Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ રને અર્થ ઘટી શકે તે દેખાડી શ્રાવક શબ્દ સાર્થક કરી બતાવ્યું છે. જે પ્રકારે શાસ્ત્રકારે અર્થ દ્વારા શ્રાવક શબ્દ સાર્થક કરી બતાવ્યું છે, તે જ પ્રકારે પ્રાવક શબ્દના ધારક મનુષ્ય પ્રવૃત્તિ દ્વારા શ્રાવક શબ્દને સાર્થક કરવા ઘટે છે.
નિહ પરમાર આ પ્રમાણે પદને તોડીને એક એક અક્ષરને અર્થ કરે તેને નિરુકત કહે છે. અને આ પ્રક્રિયા પ્રાયઃ ઘણા શાસ્ત્રોમાં જોવામાં આવે છે. શ્રી આવશ્યક સૂત્રની નિકિતમાં ચતુર્દશ પૂર્વધારી શ્રીમદ્ ભદ્રબાહુવામીએ બિછાદિ સુ ને અર્થ એક એક અક્ષરનો જુદે જુદે વર્ણન કરેલ છે. મનુસ્મૃતિમાં નાં શદને પણ અર્થ એ જ ઢબથી કરવામાં આવેલ છે. તે જ રીતિથી શ્રાવક શબ્દને અત્રે શાસ્ત્રકારે બે પ્રકારે કરી બતાવ્યો છે. છ તાં બ્રાતિ શ્રધ્ધાને પકાવે તેને on કહીએ. ધ શત-સાત ક્ષેત્રોમાં પિતાનું ન્યાયપાર્જિત ધન વાવે (ખર્ચ) તેને જ કહીએ અને સહguથાન એટલે અપુણ્ય(પાપ)ને છેદન કરે તેને કહીએ. બ્રા-- ત્રણે અક્ષરના વર્ણન અર્થવિશિષ્ટ જે વ્યક્તિ હેય તેને બાદ કહેવામાં આવે છે. તાત્પર્ય શ્રદ્ધાપૂર્વક સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયથી પેદા કરેલ દ્રવ્ય ખચ પાપનો નાશ કરે તેને વિચક્ષણ પુરુષે શ્રાવક કહે છે. અથવા–કળાતિ સારા હિતકારી ભગવદ્ વચનને સાંભળે તેને જ કહીએ કુળોતિ પણ દર્શન(સમ્યક્ત્વ )ને વરે અંગીકાર કરે તેને કહીએ અને પતિ સંઘમ સંયમત્રત અંગીકાર કરે તેને કહીએ. તાત્પર્ય ભગવદુવચન સાંભળી સમ્યકત્વ પ્રાપ્ત કરી યથાયોગ્ય સંયમ-વ્રત-નિયમાદિ આચરે તેને વિચક્ષણ પુરુષ શ્રાવક કહે છે.
શ્રાવકનું બીજું લક્ષણ. श्रवति यस्य पापानि पूर्वबद्धान्यनेकशः।
आवृतश्च व्रतैनित्यं श्रावकः सोऽभिधीयते ॥ ५॥ શબ્દાર્થ–જેનાં પૂર્વે અનેક પ્રકારે બાંધેલાં પાપો સવી જાય છે. (જતા રહે છે.) અને જે હમેશાં વતેથી યુકત હોય છે. તે શ્રાવક કહેવાય છે. ૫ | ભાવાર્થ-કર્મોને ક્ષય બે પ્રકારે થાય છે. એક બાંધેલા કમ ભોગવી લેવાથી એટલે કે કમો પિતાનું નિર્ણત ફલ આપી ખરી જાય છે. અને બીજુ પ્રત્યાખ્યાન તીવ્ર તપસ્યા, જ્ઞાનસ્થાન, વિચારણા વિગેરેથી કર્મો નિજરે છે. શ્રાવક પૂર્વે બાંધેલા પાપે ઉપર જણાવેલ બે પ્રકારથી આત્મપ્રદેશથી દૂર કરે છે, તેમજ નવાં પાપ ન બંધાય તેને માટે નિરંતર પોતાને યોગ્ય વ્રતથી યુક્ત હોય છે તેથી આવા ગુણવાળાને શ્રાવક કહેવાય છે.
આ શ્રાવક ધર્મ કેવો છે તે કહે છે, सुदेवत्वमानुषत्वयतिधर्मप्राप्त्यादिक्रमेण मोक्षसुखदायकत्वेन सुरतरूपमाना योग्येभ्य एव दातव्यः ॥