________________
૧૦
દાક્ષિણ્યતા રાખવી, કેઈની નિંદા કરવી નહિં, પુરૂષોની પ્રશંસા કરવી, વિપત્તિમાં ધેય રાખવું, સંપત્તિમાં નમ્ર થવું, પ્રસંગે થોડું બોલવું, કઈ સાથે વિરોધ કરવો નહિં, અંગીકાર કરેલું કાર્ય પુરૂં કરવું, નકામા ખર્ચ કરે નહિં, હંમેશા યોગ્ય સ્થાને ક્રિયા કરવી, સારા કામ કરવાનો આગ્રહ રાખો, પ્રમાદ છોડી દેવો, કાચારને અનુસરવું, અને જમાના પ્રમાણે ચાલવું, આ પ્રમાણે શિષ્ટાચારના લક્ષણે બતાવી તે ઉપર કૈલાંબી નગરીના ધર્મ પાળ અને વસુપાળ શ્રેણીનું અસરકારક દષ્ટાંત આપી એ બીજા ગુણના વર્ણનની સમાપ્તિ કરવામાં આવી છે.
ગૃહસ્થ શિષ્ટાચાર પાળનાર હોય પણ જે તે વિવાહ સંબંધમાં અવિચારી બની જાય તે તેની કુલ વ્યવસ્થાનો ભંગ થઈ જાય, તેથી તે પછી “સમાન કુલ તથા શીલવાલા અન્ય ગોત્રી સાથે વિવાહ સંબંધ જોડવાને ત્રીજો ગુણ આપવામાં આવ્યો છે. આ ગુણના વિવેચનમાં ધર્મ અને અધમ્મ મળી આઠ પ્રકારના વિવાહનું વર્ણન આપી તે પ્રસંગે કુલીન કન્યાના લક્ષણો તથા વિવાહને યોગ્ય વયનું સ્વરૂપ પ્રતિપાદન કરી શ્રાવક ગૃહસ્થાવાસના ઉચ્ચ બંધારણ સંબંધે સારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરૂષની સમાનતાને લઈને ને ધર્મ, શોભા, કીર્તિ અને આ લોકના સર્વ સુખ પ્રાપ્ત થાય છે અને વિષમતાને લઈને કલહ કલેશ પ્રમુખ દોષો ઉત્પન્ન થાય છે. આ વિષે ગ્રંથકારે સુભદ્રાનું દષ્ટાંત આપી તે દેશના અછો ચિતાર આપેલ છે. આ પ્રસંગે શ્રાવક કુલની ઉત્તમ સ્થિતિ કેવા પુત્રોથી રહે છે, તે વાત દર્શાવાને સુજાત, અતિજાત, કુજાત અને કુલાંગાર એ ચાર પ્રકારના પુત્રોના લક્ષણો આપ્યા છે. જે ઉપરથી શ્રાવક સંસારમાં સ્ત્રીપુત્રાદિક પરિવારની વ્યવસ્થા કેવી રાખવી જોઈએ, એ વાત સૂચવી તે સાથે યથાર્થ ગૃહિણી શ્રાવિકાનું સ્વરૂપ પણ કહી બતાવ્યું છે. ઉત્તમ ગૃહિણી સંસારને શેભાવે છે અને અધમ અંગના ગૃહરાજ્યને છિન્ન ભિન્ન કરી નાંખે છે. તે વિષય ચર્ચા સાવિત્રી નામની એક હલકી સ્ત્રીનું સુબોધક દષ્ટાંત આપવામાં આવ્યું છે. આ પ્રમાણે શ્રાવક સંસારના શિક્ષણરૂપે આ ત્રીજે ગુણ વર્ણવી એ વિષયને સમાપ્ત કરવામાં આવ્યો છે.
કદિ શ્રાવક ગૃહસ્થ સુન સ્ત્રીના યોગથી યુક્ત થયો હોય, પરંતુ જે તે પાપથી ડરતે ન હોય તે તે યોગ્ય ગણાતું નથી, તેથી તે પછી “પાપભીરૂઝ નામના ચોથા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગુણના વિવેચનમાં જે પુરૂષ પાપભીરૂ ન હોય તો તેને અનર્થના કારણ રૂપ અનેક દુસને લાગુ પડે છે. એ વાત ગ્રંથકારે આ ગુણને અંગે દર્શાવી છે. તે પછી પાપભીરૂ ગૃહસ્થને કેવા લાભો થાય છે, તે વિષે કુશસ્થળ નગરના વિમળ તથા સહદેવ નામના બે શ્રેષ્ટિકુમારોનું દષ્ટાંત આપી એ ચોથા ગુણને સમાપ્ત કરવામાં આવ્યો છે.
કદિ ગૃહસ્થ પાપભીરુ હોય પણ જે પ્રસિદ્ધ દેશાચારથી ઉલટી રીતે વર્તતો હોય તો તે ગૃહસ્થ ધર્મને યોગ્ય ગણાતો નથી, તેથી “પ્રસિદ્ધદશાચાર' નામના પાંચમાં ગુણનું વર્ણન કરી બતાવવામાં આવ્યું છે. જેન ગૃહસ્થ લેક વિરૂદ્ધ કે ધર્મ વિરૂદ્ધ આચારનો ત્યાગ કરવો. જોઈએ. અન્યથા તે પુરૂષ લોકમાન્ય યશસ્વી અને સિદ્ધકાર્ય થઈ શકતો નથી. આ પ્રસંગે ગ્રંથકારે ગૃહસ્થને શિક્ષણ લેવા ગ્ય કેટલાએક લેક વિરૂદ્ધ કાર્યો ગણવી તેમાંથી દૂર રહેવા સારે ઉપદેશ આપેલ છે.