંચપરમેષ્ઠિ ભગવંતનું સ્મરણ અને પંચપરમેષ્ઠિ ભગવંતનું સ્મરણ એટલે વિશુદ્ધ આત્મદશાનું સ્મરણ. એ આત્મવિકાસનો મુખ્ય પાયો પણ છે અને જીવનવિકાસનો અંતિમ ઉપાય પણ એ છે.
દૃષ્ટાંત તરીકે ધારો કે એક મોટું વિદ્યાલય છે. તેમાં એકથી વીસ વર્ગ છે. તે વિદ્યાલયમાં પ્રારંભિક એકડો પણ ત્યાં જ શીખવા મળે છે અને છેલ્લી પદવી પણ ત્યાં જ મળે છે. તેવી જ રીતે ધર્મનો પ્રારંભ પણ નમસ્કારથી થાય અને ધર્મની પૂર્ણાહુતિમાં પણ મુખ્ય વસ્તુ એ જ બની રહે છે. ધર્મની પૂર્ણાહુતિ એટલે ઘાતીકર્મનો ક્ષય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ઘાતીકર્મનો ક્ષય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ઉચ્ચ અધ્યવસાયપૂર્વકના ધ્યાન વિના ન થાય. ધ્યાનમાં કોઈને કોઈ ધ્યેય જોઈએ. ધ્યેય વિના ધ્યાન ન હોય અને બધાં ધ્યેયોમાં જો સૌથી ઉત્તમોત્તમ કોઈ ધ્યેય હોય તો તે અહિત પરમાત્મા છે. અરિહંતના ધ્યાનથી ઘાતીકર્મનો ક્ષય કરી શકાય તેવા ઉચ્ચ અધ્યવસાય પ્રગટે છે.
આ અરિહંત પરમાત્મા એ શ્રી નમસ્કારનું જ પ્રથમ પદ છે એટલે તે નમસ્કારની જ વસ્તુ કહેવાય. એટલે ધ્યેયરૂપે જ્યારે અરિહંત પરમાત્મા આવે છે ત્યારે શુભ-શુક્લધ્યાનમાં આગળ વધતો જીવ એક જ નમસ્કાર વડે અનંતભવ સંચિત કર્મોનો એક ક્ષણમાં નાશ કરે છે અને જીવ જીવ મટી હંમેશને માટે શિવ-સ્વરૂપ બની જાય છે. આટલું બધું સામર્થ્ય નવકારનું છે. એટલે જ ધર્મના પ્રારંભની જેમ ધર્મની પૂર્ણાહુતિમાં પણ નમસ્કાર એ મુખ્ય વસ્તુ બની રહે છે. જ્યારે વચલી બીજી બધી જ અવસ્થાઓ અવાંતર બની રહે છે. ભ્રમરીના ધ્યાનથી ઇયળ જેમ ભ્રમરી રૂપ બની જાય છે તેમ નમસ્કાર ભાવમાં આગળ વધતો અંતરાત્મા પણ પરમાત્મારૂપ બની જાય છે.
ટુંકાણમાં કહેવું હોય તો પરમેષ્ઠિઓનું સ્મરણ એ જ ભાવથી જીવન છે અને તેમનું વિસ્મરણ એ જ ભાવથી મૃત્યુ છે. એટલા માટે જ કહેવાયું છે કે વિપત્તિ એ સાચી વિપત્તિ નથી પણ પરમેષ્ઠિઓનું વિસ્મરણ એ જ મહાન વિપત્તિ છે અને બાહ્ય સંપત્તિ એ સાચી સંપત્તિ નથી પણ પરમેષ્ઠિઓનું સદા સ્મરણ એ જ સાચી સંપત્તિ છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૪
પરિશિષ્ટ શ્રી નમસ્કાર મંત્રના જાપમાં વિશેષ પ્રગતિ સાધવા માટે અહીં એક અતિ મહત્ત્વની એ હકીકત પણ ખાસ સમજવા જેવી છે કે તત્વથી જોઈએ તો સત્તાથી આપણો આત્મા જ પરમાત્મા છે. આપણા આત્મામાં જ પરમાત્માપણું છુપાયેલું છે. પણ અજ્ઞાનવશ સૌ કોઈ તે વાતને જાણી શકતા નથી. જેમ કોઈ ચક્રવર્તીએ ભિખારીનો વેશ ધારણ કર્યો હોય ત્યારે સામાન્ય માણસ એને મૂળસ્વરૂપમાં ઓળખી શકે નહિ તેમ અંદરથી આપણો આત્મા પરમાત્મા હોવા છતાં આપણે અજ્ઞાનતાથી તેને ઓળખી શકતા નથી. જ્ઞાનીઓ આ વાતને બકરાના ટોળામાં ભળી ગયેલા સિંહના દષ્ટાંતથી નીચે પ્રમાણે સમજાવે છે.
એક સિંહનું બચ્ચું જન્મથી જ બકરાના ટોળામાં ઊછર્યું હતું. તેથી તેને એમ જ થઈ ગયું કે હું પણ આવું બકરું જ છું. એક વખત તેણે બીજા સિંહને જોયો અને તે સિહના કહેવાથી તેને ભાન થયું કે હું બકરું નથી. મારી જાત જુદી જ છે. હું તો સિંહ છું. એવું ભાન થતાંની સાથે જ તેની બધી નબળાઈ ચાલી ગઈ અને મનમાં સિંહનું પરાક્રમ પણ ખીલી નીકળ્યું.
તેવી જ રીતે આપણી અજ્ઞાનતા ટાળવાનો ઉપાય પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું તે છે. તેમનાં સ્વરૂપનો વિચાર કરવાથી આપણી અજ્ઞાનતા ટળી જાય છે. શ્રી નમસ્કાર મંત્રમાં બિરાજમાન પંચપરમેષ્ઠિ ભગવંતોના સ્વરૂપનો વિચાર કરતાં કરતાં જીવને એક દિવસ એવું ભાન થાય છે કે, મારું પણ તત્ત્વથી આવું જ સ્વરૂપ છે. હું પણ આ પરમેષ્ઠિ ભગવંતો જેવો જ છું. એક એવો નિયમ છે કે “જે જેનું ધ્યાન ધરે છે તે અંતે તેના જેવો જ થાય.” એટલે પરમેષ્ઠિઓનું ધ્યાન કરનાર અંતે પરમેષ્ઠિસ્વરૂપ બને છે.
આ બધું વિધિપૂર્વકના શ્રી નમસ્કાર મંત્રના જાપના પ્રભાવે એક દિવસ જીવને જરૂર સમજાય છે, અનુભવમાં આવે છે. અને એટલા માટે જ નમસ્કાર મંત્રનો આટલો બધો મહિમા શાની પુરુષોએ ગાયો છે.
જો કે કોઈપણ કાર્ય અભ્યાસ વિના સિદ્ધ થતું નથી. સાયકલ કે મોટર ચલાવવા જેવી સામાન્ય લૌકિક ક્રિયા માટે પણ શરૂઆતમાં તેને માટે યોગ્ય પ્રયત્ન કરવો પડે છે. તેમાં અન્ય જાણકાર તરફથી માર્ગદર્શન અને સહાય લેવાની અપેક્ષા રહે છે અને તો જ કાર્ય સિદ્ધ થાય છે. વળી તે એક જ ઝપાટે સિદ્ધ થતું નથી પણ અનેક વારના પ્રયત્ન પછી સિદ્ધ થાય છે. અને સિદ્ધ થયા પછી તો સાવ સહજ બની જાય છે અને તે સંબંધી બધા જ ભયો ટળી જાય છે.
વિશ્વવિખ્યાત મોટા મોટા ગણાતા મલ્લો, કુસ્તીબાજો, વૈજ્ઞાનિકો, યોદ્ધાઓ, જાદુગરો વગેરે વિશ્વમાં જે આશ્ચર્યકારક કાર્યો કરી બતાવે છે તે કાંઈ તેઓ એક જ દિવસમાં એવું બળ કે એવી કળા મેળવી લેતા નથી. પણ તે માટે જ્યારે જરૂર પડે અને જ્યાં જરૂર પડે ત્યાં અનુભવીઓની સલાહ મુજબ લાંબો સમય વિધિપૂર્વક નિયમિત અભ્યાસ કરીને તેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે શ્રી નમસ્કાર મંત્રના જાપના વિષયમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ભાવપૂર્વક નિયમિત અભ્યાસ કરવાથી ધીમે ધીમે તેનું રહસ્ય ખૂલતું જાય છે. - લોકમાં કહેવાય છે કે કામ કામને શીખવાડે છે, એ કહેવત શ્રી નમસ્કારના જાપમાં પણ એટલી જ લાગુ પડે છે. વિધિપૂર્વક શ્રી નમસ્કારના જાપમાં પ્રવેશ કરવાથી સમતા પૂર્વક તેમાં
Page #359
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ.
૩૩૫ ઊંડા ઉતરવાથી ઘણી જ તમન્ના, જિજ્ઞાસા અને સતત ઉત્કંઠા ધારણ કરવાથી, બીજાં બધાં જ કાર્યોથી માનવજીવનમાં આ કાર્ય સૌથી શ્રેષ્ઠ છે તેવું સચોટા ભાન થવાથી, અને તેને સિદ્ધ કરવા માટે જરૂરી વિધિવિધાન તથા પોતાની ભૂમિકાને ઉચિત નિયમોનું સ્વેચ્છાથી આનંદપૂર્વક પાલન કરવાથી, વિદનો ઉપસ્થિત થાય તો પણ નાસીપાસ ન થતાં ધારણ કરવાથી, “કોઈ પણ ભોગે મારે આ કાર્ય સિદ્ધ કરવું જ છે' એવો દૃઢ નિશ્ચય ધારણ કરવાથી તથા આ વિષયના અનુભવી અને અધિકારી પુરુષો પાસેથી જ્ઞાન મેળવવા માટે અતિ નમ્રતાપૂર્વક સદા તત્પર રહેવાથી, હંમેશાં સારગ્રાહી વૃત્તિ કેળવવાથી અને જીવનમાં સતત મહામંત્રના જાપનો અભ્યાસ ચાલુ રાખવાથી આ કાર્ય જરૂર એક દિવસ સહજ બની જાય છે.
આ રીતે જપ દ્વારા અનેક આત્માઓએ અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કર્યો છે. તેમાં ક્રમે ક્રમે આગળ વધ્યા છે અને અંતે તેના પારને પણ પામી શક્યા છે.
આમાં ધર્ય-ધીરજ, ઉત્સાહ, પ્રસન્નતા, સમતા અને બહુમાનપૂર્વકનો પ્રયત્ન ખાસ જરૂરી છે. ઉપરાંત નમ્રતાપૂર્વક અનુભવીઓની દોરવણી લેવા સદા તત્પર રહેનાર અને તેમની સલાહ મુજબ ચાલનાર સુપાત્ર આત્મા જપ-સાધના દ્વારા આ ભવમાં જ સાહજિક અને નિરુપાધિક એવા આત્મિક આનંદનો અનુભવ કરવો ભાગ્યશાળી બની શકે છે.
હે સ્વામિ ! સ્વશરીરને વિષે પણ મમત્વબુદ્ધિનો ત્યાગ કરીને, શ્રદ્ધા વડે પવિત્ર અંતઃકરણવાળો થઈને, હૃદયમાં શુદ્ધ વિવેક ધારણ કરીને અન્ય સર્વનો સંગ ત્યજીને તથા શત્રુ અને મિત્રને વિષે સમભાવ ધારણ કરીને ક્યારે હું સંયમને આચરનારો બનીશ?
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩૬
પરિશિષ્ટ
જાપ માટેની પૂર્વભૂમિકા મકાનનો પાયો બરાબર મજબૂત હોય તો જ મકાન સ્થિર ટકી શકે અને તેમાં વસનારા મનુષ્યો નિર્ભયપણે વસવાટ કરી શકે. તે જ રીતિએ નમસ્કાર મહામંત્રના જાપમાં ચિત્તની સ્થિરતા કરવા માટે તેના પાયાના ગુણોને બરાબર દઢ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે પાયાના ગુણોને બરાબર સમજી વિચારી તેને જીવનમાં ઉતારવા અહર્નિશ પ્રયત્ન કરવો જરૂરી છે. જો આ પ્રમાણે વિધિપૂર્વક મહામંત્રનો જાપ કરવામાં આવે તો મહામંત્રના જાપનો મહિમા શાસ્ત્રોમાં જે રીતિએ વર્ણવામાં આવ્યો છે તેનો ક્રમશઃ અનુભવ થયા વિના ન રહે. જાપની પૂર્વે પૂર્વસેવા તરીકે કરવાની કેટલીક હકીકત અહીં સંક્ષેપમાં વિચારીએ.
શ્રી નવકારના જાપમાં પ્રગતિ ઇચ્છનાર સાધકને માટે જાપની શરૂઆત કરતાં પહેલાં નવકાર મહામંત્રના મહિમાવાળા થોડાક પસંદગીના શ્લોકો દ્વારા નમસ્કાર મહામંત્રનો મહિમા હૃદયમાં સ્થાપિત કરવો જરૂરી છે. તે માટે શ્રી નમસ્કાર મહામંત્રના મહિમાગર્ભિત સ્તોત્રોમાંથી પોતાની રુચિ મુજબ પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા. તેનો અર્થ પણ ધારી લેવો અને જાપની શરૂઆત કરતાં પહેલાં શુભ ભાવનાથી ભાવિત હૃદયવાળા થઈને, શાન્ત ચિત્તે અર્થની વિચારણાપૂર્વક શ્લોકોને સુમધુર રીતિએ બોલવા. નમૂના માટેના થોડાંક પદ્યો અહીં જોઈએ. શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શ્લોકો
धन्नोहं जेण मओ, अणोरपारुम्मि भवसमुद्दम्मि ।
पंचण्ह नमुक्कारो, अचिंतचिंतामणी पत्तो ॥१॥ હું ધન્ય છું કે મને અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ત્વચિંતામણિ એવો પંચ પરમેષ્ઠિઓનો નમસ્કાર પ્રાપ્ત થયો.
जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो ।
जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणई ? ॥२॥ નવકાર એ જિનશાસનનો સાર જે ચૌદ પૂર્વનો સમ્યગુ ઉદ્ધાર છે. નવકાર જેના મનમાં સ્થિર છે તેને સંસાર શું કરે ? અર્થાત્ નવકાર ગણનાર ભવ્યાત્માનું કંઈ પણ અનિષ્ટ કરવા તે સમર્થ નથી.
सेयाण परं सेयं, मंगल्लाणं च परममंगल्लं ।
पुन्नाण परमपुत्रं, फलं फलाणं परमरम्मं ॥३॥ નવકાર એ સર્વ શ્રેયોમાં પરમ શ્રેય છે. સર્વ માંગલિકને વિષે પરમ માંગલિક છે, સર્વ પુણ્યોને વિષે પરમ પુણ્ય છે અને સર્વ ફલોને વિષે પરમ રમ્ય ફળ છે.
थंभेड़ जल जलणं, चिन्तियमित्तोवि पंचनमुक्कारो । अरिमारिचोरराउलघोरु वसग्गं पणासेई. ॥४॥
Page #361
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શ્લોકો.
૩૩૭ પંચ નવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે, તથા અરિ, મારિ, ચોર અને રાજા-સંબંધી ઘોર ઉપસર્ગોનો સંપૂર્ણપણે નાશ કરે છે.
हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसओ भवसमुदं ।
इहलोयपारलोइय-सुहाण मूलं नमुक्कारो ॥५॥ શ્રી નમસ્કાર મહામંત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષે છે, તથા આ નમસ્કાર આ લોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે.
नवकार-इक्क-अक्खर, पावं फेडेई सत्तअयराणं ।
पन्नासं च पअणं, सागर-पणसय-समग्गेणं ॥६॥ | શ્રી નવકાર મંત્રનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ નાશ કરે છે, શ્રીનવકારમંત્રના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે.
जो गुणइ लक्खमेगं, पूओइविहीइजिणनमुक्कारं ।
तित्थयर-नामगो, सो बंधई नत्थि संदेहो ॥७॥ શ્રી જિનેશ્વરની પૂજાપૂર્વક જે એક લાખ વાર નવકારને વિધિપૂર્વક ગણે છે તે શ્રી તીર્થકર નામકર્મ’ ઉપાર્જન કરે છે તેમાં જરા પણ સંદેહ નથી.
इक्कोवि नमुक्कारो, परमेठ्ठीणं पगिठ्ठभावाओ ।
सयलं किलेसजालं, जलं व पवणो पणुल्लेई ॥८॥ પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર પવન જેમ જલને શોષી નાંખે તેમ સકલ ફલેશકાળને છેદી નાંખે છે.
पंचनमुक्कारेणसमं, अंते वच्चंति जस्स दसपाणा ।
सो जइ न जाइ मुक्खं, अवस्स वेमाणिओ होइ ॥९॥ અંત સમયે જેના દશ પ્રાણો પંચ નમસ્કારની સાથે જાય છે તે મોક્ષને ન પામે તો પણ વૈમાનિક અવશ્ય થાય છે.
जे केइ गया मुक्खं, गच्छंति य केविकम्ममलमुक्का । ।
ते सव्वे च्चिय जाणसु, जिणनवकारप्पभावेणं ॥१०॥ જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મમલથી રહિત બનીને મોક્ષે જાય છે તે સર્વ પણ શ્રી જિનનવકારના જ પ્રભાવે છે એમ જાણો.
एसो मंगलनिलओ, भवविलओ सयलसंघ-सुहजणओ ।
नवकार परममंतो, चिंतियमित्तो सुहं देई ॥११॥ પરમ મંત્રરૂપ આ નવકાર મંગલનું ઘર છે, તે સંસારનો વિલય કરનાર છે, સકલ સંઘને સુખ ઉપજાવનાર છે અને ચિંતવવા માત્રથી સુખને દેનારો થાય છે.
૪૩
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૩૮
પરિશિષ્ટ .
पणव-हरिया-रिहा ईहमंतह बीआणिसप्पहावाणि ।
सव्वेसिं तेसिं मूलो, इक्को नवकारवरमतो ॥१२॥ પ્રણવ એટલે ઓકાર, માયા એટલે હકાર અને અઈ વગેરે પ્રભાવશાળી મંત્ર બીજો છે, તે સર્વનું મૂળ એક પ્રવર નવકારમંત્ર છે. અર્થાત્ ૐ હ્રીં અહં વગેરે મંત્રબીજોના મૂળમાં પણ શ્રી નવકારમંત્ર રહેલો છે.
ताव न जायइ चित्तेण, चिंतियं पत्थिअं च वायाए ।
काएण समाढतं, जाव न सरिओ नमुक्कारो ॥१३॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારને સ્મરવામાં આવ્યો નથી.
____ भोअणसमए सयणे, विबोहणे पवेसणे भओ वसणे ।
__पंचनमुक्कारं खलु, समरिज्जा सव्वकालम्मि ॥१४॥ ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે, એમ સર્વ સમયે ખરેખર પંચનમસ્કારને સ્મરવો જોઈએ.
ज किंचि परमतत्तं, परमपयकारणं च जं किंचि ।
तत्थ वि सो नवकारो, झाइज्जइ परमजोगिहिं ॥१५॥ જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે, તેમાં પણ તે નવકાર જ પરમયોગિઓ વડે વિચારાય છે.
एनमेव महामंत्र, समाराध्येह योगिनः ।
त्रिलोक्यापि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥१६॥ યોગી પુરુષો આ જ નવકારમંત્રનું સમ્યગુ રીતિએ આરાધના કરીને પરમલક્ષ્મીને પામી ત્રણે લોક વડે પૂજાય છે.
कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च ।
अमुं मन्त्रंसमाराध्य, तिर्यंचोपि दिवं गताः ॥१७॥ હજારો પાપોને કરનારા તથા સેંકડો જંતુઓને હણનારા તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરીને સ્વર્ગને પામ્યા છે.
अहो पंचनमस्कारः, कोप्युदारो जगत्सु यः ।
संपदोऽष्टौ स्वयं धत्ते, दत्तऽनन्तास्तु ता:सताम् ॥१८॥ અહો ! આ જગતમાં પંચ નમસ્કારનું કોઈ વિશિષ્ટ ઉદારપણું છે કે જે પોતે આઠ જ સંપદાને ધારણ કરે છે છતાં પુરુષોને તે અનંત સંપદાને આપે છે.
त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरु परः । प्राणा:स्वर्गोऽपवर्गश्च, सत्त्वं तत्त्वं मतिर्गतिः ॥१९॥
Page #363
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ગર્ભિત શ્લોકો.
૩૩૯ तुं मारे उत्कृष्ट भात छ, पिता छ, ने छ, ४५ छ, गुरु छ, धर्म छ, uu छ, स्वर्ग छ, भो। छ, सत्य छ, तत्प छ, भति छ भने ति छ.
मन्त्रं संसारसारं, त्रिजगदनुपम, सर्वपापारिमन्त्रं । संसारोच्छेदमन्त्रं, विषमविषहरं, कर्मनिर्मूलमन्त्रं ॥ मन्त्रं सिद्धिप्रदानं, शिवसुखजननं, केवलज्ञानमन्त्रं ।।
मन्त्रं श्रीजैन-मन्त्रं, जप जग जपितं, जन्मनिर्वाणमन्त्रम् ॥२०॥ મહામંત્ર શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર છે, ત્રણે જગતમાં અનુપમ છે, સર્વ પાપોનો નાશ કરનાર છે, સંસારનો ઉચ્છેદ કરનાર છે, વિષમ પ્રકારના વિષને હરનાર છે, કર્મને નિર્મૂલ કરનાર છે, સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર છે, શિવસુખનું કારણ છે, કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે, આવા પ્રકારના અદ્ભુત સામર્થ્યવાળા પરમેષ્ઠિમંત્રને હે ભવ્યો! તમો વારંવાર જપો. જાપ કરાયેલો આ નમસ્કાર મહામંત્ર જન્મમરણની જંજાળમાંથી જીવોને છોડાવનાર છે.
अर्हतो भगवंतइन्द्रमहिताः, सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्याजिनशासनोन्नतिकराः, पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धान्तसुपाठका-मुनिवरा रत्नत्रयाराधकाः ।
पंचैते परमेष्ठिनः, प्रतिदिनं कुर्वंतु वो मंगलम् ॥२१॥ ઇન્દ્રો વડે પૂજ્ય એવા અરિહંત ભગવંતો, સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવંતો, જિનશાસનની ઉન્નતિ કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતો, શ્રી સિદ્ધાંતને સારી રીતે ભણાવનારા ઉપાધ્યાય ભગવંતો અને રત્નત્રયને ધારણ કરનારા મુનિ મહંતો એ પાંચે પરમેષ્ઠિઓ પ્રતિદિન તમારું મંગળ કરો.
अशुभ करमको हरणकुं, मंत्र बडो नवकार, वाणी द्वादश अंगमे, देख लीओ तत्त्व सार ॥२२॥ शुभ मानस मानस करी, ध्यान अमृतरस रेलि । नवदल श्री नवकार पय, करी कमलासन केलि ॥२३॥ पातक पंक पखालीने, करी संवरनी पाळ । परमहंस पदवी भजो, छोडी सकल जंजाल ॥२४॥ रात्रि तणी सुख निद्रा त्यागी, जेवं मनडुं जागे । ध्यान धरो अरिहंततणुं सौ, तनमनने शुभ लागे ॥२५॥ नमस्कार महामंत्रने रटतां, आतम शुभ सर जागे; ।
दिनभरनी शुभ करणीमांहे, जय सुखडंका वागे ॥२६॥ શ્રી નવકાર પ્રત્યે પ્રીતિ જગાડનારાં કાવ્યો અહીં ઉપર રજૂ કરવામાં આવ્યાં છે. નવકારનો ભાવ આપણા હૃદયમાં જગાડવાના અનેક પ્રકારો છે, તેમાંનો આ પણ એક પ્રકાર છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૦
પરિશિષ્ટ
ઉપર મુજબના શ્લોકમાંથી પોતાની રુચિ મુજબ પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા. મૈત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો
શ્રી નવકાર મહિમાગર્ભિત કાવ્યો વગેરેથી ભાવિત થયા બાદ મંત્રી આદિ ભાવનાથી વાસિત થવું જોઈએ. એ માટે શ્રી નવકારના સાધકને ઉપયોગી એવા મંત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો હવે અહીં રજૂ કરવામાં આવે છે તેમાંથી સ્વરુચિ અનુસાર શ્લોકો પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા તેનો અર્થ પણ ધારી લેવો. જાપની શરૂઆત કરતાં પહેલાં પસંદ કરેલા શ્લોકોને અર્થની વિચારણાપૂર્વક સુમધુર રીતે બોલવા અને અંતઃકરણને ભાવિત કરવું.
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे ।
मित्ति मे सव्वभूएसु, वेरं मंज्झ न केणइ ॥१॥ જગતના સર્વ જીવોને હું નમાવું છું. તેમની પાસે મારા અપરાધની માફી માગું છું. સર્વ જીવો મને ક્ષમા આપો એમ પ્રાર્થ છું. મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે, કોઈની સાથે મારે વેર-વિરોધ નથી.
शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ॥२॥ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીસમૂહ પારકાનું હિત કરવાની ભાવનાવાળો બનો, સર્વના સર્વ દોષો નાશ પામો અને સર્વત્ર સર્વલોક સુખી થાઓ. ૨
मा कार्षीत् कोपि पापानि, मा च भूत् कोपि दुःखितः ।
मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥३॥ કોઈ પણ પ્રાણી પાપ કરો નહિ, કોઈ પણ જીવ દુઃખી થાઓ નહિ. આ આખું જગત કર્મબંધનમાંથી મુક્ત થાઓ આવી બુદ્ધિને મૈત્રીભાવના કહેવાય છે.
अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् ।
गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥४॥ જેમણે સર્વ દોષો દૂર કર્યા છે અને વસ્તુ તત્ત્વને જેઓ વાસ્તવિક સ્વરૂપમાં જોઈ રહ્યા છે તેઓના ગુણો પ્રત્યે પક્ષપાત-સ્વાભાવિક ખેંચાણ થવું તે પ્રમોદ ભાવના કહેવાય છે.
दिनेष्वार्तेषु भीतेषु, याचनामेषु जीवितम् ।
પ્રતિવરપરા-દ્ધિ પ્રથમfમથીયરે છે 'દીન-દુઃખી, ભયથી આકુળ-વ્યાકુલ અને જીવિતવ્યને યાચનારાં પ્રાણીઓનાં દુઃખને ટાળવાની બુદ્ધિ તે કરુણા ભાવના છે. ૫
क्रूरकर्मसु निःशंकं, देवतागुरु निंदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥६॥
Page #365
--------------------------------------------------------------------------
________________
મંત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો.
૪૧ નિઃશંકપણે દૂર કર્મો કરનારા, દેવ અને ગુરુની નિંદા કરનારા અને પોતાના આત્માની પ્રશંસા કરનારા પ્રાણીઓ તરફ ઉપેક્ષા બુદ્ધિને માધ્યસ્થ ભાવના કહેવાય છે. ૬
परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा ।
परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥७॥ જીવોના હિતની ચિંતા કરવી એ મૈત્રીભાવના છે. અન્ય જીવોનાં દુઃખોને ટાળવાની ભાવના એ કરુણાભાવના છે. અન્ય જીવો સુખ પામે તેમાં સંતોષ પામવો એ પ્રમોદ ભાવના છે અને બીજાના અસાધ્ય દોષોની ઉપેક્ષા કરી તેમના પ્રત્યે રાગદ્વેષ ન કરવો તે માધ્યશ્ય ભાવના છે. ૭.
मैत्री पवित्रपात्राय, मुदितामोदशालिने ।
कृपापेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥८॥ મૈત્રીના પરમભાજનભૂત, મુદિતાથી પ્રાપ્ત થયેલા સદાનંદ વડે શોભતા અને કરુણા તથા માધ્યસ્થ વડે જગતપૂજ્ય બનેલા યોગસ્વરૂપ છે વીતરાગ ! તમને મારો નમસ્કાર હો. ૮
सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् ।
मध्यस्थभावं विपरितवृत्तौ, सदा ममात्मा विदधातु देव ! ॥९॥ હે દેવ ! મારો આત્મા નિરંતર જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવને, ગુણવાન આત્માઓ પ્રત્યે પ્રમોદભાવને, દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવને અને પાપી જીવો પ્રત્યે મધ્યસ્થભાવને ધારણ કરો એમ હું આપની પાસે પ્રાર્થના કરું છું. હું
सर्वेपि सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु, माकश्चिद् दुःखभाग् भवेत् ॥१०॥ વિશ્વના સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વ પ્રાણીઓ નીરોગી હો, સર્વ પ્રાણીઓ મંગલને જુઓ અને કોઈપણ જીવ દુઃખ ન પામો. ૧૦
दुःस्थां भवस्थिति स्थेम्ना, सर्वजीवेषु चिन्तयन् ।
निसर्गसुखसर्ग ते-ष्वपवर्ग विमार्गयेत् ॥११॥ આ ભવસ્થિતિ અત્યંત દુઃખદાયક છે એમ સર્વ જીવોને વિષે સ્થિરતા પૂર્વક ધર્મજાગરિકા વખતે વિચારતો ઉપાસક, જ્યાં સ્વાભાવિક સુખની જ સૃષ્ટિ છે એવો મોક્ષ સર્વને મળો એવી પ્રાર્થના કરે. ૧૧
विश्वजंतुषु यदि क्षणमेकं, साम्यतो भजसि मानसमैत्रीम् ।
तत्सुखं परममत्रपरत्रा-प्यश्नुषे न यदभूत्तवजातु ॥१२॥ હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરહિતચિંતારૂપ મૈત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તે કદી અનુભવ્યું પણ નહિ હોય. ૧૨
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૪૨
પરિશિષ્ટ नन्दन्तु सर्व-भूतानि, स्निह्यन्तु विजनेष्वपि ।
स्वस्त्यस्तु, सर्वभूतेषु, निरातंकानि सन्तु च ॥१३॥ પ્રાણીમાત્ર આનંદિત બનો ! દુશ્મનો ઉપર પણ સ્નેહ ભાવવાળા બનો ! સર્વ જીવોનું કલ્યાણ થાઓ ! સહુ કોઈ નીરોગી બનો. ૧૩
मा व्याधिरस्तु भूताना-माधयो न भवन्तु च ।
मैत्रीमशेष-भूतानि, पुष्यन्तु सकले जने ॥१४॥ પ્રાણીઓને વ્યાધિ ન થાઓ ! ચિંતાઓ ન ઉપજો, સકલ જીવો પ્રાણીમાત્રની સાથે મૈત્રીભાવને પુષ્ટ કરો ! ૧૪
यो मेऽद्य स्निह्यते तस्य, शिवमस्तु सदा भुवि । 4 यश्च मां द्वेष्टि लोकेऽस्मिन्, सोऽपि भद्राणि पश्यन्तु ॥१५॥ “જે આજે મારા ઉપર સ્નેહ રાખે છે તેનું સદા કલ્યાણ થાઓ ! પરંતુ જે મારા ઉપર દ્વેષ ધારણ કરે છે તે પણ કલ્યાણમાળાને પામો ! ૧૫.
एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पंचेन्द्रियत्वाद्यधिगत्य सम्यक् । बोधि समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥१६॥ એકેન્દ્રિયપણું આદિ ધારણ કરનારા જીવો પણ પંચેન્દ્રિયપણું આદિ સામગ્રી પ્રાપ્ત કરીને બોધિબીજને-પ્રભુશાસનને બરાબર આરાધીને ક્યારે ભવભ્રમણના કષ્ટથી છૂટશે? ૧૬
या रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः ।
सर्वेप्युदासीन-रसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥१७॥ જગતનાં પ્રાણીઓની રાગદ્વેષાદિથી ઉપજેલી મન, વચન અને કાયાની પીડાઓ શાન્ત થાઓ ! બધા માધ્યસ્થના અપૂર્વ આનંદને પામો ! સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ ! ૧૭
तत्वं धर्मस्य सुस्पष्टं, मैत्रीभावविकासनम् ।
परोपकारनिर्माणं, शमवृत्तेरुपासनम् ॥१८॥ મૈત્રીભાવનો વિકાસ કરવો, પરોપકારનું નિર્માણ કરવું અને ઉપશમભાવની ઉપાસના કરવી એ સંક્ષેપમાં ધર્મનું અતિ સ્પષ્ટ રહસ્ય છે. ૧૮
मैत्र्यादिभावयोगेन, शुभध्यानप्रभावतः ।
सुख-सुखेनप्राप्नोति, जीवो मोक्षं न संशयः ॥१९॥ " મૈત્રી આદિ ભાવનાઓ વડે તથા શુભધ્યાનના પ્રભાવથી જીવ અત્યંત સુખપૂર્વક મોક્ષને પ્રાપ્ત કરે છે એમાં સંદેહ નથી. ૧૯
धर्मस्य विजयो भूयाद्, अधर्मस्य पराभवः । सद्भावना प्राणभृतां, भूयाद् विश्वस्य मंगलम् ॥२०॥
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૭
મંત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો.
ધર્મનો વિજય થાઓ, અધર્મનો પરાજય થાઓ, પ્રાણીઓ શુભભાવવાળા બનો અને વિશ્વનું મંગલ થાઓ. ૨૦
ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે; બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વેર મારું. ૨૧ બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે, બનો સજ્જ સૌ પારકા હિત કાજે; બધાં દૂષણો સર્વથા નાશ પામો, જનો સર્વ રીતે સુખોમાંહિ જામો. રર સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ વહાલા હજો; સગુણમાં આનંદ માનું, મિત્ર કે વૈરી હજો. ૨૩ દુઃખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા; શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. ૨૪ ગુણીજનકું વંદના, અવગુણ દેખ મધ્યસ્થ; દુઃખી દેખી કરુણા કરો, મૈત્રી ભાવ સમસ્ત. ૨૫
ઉપર જે કાવ્યો બતાવ્યાં છે તેમાં રુચિ અનુસાર શ્લોકો પસંદ કરી થોડો વખત તેનું ચિંતન કરી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થવું. પછી વજપંજર સ્તોત્રથી આત્મરક્ષા કરવી.
श्री आत्मरक्षाकरवज्रपञ्जराख्यं महास्तोत्रम् । (શ્રી નમસ્કાર મહામંત્રનો વિધિપૂર્વક જાપ કરનાર મહાનુભાવ પુણ્યાત્માએ જાપના પ્રારંભમાં આ સ્તોત્ર વડે મુદ્રાઓ સહિત સ્વશરીરની રક્ષા કરવી. મુદ્રાઓ ગુરુગમથી શીખી લેવી. આત્મરક્ષાપૂર્વક જાપ કરવાથી અનેક ફાયદાઓ થાય છે.)
ॐ परमेष्ठिनमस्कारं सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥२॥ ॐ नमो आयरियाणं, अङ्गरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोदृढम् ॥३॥ ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे। एसो पंचनमुक्कारो, शिला वज्रमयी तले ॥४॥ सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका ॥५॥
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૪
પરિશિષ્ટ स्वाहान्तं च पद ज्ञेयं पढमं हवइ मंगलं । वप्रोपरि वज्रमयं पिधानं देहरक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा ।
तस्य न स्याद्भयं व्याधि-राधिश्चापि कदाचन ॥८॥ ભાવાર્થ - નવપદસ્વરૂપ અને જગતના સારભૂત આ પરમેષ્ઠિનમસ્કાર આત્મરક્ષા કરવા માટે વજના પિંજર સમાન છે. તેનું હું સ્મરણ કરું છું.
ૐ નમો અરિહંતા : ' આ મંત્ર મુગટરૂપે મસ્તકે રહેલો છે એમ જાણવું (રક્ષા કરતી વખતે મસ્તકે હાથ સ્પર્શવા) અને “ૐ નમો સવ્યસિદ્ધાdi ' આ મંત્ર મુખ પર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલો છે એમ જાણવું. (બોલતાં મુખ પર હાથ સ્પર્શવા.) (૨)
ૐ નમો મારિયા : ' આ મંત્રને અતિશાયી અંગરક્ષક તરીકે જાણવો (બોલતાં શરીર પર હાથ સ્પર્શવા) અને “નમો વટ્ટાથા ' આ મંત્રને બે હાથમાં રહેલા મજબૂત આયુધ (શસ્ત્ર) તરીકે સમજવો. (બોલતાં બે હાથમાં શસ્ત્ર પકડવાની ચેષ્ટા કરવી.) (૩) .
35 નો નો સવ્વસાહૂ! ' આ મંત્રને પગમાં રહેલી મંગળકારી મોજડીઓ જાણવી (બોલતાં બે પગ નીચે હાથ સ્પર્શવા) અને “ પંદનમુal ' આ મંત્રને પાદતલે રહેલી વજની શિલાના સ્થાને સમજવો. (બોલતાં જે આસન પર બેઠા હોય તેને બન્ને હાથથી સ્પર્શ કરતાં મનમાં વિચારવું કે હું વજશિલા ઉપર બેઠો છું તેથી જમીનમાંથી કે પાતાલ લોકમાંથી મને કોઈ વિઘ્ન નડી શકશે નહિ.) (૪)
. “સવ્વપાવપૂUTIો આ મંત્રને ચારે દિશામાં વજમય કિલ્લારૂપ જાણવો, (બોલતાં એમ વિચારવું કે મારી ચારે તરફ વજનો કોટ છે. બે હાથથી ચારે બાજુ કોટની કલ્પના કરતાં અંગુલી ફેરવવી) “કંડાત્માપ ચ સવ્વહિં આ મંત્રને ખેરના અંગારાની ખાઈ સમજાવી. (બોલતી વેળા વિચારવું કે વજના કોટની બહાર ચારે બાજુ ખેરના અગ્નિથી ખાઈ ભરેલી છે.) (૫)
પઢમં હવફ મંડાનં ? આ મંત્રને કિલ્લા ઉપર વજમય ઢાંકણ સમજવું (બોલતી વેળા હાથ મસ્તક ઉપર ફેરવીને વિચારવું કે વજમય કોટની ઉપર આત્મરક્ષા માટે વજમય ઢાંકણ રહેલું છે. (આ પદને અંતે “સ્વાહા' મંત્ર પણ સમજી લેવો.) (૬)
પરમેષ્ઠિપદોથી પ્રગટ થયેલી મહાપ્રભાવશાળી આ રક્ષા સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. (૭)
પરમેષ્ઠિપદો વડે આ રીતે જે નિરંતર આત્મરક્ષા કરે છે તેને કોઈપણ પ્રકારનો ભય, શારીરિક વ્યાધિ અને માનસિક પીડાઓ કદી પણ થતી નથી. સર્વ ઉપદ્રવોનો નિવારક આ મંત્ર છે. (૮)
Page #369
--------------------------------------------------------------------------
________________
મૈત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો.
૩૪૫
પછી (૧) પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન નામનું પંચસૂત્રમાંનું પ્રથમ સૂત્ર પ્રણિધાનપૂર્વક ગણી જવું. અથવા (૨) વીતરાગ સ્તોત્રનું ૧૭મું શરણસ્તવ ગણી જવું, એ બે ન આવડતાં હોય તો (૩) અમૃતવેલીની સજ્ઝાયનો પાઠ કરી જવો. તેટલો સમય પણ ન હોય તો નીચેના મહામંગળકારી ચત્તારિમંગલ સૂત્રથી આત્માને ભાવિત કરવો.
चत्तारि मंगलं- अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलिपन्नत्तो धम्मो मंगलं ।
ચાર પદાર્થો મંગલ છે, ૧. અરિહંતો મંગલ છે, ૨. સિદ્ધો મંગલ છે, ૩. સાધુઓ મંગલ છે અને ૪. કેવલિપ્રરૂપિત ધર્મ મંગલ છે.
चत्तारि लोगुत्तमा- अरिहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहु लोगुत्तमा । केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ।
ચાર પદાર્થો લોકમાં ઉત્તમ છે. ૧. અરિહંતો લોકમાં ઉત્તમ છે, ૨. સિદ્ધો લોકમાં ઉત્તમ છે, ૩. સાધુઓ લોકમાં ઉત્તમ છે અને ૪. કેવલિપ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે.
चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि ।
सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्मं सरणं पवज्जामि ।
ચાર વસ્તુઓ શરણરૂપ છે. રાગદ્વેષાદિ સંસારના ભયથી બચવા માટે હું ચારના શરણ સ્વીકારું છું. ૧. અરિહંતોનું શરણ સ્વીકારું છું, ૨. સિદ્ધોનું શરણ સ્વીકારું છું, ૩. સાધુઓનું શરણ સ્વીકારું છું અને ૪. કેવલિપ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું.
પછી નીચેની ગાથા સ્થિરચિત્તે ભણવી.
अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहीअं ॥
પ્રત્યેક ભવમાં અરિહંત પરમાત્મા મારા દેવ સુસાધુ ભગવંતો મારા ગુરુ છે, તેમજ સકલ જીવોનું હિત એ જ છે તત્ત્વ જેમાં એવો જે શ્રી જિનેશ્વર ભગવંત કથિત ધર્મ તેને જ હું તત્ત્વ માનું છું. આ જાતિનું સમ્યક્ત્વ મેં અંગીકાર કર્યું છે.
સાધકે સાધનાની શરૂઆતમાં ત્રણે કાલના અને ત્રણે જગતના સર્વ શ્રી નવકારસાધક ભવ્યાત્માઓની સાધનાની પણ ત્રિવિધે ત્રિવિધ ભૂરિ ભૂરિ અનુમોદના કરવી જોઈએ.
આ રીતે જાપ શરૂ કરતાં પહેલાં નવકારમંત્ર મહિમાગર્ભિત શ્લોકો, મૈત્રી આદિ ભાવનાઓ, શ્રી વજ્રપંજરસ્તોત્રથી આત્મરક્ષા, પંચસૂત્ર અથવા અમૃતવેલિની સજ્ઝાય, શરણસ્તવ આદિ અથવા ‘વત્તામિંગŕ'નો પાઠ વગેરેમાંથી અનુકૂળતા અને સ્ફૂર્તિ મુજબ થોડી વાર રટણ કરવું.
ઉપરની તમામ વસ્તુઓ અંતઃકરણમાં શુભ ભાવ ઉત્પન્ન કરવા માટે અર્થાત્ ચિત્તની નિર્મળતા અને પ્રસન્નતા માટે ઉપાયભૂત છે. તેથી જે રીતે હૃદયમાં શુભભાવ ઉત્પન્ન થાય તે રીતે તે પવિત્ર
૪૪
Page #370
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૩૪૬
શ્લોકોનું પદોનું આલંબન લઈ હૃદયને ભાવિત કરવું ખાસ જરૂરી છે. તેમાં તાત્પર્ય એ છે કે સ્વાધ્યાય દ્વારા આ રીતે ચિત્તમાં નિર્મળતા અને પ્રસન્નતા ઉત્પન્ન થયા પછી જ ચિત્ત પોતાના ઉત્તમ ધ્યેયમાં સ્થિરતાને પામી શકે છે.
જેમ મલિન વસ્ત્રો ઉપર રંગ ચડી શકતો નથી તેમ જ્યાં સુધી આપણું અંતઃકરણ ક્રોધ, દ્રોહાદિ અશુભ ભાવોથી મલિન હોય ત્યાં સુધી તે ઉત્તમ ધ્યેયમાં સ્થિર બની શકતું નથી.
ઉત્તમ ધ્યેયની સાથે મેળ સાધવા માટે આપણે પોતે પણ આપણી ભૂમિકા પ્રમાણે શક્ય ઉત્તમતા પ્રગટાવવી પડે છે અને તો જ ઉત્તમ ધ્યેયની સાથે સંબંધ બંધાય છે. રેવો ભૂત્વા તેવં યનેત્ એમ કહેવામાં આવ્યું છે, તેનું પણ એ જ તાત્પર્ય છે.
ઉપર કહ્યું તેમ આવા સ્વાધ્યાયનું પ્રાથમિક ફળ ચિત્તની નિર્મળતા અને પ્રસન્નતા છે. ચિત્તની નિર્મળતા અને પ્રસન્નતાથી જ આપણને ઉત્તમ ધ્યેયમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. વળી રોજના વિશેષ વિશેષ અભ્યાસથી એ સ્થિરતામાં આગળ વધતો આત્મા ધ્યેયની સાથે વધુ ને વધુ તન્મયતાને પ્રાપ્ત કરનારો બને છે, કે જે તન્મયતા (એકાગ્રતા, લીનતા, લય, એકીકરણ) ક્ષણવારમાં આત્માની પરમ વિશુદ્ધિ કરવાનું સામર્થ્ય ધરાવે છે.
શરૂઆતમાં પ્રાથમિક ભૂમિકામાં તો ભાવની વૃદ્ધિ માટે આ જાતિનો સ્વાધ્યાય ખાસ જરૂરી છે.
આટલું કર્યા બાદ સમગ્ર શબ્દબ્રહ્મની ઉત્પત્તિના કારણભૂત તથા પંચપરમેષ્ઠિપદ વાચક પ્રણવૐકારનું નીચેના શ્લોકથી સ્મરણ કરવું.
ॐकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥
યોગી પુરુષો બિન્દુ (બિન્દુ એ ધ્યાનની એક અવસ્થા છે) પર્યંત કારનું ધ્યાન કરે છે. ધ્યાન કરાયેલો આ ૐકાર આ લોક અને પરલોકનાં તમામ સુખોને તથા મોક્ષપદને પણ આપનારો છે. તે કારને વારંવાર નમસ્કાર હો.
ત્યાર પછી સકલ વિઘ્નોના વિચ્છેદક અને સઘળાં મનોવાંછિત પૂર્ણ કરનાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવું તે માટે “ૐૐ નમ: પાર્શ્વનાથાય વિશ્વચિન્તામળીયતે ' એ આખું કાવ્ય અથવા નીચેનું કાવ્ય બોલવું.
नमोस्तु पार्श्वनाथाय, विघ्नविच्छेदकारिणे । नागेन्द्रकृतच्छत्राय सर्वादेयाय ॐ नमः ॥
વિઘ્નોનો નાશ કરનારા નાગરાજ ધરણેન્દ્ર જેમને છત્ર ધારણ કર્યું છે, તથા આદેય નામકર્મવાળા એવા મહામહિમાવંત શ્રી પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર થાઓ !
પછી નીચેના શ્લોકથી ચરમ શાસનપતિ, આસન્ન ઉપકારી, શ્રી મહાવીરવર્ધમાનસ્વામીનું સ્મરણ કરવું.
Page #371
--------------------------------------------------------------------------
________________
મૈત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો.
૩૪૭ कल्याणपादपाराम, श्रुतगङ्गाहिमाचलम् ।
विश्वाम्भोजरविं देवं, वन्दे, श्रीज्ञातनन्दनम् ॥ કલ્યાણરૂપી વૃક્ષોના બગીચારૂપ, શ્રુતજ્ઞાનરૂપ ગંગાને ઉત્પન્ન કરવા માટે હિમાલય સમાન, વિશ્વમાં રહેલા, ભવ્યજીવોરૂપી કમળને વિકસાવવા માટે સૂર્ય સમાન, જ્ઞાતપુત્ર શ્રી સિદ્ધાર્થનંદન શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર થાઓ ! પછી નીચેના શ્લોકથી અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમ ગણધરેન્દ્રનું સ્મરણ કરવું.
. सर्वारिष्टप्रणाशाय, सर्वाभीष्टार्थदायिने ।
सर्वलब्धिनिधानाय, श्रीगौतमस्वामिने नमः ॥ સર્વ વિનોનો મૂળથી જ નાશ કરનારા અને સર્વ અભીષ્ટ પદાર્થોને આપનારા, અનંતલબ્ધિના નિધાન એવા શ્રી મહાવીર પરમાત્માના મુખ્ય શિષ્ય શ્રી ગૌતમગણધરેન્દ્રને નમસ્કાર થાઓ ! પછી નીચેના શ્લોકથી પરમ ઉપકારી ગુરુમહારાજનું કૃતજ્ઞ બુદ્ધિથી અતિ નમ્રભાવે સ્મરણ કરવું.
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया ।
नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥ અજ્ઞાનરૂપી અંધકારથી જેમનાં નેત્રો આચ્છાદિત થયેલાં છે એવા અજ્ઞાની જીવોની આંખમાં અંજનશલાકા વડે જ્ઞાનરૂપી દિવ્ય અંજન કરીને તેમનાં જ્ઞાનચક્ષુઓને ખોલી આપનારા અર્થાત્ અજ્ઞાનીને જ્ઞાની બનાવનાર શ્રી ગુરુભગવંતને નમસ્કાર થાઓ ! ગુરુની કૃપા દ્વારા જ આરાધનાના માર્ગમાં પ્રવેશ, પ્રગતિ અને પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે છે. તેથી અરિહંતદેવની જેમ ઉપકારી ગુરુનો ઉપકાર સુદ્ધાં ક્ષણવાર પણ વિસ્મરણ કરવા લાયક નથી પરંતુ સદા સ્મરણ કરવા યોગ્ય છે. પછી નીચે મુજબ પ્રાર્થના કરવી -
श्रीतीर्थंकरगणधरप्रसादात् सिद्ध यतु मम एषः योग: શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી ગણધર ભગવંતોના પ્રસાદથી મારો આ જપયોગ સિદ્ધ થાઓ એમ હું પ્રાર્થના કરું છું.
જાપની શરૂઆતમાં ઉપર બતાવેલ વસ્તુઓનું મનન-ચિંતન કરવાથી મન, વચન, કાયાની ચંચળતા દૂર થાય છે. યોગશાસ્ત્રમાં તે માટે કહ્યું છે કે –
वचनमनः कायानां, क्षोभं यत्नेन वर्जयेच्छान्तः ।
रसभाण्डमिवात्मानं, सुनिश्चल धारयेन्नित्यम् ॥ સાધકે પ્રથમ મન-વચન-કાયાની ચપળતાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. પછી શાંત બનેલા તેણે પોતાના આત્માને રસથી ભરેલા વાસણની જેમ નિશ્ચલપણે ધારી રાખવો.
જાપ પૂર્ણ યથા બાદ પણ મૈત્રી આદિ ભાવનાઓ ફરીથી વિચારવી. શુભ ધ્યાનની સ્થિરતા અને વૃદ્ધિ માટે એ ભાવનાઓ રસાયણનું કામ કરે છે. એનાથી ચિત્ત પ્રસન્ન અને પ્રફુલ્લિત થાય છે અને હૃદયમાં સદ્ભાવ વૃદ્ધિ પામે છે.
હવે જાપના પ્રકારો આદિ પ્રયોજનભૂત બાબતો જણાવવામાં આવે છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પરિશિષ્ટ
જાપના ત્રણ પ્રકાર જાપ ત્રણ પ્રકારનો છે. ૧. ભાષ્ય, ૨. ઉપાંશુ અને ૩. માનસ.
આ ત્રણ પ્રકારો ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એટલે કે ભાષ્ય કરતાં ઉપાંશુ અને ઉપાંશુ કરતાં માનસજાપનું ફળ ઘણું વધારે છે. આમ છતાં જાપની શરૂઆત તો ભાષ્યથી જ કરવી ઉત્તમ છે. જેઓ ભાષ્યજાપનો અભ્યાસ કર્યા વિના ઉપાંશુ જાપનો આશ્રય કરે છે, કે ઉપાંશુ જાપનો અભ્યાસ કર્યા વિના સીધો માનસ જાપનો આશ્રય કરે છે તેમને જપસિદ્ધિ થતી નથી. કદાચ કોઈ મહાપુરુષને પૂર્વ જન્મના દેઢ સંસ્કારના બળે આ ક્રમ અનુસર્યા વિના સિદ્ધિ થતી દેખાય તો પણ એ રાજમાર્ગ છે એમ માનવું નહિ. ભાષ્ય અને ઉપાંશુ જાપનો અભ્યાસ થઈ ગયા પછી માનસજાપ કરવો હિતકર છે. ૧. ભાષ્યજાપનું લક્ષણ.
: શ્રુતે જ માગઃ' જેને બીજા સાંભળી શકે તે ભાષ્યઃ અર્થાત્ હોઠ હલાવીને સ્પષ્ટ ઉચ્ચારણરૂપ વૈખરી વાણીથી મંત્રનો જાપ કરવો તેને ભાષ્યજપ કહેવામાં આવે છે. આ જાપ મધુરસ્વરે ધ્વનિશ્રવણપૂર્વક બોલીને કરવો. ભાષ્યજાપથી ચિત્તનો ક્ષોભ દૂર થાય છે અને ચિત્ત નિરવશાન્ત બને છે. આ જાપ વચનપ્રધાન છે તેથી તેને વાચિકાપ” પણ કહેવામાં આવે છે.
આ જાપ સારી રીતે સિદ્ધ કર્યા પછી મધ્યમા વાણીથી જાપ કરાય તેને “ઉપાંશ' જાપ કહેવામાં આવે છે. ૨. ઉપાંશુજાપનું લક્ષણ.
૩ાપ્ત પરિશ્રમ કૉર્નન્ય: બીજાઓ ન સાંભળી શકે એવો પણ અંદરથી રટણરૂપ હોય તે ઉપાંશુજાપ કહેવાય છે. આમાં ઓષ્ઠ, જીભ વગેરેના વ્યાપાર તો ચાલુ હોય છે પણ પ્રગટ અવાજ હોતો નથી. આ જાપમાં વચનની નિવૃત્તિ થાય છે, કાયાની પ્રવૃત્તિ તેમાં પ્રધાન હોય છે.
આ જાપની સિદ્ધિ થયા પછી હૃદયગતા “પયંતી’ વાણીથી જાપ કરાય તેને “માનસ જાપ કહેવામાં આવે છે. ૩. માનસજાપનું લક્ષણ.
માનો મનોમીત્રવૃત્તિનવૃત્તઃ સ્વસંવેદ્ય માનસજાપ તેને કહેવામાં આવે છે કે જે માત્ર મનની વૃત્તિઓ વડે જ થાય છે અને સાધક પોતે જ તેનો અનુભવ કરી શકે છે. આ જાપમાં વાચિક અને કાયિક પ્રવૃત્તિની નિવૃત્તિ થાય છે અર્થાત્ ઓષ્ઠ આદિ અવયવોનું હલનચલન અને ઉચ્ચારણ સર્વથા અટકી જાય છે. જાપ કરતી વખતે દૃષ્ટિને પ્રતિમા, અક્ષરો, અથવા નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર રાખવી. તેમ ન બની શકે તો આંખો મીંચી ધારણાથી અક્ષરોને લક્ષ્યમાં રાખી જાપ કરવો.
હવે અહીં અજપાજાપ આદિની હકીકત કહેવામાં આવે છે. -
Page #373
--------------------------------------------------------------------------
________________
નવકારનો પ્રત્યેક અક્ષર મંત્રસ્વરૂપ છે.
અજપાજાપ
માનસજાપ સારી રીતે સિદ્ધ થતાં નાભિગતા ‘પરા' વાણીથી જાપ થાય છે, તેને ‘અજપાજાપ’ હે છે. દઢતર અભ્યાસ થવાથી આ જાપમાં ચિંતન વિના પણ મનમાં નિરંતર મહામંત્રનું રટણ થયા કરે છે. જ્યારે ઉપયોગ ન હોય ત્યારે પણ શ્વાસોશ્વાસની જેમ આ જાપ ચાલુ જ હોય છે. જેમ કોઈ માણસ ચાર વાગ્યે ઊઠવાનો દૃઢ સંકલ્પ કરીને સૂઈ જાય પછી સંકલ્પ બળથી જ તેને ચાર વાગે ઊઠવું છે એવો અજપાજાપ ચાલુ થાય છે અને બરાબર ચાર વાગે ઊઠી શકે છે. તેમ અજપાજાપ પણ દૃઢ સંકલ્પ અને દીર્ઘ અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે. આ સ્થિતિમાં પ્રયત્ન વિના પણ ‘અખંડજાપ’ ચાલુ રહે છે. અને તેથી શરીરમાં રોમેરોમે ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ રહે છે. આવો જાપ થતાં સાધક અનિર્વચનીય સુખનો અનુભવ કરવા ભાગ્યશાળી બને છે. નવકારનો પ્રત્યેક અક્ષર મંત્રસ્વરૂપ છે.
૩૪૯
નવકારના પાંચ અથવા નવ પદોને અનાનુપૂર્વીથી પણ ચિત્તની એકાગ્રતાને માટે ગણવામાં આવે છે. નવકારના એકએક પદ કે એકએક અક્ષરનો જાપ પણ ઘણા ફળને આપનારો થાય છે. યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે પંચપરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થયેલી સોળ અક્ષરની વિદ્યા છે તેને બસો વાર જાપ કરવાથી ઉપવાસનું ફળ મળે છે. ‘અરિહંત સિદ્ધ આયરિય વાાય માહૂઁ' એ સોળ અક્ષર જાણવા.
તેમજ ભવ્યજીવ ત્રણસો વાર અરિહંત સિદ્ધ' એ છ અક્ષરના મંત્રને,
ચારસો વાર ‘અરિહંત' એ ચાર અક્ષરના મંત્રને અને
પાંચસો વાર નવકારના આદિ અક્ષર ‘ૐ’ વર્ણરૂપ મંત્રને ચિત્તની એકાગ્રતાથી જપે તો ઉપવાસનું ફળ પામે છે. નવકારના વર્ણોના જાપનું માત્ર આટલું જ ફળ નથી. પરમાર્થથી નવકારના જાપનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. છતાં અહીં જે સામાન્ય ફળ બતાવવામાં આવ્યું છે તે જીવને નવકારના જાપમાં પ્રવૃત્તિ કરાવવા માટે બતાવવામાં આવ્યું છે.
નાભિકમલમાં સર્વતોમુખી ‘અ’કાર, શિરઃકમલમાં ‘સિ’કાર, મુખકમલમાં ‘આ’કાર, હૃદયકમલમાં ‘ઉ’કાર અને કંઠકમલમાં ‘સા’કાર રહેલો છે એમ નવકારના આદિ અક્ષરોરૂપ મંત્રથી ધ્યાન કરવું. તથા બીજા પણ સર્વકલ્યાણ કરનારાં મંત્રબીજ ચિંતવવાં. એ રીતે ચિત્તની સ્થિરતા માટે એ મંત્રના વર્ણ અને પદ અનુક્રમે જુદા કરીને પણ જાપ થાય છે. નવકારનો જાપ સર્વ રીતે હિતકારી છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં આ મંત્રને અનંતગમપર્યાય અને અર્થનો પ્રસાધક તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓના ઉત્કૃષ્ટ બીજ સ્વરૂપ ગણાવ્યો છે. આ મંત્રનો જાપ આત્માને સર્વ રીતે હિતદાયક છે. જાપ કરતાં થાક લાગે તો સ્તોત્ર કહેવું. શાસ્ત્રોમાં જાપ વગેરેનું ઘણું ફળ કહ્યું છે. જેમ કે ક્રોડ પૂજા સમાન એક સ્તોત્ર છે, ક્રોડ સ્તોત્ર સમાન એક જાપ છે, ક્રોડ જાપ સમાન એક ધ્યાન છે અને ક્રોડ ધ્યાન સમાન એક લય છે. લય એટલે ચિત્તની લીનતા, એકાગ્રતા, સ્થિરતા કે સ્વરૂપમાં રમણતા જે ધ્યાનની સર્વોત્તમ ટોચ છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૩૫૦
જાપના પાંચ પ્રકાર
જાપના પાંચ પ્રકાર પણ શાસ્ત્રમાં કહ્યા છે. તે અંગે જણાવ્યું છે કે
शाब्दाज्जापान्मौन- स्तस्मात् सार्थस्ततोऽपि चित्तस्थ: । श्रेयानिह यदिवाऽऽत्म- ध्येयैक्यं जाप सर्वस्वम् ॥१॥
શાબ્દજાપ કરતાં મૌનજાપ સારો છે, મૌનજાપ કરતાં સાર્થજાપ સારો છે, સાર્થજાપ કરતાં ચિત્તસ્થજાપ સારો છે, ચિત્તસ્થજાપ કરતાં ધ્યેયૈક્યજાપ સારો છે, કારણ કે તે જાપનું સર્વસ્વ છે. ૧. શાબ્દજાપ અને ૨. મૌનજાપ.
શાબ્દજાપ એટલે ભાષ્ય કે વાચિકજાપ અને મૌનજાપ એટલે ઉપાંશુજાપ તે બંનેનું વર્ણન ગયા પ્રકરણમાં કર્યું છે.
૩. સાર્થજાપ.
સાર્થજાપ એટલે અર્થ સહિતનો જાપ-અર્થના ખ્યાલપૂર્વકનો જાપ. અહીં અર્થ એટલે માત્ર શબ્દાર્થ નહિ પણ વાચ્ય પદાર્થ નજર સમક્ષ આવવો તે છે. અર્થની વિચારણા નીચે મુજબ થઈ શકે; જેમ કે
-
‘નમો અરિહંતાĪ’ પદ બોલતાં જ આપણા મનમાં સમવસરણમાં બેસી ચાર મુખે માલકોશ રાગમાં બાર પર્ષદા આગળ મેઘધ્વનિ સદેશ ગંભીર ઘોષથી દેશના દેતા શ્રી અરિહંત ભગવાનનું ચિત્ર ખડું થઈ જાય તો તેને સાર્થજાપ કહી શકાય.
ઘણા માણસોને અર્થનું સ્પષ્ટ જ્ઞાન હોતું નથી એટલે તેઓ પોતાની (આંતરિક) નજર સમક્ષ વાચ્ય પદાર્થોનું ચિત્ર ખડું કરી શકતા નથી અને તેથી ધ્યેયમાં જે તન્મયતા થવી જોઈએ તે થતી નથી. જો તન્મયતા બરાબર થાય તો અપૂર્વ આનંદ આવે એવો નિયમ છે. એટલે મહામંત્રની સાધના કરનારે નમસ્કારના અર્થો બરાબર જાણી લેવા પ્રયાસ કરવો જરૂરી છે.
‘નમો સિદ્ધાળું’ પદ બોલતાં લોકના અગ્રભાગ પર આવેલી શુદ્ધ સ્ફટિક સમાન પિસ્તાલીસ લાખ યોજનની સિદ્ધશિલા અને તેના ઉપર બિરાજી રહેલા નિરંજન, નિરાકાર, વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણસુખી, સર્વશક્તિમાન એવા અનંત સિદ્ધભગવંતોનો ખ્યાલ મનમાં સ્પષ્ટ થવો જોઈએ.
‘નમો આયરિયાળ' પદ બોલતાં મહાન આચાર્ય કે જે પ્રભુશાસનના ધોરી છે, પંચાચારથી વિભૂષિત છે અને શિષ્યો પાસે પણ પંચાચારનું પાલન કરાવી રહ્યા છે એ પ્રકારનું ચિત્ર ખડું થવું જોઈએ.
‘નમો વન્સાવાળ’ પદ બોલતાં શ્રુતના પારગામી ઉપાધ્યાયજી મહારાજ સાધુઓને સૂત્રસિદ્ધાંતની વાચના આપી રહ્યા છે એ પ્રકારનું ચિત્ર મનમાં ખડું થવું જોઈએ.
‘નમો લોક્ સવ્વસાહૂળ' પદ બોલતાં શાંત, દાંત, ધીર, ગંભીર, ક્રિયાતત્પર, સ્વ-પર કલ્યાણની સાધના કરી રહેલ સાધુ મહાત્માઓનું ચિત્ર મનમાં ખડું થવું જોઈએ.
Page #375
--------------------------------------------------------------------------
________________
ચિત્તસ્થજાપ.
૩૫૧
‘સો પંચનમુક્કારો’ ઇત્યાદિ ચુલિકાનાં પદો બોલતાં એ પાંચ નમસ્કારથી મારાં પાપોનો નાશ થઈ રહ્યો છે અને ઉત્કૃષ્ટ મંગળની પ્રાપ્તિ થઈ રહી છે એવો ખ્યાલ મનમાં સ્પષ્ટપણે અંકિત થવો જોઈએ. આ રીતે જાપ થાય તો ચિત્તની ચંચળતા ઘટી જાય, નિર્મળતા અને પ્રસન્નતા વૃદ્ધિ પામે, એકાગ્રતાનું પ્રમાણ વધે અને તેથી આનંદની પણ વૃદ્ધિ થાય.
૪. ચિત્તસ્થજાપ
ચિત્તસ્થજાપ એટલે માનસજાપ. આ જાપમાં એકાગ્રતા ઘણી જોઈએ. જેનું મન અહીંતહીં ભમ્યા કરે છે તે આ જાપ કરી શંકતા નથી. મન મર્કટ જેવું છે અને તે ચારે બાજુ દોડ્યા કરે છે એ વાત સાચી છે, પણ અભ્યાસથી તેને ઠેકાણે લાવી શકાય છે. કહ્યું છે કે -
अभ्यासेन स्थिरं चितं, अभ्यासेनानिलाच्युतिः । अभ्यासेन परानन्दा, अभ्यासेनात्मदर्शनम् ॥१॥
અભ્યાસથી ચિત્ત સ્થિર થાય છે, અભ્યાસથી વાયુને (પ્રાણને) કાબૂમાં લાવી શકાય છે, અભ્યાસથી પરમાનંદની પ્રાપ્તિ થઈ શકે છે અને અભ્યાસથી આત્મદર્શન થઈ શકે છે.
વચનયોગ કરતાં મનયોગની અધિકતા છે. એટલા માટે મૌનપણે થતો જાપ પ્રશસ્ય છે. વિશારદ પુરુષોએ સ્તોત્ર કરતાં જાપને કોટિગુણ અધિક લાભને આપનારો કહ્યો છે. યોગજનિત પ્રાતિભ જ્ઞાનના બળથી આ વાત તેમણે નક્કી કરી છે. જાપમાં આત્યંતર પરિણામની વૃદ્ધિ વિશેષ થાય છે. જાપને ધ્યાનની ભૂમિકા પણ માનેલી છે. ધ્યાન પર ફરી આરોહણ કરવા માટે તે ઉપયોગી નીવડે છે.
૫. ધ્યેયૈક્યજાપ
ધ્યેયૈક્યજાપ એટલે આત્મા અને પરમાત્માની એકતા આત્મા ધ્યાતા છે, પરમાત્મા કે પરમેષ્ઠી ધ્યેય છે. બન્ને વચ્ચેની આ ભેદરેખા ભૂંસાઈ જાય એટલે કે જાપ કરનાર ધ્યાતા, ધ્યેયરૂપ એવા પરમેષ્ઠીની સાથે એકમેક બની જાય ત્યારે આ જાપ સિદ્ધ થયો કહેવાય. જાપનું અંતિમ રહસ્ય આ છે, તેથી તેને જાપનું સર્વસ્વ કહેવામાં આવે છે. યથાશક્તિ વિધિપૂર્વક જાપમાં પુરુષાર્થ ચાલુ રાખવાથી એક દિવસ અવશ્ય આ અવસ્થા પ્રાપ્ત થાય છે.
જાપમાં પ્રગતિ ઇચ્છનારે નીચેના નિયમોનું ચીવટથી પાલન કરવું જરૂરી છે.
(૧) દુર્વ્યસનોનો ત્યાગ કરવો.
(૨) અભક્ષ્ય ભક્ષણનો ત્યાગ કરવો.
(૩) શ્રી જિનપૂજન આદિ શ્રાવકાચારનું પાલન કરવું તથા યથાશક્તિ તપ, જપ, અને ધ્યાન કરવું તેમ જ આવશ્યક ક્રિયાઓ કરવી.
(૪) બાહ્ય જીવનમાં ખાસ કરીને પ્રામાણિકતા અને નીતિમત્તાનું પાલન - રક્ષણ કરવું. (૫) ત્રણ સંધ્યાએ વિશ્વકલ્યાણની શ્રેષ્ઠ ભાવનાપૂર્વક ઓછામાં ઓછા બાર બાર નવકાર મંત્રનો નિયમિત જાપ કરવો.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૨
પરિશિષ્ટ (૬) શ્રી નમસ્કાર મહામંત્રના ધારકને પોતાનાં પરમ બાંધવ લેખી તેમનાં સુખદુઃખમાં પરસ્પર
સહાનુભૂતિ ભર્યો વ્યવહાર રાખવો. (૭) પંચપરમેષ્ઠિનમસ્કાર પ્રત્યે પ્રીતિભક્તિ જગાડે તેવું વાંચન દિવસમાં થોડીવાર પણ દરરોજ
નિયમિત કરવું. (2) આરાધકોને નમસ્કારની આરાધનામાં ઉત્તેજન મળે તે હેતુથી સાહિત્યની વૃદ્ધિ,
અનુભવની સામગ્રી, તથા જાપના અભ્યાસક્રમની વિધિ આદિ યોજનાઓ દ્વારા માર્ગદર્શન આપવાના પ્રયત્નો કરવા અને કરાવવા.
મહામંત્રની સાધનાથી થતા લાભો સામાન્ય ફળ :- સાધનાના ક્રમ પ્રમાણે સાધના કરવાથી શારીરિક રોગો વગેરે ઉત્પન્ન થતા નથી અને થયેલા રોગાદિ દોષો વિનાશ પામે છે. તેવા પ્રકારના પૂર્વકર્મના ઉદયથી કદાચ રોગો ઉત્પન્ન થાય તોપણ વેદના વખતે ચિત્તની પ્રસન્નતા કાયમ ટકી રહે છે.
મધ્યમ ફળ - મહામંત્રની સાધનાનું બળ વધવાથી જગત સાધકને અનુકૂળ વર્તે છે. અંતઃકરણ અને વિચારો પવિત્ર અને શુદ્ધ બને છે. વચન આદેય બને છે અને શુભ ભાવોની વૃદ્ધિ થાય છે.
ઉત્તમ ફળ :- આ સાધનાના પ્રતાપે અપૂર્વ આત્મિક આનંદનો અનુભવ થાય છે, મન પ્રફુલ્લિત બને છે, સંતોષવૃત્તિ પ્રગટે છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષાદિ ઉપતાપ કરનારા ફલેશકારી ભાવો નબળા પડે છે. સમતાદિ ગુણો પ્રગટે છે અને ધર્ય, ઔદાર્ય, ગાંભીર્યાદિ ભાવ ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે.
ઉત્તમોત્તમ ફળ - આ જગતમાં સર્વોત્તમ ફળ હોય તો એક જ છે અને તે “વિશ્વકલ્યાણની પરમોચ્ચ ભાવના.” શ્રી પરમેષ્ઠીની સાધનાનું આ શ્રેષ્ઠતમ ફળ સાધક સાધનાથી મેળવી શકે છે. અર્થાત્ શ્રી પરમેષ્ઠીની સાધના સાધકને પરમેષ્ઠી બનાવે છે – સર્વશ્રેષ્ઠ બનાવે છે, જગતપૂજ્ય બનાવે છે, અને ક્રમે કરી સર્વકર્મથી મુક્ત બનાવી પારલૌકિક સર્વશ્રેષ્ઠ ફળ તરીકે સિદ્ધિપદ અપાવે છે.
“સાધનાના માર્ગમાં પ્રારંભથી માંડી છેવટ સુધી જે કાંઈ વિકાસ થાય છે. તે દેવગુરુની કૃપાનું જ ફળ છે' એવી શ્રદ્ધા સાધકને અવશ્ય સંપૂર્ણ બનાર્વે છે. પરંતુ “આ તો મારા પ્રયત્નનું ફળ છે એ પ્રકારે “મર્દને આગળ કરવાથી વિકાસ અટકી જાય છે. માટે આ માર્ગના અનુભવી પુરુષોનું નીચેનું કથન સાધકે હંમેશને માટે પોતાના હૃદયપટ ઉપર કોતરી રાખવું જરૂરી છે. યોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી એ સંબંધમાં ફરમાવે છે કે -
अथवा गुरु प्रसादा-दिहैव तत्त्वं समुन्मिपति नूनम् ।
गुरु चरणोपास्तिकृतः प्रशमजुषः शुद्धचित्तस्य ॥ ગુરુના ચરણની સેવા કરવાવાળા, શાંતરસમાં ઝીલનારા અને પવિત્ર અંતઃકરણવાળા સાધકને ગુરુની કૃપાથી આ જ ભવમાં ચોક્કસ રીતે તત્ત્વનો પ્રકાશ થાય છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
મહામંત્રની સાધનાથી થતા લાભો.
तत्र प्रथमे तत्त्व - ज्ञाने संवादको गुरुर्भवति ।
दर्शयिता तत्त्वपरस्मिन् गुरुमेव सदा भजेत्तस्मात् ॥
પૂર્વજન્મમાં પ્રથમ તત્ત્વ પ્રકાશના અભ્યાસમાં ઉપદેશદાતા ગુરુ હોય છે અને બીજા ભવમાં પણ તે તત્ત્વજ્ઞાનને દેખાડનાર અર્થાત્ ચોક્કસ કરી આપનાર તો ગુરુ જ છે, આ કારણથી તત્ત્વના પ્રકાશ માટે ગુરુની જ નિરંતર ‘સેવા’ કરવી.
यद्वत्सहस्रकिरणः, प्रकाशको निचिततिमिरमग्नस्य । तद्वद्गुरुरत्र भवे - दज्ञानध्वांतपतितस्य ॥
જેમ ગાઢ અંધકારમાં પડેલા પદાર્થોને સૂર્ય દેખાડે છે, તેમ અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલા જીવોને આ ભવમાં તત્ત્વોપદેશરૂપ સૂર્ય વડે જ્ઞાનમાર્ગને દેખાડનાર ગુરુ છે. એ કારણે પોતાની મતિકલ્પનાથી કરાતા કષ્ટકારક ઉપાયોનો ત્યાગ કરી ગુરુના ઉપદેશ પ્રમાણે સાધકે તત્ત્વાભ્યાસમાં પ્રીતિ કરવી. આ રીતે સાધ્યની સિદ્ધિ માટે તત્ત્વદર્શક ગુરુના ઉપકારની સ્મૃતિ અને અરિહંત પરમાત્માના પવિત્ર નામનું રટણ સતત ચાલુ રાખવું એ સાધક માટે આવશ્યક છે.
95 95 95 95 05:05
* ગાડિક મંત્ર જેમ સર્પના વિષનો નાશ કરે છે, તેમ શ્રી નમસ્કાર મંત્ર સમસ્ત પાપરૂપી વિષનો નાશ કરે છે.
* પરલોકના માર્ગે પ્રયાણ કરતાં જીવરૂપી મુસાફરને આ લોકરૂપી ઘરમાંથી નીકળતી વેળાએ શ્રી નવકારમંત્ર એ પરમ ભાથા તુલ્ય છે.
* શ્રી નવકારના પ્રભાવથી ચોરો રક્ષક બને છે, ગ્રહો અનુગ્રહ કરે છે અને અપશુકનો શુભ શુકન રૂપ બની જાય છે.
૩૫૩
ત્રણ ભુવનમાં રહેલા વિવેકી સુરો, અસુરો, વિદ્યાધરો તથા મનુષ્યો સુતા, જાગતાં બેસતાં, ઉઠતાં કે હરતાં-ફરતાં શ્રી નમસ્કાર મહામંત્રને યાદ કરે છે.
શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર એ ગુણાનુરાગનું પ્રતીક છે. એનાથી જો ગુણાનુરાગ ન હોય તો જાગે છે અને જો તે હોય તો વૃદ્ધિ પામે છે, જે ગુણાનુરાગ મોક્ષનું અવંધ્ય બીજ છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમેષ્ઠિ-નમસ્કૃતિ
जीयात् पुण्याङ्गजननी, पालनी शोधनी च मे । હંસવિશ્રામ-મત-શ્રી:-સવેટ્ટનમસ્કૃત્કૃતિઃ ॥॥
જે પંચપરમેષ્ઠિ-નમસ્કૃતિ (૧) માતાની જેમ પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે. (૨) પુણ્યરૂપી શરીરનું પાલનપોષણ કરે છે, (૩) તેને સ્વચ્છ રાખે છે અને (૪) જીવરૂપી હંસને વિશ્રામ લેવા માટે કમળની શોભાને ધારણ કરે છે તે શ્રી પંચપરમેષ્ઠિ-નમસ્કૃતિ હંમેશાં જયવંતી રહો.
નમસ્કારનો પરિચય
શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચને જૈનશાસનમાં ‘પંચપરમેષ્ઠિ’ની સંજ્ઞા આપવામાં આવી છે. ઇષ્ટનમસ્કૃતિ, પંચપરમેષ્ઠિનમસ્કાર અને નમસ્કારમહામંત્ર પણ એનાં જ બીજાં નામો છે. આ પંચપરમેષ્ઠિના ગુણોના ખ્યાલથી તેમના પ્રત્યે નમ્રતા પૂર્વકનો સાચો ભક્તિભાવ પ્રગટે છે. તેથી સંક્ષેપમાં તેમનું સ્વરૂપ નીચે રજૂ કરવામાં આવે છે. શ્રીઅરિહંતનો ઉપકાર
શ્રી અરિહંત પરમાત્મા મોક્ષમાર્ગના આદ્ય પ્રકાશક હોવાથી વિશ્વ ઉપર એમનો ઉપકાર મહાન અને અજોડ છે. મોક્ષનો માર્ગ ચર્મચક્ષુને અગોચર હોય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુ વિના તે સાક્ષાત્ જોઈ જાણી શકાતો નથી. શ્રી અરિહંત પરમાત્માઓના આત્માઓ સમગ્ર જગતનું કલ્યાણ કરનારી સર્વહિતકારિણી એવી પ્રકૃષ્ટ શુભભાવના સહિત, પૂર્વભવોમાં મોક્ષમાર્ગની એવી સુંદર આરાધના કરે છે કે જેથી ચરમભવમાં તેઓ ત્રણ જ્ઞાન સહિત જન્મે છે, યોગ્ય અવસરે સંયમ સ્વીકારે છે, અપ્રમત્તભાવે સંયમનું પાલન કરે છે, ઘાતીકર્મો ખપાવે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાક્ષાત્ મોક્ષમાર્ગને જ્ઞાનચક્ષુથી જોઈને તેને યથાર્થરૂપમાં જગતના જીવો સમક્ષ જાહેર કરે છે.
એમના બતાવેલા માર્ગે પ્રયાણ કરીને અનેક આત્માઓ પોતાનું શુદ્ધપદ પ્રાપ્ત કરે છે અને અજરામર બને છે. ભવિષ્યમાં પણ આ મોક્ષમાર્ગનો પ્રવાહ ચાલુ રહે તે માટે શ્રી અરિહંત પરમાત્માઓ તીર્થની સ્થાપના કરે છે અને એ તીર્થના આલંબનથી અનેક ભવ્યાત્માઓ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં કહેવું હોય તો ત્રણે કાળમાં મોક્ષનો માર્ગ ચાલુ રહે છે, તેમાં મુખ્ય ફાળો શ્રી અરિહંત પરમાત્માઓનો હોય છે અને એથી એમનો ઉપકાર અજોડ અને મહાન બની જાય છે. એવા અનંત ઉપકારી અરિહંતોને નમસ્કાર કરવાથી આપણામાં કૃતજ્ઞતા નામનો ગુણ પ્રગટ થાય છે. શ્રી સિદ્ધોનું અવિનાશીપણું
સિદ્ધ પરમાત્માઓનો મુખ્ય ગુણ અવિનાશીપણું છે. શ્રી સિદ્ધ પરમાત્માનો આ અવિનાશીપણાનો ગુણ સમગ્ર મુમુક્ષુ આત્માઓનું લક્ષ્યબિન્દુ છે. શ્રી અરિહંત પરમાત્માઓ પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપદને નમસ્કાર કરે છે અને જગતને સિદ્ધપદને માર્ગે દોરે છે. માટે જ અનુપમ ઉપકારી તરીકે તેમની ગણતરી થાય છે. જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર છે. આ
Page #379
--------------------------------------------------------------------------
________________
શ્રી સાધુઓનું સહાયપણું.
૩૫૫ એક જ પદ એવું છે કે જેના ઉપર કાળની પણ અસર નથી. આ પદ પ્રાપ્ત કર્યા પછી જીવ પોતાના સ્વરૂપને કદી પણ છોડતો નથી. માટે જ સિદ્ધપદ અવિનાશી કહેવાય છે. સિદ્ધ પરમાત્માઓના અવિનાશી સ્વરૂપનો વિચાર જીવને સિદ્ધ બનવાની અચિંત્ય પ્રેરણા આપે છે, હિંમત આપે છે, દિલાસો આપે છે અને આત્મામાં છુપાયેલા વર્ષોલ્લાસમાં અપૂર્વ વૃદ્ધિ કરાવે છે. શ્રી સિદ્ધપરમાત્માઓને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી આપણા આત્મામાં સત્તાગત રહેલું સિદ્ધપણું ક્રમશઃ પ્રગટ થાય છે. શ્રી આચાર્યોનો સદાચાર
નમસ્કારમાં ત્રીજું પદ આચાર્યવર્યોનું છે. મુમુક્ષુઓ માટે મોક્ષ એ સાધ્ય છે અને સદાચરણ એ સાધન છે. કારણ વિના કાર્યની પ્રાપ્તિ થાય નહિ. જેને મોક્ષની ઇચ્છા હોય તેને મોક્ષના અનન્ય સાધનભૂત સદાચારને પણ જીવનમાં અપનાવવો જ રહ્યો. આ ત્રીજા પદમાં રહેલા આત્માઓ પોતે સદાચારનું પાલન કરે છે અને જગતને પણ એ માર્ગે ચાલવાની સતત પ્રેરણા પોતાના જીવનથી અને ઉપદેશથી આપે છે. પંચાચારના પાલનમાં જગતના તમામ સુંદર આચારોનો સમાવેશ થઈ જાય છે. આ સદાચારનું પાલન અથવા તેના ઉપરનો પ્રેમ જીવમાં મોક્ષપ્રાપ્તિની યોગ્યતા પ્રગટ કરે છે. તે સિવાય સદ્ગતિમાં ગમન કરવા માટે જીવ પાંગળો બની જાય છે. ત્રીજા પદને નમસ્કાર એટલે સદાચારની પૂજા અથવા સદાચાર ઉપરના પ્રેમની અભિવ્યક્તિ. સાચા ભાવથી સદાચાર કે સદાચારીને કરેલો નમસ્કાર કોઈ કાળે નિષ્ફળ જતો નથી. શ્રી ઉપાધ્યાયનો વિનય
નમસ્કારમાં ચોથું પદ ઉપાધ્યાય ભગવંતોનું છે. એમનો મુખ્ય ગુણ વિનય છે. આ વિનયગુણ મોક્ષમાર્ગમાં ઘણો જ ઉપયોગી છે. એના વિના મોક્ષમાર્ગમાં એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. ખરી રીતે વિનયથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. નમસ્કાર પણ એક પ્રકારનો વિનય જ છે. વિનય વિના ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થતી નથી. નાનામોટા સર્વ ગુણોનું મૂળ વિનય છે. આ ચોથા પદમાં રહેલા આત્માઓ વિનયગુણનું પાલન કરે છે અને બીજાને પણ વિનયગુણનું શિક્ષણ આપે છે.
આ પદને નમસ્કાર એટલે વિનયગુણને નમસ્કાર. આત્મિક ગુણોની પ્રાપ્તિમાં એવો નિયમ છે કે જે ગુણને આત્મા હાર્દિક રીતે ઇચ્છે છે અને પ્રાપ્ત કરવા માટે ખરા અંતઃકરણથી પ્રયાસ કરે છે, તે ગુણ આત્મામાં પ્રગટ થયા વિના રહેતો નથી.
ગુણો બહારથી આવતા નથી, અંદરથી જ પ્રગટે છે. તે માટે હૃદયની સચ્ચાઈપૂર્વકની તીવ્ર તાલાવેલી જોઈએ. આ પદને નમસ્કાર કરવાથી વિનયગુણની પ્રાપ્તિ થાય છે. આ વિનયગુણ એટલે બાહ્ય-અત્યંતર સર્વ પ્રકારની રિદ્ધિસિદ્ધિઓની ઉત્પત્તિનું સ્થાન. વિનયગુણની પ્રાપ્તિ માટે ગુણી આત્માઓને ભાવપૂર્વક નમસ્કાર કરવો જોઈએ. ભાવનમસ્કાર એટલે તે ગુણને પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલીપૂર્વકની મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ. શ્રી સાધુઓનું સહાયપણું
શ્રી નમસ્કારમાં પાંચમું પદ સર્વ સાધુઓનું છે. પ્રાપ્ત થયેલી શક્તિ અને સામગ્રીનો જો સદુપયોગ કરવામાં ન આવે તો તે શક્તિ દિન-પ્રતિદિન હીન ક્ષીણ બનતી જાય છે અને તેનો
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પરિશિષ્ટ
સદુપયોગ કરવામાં આવે તો તે શક્તિ અને સામગ્રી ઉત્તરોત્તર વધુ ને વધુ તીવ્ર-તેજસ્વી બનતી ને જાય છે. કોઈને પણ સહાય કરવાની જેનામાં વૃત્તિ નથી, એનામાં સાધુતા કદી પણ ઝળકી શકતી નથી. એટલું જ નહિ, પણ પ્રાપ્ત થયેલ શક્તિનો સદુપયોગ ન કરવાથી જીવ એવા પ્રકારનું આવરણ ઉપાર્જન કરે છે કે તેના યોગે તેને ભવિષ્યમાં અધિક પ્રકાશ મળતો અટકી જાય છે અને પ્રાપ્ત થયેલી શક્તિઓ પુનઃ મેળવવાની ભૂમિકા પણ નષ્ટ થાય છે.
આ રીતે પ્રાપ્ત શક્તિનો સદુપયોગ ન કરવો તે પરિણામે પોતાના જ અહિતમાં પરિણમે છે. સાધુપદને પ્રાપ્ત થયેલો વિવેકી આત્મા પ્રકૃતિના આ સનાતન નિયમને સારી રીતે જાણતો હોવાથી, પોતાને પ્રાપ્ત થયેલ તમામ શક્તિઓને સ્વપરનું અહિત ન થાય કિન્તુ હિત થાય તે રીતે સતત સત્કાર્યોમાં જોડી દે છે. પરનાં હિતકાર્યોમાં તેને કદી પણ થાક લાગતો નથી, કારણ પારકાના હિતમાં જ તેને પોતાનું હિત બરાબર સમજાઈ ગયું હોય છે. પ્રકૃતિનો નિયમ એવો છે કે મનુષ્ય જેટલો વધારે પરોપકારમાં રસવાળો બને છે, તેટલો જ તે વધારે સ્વપરોપકારને પોતાના કલ્યાણને સાધનારો બને છે.
અનાદિથી આ જીવ અશુદ્ધ વૃત્તિઓથી ખરડાયેલો છે, તેથી સ્વાર્થવૃત્તિ તેનામાં સહજ છે. એ સ્વાર્થવૃત્તિ જ જીવનમાં રહેલી પશુતાનો અંશ છે. એના યોગે જ જગતમાં અનેક પ્રકારની અથડામણો અને સંઘર્ષો ઉભા થાય છે, જ્યારે બીજાને સહાય કરવાની વૃત્તિ એ દિવ્યતાનું ઝરણું છે, ભાવ ઐશ્વર્યની સુવાસ છે. આ સહાયવૃત્તિ સહજ નથી, પણ કેળવવાની ચીજ છે. ઘણા કાળ સુધી આદર અને સત્કાર પૂર્વકના સતત અભ્યાસ વિના તે સ્થિર થતી નથી, જીવનમાં આ સહાયવૃત્તિને - બીજાને સહાયક બનવાની વૃત્તિને જગાડવાનો અમોઘ ઉપાય સાધુપદને ભાવથી નમસ્કાર કરવો તે છે. આ સહાયવૃત્તિ જગાડવાથી સ્વાર્થવૃત્તિનો વિલોપ થાય છે. કાર્ય-કારણની સનાતન વ્યવસ્થા
તાત્પર્ય એ છે કે સેવા ગુણ (સહાયવૃત્તિ)ના વિકાસ વિના સાચો વિનયગુણ પ્રગટી શકતો નથી. વિનયગુણનું સ્વરૂપ જ એવું છે કે તેમાં બાહ્ય સેવા અને હૃદયનો પ્રેમ, આ બંને વસ્તુ હોય ત્યારે જ તે વિનય સાચા ગુણરૂપ બની શકે. વિનયગુણના વિકાસ વિના સદાચારની વિદ્યા અર્થાત્ મોક્ષમાર્ગનું સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને સદાચારની વિદ્યા-મોક્ષમાર્ગના સાચા જ્ઞાન વિના સદાચારનું પણ પાલન થઈ શકતું નથી. સદાચારના પૂર્ણ પાલન સિવાય સિદ્ધપદની પ્રાપ્તિ થઈ શકતી નથી, સિદ્ધપદની પ્રાપ્તિની અભિલાષા અરિહંત પદની આરાધના વિના શક્ય નથી.
આ રીતે એક અપેક્ષાએ નવકારના પાંચેય પદો કાર્યકારણરૂપ હોવાથી સમાન આદરણીય બને છે. કાર્યસિદ્ધિની ઇચ્છાવાળો સાચાં કારણોની કદી પણ ઉપેક્ષા કરે નહિ. એટલું જ નહિ. પણ વાસ્તવિક કારણોના સેવનમાં જ તે પોતાનું તમામ પરાક્રમ ફોરવે છે. વાસ્તવિક કારણોમાં મંડ્યા રહેવું એ જ કાર્યસિદ્ધિનો અમોઘ મંત્ર છે. હંમેશાં સેવન તો કારણોનું જ કરવાનું હોય છે. કાર્ય તો એના કાળે આવીને ઊભું રહે જ છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
નમસ્કારનો અચિંત્યપ્રભાવ.
૩૫૭
એક ગામથી બીજૈ ગામ જવું હોય ત્યાં વચ્ચે ચાલવાની ક્રિયા ગામ પ્રાપ્તિમાં કારણ છે. જો પ્રયાણનું કામ ચાલુ હોય તો ગામ પોતાની મેળે આવીને ઊભું રહે છે. વિદ્યાર્થી માટે પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ કાર્ય છે અને તે માટે અનુભવી શિક્ષકની દોરવણી મુજબ નમ્રપણે અભ્યાસમાં સતત ઉદ્યમશીલ રહેવું એ કારણ છે. કાર્યને લક્ષ્યમાં રાખીને વાસ્તવિક કારણોના આસેવનમાં મંડ્યા રહેવાથી એના ફળરૂપે જે કાર્ય થવાનું છે તે તેના કાળે આવીને ઊભું રહે છે. એ પ્રમાણે જ કાર્ય-કારણની સનાતન વ્યવસ્થા છે.
નમસ્કાર એક મહાન શક્તિ છે.
પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવાથી જેમ સહાયવૃત્તિ, વિનય, સદાચાર, અવિનાશીપણું અને પરોપકાર વગેરે લોકોત્તર ગુણો પ્રત્યે પ્રેમ જાગે છે તેમ બીજા પણ અનેક લાભો થાય છે. ખરી રીતે આ પંચનમસ્કાર એક મહાન શક્તિ અથવા શક્તિનો પુંજ છે. પ્રતિપક્ષી વસ્તુને હઠાવવા માટે હંમેશાં શક્તિની જરૂર પડે છે.
જીવનો ખરો શત્રુ મોહ જ છે.
અનાદિકાળથી આ જીવના સાચા પ્રતિપક્ષી કોઈ હોય તો તે આઠ પ્રકારનાં કર્મો જ છે. એ કર્મોમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે. આઠેય કર્મોમાં તે નાયકના સ્થાને છે. એ મોહનીય કર્મને જીતવું દુષ્કર છે. તે મોહનીય કર્મના બે પ્રકાર છે. એક દર્શનમોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. આ મોહનીય કર્મને જીતવાથી બીજા સર્વ કર્મોનું બળ જર્જરિત થઈ જાય છે. પરમેષ્ઠિનમસ્કારથી મોહનીય કર્મનો સમૂલ નાશ થાય છે અને મોહના નાશથી બીજાં તમામ કર્મો અવશ્ય નાશ પામે છે. માટે જ નવકારમાં સવ્વપાવપ્પળામળો' એ પદ કહ્યું છે. મોહનાશનો ઉપાય
હવે નમસ્કારથી મોહનીય કર્મ કેવી રીતે નાશ પામે છે તે વિચારીએ. મોહનીય કર્મમાં પણ દર્શનમોહનીય બળવાન છે. નવકારના પ્રથમ પદ નમો અરિહંતાાં’થી દર્શનમોહનીય કર્મ જીતાય છે. દર્શનમોહ એટલે ઊલટી માન્યતા. અરિહંતને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સમ્યગ્ માન્યતામાં આવે છે. જીવની ઊંધી માન્યતા એ જ દર્શનમોહનું મોટું બળ છે. જે આત્મા ભાવથી અરિહંતને નમે છે તેની ઊંધી માન્યતા ટળે છે. ખરી રીતે તો તે અરિહંતના માર્ગને નમ્યો, સન્માર્ગને નમ્યો, તેની ઉન્માર્ગની રુચિ ટળી અને તે સન્માર્ગની રુચિવાળો બન્યો. એથી દર્શનમોહનું મર્મસ્થાન ભેદાઈ જાય છે અને પછી ક્રમે ક્રમે તે સર્વથા પણ જિતાઈ જાય છે. (દર્શનમોહ નાશ પામે છે.)
નમસ્કારનો અચિંત્ય પ્રભાવ
સામાન્યથી પણ નમવાનો પરિણામ વખણાય છે. પણ જ્યારે નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્માઓ આવે છે ત્યારે તો તે નમસ્કારની શક્તિ અચિંત્ય સામાર્થ્યવાળી બની જાય છે. નમસ્કાર હોય પણ નમસ્કારના વિષય તરીકે કાર્યસિદ્ધિ કરવામાં અચિંત્ય શક્તિ ધરાવનારા
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પરિશિષ્ટ
જો અરિહંત પરમાત્માઓ ન હોય તો આટલું સામર્થ્ય ન પ્રગટે. એ રીતે નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્મા હોય પણ ભાવનમસ્કાર ન હોય તો પણ આટલું સામર્થ્ય ન પ્રગટે. જ્યારે ભાવનમસ્કાર અને નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્માઓ આવે છે ત્યારે અનાદિકાલીન મિથ્યાત્વના ભેદનનું કાર્ય જે બીજી રીતે સિદ્ધ બની શક્યું ન હતું, તે કાર્ય સિદ્ધ થાય છે. આવા બળવત્તર પ્રતિપક્ષીને સહજમાં જીતી લેનાર હોવાથી ‘નમસ્કાર એક મહાન શક્તિ અથવા શક્તિનો પુંજ છે,' એમ કહેવું સર્વથા ઉચિત છે.
મોહનો પહેલો પ્રકાર દર્શનમોહ છે તેમ બીજો પ્રકાર ચારિત્રમોહ છે. આ ચારિત્રમોહના પચીસ ભેદો છે. તેમાં પણ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર મુખ્ય છે.
હવે નમસ્કાર મહામંત્રનાં પવિત્ર પદોનું આત્મામાં પરિણમન થાય છે ત્યારે આ ચારે કષાયોનો કેવી રીતે નાશ થાય છે તેને પણ પશ્ચાનુપૂર્વીથી વિચારીએ.
ક્રોધને જીતવાનો ઉપાય (સાધુ પદ)
“નમો લોક્ સવ્વસાહૂŕ'' આ પદથી ક્રોધને જીતવાનું બળ પ્રગટે છે. કારણ કે ભાવસાધુતાને વરેલા મુનિવરો સતત ક્ષમાને આશરે રહીને ક્રોધને જીતવાને કટિબદ્ધ થયા હોય છે. એ કારણે સાધુઓને ‘ક્ષમાશ્રમણ’ ક્ષમાપ્રધાન સાધુ તરીકે સંબોધવામાં આવે છે. તેમની છાયામાં આવનાર બીજાઓ પણ ક્રોધને જીતવા માટે સામર્થ્યવાળા બની શકે છે. આ વિષયમાં અહીં થોડું વધુ વિચારીએ
-
ક્રોધ એ અગ્નિ છે. અગ્નિ જેમ ઇન્ધનને બાળી નાંખે છે તેમ ક્રોધ સુકૃતોનો નાશ કરે છે. સામે ક્ષમા એ જળ છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. જળનો સ્વભાવ ઠારવાનો છે. જળ અને અગ્નિનું પરસ્પર ઘર્ષણ થાય તો તેમાં અગ્નિને ઠંડા થવું પડે છે અર્થાત્ ત્યાં જળનો વિજય થાય છે. જળનું સામર્થ્ય જેમ અગ્નિ કરતાં વિશેષ છે તેમ ક્રોધ કરતાં ક્ષમાનું બળ વિશેષ છે. મનુષ્ય જેમ જેમ વધારે ને વધારે ક્ષમાશીલ-શાંત બનતો જાય છે તેમ તેમ તેનું અંતરંગ સામર્થ્ય વિશેષ પ્રભાવશાળી બનતું જાય છે. આવા ક્ષમા-સમતાશીલ મુનિઓના સાન્નિધ્યમાં હિંસક પશુઓ અને જાતિવૈરવાળાં પ્રાણીઓ પણ વૈરભાવનો ત્યાગ કરી મિત્ર સમાન બનીને શાંત ભાવને ધારણ કરનારા બની જાય છે. ક્ષમાશીલ મહાત્માના અંતરંગ સામર્થ્યનું એ પ્રતીક છે.
આવી ક્ષમા કેળવવાની પ્રેરણા જગતને પંચપરમેષ્ઠિપદમાં રહેલા ક્ષમા પ્રધાન સાધુઓના જીવન દ્વારા મળે છે. તેમનામાં રહેલ ક્ષમાગુણને લક્ષ્યમાં રાખીને તેમને ભાવથી નમસ્કાર કરનારમાં પણ અવશ્ય ક્ષમાગુણનો પ્રાદુર્ભાવ થાય છે. ક્ષમાવાનની ઉપાસના કર્યા સિવાય કોઈ પણ આત્મા ક્ષમાશીલ બની શકતો નથી. આ રીતે સાધુપદના આલંબન દ્વારા અને તેમનામાં રહેલ ક્ષમાગુણની ઉપાસનાના પ્રભાવે આત્મા ક્ષમાશીલ બની ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી અંતે તે ભવભ્રમણનો પણ અંત કરનારો બને છે. શાંત ચિત્તે વિચારીએ તો નવકારના એકએક પદનો પણ આ વિશ્વ ઉપર કેટલો મહાન ઉપકાર છે તેનો વાસ્તવિક ખ્યાલ આપણને આવી શકે તેમ છે. માનને જીતવાનો ઉપાય (ઉપાધ્યાય પદ)
“નો સવન્નાયાળ’ ઉપાધ્યાય પદને નમસ્કાર કરવાથી માન નામનો બીજો કષાય દોષ ટળે છે અને નમ્રતા ગુણ પ્રગટે છે. ઉપાધ્યાય પોતે વિનયગુણને વરેલા હોય છે.
ગુણને જેણે
Page #383
--------------------------------------------------------------------------
________________
માયાને જીતવાનો ઉપાય (આચાર્ય પદ).
૩૫૯
આત્મસાત્ કર્યો હોય તે ગુણવાળાની સાથે વસવાથી, તેમના પ્રત્યે આદર અને બહુમાન કેળવવાથી, તેમના ગુણની અનુમોદના અને પ્રશંસા કરવાથી, તેમને વારંવાર પ્રણામ કરવાથી તેમની સેવા કરવાથી આપણામાં પણ તે ગુણ પ્રગટે છે.
વિનયશીલ એવા ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરનારમાં પછી માન કે અભિમાન ટકી શકતાં નથી અને નમ્રતા તેમનામાં વધતી જાય છે. પ્રકૃતિનો એવો નિયમ છે કે મદ અને માનને છોડીને મનુષ્ય જેમ જેમ વધારે ને વધારે નમ્ર બનતો જાય છે તેમ તેમ તે વધારે ને વધારે ઉન્નત બનતો જાય છે. કહ્યું પણ છે કે “અંતર મદભાવ વહાવે, તે ત્રિભુવન નાથ કહાવે” અર્થાત્ નમ્રતાથી જ સાચી પ્રભુતા પ્રગટે છે. આ રીતે ઉપાધ્યાય પદને નમસ્કાર કરવાથી આત્મા ઘણી પ્રગતિ સાધી શકે છે.
માયાને જીતવાનો ઉપાય (આચાર્ય પદ)
“નમો આયરિયાળ” આ પદથી માયાચાર દૂર થાય છે. ગુપ્ત શક્તિને ગોપવવી, અર્થાત્ તેનો સદુપયોગ ન કરવો તે માયાચાર કહેવાય છે. સદાચારની ક્રિયાઓમાં સંલગ્ન રહેતા ભાવાચાર્યો પોતાનું બળ જરા પણ ગોપવતા નથી. આચાર્યપદને નમવાથી શક્ય ક્રિયામાં પરાક્રમ ફોરવવાનું બળ આવે છે અને તેથી માયાચાર (માયા નામનો દોષ) ટળે છે. માયા ટળે એટલે સરળતા નામનો ગુણ પ્રગટે જ છે. મનુષ્ય જેમ જેમ વધુ ને વધુ સરળ બનતો જાય છે તેમ તેમ તે મુક્તિની વધુ ને વધુ નિકટ પહોંચતો જાય છે. આત્માની સરળતા એ મુક્તિનો સૌથી ટૂકામાં ટૂંકો માર્ગ છે. આવી સરળતા આપણને આચાર્યપદની ઉપાસના દ્વારા સુલભ બને છે તેથી તે પદ આપણા અનંત કલ્યાણને કરનારું બને છે.
લોભને જીતવાનો ઉપાય (સિદ્ધ પદ)
“નમો સિદ્ધાળું” આ પદ દુન્યવી લોભને દૂર કરનાર છે. સિદ્ધ પરમાત્માની અનંત ઋદ્ધિનું દર્શન થયા પછી દુન્યવી ઋદ્ધિનો લોભ રહેતો નથી. ભમરો ત્યાં સુધી જ ગુંજારવ કરે છે જ્યાં સુધી તેણે પુષ્પનો પરાગ મેળવ્યો નથી. જીવને દુન્યવી પદાર્થોનો લોભ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી આત્માની અનંતઋદ્ધિનું દર્શન તેને થયું નથી. સિદ્ધપદને નમવાથી વાસ્તવિક રીતે તો પોતાના આત્મામાં જ રહેલી અનંતઋદ્ધિનું દર્શન થાય છે તેથી તેનો બીજો દુન્યવી લોભ ટળી જાય છે અને સંતોષવૃત્તિ પ્રગટે છે. મનુષ્ય જેમ જેમ વધુ ને વધુ સંતોષવૃત્તિ કેળવતો જાય છે તેમ તેમ તેનામાં સુખની માત્રા વધતી જાય છે. સુખનો સંબંધ સંતોષની સાથે છે. કારણ કે સુખનું મૂળ સંતોષ છે. એ સંતોષગુણની પ્રેરણા આપણને સિદ્ધપદ દ્વારા મળે છે માટે સિદ્ધપદ આપણા માટે મહાન ઉપકારી બની જાય છે. ખરેખર આ મહામંત્રનો પ્રભાવ વચનાતીત છે, અચિંત્ય છે. ગુણ પ્રાપ્તિના લક્ષ્યપૂર્વક તેની ઉપાસના કરવાથી આ મહામંત્ર ભવ્યાત્માઓને આ ભવમાં જ કષાયો ઉપર વિજય અને જીવનમુક્ત દશાને પ્રાપ્ત કરાવી અહીં જ મુક્તિસુખનો અનુભવ કરાવનાર બને છે. કહ્યું પણ છે કે ઋષાયમુર્ત્તિ: બિન મુòિરેવ ॥
Page #384
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૩૬૦
નમસ્કાર એ પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર માતા છે.
આ રીતે પંચપરમેષ્ઠિનમસ્કારથી, મોહનીયકર્મના મુખ્ય ભેદરૂપ દર્શનમોહનીય કર્મ ટળે છે અને ચારિત્રમોહનીયરૂપ ક્રોધ, માન, માયા, તથા લોભાદિ દોષો પણ ટળે છે. તેથી આ ક્રિયા અચિંત્ય પ્રભાવશાળી ગણાય છે. અનુભવી પુરુષોએ આ નમસ્કારની ક્રિયાનો પ્રભાવ જાતે અનુભવ્યો છે અને કેવળ કરુણા બુદ્ધિથી જગત સમક્ષ અનેક રીતે જાહેર પણ કર્યો છે.
અદ્ભુત સામર્થ્યવાળી નમસ્કારની ક્રિયામાં મહાજ્ઞાની ગણાતા પુરુષો પણ મુગ્ધ બન્યા છે. એના ગુણગ્રામ ગાવામાં કદી પણ એમણે થાક અનુભવ્યો નથી. એટલું જ નહિ પણ જે રીતે જગતના જીવોને આ નમસ્કારની ક્રિયા પ્રત્યે રુચિ, પ્રેમ અને આદર પ્રગટે તે રીતે તેનો મહિમા દર્શાવવા અથાગ પ્રયત્ન પણ સેવ્યો છે.
શ્રી સિદ્ધસેનાચાર્ય વિરચિત ‘શ્રી નમસ્કાર મહાત્મ્ય' નામના ગ્રંથરત્નમાં આ નમસ્કારની ક્રિયાને પુણ્યરૂપી શરીરને જન્મ આપનારી માતાની ઉપમા આપી છે. માતા જેમ બાહ્યશરીરને જન્મ આપે છે તેમ નમસ્કારરૂપી માતા પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે. બાહ્યશરીરને જન્મ આપનાર માતા છે આ વાત જગપ્રસિદ્ધ છે. તેથી આ પ્રસિદ્ધ વાત દ્વારા જે નક્કર સત્ય હોવા છતાં જગતના જીવોના ખ્યાલ બહાર છે. તે લક્ષમાં લાવવા માટે નમસ્કારને પુણ્યરૂપ શરીર ઉત્પન્ન કરનાર માતાની ઉપમા આપી છે. નમસ્કારની ક્રિયા વિના પુણ્યરૂપી શરીર ઉત્પન્ન થઈ શકતું નથી અને પુણ્યરૂપી શરીરની પ્રાપ્તિ વિના બાહ્યશરીરની કે અન્ય કોઈપણ સામગ્રીની સફળતા થઈ શકતી નથી. અર્થાત્ પુણ્ય વિના બાહ્ય શરીર આદિ સાધનો લાભકારક બનતા નથી, ઊલટાં અનેક રીતે હાનિકારક બને છે.
વળી બાહ્યશરીરમાં પણ નીરોગિતા, દીર્ઘાયુષીપણું, સુંદરતા, નિર્દોષતા, આઠેયતા, શ્લાઘનીયતા, સહૃદયતા, સૌમ્યતાદિ ગુણો અંદરના પુણ્યરૂપી શરીરની હયાતી વિના પ્રગટી શકતા નથી. શરીરની નિર્દોષતા, સ્વભાવની સુંદરતા અને બાહ્ય ઐશ્વર્ય એ પુણ્યરૂપી આંતરિક શરીરનાં મૂર્ત પ્રતીકો છે. એક કારણ છે અને બીજું કાર્ય છે. એક જ સમયે જન્મેલાં બે બાળકોનાં સ્વભાવ, બળ, બુદ્ધિ, વૈભવ, આરોગ્ય અને અભિરતિ વગેરેમાં ફરક પડે છે તેનું કોઈ ચોક્કસ આંતરિક કારણ માનવું જોઈએ અને તેજ પુણ્યરૂપી શરીર છે. જેનું પુણ્યરૂપી આંતરિક શરીર પુષ્ટ હોય છે તેને ઉત્તમ વસ્તુઓ સ્વયમેવ આવી મળે છે.
અહીં પુણ્યરૂપી શરીર એટલે પુણ્યાનુબંધી પુણ્ય સમજવું. જીવ જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યારે તેની સાથે બે શરીરો હોય છે. એક કાર્પણ અને બીજું તેજસ. આ બે શરીરો જીવને અનાદિથી સાથે હોય છે અને સંસાર પર્યંત રહે છે. તેમાં કાર્મણ શરીર એટલે આત્માને લાગેલાં કર્મોનો સમૂહ. જીવ જેવું કાર્પણ શરીર લઈને આવ્યો હોય છે તેવા પ્રકારનું (ત્રીજું) બાહ્યશરીર અને વૈભવ આદિ સામગ્રી તેને મળે છે. કાર્મણશરીર પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. આ પુણ્યાનુબંધી પુણ્ય ઉત્તમ વસ્તુઓમાં ઉત્તમ રુચિ કરાવી આપે છે તેથી પ્રશસ્ય ગણાય છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા.
૩૬૧ તેમાં જો પુણ્યની પ્રબળતા હોય તો મોક્ષને અનુકૂળ ઉત્તમોત્તમ પ્રકારની સામગ્રી મેળવી આપવામાં તે અગ્રગણ્ય ભાગ ભજવે છે.
કર્મની પરતંત્ર દશામાં રહેલો જીવ અનાદિ અભ્યાસના યોગે સહજભાવે અશુભમાં તન્મય બની જાય છે. જીવની આ અશુભ દશા શુભ આલંબન વિના ટળી શકતી નથી અને શુભ આલંબનોની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્ય વિના સુલભ નથી.
આરાધક માત્રનું અંતિમ ધ્યેય સર્વ કર્મથી રહિત બનવાનું હોય છે. પણ એ દશા પ્રાપ્ત થતાં. પહેલાં વચ્ચે એક અવસ્થામાંથી અવશ્ય પસાર થવું પડે છે. એ અવસ્થાનું નામ “કુશલાનુબંધી કર્તવ્યોમાં આત્માને ઓતપ્રોત બનાવી દેવો’ તે છે. આ વાત દષ્ટાંતથી વિચારીએ. પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા
કોઈ માણસને ભીંત ઉપર એક સુંદર ચિત્ર આલેખવાની ઇચ્છા થઈ. આ કાર્ય માટે પ્રથમ ભીંતને યોગ્ય બનાવવી પડે છે, એટલે કે ખાડા-ટેકરા દૂર કરી જમીનને સરળ, લીસી અને પાણીદાર બનાવવી પડે છે. પોતાનું ચિત્ર તેમાં ઝળકી ઊઠે તે માટેના તમામ ઉપાયો કરવા પડે છે. આ બધું થયા પછી જ તેમાં આલેખેલું ચિત્ર પ્રતિષ્ઠાને પામે છે. અહીં ત્રણ અવસ્થા થઈ.
પ્રથમ ભીંત ચિત્ર માટે અયોગ્ય હતી તે પહેલી અવસ્થા. તેને ઉપાયો દ્વારા યોગ્ય બનાવી તે તેની બીજી અવસ્થા. એ યોગ્ય બન્યા પછી તેમાં ચિત્ર પ્રતિષ્ઠાને પામ્યું છે તેની ત્રીજી અવસ્થા
આમાં વચ્ચે યોગ્ય ઉપાયો દ્વારા ભીંતને યોગ્ય બનાવવાની ક્રિયા કરી ન હોત તો કદી પણ તેમાં ચિત્ર ઝળકી શકતા નહિ. તેમ અહીં પણ જીવ અનાદિકાળથી અશુભ ભાવમાં રમણતા કરે છે તેને પ્રથમ પુણ્યાનુબંધી પુણ્યથી ઉત્પન્ન થતાં ઉત્તમોત્તમ નિમિત્તોના બળથી શુભ ભાવનામાં લાવવો પડે છે. અને એ રીતે જીવમાં શુભની પ્રતિષ્ઠા થયા પછી એટલે કે અણુએ અણુમાં શુભભાવની એકમેકતા થયા પછી જ જીવરૂપી ભીંત ઉપર શુદ્ધિનો રંગ ચઢી શકે છે.
અહીં પણ ત્રણ અવસ્થા થઈ. પ્રથમ અશુભ, પછી તેને તે તે ઉપાયો વડે શુભ બનાવી તે બીજી, અને એ શુભ બન્યા પછી તેના ઉપર શુદ્ધ દશારૂપી રંગ ચઢ્યો તે ત્રીજી અવસ્થા. આ અનાદિનો ક્રમ છે. જે કોઈ શુદ્ધ દશાને પામ્યા છે તે બધા આ રીતે ક્રમશઃ વિકાસ કરીને જ શુદ્ધ દશાને પામ્યા છે.
અશુભની રુચિ બેઠી છે ત્યાં સુધી આલંબનની ખૂબ જ જરૂર છે. શુભના બળથી અશુભનો રાગ ટળી ગયા પછી શુભ પોતાની મેળે જ ખસી જાય છે. કારણ કે તે સજ્જન મિત્ર જેવો છે. જરૂર હોય ત્યાં સુધી સહાયમાં ઊભો રહે અને જરૂર પૂર્ણ થાય ત્યારે પોતાની મેળે ખસી જાય. એનું મુખ્ય કામ અશુભને કાઢવાનું છે. જેમ એરંડિયું પેટમાં ભરાયેલા જૂના મળને કાઢી પોતે પોતાની મેળે નીકળી જાય છે. તેમ આ પુણ્યાનંખુધી પુણ્ય અશુભની રુચિ દૂર કરાવે છે અને મોક્ષને અનુકૂળ ઉત્તમ વસ્તુઓમાં ઉત્તમ રુચિ કરાવી સન્માર્ગમાં સ્થિર કરાવી જરૂર હોય
(૪૬
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૯૨
પરિશિષ્ટ ત્યાં સુધી ખડે પગે ઊભા રહી અનેક રીતે સહાય કરે છે અને જ્યારે જરૂર ન હોય ત્યારે સ્વયં ખસી જાય છે. આવા કુશલાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરનાર હોવાથી નમસ્કાર મહામંત્રને પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર માતાની ઉપમા આપી છે તે યથાર્થ છે.
ખરી રીતે તો ઉત્તરોત્તર તેનાથી મોક્ષ મળે છે. પણ અહીં સાથદશાને ગૌણ રાખી સાધનદશાને મુખ્ય બનાવી આ ફળ દર્શાવ્યું છે. આ ઉપરથી એમ પણ ફલિત થાય છે કે સાધ્ય કરતાં સાધનની મહત્તા જરા પણ ઓછી નથી. કાર્યસિદ્ધિના ઇચ્છુકને જેટલી કિંમત કાર્યની હોય છે એટલી જ કે તેના કરતાં અધિક કિંમત તેના સાધનની હોય છે. જો ખરેખર કારણ વિના કાર્ય થતું જ ન હોય તો કારણની ઉપેક્ષા કરવી એ કાર્યની જ ઉપેક્ષા કરવા તુલ્ય છે અને કારણનો આદર તે કાર્યનો જ આદર કરવા તુલ્ય છે.
જમીનમાં પાણી પ્રગટ કરવું એ કાર્ય છે અને કૂવો ખોદવાની ક્રિયા એ કારણ છે. જે માણસ વાસ્તવિક કારણોનું આસેવન કરે છે તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે અને પ્રમાદને વશ થઈ કારણોનો અનાદર કરી તેનું આસેવન કરતો નથી. તો તેને કદી પણ કાર્યસિદ્ધિ થતી નથી. યોગ્ય ભૂમિમાં કૂવો ખોદતાં જેમ પાણીની સેર પોતાની મેળે પ્રગટે છે તેમ શુભ અનુષ્ઠાનોમાં મંડ્યા રહેવાથી આત્માની શુદ્ધિ થવા રૂપ કાર્ય પણ પોતાની મેળે થાય છે.
વસ્ત્રને ઉજ્જવળ બનાવવું એ કાર્ય છે. વસ્ત્રને ધોવાની ક્રિયાથી જેમ વસ્ત્રમાં ઉજ્જવળતા આપોઆપ પ્રગટે છે તેમ શુભ અનુષ્ઠાનોમાં સંલગ્ન રહેવાથી આત્મારૂપી વસ્ત્રમાં પણ ઉજ્જવળતા આપોઆપ પ્રગટે છે. મનુષ્યને જ્યારે ક્ષુધાની પીડાનો અનુભવ થાય છે ત્યારે તેને તે શમાવવી અર્થાત્ તૃપ્તિ મેળવવી એ કાર્ય છે. હવે કાર્ય કરવા માટે જો તે વિધિપૂર્વક પોતાની પ્રકૃતિને અનુકૂળ ભોજનની ક્રિયા કરે છે અર્થાત્ હાથ દ્વારા એક એક કોળિયો લઈને મુખમાં મૂકતો જાય છે અને કંઠ દ્વારા પેટમાં ઉતારતો જાય છે તો ક્રમશઃ તેની ક્ષુધા શમતી જાય છે.
એ રીતે ભોજનની ક્રિયા પરિપૂર્ણ થતાં તેને સુધાની પીડાનો નાશ અને તૃપ્તિનો અનુભવ આપોઆપ થાય છે. રોગને પ્રાપ્ત થયેલો આરોગ્યનો અર્થી આત્મા સુવૈદ્યના વચન અનુસાર વિધિપૂર્વક ઔષધ ઉપચારની ક્રિયા કરે છે તો તે આરોગ્યરૂપી કાર્યને સાધનારો બને છે.
પર્વત ઉપર આરોહણ કરવા ઇચ્છતો મનુષ્ય જો શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ક્રમસર પગથિયાં ચડવાની ક્રિયા કરે છે તો તે પર્વતના શિખર ઉપર જઈ પહોંચે છે. આ બધાં કાર્યોમાં સાધનની જ મહત્તા છે. એ સાધનમાં આદર એ કાર્યનો જ આદર છે. તેથી ઊલટું સાધનનો અનાદર, સાધનની ઉપેક્ષા કે સાધનમાં મધ્યસ્થતા એ કાર્ય પ્રત્યે પણ અનાદર, ઉપેક્ષા અને મધ્યસ્થતામાં પરિણમે છે.
મુમુક્ષુઓ માટે મોક્ષ એ સાધ્ય છે એ વાત જેટલી નિશ્ચિત છે, તેટલી જ એ વાત પણ નિશ્ચિત છે કે મોક્ષ કુશલાનુબંધી પુણ્યની પુષ્ટિ વિના કદી પણ પ્રાપ્ત થઈ શકતો નથી. એ કુશલાનુબંધી પુણ્યની પ્રાપ્તિ પરમેષ્ઠિનમસ્કાર વિના થતી નથી એ પણ નિશ્ચિત છે. એટલા માટે જ જ્ઞાનીઓએ
Page #387
--------------------------------------------------------------------------
________________
પુણ્યરૂપી અંગનું પાલન કરનાર નમસ્કાર છે.
૩૬૩ પરમેષ્ઠિનમસ્કારની ક્રિયાને આટલું બધું મહત્ત્વ આપ્યું છે. પરમેષ્ઠિનમસ્કાર એ ભક્તિની ક્રિયા છે અને ભક્તિ એ મોક્ષનું અનન્ય સાધન છે.
એ સાધન હોવા છતાં અપ્રમત્તભાવ ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીઓએ એને સાધ્ય કરતાં પણ અધિક આદર આપ્યો છે અને એટલે સુધી સ્પષ્ટ રીતે કહ્યું છે કે “મુક્તિથી અધિક તુજ ભક્તિ, મુજ મન વસી.” કારણ કે આવી અનન્ય ભક્તિથી જ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ સુલભ બને છે. એ દૃષ્ટિએ જ અહીં પરમેષ્ઠિનમસ્કારને મોક્ષના અનન્ય કારણભૂત એવા પુણ્યાનુબંધી પુણ્યની જનની તરીકે કહેલ છે. પુણ્યરૂપી અંગનું પાલન કરનાર નમસ્કાર છે.
પુત્રને જન્મ આપી દેવા માત્રથી માતાનું કાર્ય પૂરું થઈ જતું નથી. જન્મ આપવા કરતાં પણ પાલન પોષણ કરવામાં વધારે જવાબદારી અદા કરવી પડે છે. આ બધી જવાબદારી માતા બરાબર અદા કરે છે. જગતમાં પાલ્યપાલક સંબંધો અનેક પ્રકારના ગણાય છે. રાજા પ્રજાનું પાલન કરે છે, પતિ પત્નીનું પાલન કરે છે, શેઠ નોકરનું પાલન કરે છે, પણ આ બધા પાલનમાં કોઈપણ પાલક પોતાનું સ્વત્વ આપીને પોતાના આશ્રિતનું પાલન કરતો નથી. જ્યારે માતા પોતાનું સ્વત્વ આપીને પોતાનું હીર આપીને પોતાનાં સુખ, સગવડ, શાન્તિ અને સર્વસ્વના ભોગે પુત્રનું પાલન કરે છે. માત્ર પાલન કરે છે એટલું જ નહિ પણ પોતાના જીવનમાં સુંદર સંસ્કારોનું સિંચન કરીને પુત્રમાં તે વારસો ઉતારે છે.
બાળકને હજારો ઉપદેશ જે અસર ન કરે તે તે અસર માતાનું આચરણ કરે છે. બાળકની અવ્યક્ત અવસ્થામાં ઉપદેશ કારગત નીવડતો નથી પણ માતાના પ્રકૃતિગત સુંદર સંસ્કારોની અસર તેના જીવન ઉપર પડે છે. મોટે ભાગે તે વખતે મળેલા સારા માઠા સંસ્કારો પ્રમાણે જ બાળકનું જીવન ઘડાય છે. અહિંસાપ્રેમી માતાનાં બાળકો સ્વભાવિક રીતે જ દયાળુ બને છે. ભક્તિપ્રિય અને શ્રદ્ધાળુ માતાના સંતાનો ભક્તિપ્રિય અને શ્રદ્ધાળુ બને છે. મક્કમ મનોબળવાળી નીડર અને શીલસંપન્ન માતાના સંતાનો ટેકીલા, શૂરવીર અને શીલસંપન્ન બને છે.
સેવાભાવી માતાના સંતાનો સ્વાભાવિક રીતે જ સેવાભાવી બને છે. વિનીત માતાના સંતાનો વિનયશીલ બને છે અને ઉદારતાગુણસંપન્ન માતાના સંતાનો રાજ્યાદિ સંપત્તિનો પણ તૃણની જેમ ત્યાગ કરનારા બને છે એટલું જ નહિ પણ અવસર આવે બીજાની ખાતર પોતાના પ્રાણોનો પણ ત્યાગ કરતા લેશ પણ અચકાતા નથી. આ બધું માતા તરફથી મળેલા સુસંસ્કારોનું પરિણામ હોય છે.
સ્વયં ઉત્તમ બન્યા વિના ઉત્તમતાના સંસ્કારો આપી શકાતા નથી. આજ સુધીમાં અનેક મહાપુરુષોની જગતને જે ભેટ મળી છે તેનું મૂળ તપાસીએ તો ઉત્તમ નરરત્નો તરીકે તેઓનું ઘડતર કરવામાં મુખ્ય ફાળો ત્યાગ અને વાત્સલ્યની મૂર્તિ એવી માતાનો અથવા માતા જેવું હદય ધરાવનાર પવિત્ર આત્માઓનો હોય છે એમ જણાયા સિવાય રહેશે નહિ. સર્વસ્વના ભોગે માતા
Page #388
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૩૬૪
પુત્રનું પાલન કરે છે. ઉપરાંત તેમાં બીજી એક વિશેષતા એ છે કે એને કદી એવો વિચાર પણ આવતો નથી કે હું કંઈ ઉપકાર કરું છું. કદાચિત્ત પુત્ર અયોગ્ય નીવડે તોપણ માતા પોતાના હૃદયમાં પુત્રના અવગુણને સ્થાન આપતી નથી. ઊલટું તેની ઉન્નતિ કેમ થાય તે અંગેની અહર્નિશ ચિંતા કરે છે. આ હૃદય માતાને જ વર્યું હોય છે અને તેથી જ નીતિમાં-માર્ગાનુસારીના ગુણોમાં, વડીલ વર્ગની ગણતરીમાં માતાને સૌથી પ્રથમ ગણવામાં આવી છે.
માતાની આ બધી વિશેષતાઓ જગતને માન્ય છે. તેથી જેના દિલમાં જે વસ્તુની મહત્તા અંકાઈ ગઈ હોય તેને તે પ્રસિદ્ધ દેષ્ટાંત દ્વારા ઉપદેશ આપવાથી અલ્પ પ્રયાસે અપ્રસિદ્ધ વસ્તુ પણ સમજાવી શકાય છે. માટે અહીં નમસ્કારને માતા કહેવામાં પૂર્વ પુરુષોએ એ રીતિને અખત્યાર કરી છે.
નમસ્કારરૂપી માતા માત્ર પુણ્યાનુબંધી શરીરને જન્મ આપે છે એટલું જ નહિ પણ પુણ્યશરીરનું પાલનપોષણ પણ તે જ કરે છે. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થયા પછી તેનો સદુપયોગ કરવો એ જ એની પુષ્ટિ છે. નમસ્કારથી જે પુણ્ય બંધાય છે તે કુશલાનુબંધી હોય છે. નમસ્કારથી ઉત્તરોત્તર તે પુષ્ટ બનતું જાય છે અને પૂર્ણ વિકાસમાં પણ નમસ્કારથી જ પરિણમે છે.
નમસ્કારની રુચિ વિના પણ કદાચ ઊંચું પદ મળી જાય પણ તે પરિણામે લાભકારક બનતું નથી. કારણ કે નમસ્કારની રુચિ વિના બંધાયેલું પુણ્ય વિપાક કાળે જીવને ભાનભૂલો બનાવી વધારે અંધકારમાં ધકેલી દે છે. નમસ્કારની રુચિપૂર્વકનો જે વિકાસ થાય છે તે જ પરિણામે હિતકારક બને છે. નમસ્કાર વસ્તુને મેળવી પણ આપે છે અને તેનો સદુપયોગ પણ કરાવે છે. માટે તે કુશલાનુબંધી પુણ્ય કહેવાય છે. આ કુશલાનુબંધી પુણ્યની સહાય વિના જેમ ઉત્તમ પ્રકારની સામગ્રીનો યોગ સુલભ નથી તેમ તેની સહાયતા વિના ઉત્તમ સામગ્રીનો સદુપયોગ પણ શક્ય નથી.
આત્મવિકાસના ઇચ્છુક કોઈપણ ભવ્યઆત્માઓને નમસ્કારથી પ્રાપ્ત થનાર કુશલાનુબંધી પુણ્યની સહાય વિના ચાલી શક્યું નથી અને ચાલી શકવાનું પણ નથી. ચોર અને શ્વાપદ આદિથી ભરપૂર ભયંકર અટવીમાં સમર્થ વળાવો જેમ અટવીનું ઉલ્લંઘન કરાવી ઇચ્છિત સ્થાને પહોંચાડે છે તેમ પુણ્યાનુબંધી પુણ્યરૂપી વળાવો પણ રાગદ્વેષ આદિ દોષોરૂપી ચોર અને શ્વાપદોથી ભરપૂર ભયંકર એવી ભવઅટવીનું ઉલ્લંઘન કરાવી ઇચ્છિત સ્થાનમાં મોક્ષનગરમાં પહોંચાડવામાં પૂર્ણ સહાય કરે છે.
જેમ નિસરણીની સહાય વિના મોટા મહેલ ઉપર ચડી શકાતું નથી તેમ પુણ્યાનુબંધી પુણ્યની સહાય વિના અપ્રમત્તાદિ ઉચ્ચ ગુણસ્થાનકો સુધી પહોંચી શકાતું નથી. આ બધાનું પણ મૂળ નમસ્કાર હોવાથી નમસ્કારને અહીં પુણ્યરૂપી શરીરને જન્મ આપનારી અને પોષણ કરનારી માતા તરીકે કહેવામાં આવેલ છે. આ તત્ત્વને જાણ્યા પછી નમસ્કાર પ્રત્યે અધિક આદર પ્રગટે એ સહજ છે. પુણ્યરૂપી અંગને પવિત્ર રાખનાર નમસ્કાર છે.
માતા પુત્રને જન્મ આપે છે અને પુત્રનું પાલનપોષણ કરે છે તેમ પુત્રને સ્વચ્છ રાખવાનું
Page #389
--------------------------------------------------------------------------
________________
પુણ્યરૂપી અંગને પવિત્ર રાખનાર નમસ્કાર છે.
૩૬૫
કાર્ય પણ માતા જ કરે છે. અહીં પણ નમસ્કારરૂપી માતા જેમ પુણ્યરૂપી શરીરને જન્મ આપે છે અને તેનું પાલનપોષણ કરે છે તેમ તેને પવિત્ર રાખવાનું કાર્ય પણ તે જ કરે છે.
પુણ્યરૂપી અંગને પવિત્ર રાખવાનો અર્થ એ છે કે પુણ્યાનુબંધી પુણ્યને તે સાનુબંધ કરે છે તેમાં પૌદ્ગલિક આશંસાદિ દોષરૂપી મલિનતા ન ભળે તેની કાળજી રાખે છે. ઉત્તરોત્તર વધુ ને વધુ કુશલાનુબંધી બનાવી જીવની અધિક અધિક શુદ્ધિ કરે છે અને શુદ્ધિની પરાકાષ્ઠાએ અર્થાત્ મોક્ષપદ સુધી પહોંચાડે છે.
કુશલાનુબંધી પુણ્યનો સ્વભાવ જ એવો છે કે તે ઉત્તરોત્તર અધિક અધિક વિકાસમાં સહાયક બને. જીવમાં લૌકિક કીર્તિ આદિની આશંસા અથવા પ્રાપ્ત ગુણસ્થાનકો પ્રત્યે આસંગાદિ દોષો આવી જવાનો સંભવ છે. તેને દૂર કરી આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડે છે, જીવની સંપૂર્ણ શુદ્ધિ કરે છે. નમસ્કારરુચિ માતાની એ જ વિશેષતા છે કે તે પુણ્યરૂપી અંગનું એવું પાલનપોષણ અને શોધન કરે છે કે તેના પરિણામે જીવની શુદ્ધિ આપોઆપ થઈ જાય છે.
જંગલમાં વસતા ભીલ-ભીલડીનો વિકાસ નમસ્કારના આરંભથી થયો હતો. તેવી જ રીતે સુદર્શન શેઠના જીવનો પણ સુભગના ભવમાં નમસ્કાર મહામંત્રના સ્મરણથી વિકાસ શરૂ થયો હતો. તેમજ રાજકુમારી સુદર્શનાનો પૂર્વભવમાં નવકાર સ્મરણથી વિકાસ થયો હતો. તેના પરિણામે બીજા જ ભવમાં મહાપુરુષોને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું અદ્ભુત જીવન તેમનું શાસ્ત્રમાં ગવાયું છે. અર્થાત્ તેમનો તે વિકાસ ઉત્તરોત્તર અધિકાધિક વિકાસમાં પરિણમ્યો હતો.
જીવરૂપી હંસને વિશ્રાન્તિનું સ્થાન નમસ્કાર છે.
નમસ્કાર એ જીવરૂપી હંસને વિશ્રાંતિ માટે કમલની શોભા સમાન છે. સંસારમાં જીવને ક્યાંય વિશ્રાંતિ નથી. કષાયરૂપી તાપથી આ જીવ સતત તપી રહ્યો છે. કર્મરૂપી મેલથી ખરડાઈ રહ્યો છે, તૃષ્ણારૂપી તૃષાથી તૃષાતુર બની રહ્યો છે. આવી દશામાં શાન્તિ ક્યાંથી હોય ? ઊલટી દિશામાં દોડી દોડીને જીવ થાકી ગયો છે. વિશ્રાંતિ માટે જ્યાં જ્યાં દોડે છે ત્યાં ક્યાંય તેને સાચો વિસામો મળતો નથી.
જગતમાં વિસામા અનેક પ્રકારના ગણાય છે. લોભીને ધન પ્રાપ્તિ વિસામો લાગે છે, કામીને રાગનાં સાધનો વિસામારૂપ લાગે છે, રોગીને આરોગ્યની પ્રાપ્તિ વિસામો લાગે છે, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી વિસામો લાગે છે, ત્યારે ભાર ઉપાડનારને ભાર દૂર થાય એ વિસામો લાગે છે. આ બધા વિસામા શાશ્વત વિસામા નથી. માત્ર દુઃખના ક્ષણિક પ્રતિકારો છે. ખરેખરો અને છેલ્લો વિસામો ભાવનમસ્કારની પ્રાપ્તિ થવી તે છે. તે સિવાયના વિસામા થોડીવાર કામચલાઉ વિશ્રાંતિ ભલે આપે પણ પરિણામે જીવના થાકને ઊલટા વધારી દે છે.
તે વિસામો સાચો વિસામો ગણાય કે જેની પ્રાપ્તિ થયા પછી જીવમાં વિશ્રાંતિ ઉત્તરોત્તર વધતી રહે. આવો વિસામો નમસ્કારની પ્રાપ્તિથી મળે છે. નમસ્કારની પ્રાપ્તિથી જીવનું ભાવદારિદ્રચ ટળી જાય છે. કિનારે આવેલા વહાણના જેવી સ્થિતિએ તે પહોંચે છે. તેથી તેનો આંતરિક આનંદ
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૬૬
પરિશિષ્ટ વધતો જ રહે છે. જીવરૂપી હંસને જો પરમેષ્ઠિનમસ્કારરૂપી સુશોભિત કમલની શ્રેણિમાં લીન બનાવવામાં આવે તો એને અનુપમ વિશ્રાંતિ મળી શકે છે.
મહાજ્ઞાનીઓ પણ આત્માની સાચી વિશ્રાંતિ માટે આ મંત્રનું જ ધ્યાન ધરે છે. આ મંત્રના ધ્યાનમાં જીવ પરોવાઈ જાય તો એને ચારે બાજુથી વિશ્રાંતિ આપોઆપ આવીને મળે છે.
નમસ્કાર મહામંત્રની જેના હૃદયમાં બરાબર પ્રતિષ્ઠા થઈ જાય છે તેનાં દુઃખના દિવસો અસ્ત પામે છે અને સુખનો સૂર્યોદય સર્વ કલાઓથી ખીલી ઊઠે છે. આ દુઃખમય સંસાર પણ તેના માટે સુખમય બની જાય છે. જ્યાં જ્યાં તેની નજર પડે છે ત્યાં ત્યાં શ્રી નમસ્કાર મંત્રમાં પ્રથમપદે બિરાજમાન શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું એકછત્રીય સામ્રાજ્ય તેને દેખાય છે અને સર્વત્ર અરિહંત પરમાત્માની અનંત કરુણા વિલસી રહી છે એવી તેને પ્રતીતિ થાય છે. નમસ્કાર સદા જયવંત રહો!
આ રીતે નવકારના ગુણો અપાર છે અને તેથી જ વિવેકી આત્માઓ પ્રતિદિન આ નવકારનું આદરપૂર્વક આરાધન કરે છે. આ અસાર સંસારમાં નવકારમંત્ર એ જ એક સારભૂત વસ્તુ છે. આ ઇષ્ટ નમસ્કૃતિ સદા જયવંતી રહો ! અને સૌ કોઈ આદરપૂર્વક નવકારની આરાધના કરીને શાશ્વત સુખને પ્રાપ્ત કરો.
| શિવમસ્તુ સર્વનતિઃ
Page #391
--------------------------------------------------------------------------
________________
શ્રાવકનાં કર્તવ્ય શ્રાવકે શું કરવું જોઈએ?
દૈનિક કર્તવ્ય:- (દિવસે શું કરવું જોઈએ?).
વહેલાં જાગવું (નવકાર સ્મરણ વિ.), પ્રતિક્રમણ, (સામાયિક), દેવદર્શન, ગુરુવંદન, ગૃહવ્યવસ્થા, વ્યાખ્યાન શ્રવણ, સ્નાનવિધિ, પ્રભુપૂજા (અષ્ટ પ્રકારી), ભોજનવિધિ, સુપાત્રદાન, વ્યાપાર શુદ્ધિ, દેવપૂજન (ધૂપ વિ.), પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધર્મચર્ચા, વડીલોની ભક્તિ.
રાત્રિ કર્તવ્ય :- (રાત્રે શું કરવું જોઈએ)
ધર્મજાગરણ, સુકૃતની અનુમોદના, દુષ્કતની નિંદા, ચાર શરણ-સ્વીકાર, સાગાર અનશન, અલ્પનિદ્રા, રાત્રિ ચિંતન, (અશુચિ ભાવના) દીક્ષા અંગે મનોરથ સેવન, રાઈ પ્રતિક્રમણ
પર્વ કર્તવ્ય :- (પર્વ દિવસે શું કરવું જોઈએ) પૌષધ, ઉપવાસ, દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, જયણા, શાસન પ્રભાવના. ચાતુમાંસિક કર્તવ્ય :- (ચાર માસમાં શું કરવું જોઈએ)
વિવિધ નિયમગ્રહણ, દેસાવગાસિક, અતિથિ સંવિભાગ, સામાયિક, વિવિધ તપશ્ચર્યા, નૂતન અધ્યયન, સ્વાધ્યાય, જયણા પાલન.
વાર્ષિક કર્તવ્ય :- (પ્રતિવર્ષ શું કરવું જોઈએ)
સંઘપૂજન, સાધર્મિક ભક્તિ, યાત્રાત્રિક (રથયાત્રા, જિનયાત્રા, તીર્થયાત્રા) જિનાલયે સ્નાત્ર મહોત્સવ, દેવદ્રવ્યની વૃદ્ધિ, મહાપૂજન, રાત્રિજાગરણ, શ્રુતજ્ઞાન પૂજા-મહોત્સવ, ઉજમણું, શાસનપ્રભાવના, પાપશુદ્ધિ (પ્રાયશ્ચિત્ત આલોચના)
પર્યુષણ કર્તવ્ય :- (પર્યુષણમાં શું કરવું જોઈએ)
અમારી પ્રવર્તન (જીવદયા), સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠ્ઠમતપ, ચૈત્યપરિપાટી (દરેક દેરાસર જુહારવા).
જીવન કર્તવ્ય - (જીવનમાં મૃત્યુ પહેલાં શું કરવું જોઈએ.)
જિનાલય બંધાવવું, ગૃહમંદિર રાખવું, જિનબિંબ ભરાવવું, પ્રતિષ્ઠા કરાવવી, દીક્ષા અપાવવી, પદવી અપાવવી, હસ્તલિખિત આગમ લખાવવા, પૌષધશાળા બંધાવવી, પ્રતિભાવહન કરવી, ઉપધાન કરવા, પાલિતાણામાં ચાતુર્માસ કરવું, સંઘ કાઢવો, શત્રુંજયની ૯૯ યાત્રા કરવી, સંઘ રક્ષા માટે પ્રાણ તથા સર્વસ્વ આપવા તૈયાર થવું
સમાધિ મરણ કર્તવ્ય :- (મરણ સમયે શું કરવું જોઈએ.)
દીક્ષા લેવી જોઈએ, શત્રુંજયમાં મન એકાગ્ર કરવું, ચારેય આહારનો ત્યાગ કરવો, ગુરુ સમક્ષ અતિચાર આલોચવા, સર્વ પાપ વોસિરાવવા, બારવ્રત ગ્રહણ, દુષ્કતની નિંદા, સુકૃતની અનુમોદના, ચાર શરણ સ્વીકાર, સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના, નવકાર મહામંત્રનું સ્મરણ.
s
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૬૮
વિશિષ્ટ સાધકના ૩૨ ગુણો
વિશિષ્ટ સાધકના ૩૨ ગુણો
(૧) આત્માનંદી, (૨) સ્વરૂપમગ્ન, (૩) સ્થિરચિત્ત, (૪) નિર્મોહી, (૫) જ્ઞાની, (૬) શાંત, (૭) જિતેન્દ્રિય, (૮) ત્યાગી, (૯) ક્રિયારૂચિ, (૧૦) તૃપ્ત, (૧૧) નિર્લેપ, (૧૨) નિસ્પૃહ, (૧૩) મૌની, (૧૪) વિદ્વાન, (૧૫) વિવેકી, (૧૬) મધ્યસ્થ, (૧૭) નિર્ભય, (૧૮) અનાત્મશંસી, (૧૯) તત્ત્વદૃષ્ટિ, (૨૦) સર્વ ગુણ સંપન્ન, (૨૧) ધર્મધ્યાની, (૨૨) ભવોગ્નિ, (૨૩) લોકસંજ્ઞા ત્યાગી, (૨૪) શાસ્ત્રચક્ષુ, (૨૫) નિષ્પરિગ્રહી, (૨૬) સ્વાનુભવી, (૨૭) યોગનિષ્ઠ, (૨૮) ભાવયાજ્ઞિક, (૨૯) ભાવપૂજા પરાયણ, (૩૦) ધ્યાની, (૩૧) તપસ્વી અને (૩૨) સર્વનયજ્ઞ.
મન્હજિણાણેની સજ્ઝાયમાં જણાવેલ ૩૧ ધર્મકૃત્યો
(૧) તીર્થંકરની આજ્ઞા માનવી, (૨) મિથ્યાત્વનો ત્યાગ કરવો, (૩) સમ્યક્ત્વને ધારણ કરવું, (૪) સામાયિક, ચવિસત્થો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચક્ખાણમાં હંમેશા ઉઘુક્ત રહેવું, (૫) પર્વદીવસે પૌષધ કરવો, (૬) સુપાત્રે દાન દેવું, (૭) શીયળ પાળવું, (૮) તપ કરવો, (૯) ભાવના ભાવવી, (૧૦) સ્વાધ્યાય કરવો, (૧૧) નમસ્કાર મંત્રનો જાપ જપવો, (૧૨) પરોપકાર કરવો, (૧૩) જીવરક્ષા કરવી, (૧૪) જિનેશ્વર ભગવાનની પૂજા કરવી, (૧૫) જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવી, (૧૬) ગુરૂની સ્તુતિ કરવી, (૧૭) સાધર્મિક વાત્સલ્ય કરવું, (૧૮) સર્વ વ્યવહાર શુદ્ધ રાખવો, (૧૯) રથયાત્રા કાઢવી, (૨૦) તીર્થયાત્રા કરવી, (૨૧) ઉપશમ ભાવ રાખવો, (૨૨) વિવેક રાખવો, (૨૩) સંવર ભાવના રાખવી, (૨૪) ભાષાસમિતિ સાચવવી, (૨૫) છકાય જીવોની દયા પાળવી, (૨૬) ધાર્મિક માણસોનો સંસર્ગ રાખવો, (૨૭) પાંચ ઇન્દ્રિયોનું દમન કરવું, (૨૮) ચારિત્રના પરિણામ રાખવા, (૨૯) સંઘ ઉપર બહુમાન રાખવું, (૩૦) પુસ્તકો લખવાં, લખાવવાં અને (૩૧) તીર્થને વિષે પ્રભાવના કરવી.
સુશ્રાવકના બીજા ૨૧ ગુણો
(૧) નવતત્વનો જાણ, (૨) ધર્મકરણીમાં તત્પર, (૩) ધર્મમાં નિશ્ચલ, (૪) ધર્મમાં શંકારહિત, (૫) સૂત્રના અર્થનો નિર્ણય કરનાર, (૬) અસ્થિ-હાડપિંજર સુધી ધર્મિષ્ઠ, (૭) આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, (૮) સ્ફટિક રત્નના સમાન નિર્મલ-કુડકપટ રહિત, (૯) નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર, (૧૦) એક માસમાં પાંચ પૌષધ કરનાર, (૧૧) જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, તેવી રીતે રહેનાર, (૧૨) લીધેલાં વ્રતોને શુદ્ધ પાળનાર, (૧૩) મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર, અન્નાદિકનું દાન આપનાર, (૧૪) ધર્મનો ઉપદેશ કરનાર, (૧૫) સદા ત્રણ મનોરથો ચિંતવનાર, (૧૬) હંમેશ પાંચે તીર્થોના ગુણગ્રામ કરનાર, (૧૭) નવા નવા સૂત્ર સાંભળનાર, (૧૮) નવીન ધર્મ ઉપાર્જન કર્તા ને સહાયક, (૧૯) બે ટંક પ્રતિક્રમણ કરનાર, (૨૦) સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરનાર, (૨૧) શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉધમ રાખનાર એકવીસ ગુણોવાળો શ્રાવક સુશ્રાવક કહેવાય છે.
સમાસ