Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ ત્યાં કોઈ પણ જાતની ધર્મની સંભાવના હોતી નથી-એની પ્રતીતિ સ્પષ્ટપણે થવાથી પંડિતજનો સધર્મની પરીક્ષા કરતી વખતે એકમાત્ર આગમતત્ત્વની પરીક્ષા કરે છે. બાલ કે મધ્યમ જીવો આ આગમતત્ત્વની પરીક્ષા કરવાની ક્ષમતા ધરાવતા નથી. કારણ કે એ બન્નેમાં તેવા પ્રકારનો વિશિષ્ટ વિવેક હોતો નથી. સધર્મના અર્થી બાલાદિ હોવા છતાં આ રીતે બાહ્યવેષ વગેરે જોવાની તેમની પ્રવૃત્તિમાં પોતપોતાની વિલક્ષણ રુચિ જ કારણ છે. 71-રા ઉપર જણાવ્યા મુજબ સદ્ધર્મની પરીક્ષા કરનારા બાલ, મધ્યમ અને પંડિત જનોની પરીક્ષા કરવાની રીત જણાવીને હવે ત્રીજી ગાથાથી બાલાદિ જીવોનું સ્વરૂપ જણાવાય છે– . बालो यसदारम्भो मध्यमबुद्धिस्तु मध्यमाचारः। ज्ञेय इह तत्त्वमार्गे बुधस्तु मार्गानुसारी यः ॥१-३॥ “અસદ્ આરંભને કરનારા બાલ જીવો છે, મધ્યમ આચારને ધરનારા મધ્યમ જીવો છે અને આ તત્ત્વમોક્ષમાર્ગમાં જે માર્ગ(રત્નત્રય)નું અનુસરણ કરનારા છે તે પંડિત જનો છે” -આ પ્રમાણે ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે જે અસદુષ્ટ છે-એવી પ્રવૃત્તિને કરનારાને અથવા જે વસ્તુ આગમમાં જણાવી નથી એવી વસ્તુ કોઈ કોઈ વાર કરનારાને અથવા કોઈ કોઈ વાર હંમેશાં નહિ) આરંભને કરનારાને બાલ કહેવાય છે. કારગ આ પદમાં હું બોરમ અને ર સા મારશ્ન આ રીતે પદોનો સમાવેશ કરીને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 450