Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 9
________________ બન્નેનું જુદું જુદું છે અને એ માન્યતામાં પણ મુખ્ય કારણ તેમની વિવેકહીન અને વિવેકયુક્ત અવસ્થા છે. મધ્યમ જીવો આચારમાં રુચિ ધરાવતા હોવાથી તેઓ જ્યાં જ્યાં આચારનાં દર્શન કરે છે ત્યાં ત્યાં તેની તેની વંદનીયતાને જાણી લે છે. જ્યારે બુધ-પંડિત જીવો તો સર્વ રીતે પ્રયત્ન કરી આગમનું રહસ્ય સારી રીતે જુએ છે. વિશિષ્ટ કોટિના વિવેકને ધરનારા તે પંડિત પુરુષો સમજે છે કે ધર્મ અને અધર્મની વ્યવસ્થા આગમમૂલક છે. શાસ્ત્રોક્તની આચરણાથી ધર્મ થાય છે અને શાસ્ત્રોક્તના અનાચરણથી કે શાસ્ત્રોક્તથી ભિન્નના આચરણથી અધર્મ થાય છે. મુમુક્ષુ જીવોને એનો ખ્યાલ અવશ્ય હોવો જ જોઈએ કે-શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાની આરાધનાથી જ ધર્મ થાય છે અને એ આજ્ઞાના અનારાધનથી જ અધર્મ થાય છે. ધર્મના અર્થી જનોએ સૌથી પ્રથમ શાસ્ત્ર પ્રત્યે અગાધ પ્રેમ કેળવી લેવો જોઈએ. અતીન્દ્રિય તત્ત્વોના યથાર્થજ્ઞાન માટે શાસ્ત્ર સિવાય બીજું કોઇ સાધન નથી. આજ્ઞા પ્રત્યે આદર કે બહુમાન ન હોય તો ધર્મની પ્રાપ્તિ કે અધર્મની નિવૃત્તિની કોઈ જ શક્યતા નથી. પોતાને પ્રાપ્ત થયેલા વિશિષ્ટ વિવેકના પ્રભાવે પંડિત પુરુષો સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે વેષ કે આચારને જોયા પછી પણ માત્ર આગમતત્ત્વને મુખ્યરૂપે જુએ છે. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા સ્વરૂપ આગમતત્ત્વનાં દર્શન ન થાય તો માત્ર વેષ કે આગળ જણાવાતા આચારનાં દર્શનથી મહાત્માઓની વંદનીયતાદિને તેઓ માની લેતા નથી. વેષ કે આચારાદિની સાથે આજ્ઞામૂલકતા જોવા ન મળે તો

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 450